GSEB Solutions for Class 10 Gujarati

GSEB Solutions for class 10 Gujarati Subject Chapters Wise :

ઢોચડીમાં છાશ પાછી રેડવાનું કવિ કોને કહે છે?

Hide | Show

Answer :

કવિ પોતાની માતાને ઢોચડીમાં છાશ પાછી રેડવાનું કહે છે.

કવિ ભારવેલો અગ્નિ ઠારી દેવાનું કેમ કહે છે?

Hide | Show

Answer :

કોઈ પણ કાર્ય કે વસ્તુમાં કવિને હવે રસ રહ્યો નથી, માટે કવિ ભારવેલો અગ્નિ ઠારી દેવાનું જણાવે છે.

એક બપોરે કવિતાના લેખકનો ટુંકમાં પરિચય આપો.

Hide | Show

Answer :

એક બપોરે કાવ્યના લેખક રાવજી છોટાલાલ પટેલ કૃષિ કવિ તરીકેની દ્ર્ઢ પ્રતિભા ધરાવતા કવિ છે. તેમનો જન્મ ખેડા જીલ્લાના ડાકોર પાસે વલ્લભપુરાના ખેડૂત પરિવારમાં થયો હતો. કવિશ્રીનું ૨૯ વર્ષની વયમાં ટિ.બી. ના રોગને કારણે અકાળ અવસાન થયું હતું. તેમણે એકમાત્ર અંગત કાવ્ય સંગ્રહની રચના કરી છે. તેમના ઊર્મિકાવ્યો, ગીતો અને દિર્ધકાવ્યોમાં અનેક રંગદર્શી ભાવછટાઓનું ચોટદાર ચિત્રણ થયું છે. તેમણે અશ્રુધર અને ઝંઝા એમ બે નોંધપાત્ર નવલકથઓ રચી છે. વધુમાં તેમણે વૃતિ અને વાર્તા નામના વાર્તાસંગ્રહની રચના પણ કરી છે.

એક બપોરે કાવ્યના કવિ, કેવા કવિની પ્રતિભા ધરાવતા હતા.

Hide | Show

Answer :

એક બપોરે કાવ્યના કવિ રવજી પટેલે કૃષિ કવિ તરીકે પોતાની આગવી પ્રતિભા ઉભી કરી હતી.

સારસીના ઉડી જવાથી કવિ ઉપર થયેલી અસર તમારા શબ્દોમાં લખો.

Hide | Show

Answer :

કવિ ગ્રામ્યજીવન સાથે જોડાયેલા છે. તેમણે ખેતર, શેઢો, ભાથું, ચલમની તમાકું, સારસી, મહુડીના છાયે આરામ કરતો બળદ, વગેરે તેમનાં ઉછેર અને જીવન સાથે જોડાયેલાં છે. એવામાં કવિના ખેતરના શેઢેથી સારસી એકાએક ઉડી જાય છે. તેથી કવિની વ્યાકુળતા વધી જાય છે. તેઓ બેચેન બની જાય છે અને જમવામાંથી પણ તેમનો રસ ઉડી જાય છે. કવિના માતા ભાત લઈને ખેતર માં આવ્યા હોય છે તેમને કવિ જમવા માટે કાઢેલી છાશને ઢોચડીમાં પાછી રેડી દેવાનું કહે છે અને રોટલાને પણ પાછા બાંધી દેવાનું જણાવે છે. ચલમની તમાકુમાંથી પણ તેમને કસ જણાતો નથી. તેમને તો ફ્ક્ત વિચારોના વમળમાં મહૂડીની છાંયમાં પડવું રહેવું ગમે છે. આકાશમાંથી તડકો રેલાઈ જાય, ગળા સુધી ઘાસ ઉગી જાય તો પણ કવિને તેની પરવા નથી. સારસીના ઉડી જવાથી ઉદાસ બનેલા કવિ હવેતો બળદને હળે જોતરવાની પણ ના પાડી દે છે. સારસીના ઉડી જવાથી કવિની હાલત આવી બની જાય છે.

સમાનાર્થી શબ્દો

Hide | Show

જવાબ :

શેઢો – બે ખેતર વચ્ચેની હદનો થોડો ખૂલ્લો મુકેલો પટ્ટો
લ્યા,એલા,અલ્યા – એક તંકારાભર્યુ પુરૂષવાચક સંબોધન

તળપદા શબ્દો

Hide | Show

જવાબ :

ઢોચડી – દોણી, માટીનું વાસણ
ભારવેલો – ચૂલામાં અગ્નિ ઉપર રાખવાળી તેને સળગતો રાખવો
લ્યા – એલા – અલ્યા
અગની – અગ્નિ
સમું – સમાન
તળે – નીચે
નંઈ – નહીં
છાંય – છાંયડો

Take a Test

Choose your Test :

Browse & Download GSEB Books For Class 10 - All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.

ask-a-doubt ask-a-doubt