GSEB Solutions for Class 10 Gujarati

GSEB Solutions for class 10 Gujarati Subject Chapters Wise :

ખાવા પીવાની બાબતમાં કોણ બેદરકાર છે?

Hide | Show

જવાબ :

ભણેલા અને અભણ લોકો ખાવા પીવાની બાબતમાં બેદરકાર છે.

ભારતમાં ગંદકીથી ભારે ખલેલ પામનાર સંત કોણ હતા, તે "વાઈરલ ઇન્ફેકશન" પાઠના આધારે જણાવો?

Hide | Show

જવાબ :

સંત વિવેકાનંદ ભારતમાં ગંદકીથી સૌથી ભારે ખલેલ પામનાર સંત હતા.

લેખક કઈ બાબતોને તંદુરસ્ત સમાજની મર્યાદાઓ ગણાવે છે?

Hide | Show

જવાબ :

જેમ હોસ્પિટલમાં ઓ.પી.ડી. કીડીયારીની જેમ પુષ્કળ દર્દીઓથી ઉભરાય એ સભ્ય સમાજની મર્યાદા છે. અનાથાશ્રમમાં બાળકોની અને ઘરડાઘરમાં વૃધ્ધોની સંખ્યા વધે એ પણ તંદુરસ્ત સમાજની મર્યાદા છે.

લેખકના મતે ઘરમાં કોનો પ્રેમ મળવાથી માણસ વ્યસની બનતો અટકી જશે?

Hide | Show

જવાબ :

લેખકના મત પ્રમાણે માણસને ઘરમાં મા, બહેન, ભાભી, પિતા, મિત્ર કે પત્ની તરફથી પ્રેમ મળવાથી વ્યસન કરનાર વ્યક્તિ વ્યસની બનતો અટકી જાય છે.

રોગ થયા પછી સુખી લોકો જે સ્થૂળ સાધના કરે તેને શું કહે છે?

Hide | Show

જવાબ :

રોગ થયા બાદ સુખી લોકોની સ્થૂળ સાધનાને બેઠાડુંપણું કહે છે.

આપણે શેની કાળજી લેતા નથી તેવું લેખકનું માનવું છે?

Hide | Show

જવાબ :

આપણે આરોગ્યની કાળજી લેતા નથી તેવું લેખકનું માનવું છે.

એક જમાનામાં ચીનના લોકો ગામમાં કોઈ માંદુ પડે તો શું કરતાં?

Hide | Show

જવાબ :

ગામમાં કોઈ માંદુ પડે તો ચીનના લોકો દાકતરને સજા કરતા હતા.

કોણે આદર્શ સમાજની કલ્પના કરેલી કે જેમાં માંદા પડનાર માણસને કેદની સજા થાય?

Hide | Show

જવાબ :

સેમ્યુઅલ બટલરે એવા આદર્શ સમાજની કલ્પના કરેલી કે જેમાં માણસ માંદો પડે તો તેને કેદની સજા થાય.

હોસ્પિટલની શોભામાં શાનાથી વધારો થઇ શકે?

Hide | Show

જવાબ :

હોસ્પિટલની સાચી શોભા તેમાં જ છે કે હોસ્પિટલના મોટાભાગના ખાટલા ખાલી પડ્યા રહે.

બાળકોની સંખ્યા ક્યાં વધે તેને તંદુરસ્ત સમાજની નિશાની ગણાતી નથી?

Hide | Show

જવાબ :

અનાથાશ્રમમાં બાળકોની સંખ્યા વધે તે તંદુરસ્ત સમાજની નિશાની નથી.

વાઈરલ ઇન્ફેકશન પાઠના લેખકનું નામ જણાવો?

Hide | Show

જવાબ :

ગુણવંત શાહ એ વાઈરલ ઇન્ફેકશનના લેખક છે.

પોતાના શરીર સાથે જ માણસ કેવી રીતે વર્તે છે?

Hide | Show

જવાબ :

માણસ પોતાના શરીર સાથે નિર્દયતાપૂર્વક વર્તે છે.

કુટેવો અને આરોગ્ય અંગે લેખકનું શું માનવું છે?

Hide | Show

જવાબ :

કુટેવો અને આરોગ્યએ એક સિક્કાની બે બાજુ છે તેવું લેખકનું માનવું છે.

ગુણવંત શાહના માનવા મુજબ કેવા લોકો વ્યસનમાં ડૂબેલ રહે છે?

Hide | Show

જવાબ :

પાન, તમાકુ, ગુટકા અને શરાબનું સેવન કરનારા વ્યસનમાં ડૂબેલા રહે છે, તેવું ગુણવંત શાહનું માનવું છે.

ખાવા પીવાની બાબતમાં કોણ બેદરકાર છે?

Hide | Show

જવાબ :

આપણો સમાજ ખાવા પીવાની બાબતમાં જવાબદાર છે.

એક જમાનામાં કોઈ માંદુ પડે તો ડોકટરને સજા થતી એવું ક્યા બનતું હતું?

Hide | Show

જવાબ :

એક જમાનામાં ચીન દેશમાં માંદુ પડે તો દાક્તરને સજા થતી હતી.

ભારતમાં ગંદકીથી ભારે ખલેલ પામનાર સંત કોણ હતા?

Hide | Show

જવાબ :

સંત સ્વામી વિવેકાનંદ ભારતમાં ગંદકીના કારણે ભારે ખલેલ પામતા હતા.

કાર ખોટકાઈ પડે તો તેનો માલિક થોડો શરમાય છે, પરંતુ માણસ પોતાનું શરીર ખોટકાય તેની વાત બીજા આગળ ગૌરવપૂર્વક કરે છે આવું પોતાના નિબંધમાં કોણે લખ્યું છે?

Hide | Show

જવાબ :

બટ્રાડ રસેલે પોતાના નિબંધમાં ઉપરોક્ત હકીકત દર્શાવી છે.

ખાવા પીવામાં પોતાના જ શરીર સાથે માણસ કેવી રીતે વર્તે છે?

Hide | Show

જવાબ :

માણસ ખાવા પીવામાં પોતાના જ શરીરની સાથે નિર્દયતાપૂર્વક અને અભણની માફક વર્તે છે.

આરોગ્યની જાણવણી માટેના લેખકના વિચારો તમારા શબ્દોમાં લખો?

Hide | Show

જવાબ :

માણસોએ પોતાના આરોગ્યની જાણવણી માટે નિયમિતપણે ડોકટર પાસે જઈને લોહી, કાર્ડિયોગ્રામ વગેરે પ્રાથમિક બાબતોની ચકાસણી કરાવવી જોઈએ. શરીરમાં આરોગ્ય અંગેની કોઈપણ તકલીફ ન હોય તો પણ સમયાંતરે નિયમિત ડોકટરની સલાહ લેવી જોઈએ. પોતાની આસપાસનો વિસ્તાર સ્વચ્છ રાખવો જોઈએ જેથી ગંદકીથી ફેલાતા રોગોથી બચી શકાય. ગુટકા, સિગરેટ જેવા તમાકુના વ્યસનોના સેવનની સીધી અસર આરોગ્ય પર પડે છે. કેમકે મનની પ્રસન્નતા પાચનશક્તિ જાળવે છે. ભજનાનંદ અને પ્રાર્થનાથી તાણ ઓછી થાય છે. વધુમાં માણસે હસવાની ટેવ પડવી જોઈએ. જીવનમાં છળકપટ કરવાથી કે દાવપેચ રમવાથી શરીર સ્વસ્થ રહેતું નથી. આ પ્રકારના વ્યવહારોથી દૂર રહેવામાં જ શાણપણ છે. આરોગ્યની જાળવણી માટેનો અકસીર ઉપાય લવથેરાપી છે, એટલે કે પ્રત્યેક માણસને પોતાના સ્વજનો અને મિત્રો તરફથી ભરપૂર સ્નેહ મળવો જોઈએ.

લેખકે સૂચવેલાં સામાજિક જાગૃતિના પગલાં જણાવો?

Hide | Show

જવાબ :

સામાજિક જાગૃતિ અંગે કેવા પગલાં લેવા તેના લેખકે કેટલાક સૂચનો કર્યા છે. મહામારી જેવા રોગો પ્રજામાં ન ફેલાય તેના માટે સૌ પ્રથમ હોસ્પિટલમાં સ્વચ્છતા રાખવી જરૂરી છે. સ્વચ્છતા આપણી આસપાસની જગ્યાઓમાં પણ રાખવી જોઈએ. શરીર માટે સ્વાસ્થપ્રદ ખોરાક લેવો ખાસ જરૂરી છે. નિયમિતપણે ડોકટરના સંપર્કમાં રહીને જરૂરી તબીબી પરિક્ષણો પણ કરાવવા જોઈએ. શરાબ, તમાકુના ગુટકા, ધુમ્રપાન વગેરે આરોગ્યને નુકશાનકર્તા વ્યસનો ત્યજી દેવા જોઈએ. રોગનું મૂળ કારણ ગરીબી અને ગંદકી છે, આ વાસ્તવિકતા પ્રજા સમજે તેવી પરિસ્થિતિ સમાજ તરફથી ઉભી થાય તેની ખાસ આવશ્યકતા છે.

સમાનાર્થી શબ્દો

Hide | Show

જવાબ :

બેદરકાર – કાળજીવગરનું
મથવું – મહેનત કરવી (અહીં) પ્રયત્ન કરવો
વાઇરલ – રોગ પેદા કરનાર અતિસુક્ષ્મ જંતુજીવાણુ
સાધના – સાધવું તે 
નીરોગી – તંદુરસ્ત, આરોગ્યમય 
પ્રહાર – ઘા 
કાર્ડિયોગ્રામ – હ્રદયના ધબકારા આલેખતું યંત્ર 
સંકટ – આપત્તિ, આફત
અહંકાર – અભિમાન 
સાઇકીએટ્રીસ્ટ – મનોચિકિત્સક

તળપદા શબ્દો

Hide | Show

જવાબ :

વછૂટી જવું – નીકળી જવું (અહીં) રેબઝેબ થઈ જવું

વિરુધ્ધાર્થી  શબ્દો

Hide | Show

જવાબ :

માંદુ – સાજુ
અસહ્ય - સહ્ય 
સ્વીકાર – અસ્વીકાર 
સ્વસ્થ – અસ્વસ્થ 
સ્થૂળ – સુક્ષ્મ
ગંદકી – સ્વચ્છતા

Take a Test

Choose your Test :

Browse & Download GSEB Books For Class 10 - All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.

ask-a-doubt ask-a-doubt