GSEB Solutions for ધોરણ ૧૧ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

પર્યાવરણીય રસાયણ વિજ્ઞાન કેવા પ્રકારનું વિજ્ઞાન છે.

Hide | Show

જવાબ : આંતરશાખીય


જીવસહિનો રજકણ પ્રદૂષક કયો છે ?

Hide | Show

જવાબ : શેવાળ


જીવરહિતનો રજકણ પ્રદૂષક જણાવો.

Hide | Show

જવાબ : ધુમ્મસ


કયા પ્રદૂષકો માનવજાત માટે વધુ નુકસાનકર્તા સાબિત થયા છે ?

Hide | Show

જવાબ : અવિઘટનીય પ્રદૂષકો


ઝડપી વિઘટનીય પ્રદૂષક કયો છે ?

Hide | Show

જવાબ : શાકભાજીનો કચરો


ક્ષોભ-આવરણમાં નીચેના પૈકી કયો ઘટક હાજર હોય છે ?

Hide | Show

જવાબ : આર્ગોન


3-4 બેન્ઝપાયરિનનું અણુસૂત્ર ...... છે.

Hide | Show

જવાબ :


પેટ્રોલ અથવા ડીઝલના અપૂર્ણ દહનને લીધે પેદા થતા ધુમાડામાં કયા વાયુનું પરીક્ષણ થાય છે ?

Hide | Show

જવાબ : CO


સમતાપ આવરણ (સ્ટ્રેટોસ્ફિયર) દરિયાની સપાટીથી ...... કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે.

Hide | Show

જવાબ : 10 થી 50


હવામાંની વરાળની ઠારણ પ્રક્રિયાથી ઉત્પન્ન થતા પ્રવાહીના કુદરતી છંટકાવને શું કહે છે ?

Hide | Show

જવાબ : ધુમ્મસ


રજકણ સ્વરૂપના પ્રદૂષકોમાં ......નો સમાવેશ થાય છે.

Hide | Show

જવાબ : ધૂળ ધુમ્મસ, ધ્રૂમ ધુમ્મસ અને ધુમાડો ધ્રૂમ ધુમ્મસ


કયા વાયુમય પ્રદૂષકની ઓછી હાજરીથી પણ મનુષ્યને શ્વાસનળીમાં સોજો આવે છે ?

Hide | Show

જવાબ : SO


......ની મદદથી SO નું SO માં રૂપાંતર થઈ શકે છે.

Hide | Show

જવાબ : O , O અને HO


વાતાવરણમાં નાઇટ્રોજનના ઑક્સાઇડ તરીકે વિશેષ પ્રમાણમાં કયા વાયુઓ હોય છે ?

Hide | Show

જવાબ : N₂O, NO, NO₂


3, 4-બેન્ઝપાયરિન એ ...... છે.

Hide | Show

જવાબ : હાઇડ્રોકાર્બન


કેટલા કદના રજકણો ફેફસાં સુધી સરળતાથી જઈ રોગો ઉત્પન્ન કરે છે ?

Hide | Show

જવાબ : 1 μ


પ્રકાશ રાસાયણિક ધૂમ્ર ધુમ્મસમાં કોની હાજરી હોય છે.

Hide | Show

જવાબ : કાર્બનિક વાયુઓ અને અકાર્બનિક સંયોજનો


કયા ઘટક આંખમાં તીવ્ર બળતરા પેદા કરે છે ?

Hide | Show

જવાબ : ઓઝોન અને પરઑકિસ ઍસિટાઇલ નાઇટ્રેટ


પ્રકાશ રાસાયણિક ધૂમ્ર ધુમ્મસની ઉત્પત્તિ નિયંત્રિત કરવા કયા ઘટકોને નિયંત્રિત કરવા પડે ?

Hide | Show

જવાબ : NO, O અને પરઑક્સિ ઍસિટાઇલ નાઇટ્રેટ


ઓઝોન સ્તરના ક્ષયન માટે કોણ જવાબદાર છે ?

Hide | Show

જવાબ : ફ્રિઓન


ઓઝોન સ્તરનું ...... વડે ક્ષયન થાય છે.

Hide | Show

જવાબ : CF₂Cl₂


CFC કે BFC ના આશરે કેટલા વ્યુત્પન્નો ODS તરીકે પ્રચલિત છે ?

Hide | Show

જવાબ : 95


ODS નો ઉપયોગ .............માં થાય છે.

Hide | Show

જવાબ : રેફ્રિજરેટર, વોટરકુલર અને અગ્નિશામક ઉપકરણો


પારજાંબલી કિરણો CFC અણુને તોડી ...... ઉત્પન્ન કરે છે.

Hide | Show

જવાબ : Cl


ક્લોરિન મુક્તમૂલક ઓઝોન સાથે પ્રક્રિયા કરી ...... મુક્તમૂલક બનાવે.

Hide | Show

જવાબ :


...... કાર્સિનોજન છે.

Hide | Show

જવાબ : બેન્ઝિન અને બેન્ઝપાયરિન


કાર્બાક્સિ હિમોગ્લોબીનની કેટલી માત્રાને કારણે રુધિરની ઑક્સિજન વહન કરવાની ક્ષમતા ઘટતી જાય છે ?

Hide | Show

જવાબ : 3 થી 4%


વાતાવરણના સૌથી નીચેના વિસ્તારને શું કહે છે ?

Hide | Show

જવાબ : ટ્રોપોસ્ફિયર


ક્ષોભ આવરણમાં કયા વાયુરૂપ અકાર્બનિક પ્રદૂષકો હોતા નથી ?

Hide | Show

જવાબ : ફૉસ્ફરસના ઑક્સાઇડ


કયા વાયુના વધુ પ્રમાણથી ફૂલની કળીઓ ખરી પડે છે ?

Hide | Show

જવાબ : SO₂


દમ, કફ અને આંખોમાં બળતરા માટે કારણરૂપ પ્રદૂષક કયો છે ?

Hide | Show

જવાબ : SO₂


કયો પ્રદૂષક પ્રકાશસંશ્લેષણનો વેગ ઘટાડે છે ?

Hide | Show

જવાબ : NO₂


સમતાપ આવરણમાં કયા ઘટકની હાજરી હોય છે ?

Hide | Show

જવાબ : O₃


સમગ્ર જીવસૃષ્ટિ માટે ઝેરી વાયુ કયો છે ?

Hide | Show

જવાબ : SO₂


NO નું ઉદ્‌ગમ સ્થાન જણાવો.

Hide | Show

જવાબ : સુપરસોનિક વિમાનનો ધુમાડો


સ્ટ્રેટોસ્ફિયરમાં મુખ્યત્વે કયો વાયુ હોતો નથી ?

Hide | Show

જવાબ : H₂


કયો વાયુ સજીવપેશીઓ માટે અત્યંત નુકસાનકારક છે ?

Hide | Show

જવાબ : NO₂


નાઇટ્રોજન ડાયૉક્સાઇડના ઑક્સિડેશનથી ખાતર તરીકે ઉપયોગી ...... બને છે.

Hide | Show

જવાબ : નાઇટ્રેટ


ગ્રીન હાઉસ વાયુ તરીકે ઓળખાતો વાયુ કયો છે ?

Hide | Show

જવાબ : CH₄


કયો વાયુ ગ્રીન હાઉસ વાયુ નથી ?

Hide | Show

જવાબ : ઑક્સિજન


ગ્રીન હાઉસ અસર ......ને લીધે થાય છે.

Hide | Show

જવાબ : CO₂


ગ્લોબલ વોર્મિંગમાં હાસ્ય વાયુનો ફાળો ...... % છે.

Hide | Show

જવાબ : 4


ગ્લોબલ વોર્મિંગમાં CFC નો ફાળો ઓઝોન કરતાં કેટલા ટકા વધુ છે ?

Hide | Show

જવાબ : 9 %


ગ્લોબલ વોર્મિંગમાં O , NO અને HO નો ફાળો ...... પ્રમાણમાં છે.

Hide | Show

જવાબ : 4:2:1


ગ્લોબલ વોર્મિંગમાં ...... વાયુનો ફાળો સૌથી ઓછો અને ...... વાયુનો સૌથી વધુ છે.

Hide | Show

જવાબ : H₂O, CO₂


ગ્રીન હાઉસ વાયુઓનો ગ્લોબલ વોર્મિંગમાં ફાળાનો યોગ્ય ઊતરતો ક્રમ કયો છે.

Hide | Show

જવાબ : CO₂ > CH₄ > CFC > O₃


ગ્રીન હાઉસ વાયુઓનો GWP આધારિત કયો ક્રમ સાચો છે ?

Hide | Show

જવાબ : CFC > N₂O > CH₄ > CO₂


N0 એ CFC કરતાં કેટલામાં ભાગનો GWP ધરાવે છે ?

Hide | Show

જવાબ : 10,000મા ભાગનો


કયા રોગનું પ્રમાણ ગ્રીન હાઉસ અસરને લીધે વધે છે ?

Hide | Show

જવાબ : મૅલેરિયા, પીળો તાવ અને ડેન્ગ્યુ


CFC શામાં વપરાય છે ?

Hide | Show

જવાબ : ઍરકન્ડિશનર, ફોમ પ્લાસ્ટિક કપ અને ઑઇલ પેઇન્ટમાં


ગ્રીન હાઉસ અસર ન હોય, તો પૃથ્વીનું તાપમાન, અત્યાર સુધીના તાપમાન કરતાં ...... હોય.

Hide | Show

જવાબ : 30° સે જેટલું ઓછું


ગ્લૉબલ વોર્મિંગમાં ઓઝોન કરતાં અડધો ફાળો ધરાવતો વાયુ કયો છે ?

Hide | Show

જવાબ : NOO


CO ની સરખામણીમાં CH ...... ગણો, N₂O ...... ગણો અને CFC ...... ગણો €GWP ધરાવે છે.

Hide | Show

જવાબ : 25, 3800, 380 લાખ


વરસાદના પાણીની pH ...... કરતાં ઓછી હોય, તો તેવા વરસાદને ઍસિડ-વર્ષા કહે છે.

Hide | Show

જવાબ : 5.6


વરસાદના પાણીનો pOH ...... કરતાં વધુ હોય, તો તેવા વરસાદને ઍસિડ-વર્ષા કહે છે.

Hide | Show

જવાબ : 7.4


ઍસિડ-વર્ષા માટે જવાબદાર ઍસિડ ...... છે.

Hide | Show

જવાબ : H₂SO₄, HNO₃


ઍસિડ-વર્ષા માટે કયા મુખ્ય ઘટકો વાતાવરણમાં હોય છે ?

Hide | Show

જવાબ : સલ્ફર અને નાઇટ્રોજનના ઑક્સાઇડ


પ્રકાશ રાસાયણિક ધૂમ્ર ધુમ્મસ ...... થી ઉદ્‌ભવે છે.

Hide | Show

જવાબ : વાતાવરણમાં ભળતા નાઇટ્રોજન ઑક્સાઇડ અને હાઇડ્રોકાર્બન પર સૂર્યપ્રકાશ પડવાથી


રજકણ સ્વરૂપના પ્રદૂષકોમાં ......નો સમાવેશ થાય છે.

Hide | Show

જવાબ : ધૂળ ધુમ્મસ, ધૂમ્ર ધુમ્મસ અને ધુમાડો ધુમ્મસ


પારંપારિક ધૂમ્ર ધુમ્મસ એ ...... નું મિશ્રણ છે.

Hide | Show

જવાબ : ધુમાડો + હવામાંનો ભેજ + SO


ધૂમ્ર ધુમ્મસમાંના ઘન રજકણોનો વ્યાસ કેટલો છે ?

Hide | Show

જવાબ :  મીટર


ઑક્સિડેશનકર્તા ધૂમ્ર ધુમ્મસ ...... છે.

Hide | Show

જવાબ : પ્રકાશ રાસાયણિક ધૂમ્ર ધુમ્મસ


NO અને O પ્રદૂષિત હવામાં દહન ન પામેલા હાઈડ્રોકાર્બન સાથે પ્રક્રિયા કરી ...... બનાવે છે.

Hide | Show

જવાબ : ફોર્માલ્ડિહાઇડ


કયા કદના રજકણો ફેફસાંના રોગો સાથે સંકળાયેલા છે ?

Hide | Show

જવાબ :  મીટર


પારંપારિક ધૂમ્ર ધુમ્મસ કયા વાતાવરણમાં ઉદ્‌ભવે છે ?

Hide | Show

જવાબ : ઠંડા ભેજવાળા વાતાવરણમાં


લંડન ધૂમ્ર ધુમ્મસ શાનું બનેલું છે ?

Hide | Show

જવાબ : બળતણના દહનથી ઉત્પન્ન થતા ધૂમ્ર કણો અને સલ્ફર ડાયોક્સાઇડ


પ્રકાશ રાસાયણિક ધૃમ્ર ધુમ્મસનો કથ્થાઈ રંગ મહદંઅંશે શેને આભારી છે ?

Hide | Show

જવાબ : NO₂


મોટાં શહેરોમાં હવાનું પ્રદૂષણનું મુખ્ય કારણ શું છે ?

Hide | Show

જવાબ : વાહનમાંથી નીકળતો વાયુ


પુન: ચક્રણ કરી શકાત તેવો ઘન કચરો કયો છે ?

Hide | Show

જવાબ : પ્લાસ્ટિક, કાચ અને કાગળ


કઈ વનસ્પતિના પાંદડાનો અર્ક જંતુનાશક તરીકે વર્તતો નથી ?

Hide | Show

જવાબ : લીંબુડી


પર્યાવરણીય પ્રદૂષણ વિશે ટૂંકો પરિચય આપો.

Hide | Show

જવાબ : પર્યાવરણીય પ્રદૂષણ આપણી આસપાસના અનિચ્છનીય ફેરફારોનું પરિણામ છે, જે વનસ્પતિઓ, પ્રાણીઓ અને માનવજાત માટે નુકસાનકર્તા છે. જે પદાર્થ પ્રદૂષણ ફેલાવે છે તેને પ્રદૂષક કહે છે. પ્રદૂષકો ઘન, પ્રવાહી કે વાયુ સ્વરૂપના હોઈ શકે છે. આ પ્રદૂષકોનું પ્રમાણ કુદરત સર્જિત કે માનવસર્જિત પ્રવૃત્તિઓને કારણે પર્યાવરણમાં વધતું જોવા મળે છે.

સામાન્ય માણસને ખોરાક કરતાં 12-15 ગણી હવાની જરૂર હોય છે ? આમ, ખોરાકમાં અલ્પપ્રમાણમાં રહેલા પ્રદૂષક જેટલા જ પ્રમાણમાં પ્રદૂષક હવામાં રહેલો હોય તો તે પ્રમાણ અર્થસૂચક બની જાય છે.

પ્રદૂષકોનું વિઘટન થઈ શકે છે. જેમ કે શાકભાજીના કચરાનું કુદરતી રીતે વિઘટન ઝડપી થાય છે, જ્યારે બીજી તરફ કેટલાક પ્રદૂષકોનું વિઘટન ધીમું થાય છે, તેથી તેવા પ્રદૂષકો પર્યાવરણમાં ફેરફાર પામ્યા વિના ઘણા દશકાઓ સુધી મૂળ અવસ્થામાં પડ્યા રહે છે.

દા.ત., ડાયક્લોરોડાયફિનાઇલટ્રાયક્લોરોઇથેન (DDT), પ્લાસ્ટિક પદાર્થો, ભારે ધાતુઓ, ઘણા રસાયણો, રેડિયોસક્રિય કચરો જેવા પદાર્થો એક વખત પર્યાવરણમાં દાખલ થયા બાદ તેઓને દૂર કરવા મુશ્કેલ છે. આ પદાર્થોનું કુદરતી રીતે વિઘટન થતું નથી અને તેઓ જીવસૃષ્ટિ માટે ખૂબ જ હાનિકારક હોય છે.

પર્યાવરણીય પ્રદૂષણમાં પ્રદૂષક વિભિન્ન સ્રોતમાંથી ઉત્પન્ન થાય છેઅને તે હવા દ્વારા અથવા પાણી દ્વારા અથવા મનુષ્ય દ્વારા તેમને જમીનમાં દાટવાથી વહન પામે છે.


વાતાવરણમાં આવેલા જુદા જુદા આવરણની માહિતી આપો અને તેમાં રહેલા ઘટકોની સમજૂતી આપો.

Hide | Show

જવાબ : પૃથ્વીની આસપાસ રહેલા વાતાવરણના સ્તરની જાડાઈ પૃથ્વીથી બધી ઊંચાઈએ સમાન હોતી નથી એટલે કે હવાના જુદા જુદા સંકેન્દ્રિ સ્તર અથવા ક્ષેત્રો હોય છે અને દરેક સ્તર જુદી જુદી ઘનતા ધરાવે છે.

વાતાવરણનો નીચેનો વિસ્તાર જ્યાં માનવ સહિતની સમગ્ર જીવસૃષ્ટિ વસે છે તેને ક્ષોભ-આવરણ (Troposphere) કહે છે. તે દરિયાની સપાટીથી લગભગ 10 kmની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે. દરિયાની સપાટીથી 10 km થી 50 kmની વચ્ચેના વિસ્તારને સમતાપ આવરણ (Stratosphere) કહે છે.

ક્ષોભ-આવરણ અશાંત ધૂળના કણોનું ક્ષેત્ર છે, જેમાં વધુ પ્રમાણમાં પાણીની બાષ્પ અને વાદળો હોય છે. આ ક્ષેત્રમાં પ્રબળ હવાના પ્રવાહ અને વાદળોનું નિર્માણ થાય છે. જ્યારે સમતાપ આવરણમાં ડાયનાઇટ્રોજન, ડાયઑક્સિજન, ઓઝોન અને સુક્ષ્મ પ્રમાણમાં પાણીની બાષ્પ હોય છે.

પર્યાવરણીય પ્રદૂષણમાં મુખ્યત્વે ક્ષોભ-આવરણીય અને સમતાપ આવરણીય પ્રદૂષણનો અભ્યાસ થાય છે. સૂર્યના હાનિકારક પારજાંબલી કિરણોનાં 99.5 % ભાગને, સમતાપ આવરણમાં રહેલો ઓઝોન પૃથ્વીની સપાટી સુધી પહોંચતા રોકે છે તથા તેની અસરોથી માનવજાત અને અન્ય પ્રાણીઓનું રક્ષણ કરે છે.


સલ્ફરનાં ઓક્સાઈડ સંયોજનો વડે થતું ક્ષોભ-આવરણીય પ્રદૂષણ સમીકરણ સહિત સમજાવો.

Hide | Show

જવાબ : જ્યારે સલ્ફરયુક્ત અશ્મિગત બળતણનું દહન થાય છે ત્યારે સલ્ફરના ઑક્સાઇડ સંયોજનો ઉત્પન્ન થાય છે. સલ્ફર ડાયોક્સાઇડ સામાન્ય વાયુમય સ્પીસિઝ છે, જે પ્રાણી અને વનસ્પતિસૃષ્ટિ માટે ઝેરી છે. સલ્ફર ડાયૉક્સાઇડના ઓછા પ્રમાણની હાજરીથી પણ મનુષ્યજાતિમાં શ્વસનતંત્રને લગતા રોગો જેવા કે દમ (અસ્થમા), શ્વાસનળીમાં સોજો અને બળતરા વગેરે થાય છે.

સલ્ફર ડાયોક્સાઇડના કારણે આંખમાં બળતરા થવી, લાલ થવી અને આંખમાંથી પાણી નીકળવું વગેરે તકલીફો પણ થાય છે. સલ્ફર ડાયોક્સાઇડના વધુ પ્રમાણથી ફૂલની કળી કડક થઈ છોડ પરથી ખરી પડે છે. સલ્ફર ડાયોંક્સાઇડનું ઑક્સિડેશન ઉદ્દીપક વગર ધીમું થાય છે, પણ પ્રદૂષિત હવામાં રજકણો ઉદ્દીપક તરીકે વર્તી સલ્ફર ડાયૉક્સાઇડનું સલ્ફર ટ્રાયૉક્સાઇડમાં રૂપાંતર કરે છે.

2SO₂(g) + O₂(g)  →  2SO₃(g)

આ પ્રક્રિયા ઓઝોન અને હાઇડ્રોજન પેરોક્સાઇડ દ્વારા પણ થઈ શકે છે.


નાઈટ્રોજનનાં ઓક્સાઈડ વડે ક્ષોભ-આવરણમાં પ્રદૂષણ કેવી રીતે ફેલાય છે ?

Hide | Show

જવાબ : ડાયનાઇટ્રોજન અને ડાયઑક્સિજન હવાના મુખ્ય ઘટકો છે. સામાન્ય તાપમાને આ બે વાયુઓ એકબીજા સાથે પ્રક્રિયા કરતા નથી.

વધુ ઊંચાઈએ જ્યારે વીજળીનો ચમકારો થાય છે ત્યારે તેઓ એકબીજા સાથે જોડાઈને નાઇટ્રોજનના ઑક્સાઇડ બનાવે છે.

NO નું ઑક્સિડેશન થઈ  બને છે, જે જમીનમાં પ્રવેશે છે ત્યારે ખાતર તરીકે કામ કરે છે. વાહનોમાં ઊંચા તાપમાને અશ્મિગત બળતણનું દહન થાય છે ત્યારે ડાયનાઇટ્રોજન અને ડાયઑક્સિજન સંયોજાવાથી નાઇટ્રિક ઑક્સાઇડ (NO) અને નાઇટ્રોજન ડાયૉક્સાઇડનો (NO) અસરકારક જથ્થો ઉત્પન્ન થાય છે.

NO તરત જ ઑક્સિજન સાથે પ્રક્રિયા કરી NO આપે છે.

સમતાપ આવરણમાંના નાઈટ્રિક ઑક્સાઇડ સાથે ઓઝોનની પ્રક્રિયાથી NO બનવાની પ્રક્રિયાનો વેગ ઝડપી હોય છે.

ગીચતાવાળા અને ટ્રાફિકવાળા વિસ્તારોમાં સર્જાતું દાહક લાલ ધૂંધળું વાતાવરણ નાઇટ્રોજન ઑક્સાઇડના કારણે હોય છે.

NO નું વધુ પ્રમાણ વનસ્પતિના પર્ણોને નુક્સાન પહોંચાડે છે અને પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા ધીમી પાડે છે.

NO ફેફસાં માટે દાહક પદાર્થ છે તેનાથી બાળકોમાં શ્વસનતંત્રના ગંભીર રોગ થાય છે. તે સજીવપેશીઓ માટે પણ નુકસાનકારક છે. ઉપરાંત તે ધાતુઓ અને કાપડના રેસાઓને પણ નુકસાન પહોંચાડે છે.


કાર્બનનાં ઓક્સાઈડ વડે ક્ષોભ-આવરણને કેવી રીતે નુકસાન પહોંચે છે ?

Hide | Show

જવાબ : (i) કાર્બન મોનૉક્સાઈડની અસર :

કાર્બન મોનૉક્સાઇડ અતિગંભીર હવા પ્રદૂષક છે. તે રંગવિહીન અને વાસવિહીન છે. તે સજીવસૃષ્ટિ માટે ભારે હાનિકારક છે. તે વિવિધ અંગો અને પેશીઓને પહોંચતા ઑક્સિજનના પ્રવાહને રોકવાની ક્ષમતા ધરાવે છે.

કાર્બન મોનૉક્સાઈડ કાર્બનના અપૂર્ણ દહનથી ઉત્પન્ન થાય છે. વાહનોમાંથી નીકળતા ધુમાડામાં કાર્બન મોનૉક્સાઈડ વિશેષ પ્રમાણમાં હોય છે. આ ઉપરાંત તે લાકડાં, કોલસા અને પેટ્રોલિયમ જેવી પેદાશોના અપર્ણ દહનથી પણ ઉત્પન્ન થાય છે.

વિશ્વમાં છેલ્લા કેટલાક વર્ષોથી વાહનોની સંખ્યામાં વધારો થતો જાય છે. વાહનોની નિયમિત મરામત (service) ન થવાના કારણે અને વાહનોમાં જરૂરી પ્રદૂષણ- નિયંત્રક સામગ્રીના અભાવે આ વાહનો વધુ જથ્થામાં કાર્બન મોનૉક્સાઇડ અને અન્ય પ્રદૂષણકર્તા વાયુઓ બહાર કાઢે છે.

કાર્બન મોનૉક્સાઇડ રુધિરમાંના હિમોગ્લોબિન સાથે જોડાઈ કાર્બોક્સિ હિમોગ્લોબિન સંકીર્ણ બનાવે છે, જે ઑક્સિજન-હિમોગ્લોબિન સંકીર્ણ સંયોજન કરતાં 300 ગણુ વધુ સ્થાયી છે.

જ્યારે આપણા રુધિરમાં કાર્બોક્સિહિમોગ્લોબિનનું પ્રમાણ 3થી 4 % જેટલું થાય છે, ત્યારે રુધિરમાંના હિમોગ્લોબિનની ઑક્સિજન વહન કરવાની ક્ષમતા ઘટતી જાય છે. ઑક્સિજનની આ ઊણપના કારણે માથામાં દુઃખાવો, આંખોની દ્રષ્ટિમાં નબળાઈ, બેચેની તથા હૃદય અને રક્તવાહિનીઓના કાર્યમાં ખલેલ પહોંચે છે. આ કારણે લોકોને ધૂમ્રપાન ન કરવાની સલાહ પણ આપવામાં આવે છે.

સગર્ભા સ્ત્રીને ધૂમ્રપાનની આદત હોય તો તેના રુધિરમાં Coનું પ્રમાણ વધવાને કારણે કસુવાવડ (premature birth), સ્વયંભૂગર્ભપાત (spontaneous abortion) અને બાળકમાં વિકૃતિ આવવાની શક્યતાઓ વધી જાય છે.

(ii) કાર્બન ડાયોક્સાઇડની અસર :

વાતાવરણમાં શ્વસન દરમિયાન, ઊર્જા મેળવવા માટે અશ્મિગત બળતણના દહનથી અને

સિમેન્ટના ઉત્પાદન દરમિયાન ચૂનાના પથ્થરના વિઘટન દ્વારા કાર્બન ડાયૉક્સાઇડ વાયુ મુક્ત થાય છે. જ્વાળામુખી ફાટી નીકળવાથી પણ કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે.

કાર્બન ડાયૉક્સાઇડ વાયુ માત્ર ક્ષોભ-આવરણમાં જ હોય છે. સામાન્ય રીતે તેનું પ્રમાણ આશરે વાતાવરણના કદના 0.03 % જેટલું હોય છે. અશ્મિગત બળતણના વધુ ઉપયોગથી વાતાવરણમાં કાર્બન ડાયૉક્સાઇડનું પ્રમાણ વધતું જાય છે.

કાર્બન ડાયોક્સાઇડના વધુ પ્રમાણને લીલી વનસ્પતિના ઉછેર દ્વારા ઘટાડીને વાતાવરણમાં CO નું યોગ્ય પ્રમાણ જાળવી શકાય છે. લીલી વનસ્પતિ પ્રકાશસંશ્લેષણની ક્રિયા માટે કાર્બન ડાયૉક્સાઇડનો ઉપયોગ કરે છે અને ઑક્સિજન મુક્ત કરે છે, તેથી વાતાવરણમાં કાર્બન ડાયૉક્સાઇડ અને ઑક્સિજન વાયુનું સમતોલન જળવાઈ રહે છે.

જંગલોને કાપવાથી તથા વધુ અશ્મિગત બળતણના દહનથી કાર્બન ડાયૉક્સાઇડનું પ્રમાણ વધે છે અને વાતાવરણનાં સમતોલનમાં ખલેલ પહોચે છે. હવામાં કાર્બન ડાયૉક્સાઈડનું વધતું જતું પ્રમાણ ગ્લોબલ વૉર્મિંગ માટે જવાબદાર છે.


ગ્લોબલ વોર્મિંગ અને ગ્રીન હાઉસ અસર દ્વારા પર્યાવરણ પર થતી અસરો વિશે નોંધ લખો.

Hide | Show

જવાબ : સૌર-ઊર્જાનો 75 % ભાગ પૃથ્વીની સપાટી દ્વારા અવશોષિત થાય છે, જેથી પૃથ્વીના તાપમાનમાં વધારો થાય છે. બાકીની ઉષ્મા વાતાવરણમાં પાછી જાય છે. આ ઉષ્માના કેટલાક ભાગને વાતાવરણના વાયુઓ જેવા કે કાર્બન ડાયૉક્સાઇડ, મિથેન,ઓઝોન, પાણીની બાષ્પ તથા ક્લોરોફ્લોરોકાર્બન સંયોજનો (CFCs) જકડી રાખે છે. આમ, વાતાવરણનું તાપમાન વધે છે, તેથી પૃથ્વીનું તાપમાન પણ વધે છે.

ઠંડા વિસ્તારમાં ફૂલો, શાક્ભાજીઓ અને ફળોને કાચના આવરણવાળા વિસ્તારમાં ઊગાડવામાં આવે છે કે જેને ગ્રીન હાઉસ (હરિતગૃહ) કહેવામાં આવે છે. આપણે મનુષ્યો પણ ગ્રીન હાઉસમાં રહીએ છીએ ? જો કે આપણી આસપાસ કાચનું આવરણ નથી પરંતુ હવાનું એક આવરણ છે કે જેને વાતાવરણ કહે છે.

આ વાતાવરણે સૈકાઓથી પૃથ્વીના તાપમાનને અચળ રાખ્યું છે, પરંતુ આજકાલ તેમાં ધીમું પરિવર્તન થઈ રહ્યું છે. જેવી રીતે ગ્રીન હાઉસમાં કાચ સૂર્યની ગરમીને અંદર પકડી રાખે છે તેવી જ રીતે વાતાવરણ સૂર્યની ગરમીને પૃથ્વીની સપાટીની નજીક જકડી રાખે છે અને પૃથ્વીને ગરમ રાખે છે. આને કુદરતી ગ્રીન હાઉસ અસર કહે છે, જે પૃથ્વીનું તાપમાન જાળવીને જીવસૃષ્ટિ માટે યોગ્ય બનાવે છે.

સૂર્ય પ્રકાશ પારદર્શક કાચમાંથી પસાર થઈ જમીન અને છોડને ગરમ રાખે છે. આ ગરમ જમીન અને છોડ અવરક્ત વિકિરણોનું (Infrared radiations) ઉત્સર્જન કરે છે. જો કે અવરક્ત વિકિરણો (ગરમી) માટે કાચ અપારદર્શક હોય છે તેથી આ વિકિરણોનો આંશિક ભાગ કાચ દ્વારા શોષાય છે અને આંશિક ભાગ પરાવર્તન પામે છે. આ ક્રિયાવિધિ ગ્રીન હાઉસમાં સૌર ઊર્જાને જકડી રાખે છે.

આ જ પ્રમાણે કાર્બન ડાયૉક્સાઇડ અણુઓ ઉષ્માને જકડી રાખે છે, કારણ કે તે સૂર્યપ્રકાશ માટે પારદર્શક હોય છે પણ ઉષ્માવિકિરણો માટે નહીં. જો કાર્બન ડાયૉક્સાઇડનું પ્રમાણ 0.03 %થી વધી જાય તો કુદરતી ગ્રીનહાઉસના સમતોલનમાં ખલેલ પહોંચે છે. ગ્લોબલ વૉર્મિંગમાં કાર્બન ડાયૉક્સાઇડનું મુખ્ય યોગદાન છે.

કાર્બન ડાયૉક્સાઇડ વાયુ સિવાય મિથેન, પાણીની બાષ્પ, નાઇટ્રસ ઑક્સાઇડ, CFCs અને ઓઝોન વગેરે અન્ય ગ્રીન હાઉસ વાયુઓ છે. જ્યારે વનસ્પતિઓને ઑક્સિજનની ગેરહાજરીમાં બાળવામાં આવે, વિઘટન કરવામાં આવે અથવા સડવા દેવામાં આવે ત્યારે મિથેન વાયુ ઉત્પન્ન થાય છે.

ડાંગરના ખેતર, કોલસાની ખાણ, સડેલા ક્ચરાને દાટ્યો હોય તે જગ્યાએથી અને અશ્મિગત બળતણ દ્વારા વધુ પ્રમાણમાં મિથેન વાયુ ઉત્પન્ન થાય છે.

ક્લોરોફ્લોરોકાર્બન (CFCs) માનવનિર્મિત ઔદ્યોગિક રસાયણ છે, જે એરકન્ડિશનર વગેરેમાં વપરાય CFCs પણ ઓઝોન સ્તરને નુક્સાન પહોંચાડે છે.

નાઇટ્રસ ઑક્સાઇડ વાતાવરણમાં કુદરતી રીતે ઉત્પન્ન થાય છે. હાલના વર્ષોમાં તેઓના પ્રમાણમાં રાસાયણિક ખાતરના ઉપયોગથી અને અશ્મિગત બળતણના દહનથી તેમાં અસરકારક વધારો થયો છે.

જો આ મુજબની પરિસ્થિતિ ચાલુ રહી તો પૃથ્વીનું સરેરાશ તાપમાન વધશે પરિણામે ધ્રુવ પ્રદેશોનો બરફ પીગળશે અને પૃથ્વીના નીચાણવાળા ભાગમાં પૂર આવશે. પૃથ્વીના સરેરાશ તાપમાન વધવાના કારણે ડેન્ગ્યુ, મેલેરિયા, પીળો તાવ, નિદ્રારોગ વગેરે રોગો ફેલાવાની શક્યતાઓ વધી જાય છે.


ઍસિડ વર્ષા એટલે શું ? વાતાવરણીય પ્રદૂષકો દ્વારા ઍસિડ વર્ષાનું નિર્માણ સમજાવો.

Hide | Show

જવાબ : વરસાદી પાણીની pH 5.6ની આસપાસ હોય છે. કારણ કે પાણી વાતાવરણના CO સાથે પ્રક્રિયા કરી  ઉત્પન્ન કરે છે.

H₂O(l) + CO₂(g)   H₂CO₃(aq)

H₂CO₃(aq)  (aq) + HC(aq)

જ્યારે વરસાદના પાણીની pH 5.6 કરતાં ઓછી હોય તો તેવા વરસાદને ઍસિડ વર્ષા કહે છે.

ઍસિડ વર્ષાથી વાતાવરણમાં રહેલો ઍસિડ પૃથ્વીની સપાટી પર જમા થાય છે. ઍસિડ પ્રકૃતિવાળા નાઇટ્રોજન અને સલ્ફરના ઑક્સાઈડ વાતાવરણના ઘનકણો સાથે હવામાં વહીને છેલ્લે જમીન પર શુષ્ક નિક્ષેપન સ્વરૂપે અથવા પાણી, ઘુમ્મસ અને હિમમાં ભીના નિક્ષેપન સ્વરૂપે જમા થાય છે

ઍસિડ વર્ષા માનવજાતની એવી વિવિધ પ્રવૃત્તિઓની ઉપનીપજ છે કે જે દરમિયાન સલ્ફર અને નાઇટ્રોજનના ઓંક્સાઇડ સંયોજનો ઉત્પન્ન થઈ વાતાવરણમાં ભળતા હોય છે. અશ્મિગત બળતણ (જે સલ્ફર અને નાઇટ્રોજન- જન્ય પદાર્થ ધરાવે છે) જેવા કે વિદ્યુતમથક અને ભઠ્ઠીઓમાં કોલસા કે ઓંઈલ તથા વાહનોના ઍન્જિનમાં પેટ્રોલ કે ડીઝલના દહનથી સલ્ફર ડાયૉક્સાઇડ અને નાઇટ્રોજનના ઑક્સાઇડ સંયોજનો ઉત્પન્ન થાય છે.

NO અને SOક્સિડેશન બાદ પાણી સાથે પ્રક્રિયા કરી ઍસિડ વર્ષાના નિર્માણમાં મહત્વનું યોગદાન આપે છે, કારણ કે પ્રદૂષિત હવામાં રહેલા રજકણો આ ઑક્સિડેશન પ્રક્રિયા માટે ઉદ્દીપક તરીકે વર્તતા હોય છે.

અહીં એમોનિયમ ક્ષારો પણ ઉત્પન્ન થાય છે અને તે ધૂંધળું વાતાવરણ (બારિક કણોનું એરોસોલ) બનાવે છે. વરસાદી પાણીના બિંદુઓમાં ઑક્સાઇડ સંયોજનોના એરોસોલ કણો અથવા એમોનિયમ ક્ષારોનું ભીનું નિક્ષેપન થાય છે. જમીન પરની ઘન અને પ્રવાહી સપાટી પર SO વાયુ પણ સીધો જ શોષાઈને શુષ્ક નિક્ષેપન દર્શાવે છે.


ઍસિડ વર્ષાની અસરો જણાવો. અને તેનું નિર્માણ ઘટાડવા શું પગલાં લેવા જોઈએ ?

Hide | Show

જવાબ : ઍસિડ વર્ષાની અસરો :

ઍસિડ વર્ષા ખેતીવાડી, વૃક્ષો અને છોડ માટે નુકસાનકારક છે કારણ કે તે તેઓની વૃદ્ધિ માટે જરૂરી પોષક તત્વોને ઓગાળી દે છે અથવા ધોઈ નાખે છે.

ઍસિડ વર્ષા મનુષ્ય અને પ્રાણીઓ માટે શ્વસન અવરોધ ઉત્પન્ન કરે છે. જ્યારે ઍસિડ વર્ષા ભૌમજળની (ground water) $જેમ વહીને નદી અને તળાવને મળે છે ત્યારે પાણીમાં રહેલી વનસ્પતિઓ અને પ્રાણીઓના જીવનને અસર કરે છે.

તે પાણીની પાઈપોનું ખવાણ કરે છે. તેથી પીવાના પાણીમાં આયર્ન, લેડ અને કૉપર જેવી ભારે ધાતુઓ ભળે છે.

ઍસિડ વર્ષા પથ્થર અને ધાતુઓથી બનેલા મકાનો કે બાંધકામોને નુક્સાન પહોંચાડે છે. ભારતમાં આવેલો તાજમહેલ ઍસિડ વર્ષાથી અસર પામેલો છે.

ઍસિડ વર્ષાની નિર્માણ ઘટાડવા લેવાના પગલા  :     

વાતાવરણમા સલ્ફર ડાયૉક્સાઇડ અને નાઇટ્રૉજન ડાયોક્સાઇડના ઉત્સર્જનને ઘટાડીને ઍસિડ વર્ષાના નિર્માણને ઘટાડી શકાય છે.

અશ્મિગત બળતણથી ચાલતા વાહનોનો ઓછો ઉપયોગ કરવો જોઈએ, વિધુતમથક તથા ઉદ્યોગોમાં ઓછું સલ્ફર ધરાવતા અશ્મિગત બળતણનો ઉપયોગ કરવો જોઈએ.

સલ્ફરનું પ્રમાણ ઓછું હોય તેવા કોલસાનો ઉપયોગ કરવો જોઈએ અથવા કોલસા કરતા ઉત્તમ બળતણ એવા કુદરતી વાયુનો ઉપયોગ કરવો જોઈએ.

મોટરગાડીમાં ઉદ્દીપકીય પરિવર્તકનો ઉપયોગ કરવો જ જોઈએ. જેથી ઉત્સર્જિત થતા ધુમાડાની વાતાવરણ પર થતી અસરને ઘટાડી શકાય છે.

જમીનમાં ચૂનાના પથ્થરને ઉમેરીને જમીનની ઍસિડિકતા ઘટાડી તેને તટસ્થ બનાવવી જોઈએ. ઘણા વ્યક્તિઓને એંસિડ વર્ષા અને તેની હાનિકારક અસરોની જાણકારી હોતી નથી. આપણે તેઓને આ માહિતી પહોંચાડીને જાગૃત કરી શકીએ છીએ અને પર્યાવરણને બચાવી શકીએ છીએ.


રજકણ પ્રદૂષકોના પ્રકારો ટૂંકમાં સમજાવો.

Hide | Show

જવાબ : રજકણ-પ્રદૂષકો હવામાં સૂક્ષ્મ ઘનકણ અથવા પ્રવાહીના સૂક્ષ્બિંદુ સ્વરૂપના હોય છે. વાહનોમાંથી ઉત્સર્જિત થતા પદાર્થો, આગમાંથી નીકળતો ધૂમાડો, ધૂળ અને ઉદ્યોગોમાંથી નીકળતી રાખમાં આ પ્રકારનાં પ્રદૂષકો હાજર હોય છે. વાતાવરણમાં બે પ્રકારની રજકણો-જીવસહિત અને જીવરહિત હોય છે.

જીવાણુ (bacteria), ફૂગ (fungi) અને શેવાળ કે લીલ (algae) વગેરે સૂક્ષ્મજીવો જે વાતાવરણમાં ફેલાયેલા હોય છે તે જીવસહિતના રજકણ પ્રદૂષકો છે. હવામાં જોવા મળતી કેટલીક ફૂગ માનવજાતમાં એલર્જી ઉત્પન્ન કરે છે. તેઓ વનસ્પતિમાં રોગ પણ ઉત્પન્ન કરે છે.

જીવરહિત રજકણોનું તેમની લાક્ષણિકતા અને કદના આધારે નીચે દર્શાવ્યા મુજબ વર્ગકિરણ કરવામાં આવે છે.

(a) ધુમાડો (smoke) : કાર્બનિક પદાર્થોના દહન દરમિયાન ઉત્પન્ન થતાં ઘન અથવા ઘન અને પ્રવાહી કણોનું મિશ્રણ છે. દા.ત., બીડી-સિગારેટનો ધુમાડો, અશ્મિગત બળતણ, સૂકા પાંદડાં અને કચરો બાળવાથી ઉત્પન્ન થતો ધુમાડો.

(b) ધૂળ (dust) : બારિક ઘન કણ છે (વ્યાસ 1 μm થી વધુ). ઘન પદાર્થોને વાટતાં કે દળતાં આવા કણ પેદા થાય છે. પવનના જોરદાર સપાટાથી ઉડતી રેતી, લાકડાંને વહેરવાથી ઉત્પન્ન થતો લાકડાનો વહેર, કોલસાને તોડવાથી ઉત્પન્ન થતો ભૂકો, ઔદ્યોગિક કારખાનાઓમાંથી ઉડતી રાખ અને સિમેન્ટ, ધૂળની ડમરીઓ વગેરે આ પ્રકારના રજકણ ઉત્સર્જનના વિશિષ્ટ ઉદાહરણો છે.

(c) ધુમ્મસ (mist) : તે ફેલાયેલા પ્રવાહીના કણોથી અને હવામાંની વરાળની ઠારણ પ્રક્રિયાથી ઉત્પન્ન થાય છે. દા.ત., સલ્ફ્યુરિક ઍસિડ ધુમ્મસ અને નીંદણનાશક, જંતુનાશક જેમને પોતાના લક્ષ્યને ગુમાવ્યો છે તેઓ હવામાં ફેલાઈને ધુમ્મસ બનાવે છે.

(d) ધૂમ (fumes) : સામાન્ય રીતે ઉર્ધ્વપાતન, નિસ્યંદન, પ્રવાહીના ઉકળવાથી અને કેટલાક અન્ય રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન ઉત્પન્ન થતી બાષ્પની ઠારણ ક્રિયાથી ઉત્પન્ન થાય છે. સામાન્ય રીતે કાર્બનિક દ્રાવકો, ધાતુઓ અને ધાતુઓના ઓંક્સાઇડ ધૂમ રજક્ણો બનાવે છે.


ધૂમ્ર-ધુમ્મસના પ્રકારો વિશે ટૂંકમાં માહિતી આપો.

Hide | Show

જવાબ : ધૂમ્ર-ધુમ્મસ (smog) : ધૂમ્ર-ધુમ્મસ ધુમાડો (smoke) અને હવામાંના ભેજ (fog) શબ્દોના જોડાણથી બનેલો શબ્દ છે. વિશ્વના ઘણા શહેરોમાં સામાન્ય રીતે હવાના પ્રદૂષણ તરીકે ધૂમ્ર-ધુમ્મસ જોવા મળે છે. ધૂમ્ર-ધુમ્મસ બે પ્રકારના જોવા મળે છે.

(a) પારંપારિક ધૂમ્ર-ધુમ્મસ (classical smog) : તે ઠંડા ભેજવાળા વાતાવરણમાં ઉત્પન્ન થાય છે. તે ધુમાડા, હવામાંના ભેજ અને સલ્ફર ડાયૉક્સાઇડનું મિશ્રણ છે. તે રાસાયણિક રીતે રિડક્શનકર્તા મિશ્રણ હોવાથી તેને રિડક્શનકર્તા ધૂમ્ર-ધુમ્મસ કહે છે.

(b) પ્રકાશ રાસાયણિક ધૂમ્ર-ધુમ્મસ (Photochemical smog) : તે ગરમ, શુષ્ક અને સૂર્યપ્રકાશવાળા હવામાનમાં ઉત્પન્ન થાય છે. તે વાહનો અને ઔદ્યોગિક એકમોમાંથી ઉત્પન્ન થતાં નાઇટ્રોજન ઑક્સાઇડ અને હાઈડ્રોકાર્બન સંયોજનો પર સૂર્યપ્રકાશ પડવાથી ઉત્પન્ન થાય છે. ધૂમ્ર-ધુમ્મસ ઑક્સિડેશનકર્તાની ઊંચી સાંદ્રતા ધરાવતું હોવાથી તેને ઑક્સિડેશનકર્તા ધૂમ્ર-ધુમ્મસ કહે છે.


પ્રકાશરાસાયણિક ધૂમ્ર-ધુમ્મસનું નિર્માણ કેવી રીતે થાય છે ? પ્રક્રિયાસહ સમજાવો.

Hide | Show

જવાબ : અશ્મિગત બળતણનું જ્યારે દહન થાય ત્યારે જુદા જુદા પ્રકારના પ્રદૂષકો પૃથ્વીના ક્ષોભ-આવરણમાં ઉત્સર્જિત થાય છે. આ પૈકીના નાઇટ્રિક ઑક્સાઈડ (NO) અને હાઇડ્રોકાર્બનનું પૂરતું ઊંચું પ્રમાણ જ્યારે જમા થાય છે ત્યારે સૂર્યપ્રકાશની હાજરીમાં તેમની વચ્ચે શૃંખલા પ્રક્રિયા થઈ NO બને છે. આ NO સૂર્યપ્રકાશમાંથી મળતી ઊર્જા શોષી નાઇટ્રિક ઑક્સાઇડ અને મૂક્ત ઑક્સિજન પરમાણુમાં ફેરવાય છે

      ... (i)

મૂક્ત ઑક્સિજન પરમાણુ વધુ પ્રતિક્રિયાત્મક હોવાથી હવામાં રહેલા ઑક્સિજન વાયુ સાથે સંયોજાઈ ઓઝોન બનાવે છે.

 ... (ii)

પ્રક્રિયા (ii) દ્વારા બનેલો ઓઝોન વાયુ પ્રક્રિયા (i) દ્વારા બનેલા NO(g) સાથે ખૂબ જ ઝડપી પ્રક્રિયા કરી ફરીથી NO(g) બનાવે છે. NO કથ્થાઈ રંગનો વાયુ છે. તેનું પૂરતું ઊંચું પ્રમાણ વાતાવરણને ધૂંધળું બનાવે છે.

 ... (iii)

ઓઝોન ઝેરી વાયુ છે તથા NO અને O બંને પ્રબળ ઑક્સિડેશનકર્તા છે. તે પ્રદૂષિત હવામાંના દહન ન પામેલા હાઇડ્રૉકાર્બન સાથે પ્રક્રિયા કરી ફોર્માલ્ડિહાઇડ, ક્રોલિન અને પરઑક્સિએસિટાઇલ નાઇટ્રેટ (PAN) બનાવે છે.


પ્રકાશરાસાયણિક ધૂમ્ર-ધુમ્મસ કઈ નુકસાનકારક અસરો દર્શાવે છે ? તેઓને કેવી રીતે નિયંત્રિત કરી શકાય ?

Hide | Show

જવાબ : પ્રકાશરાસાયણિક ધુમ્ર-ધુમ્મસની અસરો :

પ્રકાશરાસાયણિક ધૂમ્ર-ધુમ્મસના સામાન્ય ઘટકો ઓઝોન, નાઇટ્રિક ઑક્સાઇડ, ક્રોલિન, ફોર્માલ્ડિહાઇડ અને પરઑક્સિએસિટાઇલ નાઇટ્રેટ (PAN) છે.

પ્રકાશ રાસાયણિક ધૂમ્ર-ધુમ્મસની આરોગ્ય પર ગંભીર અસર થાય છે. ઓઝોન અને PAN આંખોમાં તીવ્ર બળતરા પેદા કરે છે. ઓઝોન અને નાઇટ્રિક ઓંક્સાઇડ નાક અને ગળામાં બળતરા પેદા કરે છે. તેમની ઊંચી સાંદ્રતાથી માથું દુઃખવું, છાતીમાં દુ:ખાવો થવો, ગળું શુષ્ક થવું, કફ થવો અને શ્વાસ લેવામાં તકલીફ પડવી વગેરે આરોગ્ય સંબંધિત તકલીફો ઊભી થાય છે.

ધૂમ્ર-ધુમ્મસ રબરને તોડે છે અને વનસ્પતિસૃષ્ટિને નુક્સાન પહોંચાડે છે. તેનાથી ધાતુઓ, પથ્થરો, બાંધકામ માટેની સામગ્રી, રબર અને રંગેલી સપાટીનું અપક્ષરણ પણ થાય છે.

પ્રકાશરાસાયણિક ધૂમ્ર-ધુમ્મસને કેવી રીતે નિયંત્રિત કરશો ?

પ્રકાશરાસાયણિક ધૂમ્ર-ધુમ્મસને નિયંત્રિત કરવા અનેક પ્રવિધિઓ વપરાય છે. જો પ્રકાશરાસાયણિક ધૂમ્ર-ધુમ્મસના પ્રાથમિક પૂર્વવર્તી (Precursors) જેવા કે NO અને હાઇડ્રોકાર્બન સંયોજનો તથા દ્વિતીયક પૂર્વવર્તી જેવા કે ઓઝોન અને PAN નિયંત્રિત કરીએ તો પ્રકાશરાસાયણિક ધૂમ્ર-ધુમ્મસ આપોઆપ ઘટી જાય છે.

સામાન્ય રીતે વાહનોમાં ઉદ્દીપકીય રૂપાંતરકોના ઉપયોગ દ્વારા નાઇટ્રોજન ઑક્સાઈડ અને હાઇડ્રોકાર્બન સંયોજનોને વાતાવરણમાં ભળતાં ઘટાડી શકાયા છે.

કેટલાક વૃક્ષો જેવા કે પીનસ (Pinus), જુનીપેરસ (Juniparus), ક્વેરક્સ (Quercus), પાયરસ (Pyrus) અને વિટિસ (Vitis), જે નાઇટ્રોજન ઑક્સાઇડનું ચયાપચયન (metabolise) કરી શકે છે તેથી તેઓની વાવણી આ સંદર્ભે મદદરૂપ થઈ શકે છે.


એન્ટાર્ક્‌ટિકાની ઉપર આવેલા વાતાવરણના ઓઝોન સ્તરમાં ગાબડું કેવી રીતે સર્જાયુ ? તેની સમીકરણ સહ રજૂઆત કરો.

Hide | Show

જવાબ : 1980માં ન્ટાર્કટિકામાં અભ્યાસ કરનાર વાતાવરણીય વૈજ્ઞાનિકાએ દક્ષિણ ધ્રુવની ઉપર ઓઝોન સ્તરનું ક્ષયન થયું હોવાનું જણાવ્યું હતું. તેને ઓઝોન ગાબડું પણ કહે છે.

આ અંગે જાણવા મળ્યું કે ઓઝોન ગાબડા માટે પરિસ્થિતિઓનો વિશેષ સમૂહ જવાબદાર હતો. ઉનાળામાં નાઇટ્રોજન ડાયૉક્સાઇડ અને મિથેન; ક્લોરિન મોનૉક્સાઇડ (પ્રક્રિયા iv) અને ક્લોરિન પરમાણુઓ (પ્રક્રિયા v) સાથે પ્રક્રિયા કરી ક્લોરિનયુક્ત નીપજ બનાવે છે. જે ઓઝોનના ક્ષયનને વધુ હદ સુધી રોકે છે, જ્યારે શિયાળામાં ઍન્ટાર્કટિકા પર વિશિષ્ટ પ્રકારનું વાદળ રચાય છે જેને ધ્રુવીય સમતાપ વાદળ કહે છે. આ વાદળ એવી સપાટી પ્રદાન કરે છે જેના પર બનેલો ક્લોરિન નાઇટ્રેટ (પ્રક્રિયા iv) જળવિભાજન પામી હાઇપોક્લોરસ ઍસિડ (પ્રક્રિયા viii) બનાવે છે. ક્લોરિન નાઇટ્રેટ, હાઇડ્રૉજન ક્લોરાઇડ સાથે પણ પ્રક્રિયા કરી પ્રક્રિયા (vii) મુજબ ક્લોરિન અણુ બનાવે છે.

                     ... (iv)

                ... (v)

        ... (vi)

           ... (viii)

જ્યારે વસંતત્ર્કતુમાં ઍન્ટાર્કટિકા પર સૂર્યપ્રકાશ પાછો ફરે છે ત્યારે સૂર્યની ગરમી આ વાદળને વિખંડિત કરે છે અને પ્રક્રિયા (viii) અને (ix)માં દર્શાવ્યા મુજબ સૂર્યપ્રકાશ દ્વારા HOCl અને Cl નું પ્રકાશીય વિભાજન થાય છે.

                      ... (viii)

                                ... (ixix)

આમ, ક્લોરિન મુક્તમૂલક બને છે. જે અગાઉ જણાવ્યા મુજબ ઓઝોનના ક્ષયન માટેની શૃંખલા પ્રક્રિયાનો પ્રારંભ કરે છે.


જળ પ્રદૂષણ વિશે પ્રાથમિક માહિતી ટૂંકમાં આપો.

Hide | Show

જવાબ : પાણી જીવન માટે અતિઆવશ્યક છે. પાણી વિના જીવન શક્ય નથી. સામાન્ય રીતે આપણે પાણીને શુદ્ધ માનીએ છીએ, પરંતુ આપણે પાણીની ગુણવત્તા નક્કી કરવી જ જોઈએ.

પાણીના પ્રદૂષણની શરૂઆત માનવીની પ્રવૃત્તિઓ દ્વારા થાય છે. વિભિન્ન રીતે આ પ્રદૂષણ ભૂપૃષ્ઠી જળ અને ભૌમ જળ સુધી પહોંચે છે.

પ્રદૂષણના જ્ઞાત સ્રોત અથવા સ્થળોને બિંદુ સ્ત્રોત' કહેવામાં આવે છે. દા.ત., નગરપાલિકા અને ઔદ્યોગિક કચરાના નિકાલ માટેની નળીઓ દ્વારા પ્રદૂષકો જળસ્ત્રોતમાં પ્રવેશે છે.

જ્યાં પ્રદૂષણના સ્રોત સહેલાઈથી જાણી શકાતા નથી. તેઓને પ્રદૂષણના અબિંદુ સ્રોત' કહે છે. દા.ત., કૃષિ કચરો (ખેતર, પ્રાણીઓ અને પાકની જમીન વગેરે દ્વારા), ઍસિડ વર્ષા, ઝડપી પાણી નિકાલ વ્યવસ્થા (શેરીઓ, ઉદ્યાનો અને લૉન દ્વારા) વગેરે.

નીચેના કોષ્ટકમાં મુખ્ય જળપ્રદૂષકો અને તેના સ્રોત દર્શાવેલા છે.

પ્રદૂષક

સ્ત્રોત

સૂક્ષ્મ જીવાણુઓ

ઘરેલુ ગંદા પાણીની નિકાલ વ્યવસ્થા

કાર્બનિક કચરો

ઘરેલુ સુએજથી, પ્રાણીઓના મળમૂત્રથી, પ્રાણીઓ અને વનસ્પતિના અવશેષોના

કોહવાટથી, ખાધ પદાર્થોનું ઉત્પાદન કરતાં એકમો દ્વારા ઉત્પન્ન થતાં કચરાથી

વનસ્પતિના પોષક તત્વો

રાસાયણિક ખાતરોમાંથી

ઝેરી ભારે ધાતુઓ

રાસાયણિક કારખાનાઓ અને ઉદ્યોગો દ્વારા

ભારે કચરો (Sediments)

કુષિ ઉદ્યોગ અને ખનિજ ઉદ્યોગથી જમીનનું ધોવાણ થવાથી

કીટનાશકો

જંતુઓ, ફૂગ તેમજ નીંદામણનો નાશ કરવા વપરાતા રસાયણોથી

કિરણોત્સર્ગી પદાર્થો

યુરેનિયમ ધરાવતા ખનિજના ઉત્પાદનમાંથી

ઉષ્મીય

ઉદ્યોગોમાં શીતક તરીકે વપરાતા પાણીમાંથી


જળ પ્રદૂષણના મુખ્ય કારણો કયાં છે ? સમજાવો.

Hide | Show

જવાબ : જળ પ્રદૂષણના મુખ્ય કારણો નીચે પ્રમાણે છે.

(i) રોગકારકો :

રોગ પેદા કરનાર અતિ ગંભીર જળપ્રદૂષકોને રોગકારકો કહે છે. ઘરેલુ સુએજ અને પ્રાણીઓના મળમૂત્રોમાંથી બૅક્ટેરિયા અને અન્ય સૂક્ષ્મજીવો સહિતના રોગકારકો પાણીમાં પ્રવેશે છે. માનવ મળમૂત્રમાં ઇસ્ટેરેશિયા કોલાઈ અને સ્ટેપ્ટોકોક્સ ફેકેલીસ જેવા બેક્ટેરિયા રહેલા હોય છે. જે જઠર સંદર્ભના રોગો માટે જવાબદાર હોય છે.

(ii) કાર્બનિક કચરો :

કાર્બનિક કચરાને પણ મુખ્ય જળપ્રદૂષક તરીકે ગણવામાં આવે છે. જેમાં પાંદડાં, ઘાસ, કૃષિ કચરો વગેરેનો સમાવેશ થાય છે. તેઓ પાણીને પ્રદૂષિત કરે છે. પાણીમાં વધુ જલજ વનસ્પતિ પણ જળપ્રદૂષણનું એક કારણ છે. આ ક્ચરો જૈવવિઘટનીય હોય છે.

બેક્ટેરિયાની વધુ સંખ્યા પાણીમાં રહેલા કાર્બનિક પદાર્થનું વિઘટન કરે છે. તેઓ પાણીમાં રહેલા દ્રાવ્ય ઑક્સિજનનો ઉપયોગ કરે છે.

જલીય દ્રાવણમાં દ્રાવ્ય ઑક્સિજનનું પ્રમાણ સીમિત હોય છે. ઠંડા પાણીમાં દ્રાવ્ય ઑક્સિજનની સાંદ્રતા 10 ppm (parts per million) જ્યારે હવામાં ઑક્સિજનની સાંદ્રતા 2,00,000 ppm હોય છે. આ કારણથી થોડા પ્રમાણમાં રહેલા કાર્બનિક પદાર્થના વિઘટનથી પાણીમાં રહેલા દ્રાવ્ય ઑક્સિજનનું પ્રમાણ ઘટે છે.

જલીય જીવસૃષ્ટિ માટે પાણીમાં રહેલા દ્રાવ્ય ઑક્સિજનની સાંદ્રતા ખૂબ અગત્યની હોય છે. જો પાણીમાં દ્રાવ્ય ઑક્સિજનની સાંદ્રતા 6 ppm થી ઓછી હોય તો માછલીઓનું સંવર્ધન રોકાઈ જાય છે. પાણીમાં ઑક્સિજન વાતાવરણ દ્વારા અથવા જલીય લીલી વનસ્પતિઓ દ્વારા સૂર્યપ્રકાશની હાજરીમાં થતાં પ્રકાશસંશ્લેષણ મારકતે પ્રવેશે છે.

રાત્રિના સમય દરમિયાન પ્રકાશસંશ્લેષણ થતું નથી, પરંતુ વનસ્પતિની શ્વસનક્રિયા ચાલુ હોય છે. પરિણામે દ્રાવ્ય ઑક્સિજનનું પ્રમાણ ઘટે છે. સુક્ષ્મજીવો કાર્બનિક પદાર્થના ઑક્સિડેશન માટે પણ દ્રાવ્ય ઑક્સિજનનો ઉપયોગ ડરે છે.

જો પાણીમાં વધુ પ્રમાણમાં કાર્બનિક પદાર્થ ઉમેરવામાં આવે તો તેમાં ઉપલબ્ધ ઑક્સિજન વપરાઈ જાય છે. પરિણામે ઑક્સિજન પર આધારિત જલીય જીવસૃષ્ટિ નાશ પામે છે. આમ અજારક બેક્ટેરિયા (જેને ઑક્સિજનની જરૂર નથી) કાર્બનિક કચરાનું વિઘટન કરે છે અને ખરાબ વાસવાળા રસાયણો ઉત્પન્ન કરે છે, જે માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જારક બૅક્ટેરિયા (જેને ઑક્સિજનની જરૂર હોય છે) કાર્બનિક કચરાનું વિઘટન કરે છે અને પાણીમાં દ્રાવ્ય ઑક્સિજનનું પ્રમાણ ઘટાડે છે.

આમ, નિશ્ચિત કદના પાણીના નમૂનામાં રહેલા કાર્બનિક પદાર્થોના વિઘટન માટે જરૂરી ઑક્સિજનના જથ્થાને જૈવ-રાસાયણિક ઑક્સિજન જરૂરિયાત (Biochemical Oxygen Demandemand) (BOD) કહે છે. આમ, પાણીમાં BODનું મૂલ્ય કાર્બનિક પદાર્થના જૈવવિઘટન માટે જરૂરી ઑક્સિજનનો જથ્થો સૂચવે છે. સ્વચ્છ પાણીનું BOD મૂલ્ય 5 ppm થી ઓછું હોય છે જ્યારે વધુ પ્રદૂષિત પાણીનું BODનું મૂલ્ય 17 ppm કે તેથી વધુ હોય છે.

(iii) રાસાયણિક પ્રદૂષકો :

પાણી ઉત્તમ દ્રાવક છે. કેડમિયમ, મરક્યુરી, નિકલ વગેરે ભારે ધાતુઓ ધરાવતા પાણીમાં દ્રાવ્ય અકાર્બનિક સંયોજનોનો સમાવેશ પ્રદૂષકોના અગત્યના વર્ગમાં થાય છે.

આ બધી ધાતુઓ માનવજાત માટે નુકસાનકારક છે કારણ કે આપણું શરીર તેમનો નિકાલ કરી શકતું નથી. સમય જતાં તેઓનું પ્રમાણ સ્વીકાર્ય હદ કરતાં વધી જાય છે. આ ધાતુઓ કિડની, મધ્યસ્થ ચેતાતંત્ર, યકૃત વગેરેને નુકસાન પહોંચાડે છે.

ખનીજ ઉદ્યોગના નકામા કચરામાં આવતો ઍસિડ (સલ્ફ્યુરિક ઍસિડ જેવા) અને ઠંડા વાતાવરણ દરમિયાન હિમ અને બરફને પીગાળવા માટે ઉપયોગમાં લેવાતાં પાણીમાં દ્રાવ્ય એવા ક્ષારો (સોડિયમ ક્લોરાઇડ અને કેલ્શિયમ ક્લોરાઇડ) રાસાયણિક પ્રદૂષકો છે. પ્રદૂષિત પાણીમાં મળી આવતા અન્ય સંયોજનો કાર્બનિક રસાયણો છે. પેટ્રોલિયમ પેદાશો પાણીના ઘણા સોતોને પ્રદૂષિત કરે છે. દા.ત., સમુદ્રમાં ઢોળાયેલ તેલ. બીજું ગંભીર કાર્બનિક સંયોજન કીટનાશક છે. જે ધીમે ધીમે જમીનમાં નીચે ઉતરે છે.

ભિન્ન ઔદ્યોગિક રસાયણો જેવા કે પોલિક્લોરિનેટેડ બાયફિનાઇલ (PCBs) જે સફાઈ માટેના દ્રાવક તરીકે, ડિટરજન્ટ તરીકે અને ખાતર તરીકે વપરાય છે. તેઓને પણ જળપ્રદૂષકોની યાદીમાં ઉમેરવામાં આવ્યા છે. PCBs કેન્સરપ્રેરક સંયોજનો છે.

હાલના સમયમાં મોટા ભાગના ઉપલબ્ધ ડિટરજન્ટ જૈવવિઘટનીય હોય છે. તેમ છતાં તેઓ અન્ય મુશ્કેલીઓ ઊભી કરે છે. બૅક્ટેરિયાને ડિટરજન્ટ સાથે ઉમેરવામાં આવે છે. ત્યારે બૅક્ટેરિયાની વૃદ્ધિ ઝડપી થાય છે. જ્યારે બૅક્ટેરિયા વૃદ્ધિ પામે છે ત્યારે તેઓ પાણીમાંના દ્રાવ્ય ઑક્સિજનનો ઉપયોગ કરે છે.

ઑક્સિજનની ઊણપને કારણે જલીય જૈવસૃષ્ટિના અન્ય ઘટકો જેવા કે માછલીઓ અને વનસ્પતિઓ નાશ પામે છે. ખાતરમાં ફોસ્ફેટ હોય છે. પાણીમાં આ ફોસ્ફેટ ઉમેરાતાં લીલની વૃદ્ધિ ઝડપી થાય છે. આવી લીલ પાણીની સપાટી પર છવાઈ જાય છે અને પાણીમાં ઑક્સિજનની સાંદ્રતા ઘટાડે છે.

પરિણામે અજારક પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે. જેથી દુર્ગંધવાળી કોહવાણની પ્રક્રિયા શરૂ થાય છે અને જલીય જીવોના મૃત્યુનું કારણ બને છે. આ રીતે પુષ્પકુંજ(bloom)વાળું પાણી અન્ય જીવોની વૃદ્ધિને અવરોધે છે.

જળાશયોમાં પોષક તત્વોના વધુ પ્રમાણના કારણે વનસ્પતિનું પ્રમાણ વધે છે, તેથી પાણીમાં ઑક્સિજનનું પ્રમાણ ઘટે છે જે અન્ય જીવોનો નાશ કરે છે અને અંતે જૈવવિવિધતા ગુમાવાય છે જેને સુપોષણ (Eutrophication) કહે છે.


There are No Content Availble For this Chapter

Take a Test

Choose your Test :

પર્યાવરણીય રસાયણ વિજ્ઞાન

રસાયણવિજ્ઞાન

Browse & Download GSEB Books For ધોરણ ૧૧ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.