દુકાળના વખતમાં લોકોને કોણે મદદ કરી?
Hide | ShowAnswer :
દુકાળના વખતમાં ડેગડીયાના મહાજને લોકોને મદદ કરી હતી.
કાળુ અને રાજુ ભૂંડામાં ભૂંડી બાબત કોને કહે છે?
Hide | ShowAnswer :
કાળુ અને રાજુ ભીખને ભૂંડામાં ભૂંડી બાબત કહે છે.
સદાવ્રતમાં અનાજ લેવા કોણ કોણ ઉભા હતા?
Hide | ShowAnswer :
સદાવ્રતમાં વાણીયા, બ્રાહ્મણ, પટેલ, ઠાકોર, ઘાંચી, સિપાઈ, ખેડૂતો અને દરિદ્રનારાયણો આ બધા સ્ત્રી-પુરૂષો અનાજ લેવા ઉભા હતા.
અંતે કાળુ અનાજ માટેની મદદ લેવા શા માટે તૈયાર થાય છે?
Hide | ShowAnswer :
સદાવ્રતનું અનાજ લેવામાં કાળુને સંકોચ થતો હતો તે અચકાતો હતો. સુંદરજી શેઠ કાળુનો સંકોચ પામી ગયા. તેમણે કાળુને પાસે બોલાવીને કહ્યું કે આપણે સૌ કુદરત આગળ લાચાર છીએ. જો તને એમ લાગતું હોય કે આ ધર્માદાનું ધાન છે અને તેને હાથ ધરતાં તને સંકોચ થતો હોય તો, કાલથી આ સદાવ્રતનો ઓટલો ઝાડુંથી સાફ કરી નાખજે તથા મુખિયાજી પાસેથી ગાદી તકિયા માગીને ઓટલા ઉપર પાથરી દેજે. પછીતો તને એમ નહીં થાય કે તું ધર્માદાનું ખાય છે, મફતનું ખાય છે. આ સાંભળીને કાળુને પોતાના વિચાર અયોગ્ય લાગ્યા તથા સુંદરજી શેઠની વાત સાચી લાગી. પરિણામે કાળુ અનાજની મદદ લેવા તૈયાર થાય છે.
"બાવાના બેય બગડ્યા" એમ કાળુ શા માટે કહે છે?
Hide | ShowAnswer :
કાળુને સદાવ્રતમાંથી અનાજ લેતા અચકાતો જોઇને સુંદરજી શેઠે કાળુને સમજાવ્યો કે આ તમારૂ ધાન જ તમને આપીએ છીએ. આમાં ધર્માદા જેવું કાંઈ નથી. સુંદરજી શેઠના આવા વેણ અને સમજાવટથી કાળુએ સદાવ્રતમાંથી મળેલ દોઢ પાશેર ખીચડી પોતાના ફાટેલા ધોતીયાના છેડે બાંધી, પણ ત્યાંથી જતા તેને હસવું આવ્યું. કાળુને લાગ્યું કે ક્યારેય કોઈની પાસે માગવું નહિ એ ટેક પાળી શકાઈ નહિ તથા ભીખ લેવી પડી. આતો જીવ ખોવા જેવું થયું. માટે કાળુ બોલે છે કે "બાવાના બેય બગડ્યા"
સુંદરજી શેઠ વિશે પાંચ વાક્યો લખો.
Hide | ShowAnswer :
સુંદરજી શેઠ ડેગડીયા ગામના મહાજનોની સાથે ઊંચા ઓટલાવાળા મંદિરની પરસાળમાં બેઠા હતા. પહેરવેશમાં તેઓ સફેદ ધોતિયું તથા અંગરખું અને માથે સોનેરી તલાવાળી પાઘડી અને ગળે દુપટ્ટો પહેરતા હતા. ધર્માદાનું ધાન લેવા કાળુ તૈયાર થતો નથી, તેમણે જ્યારે તે જાણ્યું ત્યારે કાળુને બોલાવીને તેમણે વચલો રસ્તો કાઢ્યો. સદાવ્રતનો ઓટલો વાળીઝૂડીને સાફ કરી મુખિયાજી પાસેથી ગાદી તકીયા લઈ પાથરી દેવા. તેમણે વધુમાં કાળુને સમજાવ્યો કે તમારૂ છે તેને જ તમને આપીએ છીએ, આમાં ધર્માદા જેવુ કાંઇ નથી અને બીજાને પણ આવું સમજાવજે. આમ કાળુને સુંદરજી શેઠની સમજાવટ સ્પર્શી ગઈ અને સદાવ્રતની ખીચડી લઈ લીધી. આ સમગ્ર કપરા સમયમાં સુંદરજી શેઠની મોટાઈ અને ઉદારતા વખાણવા લાયક જોવા મળી છે.
"ભુખથીય ભૂંડી ભીખ" ના લેખકનો ટુંકમાં પરિચય આપો?
Hide | ShowAnswer :
"ભુખથીય ભૂંડી ભીખ" ના લેખક પન્નાલાલ પટેલ છે. તેમનો જન્મ રાજસ્થાનમાં માંડલી ગામે થયો હતો. તેઓ ગુજરાતી સાહિત્યના પ્રથમ પંકિતના સાહિત્યકાર છે. વળામણા, મળેલા જીવ, માનવીની ભવાઈ તેમની નોંધપાત્ર નવલકથાઓ છે. સુખ દુઃખના સાથી, વાત્રકને કાંઠે, ઓરતા તેમના વાર્તા સંગ્રહો છે. તેમણે "એળે નહિ તમ બેળે" જેવી નાટ્યરચનાઓ પણ લખી છે. તેઓશ્રીને 'રણજીતરામ સુવર્ણચંદ્રક' તથા સાહિત્યનો સર્વોચ્ચ ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલા છે.
"ભુખથીય ભૂંડી ભીખ" ને એકદમ સંક્ષિપ્તમાં સમજાવો?
Hide | ShowAnswer :
સુવિખ્યાત નવલકથા માનવીની ભવાઈમાંથી આ પાઠનો અંશ લેવામાં આવ્યો છે. કાળુ અને રાજુ નવલકથાના મુખ્ય પાત્રો છે. તેમના ગામના લોકો છપ્પનિયા દુકાળમાંથી ઉગરવા માટે ડેગડિયા આવ્યા છે. ભૂખથી માણસો મરી રહ્યા છે. સુંદરજી શેઠ સદાવ્રત ખોલે છે. બધા અનાજ લેવા કતારમાં ઉભા છે. પરંતુ કાળુને આ અનાજમાં તેનું પકવેલું અનાજ પણ હશે તે વિચારે તેનો આત્મા કકળી ઉઠે છે. સુંદરજી શેઠ તેની લાગણીની કદર કરે છે. કાળુ દુકાળની આ પરિસ્થિતિને ખાંડણીયામાં મુકેલા માથા જેવી માને છે, ઘા પર ધા પડવાના જ છે. કાળુ ખેડૂતપુત્ર છે તે માને છે કે ભુખથીય ભૂંડી ભીખ છે. ભીખ માણસના આત્માને હણી નાંખે છે. દુષ્કાળ સામે અને કુદરતના કોપની સામે ઝઝુમતા માણસની વેદના અહીં હ્રદયસ્પર્શી રીતે રજૂ કરવામાં આવી છે.
“ભૂખથીય ભૂંડી ભીખ” વાર્તાના આધારે કાળુનું પાત્રલેખન કરો.
Hide | ShowAnswer :
“ભૂખથીય ભૂંડી ભીખ” નવલકથામાં મુખ્ય બે પાત્રો કાળુ અને તેની પત્ની રાજુ કેન્દ્રસ્થાને છે. કાળુ જાતિએ ખેડૂત છે માટે દુકાળની કપરી પરિસ્થિતી તેના માટે અસહ્ય અને હ્રદયદ્રાવક છે. તે ટેકીલો અને સ્વમાની વ્યક્તિત્વ ધરાવે છે. તેણે ક્યારે પોતાનો હાથ લંબાવ્યો નથી, પરંતુ આ વખતે દુકાળની ભૂખે તેની આંખો ઊંડી ઉતરી ગઈ છે. આવી સ્થિતિમાં ડેગડિયાના મહાજને પોતાના કોઠારમાંથી ગામના સૌને અનાજ આપવાનું શરૂ કર્યું. કાળુ આ સદાવ્રતનું ધાન લેવા તૈયાર નથી. રાજુના સમજાવ્યા છતાં કાળુ પોતાની વાત પર મક્કમ રહ્યો. “દોઢ પાશેર ખીચડી માટે હાથ લંબાવ્યો, ધિક્કાર છે આ અવતારને, ધિક્કાર છે આ જીવવુંય” કાળુ આવા ઉદ્દ્ગાર કાઢે છે. તે સમયે સુંદરજી શેઠ કાળુને સમજાવે છે કે સદાવ્રતનો ઓટલો વાળીને સાફ કરી, મુખિયાજી પાસેથી ગાદી તકીયા લઈ પાથરી દેવા અને આ કામના બદલામાં ખીચડીનું અનાજ લેવું. કાળુ સંમત તો થાય છે પણ તેનું મન અંદરથી માનતું નથી. દોઢ પાશેર ખીચડી ધોતીયાના છેડે બાંધી તો ખરી પણ તેને લાગે છે કે તેનું નશીબ જ કાણું છે ને ખોબોય કાણો છે. આટલા નાના ખોબામાં પેટ ભરાય તેટલું અનાજ થોડું ભરાવવાનું. આની તેના પર ખૂબ જ અસર થઈ તે આખો દિવસ લવારો કર્યો કરે છે તેનું ચિત્તભ્રમ થઈ ગયું છે. લવારી કરતાં તેણે સાફ કહ્યું “ભૂખ ભૂંડી નથી, પણ ભૂખથીયે ભૂંડી ભીખ છે.” લેખકે કાળુની મનોવ્યથા વ્યક્ત કરતાં જે કહ્યું છે તે ભલભલાના હ્રદયને કંપાવી મૂકે તેવું છે “નથી વેઠતાં રામ, ભૂખોય નથી વેઠાતી, ને આ ભૂખોય માટે ઝીંકવા જ માંડ. પણ મકાનનો ઓટલો ચડતાં ખુદ કાળુ જ ઝીંકઈ પડ્યો.” કાળુ પડ્યો એ ગરમ વિચારોને લીધે, ભૂખનો માર્યો કે ગમે તે કારણે હોય.
“ભૂખથીય ભૂંડી ભીખ” વાર્તાના આધારે દુકાળની ભયાનકતા તમારા શબ્દોમાં આલેખો?
Hide | ShowAnswer :
બાર બાર માસથી વરસાદ વરસ્યો નથી. જેઠ મહિનાના પાછલા પંદર દિવસોમાં વરસાદ વરસશે એવું ગામ લોકોનું માનવું હતું. પરંતુ મેઘરાજા તો જાણે બરાબરના રૂઠયા હતા. અષાઢના વાદળા આકાશમાં દેખાતા નથી, આકાશ ચોખ્ખાચટ છે. દૂર દૂર સુધી ક્યાંય વાદળાનું નામ નિશાન વર્તાતું નથી. અનાજના અભાવે ધરતી પર ચારે બાજુ વનમાં, ખેતરમાં, બજારમાં, શેરીઓમાં જ્યાં જુઓ ત્યાં માનવીના હાડપિંજર સમા મૃતદેહો પડ્યા હતા. તેમના સ્વજનોની આંખોમાં સ્વજન ગુમાવ્યાનું દુ:ખ વંચાતું હતું. આમાં સૌથી વિકટ પ્રશ્ન આટલા બધા શબોને દાટવા ક્યાં તેનો ઊભો થયો હતો, તેણે બાળવા ક્યાં. દુકાળની ભૂખે માનવીના હાડમાંસ ગાળી નાખ્યા હતા. ડેગડિયાના મહાજને કોઠારમાંથી સૌને અનાજ આપવાનું શરૂ કર્યું હતું. પણ દરેકને ભાગે આવતી દોઢ પાશેર ખીચડીથી ક્યાથી પેટ ભરાય? તેમ છતાં તમામ જાતિઓ, ભૂખથી પીડાતી જે કાંઇ મળે તે લેવા કતારમાં ગોઠવાયા હતા. અર્ધનગ્ન હાડપિંજર થઈ ગયેલા આ માણસોની સ્થિતિ દયાજનક હતી. લોકો પાસે પહેરવા પુરતા કપડાં નથી. દુકાળથી લોકો બેહાલ બની ગયા હતા. આ દયનીય પરિસ્થિતિ જોઈને કાળુએ કહ્યું કે “ભૂંડામાં ભૂંડી ભૂખ નહિ, પણ ભૂખથીય ભૂંડી ભીખ છે.” કાળુનું આ વિધાન દુકાળનો અને તે સમયની ભયાનક પરિસ્થિતિનો આબેહૂબ ચિતાર રજૂ કરે છે.
સમાનાર્થી શબ્દો
Hide | Showજવાબ :
અદેખાઈ - ઈર્ષ્યા, બીજાનું સારું જોઇને થતી દ્વેષની લાગણી
છપના - છપ્પનીયો દુષ્કાળ (સંવત 1956 નો દુકાળ)
શાળ - શાલિ, ડાંગર, કમોદ, કંગાળ, દરિદ્ર, ગરીબ
હાર - કટાર, લાઈન
તળપદા શબ્દો
Hide | Showજવાબ :
લાટ - મોટા સાહેબ, સત્તાધીશ
આણેલા - લાવેલા
સોગન - સોગંદ, કસમ
આભલું - આકાશ, વાદળ
આલવું - આપવું
મલક - દેશ, મુલક
ધરમ - ધર્મ
હેંડો હેંડો - ચાલો ચાલો
પાશેર - પા
પરથમી - પૃથ્વી
ફડક - પહેરેલા કપડાનો ઝૂલતો છેડો
પલ્લો - પ્રલય, વિનાશ
વાહે - લીધે
નઈ - નહીં
ધિક્ - ધિક્કાર
પેટિયું - રોજી, પેટના માટે મજૂરી કરનારૂ
ભૂંડું - ખરાબ
લાગ - તક
વિરૂધ્ધાર્થી શબ્દો
Hide | Showજવાબ :
ધરતી - આકાશ
સવાલ - જવાબ
સુવાળું - બરછટ, ખરબચડું
દરિદ્ર - અમીર
સહ્યા - અસહ્યા
સદ્દભાગ્ય - દુર્ભાગ્ય
The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.
The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.
For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.