જન્મતાની સાથે જ બાળકમાં માં-બાપના લક્ષણો જોવા મળે છે તેને કેવા પ્રકારનો વારસો કહેવાય છે.
જવાબ :
જૈવિક વારસો
પૂર્વજો દ્વારા શરુ કરેલી, રૂઢિઓ, પરંપરાઓ, રીત-રીવાજો તથા જીવન શૈલી કેવા પ્રકારનો વારસો છે?
Hide | Showજવાબ :
સાંસ્કૃતિક વારસો
માનવી પોતાની બુદ્ધિ પ્રમાણે તથા શક્તિ અને કલા કૌશલ્ય દ્વારા જે મેળવે કે સર્જન કરે તેને કેવો વારસો કહેવાય?
Hide | Showજવાબ :
સાંસ્કૃતિક વારસો
ઘરબાર, જમીન-જાયદાદ કે સ્થાવર જંગમ મિલકતો માતા-પિતા તરફથી મળે તેને કેવા પ્રકારનો વારસો કહેવાય છે.
જવાબ :
ભૌતિક વારસો
ગાંધીજીએ સ્વદેશી અને સ્વાવલંબી ચળવળ દરમિયાન કઈ કલાને વિશેષ પ્રાધાન્ય આપ્યું હતું?
Hide | Showજવાબ :
કાંતણકલા
ભારતના પ્રાચીન સમયમાં માટીના પકવેલા વાસણો (ટેરાકોટા)કયા વિસ્તારમાં થતા હતા?
Hide | Showજવાબ :
દક્ષિણ ભારતના નાગાર્જુનકોંડા અને ગુજરાતમાં લાંઘણજ ખાતે.
માટીકામ માટેનું પ્રાચીન સમયનું સૌ પ્રથમ યંત્રનું નામ આપો.
Hide | Showજવાબ :
કુંભારનો ચાકડો
માટીના લાલ રંગના પવાલા, બરણી, રકાબી, વગેરે અવશેષો ક્યાંથી ખોદકામ કરતા મળી આવ્યા છે?
Hide | Showજવાબ :
લોથલ, મોહે-જો-દડો, હડપ્પા સંસ્કૃતિ.
પ્રાચીન ભારતની હસ્તકલા, કારીગરી, કસબ, હુન્નર, ચિત્ર સંગીત,નાટ્યકલા, નૃત્યકલા વગેરેને શેમાં ગણી શકાય?
Hide | Showજવાબ :
ચોસઠ કલાઓમાં.
શિક્ષણ, ખેતી, વેપાર, જીવન જીવવાના નિયમો, ઉત્સવો, મનોરંજન,કલાકારીગરી વગેરે કેવા પ્રકારનો વારસો છે?
જવાબ :
સાંસ્કૃતિક વારસો
ભારતની માટીકામની કલા વિષે ટૂંકનોંધ લખો. અથવા પ્રાચીન ભારતના માટીકામના વારસા અંગે જણાવો. અથવા માટી અને માનવીનો પ્રાચીન સંબંધ વર્ણવો.
Hide | Showજવાબ :
ભારતની માટીકામની કલા વિષે ટૂંકનોંધ લખો. અથવા પ્રાચીન ભારતના માટીકામના વારસા અંગે જણાવો. અથવા માટી અને માનવીનો પ્રાચીન સંબંધ વર્ણવો.
જવાબ: પ્રાચીન યુગમાં લોકો માટીથી બનાવેલા પાત્રોનો ઉપયોગ કરતા હતા. કારણ કે હજુ સુધી ધાતુની શોધ થઇ ન હતી.
માટી માંથી રમકડા, ઘડો, કોડિયું, કુલડી માટલી, ઇંટો, ચુલા વગેરે સાધાનો બનાવામાં આવેલા હતા. અનાજ સંગ્રહ કરવાની કોઠીઓ, દૂધ, દહીં, છાસ, ઘી, તેલ વગેરે પ્રવાહી ભરવાના સાધનો, મકાનની દીવાલો પર માટી અને છાણથી લીંપણ કરવામાં આવતું હતું.
પ્રાચીન કાળથી ભારતમાં પકવેલી અને કાચી માટીના વાસણો બનતા હતા. આ સમગ્ર બાબતનો પરિચય આપણને ગુજરાતના મહેસાણા જીલ્લાના લાંઘણજ માંથી અને તેલંગણાના નાગાર્જુનકોડા માંથી મળી આવેલા માટીના વાસણોના અવશેષો પરથી મળે છે. ઉપરાંત લોથલ, મોહેંજો-દડો અને હડપ્પા સંસ્કૃતિના અવશેષો માંથી માટી માંથી બનાવેલા લાલ રંગના પવાલા, રકાબી, બરણી,વગેરે વસ્તુઓ મળી આવ્યા છે. વાસણો બનાવવાના કુંભારના ચાકડાને પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર માનવામાં આવે છે.
આજે પણ નવરાત્રીના તહેવારમાં કોરેલો માટીનો ઘડો કે જેમાં દીવો મુક્યો હોય તેવા ગરબા જોવા મળે છે.
મોતી અને મીનાકારીગરી પ્રાચીન ભારતની એક વિશિષ્ટ કલા છે. સમજાવો. અથવા હીરા, મોતીકામ, મીનાકારીગરી અંગે ટૂંક નોંધ લખો.જવાબ:
Hide | Showજવાબ :
ભારતમાં કુલ ૭૫૧૭ કી.મી. જેટલો દરિયા કિનારો છે. જેથી હીરા- મોતીની ઉપજ મોટા પ્રમાણમાં થાય છે. દરિયાપારના દેશોમાં ભારતનો હીરા- મોતીનો વેપાર અને ભારતના નિપૂર્ણ તથા કુશળ કારીગરોએ બનાવેલા ઘરેણાની ખુબ જ માંગ છે. જગવિખ્યાત કોહિનૂર અને ગ્રેટ મુઘલ હીરો પણ ભારતનો છે. ભારતના લોકો અને રાજા- મહારાજાઓ આભૂષણોના શોખીન હતા.
પરિણામે રાજા-મહારાજાઓ, શ્રીમંતો,વગેરે વિવિધતા પૂર્ણ હીરા-મોતીના આભૂષણો પહેરતા હતા. આ ઉપરાંત તેઓ માણેક, હીરા, પન્ના, પોખરાજ, નીલમ, વગેરેનો ઉપયોગ પણ વસ્ત્રોની સજાવટમાં કરતા હતા.
રાજા, નવાબો, બાદશાહો વગેરે સિંહાસનો, મુગટો, માળાઓ,બાજુબંધ વગેરે બનાવવા હીરા- મોતી અને રત્નોનો ઉપયોગ કરતા હતા.
ગુજરાતમાં મોતી કામનો વધુ ઉપયોગ થાય છે. અહી મોતીના તોરણો, માળાઓ, કળશ, ઘૂઘરા, પછીત, બારી, લગ્નના શ્રીફળ, ઈંઢોણી, પંખા, બળદ માટેના મોડિયા વગેરે ગૂંથીને મોતીમાંથી બનાવામાં આવે છે.
સમગ્ર દુનિયામાં ભારતનો સોના- ચાંદીના રંગીન મીનાકારીગરી કામનો અવ્વલ નંબર રહ્યો છે. સોના-ચાંદીની બનાવટો, માળા, હાર, વીંટી, કંગન, ચાવીઓના જુડા, વગેરેમાં લાલ, લીલા, વાદળી રંગોથી મીનાકારીકામ કરવામાં આવે છે. જયપુર, લખનૌ, દિલ્હી, વારાણસી, હૈદરાબાદ વગેરે જગ્યાએ આ કામના નિષ્ણાત કારીગરો વસ્યા છે.
ભારતની વણાટકલા અને હાથવણાટકાળા અંગે માહિતી આપો.
Hide | Showજવાબ :
રૂની પૂણીમાંથી તાંતણા ખેંચી તેમાં વળ ચઢાવી એક બીજાની પક્કડમાં જોડી લાંબો દોરો તૈયાર કરવાની કળાને કાંતણ કહે છે. ભારતની આઝાદીની ચળવળમાં ‘સ્વદેશી અપનાવો, સ્વાવલંબન બનો’ એ ગાંધીજીની ચળવળ જાણીતી છે. વણાટકલાને ગૃહઉદ્યોગનો દરજ્જો આપવામાં આવ્યો છે.
પ્રાચીન કાળથી ભારત વસ્ત્રવિધામાં જાણીતું છે. ભારતના કુશળ કારીગરો ઢાકાની મલમલમાંથી દીવાસળીની પેટીમાં સમાઈ જાય તથા વીંટી માંથી પસાર થઇ જાય તેવા રેશમી વસ્ત્રોનો તાકો અને સાડીઓ બનાવતા હતા.
કાશ્મીરના ગાલીચા, પાટણના પટોળા, કાંજીવરમ તેમજ બનારસી સાડીઓ, રાજસ્થાનની બાંધણીઓ જેવા હાથ વણાટના બેનમૂન હુન્નર એ ભારતની આગવી ઓળખ છે.
ગુજરાતમાં સોલંકી કાળના સુવર્ણકાળ દરમિયાન તે વખતની રાજધાની પાટણનગર( પાટણ) માં સાળવીઓ અહી આવીને વસ્યા હતા. તથા તેમના કૌશલ્યને કારણે પાટણના પટોળા જગવિખ્યાત બન્યા હતા.
પાટણનો આ હુન્નર ૮૫૦ વર્ષ કરતા પણ જૂનો છે. પાટણમાં બનતા આ રેશમી વસ્ત્રને ‘બેવડ- ઇક્ત’ (ઇક્ત વણાટ) તરીકે ઓળખવામાં આવે છે.
આ વસ્ત્રમાં બંને બાજુ એક જ ભાત દેખાય છે. જેથી તેને બંને બાજુ પહેરી શકાય છે. તથા તે ટકાઉ અને રંગ ન જતો હોવાથી કહેવત પણ પડી છે કે “ પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહી”
યોગ્ય જોડકા જોડો
1) જડતર કામ |
A સંખેડા |
2) જરીકામ |
B ખંભાત |
3) અકીક કામ |
C બિકાનેર |
4) લાકડાના હિંચકા | D સુરત |
Hide | Show
જવાબ :
1) - C
2) - D
૩) - B
4) - A
યોગ્ય જોડકા જોડો
1) પાટણના પટોળા | A) જયપુર |
2) મીનાકારીગરી | B) બેવડ ઇક્ત |
3) પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર | C) 21 જૂન |
4) વિશ્વ યોગ દિવસ | D) કુંભારનો ચાકડો |
Hide | Show
જવાબ :
1) - B
2) - A
3) - D
4) – C
યોગ્ય જોડકા જોડો
1) સંગીત રત્નાકર | A) પંડિત અહોબેલે |
2) સંગીત મકરંદ | B) નૃત્યકલા ના આદિદેવ |
3) સંગીત પારિજાત | C) પંડિત નારદ |
4) ભગવાન શિવ – નટરાજ | D) પંડિત સારંગદેવ |
Hide | Show
જવાબ :
1) - D
2) - C
3) - A
4) – B
યોગ્ય જોડકા જોડો
1) ભૌતિક વારસો | A) કૌશલ્યથી સર્જન કરવું |
2) સંસ્કૃતિક વારસો | B) માં-બાપના લક્ષણો |
3) જૈવિક વારસો | C) માં-બાપની સંપતિ |
4) નૃત્ય કલા | D) ચોસઠ કલામાં ગણતરી |
Hide | Show
જવાબ :
1) - C
2) - A
3) - B
4) – D
યોગ્ય જોડકા જોડો
1) માટીકામની કલા | A) સુરત |
2) ધાતુકામની કલા | B) માટીના હાંડલા, ચુલા, કોડિયા, ઘડા |
3) જરી કામ | C) ઢાકાની મલમલ |
4) વણાટ કામ | D) આભૂષનો, ઓજારો, મૂર્તિઓ |
Hide | Show
જવાબ :
1) - B
2) - D
3) - A
4) – C
આ પ્રકરણમાં રાસાયણિક પ્રક્રિયાની સમજૂતી, રાસાયણિક સમીકરણ કેવી રીતે લખવું, સમતોલિત રાસાયણિક સમીકરણ કોને કહેવાય,રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર, વિઘટન પ્રક્રિયા, વિસ્થાપન પ્રક્રિયા, દ્વિ-વિસ્થાપન પ્રક્રિયા, રોજિંદા જીવનમાં જોવા મળતી ઓક્સિડેસન પ્રક્રિયાઓની અસર અને ખોરાપણું નો સમાવેશ થાય છે.
આ પ્રકરણને લગતા વિવિધ એનિમેશન વિડીયો, હેતુલક્ષી પ્રશ્નો, ટૂંકા પ્રશ્નો, લાંબા પ્રશ્નો, પરિક્ષામાં પુછાઈ ગયેલા પ્રશ્નો તેમજ પરિક્ષામાં પુછાઈ શકે તેવા અનેક મુદ્દાસર પ્રશ્નો જોવા અમારી વેબસાઈટ પર રજીસ્ટર થાઓ અથવા અમારી App ફ્રી માં ડાઉનલોડ કરો.
The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.
The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.
For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.