GSEB Solutions for Class 10 Gujarati

GSEB Solutions for class 10 Gujarati Subject Chapters Wise :

“હાવ બેઠો રિયે ઇમ કરવું સે કે પછી લાકડીના ટેકે હાલીને ભીખ માંગે ઇમ કરવું સે આ વાક્ય કોણ બોલે છે?

Hide | Show

જવાબ :

“હાવ બેઠો રિયે ઇમ કરવું સે કે પછી લાકડીના ટેકે હાલીને ભીખ માંગે ઇમ કરવું સે આ વાક્ય વેલજી ડોસો બોલે છે.

ફગફગયો દીવો બુઝાઇ જવાની સાથે બીજી કઈ ઘટના બની?

Hide | Show

જવાબ :

ફગફગયો દીવો બુઝાઇ જવાની સાથે બીજી ઘટનારૂપે બાળકનું રુદન ગાજી ઉઠ્યું.

અસિતે ક્રુષ્ણજન્મની કઈ તરકીબ રચી હતી તે જણાવો?

Hide | Show

જવાબ :

અસિત અમેરિકાથી ઇલેક્ટ્રિકલ એંજિનિયરીંગનું ખાસ શિક્ષણ લઈને આવ્યો હતો. સૌને આશ્ચર્યચકિત કરી દે તેવી ક્રુષ્ણજન્મ માટેની વીજળીની તરકીબ રચી હતી. આમાં કારાગૃહમાં ક્રુષ્ણનો જન્મ, વર્ષાની ધારા, વાસુદેવ કૃષ્ણને લઈને યમુના ઓળંગી ગોકુળમાં જાય છે તેવા તમામ દ્રશ્યો અનુરૂપ અવાજ સાથે માણી શકાય તેવી ટેકનીકલ બુધ્ધિ અને જ્ઞાનથી આબેહૂબ ઊભા કર્યા હતા.

કાનજી અને દેવજી બાળકને લઈને ક્યાં જતા હતા? શા માટે.

Hide | Show

જવાબ :

બાળકને લઈને ઘૂંટણસમા પાણી ડહોળતા કાનજી અને દેવજી બંને વેલજી ડોસાના ઘરે જતાં હતા. વેલજી ડોસા નવજાત શિશુના ટાંટિયા વાળી આપવાનો ધંધો કરે છે. ટાંટિયા વાળવા એટલે બાળકને અપંગ કરી દેવું. કાનજી તથા દેવજી તે બાળકના ટાંટિયા વળાવવા જતાં હતા.

"જન્મોત્સવ" પાઠના લેખકનો ટુંકમાં પરિચય આપો?

Hide | Show

જવાબ :

જન્મોત્સવ પાઠના લેખકનું નામ સુરેશ હરિપ્રસાદ જોષી છે. સુરત જીલ્લાના બારડોલી તાલુકાના વાલોડ ગામમાં તેમનો જન્મ થયો હતો. તેઓ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ભાષાભવનના અધ્યક્ષ તરીકેની સેવાઓ આપી ચૂક્યા છે. "મરણોત્તર" અને "છિન્નપત્ર" તેમની નોંધપાત્ર નવલકથાઓ છે. તેમને "ગૃહપ્રવેશ" નામનો વાર્તાસંગ્રહ લખ્યો છે. જનાન્તિકે, ઈદમસર્વમ ઇતિ સે મતિ તેમના સંવેદનાસભર નિબંધસંગ્રહો છે. તેમને કીંચિત્, ચીંતયામી મનસા, અષ્ટમોધ્યાય જેવા વિવેચનગ્રંથો આપ્યા છે. તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક તથા ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને દિલ્હી એવોર્ડ મળી ચૂક્યા છે.

અસિતે કૃષ્ણ જન્મોત્સવની કેવી તૈયારીઓ કરી હતી?

Hide | Show

જવાબ :

લાલ કિનખાબના પડદાની પાછળ અસિતે કૃષ્ણ જન્મની બધી જ તૈયારીઓ પોતાના ઈલેક્ટ્રીકલ એન્જીનીયરીંગના ટેકનીકલ જ્ઞાનના આધારે કરી હતી. કારાગૃહમાં કૃષ્ણનો જન્મ, વર્ષા, વાસુદેવનું કૃષ્ણને લઈને જમુના ઓળંગીને ગોકુળ જવું, ગોકુળમાં જશોદા અને ગોપબાળો દ્વારા કૃષ્ણની વધામણી વગેરે બધા જ પ્રસંગોની વીજળીની મદદથી રચના કરી હતી.

મંદિરોમાં કૃષ્ણ જન્મના રંજન કાર્યક્રમનું એક પર્વ કેવી રીતે પૂર્ણ થયું?

Hide | Show

જવાબ :

રાત્રે ઘડિયાળના બે કાંટા ભેગા થતાની સાથે જ કિનખાબનો લાલ પડદો સરરર કરતોક ને સરી ગયો. આકાશમાંથી તેજનો પુંજ અવતરતો હોય તેમ ઝબકારો થયો. તે તેજ પુંજ દેવકીના ખોળે ઝૂલવા લાગ્યો. કારાગૃહમાં તે તેજ પુંજ અજવાળું પાથરતો હતો. ઘડીક બહારનો ઝબકારો અંદર ડોકિયું કરી જતો હતો. મંદિરમાં એકાએક કાંસા, ઝાલર, મંજીરા ને શંખનો તુમુલ ધ્વની થયો. શરણાઈવાળાએ પ્રભાતે ગવાતા બિભાસના સૂર છેડ્યા. પ્રેક્ષકરૂપી ભક્તોએ કૃષ્ણજન્મને વધાવવા ઉભા થઈને હર્ષનાદ કર્યો. આમ, કૃષ્ણજન્મના રંજન કાર્યક્રમનું પહેલું પર્વ પુરું થયું.

લેખકે ઝુંપડીમાં નવા જન્મેલા બાળકના જન્મનું કેવું વર્ણન કર્યું છે?

Hide | Show

જવાબ :

માથા પર ઝઝુમી રહેલાં વાદળો તૂટી પડયા હતા. બસ સ્ટેન્ડ પાસેના છાપરા ઉડું ઉડું થઇ રહ્યા હતા. ગુજરાત મેલના અવાજમાં માણેકના કરાંઝવાનો અવાજ દબાઈ ગયો. પેસેન્જરો બસ સ્ટેન્ડમાં આવ્યા અને પાછું બસ સ્ટેન્ડ ખાલી પણ થઇ ગયું. નિ:સ્તબ્ધતા છવાઈ ગઈ. વરસાદ એકધારો પડવા લાગ્યો. એકાએક ફગફગિયો દીવો બુઝાઈ ગયો ને નિ:સ્તબ્ધતાને વીંધીને નવા જન્મેલા બાળકનું રૂદન ગાજી ઉઠ્યું. આમ, ગરીબ બાળકના જન્મને લેખકે રજૂ કર્યો છે.

નિજમંદિરમાં ઊભું કરેલું કૃષ્ણ જન્મોત્સવનું દ્રશ્ય વર્ણવો?

Hide | Show

જવાબ :

મુખિયા કૃષ્ણ જન્મોત્સવની તૈયારીમાં લાગી ગયા. અસિતે પોતાના ટેક્નોલોજિકલ જ્ઞાનના ઉપયોગથી વીજળીની મદદ અને તરકીબથી કૃષ્ણજન્મનું આબેહૂબ દ્રશ્ય ખડું કર્યું હતું. જેમકે આકાશમાંથી તેજનો પુંજ અવતરતો, દેવકીનો ખોળો, તેમાં બાળકરૂપે ઝૂલવું, એકાએક કાંસા, ઝાલર, મંજીરા અને શંખનો તુમુલ ધ્વનિ થયો અને બહાર બેઠેલા રામદીન શરણાઈવાળાએ પ્રભાત નહોતું થયું છતાં પ્રભાતના બિભાસ સૂર છેડયા. મુખિયાજીએ તૈયાર કરેલા અન્નકૂટમાં પણ રંગોની યોજના ચતુરાઇપૂર્વક કરવામાં આવી હતી. વાસુદેવ કૃષ્ણને લઈને ગોકુળ જવા નીકળતા દેવકી કરગરવા લાગી. આખરે વાસુદેવ હળવેથી કૃષ્ણને છાબમાં મૂકે છે, પોતાનો અંગુઠો ધાવતા, વટપત્ર સૂતેલા ભગવાનના ચહેરા પર ભુવનમોહક હાસ્ય દેખાય છે. વાસુદેવ વરસતા વરસાદમાં કૃષ્ણને લઈ જમનાજીના કાંઠે આવ્યા અને તેમણે એ નદીમાં પ્રવેશ કર્યો ના કર્યો ત્યાં પાણીને ડહોળતો સરરર કરતોક અવાજ આવ્યો. બંને જેવા ગોકુળમાં પહોંચે છે તે સાથે જ કૃષ્ણ જન્મોત્સવ શરૂ થાય છે. જશોદામૈયાએ કૃષ્ણકુંવરને સુંદર શણગાર્યા છે, ગોપબાળોના હર્ષોલ્લાસથી વનરાજી ગાજી ઊઠે છે, સૌને પંચાજીરીનો પ્રસાદ આપવામાં આવે છે. શરણાઇઓ રાગમાં સૂરો છેડવા લાગી અને અસિતે ખેલ પૂરો કરીને બહાર આવે છે. આવું કૃષ્ણજન્મનું દ્રશ્ય જોવા મળે છે.

સમાનાર્થી શબ્દો

Hide | Show

જવાબ :

કિનખાબ – જરીબુટ્ટીના વણાટવાળું એક જાતનું કાપડ
તરકીબ – યુક્તિ
સૂમસામ – એકદમ શાંત
આશ્રય – આશરો
ફગફગીયો દીવો – જેની જ્યોત હાલક ડોલક થતી હોય તેવો દીવો
કણસવું – દુ:ખને લીધે ઊંહકારા કરવા
તુમુલ – દારુણ, ભયાનક
પ્રભાત – સવાર
લિબાસ – પોશાક, પહેરવેશ
આક્કરમી – અભાગિયું

તળપદા શબ્દો

Hide | Show

જવાબ :

થિયો – થયો
ભઈ – ભાઈ
નો – ના
બચાડી – બિચારી
નોં’તુ – નહોતું
મેલો – મૂકો
ડોહા – ડોસા
મોરે – મોખરે, આગળ
ભાળ – પત્તો, ખબર
આઈ – અહીં
ઈમાં – એમાં
કાઢ્ય – કાઢ
હાંભળહે – સાંભળશે
કુણ – કોણ
હોનાના – સોનાના
દખી – દુ:ખી
ભળ્યું – જોયું
હારે – સાથે
કાલ્ય – કાલ
હાવ – સાવ

Take a Test

Choose your Test :

Browse & Download GSEB Books For Class 10 - All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.

ask-a-doubt ask-a-doubt