GSEB Solutions for ધોરણ ૦૯ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

દ્રવ્યના મૂળભૂત બંધારણીય ઘટકો ક્યા ક્યા હોય છે ?

Hide | Show

જવાબ : દ્રવ્યના મૂળભૂત બંધારણીય ઘટકો અણુ અને પરમાણુ છે.

  • જુદા જુદા પ્રકારનાં દ્રવ્યોનું અસ્તિત્વ તે દ્રવ્યની રચના કરતાં જુદા જુદા પરમાણુઓને કારણે હોય છે.
   


19 મી સદીના અંતમાં વૈજ્ઞાનિકો માટે પરમાણુના અભ્યાસ અંગે કેવા પડકારો હતા ?

Hide | Show

જવાબ : 19 મી સદીના અંતમાં વૈજ્ઞાનિકો સામે મુખ્ય પડકારો આ હતા.

  • પરમાણુનું બંધારણ રજુ કરવું અને તેના મહત્વના ગુણધર્મો સમજાવવા.
  • ઉપરાંત, પરમાણુનું વિભાજન શક્ય છે કે નહિ તે સમજાવવું.


કેનાલ કિરણો એટલે શું ?

Hide | Show

જવાબ : વાયુવિભારના પ્રયોગો દરમિયાન ઉદભવતા ધન વીજભારીત વિકિરણોને કેનાલ કિરણો તરીકે ઓળખવામાં આવે છે.


જો કોઈ પરમાણુમાં એક પ્રોટોન અને એક ઈલેક્ટ્રોન હોય, તો તે વીજભાર ધરાવતો નથી ?

Hide | Show

જવાબ : આ પરમાણુ વીજભારની દ્વષ્ટિએ તટસ્થ છે, કારણ કે તેમાં ધન વીજભાર અને ઋણ વીજભાર ધરાવતા કણોની સંખ્યા સમાન છે.


ડાલ્ટનની કઈ અભિધારણા ખોટી સાબિત થઇ છે ? કેવી રીતે ?

Hide | Show

જવાબ : ડાલ્ટનના મત મુજબ પરમાણુ અવિભાજ્ય અને અવિનાશી છે. આ અભિધારણા પરમાણુના બે મૂળભૂત કણો (પ્રોટોન અને ઈલેક્ટ્રોન) ની શોધે ખોટી સાબિત કરી હતી.


થોમસનનો પરમાણ્વીય નમૂનો કેમ સ્વીકૃતિ પામ્યો નહિ ? અથવા થોમસનના પરમાણુ નમૂનાની મર્યાદા લખો.

Hide | Show

જવાબ : થોમસનનો પરમાણ્વીય નમૂનો નીચે આપેલ કારણો માટે સ્વીકૃતિ પામ્યો નહિ :

  • થોમસને પરમાણ્વીય નમૂનામાં ધન અને ઋણ વીજભારોની ગોઠવણી સાચી આપી ન હતી, કારણ કે વિરુદ્વ વીજભાર એકબીજાને આકર્ષી એકબીજામાં ભળી જવા જોઈએ.
  • થોમસને દર્શાવેલી ગોઠવણી જુદા જુદા તત્વો માટે અલગ અલગ રાસાયણિક ગુણધર્મો સમજાવી શકતી નથી.
  • અન્ય વૈજ્ઞાનિકો વડે થયેલા પ્રયોગોના પરિણામો થોમસનનો પરમાણ્વીય નમૂનો સમજાવી શક્યો નહિ.


રુથરફોર્ડે સુચવેલા પરમાણુના કેન્દ્રીય નમૂનાની લાક્ષણીકતા લખો.

Hide | Show

જવાબ : રુથરફોર્ડે તેના પ્રયોગના આધારે પરમાણુનો કેન્દ્રીય નમૂનો આપ્યો, જેની લાક્ષણીકતા નીચે પ્રમાણે છે :

  • પરમાણુમાં રહેલ ધનભારિત કેન્દ્રને પરમાણુનું કેન્દ્ર (ન્યુક્લિયસ) કહેવામાં આવે છે. તેમાં પરમાણુનું સમગ્ર દળ સમાયેલું છે.
  • ઈલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ નિશ્ચિત કક્ષાઓમાં ભ્રમણ કરે છે.
  • પરમાણુના કદની સાપેક્ષે તેનું કેન્દ્ર ખૂબ જ નાનું હોય છે.


રુથરફોર્ડે સુચવેલા પરમાણુના કેન્દ્રીય નમૂનાની ખામીઓ જણાવો. અથવા રુથરફોર્ડના પરમાણુના નમૂનાની મર્યાદાઓ લખો.

Hide | Show

જવાબ : રુથરફોર્ડે તેના પ્રયોગના આધારે પરમાણુનો કેન્દ્રીય નમૂનો આપ્યો, જેની ખામીઓ નીચે પ્રમાણે છે :

  • વર્તુળાકાર પરિભ્રમણ કક્ષામાં ઈલેક્ટ્રોનનું ભ્રમણ સ્થાયી હોઈ શકે નહિ, કારણ કે પ્રવેગિત કણ હંમેશા વિકિરણ સ્વરૂપે ઊર્જા મુક્ત કરે છે.
  • આ પ્રમાણે ગતિ કરતો ઈલેક્ટ્રોન ઊર્જા ગુમાવે છે અને અંતે કેન્દ્ર સાથે અથડામણ અનુભવે અથવા કેન્દ્રમાં દાખલ થઇ જાય.
  • જો આમ થાય તો પરમાણુ સ્થાયી રહી શકે નહિ અને દ્વવ્ય સ્વરૂપે અસ્તિત્વ ધરાવી શકે જ નહિ.


થોમસનના પરમાણુના નમૂનાના આધારે સમજાવો કે પરમાણુ સમગ્રતયા તટસ્થ છે.

Hide | Show

જવાબ : થોમસનના પરમાણુના નમૂનાના આધારે પરમાણુમાં ઋણભાર અને ધનભાર સમાન માત્રામાં હોય છે. તેથી પરમાણુ વીજભારની દ્વષ્ટિએ સમગ્રતયા તટસ્થ હોય છે.


રુથરફોર્ડના પરમાણુના નમૂનાના આધારે પરમાણુના કેન્દ્રમાં કયો અવપરમાણ્વીય કણ હાજર હોય છે.

Hide | Show

જવાબ : રુથરફોર્ડના પરમાણુના નમૂનાના આધારે પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન અવપરમાણ્વીય કણ તરીકે હાજર હોય છે.


ત્રણ કોશ ધરાવતા પરમાણુનો બોહરનો નમૂનો દોરો.

Hide | Show

જવાબ : ત્રણ કોશ ધરાવતા પરમાણુનો બોહરનો નમૂનો મીચે આપ્યા મુજબ છે.


આલ્ફા કણ પ્રકીર્ણનના પ્રયોગમાં સોનાના વરખને બદલે અન્ય કોઈ ધાતુના વરખનો ઉપયોગ કરીને કરવામાં આવે, તો શું અવલોકન નોંધી શકાય ?

Hide | Show

જવાબ : આલ્ફા કણ પ્રકીર્ણનના પ્રયોગમાં સોનાના વરખને બદલે જો તેનાં કરતાં વધુ ભારે ધાતુનો ઉપયોગ કરવામાં આવે, તો વિચલન વધુ પ્રમાણમાં અને જો સોના કરતાં હલકી ધાતુનો ઉપયોગ કરવામાં આવે તો વિચલન ઓછા પ્રમાણમાં જોવા મળે છે.

  • ભારે ધાતુમાં અપાકર્ષણની માત્રા વધુ જયારે હલકી ધાતુમાં અપાકર્ષણની માત્રા ઓછી હોય છે.


ન્યુટ્રોન વિશે સામાન્ય માહિતી લખો.

Hide | Show

જવાબ : ઈ. સ. 1932માં જેમ્સ ચેડવિકે પરમાણુમાં રહેલા એક અન્ય અવપરમાણ્વીય કણની શોધ કરી હતી.

  • આ કણ વીજભારવિહીન (તટસ્થ) અને તેનું દળ પ્રોટોનના દળ જેટલું જ હતું, જેને ન્યુટ્રોન નામ આપવામાં આવ્યું.
  • ન્યુટ્રોન પરમાણુના કેન્દ્રમાં આવેલા હોય છે. હાઇડ્રોજન પરમાણુના કેન્દ્રમાં ન્યુટ્રોન હોતો નથી.
  • તેની સંજ્ઞા ‘n’ છે.
  • પરમાણુનું સમગ્ર દળ પ્રોટોન અને ન્યુટ્રોનના સરવાળા જેટલું હોય છે.


પરમાણુના ત્રણ અવપરમાણ્વીય કણોના નામ લખો.

Hide | Show

જવાબ : પરમાણુના ત્રણ અવપરમાણ્વીય કણો પ્રોટોન, ન્યુટ્રોન, અને ઈલેક્ટ્રોન છે.


હિલિયમ પરમાણુનું પરમાણ્વીય દળ 4 u છે અને તેના કેન્દ્રમાં 2 પ્રોટોન છે, તો તેમાં કેટલા ન્યુટ્રોન હશે ?

Hide | Show

જવાબ : ન્યુટ્રોનની સંખ્યા


કાર્બન અને સોડિયમ પરમાણુઓમાં ઇલેક્ટ્રોનની વહેંચણી દર્શાવો.

Hide | Show

જવાબ :


કોઈ પરમાણુના K અને L કોશ ઇલેક્ટ્રોનથી ભરાયેલા છે, તો તે પરમાણુમાં ઇલેક્ટ્રોન સંખ્યા કેટલી હશે ?

Hide | Show

જવાબ : પરમાણુના K અને L કોશ ઇલેક્ટ્રોનથી ભરાયેલા છે, તો તે પરમાણુમાં કુલ 10 ઇલેક્ટ્રોન હોય.


સંયોજકતા ઇલેક્ટ્રોન કોને કહે છે ? સંયોજકતા ઇલેક્ટ્રોનનું મહત્વ સમજાવો.

Hide | Show

જવાબ : સંયોજકતા ઇલેક્ટ્રોન : તત્વના પરમાણુની સૌથી બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને સંયોજકતા ઇલેક્ટ્રોન કહે છે. સંયોજકતા ઇલેક્ટ્રોનનું મહત્વ : સંયોજકતા ઇલેક્ટ્રોન વડે (1) પરમાણુનો ઉત્સર્જન વર્ણપટ અને (2) પરમાણુના રાસાયણિક ગુણધર્મ સમજાવી શકાય છે.


ક્લોરિન, સલ્ફર અને મેગ્નેશિયમ પરમાણુઓની સંયોજકતા તમે કેવી રીતે શોધશો ?

Hide | Show

જવાબ :


દળાંક એટલે શું ? વિસ્તારમાં સમજાવો.

Hide | Show

જવાબ : પ્રાયોગિક રીતે સાબિત થયું છે કે પરમાણુનું દળ કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોન જેવા અવપરમાણ્વીય કણોને કારણે હોય છે. આંમ, પરમાણુનું સમગ્ર દળ તેના કેન્દ્રમાં હોય છે.

  • પ્રોટોન અને ન્યુટ્રોનને ન્યુક્લિઓન્સ પણ કહેવામાં આવે છે.
દળાંક :  પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યાના સરવાળાને તે તત્વનો દળાંક કહે છે.
  • દળાંકને ‘A’ દ્વારા દર્શાવવામાં આવે છે.
  • ટૂંકમાં, દળાંક (A) = પ્રોટોનની સંખ્યા (p) + ન્યુટ્રોનની સંખ્યા (n)

 

                


કોઈપણ તત્વના પરમાણુને દર્શાવવા માટેની સંજ્ઞા કઈ છે ?

Hide | Show

જવાબ :


જો કોઈ પરમાણુમાં રહેલા ઈલેક્ટ્રોનની સંખ્યા 8 અને પ્રોટોનની સંખ્યા પણ 8 હોય, તો (1) પરમાણુનો પરમાણ્વીય ક્રમાંક કેટલો થાય ? (2) પરમાણુનો વીજભાર કેટલો હશે?

Hide | Show

જવાબ : (1) પરમાણ્વીય ક્રમાંક  (2) વીજભાર = શૂન્ય


ઓક્સિજન અને સલ્ફરના દળાંક શોધો.

Hide | Show

જવાબ :


સમદળીય અથવા સમભારીય તત્વો એટલે શું ?

Hide | Show

જવાબ : જુદા જુદા તત્વોના પરમાણુ કે જેમના પરમાણ્વીય ક્રમાંક અસમાન, પરંતુ પરમાણ્વીય દળાંક સમાન હોય તેવાં તત્વોને સમદળીય અથવા સમભારીય તત્વો કહેવામાં આવે છે.

  • દા. ત.,
  • આ તત્વો જુદાં જુદાં હોવાથી તેમના રાસાયણિક ગુણધર્મો જુદા જુદા હોય છે. માત્ર આ તત્વોના પરમાણુઓમાં ન્યુક્લિઓન્સની કુલ સંખ્યા જ સમાન હોય છે.


સિલિકોન અને ઓક્સિજનનાં ઉદાહરણો વડે સંયોજકતા વ્યાખ્યાયિત કરો.

Hide | Show

જવાબ :  : 2 K, 8 L, 4 M. આમ, સિલિકોનની બાહ્યતમ કક્ષામાં ચાર ઈલેક્ટ્રોન છે. આથી અષ્ટક રચના પ્રાપ્ત કરવા ચાર ઈલેક્ટ્રોનની ભાગીદારી કરશે.  : 2 K, 6 L. આમ, ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં છ ઈલેક્ટ્રોન છે. આથી અષ્ટક રચના પ્રાપ્ત કરવા બે ઈલેક્ટ્રોન મેળવશે અથવા ભાગીદારી કરશે. આમ, કોઈ પણ તત્વની બાહ્યતમ કક્ષામાં અષ્ટક રચના પૂર્ણ કરવા માટે ભાગીદારી કરતાં અથવા વિનિયમ પામતા ઈલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા કહે છે.


પરમાણ્વીય ક્રમાંક વ્યાખ્યાયિત કરો. ઉદાહરણ સહિત સમજાવો.

Hide | Show

જવાબ : કોઈપણ તત્વના પરમાણુના કેન્દ્રમાં હાજર રહેલા પ્રોટોનની સંખ્યાને પરમાણ્વીય ક્રમાંક (Z) કહે છે. ઉદાહરણ : હાઇડ્રોજન માટે  છે, કારણ કે તેના કેન્દ્રમાં એક પ્રોટોન હાજર છે.


દળાંક વ્યાખ્યાયિત કરો. ઉદાહરણ સહિત સમજાવો.

Hide | Show

જવાબ : પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યાના સરવાળાને તત્વનો દળાંક (A) કહે છે.    ઉદાહરણ : એલ્યુમિનિયમનો દળાંક = 13 પ્રોટોન + 14 ન્યુટ્રોન                                       = 27 u


સમસ્થાનિકો વ્યાખ્યાયિત કરો. ઉદાહરણ સહિત સમજાવો.

Hide | Show

જવાબ : એક જ તત્વના જુદા જુદા પરમાણુઓ કે જેમના પરમાણ્વીય ક્રમાંક સમાન, પરંતુ દળાંક અસમાન હોય તેમને સમસ્થાનિકો કહે છે. ઉદાહરણ : હાઇડ્રોજનના ત્રણ સમસ્થાનિક પ્રોટીયમ, ડ્યુટેરિયમ અને ટ્રીટીયમ ધરાવે છે.


સમદળીય વ્યાખ્યાયિત કરો. ઉદાહરણ સહિત સમજાવો.

Hide | Show

જવાબ : જુદાં જુદાં તત્વોના પરમાણુ કે જેમના પરમાણ્વીય ક્રમાંક અસમાન હોય, પરંતુ દળાંક સમાન હોય તેવાં તત્વોને સમદળીય કહે છે. ઉદાહરણ : સમસ્થાનિકોના બે ઉપયોગ નીચે પ્રમાણે છે : (1) કેન્સરની સારવારમાં કોબાલ્ટના એક સમસ્થાનિકનો ઉપયોગ થાય છે. (2) ગોઇટર રોગની સારવારમાં આયોડિનના એક સમસ્થાનિકનો ઉપયોગ થાય છે.


 સંપૂર્ણ ભરાયેલી K અને L કક્ષાઓ ધરાવે છે? સમજાવો.

Hide | Show

જવાબ :  માં ઈલેક્ટ્રોનની સંખ્યા K કક્ષામાં ઈલેક્ટ્રોનની સંખ્યા L કક્ષામાં ઈલેક્ટ્રોનની સંખ્યા આમ, K અને L બંને કક્ષાઓ સંપૂર્ણ ભરાયેલી છે.


જો બ્રોમિન પરમાણુ બે સમસ્થાનિકો  અને  સ્વરૂપે પ્રાપ્ય હોય, તો બ્રોમિન પરમાણુના સરેરાશ પરમાણ્વીય દળની ગણતરી કરી લખો.

Hide | Show

જવાબ : બ્રોમિન પરમાણુનું સરેરાશ પરમાણ્વીય દળ  


તત્વ X ના એક નમૂનાનો સરેરાશ પરમાણ્વીય દળ 16.2 u હોય, તો તે નમૂનામાં બે સમસ્થાનિકો  અને  ના ટકાવાર પ્રમાણ શું છે ?

Hide | Show

જવાબ :


જો  હોય, તો તત્વની સંયોજકતા શું હોઈ શકે ? તત્વનું નામ પણ લખો.

Hide | Show

જવાબ :  ઇલેક્ટ્રોનીય રચના = 2, 1 સંયોજકતા ઈલેક્ટ્રોન = 1, સંયોજકતા = 1 તત્વનું નામ : લિથિયમ (Li)


બે પરમાણ્વીય સ્પીસિઝના કેન્દ્રની રચના નીચે આપેલ છે :

          X  Y

પ્રોટોન = 6  6

ન્યુટ્રોન = 6  8

X અને Y નો દળાંક લખો. બે સ્પીસિઝ વચ્ચેનો સંબંધ દર્શાવો.

Hide | Show

જવાબ : પરમાણુ X નો દળાંક પરમાણુ Y નો દળાંક પરમાણુ X અને Y માટે પરમાણ્વીય ક્રમાંક સમાન, પરંતુ દળાંક અસમાન હોવાથી X અને Y સમસ્થાનિક તત્વો છે.


આયર્નના કુદરતમાં ત્રણ સમસ્થાનિકો  અને  મળે છે; જેમનું પ્રમાણ અનુક્રમે 5 %, 90 % અને 5 % છે; તો આયર્નનું સરેરાશ પરમાણ્વીય દળ શોધો?

Hide | Show

જવાબ : આયર્નનું સરેરાશ પરમાણ્વીય દળ  


તત્વ Y નું સરેરાશ પરમાણ્વીય દળ 35.5 u છે, તો આ તત્વના નમૂનામાં  અને  નું પ્રમાણ શું હશે?

Hide | Show

જવાબ :


નીચે આપેલા પરમાણુઓની બોહર નમૂના પ્રમાણે પરમાણ્વીય ઈલેક્ટ્રોન રચના લખો:

Hide | Show

જવાબ : આપેલા પરમાણુઓનું પરમાણુ બંધારણ નીચે આપેલ છે.


નીચે આપેલા પરમાણુમાં ઈલેક્ટ્રોનની કક્ષાઓમાં ગોઠવણી આપો :

Hide | Show

જવાબ :

તત્વ

પરમાણુ ક્રમાંક

પહેલી કક્ષા

બીજી કક્ષા

ત્રીજી કક્ષા

ચોથી કક્ષા

11

2

8

1

-

13

2

8

3

-

19

2

8

8

1

16

2

8

6

-

8

2

6

 

-


તફાવત લખો : ઈલેક્ટ્રોન અને પ્રોટોન

Hide | Show

જવાબ :

ઈલેક્ટ્રોન

પ્રોટોન

1. આ કણો ઋણ વીજભાર ધરાવે છે. 1. આ કણો ધન વીજભાર ધરાવે છે.
2. તે પરમાણુકેન્દ્રની આસપાસ જુદી જુદી કક્ષાઓમાં ભ્રમણ કરે છે. 2. તે પરમાણુના કેન્દ્રમાં આવેલા છે.
3. તેનું વજન પ્રોટોનના વજનની સરખામણીમાં નહિવત છે. 3. તેનું વજન ઈલેક્ટ્રોનના વજન ઈલેક્ટ્રોનના વજન કરતાં લગભગ 1836 ગણું છે.


તફાવત લખો : પ્રોટોન અને ન્યુટ્રોન

Hide | Show

જવાબ :

પ્રોટોન

ન્યુટ્રોન

1. આ કણો ધન વીજભાર ધરાવે છે. 1. આ કણો કોઈ પણ પ્રકારનો વીજભાર ધરાવતા નથી.
2. એક જ તત્વના જુદા જુદા પરમાણુઓમાં પ્રોટોનની સંખ્યા સમાન હોય છે. 2. એક જ તત્વના જુદા જુદા પરમાણુઓમાં ન્યુટ્રોનની સમાન ન પણ હોઈ શકે. દા. ત., સમસ્થાનિકો


તફાવત લખો : પરમાણ્વીય ક્રમાંક અને પરમાણ્વીય દળાંક

Hide | Show

જવાબ :

પરમાણ્વીય ક્રમાંક

પરમાણ્વીય દળાંક

1. તત્વના પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન (અથવા કેન્દ્રની આસપાસ કક્ષાઓમાં રહેલા ઈલેક્ટ્રોન) ની સંખ્યાને તત્વનો પરમાણ્વીય ક્રમાંક કહે છે. 1. તત્વના પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાને તત્વનો પરમાણ્વીય દળાંક કહે છે.
2. તેને સંજ્ઞા Z દ્વારા દર્શાવાય છે. 2. તેને સંજ્ઞા A દ્વારા દર્શાવાય છે.
3. તત્વના પરમાણુઓના સમસ્થાનિકોનો પરમાણ્વીય ક્રમાંક બદલાતો નથી. 3. તત્વના પરમાણુઓના સમસ્થાનિકોનો પરમાણ્વીય દળાંક જુદો જુદો હોય છે.


પરમાણુ અવિભાજ્ય ન હોવાના સંકેત શું છે ?

Hide | Show

જવાબ : પરમાણુ અવિભાજ્ય ન હોવાના સંકેત સ્થિર વિદ્યુત અને જુદા જુદા પદાર્થોની વિદ્યુતના વહનની પરિસ્થિતિ છે.


કેનાલ કિરણો ક્યા પ્રકારનાં વિકિરણો છે ?

Hide | Show

જવાબ : કેનાલ કિરણો ધન વીજભાર વિકિરણો છે.


પરમાણુમાં પ્રોટોન અને ઈલેક્ટ્રોનનું સ્થાન શું હોય છે ?

Hide | Show

જવાબ : પરમાણુમાં પ્રોટોન કેન્દ્રમાં, જયારે ઈલેક્ટ્રોન કેન્દ્રની બહાર કક્ષામાં પરીભ્રમણ કરે છે.


પરમાણુનું બંધારણ સમજવા ક્યાં ક્યાં નમૂના રજૂ કરવામાં આવ્યા હતા ?

Hide | Show

જવાબ : પરમાણુનું બંધારણ સમજવા માટે (1) થોમસનનો પરમાણુ નમૂનો, (2) રુથરફોર્ડનો પરમાણુ નમૂનો અને (3) નીલ્સ બોહરનો પરમાણુ નમૂનો એમ ત્રણ નમૂના રજૂ કરવામાં આવ્યા હતા.


થોમસનના મત અનુસાર પરમાણુ શેનો બનેલો છે ?

Hide | Show

જવાબ : થોમસનના મત અનુસાર પરમાણુ ધનભારિત ગોળાનો બનેલો છે અને તેમાં ઇલેક્ટ્રોન જડિત થયેલા છે.


α – કણો શું છે ?

Hide | Show

જવાબ :  કણો દ્વિવિજભારિત હિલિયમ આયનો  છે.


કણ પ્રકિર્ણનના પ્રયોગમાં કેટલા કણો  ના ખૂણે વિચલિત થાય છે ?

Hide | Show

જવાબ : કણ પ્રકિર્ણનના પ્રયોગમાં દર  કણો માંથી એક કણ  ના ખૂણે વિચલિત થાય છે.


કક્ષામાં હાજર રહેલા ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા શોધવાનું સૂત્ર શું છે ?

Hide | Show

જવાબ : કક્ષામાં હાજર રહેલા ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા શોધવાનું સૂત્ર  જ્યાં, કક્ષાનો ક્રમ


ક્યા વૈજ્ઞાનિકોએ પરમાણુની વિભિન્ન કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની વહેંચણી સૂચવી હતી ?

Hide | Show

જવાબ : બોહર અને બરી નામના વૈજ્ઞાનિકોએ પરમાણુની વિભિન્ન કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની વહેંચણી સૂચવી હતી.


તત્વ X ની K કક્ષામાં 2 અને L કક્ષામાં 6 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય, તો તત્વનો પરમાણ્વીય ક્રમાંક આપો.

Hide | Show

જવાબ :


ક્લોરિન, સોડિયમ અને સિલિકોનની ઇલેક્ટ્રોન – રચના જણાવી, તેની સંયોજકતા લખો.

Hide | Show

જવાબ :

તત્વ

ઇલેક્ટ્રોન – રચના

સંયોજકતા

ક્લોરિન

2, 8, 7

1

સોડિયમ

2, 8, 1

1

સિલિકોન

2, 8, 4

4


મેગ્નેશિયમ, નિયોન અને સલ્ફરની ઇલેક્ટ્રોન – રચના જણાવી, તેની સંયોજકતા લખો.

Hide | Show

જવાબ :

તત્વ

ઇલેક્ટ્રોન – રચના

સંયોજકતા

મેગ્નેશિયમ

2, 8, 2

2

નિયોન

2, 8

0

સલ્ફર

2, 8, 6

6 અથવા 2


રેડોન એ નિષ્ક્રિય વાયુ તત્વ છે, જેનો એક સમસ્થાનિક  છે, તો આ સમસ્થાનિકમાં પ્રોટોન, ન્યૂટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો.

Hide | Show

જવાબ :  માં પરમાણ્વીય ક્રમાંક પ્રોટોનની સંખ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા ન્યૂટ્રોનની સંખ્યા


પરમાણ્વીય ક્રમાંક એટલે શું ?

Hide | Show

જવાબ : તત્વના તટસ્થ પરમાણુમાં રહેલા પ્રોટોન અથવા ઇલેક્ટ્રોનની સંખ્યાને પરમાણ્વીય ક્રમાંક કહે છે.


પરમાણ્વીય દળાંક એટલે શું ?

Hide | Show

જવાબ : તત્વના પરમાણુ કેન્દ્રમાં રહેલા પ્રોટોન (p) અને ન્યૂટ્રોન (n) ની સંખ્યાના સરવાળાને પરમાણ્વીય દળાંક કહે છે.


વ્યાખ્યા આપો : સમસ્થાનિક

Hide | Show

જવાબ : એક જ તત્વના જુદા જુદા પરમાણુઑ કે જેના પરમાણ્વીય ક્રમાંક સરખા હોય, પરંતુ પરમાણ્વીય દળાંક જુદા જુદા હોય, તો તેવા પરમાણુઓને એકબીજાના સમસ્થાનિક કહે છે. (અથવા એક જ તત્વના જુદા જુદા પરમાણુઓ કે જેમાં પ્રોટોનની સંખ્યા સરખી હોય, પરંતુ ન્યૂટ્રોનની સંખ્યા જુદી જુદી હોય તેવા પરમાણુઓને એકબીજા સમસ્થાનિક કહે છે.)


સ્થિર કક્ષાની વ્યાખ્યા જણાવો.

Hide | Show

જવાબ : કોઈપણ પરમાણુના પરમાણુ કેન્દ્રની આસપાસની કક્ષા કે જેમાં ભ્રમણ કરતો ઇલેક્ટ્રોન ઊર્જા ગુમાવતો ન હોય તે કક્ષાને સ્થિર કક્ષા કહે છે.


સંયોજકતા એટલે શું ?

Hide | Show

જવાબ : સંયોજકતા કક્ષામાના અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યાને તે પરમાણુની સંયોજકતા કહે છે.


પરમાણુના બંધારણ વિશેના પ્રાથમિક ખ્યાલ સમજાવો. અથવા પરમાણુના અવપરમાણ્વીય કણો સમજાવો.

Hide | Show

જવાબ : પરમાણુના બંધારણ વિશેનો અભ્યાસ જે. જે. થોમસન અને ઈ. ગોલ્ડસ્ટીને કર્યો હતો.

  • ઈ. સ. 1886 માં ઈ. ગોલ્ડસ્ટીને વાયુવિભાર નળીનો પ્રયોગ કરેલો હતો.
  • આ પ્રયોગ દરમિયાન તેમને વાયુવિભાર નળીમાં ધન વીજભારીત વિકિરણોની નોંધ લીધી હતી.
  • આ ધ્યાન વીજભારીત વિકિરણ (શક્તિનો તરંગ સ્વરૂપે સંચાર) ને કેનાલ કિરણો તરીકે ઓળખવામાં આવે છે. જે આખરે અન્ય અવપરમાણ્વીય કણોની શોધ કરવામાં ઉપયોગી છે.
  • ઈ. સ. 1900 ના સમયગાળા દરમિયાન એવુ જાણવા મળ્યું કે પરમાણુ સામાન્ય તેમજ અવિભાજ્ય નથી, પરંતુ તે ઓછામાં ઓછો એક અવપરમાણ્વીય કણ ધરાવે છે.
  • જે. જે. થોમસન નામના વૈજ્ઞાનીકે આ અવપરમાણ્વીય કણની ઓળખમાં તેને ઈલેક્ટ્રોન તરીકે નામ આપ્યું.
  • પ્રોટોનના વીજભારની તીવ્રતા ઈલેક્ટ્રોન જેટલી પરંતુ ચિન્હ વિરુદ્વ હતું.
  • પ્રોટોનનું દળ ઈલેક્ટ્રોનના દળ કરતાં આશરે 2000 ગણું વધારે છે.
  • સામાન્ય રીતે ઈલેક્ટ્રોનને e- અને પ્રોટોનને p+ સંજ્ઞા વડે દર્શાવાય છે.
  • પ્રોટોનનું દળ એક એકમ અને તેનો વીજભાર +1 લેવામાં આવે છે.
  • ઈલેક્ટ્રોનનું દળ નહિવત (અવગણી શકાય તેવું) અને વીજભાર -1 લેવામાં આવે છે.
  • આમ, પરમાણુ પ્રોટોન અને ઈલેક્ટ્રોનનો બનેલો છે, જે પરસ્પર એકબીજાના વીજભારને સમતોલિત કરે છે. આથી પરમાણુ વીજભારની દ્વષ્ટિએ તટસ્થ હોય છે
  • પરમાણુના અંદરના ભાગમાં પ્રોટોન હોય છે. તેથી પ્રોટોનને સહેલાઇથી દૂર કરી શકતો નથી. જયારે ઈલેક્ટ્રોન કેન્દ્રની બહારના ભાગમાં હોવાથી તેને સહેલાઇથી દુર કરી શકાય છે.


થોમસનનો પરમાણુ નમૂનો ટૂંકમાં સમજાવો. અથવા થોમસનનો પરમાણુ નમૂનો સમજાવી, તે અન્ય ક્યાં ક્યા નામથી પ્રચલિત છે તે લખો.

Hide | Show

જવાબ : સૌપ્રથમ જે. જે. થોમસને ઈ. સ. 1898 માં સૂચવ્યું કે, પરમાણુ ગોલીય આકાર ધરાવે છે. પરમાણુની ત્રિજ્યા આશરે  મીટર જેટલી હોય છે.

​​​​​​​

  • થોમસનના મત અનુસાર, પરમાણુ ધન વીજભારીત ગોળો છે અને તેમાં ઈલેક્ટ્રોન જડિત થયેલા હોય છે.
  • આ નમૂનો ક્રિસમસ કેકને મળતો આવે છે. જેમ ક્રિસમસ કેકમાં સૂકી દ્વાક્ષ ગોઠવાયેલી હોય છે તેમ પરમાણુમાં ઈલેક્ટ્રોન આવેલા હોય છે.
  • આ નમૂનો સમજવા માટે તરબૂચનું ઉદાહરણ પણ લઇ શકાય છે. જેમાં તરબૂચના લાલ ભાગમાં પ્રોટોન સમગ્ર રીતે ગોઠવાયેલા છે અને ઈલેક્ટ્રોન એ લાલ ભાગમાં રહેલા કાળા બીજની જેમ ગોઠવાયેલા હોય છે.
  • ઉપરાંત, થોમસને કહ્યું કે પરમાણુમાં ઋણભાર અને ધનભાર સમાન માત્રામાં હોય છે. તેથી પરમાણુ વીજભારની દ્વષ્ટિએ તટસ્થ હોય છે.​​​​​​​
  • આ નમૂનો જુદા જુદા નામો જેવા કે પ્લમ પુડિંગ, રાઝન પુડિંગ અથવા તરબૂચ નમૂનાથી પ્રચલિત છે.


રુથરફોર્ડનો પ્રયોગ ટૂંકમાં લખી, આ પ્રયોગનાં અવલોકનો જણાવો. અથવા  કણ પ્રકીર્ણનનો પ્રયોગ સમજાવો.

Hide | Show

જવાબ : રુથરફોર્ડનો પ્રયોગ : રુથરફોર્ડે સોનાના પાતળા વરખ પર ઝડપથી ગતિ કરતાં આલ્ફા  કણોનો મારો ચલાવ્યો. આ માટે તેમણે સોનાના 1000 પરમાણુ ધરાવતો અર્થાત લગભગ 100 nm જાડાઈ ધરાવતો વરખ પસંદ કર્યો હતો.

​​​​​​​

  • આલ્ફા કણનું સૂત્ર  છે. તે દ્વિવીજભારીત હિલિયમ આયન છે. તેનું દળ 4 u હોય છે.
  • ઝડપથી ગતિ કરતા આલ્ફા કણો નોંધપાત્ર ઊર્જા ધરાવે છે.
  • રુથરફોર્ડે એવુ અનુમાન કર્યું હતું કે સોનાના પરમાણુઓમાં રહેલા અવપરમાણ્વીય કણો વડે  કણો વિચલન પામશે. અહી પ્રોટોન કરતાં  કણો ભારે હોવાથી વધુ વિચલનની અપેક્ષા ન હતી.
  • પરંતુ  કણ પ્રકીર્ણનના પ્રયોગમાં મળેલાં અવલોકનો તદન અનઅપેક્ષિત હતાં, જે નીચે આપ્યા છે :

અવલોકનો :  (1) ઝડપથી ગતિ કરતા  કણો સોનાના વરખમાંથી સીધેસીધા જ પસાર થઇ જાય છે.

(2) કેટલાંક  કણોનું સોનાના વરખ વડે ઓછા અંશના ખૂણે વિચલન થાય છે.

​​​​​​​(3) દર 12,૦૦૦  કણો પૈકી એક  કણ 180° ના ખૂણે અથડાઈને પાછો ફરે છે.


રુથરફોર્ડના  કણ પ્રકીર્ણનના પ્રયોગનાં તારણો સમજાવો. અથવા  કણ પ્રકીર્ણનના પ્રયોગનાં ફલિતાર્થ સમજાવો.

Hide | Show

જવાબ : રુથરફોર્ડના α – કણ પ્રકીર્ણનના પ્રયોગનાં તારણો (ફલિતાર્થ) નીચે જણાવ્યા મુજબ છે :

  • સોનાના વરખમાંથી મોટા ભાગના α – કણોનું વિચલન પામ્યા વગર સીધા જ પસાર થઇ જતાં હોવાથી કહી શકાય કે, પરમાણુનો મોટા ભાગનો વિસ્તાર ખાલી છે. અર્થાત પરમાણુ મહદઅંશે પોલો છે.
  • ખુબ જ થોડા α – કણો પોતાના માર્ગમાંથી વિચલન પામે છે, જે બતાવે છે કે પરમાણુમાં ધન વીજભારીત ભાગ એ ખૂબ જ ઓછી જગ્યામાં રોકાયલ છે.
  • અતિશય ઓછી માત્રામાં α – કણોનું 180° ખૂણે વિચલન થયા હતા, જે બતાવે છે કે સોનાના પરમાણુનો સંપૂર્ણ ધન વીજભારીત ભાગ અને દળ પરમાણુના અંદરના ભાગમાં ખૂબ જ ઓછી જગ્યામાં સંકેન્દ્રિત થયેલું છે.
  • રુથરફોર્ડે ગણતરીથી શોધ્યું કે, પરમાણુની ત્રિજ્યા કરતાં તેના કેન્દ્રની ત્રિજ્યા  ગણી ઓછી છે.


નીલ્સ બોહરે રજૂ કરેલ પરમાણુ બંધારણ અંગેની અભિધારણાઓ આપો. અથવા બોહરનો પરમાણુનો નમૂનો સમજાવો.

Hide | Show

જવાબ : નીલ્સ બોહરે પરમાણુ બંધારણ વિષે નીચે મુજબની અભિધારણાઓ આપી છે :

  • પરમાણુમાં ઈલેક્ટ્રોનની સ્વતંત્ર કક્ષાઓ તરીકે ઓળખાતી અમુક કક્ષાઓને માન્યકક્ષાઓ તરીકે સ્વીકાર્ય કરવામાં આવેલ છે.
  • સ્વતંત્ર કક્ષાઓ (માન્ય કક્ષાઓ) માં પરીભ્રમણ દરમિયાન ઈલેક્ટ્રોન વિકિરણ સ્વરૂપે ઊર્જા મુક્ત કરતાં નથી.
  • આ કક્ષાઓ અથવા કોશને ઊર્જાસ્તર તરીકે નામ આપવામાં આવ્યું છે. જેમને K, L, M, N અક્ષરો વડે અથવા  સંખ્યાઓ વડે દર્શાવવામાં આવે છે.


પરમાણુની જુદી જુદી કક્ષાઓમાં ઈલેક્ટ્રોનની વહેંચણી ક્યા વૈજ્ઞાનિકોએ સૂચવી ? જુદા જુદા ઊર્જાસ્તરમ ઈલેક્ટ્રોનની સંખ્યા દર્શાવવા માટેના નિયમો જણાવો.

અથવા

પ્રથમ અઢાર તત્વોની વિવિધ કોશોમાં ઈલેક્ટ્રોનની વહેંચણીના નિયમો લખો.

Hide | Show

જવાબ : પરમાણુની જુદી જુદી કક્ષાઓમાં ઈલેક્ટ્રોનની વહેંચણી બોહર અને બરી નામના વૈજ્ઞાનિકોએ આપી હતી.

  • જુદા જુદા ઊર્જા સ્તર અથવા કોશમાં ઈલેક્ટ્રોનની સંખ્યા દર્શાવવા માટે નીચે આપેલ નિયમો અનુસરવામાં આવે છે :
(1) કક્ષામાં હાજર રહેલા ઈલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા  સૂત્ર વડે દર્શાવાય છે. જ્યાં,  કક્ષાનો અથવા ઊર્જાસ્તરનો ક્રમ 1, 2, 3,.... છે.

આમ, જુદી જુદી કક્ષાઓમાં રહેલા ઈલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા નીચે આપ્યા મુજબ છે :

  • પ્રથમ કક્ષા અથવા K કોશમાં મહત્તમ
  • બીજી કક્ષા અથવા L કોશમાં મહત્તમ
  • ત્રીજી કક્ષા અથવા M કોશમાં મહત્તમ
  • ચોથી કક્ષા અથવા N કોશમાં મહત્તમ  અને તેવી જ રીતે આગળની કક્ષાઓમાં ઈલેક્ટ્રોન ગોઠવી શકાય.

(2) સૌથી બહારની કક્ષામાં મહત્તમ 8 ઈલેક્ટ્રોન સમાવી શકાય છે.

(3) પરમાણુમાં જ્યાં સુધી અંદરની કક્ષાઓમાં ઈલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાઈ ન જાય ત્યાં સુધી ઈલેક્ટ્રોન બહારની કક્ષાઓમાં દાખલ થતા નથી. ટૂંકમાં, કક્ષાઓ ઈલેક્ટ્રોનથી તબક્કાવાર ભરાય છે.


પ્રથમ અઢાર તત્વોના પરમાણ્વીય બંધારણ જણાવો.

Hide | Show

જવાબ : પ્રથમ અઢાર તત્વોના પરમાણ્વીય બંધારણ નીચે આપ્યા મુજબ છે :

​​​​​​​


સંયોજકતા વિશે નોંધ લખો.

Hide | Show

જવાબ : પરમાણુની સૌથી બહારની (બાહ્યત્તમ) કક્ષામાં રહેલા ઈલેકટ્રોનની સંખ્યાને સંયોજકતા ઇલેક્ટ્રોન કહે છે અને તે કક્ષાને સંયોજકતા કહે છે.

  • સંયોજકતા કક્ષામાના અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યાને તે પરમાણુની સંયોજકતા કહે છે.
  • દરેક તત્વનો પરમાણુ અન્ય તત્વના પરમાણુ સાથે સંયોજાવા માટેની નિશ્ચિત ક્ષમતા ધરાવે છે, જેને સંયોજકતા કહે છે.
  • કોઈ પણ પરમાણુની બાહ્યતમ કક્ષામાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય છે.
  • જે તત્વોની બાહ્યત્તમ કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી હોય તેવાં તત્વોના પરમાણુઓ ખૂબ જ ઓછી રાસાયણિક સક્રિયતા બતાવે છે. એવાં તત્વોના પરમાણુઓની અન્ય તત્વોના પરમાણુઓ સાથે સંયોજાવાની ક્ષમતા અથવા સંયોજકતા શૂન્ય હોય છે.
  • તે તત્વોની સંયોજકતા શૂન્ય હોય તેવાં તત્વોને નિષ્ક્રિય તત્વો કહે છે. નિષ્ક્રિય તત્વો માંથી માત્ર હિલિયમની બાહ્યતમ કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન છે.
  • દરેક તત્વનો પરમાણુ બાહ્યતમ કક્ષામાં અષ્ટક રચના પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. આ માટે તે પરમાણુ અન્ય તત્વના પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી અથવા આપ – લે કરે છે.​​​​​​​
  • બે કે તેથી વધુ તત્વોના પરમાણુની બાહ્યતમ કક્ષામાં ભાગીદારી કરતાં અથવા વિનિયમ કરતાં ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા કહે છે.


તત્વની સંયોજકતા કેવી રીતે નક્કી કરી શકાય છે. ઉદાહરણ આપી જણાવો.

Hide | Show

જવાબ : કોઈપણ તત્વની સંયોજકતા બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા વડે નક્કી થાય છે.

દા. ત., (1) હાઈડ્રોજન, લિથિયમ કે સોડિયમ તત્વના પરમાણુઓ બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન ધરાવે છે. આથી આ તત્વો એક ઇલેક્ટ્રોન ગુમાવી શકે છે. તેથી તેમની સંયોજકતા એક છે તેમ કહી શકાય.

(2) મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમની સંયોજકતા અનુક્રમે બે અને ત્રણ છે.

​​​​​​​જ્યારે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 5 થી 7 હોય, ત્યારે સૌથી બહારની કક્ષામાં અષ્ટક પૂર્ણ કરવા જોઈતા ઇલેક્ટ્રોનની સંખ્યા સંયોજકતા બને છે. જેમ કે, ઓક્સિજનના પરમાણુની બહારની કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોવાથી અષ્ટક પૂર્ણ કરવા 2 ઇલેક્ટ્રોન જોઈએ. તેથી ઓક્સિજનની સંયોજકતા 2 થાય. ક્લોરિનના પરમાણુની સૌથી બહારની કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોવાથી અષ્ટક પૂર્ણ કરવા 1 ઇલેક્ટ્રોન જોઈએ, તેથી ક્લોરિનની સંયોજકતા 1 છે.


પરમાણ્વીય ક્રમાંક એટલે શું ? તેની લાક્ષણીકતાઓ લખો.

Hide | Show

જવાબ : પરમાણ્વીય ક્રમાંક : કોઈ પણ તત્વના પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને પરમાણ્વીય ક્રમાંક કહે છે.

  • પરમાણ્વીય ક્રમાંકને ‘Z’ દ્વારા દર્શાવવામાં આવે છે.
  • કોઈ પણ પરમાણુના કેન્દ્રમાં જેટલા પ્રોટોન હોય તેટલા જ સંખ્યામાં ઈલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ પરીભ્રમણ કરતાં હોય છે. તેથી પરમાણુ વીજભારની દ્વષ્ટિએ તટસ્થ હોય છે.
  • આમ, પરમાણ્વીય ક્રમાંક (Z) = કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા (p)

= કેન્દ્રની ફરતે પરિભ્રમણ કરતાં ઈલેક્ટ્રોનની સંખ્યા

દા. ત., હાઇડ્રોજન માટે Z = 1 છે, કારણ કે હાઇડ્રોજનના કેન્દ્રમાં 1 પ્રોટોન હાજર છે. કાર્બન માટે Z = 6 છે, કારણ કે કાર્બનની કક્ષામાં 6 ઈલેક્ટ્રોન હાજર છે.

પરમાણ્વીય ક્રમાંકની લાક્ષણીકતા : કોઈપણ તત્વના બધા જ પરમાણુઓ માટે પરમાણ્વીય ક્રમાંક (Z) સમાન જ હોય છે.

પરમાણ્વીય ક્રમાંક હંમેશા ધન પૂર્ણાંક જ હોય છે.


સમસ્થાનિકો વિશે ટૂંક નોંધ લખો.

Hide | Show

જવાબ : કુદરતમાં અમુક એવાં તત્વો અસ્તિત્વ ધરાવે છે કે જેઓના પરમાણ્વીય ક્રમાંક સામન, પરંતુ દળાંક અસમાન હોય છે. દા. ત.,

(1) હાઇડ્રોજન પરમાણુ ત્રણ અલગ અલગ પરમાણ્વીય ઘટકો ધરાવે છે. જે અનુક્રમે પ્રોટીયમ  ડ્યુટેરિયમ  અને ટ્રીટીયમ  છે. આ દરેકના પરમાણ્વીય ક્રમાંક 1 છે, પરંતુ દળાંક અનુક્રમે 1, 2 અને 3 છે.

(2) કાર્બન :  

(3) ક્લોરીન :  

વ્યાખ્યા :  સમાન તત્વના જુદા જુદા પરમાણુઓ કે જેમના પરમાણ્વીય ક્રમાંક સમાન, પરંતુ દળાંક અસમાન હોય તેમને સમસ્થાનિકો કહે છે.

  • ઘણાં તત્વો સમસ્થાનિકોનું મિશ્રણ ધરાવતાં હોય છે. તત્વનો દરેક સમસ્થાનિક એક શુદ્વ પદાર્થ છે.​​​​​​​
  • સમસ્થાનિકોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે, પરંતુ તેઓના ભૌતિક ગુણધર્મો અલગ અલગ હોય છે.


જે તત્વો સમસ્થાનિક ધરાવતા હોય તે તત્વોનું પરમાણ્વીય દળ કઈ રીતે નક્કી કરી શકાય છે ?

Hide | Show

જવાબ : કોઈપણ કુદરતી તત્વના પરમાણુનું દળ એ તે તત્વના કુદરતી રીતે મળતા તમામ પરમાણુઓના દળના સરેરાશ જેટલું હોય છે.

  • જો તત્વને કોઈ સમસ્થાનિક  હોય તો તે તત્વનું દળ તેના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યાના સરવાળા જેટલું હોય છે.
  • પરંતુ જે તત્વ સમસ્થાનિક સ્વરૂપે મળે તો દરેક સમસ્થાનિક સ્વરૂપના ટકાવાર પ્રમાણ પરથી સરેરાશ પરમાણ્વીય દળની ગણતરી કરવામાં આવે છે. જે નીચે બતાવ્યા મુજબ  છે.
  • જો સમસ્થાનિક સ્વરૂપનું ટકાવાર પ્રમાણ m : n અને પરમાણ્વીય દળ અનુક્રમે a અને b હોય તો

સરેરાશ પરમાણ્વીય દળ

દા. ત., ક્લોરિનના બે સમસ્થાનિકો  નું પ્રમાણ 75 : 25 હોય, તો

Cl નો સરેરાશ પરમાણ્વીય દળ

                                 

આમ, Clનું સરેરાશ પરમાણ્વીય દળ 35.5 u છે. આનો અર્થ એમ નથી કે ક્લોરિનનો કોઈ પણ પરમાણુ અપૂર્ણાંક દળ ધરાવે છે. આનો અર્થ એમ થાય છે કે જો ચોક્કસ માત્રામાં ક્લોરિન લેવામાં આવે અને તેમાં ક્લોરિનના બંને સમસ્થાનિકોનો સમાવેશ થાય તેનું સરેરાશ પરમાણ્વીય દળ 35.5 u હશે.


સમસ્થાનિકોના અનુપ્રયોગ લખો.

Hide | Show

જવાબ : એક જ તત્વના તમામ સમસ્થાનિકોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે.

  • અમુક સમસ્થાનિકો વિશિષ્ટ ગુણધર્મો ધરાવે છે, જેનો ઉપયોગ અલગ અલગ ક્ષેત્રોમાં થાય છે.
  • સમસ્થાનિકોના અનુપ્રયોગો નીચે આપ્યા મુજબ છે :
(1) પરમાણુ ભઠ્ઠીમાં બળતણ સ્વરૂપે યુરેનિયમના સમસ્થાનિકનો ઉપયોગ થાય છે. (2) કોબાલ્ટનો એક સમસ્થાનિક કેન્સરની સારવારમાં વપરાય છે. (3) ગોઇટર (Goitre) રોગની સારવારમાં આયોડિનના એક સમસ્થાનિકનો ઉપયોગ થાય છે.


H, T અને D દરેક સંજ્ઞા માટે તેમાં રહેલા અવપરમાણ્વીય કણો માટે યોગ્ય કોષ્ટક બનાવો.

Hide | Show

જવાબ :

અવપરમાણ્વીય કણો

હાઇડ્રોજન (H)

ડ્યુટેરિયમ (D)

ટ્રીટીયમ (T)

ઈલેક્ટ્રોન

1

1

1

પ્રોટોન

1

1

1

ન્યુટ્રોન

1

2


સમસ્થાનિકો અને સમદળીયની કોઈ પણ એક જોડની ઇલેક્ટ્રોનીય રચના જણાવો.

Hide | Show

જવાબ :

 

જોડ

ઇલેક્ટ્રોનીય રચના

સમસ્થાનિકો

2, 4

સમદળીય

2, 8 અને 2, 8, 1


ઈલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનના ગુણધર્મોની સરખામણી કરો.

Hide | Show

જવાબ :

ઈલેક્ટ્રોન

પ્રોટોન

ન્યુટ્રોન

  • ઋણ વીજભારીત અવપરમાણ્વીય કણ
  • દળ અવગણી શકાય તેવું (પ્રોટોન કરતાં 1800 ગણો હલકો)
  • તે ધનભારિત કણો તરફ આકર્ષણ પામે છે.
  • કેન્દ્રની બહારના ભાગમાં પરીભ્રમણ કરે છે.
  • ધન વીજભારીત અવપરમાણ્વીય કણ
  • તેનું દળ 1 amu છે.
  • તે ઋણભારીત કણો તરફ આકર્ષણ પામે છે.
  • કેન્દ્રમાં રહેલા કણ છે.
  • વીજભાર રહીત અવપરમાણ્વીય કણ
  • તેનું દળ 1 amu છે.
  • તે વીજભાર રહિત હોવાથી આકર્ષણ ધરાવતાં નથી.
  • કેન્દ્રમાં રહેલા કણ છે.


આ પ્રકરણમાં રજુ થયેલા પરમાણુના નમૂનાઓની સરખામણી કરો.

Hide | Show

જવાબ :

થોમસનનો પરમાણુ નમૂનો

રુથરફોર્ડનો પરમાણુ નમૂનો

બોહરનો પરમાણુ નમૂનો

  • પરમાણુ ધનભારિત ગોળાનો બનેલો છે અને તેમાં ઈલેક્ટ્રોન જડિત થયેલા છે.
  • પરમાણુમાં ઋણભાર અને ધનભાર સમાન માત્રામાં હોય છે. તેથી પરમાણુ વીજભારની દ્વષ્ટિએ તટસ્થ હોય છે.
  • પરમાણુમાં રહેલા ધનભારિત કેન્દ્રને પરમાણુનું કેન્દ્ર કહે છે. તેમાં પરમાણુનું સમગ્ર દળ સમાયેલું હોય છે.
  • ઈલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ નિશ્ચિત કક્ષાઓમાં ભ્રમણ કરે છે.
  • પરમાણુના કદની સાપેક્ષે તેનું કેન્દ્ર ખૂબ જ નાનું હોય છે.
  • ઈલેક્ટ્રોન અમુક માન્ય કક્ષાઓમાં પરિભ્રમણ કરે છે, તેને ઊર્જાસ્તર કહે છે.
  • સ્વતંત્ર (માન્ય) કક્ષાઓમાં પરિભ્રમણ દરમિયાન ઈલેક્ટ્રોન વિકિરણ સ્વરૂપે ઊર્જા મુક્ત કરતા નથી.
  • આ કક્ષાઓને K, L, M, N ... વગેરે વડે દર્શાવાય છે. ​​​​​​​


નીચે આપેલ કોષ્ટક પૂર્ણ કરો.

પરમાણ્વીય ક્રમાંકો

દળાંક

ન્યુટ્રોનની સંખ્યા

પ્રોટોનની સંખ્યા

ઈલેક્ટ્રોનની સંખ્યા

પરમાણ્વીય ઘટકનું નામ

9

-

10

-

-

-

16

32

-

-

-

સલ્ફર

-

24

-

12

-

-

-

2

-

1

-

-

-

1

1

-

Hide | Show

જવાબ :

પરમાણ્વીય ક્રમાંકો

દળાંક

ન્યુટ્રોનની સંખ્યા

પ્રોટોનની સંખ્યા

ઈલેક્ટ્રોનની સંખ્યા

પરમાણ્વીય ઘટકનું નામ

9

19

10

9

9

ફલોરિન

16

32

16

16

16

સલ્ફર

12

24

12

12

12

મેગ્નેશિયમ

1

2

1

1

1

ડ્યુટેરિયમ

1

1

1

 આયન


There are No Content Availble For this Chapter

Take a Test

Choose your Test :

પરમાણુનું બંધારણ

રસાયણવિજ્ઞાન

Browse & Download GSEB Books For ધોરણ ૦૯ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.