GSEB Solutions for Class 10 Science

Select GSEB Solutions for class 10 Subject & Chapters Wise :

અમોનીયાનું અનુસુત્ર જણાવો.

Hide | Show

જવાબ :

અમોનીયાનુંઅણુસૂત્ર NHછે.

નાઈટ્રોજનનો પરમાણ્વીય ક્રમાંક જણાવો.

Hide | Show

જવાબ :

નાઈટ્રોજનનો પરમાણ્વીય ક્રમાંક ૭ છે.

હાઇડ્રોજન અણુ તેની K કક્ષામાં કેટલા ઈલેક્ટ્રોન ધરાવે છે?

Hide | Show

જવાબ :

હાઇડ્રોજન અણુ તેની K કક્ષામાં ૧ ઈલેક્ટ્રોન ધરાવે છે.

ક્લોરીન અણુનો પરમાણ્વીય ક્રમાંક જણાવો.

Hide | Show

જવાબ :

ક્લોરીન અણુનો પરમાણ્વીય ક્રમાંક ૧૭ છે.

મિથેનનુંઅણુસૂત્રજણાવો.

Hide | Show

જવાબ :

મિથેનનુંઅણુસૂત્રCH4   છે.

હીરાનું બંધારણ જણાવો.

Hide | Show

જવાબ :

હીરામાં કાર્બનનો પ્રત્યેક પરમાણું કાર્બનના અન્ય ચાર પરમાણું સાથે બંધ બનાવીને સખત ત્રિ- પરમાણ્વીય ચતુસ્ફલકીય રચના બનાવે છે.

અપર રૂપ એટલે છે?

Hide | Show

જવાબ :

એક જ તત્વના બે કે તેથી વધુ સ્વરૂપો કે જેમના ભૌતિક ગુણધર્મો અસમાન પરંતુ રસાયણિક ગુણધર્મો સમાન હોય તેવા સ્વરૂપને અપરરૂપ સ્વરૂપ કહે છે.

પાણીનું અણુસૂત્રજણાવો.

Hide | Show

જવાબ :

પાણીનું અણુસૂત્રH2O છે.

કાર્બનનો પરમાણ્વીય ક્રમાંક જણાવો.

Hide | Show

જવાબ :

કાર્બનનો પરમાણ્વીય ક્રમાંક ૬ છે.

એસિટીક એસિડનું આણ્વીય સુત્ર જણાવો..

Hide | Show

જવાબ :

એસિટીક એસિડનું આણ્વીય સુત્ર CH3COOH

ઓક્સીજનના અણુમાં સહસંયોજક બંધની રચના સમજાવો.

Hide | Show

જવાબ :

ઓક્સિજનનો પરમાણવીય ક્રમાંક ૮ છે તેથી તેની ઈલેક્ટ્રોન રચના K કક્ષામાં ૨ ઈલેક્ટ્રોન અને L કક્ષામાં ૬ ઈલેક્ટ્રોન રહેલા હોય છે.

 

આમ ઓક્સીજન તેની L કક્ષામાં ૬ ઈલેક્ટ્રોન ધરાવે છે. L કક્ષાને સંપૂર્ણ ભરવા માટે વધુ બે ઈલેક્ટ્રોનની આવશ્યકતા હોય છે. તેથી બે પરમાણુઓ તેમના L કક્ષાના બે બે ઈલેક્ટ્રોનની ભાગીદારી કરી ઓક્સીજન અણુનું નિર્માણ કરે છે. જેને બે પરમાણું વચ્ચે દ્વિ- બંધની રચના થઇ એમ કહેવાય છે. પરિણામે ઓક્સિજનનો પ્રત્યેક પરમાણું તેની નજીકના નિષ્ક્રિય વાયુ નિયોન જેવી ઈલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. જે તેના L કક્ષામાં ૮ ઈલેક્ટ્રોન ધરાવે છે.

કાર્બનની ચતુ-સંયોજકતા સમજાવો.

Hide | Show

જવાબ :

કાર્બનનો પરમાણ્વીય ક્રમાંક ૬ છે. જયારે પરમાણુંની ઈલેક્ટ્રોન રચના K કક્ષામાં 2 ઈલેક્ટ્રોન અને L કક્ષામાં 4ઈલેક્ટ્રોન ધરાવે છે. આમ તેના બાહ્યકક્ષામાં 4 ઈલેક્ટ્રોન ધરાવે છે.

 

કોઈ પણ તત્વની પ્રતીક્રિયાત્મકતા સંપૂર્ણ ભરવા બાહ્યતમ કક્ષા એટલે કે નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા માટે સંયોજકતા વૃત્તિને આધારે સમજાવી શકાય છે.

 

આયનીય સંયોજનની રચના કરતા તત્વો નિષ્ક્રિય વાયુ જેવી રચના બાહ્યતમ કક્ષામાં રહેલા ઈલેક્ટ્રોન મેળવીને અથવા ગુમાવીને પ્રાપ્ત કરે છે.

 

જો કાર્બન પરમાણુને ઈલેક્ટ્રોન મેળવવા કે ગુમાવવા હોય તો તે ૪ ઈલેક્ટ્રોન મેળવીને C4-(સી ફોર માઈનસ) ઋણાયન બનાવી શકે છે. જયારે 4 ઈલેક્ટ્રોન ગુમાવીને C4+(સી ફોર પ્લસ) ધનાયન બનાવી શકે છે. જયારે ઋણાયનને એનાયન તરીકે ઓળખવામાં આવે છે. અને ધનાયનને કેટાયન તરીકે ઓળખવામાં આવે છે.

 

કાર્બન પરમાણું વિદ્યુત સંયોજકતાથી એટલે કે આયનીય બંધથી જોડાઈ શકતો નથી આથી કાર્બન પરમાણું અન્ય પરમાણુંઓ અથવા તત્વના પરમાણુઓ સાથે સંયોજકતા ઈલેક્ટ્રોનની ભાગીદારી કરીને અણુનું નિર્માણ કરે છે.

 

બે પરમાણુંઓના બાહ્યતમ કોષના ઈલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા રચતા બંધને સહસંયોજક બંધ કહેવામાં આવે છે.

પાણીના અણુમાં સહસહસંયોજક બંધની રચના સમજાવો.

Hide | Show

જવાબ :

પાણીના અણુમાં મધ્યસ્થ પરમાણું ઓક્સીજન હોય છે. કારણ પાણીનું અણુસુત્ર H2O છે આથી ઓક્સિજનનો પરમાણ્વીય ક્રમાંક 8 છે તેથી તેની ઈલેક્ટ્રોન રચનામાં K કક્ષામાં 2 ઈલેક્ટ્રોન અને L કક્ષામાં  ૬ ઈલેક્ટ્રોન હોય છે.

 

આમ ઓક્સીજન તેની બાહ્ય કક્ષામાં ૬ ઈલેક્ટ્રોન ધરાવે છે.

 

L કક્ષાને સંપૂર્ણ ભરવા માટે વધુ 2 ઇલેક્ટ્રોનની આવશ્યકતા હોય છે. તેથી હાઇડ્રોજનના બે પરમાણુઓ તેમના K કક્ષાના એક એક ઈલેક્ટ્રોનની ભાગીદારી કરી પાણીના અણુનું નિર્માણ કરે છે.  પરિણામે પાણીમાનો ઓક્સીજન પરમાણું તેની નજીકના નિષ્ક્રિય વાયુ નિયોન જેવી ઈલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે.

 

જે તેની L કક્ષામાં 8 ઈલેક્ટ્રોન ધરાવે છે. જયારે હાઇડ્રોજન પરમાણું તેની નજીકના નિષ્ક્રિય વાયુ હિલીયમ જેવી ઈલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે જે તેની K કક્ષામાં બે ઈલેક્ટ્રોન ધરાવે છે.

કાર્બનનાં ક્યાંબે ગુણધર્મો વધુ સંખ્યામાં કાર્બન સંયોજનો બનવાની ક્ષમતા ધરાવે છે.

Hide | Show

જવાબ :

કાર્બનના પરમાણું અન્ય પરમાણું સાથે ઈલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા સહસંયોજક બંધનું નિર્માણ કરી અનેક સંયોજનો બનાવે છે. જેમાંના વધુ સંખ્યાના સંયોજનો બનવાની ક્ષમતા ધરાવે છે જે નીચેના પરિબળો પર આધાર રાખે છે.

 

૧. કાર્બનનો કેટેનેશનનો ગુણધર્મ:

 

કાર્બન પરમાણું અન્ય કાર્બન પરમાણું સાથે બંધ બનવાની અદ્વિતીય ક્ષમતા ધરાવતો હોવાથી તે ખુબજ વધુ સંખ્યામાં અણુઓ બનાવે છે. આ સંયોજનો કાર્બનની લાંબી શ્રુંખલા અને કાર્બનની શાખીય શ્રુંખલા અથવા વલયોમાં ગોઠવાયેલ કાર્બન પરમાણું ધરાવે છે.

 

જે કાર્બનિક સંયોજનોમાં કાર્બન પરમાણુંઓ માત્ર એકલ બંધથી જોડાયેલા હોય છે.તેવા કાર્બન સંયોજનોને સંતૃપ્ત સંયોજનો કહે છે.

 

કાર્બન સંયોજનોમાં જે હદે કેટેનેશનનો ગુણધર્મ જોવા મળે છે તે સાથે કોઈ બીજા તત્વમાં જોવા મળતો નથી.

 

સીલીકોન હાઇડ્રોજન સાથે જે સંયોજનો બનાવે છે તેમાં સાત અથવા આંઠ પરમાણું સુધીનીજ શ્રુંખલાઓ હોય છે. પરંતુ આ સંયોજનો અતિક્રિયાશીલ હોય છે.

 

 

૨. કાર્બનની સંયોજકતા:

 

કાર્બન એ ઓક્સીજન, હાઇડ્રોજન, નાઈટ્રોજન, સલ્ફર, ક્લોરીન તથા અનેક અન્ય તત્વો સાથે વિશિષ્ટ ગુણધર્મો વાળા સંયોજનો બનાવે છે. કાર્બનની સંયોજકતા ચાર છે. તેથી કાર્બનના અન્ય ચાર પરમાણુઓ અન્ય એક સંયોજક તત્વના પરમાણુઓ સાથે બંધ બનવાની ક્ષમતા ધરાવે છે. કાર્બન પરમાણુંના અન્ય તત્વો સાથે ખુબજ પ્રબળ બંધ બનાવે છે. કાર્બનનું કદ નાનું હોવાથી પરમાણું કેન્દ્ર દ્વારા ભાગીદારી પામેલ ઈલેક્ટ્રોન યુગ્મને મજબૂતાઈથી જકડી રાખે છે. આથી કાર્બન દ્વારા પ્રબળ બંધોનું નિર્માણ થાય છે. મોટા પરમાણુઓ ધરાવતા તત્વો દ્વારા બનતા બંધ અત્યંત નિર્બળ હોય છે.

સમાનધર્મી શ્રેણી એટલે શું? અને તેની લક્ષણીકતા જણાવો.

Hide | Show

જવાબ :

સમાન ક્રિયાશીલ સમૂહ ધરાવતા જે કાર્બનિક સંયોજનોની શ્રેણીનો દરેક સભ્ય તેની પહેલાના કે પછીના ક્રમિક સભ્યથી કાર્બન અને હાઇડ્રોજન વાયુના પરમાણુઓની ચોક્કસ સંખ્યામાં તફાવત ધરાવતો હોય તો તે કાર્બનિક સંયોજનોની શ્રેણીને સમાનધર્મી શ્રેણી કહે છે.

 

આલ્કોહોલ જેવા ક્રિયાશીલ સમૂહની હાજરી કાર્બન સંયોજનના ગુણધર્મ સૂચવે છે.

 

કાર્બન શૃંખલાની લંબાઈ ગમે તેટલી હોય CH3OH, C2H5OH, C3H7OH  તથા  C4H9OHમાં રાસાયણિક ગુણધર્મમાં ઘણી સમાનતા છે. આમ,સંયોજનોની આવી શ્રેણી કે જેમાં કાર્બન શ્રુંખલામાં રહેલ હાઇડ્રોજનને સમાન પ્રકારના ક્રિયાશીલ સમૂહ દ્વારા વિસ્થાપિત કરવામાં આવે છે. તેણે સમાનધર્મી શ્રેણી કહે છે.

 

ઉદાહરણ: CH4અને  C2H6થી જુદા પડે છે.

Take a Test

1) વાતાવરણમાં કાર્બનડાયોક્સાઈડનું પ્રમાણ કેટલું હોય છે?

 • a.૦.૦૨%
 • b.૦.૨%
 • c.૦.૦૩%
 • d.૦.૩%

2) પૃથ્વીનો પોપડો ખનીજો સ્વરૂપે માત્ર ________________ કાર્બન ધરાવે છે.

 • a.૦.૦૨%
 • b.૦.૦૧ %
 • c.૦.૦૪%
 • d.૦.૦૩%

3) કયો સંયોજન દ્રાવણમાંપીગળેલીઅવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે?

 • a.કાર્બોનેટ
 • b.કાર્બન
 • c.ઓક્સિજન
 • d.નાઈટ્રોજન

4) મોટા ભાગના કાર્બન સંયોજનોવિદ્યુતના __________ વાહકો હોય છે?

 • a.અતિ
 • b.મંદ
 • c.સુવાહક
 • d.અવાહક

5) કાર્બનનોપરમાણ્વીય ક્રમાંક કેટલો છે?

 • a.
 • b.
 • c.
 • d.

6) કાર્બનના કિસ્સામાં તેના બહ્યતમકોષમાં તે કેટલા ઈલેક્ટ્રોન ધરાવે છે?

 • a.
 • b.
 • c.
 • d.

7) હાઇડ્રોજન અણુનો પરમાણ્વીય ક્રમાંક જણાવો.

 • a.
 • b.
 • c.
 • d.

8) બે હાઇડ્રોજન પરમાણુઓ તેમના ઈલેક્ટ્રોનની ભાગીદારી કરીને ____________હાઇડ્રોજનના અણુ બનાવે છે.

 • a.H1
 • b.H2
 • c.H3
 • d.H4

9) ક્લોરીનનો પરમાણ્વીય ક્રમાંક કેટલો છે?

 • a.
 • b.૧૪
 • c.૧૭
 • d.૨૧

10) ક્લોરીન દ્વિ-પરમાણું અણુ __________ની રચના કરે છે.

 • a.CL
 • b.CL2
 • c.CL3
 • d.CL4

11) દરેક ઓક્સીજન પરમાણું તેના L કોષમાં કેટલા ઈલેક્ટ્રોન ધરાવે છે?

 • a.
 • b.
 • c.
 • d.

12) ઓક્સીજનને તેનું અષ્ટક પૂર્ણ કરવા કેટલા ઈલેક્ટ્રોનની જરૂર પડે છે?

 • a.
 • b.
 • c.
 • d.

13) ઓક્સિજનના બે પરમાણુઓ વચ્ચે કયા બંધની રચના થાય છે?

 • a.એક બંધ
 • b.દ્વિ- બંધ
 • c.ત્રિ- બંધ
 • d.એક પણ નહી.

14) નાઈટ્રોજનનો પરમાણ્વીય ક્રમાંક જણાવો.

 • a.
 • b.
 • c.
 • d.7

15) નાઈટ્રોજનને અષ્ટક રચના પૂર્ણ કરવા માટે પ્રત્યેક નાઈટ્રોજનના અણુને કેટલા ઈલેક્ટ્રોનની જરૂર પડે છે.

 • a.
 • b.
 • c.
 • d.

16) નાઈટ્રોજનના બે અણુઓ વચ્ચે કયો બંધ રચવામાં આવે છે?

 • a.દ્વિ-બંધ
 • b.ત્રિ- બંધ
 • c.એક બંધ
 • d.એક પણ નહી.

17) એમોનીયનું અણુશુત્ર જણાવો.

 • a.NH2
 • b.NH4
 • c.NH
 • d.NH3

18) કયા વાયુનો ઉપયોગ બળતણ તરીકે કરવામાં આવે છે?

 • a.મિથેન
 • b.ઈથેન
 • c.ઇથેનોલ
 • d.મિથેનોલ

19) બાયોગેસ અને કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસનો મુખ્ય ઘટક કયો છે?

 • a.કાર્બન
 • b.મિથેન
 • c.નાઈટ્રોજન
 • d.ઓક્સીજન

20) CNG નું આખું નામ જણાવો.

 • a.કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ
 • b.નેચરલ ગેસ
 • c.લીક્વીડ નેચરલ ગેસ
 • d.એક પણ નહી.

પ્રકારણ 4 : કાર્બન અને તેના સંયોજનો

આ પ્રકરણમાં કાર્બનના બંધન- સહસંયોજક બંધ, કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ, સંતૃપ્ત અને અસંતૃપ્ત કાર્બન સંયોજનો, શ્રુંખલાઓ, શાખાઓ અને વલયો, સમાનધર્મી શ્રેણી, કાર્બન સંયોજનોનું નામકરણ, કાર્બન સંયોજનોના રાસાયણિક ગુણધર્મો, યોગશિલ પ્રક્રિયા, વિસ્થાપન પ્રક્રિયા, મહત્વપૂર્ણ કાર્બન સંયોજનો, જેવાકે ઇથેનોલ અને ઇથેનોઈક એસિડ, ઇથેનોલના ગુણધર્મો, ઇથેનોઈક એસિડના ગુણધર્મો, સાબુ અને પ્રક્ષાલકો વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પ્રકરણને લગતા વિવિધ એનિમેશન વિડીયો, હેતુલક્ષી પ્રશ્નો, ટૂંકા પ્રશ્નો, લાંબા પ્રશ્નો, પરિક્ષામાં પુછાઈ ગયેલા પ્રશ્નો તેમજ પરિક્ષામાં પુછાઈ શકે તેવા અનેક મુદ્દાસર પ્રશ્નો જોવા અમારી વેબસાઈટ પર રજીસ્ટર થાઓ અથવા અમારી App ફ્રી માં ડાઉનલોડ કરો.

Browse & Download GSEB Books For Class 10 - All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.

ask-a-doubt ask-a-doubt