GSEB Solutions for Class 10 Gujarati

GSEB Solutions for class 10 Gujarati Subject Chapters Wise :

ગંગાસતીના જન્મ સ્થળની માહિતી આપો.

Hide | Show

???? :

ગંગાબા કહળસંગ ગોહિલ તરીકે ઓળખાતાં ગંગાસતીનો જન્મ ભાવનગર જિલ્લાના રાજપરા ગામે થયો હતો.

ગંગાસતીએ સમાધિ પહેલાં તેમનાં શિષ્યાને કેવી રીતે ઉપદેશ આપ્યો હતો.

Hide | Show

???? :

ગંગાસતીએ પોતાનાં શિષ્યા બનેલાં પાનબાઈને બાવન દિવસ સુધી એક એક રચનાઓ સંભળાવીને શીખ આપી હતી.

ગંગાસતીના ભજનો કેવી રીતે પ્રચલિત બન્યા છે.

Hide | Show

???? :

સમાધિ પહેલા ગંગાસતીએ પાનબાઈને બાવન દિવસ સુધી એક એક રચના સંભળાવી તે રચનાઓ આજે ભજનોની રૂપે પ્રચલિત છે.

ગંગાસતીએ રચેલા જાણીતા પદોની માહિતી આપો.

Hide | Show

???? :

વીજળીને ચમકારે”, મેરૂ રે ડગે, શીલવંત સાધુને, અને ભક્તિ કરવી તેણે વગેરે ગંગાસતીના ખૂબજ જાણીતા અને લોકપ્રિય પદો છે.

ગંગાસતીની જીવનયાત્રામાં ભક્તિ વિશેની માહિતી આપો.

Hide | Show

???? :

ગંગાસતી યોગમાર્ગે ખૂબ આગળ વધેલા હતા. તેમણે જ્ઞાનમાર્ગની ઉત્તમ રચનાઓ પણ કરી છે. મનુષ્યને મળેલા ક્ષણિક જીવનનો સદ્‌ઉપયોગ કરી ભક્તિથી જીવનને તરબોળ કરવાની વાત તેમણે કરી છે.

શીલવંત સાધુ તમને કોને કહેશો તે કાવ્યના આધારે જણાવો.

Hide | Show

???? :

ગંગાસતીએ પાનબાઈને “શીલવંત સાધુને” ભજનમાં શીખ આપી છે કે ચારિત્રવાન કે નિર્મોહી સાધુને ઓળખીને તેનો જ સંગ કરવો જોઈએ. સાથે સાથે ગંગાસતીએ શીલવંત સાધુના લક્ષણો પણ દર્શાવ્યા છે.ચારિત્રવાન સાધુના મન નિર્મળ અને પવિત્ર હોય છે જેથી તેમના પર પરમાત્માની કૃપા વરસે છે. તેમના હૃદયમાં શત્રુ કે મિત્ર એવો ભેદભાવ પણ હોતો નથી. પરમાર્થ જ કેવળ તેમનું લક્ષ હોય છે. તેમના મન, વચન અને વાણીમાં એકરૂપતા હોય છે. સાધુના બધાજ નિયમો તેવો પાડતા હોય છે, તથા આઠે પહોર દિવ્યાનંદમાં રહે છે. તેમની બ્રહ્માવસ્થા જાગૃત બની ચૂકી હોય છે. તેઓ ઈશ્વરના ધ્યાનમાં અને શોધમાં મસ્ત હોય છે. મોહમાયાથી પર બનીને તેઓ ભજનમાં જ રચ્યાપચ્યા રહે છે. આવા સાધુને કેવળ પરમાત્માનાં વચનોમાં જ ભરોશો હોય છે માટે આવા સંતનો સંગ કરવાથી સંસાર સાગર તરી જવાય છે.

સમાનાર્થી શબ્દો

Hide | Show

???? :

શીલવંત – શીલવાળું

સદાચારી – ચારિત્રવાન

ઉર – હૈયું

મિથ્યા – ફોગટ, વ્યર્થ

પ્રહર – ત્રણ હલાલ, સાડાસાત ઘડી

તળપદા શબ્દો

Hide | Show

???? :

નિરમળ – નિર્મળ

રૂડી – સારી

મા’રાજ – મહારાજ

પરમારથ – પરમાર્થ

રે’વે – રહે

વચનુંમાં – વચનોમાં

વ્યાપાર – વ્યવહાર

પો’ર – પ્રહર

સંગતું – સંગત

વિરુધ્ધાર્થી  શબ્દો

Hide | Show

???? :

નિર્મળ – મલિન

શત્રુ – મિત્ર

વ્યવહાર – દુર્વ્યવહાર

Take a Test

Choose your Test :

Browse & Download GSEB Books For Class 10 - All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.

ask-a-doubt ask-a-doubt