GSEB Solutions for ધોરણ ૧૦ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

ઉત્પાદકો કોને કહેવાય?

Hide | Show

જવાબ : કેટલાક પ્રકાશ સંશ્લેશી બેક્ટેરિયા અને બધી લીલી વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણ ક્રિયા દ્વારા તેમનો ખોરાક ઉત્પન્ન કરે છે. તેનેઉત્પાદકો કહે છે.


ઉપભોગીઓ કોને કહે છે?

Hide | Show

જવાબ : જે સજીવો ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત થયેલ ખોરાક પર પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે અન્ય ઉપભોગી પર ક્ખોરક માટે આધારિત હોય છે. તેમને ઉપભોગી કહે છે.


જૈવ અવિઘટનીય પદાર્થો કોને કહે છે?

Hide | Show

જવાબ : જે પદાર્થ શૂક્ષ્મ જીવો કાર્ય પધ્ધતિ દ્વારા બિન હાનીકારક પદાર્થો રૂપાંતર પામી ન શકે તેવા પદાર્થને જૈવ અવિઘટનીય પદાર્થ કહે છે.


જૈવ વિઘટનીય પદાર્થ કોને કહે છે?

Hide | Show

જવાબ : જે પદાર્થ વિઘટકોથી કાર્ય પદ્ધત્તિ દ્વારા કુદરતી રીતે બિન હાનીકારક સરળ દ્રવ્યમાં વિઘટન પામી શકે તેને જૈવ વિઘટનીય પદાર્થ કહે છે.


નિવસનતંત્ર કોને કહે છે?

Hide | Show

જવાબ : બધા સજીવો, વનસ્પતિઓ અને માનવને તેમની સાથે સંકળાયેલા ભૌતિક પર્યાવરણ વચ્ચેની અંતર ક્રિયાથી બનતા તંત્રને નીવસન તંત્ર કહે છે.


વિઘટકો એટલે શું?

Hide | Show

જવાબ : જટિલ કાર્બનિક દ્રવ્યોનું સરળ અકાર્બનિક દ્રવ્યોમાં વિઘટન કરતા શુક્ષ્મ જીવોને વિઘ્તકો કહે છે.


આહાર શ્રુંખલા એટલે શું?

Hide | Show

જવાબ : નીવસન તંત્રના સજીવો તેમની ખોરાકની જરૂરિયાત માટે અન્ય સજીવો પર આધારિત રહી શ્રુંખલા બનાવે છે. તેને આહાર શૃંખલા કહેવાય છે.


આહાર જળ એટલે શું?

Hide | Show

જવાબ : નિવસન તંત્રની વિવિધ આહાર શ્રુંખલાઓશાખાયુક્ત હોય છે. આવી શાખા યુક્ત આહર શૃંખલાઓ એક જાળી રૂપ રચના બનાવે છે. તેને આહારજાળ કહે છે.


કુત્રિમ નીવસન તંત્ર એટલે શું?

Hide | Show

જવાબ : માનવી દ્વારા બનાવામાં આવતી અને પર્યાવરણ ઘટકોનો ઉપયોગ કરીને જાળવી રાખતા નીવસન તંત્રને કુત્રિમ નીવસન તંત્ર કહે છે.


સાપ, કીટકો, દેડકો, વનસ્પતિઓ, સંદી પૈકી રચાયેલી આહાર જાળમાં કયો સજીવ ચતુર્થ પોષક સ્તરે સ્થાન પામે.?

Hide | Show

જવાબ : સાપ


બધી આહાર શ્રુંખલા ક્લોરોફીલ ધરાવતા સજીવોથી શા માટે શરુ થાય છે?

Hide | Show

જવાબ : ક્લોરોફીલ ધરાવતા સજીવો સૌર ઉર્જાનું શોષણ કરી તેનું રસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે. આ કારણે નીવસન તંત્રના પોષક સ્તરમાં ઉર્જાનો પ્રવાહ ચાલુ રહે છે.


વાતાવરણના ઉપલા સ્તરમાં ઓઝોનનું શું કાર્ય છે?

Hide | Show

જવાબ : વાતાવરણના ઉપલા સ્તરમાં ઓઝોનનું રક્ષણાત્મક આવરણ તરીકે સૂર્યના હાનીકારક પારજાંબલી વિકીરનોને શોષી લઇ પૃથ્વી પર આવતા અટકાવે છે.


પર્યાવરણને સૌથી વધારે અસર કોનાથી થાય છે?

Hide | Show

જવાબ : પર્યાવરણને સૌથી વધારે અસર માનવ પ્રવૃત્તિઓથી થાય છે.


પર્યાવરણનો મુખ્ય ક્રિયાત્મક એકમ કયો છે?

Hide | Show

જવાબ : પર્યાવરણનો મુખ્ય ક્રિયાત્મક એકમ નીવસન તંત્ર છે.


કયા પોષક સ્તરે સજીવોની સંખ્યા સૌથી વધારે કયા પોષક સ્તરે સજીવોની સંખ્યા સૌથી ઓછી હોય છે?

Hide | Show

જવાબ : આહાર શ્રુંખલામાં પોષક સ્તરે સજીવોની સંખ્યા સજીવોની સંખ્યા સૌથી વધારે એટલે ઉત્પાદક સ્તરે સૌથી વધારે સંખ્યા હોય છે અને ચતુર્થ પોષક સ્તરે એટલે ઉચ્ચ માંસાહારીના સ્તરે સજીવોની સંખ્યા સૌથી ઓછી હોય છે.


આહાર શ્રુંખલા સામાન્ય રીતે કેટલા પોષક સ્તરની બનેલી હોય છે.

Hide | Show

જવાબ : આહાર શ્રુંખલા સામાન્ય રીતે ત્રણ અથવા ચાર પોષક સ્તરની બનેલી હોય છે.


કુદરતી નીવસન તંત્રમાં સીધી આહાર શ્રુંખલા શ માટે સામાન્ય નથી?

Hide | Show

જવાબ : કુદરતી નીવસન તંત્રમાં સામાન્ય રીતે પ્રત્યેક સજીવ બે અથવા વધારે પ્રકારના સજીવોનો આહાર તરીકે ઉપયોગ કરે છે અને તે અનેક પ્રકારના બીજા સજીવોનો આહાર બને છે તેથી કુદરતી નીવસન તંત્રમાં સીધી આહાર શ્રુંખલાઓ સામાન્ય નથી.


નીવસન તંત્રના કુદરતી સફાઈ કામદારોના નામ આપો.

Locked Answer

જવાબ : વિઘટકો. ઉદાહરણ: બેક્ટેરિયા અને ફૂગ તેમજ અપમાર્જકો- ઉદાહરણ: સંદી અને કાગડો


એવી બે રીતો દર્શાવો કે જેમાં જૈવ વિઘટનીય પદાર્થો પર્યાવરણને પ્રભાવિત કરે છે.

Locked Answer

જવાબ : જૈવ વિઘટનીય પદાર્થોની રસાયણિક પ્રક્રિયા દરમિયાન દુર્ગંધ અને હાનિકારક ગેસ ઉત્પન્ન થાય છે.

  • જે આજુબાજુના અન્ય સજીવોને માટે પણ સમસ્યા ઉદભવે છે.
  • આ પ્રક્રિયા દરમિયાન આ જગ્યા મચ્છર, કીડી, મકોડા, તથા અન્ય હાનિકારક શૂક્ષ્મ જીવો માટે પ્રજનન સ્થળ બની જાય છે.
  • જેથી કોલેરા, ડાયેરિયા જેવી ઘટક બીમારી થઇ શકે છે.


એવી એક રીત બતાવો કે જે જૈવ અવિઘટનીય પદાર્થો પર્યાવરણને પ્રભાવિત કરે છે.

Locked Answer

જવાબ :

  • BHC અને DDT જેવા જંતુનાશકો એ માંસપેશીઓનું કેન્સર તથા ટ્યુમર નો વિકાસ કરે છે.
  • આવા પદાર્થોના સંપર્કમાં આવતા ત્વચા, શ્વસન અને આંતરડા સંબંધિત રોગો થાય છે.


ઓઝોન બનવાની રસાયણિક પ્રક્રિયા લખો.

Locked Answer

જવાબ : O2   ->પારજાંબલી વિકિરણો  O + O O + O2           ->            O


કોઈ નિવસનતંત્રમાં ઊર્જાપ્રવાહ હંમેશાં કઈ દિશામાં હોય છે ?

Locked Answer

જવાબ : એકદિશિય (એક જ દિશામાં) હોય છે.


કોઈ ઉચ્ચ પોષક સ્તરના જીવો, જે નીચલા પોષક સ્તરમાં આવતાં અનેક જીવોથી પોતાનું ભરણપોષણ કરે છે. તે શું બનાવે છે ?

Locked Answer

જવાબ : આહારજાળ


નિવસનતંત્રમાં એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરનાં સ્થાનાંતરિત થવા ઉપલબ્ધ 10 % ઊર્જા કયા સ્વરૂપમાં હોય છે ?

Locked Answer

જવાબ : રાસાયણિક ઊર્જા


જે જીવો સૌરઊર્જા તેમજ અકાર્બનિક સંયોજનોનો ઉપયોગ કરી કાર્બાહાઇડ્રેટ્સ (કાર્બોદિતો)નું સંશ્ર્લેષણ કરે છે તેમને શું કહેવાય છે ?

Locked Answer

જવાબ : ઉત્પાદકો


ઓઝોન સ્તરમાં ઘટાડાનું કારણ શું છે ?

Locked Answer

જવાબ : ક્લોરોફ્‌લોરો કાર્બન સંયોજનો


કોઈ આહાર-શૃંખલામાં અવિઘટનીય જંતુનાશકોનું પ્રમાણ પ્રત્યેક ઉપરના પોષક સ્તર પર વધતી માત્રામાં સંચિત થાય છે, જેને શું કહેવાય છે ?

Locked Answer

જવાબ : જૈવવિશાલન


નીચે દર્શાવેલ આહાર-શૃંખલામાં, માનો કે ચોથા પોષકસ્તર પરની ઊર્જાનું પ્રમાણ 5 kJ છે, તો ઉત્પાદક સ્તર પર ઊર્જાનું પ્રમાણ કેટલું હશે ?

ઘાસ à તીડ à દેડકો à સાપ à બાજ

Locked Answer

જવાબ : 5000 kJ


કોઈ આહાર-શૃંખલામાં તૃતીય પોષક સ્તર પર હંમેશાં કોણ હોય ?

Locked Answer

જવાબ : માંસાહારી પ્રાણી28.


જો દેડકો, તીડનું ભક્ષણ કરે છે, તો ઊર્જા સ્થાનાંતરણ કઈ દિશામાં થશે ?

Locked Answer

જવાબ : પ્રાથમિક ઉપભોકતાથી દ્વિતીયક ઉપભોક્તા તરફ


ડિસ્પોઝેબલ પ્લાસ્ટિકનો ઉપયોગ શા માટે ન કરવો જોઈએ ?

Locked Answer

જવાબ : તે અવિઘટનીય પદાર્થોમાંથી બનાવાય છે.


કોઈ પણ નિવસનતંત્રમાં વિઘટકો...

Locked Answer

જવાબ : જૈવિક (કાર્બનિક) પદાર્થોને અકાર્બનિક સ્વરૂપમાં ફેરવે છે.


નીચે દર્શાવેલ આહાર-શૃંખલામાંથી જો હરણને કાઢી લેવામાં આવે તો શું થશે ?

ઘાસ à  હરણ à  વાઘ

Locked Answer

જવાબ : વાઘની સંખ્યા ઘટવા લાગશે અને ઘાસનું પ્રમાણ વધી જશે.


પ્રકાશસંશ્ર્લેષણની પ્રક્રિયામાં લીલી વનસ્પતિ દ્વારા શોષાયેલ સૌરઊર્જાનું પ્રતિશત પ્રમાણ આશરે કેટલું હોય છે ?

Locked Answer

જવાબ : 1 %


નકામા કચરાના પ્રકાર જણાવો.

Hide | Show

જવાબ : અનૈચ્છિક બિનઉપયોગી વધારાની વસ્તુઓ કે ઘરગથ્થુ નકામી ચીજ-વસ્તુઓને કચરો કહે છે.

કચરાના સ્વરૂપના આધારે તેને બે પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવે છે.

૧) ઘન(Ghan) કચરો: રસોડાના કચરામાં શાકભાજી, ફળ, છાલ, હાડકા વગેરે. આ ઉપરાંત, ધાતુ કચરો, કાચ, પ્લાસ્ટિક, પોલીથીનનો પણ ઘન કચરામાં પણ સમાવેશ થાય છે.

૨) પ્રવાહી કચરો: ઘન કચરાની સરખામણીએ પ્રવાહી કચરાનું વ્યવસ્થાપન અને તેની હેરફેર સરળતાથી થાય છે. વિઘટનના આધારે કચરાના બે પ્રકાર પાડવામાં આવે છે. 

I.    જૈવવિઘટનીય કચરો: જે કચરો જૈવિક પ્રક્રિયા એટલે જીવાણું કે મૃતોપજીવીઓ દ્વારા વિઘટન કરી શકાય તેને જૈવવિઘટનીય કચરો કહે છે. 
દા. ત.- શાકભાજી, ફળ, કાગળ વગેરે.

II.    જૈવ અવિઘટનીય કચરો: જે કચરાનું જૈવિક પ્રક્રિયા એટલે કે જીવાણું કે મૃતોપજીવીઓ દ્વારા વિઘટન કરી ન શકાય તેને જૈવ અવિઘટનીય કચરો કહે છે. આ પદાર્થો પર તાપમાન અને દબાણની અસર થાય છે. પરંતુ તે લાંબો સમય પર્યાવરણમાં મૂળ સ્વરૂપે જ રહે છે. દા.ત- કાચ, પ્લાસ્ટીક, પોલીથીન વગેરે.


ઓઝોન સ્તર એટલે શું અને તે કેવી રીતે વિઘટન પામે છે?

Hide | Show

જવાબ : ઓઝોન સ્તર વાતાવરણના ઉપલા સ્તરમાં આવેલું છે. ઓઝોનનો અણુ ઓક્સીજનના ત્રણ પરમાણુથી બનેલો હોય છે. ઓક્સીજનના અણુ પર પારજાંબલી વિકિરણોની અસરથી ઓઝોન બને છે. ઉંચી ઉર્જા વાળા પારજાંબલી વિકિરણો ઓક્સીજન અણુઓનું વિઘટન કરી સ્વતંત્ર ઓક્સીજન પરમાણું બનાવે છે. ઓક્સીજનનો આ સ્વતંત્ર પરમાણું ઓક્સીજન અણુ સાથે સંયોજાઈને ઓક્સીજનનો અણુ બનાવે છે.

 

ઓઝોન સ્તરની અગત્યતા:

 

સૂર્યમાંથી આવતા  પારજાંબલી વિકિરણો સામે ઓઝોન સ્તર પૃથ્વીની ફરતે રક્ષણાત્મક આવરણ બનાવે છે. ઓઝોન સ્તર સજીવો માટે હાનીકારક ટૂંકી લંબાઈ ધરાવતા પર જાંબલી વિકિરણોનું શોષણ કરે છે. આમ પૃથ્વી પરના સજીવોનું  રક્ષણ કરે છે.


નિવસનતંત્રમાં વિઘટકોની ભૂમિકા શું છે?

Hide | Show

જવાબ : વનસ્પતિઓ અને પ્રાણીઓના મૃત શરીર તેમજ ઉત્સર્ગ દ્રવ્યો પર પોષણ માટે આધારિત સજીવોને વિઘટકો કહે છે.

 

જીવાણું અને ફૂગ જટિલ કાર્બનિક દ્રવ્યોનું સરળ અકાર્બનિક દ્રવ્યોમાં વિઘટન કરે છે. આ સરળ અકાર્બનિક દ્રવ્યો વનસ્પતીઓ દ્વારા પુન: ઉપયોગમાં લેવાય છે. તેથી વિઘટકો દ્રવ્યના ચક્રીય પથમાં અગત્યની ભૂમિકા ભજવે છે.


જૈવિક વિશાલન એટલે શું? શું નીવસન તંત્રના વિવિધ સ્તરો પર જૈવિક વિશાલનની અસરો પણ ભિન્ન ભિન્ન હોય છે?

Hide | Show

જવાબ : અહાર શ્રુંખલાના વિવિધ પોષક સ્તરે રહેલા સજીવોમાંના ચોક્કસ જૈવ અવિઘટનીય પદાર્થોની સાંદ્રતામાં ક્રમશ: વધારાને જૈવિક વિશાલન કહે છે.

 

નિવસન તંત્રના વિવિધ પોષક સ્તરે જૈવિક વિશાલનની માત્રા જુદી જુદી હોવાથી તેની અસર પણ ભિન્ન હોય છે. તૃતીય અને ચતુર્થ પોષક સ્તરે રસાયણની માત્રા મહત્તમ હોય છે. જયારે નીચલા પોષક સ્તરે રસાયણની માત્રા ખુબ જ ઓછી હોય છે. આથી જૈવિક વિશાલનની સૌથી વધુ હાનીકારક અસર ઉપલા પોષક સ્તરના સજીવો પર થાય છે.


આપણા દ્વારા ઉત્પાદિત જૈવ અવિઘટનીય કચરાથી કઈ સમસ્યા ઉત્પન્ન થઇ શકે છે?

Hide | Show

જવાબ : આપણા દ્વારા જૈવ અવિઘટનીય કચરાથી નીચેની સમસ્યાઓ ઉત્પન્ન થાય છે.

  1. તે જૈવિક વિશાલનની સમસ્યા સર્જે છે.
  2. તે પર્યાવરણમાં એકત્ર થઇ પ્રદુષણ સર્જે છે.
  3. જયારે ભૂમિમાં આ કચરો દાટવામાં આવે છે ત્યારે તે ભૂમિમાં વનસ્પતિઓની વૃદ્ધિ અટકી જાય છે.
  4. તે પર્યાવરણમાં લાંબો સમય જળવાઈ રહે છે. અને નિવસન તંત્રના વિવિધ ઘટકોને હાનિ કરે છે.
આહાર શ્રુંખલામાં અસમતુલન કરે છે અને નિવસન તંત્રમાં સમસ્યા સર્જે છે.


જો આપણા દ્વારા ઉત્પાદિત બધો જ કચરો જૈવ વિઘટનીય હોય તો શું તેની આપણા પર્યાવરણ પર કોઈ અસર નહી થાય?

Hide | Show

જવાબ : જો આપણા દ્વારા ઉત્પાદિત બધો જ કચરો જૈવ વિઘટનીય હોય અને તેને યોગ્ય રીતે પૂરતા સમય માટે વિઘટન કરવામાં આવે અને તેનો ખાતર તરીકે તેમજ બાયોગેસ તરીકે ઉત્પાદન માટે ઉપયોગ કરવામાં આવે તો પર્યાવરણ પર કોઈ હાનીકારક અસર થતી નથી.


તમે કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવામાં શું યોગદાન આપો છો? કોઈ પણ બે પદ્ધતિના નામ આપો.

Hide | Show

જવાબ : વધેલો ખોરાક, શાકભાજીનો કચરો, ફળોની છાલ, સુકા પર્ણો અને બગીચાનો અન્ય કચરો વગેરે જૈવ વિઘટનીય કચરાને જમીનમાં ખાડો કરી દાટી દેવામાં આવે છે. તેનું વિઘટન થઇ ખાતરમાં રૂપાંતર કરી કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થામાં કરી શકાય છે.

૨. ટીન, ખાલી ડબ્બા, પેપર, ગ્લાસ, ધાતુની તૂટેલી વસ્તુઓ વગેરે કચરાનું પુન: ચક્રીયકરણ કરવામાં આવે છે. આ વસ્તુઓને પુન: ચક્રીયકરણ કરી નવી વસ્તુઓ બનાવી પુન: ઉપયોગ કરી શકાય છે.

જે પદ્ધતિઓના નામ છે. ૧) પુન: ઉપયોગ  ૨) પુન: ચક્રીયકરણ


જંતુનાશકો અને અન્ય રસાયણોનો અનિયંત્રિત ઉપયોગ અટકાવવો જરૂરી છે. કારણ આપો.

Locked Answer

જવાબ : રોગો કે જંતુઓથી કૃષિ પાકના રક્ષણ માટે જંતુનાશકો કે રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે. આ રસાયણો જૈવ અવિઘટનીય દ્રવ્યો હોય છે અને જૈવિક ક્રિયાઓ દ્વારા વિઘટન પામતા નથી.

આ રસાયણોના અનિયંત્રિત ઉપયોગ દ્વારા જમીન અને પાણીમાં તેમનું પ્રમાણ વધે છે. ત્યાંથી વનસ્પતિના શરીરમાં પ્રવેશે છે. આહાર શ્રુંખલાના પોષક સ્તરોમાં વહન પામે છે અને દરેક પોષક સ્તરે પ્રગતિ કારક રીતે સંચિત થાય છે.

આમ, જૈવિક વિશાલનની ઘટનાથી રસાયણોનું વધતું સંકેન્દ્રણ ઉચ્ચ માંસાહારીઓના અસ્તિત્વ સામે ભય સર્જે છે. કેટલાક આવા રસાયણો નીચલા સ્તરના સજીવો માટે જીવલેણ નીવડે છે. આથી જંતુનાશકો અને અન્ય રસાયણોનો અનિયંત્રિત ઉપયોગ અટકાવવો જરૂરી છે.


ઓઝોન સ્તરના વિઘટનમાં મુખ્ય જવાબદાર સંયોજન CFC ગણાય છે. સમજાવો.

Locked Answer

જવાબ : સ્ટ્રેટોસ્ફીયરમાં ઓઝોન સ્તર સૂર્યના હાનીકારક પરજાંબલી વિકિરણો શોષી લઇ પૃથ્વી સુધી પહોંચતા અટકાવે છે. CFC વાતાવરણમાં ક્લોરીનનો ઉમેરો કરે છે.

ક્લોરીન પરમાણુની ઓઝોન સાથેની પ્રક્રિયાથી ઓક્સીજનના એક પછી એક પરમાણું દુર થાય છે અને આં વિખંડન ક્રિયામાં ક્લોરીનનો એક પરમાણું ઓઝોનના ઘણા અણુઓનું ક્રમશ: વિખંડન કરે છે.

ઓઝોનના કુલ ઘટાડાના મોટા ભાગનો ઘટાડો CFC વડે થાય છે. આથી ઓઝોન સ્તરના વિઘટનમાં મુખ્ય જવાબદાર સંયોજન CFC ગણાય છે.


જૈવિક વિશાલન વિષે ટૂંકમાં જવાબ આપો.

Locked Answer

જવાબ : સજીવો તેમની ખોરાકની જરૂરિયાત માટે એકબીજા પર આધારિત રહી આહાર શ્રુંખલાની રચના કરે છે. આ આહાર શ્રુંખલા દ્વારા ઉર્જા અને પોષક દ્રવ્યો ક્રમશ: ઉપલા પોષક સ્તરોમાં વહન પામે છે.

જો નીવસન તંત્રના જૈવ ઘટકોમાં જૈવ અઘટનીય પદાર્થ પ્રવેશ કરે તો ઉપલા પોષક સ્તરે તેની સાંદ્રતામાં ક્રમશ: વધારો થતો રહે છે.

કૃષિ-વનસ્પતિઓના વિવિધ રૂપ તેમજ કીટકોને બચાવવા માટે અનિયંત્રિત જંતુનાશકો અને રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે. આ રસાયણો ભૂમિ અને પાણીના સ્ત્રોતમાં ભળે છે.

ભૂમિ અથવા પાણીમાંથી તેઓ વનસ્પતિના શરીરમાં અને ત્યાંથી તૃણાહારીઓ અને માંસાહારીઓના શરીરમાં પ્રવેશે છે. આ રસાયણો જૈવ અવિઘટનીય હોવાથી તેઓ પ્રત્યેક પોષક સ્તરમાં વધારેમાં વધારે સંગ્રહ પામતા જાય છે. તેને જૈવિક વિશાલન ઘટના કહે છે.


આહાર જાળ સમજાવો.

Locked Answer

જવાબ : સજીવો તેમની ખોરાકની જરૂરિયાત માટે એક બીજા પર આધારિત હોય છે.અને આહાર શ્રુંખલા બનાવે છે. તેઓ નીવસન તંત્રો પૈકી દરેક નીવસન તંત્ર આગવી આહાર શ્રુંખલા ધરાવે છે.

કુદરતમાં પ્રાણીઓના આહાર સંબંધો સીધી શ્રુંખલા સ્વરૂપે નિર્માણ કરી શકતા નથી. વિવિધ આહાર શ્રુંખલાઓની લંબાઈ તેમજ જટિલતામાં ભિન્નતા હોય છે. સામાન્ય રીતે પ્રત્યેક સજીવ બે અથવા વધારે પ્રકારના આહાર તરીકે ઉપયોગ કરે છે અને અનેક પ્રકારના આહાર બનાવે છે. આથી એક સીધી આહાર શ્રુંખલાને સ્થાને સજીવો વચ્ચેના આહાર સંબંધો શાખાયુક્ત હોય છે. આમ, આહાર શ્રુંખલાઓની શાખારૂપ એટલે કે જાળી રૂપ રચના બને છે. તેને આહાર જાળ કહેવામાં આવે છે.


નીવસન તંત્રમાં ઉર્જાવહનના અભ્યાસ પરથી તારવેલી સમજુતીના મુદ્દાઓ જણાવો.

Locked Answer

જવાબ : નીવસન તંત્રમાં અભ્યાસ પરથી તારવેલી સમજુતીના મુદ્દાઓ નીચે મુજબ છે.

  1. લીલી વનસ્પતિઓ પ્રાપ્ત સૌર ઉર્જાના લગભગ ૧% માંથી પાણીનું શોષણ કરી ખાદ્ય ઉર્જામાં રૂપાંતર કરે છે.
  2. ઉર્જાનું વહન એક પોષકસ્તરમાંથી બીજા પોષક સ્તરમાં જયારે જાય છે ત્યારે ઉષ્મા સ્વરૂપે મોટા પ્રમાણમાં ઉર્જા પર્યાવરણમાં ગુમાવાય છે અને તેનો વ્યય થાય છે.
  3. ઉત્પાદકોની સરખામણીમાં ઉપભોગીઓ વધારે ઉર્જાનો વ્યય કરે છે.
  4. નીવસન તંત્રને સતત ઉર્જા પુરવઠો પ્રાપ્ત થવો જરૂરી છે.
  5. દરેક પોષક સ્તરે વૃદ્ધિ, પ્રજનન અને અન્ય જૈવિક કાર્યોમાં સજીવો ઉર્જાનો ઉપયોગ કરે છે.
  6. લગભગ પ્રાપ્ત ઉર્જાના ૧૦% ઉર્જા, આહાર શ્રુંખલાના એક પોષક સ્તરથી બીજા પોષક સ્તરે પ્રાપ્ત થાય છે.
  7. આહાર શ્રુંખલા સામાન્યત: ત્રણ અથવા ચાર ચરણની હોય છે. ચોથા પોષક સ્તર પછી ઉપયોગી ઉર્જાની માત્રા ખુબ જ ઓછી હોય છે.
  8. ઉત્પાદકોના સ્તરમાં સજીવોની સંખ્યા સૌથી વધારે હોય છે. અને ઉચ્ચ માંસાહારીના સ્તરે સજીવોની સંખ્યા ઓછી હોય છે.


ઓઝોન સ્તરના વિઘટનની આપણા માટે ચિંતાનો વિષય શા માટે છે? આ વિઘટનને સીમિત કરવા માટે કયા પગલા લેવા જોઈએ?

Locked Answer

જવાબ :

  • વાયુમંડળમાં ઓઝોન સ્તરએ અતિ ઉપયોગી કાર્ય કરે છે.
  • સુર્યમાંથી આવતા પારજાંબલી વિકિરણો પૃથ્વી પરના જીવો માટે ખુબ જ હાનિકારક છે
  • આ વિકિરણોએ માનવીની ચામડી પર પડતા કેંસરજેવી ભયંકર બીમારી થઇ શકે છે.
  • આથી ઓઝોન સ્તરનું વિઘટન એ આપણા માટે ચિંતાનો વિષય છે.
  • આ વિઘટનને અટકાવવા ૧૮૮૭માં માં સંયુક્ત રાષ્ટ્રીય પર્યાવરણ કાર્યક્રમમાં બધાની સર્વાનુમતિ થઇ કે CFC નું ઉત્પાદન ૧૯૮૬ ના સ્તર પર અટકાવવામાં આવે જેના વધુ ઉત્પાદન પર પ્રતિબંધ લગાવ્યો.


જો આપણે એક પોષકસ્તરના બધાજ સભ્યોને દુર કરી નાખીએ તો શું થાય?

Locked Answer

જવાબ : જો આપણે એક પોષકસ્તરના બધાજ સભ્યોને દુર કરી નાખીએ તો,

  • તે પોષક સ્તરની આગળના પોષકસ્તરના બધાજ સજીવોનો ખાદ્ય માટેની ઉર્જાનો પ્રવાહ બંધ થાય છે.
  • તેના પરિણામ સ્વરૂપે આખી આહારજાળનું સંતુલન ખોરવાઈ જાય છે.
  • આથી સજીવોના પોષક સ્તરના બધાજ સજીવોને જીવન નિર્વાહ કરવો મુસ્કેલ બની જાય છે.
  • જયારે આ પોષકસ્તરની નીચેના પોષક સ્તરના સભ્યોની વસ્તીની વૃદ્ધિ થતી રહેશે.
  • ઉપરની તમામ પરિસ્થિતિને કારણે આહારજાળમાં અસંતુલન ઉદભવે છે.


There are No Content Availble For this Chapter

Download PDF

Take a Test

Choose your Test :

આપણું પર્યાવરણ

gseb std 10 science paper solution
આપનું પર્યાવરણ

Browse & Download GSEB Books For ધોરણ ૧૦ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.