કવિ સ્નેહનું ઝરણું કોને કહે છે?
Hide | Showજવાબ :
કવિ સ્નેહનું ઝરણું દીકરીને કહે છે.
“દીકરીને માથે હાથ ફેરવવો” અને “દીકરી હાથ દે” એમાં શો ફરક છે?
Hide | Showજવાબ :
દીકરીને માથે હાથ ફેરવવો એટલે દીકરીને વહાલ કરી મનોમન આશિષ આપવી, તેની કાળજી લેવી વગેરે અને દીકરી હાથ દે એટલે દીકરી પિતાને સહારો આપે, ઘડપણની લાકડી બને, હૂંફ આપે વગેરે માની શકાય.
નીચેની કાવ્ય પંક્તિ સમજાવો.
“સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી,
છે સુખડ ચંદનને કુમકુમનાં તિલકમાં દીકરી”
Hide | Showજવાબ :
આ “દીકરી” રૂપી ગઝલમાં એક પિતાની નજરે દીકરીનુ વાત્સલ્ય અને દીકરીના મધુર વ્યક્તિત્વને આલેખવામાં કવિ સફળ રહ્યા છે. કવિના વર્ણનમાં કવિને સ્વર્ગની એક એક દેવીમાં દીકરીની ઝલક દેખાય છે. કવિને દીકરીમાં સુખડ ચંદનની સુગંધ, અને કુમકુમના તિલકનું સૌદર્ય દેખાય છે. આમ કવિને દેવ – દેવીઓ અને તેમની પુજા સામગ્રીમાં પવિત્ર દીકરીની ઝલકના દર્શન થાય છે.
દીકરી ગઝલના કવિ અશોક ચાવડાનું તખ્ખ્લુસ શું છે?
Hide | Showજવાબ :
કવિશ્રી અશોક ચાવડા “બેદિલ” તખ્ખ્લુસથી જાણીતા છે.
દીકરીનો ઉછેર કેવી રીતે થવો જોઈએ તે તમારા શબ્દોમાં લખો.
Hide | Showજવાબ :
દીકરીના અને દીકરાના ઉછેરમાં કોઈ પ્રકારનો ભેદભાવ ન હોય તે દરેક પરિવાર માટે મહત્વનો વિષય છે. દીકરીના ઉછેરમાં, શિક્ષણમાં, કે પોષણમાં કોઈ પ્રકારનો તફાવત ન હોવો જોઈએ. દીકરી પારકી થાપણ નથી, તે તો તુલસીનો ક્યારો છે અને તે તુલસીના જેટલીજ પવિત્ર પણ છે. તુલસીને જેમ ક્યારામાં પાણીનું સિંચન કરીએ તેમ દીકરીમાં પણ સારા સંસ્કારનું સિંચન દરેક મા બાપે કરવું જોઈએ. જેથી તે જ્યાં રહે ત્યાં પોતાની મધુર વાણી અને ઉચ્ચ સંસ્કારથી સૌને પ્રિય લાગે અને સૌના દિલ જીતી શકે. દીકરી ઘરમાં મા-બાપ કે ભાઈથી ડરીને રહે, તેને સ્વતંત્રતા ન મળે, પોતાના મોજશોખ પુરા ન કરી શકે તેવું વાતાવરણ ન હોવું જોઈએ. દીકરી અસામાજિક તત્વો અને અન્યાય સામે અવાજ ઉઠાવી શકે ને સાથે સાથે પોતાનું રક્ષણ કરી શકે તેવી કેળવણી અને ઉછેર એ આજના સમયની માંગ છે. આજે દીકરીઓ માટે ચિત્રકામ, નૃત્ય, ભારતીય પરંપરાગત રાસ- દાંડિયા, ગરબા વગેરે માટે શિક્ષણ વર્ગો પણ ખૂલ્યા છે.આજની દીકરી ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પોતાને સાચવી શકે અને લડી શકે તથા સમય આવ્યે પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે તેવી સક્ષમ હોવી જ જોઈએ.દીકરીને પોતાના પતિ તથા સંતાનો સાથે પાયાની મૂળભૂત સુવિધાઓ સાથે પોતાનું જીવન ગુજારી શકે તેનો સર્વાંગી વિકાસ થાય તેવી તમામ તકો અને સગવડો મળવી જ જોઈએ તેવી આપણા સૌની ફરજ છે. પિયર અને સાસરી એમ બન્ને કુળને ઉજાળનાર દીકરીનો યોગ્ય ઉછેર જ તેને પુરૂષ સમોવડી બનાવશે.
સમાનાર્થી શબ્દો
Hide | Showજવાબ :
સ્નેહ – પ્રેમ
ફડક- ચિંતા
શિર – મસ્તક
ફલક – વિસ્તાર
પલક – પાંપણનો પલકારો
ઝલક – શોભા, તેજસ્વિતા
ખડક – ધારદાર, ભેખડ
ગૌરીવ્રત – ગૌરી (પાર્વતી) પુજાનું વ્રત
વિરુધ્ધાર્થી શબ્દો
Hide | Showજવાબ :
શરમ – બેશરમી
સમજ – અણસમજ
ભીનું – સૂકું
સ્વર્ગ- નરક
The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.
The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.
For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.