GSEB Solutions for ધોરણ ૧૦ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

ભૂમિ સંરક્ષણ એટલે શું?

Hide | Show

જવાબ : ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવવી તે. માટીકણોને પોતાની મૂળ જગ્યાએ જાળવી રાખીને જમીન સંરક્ષણનો ઉપાય યોજી શકાય છે. દુનિયામાં વિવિધ જગ્યાએ જે તે સ્થાન અને સમસ્યાને અનુરૂપ ઉપાયો યોજવામાં આવે છે. જો ભૂમિનું સંરક્ષણ ન થાય તો તેનાથી પૂરની શક્યતાઓ વધતાં જાન માલની સલામતીના જોખમો ઊભા થાય છે.


લેટેરાઇટ જમીનનું નામ કેવી રીતે પડ્યું છે?

Hide | Show

જવાબ : લેટીન ભાષાના શબ્દ ‘Later’ એટલે ઈંટ પરથી પડ્યું છે. લોહ ઓકસાઈડને લીધે તેનો રંગ લાલ હોય છે. સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી અને સિલિકામય પદાર્થોના નિવારણથી તેનું નિર્માણ થયેલું છે.


લેટેરાઈટ જમીનમાં કયા કયા તત્વો હોય છે અને તેમાં કયા પાક ઉગાડી શકાય છે?

Hide | Show

જવાબ : આ જમીનોમાં મુખ્યત્વે લોહતત્વ, પોટાશ અને એલ્યુમિનિયમનું પ્રમાણ વધારે પ્રમાણમાં જોવા મળે છે. આ જમીન ઓછી ફળદ્રુપ હોય છે પણ તેમાં ખાતરો નાખીને કપાસ, ડાંગર, રાગી, શેરડી, ચા, કોફી કાજુ વગેરેના પાક લેવાય છે. આ જમીનને પડખાઉ જમીન તરીકે ઓળખવામાં આવે છે.


જંગલ પ્રકારની જમીન ક્યા આવેલી છે તેની લાક્ષણિકતા શું હોય છે?

Hide | Show

જવાબ : આ પ્રકારની જમીન હિમાલયના શંકુદ્રુમ જંગલોમાં 3000 મીટર થી 3100 મીટરની ઊંચાઈ વચ્ચે તથા સહ્યાદ્રી, પૂર્વઘાટ અને મધ્ય હિમાલયના તરાઈ ક્ષેત્રોમાં આવેલી છે. વૃક્ષોના ખરેલા પાંદડાથી ભૂસપાટી ઢંકાયેલી હોય છે અને તે પાંદડા સડવાથી સેંદ્રિય દ્રવ્યોનું પ્રમાણ વધવાથી જમીનનો ઉપરનો ભાગ કાળો બનેલો હોય છે. જે જમીન તળમાં નીચેની તરફ જતાં ભૂરા કે લાલ રંગમાં ફેરવાય છે.


ભારતમાં કાળી જમીન કયા કયા પ્રદેશોમાં આવેલી છે?

Hide | Show

જવાબ : ભારતના દક્ષિણ ભાગમાં તથા સમગ્ર મહારાષ્ટ્ર, પશ્ચિમની મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ અને કર્ણાટકના કેટલાક ભાગોમાં આ પ્રકારની કાળી જમીન મળે છે.


નવીનીકરણીય સંસાધન એટલે શું?

Hide | Show

જવાબ : કેટલાક સંસાધનો પોતાની મેળે જ ચોક્કસ સમયમાં વપરાશી હિસ્સામાં પૂર્તિ કહે છે અથવા તે અખૂટ હોય છે, તેને નવીનીકરણીય સંસાધનો કહેવામાં આવે છે.


અનવીનીકરણીય સંસાધનો કોને કહેવાય છે?

Hide | Show

જવાબ : જે સંસાધનો એકવાર વપરાયા પછી પુન: ઉપયોગમાં લઈ શકાતા નથી અથવા નજીકના ભવિષ્યમાં તેનું પુન: નિર્માણ અશક્ય છે તેને અનવીનીકરણીય સંસાધનો કહેવામાં આવે છે.


એકલ સંસાધનો એટલે શું?

Hide | Show

જવાબ : દુનિયામાં ભાગ્યે જ એક બે જગ્યાઓએ મળી આવતાં ખનીજોને એકલ સંસાધનો કહે છે. જેમ કે ક્રાયોલાઇટ ખનીજ માત્ર ગ્રીનલેન્ડમાં જ મળી આવે છે.


વૈશ્વિક સંસાધન એટલે શું?

Hide | Show

જવાબ : વિશ્વની બધા રાષ્ટ્રોની સહિયારી માલિકીના સંસાધન કે જેનો ઉપયોગ માનવ કલ્યાણમાં થતો હોય તેવી ભૌતિક કે અભૌતિક સંપત્તિને વૈશ્વિક સંસાધનો કહેવામાં આવે છે.


વિરલ સંસાધનો કોને કહેવાય છે?

Hide | Show

જવાબ : જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય તેવા ખનીજો જેવા કે કોલસો, પેટ્રોલિયમ, તાંબું, સોનું યુરેનિયમ વગેરે ખણીજોને વિરલ સંસાધનો કહે છે.


કાળી જમીનને બીજા કયા નામથી જાણવામાં આવે છે અને તેની વિશેષતા કઈ છે?

Hide | Show

જવાબ : કાળી જમીનનું બીજું નામ રેગુર છે અને તે કપાસના પાકને વિશેષ અનુકૂળ હોવાથી આ જમીનને કપાસની જમીન તરીકે ઓળખાય છે.


નદીઓના નિક્ષેપથી તૈયાર થતી નવા પ્રકારની કાંપની જમીનને શું કહેવાય છે?

Hide | Show

જવાબ : આ પ્રકારની નદીઓના નિક્ષેપથી તૈયાર થતી નવા પ્રકારની કાંપની જમીન ખદર તરીકે ઓળખાય છે.


જમીનોમાં બાંગર અને ખદર એ કેવી જમીનના પ્રકાર ગણાય છે?

Hide | Show

જવાબ : જમીનોમાં બાંગર અને ખદર એ કાંપની જમીનના પ્રકાર મનાય છે.


ભારતમાં આવેલા કયા ક્ષેત્રોનો ઉજ્જડ ભૂમિમાં સમાવેશ થતો નથી?

Hide | Show

જવાબ : ભારતમાં આવેલા ક્ષેત્રો પૈકી અર્ધશુષ્કક્ષેત્રનો ઉજ્જડ ભૂમિમાં સમાવેશ થતો નથી.


ભૂમિ આવરણના ખનીજ દ્રવ્યોયુક્ત અજૈવિક આવરણને શા નામથી ઓળખવામાં આવે છે?

Hide | Show

જવાબ : ભૂમિ આવરણના ખનીજ દ્રવ્યોયુક્ત અજૈવિક આવરણને રેગોલિથ કહેવાય છે.


ભારતનું ક્ષેત્રફળ કુલ કેટલું છે તે જણાવો?

Hide | Show

જવાબ : ભારતનું કુલ ક્ષેત્રફળ 32.8 લાખ ચો.કિલોમીટર છે.


જમીનોની પરિપક્વતા કોણ નક્કી કરે છે?

Hide | Show

જવાબ : જમીનોની પરિપક્વતા સમયગાળાથી નક્કી કરવામાં આવે છે.


નદીઓમાં જૂના કાંપની જમીનને કયા નામે ઓળખવામાં આવે છે?

Hide | Show

જવાબ : નદીઓમાં જૂના કાંપની જમીનને બાંગર તરીકે ઓળખવામાં આવે છે.


ભારતમાં રાષ્ટ્રીય અર્થતંત્રની કરોડરજ્જુ કોને કહે છે?

Hide | Show

જવાબ : ભારતમાં રાષ્ટ્રીય અર્થતંત્રની કરોડરજ્જુ એ સંશોધનને માનવામાં આવે છે.


જમીનમાં રહેલા ખડકોની કઈ પ્રક્રિયાની ફલિત પેદાશ છે?

Hide | Show

જવાબ : ભારતમાં જમીનમાં રહેલા ખડકોમાં ખવાણની પ્રક્રિયા માં ફલિત પેદાશ છે.


પૃથ્વી પરની કેવી પરિસ્થિતીમાં મનુષ્યની બધી પ્રવૃત્તિઓ થાય છે?

Hide | Show

જવાબ : માનવીની ભૂ-આવરણીય સ્થિતિમાં બધી પ્રવૃત્તિઓ થતી હોય છે.


રેગોલિથમાં શું ભળવાથી જમીન તૈયાર થાય છે?

Hide | Show

જવાબ : હવા, પાણી, જૈવિક દ્રવ્યો વગેરે રેગોલિથમાં ભળવાથી જમીન તૈયાર થાય છે.


ભારતના કુલ ક્ષેત્રફળમાં કેટલા ટકા જમીન પડતર જોવા મળે છે?

Hide | Show

જવાબ : ભારતની 8 ટકા જમીન પડતર જોવા મળે છે.


ભારતમાં રહેલા સંસાધનોમાં કયું સંસાધન અજૈવિક છે?

Hide | Show

જવાબ : ભારતમાં આવેલા સંસાધનોમાં જમીનો અજૈવિક સંસાધન છે.


દેશના કુલ ક્ષેત્રફળના ભાગ કરતાં જંગલોનું ક્ષેત્રફળ કેટલું ઓછું છે?

Hide | Show

જવાબ : જંગલોનું ક્ષેત્રફળ દેશના કુલ ક્ષેત્રફળના ત્રીજા ભાગ કરતા પણ ઓછું જોવા મળે છે.


પર્વતીય વિસ્તારોમાં ખેતી માટે ધોવાણ અટકી જાય તેવા ખેતરો કેવી રીતે બનાવવામાં આવે છે?

Locked Answer

જવાબ : પર્વતીય વિસ્તારોમાં ખેતી માટે સીડીદાર ખેતરો બનાવીને ધોવાણને અટકાવી શકાય છે.


કેવા પ્રકારની જમીન વરસાદની ઋતુ વધુ ચીકણી બને છે?

Locked Answer

જવાબ : કાળી જમીન વરસાદી પાણીના પડવાથી વધુ ચીકણી બને છે.


મધ્યપ્રદેશમાં કઈ નદીની ખીણમાં ખૂબ જ કોતરો હોય છે?

Locked Answer

જવાબ : મધ્યપ્રદેશમાં ચંબલ નદીની ખીણમાં ઘણા બધા કોતરો જોવા મળે છે.


ભારતની આબોહવાને કેવા પ્રકારની ગણી શકાય?

Locked Answer

જવાબ : ભારતની આબોહવા મોસમી પ્રકારની જોવા મળે છે.


કાંપમાંથી બનતી બાંગર જમીન કેવા પ્રકારની હોય છે?

Locked Answer

જવાબ : કાંપમાંથી બનતી બાંગર જમીન ચીકણી હોય છે.


ભારતમાં મળતા કુદરતી સંસાધનો જણાવો.

Locked Answer

જવાબ : ભારતમાં મળતા કુદરતી સંસાધનોમાં જળ, વનસ્પતિ, ખણીજો, જમીન વગેરેને ગણી શકાય છે.


ભારતની કુલ જમીનના કેટલા ટકા જમીન વાવેતર માટે ઉપયોગી છે?

Locked Answer

જવાબ : ભારતની જમીનના કુલ 46 ટકા વિસ્તાર વાવેતર માટે ઉપયોગી ગણી શકાય છે.


ભારતમાં કૃષિ અને વનસ્પતિ માટે કયુ પરિબળ વધુ મહત્વનુ છે?

Locked Answer

જવાબ : ભારતમાં કૃષિ અને વનસ્પતિ માટે વાયુ એ મહત્વનુ પરિબળ છે.


ભારતમાં આર્થિક પ્રવૃત્તિ માટે અગત્યનું પરિબળ જણાવો?

Locked Answer

જવાબ : ભારતમાં વનસ્પતિ, પ્રાણીઓ, વાયુ અને ભૂમિ એ આર્થિક પ્રવૃત્તિ માટેનું સર્વોત્તમ પરિબળ છે.


પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને શું કહેવાય છે?

Locked Answer

જવાબ : પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને જમીન કહે છે.


કાળી જમીનને કયા નામે ઓળખવામાં આવે છે?

Locked Answer

જવાબ : કાળી જમીનને રેગુર તરીકે પણ ઓળખવામાં આવે છે.


ચંબલની ખીણમાં પૂરના ધોવાણથી બનેલી બીનઉપજાઉ જમીનને શું કહેવાય છે?

Locked Answer

જવાબ : ચંબલની ખીણમાં પૂરના ધોવાણથી બનેતી બીનઉપજાઉ જમીનને કોતરો તરીકે ઓળખવામાં આવે છે.


કેવી જમીન શુષ્ક અને અર્ધશુષ્ક વિસ્તારોમાં હોય છે?

Locked Answer

જવાબ : રણમાં જમીન શુષ્ક તથા અર્ધશુષ્ક વિસ્તારોમાં જોવા મળે છે.


કેવા પ્રકારની જમીન રૂપાંતરિત ખડકો દ્વારા તૈયાર થાય છે?

Locked Answer

જવાબ : પડખાઉ જમીન ઉપાંતરિત ખડકો દ્વારા તૈયાર થાય છે.


કેવા પ્રકારની જમીન મુખ્યત્વે આગ્નેય તથા રૂપાંતરિત ખડકોવાળા વિસ્તારોમાં બનતી હોય છે?

Locked Answer

જવાબ : રાતી જમીન આગ્નેય અને રૂપાંતરિત ખડકોવાળા વિસ્તારમાં બને છે.


ઢોળાવવાળા વિસ્તારોમાં માટીનું ધોવાણ અટકાવવા શું કરી શકાય?

Locked Answer

જવાબ : ઢોળાવવાળા વિસ્તારોમાં વૃક્ષારોપણ કરવાથી માટીનું ધોવાણ અટકી જાય છે.


ભૂમિ, જળ, જમીન એ કુદરતી સંસાધનોનો કયો પ્રકાર છે?

Locked Answer

જવાબ : ભૂમિ, જળ, જમીન એ કુદરતી સંસાધનોનો અજૈવિક પ્રકાર છે.


જળ, જમીન, ભૂમિ તથા પ્રાણીઓમાં કયુ સંસાધન અજૈવિક નથી તે જણાવો?

Locked Answer

જવાબ : ઉપરોક્ત સંસાધનોમાં પ્રાણીઓ એ અજૈવિક સંસાધન નથી.


જે સંસાધનો ચોક્કસ સમયમાં આપમેળે નિર્માણ પામે છે તેને શું કહે છે?

Locked Answer

જવાબ : આપમેળે ચોક્કસ સમયમાં નિર્માણ પામતા સંસાધનોને નવીનીકરણીય સંસાધન કહે છે.


ભારતમાં રહેલી કુલ જમીનમાં કેટલી જમીનનું ધોવાણ થઈ ગયું છે?

Locked Answer

જવાબ : ભારતમાં કુલ 13 હજાર હેક્ટર જમીનનું ધોવાણ થઈ ગયું છે.


ભારતમાં આવેલા કેવા વિસ્તારોમાં જમીન ધોવાણની સમસ્યા વધુ નથી?

Locked Answer

જવાબ : ભારતના ઉચ્ચપ્રદેશના વિસ્તારોમાં જમીન ધોવાણ સૌથી ઓછું થાય છે.


કેવા પ્રકારની પધ્ધતિમાં જમીનનું ધોવાણ થતું નથી?

Locked Answer

જવાબ : પર્વત ધોવાણ પધ્ધતિથી જમીનનું ધોવાણ થતું નથી.


સંસાધન એટલે શું? તે જણાવો.

Locked Answer

જવાબ : સંસાધન એટલે જે વસ્તુ પર માનવી આધારિત કે આશ્રિત હોય તથા માનવીની જરૂરિયાતો જેનાથી પુરી થતી હોય, તે અથવા જે વસ્તુથી માનવીની જરૂતિયાતો પૂરી થાય તે વસ્તુ સંસાધન બની જાય છે.


સંસાધનના ઉપયોગો જણાવો?

Locked Answer

જવાબ : સંસાધનના માનવી અનેક ઉપયોગ કરે છે. માનવ જીવનમાં સંસાધનો ખૂબ જ ઉપયોગી છે. કૃષિ અને ઔદ્યોગિકદરેક પ્રવૃત્તિઓમાં પ્રત્યક્ષ કે પરોક્ષ કુદરતી સંસાધનોનો આધાર હોય છે.


નદી તથા ખીણોમાં થતું કોતર ધોવાણ કેવી રીતે અટકાવી શકાય છે?

Locked Answer

જવાબ : નદી અને ખીણોમાં થતું કોતર ધોવાણ અટકાવવા નદી પર નાના નાના બંધો કે બંધારા બાંધીને પ્રવાહની ગતિ ધીમી કરી શકાય તથા નદી કિનારે વૃક્ષારોપણ કરીને પણ ધોવાણ અટકાવી શકાય.


રણની નજીકના પ્રદેશોમાં વાતા વધુ પડતા પવનને કેવી રીતે રોકી શકાય?

Locked Answer

જવાબ : રણની નજીકના પ્રદેશોમાં વધુ પડતા પવનથી બચવા રણની ધાર પર મોટા વૃક્ષોને હારબંધ ઉગાડીને પવન રક્ષક મેખલારૂપી દીવાર ઊભી કરી શકાય.


જંગલોના પ્રકાર વિષે સવિસ્તાર નોંધ લખો

Hide | Show

જવાબ : વહીવટી, માલિકી અને વ્યવસ્થાપનની દ્રષ્ટીએ જંગલોના ત્રણ પ્રકાર પાડવામાં આવે છે.
1.  વહીવટી દ્રષ્ટીએ જંગલોના પ્રકાર: 
A. અનામત જંગલ: આ પ્રકારના જંગલો સ્સીધા સરકારી તંત્રના નિયંત્રણમાં હોય છે. તેમાં પેદા થતા કિંમતી ઈમારતી લાકડા તેમજ અન્ય પેદાસો મેળવવા હંમેશા સુરક્ષિત કે અનામત રાખવામાં આવે છે. 
    તેમાં લાકડા વીણવા, ઝાડ કાપવા, અને પશુઓ ચરાવવા માટે પ્રવેશ કરવાની સખત મનાઈ હોય છે. આ જંગલો ભારતના જંગલોના કુલ ક્ષેત્રફળના 54.4 %  જેટલો વિસ્તાર રોકે છે.

B. સુરક્ષિત જંગલ: આ પ્રકારના જંગલોમાં વ્રુક્ષોને હાની પહોચાડ્યા સિવાય લાકડા વિણવાની અને પશુઓને ચરાવવાની તથા ખેતી કરવાની સ્થાનિક લોકોને છૂટ આપવામાં આવે છે. આ જંગલોની દેખભાળ સરકારી તંત્ર દ્વારા કરાય છે.
C. અવર્ગીકૃત જંગલ: જે જંગલો અતિશય ગીચ અથવા દુર્ગમ વનવિસ્તાર છે, તેનું વર્ગીકરણ કરવામાં આવ્યું નથી, આવા જંગલોને અવર્ગીકૃત જંગલો કહેવામાં આવે છે.
2. માલિકી અને વ્યવસ્થાપનની દ્રષ્ટીએ જંગલોના પ્રકાર: 
           માલિકી અને વ્યવસ્થાપનની દ્રષ્ટીએ ભારતમાં જંગલોના મુખ્ય ત્રણ પ્રકાર છે.
A. રાજ્ય માલિકીનું જંગલ: આ પ્રકારના જંગલો પર નિયંત્રણ રાજ્ય કે કેન્દ્ર સરકારનું હોય છે. દેશના મોટા ભાગના જંગલોના વિસ્તારો આ પ્રકારમાં આવે છે.
B. સામુદાયિક વન: આ પ્રકારના જંગલો પર સ્થાની સ્વરાજ્યની સંસ્થાઓ જેવીકે ગ્રામ પંચાયત, નગર પાલિકા, મહાનગર પાલિકા,અને જીલ્લા પંચાયતનું નિયંત્રણ હોય છે.
C. ખાનગી જંગલ: આ પ્રકારના જંગલો વ્યક્તિગત માલિકીના હોય છે. આ પ્રકારના ઘણાખરા જંગલો ઉજ્જડ બની ગયા છે.ઓડીસા,મેઘાલય,પંજાબ અને હિમાચલ પ્રદેશમાં આ પ્રકારના જંગલો વિશેષ પ્રકારે જોવા મળે છે.


વન સંરક્ષણના ઉપાયો જણાવો.

Hide | Show

જવાબ : વન સંરક્ષણ અંગેના ઉપાયો
• લાકડા અથવા બળતણના વિકલ્પે વાપરી શકાય તેવી સામગ્રી માટે સંશોધનો હાથ ધરવા. જેમકે સૌરઉર્જા, પવનઉર્જા, બાયોઉર્જા વગેરેનો ઉપયોગ કરવા લોકોને જાણકરી આપી પ્રોત્સાહિત કરવા.
• જરૂરિયાત કે વિકાસ માટે નિર્માણ કાર્ય કરતા જે વૃક્ષો અનિવાર્ય પણે કાપવા પડે, તેની જગ્યાએ તેજ પ્રજાતિના વૃક્ષો વાવવા જોઈએ. અપરિપક્વ વૃક્ષોના કાપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવો જોઈએ.
• જે ઉદ્યોગો જંગલોમાંથી કાચો માલ મેળવે છે, તેમને ભવિષ્યની જરૂરિયાત માટે વનીકરણની ફરજ પાડવી જોઈએ.
• ઇકો-ટુરીઝમના વિકાસના નામે જંગલની સ્થિતિ ન જોખમાય તે માટે કડક નિયંત્રણો કરવા.
• સ્થાનિક લોકોમાં આ અંગે વ્યાપક જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવું.
• શાળા કોલેજોમાં શીખવાતા પાઠ્યક્રમોમાં આ અંગેની વિગતો સમાવવી અને વનસંરક્ષણની વિશેષ જરૂરિયાતો સમજાવવી.
• ઘાસ ચારો અને બળતણ માટેની જરૂરિયાત માટે સામાજિક વનીકરણ અને કૃષિ વનીકરણ માટે આયોજન બધ્ધપ્રોત્સાહક પગલા ભરી વન વિસ્તારવા.
• વનસંસાધનોનો કરકસર પૂર્વક ઉપયોગ કરવો.
• દાવાનળથી જંગલોને ભારે નુકસાન થાય છે. તેના શમનમાટે રાષ્ટ્રીય સ્તરે અલાયદું તંત્ર ઉભું કરવું.
• જંગલ ક્ષેત્રોમાં આવેલા ધાર્મિક આસ્થા કેન્દ્રો પર ભરતા મેલા, યોજાતા ભંડારા કે પરિક્રમા સમયે પરિવહન સુવિધા વધતા અને પ્રવાસ સુગમ થતા હજારો યાત્રિકો પહોંચે છે, તે સમયે થતા કચરાનો યોગ્ય નિકાલ ન થતા જંગલ દુષિત થાય છે.
• પશુઓને ચરાવવા માટે જન્ગાલોમાં અલાયદા વિસ્તારો રાખવા જોઈએ.
   આ પ્રમાણેના સામુહિક ઉપાયોનું આયોજન કરી આપણા અમુલ્ય જંગલોનું સંરક્ષણ કરવું જોઈએ.


વન્ય જીવોના સંરક્ષણ માટેની વિવિધ યોજનાઓ વર્ણવો.

Hide | Show

જવાબ : વન્ય જીવોની સંકટમાં આવી પડેલી પ્રજાતિઓ અને નજીકના ભવિષ્યમાં લુપ્ત થવાનો ભય હોય એવી પ્રજાતિઓના સંરક્ષણ માટે ખાસ યોજનાઓ શરુ કરવામાં આવી છે.
1) વાઘ પરિયોજના: ભારતના જંગલોમાં 20મી સદીની શરૂઆતમાં લગભગ 40 હાજર કરતા પણ વધારે વાઘ હતા. પરંતુ અનિયંત્રિત ગેરકાયદેસર થતા શિકાર અને જંગલોના વિનાશને પરિણામે વાઘના અસ્તિત્વ માટે બહુ મોટો ખરતો ઉભો થયો હતો. વાઘ બચાવવાના હેતુસર ૧૯૭૧ માં આ પરિયોજના શરુ કરાઈ.
     વાઘના કુદરતી આવાસને સુરક્ષિત રાખવા અને તેનું પર્યાવરણીય સંતુલન જાળવવા રાષ્ટ્રીય સ્તરેથી શ્રેણી બધ્ધ પગલા લેવામાં આવ્યા. અત્યારે દેશમાં કુલ 44 જેટલા ક્ષેત્રોમાં આ યોજના કાર્યરાત છે.
2) હાથી પરિયોજના: હાથીઓને તેમના કુદરતી આવાસમાં સંરક્ષણ આપવાનો અને તેમના કુદરતી નિવાસ્થાનો, તેમના સ્થળાંતરના માર્ગોનું સંરક્ષણ કરવા માટે ૧૯૭૨ માં આ પ્રોજેક્ટનો આરંભ કરવામાં આવ્યો.
     આ યોજનાના અમલીકરણ બાદ જંગલોમાં હાથીઓની સંખ્યામાં વધારો થયો છે. આ ઉપરાંત આ યોજના પાલતું હાથીઓના પાલન પોષણ માટે પણ કામગીરી કરે છે.
3) ગેંડા પરિયોજના: આ પરિયોજના એક સિંગી ભારતીય ગેંડાના સંરક્ષણ મે બનાવાવામાં આવી છે. ભારતમાં આસામ રાજ્યમાં સૌથી વધારે ગેંડા જોવા મળે છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળના સુંદરવનમાં પણ તે જુજ સંખ્યામાં મળી આવે છે.
ભારત ‘રાઈનો વિઝન’ (Rhino Vision) 2020 ની વ્યૂહરચના મુજબ ભારતમાં ગેંડાની સંખ્યા ૩૦૦૦ સુધી લઇ જવાનું લક્ષ્ય છે.
4)  ઘડિયાળ પરિયોજના: મીઠા પાણીમાં જોવા મળતી મગરોની આ પ્રજાતિ ૧૯૭૦ના દાયકામાં લુપ્ત થવાને આરે હતી.
ત્યારે ભારત સરકારે આ મગરોની પ્રજાતિને બચાવવા સારૂસમયસરના પગલા લઇ આ પરિયોજના શરુ કરી.
5) ગીધ પરિયોજના: ગીધ એ કુદરતનો સફાઈ કામદાર છે.તે મૃત ઢોરનું માંસ ખાય છે. ભારતમાં ગીધની ૯ પ્રજાતિઓ જોવા મળે છે. ગીધોની સંખ્યામાં થયેલા અસાધારણ ઘટાડાને લીધે ૨૦૦૪ થી આ પરિયોજના શરુ કરી છે.
6)  હિમ દીપડા પરિયોજના: હિમાલયમાં લગભગ ૩૦૦૦મીટરની ઉંચાઈએજોવા મળતી આ પ્રજાતિ બરફમાં રહે છે. સ્થાનિક લોકોમાં હિમદીપડા બાબતે જાણકારી વધે અને તેના સંરક્ષણ માટે લોકો જાગૃત થાય તે હેતુથી ૨૦૦૦ ની સાલમાં આ પરિયોજના શરુ કરાઈ.
આ ઉપરાંત કાશ્મીરી હંગુલ પરિયોજના, લાલ પાંડા પરિયોજના, મણીપુર થાર્મિલ પરિયોજના, ગંગા – બ્રહ્મપુત્રા નદીમાં જોવા મળતી ગંગા ડોલ્ફિન પરિયોજના પણ કાર્યરાત છે.


જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું?

Hide | Show

જવાબ : જૈવ આરક્ષણ ક્ષેત્ર્નિ રચના આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર કરાય છે.

  • જે તે ક્ષેત્ર્નિ પ્રાકૃતિક અને સંસ્કૃતિક વિવિધતાનું સંરક્ષણ કરવાનો હેતુ રહેલો છે.
  • તે ક્ષેત્ર્મ થતી બધી વનસ્પતિ, જીવજંતુઓ અને જમીન ઉપરાંત ત્યાં વસતા માનવ સમુદાયોની જીવન શૈલીનું સંરક્ષણ કરાય છે.
  • ત્યાં જૈવ વૈવિધ્ય બાબતે સંસોધન અને પ્રશિક્ષણ માટેની ખાસ સવલતો ઉભી કરાય છે.
  • આ પ્રકારે ઘોષિત વિસ્તારોમાં તમામ પ્રકારની બહારની માનવીય ગતિવિધિ સંપૂર્ણ પણે પ્રતિબંધિત હોય છે.
  • આ ક્ષેત્રનો સરેરાસ વિસ્તાર એકદરે ૫૦૦૦ ચો. કિમીથી વધારે હોય છે.
  • નીલગીરી મન્નારની ખાડી, ગ્રેટ નિકોબાર, સુંદરવન, પંચમઢી વગેરે દેશના મહત્વના જૈવ આરક્ષિત ક્ષેત્રો ગણાય છે.
     આ ઉપરાંત કચ્છના રણની વિશિષ્ટ પરિસ્થિતિના સંરક્ષણ હેતુસર ૨૦૦૮ની સાલમાં તેનેજૈવ આરક્ષિત ક્ષેત્ર ઘોષિત કરાયું હતું.


ગુજરાતમાં અગાઉ ક્યાં ક્યાં વાઘ જોવા મળતા હતા?

Hide | Show

જવાબ : ગુજરાતમાં ઇડર,અંબાજી પંચમહાલ અને ડાંગના જંગલોમાં વાઘ જોવા મળતા હતા.


નિર્વનીકરણની અસરો જણાવો.

Hide | Show

જવાબ : નિર્વનીકરણ એટકે જંગલોનું નષ્ટ થવું. માનવીના વિકાસ કરવાના પ્રયત્નોના પરિણામે આપણા જંગલો નષ્ટ થયા છે.

    

નિર્વનીકરણની અસરો વ્યાપક રીતે અનુભવાય છે. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડની માત્રા વધે છે. હરિતગૃહ પ્રભાવની અસરો વધારે ઘેરી બને છે. વૃક્ષોનું આચ્છાદન દુર થતા માટીના ધોવાણથી ખેતી ફળદ્રુપતાની સમસ્યાઓ વધે છે. દ્વિકલ્પીય ભારતના જંગલોમાં મોટા પાયા પર થયેલ નિર્વનીકરણને કારણે જંગલ વિસ્તાર ઘટ્યો છે. પરિણામે વરસાદનું પ્રમાણ ઓછું થયું છે અને દુષ્કાળનું પ્રમાણ વધ્યું છે.

 

 વળી અનેક વન્ય સજીવોએ પોતાના કુદરતી આવાસો ગુમાવ્યા છે. તેથી તેઓ નિરાધાર થયા છે. તેના પરિણામે વન્ય જીવો ખોરાક અને પાણીની શોધમાં માનવવસવાટના ક્ષેત્રો તરફ આવી ચડે છે. માંશાહારી વન્ય જીવો દ્વારા જંગલની નજીકના ક્ષેત્રોમ વસતા પશુપાલકોના પશુઓના મારણના બનાવો વધી રહ્યા છે.


લુપ્ત થતા વન્યજીવન વિષે નોંધ લખો.

Hide | Show

જવાબ : પ્રાણી જીવનના જે સજીવનો છેલ્લો અંશ પણ અસ્તિત્વમાં ન હોય તેવી પ્રાણી જાતિ ‘લુપ્ત વન્ય જીવો’ કહેવાય છે.

 

આજે વિશ્વના અસંખ્ય જીવો વિનાશ થવાના આરે ઉભેલા છે. ગત સદીની શરૂઆતમાં ભારતમાં સર્વત્ર વાઘ જોવા મળતા હતા. તે સમય ગાળામાં ગુજરાતમાં ઇડર, અંબાજી, પંચમહાલ અને ડાંગના જંગલોમાં વાઘ  જોવા મળતા હતા.

 

ગુજરાતમાં આજે વાઘ સંપુર્ણપણે  નષ્ટ થયા છે. ભારતનાં જંગલોમાંથી ચિત્તો નષ્ટ થઇ ચુક્યો છે.

 

અગાઉ ભારતમાં જંગલોમાં સહજ જોવા મળતી અનેક પક્ષીઓની  જાતિઓ હવે ભાગ્યેજ નજરે પડે છે. એમાં ગીધ, ગુલાબી ગરદનવળી  બતક , સારસ અને ધુવડ વગેરે ભવિષ્યમાં લુપ્ત થવાની તૈયારીમાં છે.

    પૂર્વોત્તરના અરુણાચલ પ્રદેશ માં એક સમયે વ્યાપક પ્રમાણમાં જોવા મળતા મોરા ચિલોત્રા આજે સરળતાથી જોવા મળતા નથી.

     નદીઓના મીઠા પાણીમાં જોવા મળતા ઘડિયાળ (મગરની પ્રજાતી) અને ગંગેય ડોલ્ફિનના અસ્તિત્વ પર આજે ભારે સંકટ છે.

    ઓડીસા , ગુજરાત વગેરે રાજયોના સમુદ્ર કિનારે ઈંડા મુકવા આવતા સમુદ્રી કાચબાઓની સંખ્યામાં સતત ઘટાડો નોંધાયો છે. એક સમયે ગુજરાતની નર્મદા, તાપી મહી અને સાબરમતી સહિતની નદીઓમાં જોવા મળતી જળ બિલાડી લગભગ લુપ્ત થવાને આરે છે.


અભયારણ્ય એટલે શું?

Hide | Show

જવાબ : જે પ્રાણીઓના વિનાશ થવાની સંપૂર્ણ શક્યતાઓ હોય તેવા વન્ય જીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે આરક્ષિત ક્ષેત્રોનિ સ્તાપના કરવામાં આવે છે, તેને અભયારણ્ય કહેવામાં આવે છે.

  • વન્યજીવ અભયારણ્યની સ્થાપના કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે કરાય છે.
  • ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિઓને અનુમતિ આપવામાં આવે છે.
  • સત્તાધિકારી પાસેથી અનુમતિ મેળવ્યા બાદ પાલતું પશુઓને ચરાવે શકાય છે.
  • પેરિયાર, ચંદ્રપ્રભા, એતુરનાગમ અભયારણ્ય જાણીતા અભયારણ્યો છે.


રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું?

Hide | Show

જવાબ :

  • દેશના કુદરતી સૌંદર્યથી ભરપુર સ્થળો, વન્ય જીવો, અમુલ્ય વનસ્પતિ, તેમજ મહત્વના સ્થળોની જાળવણી માટેના સુરક્ષિત વિસ્તારો રાષ્ટ્રીય ઉદ્યાનો કહેવાય છે.
  • અભયારણ્યની તુલનામાં આ વધારે સુરક્ષિત ક્ષેત્ર છે.
  • પાલતું પશુઓને ચરવાવા પર અહી સંપૂર્ણ પ્રતિબંધ હોય છે.
  • અભયારણ્યની જેમ તે કોઈ એક વિશેષ પ્રજાતિપર કેન્દ્રિત હોતું નથી.
  • તેની સ્થાપના રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલનથી કરાય છે.
  • કાઝીરંગા, કોર્બેટ,વેળાવદર, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન,ગીર વગેરે અગત્યના રાષ્ટ્રીય ઉદ્યાનો છે.


ભારતમાં કયા કયા જલપ્લાવિત ક્ષેત્રમાં પક્ષીઓ શિયાળો ગાળવા આવે છે?

Hide | Show

જવાબ : શિયાળા દરમિયાન ભારતમાં રાજસ્થાનમાં કેવલાદેવના રાષ્ટ્રીય ઉદ્યાન, ભરતપુર અને ગુજરાતના નળ સરોવર જેવા જળપ્લાવિત વિસ્તારોમાં અસંખ્ય પક્ષીઓ દુર દુરથી શિયાળો ગાળવા આવે છે.


સંસાધન એટલે શું અને તેના ઉપયોગો વર્ણવો? (સ્વાધ્યાય 1.1)

Hide | Show

જવાબ :

  • કુદરતમાં પહેલા અનેક તત્વોનો માનવી જ્યારે પોતાના વિશિષ્ટ જ્ઞાન-કૌશલ્ય દ્વારા ઉપયોગમાં લે છે ત્યારે આ તત્વો સંસાધન કહેવાય છે.
  • જેનાથી મનુષ્યની જરૂરીયાતો પૂરી થાય અને માનવી પાસે તેનો ઉપભોગ કરવાની શારીરિક કે બૌધ્ધિક ક્ષમતા હોય અને જ્યારે તેને ઉપયોગમાં લેવાય ત્યારે તે સંસાધન બની જાય છે.
  • સંસાધનો આપણને વિવિધ રીતે ઉપયોગી છે.
  • માનવજીવનના દરેક તબક્કે કોઈને કોઈ રીતે સંસાધનો ઉપયોગમાં આવે છે.
  • માનવીની દરેક પ્રવૃત્તિથી જેવીકે, ખેતી પ્રવૃત્તિથી ઉદ્યોગ પ્રવૃત્તિ સુધીની તમામ પ્રવૃત્તિઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી સંસાધનો પર અવલંબે છે.
  •   સંસાધન, ખોરાક તરીકે,
  • માનવીની ખોરાકની જરૂરીયાતો વિવિધ સંસાધનોમાંથી જ પૂરી થાય છે.
  • કુદરતી રીતે થતાં વનસ્પતિજાન્ય ફળો
  • ખેતી દ્વારા મળતા વિવિધ ખાદ્યપાકો
  • પાલતુ, પ્રાણીઓ દ્વારા પ્રાપ્ત થતી દૂધ અને તેની બનાવટો
  • માંસ, જળાશયોમાંથી મળતા માછલાં અને અન્ય જળચર પ્રાણીઓ, મધમાખી દ્વારા બનાવેલ મધ
  • સંસાધન,કાચા માલના સ્ત્રોત તરીકે,
  • જંગલોમાંથી પ્રાપ્ત થતી વિવિધ પેદાશો
  • ખેતી દ્વારા ઉપલબ્ધ થતી ખાધ સામગ્રી પાલતુ પશુઓથી પ્રાપ્ત થતાં ઊન, ચામડા, માંસ, ખનીજ અયસ્ક વગેરે...
  • સંસાધન-શક્તિ સંસાધનો તરીકે,
  • આપણે ખનીજ તેલ જેમકે પેટ્રોલીયમ, કોલસો, કુદરતી વાયુ વગેરેનો ઉપયોગ ઈંધણ તરીકે
  • ઉદ્યોગો અને ઘર વપરાશમાં બળતણ તરીકે વાપરીએ છીએ.
  • સૂર્યપ્રકાશ, પવન, સમુદ્ર-મોજા તેમજ ભરતી-ઓટ અને જળધોધ દ્વારા પણ ઉર્જા પ્રાપ્ત કરી શકાય છે.


ભૂમિ સંરક્ષણ એટલે શું? ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો. (સ્વાધ્યાય 1.2)

Hide | Show

જવાબ :

  • ખુલ્લી જગ્યામાં પુષ્કળ વૃક્ષો વાવી જંગલનું આચ્છાદન કરવું.
  • નદીઓના કોતરો,ખીણ તથા ઢોળાવો ઉપર ખૂબ જ વૃક્ષો વાવવા જોઈએ. 
  • રણની નજીકનાં ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવી.  
  • પહાડો પર ઘણાં પશુઓ દ્વારા અતિશય ચઢાણ થાય તો પહાડોની જમીનનું સ્ટાર ઢીલું પડે છે.
  • નદીઓનાં પૂરને અન્ય નદીઓમાં વાળીને કે સૂકી નદીઓ ભરી અંકુશમાં લેવા જોઈએ.
  • પર્વતોના ઢોળાવો પર સીડીદાર ખેતરો બનાવી.
  • ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં પુન: સેન્દ્રિય પદાર્થોનું ઉમેરણ કરવું જોઈએ.


જમીન નિર્માણની પ્રક્રિયા વર્ણવી તેના પ્રકારો શેના આધારે પાડવામાં આવે છે? તે જણાવો. (સ્વાધ્યાય 2.1)

Locked Answer

જવાબ :

  • અનેકવિધ કણોથી બનેલું એક પાતળું પદ હોય છે.
  • ઉપલા સ્તર ઉપર વનસ્પતિ ગે છે.
  • માટીની નીચે મૂળ ખડક સ્તરો આવેલા હોય છે.
  • આ ખડકોના ખવાણ અને ધોવાણથી મળતા પદાર્થોથી જમીનનું નિર્માણ થાય છે.
  • જૈવિક અવશેષો, ભેજ અને હવા ભળે છે.
  • જમીનની ઉપરની સપાટી ઉપર ઉગેલી વનસ્પતિનાં વૃધ્ધિ અને વિકાસ માટે જરૂરી એવાં ખનીજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યો.
  • જમીનના પ્રકાર તેના રંગ, આબોહવા, માતૃખડકો, કણરચના, ફળદ્રુપતા જેવી બાબતોને ધ્યાનમાં રાખીને પાડવામાં આવે છે.


કાંપની જમીન વિશે નોંધ લખો. (સ્વાધ્યાય 2.2)

Locked Answer

જવાબ :

  • 43% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે.
  • પૂર્વમાં બ્રહ્મપુત્રાની ખીણથી શરૂ કરી, પશ્ચિમમાં સતલુજ નદી સુધીનું ઉત્તર ભારતનું મેદાન
  • દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી કૃષ્ણ અને કાવેરીના ખીણ પ્રદેશમાં
  • મહાનદી, ગોદાવરી, કૃષ્ણ અને કાવેરીના મુખત્રિકોણ પ્રદેશમાં આ પ્રકારની જમીન આવેલી છે.
  • નદીઓ દ્વારા પાથરેલા કાંપથી જમીનનું નિર્માણ થાય છે.
  • પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધારે
  • જુદા જુદા કઠોળના પાક લેવામાં આવે તો તેમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારી શકાય છે.
  • ઘઉં, ચોખા, શેરડી, શણ, કપાસ, મકાઇ તેલીબીયાં વગેરે પાકો લેવાય છે.


કાળી જમીન વિશે નોંધ લખો. (સ્વાધ્યાય 2.3)

Locked Answer

જવાબ :

  • 15% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે.
  • દખ્ખણના લાવા પથરાવવાથી થયો છે.
  • મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ અને કર્ણાટકમાં કાળી જમીન આવેલી છે.
  • ગુજરાતમાં સુરત, ભરુચ, નર્મદા, વડોદરા, તાપી અને ડાંગ જિલ્લાની જમીન આ પ્રકારની છે. 
  • કાળી જમીનમાં લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધુ જોવા મળે છે.
  • ફળદ્રુપતા સારી હોય છે.
  • જમીનની ભેજ સંગ્રહણ શક્તિ ઘણી વધારે હોય છે.
  • જ્યારે ભેજ સુકાય ત્યારે તેમાં ફોટો કે તિરાડો પડી જાય છે.
  • કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ અને અડદ જેવા કઠોળ વર્ગના પાકો લઈ શકાય છે.
  • કપાસના પાકને વિશેષ અનુકૂળ હોવાથી આ જમીન કપાસની જમીનતરીકે પણ ઓળખાય છે.
  • ખેતરોની ફરતે પાળા બાંધી વૃક્ષારોપન કરવું
  • ખેતરોની માટી વહેતા પાણી દ્વારા બહાર ખેંચાઇ જતી અટકાવી શકાય.


જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો? (સ્વાધ્યાય 3.1)

Locked Answer

જવાબ :

  • ચરાણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવી.
  • સમોચ્ચરીત્રીય પગથિયાંની તરાહથી વાવેતર કરવું.
  • પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવું.
  • આડબંધ બનાવવા.
  • ઢાળવાલા ખેતરમાં ઊંડી ખેડ કરવી. 
  • વૃક્ષારોપણ કરવું


પર્વતીય જમીનો કોને કહેવાય? (સ્વાધ્યાય 3.2)

Locked Answer

જવાબ :

  • હિમાલયની ખીણો અને ઢોળાવોનાં ક્ષેત્રોમાં
  • 2700 મીટરથી 3000 મીટર સુધીની ઊંચાઈ પર આ જમીનો જોવા મળે છે. 
  • સમ, દાર્જિલિંગ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને કશ્મીરમાં આવેલી છે.
  • સ્તર પાતળું અને અપરિપક્વ
  • દેવદાર, ચીડ અને પાઈનના વૃક્ષોના વિસ્તારમાં આવેલ


રણ પ્રકારની જમીનો વિશે ટુંકમાં જણાવો? (સ્વાધ્યાય 3.3)

Locked Answer

જવાબ :

  • રાજસ્થાન, હરિયાણા અને દક્ષિણ પંજાબના કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે.
  • ગુજરાતમાં આ પ્રકારની જમીન કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનાં કેટલાક વિસ્તારોમાં આવેલી છે.
  • જમીન સૂકી અને અર્ધસૂકી આબોહવાવાળી પરિસ્થિતીમાં જોવા મળે છે.
  • રેતાળ અને ઓછી ફળદ્રુપ હોય છે.
  • તેમાં દ્રવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે હોય છે.
  • સિંચાઇની સુવિધાઓથી તેમાં બાજરી અને જુવારનો પાક લેવાય છે.


સંસાધનોને કેવી રીતે વર્ગીકૃત કરવામાં આવ્યા છે?

Locked Answer

જવાબ : માલિકીની દ્રષ્ટિએ

(1) વ્યક્તિગત સંસાધન જેમાં કોઈ વ્યક્તિ કે પરિવારની માલિકી હોય છે જેમ કે જમીન, મકાન વગેરે

(2) રાષ્ટ્રીય સંસાધન એ કોઈપણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ હોય છે. ઉદાહરણ તરીકે લશ્કર અને આંતરરાષ્ટ્રીય વેપાર.

(3) વૈશ્વિક સંસાધન એ સમગ્ર દુનિયાની ભૌતિક કે અભૌતિક એવી તમામ સંપત્તિ જેનો ઉપયોગ માનવ કલ્યાણમાં થતો હોય.

વિતરણ ક્ષેત્ર મુજબ

(1) સર્વ સુલભ સંસાધનો વાતાવરણમાં રહેલ ઓક્સિજન, નાઇટ્રોજન જેવા ઉપયોગી વાયુઓ છે.

(2) સામાન્યપણે મળે તેવા સંસાધનો ભૂમિ, જમીન, જળ, ગોચર વગેરે સામાન્ય સુલભ સંસાધનો છે.

(3) કોલસો, પેટ્રોલીયમ, તાંબું, સોનું, યુરેનિયમ જેવા ખનીજો કે જેના પ્રાપ્તિસ્થાનો મર્યાદિત હોય છે, તે વિરલ સંસાધન છે.


રાતી અથવા લાલ જમીન વિશે નોંધ લખો.

Locked Answer

જવાબ :

  • 19% ક્ષેત્રફળમાં લાલ જમીન ફેલાયેલી છે.
  • દક્ષિણનાં દ્વિપકલ્પમાં તામિલનાડુથી માંડીને ઉત્તરમાં બુંદેલખંડ સુધી
  • પૂર્વમાં રાજમહલની ટેકરીઓથી પશ્ચિમમાં કચ્છ સુધી આ જમીન વિસ્તરેલી છે.
  • રાજસ્થાનના જોવા મળે છે.
  • ફેરિક ઓકસાઈડના કારણે તેનો રંગ લાલ બને છે
  • નીચે જતાં પીળા રંગમાં ફેરવાય છે.
  • ચૂનો, કાંકરા અને કાર્બોનેટ મળી આવતા નથી.
  • મેગ્નેશિયમ ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની ઉણપ જોવા મળે છે.
  • બાજરી, કપાસ, ઘઉં, જુવાર, મગફળી, બટાટા વગેરે પાક લેવામાં આવે છે.


દલદલ કે પીટ પ્રકારની જમીન કેવી હોય છે?

Locked Answer

જવાબ :

  • જમીન ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંચયથી વિકસે છે.
  • વર્ષાઋતુ દરમિયાન આ જમીન પાણીમાં ડૂબેલી હોય છે.
  • પાણી ઓસરતા તેમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે.
  • જૈવિક પદાર્થો અને ક્ષારોની બાહુલતા તથા ફોસ્ફેટ
  • પોટાશની અલ્પતા જોવા મળે છે.
  • ઓડિશા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુના કિનારાના ભાગો, ઉત્તર બિહારનો મધ્યભાગ અને ઉત્તર ખંડના અલમોડા જીલ્લામાં જોવા મળે છે.


ભૂમિ સંરક્ષણ એટલે શું?

Locked Answer

જવાબ :

  • ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવવી તે.
  • માટીકણોને પોતાની મૂળ જગ્યાએ જાળવી રાખીને.
  • દુનિયામાં વિવિધ જગ્યાએ જે તે સ્થાન અને સમસ્યાને અનુરૂપ ઉપાયો યોજવામાં આવે છે. જો ભૂમિનું સંરક્ષણ થાય તો પૂરની શક્યતાઓ છે.


લેટેરાઈટ જમીનમાં કયા કયા તત્વો હોય છે અને તેમાં કયા પાક ઉગાડી શકાય છે?

Locked Answer

જવાબ :

  • લોહતત્વ, પોટાશ અને એલ્યુમિનિયમનું પ્રમાણ વધારે પ્રમાણમાં જોવા મળે છે.
  • ઓછી ફળદ્રુપ હોય છે. 
  • ખાતરો નાંખીને કપાસ, ડાંગર, રાગી, શેરડી, ચા, કોફી, કાજુ વગેરેના પાક લેવાય છે.
  • પડખાઉ જમીન તરીકે ઓળખવામાં આવે છે


જંગલ પ્રકારની જમીન ક્યાં આવેલી છે, તેની લાક્ષણિકતા શું હોય છે?

Locked Answer

જવાબ :

  • આ પ્રકારની જમીન હિમાલયના શંકુદ્રુમ જંગલોમાં આવેલી છે. 
  • 3000 મીટર થી 3100 મીટરની ઊંચાઈ વચ્ચે તથા સહ્યાદ્રી, પૂર્વઘાટ અને મધ્ય હિમાલયના તરાઈ ક્ષેત્રોમાં. 
  • વૃક્ષોના ખરેલા પાંદડાથી ભૂસપાટી ઢંકાયેલી હોય છે.
  • તે પાંદડા સડવાથી સેંદ્રિય દ્રવયોનું પ્રમાણ વધવાથી જમીનનો ઉપરનો ભાગ કાળો બનેલો હોય છે.
  • જે જમીન તળમાં નીચેની તરફ જતાં ભૂરા કે લાલ રંગમાં ફેરવાય છે.


There are No Content Availble For this Chapter

Download PDF

Take a Test

Choose your Test :

કુદરતી સંસાધનો

gseb textbook std 10 social science
કુદરતી સંસાધનો

Browse & Download GSEB Books For ધોરણ ૧૦ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.