GSEB Solutions for ધોરણ ૦૯ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

પંચતત્વોમાં ક્યાં ક્યાં તત્વોની સમાવેશ કરવામાં આવે છે ?

Hide | Show

જવાબ : પંચતત્વોમાં વાયુ, પૃથ્વી, અગ્નિ, આકાશ અને પાણી એમ પાંચ તત્વોને આવરી લેવામાં આવે છે.


દ્વવ્યની વ્યાખ્યા આપો?

Hide | Show

જવાબ : જે વસ્તુ જગ્યા રોકે અને દળ ધરાવે તેને દ્વવ્ય કહે છે.


દ્વવ્ય શેનું બનેલું છે ?

Hide | Show

જવાબ : દ્વવ્ય અતિસૂક્ષ્મ કણોનું બનેલું હોય છે.


તાપમાન વધતાં કણોની ગતિજ ઊર્જામાં શું ફેરફાર જોવા મળે છે ?

Hide | Show

જવાબ : તાપમાન વધતાં કણોની ગતિજ ઊર્જામાં વધારો થાય છે.


દ્વવ્યના કણો શા માટે એકબીજામાં આંતરમિશ્રિત થયેલા હોય છે ?

Hide | Show

જવાબ : દ્વવ્યના કણો શા માટે એકબીજામાં આંતરમિશ્રિત થયેલા હોય છે કારણ કે એક દ્વવ્યના કણો વચ્ચેના અવકાશમાં બીજા દ્વવ્યના કણો ગોઠવાય છે અને સમાન રીતે મિશ્ર થાય છે.


લોખંડની ખીલી, ચોકનો ટુકડો અને રબળ – બેન્ડ આ ત્રણેય પદાર્થોને આંતરઆણ્વિય આકર્ષક બળની પ્રબળતાના ક્રમમાં લખો.

Hide | Show

જવાબ : રબળ – બેન્ડ < ચોકનો ટુકડો < લોખંડની ખીલી


નીચે આપેલા પદાર્થોને દ્વવ્યની અવસ્થા પ્રમાણે વર્ગીકૃત કરો.

સ્ટીલ, રુધિર, હવા, તેલ, મધ, ચોક, કાર્બન ડાયોકસાઈડ, આયોડિન, કેરોસીન, LPG, CNG, નાઇટ્રોજન અને અસ્થિ

Hide | Show

જવાબ : ઘન : સ્ટીલ, ચોક, આયોડિન પ્રવાહી : રુધિર, તેલ, મધ, કેરોસીન, LPG, CNG વાયુ : હવા, કાર્બન ડાયોકસાઈડ, નાઇટ્રોજન, અસ્થિ


દ્વવ્યની કઈ અવસ્થામાં સપાટી પરના અણુઓ સ્થિર હોતા નથી ?

Hide | Show

જવાબ : દ્વવ્યની પ્રવાહી અવસ્થામાં સપાટી પરના અણુઓ સ્થિર હોતા નથી.


દ્વવ્યની અવસ્થાઓને (a) પ્રસરણ- વેગ (b) કણની ગતિના આધારે ચડતા ક્રમમાં ગોઠવો.

Hide | Show

જવાબ : (a) પ્રસરણ – વેગ : ઘન  પ્રવાહી  વાયુ (b) કણની ગતિ : ઘન  પ્રવાહી  વાયુ


લાકડાનો ટુકડો, પાણી અને ઓક્સિજનને નીચેના ગુણધર્મોને આધારે ચડતા ક્રમમાં લખો.

(a) સંકોચનીયતા (b) કણની ગતિ (c) દ્રઢતા

Hide | Show

જવાબ : (a) સંકોચનીયતા : લાકડાનો ટુકડો  પાણી  ઓક્સિજન (b) કણની ગતિ : લાકડાનો ટુકડો  પાણી  ઓક્સિજન (c) દ્રઢતા : ઓક્સિજન  પાણી  લાકડાનો ટુકડો


હાઈડ્રોજન, મીઠું અને પેટ્રોલિયમ પદાર્થોને આંતરઆણ્વિય આકર્ષક બળની આધારે પ્રબળતાના ચડતા ક્રમમાં ગોઠવો.

Hide | Show

જવાબ : હાઈડ્રોજન  પેટ્રોલિયમ પદાર્થો  મીઠું


આપણે કાચના સળિયાને હવામાં અથવા પાણીમાં સરળતાથી ઘુમાવી શકીએ છીએ, પરંતુ પથ્થરમાં ઘુમાવી શકતા નથી, શા માટે ?

Hide | Show

જવાબ : હવા અને પાણી એ તરલ છે, જ્યારે પથ્થર એ વાયુ પદાર્થ છે.


LPG અને CNG નાં પૂર્ણ નામ આપો.

Hide | Show

જવાબ : LPG : Liquified Petrolium Gas CNG: Compressed Natural Gas


વાયુઓનું અન્ય વાયુમાં પ્રસરણ ખૂબ જ ઝડપથી થાય છે ? કેમ ?

Hide | Show

જવાબ : વાયુ અવસ્થામાં કણોની ઝડપી ગતિ અને કણો વચ્ચેના અણુ ને વધુ ખાલી અવકાશને કારણે વાયુઓનું અન્ય વાયુમાં પ્રસરણ ખૂબ જ ઝડપથી થાય છે.


તાંબાનો ટુકડો, કેરોસીન અને નાઇટ્રોજનને ઘનતાના ચડતા ક્રમમાં લખો.

Hide | Show

જવાબ : નાઇટ્રોજન  કેરોસીન  તાંબાનો ટુકડો


કોઈપણ ઘન પદાર્થનું ગલનબિંદુ શું દર્શાવે છે ?

Hide | Show

જવાબ : કોઈપણ ઘન પદાર્થનું ગલનબિંદુ પદાર્થમાં રહેલા કણો વચ્ચેનાં આકર્ષક બળની પ્રબળતા બતાવે છે.


ગલનની વ્યાખ્યા આપો.

Hide | Show

જવાબ : દ્વવ્યની ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતરની પ્રક્રિયાને ગલન કહે છે.


ગલનપ્રક્રિયા એ ઉષ્માની દ્રષ્ટિએ કેવા પ્રકારની પ્રક્રિયા છે ?

Hide | Show

જવાબ : ગલનપ્રક્રિયા એ ઉષ્માની દ્રષ્ટિએ ઉષ્માશોષક પ્રક્રિયા છે.


ઠારણ એટલે શું ? ઉષ્માની દ્રષ્ટિએ કેવા પ્રકારની પ્રક્રિયા છે ?

Hide | Show

જવાબ : પ્રવાહી અવસ્થાનું ઘન અવસ્થામાં રૂપાંતરની પ્રક્રિયાને ઠારણ કહે છે. આ પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે.


સૂકો બરફ એટલે શું ?

Hide | Show

જવાબ : કાર્બન ડાયોકસાઈડના ઘન સ્વરૂપને સૂકો બરફ કહેવામા આવે છે.


દબાણ એટલે શું ? તેનો SI એકમ જણાવો. દબાણ ક્યા પરિબળ પર આધાર રાખે છે?

Hide | Show

જવાબ : વાયુના કણો વડે પ્રતિએકમ ક્ષેત્રફળ પર લાગતા બળને દબાણ કહે છે. તેનો SI એકમ પાસ્કલ છે. દબાણ એ વાયુના અણુની સરેરાશ ગતિજ ઊર્જા પર આધાર રાખે છે.


અચળ તાપમાને  વાયુને ત્રણ પાત્રો A, B અને C કે જેમનું કદ અનુક્રમે 1 લિટર, 1.5 લિટર અને 2.0 લિટર છે, તેમાં ભરવામાં આવે છે, તો આ વાયુનું કદ ત્રણેય પાત્રોમાં લખો.

Hide | Show

જવાબ : વાયુનું કદ પાત્રના કદ પર આધાર રાખે છે. આથી વાયુનું કદ ત્રણેય પાત્રોમા કદ જેટલું અનુક્રમે 1.0 લિટર, 1.5 લિટર અને 2.0 લિટર થશે.


એમોનિયા વાયુને એમોનિયા બાષ્પ તરીકે રજૂ કરવું યોગ્ય નથી. શા માટે ?

Hide | Show

જવાબ : જ્યારે કોઈ પદાર્થ ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે હોય અને ઊંચા તાપમાને ગરમ કરતાં વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામે તો જ તેને બાષ્પ તરીકે રજૂ કરી શકાય. એમોનિયા ઓરડાના તાપમાને વાયુ સ્વરૂપે જ હોવાથી તેને બાષ્પ સ્વરૂપે રજૂ કરવું યોગ્ય નથી.


સમાન તાપમાને પાણીના કણોની ઊર્જા એ બરફના કણોની ઊર્જા કરતાં કેટલી વધુ હોય છે ?

Hide | Show

જવાબ : સમાન તાપમાને પાણીના કણોની ઊર્જા એ બરફના કણોની ઊર્જા કરતાં ગલન – ગુપ્ત ઉષ્મા જેટલી વધુ હોય છે.


શું કોઈ એક જ પદાર્થની ત્રણેય ભૌતિક અવસ્થાઓ હોય શકે ?

Hide | Show

જવાબ : તાપમાન અને દબાણની ચોક્કસ પરિસ્થિતિએ એક જ પદાર્થની ત્રણેય અવસ્થાઓ હોય શકે છે. દા.ત., પાણી


ત્રણ પાત્રો A, B અને Cમાં પાણીના અણુની ગતિજ ઊર્જા અનુક્રમે  અને  છે. જો  હોય, તો ત્રણેય પાત્રોના તાપમાન  અને  ને ચડતા ક્રમમાં લખો.

Hide | Show

જવાબ : જેમ તાપમાન વધુ તેમ કણની ગતિજ ઊર્જા વધુ. આથી


ઘન પદાર્થનું ગલનબિંદુ ક્યા પરિબળ પર આધાર રાખે છે ?

Hide | Show

જવાબ : ઘન પદાર્થનું ગલનબિંદુ એ કણોની આંતરઆણ્વિય બળની પ્રબળતા પર આધાર રાખે છે. જેમ પ્રબળતા વધુ તેમ ગલનબિંદુ વધુ હોય છે.


બે પ્રવાહી A અને B ની બાષ્પીભવન – ગુપ્ત ઉષ્મા અનુક્રમે અને  છે. ક્યુ પ્રવાહી વધુ ઠંડક આપશે ?

Hide | Show

જવાબ : પ્રવાહી B વધુ ઠંડક આપશે. કારણ કે તે પર્યાવરણમાંથી વધુ ઊર્જાનું અવશોષણ કરે છે.


હોસ્પિટલોમાં વપરાતા ઓક્સિજનના સિલિન્ડરમાં વાયુના ક્યા ગુણધર્મનો ઉપયોગ કરી વાયુ સરળતાથી ભરી શકાય છે ?

Hide | Show

જવાબ : વાયુના સંકોચનીયતાના ગુણધર્મને આધારે ઓક્સિજન સરળતાથી ભરી શકાય છે.


નીચે આપેલા પદાર્થોમાંથી ઊર્ધ્વપાતન પામતા પદાર્થો અલગ કરો :

બરફ, એમોનિયમ ક્લોરાઈડ, મીઠું, નેપ્થેલીન, ઘી, કોપરેલ, કપૂર

Hide | Show

જવાબ : ઊર્ધ્વપાતન પામતા પદાર્થો : એમોનિયમ કલોરઇડ, નેપ્થેલીન, કપૂર.


શિયાળામાં ઓરડાના તાપમાને ઘી ઠરી જાય છે, જ્યારે તેલ સરળતાથી ઠરતું નથી. આ બે પૈકી કોનું ગલનબિંદુ વધુ અને આંતરઆણ્વિય બળ ઓછું હશે ?

Hide | Show

જવાબ : ઘી સરળતાથી ઠરી જાય છે, કારણ કે તેમાં આંતરઆણ્વિય બળ વધુ હોય છે. તેથી તેનું ગલનબિંદુ વધુ છે. જ્યારે તેલમાં આંતરઆણ્વિય બળ ઓછું હોય છે.


બાષ્પ અને વાયુ વચ્ચે શું તફાવત હોય છે ?

Hide | Show

જવાબ : બાષ્પ એ ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે હોય છે, જ્યારે વાયુ એ ઓરડાના તાપમાને વાયુ સ્વરૂપે હોય છે.


નીચેના રૂપાંતર દરમિયાન થતી પ્રક્રિયાનું નામ આપો :

(a) વાદળ બનવું

(b) ભીનાં કપડાં સુકાવા

(c) સૂર્યપ્રકાશમાં મીણનું પીગળવું

(d) ડામરની ગોળીનું કદ ઘટવું

Hide | Show

જવાબ : (a) સંઘાનન (b) બાષ્પીભવન (c) પ્રવાહીકરણ (d) ઊર્ધ્વપાતન


દ્વવ્ય એટલે શું ?

Hide | Show

જવાબ : જે વસ્તુ જગ્યા રોકે અને દળ ધરાવે તેને દ્વવ્ય કહે છે.


પ્રસરણની વ્યાખ્યા આપો.

Hide | Show

જવાબ : બે જુદાં – જુદાં પ્રકારનાં દ્વવ્યના કણોનું એકબીજામાં આંતરમિશ્ર થવાની પ્રક્રિયાને પ્રસરણ કહે છે.


દબાણ એટલે શું ?

Hide | Show

જવાબ : વાયુનાં અણુઓ દ્વારા પ્રતિએકમ ક્ષેત્રફળ પર લાગતા બળને દબાણ કહે છે. દબાણ


ઘનતાની વ્યાખ્યા આપો.

Hide | Show

જવાબ : પદાર્થના પ્રતિએકમ કદના દળને ઘનતા કહે છે.


તાપમાનની વ્યાખ્યા આપો.

Hide | Show

જવાબ : પદાર્થમાં રહેલા ઉષ્મા – ઊર્જાના સ્તરને તાપમાન કહે છે.


ગલનબિંદુ એટલે શું ?

Hide | Show

જવાબ : જે તાપમાને ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થાય છે, તે તાપમાનને તે ઘન પદાર્થનું ગલનબિંદુ કહે છે.


ઉત્કલનબિંદુ એટલે શું ?

Hide | Show

જવાબ : એક વાતાવરણ દબાણે અને જે તાપમાને પ્રવાહી ઉકળવા લાગે છે, તે તાપમાનને તે પ્રવાહીનું ઉત્કલનબિંદુ કહે છે.


ગલન – ગુપ્ત ઉષ્માની વ્યાખ્યા આપો.

Hide | Show

જવાબ : પદાર્થના ગલનબિંદુ જેટલા તાપમાને અને એક વાતાવરણ દબાણે એક કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી અવસ્થામાં રૂપાંતર કરવા માટે જરૂરી ઉષ્મા – ઊર્જાને ગલન – ગુપ્ત ઉષ્મા કહે છે.


બાષ્પીભવન – ગુપ્ત ઉષ્માની વ્યાખ્યા આપો.

Hide | Show

જવાબ : પદાર્થના ઉત્કલનબિંદુ જેટલા તાપમાને અને એક વાતાવરણ દબાણે એક કિલોગ્રામ પ્રવાહી પદાર્થને વાયુ અવસ્થામાં રૂપાંતર કરવા માટે જરૂરી ઉષ્મા – ઊર્જાને બાષ્પીભવન – ગુપ્ત ઉષ્મા કહે છે.


ઊર્ધ્વપાતનની વ્યાખ્યા આપો.

Hide | Show

જવાબ : ઘન પદાર્થને ગરમ કરતાં તેનું પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થયા વિના સીધેસીધું જ વાયુ અવસ્થામાં તેમજ ઠંડુ પાડતાં ફરીથી પાછા ઘન અવસ્થામાં રૂપાંતર થવાની પ્રક્રિયાને ઊર્ધ્વપાતન કહે છે.


વાયુનું પ્રવાહીકરણ એટલે શું ?

Hide | Show

જવાબ : નિયત જથ્થાના વાયુનું તાપમાન ઘટવાથી અને દબાણ વધવાથી પ્રવાહીમાં રૂપાંતર થવાની ક્રિયાને વાયુનું પ્રવાહીકરણ કહે છે.


બાષ્પીભવન એટલે શું ?

Hide | Show

જવાબ : ઉત્કલનબિંદુથી ઓછા તાપમાને પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થવાની ક્રિયાને બાષ્પીભવન કહે છે.


ભેજ એટલે શું ?

Hide | Show

જવાબ : હવામાં રહેલી પાણીની બાષ્પની માત્રાને ભેજ કહે છે.


આંતરઆણ્વિય બળ એટલે શું ?

Hide | Show

જવાબ : દ્વવ્યના ઘટક કણો વચ્ચે ઉદભવતા આકર્ષક બળને આંતરઆણ્વિય બળ કહે છે.


પ્લાઝમાની વ્યાખ્યા આપો.

Hide | Show

જવાબ : અતિશય ઊર્જાવાળા તેમજ અતિઉત્તેજિત આયનીકરણ પામેલા વાયુના કણોની અવસ્થાને પ્લાઝમા કહે છે. અથવા આયનીકરણ પામેલા વાયુને પ્લાઝમા કહે છે.


બોઝ – આઈન્સ્ટાઈન સંઘટકની વ્યાખ્યા આપો.

Hide | Show

જવાબ : હવાની સામાન્ય ઘનતાના એક લાખમાં ભાગ જેટલી ઓછી ઘનતા ધરાવતા વાયુને અતિશય નીચા તાપમાને ઠંડો કરવાથી મળતી અવસ્થાને બોઝ – આઈન્સ્ટાઈન સંઘટક કહે છે.


નીચે દર્શાવેલ તાપમાનોને ડિગ્રી સેલ્સિયેસ માપક્રમમાં ફેરવો : (a) 293 K (b) 470 K (સ્વા_1)

Hide | Show

જવાબ : કેલ્વિનમાંથી ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં ફેરવવાનું સૂત્ર :


નીચે દર્શાવેલ તાપમાનોને કેલ્વિન માપક્રમમાં ફેરવો : (a)  (b) (સ્વા_2)

Hide | Show

જવાબ : ડિગ્રી સેલ્સિયસમાંથી કેલ્વિન તાપમાનમાં ફેરવવાનું સૂત્ર :


નીચે દર્શાવેલા પદાર્થોને તેમના કણો વચ્ચે વધતા જતા આકર્ષક બળ અનુસાર યોગ્ય ક્રમમાં ગોઠવો : પાણી, ખાંડ, ઓક્સિજન (સ્વા_4)

Hide | Show

જવાબ : કણો વચ્ચે વધતા જતા આકર્ષક બળનો ક્રમ : ઓક્સિજન (વાયુ)  પાણી (પ્રવાહી) ખાંડ (ઘન) અથવા ઓક્સિજન  પાણી  ખાંડ


દર્શાવેલા તાપમાનોએ પાણીની ભૌતિક અવસ્થા કઈ હશે ? (સ્વા_5(a))

Hide | Show

જવાબ :  પ્રવાહી અવસ્થા


દર્શાવેલા તાપમાનોએ પાણીની ભૌતિક અવસ્થા કઈ હશે ?  (સ્વા_5(b))

Hide | Show

જવાબ :  ઘન અથવા પ્રવાહી અવસ્થા (સંક્રાતિ અવસ્થા)


દર્શાવેલા તાપમાનોએ પાણીની ભૌતિક અવસ્થા કઈ હશે ?  (સ્વા_5(c))

Hide | Show

જવાબ :  પ્રવાહી અથવા વાયુ અવસ્થા (સંક્રાતિ અવસ્થા)


અવલોકન માટેના કારણ દર્શાવો : નેપ્થેલિનની ગોળી (ડામરની ગોળી) સમય જતાં કોઈ પણ ઘન અવશેષ (Residue) છોડયા વિના જ અદ્રશ્ય થઈ જાય છે. (સ્વા_3(a))

Hide | Show

જવાબ : નેપ્થેલિનની ગોળી અથવા ડામરની ગોળી એ ઊધર્વપાતી પદાર્થ છે. આથી તે વાતાવરણમાંથી ઉષ્મા મેળવીને ઘનમાંથી સીધે સીધી જ વાયુમાં ફેરવાઈ જાય છે અને હવામાં ભળી જાય છે. આ પ્રકારની ઘટનાની ઊધર્વપાતન (sublimation) કહેવામાં આવે છે. આથી જ નેપ્થેલિનની ગોળીએ સમય જતાં કોઈ પણ ઘન અવશેષ છોડયા વિના જ અદ્રશ્ય થઈ જાય છે.


અવલોકન માટેના કારણ દર્શાવો : આપણને અત્તરની સુગંધ (સુવાસ) ઘણા લાંબા સમય સુધી આવે છે. (સ્વા_3(b))

Hide | Show

જવાબ : આપણને અત્તરની સુગંધ અથવા સુવાસ ઘણા લાંબા અંતર સુધી આવે છે કારણ કે અત્તર બાષ્પશીલ ઘટકો ધરાવે છે. બાષ્પશીલ ઘટકો વાયુમય કણો હોવાથી તેમની વચ્ચે ખૂબ જ વધુ અવકાશ હોવાથી તે ખૂબ જ ઝડપી ગતિ પણ ધરાવી શકે છે આથી તેનું પ્રસરણ ખૂબ જ ઝડપથી થાય છે. પરિણામે તેની સુગંધ લાંબા અંતર સુધી આવે છે.


સત્યતા ચકાસવા માટે કારણ આપો : પાણી ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે. (સ્વા_6(a))

Hide | Show

જવાબ : પાણી ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે કારણ કે

- તેનું ઠારબિંદુ  અને ઉત્કલનબિંદુ  છે.

- તે વહનશીલતાનો ગુણધર્મ ધરાવે છે.

- તેને જે પાત્રમાં ભરવામાં આવે છે. તેના જેવો જ આકાર ધારણ કરે છે, પરંતુ તેના કદમાં કોઈ જ ફેરફાર થતો નથી.


સત્યતા ચકાસવા માટે કારણ આપો : લોખંડની તિજોરી ઓરડાના તાપમાને ઘન સ્વરૂપમાં હોય છે. (સ્વા_6(b))

Hide | Show

જવાબ : લોખંડની તિજોરી ઓરડાના તાપમાને ઘન સ્વરૂપમાં હોય છે. કારણ કે

- લોખંડનું ગલનબિંદુ ઓરડાના તાપમાન કરતાં ઊંચું હોય છે.

- તે ચોક્કસ કદ અને આકાર ધરાવે છે.

- તે દ્રઢ અને સખત હોય છે.


273 K તાપમાને બરફ તે જ તાપમાને રહેલા પાણી કરતાં વધુ ઠંડક ઉત્પન્ન કરે છે. શા માટે ? (સ્વા_7)

Hide | Show

જવાબ : 273 K તાપમાને બરફ જ્યારે પિગળે છે ત્યારે ગલન ગુપ્ત ઉષ્મા જેટલી ઉષ્મા ઊર્જાનું શોષણ કરે છે. પરિણામે વાતાવરણમાંથી ઉષ્મા ઓછી થવાથી આસપાસના વાતાવરણમાં ઠંડક ઉત્પન્ન થાય છે, જ્યારે પાણી એ વાતાવરણમાંથી ઉષ્માનું શોષણ કરી શકતું નથી. પરિણામે બરફ એ તે જ તાપમાને રહેલા પાણી કરતાં વધુ ઠંડક ઉત્પન્ન કરે છે.


ઊકળતું પાણી અને વરાળ પૈકી દઝાડવાની ક્ષમતા કોનામાં વધુ માલૂમ પડે છે ? (સ્વા_8)

Hide | Show

જવાબ : ઊકળતું પાણી અને વરાળ પૈકી દઝાડવાની ક્ષમતા સૌથી વધુ વરાળમાં જોવા મળે છે કારણ કે, વરાળ એ વધારાની ઉષ્માનો જથ્થો મુક્ત કરે છે જેને આપણે ગુપ્ત ઉષ્મા કહીએ છીએ. વરાળે આ ઉષ્મા બાષ્પીભવનની પ્રક્રિયા દરમિયાન મેળવેલ હોય છે.


દર્શાવેલ આકૃતિ માટે A, B, C, D, E તથા F ની અવસ્થા રૂપાંતરને નામાંકિત કરો. (સ્વા_9)

​​​​​​​

Hide | Show

જવાબ : A = ગલન (Fusion)/પિગળવું  ઘનનું પ્રવાહીમાં રૂપાંતર હોવાથી

B = બાષ્પીભવન (Evaporation) (બાષ્પાયન)  પ્રવાહીનું વાયુમાં રૂપાંતર હોવાથી

C = સંઘનન (Condensation)  વાયુનું પ્રવાહીમાં રૂપાંતર હોવાથી

D = ઠારણ/ઘનીકરણ (Solidification)  પ્રવાહીનું ઘનમાં રૂપાંતર હોવાથી

E = ઊધર્વપાતન (Sublimation)  ઘનનું વાયુમાં રૂપાંતર હોવાથી

F = ઊધર્વપાતન (Sublimation)  વાયુનું પ્રવાહીમાં રૂપાંતર થયા વગર સીધું જ ઘનમાં રૂપાંતર હોવાથી.


There are No Content Availble For this Chapter

Take a Test

Choose your Test :

આપણી આસપાસમાં દ્રવ્ય

રસાયણવિજ્ઞાન

Browse & Download GSEB Books For ધોરણ ૦૯ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.