GSEB Solutions for ધોરણ ૧૧ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

એક કાર સ્થિર સ્થિતિમાંથી નિયમિત પ્રવેગથી ગતિ કરીને 20 s માં 144 km/h ની ઝડપ પાપ્ત કરે છે, તો કારે કાપેલું અંતર .......................

Hide | Show

જવાબ : 400 m


એક રબરના બોલને જમીનથી 5 m ઊંચાઈએથી મુક્ત કરતાં તે જમીનને અથડાઈને 1.8 m જેટલો ઊછળે છે, ઊછળ્યા બાદ બૉલે કેટલા ગણો વેગ ગુમાવ્યો હશે ?

Hide | Show

જવાબ : 3/5


એક કણનું સ્થાનાંતર સમયના વર્ગના સમપ્રમાણમાં છે, તો તેનો પ્રવેગ .................. હશે.

Hide | Show

જવાબ : અચળ


એક – પરિમાણમાં ગતિ કરતા કણનો વેગ અને પ્રવેગ બંને વિરુદ્ધ દિશામાં હોય, તો ............

Hide | Show

જવાબ : કણના વેગના મૂલ્યમાં ઘટાડો થશે.


એક – પરિમાણમાં ગતિ કરતા કણનો વેગ અને પ્રવેગ બંને ઋણ હોય, તો ............

Hide | Show

જવાબ : કણના વેગના મૂલ્યમાં વધારો થશે.


એક વ્યક્તિ ઉત્તર દિશામાં 1 km અંતર કાપે છે. ત્યાંથી તે દક્ષિણ દિશામાં તે જ માર્ગ પર 1 km અંતર કાપે છે. આ વ્યક્તિએ કાપેલું કુલ અંતર અને સ્થાનાંતર અનુક્રમે કેટલું હશે.

Hide | Show

જવાબ : 2 km, 0


નિયમિત ગતિ કરતા પદાર્થ માટે .................

Hide | Show

જવાબ : તત્કાલીન વેગ = સરેરાશ વેગ


આપેલ સમયગાળામાં પદાર્થે કરેલું સ્થાનાંતર અને પથલંબાઈ વચ્ચેનો સંબંધ હંમેશા ...............

Hide | Show

જવાબ : પથલંબાઈ >= સ્થાનાંતર


સરેરાશ વેગ અને સરેરાશ ઝડપનો ગુણોત્તર કેટલો થાય.

Hide | Show

જવાબ : <= 1


એક – પરિમાણમાં વેગ અને પ્રવેગ એક જ દિશામાં હોય, તો ............

Hide | Show

જવાબ : વેગના મૂલ્યમાં વધારો થાય.


કણને પ્રતિપ્રવેગ ક્યારે હોય?

Hide | Show

જવાબ : જ્યારે કણના વેગ અને પ્રવેગની સંજ્ઞા વિરુદ્ધ હોય, એટલે કે બંને વિરુદ્ધ દિશામાં હોય ત્યારે કણ પ્રતિપ્રવેગી ગતિ કરે છે.


x-t આલેખમાં જો વક્ર ઉપરની તરફ અંતર્ગોળ હોય, તો પદાર્થનો પ્રવેગ કેવો હશે?

Hide | Show

જવાબ : x-t આલેખમાં જો વક્ર ઉપરની તરફ અંતર્ગોળ હોય, તો પદાર્થનો પ્રવેગ ધન હોય છે અને આ સ્થાન આગળ કણનો વેગ વધતો જાય છે.


ગતિમાન પદાર્થનો x-t આલેખ સુરેખા અથવા જે બિંદુ આગળ વક્ર ન હોય તે બિંદુએ પદાર્થનો પ્રવેગ કેટલો હોય છે? તેનો વેગ કેવો હોય છે?

 

Hide | Show

જવાબ : ગતિમાન પદાર્થનો x-t આલેખ સુરેખા અથવા જે બિંદુ આગળ વક્ર ન હોય તે બિદુએ પદાર્થનો પ્રવેગ શૂન્ય અને વેગ અચળ હોય છે.


અચળપ્રવેગી અથવા નિયમિત પ્રવેગી ગતિ કોને ક્હે છે?

Hide | Show

જવાબ : જે પદાર્થનો વેગ સમય સાથે રેખીય રીત વધતા હોય અથવા ઘટતો હોય, તે પદાર્થની ગતિને અચળપ્રવેગી અથવા નિયમિત પ્રવેગી ગતિ કહે છે.


મુક્તપતન એટલે શું?

Hide | Show

જવાબ : પૃથ્વીના સપાટીથી કાઈક ઊંચાઇએથી પદાર્થને મુક્ત કરતાં, પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીંધે તેમાં અધોદિશામાં પ્રવેગ ઉત્પન્ન થાય છે, જેને ગુરુત્વપ્રવેગ કહે છે. હવાના અવરોધને અવગણવામાં આવે, તો તે પદાર્થ g જેટલા પ્રવેગથી મુક્તપતન કરે છે તેમ કહેવાય.


"સ્થિર અવસ્થા અન ગતિ સાપેક્ષ પદો છે.'' સમજાવો.

Hide | Show

જવાબ : કોઈ પદાર્થ, એક પદાર્થની સાપેક્ષે સ્થિર હાઈ શકે છે, પરંતુ તે જ સમયે બીજા પદાર્થની સાપેક્ષે ગતિમાં હોઈ શકે છે. દા.ત. ટ્રેનમાં પડેલી બેગ એ ટ્રેનમાં બેઠેલ વ્યક્તિની સાપેક્ષે સ્થિર છે. પરંતુ જમીન પર ઉભેલી વ્યક્તિની સાપેક્ષે તે ગતિમાં છે. આમ, સ્થિર અવસ્થા અને ગતિ સાપેક્ષ પદો છે.


જો પદાર્થનો પ્રવેગ શૂન્ય હોય, તો તેની ગતિ કેવી હશે ?

Hide | Show

જવાબ : પદાર્થનો પ્રવેગ શૂન્ય હોય, તો તે અચળ વેગથી ગતિ કરતો હશે અથવા સ્થિર હશે.


જો કણનો વેગ અને પ્રવેગ બંને ઋણ હોય, તો કણ કેવી રીતે ગતિ કરતો હશે ?

Hide | Show

જવાબ : કણનો વેગ અને પ્રવેગ બંને ઋણ હોય તો, વેગ અને પ્રવેગ બંને એક જ દિશામાં હશે. આથી કણ પ્રવેગિત ગતિ કરતો હશે.


પ્રતિવેગ એટલે શું ? તે કઈ દિશામાં હોય છે ?

Hide | Show

જવાબ : વેગમાં થતા ઘટાડાના સમયદરને પ્રતિવેગ કહે છે. તે વેગની વિરુદ્ધ દિશામાં હોય છે.


પદાર્થના વેગનો ફેરફાર કેટલી અને કેવી રીતે સંભવી શકે?

Hide | Show

જવાબ : પદાર્થના વેગનો ફેરફાર ત્રણ રીતે સંભવી શકે :

  1. માત્ર વેગના મૂલ્યમાં ફેરફાર થવાથી,
  2. માત્ર વેગની દિશામાં ફેરફાર થવાથી તથા
  3. વેગની દિશા અને મૂલ્ય બંનેમાં ફેરફાર થવાથી.


સ્થાનાંતરનું સમયની સાપેક્ષે દ્રિતીય વિકલિત કઈ ભૌતિક રાશિ આપે છે ?

Hide | Show

જવાબ : પ્રવેગ, કારણ કે α=dv / dt=d2x / dt2


Stopping distance કોને કહે છે ?

Hide | Show

જવાબ : જ્યારે ગતિમાન વાહનને બ્રેક મારવામાં આવે ત્યારે, તે ઊભું રહે તેની પહેલાં અમુક અંતર કાપે છે, જેને Stopping distance કહે છે. તે વાહનનાં પ્રારંભિક વેગ અને બ્રેકની ક્ષમતા પર આધારિત છે.


શું કોઈ ગતિમાન પદાર્થ માટે x-t આલેખ સ્થાન-અક્ષને સમાંતર હોઈ શકે ?

Hide | Show

જવાબ : ના, કારણ કે આ પ્રકારનો આલેખ એવું દર્શાવે છે કે કોઈ એક જ સમયે પદાર્થ જુદા જુદા સ્થાને રહેલો છે, જે શક્ય નથી. આથી  x-t આલેખ સ્થાન-અક્ષને સમાંતર ના હોઈ શકે.


ગતિમાન એવી બે કારનો સાપેક્ષ વેગ ક્યારે શૂન્ય થાય ?

Hide | Show

જવાબ : જ્યારે બે કાર સમાન વેગથી એક જ દિશામાં ગતિ કરતી હોય ત્યારે તેમનો સાપેક્ષ વેગ શૂન્ય થાય.


ઊર્ધ્વદિશામાં ફેંકેલા દડાની મહત્તમ ઊંચાઈએ વેગ અને પ્રવેગ કેટલો હશે ?

Hide | Show

જવાબ : મહત્તમ ઊંચાઈએ દડાનો વેગ શૂન્ય અને પ્રવેગ g જેટલો હોય છે.


એક-પરિમાણમાં ગતિ કરતા પદાર્થને શું કોઈ એક ક્ષણે શૂન્ય વેગ અને અશૂન્ય પ્રવેગ હોઈ શકે ? ઉદાહરણ આપો.

Hide | Show

જવાબ : હા, જ્યારે પદાર્થને ઊર્ધ્વદિશામાં ફેંકવામાં આવે ત્યારે મહત્તમ ઊંચાઈએ તેનો વેગ શૂન્ય અને પ્રવેગ અશૂન્ય હોય છે.


નિર્દેશ-ફ્રેમ એટલે શું ?

Hide | Show

જવાબ : પદાર્થનું સ્થાન નક્કી કરવા માટે X, Y, Z એમ ત્રણ અક્ષોના સમૂહની જરૂર પડે છે. આ અક્ષોના છેદનબિંદુને સંદર્ભબિંદુ તરીકે લઈ આ યામાક્ષ પદ્ધતિમાં પદાર્થનું સ્થાન નક્કી થાય છે. આ યામાક્ષ પદ્ધતિમાં સમયના માપન માટે ઘડિયાળ મૂકી બનતાં તંત્રને નિર્દેશ-ફ્રેમ કહે છે.


કણના સરેરાશ વેગ પરથી કઈ માહિતી મળતી નથી ?

Hide | Show

જવાબ : કણના સરેરાશ વેગ પરથી કણના ગતિપથ તેમજ ગતિપથ પર જુદાં જુદાં બિંદુ પાસે તેના વેગની માહિતી મળતી નથી.


પ્રવેગ એટલે શું ? તે કઈ દિશામાં હોય છે ?

Hide | Show

જવાબ : વેગમાં થતા ફેરફારના સમયદરને પ્રવેગ કહે છે. પ્રવેગની દિશા વેગના ફેરફારની દિશામાં હોય છે.


સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ વચ્ચેનો ભેદ જણાવો.

Hide | Show

જવાબ : સરેરાશ ઝડપ : પદાર્થની પથલંબાઈ અને તે માટે લાગતા સમયના ગુણોત્તરને સરેરાશ ઝડપ કહે છે. સરેરાશ વેગ : પદાર્થના સ્થાનાંતર અને તે માટે લાગતા સમયના ગુણોત્તરને સરેરાશ વેગ કહે છે. સરેરાશ ઝડપ અદિશ રાશિ છે. જ્યારે સરેરાશ વેગ સદિશ રાશિ છે. સરેરાશ વેગ સ્થાનાંતરની દિશામાં હોય છે.


નિર્દેશ-ફ્રેમ એટલે શું ? ઉદાહરણ આપી સમજાવો.

Hide | Show

જવાબ : ​​​​​​​પદાર્થના સ્થાનમાં સમય સાથે થતા ફેરફારને ગતિ કહે છે. પદાર્થનું સ્થાન નક્કી કરવા માટે એક સંદર્ભબિંદુ અને અક્ષોના સમૂહની જરૂર પડે છે. આ માટે લંબ-યામાક્ષ પદ્ધતિની ત્રણ પરસ્પર લંબ-અક્ષો X, Y aઅને Z અક્ષો પસંદ કરી શકાય.

આ ત્રણેય અક્ષોના છેદનબિંદુએ ઉગમબિંદુ (O) કહે છે, જે સંદર્ભબિંદુ તરીકે લઈ શકાય. કોઈ પણ પદાર્થના યામો (x, y, z) આ યામાક્ષ પદ્ધતિની સાપેક્ષે તેનું સ્થાન દર્શાવે છે. સમયના માપન માટે આ તંત્રમાં જો ઘડિયાળ મૂકવામાં આવે, તો ઘડિયાળ સહિત આ તંત્રને નિર્દેશ-ફ્રેમ (Frame of reference) કહે છે.

આમ, નિર્દેશ-ફ્રેમ એ અવલોકનકાર સાથે સંકળાયેલ તંત્ર છે, જેમાં અક્ષોનો સમૂહ અને ઘડિયાળનો સમાવેશ થાય છે. તેની સાપેક્ષે અવલોકનકાર ગતિમાન પદાર્થનું સ્થાન, સ્થાનાંતર, વેગ અને પ્રવેગ જેવી બાબતો નક્કી કરે છે.

કોઈ ઘટનાના વણનનો આધાર, વર્ણન માટે પસંદ કરેલી નિેર્દેશ-ફ્રેમ પર છે.

ઉદાહરણ તરીકે,  અચળ વેગથી ગતિ કરતી ટ્રેનમાં રહેલી બૅગનું ટ્રેનમાંથી અવલોકન કરતાં તે સ્થિર જણાય છે અને ટ્રેનની બહારના ઝાડ, મકાન વગેરે ગતિમાં જણાય છે. આ કિસ્સામાં ગતિમાન ટ્રેન નિર્દેશ-ફ્રેમ છે.

આ જ બૅગનું રસ્તા પરથી અવલોકન કરતાં તે ગતિમાં જણાય છે;  જ્યારે રસ્તા પરના ઝાડ, મકાન વગેરે સ્થિર જણાય છે. આ કિસ્સામાં 'સ્થિર' પૃથ્વી નિર્દેશ-ફ્રેમ છે.


પથલંબાઈ અને સ્થાનાંતર વચ્ચેનો ભેદ ઉદાહરણ સહિત સમજાવો.        

Hide | Show

જવાબ : કોઈ સમયગાળામાં કણે કાપેલા અંતરને પથલંબાઈ કહે છે.

ધારો કે, એક કાર સુરેખ રેખા પર ગતિ કરે છે. આપણે X-અક્ષની પસંદગી એવી કરીએ કે તે કારના ગતિમાર્ગ ઉપર સંપાત થાય અને કાર ગતિની શરૂઆત કરે છે, તે બિંદુએ X-અક્ષનું ઊગમબિંદુ હોય એટલે કે t = 0 સમયે કાર x = 0 પાસે હતી. ​​​​​​​

ધારો કે જુદી જુદી ક્ષણે P, Q અને R બિંદુઓ કારનું સ્થાન દર્શાવે છે. કારના બે કિસ્સા વિચારો. પ્રથમ કિસ્સામાં કાર O થી P સુધી ગતિ કરે છે. તો કાર વડે કપાયેલ અંતર 0P =+360 m, આ અંતરને કાર વડે કપાયેલ પથલંબાઈ કહે છે. બીજા કિસ્સામાં, કાર પહેલા 0 થી P સુધી ગતિ કરે છે અને પછી P થી Q સુધી પરત આવે છે. ગતિના આ કિસ્સામાં કાર વડે કપાયેલ પથલંબાઈ 0P + PQ = +360 m + (+120) m = +480 m પથલંબાઈ અદિશ રાશિ છે, એટલે કે તેને માત્ર માન હોય છે જ્યારે દિશા હોતી નથી.

સ્થાનાંતર (Displacement)

સ્થાનમાં થતાં ફેરફાર માટે બીજી રાશિ સ્થાનાંતરને વ્યાખ્યાયિત કરવી ઉપયોગી નીવડશે. ધારો કે t અને t સમયે એક પદાર્થનાં સ્થાનો x અને x છે, તો ∆t=(t₂ -t₁) જેટલા સમયમાં તેનું સ્થાનાંતર x  વડે દર્શાવાય જે અંતિમ અને પ્રારંભિક સ્થાનનો તફાવત આપે છે.

x=x₂ -x₁)

(રાશિમાં થતાં ફેરફારને ગ્રીક અક્ષર ડેલ્ટા ( ) વડે દર્શાવાય છે.)

જો. x2>x1  તો x  ધન થાય અને જો x2<x1  તો x  ઋણ થાય.

સ્થાનાંતરને માન અને દિશા બંને હોય છે. આવી રાશિઓને સદિશો વડે રજૂ કરાય છે.એક પારિમાણિક ગતિમાં માત્ર બે જ દિશા હોય છે. (આગળ તરફ અને પાછળ તરફ, ઉપર તરફ અને નીચે તરફ) કે જ્યાં, પદાર્થ ગતિ કરી શકે અને આ બંને દિશાઓને સહેલાઈથી + અને - સંજ્ઞાઓ વડે દર્શાવી શકાય છે.

ઉદાહરણ તરીકે કાર 0 થી P સુધી ગતિ કરે છે ત્યારે તેનું સ્થાનાંતર

x= x2- x1=+360 m-0 m= +360 m

અહીં સ્થાનાંતરનું માન 360 m અને દિશા ધન X દિશામાં છે જે + સંજ્ઞા વડે દર્શાવી છે. આ જ રીતે કારનું P થી Q સ્થાનાંતર 240 m - 360 m = -120 m. અહીં, ઋણ નિશાની સ્થાનાંતરની દિશા સૂચવે છે. આમ, પદાર્થોની એક-પારિમાણિક ગતિની ચર્ચામાં સદિશ સંકેતોના ઉપયોગની જરૂરિયાત નથી.

સ્થાનાંતરનું માન ગતિમાન પદાર્થે કાપેલ પથલંબાઈ જેટલુ હોઈ પણ શકે અને ન પણ હોય. ઉદાહરણ તરીકે, કારની 0 થી P  ગતિ માટે પથલંબાઈ +360 m અને સ્થાનાંતર +360 m છે. આ કિસ્સામાં સ્થાનાંતરનું માન (360 m) અને પથલંબાઈ (360 m) સરખી છે. કાર 0 થી P સુધી જઈ અને Q પર પરત આવે તેવી ગતિ વિચારો.

આ કિસ્સામાં, પથલંબાઈ = (+360 m) + (+120 m) =+480 m. પરતુ સ્થાનાંતર = (+240 m) - (0 m)= +240 m. આમ, સ્થાનાંતરનું માન (240 m), પથલંબાઈ (480 m) જેટલી સરખી નથી.

સ્થાનાંતરનું માન ગતિની કોઈ વર્તણૂક માટે શૂન્ય હોઈ શકે છે, પરંતુ તદ્અનુરૂપ પથલંબાઈ શૂન્ય હોતી નથી ઉદાહરણ તરીકે, જો કાર 0 થી ગતિ શરૂ કરીને P પર જાય છે અને પછી 0 પાસે પરત આવે તો અંતિમ સ્થાન, પ્રારંભિક સ્થાન સાથે સંપાત થાય છે અને સ્થાનાંતર શૂન્ય  થાય. આમ છતાં, મુસાફરીની પથલંબાઈ 0P + P0 = +360 m + 360 m = 720 m થાય છે.


There are No Content Availble For this Chapter

Download PDF

Take a Test

Choose your Test :

સુરેખપથ પર ગતિ

ભૌતિકવિજ્ઞાન

Browse & Download GSEB Books For ધોરણ ૧૧ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.