GSEB Solutions for Class 10 Gujarati

GSEB Solutions for class 10 Gujarati Subject Chapters Wise :

મારગની ધૂળને કવિ શું પુછે છે?

Hide | Show

જવાબ :

મારગની ધૂળને કવિ પૂછે છે કે તમે મારા માધવને ક્યાંય દીઠો છે?”

પાતાળમાં કોણ પરખાય છે?

Hide | Show

જવાબ :

પાતાળમાં હરિવર પરખાય છે.

રાતરાણી ઝાકળથી નહાય છે કારણ કે...

Hide | Show

જવાબ :

રાતરાણી ઝાકળથી નહાય છે કારણ કે રાતરાણીને બહાવરી બનેલી રાત્રિનાં પગલાંનો સ્પર્શ થયો છે.

જળમાં કોનું તેજ રેલાઈ રહ્યું છે?

Hide | Show

જવાબ :

ચંન્દ્રના કિરણોનું તેજ યમુના નદીના જળમાં રેલાઈ રહ્યું છે.

માધવને મેળવવા માટેની સૂરની તીવ્ર ઉત્કંઠા તમારા શબ્દો માં લખો.

Hide | Show

જવાબ :

માધવને મેળવવા માટેની વાંસળીના સૂરની તીવ્ર ઉત્કંઠા માધવને દીઠો છે ક્યાંય?” ગીતના પ્રારંભમાંજ આપણને જોવા મળે છે. કૃષ્ણ અને વાંસળીના સૂર વચ્ચેનો સંબંધ અદભૂત અને અવિનાભાવી છે. તે અવિભાવી સૂર કૃષ્ણથી વિખૂટો થઈ જવાથી કૃષ્ણની વિરહની આગમાં તપતાં તે સૂરે ક્રૃષ્ણને શોધવાની તૈયારી કરી છે. આ સૂર બાળપણમાં કૃષ્ણ સાથે જોડાયેલાં દરેક સજીવ નિર્જીવ પદાર્થોને પાસે જઈને મારા માધવને દીઠો છે ક્યાંય? આવો પ્રશ્ન પુછે છે. તેને વિશ્વાસ છે કે કૃષ્ણ તેને ક્યાંયથી તો મળશે જ, આથી તે પુછવાની શરૂઆત મારગની ધૂળથી કરે છે. ધૂળ પાસેથી કોઈ જવાબ ન મળતાં તે સૂર યમૂનાના વહેણને પૂછતા તેની પાસે જાય છે. ત્યાં તે યમૂનાના મૂંગા વહેણ અને રાધાની આંખોની ઉદાસી જોઈને તેને નિરાશા થાય છે. પવનની લહેર પણ સૂરને વ્યાકુળ કરે છે. તે રાતરાણીને ઝાકળમાં નહાતી જુવે છે. આમ છતાં વાંસળીના સૂરની કૃષ્ણને મેળવવાની ઝંખના પૂર્ણ થતી નથી. આખરે સૂરમાં એક આશાનું કિરણ ઉગે છે. સૂરને તેની મોરલીના આભમાં કૃષ્ણના નામનો ચંદ્રમા ઉગતો દેખાય છે, તથા તે ચંદ્રના કિરણોનું તેજ યમુનાના જળમાં રેલાય છે. હવે સૂરને પાતાળમાં હરિવર પરખાય છે. અને ત્યાં સૂરની ઉત્કંઠા પરીપૂર્ણ થાય છે.

સમાનાર્થી શબ્દો

Hide | Show

જવાબ :

વિખૂટું – અલગ, જુદું પડેલું

સુર – સ્વર

કદંબ – એક વૃક્ષ જેના પર બેસી કૃષ્ણ વાંસળી વગાડતા

લે’રખી – પવનની લહેર

વિભાવરી – રાત્રિ, નિશા

ઉજાસ – અજવાળું

પરખાય – ઓળખાય

માધવ – કૃષ્ણ, શ્યામ

મયંક – ચંદ્ર

તળપદા શબ્દો

Hide | Show

જવાબ :

મારગ – માર્ગ, રસ્તો

Take a Test

Choose your Test :

Browse & Download GSEB Books For Class 10 - All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.

ask-a-doubt ask-a-doubt