જવાબ : એકકોષીય સજીવોમાં એક જ કોષ પાયનાં બધાં જ કાર્યો કરે છે. ઉદાહરણ તરીકે, અમીબામાં એક જ કોષ વડે ગતિશીલતા, ખોરાકનું અંત:ગ્રહણ અને શ્વસનવાયુઓની વિનિમય તેમજ શ્વસન અને ઉત્સર્જન જેવાં કાર્યો થાય છે. બહુકોષીય સજીવોમાં લાખો – કરોડોની સંખ્યામાં કોષો હોય છે. તેમાં પ્રત્યેક વિશિષ્ટ કાર્ય અલગ કોષોના સમૂહ વડે થાય છે. આ કોષસમૂહ નિયત કાર્ય પૂર્ણ ક્ષમતાથી કરે છે. ઉદાહરણ તરીકે, મનુષ્યમાં સ્નાયુકોષો સંકોચન અને શિથિલનને લીધે હલનચલન દર્શાવે છે. ચેતાકોષો સંદેશાઓનું વહન કરે છે. રુધિરના પ્રવાહ વડે શ્વસન વાયુઓ, ખોરાક, અંત: સ્ત્રાવો અને નકામાં દ્વવ્યોનું વહન થાય છે. વનસ્પતિઓમાં ખોરાક અને પાણીનું વહન વાહક પેશીઓ વડે એક ભાગમાંથી અન્ય ભાગોમાં થાય છે. આથી બહુકોષી સજીવોમાં શ્રમવિભાજન (કાર્ય વહેંચણી) માટે પેશી અંગ અંગતંત્રો ઉદ્વિકાસ પામે છે.
જવાબ : પેશી એટલે શરીરમાં એક નિશ્ચિત સ્થાનમાં એક નિશ્ચિત કાર્ય કરતો એક વિશિષ્ટ કોષસમૂહ. પેશી વધારે કાર્યક્ષમતાથી કાર્ય કરવા માટે એક વિશિષ્ટ ક્રમમાં વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી હોય છે. પેશીનાં ઉદાહરણ : રુધિર, અન્નવાહક, સ્નાયુ વગેરે.
જવાબ : વનસ્પતિઓની વૃદ્ધિ કેટલાક પ્રદેશો કે ક્ષેત્રો સુધી સીમિત રહે છે. જ્યારે પ્રાણીઓમાં આવી પ્રદેશોની સીમિમતા હોતી નથી. વનસ્પતિઓમાં કેટલીક પેશીઓ જીવનપર્યત વિભાજન પામતી રહે છે. આ પેશીઓ વનસ્પતિના કેટલાક વિસ્તારો સુધી સીમિત હોય છે. પેશીઓની વિભાજન ક્ષમતાને આધારે વનસ્પતિ પેશીઓ વર્ધનશીલ અને સ્થાયી પેશી તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. પ્રાણીઓમાં કોષીય વૃદ્વિ મોટા ભાગે સમાન રીતે થાય છે. આથી પ્રાણીઓમાં વર્ધમાન અને અવર્ધમાન પ્રદેશોની નિશ્ચિતતા હોતી નથી. આમ, વનસ્પતિઓ અને પ્રાણીઓમાં વૃદ્વિ અને વૃદ્વિ સંબંધિત પેશીમાં સ્પષ્ટ અલગતા જોવા મળે છે.
જવાબ : શરીરમાં એક નિશ્ચિત સ્થાનમાં એક નિશ્ચિત કાર્ય કરતા વિશિષ્ટ કોષસમૂહને પેશી કહે છે.
જવાબ : બહુકોષીય સજીવોમાં ચોક્કસ પેશી વિશિષ્ટ કાર્ય કરે છે. ઉદાહરણ તરીકે, સ્નાયુકોષો સંકોચન અને શિથિલન વડે હલનચલન, રુધિર શરીરમાં વિવિધ દ્વવ્યોનું વહન, વનસ્પતિમાં અન્નવાહક ખોરાકનું વહન દર્શાવે છે. આમ, બહુકોષી સજીવોમાં પેશીઓની ઉપયોગિતા શ્રમવિભાજન વડે કાર્ય ક્ષમતા વધારવાની છે.
જવાબ : વર્ધનશીલ પેશીના લક્ષણો : (1) આ પેશીનાં કોષો ખૂબ જ સક્રિય હોય છે. (2) કોષો સ્પષ્ટ કોષકેન્દ્ર અને વધારે ઘટ્ટ કોષરસ ધરાવે છે. (3) કોષો સેલ્યુલોઝ પાતળી કોષદીવાલ ધરાવે છે. (4) કોષો રસધાની ધરાવતા નથી.
જવાબ : વર્ધનશીલ પેશી એટલે જે પેશીના કોષો વિભાજન પામી નવા કોષોનું સર્જન કરે. વર્ધનશીલ પેશી વડે સર્જાતા નવા કોષો શરૂઆતમાં વર્ધનશીલ કોષો જેવાં હોય છે, પરંતુ આ કોષો વૃદ્વિ પામી અને પરિપક્વ બને છે. તેનાં લક્ષણો ધીમે ધીમે પરિવર્તન પામે છે અને તે અન્ય પેશીઓના ઘટકોના સ્વરૂપે વિભેદિત થાય છે.
જવાબ : વર્ધનશીલ કોષો રસધાની ધરાવતા નથી, કારણ કે વર્ધનશીલ કોષો ખૂબ છે અને વિભાજનશીલ હોય છે. તેઓ અગત્યના કોષીય દ્રવ્યો ધરાવતા નથી. તેથી તેમના સંગ્રહ માટે રસધાનીની જરૂર નથી. સામાન્ય રીતે રસધાની પરિપક્વ વનસ્પતિકોષોમાં હોય છે, જે વિભાજનશીલ હોતા નથી.
જવાબ : સ્થાયી પેશીનું નિર્માણ વર્ધનશીલ પેશીના કોષો વડે થાય છે. વર્ધનશીલ પેશી વડે નિર્માણ પામેલા કોષો વિભાજન પામવાની ક્ષમતા ગુમાવે છે. તેઓ વિશિષ્ટ કાર્ય કરવા માટે સ્થાયી સ્વરૂપ પ્રાપ્ત કરવાની ક્રિયા વિભેદીકરણ દર્શાવે છે. આમ, વર્ધનશીલ પેશીના કોષો વિભેદન પામીને વિવિધ પ્રકારની સ્થાયી પેશીઓનું નિર્માણ કરે છે.
જવાબ : વાયુરંધ્રો એટલે પર્ણના અધિસ્તરમાં આવેલાં નાના છિદ્રો. રચના : વાયુરંધ્રો વૃક્કાકાર (મૂત્રપિંડ આકારના) બે રક્ષક કોષો વડે આવરિત છિદ્રમય રચના છે. કાર્યો : (1) બાષ્પોત્સર્જન (ઉત્સ્વેદન – બાષ્પરૂપે પાણી ગુમાવવાની) ક્રિયા વાયુરંધ્રો વડે થાય છે. (2) વાતાવરણ સાથે વાયુ વિનિમય માટે વાયુરંધ્રો આવશ્યક છે.
જવાબ : મૂળના અધિસ્તરીય કોષો વાળ જેવા લાંબા પ્રવર્ધરૂપે વૃદ્વિ પામે છે. આ પ્રવર્ધોથી શોષણ સપાટીનું ક્ષેત્રફળ વધે છે. આ કારણથી મૂળના અધિસ્તરની પાણીનું અભિશોષણ કરવાની ક્ષમતામાં વધારો થાય છે.
જવાબ : હા, મરુનિવાસી વનસ્પતિઓ રણપ્રદેશમાં ઉગતી હોવાથી પાણીની પ્રાપ્તિમાં મુશ્કેલી અનુભવે છે. આ વનસ્પતિઓમાં બાષ્પોત્સર્જન ક્રિયા વડે પાણી ગુમાવવાનો દર નીચો રાખવો જરૂરી છે. ક્યુટીન (ક્યુટીકલ) જલ અવરોધક મીણ જેવો રાસાયણિક પદાર્થ છે. અધિસ્તરની બાહ્ય સપાટી પર તેના લેપનથી પાણીનો વ્યય ઘટાડી, મરુનિવાસી વનસ્પતિઓ શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખે છે.
જવાબ : તરુણ પ્રકાંડનું બાહ્ય સ્તર પાતળું, લીલું હોય છે. જયારે વૃક્ષની શાખાનું બાહ્ય સ્તર જાડું, સખત, મજબૂત અને નિર્જિવ કોષોથી બનેલી છાલ સ્વરૂપે હોય છે.
જવાબ : એક કરતાં વધારે પ્રકારના કોષો સાથે મળીને સામાન્ય કાર્ય કરે તેવી પેશીને જટિલ સ્થાયી પેશી કહે છે. ઉદાહરણ : જલવાહક પેશી અને અન્નવાહક પેશી. જલવાહક પેશી પાણી અને ખનીજ ક્ષારોનું વહન કરે છે. અને અન્નવાહક પેશી ખોરાકનું વહન કરે છે. આમ, જટિલ સ્થાયી પેશી મુખ્યેત્વે વહન કાર્ય સાથે સંકળાયેલી હોવાથી તેને સંવહન પેશી (વાહક પેશી) કહે છે.
જવાબ : સરળ પેશીઓના ત્રણ પ્રકારો છે : (1) મૃદુતક, (2) સ્થૂલકોણક અને (3) દ્રઢોતક.
જવાબ : અગ્રસ્થ વર્ધનશીલ પેશી મૂળની ટોચ અને પ્રકાંડની ટોચમાં મળી આવે છે.
જવાબ : નાળિયેરના રેસાઓ દ્રઢોતક પેશીના બનેલા છે.
જવાબ : અન્નવાહક પેશીના ચાર ઘટકો કે એકમો : (1) ચાલનીનલિકા, (2) સાથીકોષ, (3) અન્નવાહક મૃદુતક અને (4) અન્નવાહક તંતુઓ છે.
જવાબ : કોષોમાં કણાભસૂત્ર અંગિકામાં પોષક દ્વવ્યોના દહન વડે ATP સ્વરૂપે ઊર્જા મુક્ત કરવા ની જરૂરિઆત હોય છે. કોષોને જરૂરિઆત પૂરી પાડવા સ્નાયુકોષો વડે છાતીની ગતિ વડે શ્વાસ લેવામાં આવે છે. શ્વાસ ક્રિયા દરમિયાન લેવાતો ફેફસાંમાં અવશોષિત થઇ રુધિર વડે શરીરના બધા કોષોમાં પહોંચાડવા આવે છે.
જવાબ : સ્તંભીય (સ્તંભાકાર) અધિચ્છદ પેશીના કોષો લાંબા અધિચ્છદીય કોષો છે. તેમની લંબાઈ વધારે અને પહોળાઈ ઘણી ઓછી હોય છે. આ પેશી આંતરડાનું અંદરનું સ્તર (અસ્તર) બનાવે છે અને અભિશોષણ તેમજ સ્ત્રાવ ક્રિયામાં મદદરૂપ છે. પક્ષ્મલ અધિચ્છદ પેશી એ રૂપાંતરિત સ્તંભાકાર અધિચ્છદ પેશી છે. સ્તંભાકાર અધિચ્છદ પેશીના કોષોની મુક્ત સપાટી પર વાળ જેવી રચનાઓ રૂપે પક્ષ્મો આવેલા છે. શ્વાસનળીમાં પક્ષ્મલ અધિચ્છદના પક્ષ્મોની ગતિ શ્લેષ્મને બહારની સ્થળાંતરિત કરી તે પ્રદેશને સ્વચ્છ કરવામાં મદદરૂપ થાય છે.
જવાબ : ઘનાકાર અધિચ્છદ પેશીના કોષો લંબાઈ, પહોળાઈ અને જાડાઈમાં સરખા હોય છે. આ પેશી મૂત્રપિંડનલિકા અને લાળગ્રંથીની નલિકાના અસ્તરનું નિર્માણ કરી યાંત્રિક આધાર આપે છે. આ અધિચ્છદ કોષો વધારાની વિશિષ્ટતા તરીકે પેશીની સપાટી પર દ્વવ્યોનો સ્ત્રાવ કરી ગ્રંથીકોષો તરીકે કાર્ય કરે છે. કેટલીક વખત ઘનાકાર અધિચ્છદ પેશીનો કેટલોક ભાગ અંદરની તરફ વળીને બહુકોષીય ગ્રંથીનું નિર્માણ કરે છે. તેને ગ્રંથિય અધિચ્છદ કહે છે.
જવાબ : રુધિર પ્રવાહી સ્વરૂપની સંયોજક પેશી છે. બંધારણ : રુધિરરસ અને રુધિરકોષો
જવાબ : શરીરના હાડપિંજરનું નિર્માણ કરી શરીરને આકાર આપતી સંયોજક પેશી છે. કેલ્શિયમ તથ ફોસ્ફરસના બનેલા આંતરકોષીય આધારક દ્વવ્યમાં અસ્થિકોષો ગોઠવાયેલા હોય છે. આથી આ પેશી કઠણ અને મજબૂત હોય છે. કાર્ય : તે શરીરના મુખ્ય અંગોને આધાર આપે છે. તેમજ સ્નાયુ પેશીને જોડાણ આપે છે.
જવાબ : અસ્થિબંધ (Ligament) બે નજીકના કે ક્રમિક અસ્થિઓને એકબીજા સાથે જોડતી સંયોજક પેશી છે. આ પેશી ખૂબ જ સ્થિતિસ્થાપક અને મજબૂત હોય છે. તેમાં આંતરકોષીય આધારક દ્વવ્ય ખૂબ જ ઓછું હોય છે. સ્નાયુબંધ (Tendon) સ્નાયુ પેશીને અસ્થિ સાથે જોડતી સંયોજક પેશી છે. તે મજબૂત પરંતુ મર્યાદિત સ્થિતિસ્થાપકતા ધરાવતી રેસામય પેશી છે.
જવાબ : કાસ્થિ પેશીની રચનામાં પ્રોટીન અને શર્કરાના બનેલા આંતરકોષીય આધારક દ્વવ્યમાં કાસ્થિકોષો છૂટાછવાયા ગોઠવાયેલા હોય છે. કાસ્થિ નાક, કાન, ગળામાં અને શ્વાસનળીમાં આવેલી હોય છે. તે જે – તે ભાગને સ્થિતિસ્થાપકતા આપે છે. તેથી આપણા કાનનો બાહ્ય ભાગ (કર્ણપલ્લવ) વાળી શકાય છે. કાચવત કાસ્થિ એક પ્રકારની કાસ્થિ કંકાલ પેશી છે. કાસ્થિ પેશી સાંધાના ભાગે અસ્થિઓની સપાટીને લીસી બનાવે છે.
જવાબ : સ્થાન : ત્વચા અને સ્નાયુ પેશીની વચ્ચે, રુધિરવાહિનીઓ અને ચેતાઓની ફરતે તેમજ અસ્થિમજ્જામાં આવેલી હોય છે. રચના : આંતરકોષીય આધારકમાં જાલાકાર અને કોલાજન તંતુઓ આવેલા છે. આધારકમાં કોષીય ઘટકો તરીકે તંતુકોષ, બૃહદ કોષ, માસ્ટ કોષ જોવા મળે છે. કાર્ય : તે અંગોની અંદરની ખાલી જગ્યાને ભારે છે, આંતરિક અંગોને આધાર આપે છે અને પેશીઓના સમારકામમાં મદદરૂપ થાય છે.
જવાબ : સ્થાન : આ પેશી ત્વચાની નીચે, આંતરિક અંગોની વચ્ચે જોવા મળે છે. આ પેશી ચરબી (મેદ) નો સંગ્રહ કરતી પેશી છે, કારણ કે પેશીના કોષો ચરબીના ગોલકોથી ભરેલા હોય છે. કાર્ય : તે ઉષ્માનિયમનનું કાર્ય કરે છે.
જવાબ : સ્નાયુ પેશીના સામાન્ય લક્ષણો : સ્નાયુ પેશી લાંબા કોષોની બનેલી છે. તેને સ્નાયુતંતુ કહે છે. સ્નાયુતંતુઓમાં વિશેષ પ્રકારનું સંકોચનશીલ પ્રોટીન (એક્ટિન વને મયોસીન) આવેલું હોય છે. તેના કારણે સંકોચન અને શિથિલનની ગતિ મળે છે. આથી આ પેશી આપણાં શરીરમાં હલનચલન કે પ્રચલન માટે જવાબદાર છે. સ્નાયુ પેશીના પ્રકાર : (1) રેખિત સ્નાયુ પેશી, (2) અરેખિત સ્નાયુ પેશી અને (3) હદ સ્નાયુ પેશી.
જવાબ : સ્થાન : આંખની કીકી, મૂત્રવાહિની, ફેફસાંની શ્વાસવાહિનીઓમાં, અન્નનળી અને રુધિરવાહિનીની દીવાલમાં. લક્ષણો : (1) પેશીની સંરચના બીજા સ્નાયુ કરતાં સરળ હોવાથી તેને સરળ સ્નાયુ પેશી કહે છે. (2) અરેખિત સ્નાયુતંતુઓ ત્રાકકાર, એકકોષી, ચપટા, છેડેથી સાંકડા અને મધ્યમાં પહોળા હોય છે. (3) સ્નાયુતંતુઓ એકકોષકેન્દ્રીય હોય છે. (4) તેમાં આછા અને ઘેરા રંગના આડા પટ્ટાઓ ન હોવાથી તેને અરેખિત સ્નાયુ પેશી હોય છે. અન્નનળીમાં ખોરાકનું વહન કે રુધિરવાહિનીઓમાં રુધિરપ્રવાહ અનૈચ્છિક ગતિવિધિ છે. તેની ગતિવિધિ આપણી ઇચ્છાનુસાર પ્રારંભ કે બંધ થતી નથી. અરેખિત સ્નાયુ પેશી આવી ગતિ કે વહનશીલતાનું નિયંત્રણ કરે છે. તેથી તેને અનૈચ્છિક સ્નાયુ પેશી પણ કહે છે.
જવાબ : હૃદયના સ્નાયુઓ જીવનપર્યત લયબદ્વ રીતે સંકોચન અને શિથિલન કરતાં રહે છે. આ અનૈચ્છિક સ્નાયુ પેશીને હૃદ સ્નાયુ પેશી કહે છે. હૃદ સ્નાયુતંતુઓ (સ્નાયુકોષો) નળાકાર, શાખિત અને એકકોષકેન્દ્રીય હોય છે.
જવાબ : ચેતાના ઊર્મિવેગ આપણને ઈચ્છાનુસાર આપણા સ્નાયુઓના હલનચલનમાં મદદરૂપ થાય છે. સ્નાયુઓના હલનચલન અંગને ગતિશીલતા આપે છે. સમાન્ય રીતે બધા જ સજીવોમાં ચેતા અને સ્નાયુ પેશીઓનું કાર્યાત્મક સંયોજન પાયારૂપ છે. આ સંયોજન ઉત્તેજનાને અનુલક્ષીને પ્રાણીઓને ઝડપી ગતિશીલતા આપે છે.
જવાબ : સ્નાયુ પેશી
જવાબ : ચેતાકોષ દેખાવમાં પૂંછડિયા તારા જેવો લાગે છે.
જવાબ : હૃદ સ્નાયુ પેશીના ત્રણ લક્ષણો : (1) તે અનૈચ્છિક સ્નાયુ પેશી છે. (2) સ્નાયુતંતુ નળાકાર, શાખિત અને એકકોષકેન્દ્રીય છે. (3) તે જીવનપર્યત લયબદ્વ રીતે સંકોચન – શિથિલન કરે છે.
જવાબ : તંતુઘટક પેશીના કર્યો : (1) પેશીઓના સમારકામમાં મદદરૂપ થાય છે. (2) આંતરિક અંગોને આધાર આપે છે.
જવાબ : ચાર પ્રકારના એકમો : (1) જલવાહિનિકી, (2) જલવાહિની, (3) જલવાહક મૃદુતક અને (4) જલવાહક તંતુ (દ્રઢોતક) મળીને જલવાહક પેશીનું નિર્માણ કરે છે.
જવાબ : વનસ્પતિઓમાં સરળ સ્થાયી પેશીના બધા કોષો રચનાની દ્રષ્ટિએ સમાન હોય છે અને જટિલ સ્થાયી પેશીના કોષો રચનાની દ્રષ્ટિએ એક કરતાં વધુ પ્રકારના હોય છે.
જવાબ : મૃદુતક પેશીની કોષદીવાલ પાતળી અને સેલ્યુલોઝની બનેલી છે.
જવાબ : રંધ્ર કે વાયુરંધ્રનું કાર્ય : (1) બાષ્પ સ્વરૂપે પાણી ગુમાવવા (બષ્પોત્સર્જન) નું (2) વાતાવરણના વાયુઓ ) નો વિનિમય.
જવાબ : 1. આકૃતિ :
જવાબ : હૃદ સ્નાયુ પેશીનું વિશેષ કાર્ય : હૃદયના સ્નાયુઓ જીવનપર્યત લયબદ્વ રીતે સંકોચન અને શિથીલન કરતાં રહી હૃદયના રુધિરપંપ તરીકેની કામગીરીમાં મદદરૂપ થાય છે.
જવાબ : લક્ષણ : ચેતાકોષ 1 મીટર લંબાઈનો હોઈ શકે છે. આકૃતિ :
જવાબ : (a) લાદીસમ અધિચ્છદ (b) સ્નાયુબંધ (c) અન્નવાહક પેશી (d) મેદપૂર્ણ પેશી (e) રુધિર (f) ચેતા પેશી.
જવાબ : ત્વચા – સ્તૃત અધિચ્છદ પેશી વનસ્પતિની છાલ – દ્વિતીય રક્ષણાત્મક પેશી અસ્થિ – સંયોજક પેશી મૂત્રપિંડનલિકાનું અસ્તર – ઘનાકાર અધિચ્છદ પેશી વાહિપુલ – જટિલ સ્થાયી પેશી જલવાહક અને અન્નવાહક
જવાબ : મૃદુતક પેશી આધારોતક પ્રદેશમાં હોય છે.
જવાબ : વનસ્પતિઓમાં અધિસ્તરની ભૂમિકા : (1) તે વનસ્પતિના બધા ભાગોનું રક્ષણ કરે છે. (2) તે શોષણ, સ્ત્રાવ અને ઉત્સ્વેદનમાં મદદ કરે છે.
જવાબ : છાલના કોષો આંતરકોષીય અવકાશ વગરના ચુસ્ત ગોઠવણી ધરાવતા મૃત હોય છે. તેમની કોષદીવાલ પર સુબેરીન રસાયણ સ્થૂલીન હોય છે. તે છાલને પાણી તેમજ વાયુઓ માટે અપ્રવેશશીલ પટલ જેવું બની રક્ષણાત્મક પેશીના રૂપમાં કાર્ય કરે છે.
જવાબ :
અસ્થિબંધ |
સ્નાયુબંધ |
1. તે બે અસ્થિઓને એકબીજા સાથે જોડતી સંયોજક પેશી છે. | 1. તે સ્નાયુઓ અને અસ્થિને જોડતી સંયોજક પેશી છે. |
2. તે મજબૂત અને ખૂબ સ્થિતિસ્થાપક છે. | 2. તે અત્યંત મજબૂત, પરંતુ મર્યાદિત વળી શકે તેવાં હોય છે. |
3. તેમાં આંતરકોષીય આધારક દ્રવ્ય ખૂબ થોડા પ્રમાણમાં હોય છે. | 3. તેમાં આંતરકોષીય આધારક દ્રવ્ય વધારે હોય છે. |
જવાબ : વર્ધનશીલ પેશીના કોષો સતત વિભાજન પામી નવા કોષોનું સર્જન કરે છે. નવા કોષો વનસ્પતિનાં અંગોમાં ઉમેરાતા જઈ કદ, આકાર અને શુષ્ક દળમાં વધારો કરે છે. અગ્રસ્થ વર્ધનશીલ પેશી મૂળ અને પ્રકાંડની લંબાઈમાં વધારો કરે છે. આંતર્વિષ્ટ વર્ધનશીલ પેશી આંતરગાંઠની લંબાઈમાં વધારો કરે છે. આમ લંબ અક્ષે પ્રાથમિક વૃદ્વિ પ્રેરાય છે. પાર્શ્વીય વર્ધનશીલ પેશી વનસ્પતિના મૂળ અને પ્રકાંડનો ઘેરાવો વધારી દ્વિતીયક વૃદ્વિ દર્શાવે છે. આમ, વર્ધનશીલ પેશી વનસ્પતિમાં મુખ્યત્વે વૃદ્વિકાર્ય સાથે સંકળાયેલી છે.
જવાબ : દ્રઢોતકના કોષો તેમજ જલવાહિનિકી, જલવાહિની અને જલવાહક તંતુ જેવા જલવાહક પેશીના ઘટકો લિગ્નિનનું સ્થૂલન ધરાવે છે. આ કોષોમાં સેલ્યુલોઝની બનેલી પ્રાથમિક દીવાલ પર અંદરની બાજુએ લિગ્નિનનું દ્વિતીય સ્તર રચાય છે. લિગ્નિનના નિર્માણમાં કોષરસ વપરાઇ જાય છે અને કોષકેન્દ્ર વિઘટન પામે છે. આમ, કોષરસ અને કોષકેન્દ્ર વગરના કોષો મૃત બને છે.
જવાબ : એક થી વધુ પ્રકારના કોષોથી બનેલી પેશીને જટિલ સ્થાયી પેશી કહે છે. વનસ્પતિમાં પાણી અને દ્વાવ્ય ખનિજ ક્ષારોના ઊર્ધ્વદિશામાં વહન સાથે સંકળાયેલી પેશી જલવાહક છે. જલવાહક પેશીની રચનામાં જલવાહિનિકી એકકોષી, જલવાહિની બહુકોષી અને જલવાહક તંતુઓ મૃત ઘટકો છે. જલવાહક પેશીમાં જલવાહક મૃદુતક એકમાત્ર જીવંત ઘટક છે. આમ, જલવાહક પેશીની રચનામાં જીવંત અને મૃત બંને પ્રકારના કોષો હોવાથી તે જટિલ પેશી છે.
જવાબ : દ્રઢોતક પેશીના કોષો મૃત હોય છે. આ પેશીના કોષોનિ કોષદીવાલ લિગ્નિનના સ્થૂલનને લીધે જાડી હોય છે. લિગ્નિન કોષોને દ્રઢ બનાવવા માટે સિમેન્ટ જેવુ કાર્ય કરતો રસાયણિક પદાર્થ છે. આમ, લિગ્નિનની જમાવટને કારણે દ્રઢોતક પેશી દ્રઢ બની વનસ્પતિના ભાગોને મજબૂતાઈ આપે છે.
જવાબ : વનસ્પતિના બધા જ અંગોમાં સૌથી બહાર એકસ્તરીય, રક્ષણાત્મક આવરણ તરીકે અધિસ્તર આવેલું હોય છે. આમ છતાં મૂળના અધિસ્તર પર જલપ્રતિરોધક ક્યુટિનની ગેરહાજરી છે. મૂળના અધિસ્તર પર વાળ જેવા વૃદ્વિ પામતા લાંબા પ્રવર્ધો આવેલા છે. મૂળના અધિસ્તરીય કોષો ભૂમિમાંથી પાણીનું અભિશોષણ કરે છે. પ્રકાંડ જેવા હવાઈ ભાગોના અધિસ્તરીય કોષો ક્યુટિનનું સ્તર હોવાથી તે પાણીના વ્યય સામે રક્ષણ, યાંત્રિક ઈજા અને પરોપજીવી ફૂગ સામે રક્ષણ આપે છે. આમ, મૂળ અને પ્રકાંડના અધિસ્તરના કાર્યમાં વનસ્પતિની આવશ્યકતાને અનુરૂપ વિવિધતા જોવા મળે છે.
જવાબ : છાલ કોષોના વધારે સ્તર ધરાવતી અને રક્ષણાત્મક કાર્ય માટે હોય છે. દ્વિતીય વર્ધનશીલ પેશીના કોષો વિભાજન પામી વધારે સ્તરો ધરાવતી છાલ નિર્માણ કરે છે. નિર્માણ પામતા કોષોની દીવાલો પર સુબેરીન રસાયણ સ્થૂલિત થાય છે. આ પદાર્થ છાલને હવા તેમજ પાણી માટે અપ્રવેશશીલ બનાવે છે. આમ, હવા અને પાણી વગર વૃક્ષની છાલના કોષો મૃત હોય છે.
જવાબ : રેખિત સ્નાયુ પેશીની રચના કરતા સ્નાયુકોષો નળાકાર સ્નાયુતંતુ બનાવે છે. આમ, સ્નાયુતંતુની રચનામાં એક કરતાં વધારે સ્નાયુકોષો ભાગ લે છે અને પ્રત્યેક સ્નાયુકોષોમાં એક કોષકેન્દ્ર હોય છે. તેથી સ્નાયુતંતુમાં ઘણાં કોષકેન્દ્રો હોય છે એટલે કે બહુકોષકેન્દ્રિય હોય છે.
જવાબ : રુધિર પ્રવાહી સ્વરૂપની સંયોજક પેશી છે. હદયની ધબકાવાની કામગીરીને કારણે રુધિર શરીરમાં વહન પામતું રહે છે. ત્યારે તેની સાથે વિવિધ દ્રવ્યોને શરીરમાં એક સ્થાનેથી બીજા સ્થાન સુધી લઈ જાય છે. ઉદાહરણ તરીકે, ફેફસાંમાંથી ને વિવિધ કોષો સુધી અને કોષોથી ને ફેફસાં સુધી, અન્નમાર્ગમાંથી પચેલા ખોરાકને વિવિધ કોષો અને શરીરના બધા ભાગોમાંથી નકામા પદાર્થો એકત્ર કરી ઉત્સર્જન માટે યકૃત તથા મૂત્રપિંડ સુધી પહોંચાડે છે. આ ઉપરાંત ક્ષારો, અંત: સ્ત્રાવો વગેરેનું પણ વહન કરે છે. આમ, રુધિર વડે શરીરનાં અંગોનું કાર્યાત્મક જોડાણ થાય છે.
જવાબ : પ્રકાશસંશ્લેષણ માટે (કાર્બન ડાયોકસાઈડ) વાયુ આવશ્યક છે.
જવાબ : મૃદુતક પેશી, સ્થૂલકોણક પેશી અને દ્રઢોતક પેશી એ વનસ્પતિની ત્રણ સરળ સ્થાયી પેશીઓ છે.
જવાબ : વનસ્પતિમાં નમ્યતાનું લક્ષણ સ્થૂલકોણક પેશીના કારણે હોય છે.
જવાબ : જલવાહક પેશીના ઘટકોનાં નામ : (1) જલવાહિનિકી, (2) જલવાહિની, (3) જલવાહક તંતુઓ (દ્રઢોતક) અને (4) જલવાહક મૃદુતક.
જવાબ : અન્નવાહક પેશીની રચના કરતાં એકમો : (1) ચાલનીનલિકા, (2) સાથીકોષ, (3) અન્નવાહક તંતુ અને (4) અન્નવાહક મૃદુતક.
જવાબ : આંતર્વિષ્ટ વર્ધનશીલ પેશીનું સ્થાન : પર્ણોના તલપ્રદેશમાં, ડાળીઓની આંતરગાંઠની બંને તરફ.
જવાબ : સક્રિય વિભાજન પામતા કોષોમાં કણાભસૂત્ર અંગિકાની હાજરી અને રસધાની અંગિકાની ગેરહાજરી હોય છે.
જવાબ : મૃદુતક પેશીના વિશિષ્ટ પ્રકાર કાર્ય 1. હરિતકણોતક - પ્રકાશસંશ્લેષણ 2. વાયૂતક - તારકતા
જવાબ : હરિતકણોતક સિવાય સ્થૂલકોણક પેશી હરિતકણ ધરાવતી હોઈ શકે.
જવાબ : કોષોમાં રસધાનીની હાજરી ધરાવતી પેશી : (1) મૃદુતક અને (2) સ્થૂલકોણક
જવાબ : મરુનિવાસી વનસ્પતિઓમાં અધિસ્તર પર મીણ જેવા જલ અવરોધક રાસાયણિક પદાર્થ ક્યુટીનનું લેપન થયેલુ હોય છે.
જવાબ : સુબેરીન વૃક્ષની છાલને હવા તેમજ પાણી માટે અપ્રવેશશીલ પટલ જેવું બનાવે છે.
જવાબ : શ્વાસ ક્રિયા કણાભસૂત્ર અંગિકાના કાર્ય માટે અગત્યની છે.
જવાબ : શ્વાસનળીમાં શ્લેષ્મને બહાર ધકેલી તે પ્રદેશને સ્વચ્છ રાખવાનું પક્ષ્મલ હલનચલન મદદરૂપ છે.
જવાબ : અન્નનળીનું અસ્તર લાદીસમ અધિચ્છદ અને લાળગ્રંથીની નલિકાનું અસ્તર ઘનાકાર અધિચ્છદ પેશી ધરાવે છે.
જવાબ : રુધિરરસ એટલે રુધિર પેશીના પ્રવાહી આંતરકોષીય આધારક દ્વવ્ય.
જવાબ : રુધિરરસમાં મુખ્યેત્વે પ્રોટીન, મીઠું (NaCl), અંત: સ્ત્રાવ વગેરે દ્વવ્યો હોય છે.
જવાબ : હાવસિયનનલિકા અસ્થિ પેશીનું લક્ષણ છે.
જવાબ : મેદપૂર્ણ પેશી ત્વચાની નીચે જોવા મળે છે. તે ઉષ્માનિયમનનું કાર્ય કરે છે.
જવાબ : અરેખિત સ્નાયુ પેશી આંખની કીકી, મૂત્રવાહિની, શ્વાસવાહિની, અન્નનળી અને રુધિરવાહિનીમાં જોવા મળે છે.
જવાબ : અક્ષતંતુ એક જ હોય અને લાંબો પ્રવર્ધ છે, જયારે શિખાતંતુ એક અથવા વધારે અને ટૂંકા પ્રવર્ધ છે.
જવાબ : ચેતા અને સ્નાયુ પેશીનું કાર્યાત્મક સંયોજન ઉત્તેજનાને અનુલક્ષીને પ્રાણીઓને ઝડપી ગતિશીલતા આપે છે.
જવાબ : વનસ્પતિઓમાં બાષ્પોત્સર્જનની ક્રિયા વડે વધારાના પાણીને બાષ્પરૂપે દૂર કરી જલનિયમન જળવાય છે. બાષ્પરૂપે પાણી દૂર કરતાં બહારની ઉષ્મા વાતાવરણમાં પાછી ફેંકી વનસ્પતિના આંતરિક ભાગોને ગરમી સામે રક્ષણ આપે છે.
જવાબ : પર્ણમાં આવેલ હરિતકણોતક એ મૃદુતક પેશીનું રૂપાંતરિત સ્વરૂપ છે.
જવાબ : લિગ્નિનનું સ્થૂલન થવાથી કોષો જીવંતતા ગુમાવી મૃત બને છે.
જવાબ : અન્નવાહક પેશીના ચાલનીનલિકામાં ઘટકમાં છિદ્રાળુ દીવાલ આવેલી છે.
જવાબ : સ્થૂલકોણક પેશી સ્થૂલન ધરાવતી હોવા છતાં જીવંત છે.
જવાબ : જલવાહક પેશીનો જલવાહક મૃદુતક ઘટક પાર્શ્વિય વહનમાં સહાય કરે છે.
જવાબ : જલવાહક પેશીનો જલવાહક તંતુ વહન કાર્ય સાથે સંકળાયેલ નથી.
જવાબ : સ્થૂલકોણક પેશીને કારણે વનસ્પતિનાં અંગો તૂટ્યા વગર સહેલાઈથી વળી શકે છે.
જવાબ : ચરબીનો સંગ્રહ કરવો એ મેદપૂર્ણ પેશીનું મુખ્ય કાર્ય છે.
જવાબ : લાદીસમ અધિચ્છદ પેશીનું કાર્ય શરીરના અંત:સ્થ ભાગોનું, જંતુઓના પ્રવેશ અને ઘા પડવા સામે રક્ષણ કરવાનું છે.
જવાબ : તંતુઘટક સંયોજક પેશી ત્વચા અને સ્નાયુની વચ્ચે પૂરણ તરીકે હોય છે.
જવાબ : અન્નમાર્ગમાં સ્તંભીય અધિચ્છદ પેશી શોષણ અને સ્ત્રાવ કાર્ય સાથે સંકળાયેલી છે.
જવાબ : રુધિરનો લાલ રંગ લાલ રુધિરકોષોને આભારી છે.
જવાબ : અસ્થિકોષો કેલ્શિયમ અને ફોસ્ફરસના ક્ષારોનાં બનેલા નક્કર આંતરકોષીય દ્રવ્યમાં જકડાયેલા હોય છે.
જવાબ : માનવમાં અસ્થિ અને સ્નાયુને સ્નાયુબંધ સંયોજક પેશી જોડે છે.
જવાબ : અરેખિત સ્નાયુ પેશીમાં ઘેરી અને આડી પટ્ટીઓ આવેલી નથી.
જવાબ : હૃદ સ્નાયુ પેશી એક પણ ક્ષણ વિશ્રામ કર્યા વગર જીવનપર્યત સંકોચન અને વિકોચન પામે છે.
જવાબ :
વનસ્પતિઓ |
પ્રાણીઓ |
- વનસ્પતિઓ ગતિ કરતી નથી. તેઓ એક સ્થાને સ્થાપિત હોય છે. | - પ્રાણીઓ આહાર, પ્રજનન અને રહેઠાણ માટે વિચરણ કરે છે. |
- તેમની મોટા ભાગની પેશીઓ આધાર અને સંરચનાકીય મજબૂતાઈ માટે મૃત હોય છે. | - તેમની મોટા ભાગની પેશી જીવંત હોય છે. |
- પ્રાણીઓની તુલનામાં ઓછી ઊર્જા વાપરે છે. | - વનસ્પતિઓની તુલનમાં તેઓ વધુ ઊર્જા વાપરે છે. |
- વનસ્પતિઓની વૃદ્વિ કેટલાક પ્રદેશો કે ક્ષેત્રો સુધી સીમિત રહે છે. | - પ્રાણીઓમાં કોષીય વૃદ્વિ મોટા ભાગે સમાન હોય છે. |
- વનસ્પતિઓમાં વર્ધમાન અને અવર્ધમાન પ્રદેશોની નિશ્ચિતતા હોય છે. | - પ્રાણીઓમાં વર્ધમાન અને અવર્ધમાન પ્રદેશોની કોઈ નિશ્ચિતતા હોતી નથી. |
- વનસ્પતિઓ સ્થાયી હોવાથી પ્રચલન માટે કોઈ અનુકૂલનની આવશ્યતા નથી. | - પ્રાણીઓ પ્રચલન માટે અંગતંત્રોમાં વિકાસના હેતુ માટે વિભિન્ન પ્રકારનું અનુકૂલન ધરાવે છે. |
જવાબ : વર્ધનશીલ પેશી એટલે જ પેશીના કોષો કોષવિભાજન પામી નવા કોષોનું સર્જન કરે.
વનસ્પતિદેહમાં વૃદ્વિ કેટલાક નિશ્ચિત પ્રદેશોમાં જ થાય છે. આ સ્થાને વર્ધનશીલ પેશી આવેલી છે. સ્થાનને આધારે વર્ધનશીલ પેશીના ત્રણ પ્રકાર છે : (1) અગ્રસ્થ વર્ધનશીલ પેશી (Apical Meristem) સ્થાન : મૂળની ટોચ (મૂલાગ્ર) અને પ્રકાંડની ટોચ (પ્રરોહણ) નાં ભાગે. કાર્ય : નવા કોષોના સર્જન વડે મૂળ અને પ્રકાંડની લંબાઇમાં વધારો કરે. (2) આંતર્વિષ્ટ વર્ધનશીલ પેશી (Intercalary Meristem) સ્થાન : આંતગ્રાહીય સ્થાને, બે સ્થાયી પેશીની વચ્ચે, ડાળીઓની આંતરગાંઠની બંને તરફ અને પર્ણોના તલપ્રદેશમાં. કાર્ય : આંતરગાંઠો વચ્ચેનું અંતર વધારે. (3) પાર્શ્ચીય વર્ધનશીલ પેશી (Lateral Meristem) સ્થાન : દ્વિદળી વનસ્પતિ અંગો (મૂળ, પ્રકાંડ) માં પરિઘીય વિસ્તાર. કાર્ય : મૂળ અને પ્રકાંડની પરિઘીય વૃદ્વિ વધારે. જવાબ : મૃદુતક પેશી : વનસ્પતિમાં કોષોના થોડાક સ્તરો આધારોતક કાર્ય કરતી પેશીનું નિર્માણ કરે છે તેને મૃદુતક પેશી કહે છે.
તે સરળ સ્થાયી પેશીનો એક પ્રકાર છે. લક્ષણો : (1) કોષો જીવંત હોય છે. (2) મૃદુતક પેશી પાતળી કોષદીવાલવાળા સરળ કોષોની બનેલી છે. (3) કોષો સામન્ય રીતે શિથિલ ગોઠવણી ધરાવતા હોવાથી કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ રહેલો છે. (4) કોષોના કોષરસમાં મોટી રસધાની હોય છે. (5) કોષો અનુપ્રસ્થ છેદમાં ગોળાકાર અને આયામ છેદમાં લંબચોરસ હોય છે. પ્રકાર : મૃદુતકના કોષો હરિતદ્વવ્ય (Chlorophyll) યુક્ત હરિતકણ ધરાવતા હોય, તો તેને હરિતકણોતક (Chlorenchyma) કહે છે. તે પ્રકાશસંશ્લેષણનું કાર્ય કરે છે. જલીય વનસ્પતિઓમાં ખૂબ જ મોટા હવાકોટરો ધરાવતી મૃદુતક પેશી આવેલી છે. આ પ્રકારની મૃદુતકને વયૂતક (Aerenchyma) પેશી કહે છે. તે જલીય વનસ્પતિઓને તરવા માટે તારક બળ આપે છે.જવાબ : મૃદુતક પેશી નીચેના કાર્યો કરે છે :
(1) તે ખોરાકનો સંગ્રહ અને ઉત્પાદન (પ્રકાશસંશ્લેષણ) કરવાનું કાર્ય કરે છે. (2) તે અન્ય પેશીઓ વચ્ચે રહી પૂરણ પેશી તરીકે આધાર આપવાનું કાર્ય કરે છે. (3) તે પોષક દ્રવ્યો અને પાણીનો સંગ્રહ પણ કરે છે. (4) તે વનસ્પતિનાં અંગોનું આધારોતક રચે છે. (5) તે જલીય વનસ્પતિ અંગોને તારક ક્ષમતા બક્ષે છે. (6) તે જીવરસના ઘટકોનું સંયોજન કરે છે.જવાબ : સ્થૂલકોણક પેશી : વનસ્પતિઓમાં નમ્યતાનું લક્ષણ આપતી સરળ સ્થાયી પેશીને સ્થૂલકોણક પેશી કહે છે.
સ્થાન : વનસ્પતિના કુમળા પર્ણદંડ અને પ્રકાંડમાં અધિસ્તરની નીચે આવેલ હોય છે. લક્ષણો : (1) આ પેશીના કોષો જીવંત, લાંબા અને કોણીય (ખૂણા) બાજુ અનિયમિત મોટા હોય છે. (2) કોષોની વચ્ચે આંતરકોષીય અવકાશ ઓછો હોય છે. (3) કોષોની પ્રાથમિક દીવાલ પર ખૂણાના ભાગે સ્થૂલન થયેલું હોય છે. કાર્યો : (1) વનસ્પતિનાં અંગો (પ્રકાંડ, પર્ણ) ને નમ્યતા અને સ્થિતિસ્થાપકતા આપે છે. (2) વનસ્પતિઓને યાંત્રિક આધાર પણ આપે છે.જવાબ : સ્થૂલકોણક પેશી : મૃત કોષો ધરાવતી સરળ સ્થાયી પેશીને દ્રઢોતક પેશી કહે છે.
સ્થાન : પ્રકાંડમાં, વાહિપુલની નજીક, પર્ણોની શિરાઓમાં તેમજ બીજ અને ફળોની કઠણ છાલમાં હોય છે. નાળિયેરની રેસાયુક્ત છાલ દ્રઢોતક પેશીની બનેલી છે. લક્ષણો : (1) આ પેશીના કોષો લાંબા અને સાંકડા હોય છે. (2) કોષોની પ્રાથમિક દીવાલ પર લિગ્નિનનું સ્થૂલન (જમાવટ) હોય છે. (3) કોષોની દીવાલ જાડી હોય છે. (4) કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ હોતો નથી. (5) કોષો મૃત હોય છે. કાર્ય : વનસ્પતિના ભાગોને દ્રઢતા (સખતતા) અને મજબૂતાઈ આપે છે.જવાબ : વનસ્પતિનાં અંગોની સૌથી બહારના એક સ્તરને અધિસ્તર કહે છે.
રચના : અધિસ્તરના કોષો મૃદુતક પેશીના બનેલા, એક સ્તરમાં ગોઠવાયેલા અને આંતરકોષીય અવકાશ વગર સળંગ ગોઠવણી ધરાવે છે. મોટા ભાગના અધિસ્તરીય કોષો ચપટા હોય છે અને તેમની બાહ્ય તથા પાર્શ્વ દીવાલ આંતરિક કોષદીવાલ કરતાં જાડી હોય છે. વનસ્પતિના હવાઈ ભાગોના અધિસ્તરીય કોષો જળ પ્રતિરોધક મીણ (ક્યુટીન) ના સ્ત્રાવથી આવરિત હોય છે. કાર્યો : (1) અધિસ્તર વનસ્પતિના બધા ભાગોને રક્ષણ આપે છે. (2) અધિસ્તર પર મીણયુક્ત (ક્યુટીન) આવરણ વનસ્પતિને પાણીના વ્યયથી સામે રક્ષણ, યાંત્રિક ઈજા અને પરોપજીવી ફૂગ સામે રક્ષણ આપે છે. (3) શુષ્ક વસવાટમાં આવેલી કેટલીક વનસ્પતિઓમાં અધિસ્તર જાડું હોય છે તે પાણી ગુમાવવાની સામે વનસ્પતિને રક્ષણ આપે છે. (4) મૂળના અધિસ્તરીય કોષો ભૂમિમાંથી પાણીનું શોષણ કરે છે.જવાબ : વૃક્ષની છાલનું નિર્માણ : વૃક્ષની ઉંમર વધવાની સાથે તેની બાહ્ય રક્ષણાત્મક પેશીઓમાં કેટલાંક પરિવર્તન થાય છે.
દ્વિતીય વર્ધનશીલ પેશીની પટ્ટી પ્રકાંડના અધિસ્તરનું સ્થાન મેળવી લે છે. બહારની તરફના કોષો વિભાજન પામી વધારે સ્તરોવાળી જાડી છાલનું નિર્માણ કરે છે. છાલની વિશિષ્ટતાઓ : (1) છાલના કોષો મૃત હોય છે. (2) છાલના કોષો આંતરકોષીય અવકાશ વગરની ચુસ્ત ગોઠવણી ધરાવે છે. (3) કોષોની દીવાલ પર સુબેરીન રસાયણનું સ્થૂલન હોય છે. (4) છાલના કોષો હવા તેમજ પાણી માટે અપ્રવેશશીલ હોય છે. જવાબ : વનસ્પતિમાં પાણી અને દ્વાવ્ય ખનિજ ક્ષારોનું મૂળથી પર્ણ સુધી વહનનું કાર્ય કરતી જટિલ સ્થાયી પેશીને જલવાહક પેશી કહે છે.
રચના : જલવાહક પેશીના બંધારણમાં ચાર ઘટકોનો સમાવેશ થાય છે. (1) જલવાહિનિકી, (2) જલવાહિની, (3) જલવાહક મૃદુતક અને (4) જલવાહક તંતુઓ (દ્રઢોતક). જલવાહિનિકી અને જલવાહિનીની સંરચના જાલિકાકાર હોય છે. આ કોષોની કોષદીવાલ જાડી હોય છે. આ એકમો પાણી અને ખનિજ ક્ષારોનું ઊધર્વ તરફ સ્થળાંતર કરે છે. જલવાહક મૃદુતક જલવાહક પેશીનો એકમાત્ર જીવંત ઘટક છે તે ખોરાકનો સંગ્રહ કરે છે તેમજ પાર્શ્વ બાજુએ કિનારી તરફ પાણીના સંવહન કરવામાં મદદરૂપ થાય છે. જલવાહક તંતુઓ મુખ્યેત્વે મજબૂતાઈ અને આધારોતકના કાર્યમાં મદદરૂપ છે.જવાબ : વનસ્પતિઓમાં પર્ણથી વિવિધ અંગો સુધી ખોરાકનાં કાર્બનિક દ્વવ્યોના વહનનું કાર્ય કરતી જટિલ સ્થાયી પેશીને અન્નવાહક પેશી કહે છે.
રચના : અન્નવાહક પેશી ચાર પ્રકારના એકમો : (1) ચાલનીનલિકાઓ, (2) સાથીકોષો, (3) અન્નવાહક મૃદુતક અને (4) અન્નવાહક તંતુઓની બનેલી છે. ચાલનીનલિકા છિદ્વિષ્ટ કોષદીવાલ યુક્ત અને નલિકાકાર કોષીય રચના છે. તે કોષકેન્દ્રવિહીન અને જીવંત કોષરસ ધરાવતી રચના છે. અન્નવાહક તંતુઓ સિવાયના અન્નવાહક પેશીના એકમો જીવંત હોય છે. કાર્ય : તે ખોરાકના વહનનું કાર્ય કરે છે. અન્નવાહક પેશીમાં પદાર્થોનું વહન બંને દિશાઓમાં થઇ શકે છે.જવાબ : પ્રાણીઓ શરીરને ઢાંકતી કે બાહ્ય આવરણ સ્વરૂપે રક્ષણ આપતી પેશી અધિચ્છદ પેશી તરીકે ઓળખાય છે. તે શરીરની અંદર રહેલાં મોટા ભાગનાં અંગો અને તેમનાં પોલાણોને ઢાંકે છે.
સામાન્ય લક્ષણો : (1) અધિચ્છદ પેશીના કોષો એકબીજા સાથે ચુસ્ત રીતે જોડાઈને આચ્છાદિત આવરણનું નિર્માણ કરે છે. (2) બધી જ અધિચ્છદની નીચે બાહ્ય રેસામય આધાર આપતી આધારકલા હોય છે, જે અન્ય પેશીથી તેને અલગ કરે છે. (3) અધિચ્છદ કોષો વચ્ચે સિમેન્ટ દ્રવ્ય ખૂબ ઓછી માત્રામાં હોય છે. (4) મોટા ભાગે કોષો વચ્ચે આંતરકોષીય અવકાશનો અભાવ હોય છે. સ્થાન : ત્વચા, મોંનું અસ્તર, અન્નનળી, રુધિરવાહિનીનું અસ્તર, ફેફસાંના વાયુકોષ્ઠો, મૂત્રપિંડનલિકા વગેરે અધિચ્છદ પેશીના બનેલા છે. કાર્ય : અધિચ્છદ પેશી વિવિધ શારીરિક તંત્રોને એકબીજાથી અલગ કરવા અવરોધ (અંતરાલ) નું નિર્માણ કરતી હોવાથી જે પદાર્થ શરીરમાં પ્રવેશે કે બહાર નીકળે તે અધિચ્છદના સ્તર (પટલ) માંથી પસાર થાય છે. આથી વિવિધ પ્રકારની અધિચ્છદ પેશીના કોષો વચ્ચેની પરગમ્યતા, બાહ્ય વાતાવરણ અને શરીર તેમજ શરીરનાં વિવિધ અંગો વચ્ચે પદાર્થોની આપ – લે માં મહત્વની ભૂમિકા ભજવે છે.જવાબ : લાદીસમ અધિચ્છદ પેશીના બે પ્રકાર છે : (1) સરળ લાદીસમ અધિચ્છદ, (2) સ્તૃત લાદીસમ અધિચ્છદ.
(1) સરળ લાદીસમ અધિચ્છદ: ગોઠવણી : તેના કોષો ખૂબ જ પાતળા, ચપટા અને નાજુક અસ્તર બનાવતા એક સ્તરમાં ગોઠવાયેલા હોય છે. સ્થાન : રુધિરવાહિનીઓ, ફેફસાંના વાયુકોષ્ઠ, અન્નનળી અને મોંના અસ્તર કાર્ય : તેના વડે પદાર્થોનું વહન પસંદગીમાન પ્રવેશશીલ પટલ વડે થાય છે. (2) સ્તૃત લાદીસમ અધિચ્છદ: ગોઠવણી : તેના કોષો અનેક સ્તરોમાં સુવ્યવસ્થિત ગોઠવણી ધરાવે છે. સ્થાન : ત્વચાનું અધિચર્મ કાર્ય : બાહ્ય ઈજાઓ વડે કપાવાથી કે ફાટવા સામે રક્ષણ આપે છે.જવાબ : સંયોજક પેશી એટલે બે પેશીઓ કે અંગો વચ્ચે પુરણ કે જોડાણ સાધી, આધાર આપતી પ્રાણીપેશી.
લક્ષણ : પેશીના કોષો એકબીજા સાથે ઓછા જોડાયેલા અને તેમની વચ્ચે આવેલા વધારે પ્રમાણમાં આંતરકોષીય આધારક દ્રવ્યમાં ગોઠવાયેલા છે. આંતરકોષીય આધારક દ્રવ્ય : તે જેલી જેવું, પ્રવાહી, ઘનતા ધરાવતું કે બરડ હોય છે. આંતરકોષીય આધારક દ્રવ્યની લાક્ષણીકતા સંયોજક પેશીના કાર્ય અનુરૂપ પરિવર્તનશીલ રહે છે. પ્રકાર : રુધિર, અસ્થિ, કાસ્થિ, અસ્થિબંધ, કાસ્થિબંધ, તંતુઘટક પેશી અને મેદપૂર્ણ પેશી.જવાબ : આ પેશી સ્નાયુબંધ વડે કંકાલ (અસ્થિ) સાથે જોડાણ ધરાવે છે અને શારીરિક ગતિશીલતા પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. તેથી તેને કંકાલ સ્નાયુ પેશી કહે છે.
આ સ્નાયુ પેશીનું હલનચલન પ્રાણીની ઈચ્છાશક્તિને આધીન એટલે કે આપણી ઈચ્છા અનુસાર જરૂરિઆત પ્રમાણે ગતિ કરાવી શકીએ કે રોકી શકતા હોવાથી તેને ઐચ્છિક સ્નાયુ પેશી કહે છે. સુક્ષ્મદર્શક યંત્રમાં જોતા આ પેશીના સ્નાયુતંતુઓમાં એકાંતરે ઘેરી અને ઝાંખી આડી પટ્ટીઓ જેવી રેખાઓ જોવા મળે છે. તેથી તેને રેખિત સ્નાયુ પેશી કહે છે. સ્થાન : તે ઉપાંગો, શરીરદીવાલ, જીભ, કંઠનળીમાં જોવા મળે છે. સ્નાયુતંતુ : આ પેશીના તંતુઓ લાંબા, નળાકાર, અશાખિત અને બહુકોષકેન્દ્રી હોય છે.જવાબ : સ્નાયુ પેશીના ત્રણ પ્રકાર છે : (1) રેખિત સ્નાયુ પેશી, (2) અરેખિત સ્નાયુ પેશી, (3) હૃદ સ્નાયુ પેશી.
રેખિત સ્નાયુ પેશી | અરેખિત સ્નાયુ પેશી | હૃદ સ્નાયુ પેશી | |
સ્નાયુતંતુ |
અશાખિત |
અશાખિત |
શાખિત |
ગતિશીલતા |
ઐચ્છિક |
અનૈચ્છિક |
અનૈચ્છિક |
ઘેરી અને ઝાંખા પટ્ટાઓ |
હાજર |
ગેરહાજર |
હાજાર |
આકાર |
લાંબા, નળાકાર |
લાંબા, ત્રાકાકાર |
લાંબા, નળાકાર |
કોષકેન્દ્રોની સંખ્યા |
બહુકોષકેન્દ્રી |
એકકોષકેન્દ્રી |
એકકોષકેન્દ્રી |
કોષકેન્દ્રનાં સ્થાન |
સ્નાયુતંતુના પરિઘ તરફ |
સ્નાયુતંતુની મધ્યમાં |
હૃદ સ્નાયુકોષની મધ્યમાં |
જવાબ : ચેતા પેશીનું સ્થાન: મગજ (મસ્તિષ્ક), કરોડરજ્જુ અને ચેતાઓ.
ચેતા પેશીના કોષો : ચેતા પેશીના કોષને ચેતાકોષ કહે છે. ચેતાકોષની રચના : ચેતાકોષમાં કોષકેન્દ્ર અને ચેતારસ (કોષરસ) આવેલો છે. ચેતાકોષમાંથી લાંબી, પાતળી શાખાઓ નીકળે છે. ચેતાકોષની લંબાઈ : ચેતાકોષ 1 મીટર લંબાઈ ધરાવતો હોઈ શકે છે.
ચેતાનું નિર્માણ : ઘણા ચેતાતંતુ (અક્ષતંતુ) ઓ સંયોજક પેશી વડે સંકળાઈને ચેતાનું નિર્માણ કરે છે.
કાર્ય : ચેતા પેશીના કોષો ખૂબ જ ત્વરિત ઉત્તેજિત થઇ, આ ઉત્તેજના ખૂબ ઝડપથી શરીરમાં
એક જગ્યાએથી બીજી જગ્યા સુધી વહન કરે છે.જવાબ :
વર્ધનશીલ પેશી |
સ્થાયી પેશી |
1. તેના કોષો હંમેશા જીવંત હોય છે તેમજ સતત કોષવિભાજન પામવાનો ગુણધર્મ ધરાવે છે. | 1. તેના કોષો જીવંત કે મૃત હોય છે તેમજ કોષોમાં વિભાજન પામવાનો ગુણધર્મ હોતો નથી. |
2. તેના કોષોમાં રસધાનીઓનો અભાવ હોય છે તેમજ કોષોની વચ્ચે આંતરકોષીય અવકાશ હોતો નથી. | 2. તેના જીવિત કોષોમાં રસધાનીઓ હોય છે તેમજ પેશીના પ્રકાર પ્રમાણે આંતરકોષીય અવકાશ હોય છે. |
3. તે વનસ્પતિના મુલાગ્ર, પ્રરોહાગ્ર અને પ્રકાંડની ગાંઠોમાં કે ઘણાંખરા વાહિપુલોમાં જોવા મળે છે. | 3. તે પેશી વનસ્પતિના મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, બીજ વગેરે બધા જ અંગોમાં જોવા મળે છે. |
4. તે વનસ્પતિની વૃદ્વિમાં મદદ કરે છે તેમજ તેના કોષો કદી વિભેદન દર્શાવતા નથી. | 4. તે વનસ્પતિમાં વિભેદન પામ્યા પછી વિવિધ કાર્યો દર્શાવે છે. |
જવાબ :
મૃદુતક પેશી |
દ્રઢોતક પેશી |
1. જે જીવંત કોષોની બનેલી છે. | 1. તે મૃત કોષોની બનેલી છે. |
2. તેના કોષોની દીવાલ પાતળી અને સેલ્યુલોઝની બનેલી છે. | 2. તેના કોષોની સેલ્યુલોઝની બનેલી પ્રાથમિક દીવાલ પર અંદરની બાજુ લિગ્નિનનું સ્થૂલન હોવાથી કોષદીવાલ જાડી હોય છે. |
3. તેના કોષો વચ્ચે સામાન્ય રીતે સ્પષ્ટ આંતરકોષીય અવકાશ જોવા મળે છે. | 3. તેના કોષો વચ્ચે આંતરકોષીય અવકાશનો અભાવ છે. |
4. આ પેશીમાં હરિતકણોતક પેશી અને વાયૂતક એમ બે વિશિષ્ટ પ્રકાર જોવા મળે છે. | 4. આ પેશીના કોઈ વિશિષ્ટ પ્રકાર નથી. |
5. તે આધારોતક રચવાના અને આધાર આપવાના કાર્ય સાથે તેમજ સંગ્રહ, પ્રકાશસંશ્લેષણ, તરકતા જેવાં કાર્યો સાથે સંકળાયેલી છે. | 5. તે યાંત્રિક મજબૂતાઈ અને સખતાઈ પૂરી પાડે છે. |
6. તે પૂરક પેશી છે. | 6. તે મૃત યાંત્રિક પેશી છે. |
જવાબ :
સ્થૂલકોણક પેશી |
દ્રઢોતક પેશી |
1. તેના કોષો જીવંત હોય છે. | 1. તે મૃત કોષોની બનેલી છે. |
2. તેમાં પેક્ટીનનું સ્થૂલન થયેલું હોય છે. | 2. તેમાં લિગ્નિનનું સ્થૂલન થયેલું હોય છે. |
3. કોષોના ખુણાઓના ભાગમાં સ્થૂલન વિશેષ જોવામાં આવે છે. | 3. કોષની બધી જ કોષદીવાલો પર લગભગ સમાન સ્થૂલન થાય છે. |
4. તે વનસ્પતિ અંગોને યાંત્રિક મજબૂતાઈની સાથે સાથે નમ્યતા પણ બક્ષે છે. | 4. તે વધુ મજબૂતાઈ આપે છે. તે નમ્યતા નહિ, પરંતુ કઠિનતા (સખતાઈ – દ્રઢતા) બક્ષે છે. |
5. કોષોની વચ્ચે અવકાશ ઓછો હોય છે. | 5. કોષોની વચ્ચે આંતરકોષીય અવકાશ હોતો નથી. |
6. તે કુમળા પ્રકાંડ અને પર્ણદંડમાં જોવા મળે છે. | 6. તે પ્રકાંડમાં, વાહિપુલની નજીક, પર્ણોની શિરાઓમાં તેમજ બીજ અને ફળોની કઠણ છાલમાં જોવા મળે છે. |
જવાબ :
જલવાહક પેશી |
અન્નવાહક પેશી |
1. આ પેશી વનસ્પતિમાં પાણી અને દ્રાવ્ય ક્ષારોના ઊર્ધ્વવહન સાથે સંકળાયેલી છે. | 1. આ પેશી વનસ્પતિમાં ઉત્પન્ન થયેલા તેમજ સંગ્રહાયેલા ખોરાકના ઊર્ધ્વવહન તેમજ અધ : વહન સાથે સંકળાયેલી છે. |
2. તેના ઘટકોમાં જલવાહિનિકીઓ, જલાવાહિનીઓ, જલવાહક મૃદુતક અને જલવાહક તંતુઓનો સમાવેશ થાય છે. | 2. તેના ઘટકોમાં ચાલનીનલિકાઓ, સાથીકોષો, અન્નવાહક મૃદુતક અને અન્નવાહક તંતુઓનો સમાવેશ થાય છે. |
3. જલવાહક મૃદુતક સિવાયના અન્ય સર્વ ઘટકો મૃત કોષોના બનેલા હોય છે. | 3. અન્નવાહક તંતુઓ સિવાયના અન્ય સર્વ ઘટકો જીવિત કોષોના બનેલા હોય છે. |
4. જલવાહક મૃદુતક સિવાયના અન્ય સર્વ ઘટકોની કોષદીવાલ પર લિગ્નિનનું સ્થૂલન હોય છે. | 4. અન્નવાહક તંતુઓ સિવાયના કોઈ પણ ઘટકોની કોષદીવાલ પર લિગ્નિનનું સ્થૂલન હોતું નથી. |
જવાબ :
અસ્થિ |
કાસ્થિ |
1. તે ઘન, બરડ અને અસ્થિતિસ્થાપક હોય છે. | 1. તે ઘન, આંશિક રીતે કઠણ અને સ્થિતિસ્થાપક હોય છે. |
2. તેના પેશીકોષોને અસ્થિકોષો કહે છે. | 2. તેના પેશીકોષોને કાસ્થિકોષો કહે છે. |
3. તેના આધારક દ્રવ્યમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ વધારે પ્રમાણમાં હોય છે. | 3. તેનું આધારક દ્રવ્ય મુખ્યેત્વે પ્રોટીન અને શર્કરાનું બનેલું છે. |
4. તે હાડપિંજરનું નિર્માણ કરી શરીરને આકાર આપે ઉપરાંત શરીરનાં મુખ્ય અંગોને આધાર આપે છે. | 4. તે અસ્થિઓના સાંધાઓને લીસા બનાવે છે. |
5. અસ્થિને વાળી શકાતા નથી. | 5. કેટલાક કાસ્થિને વાળી શકાય છે. |
જવાબ :
રેખિત સ્નાયુ |
અરેખિત સ્નાયુ |
1. તે ઐચ્છિક સ્નાયુ પેશી છે. | 1. તે અનૈચ્છિક સ્નાયુ પેશી છે. |
2. તેમાં ક્રમશ: રીતે ગોઠવાયેલાં ઘેરાં બિંબ અને ઝાંખાં બિંબ હોય છે. | 2. તેમાં ઘેરાં બિંબ અને ઝાંખાં બિંબનો અભાવ હોય છે. |
3. તેની રચના કરતા કોષો લાંબા અને નળાકાર તંતુ જેવા હોય છે. | 3. તેની રચના કરતા કોષો લાંબા, બંને છેડે અણીદાર ત્રાકાકાર હોય છે. |
4. તેના સ્નાયુતંતુ બહુકોષકેન્દ્રીય હોય છે. | 4. તેના સ્નાયુતંતુ એકકોષકેન્દ્રીય હોય છે. |
5. હાડકાં સાથે ચોંટેલા હોવાથી તેને કંકાલ સ્નાયુ પેશી પણ કહે છે. | 5. તેને સરળ સ્નાયુ પેશી પણ કહે છે. |
6. તે હાથ – પગના હલનચલન સાથે સંકળાયેલા છે. | 6. તે અન્નનળીમાં ખોરાકઅ વહન, રુધિરવાહિનીમાં રુધિરપ્રવાહના વહન સાથે સંકળાયેલા છે. |
જવાબ :
અધિચ્છદીય પેશી |
સંયોજક પેશી |
1. તેની રચનામાં મોટી સંખ્યામાં કોષો હોય છે. | 1. તેની રચનામાં ઓછી સંખ્યામાં કોષો હોય છે. |
2. તેમાં કોષો પાસેપાસે અને એકબીજાના સંપર્કમાં રહીને ગોઠવાયેલા હોય છે. | 2. તેમાં કોષો આંતરકોષીય દ્રવ્યમાં છૂટાછવાયા પથરાયેલા કે તરતા હોય છે. |
3. કોષોની વચ્ચે આંતરકોષીય દ્રવ્ય ખૂબ જ ઓછું હોય છે. | 3. આંતરકોષીય દ્રવ્ય ઘટ્ટ રસ, તંતુઓ કે પ્રવાહી સ્વરૂપે હોય છે. |
4. તેના કોષો કોષવિહીન આધારકલા પર ચોંટીને ગોઠવાયેલા હોય છે. | 4. તેના કોષો કોષવિભાજન પામી નવા કોષો સર્જે છે. |
જીવવિજ્ઞાન
The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.
The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.
For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.