LOADING . . .

GSEB Solutions for ધોરણ ૧૦ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

વિદ્યુત ભારની વ્યાખ્યા જણાવો. SI એકમ જણાવો.

Hide | Show

જવાબ : વિદ્યુતભાર એ દ્રવ્યમાનની માફક દ્રવ્યનો મૂળભૂત અને અંતર્ગત ગુણધર્મ છે. કુલંબ એ SI એકમ છે.


વિદ્યુતભારનો SI એકમ જણાવો અને તેની સંજ્ઞા જણાવો.

Hide | Show

જવાબ : કુલંબ , સંજ્ઞા – Q


મુક્ત ઈલેક્ટ્રોન એટલે શું?

Hide | Show

જવાબ : ધાતુના બંધારણ વખતે સંયોજકતા ઈલેક્ટ્રોન તેના વિદ્યુત પરમાણું માંથી મુક્ત થાય છે જેને મુક્ત ઈલેક્ટ્રોન કહે છે.


વિદ્યુત પરિપથ એટલે શું?

Hide | Show

જવાબ : વિદ્યુત પરિપથ એટલે વિદ્યુત પ્રવાહનો સતત અને બંધ માર્ગ.


કળ એટલે શું?

Hide | Show

જવાબ : કળ એ વિદ્યુત પરીપથના બીજા વિદ્યુત ઘટકો વચ્ચે વાહક કડી પૂરું પડતો એક ઘટક છે.


વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપો.

Hide | Show

જવાબ : નિશ્ચિત દિશામાં વિદ્યુત ભારના વહનનો સમયદર એ વિદ્યુત પ્રવાહ તરીકે ઓળખાય છે.


વિદ્યુત પ્રવાહના એકમને વ્યાખ્યાયિત કરો.

Hide | Show

જવાબ : જો વાહકના આડછેદ માંથી 1 સેકન્ડ માં એક કુલંબ વિદ્યુત ભારનો જથ્થો પસાર થતો હોય તો તે વાહક માંથી 1A વિદ્યુત પ્રવાહ પસાર થાય છે.


વિદ્યુત સ્થીતિમાનના તફાવતની વ્યાખ્યા આપો.

Hide | Show

જવાબ : એકમ ધન વિદ્યુત ભારને એક છેડેથી બીજા છેડે જવા માટે કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થીતિમાનનો તફાવત કહેવાય છે.


ઓહમ નો નિયમ લખો. (IMP)

Hide | Show

જવાબ : અચળ તાપમાને વાહક તાર માંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ તે વાહક તારના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થીતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે.


દ્રવ્યની અવરોધકતા કયા કયા પરિબળો ઉપર આધાર રાખે છે?

Hide | Show

જવાબ : દ્રવ્યની અવરોધકતા,
૧. દ્રવ્યની જાત / પ્રકાર
૨. દ્રવ્યના તાપમાન
૩. અમુક અંશે તેના પર લગતા દબાણ પર આધાર રાખે છે.


રોજબરોજના જીવનમાં વિદ્યુત પ્રવાહની તાપીય અસર ના બે ઉપયોગો જણાવો.

Hide | Show

જવાબ : ૧. વિદ્યુત બલ્બના ફિલામેન્ટ ને ગરમ કરી પ્રકાશ મેળવવા.
૨. વિદ્યુત ફ્યુઝમાં કે જેના વડે ઘરના વિદ્યુત જોડાણો અને વિદ્યુત ઉપકરણોને રક્ષણ મળે.


કોઈ વિદ્યુત બલ્બના ફિલામેન્ટ માંથી ૦.5A વિદ્યુત પ્રવાહ ૧૦ મિનીટ સુધી વહે     છે. તો પરિપથ માંથી પસાર થતો વિદ્યુત ભાર ગણો.
 

Hide | Show

જવાબ : I (આઈ)= ૦.5A
t = 10 mini.
  =10 * 60sec
  =600 sec
I = Q/t
Q = It
    = 0.5* 600
    = 300 C 


વિદ્યુત પ્રવાહ દ્વારા અપાતી ઉર્જાનો દર શેના દ્વારા નક્કી થાય છે?

Hide | Show

જવાબ : વિદ્યુત પ્રવાહ દ્વારા લોડ/ ઉપકરણ ને અપાતી વિદ્યુતઉર્જા નો દર પ્રાપ્તિ સ્થાનનો વિદ્યુત પાવર નક્કી કરે છે.


પરિપથમાં વિદ્યુત પ્રવાહ માપવા માટેના સાધનને શું કહે છે? અને તે કેવી રીતે પરિપથમાં જોડાશે?

Hide | Show

જવાબ : પરિપથમાં વિદ્યુતપ્રવાહ માપવા માટેના સાધનને અમીટર કહે છે. અમીટરને હંમેશા પરિપથમાં શ્રેણીમાં જોડવામાં આવે છે.


વિદ્યુતસ્થિતિમાનનો તફાવત શોધવા માટે કયું ઉપકરણ વપરાય છે? અને તેને પરિપથમાં કેવી રીતે જોડવામાં આવે છે?

Locked Answer

જવાબ : વિદ્યુતસ્થિતિમાનનો તફાવત શોધવા માટે વોલ્ટમીટર નામનું  ઉપકરણ વપરાય છે. વોલ્ટમીટરને હંમેશા જે બિંદુઓ વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત માપવાનો હોય તેમને સમાંતર જોડવામાં આવે છે.


ઓહમનો નિયમ લખો.

Locked Answer

જવાબ : અચળ તાપમાને વાહક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તે વાહકના બે છેડા વચ્ચે લાગુ પાડેલા વિદ્યુતસ્થિતિમાનનાતફાવત V ના સમપ્રમાણમાં હોય છે.
V α I


અવાહકોની અવરોધકતાનો વિસ્તાર કેટલો હોય છે?

Locked Answer

જવાબ : રબર, કાચ વગેરે જેવા અવાહકોનો અવરોધકતાનો વિસ્તાર 1012 થી 1017 ΩM હોય છે.


અવરોધોનું સમાંતર જોડાણનું સૂત્ર જણાવો.

Locked Answer

જવાબ : 1/Rp = 1/R1 +  1/R2 + 1/R૩ ...


વિદ્યુત તાપીય ઉપકરણો જેવાકે બ્રેડ, ટોસ્ટર, ઇલેક્ટ્રિક ઇસ્ત્રીના વાહકો શુદ્ધ ધાતુના સ્થાને મિશ્ર ધાતુથી કેમ બનાવાય છે?

Locked Answer

જવાબ : શુધ્ધ ધાતુઓ કરતા મિશ્ર ધાતુની પ્રતિરોધકતા ખુબ ઉંચી હોય છે. આ મિશ્ર ધાતુઓ ઉચ્ચતાપમાને પણ દહન થતી નથી.


ઘરવપરાશમાં પરિપથોમાં શ્રેણી જોડાણોનો ઉપયોગ કેમ કરવામાં આવતો નથી?

Locked Answer

જવાબ : શ્રેણી જોડાણોમાં જોડાયેલા બધાજ ઉપકરણો માંથી એક પણ બંધ થાય તો આખો પરિપથ બંધ થાય છે.
તેમજ આ જોડાણમાં જોડાયેલા દરેક સાધનને સરખું વોલ્ટેજ મળતું નથી.


કોઈ તારનો અવરોધ તેના આડછેદના ક્ષેત્રફળ સાથે કેવી રીતે બદલાય છે?

Locked Answer

જવાબ : અવરોધકતાના સૂત્ર મુજબ,
R α l/A
અર્થાત તાર જાડો હોય તો, અવરોધ ઓછો લાગે છે અને તાર પાટલો હોય તો અવરોધ વધુ લાગે છે.


વિદ્યુત પ્રવાહના વહન માટે મોટે ભાગે તાંબા અને એલ્યુમીનીયમના તારનો ઉપયોગ કેમ કરવામાં આવે છે?

Locked Answer

જવાબ : કારણ કે તેઓનો અવરોધ ખુબ જ ઓછો હોય છે તેથી તે વિદ્યુતના સુવાહક છે.  


વિદ્યુત કોષની સંજ્ઞા દોરો

Hide | Show

જવાબ :


વિદ્યુતભારનો એકમ લખો.

Locked Answer

જવાબ : કુલંબ2.


1 કુલંબ વિદ્યુતભાર એટલે કેટલા ઈલેક્ટ્રોન ?

Locked Answer

જવાબ : 6.25 ×1018


1 ઈલેક્ટ્રોન પરના વિદ્યુતભારનું મૂલ્ય કેટલું છે ?

Locked Answer

જવાબ : 1.6 ×10-19


વિદ્યુતપ્રવાહનો એકમ લખો.

Locked Answer

જવાબ : એમ્પિયર


1 એમ્પિયર વિદ્યુતપ્રવાહ એટલે શું ?

Locked Answer

જવાબ : જો વાહકના આડછેદમાંથી એક સેકન્ડમાં એક કુલંબ જેટલો વિદ્યુતભારનો જથ્થો પસાર થતો હોય, તો વાહકમાંથી 1 એમ્પિયર વિધુતપ્રવાહ પસાર થાય છે તેમ કહેવાય.


વિદ્યુતપ્રવાહ માપવાના સાધનને શું કહે છે ?

Locked Answer

જવાબ : એમીટર


વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કયા નામના ઉપકરણથી જાણી શકાય છે ?

Locked Answer

જવાબ : વૉલ્ટમીટર


વિદ્યુત-પાવર એટલે શું? તેનું સુત્ર મેળવો.

Hide | Show

જવાબ : પાવર એટલે કાર્ય કરવાનો સમયદર.

P = w/t

W = VQ

P = VQ/t ………………………….(1)

I = Q/t ……………………………..(2)

P = VI    (સમી.2 ને સમી. 1 માં મુકતા.)

ઓહમ ના નિયમ અનુસાર,

I = V/R

P = VI

  = V *V/R

 = V2/R

પાવરનો SI એકમ વોટ છે.


9 V ની બેટરીને અવરોધો ૦.2 Ω, ૦.૩Ω, ૦.4Ω, ૦.5Ω, અને 12Ωસાથે શ્રેણીમાં જોડવામાં આવે છે.તો 12Ω ના અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેટલો?

Locked Answer

જવાબ : અવરોધનું શ્રેણી જોડાણ હોવાથી,

R = R1 + R2 + R3 + R4 + R5

    = 0.2 +0.3+ 0.4+0.5 +12

    = 13 .4 Ω

ઓહમનો નિયમ લાગુ પાડતા,

V = IR

I = V/R

  = 9/13.4

  =0.67A

આમ, 12Ω ના અવરોધમાંથી ૦.67A વિદ્યુત પ્રવાહ વહેશે.


વિદ્યુત બલ્બના ફિલામેન્ટ બનાવવા માટે એક માત્ર ટંગસ્ટનનો જ ઉપયોગ શા માટે થાય છે? 

Locked Answer

જવાબ :

  • ટંગસ્ટનનું ગલનબિંદુ તેમજ અવરોધકતા ખુબ જ ઉંચી છે.
  • ખુબ જ ઉચ્ચ તાપ્મેને પણ તે બળી જતું નથી.
  • આ ઇલેક્ટ્રિક બલ્બ એ ખુબ જ ઊંચા તાપમાને પ્રકાશ આપે છે.
  • આથી વિદ્યુત પ્રવાહની તાપીય અસરોના વ્યવહારિક એકમો માં ટંગસ્ટન એ અગત્યનો ઘટક છે.


કોનામાં વધુ વિદ્યુત ઉર્જા વપરાય છે?250W નું ટી.વી. એક કલાક ચલાવતા કે 1200 W ના ટોસ્ટરને 10 મીનીટ ચલાવતા.

Locked Answer

જવાબ : વિદ્યુત ઉપકરણો દ્વારા વપરાતી વિદ્યુત ઉર્જા H = p*t

પાવર (W) 250 w ટી.વી. માટે,

સમય (time) = 1 કલાક = 3600 સેકન્ડ

માટે વપરાતી ઉર્જા H = p*t

                       = 250 * 3600

                       = 9૦૦૦૦૦૦

ટોસ્ટર માટે,

પાવર (W) = 1200 w (P)

સમય = 10 મીનીટ = 600 સેકન્ડ

માટે વપરાતી ઉર્જા H = p*t

                       = 1200 * 600

                       = 720000

આમ, ટી.વી દ્વારા વધુ ઉર્જા વપરાય છે.


400 W નું રેટિંગ ધરાવતું વિદ્યુત રેફ્રીજરેટર 8/કલાક/દિવસ ચલાવવામાં આવે છે. રૂ. ૩ ના પ્રતિ kwh ના લેખે ૩૦ દિવસ ચલાવવા માટેની ઉર્જા માટે કેટલો ખર્ચ થાય?

Locked Answer

જવાબ : ૩૦ દિવસમાં ચલાવાતી કુલ ઉર્જા,

400 W * 8 કલાક/દિવસ * ૩૦ દિવસ

= 9600 Wh

=96 kwh

આમ, ૩૦ દિવસ રેફ્રીજરેટર ચલાવવા માટે વપરાતી ઉર્જાની કિંમત

96 kwh * ૩ =  રૂ. 288.૦૦


આપેલ દ્રવ્યના l લંબાઈ અને A આડછેદ ધરાવતા તારનો અવરોધ 4Ω છે. તો આ જ દ્રવ્યના l/2 લંબાઈ અને 2A આડછેદ ધરાવતા તારનો અવરોધ કેટલો?

Locked Answer

જવાબ : પ્રથમ તાર માટે,

R1 = P (Rho) l/A = 4Ω

બીજા તાર માટે,

R1 = P l/2A = 14 P l/A

R2 = 14 R1

      =14 * 4

   = 1 Ω

આમ, નવા તારનો અવરોધ 1 Ω છે.


વિદ્યુત ફ્યુઝ પર ટૂંકનોંધ લખો. 

Hide | Show

જવાબ : ફ્યુઝ તાર, ખુબ ઓછા અવરોધ વાળા અને, યોગ્ય નીચું ગલનબિંદુ ધરાવતો તાર છે.

તે વધુ પડતા ભારે પ્રવાહની સામે રક્ષણ આપે છે.

ફ્યુઝને લાઇવ વાયર સાથે, વિદ્યુત ઉપકરણો અને, મુખ્ય વોલ્ટેજના પ્રાપ્તિસ્થાન વચ્ચે, શ્રેણીમાં જોડવામાં આવે છે.

ફ્યુઝએ સુરક્ષાનું સાધન છે. જે અનાવશ્યક ઊંચા પ્રવાહથી ઉપકરણો અને પરિપથને બચાવે છે.

તેમાં યોગ્ય ગલનબિંદુ વળી ધાતુ અથવા મિશ્ર ધાતુ જેવી કે એલ્યુમીનીયમ, તાંબું, લોખંડ, સીસુ, વગેરેના તારનો ટુકડો હોય છે.

જો ચોક્કસ મૂલ્યના પ્રવાહ કરતા મોટો પ્રવાહ પરિપથમાં વહે તો ફ્યુઝ તારનું તાપમાન વધે છે. અને તે પીગળી જાય છે. જે પરિપથને ખુલ્લો કરે છે.

પરિણામે પરીપથમાં, વિદ્યુત-પ્રવાહ વહેવાનો બંધ થઇ જાય છે. અને વિદ્યુત ઉપકરણોને કોઈ નુકશાન થતું નથી.

(આકૃતિ)

ઘર વપરાશમાં વપરાતા ફ્યુઝ એક એમ્પીયર, બે એમ્પીયર, ત્રણ એમ્પીયર, પાંચ એમ્પીયર, દસ એમ્પીયર, વગેરે રેટિંગ ધરાવે છે.


અવરોધોનું સમાંતર જોડાણ સમજાવી, તેના સમતુલ્ય અવરોધોનું સુત્ર જણાવો.  

Hide | Show

જવાબ : આપેલ આકૃતિમાં ત્રણ અવરોધો R1, R2 ,R3 અલગ અલગ સમાંતર જોડાણમાં છે.

ત્રણ અવરોધોમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I1, I2,I3 અલગ અલગ છે.

I = I1 + I2 + I3

તેમના વચ્ચેનો વિદ્યુતસ્થીતિમાનનો તફાવત V છે.

જેથી,

V = IR …………………………………………….(1)

V = I1R1 ………………………………………….(2)

V = I2R2 ………………………………………….(3)

V = IR3 ………………………………………….(4)

વિદ્યુત પ્રવાહ  ...........................સમી. 1,2,3,4, પરથી.

I = I1 + I2 + I3

V/R = V/R1 + V/R2 + V/ R3

V/R =  V (1/R1 + 1/R2 + 1/ R3)

1/R = 1/R1 + 1/R2 + 1/ R3


અવરોધનું શ્રેણી જોડાણ સમજાવી, તેના સમતુલ્ય અવરોધનું સુત્ર જણાવો.

Hide | Show

જવાબ : “ આપેલ આકૃતિમાં ત્રણ અવરોધો શ્રેણી જોડાણમાં છે.”

આ સંયોજન સાથે વિદ્યુતસ્થીતિમાનનો તફાવત લાગુ પડતા અવરોધમાંથી વહેતો પ્રવાહ સમાન હોય છે.

અવરોધ R1, R2, R3 માંથી પસાર થતો પ્રવાહ એક જે બધા અવરોધોમાં સમાન છે

પરંતુ બધા અવરોધો  R1, R2, R3 ના બે છેડા વચ્ચેના વિદ્યુતસ્થીતિમાનનો તફાવત અલગ અલગ હોય છે. જે અનુક્રમે V1, V2, V3  હોય તો ....

V  =  V1 + V2 + V3  ………………………………(1)

ઓહમ ના નિયમ અનુસાર,

V = IR …………………………………………….(2)

V1 = IR1 ………………………………………….(3)

V2 = IR2 ………………………………………….(4)

V3 = IR3 ………………………………………….(5)

સમી. (1) માં સમી. 2,3,4,5 મુકતા,

V =  V1 + V2 + V3 

1R = IR1 + IR2 + IR3

 IR = I(R1 +R2 + R3)

I/I R = (R1 +R2 + R3)

R = R1 +R2 + R3


અવરોધના શ્રેણી જોડાણની લાક્ષાણિકતાઓ જણાવો.

Hide | Show

જવાબ :

  1. દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ સમાન હોય છે.
  2. જોડાણના બે છેડાઓ વચ્ચેનો વિદ્યુત-સ્થીતિમાનનો તફાવત દરેક અવરોધના બે છેડા વચ્ચેના વિદ્યુતસ્થ્તિમાનના તફાવતના સરવાળા જેટલો હોય છે.
  3. શ્રેણી જોડાણના સમતુલ્ય અવરોધનું મુલ્ય શ્રેણીમાં જોડેલા અવરોધના મૂલ્યના સરવાળા જેટલું હોય છે.
  4. દરેક અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત-સ્થીતિમાનનો તફાવત આનુષંગીક અવરોધના સમપ્રમાણમાં હોય છે.


અવરોધના સમાંતર જોડાણની લાક્ષાણિકતાઓ જણાવો.

Hide | Show

જવાબ :

  1. સમાંતર જોડેલા દરેક અવરોધના બે છેડા વચ્ચેનો, વિદ્યુત સ્થીતિમાનનો તફાવત સમાન હોય છે. અને તે સંયોજનને લાગુ પાડેલ વિદ્યુતસ્થીતિમાનના તફાવત જેટલો હોય છે.
  2. પરીપથમાં વહેતો વિદ્યુત-પ્રવાહ સમાંતરમાં જોડેલા દરેક અવરોધમાંથી વહેતા આનુષંગીક વિદ્યુત-પ્રવાહના સરવાળા જેટલો હોય છે.
  3. સમાંતર જોડાણના સમતુલ્ય અવરોધોનો વ્યસ્ત, સમાંતર જોડેલા અવરોધોના વ્યસ્તના સરવાળા જેટલો હોય છે.
  4. સમાંતર જોડાણના જે તે અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ આનુષંગીક અવરોધોના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.


ધાતુના 1M લંબાઈ ધરાવતા તારને 20° C તાપમાને અવરોધ 26Ώ છે. જો તારનો વ્યાસ ૦.૩mm હોય તો તે તાપમાને ધાતુની અવરોધકતા કેટલી હશે?

Locked Answer

જવાબ : l (સ્મોલ એલ) = 1m

R = 26Ώ

d = 0.3 mm

   = 3 * 10 -4 m

(Page – 7 પર કોઈ સિમ્બોલ છે)  = RA / l (smol L) 

(symbol Pronanunce is Rho)


There are No Content Availble For this Chapter

Download PDF

Take a Test

Choose your Test :

વિદ્યુત

વિદ્યુત

.

આ પ્રકરણને લગતા વિવિધ એનિમેશન વિડીયો, હેતુલક્ષી પ્રશ્નો, ટૂંકા પ્રશ્નો, લાંબા પ્રશ્નો, પરિક્ષામાં પુછાઈ ગયેલા પ્રશ્નો તેમજ પરિક્ષામાં પુછાઈ શકે તેવા અનેક મુદ્દાસર પ્રશ્નો જોવા અમારી વેબસાઈટ પર રજીસ્ટર થાઓ અથવા અમારી App ફ્રી માં ડાઉનલોડ કરો.

Browse & Download GSEB Books For ધોરણ ૧૦ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.