GSEB Solutions for Class 10 Gujarati

GSEB Solutions for class 10 Gujarati Subject Chapters Wise :

પ્રવાસમાં જવાહરલાલની કયા સ્થળે જવાની ઈચ્છા હતી?

Hide | Show

Answer :

પ્રવાસમાં પ્રવાસમાં માનસરોવર જવાની ઈચ્છા ધરાવતા હતા.

પ્રવાસમાં લેખકની સાથે કોણ તૈયાર થયું હતું?

Hide | Show

Answer :

પ્રવાસમાં લેખકની સાથે તેમના એક પિતરાઈ ભાઈ, એક નાનકડી ટુકડી, ભાર ઉંચકવા માટે મજૂરો અને એક ભોમિયો વગેરે તૈયાર થયા હતા.

ખોભાણમાં પગ લપસ્યા છતાં લેખક કેવી રીતે બચ્યા?

Hide | Show

Answer :

લેખકનો પગ ખોભાણમાંથી લપસ્યો, પરંતુ સૌ એક બીજા સાથે એક જ દોરડાથી બંધાયેલા હતા.આથી આ દોરડાએ તેમને પકડી રાખ્યા તથા પોતે ખોભણની એક બાજુને વળગી રહ્યા એટલે તેમને ખેંચી કાઢ્યા આમ તેઓ નીચે પડતા બચી ગયા હતા.

પાઠના લેખકનો ટુંકમાં પરિચય આપો.

Hide | Show

Answer :

જવાહરલાલ નહેરૂએ લખેલી પોતાની આત્મકથા મારી જીવનકથા માંથી આ પાઠનો અંશ લેવામાં આવ્યો છે. જવાહરલાલનો જન્મ અલ્હાબાદમાં થયો હતો. તેમણે ઈગ્લેંડમાં વકીલાતનો અભ્યાસ કરીને અલ્હાબાદમાં વકીલાત શરૂ કરી હતી. ગાંધીજીની આઝાદીની લડતમાં જોડાઈને તેઓ સ્વતંત્ર સંગ્રામના અગ્રેણી બન્યા. તેમણે પોતાની આત્મકથા ઉપરાંત ડિસ્કવરી ઓફ ઈન્ડિયા અને ગ્લિમ્પસિસ ઓફ વલ્ડ હિસ્ટ્રી જેવા પુસ્તકો અંગ્રેજીમાં લખ્યા છે. તેઓ સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન હતા. ભારત સરકારના તરફથી તેમને ભારતરત્ન નું સન્માન એનાયત થયું હતું. તેમના જન્મનું વર્ષ 14-11-1889 અને અવસાનનું વર્ષ 27-05-1964 છે.

પાઠને આધારે હિમાલયની સાહસ યાત્રામાં વર્ણન કરો?

Hide | Show

Answer :

લેખકે(જવાહરલાલે) હિમાલયની યાત્રા કરવાનું સાહસ કર્યું હતું. આ યાત્રામાં લેખકના પિતરાઈ ભાઈ, એક નાનકડી ટુકડી, ભાર ઉંચકવા માટે મજૂરો તથા એક ભોમિયો પોતાની સાથે લીધો હતો.અફાટ હિમસમૂહથી ઢંકાયેલો એક જબરદસ્ત પહાડ ઓળંગવા માટે સૌએ તૈયારી કરી, જેના ભાગરૂપે દોરડાની એક સાંકળ બનાવી અને તેનાથી બંધાઈને એકબીજા સાથે સંકળાઈને, રસ્તામાં આવતી હિમનદીઓ ઓળંગતા ઉપર ચઢતા ગયા.વધુ વજન ન હોવા છતાં મજૂરોને રસ્તામાં લોહીની ઉલ્ટીઓ થવા લાગી અને શ્વાસ લેવામાં મુશ્કેલી પડવા લાગી. હિમ પડવાથી હિમનદીઓ લપસણી બની ગઈ હતી. સૌ થાકીને લોથપોથ થઈ ગયા હતા. છતાં સૌ હિંમતભેર આગળ વધતાં ગયા. સતત બાર કલાકના ચડાણને અંતે તેમને એક વિશાળ હિમ સરોવર દેખાયું. હિમાચ્છાદિત શિખરોથી વીંટળાયેલું તે ભવ્ય દ્રશ્ય દેવોના મસ્તક ઉપર મુકુટ જેવુ લાગતું હતું. અહીંથી આગળ પેલે પાર આવેલી ગુફાઓ સુધી પહોંચવાનું હતું. તથા તેને માટે વચ્ચેનું હિમ સરોવર ઓળંગવુ પડે તેમ હતું. તેમાં રસ્તામાં ઘણી જગ્યાઓમાં મોટી ખોભણો આવતી હતી. તાજું હિમ પડેલું હોવાથી લેખકને ખોભણ દેખાઈ નહીં અને તેઓ થાપ ખાઈ ગયાએટલે કે છેતરાઈ ગયા અને પગ મુકતાની સાથે જ તાજો બરફ ઘસી ગયો અને તેઓ ભયાનક પહોળી ખોભણમાં લપસ્યા. તેઓ ખોભણની એક તરફ વળગી રહ્યા અને કેડે બંધાયેલા સળંગ દોરડાએ પકડી રાખ્યા. પછીથી સૌએ સાથે મળીને તેમને ખેંચી કાઢ્યા તથા ત્યાંથી સૌ પરત આવવા રવાના થયા.

લેખકે વર્ણવેલું હિમાલયનું સૌંદર્ય તમારા શબ્દોમાં લખો?

Hide | Show

Answer :

તિબેટની સપાટી તરફ મુસાફરી કરતાં જંગલના ઊંચા પ્રદેશની સાંકડી અને નિર્જન ખીણ આવતી હતી. ઝોજીલા ઘાટ બાજુની સાંકડી ખીણમાં આગળની તરફ જતાં બંને બાજુ પહાડો ઉભાં હતા. હિમનો મુકુટ તેમના શિખરો ઉપર ચળકી રહ્યો હતો. હિમના નાના નાના પ્રભાતો લેખક તથા તેમની ટુકડીનું સ્વાગત કરવા જાણે અતિ મંદ ગતિએ ઉતરી રહ્યા હતા. આકરો તથા ઠંડો પવન વાતો હતો. હવા નિર્મળ હતી અને સૂરજનો મધુર તડકો માણવા મળતો હતો. આગળ જતાં હિમાલયની આસપાસની વનસ્પતિઓ અને વૃક્ષો અદ્રશ્ય થઈ જાય છે અને ફક્ત ખડક, હિમ તથા તરફ અને ક્યાંક ક્યાંક વધુ પડતા ફૂલો નજરે પડે છે. આ જંગલી અને વેરાન પ્રકૃતિમંદિર જોઈને મન પ્રફુલ્લિત બને છે. સતત ઉપરની બાજુ ચઢાણ ચઢતાં એક હિમ સરોવર નજર સામે દેખાય છે. હિમાચ્છાદિત શિખરોથી વીંટળાયેલું આ ભવ્ય દ્રશ્ય દેવોના મસ્તક ઉપર જાણે મુકુટ હોય તેવું મનોહર અને ભવ્ય ભાસતું હતું.

સમાનાર્થી શબ્દો

Hide | Show

જવાબ :

નિર્જન – માણસ વિનાનું, સૂનું 
નકરો – ફક્ત, માત્ર 
કૂચ કરવી – ચાલવું, આગળ વધવું  
શિખર – પર્વતનો ટોચનો ભાગ 
હિમ – અતિશય ઠંડી, બરફ 
મુકુટ – માથે પહેરવાનું સાધન  
પ્રયાત – ધોધ 
વેરાન – ઉજ્જડ  
આહલાદ  - હર્ષ, આનંદ 
અફાટ – ખૂબ વિશાળ 
ખોભણ – ખો, ગુફા, ખાડો 
યુવાવસ્થા – યુવાનીની અવસ્થા 
લાલસા – ઇચ્છા 
ગિરિવર – પર્વતોમાં 
શ્રેષ્ટ – હિમાલય

વિરૂધ્ધાર્થી શબ્દો

Hide | Show

જવાબ :

નિર્મળ – મલિન
વિશાળ – સંકુચિત 
ભવ્ય – સામાન્ય 
પ્રસન્ન – ઉદાસ 
દ્રશ્ય – અદ્રશ્ય 
સુરક્ષિત – અસુરક્ષિત

Take a Test

Choose your Test :

Browse & Download GSEB Books For Class 10 - All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.

ask-a-doubt ask-a-doubt