GSEB Solutions for ધોરણ ૧૧ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

અચક્રિય સંતૃપ્ત હાઈડ્રોકાર્બન કે જેનું આણ્વિય દળ 72 ગ્રામ/મોલ હોય, તેના સમઘટકોની સંખ્યા કેટલી થશે ?

Hide | Show

જવાબ : 3


.......માં C - H બંધલંબાઈ સૌથી વધુ છે.

Hide | Show

જવાબ : C₂H₆


n-બ્યુટેનના ચાર કન્ફર્મર પૈકી કયું સૌથી વધુ સ્થાયી છે ?

Hide | Show

જવાબ : સ્ટેગર્ડ


સાયક્લો હેક્ઝા ટ્રાઇનનું નીચેના પૈકી કયું બંધારણ સૌથી વધુ સ્થાયી છે.

Hide | Show

જવાબ : સમતલીય


કઇ વલય રચનામાં મહત્તમ તણાવ (Strain) જોવા મળે છે ?

Hide | Show

જવાબ : સાયક્લો પ્રોપેન


બ્યુટ-1-ઇનનું બ્યુટેન રૂપાંતર ...... સાથે પ્રક્રિયા કરતાં થાય છે.

Hide | Show

જવાબ : Pd / H₂


પ્રોપિનમાંથી પ્રોપેન કઈ પદ્ધતિ દ્વારા બનાવી શકાય.

Hide | Show

જવાબ : ઉદ્દીપકીય હાઇડ્રોજીનેશન


કયો સંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે ?

Hide | Show

જવાબ : સાયક્લો હેક્ઝેન


સાયક્લો આલ્કીનનો સમઘટક કયો છે ?

Hide | Show

જવાબ : આલ્કાઈન


ચક્રિય આલ્કીનનું સામાન્ય સૂત્ર કયું છે ?

Hide | Show

જવાબ :


કયો પદાર્થ તૃતીયક કાર્બન ધરાવે છે ?

Hide | Show

જવાબ : 2 - મિથાઇલ પ્રોપેન


કયું સંયોજન માત્ર બિનચક્રિય હોય છે ?

Hide | Show

જવાબ : આલ્કાઈન


કયું હાઈડ્રોકાર્બન 4° કાર્બન ધરાવે છે ?

Hide | Show

જવાબ : નિયોપેન્ટેન


કયા હાઇડ્રોકાર્બનમાં 1°, 2°, 3°, 4° ચારેય પ્રકારના કાર્બન છે ?

Hide | Show

જવાબ : 2, 2, 3-ટ્રાયમિથાઇલ પેન્ટેન


2, 3-ડાયમિથાઇલ બ્યુટેનમાં તૃતીયક કાર્બન પરમાણુની સંખ્યા કેટલી છે ?

Hide | Show

જવાબ : 2


નિયોહેક્ઝેનમાં 1°, 2°, 3° હાઇડ્રૉજન પરમાણુની સંખ્યા અનુક્રમે ...... છે.

Hide | Show

જવાબ : 12, 2,0


...... એ આલ્કાઇનનું ઉદાહરણ છે.

Hide | Show

જવાબ : CH


આલ્કેન સંયોજનોમાં C - HH બંધલંબાઈ, H-CCC-H બંધકોણ અનુક્રમે ...... છે.

Hide | Show

જવાબ : 112 pm, 109° 28¹


ટોલ્યુઈનના નાઈટ્રેશન દરમિયાન દાખલ થતો સમૂહ કયા સ્થાને જોડાશે ?

Hide | Show

જવાબ : ઓર્થો + પેરા


કયું સંયોજન આઇસો પ્રોપાઇલ સમૂહ ધરાવે છે.

Hide | Show

જવાબ : 2-મિથાઇલ પેન્ટેન


પ્રોપાઇનમાંથી પ્રોપેનની બનાવટમાં કાર્બનનું સંકરણ ...... થાય છે.

Hide | Show

જવાબ :  માંથી 


ઇથાઇલ ક્લોરાઇડમાંથી એક જ તબક્કામાં બ્યુટેન કઈ પ્રક્રિયાથી બનાવી શકાય ?

Hide | Show

જવાબ : વુર્ટ્ઝ પ્રક્રિયા


મિથેનની બનાવટ ...... દ્વારા થઈ શકે.

Hide | Show

જવાબ : ડીકાર્બોક્સિલેશન


હેલો આલ્કેનમાંથી તેટલા જ કાર્બનવાળો આલ્કેન કઈ પદ્ધતિથી મળશે ?

Hide | Show

જવાબ : રિડક્શન અને ગ્રીગનાર્ડ પ્રક્રિયા


સોડિયમ એસિટેટના કોલ્બે વિદ્યુતવિભાજનથી ...... મળે છે.

Hide | Show

જવાબ : ઈથેન


...... નું ઉત્કલનબિંદુ સૌથી ઊંચું હોય છે.

Hide | Show

જવાબ : n-હેક્ઝેન


નિયોપેન્ટેનનું ઉત્કલનબિદુ ...... કરતાં વધારે છે.

Hide | Show

જવાબ : બ્યુટેન


કયા સંયોજનમાં રહેલ કાર્બન sp તેમજ sp² સંકરણ ધરાવે છે.

Hide | Show

જવાબ : પ્રોપાડાઈન


બ્યુટા-1, 3-ડાઇનમાં રહેલા કાર્બન પરમાણુનાં સંકરણો ...... પ્રકારના છે.

Hide | Show

જવાબ : sp²


CH₁₀ ના શક્ય અચક્રિય આલ્કીન સમઘટકો કેટલાં છે ?

Hide | Show

જવાબ : 6


CHBHBr rનાં સમઘટકોની સંખ્યા ...... છે.

Hide | Show

જવાબ : 3


ક્લોરો ઇથેનની ઇથેનોલિક KOH સાથે પ્રક્રિયા કરવાથી કઈ મુખ્ય કાર્બનિક નીપજ મળશે ?

Hide | Show

જવાબ : ઈથિન


લિન્ડલર્સ ઉદ્દીપક એ શેનું મિશ્રણ છે ?

Hide | Show

જવાબ : Pd + ચારકોલ


કયો પદાર્થ વિલોપન પ્રક્રિયા દ્રારા આલ્કીન બનાવી શકે છે ?

Hide | Show

જવાબ : હેલો આલ્કેન, ડાયહેલો આલ્કેન અને આલ્કોહોલ


કયું સંયોજન Zn સાથે ગરમ કરતા બ્યુટ-2-ઇન આપશે ?

Hide | Show

જવાબ : 2, 3-ડાયબ્રોમો બ્યુટેન


ઇથાઇલ આયોડાઇડની આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયાથી ઉદ્‌ભવતો વાયુ કે જે બેઝિક KMnO નો રંગ દૂર કરે છે તે ...... છે.

Hide | Show

જવાબ : C₂H₄


વિસિનલ ડાયહેલાઇડમાંથી આલ્કીનની બનાવટ ...... તરીકે ઓળખાય છે.

Hide | Show

જવાબ : ડીહેલોજીનેશન


પેરોક્સાઇડની હાજરીમાં આલ્કીન સાથે HCl કે Hl પ્રતિમાર્કોનિકોવ પ્રક્રિયા આપતાં નથી. કારણ કે ......

Hide | Show

જવાબ : બંને કિસ્સામાં એક તબક્કો ઉષ્માશોષક છે.


3-ફિનાઇલ પ્રોપિનની HBr સાથેની પ્રક્રિયાથી મળતી મુખ્ય નીપજ ...... છે.

Hide | Show

જવાબ : C₆H₅CH(Br)CH₂CH₃


કયું સંયોજન માર્કોનિકોવ (નિયમ અનુસાર HBr સાથે પ્રક્રિયા કરતું નથી.

Hide | Show

જવાબ : બ્યુટ-2-ઇન


બ્યુટિનમાંથી બ્યુટેન ...... સાથેની પ્રક્રિયાથી બની શકે.

Hide | Show

જવાબ : Pd / H₂


પ્રોપિનની Hl સાથેની પ્રક્રિયાથી n-પ્રોપાઇલ આયોડાઇડ ન મળતા આઇસો પ્રોપાઇલ આયોડાઇડ મળે છે. કારણ કે......

Hide | Show

જવાબ : પ્રક્રિયા વધુ સ્થાયી કાર્બોનિયમ આયન મારફતે થાય છે.


કયો બંધ ધરાવતું સંયોજન સૌથી વધુ સક્રિય છે ?

Hide | Show

જવાબ : CC


કયા સંયોજનના બધા પરમાણુ રેખીય રીતે જોડાયેલા છે.

Hide | Show

જવાબ : પ્રોપાઇન


બ્યુટા-1, 2-ડાઇનમાં બીજા કાર્બનનું સંકરણ ...... છે.

Hide | Show

જવાબ : SP


આલ્કાઇનમાં બે કાર્બન વચ્ચેનો ત્રિબંધ ...... દ્વારા બનેલો છે.

Hide | Show

જવાબ : 1 સિગ્મા 2 પાઇ


(CH₃)₃ - C - C  C C - (CH₃)₃ નું IUPAC નામ ...... છે.

Hide | Show

જવાબ : 2, 2, 5, 5-ટેટ્રામિથાઇલ હેક્ઝ-3-આઇન


CH આણ્વિય સૂત્ર ધરાવતા અલ્કાઈન સમઘટકોની સંખ્યા કેટલી છે ?

Hide | Show

જવાબ : 3


પ્રોપાઇનનો સમઘટક કયો છે ?

Hide | Show

જવાબ : સાયક્લો પ્રોપિન


n-હેક્ઝેનમાંથી બેન્ઝિન ...... પ્રક્રિયા દ્રારા મળે છે.

Hide | Show

જવાબ : ચક્રિયકરણ


કેરોસીન એ ...... નું મિશ્રણ છે.

Hide | Show

જવાબ : આલ્કેન્સ


કયું સંયોજન પાણી સાથેની પ્રક્રિયાથી મિથેન વાયુ આપે છે.

Hide | Show

જવાબ : AlC₃


CH₃CH₂COOH —> CH₃CH₂CH₃ પરિવર્તન માટે કયો પ્રક્રિયક યોગ્ય છે ?

Hide | Show

જવાબ : Reded P / HI


આલ્કેનનું હેલોજીનેશન શેનું ઉદાહરણ છે ?

Hide | Show

જવાબ : મુક્ત મુલક વિસ્થાપન


ઓરડાના તાપમાને કયું પેરાફિન ઘન છે ?

Hide | Show

જવાબ : CC₂₀H₄₂


ઇથિનમાં C = C અને C H બંધલંબાઈ અનુક્રમે ...... pm છે.

Hide | Show

જવાબ : 134, 110


ઇથિન અણુનો આકાર ...... છે.

Hide | Show

જવાબ : સમતલીય ત્રિકોણ


કયું સંયોજન ભૌમિતિક સમઘટકતા દર્શાવે છે ?

Hide | Show

જવાબ : બ્યુટ્‌-2-ઇન


C₄H₈ ના શક્ય આલ્કીન સમઘટકો ...... છે.

Hide | Show

જવાબ : 4


ધાત્વીય કાર્બાઈડની પાણી સાથેની પ્રક્રિયાથી ઉદ‌ભવતો રંગવિહિન વાયુ .......... છે.

Hide | Show

જવાબ : એસિટિલિન


હાઈડ્રોકાર્બન આપણા રોજિંદા જીવનમાં ઊર્જાનો મુખ્ય સ્ત્રોત છે; તે વિગતે સમજાવો.

Hide | Show

જવાબ : હાઇડ્રૉર્બનનો અર્થ માત્ર કાર્બન અને હાઇડ્રોજનના સંયોજનો એમ થાય છે. આપણા રોજિંદા જીવનમાં હાઇડ્રોકાર્બન મહત્વની ભૂમિકા ભજવે છે. LPGPG અને CNG જેનો ઉપયોગ ઇંધણ તરીકે કરવામાં આવે છે.

LPG પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુનું (Liquified Petroleum Gas) ટૂંકું રૂપ છે, જ્યારે LNG સંકોચિત કુદરતી વાયુનું (Compressed Natural Gas) ટૂંકું રૂપ છે. હાલમાં બીજો સંક્ષિપ્ત શબ્દ LNG (Liquified Natural Gas) પ્રવાહીકૃત કુદરતી વાયુ માટે પ્રચલિત છે. આ પણ ઇંધણ છે, જે કુદરતી વાયુના પ્રવાહીકરણથી પ્રાપ્ત થાય છે.

પેટ્રોલિયમ પૃથ્વીના પોપડાની નીચેથી મળે છે, જેનું વિભાગીય નિસ્યંદન કરતા પેટ્રોલ, ડીઝલ તથા કેરોસીન પ્રાપ્ત થાય છે. કોલગૅસ કોલસાના વિચ્છેદક નિસ્યંદનથી પ્રાપ્ત થાય છે. કુદરતી વાયુ, તેલના કૂવાઓના ખોદાણ દરમિયાન ઉપરના સ્તરમાંથી મળે છે. સંકોચિત કરેલા વાયુને સંકોચિત કુદરતી વાયુ કહે છે. LPG નો ઉપયોગ ઘરેલુ ઈંધણ તરીકે થાય છે, જે સૌથી ઓછું પ્રદૂષણ કરનાર વાયુ છે. કેરોસીનનો ઉપયોગ પણ ઘરેલુ ઇંધણ તરીકે થાય છે પણ તેનાથી થોડુંક પ્રદૂષણ થાય છે.

સ્વયંસંચાલિત (Automobile) વાહનોના ઇંધણ માટે પેટ્રોલ, ડીઝલ તથા CCNG જરૂરી બને છે. પેટ્રોલ અને CNGથી ચાલતા વાહનોથી પ્રદૂષણ ઓછું થાય છે. આ બધા ઇંધણ હાઇડ્રોકાર્બનના મિશ્રણ હોય છે, જે ઊર્જાના સ્રોત છે. હાઇડ્રોકાર્બનનો ઉપયોગ પોલિથીન, પોલિપ્રોપીન, પોલિસ્ટાયરિન વગેરે પોલિમરના ઉત્પાદનમાં થાય છે. ઊંચા આણ્વીયદળ ધરાવતા હાઇડ્રોકાર્બનનો ઉપયોગ રંગમાં દ્રાવક તરીકે તથા ઘણા રંગકો અને ઔષધોના ઉત્પાદનમાં પ્રારંભિક પદાર્થ તરીકે કરવામાં આવે છે.


હાઈડ્રોકાર્બનનું વર્ગીકરણ સમજાવો.

Hide | Show

જવાબ : હાઇડ્રોકાર્બન વિભિન્ન પ્રકારના હોય છે. તેઓમાં રહેલા કાર્બન-કાર્બન બંધના પ્રકારના આધારે તેઓનું મુખ્યત્વે ત્રણ વર્ગમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે :

(i) સંતૃપ્ત

(ii) અસંતૃપ્ત

(iii) એરોમૅટિક હાઇડ્રોકાર્બન.

સંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં કાર્બન-કાર્બન અને કાર્બન-હાઇડ્રોજન એકલબંધ હોય છે. જો જુદા-જુદા કાર્બન પરમાણુઓ એકબીજા સાથે એક્લબંધથી જોડાઈને સરળ શૃંખલા બનાવે તો તેને આલ્કેન કહે છે, જે બીજી તરફ જો કાર્બન પરમાણુઓ બંધ શુંખલા કે વલય બનાવે તો તેને ચક્રિય આલ્કેન (સાયક્લોઆલ્કેન) કહે છે.

અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં કાર્બન-કાર્બન બહુબંધો જેવા કે દ્વિબંધ, ત્રિબંધ અથવા બંને બંધો રહેલા હોય છે. એરોમૅટિક હાઇડ્રોકાર્બન ચક્રિય સંયોજનોનો એક વિશિષ્ટ પ્રકાર છે. તમે કાર્બનની ચતુર્સયોજકતા તથા હાઇડ્રોજનની એકલ સંયોજકતાને ધ્યાનમાં રાખી આવા અણુઓના બંને પ્રકારના (સરળ શૃંખલા અને બંધ શૃંખલા) અનેક અણુ મોડેલ બનાવી શકો છો.

આલ્કેનના મૉડેલ બનાવવા માટે તમે બંધ તરીકે ટૂથપિક (દાંતખખોતરણી) તથા પરમાણુઓ માટે પ્લાસ્ટિકના દડાનો ઉપયોગ કરી શકો છો. આલ્કીન, આલ્કાઈન અને ઍરોમૅટિક હાઇડ્રોકાર્બન માટે સ્પ્રિંગ મૉડેલ પણ બનાવી શકાય છે.


કાર્બન પરમાણુના પ્રકારો ઉદાહરણ આપી સમજાવો.

Hide | Show

જવાબ : કાર્બન પરમાણુ સાથે જોડાયેલા અન્ય કાર્બન પરમાણુઓની સંખ્યાના આધારે કાર્બન પરમાણુઓને પ્રાથમિક (1°), દ્વિતીયક (2°), તૃતીયક (3°) અને ચતુર્થક (4°) કાર્બન પરમાણુ કહે છે.

પ્રાથમિક (1°) કાર્બન પરમાણુ :

મિથેનમાં જેમ એક કાર્બન પરમાણુ સાથે અન્ય કોઈ કાર્બન પરમાણુ જોડાયેલો નથી તેવા કાર્બનને અથવા ઇથેનમાં જેમ એક કાર્બન પરમાણુ સાથે અન્ય એક કાર્બન પરમાણુ જોડાયેલો છે તેવા કાર્બનને પ્રાથમિક કાર્બન કહે છે.

દ્વિતીયક (2°) કાર્બન પરમાણુ:

અંતિમ છેડે રહેલા કાર્બન પરમાણુ હંમેશાં પ્રાથમિક પ્રકારના હોય છે. જે કાર્બન પરમાણુ અન્ય બે કાર્બન પરમાણુઓ સાથે જોડાયેલો હોય તેને દ્વિતીયક કાર્બન કહે છે.

તૃતીયક (3°) કાર્બન પરમાણુ :

તૃતીયક કાર્બન ત્રણ કાર્બન પરમાણુઓ સાથે તથા નિયો અથવા ચતુર્થક કાર્બન અન્ય ચાર કાર્બન પરમાણુઓ સાથે જોડાયેલા હોય છે.

ચતુર્થક (4°) કાર્બન પરમાણુ :

       જે કાર્બન પરમાણુ અન્ય ચાર કાર્બન પરમાણુઓની સાથે સિધોજ જોડાયેલ હોય તેને ચતુર્થક કાર્બન પરમાણુ કહે છે.


બંધારણીય સમઘટકતા એટલે શું ? શૃંખલા સમઘટકતા આલ્કેનના બે ઉદાહરણ આપી સમજાવો.

Hide | Show

જવાબ : જે સંયોજનોના આણ્વીય સૂત્ર સમાન હોય પણ બંધારણીય સૂત્ર (પરમાણુઓની ગોઠવણીની રીત) ભિન્ન હોય તેમને બંધારણીય સમઘટકો કહે છે અને આ ઘટના બંધારણીય સમઘટકતા કહેવાય છે.

જો બે અથવા વધારે સંયોજનોના આણ્વીય સૂત્ર એક સમાન હોય પણ તેમની કાર્બન શૃંખલાનું માળખું અલગ અલગ હોય તો તેવાં સંયોજનોને શૃંખલા સંઘટકો કહે છે. આ ઘટનાને શૃંખલા સમઘટકતા કહે છે. ત્રણ કરતાં વધારે કાર્બન ઘરાવતા આલ્કેન શૃંખલા સમઘટકતા ધરાવે છે.

ઉદાહરણ 1: બ્યુટેનના શૃંખલા સમઘટકો બે છે : (i) n-બ્યુટેન જે સરળ શૃંખલા યુક્ત બંધારણ અને (ii) આઈસોબ્યુટેન (CH)CH જે શૃંખલા યુક્ત બંધારણ ધરાવે છે.

(i) n-બ્યુટેન

(ii) આઈસોબ્યુટેન (2-મિથાઈલપ્રોપેન)

ઉદાહરણ 2: પેન્ટેન (CH₁₂) ત્રણ સમઘટકો છે : (i) n-પેન્ટેન સરળ શૃંખલાવાળું બંધારણ (ii) આઈસોપેન્ટેન તથા (iii) નિયોપેન્ટેન શાખિત શૃંખલાવાળા બંધારણો ધરાવે છે.

(i) n-પેન્ટેન

(ii) આઈસોપેન્ટેન

(iii) નિયોપેન્ટેન


અસંતૃપ્ત હાઈડ્રોકાર્બનના હાઈડ્રોજનીકરણ વિશે લખો.

Hide | Show

જવાબ : સૂક્ષ્મ વિભાજિત ઉદ્દીપક જેવા કે પ્લેટિનમ, પેલેડિયમ અથવા નિક્લની હાજરીમાં આલ્કીન અને આલ્કાઈન સંયોજનોમાં ડાયહાઇડ્રોજન વાયુ ઉમેરાઈને આલ્કેન સંયોજનો બને છે. આ પ્રક્રિયાને હાઈડ્રોજનીકરણ કહે છે. આ ધાતુઓ ડાયહાઇડ્રોજન વાયુને પોતાની સપાટી પર શોષે છે અને હાઇડ્રોજન-હાઇડ્રોજન બંધને સક્રિય કરે છે. પ્લેટિનમ અને પેલેડિયમ ઓરડાના તાપમાને પ્રક્રિયાને ઉદ્દીપિત કરે છે, પરંતુ નિકલ ઉદ્દીપક માટે ઊંચા તાપમાન અને દબાણની જરૂરિયાત રહે છે.

  ઈથિન                     ઈથેન

પ્રોપિન                                પ્રોપેન

  પ્રોપાઈન                                 પ્રોપેન


કાર્બન પરમાણુની એકી સંખ્યા ધરાવતા આલ્કેનની બનાવટ માટે વુર્ટઝ પ્રક્રિયા શા માટે પસંદ કરવામાં આવતી નથી ? તમારા ઉત્તરને કોઈ એક ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરો.

Hide | Show

જવાબ : વુર્ટઝ પ્રક્રિયાથી આલ્કાઇલ હેલાઇડમાંના કાર્બનની સંખ્યાના કરતાં બમણા કાર્બન વાળો આલ્કેન બને છે. જેથી બેકી સંખ્યા વાળો આલેન નીપજે છે. જો એકી સંખ્યાવાળો આલ્કેન બનાવવો હોય તો બે ભિન્ન અલ્કાઈલ હેલાઇડને પ્રક્રિયક તરીકે લેવા પડે છે. આમ કરવાથી નીપજ તરીકે ત્રણ આલ્કેનનું મિશ્રણ બને છે. દા.ત., પ્રોપેન બનાવવા માટે, મિથાઇલ બ્રોમાઇડ અને ઇથાઇલ બ્રોમાઇડની સોડિયમ ધાતુની સાથે શુષ્ક ઇથરીય દ્રાવણમાં પ્રક્રિયા નીચે પ્રમાણે થાય.

                      બ્રોમોઈથેન               ઈથેન

     બ્રોમોઈથેન               n-બ્યુટેન

                                પ્રોપેન

ઉપરની પ્રક્રિયા પ્રમાણે એકી સંખ્યા ધરાવતો પ્રોપેન બને છે અને તેની સાથે ઈથેન તથા n-બ્યુટેન ધરાવતું મિશ્રણ મળે છે. વળી આવા હાઇડ્રોકાર્બનના મિશ્રણના ઘટકો (સંયોજનો)નું અલગીકરણ ઘણુંજ અઘરું અને મોંઘુ પડે છે.

આથી એકી સંખ્યામાં કાર્બન ધરાવતા આલ્કેન બનાવવા માટે વુર્ટઝ પ્રકિયા પસંદ કરાતી નથી.


ડિકાર્બોક્સિલેશન પ્રક્રિયા ઉદાહરણ સાથે સમજાવો.

Hide | Show

જવાબ : કાર્બોક્સિલિક એસિડને સોડાલાઇમની સાથે ગરમ કરવાથી કાર્બોકિસલિક એસિડમાંનો (-COOH) દૂર થઈને  -COOHના સ્થાને -H ધરાવતો હાઇડ્રોકાર્બન બને છે. જેને એસિડનું ‘ડિકાર્બોકિસલેશન’ કહે છે. ડિકાર્બોકિસલેશન તે એસિડમાંથી કાર્બન ડાયોક્સાઇડના વિલોપનની પ્રક્રિયા છે.

સોડાલાઈમ તે સોડિયમ હાઈડ્રોક્સાઇડ (NaOH) અને કેલ્શિયમ ઑક્સાઈડ (CaO)નું મિશ્રણ છે. સોડાલાઇમમાંનો NaOH એસિડની સાથે પ્રક્રિયા કરી સોડિયમ ક્ષારમાં ફેરવાય છે.

ઉદા.-1 : એસેટિક એસિડમાંથી મિથેનની બનાવટ :

અહીં પ્રથમ ઈથેનોઈક એસિડ (CHCOOH) માંથી સોડિયમ ઈથેનોએટ (CHCOONa) બની જાય છે.

ડિકાર્બૉકિસલેશન પ્રક્રિયામાં CO દુર થઈને એક ઑછા કાર્બનવાળી નીપજ બને છે. આ પ્રક્રિયા કાર્બનની સંખ્યામાં 1 નો ધટાડો કરવા ખાસ ઉપયોગી છે.


આલ્કેન બનાવવાની કૉલ્બેની વિદ્યુતવિભાજન પ્રક્રિયા ઉદાહરણ સાથે સમજાવો.

Hide | Show

જવાબ : કાર્બોકિસલિક એસિડના સોડિયમ અથવા પોટેશિયમ ક્ષારના જલીય દ્રાવણનું નિષ્ક્રિય ધ્રુવોમાં વિદ્યુતવિભાજન કરવાથી ઍનોડ પર આલ્કેન પ્રાપ્ત થાય છે.

ઉદાહરણ : એસેટિક એસિડના સોડિયમ ક્ષાર, સોડિયમ એસિટેટ () નું વિદ્યુતવિભાજન કરવાથી નીચેની પ્રક્રિયા થઇ ને ઇથેન મળે છે.

આ પ્રક્રિયાથી હંમેશાં બેકી સંખ્યામાં કાર્બન ધરાવતો આલ્કેન (હાઇડ્રોકાર્બન) બને છે.

પ્રક્રિયાની સમજૂતી :

(a) સોડિયમ ક્ષારનું, જલીય દ્રાવણમાં આયનીકરણ થઇને એનાયન  અને કેટાયન દ્રાવણમાં હોય છે.

(b) (ii) ઍનોડની સપાટીની ઉપર ઑક્સિડેશન પ્રક્રિયા : એનાયન CH3COO-  એનોડ (ધનધ્રુવ) ઉપર જઈ, ઇલેક્ટ્રોન ગુમાવી ઑક્સિડેશન પામે છે અને મુલક CH ઉત્પન્ન કરે છે.

(ii)

(c) કૅથોડ ઉપર રિડક્શન પ્રક્રિયા : કૅથોડ પાસે આવતા કેટાયનનું રિડક્શન થતું નથી પણ પાણીનું રિડક્શન થઈને ડાયહાઈડ્રોજન (H) વાયુ બને છે.

મિથેન આ પદ્ધતિથી બનાવી શકાતો નથી.


સમજાવો કે આલ્કેનનાં અણુઓનાં આણ્વીયદળ વધે તેમ ઉત્ક્લનબિદુ અને ગલનનબિંદુ વધે છે.

Hide | Show

જવાબ : જેમ આણ્વીયદળ વધે તેમ તે આલ્કેનના ઉત્કલનબિદુ અને ગલનબિંદુ વધે છે.

ઉદાહરણો કોષ્ટક સ્વરૂપે દશાવેલ છે.

આણ્વીય સૂત્ર

નામ

આણ્વીય દળ/u

ઉ.બિં./(K)

ગ.બિં./(K)

મિથેન

16

111.0

90.5

ઈથેન

30

184.4

101.0

પ્રોપેન

44

230.9

85.3

બ્યુટેન

58

272.4

134.6

2-મિથાઈલપ્રોપેન

58

261.0

114.7

પેન્ટેન

72

309.1

143.3

2-મિથાઈલબ્યુટેન

72

300.9

113.1

2,2-ડાયમિથાઈલપ્રોપેન

72

282.5

256.4

હેક્ઝેન

86

341.9

178.5

હેપ્ટેન

100

371.4

182.4

ઑક્ટેન

114

398.7

216.2

નોનેન

128

423.8

222.0

ડેકેન

142

447.1

243.3

આઈકોસેન

282

615.0

236.2

 

આલ્કેન અણુઓમાં C - C અને C - H બંધ છે, આ બધાજ સહસંયોજક બંધ છે. કાર્બન (2.0) અને હાઇડ્રોજન (2.1) પરમાણુઓની વિદ્યુત ઋણતામાં ઘણો ઓછો તફાવત હોવાથી મોટાભાગના આલ્કેન અણુઓ અધ્રુવીય છે. આથી મોટા ભાગના આલ્કેનના અણુઓની વચ્ચે નિર્બળ 'વાન્‌-ડર-વાલ્સ' આંતર આણ્વીય આકર્ષણ બળ હાજર હોય છે.

જેમ આણ્વીય દળ વધે છે તેમ તે આલ્કેનનું આણ્વીય કદ અને અણુની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધે છે. જેથી જેમ આણ્વીય દળ વધે છે તેમ તેમ આંતરઆણ્વીય 'વાન્‌-ડર-વાલ્સ'ના આકર્ષણ બળોની માત્રા વધતી જાય છે. જેથી આલ્કેનના ઉત્કલનબિંદુ અને ગલનબિંદુ આણ્વીય દળ વધે તેમ વધે છે.


સૂયપ્રિકાશમાં મિથેનના ક્લોરિનેશનની પ્રક્રિયાના સમીકરણ આપો.

Hide | Show

જવાબ : મિથેનનું ક્લેરિનેશન તે હેલોજીનેશન છે અને મુક્તમૂલક વિસ્થાપન પ્રક્રિયા છે પ્રક્રિયક Cl છે. અને ઉદ્દીપક વિસરિત સૂર્યપ્રકાશ કે પારજાંબલી પ્રકાશ (hv) છે. જે પૂરતા પ્રમાણમાં ક્લોરિન હોય તો મિથેનમાં ચારેય H ક્રમશઃ -Cl વડે વિસ્થાપન પામે છે અને નીચે પ્રમાણે પ્રક્રિયા થાય છે. આ પ્રક્રિયા 573 થી 773 K જેટલા ઊંચા તાપમાને પણ થાય છે. આ પ્રક્રિયા પૂર્ણ અંધકારમાં થતી નથી.

મિથેનના પૂર્ણ ક્લોરિનેશનની પ્રક્રિયાના સમીકરણ

(i) 

    મિથેન     ક્લોરોમિથેન

(ii)

                ડાયક્લોરોમિથેન

(iii)

                   ટ્રાયક્લોરોમિથેન

(iv)

               ટેટ્રાક્લોરોમિથેન


There are No Content Availble For this Chapter

Take a Test

Choose your Test :

હાઈડ્રોકાર્બન

રસાયણવિજ્ઞાન

Browse & Download GSEB Books For ધોરણ ૧૧ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.