નરસિંહ મહેતાના જન્મનું સ્થળ જણાવો?
Hide | Showજવાબ :
ભાવનગર જિલ્લાના તળાજા ગામમાં નરસિંહ મહેતાનો જન્મ થયો હતો.
નરસિંહ મહેતાની કર્મભૂમિ કઈ છે?
Hide | Showજવાબ :
નરસિંહ મહેતાએ પોતાની કર્મભૂમિ જુનાગઢને બનાવી હતી.
નરસિંહ મહેતાને લોકો કેવા ઉપનામથી જાણતા હતા?
Hide | Showજવાબ :
નરસિંહ મહેતાને લોકો આદિકવિ અને ઉત્તમ ઊર્મિકવિ તરીકે જાણતા હતા.
નરસિંહ મહેતાની કાવ્ય રચનાઓ જણાવો?
Hide | Showજવાબ :
નરસિંહ મહેતાએ શામળશાનો વિવાહ, હાર, હૂંડી, મામેરું, શ્રાધ્ધ જેવી ચરિત્રાત્મક કાવ્યરચનાઓ કરી છે.
ગુજરાતમાં આજે પણ વહેલી સવારે નરસિંહ મહેતાના પદો ગવાય છે, તેને શું કહેવાય છે?
Hide | Showજવાબ :
ગુજરાતના ઘરમાં ગૂંજતા નરસિંહ મહેતાના પદોને પ્રભાતિયા તરીકે ઓળખવામાં આવે છે.
નરસિંહ મહેતાએ રચેલા પદો જણાવો?
Hide | Showજવાબ :
વૈષ્ણવજન ઉપરાંત નરસિંહ મહેતાની ચાતુરીયો, હિંડોળાના પદ, વસંતના પદ, કૃષ્ણલીલાના પદ વગેરે તેમની ઉત્તમ રચનાઓ છે.
નરસિંહ મહેતાની રચનાઓમાં કેવા પ્રકારનું ભાષાબળ જોવા મળે છે?
Hide | Showજવાબ :
નરસિંહ મહેતાની રચનાઓમાં ઉપનિષદવાણીનું ભાષાબળ જોવા મળે છે.
નરસિંહ મહેતાની કઈ રચનાઓ સદીઓથી ગુજરાતની પ્રજાના હૈયે અને હોઠે વસેલા છે?
Hide | Showજવાબ :
નરસિંહ મહેતાના અનેક "પદો" સદીઓથી ગુજરાતની પ્રજાના હૈયે અને હોઠે વસેલા છે.
વૈષ્ણવજન પદ કોને અતિપ્રિય હતું?
Hide | Showજવાબ :
વૈષ્ણવજન પદ ગાંધીજીને અતિપ્રિય હતું?
વૈષ્ણવજન પદ ગુજરાત બહાર ભારત અને વિશ્વમાં કેમ જાણીતું થયું છે?
Hide | Showજવાબ :
ગાંધીજીને અતિપ્રિય હોવાને કારણે વૈષ્ણવજન પદની ખ્યાતિ ભારત અને સમગ્ર વિશ્વમાં પ્રસરી છે.
વૈષ્ણવજનના રચયિતા કોણ છે? તેની પાંચ-સાત વાકયોમાં માહિતી આપો.
Hide | Showજવાબ :
વૈષ્ણવજનએ પદ પ્રકારની રચના છે અને વર્ષોથી ગુજરાતની પ્રજાના હૈયે અને હોઠે વસેલું છે. આ પદની રચના આદિકવિ તરીકે જાણીતા નરસિંહ મહેતાએ કરી છે. નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજામાં થયો હતો. પરંતુ તેમની કર્મભૂમિ જુનાગઢ હતી. તેમના જીવન વિશેની આધારભૂત વિગતો મળતી નથી. નરસિંહ મહેતા આદિકવિ તરીકે ખ્યાતિ પામ્યા છે. તેમને ઉત્તમ પ્રકારના ઊર્મિકવિ માનવામાં આવે છે. તેમની ઉત્તમ રચનાઓમાં “શામળશાનો વિવાહ”, હાર, હૂંડી, મામેરું, શ્રાધ્ધ જેવી ચરિત્રાત્મક કાવ્ય રચનાઓનો સમાવેશ થાય છે. નરસિંહ મહેતાએ રચેલા પદો પ્રભાતિયા તરીકે ખ્યાતિ પામ્યા છે. વધુમાં તેમણે ચાતુરીયો, હિંડોળાના પદ, વસંતના પદ, કૃષ્ણલીલના પદ વગેરે રચનાઓ રચી છે. તેમને રચેલા પદોમાં ઉપનિષદવાણીનું ભાષાબળ જોવા મળે છે.
“વૈષ્ણવજન”પદનો સાર દસ વાકયોમાં સમજાવો?
Hide | Showજવાબ :
વૈષ્ણવજન પદમાં કવિએ ભગવાનનો માણસ અથવા ખૂબ સજ્જન માણસ કેવો હોય તેની સુંદર છણાવટ કરી છે તથા સજ્જન માણસના લક્ષણો દર્શાવતું પદ રચ્યું છે. કવિના કહેવા પ્રમાણે વૈષ્ણવજન એવો હોય જે બીજાનું દુ:ખ જાણે અને સમજે, આવો માણસ બીજાઓ પર ઉપકાર કરે છતાં મનમાં તે કર્યાનું અભિમાન રાખતો નથી. તે દરેકને માન આપે છે. કોઇની નિંદા કરતો નથી. તેવો માણસ પોતે મન, વચન અને કર્મથી શુધ્ધ હોય છે. તે બધાની તરફ સમભાવ રાખે છે. વૈષ્ણવજન પરસ્ત્રીને પોતાની માતા જેવી દ્રષ્ટિથી જુએ છે. તે ક્યારેય અસત્ય વચન મુખેથી બોલતો નથી. આવો માણસ પારકા એટલેકે બીજાના ઘનને હાથ પણ અડાડતો નથી એટલે કે કદી ચોરી કરતો નથી. સજ્જન માણસે મોહ અને માયાનો ત્યાગ કર્યો હોય છે અને તેણે પોતાના મનથી વૈરાગ્ય ધારણ કર્યો હોય છે. તે લોભ, કપટ, કામ, ક્રોધરહિત હોય છે, આવો વ્યક્તિ જ સાચો વૈષ્ણવજન કે સજ્જન કહેવાય છે. એવા માણસના દર્શન કરવાથી આપણી એકોતેર પેઢી તારી જાય તેવું કવિ કહે છે.
The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.
The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.
For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.