GSEB Solutions for Class 10 Gujarati

GSEB Solutions for class 10 Gujarati Subject Chapters Wise :

હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈની કઈ વિશેષતાને યાદ કરે છે?

Hide | Show

જવાબ :

હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ મહાત્મા ગાંધીના મૌન અને સરદાર વલ્લભભાઈની હાકલને યાદ કરે છે.

કવિની છાતી શા માટે ગજ ગજ ફૂલે છે?

Hide | Show

જવાબ :

કવિ પોતે ગુજરાતી હોવાથી તેમની છાતી ગજ ગજ ફૂલે છે.

હું એવો ગુજરાતી કાવ્યના લેખક કોણ છે.

Hide | Show

જવાબ :

હું એવો ગુજરાતી કાવ્યના લેખક વિનોદ હરગોવિંદદાશ જોશી છે.

સત્યના આયુધની કઈ વિશેષતા છે?

Hide | Show

જવાબ :

કવિ ગાંધીજીના સત્યને આયુધ તરીકે માને છે. વિશ્વભરમાં અને યુધ્ધો આયુધ્ધોથી લડાયા છે, અને ભવિષ્યમાં થનારા યુધ્ધોમાં પણ આયુધ્ધોની જરૂર તો રહેવાની જ છે. પરંતુ આ સત્યરૂપી આયુધની વિશેષતા અલગ પ્રકારની છે. ગાંધીજીએ તેનાથી બ્રિટીશ સલ્તનતના પાયા ધ્રુજાવી નાખ્યા હતા. અને ભારતને આ સત્યરૂપી આયુધના કારણે જ સ્વતંત્રતા મળી હતી. વિશ્વના ઈતિહાસમાં આ ઘટના એક અનોખી ઘટના છે.

ગુજરાતી વ્યક્તિના શ્વાસોમાં અને પ્રાણોમાં શું રહેલું છે?

Hide | Show

જવાબ :

ચરોતરની મહીસાગર નદીના નીર ગુજરાતી વ્યક્તિના શ્વાસોમાં વહે છે. માટે તેમનામાં એ પાણીનું ખમીર જોવા મળે છે. એમના પ્રાણોમાં રત્નાકર ધબકે છે. મતલબ કે એમનું જીવન રત્નાકર જેવું સમૃધ્ધ છે.

હું એવો ગુજરાતી કાવ્યમાં કવિએ નદી, પર્વત અને દરિયાની શું મહત્તા દર્શાવી છે.

Hide | Show

જવાબ :

આ કવ્યમાં કવિ જણાવે છે કે મારા અંગમા નર્મદા વહે છે, મારા શ્વાસમાં મહીસાગર છે અને મારૂ શરીર અરવલ્લી જેવું છે અને મારા પ્રાણના જે ધબકારા છે તેમાં રત્નાકર એટલેકે દરિયા ધૂધવે છે.

હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ પોતે ગુજરાતી હોવાનું ગૌરવ કયા કયા કારણોસર અનુભવે છે ?

Hide | Show

જવાબ :

હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ પોતે ગુજરાતી હોવાનું ગૌરવ નીચેના કારણોસર અનુભવે છે. કવિના અંગે અંગમાં નર્મદાના પાણી વહે છે અને શ્વાસમાં મહીસાગર સમાયેલા છે. કવિનો દેહ અરવલ્લીનો છે. એના અસ્તિત્વમાં રત્નાકરના ધબકારા સંભળાય છે. આ ભૂમિ પર નવરાત્રીનો ગર્ભદીપ ઝળહળે છે. અહીંજ શ્વેત તેજનો ભ્રમર છે. ગિરનાર પર્વત પર અનેક મહાપુરૂષોના ગોખ આવેલા છે જે આજ ભૂમિ પર છે. અહીંયા ધ્વારકાનગરીમાં કૃષ્ણભગવાન પ્રેમભક્તિનો અમૃતરસ થાય છે. આ ભૂમિ પર દુહા છંદની રમઝટ બોલાય છે.આ ભૂમિમાં ભગવાધારી સંતો ધ્યાન ધરે છે. કરતાલ સાથે મીરાં આ ભૂમિમાં કૃષ્ણનું કિર્તન કરે છે. આ ભૂમિ પર અનેક આખ્યાનો રચાયા છે. વિજાણંદ અહીં વાજિંત્ર વગાડે છે, તથા નરસિંહ મહેતા પ્રભાતિયાં ગાય છે. આ ભૂમિ પર જ ગાંધીજી અને સરદાર જેવા મહાન પુરૂષો જનમ્યા છે. અહીં ગાંધીજીના મૌનનો અને સરદારની હાકનો જબરો પ્રભાવ જોવા મળે છે. ગાંધીજીના સત્યરૂપી આયુધની સમગ્ર વિશ્વમાં ધાક હતી. સંતોએ સૌજય સ્મિતથી આ ભૂમિને સજાવી છે. અહીંના શૂરવીરોએ તલવારની ધારથી આ ભુમિની રક્ષા કરી છે. અને આવી ભૂમિના પોતે સંતાન છે તેનું કવિ ગૌરવ અનુભવે છે.

સમાનાર્થી શબ્દો

Hide | Show

જવાબ :

રત્નાકર – સમુહ, રત્નોના ભંડારરૂપ સાગર

સાવજ – સિંહ

સુધા – અમૃત

આયુધ – શસ્ત્ર, હથિયાર

પિંડ – આકાર, ઘાટ

ભૃંગ – ભમરો, ભ્રમર

પ્રાણ – શ્વાસ (અહીં – અસ્તિત્વ)

ફૂલે – વિકસે

તળપદા શબ્દો

Hide | Show

જવાબ :

પરભાતી – પ્રભાતિયાં

જંતર – વાજિંત્ર, તંતુવાદ્ય

Take a Test

Choose your Test :

Browse & Download GSEB Books For Class 10 - All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.

ask-a-doubt ask-a-doubt