GSEB Solutions for ધોરણ ૧૦ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

ડોબરેનરનો નિયમ જણાવો

Hide | Show

જવાબ : કે ત્રિપુટીના ત્રણ તત્વોને પરમાણ્વીય દળના ચઢતા ક્રમમાં ગોઠવવામાં આવે ત્યારે મધ્યમાં રહેલા તત્વોનું દળ અન્ય બે તત્વોના પરમાણ્વીય દળના લગભગ સરેરાશ જેટલું થાય છે.


ડોબરેનરના નિયમનું ઉદાહરણ આપો.
 

Hide | Show

જવાબ : ડોબરેનરના ત્રિપુટીના નિયમનું ઉદાહરણ:  
લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ ધરાવતી ત્રિપુટીઓ લો,
આ ત્રણેય તત્વોના દળ અનુક્રમે ૬.૯ , ૨૩.૦ અને ૩૯.૦ છે. અને ત્યારબાદ, લિથિયમ અને પોટેશિયમના પરમાણ્વીય દળની સરેરાશ કાઢીએ તો,
લિથિયમ અને પોટેશિયમના પરમાણ્વીય દળની સરેરાશ ૨૨.૯૫ જેટલી થાય છે. અને સોડિયમનો પરમાણ્વીય દળ ૨૩ છે.


ડોબરેનરે ક્યાં વર્ષમાં તત્વોના વર્ગીકરણમાટેનો નિયમ આપ્યો હતો?

Hide | Show

જવાબ : ડોબરેનરે ૧૮૧૭ના વર્ષમાં તત્વોના વર્ગીકરણ માટેનો નિયમ આપ્યો હતો


તત્વોના વર્ગીકરણ માટે ન્યૂલેન્ડના અષ્ટકના નિયમ જણાવો. 

Hide | Show

જવાબ : ન્યૂલેન્ડના અષ્ટકના નિયમ: દરેક આઠમાં નંબરે રહેલ તત્વના ગુણધર્મો પહેલા નંબરે રહેલ તત્વના ગુણધર્મને મળતા આવે છે.
આ રીતે તેણે સંગીતના સુરો સાથે તુલના કરીને એક અષ્ટક બનાવ્યું, જેને અષ્ટકનો સિદ્ધાંત કહેવાય છે.


ન્યૂલેન્ડે ક્યાં વર્ષમાં તત્વોના વર્ગીકરણ માટેનો અષ્ટકનો નિયમ આપ્યો હતો?

Hide | Show

જવાબ : ન્યૂલેન્ડે ૧૮૮૬ના વર્ષમાં તત્વોના વર્ગીકરણ માટેનો અષ્ટક નિયમ આપ્યો હતો


ડોબરેનરની ત્રિપુટીનું ઉદાહરણ જણાવો 

Hide | Show

જવાબ : 1. લિથિયમ, સોડીયમ અને પોટેશિયમ
2. કેલ્શિયમ, Strontium, બેરિયમ
3. ક્લોરિન, બ્રોમિન, આયોડીન   


ન્યૂલેન્ડના અષ્ટકનો નિયમ ક્યાં તત્વ સુધી લાગુ પાડી શકાયો?

Hide | Show

જવાબ : ન્યૂલેન્ડના અષ્ટકનો નિયમ કેલ્શિયમ તત્વ સુધી લાગુ પાડી શકાયો


મેન્ડેલીફે તત્વોને તેમના આવર્તકોષ્ટકમાં ક્યાં ગુણધર્મોને આધારે વર્ગીકૃત કર્યા? 

Hide | Show

જવાબ : મેન્ડેલીફે તત્વોને તેમના મૂળભૂત ગુણધર્મો, પરમાણ્વીય દળ, અને રાસાયણિક ગુણધર્મોની સામ્યતાને આધારે વર્ગીકૃત કર્યા હતા. 


મેન્ડેલીફે આવર્તકોષ્ટક બનવાની શરૂઆત કરી ત્યારે કેટલા તત્વો જાણીતા હતા?

Hide | Show

જવાબ : મેન્ડેલીફે પોતાના આવર્તકોષ્ટક બનાવવાની શરૂઆત કરી ત્યારે કુલ ૬૩ તત્વો જાણીતા હતા.


મેન્ડેલીફે તેના આવર્તકોષ્ટકના રાસાયણિક ગુણધર્મોમાં ક્યાં તત્વો ઉપર ધ્યાન આપ્યું હતું?

Hide | Show

જવાબ : મેન્ડેલીફે તેના આવર્તકોષ્ટકના રાસાયણિક ગુણધર્મોમાં ઓક્સિજન અને હાઈડ્રોજન વચ્ચે બનતા સંયોજનો પર ધ્યાન આપ્યું હતું. 


ગેલીયમ સિવાય અત્યાર સુધી ક્યાં-ક્યાં તત્વો વિશે જાણ થઇ છે. જેના માટે મેન્ડેલીફે પોતાના આવર્તકોષ્ટકમાં ખાલી સ્થાન છોડ્યું હતું?

Hide | Show

જવાબ : ગેલીયમ સિવાયના બે તત્વો જર્મેનિયમ અને સ્કેન્ડિયમ વિશે જાણ થઇ છે. જેના માટે મેન્ડેલીફે પોતાના આવર્તકોષ્ટકમાં ખાલી સ્થાન છોડ્યું હતુ. 


મેન્ડેલીફે આગાહી કરેલા તત્વો એકા-બોરોન, એકા-એલ્યુમિનિયમ અને એકા-સિલિકોનની શોધ પછી તેમને શું નામ અપાયું હતું?  

Hide | Show

જવાબ : એકા-બોરોન: સ્કેન્ડિયમ, એકા-એલ્યુમિનિયમ: ગેલિયમ,  એકા-સિલિકોન: જર્મેનિયમ


સમસ્થાનિકો એટલે શું?

Hide | Show

જવાબ : કોઈ પણ તત્વોના જુદા જુદા પરમાણું કે જેના રાસાયણિક ગુણધર્મો સમાન હોય પણ તેના પરમાણ્વીય દળ જુદા જુદા હોય તેને તે તત્વોના સમસ્થાનિકો કહે છે.   


શા માટે મેન્ડેલીફે તેના આવર્તકોષ્ટકમાં જગ્યા છોડી રાખી હતી?

Locked Answer

જવાબ : મેન્ડેલીફે ન શોધાયેલ તત્વો માટે જગ્યા છોડી રાખી હતી. તેણે આગાહી કરી રાખી હતી કે આ સ્થાન માટે યોગ્ય તત્વો ભવિષ્યમાં મળશે.


આધુનિક આવર્તકોષ્ટકની રચના કોને અને ક્યાં વર્ષમાં કરી હતી?

Locked Answer

જવાબ : આધુનિક આવર્તકોષ્ટકની રચના હેન્રી મોસેલે નામના વિજ્ઞાનીએ અને ૧૯૧૩ના  વર્ષમાં કરી હતી


આધુનિક આવર્તકોષ્ટકનો નિયમ જણાવો.

Locked Answer

જવાબ : તત્વોના ગુણધર્મો તેમના પરમાણ્વીય ક્રમાંકના આવર્તનીય વિધેય છે. 


આધુનિક આવર્તકોષ્ટકમાં ઉભા સ્તંભને શું કહેવાય છે?

Locked Answer

જવાબ : આધુનિક આવર્ત કોષ્ટકમાં ઉભા સ્તંભને સમૂહ કહેવાય છે 


આધુનિક આવર્તકોષ્ટકમાં આડી હરોળને શું કહેવાય છે?

Locked Answer

જવાબ : આધુનિક આવર્ત કોષ્ટકમાં આડી હરોળને આવર્ત કહેવાય છે 


આધુનિક આવર્તકોષ્ટકમાં કેટલા ઉભા સ્તંભ આવેલા છે?

Locked Answer

જવાબ : આધુનિક આવર્તકોષ્ટકમાં ૧૮ ઉભા સ્તંભ આવેલા છે


આધુનિક આવર્તકોષ્ટકમાં કેટલી આડી હરોળ આવેલી છે?

Locked Answer

જવાબ : આધુનિક આવર્તકોષ્ટકમાં સાત આડી હરોળ આવેલી છે


આધુનિક આવર્ત કોષ્ટકમાં પ્રથમ દસ તત્વોમાં કઈ ધાતુઓ છે?

Locked Answer

જવાબ : આધુનિક આવર્ત કોષ્ટકમાં પ્રથમ દસ તત્વોમાં લિથિયમ અને બેરેલીયમ ધાતુઓ છે


આધુનિક આવર્તકોષ્ટક સમૂહ એકમાં રહેલા તત્વોના નામ જણાવો.

Locked Answer

જવાબ : હાઇડ્રોજન, લિથિયમ, સોડીયમ, પોટેશિયમ, રુબિડિયમ, સીઝીયમ, ફ્રાન્સિયમ


હાઇડ્રોજન તત્વની પરમાણ્વીય ત્રિજ્યા કેટલી છે?

Locked Answer

જવાબ : હાઇડ્રોજન તત્વની પરમાણ્વીય ત્રિજ્યા 39 છે


સમૂહ એકના તત્વોમાં કેટલા સંયોજકતા ઈલેક્ટ્રોન હાજર છે?

Locked Answer

જવાબ : સમૂહ એકના તત્વોમાં એક સંયોજકતા ઇલેક્ટ્રોન હાજર છે. 


આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા સંયોજકતા કેવી રીતે બદલાય છે?

Locked Answer

જવાબ : આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા સંયોજકતા પહેલા વધે છે 1 થી 4 અને પછી 0 થી 4 ઘટે છે. 


સમાન ગુણધર્મો ધરાવતાં ત્રણ તત્વો A, B અને C ના પરમાણ્વીય દળ અનુક્રમે X, Y અને Z છે. Y નું દળ આશરે X અને Zના સરેરાશ દળ જેટલું છે. તત્વોની આ પ્રકારની ગોઠવણી કયા નામે ઓળખાય છે ? આ પ્રકારનાં તત્વોના જૂથનું એક ઉદાહરણ આપો.

Locked Answer

જવાબ : આ તત્વોની આ પ્રકારની ગોઠવણીને ડોબરેનર ત્રિપુટી કહે છે. ઉદાહરણ લિથિયમ, સોડિયમ અને પોટૅશિયમ છે.


તત્વોને તેમના વધતા પરમાણ્વીય દળોના આધારે નીચેના ક્રમમાં ગોઠવેલા છે :

F, Na, Mg, Al, Si, P, S, Cl, Ar, K

(a) સમાન ગુણધર્મો ધરાવતાં તત્વોનાં બે જૂથ પસંદ કરો.

(b) આપેલ ક્રમ તત્વોના વર્ગીકરણનો કયો નિયમ રજૂ કરે છે.

Locked Answer

જવાબ : (a) i. F અને Cl ii. Na અને K (b) ન્યૂલૅન્ડનો અષ્ટકનો નિયમ


મેન્ડેલીફના આવર્ત-કોષ્ટકમાં તત્વોને તેમના વધતા પરમાણ્વીય દળોના ક્રમમાં ગોઠવેલા હતા. આમ છતાં, 58.93 amu પરમાણ્વીય દળ ધરાવતા કોબાલ્ટને 58.71 amu પરમાણ્વીય દળ ધરાવતાં નિકલની પહેલાં ગોઠવેલ હતું. આ માટેનું કારણ આપો.

Locked Answer

જવાબ : સમાન ગુણધર્મવાળા તત્વોને એક જ જૂથમાં સાથે મૂકી શકાય છે.


જો એક તત્વ X ને સમૂહ 14 માં મુકાયું હોય, તો તેના ક્લૉરાઈડનું સૂત્ર અને બંધનો સ્વભાવ કેવો હશે ?

Locked Answer

જવાબ : ક્લૉરાઈડનું સૂત્ર XCl છે. અને તે સહસંયોજક બંધન છે.


નીચેનાં તત્વોને તેમના પરમાણ્વીય ત્રિજ્યાના વધતા ક્રમમાં ગોઠવો

(i) Li, Be, F, N

(ii) Cl, At, Br, I

Locked Answer

જવાબ : (i) F (ii) Cl


આધુનિક આવર્તકોષ્ટકમાં તત્વોનું સ્થાન નક્કી કરવા માટેના વર્ગીકરણના સંદર્ભો સમજાવો. 

Locked Answer

જવાબ : આ પ્રશ્ન-જવાબ Appમાં મુકવાના સમયે આધુનિક આવર્તકોષ્ટકનું ગ્રાફિક્સ મુકવું  (talk to prem sir)

આધુનિક આવર્તકોષ્ટકમાં ૧૮ ઉભા સ્તંભ છે જેને ‘સમૂહ’ કહેવાય છે. અને ૭ આડી હરોળ છે જેને “આવર્ત” કહેવાય છે.

સમૂહ-1માં તમામ તત્વો, સંયોજકતા ઈલેક્ટ્રોનની સમાન સંખ્યા ધરાવે છે. તે જ રીતે એક સમૂહમાં રહેલા તત્વોની સંયોજકતા ઈલેક્ટ્રોનની સંખ્યા પણ સમાન હોય છે. 


ઉદાહરણ તરીકે, ક્લોરિન અને ફ્લોરિન સમૂહ-17ના તત્વો છે. તેમની બાહ્યતમ કક્ષામાં સાત ઈલેક્ટ્રોન રહેલા છે. તેથી કહી શકાય કે, આધુનિક આવર્તકોષ્ટકમાં રહેલા સમૂહ બાહ્યતમ કક્ષાની સમાન ઇલેક્ટ્રોનિય રચના દર્શાવે છે. બીજી તરફ, સમૂહમાં ઉપરથી નીચે જઈએ તો કક્ષાની સંખ્યા વધતી જાય છે.

હાઇડ્રોજન તત્વ આ બાબતે અનિશ્ચિત છે. તેણે પ્રથમ આવર્તમાં સમૂહ ૧ અથવા સમૂહ ૧૭ માં રાખી શકાય.

લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઈટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન આ આવર્તના તત્વો સમાન સંખ્યામાં ઇલેક્ટ્રોન ધરાવતા નથી. પરંતુ તેઓ સમાન કક્ષા ધરાવે છે.

આવર્તમાં ડાબી બાજુથી જમણી તરફ જતા જો તત્વોના પરમાણ્વીય ક્રમાંકમાં એક એકમનો વધારો થાય તો સંયોજકતા કક્ષાના ઈલેક્ટ્રોનમાં પણ એક એકમનો વધારો થાય છે.

આમ, કહી શકાય કે સમાન સંખ્યામાં ભરાયેલી કક્ષાઓ ધરાવતા જુદા જુદા તત્વોના પરમાણુઓ એક જ આવર્તમાં મુકવામાં આવેલા છે.

સોડિયમ (Na), મેગ્નેશિયમ (Mg), એલ્યુમિનિયમ (Al) , સિલિકોન (Si), ફોસ્ફરસ (P), સલ્ફર (S), ક્લોરિન (Cl) અને આર્ગોન (Ar) આધુનિક કોષ્ટકમાં ત્રીજા આવર્તમાં રહેલા છે. અને આ તત્વોના પરમાણુંઓના K, L અને M ઈલેક્ટ્રોન કક્ષામાં સમાયેલા છે.

આ દરેક તત્વોની ઈલેક્ટ્રોન રચના જોતા માલુમ પડે છે કે દરેક આવર્ત નવી ભરાયેલી ઇલેક્ટ્રોનિક કક્ષા બનાવે છે. કોઈ કક્ષામાં ઈલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા આ 2n2 (ટૂ એન સ્ક્વેર) સુત્ર પર આધાર રાખે છે. જ્યાં n(એન) એ કેન્દ્રથી દુર આવેલ કક્ષાનો ક્રમ છે.

ઉદાહરણ તરીકે,

K કક્ષામાં – 2 X (1)2  = 2,  પ્રથમ આવર્તમાં 2 તત્વો.

L કક્ષામાં  – 2 X (2)2  = 8, બીજા આવર્તમાં 8 તત્વો.

M કક્ષામાં – 2 X (3)2  = 18, બીજા આવર્તમાં 16 તત્વો.  

અહીં બાહ્યતમ કક્ષામાં માત્ર આઠ ઈલેક્ટ્રોન હોય છે તેથી ત્રીજા આવર્તમાં પણ માત્ર આઠ ઈલેક્ટ્રોન હોય છે. 

આધુનિક આવર્તકોષ્ટકમાં તત્વનું સ્થાન તેની રાસાયણિક ક્રિયાશીલતા પર આધાર રાખે છે.


ડોબરેનરનો નિયમ લખો અને ઉદાહરણ આપી સમજાવો.

Hide | Show

જવાબ : સૌ પ્રથમ ૧૮૧૭ના વર્ષમાં જર્મન રસાયણશાસ્ત્રી ડોબરેનરે એક સમાન ગુણધર્મ ધરાવતા તત્વોને એક જ જૂથમાં ગોઠવવાનો પ્રયાસ કર્યો હતો. 
ડોબરેનરે ત્રણ તત્વો ધરાવતા કેટલાક તત્વોના જૂથ ઓળખી કાઢ્યા અને તે તત્વોના જૂથને “ત્રિપુટી” એવું નામ આપ્યું હતું.
ડોબરેનરે દર્શાવ્યું કે ત્રિપુટીના ત્રણ તત્વોને પરમાણ્વીય દળના ચઢતા ક્રમમાં ગોઠવવામાં આવે ત્યારે મધ્યમાં રહેલા તત્વોનું દળ અન્ય બે તત્વોના પરમાણ્વીય દળના લગભગ સરેરાશ જેટલું થાય છે.
ડોબરેનરના ત્રિપુટીના નિયમનું ઉદાહરણ:  
લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ ધરાવતી ત્રિપુટીઓ લો,
આ ત્રણેય તત્વોના દળ અનુક્રમે ૬.૯ , ૨૩.૦ અને ૩૯.૦ છે. અને ત્યારબાદ, લિથિયમ અને પોટેશિયમના પરમાણ્વીય દળની સરેરાશ કાઢીએ તો,
લિથિયમ અને પોટેશિયમના પરમાણ્વીય દળની સરેરાશ ૨૨.૯૫ જેટલી થાય છે. અને સોડિયમનો પરમાણ્વીય દળ ૨૩ છે. એટલે ડોબરેનરની ત્રિપુટીના નિયમ પ્રમાણે આપણે તત્વોનું વર્ગીકરણ કરી શકીએ.
આ નિયમની પણ કેટલીક મર્યાદાઓ હતી. 
કારણ કે ડોબરેનર, તે સમયે, માત્ર ત્રણ ત્રિપુટી જ શોધી શક્યા હતા. એટલે તત્વોને ત્રિપુટીમાં વર્ગીકૃત કરવાની પદ્ધતિ સફળ ન થઇ.


તત્વોના વર્ગીકરણ માટેનો ન્યૂલેન્ડના અષ્ટકના નિયમનો સમજાવો.

Hide | Show

જવાબ : ડોબરેનરના નિયમની જેમ જ ન્યૂલેન્ડ નામના વૈજ્ઞાનિકએ પણ, તત્વના પરમાણ્વીય ક્રમાંકને આધારે તત્વોના વર્ગીકરણ કરવાનો નિયમ આપ્યો હતો.
સૌપ્રથમ ન્યૂલેન્ડે તત્વોને તેના પરમાણ્વીય દળના ચઢતા ક્રમમાં ગોઠવ્યા હતા. 
આ રીતે તેમણે સૌથી ઓછા પરમાણ્વીય દળ ધરાવતા હાઈડ્રોજન(H)થી શરૂઆત કરી અને 56માં તત્વ થોરિયમ(Zr) સુધી તેણે તત્વોની ગોઠવણી કરી હતી.
વર્ગીકરણ કર્યા બાદ ન્યૂલેન્ડે અવલોકન કર્યું અને તેમને જણાયું દરેક આઠમાં નંબરે રહેલ તત્વના ગુણધર્મો પહેલા નંબરે રહેલ તત્વના ગુણધર્મને મળતા આવે છે.
આ રીતે તેણે સંગીતના સુરો સાથે તુલના કરીને એક અષ્ટક બનાવ્યું, જેને અષ્ટકનો સિદ્ધાંત કહેવાય છે.
આકૃતિમાં ન્યૂલેન્ડનું અષ્ટક દર્શાવેલ છે.  
આ અષ્ટક પ્રમાણે લિથિયમ અને સોડિયમના ગુણધર્મો સમાન હતા. પરંતુ સોડિયમ, લિથિયમ પછીનું આઠમું તત્વ છે, તથા બેરિલિયમ અને મેગ્નેશિયમ તત્વના ગુણધર્મો પણ એકબીજાને મળતા આવતા હતા.


ન્યૂલેન્ડના તત્વોના વર્ગીકરણ માટેની અષ્ટકના નિયમની મર્યાદાઓ જણાવો.

Hide | Show

જવાબ : ન્યૂલેન્ડના અષ્ટકનો સિદ્ધાંત માત્ર કેલ્શિયમ સુધી જ લાગુ પડતો હતો. કારણ કે કેલ્શિયમ પછી દરેક આઠમા નંબરે રહેલ તત્વના ગુણધર્મો પહેલા નંબરે રહેલ તત્વના ગુણધર્મની સાથે મળતા નથી.


તે સમયે ન્યૂલેન્ડે માત્ર કલ્પના કરી હતી કે, કુદરતમાં, તેના અષ્ટકમાં સમાવેશ થયેલા 56 તત્વો જ મળી આવે છે. પરંતુ ત્યારબાદ ઘણા તત્વો શોધાયા. તેથી, નવા શોધાયેલા તત્વો ન્યૂલેન્ડના અષ્ટકમાં બંધ બેસતા નથી.  


અમુક તત્વોને ન્યૂલેન્ડે પોતાના અષ્ટકમાં બંધ બેસાડવા માટે એક જ જૂથમાં રાખી દીધા હતા. પરંતુ અસમાન તત્વોને પણ તેણે એક જુથમાં રાખ્યા છે.


એક જ જૂથમાં રહેલા તત્વો જેવા કે, કોબાલ્ટ અને નિકલ એક જ સ્થાન પર રહેલા છે. આ તત્વોના ગુણધર્મો અલગ હોવા છતાં આ તત્વોને ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન સાથે એક જ હરોળમાં રાખવામાં આવ્યા છે.


જયારે આયર્ન, જે કોબાલ્ટ અને નિકલ સાથે ગુણધર્મોમાં સામ્યતા ધરાવે છે તો પણ આ તત્વોથી દુર રાખવામાં આવ્યા છે. 


મેન્ડેલીફના આવર્તકોષ્ટકની ગોઠવણીની સમજૂતી અને સિદ્ધાંત લખો અથવા 

મેન્ડેલીફના આવર્તકોષ્ટક વિશે માહિતી આપો. 

Hide | Show

જવાબ : ડોબરેનર અને ન્યૂલેન્ડનો નિયમ થોડા થોડા અંશે જ સાચો હતો. સંપૂર્ણપણે સફળતાપૂર્વક તેના તત્વોના વર્ગીકરણના નિયમને અપનાવી ન શકાય.
તત્વોના વર્ગીકરણ માટે મેન્ડેલીફના આવર્તકોષ્ટકનો ફાળો ખુબ મહત્વનો છે.
મેન્ડેલીફે તત્વોને તેમના મૂળભૂત ગુણધર્મો, પરમાણ્વીય દળ, અને રાસાયણિક ગુણધર્મોની સામ્યતાને આધારે વર્ગીકૃત કર્યા હતા.


મેન્ડેલીફે પોતાના આવર્તકોષ્ટક બનાવવાની શરૂઆત કરી ત્યારે કુલ ૬૩ તત્વો જાણીતા હતા. તેમને આ દરેક તત્વોના પરમાણ્વીય દળ, ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો વચ્ચેના સંબંધો તપાસ્યા હતા.


રાસાયણિક ગુણધર્મોની વચ્ચે મેન્ડેલીફે તત્વોના ઓક્સિજન અને હાઈડ્રોજન વચ્ચે બનતા સંયોજનો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. કારણ કે ઓક્સિજન અને હાઇડ્રોજન તત્વો અતિસક્રિય છે. અને તે મોટા ભાગના તત્વો સાથે સંયોજાય અને સંયોજનો બનાવી શકે છે.


તત્વો દ્વારા બનતા હાઈડ્રાઈડ અને ઓક્સાઈડના સુત્રોને તત્વોના વર્ગીકરણના મૂળભૂત ગુણધર્મો તરીકે ગણ્યા હતા.


ત્યારબાદ મેન્ડેલીફે ૬૩ અલગ-અલગ કાર્ડ લીધા. અને તે દરેક કાર્ડ પર તત્વોના નામ અને ગુણધર્મો લખ્યા હતા.


આ કાર્ડમાંથી એક સમાન ગુણધર્મ ધરાવતા તત્વોને અલગ રાખી દીવાલ પર લગાવ્યા.
ત્યારબાદ અવલોકન કરવામાં આવ્યું આ રીતે મોટા ભાગના તત્વોનો સમાવેશ થઇ ગયો હતો, અને બધા જ તત્વો પરમાણ્વીય દળના ચઢતા ક્રમમાં ગોઠવાઈ ગયા હતા.
આ રીતની ગોઠવણી બાદ મેન્ડેલીફે સમાન ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો ધરાવતા તત્વોનું અવલોકન કર્યું અને જાણવા મળ્યું કે અલગ અલગ તત્વો એક નિશ્ચિત વિરામ બાદ ફરીથી આવે છે. 


આ અવલોકનને આધારે મેન્ડેલીફે આવર્તકોષ્ટકની રચના કરી.
મેન્ડેલીફનો આવર્ત નિયમ દર્શાવે છે કે,  
“તત્વોના ગુણધર્મો તેના પરમાણ્વીય દળના આવર્તનીય વિધેય છે.”


મેન્ડેલીફના આવર્તકોષ્ટકની ઉપલબ્ધિઓ જણાવો.

Hide | Show

જવાબ : આવર્તકોષ્ટકમાં તત્વોની ગોઠવણી કરી ત્યારે એવું બન્યું કે વધારે પરમાણ્વીય દળ ધરાવતા તત્વોને થોડા ઓછા પરમાણ્વીય દળ ધરાવતા તત્વ કરતા પહેલા મુકવું પડ્યું.

આ તત્વોનો ક્રમ ઉલટો કરવામાં આવ્યો જેથી સમાન ગુણધર્મો ધરાવતા તત્વો એકસાથે ગોઠવી શકાયા.

ઉદાહરણ તરીકે, કોબાલ્ટનો પરમાણ્વીય દળ ૫૮.૯ છે. છતા તેને નિકલ કે જેનો પરમાણ્વીય દળ ૫૮.૭ છે તેને આવર્તકોષ્ટકમાં પહેલા ગોઠવવામાં આવ્યું છે.

મેન્ડેલીફને આવર્તકોષ્ટકમાં કેટલાક સ્થાન ખાલી છોડવામાં આવ્યા છે. આ ખાલી સ્થાનને મર્યાદારૂપે ન ગણીને તે ખાલી સ્થાન વિશે તેમને નિર્ભયતાથી ભવિષ્યમાં શોધનાર તત્વોના અસ્તિત્વની આગાહી કરી હતી.

ભવિષ્યમાં જે તત્વો શોધવાના હતા તે તત્વોનું નામકરણ મેન્ડેલીફે “એકા”-પૂવર્ગ લગાવીને કર્યું હતું, જેમાં “એકા” શબ્દ સંસ્કૃત શબ્દ છે.

ઉદાહરણ તરીકે, સ્કેન્ડિયમના ગુણધર્મો એકા-બોરોન, ગેલિયમના ગુણધર્મો એકા-અલ્યુમિનિયમ અને જર્મેનિયમના ગુણધર્મો એકા-સિલિકોન જેવા જ છે.

 

આ કોષ્ટકમાં તમે એલ્યુમિનિયમ અને ગેલિયમના ગુણધર્મોમાં કેટલી સમાનતા છે તે દર્શાવેલ છે. એકા-એલ્યુમિનિયમ અને ગેલિયમના ઓક્સાઈડ અને ક્લોરાઇડના સુત્રો એકબીજાને મળતા આવે છે.

આ પ્રમાણે મેન્ડેલીફે કરેલી ધારણા સાચી પડી હતી અને ત્યારબાદ ઘણા બધા રસાયણશાસ્ત્રીઓએ આવર્તકોષ્ટકનો સ્વીકાર કરી મેન્ડેલીફના આવર્તકોષ્ટકને તેમના સંશોધનના ઉપયોગમાં લીધો હતો.

નિષ્ક્રિય વાયુ જેવા કે હિલિયમ, નિયોન અને આર્ગોનનો પણ આવર્તકોષ્ટકના સંદર્ભમાં ઉપયોગ કર્યો હતો. આ વાયુની શોધ ઘણી મોડેથી થઇ હતી કારણ કે તેઓ નિષ્ક્રિય વાયુઓ હતા અને વાતાવરણમાં તેમની માત્રા ઘણી ઓછી હતી. મેન્ડેલીફના આવર્તકોષ્ટકમાં અન્ય શ્રેણીને ખલેલ ન પહોંચે તે રીતે આ તત્વોનો સમાવેશ નવા સમૂહમાં કરવામાં આવ્યો.


મેન્ડેલીફના તત્વોના વર્ગીકરણની મર્યાદાઓ જણાવો અથવા

મેન્ડેલીફના આવર્તકોષ્ટકની મર્યાદા મુદ્દાસર લખો.

Locked Answer

જવાબ : હાઇડ્રોજનની ઈલેક્ટ્રોન રચના આલ્કલી ધાતુઓને મળતી આવે છે.
હાઇડ્રોજન આલ્કલી ધાતુઓની માફક ક્લોરિન, ઓક્સિજન અને સલ્ફર સાથે એક સમાન સુત્ર ધરાવતા સંયોજનો બનાવે છે.


બીજી તરફ હેલોજનની માફક હાઇડ્રોજન પણ દ્વિપરમાણ્વીય અણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. તેમજ ધાતુઓ અને અધાતુઓ સાથે સંયોજાઈને સહસંયોજક બંધ બનાવે છે. 
ચોક્કસ રીતે હાઇડ્રોજનને આવર્ત કોષ્ટકમાં નિશ્ચિત સ્થાન આપી શકાય નહી. જે મેન્ડેલીફના આવર્ત કોષ્ટકની પ્રથમ મર્યાદા હતી. તે પોતાના આવર્તકોષ્ટકમાં હાઇડ્રોજનને યોગ્ય સ્થાન ન આપી શકયા. 


બીજી મર્યાદા એ હતી કે, એક તત્વથી બીજા તત્વ તરફ આગળ વધતા પરમાણ્વીય દળ નિયમિત રૂપથી વધતા ન હતા. આથી એવું અનુમાન લગાવવું મુશ્કેલ હતું કે બે તત્વો વચ્ચે કેટલા તત્વો શોધી શકાય છે.


આધુનિક આવર્તકોષ્ટકની રચના થતા પાયામાં કઈ બાબત છે? 

Locked Answer

જવાબ : ૧૯૧૩માં હેન્રી મોસેલે નામના વૈજ્ઞાનિકએ કહ્યું હતું કે તત્વના પરમાણ્વીય દળની તુલનામાં તેનો પરમાણ્વીય ક્રમાંક વધુ આધારભૂત ગુણધર્મ છે.


તે અનુસાર મેન્ડેલીફના આવર્તકોષ્ટકમાં બદલાવ કરવામાં આવ્યો અને પરમાણ્વીય ક્રમાંકને આધુનિક આવર્તકોષ્ટકના આધાર સ્વરૂપે સ્વીકારવામાં આવ્યો. 
આધુનિક આવર્ત નિયમ આ પ્રમાણે છે. 


“તત્વોના ગુણધર્મો તેમના પરમાણ્વીય ક્રમાંકના આવર્તનીય વિધેય છે.” 
એક તત્વથી બીજા તત્વ તરફ જતા પરમાણ્વીય ક્રમાંકમાં એક એકમનો વધારો થતો જાય છે. તેથી પરમાણ્વીય ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવવાથી આપણને આધુનિક આવર્ત કોષ્ટક મળ્યું. 


આધુનિક આવર્તકોષ્ટકમાં તત્વોના પરમાણ્વીય કદ વિશે ટૂંકનોંધ લખો

Locked Answer

જવાબ : આવર્તકોષ્ટકના તત્વોના પરમાણ્વીય કદ એટલે કે પરમાણુની ત્રિજ્યા.
પરમાણ્વીય કદ એક સ્વતંત્ર પરમાણુંના કેન્દ્રથી દુર તેની સૌથી બહારની કક્ષા વચ્ચેના અંતર સ્વરૂપે જોવા મળે છે.
હાઇડ્રોજન તત્વની પરમાણ્વીય ત્રિજ્યા 39(Thirty Nine) pm છે.
અહી ડાબીથી જમણી તરફ જતા પરમાણ્વીય ત્રિજ્યા ઘટે છે. અને કેન્દ્રીય વીજભાર વધવાની સાથે ઈલેક્ટ્રોન તરફ ખેંચવાનું વલણ ધરાવે છે. જેના કારણે પરમાણ્વીય કદ ઘટે છે. 
આજ રીતે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણ્વીય કદ વધે છે.  કારણ કે સમૂહમાં નીચે તરફ જતા નવી કક્ષાઓ ઉમેરાય છે. કારણ કે, કેન્દ્ર અને સૌથી બહારની કક્ષા વચ્ચેનું અંતર વધે છે તેથી વીજભાર વધવા છતાં પરમાણ્વીય કદ વધી જાય છે.


આધુનિક આવર્તકોષ્ટકમાં તત્વોના ધાત્વીય અને અધાત્વીય ગુણધર્મોની ગોઠવણીને આધારે ચર્ચા કરો. 
 

Locked Answer

જવાબ : સોડિયમ અને મેગ્નેશિયમ જેવી ધાતુઓ આવર્તકોષ્ટકમાં ડાબી બાજુ અને સલ્ફર અને ક્લોરિન જેવી ધાતુઓ આવર્તકોષ્ટકમાં જમણી બાજુ રહેલી છે.
આ તત્વોની મધ્યમાં સિલિકોન છે. જે અર્ધધાતુ અથવા ઉપધાતુ તરીકે વર્ગીકૃત થયેલ છે. કારણ કે ધાતુઓ અને અર્ધધાતુ એમ બંનેના કેટલાક ગુણધર્મો ધરાવે છે.
આવર્તકોષ્ટકમાં બતાવેલ વાંકીચુકી રેખાઓ ધાતુ અને અધાતુનું આવર્તકોષ્ટકમાં વર્ગીકરણ કરે છે
આ રેખાની કિનારીએ રહેલ તત્વો બોરોન, સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટિમની, ટેલુરિયમ, અને પોલોનિયમ, મધ્યવર્તી ગુણધર્મો ધરાવે છે. જેને ઉપધાતુઓ અને અર્ધધાતુઓ કહેવાય છે.  
બંધનિર્માણ દરમિયાન ધાતુ સંયોજકતા ઈલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે. એટલે કે તેઓ સ્વભાવે વિદ્યુતીય ધન છે. 
આવર્તમાં જેમ સંયોજકતા કક્ષાના ઈલેક્ટ્રોન પર કાર્ય કરતો અસરકારક કેન્દ્રીય વીજભાર વધે છે તેમ ઈલેક્ટ્રોન ગુમાવવાની વૃતિ ઘટશે.  
સમૂહ માં નીચે તરફ જતા સંયોજકતા ઇલેક્ટ્રોન દ્વારા અનુભવાતો અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટે છે. કારણ કે સૌથી બહારના ઈલેક્ટ્રોન, કેન્દ્રથી વધારે દુર હોય છે. આથી તે આસાનીથી દુર થઇ શકે છે. 
તેથી ધાત્વીય લક્ષણ આવર્તમાં એક બાજુથી બીજી બાજુ તરફ જતા ઘટે છે અને સમૂહમાં નીચે તરફ જતા વધે છે. 
બીજી બાજુ, અધાતુઓ વિદ્યુત ઋણીય હોય છે. તે ઈલેક્ટ્રોન મેળવીને બંધ બનાવવાની વૃતિ ધરાવે છે. 
આવર્તમાં ડાબી બાજુથી જમણી તરફ જતા ઈલેક્ટ્રોન મેળવવાની વૃતિ વધે છે. અને સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઈલેક્ટ્રોન મેળવવાની વૃતિ ઘટે છે. 
વિદ્યુતઋણતાની વૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અધાતુઓ આવર્તકોષ્ટકમાં જમણી તરફ ઉપરની બાજુએ રહેલી હોય છે. 
તત્વોની આ વૃતિ આપણને તત્વો દ્વારા બનતા ઓક્સાઈડના સ્વભાવ વિશે અનુમાન કરવા માટે પણ મદદરૂપ થાય છે, કારણ કે સામાન્ય રીતે ધાતુઓના ઓક્સાઈડ બેઝિક અને અધાતુઓના ઓક્સાઈડ એસિડિક હોય છે. 


There are No Content Availble For this Chapter

Download PDF

Take a Test

Choose your Test :

તત્વોનું આવર્તનીય વર્ગીકરણ

રાસાયણિક પ્રક્રિયા એટલે શું?, લેડ નાઈટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ વચ્ચે થતી પ્રક્રિયા, વિઘટન પ્રક્રિયા
તત્વોનું આવર્તનીય વર્ગીકરણ

Browse & Download GSEB Books For ધોરણ ૧૦ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.