GSEB Solutions for ધોરણ ૧૧ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

કયો કાર્બોકેટાયન સૌથી વધુ સ્થાયી છે ?

Hide | Show

જવાબ : CH₃


હાઇપર કોન્ઝયુગેશન કયા પ્રકારનું કોન્ઝ્યુગેશન છે ?

Hide | Show

જવાબ :


વિષમ વિભાજનથી મળતા ધન આયનને શું કહે છે ?

Hide | Show

જવાબ : લુઇસ એસિડ અને ઇલેક્ટ્રૉફાઇલ


A - BB બંધનું સમવિભાજન થવાની કયા ઘટકો મળે ?

Hide | Show

જવાબ : બે મુક્ત મૂલકો


કયા અણુમાં કાર્બન-કાર્બન બંધલંબાઇ સૌથી ઓછી હશે ?

Hide | Show

જવાબ : ઇથાઇન


ડાયસાયનો ઈથિન CN – CH = CH CN માં અનુક્રમે કુલ કેટલા σ અને π બંધ છે ?

Hide | Show

જવાબ : 7 અને 5


બ્યુટ-1-ઈન-3-આઈનમાં σ અને π  બંધની સંખ્યા અનુક્રમે ...... છે.

Hide | Show

જવાબ : 7 અને 3


કયા અણુમાં બધા કાર્બન  સંકરણ ધરાવે છે ?

Hide | Show

જવાબ : ઈથિલિન


નીચેના સંયોજનમાં ડાબીથી જમણી તરફ જતા પ્રત્યેક કાર્બનનો સંકરણનો પ્રકાર કયો છે ?

CH — CH = CH – CN

Hide | Show

જવાબ :


જે અણુમાં કેન્દ્રસ્થ પરમાણુનું  સંકરણ થતું હોય તેમાં કેટલો બંધકોણ અપેક્ષિત છે ?

Hide | Show

જવાબ : 109° 28


નીચેના કાર્બનિક સંયોજનમાં C C વચ્ચેના બંધના સર્જનમાં કઈ સંકર કક્ષકો સંકળાયેલી છે ?

¹CH  ²C - ³CH₂ - ⁴CH₃

Hide | Show

જવાબ :


ઇથિનની યોગશીલ હેલોજીનેશન પ્રક્રિયામાં કાર્બનનું સંકરણ બદલાઈને કયું થશે ?

Hide | Show

જવાબ :


પેન્ટેનો‌‌લના કેટલા શૃંખલા સમઘટકો શક્ય છે ?

Hide | Show

જવાબ : 4


કયું સંયોજન ડાયઇથાઇલ ઇથરનો સમઘટક નથી ?

Hide | Show

જવાબ : ડાયઇથાઇલ કિટોન


CH₁₀Oના સમઘટકોની સંખ્યા ...... છે.

Hide | Show

જવાબ : 7


ઇથાઇલ આલ્કોહૉલનો સમઘટક ...... છે.

Hide | Show

જવાબ : ડાયમિથાઇલ ઇથર


યૂરિયામાં ...... પ્રકારની સમઘટકતા જોવા મળે છે.

Hide | Show

જવાબ : ટોટોમેરિઝમ


CH-O-C અને CH-O-CH સૂત્રો કયા પ્રકારની સમઘટકતા દર્શાવે છે.

Hide | Show

જવાબ : મેટામેરિઝમ


એસિટોન અને પ્રોપ-1-ઈન-2-ઓલની જોડ કયા પ્રકારની સમઘટડતાનું ઉદાહરણ છે ?

Hide | Show

જવાબ : ચલરૂપકતા


બ્યુટ-2-ઇનમાં કઈ સમઘટકતા જોવા મળશે ?

Hide | Show

જવાબ : ભૌમિતિક


ડાયઇથાઇલ ઇથર અને મિથાઇલ પ્રોપાઇલ ઈથર ...... છે.

Hide | Show

જવાબ : મેટામર્સ


સાયક્લો આલ્કીન અને આલ્કાઇન કયા પ્રકારના સમઘટકો કહેવાય ?

Hide | Show

જવાબ : રિંગ-ચેઇન


n-પ્રોપાઇલ આલ્કોહૉલ અને આઇસો પ્રોપાઇલ આલ્કોહોલ કઈ સમઘટકતાનું ઉદાહરણ છે.

Hide | Show

જવાબ : સ્થાન


પ્રોપિઓનિક ઍસિડના ક્રિયાશીલસમૂહ સમઘટકો ...... છે.

Hide | Show

જવાબ : HCOOC₂H₅ અને CH₃COOCH₃


CH₁₄ ના શક્ય સમઘટકોની સંખ્યા કેટલી ?

Hide | Show

જવાબ : 5


CH - CH = CH C  CH નું IUPAC નામ ...... છે.

Hide | Show

જવાબ : પેન્ટ્-3-ઇન-1-આઇન


HOOC - CH = CH - COOH નું IUPAC નામ ...... છે.

Hide | Show

જવાબ : બ્યુટ્‌-2-ઈન-ડાયોઈક ઍસિડ


કયા સમૂહને લઘુતમ - I અસર છે ?

Hide | Show

જવાબ : -F


કયા સમૂહમાં મહત્તમ +I અસર ક્ષમતા છે ?

Hide | Show

જવાબ : (CH₃)₃C-


કયા સમૂહમાં મહત્તમ હાઇપર કોન્જ્યુગેશન અસર છે ?

Hide | Show

જવાબ : - CH₃


કયા સંયોજનમાં ઇલેક્ટ્રૉમેરીક અસર જોવા મળતી નથી.

Hide | Show

જવાબ : ઈથર


કયા અણુમાં સંસ્પંદન (વિસ્થાનીકૃત ઇલેક્ટ્રૉન્સ) જોવા મળે છે ?

Hide | Show

જવાબ : બેન્ઝિન


કયા સમૂહને +R અસર છે ?

Hide | Show

જવાબ : -NH₂


કાર્બન-કાર્બન બંધલંબાઈનો સાચો ક્રમ કયો છે ?

Hide | Show

જવાબ : C₂H₆ > C₂H₄ > C₂H₂


કયા સંયોજન માટે ઓએટપ્રત્યય લાગે ?

Hide | Show

જવાબ : એસ્ટર


સાયનાઇડ સંયોજનના IUPAC નામકરણમાં કયો પ્રત્યય લાગે ?

Hide | Show

જવાબ : નાઇટ્રાઇલ


કાર્બનનું કયું સંકરણ ધરાવતા સંયોજનના નામકરણમાં ઈન પ્રત્યય લાગશે ?

Hide | Show

જવાબ :


CH₃CH₂COOCH₃ નું IUPAC નામ જણાવો.

Hide | Show

જવાબ : મિથાઇલ પ્રોપેનોએટ


બ્યુટેન નાઇટ્રાઇલનું સૂત્ર લખો :

Hide | Show

જવાબ : CH₃CH₂CH₂CN


ફક્ત એક જ ક્રિયાશીલ સમૂહ ધરાવતા કયા સંયોજનના નામકરણમાં પૂર્વગ લાગે છે.

Hide | Show

જવાબ : ઈથર


સમાનધર્મી શ્રેણીના ક્રમિક સભ્યો એકબીજાથી કઈ રીતે જુદા પડે છે ?

Hide | Show

જવાબ : - CH સમૂહથી


આલ્કેનની સમાનધર્મી શ્રેણીના બે ક્રમિક સભ્યો વચ્ચે અણુભારનો તફાવત ...... છે.

Hide | Show

જવાબ : 14 amu


પેન્ટેન્‌ના શૃંખલા સમઘટકો કેટલા છે ?

Hide | Show

જવાબ : 3


C₃H₉Nના એમાઈન સમૂહ ધરાવતા કેટલા સમઘટકો શક્ય છે ?

Hide | Show

જવાબ : 4


C₄H₈ના કેટલા શૃંખલા સમઘટકો શક્ય છે ?

Hide | Show

જવાબ : 3


કયું સંયોજન સ્થાન સમઘટકતા દર્શાવતું નથી ?

Hide | Show

જવાબ : બ્યુટેનાલ


કયા પ્રકારનાં સંયોજનોને મેટામર હોતા નથી ?

Hide | Show

જવાબ : આલ્કોહોલ


અને  કઈ સમઘટકતા દર્શાવે છે ?

Hide | Show

જવાબ : ક્રિયાશીલ સમૂહ


CH₃CH₂CH (CH₃) CH (C₂H₅)₂ નું સાચું IUPAC નામ ......... છે.

Hide | Show

જવાબ : 3-ઇથાઇલ 4-મિથાઇલ હેક્ઝેન


CH₂ = CH — CH₂ — CH₂ — CH₂ — Cl  નું સાચું IUPAC નામ કયું છે ?

Hide | Show

જવાબ : 5-ક્લોરો પેન્ટ્‌-1-ઈન


CH₂ = CH — CH₂ — CH₂ — OH નું IUPAC નામ...........છે.

Hide | Show

જવાબ : બ્યુટ્-3-ઇન-1-ઓલ


યૂરિયાનું IUPAC નામ ...... છે.

Hide | Show

જવાબ : એમિનો મિથેનેમાઈડ


ઈથિનનું નિકલ ઉદ્દીપક હાજરીમાં હાઈડ્રોજીનેશન કરવાથી કઈ નીપજ મળે ?

Hide | Show

જવાબ : ઈથેન


કાર્બનિક રસાયણવિજ્ઞાનનો વિકાસ લખો.

Hide | Show

જવાબ : કાર્બનિક રસાયણવિજ્ઞાન લગભગ 200 વષ જૂનું છે. લગભગ 1780ની આસપાસ રસાયણવિજ્ઞાનીઓએ વનસ્પતિઓ અને પ્રાણીઓમાંથી મળતા કાર્બનિક સંયોજનો અને ખનીજ સ્ત્રોતોમાંથી મળતા અકાર્બનિક સંયોજનોને વિભેદિત કરવાનું શરૂ કરી દીધું હતું. સ્વીડનના રસાયણવિજ્ઞાની બર્ઝેલિયસે (Berzilius) સૂચવ્યું કે કાર્બનિક સંયોજનોના નિર્માણ માટે જૈવશક્તિ (Vital force) જવાબદાર છે.

1828માં એફ. વ્હોલરે (F. Wohler) કાર્બનિક સંયોજન યુરિયાનું સંશ્લેષણ અકાર્બનિક સંયોજન અમોનિયમ સાયનેટમાંથી કર્યું ત્યારે જૈવશક્તિવાળી ધારણાનો અસ્વીકાર કરવામાં આવ્યો હતો.

NH₄CNO                    NH₂CONH₂

                                                         અમોનિયમ સાયનેટ            યુરિયા

કૉલ્બે (KKKolbe) (1845) દ્વારા થયેલા ઍસિટિક ઍસિડના પ્રથમ સંશ્લેષણ તથા બર્થલૉટ (Berthelot) (1856) દ્વારા થયેલા મિથેનના સંશ્લેષણ પરથી દર્શાવાયું કે કાર્બનિક સંયોજનોને અકાર્બનિક સ્રોતોમાંથી પ્રયોગશાળામાં સંશ્લેષિત કરી શકાય છે.


કાર્બનિક અણુના આકારો અને કાર્બનના સંકરણની અસરો વિશે લખો.

Hide | Show

જવાબ : આણ્વીય બંધારણની સંકલ્પનાનું જ્ઞાન કાર્બનિક સંયોજનોના ગુણધર્મોને સમજવામાં અને તેની આગાહી કરવામાં મદદરૂપ થાય છે. કાર્બનની ચતુર્સંયોજકતા તથા તેના દ્વારા સહસંયોજક બંધના નિર્માણને ઇલેક્ટ્રૉનીય રચના તથા s અને p કક્ષકોના સંકરણના આધારે સમજાવી શકાય છે.

મિથેન (CH), ઈથીન (CH) અને ઇથાઇન (CH) જેવા અણુઓના નિર્માણ અને આકાર આ અણુઓમાં રહેલા કાર્બન પરમાણુ દ્વારા રચાતી અનુક્રમે  સંકૃત કક્ષકો દ્વારા સમજાવી શકાય છે.

કાર્બનિક સંયોજનોમાં સંકરણ બંધલંબાઈ અને બંધ - એન્થાલ્પીને અસર કરે છે.  સંકૃત કક્ષકમાં s લાક્ષણિકતા વધુ હોવાના કારણે તે કેન્દ્રની નજીક હોય છે. તેથી sp સંકૃત કક્ષક દ્વારા રચાતો બંધ,  સંકૃત કક્ષક દ્વારા રચાતા બંધની સરખામણીમાં નાનો અને મજબૂત હોય છે. સંકૃત કક્ષક, s લાક્ષણિક્તાના સંદર્ભે sp અને સંકૃત કક્ષકની મધ્યવર્તી છે.

આમ તેનાથી બનનાર બંધની લંબાઈ અને એન્થાલ્પી પણ તેમના મધ્યવર્તી હોય છે. સંકરણમાં ફેરફાર કાર્બનની વિદ્યુતઋણતાને અસર કરે છે. કાર્બનની સંકૃત કક્ષકમાં s લાક્ષણિકતા વધવાની સાથે કાર્બનની વિદ્યુતઋણતામાં વધારો થાય છે. sp સંકૃત કક્ષક કે જેમાં s લાક્ષણિકતા 50 % છે.

તેમાં કાર્બનની વિદ્યુતઋણતા અને સંકૃત કક્ષકની સરખામણીમાં વધુ હોય છે. આ સાપેક્ષ વિદ્યુતઋણતાની અસર કાર્બનિક સંયોજનોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો પર પડે છે.


π  બંધોની લાક્ષણિકતાઓ વર્ણવો.

Hide | Show

જવાબ : π (પાઇ) બંધના નિર્માણ માટે સંલગ્ન પરમાણુઓની બે સમાંતર p-કક્ષકોનું બાજુએથી યોગ્ય સંમિશ્રણ થવું જરૂરી છે. આમ, HC = CCH HHHઅણુમાં બધા પરમાણુઓ એક જ સમતલમાં હોવા જોઈએ. આ અણુમાં બંને p-કક્ષકો એકબીજાને સમાંતર અને અણુના સમતલને લંબ હોય છે.

એક CCH નું ભ્રમણ કરવાથી p-કક્ષકોના મહત્તમ સંમિશ્રણમાં અવરોધ ઊભો થાય છે, તેથી કાર્બન-કાર્બન દ્વિબંધમાં (C = C) ભ્રમણ શક્ય બનતું નથી. π બંધનું ઇલેક્ટ્રૉન વાદળ બંધકારક પરમાણુઓના સમતલની ઉપર અને નીચે આચ્છાદિત થયેલું હોય છે.

તેના પરિણામે હુમલો કરનાર પ્રક્રિયકને ઇલેક્ટ્રૉન સરળતાથી પ્રાપ્ત થાય છે. સામાન્ય રીતે બહુબંધ (multiple bonds) ધરાવનાર અણુમાં π બંધ વધુ સક્રિય કેન્દ્રો પૂરા પાડે છે.


સંપૂર્ણ બંધારણ, સંઘનિત બંધારણ અને બંધરેખાવાળા બંધારણીય સૂત્રો ઉદાહરણથી સ્પષ્ટ કરો.

Hide | Show

જવાબ : કાર્બનિક સંયોજનોના બંધારણીય સૂત્ર જુદી જુદી રીતે લખી શકાય છે. તે પૈકી કેટલીક રીતોમાં લુઈસ બંધારણ અથવા બિંદુ નિરૂપણ, ડેશ (નાની લીટી) બંધારણ, સંઘનિત બંધારણ અને બંધરેખા બંધારણનો સમાવેશ થાય છે.

  1. સંપૂર્ણ બંધારણ :
સહસંયોજક બંધને ડેશ (-) દ્વારા સરળ રીતે દર્શાવી શકાય છે. આવા બંધારણીય સૂત્રો બંધ બનાવવામાં ભાગ લેનાર ઇલેક્ટ્રૉનનું મહત્વ દર્શાવે છે. એકલબંધને એક ડૅશ દ્વારા   (-), દ્વિબંધને બે ડૅશ દ્વારા (=) અને ત્રિબંધને ત્રણ ડૅશ દ્વારા () દર્શાવવામાં આવે છે.

 વિષમ પરમાણુઓ (દા.ત., ક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર, હેલોજન વગેરે) પર અબંધકારક ઇલેક્ટ્રૉનયુગ્મને ક્યારેક દર્શાવાય છે તો ક્યારેક નથી દર્શાવાતા. આમ, ઇથેન (CH), ઈથીન (CH), ઇથાઈન (CH) અને મિથેનોલ (CHOH) નીચે દર્શાવેલા બંધારણીય સૂત્રો દ્વારા દર્શાવાય છે. આવા બંધારણીય સૂત્રોને સંપૂર્ણ બંધારણીય સૂત્ર કહેવાય છે.

  1. સંઘનિત બંધારણ :
આ બંધારણીય સૂત્રોને તેમાં રહેલા કેટલાક અથવા બધા સહસંયોજક બંધોને દૂર કરીને એક પરમાણુ સાથે જોડાયેલા એકથી વધારે સમૂહોને કૌંસમાં લખી તેની સંખ્યાને નિમ્નસ્તર પર લખી સંક્ષિપ્ત રીતે લખી શકાય છે. આ સંક્ષિપ્ત સૂત્રને સંઘનિત બંધારણીય સૂત્ર કહે છે. આમ, ઈથેન, ઇથીન, ઈથાઇન અને મિથેનોલને આ પ્રમાણે લખી શકાય :

તેવી જ રીતે CHCHCHCHCHCHCHCHને પણ સંઘનિત રીતે CH(CH) CH દ્વારા દર્શાવી શકાય છે.

  1. બંધરેખાવાળા બંધારણ :
બંધારણીય સૂત્રોને વધુ સરળ બનાવવા માટે કાર્બનિક રસાયણ- વિદ્દોએ બંધારણ નિરૂપણ માટે માત્ર રેખાઓનો ઉપયોગ કર્યો. કાર્બનિક સંયોજનોના આ બંધરેખા બંધારણીય સૂત્રમાં કાર્બન અને હાઈડ્રોજન પરમાણુઓને લખવામાં આવતા નથી,

પરંતુ કાર્બન-કાર્બન બંધોને આડી-અવળી (zigzag) રેખાઓ વડે દર્શાવાય છે. માત્ર ઑક્સિજન, ક્લોરિન, નાઇટ્રોજન વગેરે પરમાણુઓને વિશેષ રીતે લખવામાં આવે છે (જ્યાં સુધી ક્રિયાત્મક સમૂહ દ્વારા દર્શાવવામાં ન આવે). છેડે રહેલી રેખાઓ મિથાઈલ (-CH) સમૂહ દર્શાવે છે. આંતરિક રેખાઓ કાર્બન પરમાણુઓ દર્શાવે છે કે જેની સંયોજકતા હાઈડ્રોજન પરમાણુ વડે સંતોષાયેલી હોય છે.


કાર્બનિક અણુઓનાં ત્રિપરિમાણમાં નિરૂપણની પદ્ધતિઓ સમજાવો અને ઉદાહરણ આપો.

Hide | Show

જવાબ : કાર્બનિક અણુઓને કાગળ પર ત્રિપરિમાણીય (3-D) બંધારણ સ્વરૂપે લખવા કેટલીક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે.

  1. ઘન અને ડૅશ ફાચર સૂત્રો:

દ્વિપરિમાણીય બંધારણને ત્રિપરિમાણીય બંધારણમાં જોવા માટે ઘન અને ડૅશ ફાચર સૂત્રનો (Solid and dashed wedge formula) ઉપયોગ કરવામાં આવે છે. આ સૂત્રોમાં ઘન ફાચર કાગળના સમતલની બહાર અવલોકનકાર તરફ રહેલા બંધનું સૂચન કરે છે, જ્યારે ડેશ ફાચર કાગળના સમતલની બહાર અવલોકનકારથી દૂર તરફ રહેલા બંધનું સૂચન કરે છે. કાગળના સમતલમાં રહેલા બંધને સામાન્ય રેખા (-) દ્વારા દર્શાવાય છે. નીચેની આકૃતિ માં મિથેન અણુનું 3-D સૂત્ર દર્શાવેલું છે.

  1. આણ્વીય મૉડેલ :

કાર્બનિક અણુઓનો ત્રિપરિમાણીય આકાર આણ્વીય મોડેલ કે જે ભૌતિક સાધન છે તેની મદદથી સારી રીતે સમજી શકાય છે. આ આણ્વીય મોંડેલ લાકડાના કે પ્લાસ્ટિકના કે ધાતુના બનેલા હોય છે, જે બજારમાં ઉપલબ્ધ હોય છે.

સામાન્ય રીતે ત્રણ પ્રકારના આણ્વીય મૉડેલોનો ઉપયોગ કરવામાં આવે છે :

(i) માળખાગત મૉડેલ (Framework Model)

(ii) દડા અને સળી મૉડેલ (Ball and Stic Model)

(iii) સ્થાનપૂરણ મૉડેલ (Space Filling Model)

(i) માળખાગત મૉડેલ (Framework Model):        

માળખાગત મોડેલમાં અણુના માત્ર બંધો દર્શાવાય છે. તેમાં પરમાણુઓ દર્શાવાતા નથી. આ મોડેલ પરમાણુઓના કદને અવગણીને માત્ર બંધની ભાત (Pattern) દર્શાવે છે.

 

(ii) દડા અને સળી મૉડેલ (Ball and Stic Model):

દડા અને સળી મૉડેલમાં બંધ અને પરમાણુ બંને દર્શાવાય છે. દડા પરમાણુ સૂચવે છે અને સળી બંધ સૂચવે છે. C=C ધરાવનાર સંયોજનો (દા.ત., ઇથીન)ને દર્શાવવા સળીને સ્થાને સ્પ્રિંગનો ઉપયોગ થાય છે.

(iii) સ્થાનપૂરણ મૉડેલ (Space Filling Model):

સ્થાન પૂરણ મૉડેલમાં પ્રત્યેક પરમાણુના સાપેક્ષકદ દર્શાવવામાં આવે છે જે તેની વાન્‌ ડર વાલ્સ ત્રિજ્યા પર આધારિત હોય છે. આ મોંડેલમાં બંધ દર્શાવવામાં આવતા નથી. આ મૉડેલ અણુમાં રહેલા પ્રત્યેક પરમાણુ દ્વારા રોકાયેલા કદને દર્શાવે છે. આ મોંડેલ સિવાય આણ્વીય મૉંડેલ માટે કમ્પ્યૂટર ગ્રાફિક્સનો ઉપયોગ કરી શકાય છે.


કાર્બનિક સંયોજનોનું વર્ગીકરણ આપી.

(i) સરળ શૃંખલાવાળા અથવા અચક્રિય સંયોજનો ઉદાહરણ સાથે સમજાવો.

(ii) એલિસાયક્લીક અથવા બંધશૃંખલાવાળાં અથવા વલયવાળાં સંયોજનો ઉદાહરણ સાથે સમજાવો.

Hide | Show

જવાબ : હાલમાં કાર્બનિક સંયોજનોની વધુ સંખ્યા અને તેમની વધતી જતી સંખ્યાને કારણે તેઓના બંધારણના આધારે તેઓનું વર્ગકિરણ કરવું જરૂરી છે. કાર્બનિક સંયોજનોનું મુખ્યત્વે વર્ગીકરણ નીચે પ્રમાણે કરવામાં આવે છે :

(i) સરળ શૃંખલાવાળા અથવા અચક્રિય સંયોજનો:

આ સંયોજનોને એલિફેટિક સંયોજનો પણ કહે છે, જે સીધી અથવા શાખીય શૃંખલાવાળા સંયોજનો ધરાવે છે.  દા.ત.,

(ii) એલિસાયક્લીક અથવા બંધશૃંખલાવાળાં અથવા વલયવાળાં સંયોજનો :

એલિસાયક્લીક (એલિફેટિક ચક્રિય) સંયોજનોમાં કાર્બન પરમાણુ જોડાઈને એક સમચક્રિય વલય બનાવે છે. ક્યારેક વલયમાં કાર્બન પરમાણુ સિવાય અન્ય પરમાણુ જોડાઈને વિષમ ચક્રિય વલય બનાવે છે. આ પ્રકારના સંયોજનોના કેટલાક ઉદાહરણ આ પ્રકારે છે :

આ સંયોજનો, એલિફેટિક સંયોજનોના જેવા કેટલાક ગુણધર્મો દર્શાવે છે.


એરોમેટિક સંયોજનો વિશે પ્રાથમિક માહિતી અને ઉદાહરણો આપો.

Hide | Show

જવાબ : એરોમેટિક સંયોજનો વિશિષ્ટ પ્રકારના સંયોજનો છે, આ સંયોજનોમાં બેન્ઝિન અને અન્ય ચક્રિય સંયોજનોનો (બેન્ઝેનોઇઈડ) સમાવેશ કરવામાં આવે છે. એલિસાયક્લીક સંયોજનોની જેમ એરોમેટિક સંયોજનોના વલયમાં વિષમ પરમાણુ હોઈ શકે છે. આ સંયોજનોને વિષમ ચક્રિય ઍરોમટિક સંયોજનો કહેવાય છે. વિવિધ પ્રકારના ઍરોમેટિક સંયોજનોના કેટલાક ઉદાહરણ નીચે મુજબ છે :

બેન્ઝેનોઈડ સંયોજનો :

નોન-બેન્ઝેનોઈડ સંયોજનો :


IUPAC  નામકરણ માટે શાખિત શૃંખલાવાળા આલ્કેનના નિયમો લખી, ઉદાહરણ આપી સમજાવો.

Hide | Show

જવાબ : શાખામાં વિસ્થાપન ધરાવતાં આલ્કેન સંયોજનો વધારે સંખ્યામાં મળે છે. આવા સંયોજનોનું નામ આપવાના નિયમો નીચે પ્રમાણે છે.

1. સૌપ્રથમ અણુમાં રહેલી દીર્ઘતમ (લાંબામાં લાંબી) કાર્બન શુંખલા પસંદ કરવામાં આવે છે. નીચે દર્શાવેલા ઉદાહરણ (I)માં દીર્ઘતમ કાર્બન શૃંખલામાં નવ કાર્બન પરમાણુઓ છે. જેને જનક શૃંખલા (Parent chain) તરીકે લેવામાં આવે છે. ઉદાહરણ (II)માં પસંદ કરેલી જનક શૃંખલા યોગ્ય નથી કારણ કે તે માત્ર આઠ કાર્બન પરમાણુઓ ધરાવે છે.

2. જનક આલ્કેનને ઓળખવા માટે જનક શૃંખલાના કાર્બન પરમાણુઓને ક્રમ આપવામાં આવે છે તથા હાઇડ્રોજન પરમાણુને વિસ્થાપિત કરનારા આલ્કાઈલ સમૂહથી શાખિત થનાર કાર્બનનું સ્થાન નક્કી કરાય છે. જનક શુંખલામાં કાર્બન પરમાણુને ક્રમ આપવા માટે એવો છેડો પસંદ કરાય છે કે જેથી શાખિત કાર્બન પરમાણુને ન્યૂનતમ ક્રમ મળે. આથી ઉપરના ઉદાહરણમાં ક્રમ ડાબી બાજુથી જમણી બાજુ તરફ (શાખાવાળા કાર્બનને ક્રમ 2 અને 6 મળે છે) હોવો જોઈએ નહિ કે જમણી બાજુથી ડાબી બાજુ તરફ (શાખાવાળા કાર્બનને ક્રમ 4 અને 8 મળે છે).

3. મૂળ આલ્કેનના નામમાં, શાખા તરીકે જોડાયેલા આલ્કાઈલ સમૂહોના નામને પૂર્વગ તરીકે જોડવામાં આવે છે તથા વિસ્થાપક સમૂહોને યોગ્ય ક્રમ આપવામાં આવે છે. જુદા જુદા આલ્કાઈલ સમૂહોના નામોને અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમમાં લખવામાં આવે છે. આમ, ઉપર દર્શાવેલા સંયોજનનું નામ 6-ઇથાઇલ-2-મિથાઈલનોનેન થશે. (નોંધ : સંખ્યા અને સમૂહના નામ વચ્ચે ડેશ (-) કરવામાં આવે છે, તથા મિથાઈલ અને નોનેન વચ્ચે જગ્યા રાખવામાં આવતી નથી.)

4. જો બે કે તેથી વધારે સમાન વિસ્થાપકો હોય તો તેમના ક્રમની વચ્ચે અલ્પવિરામ (,) મૂકવામાં આવે છે. સમાન વિસ્થાપકોના નામને પુનરાવર્તિત રીતે ન લખતા યોગ્ય પૂર્વગ જેમ કે ડાય (2 માટે), ટ્રાય (3 માટે), ટેટ્રા (4 માટે), પેન્ટા (5 માટે), હેક્ઝા (6 માટે) વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ નામ લખતી વખતે વિસ્થાપકોના નામો અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમમાં લખવામાં આવે છે. નીચેના ઉદાહરણો આ નિયમોને સ્પષ્ટ કરે છે.

5. જો બે વિસ્થાપકોના સ્થાન સમાન હોય તો અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમમાં પહેલા આવનાર સમૂહને ન્યૂનતમક્રમ આપવામાં આવે છે. આમ નીચે દર્શાવેલા સંયોજનોનું નામ 3-ઇથાઇલ-6-મિથાઈલઑક્ટેન છે, નહિ કે 6-ઇથાઇલ-3-મિથાઈલઑક્ટેન.

6. શાખિત આલ્કાઈલ સમૂહનું નામ ઉપરના નિયમો મુજબ નક્કી કરી શકાય છે, પરંતુ શાખિત શુંખલાનો કાર્બન પરમાણુ કે જે આલ્કેન જનક શુંખલા સાથે જોડાયેલો હોય છે, તેને નીચે દર્શાવ્યા મુજબ ક્રમ 1 આપવામાં આવે છે.

આવા શાખિત શૃંખલાવાળા આલ્કાઈલ સમૂહના નામને કૌંસમાં લખવામાં આવે છે. વિસ્થાપકોના રૂઢિગત નામને અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમમાં લખતી વખતે આઇસો (iso) અને નિયો (neo) પૂર્વગોને મૂળ આલ્કાઈલ સમૂહના નામના ભાગ ગણવામાં આવે છે, પરંતુ દ્વિતીયક (sec-) અને તૃતીયક (tert-) પૂર્વગોને મૂળ આલ્કાઈલ સમૂહના નામના ભાગ માનવામાં આવતા નથી. આઇસો અને સંબંધિત અન્ય સામાન્ય પૂર્વગોનો ઉપયોગ IUPC પદ્ધતિમાં ત્યાં સુધી કરવામાં આવે છે કે જ્યાં સુધી તે આગળ શાખિત ન થાય. બહુવિસ્થાપિત સંયોજનો માટે નીચે દર્શાવેલા નિયમો યાદ રાખો.

  • જો બે શૃંખલાનું કદ સમાન હોય તો, વધારે ઉપશાખાવાળી શૃંખલાને પસંદ કરવી જોઈએ.
  • શૃંખલાની પસંદગી બાદ ક્રમ આપવાનો છેડો એવો પસંદ કરવો જોઈએ કે જે છેડે વિસ્થાપકો નજીક હોય.


ક્રિયાશીલ સમૂહની વ્યાખ્યા, સામાન્ય લાક્ષણિકતા અને ઉપયોગ આપો.

Hide | Show

જવાબ : કોઈ કાર્બનિક સંયોજનમાં પરમાણુ અથવા પરમાણુઓના સમૂહ કે જેને કારણે તે સંયોજન વિશિષ્ટ રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા દર્શાવે છે, તેને ક્રિયાશીલસમૂહ કહે છે. સમાન ક્રિયાશીલ સમૂહોવાળા સંયોજનો સમાન પ્રક્રિયાઓ આપે છે. દા.ત., CH₃OH, CH₃CH₂OH, (CH₃)₂CHOH  વગેરે -OH ક્રિયાશીલ સમૂહ ધરાવે છે, તેથી તે બધાં સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. ક્રિયાશીલ સમૂહોની હાજરીને કારણે કાર્બનિક સંયોજનોનું પદ્ધતિસરનું વર્ગકિરણ જુદા જુદા વર્ગોમાં કરી શકાય છે. કેટલાક ક્રિયાશીલ સમૂહોના ઉદાહરણો તેમના પૂર્વગ, પ્રત્યય અને કેટલાક કાર્બનિક સંયોજનોના નામ કે જેમાં તે ક્રિયાશીલ સમૂહો હાજર છે તેઓને નીચેના કોષ્ટક માં દર્શાવવામાં આવ્યા છે.

સૌપ્રથમ અણુમાં રહેલા ક્રિયાશીલ સમૂહને ઓળખવામાં આવે છે કે જેથી યોગ્ય પ્રત્યયની પસંદગી કરી શકાય. ક્રિયાશીલ સમૂહ ધરાવનારી દીર્ઘતમ કાર્બન શુંખલામાં કાર્બન પરમાણુને ક્રમ એવા છેડેથી આપવામાં આવે છે કે જેથી ક્રિયાશીલ સમૂહ જોડાયેલા કાર્બન પરમાણુને ન્યૂનતમ ક્રમ મળે. નીચેના કોષ્ટકમાં દર્શાવેલા પ્રત્યયોનો ઉપયોગ કરી સંયોજનોના નામ લખી શકાય છે.

કેટલાક ક્રિયાશીલ સમૂહો અને કાર્બનિક સંયોજનોના વર્ગો

સંયોજનોનો વર્ગ

ક્રિયાશીલ સમૂહનું બંધારણ

IUPAC સમૂહ પૂર્વગ

IUPAC સમૂહ પ્રત્યય

ઉદાહરણ

આલ્કેન

-

-

-ઍન

બ્યુટેન CH(CH)CH

આલ્કીન

>C = C<

-

-ઈન

બ્યુટ-1-ઈન

CH = CHCHCH

અલ્કાઈન

-C C-

-

-આઈન

બ્યુટ-1-આઈન

CH  CCHCH

અરીન

-

-

-

બેન્ઝિન,

હેલાઈડ

-X

(X=F, Cl, Br, I)

હેલો-

-

1-બ્રોમોબ્યુટેન CH(CH)CHBr

આલ્કોહૉલ

-OH

હાઈડ્રોક્સિ-

-ઑલ

બ્યુટેન-2-ઑલ CHCHCHOHCH

આલ્ડિહાઈડ

-CHO

ફોર્માઈલ-

અથવા ઑક્સો-

-આલ

બ્યુટેનાલ CH(CH)CHO

ક્રિટોન

>C = O

ઑક્સો-

-ઑન

બ્યુટેન-2-ઑન CHCHCOCH

નાઈટ્રાઈલ

-C N

સાયનો-

-નાઈટ્રાઈલ

પેન્ટેનનાઈટ્રાઈલ CHCHCHCHCN

ઈથર

R-O-R

આલ્કોક્સિ-

-

ઈથોક્સિઈથેન CHCHOCHCH

કાર્બોક્સિલિક ઍસિડ

-COOH

કાર્બોક્સિ-

-ઓઈક ઍસિડ

બ્યુટેનોઈક ઍસિડ CH(CH)COH

કાર્બોક્સિલેટ આયન

-CO

-

-ઓએટ

સોડિયમ બ્યુટેનોએટ CH(CH)C N

એસ્ટર

-COOR

આલ્કોક્સિ કાર્બોનિલ

-ઓએટ

મિથાઈલ પ્રોપેનોએટ CHCHCOOCH

એસાઈલ હેલાઈડ

-COX

(X = F, Cl, Br, I)

હેલોકાર્બોનિલ

-ઓઈલ હેલાઈડ

બ્યુટેનોઈલ ક્લોરાઈડ CH(CH)COCl

એમાઈન

-NH

>NH, >N-

એમિનો-

-એમાઈન

બ્યુટેન-2-એમાઈન CHCHNHCHCH

એમાઈડ

-CONH

-CONHR -CONR

કાર્બોમોઈલ

-એમાઈડ

બ્યુટેનેમાઈડ CH(CH)CONH

નાઈટ્રોસંયોજનો

-NO

નાઈટ્રો

-

1-નાઈટ્રોબ્યુટેન CH(CH)NO

સ્લ્ફોનિક ઍસિડ

-SOH

સલ્ફો

સ્લ્ફોનિક ઍસિડ

મિથાઈલસ્લ્ફોનિક ઍસિડ

CHSOH

 


સમઘટકતા એટલે શું ? સમઘટકતાના પ્રકારો ઉદાહરણ આપી સમજાવો.

Hide | Show

જવાબ : બે કે તેથી વધુ સંયોજનોના આણ્વીય સૂત્રો સમાન હોય, પરંતુ તેમના ગુણધર્મો જુદા જુદા હોય તો આ ઘટનાને સમઘટકતા (isomerism) કહે છે. આ સંયોજનોને સમઘટકો કહેવાય છે. જુદીજુદી સમઘટકતાને નીચે ચાર્ટમાં દર્શાવેલી છે.

બંધારણીય સમઘટકતા (Structural Isomerism) :

જે સંયોજનોના આણ્વીય સૂત્રો સમાન હોય, પરંતુ બંધારણીય સૂત્ર (પરમાણુની ગોઠવણીની રીત) અલગ-અલગ હોય તો તેમને બંધારણીય સમઘટકો કહે છે. વિવિધ પ્રકારની બંધારણીય સમઘટકતાના કેટલાક વિશિષ્ટ ઉદાહરણો નીચે દર્શાવેલા છે.

(1) શુંખલા સમઘટકતા : જો બે કે તેથી વધારે સંયોજનોના આણ્વીય સૂત્રો સમાન હોય પણ તેમની કાર્બન શુંખલાનું માળખું જુદું જુદુ હોય તો તે સંયોજનો શૃંખલા સમઘટકો કહેવાય છે અને તે ઘટનાને શૃંખલા સમઘટકતા કહે છે. દા.ત., CH₁₂ ના નીચે દર્શાવ્યા મુજબ ત્રણ શૃંખલા સમઘટકો મળે છે.

(2) સ્થાન સમઘટકતા : જ્યારે બે કે તેથી વધારે સંયોજનોમાં કાર્બન શૃંખલાને જોડાયેલા વિસ્થાપક સમૂહો કે ક્રિયાશીલ સમૂહોના સ્થાન જુદા હોય તો તે સંયોજનોને સ્થાન સમઘટકો કહેવાય છે અને તે ઘટનાને સ્થાન સમઘટકતા કહે છે. દા.ત., CHOO Oના નીચે દર્શાવ્યા મુજબ બે સ્થાન સમઘટકો મળે છે.

(3) ક્રિયાશીલ સમૂહ સમઘટકતા : જો બે કે તેથી વધારે સંયોજનોના આણ્વીય સૂત્રો સમાન હોય પણ તેમાં રહેલા ક્રિયાશીલ સમૂહો જુદા જુદા હોય તો તેમને ક્રિયાશીલ સમૂહ સમઘટકો કહેવાય છે અને આ ઘટનાને ક્રિયાશીલ સમૂહ સમઘટકતા કહે છે. દા.ત., CHO આણ્વીય સૂત્રવાળા સંયોજનોને નીચે મુજબ આલ્ડિહાઇડ અને કિટોન સંયોજન તરીકે દર્શાવાય છે.

(4) મધ્યાવયવતા : ક્રિયાશીલ સમૂહને જોડાયેલી જુદી જુદી આલ્કાઈલ શૃંખલાઓને કારણે મધ્યાવયવતા ઉત્પન્ન થાય છે. દા.ત., CH₁₀O સંયોજનના બે મધ્યાવયવી મિથોક્સિપ્રોપેન (CHOCH) અને ઈથોક્સિઇથેન (CHOCH) છે.

અવકાશીય સમઘટકતા (Stereoisomerism):

જે સંયોજનોના બંધારણ અને તેમાં રહેલા સહસંયોજકબંધના ક્રમ સમાન હોય, પરંતુ તેમના પરમાણુઓના અવકાશમાં સાપેક્ષ સ્થાન જુદા હોય તો તેઓને અવકાશીય સમઘટકો કહે છે. આ વિશિષ્ટ પ્રકારની સમઘટકતાને અવકાશીય સમઘટકતા કહે છે. આ સમઘટકતાને ભૌમિતિક સમઘટક્તા અને પ્રકાશીય સમઘટકતામાં વર્ગંકિત કરી શકાય છે.


There are No Content Availble For this Chapter

Take a Test

Choose your Test :

કાર્બનિક રસાયણવિજ્ઞાન – કેટલાક પાયાના સિદ્ધાંતો અને પદ્ધતિઓ

રસાયણવિજ્ઞાન

Browse & Download GSEB Books For ધોરણ ૧૧ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.