જવાબ : પરમાણુની ઇલેક્ટ્રોનીય રચના માટે અને કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન કઈ રીતે વહેંચાયેલા છે અને આ ઇલેક્ટ્રોનની ઉર્જા એટલે કે શક્તિ કેટલી છે વગેરે અણુના બંધારણની વિપુલ માહિતી દ્રવ્ય સાથે વિકિરણોની પારસ્પરિક ક્રિયાને કારણે મળેલા પરિણામો વગેરેમાં નીચેની બે વિકાસશીલ બાબતોએ ભાગ ભજવ્યો છે.
જવાબ : જેમ્સ મેકવેલ ઈ.સ. 1870 માં પહેલા વૈજ્ઞાનિક હતા કે જેમણે સ્થૂળદર્શી સ્તરે વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રમાં વર્તણુક અને ભારિત પદાર્થો વચ્ચેની પારસ્પરિક ક્રિયાની વિગતવાર સમજ આપી.
જવાબ : પ્રકાશ વિકિરણનું સ્વરૂપ છે. જે અનાદિકાળથી મનાય છે.
જવાબ : અલગ પ્રકારના જુદા જુદા વિદ્યુતચુંબકીય વિકિરણોની તરંગ લંબાઈ અથવા આવૃત્તિના ઉતરતા ચઢતા ક્રમની ગોઠવણીને વિદ્યુતચુંબકીય વર્ણપટ કહેવાય છે. તેના અલગ અલગ ભાગો હોય છે અને દરેકના સ્વતંત્ર નામો પણ છે. આપણે તેનો વિગતવાર મુદ્દાસર અભ્યાસ કરીશું.
જવાબ : ઈ.સ. 1905 માં આઇન્સ્ટાઇને શરૂઆતમાં પ્લાન્કના વિદ્યુતચુંબકીય વિકિરણના આ સિદ્ધાંતનો ઉપયોગ કરી ફોટો ઇલેક્ટ્રિક અસર સમજાવી હતી તેમણે સમજાવ્યું કે
અથડાતા ફોટોનની ઉર્જા = hv થાય છે અને ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરવા માટે ઓછામાં ઓછી ઊર્જા hvo ( આને કાર્ય વિધેયક Wo કહેવાય છે) તેમના તફાવત = hv - hvo આ ફોટો ઇલેક્ટ્રોનની તબદીલ થતી ગતિજ ઉર્જા છે. ઉર્જા સંચયના નિયમ પ્રમાણે ઇલેક્ટ્રોનની ગતીજ ઉર્જા નીચે મુજબ છે.
hv = hvo + 1/2 me V2
આમાં me ઇલેક્ટ્રોનનું દળ અને V ઉત્સર્જિત થતાં ઇલેક્ટ્રોનનો વેગ છે. પ્રકાશની ઓછી તીવ્રતાવાળા પુંજ કરતા વધુ તીવ્ર પ્રકાશનો પુંજ વધારે સંખ્યામાં ફોટોન ધરાવે છે. માટે જ વધુ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે.
જવાબ : પ્રકાશની કણ પ્રકૃતિએ વૈજ્ઞાનિકોને મૂંઝવણમાં મુક્યા છે. વૈજ્ઞાનિકો કાળા પદાર્થ ઉત્સર્જિત વિકિરણ અને ફોટો ઇલેક્ટ્રિકની અસરની સમજણ આપે છે. પરંતુ બીજી તરફ પ્રકાશની તરંગ પ્રકૃતિ કે જે વ્યતિકરણ અને વિવર્તન ઘટનાઓની સમજણ આપે છે. જે એકબીજા સાથે સુસંગત નથી.
= 6.626 × 10-34 Js × 108 ms-1 / 400 × 10-9 m
= 4.969 ×10-19 J હવે ઉત્સર્જિત થયેલા ફોટોનની સંખ્યા - = 100 Js-1 / 4.969 × 10-9 J = 2.012 × 1020 S-1 ૩). જ્યારે વિદ્યુતચુંબકીય વિકિરણની 300nm તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ સોડિયમની સપાટી પર પડે છે ત્યારે 1.68 × 105 J mol-1 ગતિ ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. માટે નીચે મુજબ શોધો. સોડિયમ માંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે ઓછામાં ઓછી કેટલી ઊર્જાની જરૂર પડશે ? ફોટો ઈલેક્ટ્રોનને ઉત્સર્જિત થવા માટે કેટલી વધુમાં વધુ તરંગ લંબાઈની જરૂર પડશે. જવાબ: ૩૦૦ nm ફોટોનની ઉર્જા (E) ને ગણી શકાય. માટે, E = hv = hcλ = 6.626 × 10-34 Js × 3.0 × 108 ms-1 300 × 10-9m = 6.626 × 10-19 J હવે એક મોલ ફોટોનની ઉર્જા = 6.626 × 10-19 J × 6.022 × 1023 mol-1 = 3.99 × 105 J mol-1
જવાબ : કેન્દ્રથી શીલ્ડિંગનો અંશ જુદી જુદી કક્ષાના ઇલેક્ટ્રોન માટે જુદો જુદો હોય છે. માટે સમાન કોષોમાં એટલે કે મુખ્ય સમાન ક્વોન્ટમ આંકમાં પણ ઊર્જાના વિઘટન તરફ દોરી જાય છે. એટલે કક્ષકમાં ઇલેક્ટ્રોનની ઉર્જા n અને l ના મૂલ્યો પર આધાર રાખે છે.
જવાબ : બહુ ઇલેક્ટ્રોનીય પરમાણુમાં જેમ જેમ પરમાણ્વીય ક્રમાંક (Z) વધવા લાગે ત્યારે બાહ્યતમ કોષમાં ઇલેક્ટ્રોનની આકર્ષણ આંતરક્રિયા વધે છે. પરિણામે બાહ્ય કોષના ઇલેક્ટ્રોન કેન્દ્રનો ધનભાર અનુભવી શકતા નથી. કારણ કે તેમાં આંતરિક કોષમાં રહેલા ઇલેક્ટ્રોન કારણભૂત બને છે.
જવાબ : પાંચ કક્ષકોને dxy, dyz, dx2 - y2, d2x, અને d22તરીકે ઓળખવામાં આવે છે. પ્રથમવાર ચાર d - કક્ષકોના આકાર એકબીજા જેવા હોય છે. જ્યારે પાંચમી કક્ષક d22 તેમનાથી ( ચારથી ) અલગ પડે છે. પરંતુ આ પાંચેય 3d - કક્ષકો ઊર્જાની બાબતમાં સમતુલ્ય છે.
જવાબ : ત્રિજ્યા નોડ અને સંભાવ્યતા વિધેય np અને nd કક્ષકોમાં કેન્દ્રમાંથી પસાર થાય છે. માટે સમતલ આગળ નોડ ( મૂળ સ્થાન ) શૂન્ય થાય છે. ઉદાહરણ તરીકે: - Pz કક્ષકમાં xy સમતલ એક નોડલ પ્લેન છે. dxy કક્ષકમાં બે નોડલ પ્લેન હોય છે. જે ઉદભવ સ્થાન ( origin ) અને Z - કક્ષક ધરાવતી સમતલને દ્વિવિભાજિત કરે છે. આને કોણીય નોડ કહેવાય છે અને તેમને l તરીકે દર્શાવાય છે. એટલે કે p - કક્ષકો માટે એક કોણીય નોડ, d - કક્ષકો માટે બે કોણીય નોડ અને તે પ્રમાણે આગળ ઉપર કુલ નોડની સંખ્યા ( n -1 ) વડે દર્શાવાય છે. એટલે કે l કોણીય નોડ અને ( n - l - 1 ) ત્રિજ્યા નોડનો સરવાળો થાય છે. P - કક્ષક માટે નોડની સંખ્યા = n - l - 1 થાય છે.
જવાબ : m1, l અને n ક્વોન્ટમ આંક એકથી વધારે ઇલેક્ટ્રોન વાળા પરમાણુ કે આયનના રેખીય વર્ણપટ સમજાવવા પુરતા નથી. વધુમાં ડબ્લેટ અને ટ્રિપ્લેની સમજુતી મેળવવા માટે ઉપરોક્ત ત્રણેય ક્વોન્ટમ આંક ઉપયોગી થતા નથી.
જવાબ : ભારતીય અને ગ્રીક તત્વજ્ઞાનીઓએ 400 વર્ષ પૂર્વે પરમાણુંઓનુ અસ્તિત્વ શીધ્યું હતું. તેમનું માનવું હતું કે પરમાણુઓ દ્રવ્યના પાયાના ઘટક છે. તેમનો એવો મત હતો કે દ્રવ્યનું સતત વિભાજન કરતા જઈએ તો અંતે પરમાણુ મળશે. પરમાણુનું વિભાજન થતું નથી. તેમનું આ પ્રમાણેનું માનવું હતું. પરમાણુ - Atom એ ગ્રીક શબ્દ a - tomio પરથી બન્યો છે. તે શબ્દ નો અર્થ કાપી શકાય નહીં કે વિભાજિત કરી શકાય નહીં. તેવો થાય છે.
જવાબ : દ્રવ્યનો પરમાણ્વીય સિદ્ધાંત જહોન ડાલ્ટને 1908માં વૈજ્ઞાનિક આધારો સાથે રજુ કર્યો. આ સિદ્ધાંત ડાલ્ટનનો પરમાણવીય સિદ્ધાંત કહેવાય છે. આમાં પરમાણુને દ્રવ્યના અંતિમ કણ તરીકે ગણવામાં આવ્યા હતા.
જવાબ : ડાલ્ટનના સિદ્ધાંતમાં કેટલીક વાતો અસ્પષ્ટ હતી. જેવીકે અવપરમાણ્વીય કણોની શોધ પછી પણ પરમાણુની સ્થાયીતા સમજાતી નથી. એક તત્વની બીજા તત્વ સાથેની વર્તણુકની સરખામણી ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોના સંદર્ભમાં કેવી રીતે કરવી. જુદા જુદા પરમાણુના સંયોગીકરણથી બનતા જુદા જુદા અણુઓના સંયોગીકરણથી બનતા જુદા જુદા અણુંઓના સર્જનની સમજણ કેવી રીતે આપવી અને પરમાણુ દ્વારા શોષાતા કે ઉત્સર્જન પામતા વિદ્યુતચુંબકીય વિકિરણની લાક્ષણિકતાનો સ્વભાવ અને ઉદભવને કેવી રીતે સમજવા જેવી સમસ્યાઓ નડતી હતી.
જવાબ : ડાલ્ટનનો પરમાણવીય સિદ્ધાંત દળ સંચયનો નિયમ, નિશ્ચિત પ્રમાણનો નિયમ, અને ગુણક પ્રમાણનો નિયમ, સફળતાપૂર્વક સમજાવી શકે છે.
જવાબ : વિદ્યુત વિભારના અભ્યાસ માટે વૈજ્ઞાનિક પ્રાયોગિક ક્રિયાઓ માટે જે નળીનો ઉપયોગ કર્યો તે કેથોડ કિરણ વિભાર નળી કહેવાય છે. કેથોડ કિરણ વિભાર નળી કાચની બનેલી હોય છે. જેમાં ધાતુના બે પાતળા ટુકડા નળીના બંને છેડે સીલ કરેલા હોય છે. તેને વિદ્યુત ધ્રુવો કહેવાય છે.
જવાબ : વાયુઓમાંથી વિદ્યુત વિભાર માત્ર ખૂબ નીચા દબાણે અને ઘણા ઊંચા વોલ્ટેજે અવલોકી શકાય છે.જુદા જુદા વાયુઓના દબાણ શૂન્યાવકાશ કરતા જઈને મેળવી શકાય છે. પરંતુ ઊંચો વીજ દબાણ વિદ્યુત ધ્રુવની વચ્ચે દાખલ કરવામાં આવે છે ત્યારે પ્રવાહ વહેવા માંડે છે. આ કણોનો પ્રવાહ ઋણ વિદ્યુતધ્રુવ (કેથોડ) તરફથી ઘન વિદ્યુત ધ્રુવ (એનોડ) વહેવા માંડે છે. આને કેથોડ કિરણો કે કેથોડ કિરણ કણો કહેવાય છે.
જવાબ : કેથોડ કિરણો કેથોડથી શરૂ થાય છે અને એનોડ તરફ ખસે છે. આ કિરણો પોતે દ્રશ્યમાન નથી પરંતુ અમુક પદાર્થોની મદદથી તેમની વર્તણૂક જાણી શકાય છે. આવા પ્રસ્ફુરણ પદાર્થ પર જ્યારે આ કિરણો અથડાય છે ત્યારે તે પદાર્થ ચળકે છે. ટેલિવિઝન પિક્ચર ટ્યુબ કેથોડ કિરણની ટ્યુબ હોય છે અને ટી.વી.ના પડદા પર લગાડેલા પ્રસ્ફુરણ પદાર્થને લીધે ટેલિવિઝનમાં ચિત્ર દેખાય છે.
જવાબ : વિદ્યુતીય અથવા ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં કેથોડ કિરણોની વર્તણૂક ઋણ વીજભાર ધરાવતા કણો જેવી હોય છે. તેનાથી સમજાય છે કે કેથોડ કિરણો ઋણ વીજભાર ધરાવતા કણો છે. જેને ઇલેક્ટ્રોન પણ કહેવાય છે. ઇલેક્ટ્રોન બધાજ પ્રકારના પરમાણુઓના પાયાના ઘટક કણો છે.
જવાબ : ઇ.સ. 1897 માં જે. જે. થોમસને ઇલેક્ટ્રોનના વીજભાર (e) અને ઇલેક્ટ્રોનના દળ (me) ના ગુણોત્તરનું માપન જણાવ્યું આ પ્રયોગમાં તેમણે કેથોડ કિરણ નળીનો ઉપયોગ કર્યો હતો.
જવાબ : આર. એ. મિલિકને ઇલેક્ટ્રોનનો વીજભાર નક્કી કરવા માટે એક પદ્ધતિ વિકસાવી જે તેલ બિંદુ પદ્ધતિ તરીકે જાણીતી છે. એનાથી તેમણે શોધ્યું કે ઇલેક્ટ્રોન પરનો વીજભાર - 1.6 × 10-19 C છે. જેનું હાલમાં સ્વીકારાયેલું મૂલ્ય 1.6022 × 10-19 C છે. થોમસનના નક્કી કરેલા e/me ગુણોત્તરને આ પરિણામો સાથે જોડતા ઇલેક્ટ્રોનનુ દળ નક્કી કરી શકાય છે. Me = e / -e/me = - 1.6022 × 10-19 C / 1.758820 × 1011 C Kg-1 = 9.1094 × 10-31 kg થાય છે.
જવાબ : સૌથી નાનો અને હલ્કો ધન આયન જે હાઈડ્રોજન માંથી મેળવ્યો હતો તેને પ્રોટોન કહે છે. આ ઘન વીજભારિત કણને 1919માં લાક્ષણિક તરીકે દર્શાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ચેડવિકે 1932 માં બેરિલિયમના પતરા પર આલ્ફા કણોનો મારો ચલાવીને જે કણો શોધ્યા તે વિદ્યુતીય રીતે તટસ્થ કણો જેમનું દળ ઉત્સર્જિત થયેલા પ્રોટોન કરતા થોડું વધારે હતું. તેમણે આ કણોને ન્યુટ્રોન નામ આપ્યું.
જવાબ : એક વિદ્યુતીય સંગટકની ઉપરની પ્લેટમાં કરેલા નાના છિદ્રમાંથી તેલના બિંદુઓ જે એટમાયઝરની ( પદાર્થને નાના કણ માં ફેરવવા નું સાધન ) મદદથી ધુમ્મસ રૂપે દાખલ કરવામાં આવે છે. નીચેની તરફ પડતા તેલ બિંદુઓને ટેલિસ્કોપથી જોવામાં આવતા આ તેલ બિંદુઓના નીચે તરફના પતનનો દર નક્કી કરીને મિલકન તેલબિંદુનું દળ નક્કી કરી શક્યા હતા. ચેમ્બરમાં હવામાંથી ક્ષ - કિરણોના પૂંજને પસાર કરીને આયની કરણ કરવામાં આવ્યું હતું. આ તેલ બિંદુઓ પરનો વિદ્યુતીય ભાર વાયુમય આયનો સાથે અથડામણથી પ્રાપ્ત થયો હતો. આ ભારીત તેલ બિંદુઓના પડવાનો દર વધારી ઘટાડી કે સ્થિર કરી શકાય છે. આ તેલ બિંદુ પરનો ભાર અને ધ્રુવીયતા તથા પ્લેટમાં લાગુ પડેલ વોલ્ટેજની પ્રબળતાની તેલ બિંદુની ગતિ પર વિદ્યુતીય ક્ષેત્રની અસર માપીને મિલિકને તારણ કાઢ્યું કે તેલ બિંદુઓ પર ભાર Q ની માત્રા હંમેશા વિદ્યુતભાર e નો પૂર્ણ ગુણક છે. q= ne એટલે કે જ્યાં n = 1, 2, 3, .... થાય છે.
જવાબ : આ કણોના મૂળભૂત ગુણધર્મો પ્રમાણે ઇલેક્ટ્રોનની સંજ્ઞા = e હોય છે. તેનો નિરપેક્ષ ભાર IC = - 1.6022 × 10-19 અને સાપેક્ષ ભાર (-1) હોય છે જ્યારે Kg મા દળ = 9.109309 × 10-31 અને તેનું દળ/u માં o.00054 અને આશરે દળ/u = 0 હોય છે. જ્યારે પ્રોટોનની સંજ્ઞા P હોય છે. તેનો નિરપેક્ષ ભાર/C = +- 1.6022 × 10-19 અને સાપેક્ષ ભાર +1 હોય છે. તેનું Kg મા દળ = - 1.67262 × 10-27 અને દળ/u માં 1.00727 તથા આશરે દળ/u =1 હોય છે અને ન્યુટ્રોન ની સંજ્ઞા n હોય છે. તેનો નિરપેક્ષ ભાર/C માં O છે. જ્યારે સાપેક્ષ ભાર પણ 0 છે. તેનું Kg માં દળ = 1.67493 × 10-27 છે. જ્યારે દળ/u માં 1.00867 અને આશરે દળ/u = 1 થાય છે.
જવાબ : જે. જે. થોમસને 1998 માં શોધ્યું કે પરમાણુ ગોળ આકાર ધરાવે છે. તેની ત્રિજ્યા આશરે 10-10 mજેટલી હોય છે. તેમાં ઘનભાર એક સરખી રીતે બધે વહેંચાયેલો છે અને ઇલેક્ટ્રોન તેમાં એવી રીતે ગોઠવાઈ ગયા છે કે સૌથી વધુ સ્થાયી સ્થિર વિદ્યુતીય રચના આપે છે. તેમના આ પ્રમાણેના નમૂનાને પ્લમ પુડિંગ રાઈસન પુડિંગ અથવા વોટરમેલન નામો મુજબની ઓળખ કરાય છે. તેમણે કહ્યું કે પરમાણુના ઘન ભારમાં ઇલેક્ટ્રોનિક પથરાયેલા છે. સૌથી અગત્યની વાત તેમણે જણાવ્યું કે પરમાણુનું દળ એક સરખી રીતે બધે વહેંચાયેલું છે. આ નમૂનો પરમાણુની એકંદરે તટસ્થતા સમજાવી શકે છે પણ પાછળના પરિણામો સાથે સુસંગત થતો નથી. થોમસનને 1906માં ભૌતિક વિજ્ઞાનમાં નોબલ પારિતોષક આપવામાં આવ્યું. આ પારિતોષક તેમના વાયુઓથી વિદ્યુતનું વહન થવા અંગેના સૈદ્ધાંતિક તેમજ પ્રાયોગિક સંશોધન માટે આપવામાં આવ્યું હતું.
જવાબ : વૈજ્ઞાનિકોએ પ્રાયોગિક અવલોકનોથી શોધી કાઢ્યું કે પરમાણુને વિભાજિત કરી શકાય છે અને તેમનું ઈલેક્ટ્રોન , પ્રોટોન, અને ન્યુટ્રોન જેવા આવપરમાણ્વીય કણોમાં વિભાજન થઇ શકે છે. તેમાં કેટલીક નીચે મુજબની સમસ્યાઓ નડતી હતી.
જવાબ : 1s2 2s2 2p6 3s2 3p6 3d10
જવાબ : 1s2 2s2 2p6 3s2 3p6 3d10 4s2
જવાબ : 1s2 2s2 2p6 3s2 3p6 3d3
જવાબ : 2s - કક્ષક
જવાબ : 1s - કક્ષક
જવાબ : (Ar) 3d6 4s0
જવાબ : 1s2 2s2 2p6 3s2 3p6 3d9 4s0
જવાબ : 1s2 2s2 2p6 3s2 3p6 3d5 4s1
જવાબ : (Ar) 3d5 4s2
જવાબ : (Ar) ૩d54s2 છે.
જવાબ : દ- બ્રોગલી
જવાબ : યૌલીનો નિષેધનો નિયમ
જવાબ : આઉફબાઉનો.
જવાબ : ૦ થાય.
જવાબ : માત્ર 2
જવાબ : 2 હોય.
જવાબ : V૦ = 5.૦ × 1014 Hz
જવાબ : આવૃત્તિ
જવાબ : કેનાલ કિરણ
જવાબ : ઘટે છે.
જવાબ : રેડીઓ
જવાબ : a૦ = 52.9 pm
જવાબ : ગૌણ ક્વોન્ટમ આંક
જવાબ : Hz તરીકે.
જવાબ : ન્યુટ્રોન
જવાબ : 54
જવાબ : a – કણો
જવાબ : -1.60 × 1019 કુલંબ/ ઈલેક્ટ્રોન
જવાબ : e/me = 5.27 × 1017 esu/g
જવાબ : ZnS (ઝિંક સલ્ફાઈડ)
જવાબ : UV > જાંબલી > લાલ > પારક્ત
જવાબ : n = 4 (n- કક્ષા)
જવાબ : ns – કક્ષક
જવાબ : ઈલેક્ટ્રોનના
જવાબ : કેન્દ્રના પ્રોટોન અને ન્યુટ્રોન
જવાબ : 1. 7588 × 1011 c
જવાબ : હિલિયમ કેન્દ્ર છે.
જવાબ : mvr =
જવાબ : કોબાલ્ટ - 60
જવાબ : લગભગ ઇ.સ. 400 વર્ષ પહેલા ભારતીય અને ગ્રીક તત્વજ્ઞાનીઓ અને પરમાણુ ના અસ્તિત્વ વિશેના વિચારો રજૂ કરેલા તે મુજબ તેઓ માનતા હતા કે,
જવાબ : વીસમી સદીની શરૂઆતમાં વૈજ્ઞાનિકોને સમજાયું કે પરમાણુનું વિભાજન થઇ શકે છે અને અવપરમાણ્વીયકણો જેવા કે ઇલેક્ટ્રોન ,પ્રોટોન, ન્યુટ્રોનમા વિભાજિત કરી શકાય છે. આ ખ્યાલ ડાલ્ટનના સિદ્ધાંતથી અલગ પડતો હતો. તેમાં નીચે મુજબ સમસ્યા નડતી હતી.
જવાબ : બ્રિટિશ વૈજ્ઞાનિક જોન ડાલ્ટને ઈ.સ. 1908માં પરમાણવીય સિદ્ધાંત, દળ સંચયનો નિયમ, નિશ્ચિત, પ્રમાણનો નિયમ, અને ગુણક પ્રમાણનો નિયમ રજૂ કર્યો. તેમાં તે ઘણા પ્રયોગોના પરિણામોને સમજાવવામાં નિષ્ફળ પણ રહ્યો હતો.
જવાબ : ઈ.સ. 1830 માં માઈકલ ફેરાડે આ દર્શાવ્યું કે જ્યારે વિદ્યુત વિભાજ્યના દ્રાવણ માંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે વિદ્યુત ધ્રુવો પર દ્રવ્ય જમા થાય છે જે વિદ્યુત ધ્રુવો પરની રસાયણિક પ્રક્રિયાને આભારી છે.
જવાબ : બ્રિટિશ ભૌતિકશાસ્ત્રી જે. જે. થોમસને ઇ.સ. 1897માં ઇલેક્ટ્રોનના વીજભાર (e) અને ઇલેક્ટ્રોનના દળ (me) ગુણોત્તર નું માપન કર્યું.
eme = 1.758820 × 1011 C kg-1
જવાબ : R.A. millikan નામના વૈજ્ઞાનિકે ઇલેક્ટ્રોન વિજભાર નક્કી કરવાની પદ્ધતિનો વિકાસ કર્યો. આગળ જતાં તે તેલબિંદુ પદ્ધતિ ના નામે ઓળખાઈ. જેની કાર્યપદ્ધતિ નીચે મુજબની છે.
me = ee/me = 1.6022 × 1019 C / 1.758820 × 1011 C kg-1
= 9.1094 × 10-31kg
(2.2)જવાબ : પ્રોટોનની શોધ :- સુધારો કરવા કરાયેલા ફેરફાર વાળી કેથોડ કિરણ નળીમાં વિદ્યુત વિભાજન કરતા ઘન વીજભાર ધરાવતા કણો ની શોધ ઇ.સ. 1919માં થઈ હતી. આ કણોને કેનાલ કિરણો તરીકે ઓળખવામાં આવે છે. આ કણો ઘન વીજભાર ધરાવે છે.
જવાબ : ફેરફાર વાળી કેથોડ કિરણ નળીમાં વિદ્યુતવિભાર કરતા ઘન વીજભાર ધરાવતા કણોની શોધ થઈ હતી. તેને કેનાલ કિરણો તરીકે ઓળખવામાં આવ્યા હતા. તેની લાક્ષણિકતા નીચે મુજબની છે.
જવાબ : જે. જે. થોમસને 1898માં રજૂઆત કરી કે પરમાણુ ગોળાકાર આકાર ધરાવે છે. પરમાણુની ત્રીજ્યા આશરે 10-10m. જેટલી છે.
જવાબ : રૂથરફોર્ડ અને તેમના વિદ્યાર્થીઓ હેન્સ ગાઈગર અને અર્નેસ્ટ માસ્ડર્ને સોનાના પાતળા વરખ પર a - કણોનો મારો ચલાવ્યો જે રૂથરફોર્ડનો a- કણ પ્રકીર્ણન પ્રયોગ તરીકે જાણીતો થયો.
જવાબ : પરમાણુના કેન્દ્ર પરનો ઘન ભાર તેમાં રહેલા પ્રોટોનને કારણે હોય છે. પરમાણુનું બધું જ દળ ખૂબજ ઓછા કદના કેન્દ્રમાં સ્થાપિત થયેલું હોય છે.
અથવા
= તટસ્થ પરમાણુઓમાં રહેલા ઈલેક્ટ્રોનિક સંખ્યા
આને સૂત્ર મુજબ આ પ્રમાણે મુકાય - Z = P અથવા e-જવાબ : રૂથરફોર્ડ નો નમુનો સૂર્યમંડળ અને ગ્રહોની ગોઠવણી સરખાવે છે. જેમાં કેન્દ્રને સૂર્ય તરીકે અને ઇલેક્ટ્રોન હલકા ગ્રહોની જેમ છે.
r = બે વિજભાર વચ્ચેનું અંતર
K = સમપ્રમાણતા અચળાંક
જ્યાં m1 અને m2 = બે અલગ પદાર્થોનું દળ છે.
અને r = દળના અલગીકરણનું (બંને પદાર્થો વચ્ચેનું ) અંતર છે.
જ્યારે G = ગુરુત્વાકર્ષણ અચળાંક છે.
જવાબ :
વિદ્યુતચુંબકીય તરંગના વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર ઘટકો. આ ઘટકોને સરખી તરંગ લંબાઈ, આવૃત્તિ ઝડપ અને કંપવિસ્તાર છે. પરંતુ તેઓ એકબીજાને લંબ સમતલમાં કંપે છે.
જવાબ : તરંગ લંબાઇમાં લંબાઇ માટેનો એકમ જરૂરી બને છે. લંબાઈનો SI એકમ મીટર ( m ) છે. વિદ્યુતચુંબકીય વિકિરણ જુદા જુદા પ્રકારના તરંગો ધરાવે છે. માટે ઘણીજ નાની તરંગલંબાઈના હોય છે. માટે નાના એકમોનો ઉપયોગ થાય છે. નીચેની આકૃતિમાં જુદા જુદા પ્રકારના વિદ્યુત ચુંબકીય વિકિરણો જે એકબીજાથી તરંગ લંબાઈ અને આવૃત્તિમાં જુદા પડે તે સમજી શકાય છે
આપણે કેટલાક ઉદાહરણો જોઈએ.
તરંગ લંબાઈ (λ) = CV જ્યાં C વિદ્યુતચુંબકીય વિકિરણની શૂન્યાવકાશમાં ગતિ છે.અને V આવૃત્તિ છે. આપેલ કિંમત પરથી ગણતરી કરતા,
(λ) = CV = ૩.00 × 108 ms-1 / 1,368 kHz
= ૩.00 × 108 ms-1 / 1,368 × 103 s-1
= 219.3 m
આ 219.૩ m રેડિયો તરંગની લક્ષણીક તરંગ લંબાઈ છે.
જવાબ: સમીકરણનો ઉપયોગ કરીને જાંબલી પ્રકાશ માટે,
V = Cλ = ૩.00 × 108 ms-1 / 400 × 10-9 m = 7.50 × 1014 Hz
હવે લાલ પ્રકાશની આવૃત્તિ માટે નીચે મુજબ,
V = Cλ = ૩.00 × 108 ms-1 / 750 × 10-9 m = 4.૦૦ × 1014 Hzજવાબ : ઈસવીસન 1887માં એચ. હટ્ઝે જણાવ્યા મુજબ પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, વગેરે ધાતુઓને પ્રકાશના પૂંજ સામે રાખવામાં આવી ત્યારે તેમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જન થતું હતું. આ ઘટનાને ફોટો ઇલેક્ટ્રિક અસર કહે છે. તેની વિસ્તૃત જાણકારી નીચેની આકૃતિ જોતાં વિગતવાર સમજાય છે.
લાલ પ્રકાશ = v = ( 4.3 થી 4.6 ) × 1014 Hz ) ની કોઈપણ તેજસ્વિતા ( તીવ્રતા ) પોટેશિયમ ધાતુના ટુકડા પર કલાકો સુધી ચાલે છે. પરંતુ ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થતો નથી.
નબળો પીળો પ્રકાશ ( v = 5.1 - 5.2 × 1014 Hz ) પોટેશિયમ ધાતુ પર ચળકે છે ત્યારે ફોટો ઇલેક્ટ્રિક અસર દેખાય છે. માટે કહી શકાય છે કે પોટેશિયમ ધાતુ માટે દેહલી આવૃત્તિ ( Vo ) 5.0 × 1014 Hz ) છે.જવાબ : પ્રકાશની ઝડપ નો આધાર તે કયા મધ્યમાંથી પસાર થાય છે તેના પર રહેલો છે. પ્રકાશની ઝડપનું મહત્વ માધ્યમ સાથે જોડાયેલું છે
જવાબ : કોઈ પદાર્થ કે જે ઉર્જાનું અવશોષણ કરે છે અને તેના વડે વિકિરણનું વર્ણપટ ઉત્સર્જિત થાય છે. તેને ઉત્સર્જન વર્ણપટ કહેવામાં આવે છે.
જવાબ : દ્રશ્યમાન પ્રકાશનો વર્ણપટ સતત હોય છે કારણ કે તે દૃશ્યમાન પ્રકાશ ની બધી જ તરંગ લંબાઈઓ ( લાલ થી જાંબલી સુધીની ) નું વર્ણપટમાં પ્રતિનિધિત્વ કરે છે.
જવાબ : પરમાણ્વીય ઉત્સર્જન:- ઉત્તેજિત હાઈડ્રોજન પરમાણુના નમુના વડે ઉત્સર્જિત કરેલા પ્રકાશ જ્યારે પ્રિઝમ માંથી પસાર થાય છે એ વખતે અમુક ચોક્કસ કેટલીક તરંગલંબાઇમાં અલગ થાય છે. આવા ઉત્સર્જન વર્ણપટ જે તરંગ લંબાઈ નો ફોટોગ્રાફિક રેકોર્ડ છે તેને રેખા વર્ણપટ કહે છે.
જવાબ : જ્યારે વાયુમય હાઇડ્રોજન માંથી વિદ્યુતભાર પસાર કરવામાં આવે છે ત્યારે અણું H2 વિયોજિત થાય છે.
જ્યાં, n પૂર્ણાંક સંખ્યા છે.તે ત્રણ કે ત્રણ કરતા વધારે છે. ( n = પૂર્ણાંક સંખ્યા અને n ≥ ૩) છે.
જ્યાં n = 1,2,3,.....
n2 = n1 + 1, n1 + 2, n1 + 3..... વગેરે
જવાબ : રૂથરફોર્ડ અને તેના સ્ટુડન્ટ હેન્સ ગાઇગર અને અર્નેસ્ટ માસ્ડર્ને સોનાના પાતળા પતરા પર a - કણોનો મારો ચલાવ્યો અને a- કણ પ્રકીર્ણનનો પ્રયોગ કરીને કેન્દ્રીય નમૂનો અથવા રૂથરફોર્ડનો પરમાણુ નમુનો શોધી કાઢ્યો. તેમના આ અંગેના મંતવ્યો નીચે મુજબ હતા.
જવાબ : નિલ્સ બોહર સૌ પ્રથમ વૈજ્ઞાનિક હતા કે જેમણે ઈ. સ. 1913 માં હાઈડ્રોજન પરમાણુ ની રચના અને તેના વર્ણપટને પરિણાત્મક રીતે સમજાવ્યો હતો.
બોહરે રજુ કરેલો હાઈડ્રોજન પરમાણુ નમુનો નીચેની અભિધારણાઓ પર આધારિત છે. (i.) હાઈડ્રોજન પરમાણુ માં રહેલો ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ વર્તુળાકાર પથમાં ચોક્કસ ત્રીજ્યા અને ઊર્જા સાથે ફરે છે. આ પથને ક્ક્ષા, સ્થિર અવસ્થા, અથવા માન્ય ઉર્જા અવસ્થાઓ કહે છે. (ii.) કક્ષામાંના ઇલેક્ટ્રોનની ઉર્જા સમય સાથે બદલાતી નથી પરંતુ જ્યારે ઇલેક્ટ્રોનિક નીચલી સ્થિર કક્ષામાંથી ઉપલી સ્થિર કક્ષામાં જાય છે ત્યારે ઉર્જાનું ઉત્સર્જન કરે છે.ઊર્જાનો આ ફેરફાર સતતપણે થતો નથી.(iii.) બે સ્થિર અવસ્થાઓ જેમની વચ્ચે ∆E ઉર્જાનો ફેરફાર હોય છે. અને તેમાં સક્રાંતિ થાય છે ત્યારે અવશોષિત થતાં અથવા ઉત્સર્જિત થતાં વિકિરણની નીચે મુજબના સમીકરણ થી દર્શાવી શકાય.
∆E = hv માટે v= = E2 - E1/ h
જ્યાં E1 એટલે નીચા ઉર્જા સ્થળની ઊર્જા અને E2 એટલે ઉંચા ઉર્જાસ્તરની ઉર્જા આ રજૂઆત બોહર આવૃત્તિ નિયમ તરીકે ઓળખાય છે.
(iiii.) સ્થિર કક્ષામાં ના ઇલેક્ટ્રોનું કોણીય વેગમાન સમીકરણ નીચે મુજબ છે. mevr = n × n = 1,2,૩,... આમ ઇલેક્ટ્રોન એવીજ કક્ષાઓમાં ઘુમસે જેમના કોણીય વેગમાન સંકલન ગુણક હોય એટલે જ કેટલીક કક્ષાઓજ માન્ય ગણાય છે. -બોહરના નમૂના પ્રમાણે:
rn = n2a૦ જ્યાં, a૦ = 52.9 m
આમ પ્રથમ સ્થિર અવસ્થાની ત્રિજ્યાને બોહર કક્ષા કહેવાય છે. તેની ત્રિજ્યા 52.9 Pm થાય છે. - સામાન્ય રીતે હાઈડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન આ કક્ષામાં મળી આવે છે. ( એટલે કે n = 1 ). જેમ n નું મૂલ્ય વધે છે તેમ r નું મૂલ્ય પણ વધે છે. બીજા શબ્દોમાં કહીએ તો ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર હોય છે.En = RH ( 1/n2 ) n = 1, 2, 3, ....
RH ને રીડબર્ગ અચળાંક કહે છે. તથા તેનું મૂલ્ય 2.18 × 10-18 J છે. સૌથી નીચી અવસ્થામાં જેને ધારા ( ભૂમિ ) અવસ્થા કહે છે. આની ઉર્જા થાય છે. ( અહીં n = 1 છે ) E1 = -2.18 × 10-18 J ( 1/12 ) = 0.2.18 × 10-18 J n = 2 માટે સ્થિર અવસ્થાની ઉર્જાનું મૂલ્ય થાય છે. E2 = 2.18 × 10-18 J ( 1/22 ) = -0.545 × 10-18 JEn = 2.18 × 10-18 ( Z2 / n2 ) J અને ત્રિજ્યા નીચે મુજબ દર્શાવાય.
rn = 52.9(n)2 / Z pm જ્યાં Z પરમાણ્વીય ક્રમાંક છે અને તેના મૂલ્યો 2, 3, અનુક્રમે હિલિયમ અને લિથિયમ પરમાણુ માટે છે.
જવાબ : બોહરના નમુનાનો ઉપયોગ કરીને હાઈડ્રોજન પરમાણુના રેખીય વર્ણપટની સમજુતી જથ્થાત્મક રીતે સમજાવી શકાય છે.
∆E = ( RH / n2f ) - ( RH / n2i )
જ્યાં ni અને nf પ્રારંભિક ( initial ) કક્ષા અને અંતિમ ( final ) કક્ષા દર્શાવે છે. ∆E = RH ( 1/ n2i - 1 / n2f ) = 2.18 × 10-18 J ( 1/ n2i - 1 / n2f ) ફોટોનના