GSEB Solutions for Class 10 Science

Select GSEB Solutions for class 10 Subject & Chapters Wise :

પર્યાવરણની કોઈ ક્રિયાની સામે સજીવ શું પ્રતિક્રિયા આપે છે તે ઉદાહરણ સાથે સમજાવો.

Hide | Show

જવાબ :

જયારે તીવ્ર પ્રકાશ આપણી આંખો પર ફોકસ થાય છે, અથવા આપણે ગરમ વસ્તુને અડકીએ છીએ ત્યારે આપણે બદલાવ અનુભવીએ છીએ કે બચાવ કરવા માટે પ્રતિચાર આપે છે તેવું પ્રતિત થાય છે. પર્યાવરણની ક્રિયાને પ્રતિ કેટલીક ક્રિયાઓ સાવચેતીથી નિયંત્રિત થાય છે. પર્યાવરણમાં પ્રત્યેક પરિવર્તનની પ્રતિચાર રૂપ એક યોગ્ય ક્રિયા ઉત્પન્ન થાય છે.

સજીવોમાં નિયંત્રિત ક્રિયાઓને કોની સાથે અને કેવી રીતે સાંકળવી જોઈએ?

Hide | Show

જવાબ :

સજીવોમાં નિયંત્રિત ક્રિયાને પર્યાવરણમાં, ભિન્ન ઘટનાઓના જ્ઞાનની સાથે સાંકળતી જે તે ક્રિયાને અનુરૂપ ક્રિયા પ્રતિચાર રૂપે થાય છે.

બીજા શબ્દોમાં કહીએ તો સજીવોમાં વિવિધ તંત્રનો ઉપયોગ જે નિયંત્રણ અને સંકલન કાર્ય કરે છે.

ગ્રાહી એકમ એટલે શું?

Hide | Show

જવાબ :

આપણા પર્યાવરણમાંથી બધી જ સુચનાઓની ઓળખ કેટલાક ચેતાકોષોના વિશીષ્ટિકરણ પામેલા ટોચના તંતુઓ દ્વારા થાય છે, તેને ગ્રાહી એકમ કહે છે. તે સામાન્ય રીતે આપણી જ્ઞાનેન્દ્રિયોમાં આવેલા હોય છે.

પરાવર્તી કમાન કોને કહેવાય છે?

 

Hide | Show

જવાબ :

ઉષ્માની સંવેદનાના વિષયમાં વિચારીએ તો ચેતાઓને ઉષ્માની ખબર પડે છે તેઓને તે ચેતાઓની સાથે જોડવામાં આવે કે જે સ્નાયુઓને ચલિત કરે તો જે પ્રક્રિયા પૂર્વ સંકેતોની શોધ કરે અને તેને અનુષાર પ્રતિચારી ક્રિયા કરે તે ખુબ જ ઝડપી પૂરી કરે છે. સામાન્ય રીતે આ પ્રકારની સંબંધિત રચનાને પ્રતિચારી કે પરાવર્તી કમાન કહે છે.

બે ચેતાકોષની વચ્ચે આવેલ ચેતોપાગમમાં શું હોય છે?

Hide | Show

જવાબ :

બે ચેતાકોષની વચ્ચે આવેલ ખાલી જગ્યામાં ચેતાક્ષના છેડેથી વિદ્યુત આવેગ કેટલાક રસાયણોને મુક્ત કરે છે. આ રસાયણ અવકાશીય સ્થાન એટલે કે ચેતોપાગમને પસાર કરીને તેના પછીના ચેતાકોષના શીખાતંતુમાં વિદ્યુત આવેગનો પ્રારંભ કરે છે.

આમ, આ શરીર ઉર્મીવેગના વહનની માત્રાની સામાન્ય યોજના પૂરી પાડે છે.

મગજનો કયો ભાગ શરીરની સ્થિતિ અને સંતુલન જાળવી રાખવાનું કાર્ય કરે છે?

 

Hide | Show

જવાબ :

મગજમાં આવેલ અનુમસ્તિષ્ક શરીરની સ્થિતિ અને સંતુલન જાળવી રાખવાનું કાર્ય કરે છે.

આપણને અગરબત્તીની સુવાસની ખબર કેવી રીતે થાય છે?

 

Hide | Show

જવાબ :

અગરબત્તીના સુવાસિત કણો નાકની અંદર જઈ ઘ્રાણકોષોને ઉત્તેજીત કરે છે. ધ્રાણકોષોમાં થતો રસાયણિક ફેરફાર, વિદ્યુત સંદેશા રૂપ ઘ્રાણચેતા દ્વારા મોટા મગજમાં જાય છે અને અગરબત્તીની સુવાસ પરખે છે.

પરાવર્તી ક્રિયામાં મગજની ભૂમિકા શું છે?

 

Hide | Show

જવાબ :

પરાવર્તી ક્રિયામાં મગજની કોઈ ભૂમિકા હોતી નથી. આ ખુબ જ ઝડપી ક્રિયા કરોડરજ્જુ દ્વારા થાય છે પછીથી તેની માહિતી મગજને પહોંચે છે.

ચેતાકોષના ત્રણ ભાગોના નામ જણાવો.

 

Hide | Show

જવાબ :

ચેતાકોષના ત્રણ ભાગોના નામ: કોષકાય, શિખાતંતુઓ અને અક્ષતંતુઓ.

માનવ મગજના અગત્યના ભાગોના નામ જણાવો.

 

Hide | Show

જવાબ :

માનવ મગજમાં બૃહદ્ મસ્તિષ્ક, હાયપોથેલેમસ, અનુંમસ્તિષ્ક, સેતુ, લંબમજ્જા વગેરે અગત્યના ભાગો છે.

ચેતાકોષની સંરચના અંને કાર્યો વર્ણવો.

Hide | Show

જવાબ :

સંવેદના એક ચેતાકોષના અગ્રભાગે આવેલા શિખાતંતુઓ દ્વારા મેળવવામાં આવે છે. અહી, એક રાસાયણિક ક્રિયા દ્વારા વિદ્યુત આવેગ ઉત્પન્ન થાય છે, જે તમે આકૃતિમાં જોઈ શકો છો.

આ આવેગ શિખાતંતુથી ચેતાકોષકાય સુધી જાય છે અને ચેતાક્ષ થઈને તેના અંતિમ છેડા સુધી પહોંચે છે.

ચેતાક્ષના છેડેથી વિદ્યુત આવેગ કેટલાક રસાયણોને મુક્ત કરે છે. આ રસાયણ અવકાશીય સ્થાન કે ચેતોપાગમને પસાર કરીને તેના પછીના ચેતાકોષના શિખાતંતુમાં વિદ્યુત આવેગનો પ્રારંભ કરે છે.

આ ઊર્મિવેગના, વહનની માત્રાની સામાન્ય પ્રણાલી છે.

આ રીતે એક ચેતોપાગમ અંતમાં એવા ઊર્મિવેગને ચેતાકોષથી અન્ય કોષોમાં જેવાકે, સ્નાયુકોષો કે ગ્રંથી સુધી લઇ જાય છે.

ચેતાપેશી, ચેતાકોષની એક આયોજન બંધ જાળીરૂપ રચનાની બનેલી છે. અને આ સંવેદનાઓ અને સૂચનાઓ વિદ્યુતઆવેગ દ્વારા શરીરના એક ભાગથી બીજા ભાગ સુધી સંવહનમાં વિશીષ્ટિકરણ પામેલી છે.

ચેતાકોષમાં સંવેદનાનું પ્રસરણ :

ચેતાકોષમાં સંવેદનાઓ કે સૂચનાઓ આવે છે. જેમાંથી સંવેદનાઓ કે સૂચનાઓ વિદ્યુત આવેગની જેમ વહન કરે છે અને જ્યાં આ આવેગને રાસાયણિક સંકેતમાં પરિવર્તિત કરવામાં આવે છે. જેથી આગળ પ્રસરણ પામી શકે.

મગજ દ્વારા ઊર્મિવેગના વહનનું કાર્ય કેવી રીતે થાય છે? સમજાવો.

Hide | Show

જવાબ :

આગની જ્વાળાને અડકવું-એક અકસ્માત અને ભયજનક સ્થિતિ છે. તેની સામે આપણે આઘાત સ્વરૂપે હાથ પાછો હટાવી લઈએ છીએ.આવું કરવામાં આપણે સહેજ પણ સમય લેતા નથી.

 

જો ઊર્મિવેગને તે તરફ મોકલવામાં આવે તો, આ પ્રકારની સંવેદના કે આવેગ ઉત્પન્ન કરવા માટે મગજ દ્વારા ચિંતન થવું જરૂરી છે.

 

વિચાર કરવો તે એક જટિલ ક્રિયા છે.

 

આમ, આ  ઘણા બધા ચેતાકોષના ઊર્મિવેગની જટિલ પારસ્પરિક ક્રિયાઓ સંકળાયેલી છે. આપણા શરીરમાં વિચારવા માટેની પેશી, જે જટિલ સ્વરૂપની વ્યવસ્થિત ચેતાકોષોની જટિલ જાળીરૂપ રચના વાળી છે.

 

તે ખોપરીમાં અગ્રભાગે આવેલી રચના અને શરીરના બધા ભાગોમાંથી સંકેતો પ્રાપ્ત કરે છે, તેમજ તેના પર ક્રિયા કરતા પહેલા વિચાર કરે છે.

 

નિ:સંદેહ આ સંકેતો પ્રાપ્ત કરવા માટે ખોપરીમાંના મગજનો વિચારવાવાળો ભાગ શરીરના વિવિધ ભાગોથી આવતી ચેતાઓ સાથે જોડાયેલો હોય છે.

 

જો મગજનો આ ભાગ સ્નાયુઓની ક્રિયા કરવાનો આદેશ આપે છે તો ,ચેતાઓ આ સંકેતોને શરીરના વિવિધ ભાગો સુધી લઇ જાય છે.

ઉદાહરણ સાથે પરાવર્તી કમાન સમજાવો.

Hide | Show

જવાબ :

ઉષ્માની સંવેદનાના  વિષયમાં વિચારીએ તો, ચેતાઓને ઉષ્માની ખબર પડે છે. તેઓને ચેતાઓની સાથે જોડવામાં આવે કે જે સ્નાયુઓને ચલિત કરે છે. તો જે પ્રક્રિયા પૂર્વ સંકેતોની શોધ કરે અને તેને અનુસાર પ્રતિચારી ક્રિયા કરે તે ખૂબ જ ઝડપી પૂરી કરે છે.

 

સામાન્ય રીતે આ પ્રકારની સંબંધિત રચનાને પ્રતિચારી કે પરાવર્તી કમાન કહે છે.

 

આ પ્રકારની પરાવર્તી કમાનને સંબંધિત અંત:ગ્રાહી ચેતા અને પ્રેરક કે ચાલક ચેતાની વચ્ચેનું જોડાણ એ બિંદુ હશે જ્યાં, સૌથી પહેલા તેઓ એકબીજાને મળે છે અથવા એકઠી થાય છે.

 

સમગ્ર શરીરની ચેતાઓ મગજ તરફ જતી વખતે કરોડરજ્જુમાં ભેગી થાય છે.

 

પરાવર્તી કમાન આ કરોડરજ્જુમાં બને છે. જે તે પૂર્વવત્ સૂચનાઓ મગજ સુધી પણ જાય છે.

Take a Test

1) ચેતાકોષના અગ્રભાગે આવેલા તંતુને _____________કહે છે.

 • a.શિખાતંતુ
 • b.ચેતાંત
 • c.ચેતોપાગમ
 • d.ચેતાપેશી

2) દારૂડિયો લથડીયા ખાય ત્યારે _________ મસ્તિષ્ક દ્વારા પગનું અને શરીરનું નિયંત્રણ ઘટી જાય છે.

 • a.અનુ
 • b.પશ્વ
 • c.અગ્ર.
 • d.એકપણ નહિ

3) પરાવર્તી ક્રિયાઓમાં ચેતાઓના આવેગ માર્ગને __________ કહે છે.

 • a.ચેતોપાગમ
 • b.પરાવર્તી કમાન
 • c.અગ્ર ઉપાંગ
 • d.એકપણ નહિ

4) CNSનું પૂરું નામ નીચેનામાંથી કયું છે?

 • a.Common Neuron System
 • b.Common Nervous System
 • c.Central Nervous System
 • d.Central Neuron System

5) વનસ્પતિની વૃદ્ધિ પ્રકાશની તરફ થાય તેને_________ કહે છે.

 • a.પ્રકાશાનુંવર્તન
 • b.ઋણ-ભૂઆવર્તન
 • c.ભૂ-આવર્તન
 • d.સ્પર્શાનુંવર્તન

6) નીચેનામાંથી કયો છોડ સ્પર્શાનુવર્તન દર્શાવે છે?

 • a.જુઈ
 • b.લજામણી
 • c.ઓર્કિડ
 • d.સૂર્યમુખી

7) પ્રકાશાનુવર્તન માટે ____________ અંત:સ્ત્રાવ જવાબદાર છે.

 • a.ઓક્સિટેલીન
 • b.એન્ટી-ઓક્ઝીન
 • c.ઓક્ઝીન
 • d.ઓક્સીડેન્ટ

8) લજામણીમાં પીનાધારના ભાગમાં __________ નું સ્થળાંતર થવાથી પર્ણો બીડાઈ જાય છે?

 • a.પાણી
 • b.હવા
 • c.ધૂળ
 • d.સ્પર્શ

9) રક્ષકકોષો પાણીની અસરથી રંધ્ર ખોલે છે. આ ક્રિયા કઈ ઘટનામાં થાય છે?

 • a.થર્મોનેસ્ટી
 • b.થીગ્મોનેસ્ટી
 • c.હાઇડ્રોનેસ્ટી
 • d.ફોટોનેસ્ટી

10) સૂર્યમુખીના પુષ્પનું સૂર્ય તરફ ફરવું એ ક્રિયા કઈ ઘટનામાં થાય છે?

 • a.થર્મોનેસ્ટી
 • b.થીગ્મોનેસ્ટી
 • c.હાઇડ્રોનેસ્ટી
 • d.ફોટોનેસ્ટી

11) લજામણીના પર્ણોનું બીડાઈ જવું એ ઘટના કઈ ઘટના છે?

 • a.થર્મોનેસ્ટી
 • b.થીગ્મોનેસ્ટી
 • c.હાઇડ્રોનેસ્ટી
 • d.ફોટોનેસ્ટી

12) ટ્યુલીપના પુષ્પ ઊંચા તાપમાને ખીલે છે, જે ઘટના કઈ છે?

 • a.થર્મોનેસ્ટી
 • b.થીગ્મોનેસ્ટી
 • c.હાઇડ્રોનેસ્ટી
 • d.ફોટોનેસ્ટી

13) નીચેના માંથી કયો અંત:સ્ત્રાવ પીટ્યુંટરી ગ્રંથી દ્વારા ઉત્પન્ન થાય છે?

 • a.ટેસ્ટોસ્ટેરોન
 • b.ઇસ્ટ્રોજન
 • c.રીલીઝીંગ હોર્મોન
 • d.ગ્રોથ હોર્મોન

14) શરીરમાં ઇનસ્યુલીન અંત:સ્ત્રાવ ક્યાં ઉત્પન્ન થાય છે?

 • a.સ્વાદુપીંડ ગ્રંથીમાં
 • b.એડ્રિનલ
 • c.શુક્રપીંડ
 • d.અંડપીંડ

15) ઇનસ્યુલીનની ઉણપથી કયો રોગ થાય છે?

 • a.કમળો
 • b.ડાયાબીટીસ
 • c.આધાશીશી
 • d.થાયરોઈડ

16) પીટ્યુંટરી ગ્રંથીના સ્ત્રાવનું નિયમન કઈ ગ્રંથી કરે છે?

 • a.હાયપોથેલેમસ
 • b.એડ્રિનલ
 • c.શુક્રપીંડ
 • d.અંડપીંડ

17) આયોડીનની ઉણપથી કયો રોગ થાય છે?

 • a.ડાયાબીટીસ
 • b.થાયરોઈડ
 • c.ગોઇટર
 • d.હાથીપગો

18) સ્વાદુપિંડમાં આવેલો અંત:સ્ત્રાવ

 • a.ટેસ્ટોસ્ટેરોન
 • b.થાયરોક્સીન
 • c.એડ્રીનાલિન
 • d.ઇન્સ્યુલીન

19) એડ્રીનલ ગ્રંથીમાં આવેલ અંત: સ્ત્રાવ

 • a.ટેસ્ટોસ્ટેરોન
 • b.થાયરોક્સીન
 • c.એડ્રીનાલિન
 • d.ઇન્સ્યુલીન

પ્રકારણ 7 : નિયંત્રણ અને સંકલન

આ પ્રકરણમાં પ્રાણીઓના ચેતાતંત્ર, પરાવર્તી ક્રિયાઓ, માનવ મગજ, ચેતાપેશીની કાર્ય રચના, વનસ્પતિઓમાં સંકલન(ઉત્તેજના માટેના તાત્કાલિક પ્રતિચાર, વૃદ્ધિના કારણે હલન-ચલન), પ્રાણીઓમાં અંત:સ્ત્રાવો વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પ્રકરણને લગતા વિવિધ એનિમેશન વિડીયો, હેતુલક્ષી પ્રશ્નો, ટૂંકા પ્રશ્નો, લાંબા પ્રશ્નો, પરિક્ષામાં પુછાઈ ગયેલા પ્રશ્નો તેમજ પરિક્ષામાં પુછાઈ શકે તેવા અનેક મુદ્દાસર પ્રશ્નો જોવા અમારી વેબસાઈટ પર રજીસ્ટર થાઓ અથવા અમારી App ફ્રી માં ડાઉનલોડ કરો.

Browse & Download GSEB Books For Class 10 - All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.

ask-a-doubt ask-a-doubt