જવાબ : ચિત્તરંજદાસનું અવસાન થતાં ‘સ્વરાજ પક્ષ’ નબળો પડ્યો.
જવાબ : ચિત્તરંજદાસ મુનશી અને મોતીલાલ નેહરુએ સ્વરાજ પક્ષની સ્થાપના કરી.
જવાબ : ચૌરીચૌરાના બનાવને લીધે ગાંધીજીએ અસહકારનું આંદોલન પાછું ખેંચી લીધું.
જવાબ : અસહકારના આંદોલન દરમિયાન હિન્દુ જમીનદારો અને મુસ્લિમ ખેડૂતો વચ્ચે ‘મોપલા બળવો’ થયો હતો.
જવાબ : અસહકારના આંદોલનની શરૂઆતમાં ‘નાઈટ હૂડ સન્માન’ નો ત્યાગ રવીન્દ્રનાથ ઠાકુરે કર્યો.
જવાબ : અસહકારના આંદોલનની શરૂઆતમાં ગાંધીજીએ ‘કૈસરે હિંદ’ ખિતાબનો ત્યાગ કર્યો હતો.
જવાબ : અસહકારના આંદોલનને કોંગ્રેસના નાગપુર અધિવેશનમાં બહોળી મળી.
જવાબ : પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ઇસ્લામ ધર્મના ખલીફા તુર્કીનો સુલતાન હતો.
જવાબ : પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તુર્કી જર્મનીના પક્ષે જોડાયું હતું.
જવાબ : જલિયાંવાલા બાગનો હત્યાકાંડ જનરલ ઓડોનીલ ડાયરે સર્જ્યો હતો.
જવાબ : જલિયાંવાલા બાગનો હત્યાકાંડ પંજાબના વૈશાખી તહેવારના દિવસે બન્યો હતો.
જવાબ : જલિયાંવાલા બાગ અમૃતસરમાં આવેલો છે.
જવાબ : 'રોલેટ એક્ટ' કાયદો કાળા કાયદા તરીકે ઓળખાયો.
જવાબ : ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ્ રાજચંદ્ર હતા.
જવાબ : ગાંધીજીના રાજકીય ગુરુ ગોપાલકૃષ્ણ ગોખલે હતા.
જવાબ : ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં રંગભેદ વિરુદ્ધ સત્યાગ્રહની લડત ચલાવી હતી.
જવાબ : રશિયાના ટ્રોટસ્કીએ ભારતના ક્રાંતિકારીઓને બધી જ મદદ કરવા વચન આપ્યું હતું.
જવાબ : રાજા મહેન્દ્ર પ્રતાપે પોતાની સહીવાળી સોનાની પટ્ટી રશિયાના ઝારને મોકલાવી હતી.
જવાબ : પરદેશની ભૂમિ પર હિન્દનો સૂચિત રાષ્ટ્રધ્વજ સૌપ્રથમ મૅડમ ભિખાઈજી કામાએ ફરકાવ્યો હતો.
જવાબ : જર્મનીમાં ‘હિંદ રાષ્ટ્રીય સ્વયંસેવક દળ’ ની રચના ચંપક રમણ પિલ્લાઈએ કરી હતી.
જવાબ : અંગ્રેજ વિલિયમ વાયલીની હત્યા મદનલાલ ધીંગરાએ કરી હતી.
જવાબ : શ્રી અરવિંદ ઘોષે ‘ભવાની મંદિર’ પુસ્તકમાં ક્રાંતિની યોજના લખી હતી.
જવાબ : અમદાવાદમાં રાયપુર દરવાજા બહાર વાઈસરૉય મિન્ટોની બગી પર બોમ્બ નાખવાનો ક્રાંતિકારી બનાવ બન્યો હતો.
જવાબ : સાકરિયા સ્વામી 1857ના સ્વાતંત્ર્યસંગ્રામ સમયે ઝાંસીની રાણી સાથે હતા.
જવાબ : બારીન્દ્રકુમાર ઘોષને ગુજરાતમાં નર્મદા કાંઠે સાકરિયા સ્વામી મળ્યા.
જવાબ : શ્રી અરવિંદ ધોષના ભાઈનું નામ બારીન્દ્રકુમાર ઘોષ હતું.
જવાબ : ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા શ્રી અરવિંદ ધોષે તૈયાર કરી હતી.
જવાબ : ‘સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને તેને લઈને જ હું જંપીશ’ એમ બાળગંગાધર ટિળકે જાહેર કર્યું.
જવાબ : લાલ-બાલ-પાલની ત્રિપુટીએ જહાલવાદી નીતિ અપનાવી હતી.
જવાબ : ઈ.સ. 1907ના સુરતના કૉંગ્રેસ અધિવેશનમાં કૉંગ્રેસના જહાલ અને મવાળ ભાગલા પડ્યા.
જવાબ : ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત વાસુદેવ બળવંત ફડકેએ કરી હતી.
જવાબ : કેટલાક લેખકો વાઇસરોય મિન્ટોને ‘મુસ્લિમ કોમવાદના પિતા’ કહે છે.
જવાબ : ઈ.સ. 1906માં મુસ્લિમોએ મુસ્લિમ લીગની સંસ્થા સ્થાપી.
જવાબ : બંગાળના ભાગલાના અમલનો દિવસ રાષ્ટ્રીય શોકદિન દિન તરીકે મનાવવામાં આવ્યો.
જવાબ : બંગાળના ભાગલા કર્ઝન વાઇસરોયે પાડ્યા.
જવાબ : અંગ્રેજોએ બંગાળના ભાગલા કોમવાદને ઉત્તેજન આપવા માટે પાડ્યા.
જવાબ : ભારતમાં બ્રિટિશ શાસન સમયે સૌથી મોટો પ્રાંત બંગાળ હતો.
જવાબ : 1857ના સ્વાતંત્ર્યસંગ્રામનો પ્રથમ શહીદ મંગળ પાંડે હતો.
જવાબ : અંગ્રેજો ‘ભાગલા પાડો અને રાજ કરો’ ની નીતિ વડે હિન્દુ-મુસ્લિમ વચ્ચે વૈમનસ્ય ઊભું કરવા માગતા હતા. અલગ મતાધિકાર અને અલગ અલગ મતદાર મંડળની માગણી કરવા એક મુસ્લિમ સંગઠનની રચના કરવા મુસ્લિમોના એક જૂથને સમજાવવામાં અંગ્રેજો સફળ રહ્યા.
જવાબ : 5 ફેબ્રુઆરી, 1942ના રોજ ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ચૌરીચૌરા ગામમાં લોકોએ પોલીસ ચોકીમાં ભરાયેલા 21 પોલીસોને જીવતા સળગાવી દીધા. આંદોલનમાં હિંસા થતાં ગાંધીજીને ખૂબ દુ:ખ થયું.
જવાબ : તેઓ અસહકારના આંદોલન દરમિયાન ભારતીય પ્રજામાં આવેલી જાગૃતિને ટકાવી રાખવા માગતા હતા.
જવાબ : ગાંધીજી હિંદુ–મુસ્લિમ એકતા જાળવવા માગતા હતા.
જવાબ : રોલેટ એક્ટ મુજબ કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિની ધડપકડ કરી શકાતી અને તેના પર મુકદમો ચલાવ્યા વિના દિવસો સુધી તેને જેલમાં પૂરી શકાતો.
જવાબ : વાઇસરોય મિન્ટોને શિમલામાં તેમની મુલાકાતે આવેલા મુસ્લિમોના પ્રતિનિધિમંડળને કોમવાદના ધોરણે અલગ મતાધિકારની માગણી રજૂ કરવા જણાવ્યુ. આમ, વાઈસરોય મિન્ટોએ જ મુસ્લિમોને સહયોગી બનાવવાની નીતિની શરૂઆત કરી હતી.
જવાબ : બંગાળ પ્રાંતનો વહીવટ કાર્યક્ષમ બનાવવાના બહાના હેઠળ તે ભારતમાં સૌથી વધુ જાગ્રત બંગાળી પ્રજા, હિંદુ અને મુસ્લિમ પ્રજાની કોમી એકતા તોડવા ઇચ્છતો હતો.
જવાબ : આ રાઈફલ પ્રત્યે ભારતીય સૈનિકોમાં ઉગ્ર અસંતોષ હતો.
જવાબ : પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તુર્કી જર્મનીના પક્ષે જોડાયું. તેથી ઇંગ્લેન્ડના વિજય પછી તેની સાથે જે સંધિ કરવામાં આવી હતી, તેની શરતો અત્યંત કડક અને અન્યાયી હતી. તુર્કીનો સુલતાન એ વખતે ઇસ્લામ ધર્મનો ખલીફા (ધાર્મિક વડો) હતો. તેણે સંધિની શરતોનો વિરોધ કર્યો. સંધિની શરતો હળવી કરવા માટે ભારતમાં જે ચળવળ થઈ તેને ‘ખિલાફત ચળવળ’ કહેવામા આવે છે.
જવાબ : તે ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાનું એક ગામ છે. એ ગામમાં અસહકારના આંદોલન દરમિયાન લોકોના ટોળાએ પોલીસ ચોકીમાં પુરાયેલા 21 પોલીસોને જીવતા સળગાવી દીધા હતા.
જવાબ : અંગ્રેજ સરકારે પોતાના વિરોધીઓ પર દમન ગુજારવા માટે ‘રોલેટ એક્ટ’ બનાવ્યો. તેનાથી ભારતીયોનું વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્ય છીનવાઇ ગયું. ગાંધીજીએ ‘રોલેટ એક્ટ’ ને કાળો કાયદો કહ્યો હતો.
જવાબ : અસહકારના આંદોલનમાં બહિષ્કારનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. તેમાં લોકોને સરકારી નોકરીઓ અને ઇલકાબો, સરકારી શાળા – કોલેજો, અદાલતો, ધારાસભાઓ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, સરકારી સમારંભો, વિદેશી કાપડ સહિત બધી ચીજવસ્તુઓનો બહિષ્કાર કરવાનો સમાવેશ થતો હતો.
જવાબ : ચિત્તરંજનદાસ - કોંગ્રેસના અગ્રણી નેતા હતા. તેઓ દેશબંધુના નામથી ઓળખાતા હતા. તેમણે મોતીલાલ નેહરુની સાથે કોંગ્રેસમાં ‘સ્વરાજ્ય પક્ષ’ સ્થાપ્યો હતો.
જવાબ : જનરલ ડાયર અમૃતસરનો અંગ્રેજ લશ્કરી અધિકારી હતો. લોકપ્રિય નેતાઓ ડો. સત્યપાલ અને ડો. કિચલૂની ધરપકડનો શાંત રીતે વિરોધ કરવા અમૃતસરના જલિયાંવાલા બાગમાં એકત્ર થયેલા લોકોને કોઈપણ જાતની ચેતવણી આપ્યા વિના અંધાધૂંધ ગોળીબાર કરાવી તેણે હત્યાકાંડ સર્જ્યો હતો.
જવાબ : મૅડમ ભિખાઈજી કામા જર્મનીના પેરિસ શહેરમાં ક્રાંતિકારી પ્રવૃતિ ચલાવતાં હતાં. ઈ.સ. 1907માં જર્મનીના સ્ટુઅર્ટ ગાર્ડ શહેરમાં યોજાયેલી ‘આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદ’ માં સૌપ્રથમ તેમણે પોતે તૈયાર કરેલો ભારતનો રાષ્ટ્રધ્વજ (સૂચિત) કરાવ્યો હતો.
જવાબ : મહર્ષિ અરવિંદ ઘોષે સૌપ્રથમ ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરી. તેમણે ‘ભવાની મંદિર’ નામના પુસ્તકમાં ક્રાંતિની યોજના વર્ણવી છે.
જવાબ : ચિત્તરંજનદાસ મુનશી અને મોતીલાલ નેહરુએ અસહકારના આંદોલન દરમિયાન પ્રજામાં આવેલી જાગૃતિને ટકાવી રાખવા સ્વરાજ્ય પક્ષની સ્થાપના કરી.
જવાબ : ‘અહિંસાનું મૂલ્ય નહિ સમજનારા લોકોના હાથમાં સત્યાગ્રહનું શસ્ત્ર મૂકીને મેં હિમાલય જેવડી મોટી ભૂલ કરી છે’ એમ કહીને ગાંધીજીએ અસહકારનું આંદોલન તત્કાળ પાછું ખેંચી લીધું.
જવાબ : મૌલાના સોક્તઅલી અને મૌલાના મોહમ્મદઅલી નામના બે અલી ભાઈઓ ખિલાફત ચળવળના મુખ્ય નેતાઓ હતા.
જવાબ : 13 એપ્રિલ, 1919 ના વૈશાખીના તહેવારના દિવસે પંજાબના અમૃતસર શહેરમાં જલિયાંવાલા બાગમાં સભાનું આયોજન કરવામાં આવ્યું.
જવાબ : મોતીલાલ નહેરુના મતે રોલેટ એક્ટથી વ્યક્તિનો ‘દલીલ, અપીલ અને વકીલ’ તરીકેનો અધિકાર છીનવી લેવામાં આવ્યો.
જવાબ : રોલેટ એક્ટ મુજબ કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી શકાતી તેમજ તેના પર મુકદમો ચલાવ્યા વિના દિવસો સુધી તેને જેલમાં પૂરી શકાતી. આથી ગાંધીજીએ રોલેટ એક્ટને ‘કાળો કાયદો’ કહ્યો.
જવાબ : રોલેટ એક્ટનો મુખ્ય ઉદ્દેશ ક્રાંતિકારીઓ અને રાષ્ટ્રવાદીઓ પર દમન ગુજારવાનો હતો.
જવાબ : ઈ.સ. 1915માં ગાંધી દક્ષિણ આફ્રિકાથી ભારત પાછા ફર્યા ત્યારે તેમને ગુરુ ગોપાલકૃષ્ણ ગોખલે અને શ્રીમદ્ રાજચંદ્ર પાસેથી પ્રેરણા મેળવી.
જવાબ : મેડમ ભિખાઈજી કામાને તૈયાર કરેલો ભારતનો રાષ્ટ્રધ્વજ (સૂચિત) સૌપ્રથમ ઈ.સ. 1907માં જર્મનીના સ્ટુઅર્ટ ગાર્ડ શહેરમાં યોજાયેલી ‘આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદ’ માં ફરકાવવામાં આવ્યો.
જવાબ : ભારતમાં ઉદ્દભવેલી ઉગ્ર ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ઈંગ્લેન્ડ, કેનેડા, અમેરિકા, જર્મની, ફ્રાન્સ, મ્યાનમાર (બર્મા), મલાયા, સિંગાપુર, અફઘાનિસ્તાન (કાબુલ), રશિયા વગેરે દેશોમાં પ્રસરી હતી.
જવાબ : ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની યોજનાનો વિચાર ફેલાવવા માટે ‘ભવાની મંદિર’, ‘દેશી વનસ્પતિ દવાઓ’, ‘નાહવાના સાબુ બનાવવાની રીત’, ‘કસરત’, ‘ગુલાબનો કિસ્સો’, ‘કાયદાનો સંગ્રહ’ વગેરે પુસ્તિકાઓ પ્રગટ કરવામાં આવી.
જવાબ : ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા સર્વપ્રથમ શ્રી અરવિંદ ઘોષે તૈયાર કરી હતી.
જવાબ : રાષ્ટ્રીય આંદોલનના બીજા તબક્કામાં કાકોરી લૂંટ કેસ, લાહોર હત્યાકાંડ, દિલ્લીની કેન્દ્રિય ધારાસભામાં બોમ્બ ફેંકવો વગેરે બનાવો બનેલા.
જવાબ : પ્રથમ તબક્કામાં ‘સંધ્યા’, ‘યુગાંતર’, ‘નવશક્તિ’, ‘વંદે માતરમ’, ‘કેસરી’, ‘મરાઠા’ વર્તમાનપત્રો અને સામયિકોએ રાષ્ટ્રીય આંદોલનને બળ પૂરું પાડ્યું.
જવાબ : લોક્માન્ય બાળગંગાધર ટિળકે જાહેર કર્યું : ‘સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે અને તેને લઇને જ હું ઝંપીશ.’
જવાબ : જહાલવાદના મુખ્ય નેતાઓ લાલા લજપતરાય, બાળગંગાધર ટિળક અને બિપિનચંદ્ર પાલ હતા. આ નેતાઓ ‘લાલ–બાલ–પાલ’ ની ત્રિપુટીના નામે ઇતિહાસમાં પ્રખ્યાત છે.
જવાબ : ભારતમાં ક્રાંતિકારી પ્રવૃતિની શરૂઆત વાસુદેવ બળવંત ફડકેએ કરી.
જવાબ : બંગાળના ભાગલાનો દિવસ સમગ્ર બંગાળ પ્રાંતમાં ‘રાષ્ટ્રીય શોકદિન’ તરીકે મનાવવામાં આવ્યો.
જવાબ : કેટલાક લેખકો વાઈસરોય મિન્ટોને ‘મુસ્લિમ કોમવાદના જનક’ કહે છે.
જવાબ : મુસ્લિમ લીગની સ્થાપનામાં મુસ્લિમોના ધાર્મિક વડા આગાખાન, ઢાકાના નવાબ સલીમ ઉલ્લાખાં, વાઇસરોય મિન્ટો અને તેમના ખાનગી મંત્રી ડનડોપ સ્મિથ વગેરેએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
જવાબ : ઇ.સ. 1906માં મુસ્લિમ લીગની સ્થાપના થઈ હતી.
જવાબ : ઇ.સ. 1911માં બંગાળના ભાગલા રદ કરવામાં આવ્યા.
જવાબ : બંગભંગના આંદોલનના મુખ્ય લક્ષણો : (1) સ્વદેશી અપનાવવું, (2) વિદેશી માલનો બહિષ્કાર કરવો અને (3) રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું.
જવાબ : 16 ઓક્ટોબર, 1905 ના રોજ બંગાળના પ્રાંતના ભાગલાનો અમલ કરવામાં આવ્યો.
જવાબ : વાઇસરોય કર્ઝને વિશાળ બંગાળ પ્રાંતમાં વહીવટી કાર્યક્ષમતા લાવવાના બહાના હેઠળ બંગાળના બે ભાગલા પાડ્યા.
જવાબ : વાઇસરોય કર્ઝને ભારતમાં કોમવાદને ઉત્તેજન આપવા માટે ‘ભાગલા પાડો અને રાજ કરો’ (divide and Rule) ની કૂટનીતિ અપનાવી.
જવાબ : વાઇસરોય કર્ઝને બંગાળના ભાગલા પાડયા.
જવાબ : અંગ્રેજોની ‘ભાગલા પાડો અને રાજ કરો' ની કૂટનીતિને લીધે બહિષ્કાર આંદોલન અને સ્વદેશી ચળવળને વેગ મળ્યો.
જવાબ : ઇ.સ. 1857ના સંગ્રામનું પરિણામ : ભારતમાંથી કંપનીના શાસનનો અંત આવ્યો અને ભારત પર બ્રિટિશ તાજનું (ઈંગ્લૅન્ડની સરકારનું) શાસન સ્થપાયું.
જવાબ : ભારતના લશ્કરની નવી દાખલ કરાયેલી એન્ફિલ્ડ નામની રાઇફલ ઈ.સ. 1857ના સંગ્રામનું તાત્કાલિક કારણ હતું.
જવાબ : (1) અંગ્રેજ શાસન દરમિયાન બંગાળ ભારતની સૌથી મોટો પ્રાંત હતો. તેથી તેનો વહીવટ કરવો ખૂબ મુશ્કેલ બન્યો હતો. (2) તે સમયના વાઇસરોય કર્ઝને વહીવટી કાર્યક્ષમતા લાવવાના બહાના હેઠળ બંગાળની પ્રજાની - હિંદુ અને મુસ્લિમ પ્રજાની એકતા તોડી પાડવા અને વધતી જતી રાષ્ટ્રીય ચેતનાના જુવાળને રોકવા માંગતો હતો. (3) આથી તેને ઈ.સ 1905માં બંગાળના બે ભાગ પાડ્યા : 1. પુર્વ બંગાળ (રાજધાની - ઢાકા) અને 2. પશ્ચિમ બંગાળ (રાજધાની – કોલકાતા).
જવાબ : ‘સ્વરાજ્ય પક્ષ’ ની પ્રતિષ્ઠા ઓછી થવાના કારણો : (1) ‘સ્વરાજ્ય પક્ષ’ ના એક સ્થાપક ચિત્તરંજનદાસ મુનશીનું જૂન, 1925માં અવસાન થયું. (2) ‘સ્વરાજ્ય પક્ષ’ ના કેટલાક સભ્યોએ અંગ્રેજ સરકારને સહકાર આપવાની નીતિ અપનાવી. (3) પક્ષના કેટલાક સભ્યોએ ‘નેશનલ પાર્ટી’ નામનો નવો પક્ષ સ્થાપ્યો.
જવાબ : (1) ગાંધીજી બ્રિટિશ સરકાર સામે અહિંસક આગ્રહી હતા. (2) 5 ફેબ્રુઆરી, 1922ના રોજ ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ચૌરીચૌરા ગામમાં લોકો હિંસાને માર્ગે વળ્યા. (3) તેમણે પોલીસ ચોકીમાં ભરાયેલા 21 પોલીસોને જીવતા સળગાવી દીધા. (4) આંદોલનમાં હિંસા થતાં ગાંધીજીને ખૂબ દુ:ખ થયું. અહિંસક લડત માટે લોકો હજુ તૈયાર નથી એમ તેમને લાગ્યું. આથી તેમણે અસહકારનું આંદોલન મોકૂફ રાખ્યું.
જવાબ : (1) પ્રથમ વિશ્વયુદ્ધમાં તુર્કી જર્મની સાથે જોડાયેલું હતું. (2) પ્રથમ વિશ્વયુદ્ધને અંતે પરાજિત તુર્કી સાથે કરાયેલી સંધિની શરતો અત્યંત કડક અને અન્યાયી હતી. (3) તે સમયે તુર્કીનો સુલતાન મુસ્લિમ ધર્મનો ખલીફા (ધાર્મિક વડો) હતો. (4) તેથી ખલીફા પર થયેલા અન્યાયથી હિંદના મુસ્લિમો ભારે ગુસ્સે થયા. (5) તેમણે ખલીફા પર લદાયેલી કડક શરતો હળવી કરવા માટે હિંદમાં ‘ખિલાફત ચળવળ’ શરૂ કરી.
જવાબ : રોલેટ એક્ટની મુખ્ય બે જોગવાઈઓ : (1) કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિની કારણ દર્શાવ્યા વિના ધરપકડ થઈ શકતી. (2) તેના પર મુકદમો ચલાવ્યા વિના દિવસો સુધી તેને જેલમાં પૂરી શકાતી.
જવાબ : વિશ્વના કેટલા દેશોમાં ફેલાયેલી ક્રાંતિકારી પ્રવૃતિઓમાં શ્યામજી કૃષ્ણ વર્મા, મદનલાલ ધીંગરા, વીર સાવરકર, લાલા હરદયાળ, ઉધમસિંહ, રાજા મહેન્દ્ર પ્રતાપ, મેડમ ભિખાઈજી કામા, રાણા સરદારસિંહ, મૌલાના અબ્દુલા, મૌલાના બશીર, ચંપક રમણ પિલ્લાઈ, ડો. મથુરસિંહ, ખુદાબખ્શ વગેરે ક્રાંતિકારીઓ સક્રિય રીતે સંળાયેલા હતા.
જવાબ : ભારતના મહારાષ્ટ્ર, બંગાળ, પંજાબ, બિહાર, ઓડિશા, ગુજરાત, રાજસ્થાન, ચેન્નઈ પ્રાંત, ઉત્તર પ્રદેશ અને મધ્ય ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ પ્રસરી. આ પ્રવૃતિઓને ‘મિત્રમેળા સોસાયટી’, ‘અભિનવ ભારત સમાજ’, ‘અનુશીલન સમિતિ', ‘અંજુમન – એ – મુહિલ્લાને વતન’, ‘ઇન્ડિયન પેટ્રિઓટ્સ એસોસિયેશન’ (‘ભારતમાતા’) વગેરે સંસ્થાઓએ વેગ આપ્યો.
જવાબ : ભારતમાં ઉદ્દભવેલી અને દેશ - વિદેશમાં ફેલાયેલી ક્રાંતિકારી ચળવળો માટે બંગભંગ આંદોલન, ઈ.સ. 1907માં સુરત ખાતે યોજાયેલ કોંગ્રેસ અધિવેશનમાં કોંગ્રેસના પડેલા ‘જહાલ’ અને ‘મવાળ’ જૂથ એમ બે ભાગલા તથા કૉંગ્રેસની માત્ર ઠરાવો, વિનંતીઓ અને આજીજી કરવાની પદ્ધતિનો પ્રબળ વિરોધ વગેરે સંજોગો જવાબદાર છે.
જવાબ : ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરનાર ક્રાંતિવીરોના નામ : (1) વાસુદેવ બળવંત ફડકે (2) દામોદર ચાફેકર અને બાલકૃષ્ણ ચાફેકર (3) વીર સાવરકર (4) બારીન્દ્રનાથ ઘોષ (5) ખુદીરામ બોઝ (6) પ્રફુલ્લ ચાકી (7) રામપ્રસાદ બિસ્મિલ (8) અશફાક ઉલ્લાખાં (9) ચંદ્રશેખર આઝાદ (10) સરદાર ભગતસિંહ (11) શિવરામ રાજગુર (19) સુખદેવ થાપર (૧૩) બટુકેશ્વર દત્ત (14) રૌશનસિંહ વગેરે.
જવાબ : વાઇસરોય મિન્ટોએ શિમલામાં તેમની મુલાકાતે આવેલા મુસ્લિમોના પ્રતિનિધિમંડળને કોમવાદના ધોરણે અલગ મતાધિકારની માંગણી રજૂ કરવા જણાવ્યુ. આમ, વાઇસરોય મિન્ટોએ જ મુસ્લિમોને સહયોગી બનાવવાની નીતિની શરૂઆત કરી હતી. તેથી તેમને ‘મુસ્લિમ કોમવાદના પિતા' કહેવામાં આવે છે.
જવાબ : વિશાળ બંગાળ પ્રાંતમાં વહીવટી કાર્યક્ષમતા લાવવાના બહાના હેઠળ ઈ.સ. 1905માં તે સમયના વાઈસરોય કર્ઝને બંગાળના પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ એમ બે ભાગલા પાડ્યા. આની પાછળ કર્ઝનનો ઇરાદો સમગ્ર ભારતમાં સૌથી વધારે જાગ્રત બંગાળી પ્રજાની – હિંદુ અને મુસ્લિમ પ્રજાની કોમી એકતા તોડવાનો હતો.
જવાબ : (1) શ્રી અરવિંદ ઘોષે ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરી હતી. તેમણે ‘ભવાની મંદિર’ નામના પુસ્તકમાં ક્રાંતિની યોજના વર્ણવી હતી. (2) ઇ.સ. 1902માં બારીન્દ્રકુમાર ઘોષ ગુજરાત આવ્યા. તેમણે દક્ષિણ ગુજરાતમાં ક્રાંતિનો પ્રચાર કર્યો. અહીં તેમને શ્રી છોટુભાઈ પુરાણી અને શ્રી અંબુભાઇ પુરાણીનો સાથ મળ્યો. નર્મદા નદીના કિનારે તેમણે સાકરીયા સ્વામી મળ્યા. (3) શ્રી બારીન્દ્રકુમાર ઘોષે વડોદરા, ચરોતર પ્રદેશ (ખેડા), અમદાવાદ, મહેસાણા વગેરે સ્થળોએ ફરીને મધ્યવર્ગના યુવાનોને ક્રાંતિમાં જોડ્યા. (4) ગુજરાતમાં ઉગ્ર ક્રાંતિની યોજનાઓ ફેલાવવા માટે ‘દેશી વનસ્પતિની દવાઓ’, ‘નાહવાનો સાબુ બનાવવાની રીત’, ‘કસરત’, ‘ગુલાબનો કિસ્સો’, ‘કાયદાનો સંગ્રહ’ વગેરે શીર્ષકોવાળી પુસ્તિકાઓ પ્રકાશિત કરવામાં આવી. આ પુસ્તિકાઑમાં બોમ્બ બનાવવાની રીત હતી. (5) નર્મદા નદીના કિનારે ચાંદોદ - કરનાલી પાસે ‘ગંગનાથ વિદ્યાલય’ની સ્થાપના કરવામાં આવી. જે વિદ્યાલયમાં છૂપી રીતે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચાલતી હતી. (6) ગુજરાતના અનેક યુવાનો ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં જોડાયા.
જવાબ : અસહકાર આંદોલનને કારણે લોકોમાં આવેલી રાજકીય જાગૃતિને ટકાવી રાખવાના હેતુથી ચિત્તરંજનદાસ મુનશી અને મોતીલાલ નેહરુએ ઇ.સ. 1923માં સ્વરાજ્ય પક્ષની સ્થાપના કરી.
જવાબ : બ્રિટિશ સરકારના દમનનો તેમજ લોકપ્રિય નેતાઓ ડો. સત્યપાલ અને ડો. કિચલૂની ધરપકડનો વિરોધ કરવા 13 એપ્રિલ, 1919ના રોજ (વૈશાખી પુર્ણિમાના દિવસે) અમૃતસરના જલિયાંવાલા બાગમાં એક જંગી સભા ભરાઈ.
જવાબ : ભારતમાં અંગ્રેજ સરકારે રાષ્ટ્રવાદીઓ અને ક્રાંતિકારીઓ પર દમન ગુજરવાના ઉદ્દેશથી ઈંગ્લેન્ડના કાયદા પ્રધાન રોલેટના અધ્યક્ષ પદે ઇ.સ. 1919માં ‘રોલેટ એક્ટ’ ઘડ્યો. આ એક્ટ મુજબ અંગ્રેજ સરકારને શાંતિ અને સલામતીના નામે કોઈપણ વ્યક્તિની કારણ દર્શાવ્યા વિના ધરપકડ કરવાની તેમજ અદાલતમાં કેસ ચલાવ્યા વિના અનિશ્ચિત મુદત સુધી જેલમાં પૂરી રાખવાની સત્તા આપવામાં આવી. તેથી ગાંધીજીએ રોલેટ એક્ટને ‘કાળો કાયદો’ કહ્યો.
જવાબ : ભારતમાં શરૂ થયેલી ઉગ્ર ક્રાંતિકારી પ્રવૃતિઓ વિદેશોમાં ઈંગ્લેન્ડ, કેનેડા, અમેરિકા, જર્મની, ફ્રાન્સ, મ્યાનમાર (બર્મા), મલાયા, સિંગાપુર, કાબુલ (અફઘાનિસ્તાન), રશિયા વગેરે દેશોમાં ફેલાઈ.
જવાબ : ગાંધીજીએ ઈ. સ. 1920માં અસહકારનું આંદોલન શરૂ કર્યું. આ આંદોલનનાં બે પાસાં હતાં : (1) હકારાત્મક (રચનાત્મક) અને (2) નિષેધાત્મક (ખંડનાત્મક).
જવાબ : સ્વદેશી ચળવળનાં પરિણામો નીચે મુજબ આવ્યાં :
જવાબ : અસહકારના આંદોલનના કાર્યક્રમો : મહાત્મા ગાંધીએ પોતાની ‘કૈસરે હિંદી’ ની પદવીનો અને રવિન્દ્રનાથ ટાગોરે ‘નાઈટ હુડ’ ના ખિતાબનો ત્યાગ કર્યો. દેશના અન્ય નેતાઓએ પણ પોતપોતાની પદવીઓનો ત્યાગ કર્યો.
જવાબ : બંગભંગ આંદોલન, ઈ. સ. 1907માં સુરતમાં ભરાયેલ કોંગ્રેસ મહાસભાના અધિવેશનમાં કોંગ્રેસના ‘જહાલ’ અને ‘મવાળ’ એમ બે ભાગલા; કોંગ્રેસની માત્ર ઠરાવો, વિનંતીઓ અને આજીજી કરવાની પદ્ધતિનો પ્રબળ વિરોધ વગેરે સંજોગોને કારણે ભારતમાં ઉગ્ર ક્રાંતિકારી ચળવળ ઉદ્દભવી.
જવાબ : બહિષ્કાર આંદોલનનાં મુખ્ય ત્રણ લક્ષણો હતાં : (1) સ્વદેશી અપનાવવું. (2) વિદેશી માલનો બહિષ્કાર કરવો. (3) રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું.
(1) સ્વદેશી અપનાવવું : બંગભંગના આંદોલનને એક ભાગરૂપે બંગાળમાં સ્વદેશી ચળવળ શરૂ થઈ.ઈતિહાસ
The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.
The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.
For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.