GSEB Solutions for ધોરણ ૧૦ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

ભારતમાં નદીઓને ‘લોકમાતા’ શા માટે કહેવામાં આવે છે?

Hide | Show

જવાબ : પ્રાચીન કાળથી નદીઓ પ્રાકૃતિક માર્ગ પૂરો પાડી રહી છે. ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે વિકાસ પામી છે.      ભારતમાં નદીઓ પીવાનું પાણી, ઘરવપરાશનું પાણી, વીજળી, ખેતી, જળમાર્ગ જેવી આપણી મહત્વની જરૂરિયાતો પૂરી પાડે છે.      નદીઓએ ભારતીય પ્રજા જીવનને સમૃધ્ધ બનાવ્યું છે. પ્રાચીન કાળથી નદી કિનારાના ઊંડા અને સંધ્યાના વિવિધ ભૂમિ દ્રશ્યો દ્વારા ભરપુર સૌદર્ય અને કળા- કૌશલ્યનો વિકાસ પણ આ પ્રકૃતિના વારસા માંથી મળ્યો છે. તેથી આપણે નદીઓને ‘લોકમાતા’ નું બહુમાન આપ્યું છે.


આર્ય પ્રજા અન્ય ક્યાં નામે ઓળખાય છે?

Locked Answer

જવાબ : આર્ય પ્રજા અન્ય નોર્ડિક નામે ઓળખાય છે.


વારસો એટલે શું?

Hide | Show

જવાબ : વારસો એટલે એક પેઢીની ‘સંસ્કૃતિ’ ની અનેકવિધ બાબતો તેની અનુગામી પેઢીને પ્રદાન કરવું. જે તે પેઢીએ પોતે જે સીખેલ હોય, મેળવેલ હોય તેમાં ઉમેરો કરીને આગળની પેઢીને આપે છે. આમ, પેઢી દર પેઢી જે કઈ મળે તેને વારસો કહે છે.


સંસ્કૃતિ માનવીને જીવન જીવવાની રીત શીખવે છે કેવી રીતે?

Hide | Show

જવાબ : દેશ કે સમાજમાં કાળક્રમે બદલાતા સંજોગો અનુસાર જનજીવનમાં આવતા પરિવર્તનો, સુધારા, સામાજિક નીતિ, રીતિ ઈત્યાદી વડે ભિન્ન ભિન્ન સમાજોની સંસ્કૃતિ બને છે. માનવસમાજની ટેવો, મુલ્યો, આચાર-વિચાર, ધાર્મિક પરંપરાઓ, કૌટુંબિક જીવન અને તેની અભિવ્યક્તિઓ, રહેણીકારની વગેરે સંસ્કૃતિ નક્કી કરે છે. તેથી એમ કહી શકાય કે સંસ્કૃતિ માનવીને ‘જીવન  જીવવાની રીત’ શીખવે છે.


આપણા સંસ્કૃતિક વારસામાં ઐતિહાસિક સ્થળો તથા મહત્વની શોધો કઈ કઈ છે?

Hide | Show

જવાબ : મંદિરો, શીલાલેખો, સ્તુપો, વિહારો, મસ્જીદો, કિલ્લાઓ, રાજમહેલો તેમજ ઉત્ખનન કરેલા સ્થળો ઐતિહાસિક સ્મારકો છે. સાબરમતી આશ્રમ, દાંડી, બારડોલી, વર્ધા, શાંતિ નિકેતન (કોલકત્તા), દિલ્હી વગેરે ઐતિહાસિક સ્થળો છે. તથા     ભાષા, લિપિ, અંકો,શૂન્યની શોધ, ગણિત, પંચાંગ, ખગોળ, લોખંડ, સાહિત્ય, ધર્મ,યુદ્ધશાસ્ત્ર, ધર્મ, વિધિ- વિધાન, પર્યાવરણ સુરક્ષા જેવવી ઘણી મહત્વની શોધો ભારતમાં થઇ છે.


પ્રાચીન યુગથી ભારતની પ્રજા પ્રકૃતિ પ્રેમી રહી છે. કઈ રીતે?

Hide | Show

જવાબ : ભારતની પ્રજા પ્રાચીન યુગથી પર્યાવરણપ્રેમી રહી છે. જેની સાક્ષી તેનો વ્રુક્ષપ્રેમ, પુષ્પપ્રેમ, છોડવાઓ પ્રત્યેનો આદર સૂચવે છે. ભારતમાં વડ, પીપળો તુલસી વગેરેની પૂજા, ધૂપ-દીપ કરવામાં આવે છે. હરડે, આંબળા, બહેડા જેવી ઔષધિઓ તથા મોગરો, ગુલાબ, કમળ, ચંપો, જુઈ જેવા પુષ્પોએ માનવજીવનને ખુબ સુંદર, નિરામય, સમૃધ્ધ બનાવ્યું છે. આમ ભારતના સામાજિક, ધાર્મિક જીવન પર વનસ્પતિઓનો પ્રભાવ રહ્યો છે.


એવા કયો શિલ્પો છે જે જોઇને આપણને આપણા સંસ્કૃતિક વારસા પ્રત્યે ગર્વ થાય ?

Hide | Show

જવાબ : સીધું ખીણ સંસ્કૃતિના પુરાતન અવશેષો જેમકે તેમાંથી મળી આવેલ દેવ-દેવીઓની પ્રતિમાઓ, માનવ શિલ્પો તેમજ દાઢી વાળા પુરુષનું શિલ્પ અને નર્તકીની મૂર્તિ જોઇને આપણને આપણા સંસ્કૃતિક વારસા પ્રત્યે ગર્વ થાય છે. મૌર્યયુગની ઊંધા કમળની આકૃતિ ઉપર સિંહ અને વૃષભનું શિલ્પ, બુદ્ધની પ્રજ્ઞા પરમીત શિલ્પ, સારનાથની ધર્મચક્ર પ્રવર્તન વાળી મહાત્મા ગૌતમ બુદ્ધની પ્રતિમા, જૈન તીર્થંકરોની પ્રતિમાઓ, આ ઉપરાંત ઈલોરાની ગુફાઓ નિહાળતા આપણને આપણા સંસ્કૃતિક વારસા પ્રત્યે ગર્વ થાય છે.


આર્ય પ્રજા અન્ય કયા નામે ઓળખાય છે? (સ્વધ્યાય- ૩.1)

Hide | Show

જવાબ : આર્ય પ્રજા નોર્ડિક નામે ઓળખાય છે


નેગ્રીટો (હબસી) પ્રજા વિષે ટૂંકી માહિતી આપો. (સ્વધ્યાય- ૩.2)

Hide | Show

જવાબ : નેગ્રીટો અથવા નીગ્રો જાતિ ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ છે. કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે નેગ્રીટો અથવા નીગ્રો (હબસીઓ) આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઇ ભારતમાં આવેલા તેઓ વર્ણમાં શ્યામ, 4 થી 5 ફૂટ ઊંચા, અને માથે વાંકડિયા વાળ ધરાવતા હતા.


ભારતની રાષ્ટ્ર મુદ્રામાં કયા કયા પ્રાણીઓ દર્શાવાયેલા છે? (સ્વધ્યાય- ૩.૩)

Hide | Show

જવાબ : ભારતની રાષ્ટ્ર મુદ્રામાં ચાર સિંહો, ઘોડો, હાથી,અને બળદ આ પ્રાણીઓ દર્શાવાયેલા છે.


દ્રવિડોની કુટુંબપ્રથા તથા કયા ક્ષેત્રોમાં તેમનું વિશેષ પ્રદાન જોવા મળે છે?

Hide | Show

જવાબ : દ્રવિડોમાં માતૃમુલક – માતૃપ્રધાન કુટુંબ પ્રથા પ્રચલિત હતી. તેમણે અવકાશી ગ્રહોના ક્ષેત્રમાં અને વિવિધ કલા જેવીકે કાંતવું, વણવું, રંગવું અને હોડી તરાપા જેવા ક્ષેત્રમાં તેમનું યોગદાન છે.


મેંગોલોઈડ પ્રજાની ખાસિયતો જણાવો.

Hide | Show

જવાબ : મેંગોલોઈડ પ્રજાનો વર્ણ પીળો, ચહેરો સપાટ, ઉપસેલા ગાલ, અને બદામ આકારની આંખો જેવા શારીરિક લક્ષણો ધરાવતી હતી. મેંગોલોઈડ લોકો ‘કિરાત’ તરીકે ઓળખાતા હતા.


કઈ કઈ ચિકિત્સા પદ્ધતિ પ્રકૃતિ પર આધારિત છે?

Hide | Show

જવાબ : નીસર્ગોપચાર, આયુર્વેદિક, યુનાની જેવી ચિકિત્સા પદ્ધતિ પ્રકૃતિ પર આધારિત છે.


ભારતની કુદરતી સીમાઓ શેના દ્વારા બનેલી છે?

Hide | Show

જવાબ : ભારતની ઉત્તર સીમા હિમાલયની પર્વતમાળા, દક્ષિણે હિંદમહાસાગર, પૂર્વમાં બંગાળનો ઉપસાગર અને પશ્ચિમે અરબી સમુદ્ર દ્વારા બનેલી છે.


હિમાલયમાં આવેલા પ્રસિદ્ધ યાત્રા ધામોના નામ જણાવો.

Hide | Show

જવાબ : હિમાલયમાં બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી, જમનોત્રી, અને અમરનાથ જેવા પ્રસિધ્ધ યાત્રાધામો આવેલા છે.


દ્રવિડો ભારતમાં ક્યાં વસે છે અને તેઓ કઈ ભાષાઓ બોલે છે?

Hide | Show

જવાબ : દ્રવિડો દક્ષિણ ભારતમાં વસે છે. અને તેઓ તમિલ, તેલુગુ, મલયાલમ, ભાષાઓ બોલે છે.


જૈન ધર્મ અને બોદ્ધ ધર્મની ગુફાઓ ગુજરાતમાં ક્યાં આવેલી છે?

Hide | Show

જવાબ : જૈન ધર્મ અને બોદ્ધ ધર્મની ગુફાઓ ગુજરાતના વડનગર, તારંગા, ખંભાલીડા, જુનાગઢ, શામળાજી, તળાજા, ઢાંક, ઝગડિયા વગેરે સ્થળોએ આવેલા છે.


ભારતના લોકજીવન ઉપર કઈ નદીઓનો પ્રભાવ જોવા મળે છે?

Hide | Show

જવાબ : સિંદુ , ગંગા, યમુના, નર્મદા, કૃષ્ણા, કાવેરી, વગેરે નદીઓનો પ્રભાવ ભારતના લોકજીવન પર પડે છે.


સૌરાષ્ટ્રમાં આવેલા ધાર્મિક મહત્વ ધરાવતા પ્રસિદ્ધ તીર્થસ્થનોના નામ જણાવો.

Hide | Show

જવાબ : ધાર્મિક મહત્વ ધરાવતા પ્રસિદ્ધ તીર્થસ્થનોમાં દ્વારકાનું દ્વારકાધીશ મંદિર, જગદગુરુ શંકરાચાર્યની શારદાપીઠ, 12 જ્યોતિર્લિંગો પૈકીનું સોમનાથ મંદિર, તથા ભાવનગર જીલ્લામાં આવેલું પાલીતાણાનું જૈન તીર્થંકર વગેરે તીર્થ સ્થળો આવેલા છે.


મોઢેરા શેના માટે જાણીતું છે?

Hide | Show

જવાબ : મોઢેરાનું પ્રખ્યાત સૂર્યમંદિર તથા ત્યાં યોજાતા ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ માટે મોઢેરા જાણીતું છે.


કયા શબ્દનો ઉપયોગ શુભ કાર્યોની શરૂઆતમાં લેવાતા સંકલ્પોમાં થાય છે.

Hide | Show

જવાબ : શુભ કાર્યોની શરૂઆતમાં લેવાતા સંકલ્પોમાં ‘ભારતવર્ષ’ , ‘ભરતખંડ’ , ‘જંબુદ્વીપ’ , ‘આર્યાવર્ત’ વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે.


સંસ્કૃતિક વારસાનો અર્થ સમજાવો.

Hide | Show

જવાબ : માનવીએ પોતાના બુદ્ધીચાર્યથી , આવડતથી, કુનેહથી, કળા કૌશલ દ્વારા,જે સર્જન કર્યું છે ; તેને સંસ્કૃતિક વારસો કહે છે.


કઈ વનસ્પતિનું ધાર્મિક ભાવથી પૂજન થાય છે.

Hide | Show

જવાબ : વડ, પીપળો અને તુલસીનું ધાર્મિક ભાવથી પૂજન થાય છે.


મધ્ય એશિયામાંથી આવેલી કઈ ત્રણ જાતિઓ એક સમાન ભૌતિક ગુણો ધરાવે છે?

Hide | Show

જવાબ : અલ્પાઇન, ડીનારિક અને આર્મેનોઈડ આ પ્રજાઓ મધ્ય એશિયામાંથી આવેલી છે.


ગુજરાતના જાણીતા ધાર્મિક,સામાજિક અને પ્રવાસન લક્ષી સ્થળો કયા કયા છે?

Hide | Show

જવાબ : પોળો વિજય નગર, પતંગોત્સવ અને કાંકરિયા કાર્નિવલ (અમદાવાદ), તાના-રીટી મહોત્સવ (વડનગર), ઉત્તરાર્ધ-નૃત્ય મહોત્સવ (મોઢેરા), રણોત્સવ (કચ્છ) વગેરેનો સમાવેશ થાય છે.


મોઢેરાનું સૂર્ય મંદિર અને સીદી સૈયદની જાળી શેના માટે રાખ્યાત છે?

Hide | Show

જવાબ : મોઢેરાનું સૂર્ય મંદિર અને સીદી સૈયદની જાળી પૌરાણિક અને પુરાતત્વીય મહત્વ માટે જાણીતા છે.


વિશ્વમાં એશિયાઈ સિંહો ક્યાં જોવા મળે છે?

Hide | Show

જવાબ : એશિયાઈ સિંહો ભારતમાં માત્ર ગુજરાતમાં ગીરના જંગલોમાં જોવા મળે છે.


ગુજરાતમાં મુખ્યત્વે કયા મેળાઓ ધાર્મિક અને સામાજિક મહત્વ ધરાવે છે?

Hide | Show

જવાબ : ગુજરાતમાં મુખ્યત્વે ભાદરવી પૂનમનો મેળો (અંબાજી-બનાસકાંઠા જીલ્લો), ભવનાથનો મેળો (ગિરનાર- જૂનાગઢ જીલ્લો), તરણેતરનો મેળો (તરણેતર-સુરેન્દ્રનગર જીલ્લો), ચૈત્રી પૂનમનો મેળો (બહુચરાજી-મહેસાણા જીલ્લો) વગેરે ધાર્મિક અને સામાજિક મહત્વ ધરાવે છે.


પંચતંત્રની વાર્તાઓ અને બોદ્ધ ધર્મની જાતકકથાઓએ આપણને શું આપ્યું છે?

Hide | Show

જવાબ : પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર શ્રધ્ધાપૂર્વક હતો એવું પંચતંત્રની વાર્તાઓ માંના ઉદાહરણો દ્વારા આપણને જાણવા મળે છે.


ભારતની શિલ્પ સ્થાપત્યની કળા આશરે કેટલી પ્રાચીન છે?

Locked Answer

જવાબ : ભારતની શિલ્પ સ્થાપત્યની કળા આશરે ૫૦૦૦ વર્ષ પ્રાચીન છે.


ભારતની નદીઓને શેનું બિરુદ આપવામાં આવ્યું છે?

Locked Answer

જવાબ : ભારતની નદીઓને લોકમાતાનું બિરુદ આપવામાં આવ્યું છે.


સીદી સૈયદની જાળી ક્યાં આવેલી છે?

Locked Answer

જવાબ : સીદી સૈયદની જાળી ગુજરાતના અમદાવાદમાં આવેલી છે.


દ્રવિડોમાં કુટુંબ પ્રથા કેવી હતી?

Locked Answer

જવાબ : દ્રવિડોમાં માતૃમુલક કુટુંબ પ્રથા હતી.


દ્રવિડ કુળમાં કઈ ભાષાઓ બોલાય છે?

Locked Answer

જવાબ : દ્રવિડકુળમાં તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ જેવી ભાષાઓ બોલાય છે.


ભારતમાં આર્યો અને દ્રવિડો સિવાય બીજી કઈ પ્રજાઓ હતી?

Locked Answer

જવાબ : ભારતમાં મેંગોલોઈડ, અલ્પાઇન, ડીનારિક અને આર્મેનોઈડ પ્રજાઓ પણ હતી.


ગુજરાતમાં ગીરનું જંગલ શેના માટે પ્રખ્યાત છે?

Locked Answer

જવાબ : ગીરનું જંગલ વિશ્વમાં એશિયાઈ સિંહો માટે પ્રખ્યાત છે.


ભવનાથનો મેળો ક્યાં અને ક્યારે ભરાય છે?

Locked Answer

જવાબ : ભવનાથનો મેળો ગિરનાર (જૂનાગઢ) માં મહા વદ ૯ થી ૧૨ દરમ્યાન ભરાય છે.


ધોળાવીરા ક્યાં આવેલું છે અને તેનું મહત્વ શું છે?

Locked Answer

જવાબ : ધોળાવીરા કચ્છ જીલ્લામાં આવેલું છે અને તે પુરાતત્વીય મહત્વ ધરાવતું સ્થળ છે.


ભારતમાં કયા કયા વનસ્પતિ છોડની ધાર્મિક પૂજા કરવામાં આઅવે છે?

Locked Answer

જવાબ : ભારતમાં વડ, પીપળો, તુલસી વગેરે વનસ્પતિ છોડની ધાર્મિક પૂજા કરવામાં આઅવે છે


‘સપ્તસિંધુ’ કોને કહેવાય?

Locked Answer

જવાબ : વાયવ્ય ભારતમાં સાત મોટી નદીઓ વહે છે. આ નદીઓના સમુહને સપ્તસિંધુ કહે છે.


ભારતમાં અભ્યારણ્યો કોની સુરક્ષા માટે બનાવામાં આવ્યા છે?

Locked Answer

જવાબ : ભારતમાં અભ્યારણ્યો વન્ય જીવોની સુરક્ષા માટે બનાવામાં આવ્યા છે.


ભૂમિ-આકારો દ્વારા શેનું સર્જન થાય છે?

Locked Answer

જવાબ : ભૂમિ-આકારો દ્વારા અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન થાય છે.


સમ્રાટ અશોકનો શિલાલેખ ક્યાં આવેલો છે?

Locked Answer

જવાબ : સમ્રાટ અશોકનો શિલાલેખ ગુજરાતના જૂનાગઢમાં આવેલો છે.


આદિમાનવ ક્યાં ઉત્પન્ન થયા હતા?

Locked Answer

જવાબ : આદિમાનવ પૂર્વ-દક્ષિણ આફ્રિકામાં ઉત્પન્ન થયા હતા.


સહસ્ત્રલિંગ તળાવ ક્યાં આવેલું છે?

Locked Answer

જવાબ : સહસ્ત્રલિંગ તળાવ પાટણમાં આવેલું છે.


હિમાલયમાં કયા જંગલો આવેલા છે?

Locked Answer

જવાબ : હિમાલયમાં તરાઈના જંગલો આવેલા છે.


વિસ્તારની દ્રષ્ટીએ ભારત વિશ્વમાં કયું સ્થાન ધરાવે છે?

Locked Answer

જવાબ : વિસ્તારની દ્રષ્ટીએ ભારત વિશ્વમાં સાતમું સ્થાન ધરાવે છે.


સંસ્કૃતિ કઈ રીત દર્શાવે છે?

Locked Answer

જવાબ : સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીતનો નિર્દેશ કરે છે.


ઉનાવા (મહેસાણામાં) કયો મેળો ભરાય છે?

Locked Answer

જવાબ : ઉનાવા (મહેસાણામાં) મીરાદાતારનો મેળો ભરાય છે.


સોમનાથ મંદિરની વિશેષતા શું છે?

Locked Answer

જવાબ : સોમનાથ એ ભારતના 12 જ્યોતિર્લિંગો પૈકીનું એક મંદિર છે.


મેન્ગોલોઈડ પ્રજા ભારતમાં કેવી રીતે આવી?

Locked Answer

જવાબ : મેન્ગોલોઈડ પ્રજા ઉત્તર પશ્ચિમ ચીન માંથી તિબેટમાં થઇ ભારતમાં આવી.


નેગ્રીટો ભારતમાં ક્યાંથી આવેલા છે?

Locked Answer

જવાબ : નેગ્રીટો આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઇ ભરતમાં આવેલા છે.


આર્યો જે પ્રદેશમાં વસતા હતા તે પ્રદેશને શું કહેવામાં આવે છે?

Locked Answer

જવાબ : આર્યો જે પ્રદેશમાં વસતા હતા તે પ્રદેશને ‘આર્યાવર્ત’ કહેવામાં આવે છે.


નેગ્રીટો પ્રજા વિશે ટૂંકી માહિતી આપો.

Locked Answer

જવાબ : નેગ્રીટો પ્રજા ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ છે. ઈતિહાસકારોના મત મુજબ નેગ્રીટો આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઈ ભારતમાં આવેલા. તેઓ વરને શ્યામ, 4 થી 5 ફૂટ ઊંચા, અને માથે વાંકડિયા વાળ ધરાવતા હતા.


ભારતની રાષ્ટ્રમુદ્રામાં ક્યાં ક્યાં પ્રાણીઓ દર્શાવાયેલા છે?

Locked Answer

જવાબ : ભારતની રાષ્ટ્રમુદ્રામાં ચાર સિંહો, ઘોડો, તથા બળદ દર્શાવાયેલા છે.


આપણે નદીઓનેલોકમાતાનું બહુમાન શા માટે આપ્યું છે ?

Locked Answer

જવાબ : આપણી સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી નદીકિનારાના ઉષા અને સંધ્યાના વિવિધ ભૂમિદ્રશ્યો દ્વારા ભરપૂર સોંદર્ય, કલાસૂઝ, અને કૌશલ્યો વિકાસ પણ પ્રકૃતિના વારસામાંથી મળ્યો છે. તેથી નદીનેલોકમાતાનું બહુમાન આપ્યું છે.


વસ્તીની અને વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું સ્થાન કેટલામું છે?

 

Locked Answer

જવાબ : વસ્તીની દ્રષ્ટ્રીએ ભારત બીજું અને વિસ્તારની દ્રષ્ટિએ ભારતનો ક્રમ સાતમો છે.


આર્ય અને દ્રવિડ પ્રજાની વિગતો આપો.

Hide | Show

જવાબ :

  • ભારતમાં પ્રાચીન કાળમાં હિંદુઓ આર્યો કહેવાતા.
  • તેમણે ભારતમાં આર્ય સભ્યતાનું નિર્માણ કરેલુ.
  • આર્યો વ્રુક્ષો, પહાડો, નદીઓ, સૂર્ય, વાયુ અને વરસાદ જેવા પ્રાકૃતિક તત્વોને ખુબ જ પ્રેમ કરતા તેમજ તેમની પૂજા આરાધના કરતા.
  • આ દરેક પ્રકૃતિની આર્યોએ સ્તુતિઓ (ઋચાઓ), મંત્રો વગેરેની રચનાઓ કરી હતી.
  • સમય જતા વેદપઠન પ્રચલિત બન્યું અને તેમાંથી યજ્ઞાદિ જેવી ધાર્મિક ક્રિયાઓ ભારતમાં શરુ થઇ.
  • ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓની સંસ્કૃતિમાં ઉમદા તત્વો અપનાવીને તેમણે એક સમન્વયી સંસ્કૃતિનું નિર્માણ કર્યું.
  • તેઓની મુખ્ય વસ્તી જે પ્રદેશમાં હતી તે પ્રદેશને ‘આર્યાવર્ત’ નામ અપાયું હતું.
  • પ્રાચીન સમયમાં આર્યો વાયવ્ય ભારતમાં વસતા હતા. જ્યાં મોટી મોટી સાત નદીઓ વહેતી હતી. જેને લીધે તે પ્રદેશને ‘સપ્તસિંધુ’ નામ આપવામાં આવ્યું.
  • તે વખતના ભરતકુળના આર્ય રાજા ભરતના નામ ઉપરથી આ વિશાળ પ્રદેશ ભરતભૂમિ, ભરતખંડ, ભારતવર્ષ  કે ભારત જેવા નામથી ઓળખાવા લાગ્યો.
  • આ રીતે ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓની સંસ્કૃતિ અપનાવી આર્યોએ ભારતનો સંસ્કૃતિક વારસો ભવ્ય બનાવ્યો.
  • દ્રવિડ લોકો: મોહેન્જો- દડોની સિંધુ સંસ્કૃતિના સર્જકો દ્રવિડ લોકો છે. તેમજ તેમને પાષણયુગની સંસ્કૃતિના પણ સીધા વારસડર તરીકે ઓળખવામાં આવે છે.
  • દ્રવિડોએ માતારૂપે દેવી પાર્વતી અને પિતારૂપે પરમાત્મા એટલે કે શિવની પૂજાની સમાજ આપી છે.
  • દેવ-દેવીઓની દીપ, ધૂપ,આરતીથી પૂજા કરવાની પરંપરા પણ દ્રવિડોએ આપી છે.
  • દ્રવિડોમાં માતૃપ્રધાન એટલે કે માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત હતી.
  • આ ઉપરાંત પ્રકૃતિ પૂજા, પશુ પૂજા એ પણ દ્રવિડોએ આપેલી ભેટ છે.
  • તેઓએ અવકાશી ગ્રહોના ક્ષેત્રમાં તેમજ વિવિધ કલાઓ જેવીકે કાંતવું, વણવું, રંગવું અને હોડી તરાપા જેવા ક્ષેત્રમાં તેમનું યોગદાન છે.
  • ભારતના ઉત્તર ભાગમાં જેમ જેમ આર્યોનું પ્રભુત્વ વધતું ગયું તેમ તેમ દ્રવિડો દક્ષિણ ભારત તરફ ખસતા ગયા અને ત્યાં સ્થિર થયા.
  • આજે દક્ષિણ ભારતમાં દ્રવિડકુળની તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ જેવી ભાષાઓ બોલતા લોકો વસે છે.
  • પ્રારંભિક તમિલ સાહિત્ય ઊર્મિની અભિવ્યક્તિથી ભરપૂર છે.


સંસ્કૃતિનો અર્થ આપી વિગતે સમજાવો.

Hide | Show

જવાબ :

  • સંસ્કૃતિને સમજવા માટેના શૂત્રરૂપે કહી શકાય કે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની એક ખાસ પ્રણાલી.
  • કોઈ પણ દેશના લોકો જેને સમાજ કહી શકાય તેમાં સમયાંતરે તેમની જીવન જીવવાની પ્રથામાં આવતા પરિવર્તનો, બદલાવો, અને સામાજિક નીતિઓ અને પ્રથાઓ વડે જુદા જુદા સમાજની સંસ્કૃતિનું બંધારણ થાય છે.
  • બી. મેલીનોવ્હીસકી નામના રશિયાના પ્રખ્યાત સમાજશાસ્ત્રી અને નૃવંશશાસ્ત્રી ના મત મુજબ ‘ સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ અને તેમાં માનવ સમાજની ટેવો, મુલ્યો, આચાર-વિચાર, ધર્મિક પરંપરાઓ, રહેણી-કરણી અને જીવનને ઉચ્ચત્તમ ધ્યેય સુધી લઇ જતા આદર્શોનું સમન્વયીકરણ એમ પણ કહી શકાય.
  • સમગ્ર માનવજાતની ગુફા નિવાસથી અત્યારના ઘર સુધીની વિકાસયાત્રા એટલે સંસ્કૃતિ.
  • માનવજીવનના ઇતિહાસમાં શિક્ષણ, સાહિત્ય, સાહિત્ય,સંગીત, નૃત્ય, શિલ્પ- સ્થાપત્ય, અને હસ્ત કલા જેવા ક્ષેત્રોમાં પણ નિપુણતા પ્રાપ્ત કરવાની સિદ્ધિઓને પણ સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે.
  • માનવમનમાં ઉદભવતા વિચારો, કુશાગ્રતા, વિશિષ્ઠ કલા-કૌશલ્ય અને સંસ્કારિતાના પરિમાણોને પણ સંસ્કૃતિમાં સમાવેશ કરવામાં આઅવે છે.
  • મનુષ્યો પોતાના મનનું ખુબજ મંથન ચિંતન કરીને વિકસાવેલા સાહિત્ય, તત્વચિંતનની અનેકવિધ વિચારશ્રેણીઓ, ધાર્મિક પરંપરાઓ, વિશ્ષ્ઠ સિદ્ધિઓ જેવીકે ચિત્રકલા, શિલ્પકલા, સ્થાપત્યકલા, લલિતકલાઓ અને આર્થિક પ્રવૃત્તિઓનો પણ સંસ્કૃતિની પરિભાષામાં સમાવેશ થાય છે.
  • કોઈ પણ જનસમૂહ દ્વારા અપનાવાતી પોતાની આગવી જીવનશૈલી “ The Way of life” નો પણ સંસ્કૃતિમાં સમાવેશ થાય છે.


‘ગુજરાતનો સંસ્કૃતિક વારસો’ સવિસ્તાર સમજાવો.

Hide | Show

જવાબ :

  • ગુજરાતમાં સંસ્કૃતિક, પૌરાણિક અને પુરાતત્વીય મહત્વ ધરાવતા સ્થળોમાં લોથલ (ધોળકા તાલુકો), રંગપુર (લીમડી તાલુકો), ધોળાવીરા (કચ્છ જીલ્લો), રોકકાકડી અથવા શ્રીનાથગઢ (રાજકોટ જીલ્લો) વગેરે મુખ્ય છે.
  • વડનગરનું કીર્તિ તોરણ, જુનાગઢમાં આવેલો સમ્રાટ અશોકનો શિલાલેખ, મોઢેરાનું સૂર્ય મંદિર, ચાંપાનેરનો દરવાજો, સિધ્ધપૂરનો રુદ્ર મહાલય, વિરમગામનું માનુંસર તળાવ, અમદાવાદની જામા મસ્જિદ, ઝુલતા મિનારા, સીદી સૈયદની જાળી, પાટણનું સહસ્ત્રલિંગ તળાવ, વડોદરાનો રાજમહેલ, જૂનાગઢનો મહાબતખાનનો મકબરો, નવસારીની પારસી અગિયારી.
  • ધાર્મિક મહત્વ ધરાવતા સ્થાનોમાં દ્વારકાનું દ્વારકાધીશ મંદિર અને જગદગુરુ શંકરાચાર્યની શારદાપીઠ, બાર જ્યોતિર્લીંગ પૈકીનું સોમનાથ મંદિર, ઉત્તર ગુજરાતમાં અંબાજી(બનાસકાંઠા જીલ્લો), બહુચરાજી(મહેસાણા જીલ્લો), મહાકાલી માતાજી (પાવાગઢ, પંચમહાલ જીલ્લો), મીરા દાતાર (ઉનાવા, મહેસાણા જીલ્લો), જૈન તીર્થ પાલીતાણા (ભાવનગર જીલ્લો), રણછોડરાયજી મંદિર ડાકોર (ખેડા જીલ્લો) અને શામળાજી વગેરે તીર્થસ્થાનો છે.
  • પતંગોત્સવ અને કાંકરિયા કાર્નિવલ (અમદાવાદ), તાના-રીટી મહોત્સવ (વડનગર), ઉત્તરાર્ધ-નૃત્ય મહોત્સવ (મોઢેરા), રણોત્સવ (કચ્છ) વગેરે સંસ્કૃતિક મહોત્સવ માટેના જાણીતા સ્થળો છે. તદઉપરાંત આ સ્થળો પ્રવાસન માટે પણ મહત્વ ધરાવે છે.
  • ગુજરાત એ પ્રખ્યાત મેળાઓ માટેનો પ્રદેશ છે. તેમાં મહત્વના મેળા ભાદરવી પૂનમનો મેળો (અંબાજી-બનાસકાંઠા જીલ્લો), ભવનાથનો મેળો (ગિરનાર- જૂનાગઢ જીલ્લો), તરણેતરનો મેળો (તરણેતર-સુરેન્દ્રનગર જીલ્લો), ચૈત્રી પૂનમનો મેળો (બહુચરાજી-મહેસાણા જીલ્લો) વગેરે મુખ્ય છે.
  • આ ઉપરાંત ગુજરાતના વડનગર, તારંગા, ખંભાલીડા, જૂનાગઢ, કોટેશ્વર, તળાજા, ઢાંક, ઝગડિયા વગેરે સ્થળોએ બોદ્ધ તથા જૈન ધર્મની ગુફાઓ આવેલી છે.


ભારતીય વારસાના જતન અને સંરક્ષણ અંગે આપણી ભારતીય ફરજો જણાવો.

Locked Answer

જવાબ : ભારતે ભવ્ય વારસો સાચવીને વિશ્વમાં ગૌરવભરી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી અગ્રીમ સ્થાન અપાવ્યું છે.

આપણે આપણા પ્રાચીન ઐતિહાસિક મુલ્ય અને મહત્વ ધરાવતા વારસાના સ્થળોને કોઈ નુકસાન ન પહોંચાડે અને તેનું જતન કરે તે માટે બંધારણમાં નાગરિકની મૂળભૂત ફરજો દર્શાવી છે.

     તે મુજબ આપણા ભારતીય બંધારણના અનુચ્છેદ ડ(ક) માં ભારતના નાગરિકની જે મૂળભૂત ફરજો જણાવી છે. તેમાં પણ (છ), (જ) અને (ટ) અર્થાત (6), (7), (9) માં દર્શાવ્યા મુજબ :

  • આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વરસનું મુલ્ય સમજી તેની જાળવણી કરવી તે આપણી ફરજ છે.
  • આપણા દેશના જંગલો, તળાવો, નદીઓ, તથા વન્ય પશુ પંખીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને સર્વ જીવો પ્રત્યે દયા અનુકંપા રાખવાની ફરજ છે.
  • જાહેર મિલકતોનું રક્ષણ કરવાની તથા હિંસાનો ત્યાગ કરવાની ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

  આમ ભારતની ભૂમિ પર પ્રકૃતિએ જે નયનરમ્ય ભૂમિ દ્રશ્યો સર્જેલ છે. તેની સુંદરતા, પવિત્રતા અને શુદ્ધતાની સાથે મળીને જાળવવાની આપણી નૈતિક ફરજ છે.


પ્રાકૃતિક વરસનો અર્થ સમજાવી ભારતના પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો જણાવો.

Locked Answer

જવાબ : ભારતનો પ્રાકૃતિક વારસો:

  • પ્રકૃતિ, પર્યાવરણ અને માનવજીવનની  વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો.
  • પ્રાકૃતિક  વારસો એ કુદરતની ભેટ છે. ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ઠ અને વૈવિધ્ય સભર છે. જેમાં ઊંચા પર્વતો, નદીઓ, ઝરણા, સાગરો,લાંબા દરિયા કિનારા વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો, રણોનો સમાવેશ થાય છે.
  • તેમજ વ્રુક્ષો, વનસ્પતિ, જીવજંતુઓ, ઋતુઓ, પશુપક્ષીઓ, પ્રાણીઓ અને વૈવિધ્યપૂર્ણ ભૂમિ દ્રશ્યો, વિવિધ પ્રકારના ખડકો, ખાનીજોનો સમાવેશ થાય છે. પ્રકૃતિએ આપણી આહાર, પાણી, શુદ્ધ વાયુ તેમજ નિવાસ જેવી બધીજ આવશ્યકતાઓ માટે સુંદર વ્યવસ્થા કરી છે.
  • પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર શ્રધ્ધાપૂર્વક હોવાના હોવાના ઉદાહરણો પંચતંત્રની વાર્તાઓ અને બોદ્ધ ધર્મની જાતકકથાઓમાં જોવા મળે છે. આપણા ગીતો, તહેવારો, કવિતાઓ, ચિત્રોમાં પ્રકૃતિ અને ઋતુચક્રનું નિરૂપણ જોવા મળે છે. નીસર્ગોપચાર, આયુર્વેદિક, યુનાની જેવી ચિકિત્સા પદ્ધતિ પ્રકૃતિ પર આધારિત છે.   
  • ભારતના ભૂમિ દ્રશ્યો : હિમાલય જેવા પર્વતો એ ભૂમિ આકાર છે. જેમાં અનેક પ્રકારની ઉપયોગી વનસ્પતિ, ખનીજો તેમજ અવનવા પશુ-પંખી છે.તેના બરફથી છવાયેલા શિખરો છે. જેમાંથી નીકળતી મોટી નદીઓ બારેમાસ ભરપુર પાણીથી સમૃદ્ધ રહે છે. તરાઈના જંગલો પણ ત્યાં છે. હિમાયમાં અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રાના સ્થળો અને નંદાદેવી જેવા શિખરો છે, જેનાથી ભારત માટે હિમાલય ઘણો મહત્વનો બની રહે છે.
  • નદીઓ: ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રવિ જેવી નદીઓના કિનારે વિકાસ પામી છે. સિંધુ, ગંગા, યમુના, નર્મદા, ગોદાવરી નદીઓએ પીવાનું પાણી, સિંચાઈ, વીજળી, ખેતી, જળમાર્ગ જેવી આપણી મહત્વની જરૂરિયાતો સંતોષવામાં નદીઓનું સ્થાન અગ્રીમ છે. આમ, નદીઓએ ભારતીય પ્રજા જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. તેથી આપણે નદીને ‘લોકમાતા’ નું બહુમાન આપ્યું છે.
  • વનસ્પતિ જીવન: ભારતની પ્રજા આદી સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે. ભારતમાં વડ, પીપળો, તુલસી વગેરેની પૂજા, ધૂપ-દીપ કરવામાં આવે છે. અને આપણે તેને પવિત્ર માનીને પૂજીએ છીએ.
  • વન્ય જીવન: પ્રકૃતિ પ્રેમી હોવાની સાથે સાથે ભારત પ્રાણીઓ પ્રત્યે પણ એટલો જ પ્રેમ ધરાવે છે. ભારતના જંગલોમાં વાઘ, સિંહ, હાથી, હરણ, સાબર, સસલા તેમજ અજગર, સાપ જેવા અનેક પ્રાણીઓ જોવા મળે છે. તો વળી કેટલાક પ્રાણીઓ અને પક્ષીઓને દૈવી સ્વરૂપ માંની તેમની પૂજા કરવામાં આવે છે. ભારતે પ્રાણીઓને અમુલ્ય માન્યા છે. અને કેટલાક વન્યજીવોની રક્ષા માટે અભયારણ્યો બનાવી તેમના જીવનની સુરક્ષા માટે કાયદા પણ ઘડેલા છે.


ભારતના સંસ્કૃતિક વરસનો ખ્યાલ આપો.

Locked Answer

જવાબ : ભારતે જગતને વિવિધતા પૂર્ણ અને સમૃદ્ધ વારસાની ભેટ આપી છે. સંસ્કૃતિક વરસો એટલે માનવસર્જિત વારસો. માનવીએ પોતાના કુનેહ, બુદ્ધિચાતુર્ય, આવડત અને કળા-કૌશલ્ય દ્વારા જે કંઈ પ્રાપ્ત કર્યું કે સર્જન કર્યું તેને સંસ્કૃતિક વારસો કહેવાય.

      ભારતમાં આર્યો, શકો, હુણ, ઈરાનીઓ, આરબો, પારસીઓ, અંગ્રેજો, ફ્રેન્ચ વગેરે જેવી ભારતમાં આવીને બધાની વચ્ચે જે આદાન પ્રદાન કર્યું તેનાથી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની છે.

     મૌર્યયુગની ઊંધા કમળની આકૃતિ ઉપર સિંહ અને વૃષભનું શિલ્પ, બુદ્ધની પ્રજ્ઞા પરમીત શિલ્પ, સારનાથની ધર્મચક્ર પ્રવર્તન વાળી મહાત્મા ગૌતમ બુદ્ધની પ્રતિમા ભારતે વિશ્વને આપેલો સંસ્કૃતિક વારસો છે. સિંધુ ખીણ સંસ્કૃતિના પુરાતન અવશેષો જેવાકે દાઢી વાળા પુરુષનું શિલ્પ અને નર્તકીની મૂર્તિ, ઉત્ખનન દ્વારા મળી આવેલા માટીના રમકડા, દેવ- દેવીઓની પ્રતિમાઓ જોઈને આપણને આપણા સંસ્કૃતિક વારસા પ્રત્યે ગૌરવ થાય છે.

     આ ઉપરાંત જૈન તીર્થંકરોની પ્રતિમાઓ, આ ઉપરાંત ઈલોરાની ગુફાઓ નિહાળતા આપણને આપણા સંસ્કૃતિક વારસા પ્રત્યે ગર્વ થાય છે.

      આપણા મંદિરો, શીલાલેખો, સ્તુપો, વિહારો, ચૈત્યો, મકબરા, મસ્જીદો, કિલ્લાઓ, રાજમહેલો, દરવાજા ઇમારતો, ઉત્ખનન કરેલા સ્થળો વગેરેને આપણા સંસ્કૃતિક વારસામાં સમાવી શકાય.

     સ્વતંત્ર્ય સંગ્રામના ઐતિહાસિક સ્થળો જેવાકે સાબરમતી આશ્રમ, દાંડી, બારડોલી, વર્ધા, શાંતિ નિકેતન (કોલકત્તા), દિલ્હી વગેરે પણ આપણો સંસ્કૃતિક વારસો ગણી શકાય.

     ભાષા, લિપિ, અંકો,શૂન્યની શોધ, ગણિત, પંચાંગ, ખગોળ, લોખંડ, સાહિત્ય, ધર્મ,યુદ્ધશાસ્ત્ર, ધર્મ, વિધિ- વિધાન, પર્યાવરણ સુરક્ષા જેવવી ઘણી મહત્વની શોધો ભારતમાં થઇ છે.


પાકૃતિક વારસાના અંગ તરીકે વન્ય જીવનનો પરિચય આપો.

Locked Answer

જવાબ : પ્રાચીન સમયથી ભારત દેશ પ્રકૃતિ પ્રેમી હોવાની સાથે સાથે પ્રાણી પ્રેમી સંસ્કુતિ ધરાવતો દેશ છે. વાઘ, સિંહ, હાથી, ગેંડો, શિયાળ, રીંછ, હરણ, રોઝ, સાબર, સસલા, અજગર, સાપ, નાગ, નોળિયા, ઘો, શાહૂડી જેવા અનેક જીવો જોવા મળે છે.

વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના ગીરનાં જંગલોમાં જોવા મળે છે. આપણી ધાર્મિક માન્યતાઓમાં લોકોએ કેટલાંક વન્યજીવોને વાઘ, મોર, મગર, ગરુડ વગેરેને દેવ-દેવીઓના વાહન તરીકે સ્થાન અપાયું છે. આપણી રાષ્ટ્રમુદ્રામાં પણ ચાર સિંહ, ઘોડો, હાથી તથા બળદની આકૃતિ મૂકીને તેનું મૂલ્ય આંક્યું છે. વળી, આ વન્યજીવોની રક્ષા માટે અભયારણ્યો બનાવી તેમના જીવનની સુરક્ષા માટે કાયદા પણ ઘડેલ છે.             


પાકૃતિક વારસાના અંગ તરીકે વનસ્પતિજીવનનો પરિચય આપો.

Locked Answer

જવાબ : ભારતની પ્રજા આદિ સમયથી પર્યાવરણપ્રેમી રહી છે જેની સાક્ષી તેનો વૃક્ષપ્રેમ, પુષ્પપ્રેમ અને છોડવાઓ પરત્વેનો આદર સૂચવે છે. માણસ, પ્રાણી, પશુ-પક્ષીઓએ આહાર માટે વનસ્પતિ પર આધાર રાખવો પડે છે. ભારતમાં વડ, પીપળો, તુલસી વગેરેની પૂજા, ધૂપ-દીપ કરી કરવામાં આવે છે, વટસાવિત્રી વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે.

અનાજ, કઠોળ, તેલિબિયાના છોડ, ધન-ધાન્યથી લહેરાતાં ખેતરો, વનસમૃદ્ધિથી ભરેલાં જંગલો અને ઔષધિઓ માટે ઉપયોગી છોડવાઓએ આપણા અતિ પ્રાચીનકાળથી જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. હરડે, આંબળા, બહેડાં, કુંવારપાઠું, અરડૂસી, લીમડો વગેરે ઔષધિઓએ તથા મોગરો, ગુલાબ, કમળ, ડમરો, સૂરજમુખી, ચંપો, નિશાગંધા, જૂઈ વગેરે જેવાં પુષ્પોએ માનવજીવનને ખૂબ સુંદર, સુવાસિત, નિરામય અને સમૃદ્ધ બનાવ્યું છે. આમ, ભારતના સામાજિક, ધાર્મિક જીવન પર વનસ્પતિનો અસરકારક પ્રભાવ રહ્યો છે.


પ્રાકૃતિક વારસાના અંગ તરીકે નદીઓનો પરિચય આપો.

Locked Answer

જવાબ : પ્રાચીનકાળથી નદીઓ પ્રાકૃતિક માર્ગ પૂરો પાડતી રહી છે. ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે પાલન પોષણ પામી છે. સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી જેવી લગભગ બધી જ નદીઓએ ભારતના લોકજીવન પર પ્રગાઢ અસરો ઉપજાવી છે. પીવાનું પાણી, વપરાશનું પાણી, સિંચાઈ, વીજળી, ખેતી, જળમાર્ગ જેવી આપણી મહત્વની જરૂરિયાતો સંતોષવામાં નદીઓનું સ્થાન અગ્રિમ છે.

માટીનાં વાસણો, મકાનો, લીંપણ તથા ઉધોગોના વિકાસ માટે પણ માનવીએ નદીના પાણી ઉપર આધારિત રહેવું પડ્યું છે. આમ, નદીઓએ ભારતીય પ્રજા જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. આપણી સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી નદીકિનારાના ઉષા અને સંધ્યાના વિવિધ ભૂમિદ્રશ્યો દ્વારા ભરપૂર સૌંદર્ય, કલાસૂઝ અને કૌશલ્યનો વિકાસ પણ આ પ્રકૃતિના વારસામાંથી મળ્યો છે. તેથી આપણે નદીને 'લોકમાતા'નું બહુમાન આપ્યું છે.


ભારતના વૈવિધ્યસભર વારસાનો તેમજ સંસ્કૃતિનો પરિચય આપો.

Locked Answer

જવાબ : ભારતભૂમિએ દેશના લોકોને અને વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો આપ્યો છે. ભારતીય સંસ્કૃતિ શાંતિપ્રિય અને વેપારી રહી છે. ભારતની સંસ્કૃતિમાંથી સત્‌, ચિત્‌ અને આનન્દનો અનુભવ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત અહીં આવીને વસેલી ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથેના આદાન પ્રદાન થકી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની. તેણે અપનાવેલ અહિંસા અને શાંતિના મૂલ્યોની આજે વિશ્વભરમાં પ્રસંશા અને સ્વીકાર થયો છે.

સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોથી શરૂ કરીને આજ દિન સુધીના લોકોએ ભારતને પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ અને કલા કૌશલ્ય દ્વારા સમૃદ્ધ બનાવ્યું છે. ભારતના ભવ્ય વારસાના નિર્માણ અને ઘડતર માટે અનેક ઋષિમુનિઓ, સંતો, વિદુષીઓ, વિદ્ધાનો, ચિંતકો, કલાકારો, કારીગરો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણશાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, ઇતિહાસકારો, સમાજસુધારકો વગેરેનો અગત્યનો ફાળો છે. તેમના ધર્મ, શાસન-શૈલી, ભાષા, કલા, ચિત્ર, બોલી, પહેરવેશ અને રીત-રિવાજો વગેરે પણ ભારતને મળ્યાં. આ રીતે ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું.


There are No Content Availble For this Chapter

Download PDF

Take a Test

Choose your Test :

ભારતનો વારસો

ઇતિહાસ
ભારતનો વારસો

Browse & Download GSEB Books For ધોરણ ૧૦ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.