GSEB Solutions for Class 10 Science

Select GSEB Solutions for class 10 Subject & Chapters Wise :

જૈવિક ક્રિયા એટલે શું? ઉદાહરણ લખો.

Hide | Show

જવાબ :

જીવનનિર્વાહની જે ક્રિયાઓ સામુહિક રૂપમાં રક્ષણનું કાર્ય કરે તેને જૈવિક ક્રિયાઓ કહેવાય છે. પોષણ, શ્વસન, પરિવહન, ઉત્સર્જન એ જૈવિક ક્રિયાઓ છે.

પોષણ અને ખોરાક એટલે શું?

 

Hide | Show

જવાબ :

ઉર્જાના સ્ત્રોતને બહારથી સજીવના શરીરમાં સ્થળાંતર કરાવવા માટેની ક્રિયાને પોષણ કહેવાય. પોષણ માટેના ઉર્જા સ્ત્રોતને આપણે ખોરાક કે આહાર કહીએ છીએ.

શ્વસન એટલે શું?

Hide | Show

જવાબ :

શરીરની બહારથી ઓક્સિજનને ગ્રહણ કરી અને કોષોની આવશ્યકતા કે જરૂરીયાતને અનુલક્ષીને ખાદ્યસ્ત્રોતનું વિઘટનમાં ઉપયોગ કરવાની ક્રિયાને શ્વસન કહેવાય છે.

ઉત્સર્જન એટલે શું?

Hide | Show

જવાબ :

જયારે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓમાં કાર્બન સ્ત્રોત અને ઓક્સિજનના ઉપયોગથી ઉર્જા પ્રાપ્તિ થાય છે અને નિપજો કે ઉત્પાદનો પણ બને છે. જે શરીરના કોષો માટે માત્ર બિનઉપયોગી જ નહી પરંતુ તે હાનિકારક પણ હોઈ શકે છે. આ નકામા ઉત્સર્ગ ઉત્પાદનો કે નીપજોને શરીરમાંથી બહાર કાઢવા અતિઆવશ્યક હોય છે. આ ક્રિયાને આપણે ઉત્સર્જન કહીએ છીએ.

જીવન ટકાવી રાખવા માટે તમે કઈ જરૂરિયાતોને જરૂરી ગણશો?

Hide | Show

જવાબ :

પોષણ, શ્વસન, પરિવહન અને ઉત્સર્જન એ જીવનની સુરક્ષા માટેની જરૂરી ક્રિયાઓ છે.

વનસ્પતિ સજીવ છે તે રંગના આધારે કેવી રીતે કહી શકશો?

Hide | Show

જવાબ :

જો વનસ્પતિ લીલા રંગના પર્ણો વાળી હશે તો કહી શકાય કે સજીવ છે. પણ પર્ણ સુકા કે પીળા થઇ ગયા હોય તો તે નિર્જીવ છે તેમ કહેવાય.

પોષક પદાથો એટલે શું?

Hide | Show

જવાબ :

સજીવો જૈવિક ક્રિયાઓ જાળવી રાખવા માટે જે ઉપયોગી પદાર્થો લે છે તેને પોષક પદાર્થો કહે છે.

શા માટે એક કોષીય સજીવોમાં વિશિષ્ટ અંગની જરૂરિયાત હોતી નથી.

Hide | Show

જવાબ :

એક કોષીય સજીવની સંપૂર્ણ સપાટી પર્યાવરણની સાથે સંપર્કમાં રહે છે. તેથી ખોરાક ગ્રહણ, વાયુની આપ-લે કે ઉત્સર્ગ પદાર્થોના નિકાલ માટે કોઈ વિશિષ્ટ અંગની જરૂરિયાત હોતી નથી.

સ્વયંપોષી સજીવ એટલે શું? તેના ઉદાહરણ જણાવો.

Hide | Show

જવાબ :

કેટલાક સજીવો અકાર્બનિક સ્ત્રોતમાંથી કાર્બન ડાયોક્સાઈડ અને પાણીના સ્વરૂપમાં સરળતમ પદાર્થો પ્રાપ્ત કરે છે. આ સજીવ સ્વયંપોષી છે.

 

ઉદાહરણ- લીલી વનસ્પતિઓ અને કેટલાક જીવાણુઓ.

ઉત્સેચકો એટલે શું?

Hide | Show

જવાબ :

જટિલ પદાર્થોને સરળ પદાર્થોમાં પ્રાપ્ત કરવા માટે સજીવ જૈવ ઉદ્દીપકનો ઉપયોગ કરે છે જેને ઉત્સેચકો કહેવાય છે.

લાળરસનું મહત્વ સમજાવો.

Hide | Show

જવાબ :

ખોરાકના પાચનમાં લાળરસમાં પણ ઉત્સેચક છે જેને લાળરસિય એમાઈલેઝ કહેવાય છે. આ એમાઈલેઝ સ્ટાર્ચના જટિલ અણુનું શર્કરામાં વિઘટન કરી રૂપાંતરણ કરે છે. ખોરાકને ખુબ ચાવવાથી, જીભ ખોરાકને લાળરસ સાથે સંપૂર્ણ ભેળવી દે છે. ખોરાક પોચો, લીસો અને ભીનો થાય છે.

આપણા જઠરમાં એસિડની ભૂમિકા શું છે?

Hide | Show

જવાબ :

હાઇડ્રોક્લોરિક એસિડ એ જઠરમાં એસિડીક માધ્યમ તૈયાર કરે છે. જે  પેપ્સીન ઉત્સેચકની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે. એટલે કે નિષ્ક્રિય પેપ્સીનને સક્રિય બનાવે છે. ખોરાકમાં આવેલા કેટલાક બેક્ટેરિયા કે સુક્ષ્મ જીવોને મારવામાં મદદરૂપ બને છે.

પાચક ઉત્સેચકોનું કાર્ય શું છે?

Hide | Show

જવાબ :

પાચક ઉત્સેચકો એ જૈવ ઉદ્દીપકો છે જે, ખોરાકના જટિલ અણુઓનું વિઘટન કરીને પાચન માર્ગમાં શોષાય શકે અને રુધિરમાં ભળી જાય તેવા નાના અને સરળ કણોમાં રૂપાંતર કરે છે.

પ્રકાશસંશ્લેષણની ક્રિયામાં ક્લોરોફિલનું શું મહત્વ છે?

Hide | Show

જવાબ :

પ્રકાશસંશ્લેષણની ક્રિયામાં ક્લોરોફિલ  દ્વારા પ્રકાશ ઉર્જાનું શોષણ થાય છે.

પ્રકાશસંશ્લેષણ દરમિયાન કાર્બન ડાયોક્સાઈડનું શેમાં રિડકશન  થાય છે?

Hide | Show

જવાબ :

પ્રકાશસંશ્લેષણ દરમિયાન કાર્બનડાયોક્સાઈડનું કાર્બોદિતમાં રિડકશન થાય છે.

શા માટે આપણા જેવા સજીવોમાં ઓક્સિજનની જરૂરિયાત પૂરી કરવા માટે પ્રસરણ એ અપૂરતી ક્રિયા છે?

Hide | Show

જવાબ :

પ્રસરણ દ્વારા બહુકોષીય સજીવ શરીરના પ્રત્યેક અંગ અને કોષમાં ઓક્સિજન પહોંચાડી શકાતો નથી.

 

બહુકોષીય સજીવોમાં ઓક્સિજન અતિઆવશ્યક છે, કેમકે વિકાસ દરમિયાન તેની શરીર રચના વધુ જટીલ થતી જાય છે. અને તેના દરેક અંગને ઓક્સિજનની જરૂરિયાત રહે છે.

 

આમ, પ્રસરણ ક્રિયા દ્વારા ઓક્સિજનની જરૂરિયાત બહુકોષીય સજીવોમાં અપૂરતી ક્રિયા છે.

કોઈ વસ્તુ જીવંત છે એમ નક્કી કરવા માટે આપણે કયા માપદંડનો ઉપયોગ કરીશું?

Hide | Show

જવાબ :

જીવંત વસ્તુ સતત ગતિ કરતુ હોય છે, ભલે તે સુસુપ્ત અવસ્થામાં કેમ ન હોય!

 

વનસ્પતિ ભલે ને વૃદ્ધિ પામતી નથી પરંતુ તે જીવંત છે. વનસ્પતિ લીલી દેખાય છે તે તેની જીવંતતાનું ઉદાહરણ છે.

સજીવોમાં ખૂબ નાના પાયે થનારી ક્રિયા નરી આંખે જોઈ શકાતી નથી.

 

જીવવા માટે અણુઓની આણ્વીય ગતિ જરૂરી છે. પણ આપણે નરી આંખે જોઈ શકતા નથી.

 

અણુઓની આ ગતિશિલતા ને કારણે સજીવમાં શ્વસન, પોષણ, ઉત્સર્જન, પ્રજનન, જેવી ક્રિયાઓ થતી રહે છે.

 

આવા માપદંડને આધારે સજીવ જીવંત છે તેમ કહી શકાય.

કોઈ સજીવ દ્વારા કઈ બાહ્ય કાચી સામગ્રીનો ઉપયોગ કરાય છે?

Hide | Show

જવાબ :

સ્વયંપોષી સજીવ જેવી કે લીલી વનસ્પતિઓ માટે કાર્બન ડાયોક્સાઈડ, પાણી, ખનીજ દ્રવ્યો, સૂર્યઊર્જા જેવી સામગ્રી જરૂરી છે.

 

વિષમપોષી સજીવો કાર્બનિક પદાર્થોનો કાચી સામગ્રી તરીકે ઉપયોગ કરે છે.

 

મનુષ્ય જેવા સજીવો શ્વસનમાં ઓક્સિજનનો ઉપયોગ કરીને ઊર્જા પ્રાપ્ત કરે છે.

શ્વસન માટે ઓક્સિજન પ્રાપ્ત કરવાની ક્રિયામાં એક જળચર પ્રાણીની તુલનામાં સ્થળચર પ્રાણીને શું લાભ છે?

Hide | Show

જવાબ :

સ્થળચર પ્રાણીઓ હવામાંના ઓક્સિજનનો ઉપયોગ શ્વસનમાં કરે છે.તેમનો શ્વસનદર ધીમો હોય છે.

 

જળચર પ્રાણીઓ પાણીમાં ઓગળેલા ઓક્સિજનનો શ્વાસમાં ઉપયોગ કરે છે. તેમનો શ્વસનદર ઉંચો હોય છે.

 

હવાની સરખામણીએ પાણીમાં ઓગળેલા ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય છે.

 

આ રીતે,ઓક્સિજન સ્થળચર પ્રાણીને વધુ લાભદાયક છે. અને જળચર પ્રાણીઓને ઓછુ લાભદાયક છે.

ભિન્ન પ્રાણીઓમાં ગ્લુકોઝના ઓક્સિડેશન વડે ઊર્જા પ્રાપ્ત કરવાના વિવિધ પરિપથો કયા છે?

Hide | Show

જવાબ :

વિવિધ પ્રાણીઓ ગ્લુકોઝનું ઓક્સિડેશન જારક શ્વસન અને અજારક શ્વસન દ્વારા કરે છે.

 

જારક શ્વસન:

 

જેમાં પ્રાણીઓ ઓક્સિજનનો ઉપયોગ કરી ગ્લુકોઝનું વિઘટન કરે છે તેમાંથી કાર્બન ડાયોક્સાઈડ અને પાણી ઉત્પન્ન થાય છે. અને ઘણી ઊર્જા છૂટી પડે છે. દા.ત- માણસ અને ગાય.

 

 

અજારક શ્વસન:

 

અજારક શ્વસન માં ઓક્સિજનની ગેરહાજરીમાં શ્વસન થાય છે. જેમાં ગ્લુકોઝનું અપૂર્ણ વિઘટન થઇ ઈથાઈલ આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઈડ છૂટો પડે છે. આ શ્વસન માં ઓછી ઊર્જા મુક્ત થાય છે.

Take a Test

1) કેટલાક સજીવો ____________ સ્ત્રોતમાંથી કાર્બન ડાયોક્સાઈડ અને પાણીના સ્વરૂપમાં સરળતમ પદાર્થો પ્રાપ્ત કરે છે. જે સ્વયંપોષી સજીવ છે.

 • a.અકાર્બનિક
 • b.કાર્બનિક
 • c.સીધા સ્ત્રોત
 • d.આડકતરા સ્ત્રોત

2) પ્રાણી અને ફૂગએ ____________ સજીવ ગણાય.

 • a.સમપોષી
 • b.વિષમપોષી
 • c.એકપોષી
 • d.સ્વયંપોષી

3) આયોડીન સ્ટાર્ચ સાથે કયો રંગ આપે છે?

 • a.ભૂરો
 • b.કાળો
 • c.રાતો
 • d.ભૂખરો

4) KOH કયા વાયુનું શોષણ કરે છે?

 • a.કાર્બન મોનોક્સાઈડ
 • b.કાર્બન ડાયોક્સાઈડ
 • c.ઓક્સીજન
 • d.નાઈટ્રોજન

5) ખોરાકના બધા જ ઘટકોનું પાચન મનુષ્યના કયા અવયવમાં થાય છે?

 • a.અન્નનળીમાં
 • b.જઠરમાં
 • c.નાના આંતરડામાં
 • d.મોટા આંતરડામાં

6) મનુષ્યના શરીરમાં સૌથી મોટી પાચક ગ્રંથી કઈ છે?

 • a.અન્નનળી
 • b.પાચકરસ
 • c.જઠર
 • d.યકૃત

7) નીચેનામાંથી કયો વાયુ ચૂનાના નીતર્યા પાણીમાં થોડો સમય પસાર કરતા પ્રવાહી દુધિયા રંગનું બને છે?

 • a.કાર્બન મોનોક્સાઈડ
 • b.કાર્બન ડાયોક્સાઈડ
 • c.C) ઓક્સીજન
 • d.નાઈટ્રોજન

8) રુધિરકેશિકાઓથી બનેલા વાયુ કોટરોને શું કહે છે?

 • a.શ્વાસનળી
 • b.ઉરોદરપટલ
 • c.વાયુકોષ્ઠો
 • d.ઝાલર

9) લોહીમાં કયું શ્વસન રંજક દ્રવ્યકણ ઓક્સીજન સાથે ઉંચી બંધન ઉર્જા ધારાવે છે?

 • a.હિમોગ્લોબીન
 • b.શ્વેતકણ
 • c.રક્તકણ
 • d.કણાભસૂત્ર

10) નીચેનામાંથી કયું અંગ મનુષ્યના સ્વશ્નતંત્રનું છે?

 • a.ઉરોદરપટલ
 • b.ATP
 • c.હિમોગ્લોબીન
 • d.કણાભસૂત્ર

11) કાસ્થીની વલયમય રચનાને લીધે ___________ નો માર્ગ બંધ થતો નથી.

 • a.રંજકકણ
 • b.રૂધિર
 • c.ATP
 • d.હવા

12) નીચેનામાંથી ATPનું પૂરુંનામ કયું છે?

 • a.એડીનોસાઈન ટ્રાયફોસ્ફરસ
 • b.એડીનોડાઇડ ટ્રાયફોસ્ફેટ
 • c.એડીનોસાઈન ટ્રાયફોસ્ફેટ
 • d.એડીનોડાઇડ ટ્રાયફોસ્ફરસ

13) કોષની કઈ અંગીકામાં પાયરુવેટનું વિઘટન થઇ CO2 , H2O અને ઉર્જામાં રૂપાંતરણ થાય છે?

 • a.ઉરોદરપટલ
 • b.ATP
 • c.હિમોગ્લોબીન
 • d.કણાભસૂત્ર

14) કયા રુધિરકણો શ્વસન વાયુની આપ-લે કરે છે?

 • a.હિમોગ્લોબીન
 • b.શ્વેતકણ
 • c.રક્તકણ
 • d.કણાભસૂત્ર

15) કયા રુધિરકણો રોગ કારાકોથી બચાવે છે?

 • a.હિમોગ્લોબીન
 • b.શ્વેતકણ
 • c.રક્તકણ
 • d.કણાભસૂત્ર

16) કયા રુધિરકણો ઇજા થતા રુધિર વહી જતું અટકાવે છે?

 • a.ત્રાકકણો
 • b.શ્વેતકણ
 • c.રક્તકણ
 • d.કણાભસૂત્ર

17) હૃદયના કયા ભાગમાં ઓક્સિજન વિહિન રુધિર વહે છે?

 • a.જમણા હૃદયમાં
 • b.ડાબા હૃદયમાં
 • c.જમણા ફેફસામાં
 • d.ડાબા ફેફસામાં

18) હૃદયનું કયું ખાનું સૌથી મજબુત સ્નાયુમય રચના છે?

 • a.જમણા કર્ણકમાં
 • b.ડાબા કર્ણકમાં
 • c.જમણા ક્ષેપકમાં
 • d.ડાબા ક્ષેપકમાં

19) બધા ઉભયજીવી પ્રાણીઓ અને સરીસૃપ જેવા પ્રાણીઓમાં ___________ખંડીય હૃદય હોય છે?

 • a.દ્વિ
 • b.ત્રિ
 • c.ચતુષ્ક
 • d.પંચ

20) પૃષ્ઠવંશી પ્રાણીઓમાં હૃદયમાં રુધીરનું ___________ પરિવહન થાય છે.

 • a.એકવડુ
 • b.બેવડું
 • c.ત્રેવડું
 • d.ચોવડું

પ્રકારણ 6 : જૈવિક ક્રિયાઓ

આ પ્રકરણમાં જૈવિક ક્રિયાઓ એટલે શું? સ્વયંપોષી પોષણ, વિષમપોષી પોષણ, સજીવોનું પોષણ, મનુષ્યોનું પોષણ, શ્વસન, વહન, ફેફસામાં ઓક્સિજનનો રુધિરમાં પ્રવેશ, વનસ્પતિઓમાં વહન, પાણીનું વહન, ખોરાક અને અન્ય પદાર્થોનું સ્થળાંતર, ઉત્સર્જન( માનવોમાં ઉત્સર્જન, વનસ્પતિઓમાં ઉત્સર્જન) વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પ્રકરણને લગતા વિવિધ એનિમેશન વિડીયો, હેતુલક્ષી પ્રશ્નો, ટૂંકા પ્રશ્નો, લાંબા પ્રશ્નો, પરિક્ષામાં પુછાઈ ગયેલા પ્રશ્નો તેમજ પરિક્ષામાં પુછાઈ શકે તેવા અનેક મુદ્દાસર પ્રશ્નો જોવા અમારી વેબસાઈટ પર રજીસ્ટર થાઓ અથવા અમારી App ફ્રી માં ડાઉનલોડ કરો.

Browse & Download GSEB Books For Class 10 - All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.

ask-a-doubt ask-a-doubt