GSEB Solutions for Class 10 Gujarati

GSEB Solutions for class 10 Gujarati Subject Chapters Wise :

કવિની દ્રષ્ટિએ પક્ષી ક્યાં મળશે?

Hide | Show

જવાબ :

કવિની દ્રષ્ટિ મુજબ પક્ષી તેના મધુર ગીતોમાં મળશે તથા પોતાના પ્રભુ સાથે શોધનારના હૈયામાં મળશે.

શું કરવાથી પક્ષીનું માત્ર સ્થૂળ શરીર જ મળે છે?

Hide | Show

જવાબ :

પક્ષીનો શિકાર કરવાથી માત્ર તેનું સ્થૂળ શરીર જ મળે છે.

કવિ કલાપીનું મૂળ નામ જણાવો.

Hide | Show

જવાબ :

કવિ કલાપીનું મૂળ નામ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ છે.

સૃષ્ટિનું સૌદર્ય કવિને ક્યાં ક્યાં જોવા મળે છે?

Hide | Show

જવાબ :

કવિના મત પ્રમાણે સમગ્ર સૃષ્ટિએ સંતોનો આશ્રમ છે. કવિને સૃષ્ટિનું સૌદર્ય પંખીઓ, ફૂલો, વેલાઓ, ઝરણાં, વૃક્ષો જેવા કુદરતી તત્વોમાં જોવા મળે છે.

પક્ષીને પામવા કવિ શું કરવાનું કહે છે?

Hide | Show

જવાબ :

શિકારીને કવિતામાં કવિ શિકારીને ઉદ્દેશીને કહે છે કે તું પક્ષીનો શિકાર કરવાનું રહેવા દે તેનાથી તો તને કેવળ પક્ષીનું મૃત શરીર જ મળે છે. જો તારે પક્ષીને પામવું હોય, તેના સૌદર્યને માણવું હોય, તો ક્યાંક છુપાઈને તેનાં મધુર ગીતને સાંભળ, આમ કરવાથી પક્ષી તેના પ્રભુ સાથે તારા હૈયામાં વાસ કરશે. અને તું તેના અનુપમ સૌદર્યને માણી શકીશ.

કવિ શિકારીને કઈ શિખામણ આપે છે?

Hide | Show

જવાબ :

શિકારીને કાવ્યના કવિ કલાપી શિકારીને શિખામણ આપે છે કે હે શિકારી, તું આ સંહાર કરવાનું છોડી દે, નિર્દોષ મૂંગા પક્ષીઓનો શિકાર કરવાનું તારા માટે શોભાપાત્ર નથી. આવી ક્રૃરતા તને જરાપણ શોભા દેતી નથી. સમગ્ર સૃષ્ટિ એ સંતોનો આશ્રમ છે. એમાં પંખીઓ, ફૂલો, ઝરણાં, વૃક્ષો, લતા જેવા અનેક પ્રકૃતિતત્વોનું સૌદર્ય સમાયેલું છે. તેવા સૌદર્યની તરફ આવી ક્રૃર દ્રષ્ટિ જરા પણ તને શોભતી નથી. પક્ષીઓના શિકાર કરવાથી તો તું કેવળ તેનું મૃત શરીર જ પામી શકીશ. પરંતુ જો તારે પક્ષીના સૌંદર્યને માણવું હોય તો ક્યાંક છુપાઈને તેનાં મધુર ગીતો સાંભળ. આમ કરવાથી પક્ષી તેના પ્રભુની સાથે તારા હ્રદયમાં વાસ કરશે. તને ખબર નથી કે સૌંદર્યને વેડફી દેવાથી તેની સુંદરતા નાશ પામે છે. જો તારે આવા સૌંદર્યને માણવું હોય તો સૌ પ્રથમ સૌંદર્યને માણવા માટેની દ્રષ્ટિ કેળવ. સૌંદર્યને માણવું એ પ્રભુની સાથે જોડાણ કરવા બરાબર છે. સૌંદર્યનું જતન કરવાથી તેનો આદર કરવાથી પ્રભુને મેળવ્યાનો આનંદ પામી શકાય છે. વિશ્વમાં ચોતરફ અદ્રતા વ્યાપેલી છે તેમાં આપણે પણ સહભાગી બની જોડાઈએ જેથી સૌનું ભલું થાય.

સમાનાર્થી શબ્દો

Hide | Show

જવાબ :

સંહાર – નાશ, પ્રબળ ધાત

રૂડું – સારૂ, સુંદર

આર્દ્રતા – ભીનાશ, મૃદુતા, માયાળુપણું

લતા- વેલ, વેલી

ઘટવું – શોભવું

તહને – તને

સુણવું – સાંભળવું

Take a Test

Choose your Test :

Browse & Download GSEB Books For Class 10 - All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.

ask-a-doubt ask-a-doubt