GSEB Solutions for ધોરણ ૧૨ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

તાપમાન વધારતાં % w/v ના મૂલ્ય માં..............

Hide | Show

જવાબ : ઘટાડો થાય.


એક બાર બરાબર કેટલા મિમી દબાણ ?

Hide | Show

જવાબ : 760


પોટાશ એલમ ના પ્રમાણસૂચક સૂત્રનું મૂલ્ય કેટલા ગ્રામ/સૂત્રભાર છે ?

Hide | Show

જવાબ : 474


કોઈપણ એક દ્રાવણનું નામ જણાવો.

Hide | Show

જવાબ : પિત્તળ


વાયુની દ્રાવ્યનો આધાર કયાં પરિબળ ઉપર રહેલો નથી ?

Hide | Show

જવાબ : સુયોજન કે વિયોજન


પાણી અને............નું સમાંગ દ્રાવણ બની ન શકે.

Hide | Show

જવાબ : બેન્ઝિન, ઈથર અને કાર્બન ટેટ્રાકલોરાઈડ


% w/v પ્રકારના દ્રાવણને...........ને અનુલક્ષી ને પ્રતિશત પ્રમાણ કહે છે.

Hide | Show

જવાબ : દ્રાવ્યનાં વજન


ઝીંક - મરક્યુરી સંરસ એ કયાં દ્રાવણ નું ઉદાહરણ છે ?

Hide | Show

જવાબ : ઘન


% v/v પ્રકારના દ્રાવણને...........ને અનુલક્ષીને પ્રતિશત પ્રમાણ કહે છે.

Hide | Show

જવાબ : દ્રાવ્યનાં કદ


જુદા જુદા તાપમાને દ્રાવણની કઈ સાંદ્રતા ના મૂલ્યો બદલાશે ?

Hide | Show

જવાબ : મોલ -- અંશ


તાપમાન વધવાથી વાયુરૂપ દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા માં શું ફેરફાર થાય?

Hide | Show

જવાબ : ઘટે છે.


શાના લીધે પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા વધે ?

Hide | Show

જવાબ : તાપમાન ઘટવાથી


હેન્રીનો નિયમ શામાં ઉપયોગી છે ?

Hide | Show

જવાબ : ઠંડા પીણાંની બનાવટમાં


બાષ્પદબાણના સાપેક્ષ ઘટાડાનો નિયમ કયાં વૈજ્ઞાનિકે રજૂ કર્યા ?

Hide | Show

જવાબ : રાઉલ્ટ


રાઉલ્ટનો નિયમ કયાં દ્રાવણને લાગુ પડતો નથી ?

Hide | Show

જવાબ : અતિ સાંદ્રદ્રાવણ


ફેફસાંમાં ઓક્સિજન વાયુની હિમોગ્લોબિન સાથેની પ્રક્રિયામાં કયાં નિયમનો ઉપયોગ થાય છે ?

Hide | Show

જવાબ : હેન્રીનો નિયમ


કયો ગુણધર્મ સંખ્યાત્મક છે ?

Hide | Show

જવાબ : અભિસરણ દબાણ


મરજીવાઓ દરિયામાં ડૂબકી મારતી વખતે ઓક્સિજન સિલિન્ડર કયો વાયું મિશ્ર કરે છે ?

Hide | Show

જવાબ : He


પ્રતિપ્રસારણ પદ્ધતિમાં વપરાતા અર્ધપારગમ્ય પડદાના ઉદાહરણ આપો.

Hide | Show

જવાબ : સેલ્યુલોઝ એસીટેટ


કયો સંખ્યાત્મક ગુણ નથી.

Hide | Show

જવાબ : બરફ દ્રાવણની pH


બેન્ઝિન અમે ટોલ્યુઈન એ..............બનાવે છે.

Hide | Show

જવાબ : આદર્શ દ્રાવણ


દ્રાવણનું ઉત્કલનબિંદુ કોના ઉપર આધારિત નથી ?

Hide | Show

જવાબ : દ્રાવણનો જથ્થો


દ્રાવણના ઉત્કલનબિંદુમાં થતો વધારો કોના સમપ્રમાણમાં હોય છે ?

Hide | Show

જવાબ : દ્રાવણની મોલાલીટી


...............નું બાષ્પદબાણ મહત્તમ છે.

Hide | Show

જવાબ : HCl


દ્રાવ્યને પાણીમાં ઓગળતા બનતા દ્રાવણનું ................

Hide | Show

જવાબ : ઠારબિંદુ ઘટે


ઘન પદાર્થને પાણીમાં ઓગળવાથી શું થાય છે ?

Hide | Show

જવાબ : ઉત્કલનબિંદુ વધે છે.


કયા મિશ્રણના ઘટકો ને વિભાગીય નીસ્યંદન દ્વારા અલગ કરી શકાય છે ?

Hide | Show

જવાબ : બેન્ઝીન + ટોલ્યુઈન


દ્રાવણના બાષ્પદબાણમાં થતો ફેરફાર કયાં સાધન બળે મપાય છે ?

Hide | Show

જવાબ : મોનોમીટર


જે દ્રાવણ રાઉલ્ટના નિયમ થી ધન કે ઋણ વિચલન દર્શાવે તેને..............દ્રાવણ કહેવાય.

Hide | Show

જવાબ : બિનઆદર્શ


ઠારબિંદુનું અવનયન શાના સમપ્રમાણમાં હોય છે ?

Hide | Show

જવાબ : દ્રાવણની મોલાલીટી


કયુ સંયોજન અધપારગમ્ય પડદા તરીકે વર્તે છે ?

Hide | Show

જવાબ : કોપર ફેરોસાયનાઇડ


આદર્શ દ્રાવણ માટે i=……………….

Hide | Show

જવાબ : 1


રક્તકણો..............માં તેમના તેમજ રહે છે.

Hide | Show

જવાબ : આઈસોટોનિક દ્રાવણ


અભિસરણ દબાણનું મૂલ્ય શાના ઉપર આધારિત નથી ?

Hide | Show

જવાબ : દ્રવ્યકણોના બંધારણ


જે દ્રાવણનું અભિસરણ દબાણ ઓછું હોય તેને................પૂર્વગ લગાવાય છે.

Hide | Show

જવાબ : હાયપો


રક્તકણોને પાણીમાં મુક્ત શું થાય છે ?

Hide | Show

જવાબ : ફૂલે


સુયોજન વખતે વોન્ટ - હોફ અવયવ (i) નું મૂલ્ય................હોય છે.

Hide | Show

જવાબ : 1 થી ઓછું


અભિસરણની ક્રિયા દરમિયાન દ્રાવણ નું કદ..............

Hide | Show

જવાબ : વધે છે.


અર્ધપારગમ્ય પડદાનું ઉદાહરણ જણાવો.

Hide | Show

જવાબ : પાર્ચમેન્ટ પેપર, કોષદિવાલ અને સેલોફેન


પાણીમાં ખાંડ નાખતા બનતા દ્રાવણનું ઉત્કલન બિંદુ………..અને ઠારબિંદુ...............

Hide | Show

જવાબ : વધે, ઘટે


કયો પદાર્થ ઘન, પ્રવાહી અને વાયુ એમ ત્રણેય સ્વરૂપે જોવા મળે ?

Hide | Show

જવાબ : દ્રાવક, દ્રાવ્ય અને દ્રાવણો


..............નું અભિસરણ દબાણ સૌથી વધુ હશે.

Hide | Show

જવાબ : 1 M NaCl


બેરીયમ કલોરાઈડના જલિય દ્રાવણમાં કઈ ક્રિયા થાય છે ?

Hide | Show

જવાબ : વિયોજન


...............માં થારબિંદુનો ઘટાડો સૌથી વધુ હશે.

Hide | Show

જવાબ : 0.1 M બેરીયમ કલોરાઈડ


વાયુ દ્રાવણનું ઉદાહરણ આપો.

Hide | Show

જવાબ : મિશ્ર હવા, ભેજવાળી હવા અને કપૂર નું હવામાં મિશ્રણ


શામાં દ્રાવ્ય પ્રવાહી અવસ્થામાં હોય છે ?

Hide | Show

જવાબ : ઝીંક - મરક્યુરી સરંસ


ધુમાડો એ એક દ્રાવણ છે? આ વાક્ય સાચુ છે કે ખોટૂં તે જણાવો.

Hide | Show

જવાબ : આ વાક્ય ખોટુ છે.


સમઅભીસારી દ્રાવણો માં.............હોય છે.

Hide | Show

જવાબ : સમાન અભિસારણ દબાણ


શાના માટે વોન્ટ - હોફ અવયવ (i) નું મૂલ્ય 1 છે ?

Hide | Show

જવાબ : યુરિયા


દ્રાવણમાં થતી કઈ ક્રિયાને કારણે દ્રવ્યકણ ની સંખ્યા ઘટે ?

Hide | Show

જવાબ : સંયુંગ્મન


100 ml દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્યના જથ્થાને (ગ્રામ માં )..............કહે છે.

Hide | Show

જવાબ : વજન - કદ થી ટકાવારી


કયુ સંયોજન 1 લિટર પાણી માં વધુ દ્રાવ્ય છે ?

Hide | Show

જવાબ : પ્રોપેન ટ્રાયોલ


સાંદ્રતા શોધવાની કઈ રીત તાપમાન પર આધારિત છે ?

Hide | Show

જવાબ : વજન - કદ થી ppm


પરમાણસૂચક સૂત્રોના આધારે મેળવેલ ગ્રામ વજનને .............કહે છે.

Hide | Show

જવાબ : સૂત્રભાર


દ્રાવ્ય અને દ્રાવક વચ્ચે કઈ ક્રિયા થાય ત્યારે સમાંગ મિશ્રણ થી દ્રાવણ બને ?

Hide | Show

જવાબ : આકર્ષક આંતરક્રિયા


શામાં દ્રાવ્ય વાયુરૂપ છે ?

Hide | Show

જવાબ : સોડાવોટર


100 ml દ્રાવણમાં દ્રાવ્ય થયેલા પદાર્થના કદને..............કહે છે.

Hide | Show

જવાબ : % v/v


કેવા પદાર્થો પાણીમાં અદ્રાવ્ય હોય છે ?

Hide | Show

જવાબ : અધ્રુવીય


તાપમાન બદલાતા...............નું મૂલ્ય બદલાય છે.

Hide | Show

જવાબ : ફોર્માંલિટી


વાયુઓ દ્રાવકમાં દ્રાવ્ય થવાથી.................પ્રકારનું દ્રાવણ બની શકે.

Hide | Show

જવાબ : વાયુ, ઘન અને પ્રવાહી


તાપમાન વધતા વાયુમય દ્રાવ્યની પ્રવાહી દ્રવકમાં દ્રાવ્યતાના મૂલ્ય માં ............... ફેરફાર થાય છે.

Hide | Show

જવાબ : ઘટે


કયુ દ્રાવણ વિસ્થાપિત ઘન દ્રાવણ છે.

Hide | Show

જવાબ : પિત્તળ


................ ની બનાવટ માં હેન્રીના નિયમ નો ઉપયોગ થાય છે.

Hide | Show

જવાબ : સોડાવોટર, શેમ્પિયન અને બિયર


નિયત તાપમાને વાયુરૂપ દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતાનો આધાર શાના ઉપર રહેલો છે ?

Hide | Show

જવાબ : વાયુના દબાણ


અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા દ્રાવણનું બાષ્પદબાણ, દ્રાવકના બાષ્પદબાણ ની સરખામણી માં હોય છે ?

Hide | Show

જવાબ : ઓછું


પ્રવાહી દ્રાવકમાં વાયુમય દ્રાવ્યની દ્રાવ્યતા એ વાયુની આંશિક દબાણનું પરિબળ છે. આવું તારણ કયા વૈજ્ઞાનિકે દર્શાવ્યું ?

Hide | Show

જવાબ : ડાલ્ટન


દ્રાવણમાંના વાયુનું વિભાગીય દબાણ શાના સમપ્રમાણમાં હોય છે ?

Hide | Show

જવાબ : વાયુના મોલ - અંશ


કયુ આંતરાલિય ઘન દ્રાવણ છે ?

Hide | Show

જવાબ : ટંગસ્ટન કાર્બાઈડ


સોડાવોટરને ગરમ કરતા પાણીમાં ઓગળેલાં કાર્બન ડાયોક્સાઈડ ની દ્રાવ્યતા ................

Hide | Show

જવાબ : ઘટે


વજન - કદ થી ppm નો એકમ...............છે.

Hide | Show

જવાબ : મિલિગ્રામ/લિટર અને માઇક્રોગ્રામ/મિલીલીટર


કયા દ્રાવણના ઉત્કલનબિંદુમાં થતા વધારા ને મોલલ ઉન્નયન અચળાંક કહેવાય ?

Hide | Show

જવાબ : 1 મોલલ


દ્રાવણના ઠારબિંદુમાં થતા ઘટાડા દરમિયાન ............ વચ્ચે સંતુલન સ્થપાયેલું હોય છે.

Hide | Show

જવાબ : પ્રવાહી દ્રાવક, ઘન દ્રાવક


કયા દ્રાવણો રાઉલ્ટના નિયમ ને અનુસરે છે ?

Hide | Show

જવાબ : આદર્શ


અબાષ્પશીલ દ્રાવ્યને દ્રાવકમાં ઉમેરતા શેનો ઘટાડો થાય છે ?

Hide | Show

જવાબ : બાષ્પદબાણ તેમજ ઠારબિંદુ


1 મોલલ દ્રાવણમાં થતાં ઉત્કલનબિંદુના વધારાને.............કહે છે.

Hide | Show

જવાબ : મોલલ ઉન્નયન અચળાંક


રાઉલ્ટનો નિયમ કેવા દ્રાવ્યને લાગુ પડે છે ?

Hide | Show

જવાબ : માત્ર અબાષ્પશીલ


દ્રાવણનું બાષ્પદબાણ કોના મોલ - અંશ ને સમપ્રમાણમાં હોય છે ?

Hide | Show

જવાબ : દ્રાવ્ય


આદર્શ દ્રાવણના ઘટકોના કદનો સરવાળો મોટે ભાગે ................. હોય છે.

Hide | Show

જવાબ : દ્રાવણના કદ જેટલો


બંધપાત્રમાં પ્રવાહીનું સંતુલન સ્થિતિ એ બાષ્પદબાણ કોના ઉપર આધાર રાખે છે ?

Hide | Show

જવાબ : તાપમાન


આદર્શ દ્રાવણ તેને કહેવાય કે જે ....

Hide | Show

જવાબ : રાઉલ્ટના નિયમ ને અનુસરે.


કયો ઉત્તમ અર્ધપારગમ્ય પડદો છે ?

Hide | Show

જવાબ : કોપરફેરો સાયનાઈડ


શાના લીધે દ્રાવણનું અભિસરણ દબાણ વધે છે ?

Hide | Show

જવાબ : દ્રાવ્યકણોની સંખ્યા વધવાથી


આઇસોટોનિક દ્રાવણ શું ધરાવે છે ?

Hide | Show

જવાબ : સમાન અભિસરણ દબાણ


જે દ્રાવણોનું અભિસરણ દબાણ વધુ હોય તેને ............. લગાવાય છે.

Hide | Show

જવાબ : હાયપર


જ્યારે દ્રાવક અને દ્રાવણ વચ્ચે અર્ધપારગમ્ય પડદો રાખવામાં આવે ત્યારે થતી ઘટના કયાં નામે ઓળખાય છે ?

Hide | Show

જવાબ : અભિસરણ


દ્રાવણનું અભિસરણ દબાણ ......

Hide | Show

જવાબ : દ્રાવણની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે.


અભિસરણ ઘટના દરમિયાન ........... સાંદ્રતા ધરાવતા દ્રાવણ થી ............ સાંદ્રતા ધરાવતા દ્રાવણ તરફ ............ નો સ્વંયભુ પ્રવાહ શરૂ થાય છે.

Hide | Show

જવાબ : ઓછી, વધુ, દ્રાવક


અભિસરણ ઘટનામાં દ્રાવકના અણુઓ નો કઈ દિશા તરફ સ્વંયભુ પ્રવાહ શરૂ થાય છે ?

Hide | Show

જવાબ : ઉંચા બાષ્પદબાણથી નીચા બાષ્પદબાણ


અર્ધપારગમ્ય પડદો કોને પસાર થવા દે છે?

Hide | Show

જવાબ : ફક્ત દ્રાવકના અણુઓ


સુગર બીટના ટુકડાને વધુ સાંદ્ર NaCl ના દ્રાવણમાં મુકતા તે ............છે.

Hide | Show

જવાબ : સંકોચાય


એસિટીક એસિડ ને બેન્ઝિન માં ઓગાળતા તેનો અણુભાર..............થાય.

Hide | Show

જવાબ : 120


અબાષ્પશીલ દ્રાવ્યનું પાણીમાં વિયોજન થાય ત્યારે વોન્ટ – હોફ અવયવ નું મૂલ્ય ............ હશે.

Hide | Show

જવાબ : 1


ઉત્તમ અર્ધપારગમ્ય પડદા માટે i=…………………..

Hide | Show

જવાબ : 3


નીચેના પૈકી કઈ કોના 0.1 મોલલ દ્રાવણ સૌથી નીચું ઠારબિંદુ ધરાવે ?

Hide | Show

જવાબ : કૅલ્શિયમ કલોરાઈડ


કેરીને મંદ HCl ના દ્રાવણમાં મુકતા તે ........... છે.

Hide | Show

જવાબ : સંકોચાય


NaCl ને પાણીમાં ઓગાળતા દ્રાવણ માં કુલ કણો ની સંખ્યા માં શો ફેરફાર થાય ?

Hide | Show

જવાબ : વધે છે.


એવું દ્રાવણ કે જેમાં રુધિરમાંના રક્તકણો તેના સામાન્‍ય સ્વરૂપ જ રહી શકે , તેને ............ કહે છે.

Hide | Show

જવાબ : આઈસોટોનિક


દ્રાવણમાં વિયોજન વખતે વોન્ટ - હોફ અવયવ (i) નું મૂલ્ય ........... હોય છે.

Hide | Show

જવાબ : 1 થી વધુ


ગ્લુકોઝના જલિય દ્રાવણો માટે ઠારબિંદુનો ઉતરતો યોગ્ય ક્રમ ............... છે.

Hide | Show

જવાબ : 1% > 2% > 3% > 10%


ગ્લુકોઝના મંદ જલિય દ્રાવણ માટે વોન્ટ - હોફ અવયવ (i) નું મૂલ્ય શું થશે ?

Hide | Show

જવાબ : 1


ઈથેનોલ અને એસિટોનનું મિશ્રણ એ બિનઆદર્શ દ્રાવણ રચે છે તેમ છતાં અપેક્ષિત બાષ્પદબાણ કરતાં વધુ બાષ્પદબાણ મળતાં તે ધન વિચલન શા માટે દર્શાવે છે ?

Hide | Show

જવાબ : શુદ્ધ ઈથેનોલના અણુ વચ્ચે H - બંધ જોવા મળે છે, જ્યારે તેમાં એસિટોન ઉમેરવામાં આવે ત્યારે ઈથેનોલના અણુ વચ્ચેના H - બંધ તૂટતાં પારસ્પરિક ક્રિયા નબળી પડે છે. પરિણામે અપેક્ષિત બાષ્પદબાણ કરતાં વધુ બાષ્પદબાણ મળતાં તે ધન વિચલન દર્શાવે.


વ્યાખ્યા આપો: ઉત્કલનબિંદુ ઉન્નયન

Hide | Show

જવાબ : શુદ્ધ દ્રાવક કરતા તંના દ્રાવણનું ઉત્કલન બિંદુ વધારે હોય છે. ઉત્કલનબિંદુના આ વધારાને ઉત્કલન બિંદુ ઉન્નયન () કહે છે.


વ્યાખ્યા આપો: મોલલ ઉન્નયન અચળાંક

Hide | Show

જવાબ : 1 kg દ્રાવકમાં 1 મોલ દ્રાવ્ય ઓગાળીને દ્રાવણ બનાવવામાં આવે ત્યારે થતા ઉત્કલનબિંદુના વધારાને મોલલ ઉન્નયન અચળાંક K કહે છે.


ઠારબિંદુ એટલે શું ?

Hide | Show

જવાબ : જે તાપમાને પદાર્થનું તેની પ્રવાહી અવસ્થામાં બાષ્પ દબાણ ઘનકલાના બાષ્પ દબાણને બરાબર હોય છે, તે તાપમાન તે પદાર્થનું ઠારબિંદુ કહેવાય. અથવા જે તાપમાને પદાર્થની (દ્રાવક કે દ્રાવણ) ઘન અને પ્રવાહી અવસ્થા સંતુલનમાં હોય તે તાપમાને તે પદાર્થનું ઠારબિંદુ કહે છે.


વ્યાખ્યા આપો: ઠારબિંદુ અવનયન.

Hide | Show

જવાબ : શુદ્ધ દ્રાવક કરતા તેના દ્રાવણનું ઠારબિંદુ નીચું હોય છે. દ્રાવણના આ ઠારબિંદુમાં થતા ઘટાડાને ઠારબિંદુ અવનયન () કહે છે.


વ્યાખ્યા આપો: મોલલ અવનયન અચળાંક

Hide | Show

જવાબ : 1 kg દ્રાવકમાં 1 મોલ દ્રાવ્ય ઓગાળીને દ્રાવણ બનાવવામાં આવે ત્યારે ઠારબિંદુમાં થતા ઘટાડાને મોલલ અવનયન અચળાંક () કહે છે.


વ્યાખ્યા આપો: સમઅભિસારી અથવા આઈસોટોનિક (isotonic)

Hide | Show

જવાબ : આપેલ તાપમાને સરખા અભિસરણ દબાણ ધરાવતા બે દ્રાવણોને સમઅભિસારો દ્રાવણો કહે છે. આવા દ્રાવણોને અર્ધપારગમ્ય પડદા વડે અલગ રાખવામાં આવે ત્યારે તેમની વચ્ચે અભિસરણ થતું નથી. ઉદાહરણ તરીકે, લોહીના કોષમાં રહેલ દ્રાવણ અને 0.9 % w/V naCl નું દ્રાવણ.


વ્યાખ્યા આપો: અતિઅભિસારી અથવા હાઇપરટોનિક (hypertonic)

Hide | Show

જવાબ : વધુ અભિસરણ ધરાવતા દ્રાવણને ઓછા અભિસરણ ધરાવતા દ્રાવણની સાપેક્ષે હાઈપરટોનિક દ્રાવણ કહે છે. ઉદાહરણ તરીકે, 0.9 % w/V થી વધુ સાંદ્રતા ધરાવતું NaCl દ્રાવણ લોહીના કોષમાં રહેલ દ્રાવક કરતા હાઈપરટોનિક છે. તેથી 0.9 % w/V થી વધુ સાંદ્રતા ધરાવતા દ્રાવણમાં લોહીના કોષ રાખતા તે સંકોચન પામે છે.


વ્યાખ્યા આપો : અલ્પઅભિસારી અથવા હાઈપોટોનિક (hypotonic)

Hide | Show

જવાબ : ઓછા અભિસરણ ધરાવતા દ્રાવણને વધુ અભિસરણ ધરાવતા દ્રાવણની સાપેક્ષે અલ્પઅભિસારી દ્રાવણ કહે છે. ઉદાહરણ તરીકે, કોષ 0.9% w/V થી ઓછી સાંદ્રતા ધરાવતું NaCl નું દ્રાવણ લોહીના કોષમાં રહેલ દ્રાવકની સાપેક્ષે હાઈપોટોનીક છે. આ કિસ્સામા જો કોષ આ દ્રાવણમાં મુકવામાં આવે તો તે ફૂલે છે.


વ્યાખ્યા આપો: પ્રતિઅભિસરણ

Hide | Show

જવાબ : જો દ્રાવણની બાજુ પર અભિસરણ દબાણ કરતાં વધારે દબાણ લાગુ પાડવામાં આવે તો અભિસરણની દિશા ઊલટાવી (Reverse) શકાય છે એટલે કે, હવે શુદ્ધ દ્રાવક દ્રાવણમાંથી અર્ધપારગમ્ય પડદા મારફત બહાર વહે છે. આ પરિઘટનાને પ્રતિ (પ્રતીપ) અભિસરણ કહે છે.


વ્યાખ્યા આપો: સામાન્ય મોલર દળ

Hide | Show

જવાબ : સૈદ્ધાંતિક રીતે ગણેલા મોલર દળને સામાન્ય મોલર દળ કહે છે.


વ્યાખ્યા આપો : અસામાન્ય મોલર દળ

Hide | Show

જવાબ : સંખ્યાત્મક ગુણધર્મો (  કે ) નો ઉપયોગ કરીને ગણેલા મોલર દળને અસામાન્ય મોલર દળ કહે છે.


એક એવા ઘન દ્રાવણનું ઉદાહરણ આપો જેમાં દ્રાવ્ય વાયુ હોય.

Hide | Show

જવાબ :


વ્યાખ્યાયિત કરો: મોલ અંશ

Hide | Show

જવાબ : દ્રાવણમાં એક ઘટકના મોલ અને કુલ ઘટકોના મોલના ગુણોતરને મોલ અંશ કહે છે.


વ્યાખ્યાયિત કરો: મોલાલિટી

Hide | Show

જવાબ : 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગાળેલા દ્રાવ્ય પદાર્થના મોલને મોલાલિટી કહે છે. અથવા 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગાળેલા દ્રાવ્ય પદાર્થના અણુભાર જેટલા વજનથી બનતા દ્રાવણને મોલાલિટી કહે છે.


વ્યાખ્યાયિત કરો: મોલારિટી

Hide | Show

જવાબ : 1 લિટર દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્ય પદાર્થના એવોર્ગેઝો આંક (N) જેટલા અણુને મોલારિટી કહે છે. અથવા 1 લિટર દ્રાવણમાં દ્રાવ્યનના અણુભાર જેટલા વજનથી બનતા દ્રાવણને મોલારિટી કહે છે. અથવા 1 લિટર દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્ય પદાર્થના મોલને મોલારિટી કહે છે.


વ્યાખ્યાયિત કરો: દળ ટકાવારી

Hide | Show

જવાબ : 100 ગ્રામ દ્રાવણમાં દ્રાવ્ય થયેલ દ્રાવ્યના ગામમાં વજનને w/w % કહે છે.


A અને B બે પ્રવાહી મિશ્રણનું અલગીકરણ નિસ્પંદન પદ્ધતિથી કરવામાં આવે છે. થોડા સમય બાદ નિસ્યદન બંધ કરતાં બાષ્પ અવસ્થામાં અને પ્રવાહી અવસ્થામાં સંઘટકો સમાન જોવા મળે છે તો આ દ્રાવણ વિશે માહિતી આપો.

Hide | Show

જવાબ : બાષ્પ અવસ્થા અને પ્રવાહી અવસ્થામાં સમાન સંઘટકનું મિશ્રણ જોવા મળે છે. જે દર્શાવે છે કે આ મિશ્રણ એઝિયોટ્રોપ મિશ્રણ છે. એઝિયોટ્રોપ મિશ્રણમાં દ્રાવક અને દ્રાવ્ય ઘટકને અલગ કરી શકાતા નથી.


આતરઆણ્વીય આકર્ષણ બળને આધારે સમાન આકર્ષણ બળ ધરાવતા ઘટકોને મિશ્રણ કરતા દ્રાવણ બને છે શા માટે ?

Hide | Show

જવાબ : સમાન આકર્ષણ બળ ધરાવતા ઘટકોને મિશ્ર કરતાં દ્રાવણ બને છે કારણ કે ધ્રુવીય દ્રાવ્ય, ધ્રુવીય દ્રાવકમાં સહેલાઈથી પ્રસરણ પામે છે જ્યારે અધ્રુવીય દ્રાવ્ય અધ્રુવીય દ્રાવકમાં સહેલાઈથી પ્રસરણ પામે છે.


હેન્રી નિયમના અચળાંક નો અર્થ શું છે?

Hide | Show

જવાબ : નું મૂલ્ય જેમ વધુ તેમ વાયુ દ્રાવ્યની, પ્રવાહી દ્રાવકમાં દ્રવ્યતા ઓછી.


ગરમ પાણીની સાપેક્ષે જળચર જાતિ ઠંડા પાણીમાં વધુ આરામદાયક રીતે રહે શકે છે શા માટે ?

Hide | Show

જવાબ : નિયત દબાણે તાપમાન ઘટતા ઓક્સિજન વાયુની પાણીમાં દ્રાવ્ય ઘટે છે, માટે નીચા તાપમાને પાણીમાં વધુ ઓક્સિજન દ્રાવ્ય હોવાથી ઠંડા પાણીમાં જળચર જાતિ આરામદાયક રીતે રહી શકે છે.


ઊંચી સપાટીએ નબળાઈ અને અસ્થિરતા જણાય છે વિધાન હેન્રી નિયમને આધારે સમજાવો.

Hide | Show

જવાબ : ઊંચી સપાટીએ છે  વાયુનું દબાણ નીચી સપાટી કરતાં ઓછું હોવાથી તેથી રૂધીર અને પેશીમાં ઓક્સિજનની સાંદ્રતા ઘટતા અસ્થિરતા અને નબળાઈ જોવા મળે છે.


સોડા - વોટરની બોટલ ઓરડાના તાપમાને શા માટે ખોલવામાં આવે છે ?

Hide | Show

જવાબ : સોડા - વોટરમાં ઊંચા દબાણે CO2  વાયુ બોટલમાં ભરવામાં આવે છે. ઓરડાના તાપમાને દબાણ ઓછું હોવાથી તે ઓરડાને તાપમાને ખોલવામાં આવે છે.


મીઠાંના છાંટવાની પ્રક્રિયા પર્વતીય વિસ્તારોમાં બરફ આવરી લીધેલા રસ્તાઓને સાફ કરવામાં કેવી રીતે મદદ કરે છે ?

Hide | Show

જવાબ : હિમવર્ષાના બરફ પર મીઠું છાંટેલ હોય ત્યારે પાણીના બિંદુમાં ડિપ્રેશનને લીધે હિમ સોક્સથી ઓગળળવાનું શરૂ થાય છે અને તે બરફને સાફ કરવામાં મદદરૂપ થાય છે.


અર્ધપારગમ્ય પડદો એટલે શું?

Hide | Show

જવાબ : અભિસરણ ઘટનામાં રહેલ એવા પડદા કે જે સુક્ષ્મ કદ ધરાવતા દ્રાવકના અણુને પસાર થવા દે છે પરંતુ મોટા કદના દ્રાવકના અણુ પસાર થવા દેતા નથી.


એક એવા ઘન દ્રાવણનું ઉદાહરણ આપો જેમાં દ્રાવ્ય વાયુ હોય.

Hide | Show

જવાબ : પેલેડિયમમાં હાઈડોજનનું દ્રાવણ


શા માટે વાયુઓ હંમેશાં જેમ તાપમાન વધારવામાં આવે છે તેમ પ્રવાહીમાં ઓછા દ્રાવ્ય થવાનું વલણ ઘરાવે છે ?

Hide | Show

જવાબ : વાયુ + પ્રવાહી ઓગળેલ વાયુ વાયુનું ઓગળવું એ ઉષ્માક્ષેપક પ્રકિયા છે. જો તાપમાન વધારવામાં આવે તો સંતુલન પ્રતિગામી દિશામાં આગળ વધે છે, પરિણામે વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા ઘટે છે.


વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા વિશે સમજાવો.

Hide | Show

જવાબ : ઘણા વાયુઓ પાણીમાં ઓગળે છે. ઑક્સિજન પાણીમાં ઘણી ઓછી માત્રામાં ઓગળે છે. આ એ ઓગળેલો ઑક્સિજન છે જે જળચરના જીવનને ટકાવી રાખે છે. બીજી બાજુ પર હાઈડ્રોજન ક્લોરાઈડ (HCl) પાણીમાં ખૂબ જ દ્રાવ્ય છે. વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા દબાણ અને તાપમાનથી વધારે અસર પામે છે. વાયુની દ્રાવ્યતા દબાણના વધારા સાથે વધે છે.

​​​​​

​​​​​​​પ્રવાહી દ્રાવકમાં વાયુના દ્રાવણ માટે આકૃતિ(A)માં દર્શાવ્યા પ્રમાણેની પ્રણાલી લઈએ. નીચેનો ભાગ દ્રાવણ છે અને ઉપરનો ભાગ P દબાણે અને T તાપમાને વાયુમય પ્રણાલીનો ભાગ છે. આ પ્રણાલીને ગતિશીલ સંતુલન અવસ્થામાં હોવાનું ધારો. એટલે કે આ પરિસ્થિતિમાં દ્રાવણમાં દાખલ થતા અને દ્રાવણ કલાને છોડી દેતા વાયુના કણોના વેગ સરખા છે. હવે, આકૃતિ(B)માં દર્શાવ્યા પ્રમાણે દ્રાવણ કલાની ઉપર વાયુને દબાવીને દબાણ વધારો. આથી દ્રાવણના પ્રતિ એકમ કદના વાયુમય કણોની સંખ્યા વધશે અને વેગ જેમાં વાયુમય કણો દ્રાવણની સપાટીને અથડાય છે તે પણ વધશે. વાયુની દ્રાવ્યતા નવું સંતુલન સ્થપાશે નહિ ત્યાં સુધી વધશે. આને પરિણામે દ્રાવણની ઉપર વાયુનું દબાણ વધશે અને તેથી દ્રાવ્યતા વધશે.​​


ટૂંકનોંધ લખો: હેન્રીનો નિયમ

Hide | Show

જવાબ : હેન્રી (Henry) સૌપ્રથમ વૈજ્ઞાનિક હતા. જેમણે દબાણ અને વાયુની દ્રાવકમાં દ્રાવ્યતા વચ્ચે જથ્થાત્મક સંબંધ આપ્યો જે હેન્રીના નિયમ તરીકે ઓળખાય છે. આ નિયમ નવેદિત કરે છે કે, અચળ તાપમાને પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા દ્રાવણની સપાટી પર રહેલા વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે.

        ડાલ્ટન જે હેન્રીનો સમકાલીન હતો તેણે પણ સ્વતંત્ર રીતે તારવ્યું હતું કે પ્રવાહી દ્રાવણમાં વાયુની દ્રાવ્યતા વાયુના આંશિક દબાણનો અવયવ (factor) છે. જો આપણે દ્રાવણમાંના વાયુના મોલ અંશનો ઉપયોગ માપન તરીકે કરીએ, તો એમ કહી શકાય કે, દ્રાવણમાંના વાયુના મોલ અંશ દ્રાવણ ઉપરના વાયુના આંશિક દબાણને સમપ્રમાણ હોય છે. હેન્રીના નિયમનું ખૂબ જ સામાન્ય રીતે વપરાતું સ્વરૂપ નિવેદિત કરે છે કે ‘બાષ્પ કલામાં વાયુનું આંશિક દબાણ (p) દ્રાવણમાંના વાયુના મોલ અંશ (x) ને સમપ્રમાણ હોય છે.' અને તેને આ પ્રમાણે અભિવ્યક્ત કરી શકાય.

        અહીંયા  હેન્રીના નિયમનો અચળાંક છે. જો આપણે વાયુના આંશિક દબાણ વિરુદ્ધ દ્રાવણમાં વાયુના મોલ અંશનો આલેખ દોરીએ, તો આપણે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેના પ્રકારનો આલેખ મળવો જોઈએ. સમાન તાપમાને જુદા જુદા વાયુઓને  ના મૂલ્યો અલગ અલગ હોય છે. આ સૂચવે છે કે  વાયુના સ્વભાવનું વિધેય (function) છે.

        આપેલ દબાણે નું ઊંચું મૂલ્ય પ્રવાહીમાં વાયુની ઓછી દ્રાવ્યતા સૂચવે છે. ના મૂલ્યો તાપમાનના વધારા સાથે વધે છે જે સૂચવે છે કે વાયુની દ્રાવ્યતા તાપમાનના ઘટાડા સાથે વધે છે. આ કારણને લીધે જ જળચર સ્પિસીઝ ગરમ પાણી કરતાં ઠંડા પાણીમાં વધુ સગવડ પૂર્વક રહે છે.


પ્રવાહમાં ઘનના દ્રાવણના બાષ્પદબાણ વિશે નોધ લખો.

Hide | Show

જવાબ : બીજો એક અગત્યનો દ્રાવણોનો વર્ગ પ્રવાહીમાં ઓગાળેલો ઘન ધરાવે છે. ઉદાહરણ તરીકે સોડિયમ ક્લોરાઇડ, ગ્લુકોઝ, યૂરિયા અને ખાંડનું પાણીમાં દ્રાવણ અને આયોડિન અને સલ્ફરનું કાર્બન ડાયસલ્ફાઇડમાં દ્રાવણ. આ દ્રાવણોના કેટલાક ગુણધર્મો શુદ્ધ દ્રાવકોના ગુણધર્મો કરતાં તદ્દન અલગ હોય છે. ઉદાહરણ તરીકે, બાષ્પદબાણ. પ્રવાહી આપેલ તાપમાને બાષ્પીભવન પામે છે અને સંતુલન પરિસ્થિતિમાં બાષ્પ દ્વારા પ્રવાહી ઉપર દબાણ ઉત્પન્ન થાય છે આ દબાણને બાષ્પદબાણ કહેવામાં આવે છે (આકૃતિ (a)).

​​​​​​​

શુદ્ધ પ્રવાહીમાં સંપૂર્ણ સપાટી પ્રવાહીના અણુઓથી રોકાયેલ હોય છે. જો અબાષ્પશીલ દ્રાવ્ય દ્રાવકમાં ઉમેરવામાં આવે, તો (આકૃતિ(b)), દ્રાવણનું બાષ્પદબાણ માત્ર દ્રાવકમાંથી જ હોય છે. આપેલ તાપમાને દ્રાવણનું બાષ્પદબાણ તે જ તાપમાને શુદ્ધ દ્રાવકના બાષ્પદબાણ કરતાં ઓછું હોય છે. દ્રાવણમાં સપાટી પર બંને દ્રાવ્ય અને દ્રાવકના અણુ હોય છે; આથી દ્રાવકના અણુ વડે રોકાયેલ કુલ સપાટીનો કેટલોક ભાગ ઘટે છે. પરિણામે, સપાટી પરથી છૂટા પડી જતાં દ્રાવક અણુઓની સંખ્યા ઘટે છે. આથી બાષ્પદબાણ પણ ઘટે છે.

        દ્રાવકના બાષ્પદબાણમાં ઘટાડો દ્રાવણમાં રહેલા અબાષ્પશીલ દ્રાવ્યના તેના સ્વભાવથી સ્વતંત્ર રીતે જથ્થા પર આધાર રાખે છે. ઉદાહરણ તરીકે 1.0 mol સુક્રોઝ એક kg પાણીમાં ઉમેરવાથી થતો બાષ્પદબાણમાં ઘટાડો, 1.0 mol યૂરિયા સરખા જથ્થાના પાણીમાં સમાન તાપમાને ઉમેરતાં મળતા ઘટાડા જેટલો હોય છે. સામાન્ય રૂપમાં રાઉલ્ટનો નિયમ નિવેદિત કરી શકાય કે કોઈ પણ દ્રાવણ માટે, દ્રાવણમાંના દરેક બાષ્પશીલ ઘટકનું આંશિક બાષ્પદબાણ તેના મોલ અંશને સમપ્રમાણ હોય છે.

        દ્વિઅંગી દ્રાવણમાં આપણે દ્રાવકને 1 અને દ્રાવ્યને 2 તરીકે દર્શાવીએ. જ્યારે દ્રાવ્ય અબાષ્પશીલ હોય ત્યારે માત્ર દ્રાવકના અણુઓ જ બાપ્પકલામાં હોય છે અને તે બાષ્પદબાણમાં ફાળો આપે છે. ધારો કે  દ્રાવકનું બાષ્પદબાણ છે, તેનો મોલ અંશ છે,  શુદ્ધ અવસ્થામાં તેનું બાષ્પદબાણ છે, તો રાઉલ્ટના નિયમ પ્રમાણે

                                    

અને         (2.20)

        સમપ્રમાણતા અચળાંક શુદ્ધ દ્રાવકના બાષ્પદબાણ  બરાબર હોય છે. બાષ્પદબાણ અને દ્રાવકના મોલ અંશનો આલેખ રેખીય છે.


બિનઆદર્શ દ્રાવણ એટલે શું? તે સમજાવી બિનઆદર્શ દ્રાવણમાં ઘન અને ઋણ વિચલન વિશે માહિતી આપો.

Hide | Show

જવાબ : જ્યારે દ્રાવણો સાંદ્રતાના સમગ્ર ગાળા દરમિયાન રાઉલ્ટનો નિયમ પાળતા નથી, ત્યારે તેમને બિનઆદર્શ દ્રાવણ કહેવામાં આવે છે. આવા દ્રાવણના બાષ્પદબાણ રાઉલ્ટના નિયમ પ્રમાણે અનુમાનિત કરેલા બાષ્પદબાણ કરતાં વધારે અથવા ઓછું હોય છે. જો તે વધારે હોય તો દ્રાવણ ધન વિચલન દર્શાવે છે અને જો ઓછું હોય તો રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન દર્શાવે છે. આવા દ્રાવણોના બાષ્પદબાણને મોલ અંશના ફલક તરીકેના આલેખ આકૃતિ 2.6માં દર્શાવ્યા છે.

​​​​​​​

આ વિચલનનું કારણ આણ્વીય સ્તરે તેમના પારસ્પરિક પ્રક્રિયાના સ્વભાવમાં રહેલ છે. રાઉલ્ટના નિયમથી ધન વિચલનની બાબતમાં A-B પારસ્પરિક ક્રિયાઓ A-A અથવા B-B કરતાં નબળી હોય છે. આ કિસ્સામાં દ્રાવ્ય-દ્રાવક અણુઓ વચ્ચેના આંતરઆણ્વીય આકર્ષણ બળો દ્રાવ્ય-દ્રાવ્ય અને દ્રાવક-દ્રાવક આંતરઆણ્વીય આકર્ષણ બળો કરતાં નબળાં હોય છે. આનો અર્થ એમ થાય કે આવા દ્રાવણોમાં A(અથવા B)ના અણુઓ શુદ્ધ અવસ્થા કરતાં વધુ સરળતાથી છટકી શકશે.

        આ બાષ્પદબાણમાં વધારો કરશે અને ધન વિચલનમાં પરિણમશે. ઈથેનોલ અને એસિટોનના મિશ્રણ આ રીતે વર્તે છે. શુદ્ધ ઈથેનોલમાં અણુઓ હાઈડ્રોજન બંધિત હોય છે એસિટોન ઉમેરવાથી તેના અણુઓ યજમાન અણુઓની વચ્ચે ગોઠવાય છે અને તેમની વચ્ચેના કેટલાક હાઇડ્રોજન બંધ તોડી નાંખે છે. પારસ્પરિક ક્રિયા નબળી થવાને લીધે દ્રાવણ રાઉલ્ટના નિયમથી ધન વિચલન દર્શાવે છે (આકૃતિ(a)). કાર્બન ડાયસલ્ફાઇડને એસિટોનમાં ઉમેરતાં બનતા દ્રાવણમાં દ્રાવ્ય-દ્રાવક વચ્ચેની દિધ્રુવીય પારસ્પરિક ક્રિયા દ્રાવ્ય-દ્રાવ્વ અને દ્રાવક-દ્રાવક અણુઓ વચ્ચેની અનુવર્તી પારસ્પરિક ક્રિયા કરતાં નબળી પડે છે. આ દ્રાવણ ધન વિચલન દર્શાવે છે.

        રાઉલ્ટના નિયમથી ઋણ વિચલનના કિસ્સામાં A-A અને B-B વચ્ચેના આંતરઆણ્વીય આકર્ષણ બળો A-B વચ્ચેના આંતરઆણ્વીય આકર્ષણ બળો કરતાં વધુ નબળા હોય છે જેને લીધે બાષ્પદબાણમાં ઘટાડો થાય છે. જેને પરિણામે ઋણ વિચલન થાય છે. ફીનોલ અને એનીલિનનું મિશ્રણ આ પ્રકારનું ઉદાહરણ છે. આ કિસ્સામાં ફિનોલિક પ્રોટોન અને એનીલીનના નાઇટ્રોજનના અયુગ્મિત ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેના આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ, એક જ પ્રકારના અણુઓ વચ્ચેના આંતરઆણ્વીય હાઈડ્રોજન બંધ કરતાં વધુ પ્રબળ હોય છે. આ જ પ્રમાણે ક્લોરોફોર્મ અને એસિટોનનું મિશ્રણ એવું દ્રાવણ બનાવે છે જે રાઉલ્ટના નિયમથી ત્રકણ વિચલન દશાવે છે. આનું કારણ એ છે કે ક્લોરોફોર્મ એસિટોન અણુ સાથે હાઇડ્રોજન બંધ રચી શકે છે જે નીચે દર્શાવેલ છે.


દ્રાવણ – પર્યાયની વ્યાખ્યા આપો. કેટલા પ્રકારના દ્રાવણો બની શકે છે ? દરેક વિશે ઉદાહરણ સહ ટૂંકમાં લખો.

Hide | Show

જવાબ : દ્રાવણો બે કે વધારે ઘટકોનું સમાંગ મિશ્રણ છે. સમાંગ મિશ્રણનો અર્થ એમ સમજીએ છીએ કે તેમનું સંઘટન અને ગુણધર્મો સમગ્ર મિશ્રણમાં એકસરખાં હોય છે. સામાન્ય રીતે જે ઘટક સૌથી વધારે પ્રમાણમાં હોય તે દ્રાવક તરીકે ઓળખાય છે. દ્રાવણ જે ભૌતિક અવસ્થામાં અસ્તિત્વ ધરાવે છે તે દ્રાવક નક્કી કરે છે. દ્રાવક સિવાયના એક અથવા વધારે ઘટકો જે દ્રાવણમાં હાજર હોય છે તેમને દ્રાવ્યો કહે છે. આ એકમમાં આપણે માત્ર દ્વિઅંગી દ્રાવણોને (એટલે કે બે ઘટકો ધરાવતા) ધ્યાનમાં લઈશું.

        આમાં દરેક ઘટક ઘન, પ્રવાહી અથવા વાયુમય અવસ્થામાં હોઈ શકે છે અને તેમને સંક્ષેપમાં નીચેનાં કોષ્ટકમાં આપેલ છે.

દ્રાવણના પ્રકાર

દ્રાવણનો પ્રકાર

દ્રાવ્ય

દ્રાવક

સામાન્ય ઉદાહરણો

વાયુમય દ્રાવણો

વાયુ

પ્રવાહી

ઘન

વાયુ

વાયુ

વાયુ

ઑક્સિજન અને નાઈટ્રોજન વાયુઓનું મિશ્રણ

નાઈટ્રોજન વાયુ સાથે મિશ્ર કરેલ ક્લોરોફૉર્મ

નાઈટ્રોજન વાયુમાં કપૂર

પ્રવાહી દ્રાવણો

વાયુ

પ્રવાહી

ઘન

પ્રવાહી

પ્રવાહી

પ્રવાહી

પાણીમાં દ્રાવ્ય થયેલ ઑક્સિજન

પાણીમાં દ્રાવ્ય થયેલ ઈથેનોલ

પાણીમાં દ્રાવ્ય થયેલ ગ્લુકોઝ

ઘન દ્રાવણો

વાયુ

પ્રવાહી

ઘન

ઘન

ઘન

ઘન

પેલેડિયમમાં હાઈડ્રોજનનું દ્રાવણ

સોડિયમ સાથે પારાનો સંરસ

ગોલ્ડમાં(સોનું) દ્રાવ્ય થયેલ કૉપર


સમજાવો : અભિસરણ દબાણ

Hide | Show

જવાબ : શુદ્ધ દ્રાવક અને દ્રાવણને અર્ધપારગમ્ય પડદા વડે એકબીજાના સંપર્કમાં રાખવામાં આવે ત્યારે દ્રાવકનો પ્રવાહ દ્રાવણ તરફ સ્વયંભુ વહન પામતો અટકાવવા દ્રાવણ પર આપવા પડતા દબાણને અભિસરણ દબાણ કહે છે.

અથવા

શુદ્ધ દ્રાવક અને દ્રાવણને અર્ધપારગમ્ય પડદા વડે સંપર્કમાં લાવવાથી જે ન્યૂનત્તમ દબાણે અભિસરણ અટકાવી શકાય તેને અભિસરણ દબાણ કહે છે.

​​​​​​​

અભિસરણ દબાણ એ સંખ્યાત્મક ગુણધર્મ છે કારણ કે તે દ્રાવ્ય કણોની સંખ્યા પર આધાર રાખે છે નહિ કે દ્રાવ્યનના સ્વભાવ પર.​​​​​​​


પ્રતિઅભિસરણ વડે પાણીનું શુદ્ધીકરણ સમજાવો.

Hide | Show

જવાબ : પ્રતિઅભિસરણ દરિયાઈ પાણીમાંથી ક્ષાર દૂર કરવા માટે વપરાય છે. આ પ્રક્રમ માટે આકૃત્તિમાં દર્શાવ્યા પ્રમાણે આયોજન ગોઠવી શકાય છે.

​​​​​​​

જ્યારે અભિસરણ દબાણ કરતાં વધારે દબાણ લાગુ પાડવામાં આવે છે ત્યારે દરિયાના પાણીમાંથી શુદ્ધ પાણી અર્ધપારગમ્ય પડદા દ્વારા નીચોવાઈ (squeeze) જાય છે. આ હેતુ માટે પોલિમર પડદાની અનેક જાતો પ્રાપ્ય છે.

        પ્રતિ અભિસરણ માટે ઘણું ઊંચું દબાણ જરૂરી હોય છે. સામાન્ય રોતે વપરાતો છિદ્રાળુ પડદો યોગ્ય આધાર પર ગોઠવેલ સેલ્યુલોઝ એસિટેટની ફિલ્મ હોય છે. સેલ્યુલોઝ પાણી માટે પારગમ્ય છે પણ અશુદ્ધિઓ અને દરિયાના પાણીમાં રહેલા ક્ષાર માટે બિનપારગમ્ય (અપારગમ્ય) હોય છે. હાલના સમયમાં ઘણા દેશો તેમના પીવાના પાણીની જરૂરિયાતને પહોંચી વળવા બિનક્ષારીયકરણ પ્લાન્ટનો ઉપયોગ કરે છે.​​​​​​​


અસામાન્ય મોલર દળ વિસ્તૃતમાં સમજાવો.

Hide | Show

જવાબ : ધ્રુવીય દ્રાવકમાં ધ્રુવીય દ્રાવ્ય ઓગાળવામાં આવે ત્યારે દ્રાવ્ય ધ્રુવીય હોવાથી તેનું દ્રાવણમાં આયનીકરણ થાય છે અને દ્રાવણમાં દ્રાવ્ય કણોની સંખ્યા વધે છે. જેમ કે, પાણીમાં KCl દ્રાવ્ય થઈને જો સંપૂર્ણ આયનીકરણ (વિયોજન) પામે તો દ્રાવ્યકણની સંખ્યા 2 થશે. આમ, દ્રાવ્ય કણની સંખ્યામાં વધારો થતાં સંખ્યાત્મક ગુણધર્મનો ઉપયોગ કરીને દ્રાવ્યનું સાચું મોલર દળ મેળવી શકાતું નથી.

        કેટલીક વખત કેટલાક દ્રાવ્યના અણુઓ દ્રાવકમાં દ્રાવ્ય થાય છે ત્યારે બે કે તેથી વધુ અણુઓ ભેગા થઈને સંયોજિત અણુ બનાવે છે. આ ક્રિયાને સુયોજન કહે છે. ઈથેનોઈક એસિડને બેન્ઝિનમાં દ્રાવ્ય કરતાં બે અણુઓનું સુયોજન થાય છે તેથી દ્રાવણમાં દ્રાવ્યકણોની સંખ્યામાં ઘટાડો થાય છે. આથી સંખ્યાત્મક ગુણધર્મોનો ઉપયોગ કરોને દ્રાવ્યનું સાચું મોલર દળ મેળવી શકાતું નથી.

​​​​​​​

​​​​​​​દ્રાવકમાં દ્રાવ્યનું વિયોજન કે સુયોજન થાય ત્યારે દ્રાવ્યના સાચા મોલર દળ કરતાં સંખ્યાત્મક ગુણધર્મને આધારે મેળવેલ પ્રાયોગિક મોલર દળનું મૂલ્ય ઓછું કે વધારે હોય છે. આ રીતે પ્રાપ્ત થતા પ્રાયોગિક મોલર દળને અસામાન્ય મોલર દળ કહે છે.


ટૂંકનોંધ લખો: વૉન્ટહોફ અવયવ

Hide | Show

જવાબ : સંખ્યાત્મક ગુણધર્મોને આધારે સાચું મોલર દળ મેળવી શકાતું નથી તેથી અસામાન્ય મોલર દળ પ્રાપ્ત થાય છે. તેથી આવા સંજોગોમાં સાચું મોલર દળ મેળવવા 1880માં વૉન્ટ હોફે (van’t Hoff) એક અવયવ દાખલ કર્યો જે વૉન્ટ હોફ અવયવ (i) તરીકે ઓળખાય છે. વૉન્ટ હોફ અવયવ (i) ની મદદથી સાચું મોલર દળ મેળવી શકાય છે.

           

           

           

જ્યારે દ્રાવ્યનું સુયોજન કે વિયોજન ન થાય ત્યારે i = 1

જ્યારે દ્રાવ્યનું સુયોજન થાય ત્યારે i< 1

જ્યારે દ્રાવ્યનું વિયોજન થાય ત્યારે i > 1

                        NaCl, KCl,  અને  માટે જુદી જુદી

                     સાંદ્રતાએ વૉન્ટ હોફ અવયવ iના મૂલ્યો

ક્ષાર

*iના મૂલ્યો

દ્રાવ્યના સંપૂર્ણ વિયોજન માટે

વૉન્ટ હોફ અવયવ i

0.1 m

0.01 m

0.001 m

1.87

1.94

1.97

2.00

1.85

1.94

1.98

2.00

1.21

1.53

1.82

2.00

2.32

2.70

2.84

2.00

   *અપૂર્ણ વિયોજન માટે i મૂલ્યો રજૂ કરે છે.


ઈંડાના અર્ધપારગમ્ય પડદાને દૂર કર્યા વગર કૅલ્શિયમ કાર્બોનેટનું પડ કઈ રીતે દુર કરી શકાય? ઈંડાના આકારમાં ફેરફાર કર્યા વગર તેને ઈંડાના કદ કરતાં નાના કદનું મુખ ધરાવતી બોટલમાં કઈ રીતે રાખી શકશો? તેનું વર્ણન કરો.

Hide | Show

જવાબ : Step - 1: ઈંડાને HCl ના દ્રાવણમાં મુકતા ઉપરનું પડ દૂર થાય છે.

Step - 2: ઈંડાને હાઈપરટોનીક દ્રાવણમાં મૂકતા ઈંડાના કદમાં ઘટાડો થાય છે.

Step - 3: ઈંડાને નાની બોટલમાં મૂકવામાં આવે છે.

Step - 4: ઈંડાને હાઈપોટોનીક દ્રાવણમાં મૂકતા તે મૂળ કદ ધારણ કરે છે.

​​​​​​​


નીચેના પર્યાયોને વ્યાખ્યાયિત કરો : (i) મોલ અંશ, (ii) મોલાલિટી, (iii) મોલારિટી (M), (iv) દળ ટકાવારી (w/w %)

Hide | Show

જવાબ : (i) મોલ અંશ : દ્રાવણમાં રહેલા કોઈ એક ઘટકના મોલની સંખ્યા અને કુલ મોલની સંખ્યાના ગુણોત્તરને મોલ અંશ કહે છે.

ઘટકના મોલ અંશ = ઘટકના મોલની સંખ્યા/બધાજ ઘટકોના મોલની કુલ સંખ્યા

ઉદાહરણ તરીકે, એક દ્વિઅંગી મિશ્રણમાં જો Aની મોલ સંખ્યા અને Bની મોલ સંખ્યા અનુક્રમે  અને  હોય તો Aનો મોલ અંશ અને Bનો મોલ અંશ  અને  થશે.

આપેલા દ્રાવણમાં રહેલા બધાજ ઘટકોના મોલ અંશનો સરવાળો 1 થાય છે.

(ii) મોલાલિટી : એક કિલોગ્રામ દ્રાવકમાં ઓગળેલા દ્રાવ્યના મોલની સંખ્યાને મોલાલિટી કહે છે.

મોલાલિટી (m)

(iii) મોલારિટી (M) : એક લિટર દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્યના મોલની સંખ્યાને મોલારિટી કહે છે.

મોલારિટી (M)

(iv) દળ ટકાવારી (w/w %) : 100 ગ્રામ દ્રાવણમાં રહેલા દ્રાવ્યના વજનના દળની ટકાવારી કહે છે.

ઘટકના દળના %


નીચેની જોડમાં સૌથી અગત્યના પ્રકારની આંતરઆણ્વીય આકર્ષણીય પારસ્પરિક્તા (આંતરક્રિયા) સૂચવો:

(i) n-હેક્ઝેન અને n-ઓક્ટેન, (ii)  અને (iii)  અને પાણી, (iv) મિલેનોલ અને એસિટોન (v) એસિટોનાઇટ્રાઇલ () અને (), 

Hide | Show

જવાબ : (i) n-હેક્ઝેન અને n-ઓક્ટેન

જ. લંડન બળ

(ii)  અને

જ. લંડન બળ

(iii)  અને પાણી

જ. આયન દ્વિધ્રુવીય આંતરક્રિયા

(iv) મિલેનોલ અને એસિટોન

જ. આંતર આણ્વિય H બંધ

(v) એસિટોનાઇટ્રાઇલ () અને ()

. દ્વિધ્રુવ-દ્વિધ્રુવ આંતરક્રિયા


પીવાના પાણીનો એક નમૂનો ખૂબ જ ખરાબ રીતે ક્લોરોફૉર્મ () વડે સંદૂષિત થયેલો જણાયો છે જેને કૅન્સરજન્ય ધારવામાં આવ્યો છે. સંદૂષણનું સ્તર (પ્રમાણ) 15 ppm (દળથી) જણાયું છે.

(i) આને દળથી ટકાવારીમાં દર્શાવો.

(ii) પાણીના નમૂનામાં ક્લોરોફૉર્મની મોલાલિટી નક્કી કરો.

Hide | Show

જવાબ :

 

​​​​​​​       


આલ્કોહોલ અને પાણીના દ્રાવણમાં આણ્વીય પારસ્પરિક ક્રિયા શું ભાગ ભજવે છે ?

Hide | Show

જવાબ : આલ્કોહોલ અને પાણીના અણુઓ વચ્ચે H બંધ અસ્તિત્વ ધરાવે છે. જ્યારે આલ્કોહોલ અને પાણીને મિશ્ર કરવામાં આવે છે. ત્યારે નવા H બંધ આલ્કોહોલ અને પાણીના અણુઓ વચ્ચે બને છે પરંતુ આ H બંધની પ્રબળતા એક જ પ્રકારના અણુઓ વચ્ચેના H બંધ કરતા ઓછી હોય છે, આથી આ દ્રાવણ રાઉલ્ટના નિયમથી ધનવિચલન દર્શાવે છે. જે દ્રાવણના બાષ્પદબાણમાં વધારો કરે છે અને ઉત્ક્લનબિદુમાં ઘટાડો કરે છે.


 ઇથેન ધરાવતા દ્રાવણનું આંશિક બાષ્પદબાણ દ્રાવણની ઉપર 1 bar છે. જો દ્રાવણ  ઇથેન ધરાવતું હોય, તો વાયુનું આંશિક દબાણ કેટલું થશે ?

Hide | Show

જવાબ :


પાણીનું બાષ્પદબાણ 300 K તાપમાને 12.3 kPa છે. તેના અબાષ્પશીલ દ્રાવ્યના 1 મોલલ દ્રાવણ માટે બાષ્પદબાણ ગણો.

Hide | Show

જવાબ :


300 K તાપમાને 36 g ગ્લુકોઝ ઘરાવતા તેના દ્રાવણનું અભિસરણ દબાણ 4.98 bar છે. જો તે જ તાપમાને કોઈ દ્રાવણનું અભિસરણ દબાણ 1.52 bar હોય તો તેની સાંદ્રતા કેટલી હશે ?

Hide | Show

જવાબ :


દ્રાવ્ય-દ્રાવક પારસ્પરિક ક્રિયાના આધારે નીચેનાને તેમની n-ઓક્ટેનમાં દ્રાવ્યતાના ચઢતા કમમાં ગોઠવો અને સમજાવો.

સાયક્લોહેક્ઝેન,  

Hide | Show

જવાબ : (i) સાયક્લોહેક્ઝેન અને n-ઓક્ટેન બંને અધ્રુવીય છે. તેથી તે બંને કોઈપણ પ્રમાણમાં સંપૂર્ણપણે મિશ્ર થઈ જાય છે.

(ii) એ આયોનીક સંયોજન છે પરંતુ n-ઓક્ટેન એ અધ્રુવીય છે. તેથી  એ n-ઓક્ટેનમાં દ્રાવ્ય થાય નહિ.

(iii)  અને  બંને ધ્રુવીય છે પરંતુ  કરતાં  એ ઓછું ધ્રુવીય છે. n-ઓક્ટેન એ અધ્રુવીય હોવાથી  એ  કરતાં વધુ ધ્રુવીય છે.

દ્રાવ્યતાનો ક્રમ : KCl <  <  < સાયક્લોહેક્ઝેન


જો કોઈ સરોવરના પાણીની ઘનતા 1.25g  હોય અને તે 92g  પ્રતિ કિલોગ્રામ પાણી ધરાવતું હોય, તો સરોવરના પાણીમાં  આયનની મોલાલિટી ગણો.

Hide | Show

જવાબ :  


6.5 g એસ્પિરિન (), 450 g  માં ઓગાળવામાં આવે, તો એસ્પિરિનની એસિટોનાઇટ્રાઇલમાં દળથી ટકાવારી ગણો.

Hide | Show

જવાબ :


250 mL 0.15M બેન્ઝોઇક એસિડનું મિથેનોલમાં દ્રાવણ બનાવવા માટેનો જય્યો (વજન) ગણો.

Hide | Show

જવાબ :


298 K તાપમાને બેન્ઝિનમાં મિથેનની મોલાલિટી માટે હેન્ન્રી અચળાંકનું મૂલ્ય  mm Hg છે. 760 mm દબાણ હેઠળ 298 K તાપમાને મિથેનની બેન્ઝિનમાં દ્રાવ્યતા ગણો.

Hide | Show

જવાબ :


નીચેના સંયોજનોમાંથી પાણીમાં અદ્રાવ્ય, અંશતઃ દ્રાવ્ય અને અતિદ્રાવ્યને ઓળખી બતાવો :

Hide | Show

જવાબ : (i) ફિનોલ : આંશિક દ્રાવ્ય

કારણ : ફિનોલમાં ધ્રુવીય -OH સમૂહ છે. અને  અધ્રુવીય સમૂહ છે.

(ii) ટોલ્યુઈન : અદ્રાવ્ય

કારણ : ટોલ્યુઇન એ અધ્રુવીય છે.

(iii) ફોર્મિક એસિડ : સુદ્રાવ

કારણ : હાઈડોજન બંધ

(iv) ઈથીલીન ગ્લાથકોલ : સુદ્રાવ્ય

કારણ : હાઇડ્રોજન બંધ

(v) ક્લોરોફોર્મ : અદ્રાવ્ય

(vi) પેન્ટેનોલ : આંશિક દ્રાવ્ય

કારણ : -OH સમૂહ ધ્રુવીય પરંતુ હાઈડ્રોકાર્બન ભાગ અધ્રુવીય છે.


There are No Content Availble For this Chapter

Take a Test

Choose your Test :

દ્રાવણો

રસાયણ વિજ્ઞાન

Browse & Download GSEB Books For ધોરણ ૧૨ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.