માનવ આંખ કોના જેવુ કાર્ય કરે છે?
Hide | Showજવાબ :
માનવ આંખ કેમેરા જેવુ કાર્ય કરે છે?
આંખ ના ડોળા નો વ્યાસ કેટલો હોય છે?
Hide | Showજવાબ :
આંખ ના ડોળા નો વ્યાસ 2.3 સે.મી હોય છે.
લેન્સ પાતળો બને ત્યારે કેન્દ્ર લંબાઈમાં શો ફેરફાર થાય છે?
Hide | Showજવાબ :
લેન્સ પાતળો બને ત્યારે કેન્દ્ર લંબાઈમાં વધારો થાય છે.
આંખ ના લેન્સ માં દુધિયા રંગ નો અને વાદળ છાયું પડ જામી જાય છે તેને શું કહેવાય?
Hide | Showજવાબ :
મોતિયો.
પ્રકાશ એ આંખમાં શેનાથી પ્રવેશે છે?
Hide | Showજવાબ :
પ્રકાશઆંખમાં પારદર્શક પટલ દ્વારા પ્રવેશે છે.
દ્રષ્ટિની ખામીના કેટલા પ્રકાર છે?
Hide | Showજવાબ :
દ્રષ્ટિની ખામી ના 3 (ત્રણ) પ્રકાર છે.
માયોપિયાનું બીજું નામ શું છે?
Hide | Showજવાબ :
માયોપિયાનું બીજું નામ લઘુદ્રષ્ટિની ખામી છે.
હાઇપરમેટ્રોપિયા કોને કહેવાય?
Hide | Showજવાબ :
હાઇપરમેટ્રોપિયા ગુરુદ્રષ્ટિની ખામીને કહેવાય.
ગુરુદ્રષ્ટિની ખામીના નિવારણ માટે કયો લેન્શ વપરાય છે?
Hide | Showજવાબ :
ગુરુદ્રષ્ટિની ખામી માટે બહિર્ગોળ લેન્શ વપરાય છે.
મેઘધનુષ્યમા કેટલા રંગો જોવા મળે છે?
Hide | Showજવાબ :
મેઘધનુષ્યમા ૭ (સાત) રંગો જોવા મળે છે.
માનવ આંખ એટલે શું ? અને તેના મુખ્ય ભાગોના કાર્ય સમજાવો.
Hide | Showજવાબ :
માનવ આંખ એ એક અત્યંત મુલ્યવાન અને સંવેદિત જ્ઞાનેન્દ્રિય છે. તે આપણને આપણી આસપાસની રંગ બેરંગી દુનિયા અને વિવિધ રંગો જોવા માટે મદદ રૂપ થાય છે.
હવે તેના વિવિધ મુખ્ય ભાગોના કાર્યો નીચે પ્રમાણે છે.
તેના વિવિધ મુખ્ય ભાગોમાં પારદર્શક પટલ, કાનીનિકા, કીકી, નેત્રમણી, નેત્રપટલ, સીલીયરી સ્નાયુઓ, દ્રષ્ટીચેતા, કાચરસ અને તરલરસ જેવા અલગ અલગ ભાગો આવેલા છે.
૧. પારદર્શક પટલ :
આંખની આગળનો પારદર્શક ભાગ જે બહારની તરફ ઉપસેલો હોય છે. તેણે પારદર્શક પટલ કહે છે અને તેનું બીજું નામ કોર્નિયા તરીકે પણ ઓળખાય છે. તે ગોળાકાર અને પાતળો પારદર્શક અંતરપટ છે. પ્રકાશ આ પાતળી પારદર્શક આંતર ત્વચા મારફતે આંખમાં પ્રવેશે છે.
૨.કનીનિકા:
સામાન્ય રીતે કનીનિકાને આયરીસ તરીકે પણ ઓળખવામાં આવે છે. પારદર્શક પટલના પાછળના ભાગે કનીનિકા નામની રચના જોવા મળે છે. જે ઘેરો સ્નાયુંમય પડદો છે.તે કીકીને નાનું મોટુ કરવાનું કાર્ય કરે છે. કનીનીકાનો રંગ એ જ આંખનો રંગ દર્શાવે છે.
૩. કીકી:
કનીનીકાની મધ્યમાં આવેલ નાના પરિવર્તનશીલ છિદ્રને કીકી કહે છે. કીકી આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રાનું નિયંત્રણ કરે છે.
૪.નેત્રમણી :
સામાન્ય રીતે નેત્રમણીને સ્ફટિકમય લેન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. નેત્રમણી કનીનીકાની પાછળ આવેલ હોય છે. જે બહિર્ગોળ લેન્સ છે. તે પારદર્શક, નરમ અને રેસામય જેલી જેવા પદાર્થનું પ્રોટીનનું બનેલું હોય છે. તે નેત્રપટલપર વસ્તુનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચે છે. સીલીયરી સ્નાયુ વડે નેત્રમણીની કેન્દ્ર લંબાઈ અને તેથી તેનો અભિસારી પાવર થોડી માત્રામાં બદલી શકાય છે.
૫. સિલીયરી સ્નાયુઓ:
નેત્રમણીને તેના સ્થાનમાં જકડી રાખતા સ્નાયુંમય બંધારણને સિલીયરી સ્નાયુ કહે છે. તેનું કાર્ય નેત્રમણીની વક્રતામાં ફેરફાર કરી અને તેની કેન્દ્ર લંબાઈ બદલવાનું છે. જયારે સિલીયરી સ્નાયુઓ સંકોચિત થાય છે ત્યારે લેન્સની વક્રતામાં વધારો થાય છે. તેથી તેની કેન્દ્ર લંબાઈમાં ઘટાડો થાય છે. અને અભિસારી પાવર વધે છે. પરિણામે આંખ નજીકની વસ્તુને સ્પસ્ટ રીતે જોવા માટે સક્ષમ બને છે.
૬. નેત્રપટલ:
સામાન્ય રીતે નેત્રપટલને રેટીના તરીકે પણ ઓળખવામાં આવે છે. નેત્રપટલ આંખના લેન્સની પાછળ અને આંખના ડોળાની પાછળના ભાગમાં એક પડદો હોય છે જેને નેત્રપટલ કહે છે. જેના પર વસ્તુનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચાય છે.
7. દ્રષ્ટીચેતા :
વિદ્યુત સંદેશા દ્રષ્ટીચેતા દ્વારા નેત્રપટલથી મગજ સુધી પહોંચાડાય છે. જ્યાં વસ્તુના પ્રતિબિંબની ઓળખ થાય છે.
૮. તરલ રસ :
તરલ રસ એ પારદર્શક પટલ અને આંખના લેન્સની વચ્ચેની જગ્યામાં શ્યામ અને પારદર્શક પ્રવાહી આવેલ હોય છે. તેણે તરલ રસ કહે છે. તેનું કાર્ય વક્રીભુત પ્રકાશને નેત્રપટલ પર કેન્દ્રિત કરવાનું છે. અને આંખની અંદરનું દબાણ નિયંત્રિત કરવાનું છે.
૯. કાચરસ :
આંખના લેન્સ અને નેત્રપટલની વચ્ચેની જગ્યામાં પારદર્શક જેલી આવેલ હોય છે જેને કાચરસ તરીકે ઓળખવામાં આવે છે.
જવાબ :
આંખના લેન્સની પોતાની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની ક્ષમતાને આંખની સમાવેશ ક્ષમતા કહેવામાં આવે છે. જેમાં સિલીયરી સ્નાયુઓ દ્વારા તેની વક્રતામાં થોડો ફેરફાર કરી શકાય છે. લેન્સની વક્રતામાં થોડો ફેરફાર કરવાથી લેન્સની કેન્દ્ર લંબાઈ પણ બદલાય છે. જયારે સ્નાયુઓ શીથીલ થાય છે અને લેન્સ પાતળો બને છે ત્યારે તેની કેન્દ્ર લંબાઈ વધે છે. આનાથી દુરથી વસ્તુઓને સ્પષ્ટ જોઈ શકીએ છીએ. જયારે તમે આંખની નજીક રહેલી વસ્તુઓને જુઓ ત્યારે સિલીયરી સ્નાયુઓ સંકોચાય છે. અને તેની વક્રતામાં વધારો થાય છે આથી લેન્સ જાડો બને છે. પરિણામે તેની કેન્દ્ર લંબાઈમાં ઘટાડો થાય છે આનાથી માણસ નજીકની વસ્તુ સ્પષ્ટ પણે જોઈ શકતું નથી. આથી આંખની સમાવેશ ક્ષમતામાં આવા પ્રકારનો તફાવત જોવા મળે છે.
આંખનું નજીક બિંદુ અને દુર બિંદુ એટલે શું ? સામાન્ય દ્રષ્ટી ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે નજીક બિંદુ અને દુર બિંદુનું મુલ્ય શું હોય છે?
Hide | Showજવાબ :
જે લઘુત્તમ અંતરે આંખના નેત્રમણી વડે તણાવ વગર વસ્તુને સૌથી સ્પષ્ટપણે જોઈ શકાય તે અંતરને સ્પષ્ટ દ્રષ્ટિનું લઘુત્તમ અંતર અથવા આંખનું નજીક બિંદુ કહે છે.
દુરના જે અંતર સુધી આંખ વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકે તે અંતરને આંખનું દુર બિંદુ કહે છે.
સામાન્ય દ્રષ્ટી ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે નજીક બિંદુ 25 સે.મી અને દુર બિંદુ અનંત અંતરે હોય છે.
આ પ્રકરણમાં માનવ આંખ (સમાવેશન –ક્ષમતા), દ્રષ્ટીની ખામીઓ અને તેનું નિવારણ (માયોપિયા, હાઇપર મેટ્રોપિયા, પ્રેસબાયોપિયા), પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન, કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન, વાતાવરણીય વક્રીભવન, પ્રકાશનું પ્રકીર્ણન (ટીન્ડલ અસર, સૂર્યોદય અને સુર્યાસ્ત, આકાશનો વાદળી રંગ) વગેરેનો સમાવેશ થાય છે.
આ પ્રકરણને લગતા વિવિધ એનિમેશન વિડીયો, હેતુલક્ષી પ્રશ્નો, ટૂંકા પ્રશ્નો, લાંબા પ્રશ્નો, પરિક્ષામાં પુછાઈ ગયેલા પ્રશ્નો તેમજ પરિક્ષામાં પુછાઈ શકે તેવા અનેક મુદ્દાસર પ્રશ્નો જોવા અમારી વેબસાઈટ પર રજીસ્ટર થાઓ અથવા અમારી App ફ્રી માં ડાઉનલોડ કરો.
The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.
The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.
For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.