GSEB Solutions for ધોરણ ૧૦ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

નરસિંહ મહેતાના જન્મનું સ્થળ જણાવો?

Hide | Show

જવાબ : ભાવનગર જિલ્લાના તળાજા ગામમાં નરસિંહ મહેતાનો જન્મ થયો હતો.


નરસિંહ મહેતાની કર્મભૂમિ કઈ છે?

Hide | Show

જવાબ : નરસિંહ મહેતાએ પોતાની કર્મભૂમિ જુનાગઢને બનાવી હતી.


નરસિંહ મહેતાને લોકો કેવા ઉપનામથી જાણતા હતા?

Hide | Show

જવાબ : નરસિંહ મહેતાને લોકો આદિકવિ અને ઉત્તમ ઊર્મિકવિ તરીકે જાણતા હતા.


નરસિંહ મહેતાની કાવ્ય રચનાઓ જણાવો?

Hide | Show

જવાબ : નરસિંહ મહેતાએ શામળશાનો વિવાહ, હાર, હૂંડી, મામેરું, શ્રાધ્ધ જેવી ચરિત્રાત્મક કાવ્યરચનાઓ કરી છે.


ગુજરાતમાં આજે પણ વહેલી સવારે નરસિંહ મહેતાના પદો ગવાય છે, તેને શું કહેવાય છે?

Hide | Show

જવાબ : ગુજરાતના ઘરમાં ગૂંજતા નરસિંહ મહેતાના પદોને પ્રભાતિયા તરીકે ઓળખવામાં આવે છે.


નરસિંહ મહેતાએ રચેલા પદો જણાવો?

Hide | Show

જવાબ : વૈષ્ણવજન ઉપરાંત નરસિંહ મહેતાની ચાતુરીયો, હિંડોળાના પદ, વસંતના પદ, કૃષ્ણલીલાના પદ વગેરે તેમની ઉત્તમ રચનાઓ છે.


નરસિંહ મહેતાની રચનાઓમાં કેવા પ્રકારનું ભાષાબળ જોવા મળે છે?

Hide | Show

જવાબ : નરસિંહ મહેતાની રચનાઓમાં ઉપનિષદવાણીનું ભાષાબળ જોવા મળે છે.


નરસિંહ મહેતાની કઈ રચનાઓ સદીઓથી ગુજરાતની પ્રજાના હૈયે અને હોઠે વસેલા છે?

Hide | Show

જવાબ : નરસિંહ મહેતાના અનેક "પદો" સદીઓથી ગુજરાતની પ્રજાના હૈયે અને હોઠે વસેલા છે.


વૈષ્ણવજન પદ કોને અતિપ્રિય હતું?

Hide | Show

જવાબ : વૈષ્ણવજન પદ ગાંધીજીને અતિપ્રિય હતું?


વૈષ્ણવજન પદ ગુજરાત બહાર ભારત અને વિશ્વમાં કેમ જાણીતું થયું છે?

Hide | Show

જવાબ : ગાંધીજીને અતિપ્રિય હોવાને કારણે વૈષ્ણવજન પદની ખ્યાતિ ભારત અને સમગ્ર વિશ્વમાં પ્રસરી છે.


કવિના મતે વૈષ્ણવજન કેવો હોય છે?

Hide | Show

જવાબ : કવિના મતે વૈષ્ણવજન એટલે ભગવાનનો માણસ અથવા અતિ સજ્જન માણસ.


કોના દર્શન કરવાથી આપણી ઈકોતેર પેઢી તરી જાય છે તે વૈષ્ણવજન પદના આધારે જણાવો?

Hide | Show

જવાબ : કવિ જેને વૈષ્ણવજન ગણે છે તેવા માણસના દર્શન કરવાથી આપણી ઈકોતેર પેઢી તરી જાય છે.


"સકળ તીરથ તેના મનમાં રે" પંક્તિનો અર્થ જણાવો.

Hide | Show

જવાબ : સકળ તીરથ તેના મનમાં રે" પંક્તિનો અર્થ એવો થાય કે વૈષ્ણવજન પોતેજ તીર્થરૂપ હોય છે.


મોહમાયા કોને સ્પર્શી શકતા નથી?

Hide | Show

જવાબ : વૈષ્ણવજનને મોહમાયા સ્પર્શી શકતા નથી.


કોના દર્શન કરવાથી ઈકોતેર પેઢી તરી જાય છે?

Locked Answer

જવાબ : જે વૈષ્ણવજનનું હ્રદય મોહમાયાથી ઉપર હોય, જેના અંતરમાં દ્રઢ વૈરાગ્ય જાગ્યો હોય, જે લોભ કે છળકપટ રહિત હોય, કામક્રોધ પર જેને વિજય મેળવ્યો હોય, જેનું ચિત્ત હંમેશા રામનામનો જપ કરતું હોય, આવા સજ્જન માણસના શરીરમાં તમામ તીર્થો સમાયેલા છે. એવા વૈષ્ણવજનના દર્શન કરવાથી આપણી સાથે સાથે ઈકોતેર પેઢી પણ તરી જાય છે.


"પરસ્ત્રી જેને માતરે" પંક્તિ સમજાવો?

Locked Answer

જવાબ : વૈષ્ણવજન નિર્મળ આંખો ધરાવે છે. તે દરેકને સમભાવ અને સમદ્રષ્ટિ જોવે છે. તે ક્યારેય પરસ્ત્રી તરફ ખરાબ ભાવ રાખતો નથી. વૈષ્ણવજન પરસ્ત્રીને માતાની દ્રષ્ટિથી જુએ છે અને પરસ્ત્રીને માતા ગણે છે.


નીચેની કાવ્યપંક્તિ સમજાવો.

"વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે,

પરદુઃખે ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણે રે"

Locked Answer

જવાબ : પદની આ કાવ્યપંક્તિમાં કવિ સમજાવે છે કે સાચો વૈષ્ણવજન કોને કહેવાય તેનો વ્યવહાર અને આચરણ કેવું હોવું જોઈએ. કવિ વધુમાં જણાવે છે કે જે પારકાના દુઃખ-દર્દને સમજતો હોય, કોઈના દુ:ખે તે દુઃખી થતો હોય, કોઈના દુઃખ-દર્દને દૂર કરતો હોય, તથા આવા ઉપકારપૂર્ણ કામ કરીને પણ કોઈના પર ઉપકાર કર્યાની ભાવના ન રાખતો હોય તેવી સભાનતા પૂર્વકનું જીવન જીવતો હોય અને મનમાં સારું કર્યાનું સહેજ પણ અભિમાન ન રાખતો હોય તે જ સાચો હરિનો જન એટલે કે વૈષ્ણવજન છે.


વૈષ્ણવજન પર સ્ત્રી ને કેવી દ્રષ્ટિથી જુએ છે ?

Locked Answer

જવાબ :

વૈષ્ણવજન પર સ્ત્રી ને માતાની દ્રષ્ટિથી જુએ છે.


જે લોભ, કપટ, કામ અને ક્રોધથી દૂર રહે છે તેને શું કહેવાય છે ?

Locked Answer

જવાબ : જે લોભ, કપટ, કામ અને ક્રોધથી દૂર રહે છે તે ભગવાનનો માણસ કહેવાય છે.


વૈષ્ણવજન કેવા હોય છે ?

Locked Answer

જવાબ : વૈષ્ણવજન કોઈની નિંદા ન કરનારા, સત્ય બોલનારા અને બધા ને માન આપનારા હોય છે.


“વૈષ્ણવજન” પદ કોને અતિ પ્રિય હતું ?

Locked Answer

જવાબ : “વૈષ્ણવજન” પદ ગાંધીજીને અતિ પ્રિય હતું.


“સંકળ તીરથ તેના તનમાં રે” પંક્તિનો અર્થ શો થાય ?

Locked Answer

જવાબ : વૈષ્ણવજન પોતે જ તીર્થરૂપ છે.


મોહમાયા કોને સ્પર્શી શકતી નથી ?

Locked Answer

જવાબ : વૈષ્ણવજનને મોહમાયા સ્પર્શી શકતી નથી.


વૈષ્ણવજનને શેની લગની લાગી છે ?

Locked Answer

જવાબ : વૈષ્ણવજનને રામનામની લગની લાગી છે.


વૈષ્ણવજનને શાનું અભિમાન નથી ?

Locked Answer

જવાબ : વૈષ્ણવજનને કોઈની ઉપર ઉપકાર કર્યાનું અભિમાન નથી.


વૈષ્ણવજન બીજાનું ધન જોઈને શું કરે છે ?

Locked Answer

જવાબ : વૈષ્ણવજન બીજાનું ધન જોઈને તેને હાથ પણ લગાડતો નથી.


સાચા વૈષ્ણવજનનાં દર્શનથી કેટલાં કુળનો ઉદ્ધાર થાય છે ?

Locked Answer

જવાબ : સાચા વૈષ્ણવજનનાં દર્શનથી એકોતેર કુળનો (71) ઉદ્ધાર થાય છે.


વૈષ્ણવજનના રચયિતા કોણ છે? તેની પાંચ-સાત વાકયોમાં માહિતી આપો.

Hide | Show

જવાબ : વૈષ્ણવજનએ પદ પ્રકારની રચના છે અને વર્ષોથી ગુજરાતની પ્રજાના હૈયે અને હોઠે વસેલું છે. આ પદની રચના આદિકવિ તરીકે જાણીતા નરસિંહ મહેતાએ કરી છે. નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજામાં થયો હતો. પરંતુ તેમની કર્મભૂમિ જુનાગઢ હતી. તેમના જીવન વિશેની આધારભૂત વિગતો મળતી નથી. નરસિંહ મહેતા આદિકવિ તરીકે ખ્યાતિ પામ્યા છે. તેમને ઉત્તમ પ્રકારના ઊર્મિકવિ માનવામાં આવે છે. તેમની ઉત્તમ રચનાઓમાં શામળશાનો વિવાહ, હાર, હૂંડી, મામેરું, શ્રાધ્ધ જેવી ચરિત્રાત્મક કાવ્ય રચનાઓનો સમાવેશ થાય છે. નરસિંહ મહેતાએ રચેલા પદો પ્રભાતિયા તરીકે ખ્યાતિ પામ્યા છે. વધુમાં તેમણે ચાતુરીયો, હિંડોળાના પદ, વસંતના પદ, કૃષ્ણલીલના પદ વગેરે રચનાઓ રચી છે. તેમને રચેલા પદોમાં ઉપનિષદવાણીનું ભાષાબળ જોવા મળે છે.


વૈષ્ણવજનપદનો સાર દસ વાકયોમાં સમજાવો?

Hide | Show

જવાબ : વૈષ્ણવજન પદમાં કવિએ ભગવાનનો માણસ અથવા ખૂબ સજ્જન માણસ કેવો હોય તેની સુંદર છણાવટ કરી છે તથા સજ્જન માણસના લક્ષણો દર્શાવતું પદ રચ્યું છે. કવિના કહેવા પ્રમાણે વૈષ્ણવજન એવો હોય જે બીજાનું દુ:ખ જાણે અને સમજે, આવો માણસ બીજાઓ પર ઉપકાર કરે છતાં મનમાં તે કર્યાનું અભિમાન રાખતો નથી. તે દરેકને માન આપે છે. કોઇની નિંદા કરતો નથી. તેવો માણસ પોતે મન, વચન અને કર્મથી શુધ્ધ હોય છે. તે બધાની તરફ સમભાવ રાખે છે. વૈષ્ણવજન પરસ્ત્રીને પોતાની માતા જેવી દ્રષ્ટિથી જુએ છે. તે ક્યારેય અસત્ય વચન મુખેથી બોલતો નથી. આવો માણસ પારકા એટલેકે બીજાના ઘનને હાથ પણ અડાડતો નથી એટલે કે કદી ચોરી કરતો નથી. સજ્જન માણસે મોહ અને માયાનો ત્યાગ કર્યો હોય છે અને તેણે પોતાના મનથી વૈરાગ્ય ધારણ કર્યો હોય છે. તે લોભ, કપટ, કામ, ક્રોધરહિત હોય છે, આવો વ્યક્તિ જ સાચો વૈષ્ણવજન કે સજ્જન કહેવાય છે. એવા માણસના દર્શન કરવાથી આપણી એકોતેર પેઢી તારી જાય તેવું કવિ કહે છે.


નરસિંહ મહેતા વૈષ્ણવજનના કયા કયા લક્ષણો જણાવે છે?

Locked Answer

જવાબ :

નરસિંહ મહેતા પોતે રચેલા પદમાં વૈષ્ણવજન માટે નીચે પ્રમાણેના લક્ષણો દર્શાવે છે.

  • હંમેશા પારકાના દુઃખ-દર્દને સમજે અને તેને દૂર કરે તે સાચો વૈષ્ણવજન છે.
  • કોઈના ઉપર ઉપકાર કરી મનમાં તે કર્યાનું અભિમાન રાખતો નથી.
  • તમામ વ્યક્તિઓને વંદનીય સમજે છે એટલે કે દરેકના પ્રત્યે આદરભાવ રાખે છે. તે કોઈની નિંદા કરતો નથી.
  • વૈષ્ણવજનવાણી, ચારિત્ર્ય અને મન નિર્મળ જોવા મળે છે.
  • તેણે ઈચ્છાઓનો ત્યાગ કર્યો છે તેની નજરમાં સૌ સમાન છે.
  • તે પરસ્ત્રીને માતા સમાન ગણે છે. ક્યારે જુઠ્ઠું બોલતો નથી. તે બીજાના ધનને હાથ અડાડતો નથી અર્થાત ક્યારેય ચોરી કરતો નથી.
તે મોહમાયાને ત્યાગી દે છે તેના અંતરમાં દ્રઢ વૈરાગ્ય જોવા મળે છે. તેનું ચિત્ત હંમેશા રામનામના સ્મરણમાં લાગેલું હોય છે તે લોભ વગરનો, નિષ્કપટી હોય છે તથા તેણે કામક્રોધ પર વિજય મેળવ્યો હોય છે.


વિરુધ્ધાર્થી  શબ્દો

Hide | Show

જવાબ :

ઉપકાર - અપકાર

અસત્ય - સત્ય

વણલોભી - લોભી

અભિમાન - નિરઅભિમાની

રૂઢીપ્રયોગ

Locked Answer

જવાબ :

તાળી લાગવી - એકતાન થવું

શબ્દસમૂહ માટે એક શબ્દ

Locked Answer

જવાબ :

લોભ વગરનું - વણલોભી

સમાનદ્રષ્ટિ રાખનાર - સમદ્રષ્ટિ

સમાનાર્થી શબ્દો

Hide | Show

જવાબ :

જન - માણસ, વ્યક્તિ

સકળ - બધું, સઘળું

પીડ - પીડા, દુઃખ

પરાયું - બીજાનું, પારકું

તૃષ્ણા - લાલસા, ઈચ્છા

જનની - જન્મ આપનારી માતા, જનેતા

જિહ્વા - જીભ, (અહીં - વાણી)

તન - શરીર, દેહ

વણલોભી - લોભ વિનાનું, લોભ વગરનું

તળપદા શબ્દો

Hide | Show

જવાબ :

આણે - લાવે

વાચ - વાણી

કાછ - કાછડી (અહીં - ચારિત્ર)

ધન - ધન્ય, ભાગ્યશાળી

નવ - ના, નહીં

ભણે - કહે, બોલે

ઝાલે - પકડે, લે

કેની - કોઈની

Download PDF

Take a Test

Choose your Test :

વૈષ્ણવજન

std 10 new syllabus 2021 gujarati medium

Browse & Download GSEB Books For ધોરણ ૧૦ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.