GSEB Solutions for ધોરણ ૧૦ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

પ્રકાશ પરાવર્તનના નિયમો લખો.

Hide | Show

જવાબ : •    આપાતકોણ અને પરાવર્તનકોણ સમાન હોય છે. 
•    આપાતકિરણ, અને અરીસાના આપાતબિંદુએ સપાટીને દોરેલ લંબ અને પરાવર્તીત કિરણ બધા એક જ સમતલમાં હોય છે.


વ્યાખ્યા આપો : અરીસાનું ધ્રુવ.

Hide | Show

જવાબ : ગોળીય અરીસાની પરાવર્તક સપાટીના કેન્દ્રને અરીસાનું ધ્રુવ કહે છે.


વ્યાખ્યા આપો: વક્રતાકેન્દ્ર

Hide | Show

જવાબ : ગોળીય અરીસાની પરાવર્તક સપાટી એક ગોળાનો ભાગ છે. આ ગોળાને કેન્દ્ર હોય છે. આ કેન્દ્રને ગોળીય અરીસાનું વક્રતાકેન્દ્ર કહે છે.


વ્યાખ્યા આપો: વક્રતાત્રિજ્યા.

Hide | Show

જવાબ : ગોળીય અરીસાની પરાવર્તક સપાટી જે ગોળાનો ભાગ છે તેની ત્રિજ્યાને અરીસાની વક્રતાત્રિજ્યા કહે છે.


મુખ્ય-અક્ષ એટલે શું?

Hide | Show

જવાબ : ગોળીય અરીસાના ધ્રુવ અને વક્રતાકેન્દ્રમાંથી પસાર થતી કાલ્પનિક રેખાને અરીસાનું મુખ્ય-અક્ષ કહેવાય છે. મુખ્ય-અક્ષ અરીસાના ધ્રુવ પાસે અરીસાને લંબ હોય છે.


વ્યાખ્યા આપો: કેન્દ્રલંબાઈ

Hide | Show

જવાબ : ગોળીય અરીસાના ધ્રુવ અને મુખ્યકેન્દ્ર વચ્ચેના અંતરને કેન્દ્રલંબાઈ કહે છે. તેને f સંજ્ઞા વડે દર્શાવાય છે.


દર્પણમુખ કોને કહે છે?

Hide | Show

જવાબ : ગોળીય અરીસાની પરાવર્તક સપાટીની વર્તુળાકાર સીમારેખાના વ્યાસને દર્પણમુખ કહે છે.


એવા અરીસાનું નામ આપો જે વસ્તુનું સીધું અથવા વિવર્ધિત પ્રતિબિંબ આપે.

Hide | Show

જવાબ : અંતર્ગોળ અરીસો.


આપણે વાહનોના સાઈડ મિરર તરીકે બહિર્ગોળ અરીસાને કેમ પસંદ કરીએ છીએ?

Hide | Show

જવાબ : બહિર્ગોળ અરીસા દ્વારા હંમેશા વસ્તુનું ચત્તું પ્રતિબિંબ રચાય છે. પ્રતિબિંબો નાના અને કેન્દ્ર લંબાઈથી ઓછા અંતરે રચાય છે. બહિર્ગોળ અરીસો બહારની તરફ વક્રાકાર હોવાથી દ્રષ્ટીક્ષેત્રો પણ વિશાળ મળે છે. તેથી પાછળનો બહુ મોટો વિસ્તાર સારી રીતે અને સ્પષ્ટ જોઈ શકાય છે. જે સમતલ અરીસામાં શક્ય નથી. તેથી આપણે વાહનોના સાઈડ મિરર તરીકે બહિર્ગોળ અરીસાને પસંદ કરીએ છીએ. 


પ્રકાશ એટલે શું?

Hide | Show

જવાબ : આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય તરંગોને પ્રકાશ કહે છે.


પ્રકાશનું પરાવર્તન એટલે શું?

Hide | Show

જવાબ : પ્રકાશનું કોઈ સપાટી પરથી તે જ માધ્યમમાં પાછા ફેંકાવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે.


પ્રકાશ કિરણ સમતલ અરીસા પર લંબરૂપે આપાત થાય ત્યારે આપાતકોણ અને પરાવર્તનકોણ કેટલો થશે?

Hide | Show

જવાબ : પ્રકાશ કિરણ સમતલ અરીસા પર લંબરૂપે આપાત થાય ત્યારે આપાતકોણ 0 ડિગ્રી અને પરાવર્તનકોણ પણ  0 ડિગ્રી થશે.


સમતલ અરીસામાં અને સિનેમા સ્ક્રીન પર કયા પ્રકારના પ્રતિબિંબ રચાય છે?

Locked Answer

જવાબ : સમતલ અરીસામાં આભાસી પ્રતિબિંબ અને સિનેમા સ્ક્રીન પર વાસ્તવિક પ્રતિબિંબ રચાય છે.


સમતલ અરીસાની સામે 10 સે.મી. દુર રાખેલ વસ્તુ અને તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલું થશે?

Locked Answer

જવાબ : સમતલ અરીસાની સામે 10 સે.મી. દુર રાખેલ વસ્તુ અને તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર 20 સે.મી. થશે.


પ્રકાશના કયા ગુણધર્મને લીધે પ્રકાશકિરણ અને પડદા વચ્ચે બોલ રાખતા બોલનો પડછાયો રચાય છે.

Locked Answer

જવાબ : પ્રકાશના ગુણધર્મ : પ્રકાશ કિરણ સીધી રેખામાં ગતિ કરે છે. અને તેને લીધે પ્રકાશકિરણ અને પડદા વચ્ચે બોલ રાખતા બોલનો પડછાયો રચાય છે.


તમારા ફોટોગ્રાફ અને અરીસામાં પડતા ચહેરાના પ્રતિબિંબમાં શું ભેદ હોય છે?

Locked Answer

જવાબ : ફોટોગ્રાફમાં બાજુઓ પાશ્વીય રીતે ઉલટાતી નથી જયારે અરીસામાં પડતા પ્રતિબિંબમાં ચહેરાની ડાબી જમણી બાજુ ઉલટાયેલી હોય છે.


કયા અરીસામાં કેન્દ્ર લંબાઈ +15 સે.મી. મળે છે?

Locked Answer

જવાબ : બહિર્ગોળ અરીસામાં કેન્દ્ર લંબાઈ +15 સે.મી. મળે છે.


કયા અરીસામાં પ્રતિબિંબ અંતર હંમેશા ધન હોય છે?

Locked Answer

જવાબ : બહિર્ગોળ અરીસામાં પ્રતિબિંબ અંતર હંમેશા ધન હોય છે.


અરીસાનું સૂત્ર એટલે શું?

Locked Answer

જવાબ : અરીસાના વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર, અને કેન્દ્ર લંબાઈના સંબંધને સાંકળતા સુત્રને અરીસાનું સૂત્ર કહે છે.


અરીસાનું સૂત્ર લખો.

Locked Answer

જવાબ : 1/u +1/v = 1/f


ગોળીય અરીસા માટે મોટવણી ઋણ મળે તે શું સૂચવે છે?

Locked Answer

જવાબ : મોટવણીના મૂલ્યમાં રહેલા ઋણ ચિન્હથી પ્રતિબિંબ વાસ્તવિક છે એટલે કે અરીસાની આગળ છે તેમ જાણી શકાય છે.


હવામાં ગતિ કરતુ પ્રકાશનું કિરણ પાણીમાં ત્રાંસુ પ્રવેશે છે? શું પ્રકાશનું કિરણ લંબ તરફ વાંકુ વળશે કે લંબથી દુર જશે? કેમ?

Locked Answer

જવાબ : હવા કરતા પાણી પ્રકાશીય ઘટ્ટ માધ્યમમાં છે તેથી પ્રકાશનું કિરણ પાણીમાં ત્રાંસુ પ્રવેશે છે ત્યારે લંબ તરફ વાંકુ વળશે.


‘હીરાનો વક્રીભવનાંક 2.42 છે.’ આ કથનનો શું અર્થ થાય?

Locked Answer

જવાબ : હીરાનો વક્રીભવનાંક = શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ / હીરામાં પ્રકાશનો વેગ= 2.42 તેથી એવું કહી શકાય કે હવામાં પ્રકાશના વેગ અને હીરામાં પ્રકાશના વેગનો ગુણોત્તર 2.42 છે.


વક્રીભવનાંકનો એકમ શું છે?

Locked Answer

જવાબ : વક્રીભવનાંકનો કોઈ એકમ નથી.


કયા માધ્યમમાં પ્રકાશનો વેગ વધુ હશે? કાચ કે હવા?

Locked Answer

જવાબ : હવામાં પ્રકાશનો વેગ વધુ હશે.


લેન્સનો પાવર એટલે શું સમજાવો. તેના સૂત્ર અને એકમ લખો.

Locked Answer

જવાબ :

  • લેન્સની અભિસરણ કે અપસણની ક્ષમતાનો આધાર તેની કેન્દ્રલંબાઈ પર છે.
  • દા.ત- ટૂંકી કેન્દ્રલંબાઈનો બહિર્ગોળ લેન્સ પ્રકાશના કિરણોને મોટા કોણે વાંકા વાળે છે અને તેમને પ્રકાશીય કેન્દ્રની નજીક કેન્દ્રિત કરે છે. ટૂંકી કેન્દ્રલંબાઈનો અંતર્ગોળ લેન્સ, મોટી કેન્દ્રલંબાઈના લેન્સ કરતા વધારે અપસરણ કરે છે. પ્રકાશના કિરણોના અભિસરણ કે અપસરણનું પ્રમાણ લેન્સના પાવરના સ્વરૂપમાં દર્શાવામાં આવે છે.
  • લેન્સની કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સના પાવર વડે વ્યાખ્યાયિત કરવામાં આવે છે.
  • તેને મૂળાક્ષર ‘P’ વડે દર્શાવામાં આવે છે.
  • f કેન્દ્ર લંબાઈ ધરાવતા લેન્સનો પાવર P = 1/f
  • લેન્સના પવારની SI(એસ આઈ) એકમડાયોપ્ટર છે. તેને મૂળાક્ષર D વડે દર્શાવામાં આવે છે.
  • જો f ને મીટરમાં દર્શાવવામાં આવે તો પાવરને ડાયોપ્ટરમાં દર્શાવામાં આવે છે. આમ, એક ડાયોપ્ટર એ લેન્સનો પાવર છે કે જેની કેન્દ્ર લંબાઈ એક મીટર હોય.
  • 1 ડાયોપ્ટર = 1m-1 
  • બહિર્ગોળ લેન્સનો પાવર ધન અને અંતર્ગોળ લેન્સનો પાવર ઋણ હોય છે.


લેન્સની મોટવણી એટલે શું?તેનું સૂત્ર જણાવો.

Locked Answer

જવાબ :

  • લેન્સ દ્વારા મળતી મોટવણી તથા પ્રતિબિંબની ઉંચાઈ અને વસ્તુની ઉંચાઈના ગુણોત્તર વડે વ્યાખ્યાયિત કરવામાં આવે છે.
  • તેને મૂળાક્ષર m દ્વારા દર્શાવામાં આવે છે.
  • જો વસ્તુની ઉંચાઈ h અને લેન્સ વડે મળતા પ્રતિબિંબની ઉંચાઈ h’ હોય તો, લેન્સ દ્વારા મળતી મોટવણી (m) = પ્રતિબિંબની ઉંચાઈ/ વસ્તુની ઉંચાઈ =h’/h
  • લેન્સની મોટવણી વસ્તુ અંતર u અને પ્રતિબિંબ v સાથે સંબંધિત છે. આ સંબંધ નીચે મુજબ આપવામાં આવે છે.
  • મોટવણી (m) = h’/h = v/u


ગોળીય લેન્સ માટે સંજ્ઞા પ્રણાલી આકૃતિ સાથે સમજાવો.

Locked Answer

જવાબ :

  • તમામ અંતરોને લેન્સના પ્રકાશીયકેન્દ્ર પાસેથી માપવામાં આવે આવે છે. તેવું સ્વીકારી અંતરો માટે સંજ્ઞાના નિયમો આપવા.
  • સંજ્ઞા પ્રણાલી પ્રમાણે બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ધન અને અંતર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ ઋણ છે.
  • O થી આપાત પ્રકાશકિરણની દિશામાં ધન અને વિરુદ્ધ દિશામાં ઋણ અંતર ગણાય છે.
  • વસ્તુ અંતર u હંમેશા ઋણ હોય છે.
  • પ્રતિબિંબ અંતર v એ ઓપ્ટીકલકેન્દ્રથી આપાત પ્રકાશકિરણની દિશામાં ધન અને વિરુદ્ધ દિશામાં ઋણ લેવાય છે.
  • મુખ્ય અક્ષની ઉપર તરફની દિશા ધન માપન અને નીચે તરફની દિશા ઋણ માપન થાય છે.
  • વસ્તુની ઉંચાઈ h હંમેશા ધન અને h’ ધન કે ઋણ હોઈ શકે.


લેન્સ માટેના નીચેના પદો સમજાવો.

Locked Answer

જવાબ :

  1. વક્રતાકેન્દ્ર: બહિર્ગોળ અથવા અંતર્ગોળ લેન્સને બે વક્રસપાટીઓ હોય છે. આ દરેક વક્રસપાટી ગોળાનો જ એક ભાગ હોય છે. આ ગોળાઓના કેન્દ્રોને લેન્સના વક્રતાકેન્દ્રો કહે છે. સામાન્ય રીતે લેન્સના વક્રતાકેન્દ્રને ‘C’ વડે દર્શાવવામાં આવે છે.
  2. મુખ્યઅક્ષ: લેન્સના બંને વક્રતાકેન્દ્રોમાંથી પસાર થતી કાલ્પનિક રેખાને તેની મુખ્ય-અક્ષ કહે છે. સામાન્ય રીતે C1C2 મુખ્યઅક્ષ વડે દર્શાવાય છે.
  3. પ્રકાશીય બિંદુ: લેન્સના કેન્દ્રને તેનું પ્રકાશીય બિંદુ કહે છે. પ્રકાશીય બિંદુને સામાન્ય રીતે ‘O’ વડે દર્શાવાય છે.
  4. લેન્સનું મુખ: વક્રાકાર લેન્સની બાહ્ય સપાટીના અસરકારક વ્યાસને લેન્સનું મુખ કહે છે. જે લેન્સનું મુખ તેની વક્રતાત્રિજ્યા કરતા ઘણું નાનું હોય છે, તેને નાના એપર્ચરવાળા લેન્સ કહે છે.
  5. બહિર્ગોળ લેન્સને સૂર્યપ્રકાશમાં રાખીને કાગળ પર પ્રકાશકિરણ કેન્દ્રિત કરતા બિંદુવત પ્રતિબિંબ મળે છે. થોડા સમયમાં કાગળમાંથી ધુમાડા નીકળે છે. અને તે સળગી જાય છે. અહી લેન્સ અને બિંદુવત વચ્ચેનું અંતર કેન્દ્ર લંબાઈ છે. બિંદુવત પ્રતિબિંબનું સ્થાન મુખ્ય કેન્દ્ર છે.
  6. મુખ્યકેન્દ્ર: બહિર્ગોળ લેન્સના મુખ્ય-અક્ષને સમાંતર પ્રકાશ કિરણો વક્રીભવન અને અભિસરણ પામી એક બિંદુએ કેન્દ્રિત થાય છે. મુખ્ય-અક્ષ પરના આ બિંદુને લેન્સનું મુખ્ય-કેન્દ્ર કહે છે.

 

અંતર્ગોળ લેન્સના મુખ્ય-કેન્દ્રને સમાંતર પ્રકાશ કિરણો લેન્સમાંથી વક્રીભવન પામી મુખ્ય અક્ષના કોઈ એક બિંદુમાંથીઅક્ષરણ પામતા હોય તેવો ભાસ થાય છે. આ બિંદુને અંતર્ગોળ લેન્સનું મુખ્યકેન્દ્ર કહે છે. મુખ્યકેન્દ્રને f વડે દર્શાવાય છે. લેન્સને બે મુખ્યકેન્દ્રો f1 અને f2 હોય છે.

 

  1. કેન્દ્રલંબાઈ: પ્રકાશીયબિંદુથી મુખ્યકેન્દ્ર સુધીના અંતરને લેન્સની કેન્દ્રલંબાઈ કહે છે. કેન્દ્રલંબાઈને દર્શાવવા f નો ઉપયોગ થાય છે


વક્રીભવનાંક એટલે શું? માધ્યમોની સાપેક્ષ વક્રીભવનાંક ને માધ્યમોની નિરપેક્ષ વક્રીભવનાંક, જરૂરી સુત્રો, ઉદાહરણ અને આકૃતિ સાથે સમજાવો.

Locked Answer

જવાબ :

  • જયારે પ્રકાશનું ત્રાંસુ કિરણ એક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશ કરે છે ત્યારે બીજા મધ્યમમાં તે પોતાની દિશા બદલે છે.
  • આપેલ કોઈ બે માધ્યમોની જોડ માટે થતા દિશાના પરિવર્તનને વક્રીભવનાંક સ્વરૂપે રજૂ કરવામાં આવે છે.
  • સાઈન i/ સાઈન r = અચળ. અહીં, અચળાંક વક્રીભવનાંક દર્શાવે છે.
  • વક્રીભવનાંક જુદા જુદા માધ્યમોમાં પ્રકાશના પ્રસરણ દરમિયાન મળતા સાપેક્ષ વેગને સાંકળતી મહત્વપૂર્ણ ભૌતિક રાશી છે.
  • જુદા-જુદા માધ્યમોમાં પ્રકાશ જુદી-જુદી ઝડપે પ્રસરણ પામે છે.
  • પ્રકાશ શૂન્યાવકાશમાં સૌથી વધુ ૩* 108 મીટર પ્રતિ સેકન્ડ (m/s) ની ઝડપે ગતિ કરે છે.
  • હવામાં પ્રકાશની ઝડપ શૂન્યાવકાશની સાપેક્ષે સહેજ ઓછી હોય છે. જયારે કાચ કે પાણીમાં તે નોંધપાત્ર રીતે ઘટે છે.
  • આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પ્રકાશના એક કિરણનો વિચાર કરો,કે જે માધ્યમ એક થી મધ્યમ બે માં ગતિ કરી રહ્યું છે. ધારોકે, માધ્યમ એકમાં પ્રકાશનો વેગ V1 તથા મધ્યમ બેમાં V2 છે. માધ્યમ બેનો માધ્યમ એકની સાપેક્ષે વક્રીભવનાંક માધ્યમ એકમાં પ્રકાશના વેગ તથા માધ્યમ બેમાં પ્રકાશના વેગના ગુણોત્તર દ્વારા રજુ કરવામાં આવે છે.

 

n21 =  માધ્યમ-1માં પ્રકાશનો વેગ / માધ્યમ-2માં પ્રકાશનો વેગ = v1 / v2

 

  • જો માધ્યમ એક શૂન્યાવકાશ કે હવા હોય તો માધ્યમ બેનો વક્રીભવનાંક શૂન્યાવકાશની સાપેક્ષે લેવામાં આવે છે. જેને માધ્યમનો નિર્પેક્ષ વક્રીભવનાંક કહે છે. જે ફક્ત n21 વડે દર્શાવાય છે.
  • જો હવામાં પ્રકાશની ઝડપ c હોય અને મધ્યમમાં ઝડપ v હોય તો,  માધ્યમનો વક્રીભવનાંક nm નીચે પ્રમાણે આપી શકાય.

nm = હવામાં પ્રકાશનો વેગ / માધ્યમમાં પ્રકાશનો વેગ

     = c / v

  • માધ્યમના નિરપેક્ષ વક્રીભવનાંકને ફક્ત વક્રીભવનાંક કહે છે.
  • પાણીનો વક્રીભવનાંક 1.૩૩ છે. જેનો અર્થ એ થયો કે, હવામાં પ્રકાશના વેગ તથા પાણીમાં પ્રકાશના વેગનો ગુણોત્તર 1.૩૩ છે.


પ્રકાશના વક્રીભવનના નિયમો સમજાવો.

Locked Answer

જવાબ :

  1. આપાતકિરણ, વક્રીભૂતકિરણ અને બે માધ્યમોને છુટી પાડતી સપાટી પર આપાતબિંદુએ દોરેલો લંબ એક જ સમતલમાં હોય છે.
  2. પ્રકાશના આપેલ રંગ તથા આપેલ માધ્યમોની જોડ માટે આપાતકોણના સાઈન(sin) અને વક્રીભૂતકોણના સાઈન(sin)નો ગુણોત્તર અચળ રહે છે. આ નિયમ સ્નેલના નિયમ તરીકે ઓળખાય છે.

જો આપાતકોણ i અને વક્રીભૂતકોણ r હોય તો, Sin i/ Sin r = અચળ. અચળ મૂલ્યને પ્રથમ માધ્યમની સપેક્ષે બીજા માધ્યમનો વક્રીભવનાંક કહે છે.


કાચના લંબઘન વડે પ્રકાશનું વક્રીભવન આકૃતિ સાથે સમજાવો.

Locked Answer

જવાબ :

  • ચાર એક સમાન ડ્રોઈંગ બોર્ડ પર ડ્રોઈંગ પિનની  મદદથી એક સફેદ કાગળની સીટ લગાવો.
  • સીટ પર મધ્યમાં એક લંબઘન ચોસલાને મુકો.
  • પેન્સિલથી સ્લેબની સીમાઓ દોરો અને તેને  A,B,C,D  નામ આપવા.
  • ચાર એક સમાન ટાંકણી લેવી.
  • બે ટાંકણીઓ ધારોકે E તથા F ઉર્ધ્વ સમતલમાં એવી રીતે લગાવો કે જેથી તેમને જોડતી રેખા સપાટી AB સાથે કોઈ ખૂણો બનાવે.
  • ટાંકણીઓ E તથા F ના પ્રતિબિંબોને વિરુદ્ધ સપાટી પરથી જુઓ.
  • બીજી બે ટાંકણીઓ ધારોકે G તથા H ને એવી રીતે લગાવો કે જેથી આ ટાંકણીઓ તથા E અને F ના પ્રતિબિંબ એક સીધી રેખા પર આવેલા હોય.
  • ટાંકણીઓ તથા સ્લેબને દુર કરો. ટાંકણીઓ E તથા F ની અણીઓના સ્થાનને જોડીને રેખાને AB સુધી લંબાવો.
  • ધારોકે EF, AB ને બિંદુ O પાસે મળે છે. આજ રીતે ટાંકણીઓ G તથા H ની અણીઓના સ્થાન ને જોડો અને મળતી રેખાને સપાટી CD સુધી લંબાવો.
  • ધારોકે HG, CD ને O’ પાસે મળે છે.
  • O તથા O’ ને જોડો.
  • EF ને પણ P સુધી લંબાવો. જે આકૃતિમાં ત્રુટક રેખા વડે દર્શાવેલ છે.
  • પ્રકાશનું કિરણબિંદુ O તથા O’ પાસે પોતાની દિશા બદલે છે. જે પારદર્શી માધ્યમોને છુટા પાડતી સપાટીઓના બિંદુઓ છે.
  • AB ના બિંદુ O પાસે એક લંબ N અને N’ દોરો. તથા CD ના બિંદુ O પર બીજો લંબ M અને M’ દોરો.
  • બિંદુ O પાસે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં એટલે કે હવામાંથી કાચમાં પ્રવેશે છે.
  • આ કિરણ લંબ તરફ વાંકુ વળે છે. બિંદુ O’ પાસે પ્રકાશનું કિરણ કાચથી હવામાં એટલે કે ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પ્રવેશે છે.
  • અહી પ્રકાશનું કિરણ લંબથી દૂર જાય છે.
  • બંને પરાવર્તક સપાટીઓ AB અને CD પાસે આપાતકોણ તથા વક્રીભવનકોણના મૂલ્યની સરખામણી કરો.
  • આકૃતિમાં EO આપાત કિરણ છે, OO’ વક્રીભૂત કિરણ છે તથા O’H નિર્ગમન કિરણ છે.
  • નિર્ગમન કિરણ એ આપાત કિરણની દિશાને સમાંતર છે.
  • કાચના લંબઘન સ્લેબની સામસામેની સપાટીઓ AB તથા CD પર પ્રકાશના કિરણના વાંકા વળવાની હદ સમાન અને વિરુદ્ધ હોય છે.
  • આ જ કારણસર નિર્ગમન કિરણ આપાતકિરણને સમાંતર હોય છે. જોકે પ્રકાશનું કિરણ થોડું બહારની તરફ ખસે છે.
  • જો પ્રકાશનું કિરણ બે માધ્યમોને છુટા પાડતી સપાટી પર લંબ રૂપે આપાત થાય તો તેનું વક્રીભવન થતું નથી.
  • પ્રકાશના એક પારદર્શક મધ્યમમાંથી બીજા પારદર્શક મધ્યમાં પ્રવેશ કરતી વખતે તેના વેગમાં થતા ફેરફારને કારણે વક્રીભવનની ઘટના બને છે.

પ્રયોગો દર્શાવે છે કે પ્રકાશનું વક્રીભવન નિશ્ચિત નિયમોને આધીન થાય છે.


ગોળીય અરીસા માટે મોટવણી એટલે શું? અને તે શોધવા માટેના જરૂરી સુત્રો જણાવો.

Hide | Show

જવાબ : મોટવણી:

  • ગોળીય અરીસા દ્વારા મળતી મોટવણી એવું સાપેક્ષ અંતર છે કે જેના વડે કોઈ વસ્તુનું પ્રતિબિંબ વસ્તુની સાપેક્ષની સાઈઝની સાપેક્ષે કેટલાગણું વિવર્ધિત છે તે જાણી શકાય છે.
  • તેને પ્રતિબિંબની ઉંચાઈ અને વસ્તુની ઉંચાઈના ગુણોત્તર રૂપે રજૂ કરી શકાય છે.
  • જો વસ્તુની ઉંચાઈ h હોય તથા પ્રતિબિંબની ઉંચાઈ h’(એચ-ડેસ) હોય તો ગોળીય અરીસા દ્વારા મળતી મોટવણી નીચે પ્રમાણે દર્શાવી શકાય.
  • m = પ્રતિબિંબની ઉંચાઈ h’(એચ-ડેસ) / વસ્તુની ઉંચાઈ h.
  • એટલે કે, m = h’(એચ-ડેસ) / h
  • મોટવણી m ને વસ્તુ અંતર u તથા પ્રતિબિંબ અંતર v સાથે પણ સાંકળી શકાય.
  • જેના મુજબ તેના સુત્રને નીચે પ્રમાણે લખી શકાય.
  • મોટવણી (m) = h’(એચ-ડેસ) / h = -v/u
  • વસ્તુની ઉંચાઈ ધન લેવામાં આવે છે. કારણ કે, મોટાભાગે વસ્તુની ઉપર રાખવામાં આવે છે. આભાસી પ્રતિબિંબો માટે પ્રતિબિંબની ઉંચાઈ ધન લેવી પડે જયારે વાસ્તવિક પ્રતિબિંબો માટે તે ઋણ લેવામાં આવે છે.
  • મોટવણીના મૂલ્યમાં રહેલા ઋણ ચિહ્નથી પ્રતિબિંબ વાસ્તવિક છે તે જાણી શકાય છે.
  • મોટવણીના મૂલ્યમાં ધન ચિહ્ન દર્શાવે છે કે તે પ્રતિબિંબ આભાસી છે.


કાર્તેઝિયન સંજ્ઞા પદ્ધતિ આકૃતિ સાથે જણાવો.

Hide | Show

જવાબ :

  • વસ્તુ હંમેશા અરીસાની ડાબી બાજુ રાખવામાં આવે છે. એનો અર્થ એ થયો કે વસ્તુ પરથી આવતો પ્રકાશ અરીસા પર ડાબી બાજુથી આપાત થાય છે. બધા જ અંતરો અરીસાના ધ્રુવથી મુખ્ય-અક્ષને સમાંતર માપવામાં આવે છે.
  • ઉગમબિંદુથી જમણી બાજુમાં માપેલ બધા જ અંતરો ધન અને  ઉગમબિંદુથી ડાબી બાજુ માપેલ બધા જ અંતરો ઋણ ગણવામાં આવે છે.
  • મુખ્ય અક્ષને લંબરૂપે ઉપરની તરફ માપેલ ઉંચાઈ ધન લેવામાં આવે છે.
  • મુખ્ય અક્ષને લંબરૂપે નીચેની તરફ માપેલ ઉંચાઈ ઋણ લેવામાં આવે છે.


બહિર્ગોળ અરીસાના ઉપયોગો જણાવો.

Hide | Show

જવાબ :

  • બહિર્ગોળ અરીસાનો ઉપયોગ સામાન્ય રીતે વાહનોમાં સાઈડ મિરર તરીકે કરવામાં આવે છે. આવા અરીસાઓ વાહનની સાઈડ પર લગાવામાં આવે છે. જેથી, ડ્રાઈવર તેની પાછળ આવતા ટ્રાફિકને જોઈ શકે છે, જેથી સુરક્ષિત રીતે પોતાનું વહન ચલાવી શકે.
  • બહિર્ગોળ અરીસાઓ પસંદ કરવામાં આવે છે કારણ કે, તેમના દ્વારા મળતા પ્રતિબિંબ સીધા ચત્તા હોય છે. જો કે તે પ્રતિબિંબો નાના હોય છે. સાથે સાથે તેમના દ્રષ્ટિ ક્ષેત્રો પણ વિશાળ મળે છે. કારણ કે તેઓ બહારની તરફ વક્રાકાર હોય છે. તેથી સમતલ અરીસાની સરખામણીમાં બહિર્ગોળ અરીસા ડ્રાઈવરને તેની પાછળનો બહુ મોટો વિસ્તાર દર્શાવી શકે છે.
  • દુકાનની સીક્યૂરીટી માટે, મોટા શોપિંગ સેન્ટરોના વળાંકવાળા પ્રવેશદ્વાર પર મોટી સાઈઝના બહિર્ગોળ અરીસા ગોઠવવામાં આવે છે. જેથી દુકાનદાર દુકાન પર રહેલા લોકો પર નજર રાખી શકે છે. તથા શોપિંગ સેન્ટરોના પ્રવેશદ્વારમાં જતા આવતા વાહનો સરળતાથી જોઈ શકે છે.


અંતર્ગોળ અરીસાના ઉપયોગો જણાવો.

Hide | Show

જવાબ :

  • અંતર્ગોળ અરીસાનો ઉપયોગ સામાન્ય રીતે ટોર્ચ, સર્ચ લાઈટ તથા વાહનોની હેડલાઈટમાં પ્રકાશના શક્તિશાળી સમાંતર કિરણબિંબ મેળવવા માટે થાય છે.
  • કેટલીક વાર તેમનો ઉપયોગ દાઢી કરવાના અરીસા તરીકે, ચહેરાનું મોટું આભાસી,ચત્તું પ્રતિબિંબ જોવા માટે કરવામાં આવે છે.
  • દાંતના ડોકટરો અંતર્ગોળ અરીસાનો ઉપયોગ દર્દીઓના દાંતનું મોટું પ્રતિબિંબ જોવા માટે કરે છે.
  • સૌર ભઠ્ઠીઓમાં સૂર્ય પ્રકાશને કેન્દ્રિત કરવા માટે મોટા અંતર્ગોળ અરીસાઓનો ઉપયોગ થાય છે.


અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબો જણાવો.

Hide | Show

જવાબ : ૧) અંતર્ગોળ અરીસા સામે વસ્તુને અનંત અંતરે રાખતા :

પ્રતિબિંબનું સ્થાન - મુખ્ય કેન્દ્ર F પર, તેનું કદ ખુબ જ નાનું, અને તેનો પ્રકાર વાસ્તવિક અને ઉલટો મળે છે.

૨) અંતર્ગોળ અરીસા સામે વસ્તુને વક્રતાકેન્દ્ર Cથી થોડે દુર રાખતા મળતા પ્રતિબિંબનું સ્થાન, કદ, અને કિરણાકૃતિ :

પ્રતિબિંબનું સ્થાન મુખ્ય કેન્દ્ર F અને વક્રતાકેન્દ્ર C ની વચ્ચે, કદ નાનું , પ્રકાર વાસ્તવિક અને ઉલટું મળે છે.

૩) અંતર્ગોળ અરીસા સામે વસ્તુને વક્રતાકેન્દ્ર C પર રાખતા મળતા પ્રતિબિંબનું સ્થાન:

વક્રતાકેન્દ્ર C પર કદ વસ્તુ જેટલું, પ્રકાર વાસ્તવિક અને ઉલટું મળે છે.

૪) અંતર્ગોળ અરીસા સામે વસ્તુને વક્રતાકેન્દ્ર C અને મુખ્ય કેન્દ્ર F ની વચ્ચે રાખતા:

પ્રતિબિંબનું સ્થાન વક્રતા કેન્દ્ર C થી દુર, કદ વિવર્ધિત અને મોટું, પ્રકાર વાસ્તવિક અને ઉલટું મળે છે.

૫) અંતર્ગોળ અરીસા સામે વસ્તુને મુખ્ય કેન્દ્ર F પર રાખતા:

પ્રતિબિંબનું સ્થાન અનંત અંતરે, કદ ખુબ જ વિવાર્ધિત, પ્રકાર વાસ્તવિક અને ઉલટું મળે છે.

૬) અંતર્ગોળ અરીસા સામે વસ્તુને મુખ્ય કેન્દ્ર F અને ધ્રુવ P ની વચ્ચે રાખતા:

પ્રતિબિંબનું સ્થાન અરીસાની પાછળ, કદ વિવર્ધિત મોટું, પ્રકાર આભાસી અને ચત્તું મળે છે.


ગોળીય અરીસા માટે નીચેના પદો વ્યાખ્યાયિત કરો.

Hide | Show

જવાબ : ૧) અરીસાનું ધ્રુવ :

  • ગોળીય અરીસાની પરવર્તીય સપાટીના કેન્દ્રને અરીસાનું ધ્રુવ કહે છે.
  • ધ્રુવ અરીસાના પૃષ્ઠ પર આવેલા હોય છે.
  • ધ્રુવને સામાન્ય રીતે P અક્ષર વડે દર્શાવામાં આવે છે.
૨) વક્રતાકેન્દ્ર  :

  • ગોળીય અરીસાની પરાવર્તક સપાટી એક ગોળાનો ભાગ છે. આ ગોળાને કેન્દ્ર હોય છે. આ કેન્દ્રને ગોળીય અરીસાનું વક્રતાકેન્દ્ર કહે છે.
  • વક્રતાકેન્દ્ર C અક્ષર વડે દર્શાવાય છે.
  • વક્રતાકેન્દ્ર એ અરીસાનો ભાગ નથી. તે પરાવર્તક સપાટીની બહાર આવેલું હોય છે.
  • અંતર્ગોળ અરીસામાં વક્રતાકેન્દ્ર પરાવર્તક સપાટીની આગળ તેમજ બહિર્ગોળ અરીસામાં વક્રતાકેન્દ્ર પરાવર્તક સપાટીની પાછળ આવેલું હોય છે.
૩) વક્રતાત્રિજ્યા:

  • ગોળીય અરીસાની પરાવર્તક સપાટી જે ગોળાનો ભાગ છે તેની ત્રિજ્યાને અરીસાની વક્રતાત્રિજ્યા કહે છે.
  • વક્રતાત્રિજ્યા R વડે દર્શાવાય છે.
  • અંતર PC વક્રતાત્રિજ્યા જેટલું છે.
૪) મુખ્યઅક્ષ :

  • ગોળીય અરીસાના ધ્રુવ અને વક્રતાકેન્દ્રમાંથી પસાર થતી કાલ્પનિક રેખાને અરીસાનું મુખ્ય-અક્ષ કહે છે.
  • મુખ્ય-અક્ષ અરીસાને ધ્રુવ પાસે અરીસાને લંબ હોય છે.


સમતલ અરીસા વડે રચતા પ્રતિબિંબની લાક્ષણિકતાઓ દર્શાવો.

Hide | Show

જવાબ :

  • સમતલ અરીસા દ્વારા મળતું પ્રતિબિંબ હંમેશા આભાસી અને ચત્તું હોય છે.
  • પ્રતિબિંબની સાઈઝ વસ્તુની સાઈઝ જેટલી હોય છે.
  • પ્રતિબિંબ અરીસાની પાછળ તેટલા જ અંતરે રચાય છે જેટલા અંતરે અરીસાની આગળ વસ્તુ રાખેલ હોય.
  • પ્રતિબિંબની બાજુઓ ઉલટાયેલી હોય છે.


પ્રકાશ પરાવર્તનના નિયમો સમજાવો.

Hide | Show

જવાબ :

  • આપાતકોણ અને પરાવર્તનકોણ સમાન હોય છે.
  • આપાત કિરણ, અરીસાના આપાતબિંદુએ સપાટીને દોરેલ   લંબ અને પરાવર્તિત કિરણ બધા એક જ સમતલમાં હોય છે.


There are No Content Availble For this Chapter

Download PDF

Take a Test

Choose your Test :

પ્રકાશ-પરાવર્તન અને વક્રીભવન

std 10 science book in gujarati pdf
પ્રકાશપરાવર્તન અને વક્રીભવન

Browse & Download GSEB Books For ધોરણ ૧૦ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.