GSEB Solutions for ધોરણ ૦૯ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

કોષ શબ્દનો અર્થ આપી, તેની શોધ વિશે માહિતી લખો.

Hide | Show

જવાબ : કોષ શબ્દ લેટીન શબ્દ ‘સેલ્યુલા’ (Cellula) માંથી મેળવ્યો છે, જેનો અર્થ નાનો ઓરડો (Small room) થાય છે.

 • રોબર્ટ હૂક (1665) નામના અંગ્રેજી વૈજ્ઞાનિકે પ્રાથમિક સૂક્ષ્મદર્શક યંત્ર (માઈક્રોસ્કોપ) માં બાટલીના બૂચના પાતળા છેદનું નિરિક્ષણ કરતાં તેમાં તેમને મધપુડાનાં ખાનાં જેવી રચના જોવા મળી. તેને કોષ (Cell) તરીકે ઓળખાવી.
 • આ ખૂબ જ નાની ઘટનાનું સ્થાન જીવવિજ્ઞાન ઈતિહાસમાં ખૂબ અગત્યનું હતું. રોબર્ટ હૂકે જોયું કે સજીવોમાં અલગ અલગ એકમો છે. આ એકમો માટે જીવવિજ્ઞાનમાં કોષ શબ્દનો ઉપયોગ થાય છે.


રોબર્ટ હૂક વૈજ્ઞાનિકનો જીવવિજ્ઞાન ફાળો જણાવો.

Hide | Show

જવાબ : રોબર્ટ હૂક (Robert Hooke) (1665) : અંગ્રેજ વૈજ્ઞાનિકે જાતે જ સૂક્ષ્મદર્શક યંત્ર બનાવી. તેમાં ઓકની છાલ (બૂચ) ના નિર્જીવ કોષો જોયા. બૂચની મધપૂડાનાં ખાનાઓ જેવી રચનાને તેમણે સૌપ્રથમ કોષ નામ આપ્યું.


લ્યુવેનહોક વૈજ્ઞાનિકનો જીવવિજ્ઞાન ફાળો જણાવો.

Hide | Show

જવાબ : લ્યુવેનહોક (Leeuwenhoek) (1674) : વૈજ્ઞાનિકે જાતે જ સૂક્ષ્મદર્શક યંત્ર બનાવી, તેમાં સૌપ્રથમ વખત બેક્ટેરિયા સહિત ઘણા સુક્ષ્મ જીવોનો અભ્યાસ કર્યો. તેમણે સાદા સુક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરી કોષકેન્દ્રનું નિરિક્ષણ કર્યું.


રોબર્ટ બ્રાઉન વૈજ્ઞાનિકનો જીવવિજ્ઞાન ફાળો જણાવો.

Hide | Show

જવાબ : રોબર્ટ બ્રાઉન (Robert Brown) (1831) : આ વૈજ્ઞાનિકે વનસ્પતિકોષમાં લાક્ષણિક ગોળાકાર કાયને કોષકેન્દ્ર તરીકે વર્ણવ્યું.


પરકિન્જે વૈજ્ઞાનિકનો જીવવિજ્ઞાન ફાળો જણાવો.

Hide | Show

જવાબ : પરકિન્જે (Purkinje) (1839) : વૈજ્ઞાનિકે કોષમાં રહેલાં જીવંત પ્રવાહી દ્વવ્યને પ્રોટોપ્લાઝમ (જીવરસ) આપ્યું.


શ્લેઈડન અને શ્વોન વૈજ્ઞાનિકનો જીવવિજ્ઞાન ફાળો જણાવો.

Hide | Show

જવાબ : શ્લેઈડન અને શ્વોન (Schleiden and Schwann) (1838 અને 1839) : તેમણે કોષવાદ રજૂ કર્યો. તેમના મતે બધી જ વનસ્પતિઓ અને પ્રાણીઓ કોષોના બનેલા છે અને કોષ એ સજીવનો પાયાનો એકમ છે.


વિશોર્વ વૈજ્ઞાનિકનો જીવવિજ્ઞાન ફાળો જણાવો.

Hide | Show

જવાબ : વિશોર્વ (Virchow) (1855) : આધુનિક કોષવાદ રજૂ કર્યો અને સમજાવ્યું કે પૂર્વે અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી નવા કોષોનું સર્જન થાય છે.


કેમિલો ગોલ્ગી વૈજ્ઞાનિકનો જીવવિજ્ઞાન ફાળો જણાવો.

Hide | Show

જવાબ : કેમિલો ગોલ્ગી (Camillo Golgi) (1890) : વૈજ્ઞાનિકે ગોલ્ગીપ્રસાધનનું સૌપ્રથમ અવલોકન અને વ્યવસ્થિત વર્ણન કર્યું.


કોણે કોષોની શોધ કરી હતી અને કેવી રીતે ?

Hide | Show

જવાબ : રોબર્ટ હૂકે કોષોની શોધ કરી. તેમણે જાતે તૈયાર કરેલા સુક્ષ્મદર્શક યંત્રમાં ઓક વૃક્ષની છાલની પાતળી ચીરીઓનું અવલોકન કર્યું. તેમણે અવલોકનમાં મધપૂડાનાં ખાનાઓ જેવી રચનાઓ જોઈ, આ ખાનાઓને કોષો તરીકે ઓળખાવ્યા.


શા માટે કોષને સજીવનો બંધારણીય તેમજ ક્રિયાત્મક એકમ કહેવામાં આવે છે ?

Hide | Show

જવાબ : એકકોષી સજીવો એક જ કોષના બનેલા છે અને બધા જ પાયાના કાર્યો કરવાની ક્ષમતા ધરાવે છે.

 • ઉચ્ચ કક્ષાના બહુકોષી સજીવો પેશી, અંગ કે તંત્ર કક્ષાનું આયોજન ધરાવતા હોવા છતાં તેમના જીવનની શરૂઆત યુગ્મનજ (ફલિતાંડ) થી થાય છે. બહુકોષી સજીવોમાં શ્વસન, પ્રકાશસંશ્લેષણ, પ્રજનન વગેરે કાર્યો કોષીય સ્તરે થાય છે.
 • આથી કોષને સજીવનો બંધારણીય તેમજ ક્રિયાત્મક એકમ કહેવામાં આવે છે.


કોષનું આયોજન કેવી રીતે થાય છે ?

Hide | Show

જવાબ : પ્રત્યેક કોષમાં મુખ્ય રચનાત્મક ભાગો કોષરસપટલ, કોષકેન્દ્ર અને કોષરસ હોય છે.

 • કોષરસ કોષનાં વિવિધ કાર્યો માટે વિશિષ્ટ ઘટકો ધરાવે છે, તેને અંગિકાઓ કહેવામાં આવે છે. દા. ત., કણાભસૂત્ર, અંત: કોષરસજાળ, ગોલ્ગીપ્રસાધન, લાયસોઝોમ, રિબોઝોમ વગેરે.
 • આમ, વિવિધ અંગિકાઓ ધરાવતો કોષરસ, કોષકેન્દ્ર અને કોષને ઘેરતા કોષરસપટલ વડે કોષનું આયોજન થાય છે.
 • આ આયોજનથી કોષની બધી પ્રવૃત્તિઓ અને કોષની તેમના પર્યાવરણ સાથેની આંતરક્રિયાઓ શક્ય બને છે.


કોષના જીવન માટે જરૂરી બાબતો લખો.

Hide | Show

જવાબ : કોષના જીવન માટે જરૂરી બાબતો :

 • કોષ પ્રસરણની ઘટના વડે પાણી અને વાયુ – વિનિમય કરે છે.
 • કોષ તેમના બાહ્ય પર્યાવરણમાંથી પોષણ મેળવે છે.
 • વિવિધ અણુઓ કોષમાં તેમજ કોષની બહાર ઊર્જાના ઉપયોગ વડે વહન પામે છે.


કોષરસપટલની સંરચના જણાવી, અંતર્વહન (Endocytosis) ની સમજૂતી આપો.

Hide | Show

જવાબ : કોષરસપટલની સંરચનાનું અવલોકન વીજાણુ સૂક્ષ્મદર્શક યંત્ર (ઇલેક્ટ્રોન માઈક્રોસ્કોપ) વડે થઈ શકે છે.

 • કોષરસપટલ કાર્બનિક અણુ પ્રોટીન અને લિપિડનું બનેલું છે.
અંતર્વહન : કોષરસપટલની તરલતાને કારણે કોષ બાહ્ય પર્યાવરણમાંથી ખોરાક તેમજ અન્ય દ્વવ્યો ગ્રહણ કરે છે. આ ક્રિયાને અંતર્વહન કહેવામાં આવે છે.
 • અમીબામાં ખોરાક અંત : ગ્રહણ અંતર્વહન ક્રિયા વડે થાય છે.


કોષમાં  અને પાણી જેવા પદાર્થોનું અંદર તેમજ બહારની તરફ વહન કેવી રીતે થાય છે ? ચર્ચા કરો.

Hide | Show

જવાબ :  નું વહન કોષરસપટલ દ્વારા પ્રસરણ વડે જ્યારે પાણીનું વહન કોષરસપટલમાંથી આસૃતિ દ્વારા થાય છે.

 •  અને પાણી તેમના વધુ સંકેન્દ્રણથી ઓછા સંકેન્દ્રણ તરફ ગતિ કરે છે.


ટૂંક નોંધ લખો : કોષદીવાલ

Hide | Show

જવાબ : વનસ્પતિકોષમાં કોષરસપટલની બહારની તરફ આવેલા કોષની સૌથી બહારના સખત આવરણને કોષદીવાલ કહે છે.

 • પ્રાણીકોષમાં કોષદીવાલનો અભાવ હોય છે.
 • વનસ્પતિકોષની કોષદીવાલમાં મુખ્યેત્વે સેલ્યુલોઝ પદાર્થ આવેલો છે. તે વનસ્પતિને બંધારણીય મજબૂતાઈ આપે છે.
કાર્યો : (1) તે કોષનો આકાર જાળવી રાખે છે. (2) તે કોષમાં પાણી અને પ્રવાહીમાં રહેલા પદાર્થને પ્રવેશવા દે છે, જેથી જીવંત કોષ વડે પદાર્થોનો વિનિમય શક્ય બને છે. (3) તે કોષને વધુ પડતા જલશોષણથી બચાવે છે. (4) તે કોષને મજબૂતાઈ આપે છે.


વનસ્પતિકોષો તેમજ ફૂગ અને બેક્ટેરિયાના કોષ ખૂબ મંદ દ્વાવણમાં મૂકવા છતાં તૂટી જતાં નથી. શા માટે ?

Hide | Show

જવાબ : વનસ્પતિકોષ તેમજ ફૂગ અને બેક્ટેરિયાના કોષ કોષદીવાલ ધરાવે છે. આ કોષો ખૂબ મંદ દ્વાવણમાં મૂકવામાં આવે છે ત્યારે આસૃતિ વડે કોષોમાં પાણી પ્રવેશ પામે છે. પરિણામે કોષો ફૂલે છે.         આસૃતિ વડે પાણીના પ્રવેશથી કોષનો કોષરસ કોષદીવાલ પર દબાણ ઉત્પન્ન કરે છે, પરંતુ કોષદીવાલ ફૂલેલા કોષના કોષરસ પર સમાન દબાણ સર્જે છે.         કોષદીવાલને કારણે આ કોષો બહારના મધ્યમમાં થતા સાંદ્વતાના વધુમાં વધુ ફેરફારોનો સામનો કરી શકે છે. આમ, કોષદીવાલ કારણે વનસ્પતિકોષ તેમજ ફૂગ અને બેક્ટેરિયાના કોષ ખૂબ જ મંદ દ્વાવણમાં મૂકવા છતાં તૂટી જતાં નથી.


ટૂંક નોંધ લખો : કોષરસ

Hide | Show

જવાબ : કોષરસપટલની અંદર આવેલા પ્રવાહીને કોષરસ કહે છે. તે કોષનો મોટો પ્રદેશ છે અને ખૂબ ઓછું અભિરંજક ગ્રહણ કરતો હોવાથી હંગામી આસ્થાપનમાં ઝાંખા વિસ્તાર તરીકે જોવા મળે છે.         સુકોષકેન્દ્રી કોષમાં વિશિષ્ટ પ્રકારની પટલીય કોષીય અંગિકાઓ હોય છે. આ બધી અંગિકાઓ કોષ માટે વિશિષ્ટ કાર્ય કરે છે.


વાઈરસના ઉયદાહરણ વડે પટલનું મહત્વ સમજાવો.

Hide | Show

જવાબ : વાઈરસ કોઈ પણ પ્રકારના પટલ ધરાવતા નથી. તેથી તે જીવંત લાક્ષણિકતા ધરાવતા નથી.

 • વાઈરસ જ્યાં સુધી જીવંત શરીર (યજમાન કોષ) માં દાખલ થઈ કોષીય યાંત્રિકી વડે ગુણન ણ કરે ત્યાં સુધી જીવંતતા દર્શાવતા નથી.
 • આમ, જીવિતતા માટે પટલ મહત્વનું છે.


તફાવત આપો : આદિકોષકેન્દ્રી કોષ અને સુકોષકેન્દ્રી કોષ

Hide | Show

જવાબ :

આદિકોષકેન્દ્રી કોષ

સુકોષકેન્દ્રી કોષ

1. કદ : સામાન્યત: નાના (1 – 10 ) 1. કદ : સામાન્યત: મોટા
2. કેન્દ્રીય પ્રદેશ : ઓછો વિકાસ પામેલો છે. આ વિકસિત કોષકેન્દ્રીય પ્રદેશમાં ન્યુક્લિઈક એસિડ હોય છે તે ન્યુક્લિઓઈડ તરીકે ઓળખાય છે. 2. કેન્દ્રીય પ્રદેશ : સુસ્પષ્ટ અને કોષકેન્દ્રપટલ વડે આવરીત હોય છે. 
3. રંગસૂત્ર : એકલ 3. એક કરતાં વધારે રંગસૂત્ર હોય છે.
4. પટલીય અંગિકાઓની ગેરહાજરી ધરાવે છે. 4. પટલમય અંગિકાઓની હાજરી હોય છે.


ટૂંક નોંધ લખો : રિબોઝોમ્સ

Hide | Show

જવાબ : તે બધા જ સક્રિય કોષોમાં આવેલી અંગિકા છે.

 • તે આદિકોષકેન્દ્રી કોષ અને સુકોષકેન્દ્રી કોષ બંનેમાં જોવા મળતી અંગિકા છે.
 • રિબોઝોમ્સ પટલવિહીન અંગિકા છે.
 • સુકોષકેન્દ્રી કોષના કોષરસમાં, કણિકામય અંત : કોષરસજાળ (RER) ની સપાટી પર, હરિતકણમાં, કણાભસૂત્રમાં જોવા મળે છે.
 • તે કોષમાં પ્રોટીનસંશ્લેષણ માટેનું સ્થાન છે.


ટૂંક નોંધ લખો : પટલનું જૈવસંશ્લેષણ

Hide | Show

જવાબ : કણિકામય અંત : કોષરસજાળ વડે સંશ્લેષણ કરતા કેટલાંક પ્રોટીન અને લીસી અંત : કોષરસજાળ વડે નિર્માણ પામતા લિપિડ કોષરસપટલના બંધારણમાં મદદરૂપ છે.   આ ક્રિયા પટલના જૈવસંશ્લેષણ તરીકે ઓળખાય છે.


ટૂંક નોંધ લખો : ATP

Hide | Show

જવાબ : ATP એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ તરીકે ઓળખાતું કોષનું ઊર્જાસભર સંયોજન છે.

 • કોષમાં અલગ અલગ રાસાયણિક ક્રિયાઓ માટે ઊર્જાની જરૂરિયાત હોય છે. આ ઊર્જા ATP સ્વરૂપમાં ઉપયોગ થાય છે. કેટલીક ક્રિયાઓમાં ઊર્જા મુક્ત થાય છે. આ ઊર્જા ATP સ્વરૂપે હોય છે.
 • આમ, ATP કોષના ઊર્જા (શક્તિ) ચલણ તરીકે હોય છે.
 • ATP માં સંગ્રાયેલ ઊર્જાનો ઉપયોગ શરીરમાં નવાં રાસાયણિક સંયોજનો બનાવવા માટે તેમજ યાંત્રિક કાર્ય માટે કરવામાં આવે છે.
 • કણાભસૂત્રોમાં થતી ક્રિયાઓ વડે ATPનું નિર્માણ થાય છે.


કોષ શા માટે પાયાનું બંધારણીય આયોજન ધરાવે છે ? આ આયોજન કોષોને શામાં મદદરૂપ થાય છે ?

Hide | Show

જવાબ : પ્રત્યેક કોષ તેમના પટલના આયોજન અને વિશિષ્ટ રીતે આયોજનબદ્વ અંગિકાઓ વડે પોતાની રચના નક્કી કરે છે અને કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે. આથી કોષ પાયાનું બંધારણીય આયોજન ધરાવે છે.         આ આયોજન કોષોને શ્વસન, પોષણ મેળવવું, નકમાં દ્વવ્યોને દૂર કરવા, નવા પ્રોટીનનું નિર્માણ કરવા જેવાં વિવિધ કાર્યો કરવામાં મદદરૂપ થાય છે.


તફાવત આપો : વનસ્પતિકોષ અને પ્રાણીકોષ

Hide | Show

જવાબ :

વનસ્પતિકોષ

પ્રાણીકોષ

1. તેમાં હરિતકણ હોય છે. 1. તેમાં હરિતકણનો અભાવ હોય છે.
2. તેમાં તારાકેન્દ્રનો અભાવ હોય છે. 2. તેમાં તારાકેન્દ્ર હોય છે.
3. તેમાં કોષદીવાલ હોય છે. 3. તેમાં કોષદીવાલનો અભાવ હોય છે.
4. તેમાં રસધાની મોટા કદની હોય છે. 4. તેમાં રસધાની નાના કદની હોય છે.


પ્રોકેરિયોટિક કોષ એ યુકેરિયોટિક કોષથી કેવી રીતે અલગ છે ?

Hide | Show

જવાબ : પ્રોકેરિયોટિક કોષ કદમાં નાના ધરાવતા, કોષકેન્દ્રપટલની ગેરહાજરી, કોષકેન્દ્રીય પ્રદેશ ઓછો વિકસિત અને પટલમય કોષીય અંગિકાઓની ગેરહાજરી બતાવે છે.         યુકેરિયોટિક કોષ કદમાં મોટા  કોષકેન્દ્રપટલની હાજરી, કોષકેન્દ્રીય પ્રદેશ સુવિકસિત અને પટલમય કોષીય અંગિકાઓની હાજરી બતાવે છે.


જો કોષરસપટલ ઈજાગ્રસ્ત બને કે તૂટી જાય તો શું થશે ?

Hide | Show

જવાબ : જો કોષરસપટલ ઈજાગ્રસ્ત બને કે તૂટી જાય તો દ્રવ્યના અણુઓ મુક્ત રીતે કોષની અંદર અને બહાર ગતિ કરે છે અને કોષ તેનું અસ્તિત્વ ગુમાવે છે.


જો ગોલ્ગીપ્રસાધનનો અભાવ હોય, તો કોષના જીવનનું શું થાય ?

Hide | Show

જવાબ : ગોલ્ગીપ્રસાધનનો અભાવ હોય, તો કોષની નીપજોનું પેકેજિંગ, રૂપાંતરણ અને તેને મુક્ત કરવાનું કાર્ય અટકી જાય, આ દ્રવ્યોનો સંગ્રહ વધતો જતાં કોષ શિથિલ જીવન તરફ ધકેલાય છે.


કઈ અંગિકાને કોષના ઊર્જાઘર/ શક્તિઘર તરીકે ઓળખવામાં આવે છે ? શા માટે ?

Hide | Show

જવાબ : કણાભસૂત્ર અંગિકા કોષના ઊર્જાઘર/ શક્તિઘર તરીકે ઓળખાય છે. કારણ કે, જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે જરૂરી ઊર્જા ATP ના સ્વરૂપમાં કણાભસૂત્રમાં નિર્માણ કરવામાં આવે છે.


કોષરસપટલનું બંધારણ કરતાં લિપિડ્સ અને પ્રોટીનનું સંશ્લેષણ ક્યાં થાય છે ?

Hide | Show

જવાબ : કોષરસપટલનું બંધારણ કરતાં લિપિડ્સ અને પ્રોટીનનું સંશ્લેષણ અંત: કોષરસજાળમાં થાય છે.


અમીબા તેનો ખોરાક કેવી રીતે મેળવે છે ?

Hide | Show

જવાબ : અમીબા તેનો ખોરાક કોષરસપટલ વડે થતી અંતર્વહન ક્રિયા વડે મેળવે છે.


આસૃતિ એટલે શું ?

Hide | Show

જવાબ : બે જુદી જુદી સાંદ્વતા ધરવતા દ્વાવણ (હાઈપરટોનિક અને હાઈપોટોનિક) વચ્ચે અર્ધપ્રવેશશીલ પટલ મૂકવામાં આવે છે ત્યારે પાણીના અણુ તેની વધારે સાંદ્વતા ધરાવતા દ્વાવણ (હાઈપોટોનિક) થી પાણીની ઓછી સાંદ્વતા ધરાવતા દ્વાવણ (હાઈપરટોનિક) તરફ પ્રસરણ પામે છે. પ્રસરણના આ વિશિષ્ટ કિસ્સાને આસૃતિ કહે છે.


તફાવત લખો : ખરબચડી અંત: કોષરસજાળ અને લીસી અંત: કોષરસજાળ

Hide | Show

જવાબ :

ખરબચડી અંત: કોષરસજાળ

લીસી અંત: કોષરસજાળ

1. તેની સપાટી પર રિબોઝોમ્સ આવેલા છે. 1. તેની સપાટી પર રિબોઝોમ્સ નથી.
2. તે પ્રોટીન અણુઓના સંશ્લેષણમાં મદદરૂપ છે. 2. તે ચરબીના અણુઓના સંશ્લેષણમાં મદદરૂપ છે.


તફાવત લખો : વનસ્પતિકોષની રસધાની અને પ્રાણીકોષની રસધાની

Hide | Show

જવાબ :

વનસ્પતિકોષની રસધાની

પ્રાણીકોષની રસધાની

1. વનસ્પતિકોષમાં રસધાની ઘણા મોટા કદની હોય છે. 1. પ્રાણીકોષમાં રસધાની નાના કદની હોય છે.
2. વનસ્પતિકોષની રસધાની મુખ્યત્વે કોષીય દ્વવ્યોથી ભરેલી હોય છે. 2. પ્રાણીકોષની રસધાની અન્નધાની તરીકે ખોરાકના દ્વવ્યો ધરાવે છે.
3. તે કોષને આશૂનતા અને બરડતા આપે છે. 3. તે કેટલીક વિશિષ્ટ રસધાની તરીકે વધારાના પાણી અને નકામા પદાર્થોનો કોષમાંથી ત્યાગ કરે છે.


કોષ સજીવોનો પાયાનો એકમ છે.

Hide | Show

જવાબ : (1) બધા સજીવ કોષોના બનેલા હોય છે. કોષને સજીવનો બંધારણીય અને ક્રિયાત્મક એકમ કહે છે. (2) દરેક જીવિત કોષમાં કોષની વિવિધ ક્રિયાઓ માટેની બધી જ વ્યવસ્થા અને તે માટે વિવિધ અંગિકાઓ હોય છે. (3) દરેક કોષમાં સજીવનાં બધા જ લક્ષણોની અભિવ્યક્તિ માટે જવાબદાર જનીનો હોય છે. (4) એક જ કોષ આખા સજીવનું નિર્માણ કરે છે. કોષ વિભાજિત થઈ તેવાં જ પ્રકારના કોષ ઉત્પન્ન કરે છે.         આથી કોષ સજીવનો પાયાનો એકમ છે.


લાયસોઝોમને પાચન કોથળી તેમજ આત્મઘાતક કોથળી કહે છે.

Hide | Show

જવાબ : (1) લાયસોઝોમમાં ખોરાકના ઘટકોના પાચન માટે જવાબદાર હાઇડ્રોલેઝ પ્રકારના ઉત્સેચકો આવેલા છે. (2) આ ઉત્સેચકો કોષાંતરીય પાચનનું કાર્ય કરે છે. (3) કોષની જીવિતની સ્થિતિમાં કોષની સંરચનાના પતન દરમિયાન જયારે કોષને નુકસાન પહોંચે છે કે કોષની ચયાપચયમાં ખલેલ પડે છે ત્યારે લાયસોઝોમના ઉત્સેચકો બહાર નીકળી, બધી જ કોષીય અંગિકાઓને પચાવી, તેમનો નાશ કરે છે.         આથી લાયસોઝોમને પાચન કોથળી તેમજ આત્મઘાતક કોથળી કહેવામાં આવે છે.


કણાભસૂત્રને કોષના પાવરહાઉસ તરીકે ઓળખવામાં આવે છે. અથવા કણાભસૂત્રને કોષનું ઊર્જાઘર કહે છે.

Hide | Show

જવાબ : (1) સજીવકોષમાં જ્યાં ઊર્જા ઉત્પન્ન થાય તે અંગિકાને પાવરહાઉસ (ઊર્જાઘર) કહે છે. (2) જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે ઊર્જાની જરૂરીઆત હોય છે. તે ઊર્જા – સ્વરૂપ ATP (એડિનોસાઈન ટ્રાયફોસ્ફેટ) કણાભસૂત્રમાં થતી પ્રક્રિયાઓ વડે મુક્ત કરવામાં આવે છે.         આથી કણાભસૂત્રને કોષના પાવરહાઉસ કે ઊર્જાઘર તરીકે ઓળખવામાં આવે છે.


કોષરસપટલને પસંદગીમાન પ્રવેશશીલ પટલ કહે છે.

Hide | Show

જવાબ : (1) કોષરસપટલ કોષને તેના બાહ્ય પર્યાવરણથી અલગ કરતુ સૌથી બહારનું આવરણ છે. (2) તે કેટલાંક દ્રવ્યોને કોષમાં પ્રવેશ આપવાની તેમજ કોષમાંથી બહાર નીકળવાની મંજૂરી આપે છે. (3) તે કેટલાંક દ્રવ્યોની ગતિશીલતાને અવરોધે છે.         આથી કોષરસપટલને પસંદગીમાન પ્રવેશશીલ પટલ કહેવામાં આવે છે.


‘Cell’ કઈ ભાષાનો શબ્દ છે ? તેનો અર્થ શું થાય છે ?

Hide | Show

જવાબ : ‘Cell’ લેટિન ભાષાનો શબ્દ છે. તેનો અર્થ નાનો ઓરડો થાય છે.


કોષ માટે પ્રસરણ કઈ અગત્યની ભૂમિકા ભજવે છે ?

Hide | Show

જવાબ : કોષ અને તેના બાહ્ય પર્યાવરણ વચ્ચે વાયુ – વિનિમય માટે પ્રસરણ અગત્યની ભૂમિકા ભજવે છે.


અમીબાની જેમ આકાર બદલાતા આપણા શરીરના કોષનું નામ આપો.

Hide | Show

જવાબ : અમીબાની જેમ આકાર બદલાતા આપણા શરીરના કોષનું નામ : રોગના જીવાણુનું ભક્ષણ કરતા શ્વેતકણ.


અભિસરણ એટલે શું ?

Hide | Show

જવાબ : અભિસરણ એટલે પાણીના અણુઓની પસંદગીમાન પ્રવેશશીલ પટલ વડે થતી ગતિ.


ક્યા કોષો લાક્ષણિક આકાર ધરાવે છે ?

Hide | Show

જવાબ : ચેતાકોષો લાક્ષણિક આકાર ધરાવે છે.


કઈ ક્રિયા વિશિષ્ટ કિસ્સામાં પસંદગીમાન પ્રવેશશીલ પટલ વડે થતી પ્રસરણની ક્રિયા છે ?

Hide | Show

જવાબ : આસૃતિ વિશિષ્ટ કિસ્સામાં પસંદગીમાન પ્રવેશશીલ પટલ વડે થતી પ્રસરણની ક્રિયા છે.


કોષરસપટલ તથા કોષદીવાલ ક્યા કાર્બનિક અણુઓથી બનેલા છે ?

Hide | Show

જવાબ : કોષરસપટલ પ્રોટીન અને લિપિડ તથા કોષદીવાલ સેલ્યુલોઝ કાર્બનિક અણુઓથી બનેલા છે.


કોષરસનું અંતર્વહન એટલે શું ?

Hide | Show

જવાબ : કોષરસનું અંતર્વહન એટલે કોષરસપટલની તરલતાને કારણે કોષ વડે ખોરાક તેમજ અન્ય દ્વવ્યો બાહ્ય પર્યાવરણમાંથી ગ્રહણ કરવા.


પલાઝ્મોલિસિસ (રસસંકોચન) એટલે શું ?

Hide | Show

જવાબ : જયારે જીવંત કોષને હાઈપરટોનિક દ્વાવણમાં મૂકવામાં આવે ત્યારે કોષને આસૃતિ વડે પાણી ગુમાવે છે. આથી કોષનાં તત્વો સંકોચાઈને કોષદીવાલથી દૂર જાય છે. આ ઘટનાને પલાઝ્મોલિસિસ (રસસંકોચન) કહેવામાં આવે છે.


શાના કારણે પ્રાણીકોષ કરતાં વનસ્પતિકોષ બહારના માધ્યમમાં થતા સાંદ્વતાના મોટા તફાવતનો સામનો કરી શકે છે ?

Hide | Show

જવાબ : કોષદીવાલના કારણે પ્રાણીકોષ કરતાં વનસ્પતિકોષ બહારના માધ્યમમાં થતા સાંદ્વતાના મોટા તફાવતનો સામનો કરી શકે છે.


રંગસૂત્રો શાના બનેલા છે ?

Hide | Show

જવાબ : રંગસૂત્રો DNA અને પ્રોટીનનાં બનેલાં છે.


DNA ના અણુઓ કઈ માહિતી ધરાવે છે ?

Hide | Show

જવાબ : DNA ના અણુઓ કોષના બંધારણ અને આયોજનની આવશ્યક માહિતી ધરાવે છે.


જનીન એટલે શું ?

Hide | Show

જવાબ : જનીન એટલે DNA ના કાર્યકારી ટુકડા.


કોષીય પ્રજનન કોણે કહે છે ?

Hide | Show

જવાબ : એક કોષ વિભાજન પામીને બે નવા કોષોનું નિર્માણ કરે તે ક્રિયાને કોષીય પ્રજનન કહે છે.


કોષમાં ક્યારે રંગસૂત્રીય દ્વવ્ય રંગસૂત્રોમાં પરિણમે છે ?

Hide | Show

જવાબ : કોષ જયારે વિભાજન તરફ આગળ વધે ત્યારે રંગસૂત્રીય દ્વવ્ય રંગસૂત્રોમાં પરિણમે છે.


ન્યુકિલઓઈડ એટલે શું ?

Hide | Show

જવાબ : ન્યુક્લિઓઈડ એટલે બેક્ટેરિયા જેવા આદિકોષકેન્દ્રી સજીવમાં માત્ર ન્યુક્લિઓઈક એસિડ ધરાવતા ઓછા વિકસિત કોષકેન્દ્રી પ્રદેશ.


પ્રકાશસંશ્લેષી બેક્ટેરિયામાં ક્લોરોફિલ કોની સાથે સંકળાયેલું હોય છે ?

Hide | Show

જવાબ : પ્રકાશસંશ્લેષી બેક્ટેરિયામાં ક્લોરોફિલ કોષરસપટલની પુટીકાઓ (કોથળી જેવી રચનાઓ) સાથે સંકળાયેલું હોય છે.


કોણ જીવંત લાક્ષણીકતા ધરાવતા નથી ? શા માટે ?

Hide | Show

જવાબ : વાઈરસ જીવંત લાક્ષણીકતા ધરાવતા નથી, કારણ કે તે કોઈ પણ પ્રકારના પટલ ધરાવતા નથી.


કોણ કોષમાં જાળીરૂપ તંત્રમય રચનાનું નિર્માણ કરે છે ?

Hide | Show

જવાબ : અંત: કોષરસજાળ કોષમાં જાળીરૂપ તંત્રમય રચનાનું નિર્માણ કરે છે.


સુકોષકેન્દ્રી કોષમાં રિબોઝોમ્સ ક્યાં જોવા મળે છે ?

Hide | Show

જવાબ : સુકોષકેન્દ્રી કોષમાં રિબોઝોમ્સ કોષરસમાં મુક્ત, કણિકામય અંત: કોષરસજાળની સપાટી પર, હરિતકણમાં અને કણાભસૂત્રમાં જોવા મળે છે.


યકૃતકોષોમાં લીસી અંત: કોષરસજાળ કઈ અગત્યની ભૂમિકા ભજવે છે ?

Hide | Show

જવાબ : યકૃતકોષોમાં લીસી અંત: કોષરસજાળ વિષારી દ્વવ્યો અને દવાઓને બિનવિષારક બનાવવાની અગત્યની ભૂમિકા ભજવે છે.


સિસ્ટર્ની કોને કહે છે ?

Hide | Show

જવાબ : ગોલ્ગીકાયમાં એકબીજાને સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલી પુટીકાઓયુક્ત રચના હોય છે. આવી પુટિકાને સિસ્ટર્ની કહે છે.


કઈ અંગિકા સરળ શર્કરાઓમાંથી જટિલ શર્કરાઓનું નિર્માણ કરે છે ?

Hide | Show

જવાબ : ગોલ્ગીપ્રસાધન સરળ શર્કરાઓમાંથી જટિલ શર્કરાઓનું નિર્માણ કરે છે.


લાઇસોઝોમ કેવી રીતે કોષને સ્વચ્છ રાખવામાં મદદરૂપ છે ?

Hide | Show

જવાબ : લાઇસોઝોમ ખોરાક, બેક્ટેરિયા, નાશ થવાના આરે હોય તેવી જૂની અંગિકાઓનું વિઘટન કરી કોષને સ્વચ્છ રાખવામાં મદદરૂપ છે.


લાઇસોઝોમ અંગિકાના પાચક ઉત્સેચકોનું નિર્માણ કોના વડે થાય છે ?

Hide | Show

જવાબ : લાઇસોઝોમ અંગિકાના પાચક ઉત્સેચકોનું નિર્માણ કણિકામય અંત : કોષરસજાળ વડે થાય છે.


કણાભસૂત્ર અને રંજકકણમાં શું સમાનતા છે ?

Hide | Show

જવાબ : કણાભસૂત્ર અને રંજકકણ બંને પોતાના DNA અને રિબોઝોમ્સ ધરાવે છે.


અમીબામાં કઈ બે વિશિષ્ટ રસધાની જોવા મળે છે ?

Hide | Show

જવાબ : અમીબામાં ખોરાકસંગ્રહ કરતી અન્નધાની અને વધારાના પાણી તેમજ ઉત્સર્ગ દ્વવ્યનો ત્યાગ કરતી રસધાની જોવા મળે છે.


કણાભસૂત્ર પોતાના પ્રોટીનનું નિર્માણ કરવાની ક્ષમતા શા માટે ધરાવે છે ?

Hide | Show

જવાબ : કણાભસૂત્ર પોતાના પ્રોટીનનું નિર્માણ કરવાની ક્ષમતા ધરાવે છે, કારણ કે તે પોતાના DNA અને રિબોઝોમ્સ ધરાવે છે.


કોષની શોધ કોણે હતી ?

Hide | Show

જવાબ : કોષની શોધ રોબર્ટ હૂકે કરી હતી.


આદિકોષકેન્દ્રી કોષ (પ્રોકેરિયોટિક) ની કોઈ પણ એક લાક્ષણિકતા લખો.

Hide | Show

જવાબ : આદિકોષકેન્દ્રી કોષમાં કોષકેન્દ્રી કલાવિહીન પ્રાથમિક પ્રકારનું કોષકેન્દ્ર ન્યુક્લિઓપ્રોટીનપુંજ સ્વરૂપે હોય છે.


યુકેરિયોટિક કોષની કોઈ પણ બે મુખ્ય અંગિકાનાં નામ આપો.

Hide | Show

જવાબ : યુકેરિયોટિક કોષની બે મુખ્ય અંગિકા સુવિકસિત કોષકેન્દ્ર અને કણાભસૂત્ર છે.


 અને પાણી કોષમાંથી બહાર અને અંદર કેવી રીતે જાય છે ?

Hide | Show

જવાબ :  અને પાણી જેવા પદાર્થો પ્રસરણ ક્રિયા વડે કોષમાંથી બહાર અને અંદર જાય છે.


રંગસૂત્રો ક્યાં આવેલા છે ?

Hide | Show

જવાબ : રંગસૂત્રો કોષકેન્દ્રમાં આવેલા છે.


કઈ અંગિકા પાચક ઉત્સેચકો ધરાવે છે ?

Hide | Show

જવાબ : લાઇસોઝોમ અંગિકા પાચક ઉત્સેચકો ધરાવે છે.


કોષની કઈ અંગિકા લાઇસોઝોમની ઉત્પતિ માટે જવાબદાર છે ?

Hide | Show

જવાબ : કોષની ગોલ્ગીપ્રસાધન અંગિકા લાઇસોઝોમની ઉત્પતિ માટે જવાબદાર છે.


પૂર્ણ નામ આપો : SER, ATP, ER, DNA

Hide | Show

જવાબ : SER – લીસી અંત: કોષરસજાળ (Smooth Endoplasmic Reticulum) ATP – એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ ER - અંત: કોષરસજાળ (Endoplasmic Reticulum) DNA – ડિઓક્સિરિબોઝ ન્યુક્લિઈક એસિડ


એકકોષીય (Unicellular) અને બહુકોષીય (Multicellular) સજીવોની માહિતી લખો. અથવા સમજાવો : બધા કોષો પૂર્વ અસ્તિત્વવાળા કોષોમાંથી ઉદભવે છે.

Hide | Show

જવાબ : સૂક્ષ્મદર્શક યંત્રની શોધ પછી એવુ જાણી શકાયું છે કે એક જ કોષ સમગ્ર સજીવનું નિર્માણ કરે છે.​​​​​​​

દરેક સજીવમાં કોષવિભાજન થઇ તેવાં જ પ્રકારના કોષો ઉત્પન્ન થાય છે. આમ, બધા કોષો પૂર્વ અસ્તિત્વવાળા કોષોમાંથી ઉદભવે છે.


સજીવોમાં શ્રમ (કાર્ય) ની વહેંચણી કઈ રીતે હોય છે ? અથવા સમજાવો : ઉચ્ચ સજીવોની જેમ એકકોષી સજીવોમાં પણ શ્રમની વહેંચણી થયેલી હોય છે.

Hide | Show

જવાબ : સજીવોનાં કદ અને આકાર તેના વિશિષ્ટ કાર્ય સાથે સંબંધિત હોય છે. વિવિધ કાર્ય કરવા માટે કોષો નિશ્ચિત કદ અને આકાર ધારણ કરે છે. દા. ત., અમીબા જેવા પ્રાણીના કોષનો આકાર સતત બદલાતો રહે છે. એકકોષી પ્રાણી હોવાથી તેમાં ઉચ્ચ સજીવોની જેમ પેશી, અંગ, તંત્ર સ્વરૂપી આયોજન નથી, પરંતુ ચોક્કસ કાર્ય કરવા ,અતે ચોક્કસ કોષીય અંગિકાઓ હોય છે. કોષમાં ચોક્કસ દ્વવ્યનું નિર્માણ, અન્નકણોનું પાચન, કોષમાંથી ઉત્સર્ગ દ્વવ્યને દૂર કરવા માટે વગેરે કાર્ય ચોક્કસ અંગિકા વડે થાય છે.

       બહુકોષી સજીવોમાં કાર્ય કરવા માટે શ્રમવિભાજન થયેલું હોય છે. દા. ત., મનુષ્યશરીરના જુદા જુદા ભાગો અલગ અલગ કાર્ય કરે છે છે. હૃદય રુધિરપરિવહનનું, જયારે જઠર ખોરાકના પાચનનું કાર્ય કરે છે. આવા સજીવોમાં કોષોના આકાર પણ નિશ્ચિત હોય છે. જેમ કે ચેતાકોષ, રક્તકણ, વિવિધ પ્રકારના  સ્નાયુકોષ.

       આમ, એકકોષી સજીવોમાં અંગિકા સ્તરે જયારે બહુકોષી સજીવોમાં પેશી, અંગ કે તંત્ર કક્ષાએ શ્રમવિભાજન થયેલું હોય છે.


નીચે આપેલ માનવશરીરના વિવિધ આકારના કોષ ઓળખી, તેમનાં નામ લખો.

Hide | Show

જવાબ :

(a) અંડકોષ, (b) અરેખિત સ્નાયુતંતુ, (c) ચેતાકોષ, (d) રુધિરકોષો, (e) શુક્રકોષ, (f) અસ્થિકોષ, (g) મેદકોષ.


કોષરસપટલનું સ્થાન, લાક્ષણીકતા અને કાર્યો જણાવો.

Hide | Show

જવાબ : કોષરસપટલનું સ્થાન : કોષરસપટલ એ કોષરસનું સૌથી બહારનું આવરણ છે. પ્રાણીકોષમાં તે સૌથી બહારના સ્તર તરીકે હોય છે, જયારે જીવાણુકોષ અને વનસ્પતિકોષમાં તે કોષદીવાલની અંદરની તરફ આવેલું છે.

લાક્ષણીકતા : કોષરસપટલ જીવંત, પાતળું, સ્થિતિસ્થાપક, નાજુક અને પસંદગીમાન પ્રવેશશીલ પટલ (કલા) છે.

કાર્યો : (1) તે કોષને તેના બાહ્ય પર્યાવરણથી અલગ રાખે છે. (2) તે કોષના અંદરના દ્વવ્યને આવરણ પૂરું પાડે છે. (3) તેનું મુખ્ય કાર્ય કોષમાં પ્રવેશતાં અને કોષમાંથી બહાર નીકળતાં દ્વવ્યોના નિયમનનું છે. (4) તેમાંથી  અને  જેવા વાયુઓ પ્રસરણ વડે પસાર થાય છે. (5) તેમાંથી પાણીના અણુઓ આસૃતિ વડે પસાર થાય છે.


પ્રસરણ એટલે શું ? કોષના વાયુ – વિનિમય આધારે સમજાવો.

Hide | Show

જવાબ : કોઈપણ દ્રવ્ય (પદાર્થ) ના અણુઓ તેમના વધુ સંકેન્દ્રણ તરફથી તેમના ઓછા સંકેન્દ્રણ તરફ ગતિ કરે છે. આ ક્રિયાને પ્રસરણ (Diffusion) કહે છે.

     જીવંત કોષોમાં વાયુ – વિનિમય ક્રિયા પ્રસરણના સિદ્વાંત મુજબ થાય છે. દા. ત., કોષની અંદર થતા શ્વસનને પરિણામે  ઉત્પન્ન થાય છે. આથી કોષની અંદરના વિસ્તારમાં વધુ માત્રામાં  નો સંચય થતાં  ની સાંદ્વતા વધે છે. ( ઉત્સર્ગ દ્વવ્ય છે. કોષ વડે તેનો નિકાલ જરૂરી છે.) સાપેક્ષમાં કોષની બહારના પર્યાવરણમાં  ની સાંદ્વતા ઓછી હોય છે. થવાથી કોષની અંદરના વધુ સાંદ્વતા ધરાવતા વિસ્તારમાંથી  બહારના ઓછી સાંદ્વતા ધરાવતા પર્યાવરણમાં પ્રસરણ પામે છે.

        આ જ પ્રમાણે પ્રસરણ વડે પર્યાવરણમાંથી  કોષમાં પ્રવેશ પામે છે.

        આમ, પ્રસરણની ક્રિયા કોષો વચ્ચે તેમજ કોષો અને પર્યાવરણ વચ્ચે થતા વાયુ (વાત) – વિનિમયમાં મહત્વનો ભાગ ભજવે છે.


જુદી જુદી સાંદ્રતાવાળા દ્રાવણની પ્રાણીકોષ અને વનસ્પતિકોષ પર થતી અસરો સમજાવો.

અથવા  

સમજાવો : આસુર્તિ એ પસંદગીમાન પ્રવેશશીલ પટલ વડે પ્રસરણ વિશિષ્ટ પ્રકારની ક્રિયા છે.

Hide | Show

જવાબ : જુદી જુદી સાંદ્રતાવાળા દ્રાવણની પ્રાણીકોષ અને વનસ્પતિકોષ પર થતી અસરો :

(1) જો કોષને હાઇપોટોનિક (કોષની અંદરના દ્રાવણ કરતાં પાણીની વધારે સાંદ્રતા ધરાવતા) દ્રાવણમાં મૂકવામાં આવે ત્યારે આ ઘટનામાં વધારે પાણી કોષમાં દાખલ થાય છે. આમ, પાણીનાં શોષણથી કોષ ફુલે છે અને કોષનું કદ વધે છે.

(2) જો કોષને આઈસોટોનિક (કોષની અંદરના દ્રાવણ જેટલી જ પાણીની સાંદ્રતા ધરાવતા) દ્રાવણમાં મૂકવામાં આવે ત્યારે પાણી કોષકલામાંથી બંને દિશામાં પસાર થશે. જેટલું પાણી કોષમાં દાખલ થાય છે એટલું જ પાણી કોષમાંથી બહાર નીકળે છે. આથી કોષના કદમાં કોઈ ફેરફાર થશે નહિ.

(3) જો કોષને હાઈપરટોનિક (કોષની અંદરનાં દ્રાવણ કરતાં પાણીની ઓછી સાંદ્રતા ધરાવતા) દ્રાવણમાં મૂકવામાં આવે ત્યારે પાણી કોષકલામાંથી બે દિશામાં પ્રસરણ પામે છે. કોષમાંથી વધારે પાણી બહાર નીકળે છે અને અંતે કોષ અંતે કોષ સંકોચાઇ જાય છે. તેથી કોષનું કદ ઘટે છે.

આ ઘટના નીચેની આકૃતિઓ પરથી સમજી શકાય :

​​​​​​​

 

(a) સમસાંદ્ર સ્થિતિમાં પાણીનું ચોખ્ખું પ્રસરણ થતું નથી.

(b) અધોસાંદ્ર સ્થિતિમાં પાણી કોષમાં પ્રવેશે છે, જે આસૃતિ દાબને કારણે ફાટી શકે છે.

(c) અધિસાંદ્ર સ્થિતિમાં પાણી કોષની બહાર નીકળે છે, જેથી કોષ સંકોચાય છે.

​​​​​​​

 

(d) સમસાંદ્ર સ્થિતિમાં પાણીનું ચોખ્ખું પ્રસરણ થતું નથી.

(e) અધોસાંદ્ર સ્થિતિમાં રસધાનીઓ પાણીથી ભરાય છે.

(f) અધિસાંદ્ર દ્રાવણમાં રસધાનીઓ પાણી ગુમાવે છે, કોષરસ સંકોચાય છે. (રસસંકોચન)


આસૃતિ (Osmosis) એટલે શું ? આસૃતિ ક્રિયાનું એક ઉદાહરણ જણાવી, આસૃતિ ક્રિયાનું મહત્વ જણાવો.

Hide | Show

જવાબ : આસૃતિ એ વિશિષ્ટ પ્રકારનું પ્રસરણ છે.

વ્યાખ્યા : બે અલગ અલગ સાંદ્રતા ધરાવતા દ્રાવણ વચ્ચે મૂકવામાં આવેલ અર્ધપ્રવેશશીલ પટલ વડે પાણીના અણુઓ પોતાના વધારે સાંદ્રતા ધરાવતા વિસ્તારમાંથી ઓછી સાંદ્રતા ધરાવતા વિસ્તારમાં પ્રસરણ પામે છે. આ ક્રિયાને આસૃતિ (રસાકર્ષણ) કહે છે.

        આસૃતિ ક્રિયામાં પાણીના અણુઓ હાઈપોટોનિક (અધોસાંદ્ર) દ્રાવણમાંથી હાઈપરટોનિક (અધિસાંદ્ર) દ્રાવણ તરફ પ્રસરણ પામે છે.

        આઈસોટોનિક (પાણીની સમાન સાંદ્રતા ધરાવતા) દ્રાવણો વચ્ચે આસૃતિ ક્રિયા થતી નથી.

ઉદાહરણ : સૂકી દ્રાક્ષ પાણીમાં મૂકતાં, થોડા સમય બાદ દ્રાક્ષ પાણી મેળવી ફુલે છે. લીલી દ્રાક્ષ ક્ષાર કે શર્કરાના સાંદ્ર દ્રાવણમાં મૂકતાં, થોડા બાદ પાણી ગુમાવી ચીમળાઈ જાય છે.

મહત્વ : મીઠા પાણીના એકકોષીય સજીવો અને મોટા ભાગના વનસ્પતિકોષો આસૃતિ વડે પાણી મેળવે છે.

 • વનસ્પતિમાં મૂળ વડે ભૂમિમાંથી પાણીનું શોષણ આસૃતિ વડે થાય છે.


પરસ્પર સાંદ્રતાના આધારે દ્રાવણના પ્રકાર સમજાવો. અથવા સાંદ્રતાના આધારે દ્રાવણના પ્રકાર સમજાવો.

Hide | Show

જવાબ : પરસ્પર સાંદ્રતાના આધારે દ્રાવણના ત્રણ પ્રકારનાં હોય છે :

(1) સમસાંદ્ર દ્રાવણ (આઈસોટોનિક દ્રાવણ – Isotonic Solution) : બંને દ્રાવણોની સાંદ્રતા એકસરખી હોય કે બંને દ્રાવણોમાં પાણીની સાંદ્રતા સરખી હોય, તો તેવા દ્રાવણને સમસાંદ્ર દ્રાવણ કહેવામાં આવે છે.

(2) અધોસાંદ્ર દ્રાવણ (હાઇપોટોનિક દ્રાવણ – Hypotonic Solution) : જે દ્રાવણની સાંદ્રતા બીજા દ્રાવણની સાંદ્રતાની સરખામણીમાં ઓછી હોય કે જે દ્રાવણમાં બીજા દ્રાવણની પાણીની સાંદ્રતા કરતાં વધારે પાણી હોય તેવા દ્રાવણને અધોસાંદ્ર દ્રાવણ કહે છે.

(3) અધિસાંદ્ર દ્રાવણ (હાઇપરટોનિક દ્રાવણ – Hypertonic Solution) : જે દ્રાવણની સાંદ્રતા બીજા દ્રાવણની સાંદ્રતાની સરખામણીમાં વધુ હોય કે જે દ્રાવણમાં બીજા દ્રાવણની પાણીની સાંદ્રતા કરતાં ઓછું પાણી હોય તેવા દ્રાવણને અધિસાંદ્ર દ્રાવણ કહે છે.


સુકોષકેન્દ્રી કોષનું કોષકેન્દ્ર સમજાવો. અથવા રંગસૂત્રીય દ્રવ્ય અને કોષકેન્દ્રપટલ સમજાવી, કોષકેન્દ્રનાં કાર્યો જણાવો.

Hide | Show

જવાબ :

કોષકેન્દ્રનાં કાર્યો :

 • તે કોષમાં થતી વિવિધ ક્રિયાઓનું નિયમન કરે છે.
 • તે કોષીય પ્રજનનમાં કેન્દ્રસ્થ ભાગ ભજવે છે. આ પ્રક્રિયાને કારણે એક કોષના વિભાજનથી બે નવા કોષ બને છે.
 • કોષની રસાયણિક પ્રવૃતિ વડે, કોષનો વિકાસ થાય અને તે પરિપક્વતા તરફ આગળ વધે તે માટે કોષકેન્દ્ર અગત્યનો ભાગ ભજવે છે.​​​​​​​
 • રંગસૂત્રોમાં રહેલ DNA (જનીન) ના અણુઓ વારસાગત લક્ષણોની માહિતી ધરાવે છે. તે વડે વારસાગત લક્ષણોનું અનુગામી પેઢીમાં વહન થાય છે. દા. ત., પિતામાંથી અનુગામી પેઢીનાં પુત્રમાં.


કોષકેન્દ્રના આધારે સજીવ કોષોના પ્રકાર જણાવો.

Hide | Show

જવાબ :


ટૂંક નોંધ લખો : આદિકોષકેન્દ્રી કોષ  અથવા  સમજાવો : પ્રોકેરિયોટિક કોષ

Hide | Show

જવાબ : પ્રાથમિક પ્રકારનું કોષકેન્દ્ર ધરાવતા કોષને આદિકોષકેન્દ્રી કોષ કે પ્રોકેરિયોટિક કોષ કહે છે. આવા કોષ ધરાવતા સજીવોને આદિકોષકેન્દ્રી સજીવો કહે છે.

દા. ત., બેક્ટેરિયા (જીવાણુ), સાયેનોબેક્ટેરિયા (નીલહરિત લીલ)

​​​​​​​

 

 • તેમાં કોષકેન્દ્રપટલના અભાવને કારણે કોષનો કોષકેન્દ્રીય પ્રદેશ ઓછો વિકાસ પામેલો હોય છે. આ અવિકસિત કોષકેન્દ્રીય પ્રદેશમાં માત્ર ન્યુક્લિઈક એસિડ હોય છે. તેને ન્યુક્લિઓઈડ કહે છે.
 • વિવિધ પટલમય અંગિકાઓ કણાભસૂત્ર, હરિતકણ, ગોલ્ગીપ્રસાધન, અંત: કોષરસજાળ વગેરેનો અભાવ હોય છે.
 • વિવિધ પટલમય અંગિકાઓના અભાવે અંગિકા દ્રારા થતાં ઘણાં કાર્યો કોષરસીય ભાગો વડે નિર્બળ રીતે આયોજન પામે છે.
 • પ્રકાશસંશ્લેષી બેક્ટેરિયા (આદિકોષકેન્દ્રી સજીવો) માં ક્લોરોફિલ કોષરસીયપટલની પુટિકા (કોથળી જેવી રચના) માં હોય છે.


કોષીય અંગિકાઓ એટલે શું ? સુકોષકેન્દ્રી કોષો શા માટે પટલમય અંગિકાઓ ધરાવે છે ? અગત્યની કોષીય અંગિકાઓનાં નામ આપો.

Hide | Show

જવાબ : સુકોષકેન્દ્રી કોષો વિવિધ પ્રક્રિયાઓને એકબીજાથી અલગ રાખવા માટે કોષરસમાં પટલથી આવરિત નાની રચનાઓ ધરાવે છે. તેમણે કોષીય અંગિકાઓ કહે છે.

        પટલમય કોષીય અંગિકાઓની હાજરી સુકોષકેન્દ્રી કોષને આદિકોષકેન્દ્રી કોષથી અલગ કરે છે. પ્રત્યેક કોષ બાહ્ય પર્યાવરણથી અલગ રહેવા માટે પટલ ધરાવે છે. બહુકોષી સજીવો તેમની જટિલ રચના અને કાર્યોની જરૂરિયાતને પહોચી વળવા મોટા અને જટિલ રચના ધરાવતા સુકોષકેન્દ્રી કોષો ધરાવે છે. આ કોષો વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ દર્શાવે છે. આ જુદી જુદી પ્રક્રિયાઓને એકબીજાથી અલગ રાખવી જરૂરી છે. આથી સુકોષકેન્દ્રી કોષો પટલમય અંગિકાઓ ધરાવે છે.

અગત્યની કોષીય અંગિકાઓ : અંત: કોષરસજાળ, ગોલ્ગીપ્રસાધન, લાયસોઝોમ, કણાભસૂત્ર, રંજકકણ અને રસધાની.


સમજાવો : અંત : કોષરસજાળ અથવા અંત: કોષરસજાળના સ્થાન, રચના, પ્રકાર અને કાર્યોની સમજૂતી આપો.

Hide | Show

જવાબ : અંત : કોષરસજાળ : સ્થાન : સુકોષકેન્દ્રી કોષના સમગ્ર કોષરસના વિસ્તારમાં સમકેન્દ્રિત રીતે પથરાયેલી પટલમય રચના છે.

રચના : તે લાંબી નલિકામય કે ગોળાકાર અથવા કોથળી જેવી પુટિકાઓ જેવી રચનાઓની બનેલી આવરિત જાળીમય સ્વરૂપ ધરાવે છે.

 • અંત: કોષરસજાળની પટલીય સંરચના કોષરસપટલની સંરચનાને સમાન સ્વરૂપે હોય છે.
 • અલગ અલગ કોષોમાં અંત : કોષરસજાળની રચનામાં વિવિધતા જોવા મળે છે. તે હંમેશા જાળીરૂપ તંત્રમય રચનાનું નિર્માણ કરે છે.

​​​​​​​

​​​​​​​કાર્યો :

 • કોષકેન્દ્ર અને કોષરસ વચ્ચે કે કોષરસના વિવિધ પ્રદેશોમાં દ્રવ્યોના વહન માટે અંત : કોષરસજાળ વહન માર્ગ તરીકે કાર્ય કરે છે.
 • કોષના અગત્યના કાર્ય માટે આવશ્યક પ્રોટીન અને લિપિડનું નિર્માણ કરે છે. કેટલાક પ્રોટીન અને લિપિડ કોષરસપટલના બંધારણમાં ઉપયોગી જ્યારે કેટલાક ઉત્સેચક અને અંત : સ્ત્રાવો તરીકે કાર્ય કરે છે.
 • કોષની કેટલીક જૈવરાસાયણિક પ્રવૃતિઓ માટે અંત : કોષરસજાળ કોષરસીય બંધારણીય સપાટી પૂરી પાડે છે.
 • પૃષ્ઠવંશી પ્રાણીઓના યકૃતકોષોમાં લીસી અંત : કોષરસજાળ (SER) ઘણાં વિષારી દ્રવ્યો અને દવાઓને બિનવિષકારક બનાવવામાં અગત્યની ભૂમિકા ભજવે છે.


સમજાવો : ગોલ્ગીપ્રસાધન

Hide | Show

જવાબ : સંશોધન : કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે ગોલ્ગીપ્રસાધનનું સંશોધન અને સુવ્યવસ્થિત વર્ણન કર્યું હતું.

સ્થાન : પ્રાણીકોષમાં અને વનસ્પતિકોષોમાં.

રચના : તેની રચનામાં એકબીજાને સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલી પુટિકાઓ આવેલી છે. આથી પુટીકાઓને સિસ્ટર્ની કહે છે. તે પટલ વડે આવરિત તંત્રની બનેલી રચના છે.

        ગોલ્ગીપ્રસાધનના પટલો કેટલીક વખત અંત:  કોષરસજાળના પટલ સાથે જોડાયેલી હોય છે. તેથી તે અન્ય જટિલ કોષીય પટલતંત્રનો ભાગ ભજવે છે.

 

કાર્યો :

 • અંત:: કોષરસજાળ વડે સંશ્લેષિત દ્રવ્યોનું ગોલ્ગીપ્રસાધન વડે પેકેજિંગ કરી કોષની અંદર તથા કોષની બહાર મુક્ત કરવામાં આવે છે.
 • નીપજોનું પેકેજિંગ, રૂપાંતરણ તેમજ સંગ્રહ કરવાના કાર્ય ગોલ્ગીપ્રસાધનની પુટિકાઓમાં થાય છે.
 • કેટલાક કિસ્સામાં સરળ શર્કરાઓમાંથી જટિલ શર્કરાઓનું નિર્માણ કરે છે.
 • તે લાયસોઝોમ અંગિકાના નિર્માણ સાથે સંકળાયેલી છે.


સમજાવો : લાયસોઝોમ

Hide | Show

જવાબ : ઉત્પતિ : ગોલ્ગીપ્રસાધનમાંથી પુટિકાઓરૂપે લાયસોઝોમ ઉત્પન્ન કરે છે.

સંરચના : પાચક ઉત્સેચકો (હાઈડ્રોલેઝિસ) ધરાવતી આવરિત પટલીય કોથળીઓ જેવી રચના છે.

        લાયસોઝોમ કોથળીના ઉત્સેચકો કણિકામય અંત: કોષરસજાળ વડે નિર્માણ પામે છે.

મહત્વ :  (1) લયાસોઝોમ કોષાંતરીય પાચન માટે અગત્ય ધરાવે છે. કારણ કે, તે બધાં કાર્બનિક દ્રવ્યોનું પાચન કરવાની ક્ષમતા ધરાવતા સક્રિય પાચક ઉત્સેચકો ધરાવે છે.

(2) તે કોઈ પણ વિદેશી દ્રવ્ય (બહારથી કોષમાં પ્રવેશતા બેક્ટેરિયા કે ખોરાક) તેમજ તૂટેલી કે નાશ થવાના આરે હોય તેવી જૂની કોષીય અંગિકાઓનું પાચન કે વિઘટન કરી, કોષને સ્વચ્છ રાખવામાં મદદરૂપ છે. આમ, લાયસોઝોમ કોષના ઉત્સર્ગ દ્રવ્ય (કચરા) ને ત્યજતા તંત્રના પ્રકાર તરીકે છે.

હાનિકારક : કોષીય ચયાપચય દરમિયાન વિક્ષેપ સર્જાતા લાયસોઝોમ પોતાના જ કોષનું પાચન કરે છે.

ઉદા., જ્યારે કોષ ઇજાગ્રસ્ત બને કે જીર્ણ થાય ત્યારે લાયસોઝોમ અંગિકા તૂટે છે અને તે પોતાના પાચક ઉત્સેચકો વડે પોતાના જ કોષનું પાચન કરી નાખે છે.

        આથી લાયસોઝોમને કોષની આત્મઘાતી કોથળી કહે છે.


કણાભસૂત્રની રચના, વિશિષ્ટતા અને કાર્યની સમજૂતી લખો. અથવા સવિસ્તાર નોંધ લખો : કોષનું શક્તિઘર

Hide | Show

જવાબ : કણાભસૂત્ર : રચના : કણાભસૂત્ર બે આવરણો હોય છે. બાહ્ય આવરણ ઘણું ખરું છિદ્વિષ્ઠ હોય છે અને અંત: આવરણ ઊંડા અંત: પ્રવર્ધો ધરાવે છે.

        આ અંત: પ્રવર્ધો ATP – નિર્માણ માટેની રાસાયણિક પ્રક્રિયાઓ (ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન) માટે વિશાળ સપાટીનું નિર્માણ કરે છે.

વિશિષ્ટતા : કણાભસૂત્ર વધારે વિશિષ્ટ અંગિકા છે. તે પોતાનું આગવું વલયાકર DNA અને રિબોઝોમ્સ (70 S પ્રકાર) ધરાવે છે. આથી પોતાના પ્રોટીનનું નિર્માણ કરવાની ક્ષમતા ધરાવે છે.

કાર્ય : કોષ તેમજ જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃતિઑ માટે જરૂરી ઉર્જા ATP (એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ) ના સ્વરૂપમાં કણાભસૂત્ર વડે મુક્ત થાય છે.

        ATP કોષના ઊર્જા (શક્તિ) ચલણ તરીકે અને તેનું નિર્માણ કરતાં કણાભસૂત્ર કોષના ઊર્જાઘર તરીકે ઓળખાય છે.


ટૂંક નોંધ લખો : રંજકકણો અથવા રંજકકણોના પ્રકાર અને રચના સમજાવો.

Hide | Show

જવાબ :

રંજકકણોની રચના : રંજકકણોની બાહ્ય રચના કણાભસૂત્રની રચના જેવી છે. રંજકકણોના આંતરિક આયોજનમાં ઘણા બધા પટલીય સ્તરો જે દ્રવ્યમાં ગોઠવાયેલા હોય છે. તેને આધારક (સ્ટ્રોમાં) કહે છે.

        રંજકકણો (હરિતકણો) પોતાના આગવા વલયાકર DNA અને રિબોઝોમ્સ ધરાવે છે.


ટૂંક નોંધ લખો : રસધાનીઓ અથવા વનસ્પતિકોષ અને પ્રાણીકોષમાં જોવા મળતી રસધાની સજાવો.

Hide | Show

જવાબ : રસધાનીઓ ઘન કે પ્રવાહી પદાર્થોનો સંગ્રહ કરતી કોથળી જેવી રચનાઓ છે.

વનસ્પતિઓ રસધાની : વનસ્પતિકોષમાં રસધાની મોટા કદની હોય છે. કેટલાક વનસ્પતિકોષમાં કેન્દ્રસ્થ રસધાની કોષના કદનો 50 – 90 % ભાગ રોકે છે.

        વનસ્પતિકોષોમાં રસધાનીઓ કોષીય દ્રવ્યોથી ભરેલી હોય છે. ખાસ કરીને વનસ્પતિકોષનાં અગત્યનાં ઘણાં દ્રવ્યો જેવાં કે એમિનો એસિડ્સ, શર્કરાઓ, વિવિધ કાર્બનિક એસિડ્સ અને કેટલાક પ્રોટીનનો સંગ્રહ રસધાનીઓમાં થાય છે.

        તે વનસ્પતિકોષને આશૂનતા અને બરડતા આપે છે.

પ્રાણીકોષમાં રસધાનીઓ : પ્રાણીકોષમાં નાના કદની રસધાની હોય છે. અમીબા જેવાં એકકોષી પ્રાણીમાં ખોરાકનો સંગ્રહ કરતી રસધાની અન્નધાની સ્વરૂપે હોય છે. મીઠા જળમાં વસવાટ કરતા એકકોષી પ્રજીવો (અમીબા, પેરામિશિયમ) વિશિષ્ટ પ્રકારની રસધાની (આંકુચક રસધાની) ધરાવે છે. તે વધારાના પાણી અને કેટલાક નકામા પદાર્થોનો કોષમાંથી ત્યાગ કરે છે.


નીચેનો આસૃતિનો પ્રયોગ કરો :

બટાટાને લઈને તેની છાલ સહિત ચાર ટુકડા કરો અને તેને ખોતરીને બટાટાના ક્પ્સ બનાવો. આમાંનો એક બટાટાનો કપ બાફેલા બટાટાનો બનાવો. પ્રત્યેક બટાટાના કપને પાણી ભરેલ પાત્રમાં મૂકો.

(a) કપ Aને ખાલી રાખો.

(b) કપ B માં એક ચમચી શર્કરા મૂકો.

(c) કપ C માં એક ચમચી મીઠું મૂકો.

(d) કપ D જે ઉકળેલા કે બાફેલા બટાટાનો કપ છે, તેમાં એક ચમચી શર્કરા મૂકો.

       આ ચારેય કપને બે કલાક માટે રહેવા દો. ત્યારબાદ આ ચારેય બટાટાના કપ્સને અવલોકિત કરો અને નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો :

(1) કપ B અને C ની ખાલી જગ્યામાં શા માટે પાણી એકઠુ થાય છે? સમજાવો.

(2) બટાટાનો કપ A શા માટે આ પ્રયોગ માટે આવશ્યક છે ?

(3) કપ A અને D ની ખાલી જગ્યામાં શા માટે પાણી એકઠુ થતું નથી ? સમજાવો.

Hide | Show

જવાબ :

(1) કપ B અને C ની ખાલી જગ્યામાં પાણી એકઠુ થાય છે. કારણ કે, બટાટાના કપની બહારની તરફ અને અંદરની તરફ પાણીની સાંદ્રતાનો તફાવત છે. બટાટાના કપની બહારની તરફ પાણીના અણુ વધારે હોવાથી તે અંદર ખાલી જ્ગ્યા તરફ પ્રસરણ પામે છે.

(2) આ પ્રયોગ માટે બટાટાનો કપ A સરખામણી માટે જરૂરી છે. તે નિયંત્રણ નિદર્શન (Point) માટે છે.

(3) કપ A અને D ની ખાલી જગ્યામાં પાણી એકઠું થતું નથી. કારણ કે, કપ A માં સાંદ્રતા તફાવત સર્જાવા માટે કોઈ દ્રાવણ હોતું નથી. આસૃતિ માટે બે અલગ સાંદ્રતાવાળા દ્રાવણ જરૂરી છે, જ્યારે કપ D બાફેલા બટાટાનો બનાવેલો હોવાથી તેના કોષો મૃત છે. તેમાં પાણીના પ્રસરણ માટે અર્ધપ્રવેશશીલ પટલ નથી અને આસૃતિ ક્રિયા દર્શાવતી નથી.


તફાવત લખો : કણાભસૂત્ર અને હરિતકણ

Hide | Show

જવાબ :

કણાભસૂત્ર

હરિતકણ

1. તેને શક્તિઘર તરીકે ઓળખવામાં આવે છે.

1. તેને કોષનાં રસોડા તરીકે ઓળખવામાં આવે છે.

2. તે વનસ્પતિકોષ અને પ્રાણીકોષ બંનેમાં જોવા મળે છે.

2. તે ફક્ત વનસ્પતિકોષમાં જોવા મળે છે.

3. તેના આંતરિક આયોજનમાં અંત : આવરણ ઊંડા અંત : પ્રવર્ધો ધરાવે છે.

3. તેના આંતરિક આયોજનમાં ઘણા પટલીય સ્તરો સ્ટ્રોમામાં ગોઠવાયેલા છે.

4. તે રંજકદ્રવ્ય ધરાવતા નથી.

4. તે ક્લોરોફિલ ઉપરાંત પીળા કે નારંગી રંજકદ્રવ્યો ધરાવે હકે.

5. તે કોષમાં ATP નાં નિર્માણમાં અગત્યના છે.

5. તે વનસ્પતિકોષમાં પ્રકાશસંશ્લેષણ માટે અગત્યના છે.


નામનિર્દેશનવાળી આકૃતિ દોરો : પ્રાણીકોષ

Hide | Show

જવાબ :


નામનિર્દેશનવાળી આકૃતિ દોરો : વનસ્પતિકોષ

Hide | Show

જવાબ :


There are No Content Availble For this Chapter

Take a Test

Choose your Test :

સજીવનો પાયાનો એકમ

જીવવિજ્ઞાન

Browse & Download GSEB Books For ધોરણ ૦૯ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.