GSEB Solutions for ધોરણ ૧૧ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

ધારારેખા પર ............

Hide | Show

જવાબ : તરલકણ જે સ્થાનેથી પસાર થાય તે સ્થાનેથી પસાર થતા દરેક તરલકણનો વેગ અચળ હોય છે.


2.5 cm અને 3.75 cm વ્યાસના વર્તુળાકાર આડછેદ ધરાવતી નળીમાંથી આદર્શ તરલ પસાર થઈ રહ્યું છે, તો આ આડછેદ પાસે વેગનો ગુણોત્તર શોધો.

Hide | Show

જવાબ : 9:4


પાણી-કાચની સંપર્કસપાટી માટે સંપર્કકોણ 0° છે. ઇથાઇલ આલ્કોહૉલ માટે 0°, પારો-કાચ માટે 140° અને મિથાઇલ આયોડાઇડ કાચ માટે 30° છે. આમાંના એક પ્રવાહીમાં કેશનળી રાખતા મિનિસ્ક્સ બહિર્ગોળ દેખાય છે,તો આ પ્રવાહી ...... હશે.

Hide | Show

જવાબ : પારો


સપાટી પરના અણુ માટે ......

Hide | Show

જવાબ : તેના પર અધોદિશામાં પરિણામી બળ લાગે અને અંદરના અણુ કરતાં તેની સ્થિતિઊર્જા વધુ હશે.


દબાણ અદિશ ભૌતિકરાશિ છે. કારણ કે, ......

Hide | Show

જવાબ : તે બળના મૂલ્ય અને ક્ષેત્રફળના મૂલ્યનો ગુણોત્તર છે અને તે બળના સપાટીને લંબઘટક અને ક્ષેત્રફળનો ગુણોત્તર છે.


તાપમાન વધતાં, શ્યાનતા ગુણાંક ......

Hide | Show

જવાબ : વાયુનો વધે છે અને પ્રવાહીનો ઘટે છે.


કેવા પ્રવાહી માટે ધારારેખી વહન વધુ યોગ્ય છે ?

Hide | Show

જવાબ : ઓછી ઘનતા અને ઊંચો શ્યાનતા ગુણાક


નદીમાં વહેતા પાણીનો વેગ ......

Hide | Show

જવાબ : મધ્યમાં વધારે અને કાંઠા તરફ જતા ઘટતો જાય.


બે નાના બુંદ એકબીજા સાથે ભળી જઈને એક મોટું બુંદ બનાવે, તો આ પ્રક્રિયા દરમિયાન ......

Hide | Show

જવાબ : ઊર્જા મુક્ત થાય છે.


સપાટીની આર્દણીયતા પ્રવાહીના મુખ્યત્વે..................પર આધારિત છે.

Hide | Show

જવાબ : સપાટી અને પ્રવાહી વચ્ચેનો સંપર્કકોણ


40 m/s ની ઝડપથી ઘરમાં છતને સમાંતર પવન કૂંકાય છે. છતનું ક્ષેત્રફળ 250 m2 છે. ઘરમાં દબાણ, વાતાવરણના દબાણ જેટલું ધારીએ તો છત પર લાગતાં બળ અને તેની દિશા........ (ρair=1.2 kg/m3)

Hide | Show

જવાબ : 2.4 ×105, ઉપર તરફ


સ્પ્રે પંપના નળાકાર ટ્યૂબની ત્રિજ્યા R છે. તેના એક છેડે r ત્રિજ્યાના ‘n સૂક્ષ્મ છિદ્રો છે. જો નળાકાર ટ્યૂબમાં પ્રવાહીની ઝડપ v હોય, તો આ છિદ્રોમાંથી બહાર નીકળતા પ્રવાહીની ઝડપ કેટલી હશે ?

Hide | Show

જવાબ : vR2nr2


એક કસનળીમાં પાણી h ઊંચાઈ સુધી ચઢે છે. જો કસનળીની લંબાઈ કશનળીમાં પાણીની ઊંચાઈ h' કરતાં ઓછી હોય, તો .......

Hide | Show

જવાબ : કસનળીમાં પાણી ઉપરના છેડા સુધી ચઢે છે ત્યારે સ્થિર રહે છે, બહાર નીકળતું નથી.


એકબીજામાં મિશ્રણ ન થઈ શકતા હોય તેવા પ્રવાહીઓ કે જેમની ઘનતા ρ તથા nρ (n>1) છે, જે કોઈ પાણીમાં ભરેલાં છે. દરેક પ્રવાહીની ઊંચાઈ h છે. L લંબાઈ અને d ઘનતાના એક નળાકારને આ પાત્રમાં રાખવામાં આવે ત્યારે. આ નળાકાર આ પાત્રમાં એવી રીતે તરે છે કે જેથી તેનું અક્ષ ઊભું રહે તથા પ્રવાહીમાં તેની લંબાઈ PL (P < 1) રહે છે. જ્યાં ઘનતા d છે.

Hide | Show

જવાબ : [1+n-1P]ρ


કોઈ પ્રવાહીની લંબયોરસ કપોટીને 4cm ×2 cm માંથી વઘારીને 5cm ×4 cm કરવામાં આવે છે. જો આ પ્રક્રિયામાં કરવું પડતું કાર્ય 3 ×10-4 J હોય, તો પ્રવાહીના પૃષ્ઠતાણનું મૂલ્ય કેટલું ઠરો ?

Hide | Show

જવાબ : 0.125 Nm-1


ત્રણ પ્રવાહીઓની ઘનતા ρ1,ρ2 અને ρ (ρ1>ρ2 >ρ )છે. તેમના પૃષ્ઠતાણ T નાં મૂલ્યો સમાન છે, ત્રણ આદર્શ કસનળીમાં ત્રણેય પ્રવાહીઓ સમાન ઊંચાઈ સુધી ચઢે છે. ત્રણેય પ્રવાહીઓનો સંપર્કકોણ અનુક્રમે θ1,θ2 અને θ  હોય, તો નીચેનામાંથી કયો સંબંધ સાચો રહે ?

Hide | Show

જવાબ : 0≤θ1<θ2<θ3<π2


rત્રિજ્યાનો એક નાનો ગોળો સ્થિર સ્થિતિમાંથી એક સ્નિગ્ધ પ્રવાહીમાં પડે છે. સ્નિગ્ઘ બળના પરિણામે ઉષ્મા ઉત્પન્ન થાય છે. જ્યારે આ ગોળો તેનો ટર્મિનલ વેગ પ્રાપ્ત કરશે ત્યારે ઉષ્મા ઉત્પન્ન થવાનો દર .......... ને ચલે છે.

Hide | Show

જવાબ : r5


બર્નુલીનું સમીકરણ.................. રાશિનું સંરક્ષણ કરે છે.

Hide | Show

જવાબ : ઊર્જા


પારાના બે નાના બુંદ ભેગા મળીને R ત્રિજ્યાનું મોટું બુંદ બને છે. મોટું બુંદ રચાતા પહેલા અને રચાયા પછી પૃષ્ઠઊર્જાઓનો ગુણોત્તર ..........હશે.

Hide | Show

જવાબ : 213:1


M દળ અને R ત્રિજ્યાવાળો શ્યાન પ્રવાહીમાં મુક્ત પતન કરે તો તેને પ્રાપ્ત કરેલ ટર્મિનલ વેગ .......... ના સમપ્રમાણમાં હોય છે.

Hide | Show

જવાબ : R2


એક વિદ્યાર્થી સ્ટ્રો દ્વારા પાણી ચુસતા તેના ફેફસાંનું દબાણ 750 mm પારા (ઘનતા 13.69 g/cm³)ની ઊંચાઈ જેટલું થાય છે તો આ સ્ટ્રો દ્વારા તે પાણીના ગ્લાસની ...........

Hide | Show

જવાબ : 13.6 સેમી


માણસની વૃદ્ધાવસ્થામાં લોહી લઈ જતી શરીરની નસો સાંકડી પડવાથી લોહીનું દબાણ વધે છે. આ બાબત......................ના નિયમ પ્રમાણે થાય છે.

Hide | Show

જવાબ : બર્નુલી


એક સાબુના પાતળા સ્તરનું ક્ષેત્રફ્ળ 10 cm ×6 cm થી 10 cm ×11 cm વધારવા માટે 3.0×10-4 J કાર્ય કરવું પડતું હોય તો આ પાતળા સ્તરનું પૃષ્ઠતાણ................. થશે.

Hide | Show

જવાબ : 10-2N/m


0.3 mm ત્રિજ્યાનું એક વરસાદનું બુંદ 1.8 ×10-5 Nsm-2 શ્યાનતા ધરાવતી હવામાં મુક્તપતન કરે તો તેનો ટર્મિનલ વેગ ............. જેટલો થશે (હવાની ઘનતા અવગણો)

Hide | Show

જવાબ : 10.9 ms-1


સમતાપી સ્થિતિએ શૂન્યાવકાશમાં અને ત્રિજ્યાવાળા બે સાબુના પરપોટા ભેગા ભળી જઈ મોટો પરપોટો બનાવે છે, તો મોટા પરપોટાની (પરિણામી) ત્રિજ્યા ............... પ્રમાણેની થશે.

Hide | Show

જવાબ : a2+b2


નળાકાર પાત્રમાં પ્રવાહી ભરી નળાકારના પાયામાંથી પસાર થતી ઊર્ધ્વઅક્ષને અનુલક્ષીને નળાકારને ભ્રમણ કરવા દેવામાં આવે છે. જો પાત્રની ત્રિજ્યા r અને કોણીય વેગ ω હોય તો, પાત્રમાં કેન્દ્ર અને ધાર વચ્ચે પ્રવાહીની ઊંચાઈઓનો તફાવત ................ થશે.

Hide | Show

જવાબ : r2ω22g


r ત્રિજ્યાવાળી કસનળી પાણીમાં ડુબાડેલ છે, તેમાં પાણી h ઊંચાઈ સુધી ઉપર ચઢે છે. કસનળીમાં પાણીનું દળ 5g છે હવે 2r ત્રિજ્યાવાળી બીજી કસનળી પાણીમાં ડુબાડેલ હોય તો આ કસનળીમાં પાણીનું દળ ...... જેટલું ઊંચે ચઢશે.

Hide | Show

જવાબ : 10 g


8 cm ના વ્યાસવાળા એક નળાકારમાં 4 ms-1 ના વેગથી પાણી વહન કરે છે. તેના છેડા પર 2 cm વ્યાસવાળી પાઈપ જોડેલ હોય તો તેના મુક્ત છેડા પાસે પાણીનો વેગ .......... હશે.

Hide | Show

જવાબ : 64 ms-1


પાણી ભરેલી ટાંકીના તળિયે રહેલા છિદ્રમાંથી બહાર આવતા પાણીનો વેગ કેટલો થશે ? પાત્રના તળિયે દબાણ 3 atm છે, 1 atmatm = 105 Nm-2, g=10 ms-2 લો.

Hide | Show

જવાબ : 400 ms-1


અવકાશમાં r અને r ત્રિજ્યાના સાબુના બે પરપોટાઓ ભેગા થઈ એક મોટો પરપોટો બને છે. તો મોટા પરપોટાની ત્રિજ્યા ............... છે. પરપોટો રચાવાની પ્રક્રિયા દરમિયાન તાપમાન અચળ રહે છે તેમ ધારો.

Hide | Show

જવાબ : r12+r22


2.5 ×10-2 N/m પૃષ્ઠતાણ ધરાવતાં એક ડિટર્જન્ટના દ્રાવણમાંથી 1 mmની ત્રિજ્યાનો સાબુનો બબલ ફુલાવવામાં આવે છે. બબલની અંદરનું દબાણ એ પાત્રમાં પાણીની મુક્ત સપાટીની નીચે Z બિંદુ પરના દબાણ સમાન છે. g=10 m/s2 પાણીની ઘનતા =103 kg/g3   લઈને, Z નું મૂલ્ય છે.

Hide | Show

જવાબ : 1 cm


2 m ઊંચાઈની એક પૂર્ણત: ભરેલી ખુલ્લી ટાંકીના તળિયા પાસે 2 mm² આડછેદનું ક્ષેત્રફળ ધરાવતું એક નાનું કાણું રહેલ છે. g=10 m/s2 લઈને, આ ખુલ્લા કાણામાંથી વહેતાં પાણીના પ્રવાહનો દર લગભગ ................. હશે.

Hide | Show

જવાબ : 12.6×10-6 m3/s


એક આદર્શ પ્રવાહી કોઈ નળીમાંથી ધારા રેખા સ્વરૂપે વહે છે. નળીના મહત્તમ અને લઘુતમ વ્યાસ અનુક્રમે 6.4 cm અને  4.8 cm છે, તો લઘુતમથી મહત્તમ વેગનો ગુણોત્તર શોધો.

Hide | Show

જવાબ : 916


0°C તાપમાનવાળા પાણીમાં 1m ઊંચાઈનો નળાકાર 20 cm ઊંચાઈ હવામાં રહે તે રીતે તરે છે. હવે પાણીનું તાપમાન 4°C જેટલું વધારવામાં આવે ત્યારે હવામાં નળાકારની ઊંચાઈ 21 cm જેટલી રહે છે. 4°C અને 0°C તાપમાને પાણીની ઘનતાનો ગુણોત્તર શોધો. (નળાકારનું પ્રસરણ અવગણો)

Hide | Show

જવાબ : 1.01


એક તળાવના તળિયેથી એક મોટો પરપોટો સપાટી પર આવે છે. ત્યારે તેની ત્રિજ્યા બમણી થાય છે. H ઊંચાઈના પાણીના સ્તંભનું દબાણ વાતાવરણના દબાણ જેટલું હોય તો તળાવની ઊંડાઈ કેટલી હશે ?

Hide | Show

જવાબ : 7H


સાબુના પાણી સાથેના દ્રાવણનું પૃષ્ઠતાણ 0.03 Nm-1 છે. સાબુના પાણી વડે બનતા પરપોટાની ત્રિજ્યા 3 cm વધારીને 5 cm કરવા માટે કેટલું કાર્ય કરવું પડે ?

Hide | Show

જવાબ : 0.4 πmJ


W વજન અને ρ ઘનતાવાળો પદાર્થ ρ1 ઘનતા ધરાવતા પ્રવાહીમાં તરે છે. આ પદાર્થનું દેખીતું વજન કેટલું થશે ?

Hide | Show

જવાબ : W 1-ρ1ρ


હવામાં સાબુનાં દ્રાવણના પરપોટા સમય છે. એક પરપોટાની અંદરનું વધારાનું દબાણ, બીજા પરપોટાના અંદરના વધારાના દબાણ કરતાં બમણું છે. જો પ્રથમ પરપોટાનું કદ, બીજા પરપોટાના કદ n ગણું હોય તો n =  ........

Hide | Show

જવાબ : 0.125


પ્રવાહી ભરેલી ટાંકીના તળિયે ઉદ્‌ભવતું દબાણ .............. પર આધાર રાખતું નથી.

Hide | Show

જવાબ : તળિયાની સપાટીના ક્ષેત્રફળ


લંબાઈ સાથે આડછેદમાં સતત ફેરફાર થતો હોય તેવી પ્રવાહ નળીના છેડાઓ A અને B ના આડછેદની ત્રિજ્યાનો ગુણોત્તર 3:2 છે, તો A છેડા પરથી દાખલ થઈને B છેડેથી ભાર આવતા પ્રવાહીના વેગોનો ગુણોત્તર .......... છે.

Hide | Show

જવાબ : 4 : 9


એક કસનળીમાં, અચળ દબાણે V કદના પ્રવાહીનું વહન થાય છે. જો કસનળીની લંબાઈ બમણી અને તેનો વ્યાસ અડધો કરવામાં આવે તો, પ્રવાહીના વહન દર,

Hide | Show

જવાબ : V32


પાણી ભરેલા પાત્રમાં 0.2 mm વ્યાસવાળી કસનળીને શિરોલંબ મૂકેલી છે. કેશનળીમાં પાણી પર કેટલા N/m2 દબાણ લગાડવું જોઈએ કે જેથી કેશનળીમાંની પાણીની સપાટી પાત્રમાંના પાણીની સપાટી જેટલી થાય ? પાણીનું પૃષ્ઠતાણ = 0.07 N/m તથા વાતાવરણનું દબાણ = 105 N/m2 છે.

Hide | Show

જવાબ : 101.4 ×103


એક ધાતુના ટુકડાનું વજન 210 ગ્રામ અને પાણીમાં વજન 180 ગ્રામ તથા પ્રવાહીમાં વજન 120 ગ્રામ છે, તો

Hide | Show

જવાબ : ધાતુની ઘનતા 7 ગ્રામ/સેમી³ છે


સબમરીનની રચના .............. ને આધારે કરવામાં આવે છે.

Hide | Show

જવાબ : આર્કિમિડિઝના સિદ્ધાંત


એક પાત્રમાં 13.6 gm/cm³ ઘનતા ધરાવતા મરક્યુરી પર 0.8 gm3 ઘનતા ધરાવતા તેલને ભરવામાં આવેલું છે. એક નક્કર ગોળો તેમાં એવી રીતે તરે છે કે જેથી ગોળાનો અર્ધો ભાગ મરક્યુરીમાં ડુબેલો તથા ઉપરનો અર્ધો ભાગ તેલના માધ્યમમાં છે. તો ગોળાના દ્રવ્યની ઘનતા ............. ગ્રામ/સેમી³ હોય.

Hide | Show

જવાબ : 7.2


r ત્રિજ્યાવાળા પારાના બે ટીપાં ભેગા થઈને મોટું ટીપું બનાવે છે. જો પારાનું પૃષ્ઠતાણ T હોય તો ટીપાંની પૃષ્ઠ ઊર્જા કેટલી થશે ?

Hide | Show

જવાબ : 283πr2T


2.8 mm ત્રિજ્યાવાળું પ્રવાહીનું ટીપું, સમાન ત્રિજ્યાવાળા કુલ 125 ટીપાંઓમા6 વિભાજન પામે તો ઊર્જામાં થતો ફેરફાર લગભગ ................ હોય (T = 75 ડાઈન/સેમી)

Hide | Show

જવાબ : 71 erg


એક શ્યાન પ્રવાહીમાં સોનાના ગોળાનો અંતિમ વેગ 0.2 ms-1 છે. (સોનાની ઘનતા 19.5 kg m-3, પ્રવાહીની ઘનતા 1.5 kg m-3 છે.) તો તેટલા જ પરિમાણવાળા ચાંદીના ગોળાનો તે જ પ્રવાહીમાં અંતિમ વેગ કેટલો ? (ચાંદીની ઘનતા 10.5 kg m-3 છે.)

Hide | Show

જવાબ : 0.1 ms-1


ઍરોપ્લેનના ઉડ્ડયન દરમિયાન તેની પાંખની ઉપર તથા નીચેના ભાગેથી પસાર થતી હવાની ધારારેખાઓની ઝડપ અનુક્રમે 120 m/s અને 90 m/s છે, પાંખની લંબાઈ 10 મીટર અને તેની સરેરાશ જાડાઈ 2 મીટર છે. હવાની ઘનતા 1.3 kg/m³ છે. તો પાંખની બંને બાજુએ ઉદ્‌ભવતો દબાણ તફાવત ............... પાસ્કલ થાય.

Hide | Show

જવાબ : 4095.0


એક ધાતુના ટુકડાનું હવામાં વજન 250 g અને પાણીમાં વજન 200 g તથા પ્રવાહીમાં વજન 150 g છે, તો ..................

Hide | Show

જવાબ : ધાતુની ઘનતા 5 gcm-3 છે.


સમજાવો, શા માટે

(a) માનવમાં પગ આગળ લોહીનું દબાણ (blood pressure), મગજ આગળ હોય તે કરતાં વધુ હોય છે.

(b) વાતાવરણની ઊંચાઈ 100 km થી વઘુ હોવા છતાં લગભગ 6 km ની ઊંચાઈએ વાતાવરણનું દબાણ ઘટીને તેના દરિયાની સપાટી આગળના મૂલ્યનું લગભગ અડધું હોય છે.

(c) દબાણ એ બળ ભાગ્યા ક્ષેત્રફળ હોવા છતાં હાઇડ્રોસ્ટેટિક (દ્રવ્યસ્થિત) દબાણ એ અદિશ રાશિ છે.

Hide | Show

જવાબ : (a) મનુષ્યમાં મગજ કરતાં પગમાં રુધિરનું દબાણ વધુ હોય છે. કારણ કે, મગજની રુધિરવાહિનીની લંબાઈ કરતાં પગની રુધિરવાહિનીની લંબાઈ વધુ હોય છે તેથી.

(b) પૃથ્વીની સપાટીથી ઉપર જતાં હવાની ઘનતામાં થતો ફેરફાર રેખીય નથી. તેથી દબાણનો ફેરફાર ઊંચાઈ સાથે રેખીય રીતે નથી થતો. h ઊંચાઈએ દબાણ P = P0eh વડે અપાય છે. જયાં P0 દરિયાની સપાટીએ દબાણ છે અને α અચળાંક છે.

(c) પ્રવાહી પર બળ લગાડતાં, પ્રવાહીમાં દબાણ બધી જ દિશામાં સમાન રીતે પ્રસરે છે. આમ, પ્રવાહીમાં દબાણને કોઈ ચોક્કસ દિશા નથી માટે હાઇડ્રોસ્ટેટિક દબાણ અદિશ રાશિ છે.


સમજાવો, શા માટે

(a) પારાનો કાચ સાથેનો સંપર્કકોણ ગુરુકોણ છે જ્યારે પાણીનો કાચ સાથેનો સંપર્કકોણ લઘુકોણ છે.

(b) સ્વચ્છ કાચની સપાટી પર પાણી ફેલાઈ જાય છે જ્યારે તે જ સપાટી પર પારો બુંદો રચે છે. (બીજી રીતે કહીએ તો, પાણી કાચને ભીંજવે છે જ્યારે પારો કાચને ભીંજવતો નથી.)

(c) પ્રવાહીનું પૃષ્ઠતાણ સપાટીના ક્ષેત્રફળ પર આધારિત નથી.

(d) ડિટર્જન્ટ ઓગાળેલા પાણીને નાના સંપર્કકોણો હોય છે.

(e) બાહ્ય બળોની અસર હેઠળ ન હોય તેવું પ્રવાહી બુંદ હંમેશાં ગોળાકાર હોય છે.

Hide | Show

જવાબ : (a) આકૃતિમાં દર્શાવા પ્રમાણે કોઈ પ્રવાહી (L) નું ટીપું ઘન પદાર્થની પ્લેટ પર છે. ટીપાંની આસપાસનું માધ્યમ હવા છે. ટીપાં પર લાગતા પૃષ્ઠતાણ દર્શાવ્યા છે.

SSL=  ઘન પ્રવાહી સપાટી માટે પૃષ્ઠતાણ

SLA=  પ્રવાહી હવા સપાટી માટે પૃષ્ઠતાણ

SSA=  ઘન હવા સપાટી માટે પૃષ્ઠતાણ છે.

θ =  સંપર્કકોણ છે.

SLAcosθ+SSA=SSL

પારા અને કાચની સપાટી માટે SSA<SSL  હોય છે. તેથી cosθ  ઋણ મળે છે જેથી θ  ગુરુકોણ મળે છે.

પાણી અને કાચની સપાટી માટે SSA>SSL  તેથી cosθ  ધન મળે છે. જેથી θ લઘુકોણ મળે છે.

(b) સ્વચ્છ કાચની સપાટી પર પાણી ફેલાઈ જાય છે તથા પાણી કાચની સપાટીને ભીંજવે છે. કારણ કે, પાણીના અણુઓ વચ્ચે લાગતું સંસક્તિબળ ઓછું છે. જ્યારે પાણી કાચના અણુઓ વચ્ચે લાગતું આસક્તિબળ વધુ હોય છે. તેથી, પાણી કાચની સપાટી પર ફેલાય છે અથવા કાચની સપાટી પર ચોંટે છે.

પારાના અણુઓ માટે સંસક્તિબળ વધુ હોય છે જ્યારે પારા અને કાચના અણુઓ વચ્ચે આસક્તિબળ ઓછું હોય છે. તેથી, પારો કાચની સપાટી પર ફેલાતો નથી. ટીપાં સ્વરૂપે રહે છે તથા પારો કાચની સપાટીને ભીંજવતો પણ નથી.

(c) પૃષ્ઠતાણ એટલે કે, સ્થિર પ્રવાહીની સપાટી પર એકમ લંબાઈની રેખા કલ્પવામાં આવે, તો રેખાની એક બાજુના  અણુઓ બીજી બાજુના અણુઓ પર સપાટીને સમાંતર અને રેખાને લંબરૂપે જે બળ લગાડે છે તેને પૃષ્ઠતાણ કહે છે. S=F/l  આમ, વ્યાખ્યા અનુસાર આ બળ સપાટીના ક્ષેત્રફળ પર આધારિત નથી તેથી પૃષ્ઠતાણ પણ પ્રવાહીની સપાટીના ક્ષેત્રફળ પર આધારિત નથી.

(d) કપડામાં સૂક્ષ્મ છિદ્રો હોય છે જે કસનળી તરીકે વર્તે છે. કસનળીમાં ઉપર ચઢતાં પ્રવાહીની ઊંચાઈ

h=2T cosθ / rρg

  ઊંચાઈ hcosθ  ના સમપ્રમાણમાં હોય છે (જ્યાં θ  સંપર્કકોણ છે). ડિટર્જન્ટ માટે સંપર્કકોણ θ  નાનો થવાથી cosθ  નું મૂલ્ય વધે છે. તેથી, ડિટર્જન્ટવાળું પાણી કપડાના છિદ્રમાં ઘણે ઊંડે મેલના કણો સુધી જઈ શકે છે.

(e) કોઈ પણ તંત્ર લઘુતમ ઊર્જા ધારણ કરવાનું વલણ ધરાવે છે. કોઈ પણ બાહ્યબળની ગેરહાજરીમાં આપેલા કદના પ્રવાહી માટે ગોળાકાર સપાટીનું ક્ષેત્રફળ લઘુતમ હોય છે. તેની ઊર્જા પણ લઘુતમ હોય છે. આ કારણથી બાહ્યબળની ગેરહાજરીમાં પાણીના ટીપાંનો આકાર ગોળાકાર હોય છે.


સમજાવો. શા માટે . .

(a) કાગળના ટુકડાને સમક્ષિતિજ રાખવા માટે તમારે તેની ઉપર ફૂંક મારવી પડે, નીચે નહિ.

(b) જ્યારે આપણે પાણીના નળને આપણી આંગળીઓથી બંધ કરવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આંગળીઓ વચ્ચે જગ્યામાંથી પાણીની વેગવંત ધારાઓ ધસી આવે છે.

(c) ઇન્જેક્શન આપવામાં ડૉક્ટર દ્વારા અંગુઠાથી દાખવતા દબાણ કરતાં સિરિંજની સોયનું પરિમાણ વહનના દરનું વધુ સારી રીતે નિયંત્રણ કરી શકે છે.

(d) પાત્રમાંના નાનાં છિદ્રોમાંથી બહાર વહી આવતા તરલને પરિણામે પાત્ર પર વિરુદ્ધ દિશામાં ધક્કો લાગે છે.

(e) હવામાં સ્પિન થતો ક્રિકેટ બૉલ પરવલય ગતિપથને અનુસરતો નથી.

Hide | Show

જવાબ : (a) કાગળના ટુકડા પર હવા ફૂંકવામાં આવે છે, ત્યારે હવાનો વેગ વધે છે તેથી બર્નુલીના સમીકરણ પ્રમાણે કાગળના ઉપરના ભાગમાં લાગતું હવાનું દબાણ (P) ઘટે છે. જયારે કાગળના નીચેના ભાગમાં લાગતું દબાણ પહેલાં જેટલું વાતાવરણના દબાણ Pα  જેટલું રહે છે. તેથી કાગળનો ટુકડો સમક્ષિતિજ રહે છે.

(b) સાતત્ય સમીકરણ Av= અચળ પ્રમાણે આંગળીઓ વચ્ચેની જગ્યા ઘટતા, ક્ષેત્રફળ ઘટે છે. જેથી બહાર આવતા પાણીનો વેગ વધે છે.

(c) અચળ ઊંચાઈ માટે બર્નુલીનું સમીકરણ P+12ρv2=  અચળ છે. અહીં, દબાણના પદની માત્ર એક ઘાત છે. જ્યારે બીજા પદમાં વેગનો વર્ગ છે. તેથી દબાણ કરતાં વેગની,અસર સમીકરણમાં વધી જાય છે. માટે સિરિંજની સોયનું પરિમાણ વહનના દરનું વધુ સારી રીતે નિયંત્રણ કરી શકે છે.

(d) આમ થવાનું કારણ વેગમાનનું સંરક્ષણ છે. છિદ્રમાંથી વહેતું પ્રવાહી આગળ તરફ વેગમાન ધરાવે છે અને  પાત્ર તેટલું જ વેગમાન પાછળ તરફ મેળવે છે.

(e) હવાની ગેરહાજરીમાં સ્પિન થયેલો બૉલ પરવલય માર્ગે ગતિ કરે છે. પરંતુ, હવાની હાજરીમાં મૅગ્નસ અસર સર્જાય છે. તેથી સ્પિન થયેલો બૉલ તેના પરવલય માર્ગેથી ફંટાય છે.


ટૉરિસેલીના બૅરોમિટરમાં પારો વપરાયો હતો. પાસ્કલે 984 kg m-3 ઘનતાનો ફેંચ વાઇન વાપરીને તેની નકલ કરી, સામાન્ય વાતાવરણના દબાણ માટે વાઇનના સ્તંભની ઊંચાઈ કેટલી હશે?

Hide | Show

જવાબ : સામાન્ય વાતાવરણનું દબાણ Pa=1.013×105 Pa

ધારો કે ફ્રેંચ દારૂના સ્તંભની ઊંચાઈ h છે અને તેને અનુરૂપ દબાણ P છે.

P'=hρg  જ્યાં ρ=  દારૂની ઘનતા = 984 kg m-3

આપેલ માહિતી પરથી P=Pa

                    hρg=Pa

                     ∴h=Paρg

                     ∴h=1.013×105 984×9.8

                     ∴h=0.000105×105 

                     ∴h=10.5 m


એક ઊર્ધ્વ બાંધકામ 109 Pa   નું મહત્તમ પ્રતિબળ સહન કરી શકે છે. આ બાંધકામ સમુદ્રની અંદરના તેલના કૂવા પર મૂકવા માટે યોગ્ય છે ? સમુદ્રની ઊંડાઈ 3 km છે. સમૂદ્રમાંના પ્રવાહોને અવગણો.

Hide | Show

જવાબ : અહીં, h = 3 km = 3000 m

ρ (પાણીની ઘનતા) =103 kg/m3

સમુદ્રના પાણીના કારણે દબાણ P = hρg

P = (3000) (1000) (9.8)

P = 2.94 107 Pa

 સમુદ્રમાં 3 km ઊંડાઈએ દબાણ લગભગ 107 Pa  છે.

તેથી આ બાંધકામ યોગ્ય છે. કારણ કે, તે 109  Pa નું મહત્તમ પ્રતિબળ સહન કરી શકે તેવી ક્ષમતા ધરાવે છે. જ્યારે દરિયાની અંદર 107 Pa નું જ દબાણ છે.


1.5 m લંબાઈ અને 1.0 cm ત્રિજ્યા ધરાવતી એક સમક્ષિતિજ નળીમાંથી ગ્લિસરીનનું સ્થાયી વહન થઈ રહ્યું છે, જો એક છેડે એકત્રિત કરતા ગ્લિસરીનના જથ્થો 4.0 ×10-3 kg s-1 , હોય તો નળીના બે છેડે દબાણ તફાવત કેટલો હશે ? (ગ્લિસરીનની ઘનતા =1.3 ×103 kg m-3  અને ગ્લિસરીનની શ્યાનતા= 0.83 Pa s). (નળીમાં સ્તરીય વહનની પૂર્વધારણા સાચી છે કે નહિ તે ચકાસવાનું પણ કદાચ તમને ગમશે).

Hide | Show

જવાબ :


પવનની ટનલમાં એક નમૂના (model) ના વિમાન પરના પ્રયોગમાં પાંખની ઉપર અને નીચેની સપાટીઓ આગળ વહનની ઝડપ અનુક્રમે 70 ms-1  અને 63 ms-1  છે. જો પાંખનું ક્ષેત્રફળ 2.5 m² હોય તો પાંખ પર ઊર્ધ્વ ધક્કો (બળ) (lift) કેટલો હશે ? હવાની ઘનતા 1.3 kg m-3  લો.

Hide | Show

જવાબ :


સ્પ્રે-પંપ (છંટકાવ માટે વપરાતો પંપ) ની નળાકાર નળીનો આડછેદ 8.0 cm²  છે. તેના એક છેડે 1.0 mm વ્યાસનાં 40 છિદ્રો છે. જો નળીની અંદર પ્રવાહી વહનની ઝડપ 1.5 m min-1  હોય, તો છિદ્રોમાંથી બહાર આવતા પ્રવાહીની ઝડપ કેટલી હશે ?

Hide | Show

જવાબ :


ઓરડાના તાપમાને 3.0 mm ત્રિજ્યાના પારાના બુંદ (ટીપું) ની અંદરનું દબાણ કેટલું હશે ? પારાનું તે તાપમાને (20°C) પૃષ્ઠતાણ 4.65×10-1Nm-1  છે. વાતાવરણ દબાણ 1.01×105 Pa . બુંદની અંદરનું વધારાનું દબાણ પણ જણાવો.

Hide | Show

જવાબ :


સાબુના દ્રાવણનું 20°C તાપમાને પૃષ્ઠતાણ 2.50×10-2 Nm-1  આપેલ છે. 5.00 mm ત્રિજ્યાના સાબુના દ્રાવણના પરપોટાની અંદરનું વધારાનું દબાણ કેટલું હશે ? જો આ જ પરિમાણનો હવાનો પરપોટો પાત્રમાંના સાબુના દ્રાવણ (સાપેક્ષ ઘનતા 1.20) ની અંદર 40.0 cm ઊંડાઈએ રચાય, તો તે પરપોટાની અંદરનું દબાણ કેટલું હશે ? (વાતાવરણ દબાણ = 1.01×105 Pa ).

Hide | Show

જવાબ :


There are No Content Availble For this Chapter

Download PDF

Take a Test

Choose your Test :

તરલના યાંત્રિક ગુણધર્મો

ભૌતિકવિજ્ઞાન

Browse & Download GSEB Books For ધોરણ ૧૧ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.