GSEB Solutions for Class 10 Gujarati

GSEB Solutions for class 10 Gujarati Subject Chapters Wise :

શાના માનમાં આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા?

Hide | Show

જવાબ :

મૃત્યુના માનમાં આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા.

ગિરમાળનો ધોધ કઈ નદી પરથી પડતો હતો?

Hide | Show

જવાબ :

ગિરમાળનો ધોધ ગિરા નદી પરથી પડતો ધોધ છે.

લેખકની મુસાફરી યાત્રા બની રહેતી, કારણ કે....

Hide | Show

જવાબ :

લેખક જે મુસાફરી કરતા હતા તે એમના માટે યાત્રા સમાન બની જતી હતી, કારણ કે તે દરેક મુસાફરીમાં તેમની બધી વૃત્તિઓ ઠરી ઠામ થઇ જતી હતી અને ડાહીડમરી બની જતી હતી. લેખક સૌંદર્યનું અસ્તિત્વ અને તેની ભવ્યતા તથા શ્રેષ્ટતાનો નજીકથી અનુભવ કરતા હતા. તેમાં લેખકને પોતાનું અસ્તિત્વ સાવ નાનું થઈને ઓગળી જતું હોય તેવો અનુભવ થતો હતો. માટે તે મુસાફરી લેખકને યાત્રા કરતા હોય તેવો અનુભવ કરાવતી હતી.

લેખક પોતાને ટચૂકડી બુધુક્ષુ માછીમારો સાથે સરખાવે છે, કારણ કે....

Hide | Show

જવાબ :

લેખક પોતે એકરૂપ બની ગયેલા નદી, તળાવ અને ધોધના રમ્ય રૂપને જોવા કિનારા પર ઉભા છે આવું રૂપ લેખકના સાહિત્યના સમાન દેખાતા તે રૂપના વર્ણન માટે લેખકને તેજસ્વી ગતિએ તેમની ઉર્જાને પણ અલંકૃત ભાષાનું વર્ણન યાદ આવે છે અને લેખક પોતાને પણ જેમ ટચૂકડા બુભુક્ષુ માછીમારો સાથે સરખાવે છે જાણે કે પોતે પ્રકૃતિના નયનરમ્ય દ્રશ્યને માણવા નહીં, પણ માછીમારોની જેમ જાળ નાંખીને માછલાં પકડવા ઉભા હોય.

ડાંગવનો અને... પાઠના લેખકનો ટુંકમાં પરિચય આપો?

Hide | Show

જવાબ :

ડાંગવનો અને... પાઠના લેખક મહેન્દ્રસિંહ તખ્તસિંહ પરમાર સુરેન્દ્રનગર જિલ્લાના કુકણા ગામના વતની છે. તેઓ ભાવનગર યુનિવર્સિટીના ભાષા ભવનમાં અધ્યક્ષ તરીકે કામગીરી કરે છે. તેઓ વાર્તાકાર અને દિગ્દર્શક તરીકે જાણીતા છે તેમના ગદ્યમાં આગવી છાપ જોવા મળે છે. તેમણે પ્રથમ નામનો વિવેચનસંગ્રહ લખ્યો છે અને પોલીટેકનિક નામે વાર્તાસંગ્રહ પણ લખ્યો છે. તેઓશ્રીએ રખડુંનો કાગળ નામે નિબંધ સંગ્રહ પણ લખ્યો છે.

લેખકે સૂર્યાસ્ત જોવાની વાતને કેવી રીતે રજૂ કરી છે?

Hide | Show

જવાબ :

ભેખડવતી નર્મદાને કારણે અંકલેશ્વર લેખકની પ્રિય જગ્યા છે. અહીં ઉચ્ચાસને બેસીને કેટલીય વાર સૂર્યાસ્ત જોવાની મજા લુંટી છે. અસ્તાચળે પહોંચેલા સૂર્યમાં’રાજ અક્ષિતિજ જળવતી નર્મદાની સપાટી પર છેક અમારા સુધી લાલ કાર્પેટ બિછાવી આપે. આ રાજમાર્ગે ટપોટપ કરતા દોડીને એમને મળવા જઈએ ત્યાં તો ગાયબ થઇ જાય. આમ, લેખકે પોતાનો સૌંદર્ય દ્રષ્ટિ સ્વભાવ આમાં પ્રગટ કર્યો છે.

આહવાની વનસંપદાના મનોહર રૂપનું વર્ણન કરો?

Hide | Show

જવાબ :

લેખકે ડાંગવ અને... પાઠમાં આહવાના જંગલોનું અને તેની સંપદાનું જે મંત્રમુગ્ધ બની જનારૂ વર્ણન કર્યું છે તે અદ્દભૂત છે. તેની રંગરમણા પણ ભવ્ય છે. માનવ વસવાટની સવારની ઝાંખી સનસેટ પોઈન્ટની ઉંચાઈએથી નીચેની તરફ જોતાં ઘરો રતુમડાં પર્ણોના બનાવ્યા હોય તેવો ભાસ થાય છે. તે ઘરો સુધી પહોંચવાની પગદંડીઓની ભૂખરી કેડીઓ સર્પાકાર દેખાય છે. ત્યાં ઉગેલા સાગના ઝાડ અને લીલાછમ ઘાસના મેદાનોની પોતાની હરિયાળી છાયા છે જાણે કે તેઓ સૂર્ય સાથે હરીફાઈ ન કરતાં હોય? ઘાસના લીલા પટ્ટાઓ અને સાગના ઝાડનો કેફ સૂર્યપ્રકાશની બરાબરી કરે તેવો છે. અહીંના કુદરતી સૌંદર્યથી નયનરમ્ય તથા નયનમનોહર શબ્દોના સાચા અર્થ આપણને સમજવા મળે છે. પવનની સાથે ઘુમરાઈને ઉપર વહી આવતા રંગ – ગંધ – અવાજના ત્રિવિધ રૂપને ઊંડા શ્વાસ દ્વારા આખા અસ્તિત્વમાં અનુભવી શકાય છે. પવનની જાદુઈ લાકડી ફરે તેમ આ દ્રશ્ય – શ્રવ્ય ચલચિત્રમાં પરિવર્તન પામતું હોય તેવું લાગે છે. આ રંગભૂમિના વાતાવરણને થોડા સમય પહેલાં પાડેલા વરસાદે બદલી નાખ્યું હતું. રૂબરૂ નજરે જોવાથી આ વાતાવરણનો અલગ જ સ્વાદ અનુભવાય છે. વિશાવની કોઈપણ સ્પંદનશીલ ચેતનાને સ્પર્શે તેવી આહવાની વનસંપદાની મનોહર દુનિયા છે. જેને એકવાર માણવી જ રહી.

વિરૂધ્ધાર્થી શબ્દો

Hide | Show

જવાબ :

પ્રત્યક્ષ – પરોક્ષ
નજીક – દૂર
અસમર્થ – સમર્થ

સમાનાર્થી શબ્દો

Hide | Show

જવાબ :

ઘરોબો - નિકટતા, પરિવાર જેવો સંબંધ
આછેરો - થોડો
ક્ષિતિજ - પૃથ્વી સાથે આકાશ મળતું હોય તેવી કલ્પિત રેખા 
ચિક્કાર- ખૂબ જ, અતિશય
ગાયબ - અદ્રશ્ય
અંજલી – ખોબો
શંકિત – શંકાશીલ
આહિમ્ – પ્રારંભનું
વન સંપદા – વનની સંપત્તિ 
હેમ – સુવર્ણ, સોનુ, કનક
છાક – નશો, કેફ
ઓથ – સહારો
સન્નિધિ – સમીપતા
ગજયુથ – હાથીનું ટોળું 
સાયુજ્ય – એક થઇ જવું 
બુભુક્ષુ – ભખ્યું
રૂબરૂ – પ્રત્યક્ષ
ગિરા – વાણી
ઘાયલ – ઝખમી

Take a Test

Choose your Test :

Browse & Download GSEB Books For Class 10 - All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.

ask-a-doubt ask-a-doubt