GSEB Solutions for ધોરણ ૧૧ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

રસાયણ વિજ્ઞાનની પેટા શાખાઓ કઈ છે?

Hide | Show

જવાબ : રસાયણ વિજ્ઞાનની પેટાશાખાઓ નીચે મુજબ છે.

  1. કર્બનિક (Organic)
  2. અકાર્બનિક (Inorganic)
  3. ભૌતિક (Physical)
  4. જીવરસાયણ (Bio- Chemistry)
  5. ઔદ્યોગિક (Industrial)
  6. વૈશ્લેષિક રસાયણ (Analytical)
  7. ભૂસ્તર વિજ્ઞાન (Geology)


કેન્સરમાં સારવાર અર્થે કઈ દવા વપરાય છે?

 

Hide | Show

જવાબ : કેન્સરમાં સારવાર અર્થે સીસ-પ્લેટીન અને ટેક્સોલ નામની દવા વપરાય છે.


રસાયણ વિજ્ઞાન શાની સાથે સંકળાયેલું છે?

Hide | Show

જવાબ : રસાયણ વિજ્ઞાન દ્રવ્યનું સંઘટન, બંધારણ અને ગુણધર્મો સાથે સંકળાયેલું છે.


એઇડ્સમાં કઈ દવા વપરાય છે?

Hide | Show

જવાબ : એઇડ્સમાં AZT (એઝીટોથયમીન) નામની દવા વપરાય છે.


દ્રવ્ય કોને કહેવાય?

Hide | Show

જવાબ : કોઈ પણ વસ્તુ જે દળ ધરાવતું હોય તથા જગ્યા રોકતું હોય તેને દ્રવ્ય કહેવાય


ભૌતિક અવસ્થાને આધારે દ્રવ્યનું કેટલા પ્રકારે વર્ગીકરણ કરી શકાય?

Hide | Show

જવાબ : ભૌતિક અવસ્થાને આધારે દ્રવ્યનું ઘન, પ્રવાહી અને વાયુ સ્વરૂપમાં વર્ગીકરણ કરી શકાય.


રાસાયણિક અવસ્થાને આધારે દ્રવ્યનું કેટલા પ્રકારે વર્ગીકરણ કરી શકાય?

Hide | Show

જવાબ : રાસાયણિક અવસ્થાને આધારે દ્રવ્યનું તત્વ, સંયોજન અને મિશ્રણમાં વર્ગીકૃત કરી શકાય.


SI પદ્ધતિમાં પાયાના કેટલા એકમો છે? કયા કયા?

Hide | Show

જવાબ : SI પદ્ધતિમાં પાયાના સાત એકમો છે.

  1. લંબાઈ-મીટર (m)
  2. સમય- સેકન્ડ (s)
  3. તાપમાન-કેલ્વિન (k)
  4. પ્રદીપ્ત-તીવ્રતા, કેન્ડેલા (cd)
  5. દળ-કિલોગ્રામ (kg)
  6. વિદ્યુત – પ્રવાહ, એમ્પિયર (A)
  7. પદાર્થનો જથ્થો – (mol)


વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ કોને કહેવાય છે?

Hide | Show

જવાબ : રસાયણ વિજ્ઞાનમાં સંખ્યાને N*10n ના સ્વરૂપમાં દર્શાવામાં આવે છે. આ પદ્ધતિને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ (સાયન્ટીફીક નોટેશન) કહે છે. અહીં N નું મુલ્ય 1 થી 10 હોય છે.


એકમ અવયવ પદ્ધતિ કોને કહેવામાં આવે છે?

Hide | Show

જવાબ : એકમોને એક પદ્ધતિ માંથી બીજી પદ્ધતિમાં ફેરવવા માટે વપરાતી પદ્ધતિને એકમ અવયવ પદ્ધતિ કહે છે.


એકમ અવયવ પદ્ધતિનું બીજું નામ શું છે?

Hide | Show

જવાબ : એકમ અવયવ પદ્ધતિનું બીજું નામ અવયવ ચિહ્નિત પદ્ધતિ છે.


કેલ્વિનમાં કયા પ્રકારનું મુલ્ય શક્ય નથી?

Hide | Show

જવાબ : કેલ્વિનમાં ઋણ મુલ્ય શક્ય નથી.


સીમિત પ્રક્રિયક કોને કહે છે?

Hide | Show

જવાબ : નીપજના ઉત્પાદનને સીમિત કરે એટલે કે, પ્રક્રિયામાં જે પ્રક્રિયક વપરાઈ ગયો છે તે પ્રક્રિયક પ્રક્રિયાને આગળ વધતી અટકાવે છે. તેવા પ્રક્રિયકને સીમિત (માર્યાદિત) પ્રક્રિયક કહે છે.


કદ અંગે વિગતવાર સમજ આપો.

Hide | Show

જવાબ :

  • કદનો એકમ (લંબાઈ) છે. માટે SI એકમમાં કદનો એકમ m છે.
  • પરંતુ રાસાયણિક પ્રયોગશાળામાં નાના સામાન્ય એકમ લિટર (L) જે SI એકમ નથી પણ પ્રવાહીઓના કદના માપનમાં ઉપયોગમાં લેવાય છે.
  • SI એકમોના ઉપયોગથી કદનો ઉપજાવેલો એકમ નીચે મુજબ તારવી શકાય.

કદ= લંબાઈ * પહોળાઈ * ઉંચાઈ

   = મિટર * મિટર * મિટર

   = (મિટર)

     =  m

  • રસાયણ વિજ્ઞાનની પ્રયોગશાળામાં કદના નાના એકમો સેમી (cm) અથવા (ડેસેમી) (dm) વપરાય છે.
  • નાના એકમ તરીકે ml નો ઉપયોગ પ્રવાહીનું ઓછું કદ માપવા થાય છે.
  • પ્રયોગશાળામાં પ્રવાહી કે દ્રાવણનું કદ અંકિત નળાકાર, બ્યુરેટ, પિપેટ વગેરેથી માપી શકાય છે.
  • પ્રવાહીઓના કદના માપનના ઉપયોગમાં લેવાતા સામાન્ય એકમો નીચે મુજબ છે.

1 Litre =  1000 ml

             = 1000 cm3   (10 cm = 1 dm)

             =  1 dm3

             =10-3 m3

  • કદ દર્શાવવા વપરાતા જુદા જુદા એકમો નીચેની આકૃતિમાં જોઈ શકાય છે.
  • કેટલાક કદ માપક સાધનો આકૃતિમાં જોઈ શકાય છે.


ઘનતા અંગે સમજ આપો.

Hide | Show

જવાબ :

  • એકમના કદના જથ્થાના દળને પદાર્થની ઘનતા કહે છે.
  • ઘનતાનો SI એકમ નીચે પ્રમાણે મેળવી શકાય.

ઘનતા =   = Kg/m અથવા Kgm-૩

  • આ એકમ ઘણો મોટો હોવાથી રસાયણ શાસ્ત્રી મુખ્યત્વે ધનતાને gcm-૩ માં દર્શાવે છે.
  • ઘનતાને નાના એકમ માં અને દળને ગ્રામમાં તથા કદને cm માં દર્શાવામાં આવે છે.


રસાયણ વિજ્ઞાન સાથે શું સંકળાયેલું છે? અથવા રસાયણ વિજ્ઞાન શેનું વિજ્ઞાન છે? તથા તે શું સમજાવે છે?

Hide | Show

જવાબ : રસાયણ વિજ્ઞાન દ્રવ્યના સંગઠન બંધારણ અને ગુણધર્મ સાથે સંકળાયેલું છે.

  • તે અણુ અને પરમાણુનુ વિજ્ઞાન છે.
  • ઘટક કણોને જોઈ શકાય છે અને તેનું વજન કરી શકાય છે.
  • પરમાણુ અને અણુઓની સંખ્યા અને દળ વચ્ચેનો જથ્થાત્મક સંબંધ મેળવી શકાય છે.
  • દ્રવ્યનો લીધેલો જથ્થો જો નિશ્ચિત માત્રામાં હોય તો તેના અણુઓ કે પરમાણુઓની સંખ્યા ગણી શકાય છે. વગેરે સમજાવે છે.


શુદ્ધ પદાર્થોની લાક્ષણિકતાઓ ઉદાહરણ દ્વારા સમજાવો.

Hide | Show

જવાબ : શુદ્ધ પદાર્થોને મિશ્રણ કરતાં અલગ લાક્ષણિકતાઓ હોય છે.

  • તેમનું સંગઠન નિશ્ચિત હોય છે.
  • શુદ્ધ પદાર્થોના ઘટકોને સાદી ભૌતિક પદ્ધતિથી અલગ કરી શકાતા નથી.
  • કોપર, સિલ્વર, ગોલ્ડ, પાણી, ગ્લુકોઝ, વગેરે તેના ઉદાહરણો છે.
  • ગ્લુકોઝ, કાર્બન, હાઇડ્રોજન, અને ઓક્સિજન નિશ્ચિત પ્રમાણ ધરાવે છે અને તે નિશ્ચિત સંગઠન ધરાવે છે.


પદાર્થોની વિશિષ્ટ અથવા લાક્ષણિક ગુણધર્મને આધારે મુદ્દાસર સમજ આપો.

Hide | Show

જવાબ : દરેક પદાર્થને લાક્ષણિક અથવા વિશિષ્ટ ગુણધર્મો હોય છે. ગુણધર્મોને બે વિભાગમાં વહેચી શકાય છે જે નીચે મુજબ છે.

  1. ભૌતિક ગુણધર્મો :- એવા ગુણધર્મો છે કે જે પદાર્થનું સંગઠન બદલ્યા વગર અથવા તેની ઓળખ બદલ્યા વગર માપી  કે અવલોકી શકાય છે. ઉદાહરણ તરીકે રંગ, વાસ, ગલનબિંદુ, ઉત્કલનબિંદુ, ઘનતા, વગેરે...
  2. રાસાયણિક ગુણધર્મો :- ગુણધર્મોના માપન કે અવલોકન કરવા માટે રાસાયણિક ફેરફાર થવો જરૂરી છે. તેના ઉદાહરણોમાં જુદા જુદા પદાર્થોની લાક્ષણિક પ્રક્રિયાઓ છે. દા.. એસિડિકતા, બેઝિકતા, દહનશીલતા વગેરે ગણી શકાય.
 દ્રવ્યના ગુણધર્મોમાં લંબાઈ, ક્ષેત્રફળ, કદ, વગેરે સ્વભાવે જથ્થાત્મક ગુણધર્મ ધરાવે છે. જથ્થાત્મક ગુણધર્મનું અવલોકન કે માપનને તેની સંખ્યા તથા તેનું માપન કરેલ એકમ સાથે દર્શાવવામાં આવે છે.


માપનની પદ્ધતિઓના નામ જણાવો.

Hide | Show

જવાબ : માપનની  બે પદ્ધતિઓ છે.

  1. ઇંગ્લિશ પદ્ધતિ
  2. મેટ્રિક પદ્ધતિ
મેટ્રિક પદ્ધતિ નો આધાર દશાંશ પદ્ધતિ ઉપર છે જેનો ઉદભવ ફ્રાન્સમાં થયો છે.


મીટર કન્વેન્શન તરીકે ઓળખાતી ડિપ્લોમેટિક સંઘિની માહિતી આપો.

Hide | Show

જવાબ : એકમોની આંતરરાષ્ટ્રીય પદ્ધતિને વજન અને માપનની  અગિયારમી સામાન્ય સભા 1875માં પેરિસમાં હસ્તાક્ષર થયેલી. જે મીટર કન્વેન્શન તરીકે ઓળખાય છે. તે ઇન્ટર ગવર્નમેન્ટલ  ટ્રીટી ઓર્ગેનાઇઝેશન તરીકે CO = PM તરીકે દર્શાવાય છે.


મોલલ N2OH ના દ્રાવણની ઘનતા 1.110g ml-1 છે. દ્રાવણ ની મોલારીટી શોધો. ( N2OH નું આણ્વીય દળ = 40g mol-1  છે )

Hide | Show

જવાબ : ઘનતા (d) = M (   +  ) માટે 1.10 = M ( +  ) માટે M =  = 2.973 M થાય.


નીચે આપેલ સંખ્યાની ગણતરીના જવાબમાં અર્થસૂચક અંકોની સંખ્યા શોધો.

Hide | Show

જવાબ : 2.5 × 1.25 × 3.5 / 2.01 = 2.5 × 1.25 × 3.5 / 2.01 = 5.4415 = 5.4 આમાં આપેલી ગણતરીમાં મોટી સંખ્યામાં સૌથી ઓછા અર્થસૂચક અંક છે. તેથી જવાબમાં બે અંકથી વધુ અર્થસૂચક અંકથી દર્શાવાય નહીં. જે ખાસ ધ્યાન રાખવાનું છે.


એક પાત્રમાં STP (273.15 K  તાપમાન અને 1 બાર દબાણ ) 1.6g ડાયઓક્સિજન વાયુ ભરેલો છે. જો વાયુને અચળ તાપમાને બીજા પાત્રમાં ભરવામાં આવે, તો તેનું દબાણ મૂળ દબાણ કરતાં અડધું થાય છે. આમાંથી નીચે મુજબ શોધો. (a) નવા વાયુ નું કદ (b) ડાયઓક્સિજનના અણુઓ ની સંખ્યા.

Hide | Show

જવાબ : (a) P1 = 1 બાર, T1 = 273 K, V1 બરાબર શું? હવે 32g ડાયઓક્સિજનનું STP  કદ =  22.4L માટે 1.6  ડાયઓક્સિજનનું STP  કદ = 1.6 × 22.4 / 32 = 1.12 L થાય. તો  V1 = 11.2 L હવે P2 = P1 / 2 = 1 /2 =  0.5  બાર , T2 = 273 K , માટે V2શું તે શોધીએ . બોઈલ ના નિયમ મુજબ. P1 V1 = P2 V2  છે તેથી  V2 = P1 V1  / P2 =  1 × 1.12 / 0.5  = 2.24 L નવા  વાયુનું કદ થાય . (b) ડાયઓકિસજનની  અણુ સંખ્યા  = mol  × NA = 1.6 / 32 = 6.022 × 1023 = 3.011 × 1022 ડાયઓકિસજનની અણુઓની સંખ્યા થાય છે.


સૂત્ર  CH બેન્ઝીનનું પ્રમાણ સૂચક સુત્ર છે અને તેની ગુણક સંખ્યા 6 છેતે બેન્ઝીનનુ અણુસૂત્ર શોધો.

Hide | Show

જવાબ : બેન્ઝિનું અણુસૂત્ર = n ( પ્રમાણ સૂચક સૂત્ર ) = 6CH = C6H6 થાય છે.


મિથેનોલ ( CH3Oh ) માં H ની બંધારણીય ટકાવારી શોધો.

Hide | Show

જવાબ : સૌપ્રથમ મિથેનોલ નું આણ્વીય દળ 32g mol-1  લેતાં.  હવે CH3Oh માં H ની બંધારણીય ટકાવારી =4 × 1 / 32 × 100 = 12.5%  મળે છે.


24g મિથેન વાયુ વહન કરે તો CO2g કેટલા ગ્રામ ઉત્પન્ન થાય?

Hide | Show

જવાબ : સમીકરણ મુકતા CH4(g) + 2O2 (g) -> CO2(g) + 2H2O(g) સમીકરણ મુજબ;-             1mol                            1mol                                                  16g                               44g  માટે 24g = 24 × 44 / 16 = 66g CO2 (g)  ઉત્પન્ન થાય.


અને B પ્રવાહીના ઉત્કલનબિંદુમાં 50 K નો તફાવત છે. માટે તે બંનેના ઉત્કલનબિંદુઓમાં કેટલા ફેરનહીટનો તફાવત હોઈ શકે?

Hide | Show

જવાબ : ∆°F = 9 / 5 ( (C2C1 ) = 9 / 5 (50) = 90° તફાવત હોય.


KOH ના 300mL સેન્ટિનાર્મલ દ્રાવણમાંથી ડેશીનાર્મલ દ્રાવણ બનાવવા કેટલું પાણી ઉમેરવું પડશે?

Hide | Show

જવાબ : N1V1 =N2V2 માટે N /2 × 300 = N / 30 ×V2 માટે V2 = 1500mL  થાય. હવે આપણી પાસે 300mL છે. માટે 1500 - 300 =1200mL  ઉમેરવું પડે.


3mol પ્રોપીનમાપરમાણુની સંખ્યા શોધો.

Hide | Show

જવાબ : 1mol પ્રોપીન ( C3H6 ) માં 6 પરમાણુ હોય છે. માટે  3mol પ્રોપીન માં 3 ×6 = 18H  પરમાણુ હોય છે.


એક કાર્બનિક સંયોજનની બાષ્પ ઘનતા 29 છે. માટે તે કાર્બનિક સંયોજનનું આણ્વીય દળ શોધો.

Hide | Show

જવાબ : આણ્વીય દળ એટલેબાષ્પ ઘનતા = 2 × 29 = 58g mol-1   થાય.


પ્રયોગશાળામાં મેગેની  ( MnO2 ) ડાયોક્સાઇડ ( MnO2ની જલીય દ્રાવણ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે નીચે પ્રમાણે પ્રક્રિયા કરી  ક્લોરિન બનાવવામાં આવે છે.

4HCl (aq) + MnO2  (s) - > 2H2O (l) + MnCl2 (aq) + Cl2 (g)

5.0 મેગેનીઝ ડાયોક્સાઇડ સાથે Hcl ના કેટલા ગ્રામ પ્રક્રિયા કરશે?

Hide | Show

જવાબ : સૌપ્રથમ આપણે HCl  અને MnO2 નું આણ્વીય દળ મેળવીશું. HCl  નું આણ્વીય દળ = 36.5 અને MnO2 નું આણ્વીય દળ 87g mol-1 દળ. હવે 4mol = 4×36.5g અને 1mol = 87g  સમીકરણ મુજબ 87g MnO2 4 × 36.5g HCl સાથે પ્રક્રિયા કરે છે. માટે 5.0g MnO2 = 5×4 × 36.5 / 87 = 8.40 HCl  પ્રક્રિયા કરશે.


કેલ્શિયમ કાર્બોનેટ જલિય HCl  સાથે પ્રક્રિયા કરે છે અને નીચેની પ્રક્રિયા પ્રમાણે CaCl2  અને CO2 આપે છે.

CaCO3 (s) + 2HCl (aq)  -> CO2 (g) + H2O (l)

25mL 0.75M CHl  સાથે સંપૂર્ણ રીતે પ્રક્રિયા કરવા માટે CaCO3 નું કેટલું દળ જોઈએ?

Hide | Show

જવાબ : સૌપ્રથમ  આપણે HCl નું દળ શોધવું પડશે.  માટે M =   = 0.75 =   = 0.6844g HCl હવે CaCO3 (s) + 2HCl (aq)  -> CaCl2 (aq)  CO2 (g) + H2O (l) હવે 1mol  100g અને 2mol = 2× 36.5g માટે સમીકરણ મુજબ 2 × 36.5g HCl 100g CaCO3 સાથે પ્રક્રિયા કરે છે. માટે 0.6844g CHl   =  = 0.9375g CaCOનુ દળ જોઈએ.


એક વેલ્ડીંગ કરવાનો બળતણ વાયુ અને H ધરાવે છે. તેના થોડા પ્રમાણને ઓક્સિજનની હાજરીમાં  બાળતા 3.38g CO2 અને 0.690g H2O આપે છે અને અન્ય કોઈ નીપજ આપતું નથી. વેલ્ડીંગ વાયુનું 10.0 L કદ ( STP માંપન  કરેલ ) 11.6g  વજન દર્શાવે છે.

તો  (a) પ્રમાણ સૂચક સૂત્ર

    (b) વાયુનું મોલર દળ

     (c) આણ્વીય સૂત્ર શોધો.

Hide | Show

જવાબ : 44g CO2 = 12g C માટે 3.38g CO2 = 12 × 3.38 / 44 = 0.9218g C તેવી રીતે 18g  H2O  = 0.690 × 2 / 18 = 0.0767g ‘H’ હવે C અને H નું કુલ દળ = 0.9218 + 0.0767 = 0.9985g થાય છે. માટે ‘C’ ના  % =  × 100 = 92.32%  અને ‘H’ ના % = 0.0767 / 0.9985 × 100 = 7.68% હવે તત્વ C અને H ની નીચે મુજબની ગણતરીઓ કરતા. = C નુ  પરમાણ્વીય દળ (gમાં ) = 12, તેનું તત્વનું દળ કે ટકા = 92.32 થાય અને તેના મોલ કે પરમાણુ સંખ્યા =  થાય, તેનો સાદો ગુણોત્તર   = 7.69 = 1.001 થાય. અને તેની પુર્ણાક સંખ્યા 1.0  થાય છે. તે પ્રમાણે H નું પરમાણ્વીય દળ (gમાં ) = 1 થાય, તેનું તત્વનું દળ કે ટકા = 7.68 થાય અને તેના મોલ કે પરમાણુની સંખ્યા  = 7.68 થાયતેનો સાદો ગુણોત્તર  = 1.0  થાયતથા તેની પૂર્ણાંક સંખ્યા 1.0 થાય છે. માટે તેનું પ્રમાણ સૂચક સુત્ર CH થાય છે.   (b)  10L નું STP દળ = 11.6g  માટે 22.4 નું STP દળ =  = 25.984 g = 26g થાય. માટે વાયુનું મોલરદળ 26g mol-1 =26u થાય છે. (C) CH નો પ્રમાણ સૂચક સૂત્રદળ = 1 (C ) + 1 ( H ) = 1 (12) + 1 (1) = 13g  સૂત્ર દળ થાય. તેથી ગુણાંક સંખ્યા (n) =  =  માટે n = 2 થાય. હવે આણ્વીય સૂત્ર = n (  પ્રમાણ સૂચક સૂત્ર ) = 2 (CH) = C2H2 થાય.


નીચેનામાના દરેકમાં પરમાણુઓની સંખ્યા ગણો.

  1. Ar ના 52mol
  2. He ના 52u
  3. He ના 52g
Hide | Show

જવાબ :

  • 1 મોલ Ar = 6.022 × 1023 Ar  પરમાણુ

માટે 52 મોલ Ar = 52 ×6.022 × 1023 = 3.131 × 1025 Ar પરમાણુ

  1. 4u He = 1 He પરમાણુ

માટે 52u He = 52 × 

= 13 He પરમાણુ

  1. 4g He = 1mol He = 6.022 ×  1023  He પરમાણુ

માટે 52g He = 52× 6.022 × 1023

= 7.8286 × 1024 પરમાણુ


કુદરતી રીતે મળતા ઓર્ગોનનું મોલર દળ નીચેના કોષ્ટકમાં આપેલા માહિતી પરથી ગણો.

Hide | Show

જવાબ :

સમસ્થાનિક સમસ્થાનિકીય  મોલરદળ પ્રચુરતા
36Ar   35.96755g mol-1   0.337%  
39Ar   37.96272g mol-1   0.063%  
40Ar   39.9624g mol-1   99.600%  
  જવાબ: Ar નું મોલર દળ =   = 39.948 mol- 1થાય.


નીચેની ગણતરીથી મળતા જવાબ માં કેટલા અર્થસૂચક અંક હશે.

  1. 5 × 5.364
  2. 0.0125 + 0.7864 + 0.0215
Hide | Show

જવાબ : 0.02856 × 298 . 15 × 0.112 / 0.5785 = 1.64857108 = 1.65 થાય છે. વિદ્યાર્થીમિત્રો અર્થસૂચક અંકના ગુણાકાર, ભાગાકારના, નિયમ મુજબ 0.112  માં રહેલા અર્થસૂચક અંક 3 થી વધુ દર્શાવાય  નહીં. માટે ઉપરની કિંમત માટે અર્થસૂચક અંક 3 થાય છે.

  1. 5 × 5.364 = 26.82 થાય છે આમાં  અર્થસૂચક અંકથાય છે.
  2. 0.0125 + 0.7864 + 0.0215 = 0.8204 થાય છે. આમાં આપણને અર્થસૂચક અંક 4 મળે છે.


12પરમાણુનું દળ g માં  કેટલું હશે?

Hide | Show

જવાબ : 12પરમાણુ દળ  =   = 12g / 6.22 × 1023 = 1.9927 × 10-23g થાય છે.


એક દ્રાવણ જેમાં ઇથેનોલના મોલ અંશ 0.040 છે. તે દ્રાવણમાં ઇથેનોલની પાણીમાં મોલારિટી ગણો. ( પાણીની ઘનતા 1 છે તેમ ધારો )

Hide | Show

જવાબ : મોલારિટી = 1L જલીય દ્રાવણના ઓગળેલા દ્રાવ્ય ( ઇથેનોલના મોલ થાય છે. તેથી 1 L પાણીના મોલ =   = 1000g / 18g. mol-1  = 55.55 મળે છે. હવે મોલ અંશ નો સરવાળોથાય છે.  માટે × પાણી + × ઇથેનોલ = 1  તેથી × પાણી = 1- ×  ઇથેનોલ = 1-0.040 = 096  થશે. હવે × પાણી =    તેથી 096 =  માટે 53.328 + 0.96 n ઇથેનોલ  = 55.55મળશે.  માટે 0.96 n ઇથેનોલ = 55.55 - 53.328 = 2.222 થાય. માટે n ઇથેનોલ = = 2.3145mol મળશે. અહીંયા ઇથેનોલના 1 લીટર દ્રાવણમાં 2.3145 છે માટે ઇથેનોલની મોલારીટી = 2.3145 થાય છે.


નીચેનામાંથી શેમાં સૌથી વધારે સંખ્યામાં પરમાણુઓ હશે?

(a) 1g Au (s )  ( પરમાણ્વીય દળ = 197u )

(b) 1g Na (s) ( પરમાણ્વીય દળ = 23u )

(c) 1g Li (s) ( પરમાણ્વીય દળ = 7u )

(d) 1g Cl2 (g) ( પરમાણ્વીય દળ = 71u )

Hide | Show

જવાબ :

  1. 1g Au  = 1 / 197 mol Au = 1 / 197 × 6.022 × 1023Au ના પરમાણુ

= 3.05 × 10(21)

  1. 1g N2  =  mol N2  =  × 6.022 × 1023 N2 ના પરમાણુ  =        2.61 × 1022
  2. 1mol g Li =  મોલ Li =  ×  6.022 × 1023 Li પરમાણુ  = 8.60 ×  1022
  3. 1g Cl2 =    mol Cl2 અણુ =  × 2× 6.022 × 1023   = 1.69 × 1022
આમ અહીંયા 1g Li માં વધારે પરમાણુ હોય.


6નીચેનાને પાયાના એકમોમાં ફેરવો.

28.7Pm , 15.15Pm, 25365mg

Hide | Show

જવાબ :

  1. 1Pm = 10-12m માટે 28.7Pm = 28.7Pm× 10-12Pm / 1Pm

= 2.87 × 1011m

  1. 1Pm = 10-12m માટે 15.15Pm = 15.15Pm × 10-12 / 1Pm
  2. 1kg = 103g અને 1g  = 103mg પ્રમાણે 1mg

 = 10-6kg  માટે

25365mg = 25365 × 10-6 / 1

= 2.5365 × 10-12 kg


0.50 mol Na2CO3 અને  0.50M Na2 CO3 કેવી રીતે જુદા પડે છે?

Hide | Show

જવાબ : આપણે પ્રથમ Na2CO3 નું મોલરદળ = 106g mol-1  લેવુ પડશે. માટે, 0.50M Na2CO3 = 0.50 × 106 =      53 g Na2CO3 હવે, 0.50M Na2CO3 = 1 લીટર ( 1000mL ) દ્રાવણમાં 50g Na2CO3 હોય.


જો ડ્રાયહાઈડ્રોજન વાયુના 10  કદ ડાયઓક્સિજન વાયુના 5 કદ  સાથે પ્રક્રિયા કરે છે, તો પાણીની બાષ્પનું કેટલું કદ ઉત્પન્ન થશે?

Hide | Show

જવાબ : 2H2(g) + O2(g) -> 2H2O(g) હવે આપણે ગેલ્યુસેક ના નિયમનો ઉપયોગ કરીશું. સમીકરણ પ્રમાણે 2 કદ H2(g) 1 કદ O2(g)  સાથે પ્રક્રિયા કરશે અને 10 કદ H2O(g) બનાવશે. માટે 10 કદ  H2(g) 5 કદ O2(g) સાથે પ્રક્રિયા કરીને 10 કદ H2O(g) બનાવશે.


નીચેના રાસાયણિક સમીકરણ પ્રમાણે ડાયનાઈડ્રોજન અને ડાયહાઈડ્રોજન સાથે પ્રક્રિયા કરે ને એમોનિયા ઉત્પન્ન કરે છે. N2(g) + 3H2(g) -> 2NH3(g).

  • જો 2.00 × 103g ડાયનાઈડ્રોજન 1.00 × 103g ડાયહાઈડ્રોજન  સાથે પ્રક્રિયા કરે તો ઉત્પન્ન થતાં એમોનિયાનું દળ ગણો.
  • બંને પ્રક્રિયકોમાંથી કોઈપણ પ્રક્રિયા પામ્યા વગર રહેશે?
  • જો હા તો કયો પ્રક્રિયા અને તેનું દળ કેટલું હશે?
Hide | Show

જવાબ : હવે N2(g) + 3H2(g)  -> 2NH3(g)               1mol     3mol            2mol              28g         6g                 34g હવે સમીકરણને સમજતાં 28g N2 તે 6g H2  સાથે પ્રક્રિયા કરે છે. માટે 2 × 103g N2 =   2× 103g × 6 / 28 = 4228.57g H2 થાય છે. ઉપર પ્રમાણે આગળ વધતા : 28g N2 તે 34g NH3 માંથી ઉત્પન્ન થશે. તેથી 2× 103g N2  = 2× 103 × 34 / 28             = 2428.57g             = 2.42 × 103g NH3 (ii) H2 અહીંયા પ્રક્રિયા પામ્યા વગર નો રહી જશે. (iii) હવે આપણે H2 નુ દળ લેવું પડશે માટે H2  નું દળ  = 1000 ×-428.57

ઉપરોક્ત રકમ પ્રમાણે ગણતરી કરતા.

=571.43g = 5.72 × 102g થાય.


પ્રક્રિયાA +B2 -> AB2 માં નીચેના પ્રક્રિયા મિશ્રણમાં સીમિત પ્રક્રિયક હોય તો ઓળખી બતાવો.

  1. A ના 300  પરમાણુ +B  ના 200 અણુ
  2. 2mol A +3 mol B
  3. A ના 100 પરમાણુ +B  ના 100 અણુ
  4. 5 mol A + 2.5 mol B
  5. 2.5 mol A+5 mol B
Hide | Show

જવાબ : અહીંયા A + B2 અને AB2 ના પ્રક્રિયા મિશ્રણોમાં A અને B2 ના મોલ સરખા એટલે કે 1:1  છે માટે હવે નીચે મુજબ ઓળખી શકાય.

  1. હવે A ના 200 પરમાણુ તે  B ના 200 અણુ સાથે પ્રક્રિયા કરે છે. માટેસીમિત પ્રક્રિયક બને છે
  2. સમીકરણ જોતાં  1  મોલતે મોલ  B સાથે પ્રક્રિયા કરે છે.

માટે 2 મોલતેમોલ  B સાથે પ્રક્રિયા કરશે. તેથી A સીમિત પ્રક્રિયા બનશે.

  1. સમીકરણમાં કોઈ સીમિત પ્રક્રિયક જ નથી.
  2. 2.5 મોલ A તે 2.5 મોલસાથે પ્રક્રિયા કરશે તેથીસીમિત પ્રક્રિયક બનશે.
  3. 2.5 મોલ A તે 2.5 મોલ B સાથે પ્રક્રિયા કરશે તેથીસીમિત પ્રક્રિયક બનશે.


જો પ્રકાશની ઝડપ ( વેગ ) 3.0 × 108 ms-1 હોય, તો 2.00 ns માં પ્રકાશે કાપેલું અંતર ગણો.

Hide | Show

જવાબ : પ્રથમ 1ns = 10-9s તે સમજવું પડે. હવે 2.00 ns = 2.00 × 10-9s માટે કપાયેલું અંતર = વેગ × સમય  માટે = 3 × 108ms-1  × 10-9s  = 6.00 × 10-1m  == 0.600m


જ્યારે ડાયનાઇટ્રોજન અને ડાયઓક્સિજન એકબીજા સાથે પ્રક્રિયા કરે છે. ત્યારે જુદા જુદા સંયોજનો બને છે. આની માહિતી નીચે પ્રમાણે મળેલ છે.

ડાયનાઇટ્રોજનનું દળ :

 

ડાયઓક્સિજનનું દળ :

 

  1. 14g
 

  1. 16g
 

  1. 14g
 

II. 32g

 

  1. 28g
 

III. 32g

 

  1. 28g
       IV. 80g

 

(a) પ્રાયોગિક માહિતીમાં રાસાયણિક સંયોગીકરણનો કયો નિયમ પળાયો છે તેનું નિવેદન કરો.

(b) નીચેના પરિવર્તનો રૂપાંતરણો માટે ખાલી જગ્યા પૂરો.

  1. 1km  = ................mm = ................Pm
  2. 1mg  = ............. = kg = .............ng
  3. 1mL = .............= L = ..............dm3
Hide | Show

જવાબ : (a) માહિતી ગુણક પ્રમાણના નિયમો પાળે છે. (b)

  •  106, 1015
  • 10-6, 106
  • 10-3, 10-3


નીચેનાનું ત્રણ અર્થસૂચક અંક સુધી સંનિકટન કરો.

34.216, 10.4107, 0.04597, 2808

Hide | Show

જવાબ :

  1. 34.216 -> 34.2
  2. 10.4107 -> 10.4
  3. 0.04597 -> 0.0460
  4. 2808 -> 2810


નીચેનામાં અર્થસૂચક અંક કેટલા છે?

0.0025, 208, 5005, 126.000, 500.0, 2.0034 અને 126000

Hide | Show

જવાબ :

  • 0.0025 માં 2
  • 208 માં 3
  •  5005માં 4
  •  126.000 માં 6
  • 500.0 માં 4
  • 2.0034 માં 5
  • 126000 માં 3
અર્થસૂચક રહેલા છે.


 નીચેના ને વૈજ્ઞાનિક સંકેતમાં દર્શાવો.

  1. 0.0048
  2. 8008
  3. 6.0012
  4. 500.0
  5. 234,000
Hide | Show

જવાબ :

  1. 0.0048 -> 4.8 × 10-3
  2. 8008 -> 8.8008 × 103
  3. 6.0012 -> 6.0012 × 100
  4. 500.0 -> 5.00 × 102
  5. 234,000 -> 2.34 × 105


પીવાના પાણીનો એક નમૂનો ખરાબ રીતે ક્લોરોફોર્મ  ( CHCl3 )વડે સંદુષિત  થયેલ છે. સ્વભાવે  CHCl3 કેન્સરજન્ય છેસંદૂષિતાનું સ્તર ( પ્રમાણ ) 15pp ( દળથીહતું.

આને દળ ટકામાં દર્શાવો. પાણીના નમૂનામાં ફ્લોરોફોર્મની મોલારિટી ગણો.

Hide | Show

જવાબ : સૌપ્રથમ (  CHCl3 નું આણ્વીય દળ 119.5 mol-1 મેળવવું પડે.) (1) 15ppm નો અર્થ 106દ્રાવણમાં 15g દ્રાવ્ય છે. માટે દળ ટકા = દ્રાવ્ય નું દળ / દ્રાવણ નું દળ  × 100 = 15 / 106 × 100 = 1.5 × 10-3 % હવે  1.5 × 10-3 % એટલે 100g ( પાણીનાનમૂનામાં 1.5 × 10-3g ક્લોરોફોર્મ છે. (2) મોલાલિટી =   = 1000 × 1.5 × 10-3 / 119.5 × 100 = 1.25 × 10-4 m


અર્થ સૂચક અંક અંગે તમે શું સમજો છો?

Hide | Show

જવાબ : અર્થપૂર્ણ અંકને અર્થસૂચક અંક પણ કહેવાય છે . જે ચોક્સાઇથી જ્ઞાત હોય છે. અનિશ્ચિતતાનો નિર્દેશ કેટલાક અંકો લખીને કરાય છે. આમાં છેલ્લા અંક અનિશ્ચિત ગણાય છે. ઉદાહરણ જોતાં 11.2 mL  માં 11 નિશ્ચિત છે અને 2 અનિશ્ચિત છે. તથા છેલ્લા અંકની અનિશ્ચિતતા  ± 1 થાય છે.


નીચેના પૂર્વગોને તેમના ગુણો સાથે સરખાવો.

પૂર્વગ

ગુણક

  1. માઈક્રો 
  1. 106
  1. ડેકા
  1. 109
  1. મેગા
  1. 10-6
  1. ગીગા
  1. 1015
  1. ફેમ્ટો
  1. 10
Hide | Show

જવાબ :

પૂર્વગ ગુણક
  1. માઈક્રો 

10-6

  1. ડેકા

10

  1. મેગા

106

  1. ગીગા

109

  1. ફેમ્ટો

10-15


દળનો  SI  એકમ શું છે? તેને કેવી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે?

Hide | Show

જવાબ : દળનો  SI એકમ (kg)  કિલોગ્રામ છે. પદાર્થોમાં રહેલા દ્રાવ્યના જથ્થાને દળ કહે છે.   તેની વ્યાખ્યા છે.


એક ક્ષેત્રફળ ધરાવતી સપાટી પર લાગતા બળ વડે દબાણ નક્કી કરવામાં આવે છેદબાણ નો SI એકમ પાસ્કલ (pascal -Pa ) નીચે પ્રમાણે દર્શાવી શકાય. 1Pa  = 1N m-2 જો દરિયાની સપાટી પર હવાનું દળ 1034g Cm-2 હોય તો દબાણ પાસ્કલ માં ગણો.

Hide | Show

જવાબ : હવે Pascal. - Pa પ્રમાણે દર્શાવાય  1Pa  = 1N m-2  તથા  1N = 1kg ms-2 દરિયાની સપાટી પર હવાનું દબાણ 1034g Cm-2 હોય તેથી દબાણને પાસ્કલમાં  ગણીશું. દબાણ = 1034g Cm-2 × 9.8  ms-2  હવે દબાણને S I એકમમાં ફેરવવું પડે માટેને kg માં તથા Cm2 ને  m2માં ફેરવવું પડે. તેથી 1g = 10-3 kg  તથા  1Cm2 = 10-4 m2 થાય. હવે દબાણ = 1034 × 10-3 kg × 9.8 ms-2 / 10-4 m2 =101332.0 N   ms-2 ( માટે  1N = 1kg ms-2 ) = 101332 Pa  માટે (  1Pa  = 1N m-2  ) = 1.01332 × 105 Pa આટલું થાય.


જો મિથેનોલની ઘનતા 0.793kg L-1હોય, તો તેનુ 2.5L 0.25M દ્રાવણ બનાવવા માટે કેટલું કદ જોઈએ?

Hide | Show

જવાબ : સૌપ્રથમ મિથેનોલનું આણ્વીય દળ 32g mol-1 લેવું પડે.  હવે મિથેનોલની ઘનતા = 0.793kg L-1    = 0793 × 103g  L-1મળે છે. હવે મોલારિટી = g.L-1  / આણ્વીય દળ = 0.793 × 103g  L- / 32g mol-1  = 24.781  mol L હવે M1V1 = M2V2 માટે V= M2V2 / M1 = 0.25 × 2.5 / 24.781 = 0.02522 લીટર = 25.22mL થાય હવે જ્યાં M1 = 24.781M  તો V1કેટલા  તેથી M2 = 0.25M અને V2 = 2.5L જોઈએ.


જો 20 ગ્રામ ખાંડ (C12 H22 O11 ) પૂરતા પાણીમાં ઓગાળી અંતિમ કદ 2L  કરવામાં આવ્યું તો ખાંડની સાંદ્રતા mol L-1 માં ગણો.

Hide | Show

જવાબ : ખાંડ નું આણવીય દળ 342g mol-1 છે માટે સાંદ્રતા mol  લિટરમાં છે. માટે મોલારિટી (M ) = 20 / 342 × 2 = 0.0292 થાય.


નીચેની માહિતીનો ઉપયોગ કરીને ક્લોરિનનું સરેરાશ પરમાણ્વીય દળ ગણો.

 

% કુદરતી પ્રચુરતા

મોલરદળ

35Cl

75.77

34.9689

35Cl

24.૨૩

36.9659

Hide | Show

જવાબ : Cl નું સરેરાશ પરમાણ્વીય દળ =  = 35.452u થાય.


આયર્ન ઓક્સાઈડનું આણ્વીય સૂત્ર ગણો. જેમાં આયર્ન અને ઓક્સિજનના દળ ટકા અનુક્રમે 69.9 અને ૩૦.1 છે.

Hide | Show

જવાબ : Fe નું પરમાણ્વીયદળ 159.8 g × mol-1 થાય છે. માટે Fe = 55.85 (પરમાણ્વીયદળ g માં) તેના ટકા = 69.9 થશે. માટે, તત્વના મોલ=  = 1.25 નો સાદો ગુણોત્તર  = 1 થાય છે. તેની પૂર્ણાંક સંખ્યા બનાવતા 1 × 2 = 2 થાય છે. તેજ પ્રમાણે O = 16.૦૦ (પરમાણ્વીયદળ g માં) તેના ટકા = ૩૦.1 થશે. માટે, તત્વના મોલ=  = 1.88 નો સાદો ગુણોત્તર   = 1.5 થાય છે. તેની પૂર્ણાંક સંખ્યા બનાવતા 1.5 × 2 = ૩ થાય છે. માટે, પ્રમાણસૂચક સૂત્ર = Fe2O થાય છે. હવે Fe2Oપ્રમાણસૂચક સૂત્રદળ = 2(Fe) + 3(O) = 2(55.85) + 3(16.00) = 159.7 g સૂત્રદળ થાય. તેથી ગુણક સંખ્યા (n) =   =   = 1 થાય. તેથી હવે આણ્વીયસૂત્ર = (n) (પ્રમાણસૂચક સૂત્ર) = 1(Fe2O) = Fe2Oથાય.


100 ગ્રામ કોપર સલ્ફેટ (CuSO4) માંથી કેટલું કોપર મેળવી શકાય?

Hide | Show

જવાબ : Cu નું પરમાણ્વીય દળ = 63.54u છે.અને  CuSO4 નું આણ્વીયદળ = 154.6 mol-1 હવે,  156.6 g CuSO4 માં 63.54 g Cu થાય છે. માટે, 100 g CuSO4 માં કેટલા થાય =  = 39.81 g Cu કોપર મેળવી શકાય.


નાઈટ્રીક એસિડનો એક નમુનો જેની ઘનતા 1.41 g mL-1 અને નાઈટ્રીક એસિડના દળ ટકા 69% છે.આ નમૂનામાં નાઈટ્રીક એસિડની સાંદ્રતા મોલ પ્રતિ લિટરમાં લખો.

Hide | Show

જવાબ : નાઈટ્રીક એસિડના દળ ટકા  =69% મતલબ 100 g દ્રાવણમાં 69 g HNO (દ્રાવ્ય) છે., અને ઘનતા 1.41 g mL-1 હવે, ઘનતા =   માટે, દ્રાવણનું કદ =   =  = 70.92mL તેથી HNO નું આણ્વીય દળ = 1(H) + 1 (N) + 3 (O) = 1 (1.0079) + 1(14.0067) + 3(16.00) = 63.0146 g mol-1 હવે, મોલારિટી (M)  =                         =  = 15.44M


500 mL ૦.375 મોલર જલીય દ્રાવણ બનાવવા માટે જરૂરી સોડીયમ એસિટેટ (CHCOONa) નું દળ ગણો. સોડીયમ એસિટેટનું મોલર દળ 82.0245 g×mol-1 છે.

Hide | Show

જવાબ : મોલારિટી (M) =                  =   દ્રાવ્યનું દળ = ૦375 × 82.0245 × 0.500 = 15.38 g


ઉત્પન્ન થયેલ કાર્બન ઓક્સાઈડનું પ્રમાણ ગણો જયારે,

  1. 1 મોલ કાર્બનને હવામાં બાળવામાં આવે.
  2. 1 મોલ કાર્બનને 16 (g) ડાયઓક્સિજન બાળવામાં આવે.
  3. 2 મોલ કાર્બનને 16 (g) ડાયઓક્સિજનમાં બાળવામાં આવે.
Hide | Show

જવાબ : સમીકરણ: C(s) = 1 મોલ + O2 (g) = 1 મોલ = 32 (g)                 CO2 (g) = 1 મોલ = 44 g

  1. માટે, સમીકરણ મુજબ, 1 મોલ કાર્બન બાળતા, 44 g CO2 (g) ઉત્પન્ન થાય છે.
  2. સમીકરણ મુજબ, 32g O2 (g) માંથી 44 g CO2 (g) મળે થાય છે.

તો 16g O2 (g) 22 g CO2 (g) મળશે.

  1. હવે, O2 એ માર્યાદિત પ્રક્રિયક છે. માટે, (1632=.5 મોલ) >C02(g)

1 મોલ O2 (g) માંથી 44 g CO2 (g) મળતો હોય છે.

તો ૦.5 મોલ O2 (g) માંથી 22 g CO2 (g) મળી શકે.


આયર્નના એક ઓક્સાઈડ જેમાં દળથી 69.9% આયર્ન અને ૩૦.1 % ઓક્સિજન છે. તો તે ઓક્સાઈડનું પ્રમાણસૂત્ર નક્કી કરો.

Hide | Show

જવાબ : હવે, Feનું પરમાણ્વીય દળ = 55.85 અને O નું પરમાણ્વીય દળ 16.૦u થાય. તત્વ Fe નું પરમાણ્વીય દળ (g માં) 55.85 અને તત્વનું દળ 69.9 (g) છે. માટે, તત્વના મોલ =  = 1.25 તેનો સાદો ગુણોત્તર =  થાય. હવે પૂર્ણાંક સંખ્યા બનાવતા 1 × 2 = 2 થાય. હવે, તત્વO નું પરમાણ્વીય દળ (g) = 16.૦૦ અને તત્વનું દળ ૩૦.1 (g) છે. માટે, તત્વના મોલ =  = 1.88 નો સાદો ગુણોત્તર = હવે પૂર્ણાંક સંખ્યા બનાવતા 1.5 × 2 = ૩ થાય. માટે, ઓક્સાઈડનું પ્રમાણસૂત્ર = Fe2O3 બનશે.


સોડીયમ સલ્ફેટ (Na2SO4) માં રહેલા જુદા જુદા તત્વોના દળ ટકા ગણો.

Hide | Show

જવાબ : પ્રથમ Na2SO4   નું મોલરદળ શોધવું પડશે. Na2SO4 નું મોલરદળ = 2 (Na નું પરમાણ્વીય દળ) + 1(S નું પરમાણ્વીય દળ) +  4(O નું પરમાણ્વીય દળ) = 2(22.99u) +1(32.06u) + 4(16.00u) = 142.04u હવે, Na ના દળ % માં =  × 100                    =  = 32.37% S ના દળ % માં =  × 100                                =  = 22.57% O ના દળ % માં =  × 100                                =   = 45.06%


H2O , CO2 અને CH4 ના મોલર દળ ગણો.

Hide | Show

જવાબ : H2O નું મોલરદળ = 2 (H નું પરમાણ્વીય દળ) +1(Oનું પરમાણ્વીય દળ)                             = 2 (1.૦૦79u) + 1(16.૦૦ u)                            = 18.158u થાય.  CO2 નું મોલરદળ =1 (C નું પરમાણ્વીય દળ) +2(O નું પરમાણ્વીય દળ)                     = 1(12.01u) + 2(16.00u)                                         = 44.01u CH4 નું મોલરદળ =1 (C નું પરમાણ્વીય દળ) + 4(H નું પરમાણ્વીય દળ)                                 = 1 (12.01u) + 4(1.0079u)                                 =  16.0416u


સંયોજનના અણુમાં રહેલા જુદા જુદા પ્રકારના પરમાણુઓની ચોક્કસ સંખ્યાને શું કહેવાય?

Hide | Show

જવાબ : આણ્વીય સૂત્ર


પાણીનું મોલરદળ જણાવો.

Hide | Show

જવાબ : 18.02 g


1 મોલનું ગ્રામમાં દર્શાવેલું દળ તેને શું કહેવાય?

Hide | Show

જવાબ : મોલરદળ


એક અણુમાં રહેલા બધાજ તત્વના પરમાણ્વીય દળના સરવાળા બરાબર થાય તે શું કહેવાય?

Hide | Show

જવાબ : આણ્વીય દળ


એક એવો પદાર્થ જણાવો જે બંધારણીય એકમ તરીકે સ્વતંત્ર અણુ ધરાવતા ન હોય?

Hide | Show

જવાબ : સોડિયમ ક્લોરાઈડ


દ્રવ્ય શેનું બનેલું છે?

Hide | Show

જવાબ : અવિભાજ્ય પરમાણુઓનું


એકમ અવયવમાં કઈ સંખ્યા વડે ગુણવાથી મૂળ રકમમાં ફેરફાર થતો નથી.

Hide | Show

જવાબ : 1


8.256 × 102 માં કેટલા અર્થસૂચક અંકો રહેલા છે?

Hide | Show

જવાબ : ચાર


4.01 × 102 માં અર્થસૂચક અંકો જણાવો

Hide | Show

જવાબ : ત્રણ


અંકને જયારે દશાંશ પદ્ધતિમાં લખાય ત્યારે 1 અને 10 ની વચ્ચેના અંકની સંખ્યા કેવી સંખ્યા આપે છે?

Hide | Show

જવાબ : અર્થસૂચક અંકની


દશાંશ ચિહ્નની જમણી બાજુએ આવેલા શૂન્યને શું કહેવાય છે?

Hide | Show

જવાબ : અર્થસૂચક અંક


કયા અંક સિવાયના બધાજ અંકો અર્થસૂચક હોય છે?

Hide | Show

જવાબ : શૂન્ય


સાધિત ( ઉપજાવેલ ) એકમો વિશે વિગતવાર સમજાવો.

Hide | Show

જવાબ : નીચે કેટલાક સાધિત એકમો સાત મૂળભૂત એકમોમાંથી વ્યુત્યિત કરી શકાય છે જે ભૌતિકરાશી, પરિમાણ અને SI એકમ મુજબના છે

  1. ક્ષેત્રફળ - લંબાઈનો વર્ગ - m2
  2. કદ - લંબાઈનો ઘન -  m3
  3. ઘનતા - એકમ કદનો ભાર - Kg m-3
  4. વેગ - એકમ સમયમાં કપાયેલું અંતર - ms-1
  5. પ્રવેગ - એકમ સમયમાં વેગનો ફેરફાર - ma-2
  6.  બળ - ભાર × વેગનો પ્રવેગ - Kg ms-2 ( = ન્યૂટન N )
  7. દબાણ - એકમ ક્ષેત્રફળ પર લાગતુ બળ - Kg ma-2 ( = પાસ્કલ P2 )
  8. ઉર્જા - બળ × કપાયેલુ અંતર - Km2 s-2 ( = જૂલ J )


દળ અને વજન વિશે વિગતવાર સમજૂતી આપો.

Hide | Show

જવાબ : પદાર્થનું દળ તેમાં રહેલો દ્રવ્યનો જથ્થો છે.

  • વજન પદાર્થ પર લાગતુ ગુરુત્વાકર્ષણ બળ છે.
  • પદાર્થનું દળ અચળ હોય છે.
  • પદાર્થનું વજન એક સ્થળેથી બીજા સ્થળે બદલાય છે. કારણકે ગુરુત્વાકર્ષણનું બળ બદલાય છે.
  • દળ નો SI એકમ કિલોગ્રામ છે.
  • તેનો આંશિક ભાગ ગ્રામ (1 કિ.ગ્રા. = 1000 ગ્રામ ) પ્રયોગશાળામાં વપરાય છે. કારણ કે રાસાયણિક પ્રક્રિયાઓમાં રસાયણનો નાનો જથ્થો વપરાય છે.
  • પ્રયોગશાળાની વૈશ્લેષિક તુલાથી પદાર્થનું દળ ખૂબજ ચોકસાઇ પૂર્વક નક્કી કરી શકાય છે.
  • વૈશ્લેષિક તુલાની આકૃતિ નીચે મુજબ છે.


અર્થસૂચક અંકોના ઉદાહરણ આપી સરવાળા બાદબાકી કરતા શીખવો.

Hide | Show

જવાબ : અર્થસૂચક અંકોના પરિણામોમાં મળેલા અંકો બંને મૂળઅંકોથી દશાંશ ચિહ્નની જમણી બાજુના અંક કરતા વધારે હોઈ શકે નહી.

  • તેના ઉદાહરણનો અભ્યાસ કરતા 12.11, 18.૦ અને 1.012 નો સરવાળો નીચે પ્રમાણે કરી શકાય.

અહીંયા 18.૦ ને દશાંશ ચિહ્ન પછી એકજ અર્થસૂચક અંક છે.અને તેથી પરિણામને દશાંશ ચિહ્નથી જમણી બાજુ એક અંક સુધી દર્શાવાય છે. માટે 31.122 ને 31.1 તરીકે દર્શાવવી પડે.

  • આજ પ્રમાણે આપણે 19.૦ માંથી 13.11 ની બાદબાકી નીચે મુજબ કરી શકાય.

અહીંયા દશાંશ પહેલા એક જ અર્થસૂચક અંક હોવાથી 5.89 પરિણામને આપણે 5.9 તરીકે દર્શાવવું પડે


અર્થસૂચક અંકના ગુણાકાર અને ભાગાકાર કરતાં ઉદાહરણ દ્વારા સમજાવો.

Hide | Show

જવાબ : અર્થસૂચક અંકના ગુણાકાર અને ભાગાકાર બંને ક્રિયાઓમાં પણ પરિણામમાં અર્થસૂચક અંકને મૂળ સંખ્યાના અર્થસૂચક અંકથી વધારે અંકમાં દર્શાવી શકાતી નથી. ઉદાહરણ તરીકે, 2.5 * 1.25 = 3.125      અહીંયા 2.5 ને બે અર્થસૂચક અંક હોવાથી પરિણામ ૩.125 ને બે કરતા વધુ અર્થસૂચક અંકોથી દર્શાવાય નહી. માટે ૩.125 ને આપણે ૩.1 તરીકે દર્શાવવું પડે.


અર્થસૂચક અંકોના ગુણાકાર, ભાગાકાર અને સરવાળા કે બાદબાકીમાં ગાણિતીક ક્રિયાઓના ઉપયોગથી મળેલા પરિણામો સીમિત રીતે દર્શાવવા માટે સંખ્યાના સંનિકટન માટે શું ધ્યાનમાં રાખવું જરૂરી છે? તે સમજાવો.

Hide | Show

જવાબ : ઉપર મુજબના ગાણિતીક ક્રિયાઓના પરિણામોને સીમિત રીતે દર્શાવવા માટે સંખ્યાના સંનિકટનમાં નીચેના મુદ્દા ધ્યાનમાં લેવા જરૂરી છે.

  1. જો જમણી બાજુનો સૌથી છેલ્લો અંક 5 કરતા વધારે હોય તો તેને દુર કરી તેની આગળના અંકમાં 1 નો વધારો કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે 1.386 માં જો 6 ને દુર કરવો હોય તો, આપણે સંનિકટન 1.39 કરવું પડે.
  2. જો જમણી બાજુનો અંક 5 કરતા ઓછો હોય તો તેને દુર કરવામાં આવે છે. પરંતુ તેની આગળના અંકમાં ફેરફાર થતો નથી. જેમકે 4.334 માં જો 4 ને દુર કરવામાં આવે તો સંનિકટન પરિણામ 4.૩૩ કરવું પડે.
  3. જો જમણી બાજુનો સૌથી છેલ્લો અંક 5 હોય તથા તેની પહેલાનો અંક બેકી અંક હોય તો 5 ને દુર કરતી વખતે આગળના અંકમાં ફેરફાર કરવામાં આવતો નથી.પરંતુ જો 5 ની પહેલાનો અંક એકી હોય તો આગળનો અંક 1 વધારવામાં આવે છે. ઉદાહરણ લેતાં, 6.35 ના છેલ્લા અંકનું સંનિકટન કરીએ તો આપણે ૩ ને બદલે 4 ગણવા પડે જેથી પરિણામ 6.4 ગણાય. પરંતુ જો 6.25 નું સંનિકટન કરીએ તો 6.2  તરીકે ગણતરી કરી શકાય.


દળ સંચયનો નિયમ મુદ્દાસર સમજાવો.

Hide | Show

જવાબ : દળ સંચયનો નિયમ .. 1789માં એન્ટોની લેવોઝિયરે આપ્યો છે. જે નીચે મુજબ છે.

"દ્રવ્ય નું સર્જન કે વિનાશ થઇ શકતો નથી"

  • એન્ટોની લેવોઝિયરે નિયમના તારણો પર પહોંચવા માટે દહેન પ્રક્રિયાઓનો કાળજીપૂર્વક પ્રાયોગિક અભ્યાસ કરેલો.
  • નિયમને રસાયણ વિજ્ઞાનમાં કેટલાક પાછળથી થયેલા વિકાસમાં મહત્વનું યોગદાન આપેલ છે.
  • એન્ટોની લેવોઝિયરે પ્રક્રિયકો અને નિયમોના ચોક્કસ દળના માપન ( મૂલ્યો ) મેળવ્યા તે તેમના કાળજીપૂર્વક કરેલા યોજનાબધ્ધ પ્રયોગોનું પરિણામ છે.


નિશ્ચિત પ્રમાણનો નિયમ અથવા નિશ્ચિત સંગઠનનો નિયમ મુદ્દાસર સમજાવો.

Hide | Show

જવાબ : નિયમ ફ્રેન્ચ રસાયણશાસ્ત્રી જોસેફ પ્રાઉસ્ટે  રજૂ કરેલ છે.

  • તેમણે નોંધ્યું કે આપેલું સંયોજન હંમેશા વજનથી સરખા પ્રમાણમાં તત્વો ધરાવે છે.
  • તેમણે કોપર કાર્બોનેટના બે નમૂનાઓ સાથે પ્રયોગ કરેલો જેમાંનો એક કુદરતી સ્ત્રોતોમાંથી અને બીજો સાંશ્લેષિત ( પ્રયોગશાળામાં બનાવેલો ) હતો.
  • પ્રયોગિકરણ દરમિયાન તેમણે નોંધ્યું કે કોપર કાર્બોનેટના બન્ને નમૂનાઓમાં તત્વોનું ટકાવારી પ્રમાણ સરખું હતું. જે નીચે મુજબ છે.

કોપર કાર્બોનેટ CuCo

કોપર (Cu) ના ટકા

ઓક્સિજન (O) ના ટકા

કાર્બન (C) ના ટકા

કુદરતી કોપર કાર્બોનેટ

51.35

38.91

9.74

સાંશ્લેષિત કોપર કાર્બોનેટ

51.35

38.91

9.74

 

  • પ્રયોગના આધારે જોસેફ પ્રાઉસ્ટે નીચે મુજબ નો નિયમ રજૂ કર્યો છે.
  • કોઈપણ પ્રકારના સ્ત્રોતમાં સંયોજનમાં રહેલા તત્વોના દળનું પ્રમાણ નિશ્ચિત હોય છે. અથવા સંયોજન કાયમ વજનથી સરખા પ્રમાણમાં તત્વો ધરાવે છે.
  • માટે કહી શકાય કે કોઈપણ પદ્ધતિથી સંયોજન બનાવેલ હોય પણ તેની સંરચના કાયમ નિશ્ચિત હોય છે.
  • ઉદાહરણ તરીકે જોઈએ તો પાણી ગમે તે પદ્ધતિથી બનાવેલ હોય પરંતુ તેમાં હાઈડ્રોજન અને ઓક્સિજન તો હોય જ.
  • નિયમનું વ્યાજબીપણું  જુદા જુદા પ્રયોગોથી સાબિત થયેલું છે.
  • નિયમને કેટલીક વખત નિશ્ચિત સંગઠનના નિયમ તરીકે દર્શાવાય છે.


પરમાણ્વીય દળ વિશે ઉદાહરણ દ્વારા વિસ્તૃત સમજ આપો.

Hide | Show

જવાબ :

  • દરેક તત્વના પરમાણુને નિશ્ચિત દળ હોય છે, જેને પરમાણ્વીય દળ કહેવાય છે.
  • પરમાણુ અતિ નાના હોય છે. તેના દળ શોધવા ખુબ જ મુશ્કેલ હોય છે.
  • દળ સ્પેક્ટ્રોમિતિ જેના વડે વધુ ચોકસાઈથી પરમાણ્વીય દળ નક્કી કરી શકાય છે.
  • હાઇડ્રોજન સૌથી હલકો પરમાણુ છે. તેનું દળ કોઈ પણ એકમ વગર અડસટ્ટે 1  ગણવામાં આવ્યું છે.
  • કાર્બનના સમસ્થાનિક C12 ને પ્રમાણિત ગણી તેના આધારે અન્યના દળ દર્શાવાય છે.તેનુ પરમાણ્વીય દળ 12 amu સ્વીકારવામાં આવ્યું છે.
  • કાર્બન-12 કાર્બનનો એક સમસ્થાનિક છે. જેને 12C અથવા C12 તરીકે દર્શાવાય છે.
  • C12 પરમાણુ દળના 112 અંશને amu ( atomic mass unit) કહેવાય છે. માટે 1 amu = 1.66056 × 10-24 g

હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ કાર્બન -12 પરમાણ્વીય દળના 112 અંશ (ભાગ) જેટલો છે.

હાઇડ્રોજનના પરમાણુનું દળ = 1.6736 × 10-24 g

માટે હાઇડ્રોજનનું amu એકમમાં દળ (પરમાણ્વીય દળ):

  • હાલમાં પરમાણ્વીય દળને (amu) સ્થાને એકીકૃત દળ (unified mass) u (યુ) લખાય છે.
  • માટે હાઇડ્રોજન નું પરમાણ્વીય દળ = 1.૦૦8u થાય.

અને ઓક્સિજનનું પરમાણ્વીય દળ =    16 નું (O16) દળ 15.995u થાય.


ડાલ્ટનનો પરમાણ્વીય સિધ્ધાંત સમજાવો.

Hide | Show

જવાબ : ડાલ્ટનના  પરમાણ્વીય સિધ્ધાંત પ્રમાણે દ્રવ્ય નાનામાં નાના અવિભાજ્ય કણોનું બનેલું છે. આવા અવિભાજ્ય શુક્ષ્મ કણો પરમાણું તરીકે ઓળખાય છે.

  • ઈ.સ. 1808માં ડાલ્ટને A New System of Chemical પ્રકાશિત કરેલું જે રાસાયણિક તત્વજ્ઞાનની નવી પદ્ધતિ તરીકે     ઓળખવામાં આવે છે. જેમાં રાસાયણિક સંયોગીકરણના નિયમો રજૂ કરેલા છે.જે નીચે મુજબના છે.
  1. દ્રવ્ય જે નાનામાં નાના શુક્ષ્મકણનું બનેલું હોય છે. આ બધા જ કણોને પરમાણું પણ કહેવાય છે.
  2. દ્રવ્ય અવિભાજ્ય પરમાણુઓનું બનેલું હોય છે.
  3. આપેલા તત્વના બધાજ પરમાણુઓ સમાન ગુણધર્મ ધરાવે છે.તથા સમાન દળ પણ ધરાવે છે.
  4. જુદા જુદા તત્વોના પરમાણુઓના દળ અને ગુણધર્મો અલગ હય છે.
  5. તત્વોના પરમાણુઓનું દળ નક્કી હોય છે.
  6. જુદા જુદા તત્વોના પરમાણુઓચોક્કસ (નિશ્ચિત) પ્રમાણમાં (ગુણોત્તરમાં) જોડાય છે ત્યારે સંયોજન બને છે. આમાં પરમાણુઓ ચોક્કસ સંરચના ધરાવે છે.
  7. રાસાયણિક પ્રક્રિયામાં પરમાણુઓની ફેરગોઠવણીનો સમાવેશ થાય છે.પરંતુ તેનો સર્જન કે નાશ કરી શકાતો નથી.
  8. ડાલ્ટનનો સિધ્ધાંતરાસાયણિક સંયોજનના નિયમો સમજાવી શક્યો છે.
  9. ડાલ્ટનના આ સિધ્ધાંતની કેટલીક મર્યાદાઓપણ રહેલી છે. જેવીકે કેન્દ્રીય પ્રક્રિયાઓ અને સમસ્થાનિકોની શોધ નિમિત્તે ડાલ્ટનના નિયમનું મહત્વ જળવાતુ નથી. કેમકે પરમાણુ અવિભાજ્ય છે.તેવી ધારણા ખોટી સાબિત થઇ છે.


એવોગેડ્રોનો નિયમ મુદ્દાસર સમજાવો.

Hide | Show

જવાબ :

  • ઈ.સ. 1811 માં એવોગેડ્રોએ આ નિયમ આપ્યો જે નીચે મુજબ છે.

“ સમાન તાપમાને અને દબાણે વાયુઓના સમાન કદ સમાન સંખ્યામાં અણુઓ ધરાવે છે.”

  • તેમણે પરમાણું અને અણુ વચ્ચે ભેદ સમજાવ્યો. જે હાલમાં સ્પષ્ટ સમજી શકાય છે.
  • હાઇડ્રોજન અને ઓક્સિજનના સંયોજાવાથીપાણી બને છે તેનો વિચાર કરતા આપણને જાણવા મળે છે કે “ હાઇડ્રોજનના બે કદ ઓક્સિજનના એક કદ સાથે સંયોજાય છે અને બે કદ પાણીના મળે છે. અને પ્રક્રિયા પામ્યા વિનાનો ઓક્સિજન રહેતો નથી.” જે સૂત્ર પ્રમાણે,

 

  • જર્મનીમાં રાસાયણિક વિજ્ઞાનની પ્રથમ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ ઈ.સ. 1860 માં મળેલી જેમાં સ્ટેનીસલાઓ કેનિઝારોએ રજૂ કરેલા તત્વ વિજ્ઞાનના અભ્યાસ બાદ એવોગેડ્રોના કાર્યની અગત્યને મહત્વ અપાયું હતું.


ગેલ્યુસેકનો વાયુમય કદનો નિયમ મુદ્દાસર સમજાવો.

Hide | Show

જવાબ : વાયુમય કદનો નિયમ ગેલ્યુસેકે .. 1808માં રજૂ કર્યો હતો. જે નીચે મુજબ છે. "જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં વાયુઓ સંયોજાય છે અથવા ઉત્પન્ન થાય છે ત્યારે જો વાયુઓ સમાન તાપમાને અને દબાણે હોય તો તેમના કદ સાદો ગુણોત્તર દર્શાવે છે."

  • ઉદાહરણ તરીકે – 100 ml હાઇડ્રોજન 50 ml ઓક્સિજન સાથે સંયોજાય તો 100 ml પાણીની બાષ્પ મળે છે.

માટે, હાઇડ્રોજન (H2) + ઓક્સિજન (O2) -> પાણી (બાષ્પ) H2O

        100 ml            50 ml              100 ml

  • આમ, હાઇડ્રોજન અને ઓક્સિજન કદ (100 ml અને 50 ml) જયારે સંયોજાય ત્યારે તેમના કદનો સડો ગુણોત્તર 2:1 હોય છે.
  • ગેલ્યુસેકના આ નિયમને નિશ્ચિત પ્રમાણનો નિયમ પણ કહેવાય છે.તેને યોગ્ય રીતે રસાયણશાસ્ત્રી એવોગેડ્રોના કાર્યોના આધારે ઈ.સ. 1811 માં સમજાવવામાં આવ્યો હતો.


ગુણક પ્રમાણ નો નિયમ સમજાવો.

Hide | Show

જવાબ : રસાયણશાસ્ત્રી ડાલ્ટને .. 183માં પૂર્ણ પ્રમાણ નો નિયમ રજૂ કર્યો,  જે નીચે મુજબ છે. " જ્યારે બે તત્વો સંયોજાઈને          એક કરતાં વધારે સંયોજનો બનાવે ત્યારે એક તત્વના દળ ( ભાર ) સાથે બીજા તત્વના સંયોજાતા નિશ્ચિત દળ ( ભાર ) સાથે જોડાય છે. તે નાની પૂર્ણાંક સંખ્યાના ગુણોત્તરમાં હોય છે. એટલે કે તેનું પ્રમાણ સાદી નાની પૂર્ણાંક સંખ્યા વડે બતાવી શકાય છે. જેનું ઉદાહરણ નીચે મુજબ છે.

  • અહીંયા ઓક્સિજનના દળ ( 16 g અને 32 g ) જે હાઈડ્રોજનના  નિશ્ચિત દળ (2 gસાથે સંયોજાય છે. માટે ઓક્સિજન નું દળ પ્રમાણ 162: 32 થાય છે. જે સાદો ગુણોત્તર દર્શાવે છે. જેને નાની પૂર્ણાંક સંખ્યા 1:2 પ્રમાણે દર્શાવી શકાય છે.


સરેરાશ પરમાણ્વીય દળને ઉદાહરણ દ્વારા સમજાવો.

Hide | Show

જવાબ : કુદરતી રીતે મળતા તત્વો એક કરતા વધારે સમસ્થાનિકો ધરાવતા હોય છે. જયારે આપણે આ સમસ્થાનિકોનું અસ્તિત્વ અને તેમની સાપેક્ષ પ્રચૂરતા (ટકામાં પ્રમાણ) ને ધ્યાનમાં લઈએ તો તેના પરથી તે તત્વનો સરેરાશ પરમાણ્વીય દળ ગણી શકાય. ઉદાહરણ:  કાર્બન ત્રણ સમસ્થાનિકો ધરાવે છે.તેમના દળ અને તેમની સાપેક્ષ પ્રચૂરતા પરથી કાર્બનનું સરેરાશ પરમાણ્વીય દળ કેવી રીતે મેળવી શકાય તે નીચેની આકૃતિ દ્વારા સરળતાથી સમજી શકાય છે.

સમસ્થાનિક સાપેક્ષ પ્રચૂરતા (%) પરમાણ્વીય દળ (amu)
12C 98.892 12
13C 1.108 13.00335
14C 2 × 10-10 14.00317
માટે આપણને કાર્બનનું સરેરાશ પરમાણ્વીય દળ આ પ્રમાણે મળશે. (098892)(12u) + (0.1108)(13.0035u) + (2 × 10-10)(14.00317) = 12. 011u અગત્યનું: આ પ્રમાણે બીજા તત્વોના સરેરાશ પરમાણ્વીય દળની ગણતરી કરી શકાય છે.તત્વોના આવર્તકોષ્ટકમાં જુદા જુદા તત્વોના દર્શાવેલા પરમાણ્વીય દળ ખરેખર સરેરાશ પરમાણ્વીયદળ જ છે.


આણ્વીયદળને ઉદાહરણ દ્વારા વિગતવાર સમજાવો.

Hide | Show

જવાબ : આણ્વીયદળને નીચે મુજબ સરળતાથી સમજાવી શકાય છે.

  • આણ્વીયદળ એક અણુમાં રહેલા બધાજ તત્વોમાં પરમાણ્વીય દળના સરવાળા બરાબર હોય છે.
  • અણુના પરમાણુઓના પરમાણ્વીયદળના ઉપયોગથી આણ્વીયદળ શોધાય છે.
  • આણ્વીયદળ દરેક તત્વના પરમાણ્વીયદળ અને પરમાણુની સંખ્યાનો ગુણાકાર કરીને મેળવવામાં આવે છે.
  • ઉદાહરણ- મિથેનનું આણ્વીયદળગણતાં મિથેન જેમાં એક કાર્બન પરમાણુ અને ચાર હાઇડ્રોજન પરમાણુ છે. તેના પરથી નીચે મુજબ મેળવી શકાય.

(CH4) = (12.૦11u) + 4(1.૦૦8u) = 16.૦43u તેજ પ્રમાણે H2O નું આણ્વીયદળ = 2(H નું પરમાણ્વીયદળ) + 1(O નું પરમાણ્વીયદળ)

             = 2 (1.0 u) + 1 (16.0 u)

                       = 18.0 u થાય.

વધુ ઉદાહરણ જોતાં,

ગ્લુકોઝ (C6H12O6) અણુનું આણ્વીયદળ ગણો.

હવે, C, H અને O ના પરમાણ્વીયદળ અનુક્રમે આ મુજબ છે. 12,1 અને 16 u

માટે, C6H12O6 આણ્વીયદળ = 6(C) + 12(H) + 6(O)

                             = 6(12) + 12(1) + 6(16)

                             = 180 u થાય.


મોલરદળ વિશે સમજ આપો.

Hide | Show

જવાબ : પદાર્થોના 1 મોલનુ ગ્રામમાં દર્શાવેલ દળ તેનું મોલરદળ કહેવાય છે.

  • એક મોલ એટલે 6.022 × 1023 કણોના ભારને મોલરદળ કહેવાય છે.
  • ગ્રામમાં મોલરદળ સંખ્યાની દ્રષ્ટિએ પરમાણ્વીયઆણ્વીય / સૂત્ર દળ (u  એકમમાં ) જેટલું થાય છે.
  • ઉદાહરણ જોતાં:-  પાણીનું મોલરદળ = 18.02g mol-1અને સોડિયમ ક્લોરાઇડનું મોલરદળ = 58.5g mol-1 થાય છે.


સૂત્રદળને ઉદાહરણ દ્વારા મુદ્દાસર સમજાવો.

Hide | Show

જવાબ : સૂત્રદળને નીચે મુજબ સમજી શાકય છે.

  • સોડિયમ ક્લોરાઈડ જેવા કેટલાક પદાર્થો તેમના બંધારણીય એકમ તરીકે સ્વતંત્ર અણુ ધરાવતા નથી.
  • આવા સંયોજનોમાં ઘન (સોડિયમ) અને ઋણ (ક્લોરાઈડ) ત્રિપરમાણીય રચનામાં ગોઠવાયેલા હોય છે.
  • સોડિયમ ક્લોરાઈડમાં દરેક Na+ ની આસપાસ 6Cl- અને દરેક Cl- ની આસપાસ 6Na+ ગોઠવાયેલા હોય છે. જે આકૃતિમાં જોઈ શકાય છે.

  • N2Cl- નું સૂત્ર તેનું સૂત્રદળ ગણવા માટે વપરાય છે.
  • આયનીય પદાર્થ માટે આણ્વીયદળ ને બદલે સૂત્રદળ ગણવામાં આવે છે.કારણ કે ધન સ્થિતિમાં સોડીયમ ક્લોરાઈડ એકાકી સ્પીસિઝ તરીકે હોતું નથી.
  • માટે, NaCl નું સૂત્રદળ = Na નું પરમાણ્વીયદળ +Cl નું પરમાણ્વીયદળ

                        = 23 + 35.5 = 58.5 u થાય.


NaOH ના 5M અને 5m જલીય દ્રાવણનો મતલબ સમજાવો.

Hide | Show

જવાબ : 5M NaOH ના જલીય દ્રાવણનો અર્થ 1000 mL પાણીમાં 5 મોલ NaOH છે જયારે, 5m જલીય દ્રાવણનો અર્થ 1000 g પાણીમાં 5 મોલ NaOH છે


સ્ટોક (Stock) દ્રાવણ એટલે શું?

Hide | Show

જવાબ : સામાન્ય રીતે રસાયણ વિજ્ઞાનની પ્રયોગ શાળામાં જરૂરી સાંદ્રતા વાળા દ્રાવણ બનાવવા વધુ સાંદ્ર દ્રાવણનું મંદન કરવામાં આવે છે. તેને એટલે કે વધુ સાંદ્ર દ્રાવણને સ્ટોક દ્રાવણ કહે છે.


A અને B આ બે પ્રવાહીઓના ઉત્કલન બિંદુઓમાં 50 K નો તફાવત જણાય છે, માટે તેમના ઉત્કલન બિંદુઓમાં કેટલા ફેરનહીટનો તફાવત હોઈ શકે?

Hide | Show

જવાબ : =  (C2 – C1 ) =  (50) = 90° તફાવત થશે.


દ્રવ્ય કોને કહેવાય છે?

Hide | Show

જવાબ : કોઈ પણ વસ્તુ જે દળ ધરાવે છે અને જગ્યા (અવકાશ) રોકે છે તેને દ્રવ્ય કહેવાય છે.


તાપમાન અને દબાણની પરિસ્થિતિના ફેરફારથી દ્રવ્યમાં શું ફેરફાર થાય છે?

Hide | Show

જવાબ : તે પરિસ્થિતિમાં દ્રવ્યની ઘન પ્રવાહી અને વાયુ આ ત્રણેય દ્રવ્યો એકબીજામાં રૂપાંતરિત થઇ શકે છે. એટલે કે ઘન, ગરમ થતાં પ્રવાહીમાં ફેરવાય છે, પ્રવાહી વધુ ગરમ થતાં વાયુમય (બષ્પીય) બને છે. જયારે વાયુને ઠંડો કરતા તે પ્રવાહીકૃત થાય છે.


કેવા પદાર્થોને તત્વ અને સંયોજન તરીકે વધુ વર્ગીકૃત કરી શકાય છે.

Hide | Show

જવાબ : શુધ્ધ પદાર્થોને તત્વ અને સંયોજન તરીકે વધુ વર્ગીકૃત કરી શકાય છે.


એક કાર્બનિક સંયોજન 29 બાષ્પધનતા ધરાવે છે, માટે તેનું કાર્બનિક સંયોજનનું આણ્વીયદળ કેટલું હોઈ શકે?

Hide | Show

જવાબ : આણ્વીયદળ = 2 × બાષ્પઘનતા = 2 × 29 = 58 g.mol-1 થાય.


પ્રોપીનના 2 મોલમાં H પરમાણુની સંખ્યા જણાવો.

Hide | Show

જવાબ : 1 મોલ પ્રોપીન (CH6) માં 6 H પરમાણુ હોય છે.  માટે 2 મોલ પ્રોપીનમાં 2 × 6 = 12 H પરમાણુ હશે.


૦.78 A° બરાબર કેટલા નેનો મિટર થાય ?

Hide | Show

જવાબ : ૦.78 A° બરાબર ૦.078nm થાય છે.


કેરોસીન, દૂધ અને પેટ્રોલમાં કયું વિષમાંગ મિશ્રણનું ઉદાહરણ કેહવાય?

Hide | Show

જવાબ : દૂધ એ વિષમાંગ મિશ્રણ કહી શકાય.


ચોક્કસતા અને પરિશુધ્ધિ (યથાર્થતા)ની સમાજ આપો.

Hide | Show

જવાબ : ચોક્કસતા એટલે કોઈ એક માપનું મુલ્ય સાચા માપની કેટલી નજીક છે, તે બતાવે છે. અને પરિશુધ્ધ એટલે ચોક્કસ માપના મુલ્યો એકબીજાની કેટલી નજીક છે તેની સમજ આપે છે.


અવયવ ચિહ્નિતપધ્ધતિની વ્યાખ્યા સમજાવો.

Hide | Show

જવાબ : એકમોને એક પધ્ધતિમાંથી બીજી પધ્ધતિમાં ફેરવવા માટે વપરાતી પધ્ધતિને અવયવ ચિહ્નિત અથવા એકમ અવયવ પધ્ધતિ કહે છે.


રસાયણિક સંયોગીકરણના નિયમોના નામ જણાવો.

Hide | Show

જવાબ : રસાયણિક સંયોગીકરણના પાંચ નિયમો છે.

  1. દળ સંચયનો નિયમ
  2. નિશ્ચિત પ્રમાણનો નિયમ
  3. ગુણક પ્રમાણનો નિયમ
  4. ગેલ્યુસેક વાયુમય કદનો નિયમ
  5. એવોગેડ્રોનો નિયમ


હાઇડ્રોજન, ઓક્સિજન અને નાઈટ્રોજન વાયુ શેના બનેલા છે?

Hide | Show

જવાબ : હાઇડ્રોજન, ઓક્સિજન અને નાઈટ્રોજન વાયુ અણુના બનેલા છે


તત્વનો અણુ કેવી રીતે બને છે?

Hide | Show

જવાબ : બે અથવા તેનાથી વધુ પરમાણું જોડાઈને તત્વનો અણુ બનાવે છે.


નિશ્ચિત સંઘટનનો નિયમ જણાવો.

Hide | Show

જવાબ : સંયોજન વજનથી હંમેશા સરખા પ્રમાણમાં તત્વો ધરાવે છે.


શુધ્ધ પદાર્થની વ્યાખ્યા ઉદાહરણ આપી સમજાવો.

Hide | Show

જવાબ : શુધ્ધ પદાર્થને મિશ્રણ કરતા અલગ લાક્ષણીકતા હોય છે. તેમનું સંઘટન નિશ્ચિત હોય છે. કોપર, સિલ્વર, ગોલ્ડ, પાણી, ગ્લુકોઝ વગેરે તેના ઉદાહરણ છે.


વિષમાંગ મિશ્રણની વ્યાખ્યા આપી ઉદાહરણ આપો.

Hide | Show

જવાબ : વિષમાંગ મિશ્રણમાં સંઘટન બધે એકસમાન હોતું નથી અને કેટલીક વખત અલગ અલગ ઘટકો જોઈ શકાય છે. ઉદાહરણ તરીકે મીઠું અને ખાંડનું મિશ્રણ, અનાજ અને કઠોળના દાણા સાથે માંથીના કાંકરાનું મિશ્રણ.


સમાંગ મિશ્રણના બે ઉદાહરણ આપી તેની વ્યાખ્યા સમજાવો.

Hide | Show

જવાબ : સમાંગ મિશ્રણમાં ઘટકો એકબીજા સાથે સંપૂર્ણ રીતે મિશ્ર થાય છે. તેનું સંઘટન બધે એક સમાન હોય છે. દા.ત- ખાંડનું મિશ્રણ અને હવા.


મિશ્રણ પદાર્થના પ્રકારો જણાવો.

Hide | Show

જવાબ : મિશ્રણસમાંગ અને વિષમાંગ એમ બે પ્રકારના હોય છે.


મિશ્રણ પદાર્થની વ્યાખ્યા સમજાવો.

Hide | Show

જવાબ : બે કે તેથી વધુ પદાર્થો ગમે તે પ્રમાણમાં જે પદાર્થમાં ભળેલા હોય તેને મિશ્રણ પદાર્થ કહે છે.


“રસાયણિક પ્રક્રિયામાં વાયુઓ સંયોજાય ત્યારે અથવા ઉત્પન્ન થાય ત્યારે જો વાયુઓ સમાન તાપમાને નઈ દબાણે હોય તો તેમના કદ સડો ગુણોત્તર દર્શાવે છે.” આ નિયમ કયા વૈજ્ઞાનીકે રજૂ કર્યો તથા તે નિયમનું નામ જણાવો.

Hide | Show

જવાબ : ગેલ્યુસેકનો વાયુંમય કદનો નિયમ અથવા કાળથી નિશ્ચિત પ્રમાણનો નિયમ.


ઈંગ્લીશ પધ્ધતિ અને મેટ્રિક પધ્ધતિઓ રસાયણ વિજ્ઞાનમાં શા માટે ઉપયોગી છે?

Hide | Show

જવાબ : માપન પધ્ધતિ માટે.


માનવ શરીરનું તાપમાન કેટલું હોય છે?

Hide | Show

જવાબ : 98.6


બેન્ઝીનનું પ્રમાણસૂચક સૂત્ર CH છે તેની ગુણક સંખ્યા જો 6 હોય તો બેન્ઝીનનું આણ્વીય સૂત્ર લખો.

Hide | Show

જવાબ : C6H6


એક સરખા જથ્થાવાળા ઝિંક વધારે પ્રમાણમાં H2SO4 તથા NaOH સાથે અલગ અલગ પ્રક્રિયાથી પેદા થયેલા હાઇડ્રોજન વાયુના કદનો ગુણોત્તર જણાવો.

Hide | Show

જવાબ : 1.1 થાય.


૦.06૦ માં રહેલા સર્થંક અંકોની સંખ્યા જણાવો.

Hide | Show

જવાબ : 2 થાય.


100.૦2 ને સાયન્ટીફીક નોટેશન પધ્ધતિ પ્રમાણે બતાવો.

Hide | Show

જવાબ : 1.૦૦૦ × 102


6.35 સંખ્યાનું સંનિકટનમુલ્ય લખો.

Hide | Show

જવાબ : 6.4


પ્રતિએકમના કદમાંના જથ્થાને બતાવો.

Hide | Show

જવાબ : ઘનતા


1000 g પાણીમાં 5 મોલ NaOH છે તેને કેવી રીતે દર્શાવી શકાય?​​​​​​​

Hide | Show

જવાબ : 5M NaOH


રાસાયણિક લેબોરેટરીમાં રાખવામાં આવતા વધુ સાંદ્ર દ્રાવણના જથ્થાને શું કહે છે?

Hide | Show

જવાબ : સ્ટોક (Stock)


NaCl મીઠાનું મોલરદળ જણાવો.

Hide | Show

જવાબ : 58.5 g × mol-1


ચોક્કસ માપના મુલ્યો એકબીજાની કેટલી નજીક છે તે કેવી રીતે જાણી શકાય?

Hide | Show

જવાબ : ચોક્કસતાણા નિર્દેશથી.


દુધને કેવું મિશ્રણ ગણી શકાય?

Hide | Show

જવાબ : વિષમાંગ મિશ્રણ


એકમને એક પદ્ધતિમાંથી મીજી પદ્ધતિમાં ફેરવવા માટે વપરાતી પદ્ધતિને શું કહે છે?

Hide | Show

જવાબ : અવયવ ચિહ્નિત પદ્ધતિ.


દ્રાવણમાં રહેલા ઘટકોના મોલ-અંશનો કુલ સરવાળો જાણવો.

Hide | Show

જવાબ : 1 થાય.


200, 3700,3700.૦, તથા ૩૦૦.૦૦ સંખ્યાઓમાં અર્થસૂચક અંકો જણાવો.

Hide | Show

જવાબ : 1,2,5, અને 5


રાસાયણિક પ્રક્રિયામાં જરૂરી પ્રક્રિયકો અને પ્રાપ્ત થતી નીપજોના જથ્થાને શું કહેવાય છે?

Hide | Show

જવાબ : તત્વયોગમિતિ


રાસાયણિક સંયોગીકરણના નિયમો કયા વૈજ્ઞાનિકનો સિદ્ધાંત સમજાવી શકે છે?

Hide | Show

જવાબ : ડાલ્ટન


પદાર્થનું સંઘટન બદલ્યા સિવાય અથવા તેની ઓળખ બદલ્યા સિવાય તે પદાર્થની કઈ ક્રિયા માપી કે અવલોકી શકાય છે?

Hide | Show

જવાબ : ભૌતિક ગુણધર્મો


24 g મિથેન વાયુના દહનથી કેટલા ગ્રામ CO2 ઉત્પન્ન થાય છે.

Hide | Show

જવાબ : CH4 (g) + 2O2 (g)   ->   CO2 (g) + 2H2O (g) સમીકરણ મુજબ, માટે, 1 મોલ                 1 મોલ      16 g                    44 g      24 g                     (?) =  = 66 g CO2 (g) મળશે.


મીઠાનું મોલરદળ જણાવો.

Hide | Show

જવાબ : મીઠું એટલે NaCl અને તેનું મોલરદળ 58.5 g × mol-1 છે.


માનવશરીરનું તાપમાન અને લખો.

Hide | Show

જવાબ : માનવશરીરનું તાપમાન 98.6 અને  37 હોય છે.


123૦૦ માં સાર્થક અંકની સંખ્યા જણાવો.

Hide | Show

જવાબ : 123૦૦ માં સાર્થક અંકની સંખ્યા ૩ હોય છે.


XCu2 +YO2 -> Cu2O +SO2  સમીકરણને સંતુલિત કરવા X અને Y તરીકે કેટલી સંખ્યા જરૂરી છે?

Hide | Show

જવાબ : અહીં X તરીકે 2 અને Y તરીકે ૩ લેતાં ઉપરોક્ત સમીકરણ સંતુલિત બનશે.


ગ્લાયસિનનું આણ્વીય દળ જણાવો. (પરમાણ્વીય દળ H = 1, C = 12, N = 14 તથા O = 12 છે.

Hide | Show

જવાબ : ગ્લાયસિન (NH2 – CH2 – COOH) નું આણ્વીયદળ = 1 (N) + 2(c) + 2(O) +  5(H) = 1(14) + 2(12) + 2(16) + 5(1) = 14 + 24 + 32 + 5 = 75u


CH બેન્ઝીનનું પ્રમાણસૂચક સૂત્ર છે.અને તેની ગુણક સંખ્યા જો 6 હોય તો બેન્ઝીનનું અનુસુત્ર જણાવો.

Hide | Show

જવાબ : બેન્ઝીનનું અનુસુત્ર = n (પ્રમાણસૂચક સૂત્ર)                              = 6 (CH) = C6H6 થાય છે.


ગ્રામ અને 1 amu વચ્ચેનો સંબંધ જણાવો.

Hide | Show

જવાબ : બંનેને આ રીતે દર્શાવી શકાય. 1.66૦56 × 10-24 g = 1 amu થાય.


સાંદ્રતાના કયા મુલ્યો તાપમાનની વધઘટથી બદલાતા નથી?

Hide | Show

જવાબ : m, %, w/w તથા x ના મુલ્યો તાપમાનની વધઘટથી બદલાતા નથી.


, તથા K વચ્ચેનો સંબંધ જણાવો.

Hide | Show

જવાબ : 32 = ૦ = 273.15 K પ્રમાણેનો છે.


દ્રવ્યની ઘન અવસ્થાની લાક્ષણિકતા જણાવો.

Hide | Show

જવાબ : ઘનને ચોક્કસ કદ અને ચોક્કસ આકાર હોય છે.


દ્રવ્યની પ્રવાહી અવસ્થાની લાક્ષણિકતા જણાવો.

Hide | Show

જવાબ : પ્રવાહીને ચોક્કસ કદ હોય છે. પણ ચોક્કસ આકાર હોતો નથી. તેનો આકાર જે પાત્રમાં ભરવામાં આવે તે મુજબનો થઇ જાય છે.


દ્રવ્યની વાયુ અવસ્થાની લાક્ષણિકતા જણાવો.

Hide | Show

જવાબ : વાયુઓને ચોક્કસ કદ કે આકાર હોતા નથી. તેને જે પાત્રમાં ભરવામાં આવે તે પાત્રમાં બધે ફેલાઈ જઈને પાત્રને ભરી દેય છે.


H2O તથા H2O2 પદાર્થોમાં 2.૦ g હાઇડ્રોજન જોડાતાઓક્સીજનના દળ ક્રમ અનુસાર 16.૦ g અને 32.૦ g છે.આ પ્રક્રિયા કયો નિયમ બતાવે છે.

Hide | Show

જવાબ : ઉપરોક્ત રાસાયણિક પ્રક્રિયા ગુણક પ્રમાણના નિયમ મુજબ થઇ છે.


“દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી” આ નિયમ આપનાર વૈજ્ઞાનિકનું નામ જણાવો.

Hide | Show

જવાબ : ઈ.સ. 1789 માં આ નિયમ એન્ટોની લેવોઝિયરે આપ્યો હતો


દર્શાવ્યા પૈકી કઈ સંખ્યાનો સાર્થક અંક 2 ગાનની શકાય? 28, 28.૦, 28.૦૦.

Hide | Show

જવાબ : 28 સંખ્યાનો સાર્થક અંક બે ગણાય.


ઘનતા માટેનો ઉપજાવેલ નાનો એકમ જણાવો.

Hide | Show

જવાબ : ઘનતા માટેનો ઉપજાવેલ નાનો એકમ g×cm-૩ છે.


ઘન, પ્રવાહી અને વાયુમાં ઘટક કણોની અવસ્થા લખો.

Hide | Show

જવાબ : ઘનમાં ઘટકકણો એકબીજાની નજીક હોય છે. ક્રમબદ્ધ ગોઠવાયેલા હોય છે. જયારે પ્રવાહીમાં કણો એકબીજાની નજીક પરંતુ આજુબાજુ ફરી શકે તેવી પરિસ્થિતિમાં હોય છે.તથા વાયુમાં કણો એકબીજાથી ઘણા દુર હોય છે. તેમની હેરફેર સરળ અને ઝડપી હોય છે.


પ્રવાહીનું કદ માપવા માટેના સાધનોના નામ જણાવો.

Hide | Show

જવાબ : પ્રવાહીનું કદ માપવા માટે પ્રયોગશાળામાં બ્યુરેટ, પિપેટ, અંકિતનળાકાર, મેઝરિંગ, ફ્લાસ્ક વગેરે પ્રકારના સાધનો વપરાય છે.


Yotta તથા yocto પૂર્વગ માટેના ગુણાંક જણાવો.

Hide | Show

જવાબ : Yotta માટેનો 1024 અને Yocto માટેનો 10-24 ગુણાંક છે.


ક્ષેત્રફળ, કદ અને લંબાઈ સ્વભાવે કેવો ગુણધર્મ ધરાવે છે?

Hide | Show

જવાબ : ક્ષેત્રફળ, કદ અને લંબાઈ સ્વભાવે જથ્થાત્મક ગુણધર્મ ધરાવે છે.


પ્રવેગનો SI એકમ લખો.

Hide | Show

જવાબ : ms-2 એ પ્રવેગનો SI એકમ છે.


નીચે પૈકીનું કયું રસાયણ સંયોજન છે? લોખંડ, પારો, યુરીયા.

Hide | Show

જવાબ : યુરીયાએ સંયોજનનો પ્રકાર ગણાય


રસાયણશાસ્ત્રીઓની આવનાર પેઢી માટેનો બૌધિક પડકાર કેવા પ્રકારનો છે?

Hide | Show

જવાબ : આપણા રસાયણ શાસ્ત્રીઓ માટે તથા અનુગામી પેઢીઓ માટે જૈવ રસાયણિક પ્રક્રમોને સમજવાનું, મિથેન, કાર્બન ડાયોક્સાઈડજેવા વાયુઓનું વ્યવસ્થાપન કરવાનું, રસાયણોના મોટા પાયા પરના ઉત્પાદનો માટે ઉત્સેચકોનો ઉપયોગ તથા નવા વિદેશી પદાર્થોનું ઉત્પાદન વગેરે બૌધિક ચેલેન્જ છે.


ગ્લુકોઝની અંદર કેવા પ્રકારના તત્વો નિશ્ચિત પ્રમાણમાં હોય છે.

Hide | Show

જવાબ : C, H અને O જેવા તત્વોનું નિશ્ચિત પ્રમાણમાં હોય છે.


મિશ્રણ પૈકીના ઘટકો કેવા પ્રકારની ભૌતિક પધ્ધતિઓથી જુદા પાડી શકાય?

Hide | Show

જવાબ : મિશ્રણ પૈકીના ઘટકોને ગળણ, હાથ વડે વીણવું, સ્ફટિકીકરણ, નિસ્યંદન જેવી રીતોથી અલગ કરી શકાય. 


વૈજ્ઞાનિક સંકેત પધ્ધતિ પ્રમાણે ૦.૦૦25 ને લખી બતાવો.

Hide | Show

જવાબ : વૈજ્ઞાનિક સંકેત પધ્ધતિ પ્રમાણે ઉપરોક્ત સંખ્યાને 2.5 × 10-૩ વડે દર્શાવાય છે.


સીમિત પ્રક્રિયકની વ્યાખ્યાની સમજ આપો.

Hide | Show

જવાબ : જે પ્રક્રિયક પ્રક્રિયા દરમિયાન વપરાઈ ગયેલ છે તે પ્રક્રિયક પ્રક્રિયાને આગળ વધતી અટકાવે છે.માટે આવા પ્રક્રિયકને સીમિત (માર્યાદિત) પ્રક્રિયક કહે છે.


1 લિટરને m તથા dm માં રૂપાંતરિત કરો.

Hide | Show

જવાબ : 1 લિટર = 10-૩ = 1 dm થાય


ગ્રીન હાઉસ વાયુઓના બે નામ આપો.

Hide | Show

જવાબ : મિથેન અને કાર્બન ડાયોક્સાઈડગ્રીન હાઉસ વાયુઓ છે.


રસાયણ વિજ્ઞાન શેનો અભ્યાસ શીખવે છે?

Hide | Show

જવાબ : રસાયણ વિજ્ઞાન દ્રવ્યનું સંઘટન, ગુણધર્મો અને પારસ્પરિક ક્રિયાઓનો અભ્યાસ શીખવે છે.


ઓઝોન આવરણને વધારે નુકશાન કેવા પ્રકારના વાયુથી થાય છે.

Hide | Show

જવાબ : ઓઝોન આવરણને CFCs (ફ્રીયોન) વાયુ વધારે નુકશાન કરે છે.


1.5 × 10-2 km ના કેટલા સેન્ટીમીટર થાય?

Hide | Show

જવાબ : 1.5 × 10-2 km ના 1500 સેન્ટીમીટર થાય.


પ્રદિપ્ત તીવ્રતા માટે કયો એકમ વપરાય છે?

Hide | Show

જવાબ : કેન્ડેલા (cd) SI એકમ પ્રદિપ્ત તીવ્રતા માટે વપરાય છે.


નીચેની ભૌતિક રાશિઓના એકમો લખો.

Hide | Show

જવાબ :

  1. મોલારિટીનો એકમ = mol × L-1 છે.
  2. મોલ અંશનો એકમ = તે એકમ રહિત છે.
  3. મોલ નો એકમ mol છે.
  4. મોલાલિટી નો એકમ mol × Kg-1
  5. મોલાલિટી નો એકમ mol × Kg-1
  6. દબાણનો એકમ પાસ્કાલ છે.
  7. પ્રદિપ્ત તીવ્રતાનો એકમ Candela છે.
  8. ઘનતાનો એકમ g ml-1 છે.
  9. દળનો એકમ Kg છે.


SI પધ્ધતિમાં વપરાતા પૂર્વગો, ગુણક અને તેની સંજ્ઞાઓ સમજાવો.

Hide | Show

જવાબ :

  1. પૂર્વગ- યોક્ટો, ગુણક- 10-24, સંજ્ઞા- Y
  2. પૂર્વગ-ઝેપ્ટો, ગુણક- 10-2, સંજ્ઞા- Z
  3. પૂર્વગ- એટ્ટો , ગુણક- 10-18, સંજ્ઞા- a
  4. પૂર્વગ-ફેમ્ટો , ગુણક- 10-15, સંજ્ઞા- f
  5. પૂર્વગ- પિકો, ગુણક- 10-12, સંજ્ઞા-P
  6. પૂર્વગ- નેનો , ગુણક- 10-9, સંજ્ઞા- m
  7. પૂર્વગ-મિલી , ગુણક- 10-૩, સંજ્ઞા-
  8. પૂર્વગ-સેન્ટી , ગુણક- 10-2, સંજ્ઞા-c
  9. પૂર્વગ-ડેસિ , ગુણક- 10-1, સંજ્ઞા- d
  10. પૂર્વગ-ડેકા , ગુણક- 10, સંજ્ઞા- d2
  11. પૂર્વગ-હેક્ટો , ગુણક- 102, સંજ્ઞા- h
  12. પૂર્વગ-કિલો , ગુણક- 10, સંજ્ઞા- k
  13. પૂર્વગ-મેગા , ગુણક- 106, સંજ્ઞા-M
  14. પૂર્વગ-ગીગા , ગુણક- 109, સંજ્ઞા- G
  15. પૂર્વગ-ટેરા , ગુણક- 1012, સંજ્ઞા-T
  16. પૂર્વગ-પેટા , ગુણક- 1015, સંજ્ઞા- P
  17. પૂર્વગ-એક્ઝા , ગુણક- 1018, સંજ્ઞા- E
  18. પૂર્વગ-ઝેટા , ગુણક- 1021, સંજ્ઞા- Z
  19. પૂર્વગ-યોટ્ટા , ગુણક- 1024, સંજ્ઞા- Y


ભૌતિક રાશિઓની સંજ્ઞા અને SI એકમની સંજ્ઞા લખો.

Hide | Show

જવાબ :

  1. લંબાઈની સંજ્ઞા L છે. જયારે SI એકમની સંજ્ઞા m છે.
  2. દળની સંજ્ઞા m છે જયારે SI એકમની સંજ્ઞા Kg છે.
  3. સમયની  સંજ્ઞા t છે જયારે SI એકમની સંજ્ઞા s છે.
  4. વિદ્યુત પ્રવાહની સંજ્ઞા I છે જયારે SI એકમની સંજ્ઞા A છે.
  5. ઉષ્માગતિકીય તાપમાનની સંજ્ઞા T છે જયારે SI એકમની સંજ્ઞા K  છે.
  6. પદાર્થના જથ્થાની સંજ્ઞા n છે જયારે SI એકમની સંજ્ઞા mol છે.


SI પદ્ધતિના પાયાના એકમોની યાદી સમજાવો.

Hide | Show

જવાબ : SI પદ્ધતિના પાયાના એકમોની યાદી નીચે મુજબ છે.

  1. લંબાઈનો એકમ મીટર છે.
  2. દળનો એકમ કિલોગ્રામ છે.
  3. સમયનો એકમ સેકન્ડ છે.
  4. વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર છે.
  5. પદાર્થના જથ્થાનો એકમ મોલ છે.
  6. પ્રદિપ્ત તીવ્રતાનો એકમ કેન્ડેલા છે.
  7. ઉષ્માગતિકીય તાપમાનનો એકમ કેલ્વિન છે.


0.002, 200, 200.0, 0.200 સંખ્યાઓનો અર્થસૂચક અંક લખો.

Hide | Show

જવાબ : ઉપરોક્ત સંખ્યાઓ માટેના અર્થસૂચક અંક અનુક્રમે 1, 2, 4, 3 થાય છે.


મોલારિટી અને મોલાલિટી નો તફાવત સમજાવો.

Hide | Show

જવાબ : દ્રાવણની સાંદ્રતા એકમ કદ અને આણ્વીય દળના સંદર્ભમાં દર્શાવવા માટે મોલારિટી પદનો ઉપયોગ કરાય છે.જયારે દ્રાવણની સાંદ્રતા એકમ દળ અને આણ્વીય દળના સંદર્ભમાં દર્શાવવા માટે મોલાલિટી પદનો ઉપયોગ કરાય છે. મોલારિટી તાપમાન બદલાતા બદલાય છે. જયારે મોલાલિટી તાપમાન બદલાતાં બદલાતી નથી. કારણકે પદાર્થનું દળ તાપમાન બદલાતાં બદલાતું નથી. મોલારિટી =   મોલાલિટી =  વધુમાં, મોલારિટીનો એકમ = mol × L-1 છે જયારે મોલાલિટી નો એકમ mol × Kg-1 મોલારિટીને (M) તરીકે અને મોલાલિટીને (m) તરીકે દર્શાવાય છે.


તત્વ અને સંયોજનનો તફાવત સમજાવો.

Hide | Show

જવાબ : એક જ પ્રકારના પરમાણુઓ પરસ્પર જોડાવાથી તત્વ બને છે.અને બે કે તેથી વધુ સંખ્યામાં જુદા જુદા તત્વોના પરમાણુઓ જોડાવાથી સંયોજન બને છે. દરેક તત્વને પોતાનો ગુણધર્મ હોય છે જે બીજા તત્વમાં જોવા મળતો નથી. જયારે સંયોજનમાં રહેલા તત્વો પોતાનો મૂળ ગુણધર્મ ગુમાવે છે અને તે બધાજ ગુણધર્મો ધરાવે છે. તત્વના ઉદાહરણમાં Na,Cu, N, O, H વગેરે છે. જયારે સંયોજનના ઉદાહરણમાં H2O, NH, CO2  વગેરે ગણી શકાય.


ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મોનો તફાવત સમજાવો.

Hide | Show

જવાબ : જે ગુણધર્મો પદાર્થનું સંઘટન બદલ્યા વગર માપી કે અવલોકી શકાય તે પ્રકારના ભૌથીક ગુણધર્મો છે. જયારે જે ગુણધર્મો પદાર્થનું સંઘટન બદલીને માપી કે અવલોકી શકાય તેને રસાયણિક ગુણધર્મો કહે છે. ભૌતિક ગુણધર્મોના ઉદાહરણમાં પદાર્થનો રંગ, વાસ, ગલનબિંદુ, ઉત્કલનબિંદુ અને ઘનતાને ગણી શકાય. જયારે રસાયણિક ગુણધર્મોના ઉદાહરણમાં પદાર્થની એસિડીકતા, બેઈઝીકતા અને દહનશીલ્તાને સમાવી શકાય.


હેક્ટોમીટર, કિલોમીટર, મેગામીટર અને પેરામીટર નો સાચો સંબંધ સમજાવો.

Hide | Show

જવાબ : તેમનો સાચો સંબંધ આ પ્રમાણે સમજી શકાય છે. પેરામીટર > મેગામીટર > કિલોમીટર > હેક્ટોમીટર


SI નું પૂરું નામ જણાવો.

Hide | Show

જવાબ : SI નું પૂરું નામ Standard international d’unite’s છે.


ડાલ્ટનના સિધ્ધાંતની ઉપયોગિતા જણાવો અને તેની મર્યાદા સમજાવો.

Hide | Show

જવાબ : ડાલ્ટનનો સિધ્ધાંત રાસાયણિક સંયોગીકરણના નિયમો સમજાવી શકે છે.પરંતુ કેન્દ્રીય પ્રક્રિયાઓ અને સમસ્થાનિકોની શોધના સંદર્ભમાં આ નિયમની મહત્તા રહેતી નથી


ગેલ્યુસેકનો વાયુમય કદનો નિયમ સમજાવો.

Hide | Show

જવાબ : રસાયણિક પ્રાક્રીયામાં જયારે વાયુઓ ઉત્પન્ન થાય છે તે સમયે વાયુઓ સમાન તાપમાન અને દબાણ ધરાવતા હોય તો તેમના કદ સડો ગુણોત્તર દર્શાવે છે.


એવોગેડ્રોનો નિયમ સમજાવો.

Hide | Show

જવાબ : ઈ.સ. 1811 માં એવોગેડ્રોએ નિયમ આપ્યો કે સમાન તાપમાને અને દબાણે સમાન કદના જુદા જુદા વાયુઓમાં અણુઓની સંખ્યા સમાન હોય છે.


તત્વયોગમિતિની વ્યાખ્યા સમજાવો. તે શું ઉપયોગી છે?

Hide | Show

જવાબ : રસાયણિક પ્રક્રિયાના જરૂરી પ્રક્રિયકો અને પ્રાપ્ત થતી નિપજો વચ્ચેના જથ્થાત્મક અભ્યાસને તત્વયોગમિતિ કહે છે. તથા તેના આધારે કોઈ એક નીપજનો જરૂરી જથ્થો ઉત્પન્ન કરવા માટે જરૂરી એક અથવા એકથી વધુ પ્રક્રિયકોના જરૂરી જથ્થાની ગણતરી કરી શકાય છે.


દળ અને વજનની વ્યાખ્યા સમજાવો.

Hide | Show

જવાબ : પદાર્થનું દળ એ પદાર્થમાં રહેલા દ્રવ્યનો જથ્થો છે, જયારે પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ એ વજન છે.


માપનની બે પધ્ધતિઓના નામ બતાવો.

Hide | Show

જવાબ : માપનની બે પધ્ધતિઓ છે.ઇંગ્લીશ પધ્ધતિ અને મેટ્રિક પધ્ધતિ.


30PPm Ca2+ નો અર્થ સમજાવો.

Hide | Show

જવાબ : 30PPm Ca2+ નો અર્થ ૩૦mg Ca2+ આને એક લિટર દ્રાવણમાં ઓગળેલ છે.


એકમ અવયવ પદ્ધતિ વડે અઠવાડિયાની સેકન્ડ ગણી બતાવો.

Hide | Show

જવાબ : એકમ અવયવ પધ્ધતિ પ્રમાણે નીચે મુજબ ગણાય.  અઠવાડિયુ = 7 દિવસ ×  ×  ×                = 7 × 24 × 60 × 60s              = 604800s  થાય.


ઈથેન (C2H6) ના ત્રણ મોલમાં નીચેની ગણતરી કરો.

  1. કાર્બન પરમાણુંના મોલની સંખ્યા
  2. હાઇડ્રોજન પરમાણુંના મોલની સંખ્યા
  3. ઈથેનના અણુની સંખ્યા.
Hide | Show

જવાબ : (a) એક મોલ ઇથેન (C2H6) માં 2 મોલ કાર્બન પરમાણું છે.

માટે ૩ મોલ ઇથેન (C2H6) માં  ૩ × 2 = 6 મોલ કાર્બન પરમાણું હોય. (b) 1 mol  ઇથેન ( C2 H6 ) માં 6 મોલ  હાઈડ્રોજન પરમાણુ છે. માટે 3 mol ઇથેનમાં  ( C2 H6 ) = 3 × 6 = 18 હાઈડ્રોજન પરમાણુ હોય. (c) 1 mol  C2 H= 6.022 × 1023   C2 H6 ના અણુ ( એવોગેડ્રોના નિયમ પ્રમાણે ) માટે 3 mol   C2 H6   =   3 × 6.022 ×1023 = 18.066 × 1023  = 1.8066 ×1023  ઇથેનના અણુ હોય.


આકૃતિ સાથે સ્થૂળદર્શીય ( Macroscopic ) અથવા જથ્થામય (bulk ) સ્તરે દ્રવ્ય નું વર્ગીકરણ કરો.

Hide | Show

જવાબ :

આકૃતિમાં દર્શાવ્યા મુજબ સ્થૂળદર્શીય અથવા જથ્થામાં સ્તરે દ્રવ્યનું વર્ગીકરણ થાય છે.


દ્રવ્યની જુદી જુદી અવસ્થાઓ અને લાક્ષણિકતા સમજાવો. તેના પર તાપમાનની અસરો વર્ણવો.

Hide | Show

જવાબ : દ્રવ્યની જુદી જુદી અવસ્થાઓ અને લાક્ષણિકતા નીચે મુજબની છે.

  1. દ્રવ્યને ચોક્કસ કદ અને ચોક્કસ આકાર હોય છે.
  2. પ્રવાહીને ચોક્કસ કદ હોય છે. પણ ચોક્કસ આકાર હોતો નથી. તેમનો આકાર તેઓને જે પાત્રમાં ભરવામાં આવેતે મુજબનો બની જાય છે.
  3. વાયુઓને ચોક્કસ કદ કે ચોક્કસ આકાર હોતા નથી. તેઓને જે પાત્રમાં ભરવામાં આવે તેમાં બધે ફેલાઈ જઈનેઆખા પાત્રને ભરી દે છે.

નોંધ:- ઘનને ગરમ કરતાં સામાન્ય રીતે તે પ્રવાહીમાં ફેરવાય છે અને પ્રવાહીને વધારે ગરમ કરતાં વાયુ ( બાષ્પ ) માં ફેરવાય છે. આનાથી ઉલ્ટા ક્રમમાં વાયુને ઠંડો કરતાં તે પ્રવાહીમાં ફેરવાય છે અને પ્રવાહીને આગળ ઉપર ઠંડું કરતાંતે ઘન સ્વરૂપમાં ઠરે છે. જે ઉપરની આકૃતિ પરથી સમજી શકાય છે.


તત્વ અને સંયોજનને આકૃતિ સહિત સમજાવો.

Hide | Show

જવાબ : તત્વો એકજ પ્રકારનાં કણો ( પરમાણુઓ )  નું બનેલું હોય છે.

  • સોડિયમ, કોપર, સિલ્વર, હાઈડ્રોજન, ઓક્સીજન, લોખંડ, ગોલ્ડ, વગેરે તત્વોના ઉદાહરણ છે.
  • દરેક જુદા જુદા તત્વોના પરમાણુઓ જુદા જુદા હોય છે.
  • દરેક તત્વને  પોતાનો સ્વતંત્ર ગુણધર્મ હોય છે. જે બીજા તત્વમાં જોવા મળતો નથી.
  • કેટલાક તત્વોમાં બે કે તેથી વધુ પરમાણુ જોડાઇને તત્વનો અણું બનાવે છે. હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન, વગેરે તેના ઉદાહરણો છે.

સંયોજન - બે કે તેથી વધુ જુદા જુદા તત્વોના પરમાણુઓ હોવાથી સંયોજન બને છે. ઉદાહરણ તરીકે પાણી, અમોનિયા, કાર્બન, કાર્બન ઓક્સાઈડ અને ખાંડ.  

  • પાણી અને કાર્બન ઓક્સાઈડના અંણુની આકૃતિ નીચે મુજબ છે.
  • આકૃતિ મુજબ જ્યારે સંયોજન બને છે ત્યારે સંયોજનમાં રહેલા તત્વો પોતાનો મૂળ ગુણધર્મ ગુમાવે છે. તથાતે નવા ગુણધર્મ મેળવે છે.
  • હાઈડ્રોજન અને ઓક્સિજન જેવા વાયુતત્ત્વ મળીને પાણી ( H2O ) સંયોજન બનાવે છે.
  • હાઈડ્રોજન ધડાકા સાથે સળગે છે. તે દહનશીલ છે.
  • જ્યારે ઓક્સિજન દહનનો સહાયક ( દહનપોષક ) છે.
  • પાણી દહનશામક (આગ હોલવનાર ) છે.
  • પાણીમાં ઓક્સિજન અને હાઈડ્રોજનના મૂળ ગુણધર્મ જોવા મળતા નથી.
  • ઉપરાંત સંયોજકના ઘટકોને સાદા પદાર્થોમાં ભૌતિક પદ્ધતિઓથી અલગ કરી શકાય નહીં.
  • સંયોજકના ઘટકોને રાસાયણિક પદ્ધતિઓથી અલગ કરી શકાય છે.


દ્રવ્ય કોને કહેવાય? ઉદાહરણ દ્વારા ભૌતિક અવસ્થા મુજબ સમજાવો.

Hide | Show

જવાબ : કોઈ પણ વસ્તુ જે દળ ધરાવે છે અને જગ્યા ( અવકાશ ) રોકે છે તેને દ્રવ્ય કહે છે. દા.ત. ચોપડી, પેન, પાણી, હવા, વગેરે...

  • ભૌતિક અવસ્થા પ્રમાણે દ્રવ્યનું વર્ગીકરણ કરતાં (1) ઘન, (2) પ્રવાહી, (3) વાયુ, પ્રમાણે થાય છે.

- આકૃતિ મુજબ વર્ગીકરણ કરતાં ઘન, પ્રવાહી, અને વાયુમાંથી નીચેના તારણો મળે છે.

 

  • ઘનમાં કણો એકબીજાની ઘણાં નજીક હોય છે અને વ્યવસ્થિત ક્રમબદ્ધ રીતે ગોઠવાયેલા હોય છે. દા.ત. લોખંડ અને બરફ        
  • પ્રવાહીમાં કણો એકબીજાની નજીક હોય છે અને આજુબાજુમાં હરી ફરી શકે છે.

દા.ત. પાણી અને બ્રોમીન

  • વાયુમાં કણો ઘન અને પ્રવાહીની સરખામણીમાં એકબીજાની ઘણા દૂર હોય છે. તથા એમની હેરફેર સરળ અનેઝડપી હોય છે.

દા.ત.  હવા


રસાયણ વિજ્ઞાનની માનવ જીવનમાં ઉપયોગીતા જણાવો.

Hide | Show

જવાબ : રસાયણ વિજ્ઞાન જે દ્રવ્યનું સંગઠન, ગુણધર્મો, અને પારસ્પરિક ક્રિયાઓનો અભ્યાસ કરતાં શીખવે છે.

  • વાતાવરણના ફેરફારો, ખાદ્ય પદાર્થોની પાચનક્રિયા, મગજની કાર્યશૈલી, કોમ્પ્યુટર વાપરવું, વગેરે માટે તેઉપયોગી છે.
 

  • ખાતર, આલ્કલી, એસિડ, ક્ષાર, રંગક, પોલિમર, ઔષધ, સાબુ, ધાતુ, મિશ્ર ધાતુ, અન્ય કાર્બનિક અને અકાર્બનિકરસાયણ સહિતનાં દ્રવ્યોની બનાવટમાં તે ઉપયોગી છે.
 

  • ખોરાક અને સ્વાસ્થ્યની સંભાળની જરૂરિયાત માટે જરૂરી છે.
 

  • તે જંતુનાશક દવાઓ અને કીટનાશકોના ઉત્પાદન માટે જરૂરી છે.
 

  • અતિવાહક સીરેમીક, વાહકતા ધરાવતા પોલિમર, ઓપ્ટિકલ ફાઇબર, અને ઘન અવસ્થાના સાધનોનીબનાવટમાં ઉપયોગી છે.
 

  • સીસ પ્લેટિન અને ટેકસોલ, જેવી કેન્સર સારવારની દવાઓમાં ઉપયોગી છે. AZT (એઝિડોથાઈમિડીનએઈડઝનાં દર્દીઓ માટે ઉપયોગી મેડિસીન છે. તેમાં ઉપયોગી છે.
 

  • રસાયણિક રૂપાંતરો કેવી રીતે બને છે તે સમજવા માટે જરૂરી છે.
 

  • રેફ્રિજરેટર અને એરકન્ડીશનરમાં વપરાતી અને ઓઝોન આવરણને નુકસાન કરતાં પદાર્થોના સંશ્લેષણ માટેપણ રસાયણ વિજ્ઞાન જરૂરી છે.
 

  • ચુંબકીય, વિદ્યુતીય, અને પ્રકાશીય ગુણધર્મ ધરાવતા નવા પદાર્થોની બનાવટોમાં પણ તે ઉપયોગી છે.
 

  • રસાયણવિજ્ઞાન અણુઓ અને તેમના રૂપાંતરણોનું વિજ્ઞાન છે. તે માત્ર ૧૦૦ જેટલા તત્વોનું વિજ્ઞાન નથી પરંતુતેમાંથી રચાતા અસંખ્ય વૈવિધ્યસભર અણુઓનુ વિજ્ઞાન છે.


અર્થસૂચક અંક અને તેને નક્કી કરવાના નિયમો વિગતવાર સમજાવો.

Hide | Show

જવાબ :

  • પ્રાયોગિક કે ગણતરી કરેલ મૂલ્યોમાં રહેલી અનિશ્ચિતતાને અર્થસૂચક અંકોની સંખ્યા દ્વારા દર્શાવી શકાય છે. અર્થસૂચક અંક અર્થપૂર્ણ અંક છે.જે ચોકસાઈ પૂર્વક જ્ઞાત હોય છે.અનિશ્ચિતતાનો નિર્દેશ કેટલાક અંક લખીને કરવામાં આવે છે. જેમાં છેલ્લો અંક અનિશ્ચિત ગણાય છે.

ઉદાહરણ: આપણે 11.2 ml લખીએ તો 11 નિશ્ચિત છે. અને 2 અનિશ્ચિત છે. અને છેલ્લા અંકની અનિશ્ચિતતા ± 1  છે.

  • અર્થસૂચક અંક નક્કી કરવા માટેના કેટલાક નિયમો નીચે મુજબ છે.
  1. બધાજ શૂન્ય સિવાયના અંક અર્થસૂચક છે. ઉદાહરણ તરીકે 285 cm માં ત્રણેય અંક અર્થસૂચક છે અને ૦.25 ml માં બે અર્થસૂચક છે.
  2. શૂન્ય સિવાયના અંકની આગળનો શૂન્ય અંક અર્થસૂચક હોતો નથી. આવા શૂન્ય માત્ર દશાંશ ચિહ્નનું સ્થાન દર્શાવે છે. આમ, ૦.૦૩ ને એકજ અર્થસૂચક અંક છે, જયારે ૦.૦૦52 ને બે અર્થસૂચક અંકો છે.
  3. શૂન્ય સિવાયના બે અંકોની વચ્ચેના શૂન્ય અંકો અર્થસૂચક છે. માટે 2.૦૦5 માં ચાર અર્થસૂચક અંકો છે.
  4. સંખ્યાની જમણી બાજુના છેડા પર શૂન્ય હોય તો તે અર્થસૂચક ગણાય છે. જો તે દશાંશ ચિહ્નની જમણી બાજુએ આવેલા હોય તો જ અર્થસૂચક છે. ઉદાહરણ તરીકે ૦.200 g માં ત્રણ અર્થસૂચક અંકો છે.
  5. ચોક્કસ અંકને અનંત સંખ્યામાં અર્થસૂચક અંકો હોય છે. ઉદાહરણ તરીકે 2 દડા અને 20 ઈંડા, આમાં અર્થસૂચક અંક અનંત હોય છે.કારણ કે આ ચોક્કસ અંક છે અને તેમને અનંત અંક સુધી દર્શાવી શકાય. જેમકે 2 = 2.૦૦૦૦૦૦ અથવા 20= 20.૦૦૦૦૦૦
  • જયારેઅંકનેવૈજ્ઞાનિકસંકેતપધ્ધતિમાંલખવામાંઆવેછેત્યારે 1 અને 10 ની વચ્ચેના અંકોની સંખ્યા અર્થસૂચક અંકની સંખ્યા આપે છે. કેટલાક અર્થસૂચક અંકોના ઉદાહરણો નીચે આપ્યા છે. આ ઉદાહરણો અર્થસૂચક અંક નક્કી કરવાના નિયમો નીચે મુજબ આપેલા છે.
  1. 375 માં અર્થસૂચક અંક ૩ છે.
  2. ૩.75 માં અર્થસૂચક અંક ૩ છે.
  3. 5.662 માં અર્થસૂચક અંક 4 છે.
  4. ૦.16 માં અર્થસૂચક અંક 2 છે.
  5. ૦.૦૩૩માં અર્થસૂચક અંક 2 છે.
  6. ૦.૦૦526 માં અર્થસૂચક અંક ૩ છે.
  7. ૦.૩૦૦ માં અર્થસૂચક અંક ૩ છે.
  8. ૦.6000 માં અર્થસૂચક અંક 4 છે.
  9. ૦.20000 માં અર્થસૂચક અંક 5 છે.
  10. 25.૦ માંઅર્થસૂચકઅંક ૩ છે.
  11. 25.૦૦ માં અર્થસૂચક અંક  છે.
  12. 25.૦૦૦ માં અર્થસૂચક અંક 5 છે.
  13. 200 માં અર્થસૂચક અંક 1 છે.
  14. 100 માં અર્થસૂચક અંક 1 છે.
  15. ૩૦૦૦ માં અર્થસૂચક અંક 1  છે.
  16. 5300 માં અર્થસૂચક અંક 2 છે.
  17. 5.02 × 102માં અર્થસૂચક અંક 3 છે.
  18. 8.256 × 103માં અર્થસૂચક અંક 4 છે.
  19. 6.0353 × 105માં અર્થસૂચક અંક 5 છે.


તાપમાન અંગે વિસ્તૃત સમજ આપો.

Hide | Show

જવાબ :


વૈજ્ઞાનિક સંકેત પધ્ધતિની જરૂરીયાત મુદ્દાસર સમજાવો.

Hide | Show

જવાબ : રસાયણ વિજ્ઞાનમાં ખુબજ મોટી સંખ્યા ધરાવતા અને અત્યંત ઓછું દળ ધરાવતા પરમાણુઓ તથા અણુઓ અંગેનો અભ્યાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે 2 ગ્રામ હાઇડ્રોજન વાયુમાં રહેલા 602, 200, 000, 000, 000, 000, 000, 000 અણુઓ જેટલી મોટી સંખ્યા તથા H પરમાણુંનું વજન 
૦.૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦166 ગ્રામ જેટલી નાની સંખ્યાઓ સાથે કામ પાર પાડવુ પડે છે.

  • માટે અત્યંત મોટી અને અત્યંત નાની કિંમતોને શૂન્ય સ્વરૂપમાં દર્શાવવા માટે મુશ્કેલી પડે છે. તેના નિવારણ માટે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિની જરૂરિયાત પડી છે.
  • વૈજ્ઞાનિક સંકેતના ઉપયોગથી કોઈ પણ સંખ્યાને N x 102 વડે દર્શાવી શકાય. જેમાં N ધન કે ઋણ મુલ્ય ધરાવતો ઘાતાંકીય છે તથા N નું મૂલ્ય 1.૦૦૦ અને 9.999 વચ્ચે બદલાય છે.
  • ઉદાહરણ તરીકે આપણે 232.508 ને વૈજ્ઞાનિક સંકેતમાં 2.32508 × 102 તરીકે દર્શાવી શકાય. અહીં દશાંશ ચિહ્ન ડાબી તરફ બે સ્થાન જે 10 ના ઘાતાંક 2 બરાબર વૈજ્ઞાનિક સંકેતમાં છે.
  • વધુ એક ઉદાહરણમાં ૦.૦૦૦16 ને 1.6 × 10-4 તરીકે લખી શકાય. અહીં દશાંશ ચિહ્ન ચાર સ્થાન જમણી બાજુ ખસેડવાનું છે, અને (-4) એ વૈજ્ઞાનિક સંકેતમાં ઘાતાંક છે.


પરિશુદ્ધતા અને ચોકસાઈ ઉદાહરણ દ્વારા સમજાવો.

Hide | Show

જવાબ : પરિશુદ્ધતા એટલે એકજ જથ્થાના જુદા જુદા માપન એક બીજાની કેટલી નજીક છે તેનો નિર્દેશ કરે છે. જયારે ચોકસાઈ એ કોઈ એક માપનનું મૂલ્ય એ સાચા મૂલ્યની કેટલી નજીક છે તેનો નિર્દેશ કરે છે.

  • ઉદાહરણ તરીકે એક પરિણામનું સાચું મૂલ્ય 2.૦૦ ગ્રામ છે. વિદ્યાર્થી A બે માપન કરે છે અને તે 1.95g અને 1.93 g છે. આ મૂલ્યો પરિશુદ્ધ છે. કારણકે એકબીજાની ઘણા નજીક છે. પણ તે ચોક્કસ નથી.
  • બીજો વિદ્યાર્થી B પણ બે માપન કરે છે. અને તે 1.94 g અને 2.01 g મેળવે છે. આ પરિણામો પરિશુદ્ધ પણ નથી અને ચોક્કસ પણ નથી.
  • ત્રીજો વિદ્યાર્થી C ફરી માપન કરે છે ત્યારે 2.01 g અને 1.99 g મળે છે. આ પરિણામો પરિશુદ્ધ અને ચોક્કસ એમ બંને છે.
  • ઉપરોક્ત બાબત નીચેના કોષ્ટક પરથી સમજી શકાય છે.


વૈજ્ઞાનિક પધ્ધતિ મુજબ બે સંખ્યાના સરવાળા અને બાદબાકી ઉદાહરણ આપી સમજાવો.

Hide | Show

જવાબ : બે સંખ્યાના સરવાળા કે બાદબાકી કરવા માટે સંખ્યાઓને એવી રીતે લખવામાં આવે છે કે જેથી તેમના ઘાતાંક સરખા દર્શાવાય. ત્યારબાદ ગુણાંક જરૂરિયાત મુજબ ઉમેરવામાં કે બાદ કરવામાં આવે છે.

  • 6.65 × 104અને 8.95 × 103નો સરવાળો કરવા માટે 6.65 × 104અને ૦.895 ×104 લખી બંનેના ઘાતાંક (104) સરખા કરવામાં આવે છે. આથી આ સંખ્યાનો નીચે મુજબ સરવાળો કરી શકાય.

=  (6.65 × 104) + (૦895 ×104)

= 7545 × 104

  • તેજ પ્રમાણે બે સંખ્યાની બાદબાકી કરવા માટે,

2.5 × 10-2 – 4.8 × 103

= (2.5 × 10-2) – ( 0.48× 10-2)

બંને રકમોના ઘાતાંક સમાન કરેલ છે. માટે,

= (2.5 × 10-2) – ( 0.48 × 10-2)

= 2.02 × 10-2


વૈજ્ઞાનિક સંકેત પધ્ધતિ મુજબ બે સંખ્યાના ગુણાકાર અને ભાગાકાર ઉદાહરણ દ્વારા સમજાવો.

Hide | Show

જવાબ : ઘાતાંકીય સંખ્યા માટેના નિયમોનો ઉપયોગ કરીને બે સંખ્યાના ગુણાકાર અને ભાગાકાર કરવામાં આવે છે. અહીં 10 ની ઘાતનો સરવાળો કરવામાં આવે છે.

ઉદાહરણ 1:

= (5.6 × 105) × (6.9 × 108)

=  (5.6 × 6.9) (105+8)

= (5.6 × 6.9) (1013)

=  38.64× 1013

=  3.864× 1014

ઉદાહરણ 2:

(9.8 × 10-2) (2.5 × 10-6)

= (9.8 × 2.5) (10-2+(-6))

= 24.50 × 10-8

= 2.450 × 10-7

ઉદાહરણ 3:

2.7 × 10-3÷  5.5 × 10-4

= (2.7 ÷  5.5) (10-3-4)

= 04909 × 10-7

=  4.909× 10-8


સમાંગ મિશ્રણ અને વિષમાંગ મિશ્રણને મુદ્દાસર સમજાવો.

Hide | Show

જવાબ : આપણી આસપાસ રહેલા ઘણાં બધાં પદાર્થો મિશ્રણ છે. મિશ્રણમાં બે કે તેથી વધુ પદાર્થો ગમે તેટલાં પ્રમાણમાં રહેલાં હોય છે. જેને તેના ઘટકો કહેવાય છે. મિશ્રણના બેપ્રકારો છે.  તેને નીચે મુજબ ઓળખી શકાય છે.

સમાંગ મિશ્રણ

વિષમાંગ મિશ્રણ

સમાંગ મિશ્રણમાં ઘટકો એકબીજા સાથે સંપૂર્ણ રીતે મિશ્રણ થાય છે..

 

વિષમાંગ મિશ્રણમાં ઘટકો અલગ-અલગ જોવા મળે છે. સંપૂર્ણ રીતે મિશ્ર થતા નથી.
ખાંડ અને પાણીનું મિશ્રણ, મીઠાનું અને પાણીનું મિશ્રણ, ઓક્સિજનનું નાઇટ્રોજનમાં મિશ્રણ, કોપર અને ઝિંકનું મિશ્રણ,

 

મીઠુ અને ખાંડનું મિશ્રણ, અનાજના દાણા અને કાંકરાનું મિશ્રણ, કઠોળ અને અનાજના દાણાનું મિશ્રણ, વગેરે...

 

તેનું સંગઠન બધે એકસમાન હોય છે.

 

તેનું સંગઠન બધે એકસમાન હોતું નથી.

 

તેઓને અલગ-અલગ જોઈ શકાતા નથી.

 

તેઓને અલગ-અલગ જોઈ શકાય છે.

 


SI એકમ પદ્ધતિના પાયાના એકમોની વ્યાખ્યાઓ જણાવો.

Hide | Show

જવાબ :


SI પદ્ધતિમાં વપરાતાં પૂર્વગો જણાવો.

Hide | Show

જવાબ :


અવયવ ચિહ્નિત પધ્ધતિ અથવા એકમ અવયવ પધ્ધતિ અથવા પરણાત્મક પૃથ્થકરણને ઉદાહરણ દ્વારા મુદ્દાસર સમજાવો.

Hide | Show

જવાબ :


મોલ સંકલ્પના અંગે વિગતવાર સમજૂતી આપો.

Hide | Show

જવાબ :

  • પરમાણુઓ અને અણુઓ કદમાં અતિ શુક્ષ્મ હોય છે. અને તેની સંખ્યા ઘણી વધારે પ્રમાણમાં હોય છે.
  • મોલને પદાર્થના જથ્થાનો SI એકમ ગણવામાં આવે છે.
  • મોટી સંખ્યાઓના ભૂલભરેલા ઉપયોગોથી કંટાળીને સંખ્યાઓના ચોક્કસ જથ્થાને વ્યવહારમાં લાવવો જરૂરી છે. માટે માત્રા જેવો એકમ જરૂરી બને છે.
  • આપણે ડઝન = 12 નંગ, કોડી = 20 નંગ, ગ્રોસ = 144 નંગ વગેરે જાણીએ છીએ. તેવીજ રીતે રાસાયણિક પ્રક્રિયાઓમાં ઉપયોગી જથ્થાને ગ્રામ એકમમાં દર્શાવામાં આવે છે.
  • શૂક્ષ્મ સ્તરે સ્પીસિઝ, અણુઓ, કણો, ઈલેક્ટ્રોન, આયનો વગેરેને ગણવા માટે મોલ એકમ રજૂ કરવામાં આવ્યો છે.
  • 1 મોલ એટલે પદાર્થનો એટલો જથ્થો જેમાં 12 g (અથવા ૦.૦12 Kg) 12C સમસ્થાનિકોમાં રહેલા પરમાણુ અથવા સ્પીસિઝ ધરાવે છે.
  • 1 મોલમાં રહેલા અણુ, પરમાણુ(સ્પીસિઝ) કે અયાનોની સંખ્યા 6.022 × 1023 હોય છે. આ સંખ્યાને એવોગેડ્રોના અચળાંક(NA) કહે છે.
  • ખૂબ જ પરિશુધ્ધતાથી કાર્બનના સમસ્થાનિક C12 ના એક પરમાણુનો ભાર દળ સ્પેક્ટ્રોમીટરથી નક્કી કરતા 1.992648 × 10-23 g મળે છે.
  • હવે આપણે 1 મોલ કાર્બનમાં રહેલા પરમાણુઓની સંખ્યા શોધવાની છે.
  • 1 મોલ કાર્બનનું વજન 12 g છે.તેથી તેના પરમાણુઓની સંખ્યા નીચે મુજબ થશે. 1.992648 × 10-23 g C = 1 પરમાણુ છે.

માટે 12.૦ g C = કેટલા મિલ થાય.

= 12 g / મોલ 12C     

______________________           1.992648 × 10-23 g C પરમાણુઓ

 

= 6.૦22 × 1023 પરમાણુ/મોલ

વધુ વિગતે સમજતાં,

1 મોલ કાર્બન પરમાણુ = 12 g કાર્બન પરમાણુ

                               = 6.022 × 1023 કાર્બન પરમાણુઓની સંખ્યા થાય.

1 મોલ પાણીના અણુ = 6.022 × 1023 H2 અણુની સંખ્યા થાય.

1  મોલ Na+ આયન = 6.022 × 1023 Na+ આયનની સંખ્યા થાય.

1  મોલ e- = 6.022 × 1023 e- ની સંખ્યા થાય.

1 મોલ H2 અણુ = 6.022 × 1023 પાણીના અણુ.

મોલની ગણતરીઓમાટેનું સરળ સૂત્ર નીચે મુજબ છે.

મોલ = પરમાણુ કે અણુનું દળ (g એકમમાં)/ પરમાણ્વીયદળ કે આણ્વીયદળ (g × મોલ-1 એકમમાં)


સંયોજનમાં રહેલા તત્વની બંધારણીય ટકાવારી શોધવાની પદ્ધતિ ઉદાહરણ દ્વારા પધ્ધતિ સમજાવો.

Hide | Show

જવાબ : સંયોજનમાં રહેલા તત્વોના ટકા પ્રમાણેના પ્રમાણ ને બંધારણીય ટકાવારી કહે છે.

  • સંયોજનમાં તત્વની ટકાવારીના પ્રમાણમાં નો સરવાળો 100 થાય છે.
  • બંધારણીય ટકાવારી શોધવાનું સૂત્ર નીચે મુજબ છે.
  • તત્વની દળ ટકાવારી =  × 100
  • ઉદાહરણ નો અભ્યાસ કરતાં.:-
  • ( H2O ) નું એટલે કે પાણીનું ઉદાહરણ જોતાં
  • પાણીમાંઅને O બેજ તત્વો રહેલા છેતેથી તેમનું ટકાવારીનું પ્રમાણ નીચે પ્રમાણે ગણી શકાય.

પાણીનું મોલર દળ =18.02g

માટે હાઇડ્રોજનનું દળ% (ટકાવાર દળ) =

 × 100= 11.18%

 

ઓક્સિજન દળ % (ટકાવાર દળ)  =

 × 100 = 88.79%

 

વધુ એક ઉદાહરણ જોતાં:-  ઇથેનોલમાં કાર્બન, હાઈડ્રોજન અને ઓક્સિજન કેટલા ટકા છે? માટે C2H5OH  =  ઇથેનોલ માં આપણે C, H,અને O ના ટકા શોધવાના છે.

માટે  ઇથેનોલનું મોલર દળ  =

( 2×12.01+ 6×1.008 + 16.00 )g =46.068g થાય.

ઇથેનોલ નું આણવીય સૂત્ર : C2H5OH થાય.

હવે કાર્બન નું દળ % =

 × 100 = 52.14% થાય

હાઇડ્રોજનનું દળ % =

  13.13% થાય.

ઓક્સિજન નું દળ % =

 × 100 = 34.73% થાય.


તમામ સૂત્ર અને  આણ્વીયસૂત્ર મેળવવાની રીત જણાવો. આણ્વીયસૂત્ર મેળવવાના સોપાનો જણાવો.

Hide | Show

જવાબ : પ્રમાણસૂચક  સૂત્ર પદાર્થમાં રહેલા જુદા જુદા પરમાણુ અને પૂર્ણ સંખ્યાનો ગુણોત્તર દર્શાવે છે. જ્યારે આણ્વીયસૂત્ર સંયોજનના અણુઓમાં રહેલા જુદા જુદા પ્રકારના અણુઓની સંખ્યા દર્શાવે છે.

  • જો સંયોજનમાં રહેલા જુદા જુદા તત્વોની દળ ટકાવારી જાણતા હોઈએ તો તેનું પ્રમાણ સૂચક સૂત્ર નક્કી કરી શકાય છે.
  • જો મોલરદળ જાણતા હોઈએ તો આણ્વીયસૂત્ર પણ મેળવી શકાય છે.
  • આણ્વીયસૂત્ર નીચેના સોપાનો દ્વારા મેળવી શકાય છે.
  • દળ ટકાને ગ્રામમાં ફેરવવા.
  • દરેક તત્વને મોટી સંખ્યામાં ફેરવો.
  •  ઉપરની ગણતરીમાં મળેલ મોલની સંખ્યાનો સૌથી નાની સંખ્યા વડે ભાગાકાર કરો.
  •  દરેક તત્વની સંજ્ઞા લખી તેને અનુરૂપ સંખ્યા લખી પ્રમાણ સૂચક સૂત્ર લખો.
  • આણ્વીયસૂત્ર લખવું વગેરે.
ઉદાહરણ જોતાં :- એક સંયોજન 4.07% હાઇડ્રોજન,  24.47% કાર્બન અને 71.65% ક્લોરિન ધરાવે છેતેનું મોલરદળ 98.96g mol-1 છે તો પ્રમાણ સૂચક અને આણ્વીયસૂત્ર શું હશે? ( C = 12.1, H = 1.008, Cl = 35.453g )

  • માટે ઉપરના સંયોજનના 100 ગ્રામ નમૂનામાં  4.07g હાઈડ્રોજન,  24.27g કાર્બન, અને 71.65g  ક્લોરીન હાજર  છે. દળ ટકાને ગ્રામમાં ફેરવતા.
  • મળેલા જુદા જુદા તત્વોના દળને  તેને અનુવર્તી પરમાણ્વીય દળ વડે ભાગીને તત્વના મોલમાં ફેરવતાં  
  • હાઈડ્રોજનના  મોલ       = 4.04

 

  • કાર્બનના મોલ        = 2.021
  • ક્લોરિનના મોલ =      = 2.021

ઉપરની ગણતરીમાં મળેલ મોલની સંખ્યાનો સૌથી નાની સંખ્યા વડે ભાગાકાર કરતાં -:

  • સૌથી નાની 2.021 છે. તેના વડે ભાગાકાર કરતાં H : C : Cl માટે 2 : 1 : 1 ગુણોત્તર આવશે. જો ગુણોત્તર પૂર્ણાંકના હોય તો કોઈ યોગ્ય ગુણાંક વડે ગુણી અને પૂર્ણ સંખ્યામાં ફેરવો પડે.
  • હવે દરેક તત્વની સંજ્ઞા લખી તેને અનુરૂપ સંખ્યા લખી પ્રમાણસૂચક સૂત્ર લખવુ પડે. માટે CH2Cl ઉપરના સંયોજનનું પ્રમાણ સૂચક સુત્ર થાય છે.
  • = 1 (C ) + 2 ( H ) + ( Cl ) = 1( 12.01 ) + 2( 1.008 ) + ( 35.453 ) = 49.48g

હવે n (ગુણક સંખ્યા ) =  માટે,

n =  =2

 

  1. હવે આણ્વીયસૂત્ર = n ( પ્રમાણસૂચક સૂત્ર)

                              = 2( CH2CL ) = C2H4Cl2  થાય.


મોલાલિટીનેઉદાહરણથીમુદ્દાસરસમજાવો.

Hide | Show

જવાબ : દ્રાવ્યનામોલનીસંખ્યાજે 1kgદ્રાવકમાંઓગાળેલાહોયછેતેનેમોલાલિટીકહેછે. તેને m વડેદર્શાવવામાંઆવેછેઅથવા 1 ગ્રામમોલદ્રાવ્યપદાર્થને 1kg દ્રાવકમાંઓગાળવાથીમળતાદ્રાવકને (1m ) કે 1મોલલકહેવાયછે. આનેદ્રાવકનીમોલાલીટીકહેવાયછે.

  • 1 કિલોગ્રામદ્રાવકમાંઓગાળેલાદ્રાવ્યનીમોલસંખ્યા.

માટેમોલાલીટી (m) = 

= m =

  • ઉપરનીરીતોનાઉપયોગથીમોલારિટીમેળવીશકાયછે. મોલારિટીતાપમાનનાવધઘટથીબદલાતીનથી. કારણકેતાપમાનનીઅસરદળઉપરથતીનથી. રસાયણવિજ્ઞાનનીપ્રયોગશાળામાંસ્ટોકદ્રાવણ ( stock ) નોજથ્થોરાખવામાંઆવેછે. આજથ્થાનોઉપયોગજરૂરીસાંદ્રતાવાળુંદ્રાવણબનાવવામાંથાયછે. કારણકેસ્ટોકમાંરાખેલોજથ્થોવધુસાંદ્રદ્રાવણનોહોયછે. જેમાંથીજરૂરીસાંદ્રતાવાળુદ્રાવણમેળવીશકાયછે.
  • ઉદાહરણજોતા :- M NaOHદ્રાવણનીઘનતા 1.25g mL-1છે. દ્રાવણનીમોલાલિટીગણો.
  • માટે M = 3.0mol L-1

1L દ્રાવણમાંNaCLનુંદળ = 3 × 58.5 = 175.5g

1L દ્રાવણનુંદળ = 1000 × 1.25 = 1250g

કારણકેઘનતા = 1.25g mL-1 અનેઘનતા

દ્રાવણમાં પાણીનું દળ = 1250 – 175.5 = 1074.5 g

મોલાલિટી =    =  = 2.79 m

ઉપરોક્ત ઉદાહરણની વધુ એક રીતે ગનાતારી