GSEB Solutions for Class 10 Gujarati

GSEB Solutions for class 10 Gujarati Subject Chapters Wise :

કવિની દ્રષ્ટિએ ભારવાળો મુગટ એટલે શું?

Hide | Show

Answer :

કવિની દ્રષ્ટિએ ભારવાળો મુગટ નો મતલબ જવાબદારી ઉઠાવવાની તૈયારી સાથેની સ્વીકૂતિ માથે મુગટની માફક જવાબદારીનો પણ ભાર છે તેવું સમજવાનું છે.

મુરલી ઠાકુરને આંગણું મોટુ શા માટે લાગે છે?

Hide | Show

Answer :

લેખકનું ખોરડું નાનું છે તેમા બહાર સરસ મજાનું આંગણું આવેલું છે. તે આંગણામાં સૂર્યનો પ્રકાશ ચારે બાજુ રેલાય છે. કવિનું ચેતન મન તે ઉજાસ ને માણે છે તથા ચેતનાનો ચારે બાજુ ફેલાવો થાય છે. આવુ થવાથી લેખકને ઓરડાની આગળનું આંગણુ મોટુ હોય તેવું લાગે છે.

કવિશ્રી રઈશ મણિયારનો ટુંકમાં પરિચય આપો.

Hide | Show

Answer :

રઈશ મણિયાર વલસાડ જીલ્લાના પારડી ગામના રહેવાસી છે. વ્યવસાયે તેઓ બાળરોગ નિષ્ણાત એમ. ડી. ડોકટર છે. ’કાફિયા નગર’, ‘મારા સ્વભાવમાં જ નથી’, અને ‘નિહાળતો જા’ તેમની નોંધપાત્ર કૃતિઓ છે. અસ્તિત્વ અને વ્યક્તિત્વ, ગઝલ, રૂપ અને રંગ, ગઝલોનું છંદોવિધાન વગેરે તેમના વિવેચનના ગ્રંથો છે. તેઓશ્રીએ બાળરોગ નિષ્ણાત હોવાથી “બાળ ઉછેર ની બારાખડી” નામનું બાળ ઉછેરમાં ખૂબજ ઉપયોગી પુસ્તક લખ્યું છે.

કવિશ્રી રઈશ મણિયારે આ મુક્તકની રચનામાં શું ઉજાગર કર્યુ છે.

Hide | Show

Answer :

મુક્તક કાવ્ય સાહિત્યનું લધુ સ્વરૂપ છે. આમાં કવિ બે થી છ પંક્તિ સુધી ગમે તે વિષય કે સંવેદનાની રજુઆત કરતાં હોય છે. આમાં કવિ દર્શાવે છે કે જગતમાં અનેક પ્રકારના સંધર્ષો હોય છે સુખ દુઃખ એક સિક્કાની બે બાજુ છે. સુખમાં છકી જવાનું નથી કે દુઃખમાં તૂટી જવાનું નથી. આ દુનિયામાં એવો કોઈ મુગટ, મતલબ કે એવી કોઈ જ જવાબદારી નથી કે જેમા ભાર જ ના હોય. આનંદથી ભારને વહન કરવાની આ મુક્તકમાં શીખ આપવામાં આવી છે.

કાવ્ય સાહિત્યમાં મુક્તક એટલે શું તે સમજાવો.

Hide | Show

Answer :

કાવ્ય સાહિત્યનું લધુ સ્વરૂપ એટલે મુક્તક એવું માનવામાં આવે છે, મુક્તકમાં રચયિતા કવિશ્રી બે થી પાંચ છ લીટી સુધી લાધવથી કોઈ વિષય કે સંવેદના ને રજૂ કરતા હોય છે જે મુક્તક તરીકે ઓળખાય છે.

કવિશ્રી બરકત વીરાણીનો ટુંકમાં પરિચય આપો.

Hide | Show

Answer :

કવિશ્રી બરકત વીરાણીનું મૂળ નામ બરકતઅલી ગુલામહુસેન વીરાણી હતું. તેઓશ્રી બેફામના તખ્ખલુસથી જાણીતા છે. તેઓ ભાવનગર જીલ્લાના ધાંધળી ગામના વતની હતા. તેમણે આકાશવાણી મુંબઈમાં એડિટર તરીકેની કામગીરી બજાવી છે. માનસર ઘટા, પ્યાસ, તેમના નોંધપાત્ર ગઝલ સંગ્રહો છે. તેમણે આગ અને અજવાળા તથા જીવતા સૂર જેવી વાર્તાઓ લખી છે. રસ સુગંધ ભાગ ૧ – ૨ તેમની રચેલી નવલકથા છે.

કવિશ્રી બેફામ તેમના લઘુકાવ્ય – મુક્તકમાં શું દર્શાવે છે?

Hide | Show

Answer :

કવિશ્રી બેફામે તેમના મુક્તકમાં કર્મનો મહિમા દર્શાવ્યો છે. માણસની સફળતા તેના હાથની ભાગ્યરેખાઓમાં નહી પણ તેની મહેનતમાં જોવા મળે છે. કોઈ ઈમારત બનાવતાં પહેલાં તેનો નક્શો બનાવવામાં આવે છે. પરંતુ આ નકશાને ઈમારત કહી શકાય નહી. નકશો એ ઈમારત નથી, એમ નસીબ એ જીવન કે સફળતા નથી. જીવન અને સફળતા તો માણસ તેની મહેનત અને પ્રયત્નોથી પામે છે.

ચેતજે જીતમાંય”  મુક્તકમાં કવિ કઈ વાતની ચેતવણી આપે છે તે વિસ્તારથી સમજાવો.

Hide | Show

Answer :

મુક્તક “ચેતજે જીતમાંય” માં કવિ ચેતવણી આપે છે કે હાર અને જીત તથા સુખ અને દુઃખ જેવુ વિશ્વમાં કંઈજ હોતું નથી તેવુ માનવું ભુલ ભરેલું છે. એક ગતીશીલ ચક્રની માફક માનવીનું જીવનચક્ર ચાલતું હોય છે. હાર અને જીત તથા સુખ અને દુઃખ તેની સાથે જ સંકડાયેલા છે. જગતમાં આજ સુધી એવો કોઈ મુગટ બન્યોજ નથી કે જે મુગટમાં ભાર જ નહોય. માથે મુગટ હોવો એટલે જવાબદારી ભરેલું જીવન હોવુ તેવુ માનવાનુ છે. જેને માથે મુગટ હોય તેના માથે અનેકગણી જવાબદારીનો ભાર હોય છે. તથા તે જવાબદારી તેને નિભાવવાની જ હોય છે. માથે મુગટ એ કોઈ શોભા માટે પહેરાતો નથી. પરંતુ મુગટ પહેરવો એટલે સામાન્ય માનવીમાં અને તેમાં કોઈ ફેર હોવો તેવું દર્શાવવામાં આવ્યું છે.

સમાનાથી શબ્દો

Hide | Show

જવાબ :

દુર્લભ – મુશ્કેલીથી મળે તેવું – દુષ્પાપ્ય,

અંશી – જેનો તે ચોક્ક્સ અંશ છે તેવું, મેહ – વરસાદ – મેઘ,

જગત – વિશ્વ, મુગટ – તાજ (અહીં – સત્તા – જવાબદારી)

ભાર – બોજ, આંગણ – ઘરના બારણા સામેની ખુલ્લી જગ્યા – ફળિયું.

તળપદા શબ્દો

Hide | Show

જવાબ :

હો – હોઈક,

નેહ – સ્નેહ,

હોલાવું – હોલવવું.

Take a Test

Choose your Test :

Browse & Download GSEB Books For Class 10 - All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.

ask-a-doubt ask-a-doubt