GSEB Solutions for ધોરણ ૦૯ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

10 જાન્યુઆરી, 1920ના દિવસે કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાની સ્થાપના થઈ હતી?

Hide | Show

જવાબ : 10 જાન્યુઆરી, 1920ના દિવસે રાષ્ટ્રસંઘ (The League of Nations) ની સંસ્થાની સ્થાપના થઈ હતી.


અમેરિકાના ક્યા રાષ્ટ્રપ્રમુખે રાષ્ટ્રસંઘની સ્થાપનામાં વિશેષ યોગદાન આપ્યું હતું?

Hide | Show

જવાબ : અમેરિકાના વુડ્રો વિલ્સને રાષ્ટ્રસંઘની સ્થાપનામાં વિશેષ યોગદાન આપ્યું હતું.


લેનિને કરેલી ક્રાંતિ કઈ ક્રાંતિ તરીકે ઓળખાઈ છે ?

Hide | Show

જવાબ : લેનિને કરેલી ક્રાંતિ સમાજવાદી બોલ્શેવિક ક્રાંતિ તરીકે ઓળખાઈ છે.


નવેમ્બર, 1917માં રશિયામાં કોણે ક્રાંતિ કરી હતી ?

Hide | Show

જવાબ : નવેમ્બર, 1917માં રશિયામાં લેનિને ક્રાંતિ કરી હતી.


લેનિન કાર્લ માર્કસની વિચારસરણી પ્રમાણે કોના વર્ચસ્વમાં માનતો હતો ?

Hide | Show

જવાબ : લેનિને કાર્લ માર્કસની વિચારસરણી પ્રમાણે શ્રમજીવીઓના વર્ચસ્વમાં માનતો હતો.


લેનિન કોની વિચારસરણીમાં માનતો હતો ?

Hide | Show

જવાબ : લેનિન કાર્લ માર્કસની વિચારસરણીમાં માનતો હતો.


ઝારશાહીના પતન બાદ રશિયામાં ક્યા પક્ષના હાથમાં સત્તા આવી ?

Hide | Show

જવાબ : ઝારશાહીના પતન બાદ રશિયામાં મેન્શેવિક પક્ષ (લઘુમતી) ના હાથમાં સત્તા આવી.


ઝારશાહીના પતન બાદ કોના નેતૃત્વવાળા મેન્શેવિક પક્ષના હાથમાં સત્તા આવી હતી ?

Hide | Show

જવાબ : ઝારશાહીના પતન બાદ કેરેન્સ્કીના નેતૃત્વવાળા મેન્શેવિક પક્ષના હાથમાં સત્તા આવી હતી.


રશિયાની ધારાસભા ક્યા નામે ઓળખાતી હતી ?

Hide | Show

જવાબ : રશિયાની ધારાસભા ડુમા (DUMA) નામે ઓળખાતી હતી.


નાનકડા રાષ્ટ્ર જાપાને વિશાળકાય રશિયાને આપેલી હારથી શું છતું થયું ?

Hide | Show

જવાબ : નાનકડા રાષ્ટ્ર જાપાને વિશાળકાય રશિયાને આપેલી હારથી ઝારશાહીની નબળાઈઓ છતી થઈ.


ઇ.સ. 1904 – 05માં રશિયા અને જાપાન વચ્ચે થયેલા યુદ્ધમાં કોની હાર થઈ ?

Hide | Show

જવાબ : ઇ.સ. 1904 – 05માં રશિયા અને જાપાન વચ્ચે થયેલા યુદ્ધમાં રશિયાની હાર થઈ.


રશિયામાં 22 જાન્યુઆરી, 1905નો દિવસ ઇતિહાસમાં ક્યા નામે ઓળખાય છે ?

Hide | Show

જવાબ : રશિયામાં 22 જાન્યુઆરી, 1905નો દિવસ ઇતિહાસમાં લોહિયાળ રવિવાર નામે ઓળખાય છે.


ક્યા પાદરીના નેતૃત્વ નીચે એક વિશાળ સરઘસ ઝારના નિવાસસ્થાન વિન્ટર પેલેસ પહોંચ્યું ?

Hide | Show

જવાબ : ફાધર ગેપોન પાદરીના નેતૃત્વ નીચે એક વિશાળ સરઘસ ઝારના નિવાસસ્થાન વિન્ટર પેલેસ પહોંચ્યું.


રશિયાની રાજાશાહી કેવી હતી ?

Hide | Show

જવાબ : રશિયાની રાજાશાહી અનિયંત્રિત અને અત્યાચારી હતી.


રશિયાના બધા જ ઝાર રાજાઓ કેવું શાસન ભોગવવા હતા ?

Hide | Show

જવાબ : રશિયાના બધા જ ઝાર રાજાઓ આપખુદ અને નિરંકુશ શાસન ભોગવવા હતા.


કઈ ઘટના વિશ્વના ઇતિહાસની એક અગત્વની ઘટના ગણાય છે ?

Hide | Show

જવાબ : બોલ્શેવિક ક્રાંતિ વિશ્વના ઇતિહાસની એક અગત્વની ઘટના ગણાય છે.


ક્યુ મોટું રાષ્ટ્ર રાષ્ટ્રસંઘમાં જોડાયું ન હતું ?

Hide | Show

જવાબ : અમેરિકા મોટું રાષ્ટ્ર રાષ્ટ્રસંઘમાં જોડાયું ન હતું.


જર્મનીએ તેની કઈ નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકી હતી ?

Hide | Show

જવાબ : જર્મનીએ તેની રહાઈન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકી હતી.


પ્રથમ વિશ્વયુદ્ધને અંતે કઈ સંધિ કરવામાં આવી ?

Hide | Show

જવાબ : પ્રથમ વિશ્વયુદ્ધને અંતે વર્સેલ્સની સંધિ કરવામાં આવી.


પ્રથમ વિશ્વયુદ્ધના અંત પછી મિત્રરાષ્ટ્રોએ પેરિસ ખાતે કઈ પ્રક્રિયા હાથ ધરી હતી ?

Hide | Show

જવાબ : પ્રથમ વિશ્વયુદ્ધના અંત પછી મિત્રરાષ્ટ્રોએ પેરિસ ખાતે શાંતિ પ્રક્રિયા હાથ ધરી હતી.


પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન યુરોપીય દેશોની સ્ત્રીઓએ કઈ માગણી કરી હતી ?

Hide | Show

જવાબ : પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન યુરોપીય દેશોની સ્ત્રીઓએ સ્ત્રીમતાધિકારની માગણી કરી હતી.


પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન યુરોપીય દેશોની સ્ત્રીઓમાં કઈ લાગણી જન્મી હતી ?

Hide | Show

જવાબ : પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન યુરોપીય દેશોની સ્ત્રીઓમાં સમાનતાની લાગણી જન્મી હતી.


પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકા કોના પક્ષે જોડાયું હતું ?

Hide | Show

જવાબ : પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકા મિત્રરાષ્ટ્રોના પક્ષે જોડાયું હતું.


પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન જર્મનીએ કઈ અમેરિકન સ્ટીમર ડુબાડી દીધો હતી ?

Hide | Show

જવાબ : પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન જર્મનીએ લ્યુસિટાનિયાને અમેરિકન સ્ટીમર ડુબાડી દીધો હતી.


કઈ ક્રાંતિને લીધે રશિયાએ પ્રથમ વિશ્વયુદ્ધમાં ભાગ ન લીધો ?

Hide | Show

જવાબ : બોલ્શેવિક ક્રાંતિને લીધે રશિયાએ પ્રથમ વિશ્વયુદ્ધમાં ભાગ ન લીધો.


પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆતમાં ક્યા રાષ્ટ્રે યુરોપમાં નોંધપાત્ર વિજયો મેળવ્યા હતા ?

Hide | Show

જવાબ : પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆતમાં જર્મનીએ યુરોપમાં નોંધપાત્ર વિજયો મેળવ્યા હતા.


ઓસ્ટ્રેલિયાના રાજકુમાર અને તેની પત્નીની હત્યા સર્બિયાની કઈ ઉગ્રવાદી સંસ્થાના સભ્યે કરી હતી ?

Hide | Show

જવાબ : ઓસ્ટ્રેલિયાના રાજકુમાર અને તેની પત્નીની હત્યા સર્બિયાની બ્લેક હેન્ડ સંસ્થાના સભ્યે કરી હતી.


નીત્સે નામના જર્મન લેખકે યુદ્ધને શું ગણાવ્યું હતું ?

Hide | Show

જવાબ : નીત્સે નામના જર્મન લેખકે યુદ્ધને પવિત્ર કાર્ય ગણાવ્યું હતું.


યુરોપમાં કઈ નીતિએ જોર પકડ્યું હતું ?

Hide | Show

જવાબ : યુરોપમાં યુદ્ધ એ જ કલ્યાણની નીતિએ જોર પકડ્યું હતું.


જર્મન સમ્રાટ વિલિયમ બીજો કઈ નીતિમાં માનતો હતો ?

Hide | Show

જવાબ : જર્મન સમ્રાટ વિલિયમ બીજો વિશ્વ પ્રભુત્વની નીતિમાં માનતો હતો.


જર્મન સમ્રાટ વિલિયમ બીજો શાનો પ્રણેતા હતો ?

Hide | Show

જવાબ : જર્મન સમ્રાટ વિલિયમ બીજો ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રણેતા હતો.


યુરોપમાં રાષ્ટ્રવાદની ભાવનાએ કેવું સ્વરૂપ ધારણ કર્યું ?

Hide | Show

જવાબ : યુરોપમાં રાષ્ટ્રવાદની ભાવનાએ ઉગ્ર અને સંકુચિત સ્વરૂપ ધારણ કર્યું.


કોના ઝડપી ફેલાવાને કારણે યુરોપના દેશોને પુષ્કળ કાચા માલની જરૂર પડી હતી ?

Hide | Show

જવાબ : ઔધોગિક ક્રાંતિ અને સામ્રાજ્યવાદના ઝડપી ફેલાવાને કારણે યુરોપના દેશોને પુષ્કળ કાચા માલની જરૂર પડી હતી.


ફ્રેન્કફર્ટની સંધિમાં ફ્રાન્સે ક્યા પ્રદેશો ગુમાવ્યા હતા ?

Hide | Show

જવાબ : ફ્રેન્કફર્ટની સંધિમાં ફ્રાન્સે આલ્સેસ અને લોરેલ્સ નામના પ્રદેશો ગુમાવ્યા હતા.


પ્રથમ વિશ્વયુદ્ધના બીજ કઈ સંધિમાં રોપાયાં હતા ?

Hide | Show

જવાબ : પ્રથમ વિશ્વયુદ્ધના બીજ ફ્રેન્કફર્ટની સંધિમાં રોપાયાં હતા.


આધુનિક વિશ્વની હૃદયદ્રાવક અને અવિસ્મરણીય ઘટનાઓમાં કોનો સમાવેશ થાય છે ?

Hide | Show

જવાબ : આધુનિક વિશ્વની હૃદયદ્રાવક અને અવિસ્મરણીય ઘટનાઓમાં પ્રથમ વિશ્વયુદ્ધનો સમાવેશ થાય છે.


રાતા સમુદ્રની આસપાસના આફ્રિકન પ્રદેશો ક્યા રાષ્ટ્રે કબજે કર્યા હતા ?

Hide | Show

જવાબ : રાતા સમુદ્રની આસપાસના આફ્રિકન પ્રદેશો ઈટાલીએ કબજે કર્યા હતા.


ઉત્તર આફ્રિકાના અલ્જિરિયામાં ક્યા રાષ્ટ્રે વેપારી મથક સ્થાપ્યું ?

Hide | Show

જવાબ : ઉત્તર આફ્રિકાના આલ્જિરિયામાં ફ્રાન્સે વેપારી મથક સ્થાપ્યું.


પંદરમી સદીના અંત ભાગમાં આફ્રિકાના દક્ષિણ ભાગમાં સૌપ્રથમ કઈ પ્રજાએ સંસ્થાન સ્થાપ્યું ?

Hide | Show

જવાબ : પંદરમી સદીના અંત ભાગમાં આફ્રિકાના દક્ષિણ ભાગમાં સૌપ્રથમ ડચ પ્રજાએ સંસ્થાન સ્થાપ્યું.


પશ્ચિમ એશિયાના રણવિસ્તારમાં યુરોપની પ્રજાઓને સંસ્થાનો સ્થાપવા માટે કઈ બાબતે આકર્ષી ?

Hide | Show

જવાબ : પશ્ચિમ એશિયાના રણવિસ્તારમાં યુરોપની પ્રજાઓને સંસ્થાનો સ્થાપવા માટે ખનીજ તેલ બાબતે આકર્ષી.


અફીણના વેપારને કારણે ક્યા દેશો વચ્ચે યુદ્ધો થયાં ?

Hide | Show

જવાબ : અફીણના વેપારને કારણે ઈંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધો થયાં.


છ દાયકા સુધી બિનયુરોપીય દેશોમાં સંસ્થાનો સ્થાપવાનો ઈજારો ક્યા રાષ્ટ્ર પાસે રહ્યો ?

Hide | Show

જવાબ : છ દાયકા સુધી બિનયુરોપીય દેશોમાં સંસ્થાનો સ્થાપવાનો ઈજારો સ્પેન પાસે રહ્યો હતો.


એશિયા – આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવામાં ક્યાં રાષ્ટ્રો મુખ્ય હતા ?

Hide | Show

જવાબ : એશિયા – આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવામાં પશ્ચિમ યુરોપનાં રાષ્ટ્રો મુખ્ય હતા.


22 જાન્યુઆરી, 1905ના દિવસને રશિયાનો લોહિયાળ રવિવાર તરીકે  શા માટે ઓળખવામાં આવે છે ?

Hide | Show

જવાબ : 22 જાન્યુઆરી, 1905ના રવિવારના દિવસે ફાધર ગેપોન નામના પાદરીના નેતૃત્વ નીચે નીકળેલા એક વિશાળ નિ:શસ્ત્ર લોકોના સરઘસ પર ઝારે લશ્કર વડે ગોળીબાર કરાવી હજારો નિર્દોષ લોકોને મારી નાખ્યા અને હજારોને ઘાયલ કર્યા, જેથી સેન્ટ પિટ્સબર્ગના ઝારના મહેલ આગળનો બરફ લોહીથી લાલ થઈ ગયો.


પ્રથમ વિશ્વયુદ્ધ પછી યુરોપીય સમાજમાં સ્ત્રીઓ કેમ જાગ્રત બની ?

Hide | Show

જવાબ : પ્રથમ વિશ્વયુદ્ધમાં મોટી સંખ્યામાં પુરુષો માર્યા ગયા હોવાથી યુરોપીય સમાજમાં પુરુષોની સંખ્યા ઘટી ગઈ. આથી જીવનના અનેક ક્ષેત્રોમાં કામ કરવા માટે સ્ત્રીઓએ આગળ આવવું પડ્યું.


જર્મની અને ઈંગ્લેન્ડ વચ્ચે તીવ્ર આર્થિક સ્પર્ધા શા કારણે થઈ ?

Hide | Show

જવાબ : 19 મી સદીના અંતે જર્મનીએ એશિયા અને આફ્રિકામાં બજારો મેળવવા ઈંગ્લેન્ડ અને ફ્રાન્સની સરખામણીએ સસ્તી કિંમતે માલ વેચવા માંડ્યો. આ રીતે જર્મનીએ એશિયા અને આફ્રિકામાં ઈંગ્લેન્ડ અને ફ્રાન્સનાં બજારો તોડવા માંડ્યા.


અમેરિકા પ્રથમ વિશ્વયુદ્ધમાં મિત્ર રાષ્ટ્રોના પક્ષે કેમ જોડાયું ?

Hide | Show

જવાબ : જર્મનીએ અમેરિકાની ક્યુસિટાનિયા નામની સ્ટીમરને ડુબાડી દીધી હતી. તેમાં અમેરિકાના 147 સૈનિકો માર્યા ગયા.


કારણ આપો : પ્રથમ વિશ્વયુદ્ધને અંતે રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી.

Hide | Show

જવાબ : ફરીથી આવો વિશ્વવિગ્રહ ન થાય એ માટે વિશ્વના દેશોને જગતમાં શાંતિ જાળવી રાખવા, પરસ્પરના મતભેદો કે ઝઘડાઓ વાટાઘાટો કે લવાદી વડે શાંતિથી ઉકેલવા તથા આંતરરાષ્ટ્રીય સહકાર વધારવા એક આંતરરાષ્ટ્રીય સંસ્થાની ખાસ જરૂર જણાઈ હતી.


રશિયાની ઝારશાહીની નબળાઈઓ ખૂલી શા માટે પડી ગઈ ?

Hide | Show

જવાબ : જાપાન સાથેના યુદ્ધમાં રશિયાની હાર થઈ.


પ્રથમ વિશ્વયુદ્ધમાંથી કેમ રશિયા ખસી ગયું ?

Hide | Show

જવાબ : પ્રથમ વિશ્વયુદ્ધમાં દરમિયાન રશિયામાં ક્રાંતિ શરૂ થઈ.


ફ્રાન્સને ઇ.સ. 1871ની ફ્રેન્કફર્ટની સંધિ કરવી પડી, કારણ કે ....

Hide | Show

જવાબ : સેડાનના યુદ્ધમાં જર્મનીની સામે ફ્રાન્સનો પરાજય થયો હતો.


યુરોપના દેશોમાં આફ્રિકાનાં વિવિધ સ્થળોએ સંસ્થાનો સ્થાપવાની સ્થાપવાની હરીફાઈ કેમ થઈ ?

Hide | Show

જવાબ : ઔધોગિક ક્રાંતિને કારણે કાચા માલની અને તૈયાર માલના વેચાણ માટે આફ્રિકાનો વિશાળ વિસ્તાર વધારે અનુકૂળ જણાયો હતો.


ઈંગ્લેન્ડ અને ચીન વચ્ચે કેમ યુદ્વો થયાં ?

Hide | Show

જવાબ : ઈંગ્લેન્ડે ચીનમાં અફીણનો વેપાર શરૂ કર્યો હતો.


પોર્ટુગલ દેશ સ્પેનના રાજા ફિબિટ્સ બીજાના હાથમાં આવી ગયો, કારણ કે ....

Hide | Show

જવાબ : પોર્ટુગીઝ શાસક બિનવારસ મૃત્યુ પામ્યો હતો.


શબ્દની સંકલ્પના આપો : વર્સેલ્સની સંધિ

Hide | Show

જવાબ : ઇ.સ. 1919માં ફ્રાન્સની રાજધાની પેરિસમાં મળેલાં મિત્રરાષ્ટ્રોએ શાંતિ પ્રક્રિયા હાથ ધરી, જે પેરિસ શાંતિ સંમેલન તરીકે જાણીતી બની. તેમાં 58 જેટલાં કમિશનો રચાયા હતા. તેમની 145 જેટલી બેઠકો યોજવામાં આવી હતી. આ શાંતિ સંમેલનમાં જર્મની સાથેની સમજૂતી વર્સેલ્સના શીશમહેલ (મિરર પેલેસ) માં કરવામાં આવી હતી. તેથી તે વર્સેલ્સની સંધિ તરીકે ઓળખાઈ હતી.


બોલ્શેવિક ક્રાંતિ શબ્દની સંકલ્પના સ્પષ્ટ કરો.

Hide | Show

જવાબ : લેનિન માર્કસવાદી વિચારસરણી પ્રમાણે શ્રમજીવીઓના વર્ચસ્વમાં માનતો હતો. મેન્શેવિક પક્ષમાં મધ્યમવર્ગના લોકો વર્ચસ્વ ધરાવતા હતા. લેનિને બોલ્શેવિક (બહુમતી) ને મેન્શેવિકો વિરુદ્ધ ઉશ્કેરી નવેમ્બર, 1917માં સશસ્ત્ર ક્રાંતિ કરી સત્તા પ્રાપ્ત કરી, જે સમાજવાદી બોલ્શેવિક ક્રાંતિ તરીકે જાણીતી થઈ હતી.


લોહિયાળ રવિવાર શબ્દની સંકલ્પના સ્પષ્ટ કરો.

Hide | Show

જવાબ : 22 જાન્યુઆરી, 1905ના રવિવારના દિવસે ફાધર ગેપોન નામના એક પાદરીના નેતૃત્વ નીચે એક વિશાળ લોકોનું સરઘસ ઝાર નિકોલસ બીજાને આવેદનપત્ર આપવા તેના મહેલે ગયું. બધા લોકો નિ:શસ્ત્ર હતા. આ લોકો પર ઝારે લશ્કર વડે ગોળીબાર કરાવી હજારો નિર્દોષ લોકોને મારી નાખ્યા અને હજારોને ઘાયલ કર્યા. સેન્ટ પિટ્સબર્ગના ઝારના મહેલ આગળનો બરફ લોહીથી લાલ થઈ ગયો. આથી 22 જાન્યુઆરી, 1905ના દિવસ રશિયાનો લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે.


શબ્દની સંકલ્પના સ્પષ્ટ કરો : અફીણ વિગ્રહો

Hide | Show

જવાબ : ઇંગ્લેન્ડે ચીનમાં શરૂ કરેલા અફીણના વેપારને કારણે ઈંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધો થયાં. એ યુદ્ધો ઇતિહાસમાં અફીણ વિગ્રહો તરીકે ઓળખાય છે. તેમાં ચીનનો પરાજય થયો. પરિણામે ઈંગ્લેન્ડની સત્તાનો ચીનમાં વધારો થયો.


શબ્દની સંકલ્પના સ્પષ્ટ કરો : બ્લેક હેન્ડ

Hide | Show

જવાબ : બ્લેક હેન્ડ એ સર્બિયાની ઉગ્રવાદી સંસ્થા હતી. આ સંસ્થાએ ઓસ્ટ્રેલિયાના રાજકુમાર અને તેની પત્નીની ગોળી મારી હત્યા કરેલી હતી. આ બનાવ પાછળ સર્બિયાનો હાથ હોવાથી ઓસ્ટ્રેલિયાએ આક્ષેપ મૂક્યો અને 48 કલાકમાં ગુનેગારને પકડીને ઓસ્ટ્રેલિયા સમક્ષ હાજર કરવાનું સર્બિયાને આખરીનામું આપ્યું.


શબ્દની સંકલ્પના આપો : રાષ્ટ્રસંઘ

Hide | Show

જવાબ : રાષ્ટ્રસંઘ એટલે રાષ્ટ્રોનો સંગઠિત અને વ્યવસ્થિત સમુદાય.         પ્રથમ વિશ્વયુદ્ધને અંતે વિશ્વના દેશોને વિશ્વશાંતિની જરૂર જણાઈ. તેથી જગતમાં વિશ્વશાંતિ સ્થાપવાના હેતુથી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ વુડ્રો વિલ્સનના નેતૃત્વ નીચે પેરિસમાં ભરાયેલી શાંતિ પરિષદે 10 જાન્યુઆરી, 1920ના દિવસે વિશ્વનાં રાષ્ટ્રોનું સંગઠન કરી એક સંસ્થા રાષ્ટ્રસંઘ (The League of Nations – લીગ ઓફ નેશન્સ) ની સ્થાપના કરી.


સંધિ શબ્દની સંકલ્પના સ્પષ્ટ કરો.

Hide | Show

જવાબ : સંધિ એટલે સુલેહ.         વિશ્વના બે દેશો વચ્ચે કોઈ કારણસર યુદ્ધ થાય. યુદ્ધને અંતે એક દેશનો વિજય થાય અને બીજા દેશનો પરાજય થાય. પરાજિત દેશ વિજેતા દેશની શરણાગતિ સ્વીકારે ત્યારે તેને વિજેતા દેશ સાથે જે સુલેહ કરવી પડે તેને સંધિ કહેવામાં આવે છે. સંધિમાં પરાજિત દેશને વિજેતા દેશની કેટલીક શરતો સ્વીકારવી પડે છે.


સામ્રાજ્યવાદ શબ્દની સંકલ્પના સ્પષ્ટ કરો.

Hide | Show

જવાબ : રાજકીય, આર્થિક અને લશ્કરી દ્રષ્ટિએ વિકાસ પામેલો દેશ કોઈ અલ્પવિકસિત દેશ પર પોતાનું રાજકીય આધિપત્ય જમાવે તેને સામ્રાજ્યવાદ કહેવાય.         સામ્રાજ્યવાદી દેશ વિસ્તારવાદી નીતિ અપનાવે છે અને બીજા દેશોને પરાધીન બનાવી તેમનું શોષણ કરે છે અને તે સમૃધ્ધ બને છે. તે પ્રજાને ગુલામ બનાવી તેની સંસ્કૃતિનો વિકાસ રૂંધે છે. તેમની પર પોતાની સંસ્કૃતિનો પ્રભાવ જમાવે છે.


શબ્દની સંકલ્પના સ્પષ્ટ કરો : એકીકરણ

Hide | Show

જવાબ : એકીકરણ એટલે એકબીજા સાથેનું જોડાણ; અનેકનું એક થવું. પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાં જર્મનીના ચાન્સેલર બિસ્માર્કે જર્મનીના જુદાજુદા પ્રદેશોને જોડીને જર્મનીને એક રાષ્ટ્ર બનાવ્યું હતું. એટલે કે જર્મનીનું એકીકરણ કર્યું હતું.


રશિયન ક્રાંતિને ક્યા નામે ઓળખવામાં આવે છે ?

Hide | Show

જવાબ : રશિયન ક્રાંતિને ઇ.સ. 1917ની સમાજવાદી બોલ્શેવિક ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે.


રાષ્ટ્રસંઘ (The League of Nations) ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?

Hide | Show

જવાબ : રાષ્ટ્રસંઘ (The League of Nations) ની સ્થાપના 10 જાન્યુઆરી, 1920ના દિવસે કરવામાં આવી હતી.


રાષ્ટ્રસંઘની સ્થાપનામાં કોણે વિશેષ યોગદાન આપ્યું હતું ?

Hide | Show

જવાબ : રાષ્ટ્રસંઘની સ્થાપવામાં અમેરિકાના પ્રમુખ વુડ્રો વિલ્સને વિશેષ યોગદાન આપ્યું હતું.


લેનિન કોના વર્ચસ્વમાં માનતો હતો ?

Hide | Show

જવાબ : લેનિન કાર્લ માર્કસની વિચારસરણી પ્રમાણે શ્રમજીવીઓના વર્ચસ્વમાં માનતો હતો.


રશિયામાં ઝારશાહીના પતન પછી કોના હાથમાં સત્તા આવી ?

Hide | Show

જવાબ : રશિયામાં ઝારશાહીના પતન પછી કેરેન્સ્કીના નેતૃત્વવાળી મેન્શેવિક (લઘુમતી) પક્ષના હાથમાં સત્તા આવી.


જાપાન સામે રશિયાની હાર થતાં ઉશ્કેરાયેલી પ્રજાને શાંત કરવા ઝારે શું કર્યું ?

Hide | Show

જવાબ : જાપાન સામે રશિયાની હાર થતાં ઉશ્કેરાયેલી પ્રજાને શાંત કરવા ઝારે વર્ષોથી નહિ બોલાવેલી ડુમા (DUMA – ધારાસભા) બોલાવવાની જાહેરાત કરી.


રશિયા અને જાપાન વચ્ચે ક્યારે યુદ્ધ થયું ? તેનું શું પરિણામ આવ્યું ?

Hide | Show

જવાબ : ઇ.સ. 1904 - 05માં રશિયા અને જાપાન વચ્ચે યુદ્ધ થયું. એ યુદ્ધમાં રશિયાની હાર થઈ.


રશિયામાં ક્યો દિવસ લોહિયાળ રવિવાર તરીકે ઓળખાય છે ?

Hide | Show

જવાબ : 22 જાન્યુઆરી, 1905નો દિવસ રશિયામાં લોહિયાળ રવિવાર તરીકે ઓળખાય છે.


રશિયાના રાજાઓની આપખુદ ઝારશાહીની કઠોરતાનું એક દ્રષ્ટાંત લખો.

Hide | Show

જવાબ : રશિયાના રાજાઓની આપખુદ ઝારશાહી એટલી બધી કઠોર હતી કે, જો કોઈ વ્યક્તિ અધિકારની માગણી કરે તો તેની પર અત્યાચાર અને દમન ગુજારવામાં આવતો અથવા તેને સાઇબીરિયાના કાતિલ ઠંડા પ્રદેશમાં મોકલવાની સજા કરવામાં આવી.


રશિયાના ઝાર રાજાઓ કેવી સત્તાઓ ભોગવતા હતા ?

Hide | Show

જવાબ : રશિયાના ઝાર રાજાઓ આપખુદ અને નિરંકુશ સત્તાઓ ભોગવતા હતા.


દ્વિતીય વિશ્વયુદ્ધનું કારણ શામાંથી સર્જાયું એમ કહી શકાય ?

Hide | Show

જવાબ : દ્વિતીય વિશ્વયુદ્ધનું કારણ પ્રથમ વિશ્વયુદ્ધની શાંતિ પ્રક્રિયામાંથી સર્જાયું એમ કહી શકાય.


વર્સેલ્સની સંધિ પ્રમાણે જર્મનીએ પોતાનો ક્યો પ્રાંત, ક્યા દેશને આપવો પડ્યો ?

Hide | Show

જવાબ : વર્સેલ્સની સંધિ પ્રમાણે જર્મનીએ પોતાનો રૂહર પ્રાંત ફ્રાન્સને આપવો પડ્યો.


વર્સેલ્સની સંધિ પ્રમાણે જર્મનીએ કઈ નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી ?

Hide | Show

જવાબ : વર્સેલ્સની સંધિ પ્રમાણે જર્મનીની રહાઈન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી.


પ્રથમ વિશ્વયુદ્ધ માટે ક્યા રાષ્ટ્રને જવાબદાર ગણવામાં આવ્યું ?

Hide | Show

જવાબ : પ્રથમ વિશ્વયુદ્ધ માટે જર્મનીને જવાબદાર ગણવામાં આવ્યું.


વર્સેલ્સની સંધિમાં કોણે કોણે મહત્વની કામગીરી બજાવી હતી ?

Hide | Show

જવાબ : વર્સેલ્સની સંધિમાં અમેરિકાના પ્રમુખ વુડ્રો વિલ્સને, બ્રિટનના વડા પ્રધાન લોર્ડ જ્યોર્જે અને ફ્રાન્સના વડા ક્લેમેન્સોએ મહત્વની કામગીરી બજાવી હતી.


પ્રથમ વિશ્વયુદ્ધને અંતે પરાજિત રાષ્ટ્રો સાથે કઈ સંધિ કરવામાં આવી હતી ?

Hide | Show

જવાબ : પ્રથમ વિશ્વયુદ્ધને અંતે પરાજિત રાષ્ટ્રો સાથે વર્સેલ્સની સંધિ કરવામાં આવી હતી.


પ્રથમ વિશ્વયુદ્ધ પછી કઈ કઈ સમસ્યાઓ ઊભી થઈ હતી ? શા માટે ?

Hide | Show

જવાબ : પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન જીવન – જરૂરિયાતની ચીજવસ્તુઓનું ઉત્પાદન ઘટ્યું હતું. તેથી પ્રથમ વિશ્વયુદ્ધ પછી અછત, બેકારી, ભૂખમરો, હડતાલો, તાળાબંધી વગેરે સમસ્યાઓ ઊભી થઈ.


પ્રથમ વિશ્વયુદ્ધનો અંત ક્યારે આવ્યો ?

Hide | Show

જવાબ : 11 નવેમ્બર, 1918 ના રોજ પ્રથમ વિશ્વયુદ્ધનો અંત આવ્યો.


પ્રથમ વિશ્વયુદ્ધમાં ક્યા રાષ્ટ્રોનો વિજય અને ક્યા રાષ્ટ્રોનો પરાજય થયો ?

Hide | Show

જવાબ : પ્રથમ વિશ્વયુદ્ધમાં મિત્રરાષ્ટ્રોનો વિજય અને જર્મની તથા ધરીરાષ્ટ્રોનો પરાજય થયો.


પ્રથમ વિશ્વયુદ્ધનો અંત કેવી રીતે આવ્યો ?

Hide | Show

જવાબ : 11 નવેમ્બર, 1918ના રોજ જર્મન પ્રજાસત્તાકે મિત્રરાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારી યુદ્ધવિરામ કરાર પર હસ્તાક્ષર કર્યા. આ રીતે પ્રથમ વિશ્વયુદ્ધનો અંત આવ્યો.


અમેરિકા પ્રથમ વિશ્વયુદ્ધમાં મિત્રરાષ્ટ્રોના પક્ષે જોડાયું તેની સાથે બીજાં ક્યાં રાષ્ટ્રો મિત્રરાષ્ટ્રોના પક્ષે જોડાયાં ?

Hide | Show

જવાબ : અમેરિકા પ્રથમ વિશ્વયુદ્ધમાં મિત્રરાષ્ટ્રોના પક્ષે જોડાયું તેની સાથે પનામા, ગ્રીસ, ક્યુબા, ચીન, સિયામ વગેરે રાષ્ટ્રો મિત્રરાષ્ટ્રોના પક્ષે જોડાયાં.


પ્રથમ વિશ્વયુદ્ધમાં મિત્રરાષ્ટ્રોના પક્ષે અને ધરીરાષ્ટ્રોના પક્ષે કેટલાં રાષ્ટ્રોએ ભાગ લીધો ?

Hide | Show

જવાબ : પ્રથમ વિશ્વયુદ્ધમાં મિત્રરાષ્ટ્રોના પક્ષે 24 રાષ્ટ્રોએ અને ધરીરાષ્ટ્રોના પક્ષે 5 રાષ્ટ્રોએ ભાગ લીધો.


સર્બિયામાં કઈ ઉગ્રવાદી સંસ્થા સ્થપાઈ હતી ?

Hide | Show

જવાબ : સર્બિયા બ્લેક હેન્ડ નામની ઉગ્રવાદી સંસ્થા સ્થપાઈ હતી.


નીત્સે નામના લેખકે યુદ્ધને કેવું કાર્ય ગણાવ્યું હતું ?

Hide | Show

જવાબ : નીત્સે નામના લેખકે યુદ્ધને પવિત્ર કાર્ય ગણાવ્યું હતું.


ટ્રિટસ્કે નામના જર્મન લેખકે ક્યા સિધ્ધાંતો પ્રચલિત કર્યા હતા ?

Hide | Show

જવાબ : ટ્રિટસ્કે નામના જર્મન લેખકે આ સિધ્ધાંતો પ્રચલિત કર્યા હતા : શક્તિમાનને જ જીવવાનો હક છે. અને યુદ્ધ એ જ રાષ્ટ્રીય જરૂરિયાત છે.


યુરોપમાં કઈ નીતિ પ્રબળ બની હતી ?

Hide | Show

જવાબ : યુરોપમાં યુદ્ધ એ જ કલ્યાણ ની નીતિ પ્રબળ બની હતી.


જર્મન સમ્રાટ કૈસર વિલિયમ બીજો કઈ નીતિમાં માનતો હતો ?

Hide | Show

જવાબ : જર્મન સમ્રાટ કૈસર વિલિયમ બીજો અત્યંત મહત્વકાંક્ષી હતો. તે વિશ્વપ્રભુત્વ ની નીતિમાં માનતો હતો.


ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રણેતા કોણ હતો ?

Hide | Show

જવાબ : જર્મન સમ્રાટ કૈસર વિલિયમ બીજો ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રણેતા હતો.


યુરોપમાં રાષ્ટ્રવાદની ભાવનાએ કેવું સ્વરૂપ ધારણ કર્યું હતું ?

Hide | Show

જવાબ : યુરોપમાં રાષ્ટ્રવાદની ભાવનાએ ઉગ્ર અને સંકુચિત સ્વરૂપ ધારણ કર્યું હતું.


પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાં વિશ્વ ક્યાં બે જૂથોમાં વહેંચાયેલું હતું ?

Hide | Show

જવાબ : પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાં વિશ્વ આ બે જૂથોમાં વહેંચાયેલું હતું : (1) જર્મની પ્રેરિત જૂથ : આમાં જર્મની, ઓસ્ટ્રેલિયા, હંગેરી, બલ્ગેરિયા, તુર્કી વગેરે રાષ્ટ્રો હતાં. (2) ઈંગ્લેન્ડ પ્રેરિત જૂથ : આમાં ઈંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા, જાપાન વગેરે રાષ્ટ્રો હતાં.


જર્મનીએ એશિયા અને આફ્રિકામાં ઈંગ્લેન્ડ અને ફ્રાન્સમાં બજારો કેવી રીતે તોડવા માંડ્યા ?

Hide | Show

જવાબ : 19મી સદીના અંતે જર્મનીએ એશિયા અને આફ્રિકામાં બજારો મેળવવા ઈંગ્લેન્ડ અને ફ્રાન્સની તુલનામાં સસ્તી કિંમતે માલ વેચવા માંડ્યો. આ રીતે જર્મનીએ એશિયા અને આફ્રિકામાં ઈંગ્લેન્ડ અને ફ્રાન્સનાં બજારો તોડવા માંડ્યા.


પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ શું હતું ?

Hide | Show

જવાબ : ફ્રાન્સે જર્મની સાથે કરેલી ઇ.સ. 1871ની ફ્રેન્કફર્ટની સંધિ પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ હતું.


ફ્રાન્સ ક્યુ અપમાન ક્યારેય ભૂલી શક્યું ન હતું ?

Hide | Show

જવાબ : ઇ.સ. 1871ની ફ્રેન્કફર્ટની સંધિ પ્રમાણે ફ્રાન્સે જર્મનીને યુદ્ધદંડ તેમજ આલ્સેસ અને લોરેન્સ નામના બે પ્રદેશો આપવા પડ્યા. ફ્રાન્સ આ અપમાન ક્યારેય ભૂલી શક્યું ન હતું.


ફ્રાન્સને શાથી ઇ.સ. 1871ની ફ્રેન્કફર્ટની સંધિ કરવી પડી ?

Hide | Show

જવાબ : જર્મનીએ સેડાનના યુદ્ધમાં ફ્રાન્સને પરાજય આપ્યો, તેથી ફ્રાન્સને ઇ.સ. 1871ની ફ્રેન્કફર્ટની સંધિ કરવી પડી.


પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત ક્યારે થઈ ?

Hide | Show

જવાબ : 1 ઓગસ્ટ, 1914ના દિવસે પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત થઈ.


જર્મની અને ઈટાલીનું એકીકરણ થવાથી શું પરિણામ આવ્યું ?

Hide | Show

જવાબ : જર્મની અને ઈટાલીનું એકીકરણ થવાથી જર્મનીએ ઔધોગિકરણ, વ્યાપારીકરણ અને સંસ્થાની કરણની હરીફાઈમાં ઝંપલાવ્યું.


યુરોપના ક્યા બે દેશોએ એકીકરણ સાધ્યું ?

Hide | Show

જવાબ : યુરોપના જર્મની અને ઈટાલીએ એકીકરણ સાધ્યું.


યુરોપના દેશોએ આફ્રિકાના જુદા જુદા પ્રદેશો કેવી રીતે વહેંચી લીધા હતાં ?

Hide | Show

જવાબ : ઇ.સ. 1884 – 85માં જર્મનીમાં બર્લિન ખાતે યુરોપના દેશોની પરિષદ મળી. એ પરિષદમાં યુરોપના દેશોએ આફ્રિકાના જુદા જુદા પ્રદેશો વહેંચી લીધા.


ઇટલીએ આફ્રિકામાં ક્યા પ્રદેશો કબજે કર્યા હતાં ?

Hide | Show

જવાબ : ઈટાલીએ આફ્રિકામાં રાતા સમૃદ્વની આસપાસના પ્રદેશો કબજે કર્યા.


ફ્રાન્સે આફ્રિકામાં ક્યાં ક્યાં પોતાની સત્તા સ્થાપી ?

Hide | Show

જવાબ : ફ્રાન્સે આફ્રિકામાં ટ્યૂનિસિયા, મોરોક્કો અને પશ્ચિમ આફ્રિકાના પ્રદેશોમાં પોતાની સત્તા સ્થાપી.


ઇંગ્લેન્ડે આફ્રિકામાં ક્યાં ક્યાં પોતાનાં મથકો સ્થાપ્યા ?

Hide | Show

જવાબ : ઇંગ્લેન્ડે આફ્રિકામાં ઈજિપ્ત, પૂર્વ આફ્રિકાના કેટલાક વિસ્તારો, દક્ષિણ આફ્રિકાના દેશો, નાતાલ અને ટ્રાન્સવાલમાં પોતાનાં મથકો સ્થાપ્યા.


15મી સદીના અંત ભાગમાં ઇંગ્લેન્ડે અને ફ્રાન્સે ક્યાં ક્યાં પોતાનાં વેપારીમથકો સ્થાપ્યા હતાં ?

Hide | Show

જવાબ : 15મી સદીના અંત ભાગમાં ઇંગ્લેન્ડે દક્ષિણ આફ્રિકાના કેપમાં અને ફ્રાન્સે ઉત્તર આફ્રિકાના અલ્જિરિયામાં પોતાનાં વેપારીમથકો સ્થાપ્યા હતાં.


કૉંગોમાં કોણે સત્તા સ્થાપી હતી ?

Hide | Show

જવાબ : કૉંગોમાં બેલ્જિયમના રાજા લિયોપોલ્ડે સત્તા સ્થાપી.


15મી સદીના અંત ભાગમાં દક્ષિણ આફ્રિકામાં સૌપ્રથમ કઈ પ્રજાએ સંસ્થાન સ્થાપ્યું હતું ?

Hide | Show

જવાબ : 15મી સદીના અંત ભાગમાં સૌપ્રથમ ડચ પ્રજાએ દક્ષિણ આફ્રિકામાં સંસ્થાન સ્થાપ્યું હતું.


પશ્ચિમ એશિયાના ક્યા દેશોમાં ખનીજ તેલના વિપુલ ભંડારો છે ?

Hide | Show

જવાબ : પશ્ચિમ એશિયાના ઈરાન, ઈરાક, કુવૈત, સાઉદી અરેબિયા, બહેરીન વગેરે દેશોમાં ખનીજ તેલના વિપુલ ભંડારો છે.


ઈંગ્લેન્ડ અને ચીન વચ્ચે ક્યા કારણે યુદ્ધો થયાં ? એ યુદ્ધો ઇતિહાસમાં ક્યા વિગ્રહો તરીકે જાણીતાં થયાં ?

Hide | Show

જવાબ : ઇંગ્લેન્ડે ચીનમાં શરૂ કરેલા અફીણના વેપારના કારણે ઈંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધો થયાં, એ યુદ્ધો ઇતિહાસમાં અફીણ વિગ્રહો તરીકે જાણીતાં થયાં.


સ્પેને કયા કયા રાષ્ટ્રો પર પોતાની સત્તા સ્થાપી હતી ?

Hide | Show

જવાબ : સ્પેને નેધરન્લેડ્સ, બેલ્જિયમ, લકઝરમર્ગ, પોર્ટુગલ વગેરે રાષ્ટ્રો પર પોતાની સત્તા સ્થાપી હતી.


એશિયા – આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવામાં ક્યાં રાષ્ટ્રો મુખ્ય હતાં ?

Hide | Show

જવાબ : એશિયા – આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવામાં પશ્ચિમ યુરોપનાં રાષ્ટ્રો મુખ્ય હતાં.


પ્રથમ વિશ્વયુદ્ધ પછી રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી.

Hide | Show

જવાબ : પ્રથમ વિશ્વયુદ્ધથી પારાવાર જાનહાનિ થઈ હતી અને અબજો રૂપિયાની સંપતિ નાશ પામી હતી.         વિશ્વયુદ્ધની આ ભયાનકતાએ વિશ્વના દેશોને વિશ્વશાંતિની અનિવાર્યતા સમજાઈ. ફરીથી આવો વિશ્વવિગ્રહ ન થાય એ માટે વિશ્વના દેશોને જગતમાં શાંતિ જાળવી રાખવા, પરસ્પરના મતભેદો કે ઝગડાઓ વાટાઘાટો કે લવાદી વડે શાંતિથી ઉકેલવા તથા આંતરરાષ્ટ્રીય સહકાર વધારવા એક આંતરરાષ્ટ્રીય સંસ્થાની ખાસ જરૂર જણાઈ.         આથી વિશ્વયુદ્ધના અંતે પેરિસમાં યોજાયેલી શાંતિ પરિષદે એપ્રિલ, 1919માં કરેલ જોગવાઈ અનુસાર 10 જાન્યુઆરી, 1920ના રોજ રાષ્ટ્રસંઘ (લોગ ઓફ નેશન્સ) ની સ્થાપના કરવામાં આવી.


22 જાન્યુઆરી, 1905ના દિવસને રશિયાનો લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે.

Hide | Show

જવાબ : 22 જાન્યુઆરી, 1905ના રવિવારના દિવસે ફાધર ગેપોન નામના એક પાદરીના નેતૃત્વ નીચે એક વિશાળ લોકોનું સરઘસ ઝાર નિકોલસ બીજાને આવેદનપત્ર આપવા તેના મહેલે ગયું. બધા લોકો નિ:શસ્ત્ર હતા. આ લોકો પર ઝારે લશ્કર વડે ગોળીબાર કરાવી હજારો નિર્દોષ લોકોને મારી નાખ્યા અને હજારોને ઘાયલ કર્યા. સેન્ટ પિટ્સબર્ગના ઝારના મહેલ આગળનો બરફ લોહીથી લાલ થઈ ગયો. આથી 22 જાન્યુઆરી, 1905ના દિવસ રશિયાનો લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે.


પ્રથમ વિશ્વયુદ્ધ પછી યુરોપીય સમાજમાં સ્ત્રીઓ જાગ્રત બની.

Hide | Show

જવાબ : પ્રથમ વિશ્વયુદ્ધમાં મોટી સંખ્યામાં પુરુષો માર્યા ગયા હોવાથી યુરોપીય સમાજમાં પુરુષોની સંખ્યા ઘટી. આથી જીવનના અનેક ક્ષેત્રોમાં કામ કરવા માટે સ્ત્રીઓએ આગળ આવવું પડ્યું. સ્ત્રીઓએ પુરુષોની કૌટુંબિક અને વ્યવસાયિક જવાબદારી સ્વીકારી. સ્ત્રીઓ ઘરની ચાર દીવાલમાંથી બહાર આવી. તેમનામાં આત્મવિશ્વાસ વધ્યો અને રાજકીય જાગૃતિ આવી. પરિણામે યુરોપના કેટલાક દેશોમાં સ્ત્રીમતાધિકાર માટેનાં આંદોલનો થયાં. આમ, પ્રથમ વિશ્વયુદ્ધ પછી યુરોપીય સમાજમાં સ્ત્રીઓ જાગૃત બની.


જર્મની અને ઈંગ્લેન્ડ વચ્ચે તીવ્ર આર્થિક સ્પર્ધા થઈ.

Hide | Show

જવાબ : 19મી સદીના અંતે જર્મનીએ એશિયા અને આફ્રિકામાં બજારો મેળવવા હરીફાઈ કરવા માંડી. જર્મનીએ ઈંગ્લેન્ડ અને ફ્રાન્સની સરખામણીએ સસ્તી કિંમતે માલ વેચવા માંડ્યો. આ રીતે જર્મનીએ એશિયા અને આફ્રિકામાં ઈંગ્લેન્ડ અને ફ્રાન્સનાં બજારો તોડવા માંડ્યા. પરિણામે જર્મની અને ઈંગ્લેન્ડ વચ્ચે તીવ્ર આર્થિક સ્પર્ધા થઈ.


ફ્રેન્કફર્ટની સંધિ જ પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ હતું.

Hide | Show

જવાબ : જર્મનીએ સેડાનના યુદ્ધમાં ફ્રાન્સને હરાવ્યું. તેથી ફ્રાન્સને તેની સાથે ઇ. સ.1871ની ફ્રેન્કફર્ટની સંધિ કરવી પડી. આ સંધિ મુજબ ફ્રાન્સે જર્મનીને યુદ્ધદંડ આપવો પડ્યો તેમજ આલ્સેસ અને લોરેન્સ નામના બે પ્રદેશો પણ જર્મનીને આપવા પડ્યા. જર્મનીએ કરેલું આ અપમાન ફ્રાન્સ ક્યારેય ભૂલી શક્યું નહોતું. આમ, ફ્રેન્કફર્ટની સંધિ જ પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ બન્યું.


વર્સેલ્સની સંઘિ જર્મની માટે કેવી રીતે અન્યાયી હતી ?

Hide | Show

જવાબ : પ્રથમ વિશ્વયુદ્ધમાં પરાજિત જર્મનીને વર્સેલ્સની અત્યંત કડક શરતોવાદી સંઘિ સ્વીકારવાની ફરજ પાડવામાં આવી. આ સંધિ મુજબ જર્મની પર 6.5 અબજ પાઉન્ડનો યુદ્ધદંડ લાદવામાં આવ્યો. તેના લશ્કરમાં ફરજિયાત ઘટાડો કરવામાં આવ્યો. જર્મનીના મોટા ભાગના સમૃદ્ધ ખનીજ પ્રદેશો પડાવી લેવામાં આવ્યા. ફ્રાન્સે જર્મનીનો રૂહર પ્રાંત પડાવી લીધો. જર્મનીની રહાઈન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી. જર્મનીએ જીતેલા પ્રદેશોને તેમજ તેનાં સંસ્થાનોને આંચકી લેવામાં આવ્યાં. ફ્રાન્સની સીમાએ આવેલા રહાઈન પ્રદેશમાં કિલ્લેબંધી કરવાની મનાઈ ફરમાવવામાં આવી. દેશના ખનીજોથી સમૃદ્ધ પ્રદેશો 15 વર્ષ માટે ફ્રાન્સને આપવામાં આવ્યા. આલ્સેસ અને લોરેન્સ પ્રાંત ફ્રાન્સને પાછા આપવા પડ્યા. યુદ્ધના દંડપેટે જર્મનીએ દર વર્ષે મોટા જથ્થામાં કોલસો અને લોખંડ ફ્રાન્સ અને મિત્રરાષ્ટ્રોને આપવાનું નક્કી કરવામાં આવ્યું. આમ, વર્સેલ્સની સંધિ જર્મની માટે અત્યંત અન્યાયી અને અપમાનજનક હતી.


આફ્રિકામાં કઈ કઈ પ્રજાએ ક્યા ક્યા સ્થળે સંસ્થાઓ સ્થાપ્યા હતા ?

Hide | Show

જવાબ : આફ્રિકામાં સ્થપાયેલાં સંસ્થાઓ : 15મી સદીના અંત ભાગમાં સૌપ્રથમ નેધરલેન્ડ્સ (હોલેન્ડ) નાં ડચ લોકોએ આફ્રિકાના દક્ષિણ ભાગમાં – કેપમાં પોતાનું સંસ્થાન સ્થાપ્યું.

 • ત્યારપછી ઇંગ્લેન્ડે કેપમાં અને ફ્રાન્સે ઉત્તર આફ્રિકામાં અલ્જિરિયામાં સંસ્થાનો સ્થાપ્યા.
 • બેલ્જિયમના રાજા લિયોપોલ્ડે કૉંગોનો પ્રદેશ કબજે કરી ત્યાં પોતાની સત્તા સ્થાપી.
 • ઇંગ્લેન્ડે ઈજિપ્ત તથા પૂર્વ આફ્રિકાના કેટલાક વિસ્તારોમાં તેમજ દક્ષિણ આફ્રિકા, નાતાલ, ટ્રાન્સવાલ વગેરેમાં પોતાની સત્તા સ્થાપી.
 • ફ્રાન્સે ટ્યૂનિસિયા, મોરોક્કો, પશ્ચિમ આફ્રિકાના પ્રદેશો વગેરેમાં પોતાનું રાજ્ય સ્થાપ્યું.
 • જર્મનીએ પૂર્વ અને પશ્ચિમ આફ્રિકાના કેટલાક પ્રદેશોમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું.
 • ઈટાલીએ રાતા સમુદ્રની આસપાસના પ્રદેશો પર સત્તા જમાવી.
 • સ્પેન અને પોર્ટુગલે આફ્રિકાના કેટલાક પ્રદેશોમાં પોતાનાં સંસ્થાનો સ્થાપ્યા.


ટૂંક નોંધ લખો : રાષ્ટ્રસંઘના ઉદ્દેશો

Hide | Show

જવાબ : રાષ્ટ્રસંઘના મુખ્ય ઉદ્દેશો (હેતુઓ) નીચે આપ્યા મુજબ હતા :

(1) આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવી. (2) દરેક રાષ્ટ્રે બીજા રાષ્ટ્રની અખંડિતતા જાળવવી. (3) દરેક રાષ્ટ્રે યુદ્ધનીતિનો ત્યાગ કરવો. (4) આંતરરાષ્ટ્રીય સંબંધો વિકસાવવા. (5) આંતરરાષ્ટ્રીય ઝઘડાઓનો વાટાઘાટો વડે કે મધ્યસ્થી વડે શાંતિથી ઉકેલ લાવવો. (6) જો કોઈ રાષ્ટ્ર રાષ્ટ્રસંઘની કે અન્યની મધ્યસ્થીની અવગણના કરશે તો રાષ્ટ્રસંઘ એ રાષ્ટ્રને બળવાખોર રાષ્ટ્ર જાહેર કરશે અને સંઘનાં બધાં રાષ્ટ્રો તેની સાથે સંબંધો કાપી નાખશે. (7) ગરીબી, બેકારી, અજ્ઞાન અને નિરક્ષરતા એ યુદ્ધનાં મૂળ કારણો હોવાથી તેમને દૂર કરવા બધાં સભ્યરાષ્ટ્રોએ પ્રયત્નો કરવા.


ટૂંક નોંધ લખો : રશિયન ક્રાંતિ

Hide | Show

જવાબ : ઇ.સ. 1917ની રશિયન ક્રાંતિ વિશ્વના ઇતિહાસની એક મહત્વની ઘટના ગણાય છે.

 • રશિયાના ઝાર રાજાઓ આપખુદ હતા. તેઓ નિરકુંશ સત્તાઓ ભોગવતા હતા. ઝારના શાસનમાં પ્રજાને કોઈ અધિકાર ન હતો. રશિયાની પ્રજા ઝારશાહીના દમન નીચે કચડાતી હતી. ઝાર રાજાઓ એટલા બધા કઠોર હતા કે જો કોઈ વ્યક્તિ અધિકારની માગણી કરે તો તેની પર અત્યાચાર ગુજારવામાં આવતો અથવા તેને કાતિલ ઠંડી ધરાવતા સાઈબીરિયામાં મોકલી દેવામાં આવતો.
 • આમ, રશિયાની આપખુદ, નિરંકુશ અને અત્યાચારી ઝારશાહી વડે પ્રજાને દુ:ખ, ગરીબાઈ અને યાતના જ મળી.
 • રશિયાના ખેડૂતો, ખેતદાસો અને મજૂરોનો મોટો વર્ગ રશિયાની સામંતશાહીથી કચડાતો હતો. તેઓ તેમના માલિકોનાં ખેતરોમાં કમરતોડ કાળી મજૂરી કરતા, છતાં તેમને પૂરતું વળતર મળતું નહોતું તેમની સ્થિતિ કંગાળ બની હતી.
 • 22 જાન્યુઆરી, 1905ને રવિવારના દિવસે સેન્ટ પિટ્સબર્ગના લોકો ફાધર ગેપોન નામના પાદરીના નેતૃત્વ નીચે વિશાળ સરઘસ કાઢીને ઝાર નિકોલસ બીજાને આવેદન પત્ર આપવા માટે તેના મહેલે ગયા. તે નિ:શસ્ત્ર હતા. કેટલાક લોકોના હાથમાં ઝારની છબી હતી. તેમાં રશિયાનો ગોરો નાનો, પ્રભુ ઘણું જીવો જેવાં સૂત્રો લખેલાં હતાં. આ લોકો પર ઝારે લશ્કર વડે ગોળીબાર કરાવી હજારો નિર્દોષ લોકોને મારી નાખ્યા અને હજારોને ઘાયલ કર્યા. સેન્ટ પિટ્સબર્ગના ઝારના મહેલ આગળનો બરફ લોહીથી લાલ થઈ ગયો. આ દિવસે રવિવાર હતો. તેથી એ દિવસ લોહિયાળ રવિવાર તરીકે ઓળખાય છે.
 • ઇ.સ. 1905માં રશિયા અને જાપાન વચ્ચે યુદ્ધ થયું. તેમાં રશિયાનો પરાજય થયો. આથી ઝારશાહીની નબળાઈઓ ખુલ્લી પડી. રશિયાની પ્રજા ઉશ્કેરાઈ, તેણે ઝાર રાજા સામે ભારે દેખાવો કર્યા.
 • રોષે ભરાયેલી રશિયન પ્રજાને શાંત પાડવા ઝારે વર્ષોથી નહિ બોલાવેલી ડુમા (DUMA – ધારાસભા) બોલાવવાની જાહેરાત કરી, સમયાંતરે ડુમાની ચાર બેઠકો થઈ. પરંતુ તે પ્રજાને સંતોષ થાય એવાં પગલાં ભરે તે પહેલાં તેને બરખાસ્ત કરવામાં આવી.
 • 8 માર્ચ, 1917ના રોજ પેટ્રોગાર્ડના કામદારોએ હડતાલ પાડી. હડતાલને દબાવી દેવા માટે ઝાર નિકોલસ બીજાએ સૈન્ય મોકલ્યું. પરંતુ સૈન્યે ગોળીબાર કરવાનો ઇન્કાર કર્યો. આ બનાવથી રશિયામાં ક્રાંતિની શરૂઆત થઈ.
 • ઝારશાહીના પતન પછી કેરેન્સકીના નેતૃત્વ નીચેના મેન્શેવિક (લઘુમતી) પક્ષના હાથમાં સત્તા આવી. ઝારશાહીના પતનથી એકમાત્ર લેનિન સિવાય રશિયાના બધા લોકો ખુશ થયા હતાં.
 • લેનિન માર્કસવાદી વિચારસરણી મુજબ શ્રમજીવીઓના વર્ચસ્વમાં માનતો હતો; મેન્શેવિક પક્ષમાં મધ્યમવર્ગના લોકો વર્ચસ્વ ધરાવતા હતાં. લેનિને બોલ્શેવિકો (બહુમતી) ને મેન્શેવિકો વિરૂધ્ધ ઉશ્કેરી નવેમ્બર, 1917માં સશસ્ત્ર ક્રાંતિ કરી સત્તા પ્રાપ્ત કરી, જે સમાજવાદી બોલ્શેવિક ક્રાંતિ તરીકે જાણીતી બની
 • ​​​​​​​આમ, રશિયામાંથી ઝારશાહીના 300 વર્ષ જૂના શાસનનો અંત આવ્યો. પ્રથમ વાર રશિયા ઝાર વિનાનું બન્યું.


ટૂંક નોંધ લખો : પ્રથમ વિશ્વયુદ્ધનાં દૂરગામી પરિણામો

Hide | Show

જવાબ : દૂરગામી પરિણામો : યુદ્ધમાં પરાજિત રાષ્ટ્રો સાથે કરવામાં આવેલી વર્સેલ્સની સંધિમાં વેરની ભાવના હતી. તેનાથી વિશ્વમાં શાંતિ સ્થાપી શકાય નહીં.

 • વિશ્વશાંતિ જાળવવા રાષ્ટ્રસંઘ (The League of Nations) ની સ્થાપના થઈ.
 • રશિયાને રાષ્ટ્રસંઘમાં સ્થાન આપવામાં આવ્યું નહિ. અમેરિકા રાષ્ટ્રસંઘમાં જોડાયું નહિ.​​​​​​​
 • વિશ્વ ફરીથી બે ભાગોમાં વહેંચાઈ ગયું. આમ, પ્રથમ વિશ્વયુદ્ધની શાંતિ પ્રક્રિયામાં જ દ્વિતીય વિશ્વયુદ્ધનાં બી રોપાયાં.


ટૂંક નોંધ લખો : વર્સેલ્સની સંધિ

Hide | Show

જવાબ : જૂન, 1919ની વર્સેલ્સની સંધિ : ઇ.સ. 1919માં ફ્રાન્સની રાજધાની પેરિસમાં મળેલાં મિત્રરાષ્ટ્રોએ શાંતિ પ્રક્રિયા હાથ ધરી, જે પેરિસ શાંતિ તરીકે પ્રસિદ્ધ બની.

 • તેમાં 58 જેટલાં કમિશનો રચાયા. તેમની 145 જેટલી બેઠકો યોજવામાં આવી હતી. આ શાંતિ સંમેલનમાં જર્મની સાથેની સમજૂતી વર્સેલ્સના શીશમહેલ (મિટર પેલેસ) માં કરવામાં આવી હતી. તેથી તે વર્સેલ્સની સંધિ તરીકે ઓળખાઈ.
 • અંતે મિત્રરાષ્ટ્રોએ હારેલાં રાષ્ટ્રો પર જૂન, 1919માં વર્સેલ્સની સંધિ લાદી. આ સંધિમાં ચાર પ્રકારની જોગવાઈઓ કરવામાં આવી હતી : (1) પ્રાદેશિક વ્યવસ્થા, (2) લશ્કરમાં ઘટાડો અને નિ:શસ્ત્રીકરણ, (3) યુદ્ધમાં વળતરના હપ્તાની ગોઠવણી અને યુદ્ધદંડ તથા (4) અન્ય જોગવાઇઓ.
 • વર્સેલ્સની સંધિમાં અમેરિકાના પ્રમુખ વુડ્રો વિલ્સને, બ્રિટિશ વડા પ્રધાન લોર્ડ જ્યોર્જ અને ફ્રાન્સના વડા ક્લેમેન્સોએ મહત્વની કામગીરી કરી.
 • પ્રથમ વિશ્વયુદ્ધ માટે જર્મનીને જવાબદાર ગણીને તેની પર 6.5 અબજ પાઉન્ડનો યુદ્ધદંડ લાદવામાં આવ્યો.
 • ફ્રાન્સે જર્મનીનો રૂહર પ્રાંત પડાવી લીધો. જર્મનીની રહાઈન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી.
 • ફ્રાન્સની સરહદે આવેલા રહાઈન પ્રદેશમાં કિલ્લેબંધી કરવાની મનાઈ ફરમાવવામાં આવી. દેશના ખનીજોથી સમૃદ્ધ પ્રદેશો 15 વર્ષ માટે ફ્રાન્સને આપવામાં આવ્યા.
 • જર્મનીનાં મોટા ભાગનાં સંસ્થાનો પડાવી લેવામાં આવ્યા.
 • આલ્સેસ અને લોરેન્સ પ્રાંત ફ્રાન્સને પાછા આપવામાં આવ્યાં.
 • યુદ્ધના દંડપેટે જર્મનીએ દર વર્ષે મોટા જથ્થામાં કોલસો અને લોખંડ ફ્રાન્સ અને મિત્રરાષ્ટ્રોને આપવાનું નક્કી કર્યું.
 • આ તમામ શરતો પર જર્મની પાસે બંદૂકની અણીએ બળજબરીપૂર્વક સહી કરાવવામાં આવી. આથી જર્મન પ્રજા હતાશ અને નિરાશ થઈ.
 • વર્સેલ્સની સંધિથી જર્મનીનું અર્થતંત્ર છિન્નભિન્ન થઈ ગયું.


પ્રથમ વિશ્વયુદ્ધની ઘટનાઓ જણાવો.

Hide | Show

જવાબ : 1 ઓગસ્ટ, 1914ના રોજ પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયું.

 • વિશ્વયુદ્ધ દરમિયાન વિશ્વનાં રાષ્ટ્રો બે જુથમાં વહેંચાઈ ગયાં : (1) ઈંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા, ઈટાલી, જાપાન, સર્બિયા, અમેરિકા વગેરે મિત્રરાષ્ટ્રોનું જુથ અને (2) જર્મની, બલ્ગેરિયા, તુર્કી, હંગેરી, ઓસ્ટ્રેલિયા વગેરે ધરીરાષ્ટ્રોનું જુથ.
 • મિત્રરાષ્ટ્રોના પક્ષે 24 રાષ્ટ્રોએ અને ધરીરાષ્ટ્રોના પક્ષે 5 રાષ્ટ્રોએ યુદ્ધમાં ભાગ લીધો.
 • યુદ્ધની શરૂઆતમાં જર્મનીએ યુરોપમાં નોંધપાત્ર વિજયો મેળવ્યા. તેણે ફ્રાન્સ અને રશિયાના સૈનિકોનો મોટી સંખ્યામાં સંહાર કર્યો. સબમરીન યુદ્ધ કરીને તેણે મિત્રરાષ્ટ્રોના અનેક જહાજો ડુબાડી દીધા.
 • યુદ્ધમાં બંને જૂથોના પરસ્પર હવાઈ હુમલાઓ, ટેન્કો, ઝેરી ગેસ વગેરેના ઉપયોગ વડે લાખો સૈનિકો અને નાગરિકો માર્યા ગયાં.
 • ઇ.સ. 1917માં રશિયામાં ક્રાંતિ થઈ. તેથી રશિયા યુદ્ધમાંથી બહાર નીકળી ગયું.
 • આ સમયે જર્મની ખૂબ શક્તિશાળી રાષ્ટ્ર હતું. તેણે અમેરિકાની લ્યુસિટાનિયા સ્ટીમરને ડુબાડી દીધી. આ ઘટનામાં અમેરિકાના 147 સૈનિકો માર્યા ગયા. આથી એપ્રિલ, 1917માં અમેરિકા યુદ્ધમાં મિત્રરાષ્ટ્રોના પક્ષે જોડાયું. તેની સાથે પનામા, ગ્રીસ, ક્યુબા, ચીન, સિયામ વગેરે દેશો પણ મિત્રરાષ્ટ્રોના પક્ષે જોડાયાં. આથી મિત્રરાષ્ટ્રોની તાકાતમાં વધારો થયો.
 • અમેરિકાના સૈન્ય સામે જર્મનીનું સૈન્ય ટકી શક્યું નહીં. આથી સમગ્ર યુદ્ધનું પાસું પલટાઈ ગયું.
 • સપ્ટેમ્બર, 1918માં બલ્ગેરિયાએ; ઓક્ટોબર, 1918માં ઓસ્ટ્રેલિયાએ અને તુર્કીએ મિત્રરાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારી.
 • જર્મનીનો સમ્રાટ કૈસર વિલિયમ બીજો જર્મની છોડીને ભાગી ગયો.​​​​​​​
 • જર્મન પ્રજાસત્તાકે 11 નવેમ્બર, 1918ના રોજ મિત્રરાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારી, યુદ્ધવિરામ પર હસ્તાક્ષર કર્યા. આમ, પ્રથમ વિશ્વયુદ્ધનો અંત આવ્યો.


પ્રથમ વિશ્વયુદ્ધનાં પરિણામો જણાવો.

Hide | Show

જવાબ : 1 ઓગસ્ટ, 1914નાં શરૂ થયેલા પ્રથમ વિશ્વયુદ્ધનો 11 નવેમ્બરે, 1918ના રોજ અંત આવ્યો. આ યુદ્ધમાં જર્મની અને ધરીરાષ્ટ્રોનો પરાજય થયો અને મિત્રરાષ્ટ્રોનો વિજય થયો.

પ્રથમ વિશ્વયુદ્ધનાં પરિણામો નીચે મુજબ હતાં :

1. જાનમાલની હાનિ : ઇતિહાસવિદ લેગસમના જણાવ્યા પ્રમાણે યુદ્ધમાં 6.5 કરોડ લોકોએ ભાગ લીધો. તેમાં 1 કરોડ લોકો મૃત્યુ પામ્યા, 2 કરોડ લોકો ઘવાયા અને 70 લાખ લોકો કાયમી અપંગ બન્યા. યુદ્ધ પછી અસંખ્ય લોકો રોગચાળો અને ભૂખમરામાં મૃત્યુ પામ્યા. યુદ્ધમાં ખર્ચનો આંકડો ઘણો મોટો હતો.

2. સામાજિક પરીવર્તન : વિશ્વયુદ્ધમાં મોટી સંખ્યામાં પુરુષો માર્યા ગયા હોવાથી યુરોપીયન દેશોમાં પુરુષોની સંખ્યા ઘટી. આથી જીવનનાં અનેક ક્ષેત્રોમાં કામ કરવા માટે સ્ત્રીઓને આગળ આવવું પડ્યું. પુરુષોની કૌટુંબિક અને વ્યાવસાયિક જવાબદારીઓ સ્ત્રીઓએ સ્વીકારવી પડી.

 • ઘરની ચાર દીવાલોમાંથી સ્ત્રીઓ બહાર આવી. તેમણે વ્યવસાયિક ક્ષેત્રે સફળતાપૂર્વક જવાબદારી સાંભળી. પરિણામે તેમના પુરુષ સમોવડી હોવાના આત્મવિશ્વાસમાં વધારો થયો તેમનામાં સમાનતાની ભાવના જાગી. યુરોપીય દેશોમાં સ્ત્રીઓએ મતધિકાર મેળવવા માટે આંદોલનો થયા.
 • યુદ્ધ દરમિયાન જીવન – જરૂરિયાતોનું ઉત્પાદન ઘટ્યું. તેથી યુરોપીય દેશોમાં અછત, બેકારી, ભૂખમરો, હડતાલો, તાળાબંધી જેવી સમસ્યાઓ સર્જાઈ. લોકોને અનેક મુશ્કેલીઓ વેઠવી પડી.
 • યુરોપના દેશોમાં બાળકોની સ્થિતિ દયનીય બની.
3. જૂન, 1919ની વર્સેલ્સની સંધિ : ઇ.સ. 1919માં ફ્રાન્સની રાજધાની પેરિસમાં મળેલાં મિત્રરાષ્ટ્રોએ શાંતિ પ્રક્રિયા હાથ ધરી, જે પેરિસ શાંતિ તરીકે પ્રસિધ્ધ બની.

 • તેમાં 58 જેટલાં કમિશનો રચાયા. તેમની 145 જેટલી બેઠકો યોજવામાં આવી હતી. આ શાંતિ સંમેલનમાં જર્મની સાથેની સમજૂતી વર્સેલ્સના શીશમહેલ (મિટર પેલેસ) માં કરવામાં આવી હતી. તેથી તે વર્સેલ્સની સંધિ તરીકે ઓળખાઈ.
 • અંતે મિત્રરાષ્ટ્રોએ હારેલાં રાષ્ટ્રો પર જૂન, 1919માં વર્સેલ્સની સંધિ લાદી. આ સંધિમાં ચાર પ્રકારની જોગવાઈઓ કરવામાં આવી હતી : (1) પ્રાદેશિક વ્યવસ્થા, (2) લશ્કરમાં ઘટાડો અને નિ:શસ્ત્રીકરણ, (3) યુદ્ધમાં વળતરના હપ્તાની ગોઠવણી અને યુદ્ધદંડ તથા (4) અન્ય જોગવાઇઓ.
 • વર્સેલ્સની સંધિમાં અમેરિકાના પ્રમુખ વુડ્રો વિલ્સને, બ્રિટિશ વડા પ્રધાન લોર્ડ જ્યોર્જ અને ફ્રાન્સના વડા ક્લેમેન્સોએ મહત્વની કામગીરી કરી.
 • પ્રથમ વિશ્વયુદ્ધ માટે જર્મનીને જવાબદાર ગણીને તેની પર 6.5 અબજ પાઉન્ડનો યુદ્ધદંડ લાદવામાં આવ્યો.
 • ફ્રાન્સે જર્મનીનો રૂહર પ્રાંત પડાવી લીધો. જર્મનીની રહાઈન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી.
 • ફ્રાન્સની સરહદે આવેલા રહાઈન પ્રદેશમાં કિલ્લેબંધી કરવાની મનાઈ ફરમાવવામાં આવી. દેશના ખનીજોથી સમૃદ્ધ પ્રદેશો 15 વર્ષ માટે ફ્રાન્સને આપવામાં આવ્યા.
 • જર્મનીનાં મોટા ભાગનાં સંસ્થાનો પડાવી લેવામાં આવ્યા.
 • આલ્સેસ અને લોરેન્સ પ્રાંત ફ્રાન્સને પાછા આપવામાં આવ્યાં.
 • યુદ્ધના દંડપેટે જર્મનીએ દર વર્ષે મોટા જથ્થામાં કોલસો અને લોખંડ ફ્રાન્સ અને મિત્રરાષ્ટ્રોને આપવાનું નક્કી કર્યું.
 • આ તમામ શરતો પર જર્મની પાસે બંદૂકની અણીએ બળજબરીપૂર્વક સહી કરાવવામાં આવી. આથી જર્મન પ્રજા હતાશ અને નિરાશ થઈ.
 • વર્સેલ્સની સંધિથી જર્મનીનું અર્થતંત્ર છિન્નભિન્ન થઈ ગયું.
4. દૂરગામી પરિણામો : યુદ્ધમાં પરાજિત રાષ્ટ્રો સાથે કરવામાં આવેલી વર્સેલ્સની સંધિમાં વેરની ભાવના હતી. તેનાથી વિશ્વમાં શાંતિ સ્થાપી શકાય નહીં.

 • વિશ્વશાંતિ જાળવવા રાષ્ટ્રસંઘ (The League of Nations) ની સ્થાપના થઈ.
 • રશિયાને રાષ્ટ્રસંઘમાં સ્થાન આપવામાં આવ્યું નહિ. અમેરિકા રાષ્ટ્રસંઘમાં જોડાયું નહિ.​​​​​​​
 • વિશ્વ ફરીથી બે ભાગોમાં વહેંચાઈ ગયું. આમ, પ્રથમ વિશ્વયુદ્ધની શાંતિ પ્રક્રિયામાં જ દ્વિતીય વિશ્વયુદ્ધનાં બી રોપાયાં.


પ્રથમ વિશ્વયુદ્ધ માટે જવાબદાર પરિબળો વિશે લખો.

Hide | Show

જવાબ : પ્રથમ વિશ્વયુદ્ધ માટેનાં જવાબદાર પરિબળો નીચે મુજબ હતા :

1. આર્થિક પરિબળ : ઔધોગિક ક્રાંતિ અને સંસ્થાનવાદના ઝડપથી ફેલાવાને લીધે યુરોપના દેશોને પુષ્કળ કાચા માલની જરૂર પડતી હતી.

 • 19મી સદીને અંતે જર્મનીએ એશિયા અને આફ્રિકાનાં બજારોમાં ઈંગ્લેન્ડ તથા ફ્રાન્સની તુલનામાં માલ ઓછી કિંમતે વેચવા માંડ્યો. આ રીતે તેણે ઈંગ્લેન્ડ અને ફ્રાન્સનાં એશિયા તથા આફ્રિકાનાં બજારો તોડવા લાગ્યા. પરિણામે જર્મનીએ ઈંગ્લેન્ડ અને ફ્રાન્સ સાથે તીવ્ર આર્થિક સ્પર્ધા થઈ.
2. લશ્કરવાદ : પાડોશી દેશોના આક્રમણના ભય અને શંકાથી ઈંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની, ઈટાલી, રશિયા વગેરે દેશોએ સ્વરક્ષણના બહાના હેઠળ પોતાનાં લશ્કર અને શસ્ત્રસામગ્રીમાં વધારો કરવા લાગ્યો.

 • આમ, આર્થિક સ્પર્ધામાં લશ્કરી સ્પર્ધા ઉમેરાતાં યુદ્ધનું વાતાવરણ સર્જાયું.
3. જુથબંધીઓ – ગુપ્ત સંધિઓ : ઇ.સ. 1914 પહેલાં એક બાજુ જર્મની, ઓસ્ટ્રેલિયા, હંગેરી, બલ્ગેરિયા અને તુર્કીનું જુથ, તો બીજી બાજુ ઈંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા અને જાપાનનું જુથ રચાયું.

 • યુરોપની સત્તાઓ બે જૂથોમાં વહેંચાઈ ગઈ. આ બંને જૂથો વચ્ચે ઈર્ષા, દુશ્મનાવટ, આશંકા, ભય, તિરસ્કાર અને સંઘર્ષની સ્થિતિ સર્જાઈ. પ્રથમ વિશ્વયુદ્ધનું આ મહત્વનું પરિબળ બન્યું.
4. ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના : બેલ્જિયમ અને ગ્રીસની સ્વતંત્રતા તેમજ ઈટાલી અને જર્મનીનું એકીકરણ થયું. યુરોપમાં આર્થિક ઈર્ષાઓ, ખેંચતાણો, પ્રતિસ્પર્ધાઓ અને સામ્રાજ્યવાદની અત્યંત વૃદ્ધિને કારણે એકબીજાં રાષ્ટ્રોનાં હિતો ટકરાવા લાગ્યાં. યુરોપનાં આગળ પડતાં રાષ્ટ્રોએ પોતાની પ્રજાને ઉગ્ર અને આક્રમક દેશભક્તિના પાઠો શીખવ્યા, પોતાના દેશ માટે પ્રેમ અને બીજાં રાષ્ટ્રો પ્રત્યેની ધૃણાને ઉત્તેજન આપવા લાગ્યું. જર્મનીનો સમ્રાટ કૈસર વિલિયમ બીજો અત્યંત મહત્વકાંક્ષી અને સામ્રાજ્યવાદી હતો. તે વિશ્વપ્રભુત્વ ની નીતિમાં માનતો હતો. તે પોતાની પ્રચંડ લશ્કરી તાકાતથી ઈંગ્લેન્ડ અને ફ્રાન્સને ડરાવીને પોતાનું ધાર્યું કરવા ઇચ્છતો હતો. વિલિયમની નીતિએ જર્મની અને સમગ્ર વિશ્વને યુદ્ધના મુખમાં ધકેલ્યું.

5. વર્તમાનપત્રોનો ફાળો : યુરોપનાં વર્તમાનપત્રોનાં આકરાં, ઉશ્કેરણીજનક, અતિશયોક્તિભર્યા અને જૂઠાં લખાણોએ યુદ્ધની ભૂમિકા સર્જી.

6. યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન : યુરોપમાં બધે યુદ્ધ એ જ કલ્યાણ ની નીતિએ જોર પકડયું.

 • ટ્રીટસ્કે નામના જર્મન લેખકે શક્તિમાનને જ જીતવાનો હક છે. અને યુદ્ધ એ રાષ્ટ્રીય જરૂરિયાત છે. ના સિધ્ધાંતો પ્રચલિત કર્યા.
 • નીત્સે નામના જર્મન લેખકે યુદ્ધને પવિત્ર કાર્ય ગણાવ્યું.
7. તાત્કાલિક કારણ : ઓસ્ટ્રેલિયાના રાજકુમાર આર્કડ્યૂક ફર્ડિનાન્ડ અને તેની પત્નીનાં બોસ્નિયાની રાજધાની સારાજેવોમાં સર્બિયાની કાળા હાથ (બ્લેક હેન્ડ) નામની ઉગ્ર સંસ્થાના સભ્યે ખૂન કર્યા.

 • આ ઘટના પાછળ સર્બિયાનો હાથ હોવાનો ઓસ્ટ્રેલિયાએ આક્ષેપ મૂક્યો અને 48 કલાકમાં તેના ગુનેગારને પકડી ઓસ્ટ્રેલિયા સમક્ષ હાજર કરવાનું સર્બિયાને આખરીનામું આપ્યું. સર્બિયાએ પોતે આ ઘટનાથી અજાણ હોવાનું જાહેર કર્યું. ઓસ્ટ્રેલિયાએ સર્બિયાની દલીલ સાંભળી નહિ અને 28 જુલાઇ, 1914ના રોજ તેણે સર્બિયા સામે યુદ્ધ જાહેર કર્યું.​​​​​​​
 • આમ, ઓસ્ટ્રેલિયાના રાજકુમાર અને તેની પત્નીના ખૂનનો બનાવ પ્રથમ વિશ્વયુદ્ધનું કારણ બન્યું.


પશ્ચિમ યુરોપ, એશિયા અને આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવાની પ્રક્રિયા લખો.

Hide | Show

જવાબ : 1. પશ્ચિમ યુરોપમાં સ્થપાયેલાં સંસ્થાનો : પશ્ચિમ યુરોપનાં રાષ્ટ્રે સામ્રાજ્યવાદી ભાવના ધરાવતાં હતાં. તેમણે તેમનાં પડોશી રાષ્ટ્રો પર પણ સત્તા જમાવી હતી.

 • નેધરલેન્ડ્સ, બેલ્જિયમ અને લકઝમ્બર્ગ પર સ્પેને સત્તા જમાવી હતી.
 • પોર્ટુગીઝ શાસક બિનવારસ મૃત્યુ પામતાં લોહીના સંબંધે, પોર્ટુગલ સ્પેનના રાજા ફિબિટ્સ બીજાના હાથમાં આવ્યું.
 • લગભગ છ દાયકા સુધી બિનયુરોપીયન દેશોમાં સંસ્થાનો સ્થાપવાનો ઈજારો એકમાત્ર સ્પેન પાસે રહ્યો.
 • ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયાએ ઈટાલી અને જર્મની પર સત્તા જમાવી.
2. એશિયામાં સ્થપાયેલાં સંસ્થાઓ : ઇંગ્લેન્ડે ભારતમાં સત્તા જમાવ્યા પછી શ્રીલંકા, મ્યાનમાર (બર્મા), સિંગાપુર, મલાયા વગેરે ભારતના પાડોશી દેશો પર સત્તા જમાવી.

 • ઇંગ્લેન્ડે ચીનમાં પ્રવેશ મેળવ્યા પછી કેન્ટોન બંદરે અફીણનો વેપાર શરૂ કર્યો. તેથી ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે અફીણ વિગ્રહો થયા. તેમાં ચીનની હાર થતાં ઈંગ્લેન્ડને ચીનમાં બીજાં 5 બંદરો મળ્યાં. તેથી ચીનમાં ઈંગ્લેન્ડની સત્તામાં વધારો થયો.
 • ચીનની નિર્બળતાનો લાભ ઉઠાવી રશિયા, જર્મની, ફ્રાન્સ, બેલ્જિયમ, અમેરિકા વગેરે દેશોએ પણ ચીનમાં વેપારી અને રાજકીય અધિકારો મેળવ્યા.
 • પશ્ચિમ એશિયાના દેશોમાં ખનીજ તેલના વિપુલ ભંડારો હતા. તેથી ઈંગ્લેન્ડ, જર્મની, રશિયા અને અમેરિકાએ ઈરાન, ઈરાક, કુવૈત, સાઉદી અરેબિયા, બહેરીન વગેરે દેશોમાં પોતાની તેલ કંપનીઓ સ્થાપી.
3. આફ્રિકામાં સ્થપાયેલાં સંસ્થાઓ : 15મી સદીના અંત ભાગમાં સૌપ્રથમ નેધરલેન્ડ્સ (હોલેન્ડ) નાં ડચ લોકોએ આફ્રિકાના દક્ષિણ ભાગમાં – કેપમાં પોતાનું સંસ્થાન સ્થાપ્યું.

 • ત્યારપછી ઇંગ્લેન્ડે કેપમાં અને ફ્રાન્સે ઉત્તર આફ્રિકામાં અલ્જિરિયામાં સંસ્થાનો સ્થાપ્યા.
 • બેલ્જિયમના રાજા લિયોપોલ્ડે કૉંગોનો પ્રદેશ કબજે કરી ત્યાં પોતાની સત્તા સ્થાપી.
 • ઇંગ્લેન્ડે ઈજિપ્ત તથા પૂર્વ આફ્રિકાના કેટલાક વિસ્તારોમાં તેમજ દક્ષિણ આફ્રિકા, નાતાલ, ટ્રાન્સવાલ વગેરેમાં પોતાની સત્તા સ્થાપી.
 • ફ્રાન્સે ટ્યૂનિસિયા, મોરોક્કો, પશ્ચિમ આફ્રિકાના પ્રદેશો વગેરેમાં પોતાનું રાજ્ય સ્થાપ્યું.
 • જર્મનીએ પૂર્વ અને પશ્ચિમ આફ્રિકાના કેટલાક પ્રદેશોમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું.
 • ઈટાલીએ રાતા સમુદ્રની આસપાસના પ્રદેશો પર સત્તા જમાવી.
 • સ્પેન અને પોર્ટુગલે આફ્રિકાના કેટલાક પ્રદેશોમાં પોતાનાં સંસ્થાનો સ્થાપ્યા.
આમ, ઇ.સ. 1880 સુધીમાં યુરોપના મોટા ભાગના દેશોએ એશિયા અને આફ્રિકાના ઘણા પ્રદેશોમાં પોતાનાં સંસ્થાનો સ્થાપ્યા.


There are No Content Availble For this Chapter

Take a Test

Choose your Test :

પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ

ઈતિહાસ

Browse & Download GSEB Books For ધોરણ ૦૯ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.