અમેરિકામાં રહેતા ડોક્ટર સૌરભ પાસે કોના માટે સમય નથી?
Hide | Showજવાબ :
અમેરિકામાં રહેતા ડોક્ટર સૌરભ પાસે પોતાના માતપિતા માટે સમય નથી.
અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં કયા પુસ્તકો ભેટમાં મળ્યા હતા?
Hide | Showજવાબ :
રામાયણ અને મહાભારતની બાલકથાઓના પુસ્તકો અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં ભેટ મળ્યા હતા.
“બેટા ચાલ, બહુ મોડું થઈ ગયું” વિનુકાકાના આ વાક્યનો ગૂઠાર્થ સમજાવો?
Hide | Showજવાબ :
“બેટા ચાલ, બહુ મોડું થઈ ગયું” આ વાક્યના ગૂઠાર્થથી વિનુકાકા એ સમજાવે છે કે સૌરભ ભણીગણીને અમેરિકામાં ડોક્ટર થયો તેણે મોટો બંગલો, કાર જેવી ભૌતિક સ્મૃધ્ધિ પણ મેળવી પરંતુ અંકિત પાસે માતાપિતા માટે સમય ફાળવવા જેટલી આંતરિક સ્મૃધ્ધિનો અભાવ છે. વૃધ્ધાવસ્થાએ વિનુકાકા સમજી શક્યા કે સૌરભને સંસ્કારથી ઉમદા માણસ બનાવવામાં પોતાની ચૂક થઈ છે. તેમની આ ભૂલનું પરિણામ એ આવ્યું કે દીકરો હોવા છતાં તે તેમની ઘડપણની લાકડી બની શક્યો નહીં.
“હવે અમેરિકા ક્યારે જશો”? પ્રશ્નના ઉત્તરમાં વિનુકાકાની પ્રતિક્રિયા તમારા શબ્દોમાં વર્ણવો.
Hide | Showજવાબ :
“હવે અમેરિકા ક્યારે જશો”? પ્રશ્નના ઉત્તરમાં માથું ના પાડવાની મુદ્રામાં ધૂણાવી વિનુકાકા મૌન બની જાય છે. તેમની આંખના ખૂણે બાઝેલું નાનું આંસુ આથમતા સૂરજના કિરણમાં ચમકી ઊઠે છે.
મંજુ મૂર્તિને કંડારવી પડે? આ વાક્ય કોણ બોલે છે.
Hide | Showજવાબ :
વિનુકાકા આ વાક્ય બોલે છે.
સૌરભ અને અંકિતને વિનુકાકા કયા ક્લાસમાં દાખલ થવાનું સૂચન કરે છે?
Hide | Showજવાબ :
વિનુકાકા સૌરભ અને અંકિતને કોમ્પ્યુટર ક્લાસમાં દાખલ કરવાનું સૂચન કરે છે.
અંકિતના શરીરનો બાંધો કેવો હોય છે?
Hide | Showજવાબ :
અંકિતના શરીરનો બાંધો નબળો હોય છે.
લેખકે પાસ થવાની ખુશીમાં અંકિતને શેની ભેટ આપી?
Hide | Showજવાબ :
લેખકે અંકિતને પાસ થવાની ખુશીમાં રામાયણ અને મહાભારતના પુસ્તકની ભેટ આપી.
સૌરભ એસ.એસ.સી.માં કેટલા ટકાથી પાસ થાય છે?
Hide | Showજવાબ :
સૌરભ એસ.એસ.સી.માં 92 ટકા માર્કસ સાથે પાસ થાય છે.
નવલિકા “રેસનો ઘોડો” ના લેખકનું નામ જણાવો?
Hide | Showજવાબ :
વર્ષા અડાલજા “રેસનો ઘોડો” નવલિકાના લેખક છે.
સૌરભને વિનુકાકા પાંચમા ધોરણથી જ કયા ક્લાસમાં મુકવાની વાત કરતા હોય છે?
Hide | Showજવાબ :
પાંચમા ધોરણથી જ સૌરભને કોમ્પ્યુટર ક્લાસમાં મુકવાનું સૂચન વિનુકાકા કરે છે.
શિક્ષણનો પાયાનો સિધ્ધાંત શું આપવાનો હોવો જોઈએ?
Hide | Showજવાબ :
સાચા શિક્ષણનો પાયાનો સિધ્ધાંત આનંદ આપવાનો હોય તે ખાસ જરૂરી છે.
માતપિતાને પૈસા કરતાં સંતાનોના સહારાની જરૂરિયાત સૌથી વધુ ક્યારે ઊભી થાય છે?
Hide | Showજવાબ :
માતપિતાના ઘડપણમાં તેમને પૈસા કરતાં સંતાનોના સહારાની વધુ જરૂર પડે છે.
‘રેસનો ઘોડો’ વાર્તાને આધારે બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતાં પરિબળોની ચર્ચા કરો?
Hide | Showજવાબ :
બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતાં નકામા પરિબળો આપણું ધ્યાન દોરે છે જે “રેસનો ઘોડો” નવલિકામાં જોઈ શકાય છે. વાર્તામાં વિનુકાકાને સમજાઈ ગયું છે કે બાળકરૂપી મૂર્તિને નાનપણથી જ કંડારીને ઉમદા માનવીમાં ઢાળી શકાય છે. આ બાબતે બાળપણથી જ નિશાન ઊંચું રાખવું જોઈએ. બાળકની વાતમાં સંમતિ દર્શાવી શકાય પરંતુ તેમાં બાળકોને ઘોડદોડની રેસની સ્પર્ધા જીતવા દોડતાં કરવા, હરીફાઈમાં હંમેશા ચંદ્રક લાવે તેવું દબાણ કે આગ્રહ રાખવો, બાળક માંદુ હોય તો પણ તેણે દવા આપીને કોમ્પ્યુટર ક્લાસમાં જાય તેવો આગ્રહ રાખવો, શિક્ષણમાં કયા વિષયમાં ડિગ્રી લેવી તે વડીલ જ નક્કી કરે જેવા અનેક નકામા પરિબળો બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતાં હોય છે. ભણતર જરૂરી હોવા છતાં તેના માટે બાળકને વારંવાર ટોકતાં રહેવું, તેને ઉતારી પાડવું વગેરે વર્તન વડીલોનું યોગ્ય નથી. બાળકને પોતાની પસંદગીનો હક્ક મળવો જ જોઈએ. બાળક મુક્તપણે બગીચામાં ફરવા જાય, ત્યાં હીંચકા ખાવા, બીજા બાળમિત્રો સાથે ત્યાં રમવું, થોડા તોફાન મસ્તી કરવા વગેરે જેવી બાલસહજ પ્રવુત્તિઓથી બાળકને વંચિત રાખવું જોઈએ નહીં. આવું ન કરવાથી બાળકોનો કુદરતી વિકાસ રૂંધાઈને અટકી જાય છે.
“આખરે તો શિક્ષણનું ધ્યેય બાળક ઉમદા બને તે છે.” આ વિધાન વિગતે સમજાવો.
Hide | Showજવાબ :
“રેસનો ઘોડો” નવલિકાનું “આખરે તો શિક્ષણનું ધ્યેય બાળક ઉમદા માણસ બને તે છે” આ વિધાન અંકિતની માતા નિનાબહેન કહે છે. અંકિત ઉપર નીનાબહેન ભણતરનો વધુ પડતો ભાર મૂકવાના વિરોધમાં છે. બાળક બિમાર હોય છતાં દવા લઈને કોમ્પ્યુટર ક્લાસમાં જાય તે તેમને ગમતું નથી. બાળકનું બાળપણ ભણતરના ભાર નીચે દબાઈ ન જાય તેવું નીનાબહેનનું માનવું છે. બાળકનું બાળપણ છીનવાઇ જવું જોઈએ નહીં. ભણતરની સાથે બાળકને મુક્તપણે હરવા-ફરવાની, બગીચામાં જઈને હીંચકા ખાવા જેવી અનેક બાળસહજ રમતો રમવાની છૂટ મળવી જોઈએ. રામાયણ-મહાભારત જેવી બાળકથાઓ અને બીજી બાળકથાઓ વાંચન માટે મળવી જોઈએ. જેના વાંચનની ફળશ્રુતિરૂપે તેમનામાં કૌટુંબિક ભાવના, દેશપ્રેમ જેવા સંસ્કારોનું સિંચન થાય છે. નીનાબહેન માને છે કે ભણતર જરૂરી છે પણ તેના માટે બાળકને સતત ટોકતા રહેવું, તેણે ઉતારી પાડવો, તે જરા પણ યોગ્ય નથી. દરેક બાળકમાં રસના વિષયો અને રૂચિ અલગ અલગ પ્રકારની હોય છે. ભવિષ્યમાં તે કયા વિષય સાથે આગળ વધવા માગે છે તેની પસંદગીનો અધિકાર બાળકને જ મળવો જોઈએ. ઉચ્ચ કારકિર્દી માટે શિક્ષણ અનિવાર્ય છે, પરંતુ એથીય વિશેષ શિક્ષણનું ધ્યેય બાળક સંસ્કારી બને અને એક ઉમદા માનવી બને એ હોવું જોઈએ. નીનાબહેને આવું જ સ્વપ્નું પોતાના દીકરા અંકિત માટે જોયું હતું જેને અંકિતે યથાર્થ રીતે પુરૂ કર્યું.
સમાનાર્થી શબ્દો
Hide | Showજવાબ :
નિર્દોષ - દોષ વિનાનું
ઉમળકો - હેતનો ઉભરો
લિજ્જત - લહેજત, મજા
માયાકાંગલુ - નબળું, માવડિયું
રૂઢીપ્રયોગો લખો
Hide | Showજવાબ :
ભારે હ્રદયે - દુઃખી હ્રદયે.
આંખ ભીની થવી - લાગણીસભર થવું.
મોંમાં ધી સાકાર - સુખદ આભારની લાગણી વ્યક્ત કરવી.
માથું ધુણાવવું - માથું હલાવી હા કે ના નો ઈશારો કરવો.
The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.
The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.
For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.