GSEB Solutions for ધોરણ ૧૦ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

પર્યાવરણ બચાવવા માટેના પાંચ પૈકી કોઈ પણ ત્રણ R ના નામ જણાવો.

Hide | Show

જવાબ : પર્યાવરણ બચાવવા માટેના ત્રણ R: ૧. Reduce એટલે ઓછો ઉપયોગ. ૨. recycle એટલે પુન: ચક્રીકરણ . ૩. Resuse એટલે પુન: ઉપયોગ.


કોલસા અને પેટ્રોલીયમના મુખ્ય ઘટક તત્વોના નામ આપો.

Hide | Show

જવાબ : કોલસા અને પેટ્રોલીયમના મુખ્ય ઘટક તત્વો કાર્બન, હાઇડ્રોજન, નાઈટ્રોજન, સલ્ફર વગેરે છે.


ખનનથી કઈ રીતે પ્રદુસ્ષણ થાય છે?

Hide | Show

જવાબ : ખનન દરમિયાન ધાતુના નિષ્કર્ષણની સાથે વધુ માત્રામાં ધાતુનો કચરો નીકળે છે. તેના દ્વારા પ્રદુષણ થાય છે.


સુપોષિત વિકાસના મુખ્ય ધ્યેય કયા છે?

Hide | Show

જવાબ : સુપોષિત વિકાસના મુખ્ય બે ધ્યેય છે.   ૧. આર્થિક સમૃદ્ધિ મેળવવાની.   ૨. ભવિષ્યની પેઢી માટે તંદુરસ્ત પર્યાવરણની જાળવણી રાખવી.


જંગલમાં એકજ પ્રકારના વ્રુક્ષ ઉછેરના ગેરફાયદા જણાવો.

Hide | Show

જવાબ : જંગલમાં એકજ પ્રકારના વ્રુક્ષ ઉછેરના ગેરફાયદા નીચે પ્રમાણે છે.   1.    મોટા પાયે જૈવ વિવિધતાનો નાશ થાય છે.   2.    સ્થાનિક લીકોની વિભિન્ન જરૂરિયાતો પૂરી થતી નથી.


કયા વ્રુક્ષના વાવેતર થી ઉદ્યોગોને લાભ થાય છે?

Hide | Show

જવાબ : પાઈન, સાગ, નીલગીરીના વ્રુક્ષોના વાવેતરથી ઉદ્યોગોને લાભ થાય છે.


જળ સંગ્રહનો શો હેતુ છે?

Hide | Show

જવાબ : જળ સંગ્રહનો હેતુ વરસાદી પાણીને સપાટી પર એકત્ર કરી તેણે ભૂમિમાં ઊંડે ઉતારી ભૂમિના જળ સ્તરમાં વધારો કરવાનો છે.


જંગલની નિપજો પર આધારિત ઉદ્યોગોના નામ આપો.

Hide | Show

જવાબ : કાગળ, ઈમારતી લાકડું,બીડી. લાખ અને રમત ગમતના સાધનો આ નિપજ પર આધારિત હોય છે.


કોઈ બે બંધના નામ આપો જેના સામે વિરોધ ઉભા થયા છે.

Hide | Show

જવાબ : ગંગા નદી પર પહેરી બંધ અને બીજું નર્મદા નદી પર સરદાર સરોવર બંધ.


કોલસો અને પેટ્રોલીયમ અશ્મી બળતણ તરીકે શા માટે ઓળખાય છે?

Hide | Show

જવાબ : કોલસો અને પેટ્રોલીયમ અશ્મી બળતણ તરીકે ઓળખાય છે કારણ કે લખો વર્ષ પહેલા પૃથ્વીના પેટાળમાં સજીવો પર તાપમાન અને દબાણની અસર થી તેમનું નિર્માણ થાય છે.આથી તેને અશ્મી બળતણ તરીકે ઓળખાય છે.


ગ્રીન હાઉસ વાયુનું નામ આપો. વાતાવરણમાં તેનું પ્રમાણ વધવાથી શું થાય છે?

Hide | Show

જવાબ : CO2 ગ્રીન હાઉસ વાયુ છે. CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ. વાતાવરણમાં CO2 નું પ્રમાણ વધવાથી વૈશ્વિક તાપમાનમાં વધારો થાય છે. અને આબોહવામાં પણ ફેરફાર જણાય છે.


જંગલની નજીક રહેતી વ્યક્તિ તેની દૈનિક જરૂરિયાતની કઈ વસ્તુઓ જંગલમાંથી મેળવે છે?

Hide | Show

જવાબ : લાકડું, ચારો, ફળ, શાકભાજી. ઔષધી વગેરે.


જો તમે એકત્રિત કરેલા નદીના પાણીના નમૂનામાં કોલીફોર્મ બેકટેરિયાની હાજરી મેળવો છો તો તે શું સૂચવે છે? તેનું કયું કારણ તમે વિચારો છો?

Hide | Show

જવાબ : પાણીના નમૂનામાં કોલીફોર્મ નામના બેકટેરિયાની હાજરી પાણી રોગજન્ય બેક્ટેરિયા દ્વારા પ્રદુષિત હોવાનું સૂચવે છે. તેમનું મુખ્ય કારણ સારવાર કરાયા વગરને સુએજ કચરો પાણીમાં ઠાલવવાનું છે.


પુન:ઉપયોગ શા માટે પુન: ચક્રીયકરણ કરતા વધારે શરુ ગણાય છે?

Hide | Show

જવાબ : પુન:ઉપયોગ પુન: ચક્રીયકરણ કરતા વધારે શરુ ગણાય છે કારણ કે......   ૧. વસ્તુના પુન: ઉપયોગમાં ઉર્જાનો વ્યય થતો નથી.   ૨. તે પર્યાવરણ પરનું ભારણ ઘટાડે છે અને નૈસર્ગિક સ્ત્રોતનું રક્ષણ કરે છે.


ગંગા સફાઈ યોજના શરુ કરવાના બે કારણો જણાવો.

Hide | Show

જવાબ : ગંગા સફાઈ યોજના બે કારણ છે.   ૧. પાણીની ગુણવત્તામાં સુધારો કરવો.   ૨. ગંગાના પાણીમાં રહેલા રોગ જન્ય કોલીફોર્મ બેક્ટેરિયા દુર કરવા.


ઉર્જાની માંગમાં થતો વધારો પર્યાવરણને કેવી રીતે અસર કરે છે.

Hide | Show

જવાબ : ઉર્જાની માંગમાં થતો વધારો અસ્મી બળતણનો વપરાશ વધે છે. અશ્મી બળતણના દહનથી ઉત્પન્ન થતા CO2 , SO2 અને નાઈટ્રોજનના ઓક્સાઈડ જેવા પ્રદુષિત વાયુઓ વાતાવરણમાં ઉમેરાય છે. જેના કારણે વૈશ્વિક તાપમાનમાં એસીડ વર્ષા જેવી સમસ્યા ઉભી થાય છે.


નૈસર્ગિક સ્ત્રોત એટલે શું?

Locked Answer

જવાબ : કુદરત માંથી મેળવાતા સ્ત્રોત જેનો બધા જ સજીવો જીવન ટકવા માટે ઉપયોગ કરે છે. તેને નૈસર્ગિક સ્ત્રોત કહે છે.


બંધ કોને કહેવાય છે?

Locked Answer

જવાબ : વિવિધ હેતુ માટે નદી પર અવરોધ બાંધી પાણીનો સંગ્રહ કરવાની વ્યવસ્થાને બંધ કહેવામાં આવે છે.


અશ્મી બળતણ એટલે શું?

Locked Answer

જવાબ : લખો વર્ષ પૂર્વે ભૂમિમાં દટાયેલા વનસ્પતિ અને પ્રાણીના અવશેષો ગરમી અને દબાણની અસર થી બળતણમાં રૂપાંતર પામ્યા તેને અશ્મી બળતણ કહે છે.


જૈવ વિવિધતા વિષે જણાવો.

Locked Answer

જવાબ : કોઈ વિસ્તારમાં મળી આવતા વિવિધ જાતિના સજીવના સ્વરૂપો. જેમકે જીવાણું ફૂગ, ત્રિઅંગી, સુપુસ્ટી વનસ્પતિઓ, સૂત્રકૃમીઓ, કીટકો, પક્ષીઓ વગેરે તેને જૈવ વિવિધતા કહેવામાં આવે છે.


ખાડીઓ (khadins), બાંધો (Bundhis), હવાડા (Ahars), કટ્ટા (kattas) એ પ્રાચીન સંરચનાઓ છે જે શેના માટે વપરાશમાં આવતી હતી ?

Locked Answer

જવાબ : જળસંચય


આપણા દેશમાં મોટા-મોટા જંગલ વિસ્તારોને સાફ કરી દેવાયા છે અને કોઈ એક જ જાતિની વનસ્પતિ ઉગાડવામાં આવે છે. આ પ્રક્રિયા કોને પ્રોત્સાહિત કરે છે ?

Locked Answer

જવાબ : આ ક્ષેત્રમાં એકલ કૃષિને (વિસ્તારમાં એક જ પ્રકારના પાકને)


એવા કયા ત્રણ “R” છે, જે નૈસર્ગિક સંસાધનોને લાંબા સમયગાળા સુધી સંરક્ષિત બનાવવામાં સહાયક બને છે ?

Locked Answer

જવાબ : Reduce (ઓછો ઉપયોગ), Recycle (પુનઃચક્રીકરણ), Reuse (પુનઃઉપયોગ)


મીઠા પાણીની વનસ્પતિ અને પ્રાણીઓ માટે સૌથી સહાયક pH મર્યાદા કઈ છે ?

Locked Answer

જવાબ : 6.5 - 7.5


ગંગાનદીમાં પુષ્કળ પ્રમાણમાં કોલિફોર્મ બેક્ટેરિયા મળી આવવાનું મુખ્ય કારણ જણાવો.

Locked Answer

જવાબ : ગંગાનદીનાં પાણીમાં અડધી બળેલી લાશોને વહેવડાવવામાં આવે છે તેના લીધે ગંગાનદીમાં પુષ્કળ પ્રમાણમાં કોલિફોર્મ બેક્ટેરિયા મળી આવે છે.


નૈસર્ગિક સ્રોતોની સૌથી યોગ્ય પરિભાષા જણવો.

Locked Answer

જવાબ : કુદરતની એવી બક્ષિસ છે, જે માનવજાત માટે ખૂબ લાભદાયી છે.


વિશ્વમાં કયો નૈસર્ગિક સ્રોત સૌથી ઝડપી ઘટી રહ્યો હોય છે ?

Locked Answer

જવાબ : વિશ્વમાં જંગલો સૌથી ઝડપી ઘટી રહ્યા છે.


ભૂગર્ભ જળની અછત કોના કારણે થતી નથી ?

Locked Answer

જવાબ : ભૂગર્ભ જળની અછત વનીકરણના કારણે થતી નથી.


બંગાળનાં અરાબાડી જંગલોમાં શેનું પ્રભુત્વ જોવા મળે છે ?

Locked Answer

જવાબ : બંગાળનાં અરાબાડી જંગલોમાં સાલનું પ્રભુત્વ જોવા મળે છે.


GAP નું પૂરુ નામ જણાવો.

Locked Answer

જવાબ : GAP નું પૂરું નામ Ganga Action Plan (ગંગા એક્શન પ્લાન) છે.


“ચિપકો આંદોલન'થી કયો મહત્વપૂર્ણ સંદેશ મળે છે ?

Locked Answer

જવાબ : “ચિપકો આંદોલન'થી આપણને વન્ય-સંરક્ષણના પ્રયાસોમાં સમુદાયોને સામેલ કરવાનો મહત્વપૂર્ણ સંદેશ મળે છે.


એક સફળ વનસંરક્ષણનીતિમાં શેનો સમાવેશ હોવો જોઈએ ?

Locked Answer

જવાબ : એક સફળ વનસંરક્ષણનીતિમાં બધા જ ભૌતિક અને જૈવિક સંઘટકોના સંરક્ષણ માટે વ્યાપક કાર્યક્રમનો સમાવેશ હોવો જોઈએ.


સુપોષિત વિકાસથી બધા ક્ષેત્રમાં પરિવર્તન આવે છે. તેના વિષે માહિતી આપો.

Hide | Show

જવાબ : સુપોષિત વિકાસથી જીવનમાં બધા ક્ષેત્રમા પરિવર્તન આવે છે. તેથી નીચેની બાબતો પર ભાર મુકવામાં અઆવ્યો છે.

 

૧. મનુષ્યની પાયાની જરૂરીયાતોની પુરતી થાય તેવા વિકાસને પ્રોત્સાહિત કરવામાં આવે છે.

 

૨. ભાવી પેઢી માટે વિવિધ સ્ત્રોતનું સંરક્ષણ અને જાળવણી કરવામાં આવે છે.

 

૩. પર્યાવરણના સંરક્ષણ સાથે આર્થિક વિકાસ સાધવામાં આવે છે.

 

૪. સુપોષિત વિકાસનો આધાર લોકોને તેમની આસપાસની આર્થિક સામાજિક તેમજ પર્યાવરણીય પરિસ્થિતિઓ માટે તેમના દ્રષ્ટિકોણમાં ફેરફાર કરે છે. અને નૈસર્ગિક સ્ત્રોતના વર્તમાન ઉપયોગમાં પરિવર્તન કરે છે.


આપણે જંગલ અને વન્યજીવનું સંરક્ષણ શા માટે કરવું જોઈએ?

Hide | Show

જવાબ : 1. વિવિધ ઉદ્યોગો માટે જરૂરી કાચો માલ અને પદાર્થો મેળવવા.

 

2. ફળ, શાકભાજી, ચારો, ઘાસ વગેરે મેળવવા.

 

૩. ઔષધિઓ, મારી-મસાલા, ગુંદર, રેઝીન, કાથો,લાખ વગેરે મેળવવા.

 

4. પ્રાણીઓને કુદરતી વસવાટ પુરા પાડવા માટે.

 

5. ભૂમિનું ધોવાણ આટકાવવા અને ફળદ્રુપતા જાળવવા માટે.

 

6. આર્થિક વિકાસ અને સામાજિક વિકાસના સ્ત્રોત મેળવવા માટે.

 

7. વાતાવરણ માં CO2 અને O2 ના પ્રમાણની સમતુલિતતા જાળવવા. તેમજ પૃથ્વીના સરેરાશ તાપમાનની જાળવણી કરવા માટે

 

હવે જોઈએ કે વન્ય જીવોના સંરક્ષણની આવશ્યકતા શા માટે જરૂરી છે?

 

1.    જંગલના નીવસન તંત્રની જાળવણી માટે, તેમજ કુદરતમાં પર્યાવરણીય સંતુલન માટે.

2.    તેઓ જંગલમાં બીચ વિકિરણ દ્વારા જુદા જુદા સ્થળોએ વનસ્પતિ વૃદ્ધિ વિકાસની અનુકુળતા પૂરી પાડે છે. આ રીતે તેઓ જંગલની જાળવણીમાં મદદરૂપ બને છે.

3.    તેઓ પોષક સ્તરોમાં ઉર્જાવહન જાળવી રાખે છે અને જૈવ વિવિધતામાં વધારો કરે છે.

 


વન સંરક્ષણ માટે કેટલાક ઉપાય બતાવો.

Hide | Show

જવાબ : વન સંરક્ષણના ઉપાયો નીચે મુજબ છે.

 

1.    બળતણ અને ફર્નિચરના લાકડા માટે વ્રુક્ષોની અનિયમિત કટાઈમાં ફરજીયાત પણે ઘટાડો કરવો.

 

2.    બળતણની ખેંચ, ઘાસચારાની અછત,વ્યવસાયિક હેતુ વગેરે માટે થતા અતિ પોષણથી જંગલના નીવસન તંત્રને સુરક્ષિત રાખવું.

 

3.    વ્રુક્ષારોપણ તેમજ તેમના ઉછેરની સંભાળ રાખવી.

 

4.    પ્રાપ્ય બધી જગ્યાઓ પર ઝડપી ઉછેર પામતા છોડ રોપી જંગલનો વિકાસ કરવો.

 

5.    જંગલોની જાળવણી અને સંરક્ષણમાં સ્થાનિક લોકો અને ગ્રામ વાસીઓની સક્રિય ભાગીદારી કરવી.

 

6.    વૈજ્ઞાનિક સંસાધનોની દેખરેખ ઉપરાંત જંગલની જાળવણી માટે શિક્ષણ દ્વારા જંગલની જાગૃતિ ફેલાવવી.


ઉદાહરણ દ્વારા સમજાવો કે, સ્થાનિક લોકોની ભાગીદારીથી જંગલોનું વ્યવસ્થાપન અસરકારક રીતે થઇ શકે છે.

Hide | Show

જવાબ : સ્થાનિક લોકોની ભાગીદારીથી જંગલોનું વ્યવસ્થાપન અસરકારક રીતે થઇ શકે છે. ૧૯૭૨માં પશ્ચિમ બંગાળના વન વિભાગના રાજ્યના દક્ષિણ પશ્ચિમ જિલ્લાઓમાં નાશ થઇ રહેલા સાલના જંગલોની પુન:સ્થાપ્યની યોજના નિષ્ફળ થઇ રહી હતી.

 

આથી વન વિભાગના અધિકારી એ.કે. બેનર્જીએ ખુબ જ ખરાબ પરિસ્થિતિ ધરાવતા મિદનાપુર જીલ્લાના અરાબારીના ૧૨૭૨ હેક્ટર વિસ્તારના સાલના જંગલની જાળવણી માટે સ્થાનિક ગામવાસીઓનો સમાવેશ કર્યો હતો.

તેના બદલામાં ગામવાસીઓને આ વિસ્તારની દેખભાળની જવાબદારી માટે રોજગારી તેમજ ત્યાની 25% નીપજોનો ઉપયોગ કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો. ઉપરાંત તેમને ખુબ ઓછી કીમતે બળતણ માટે લાકડા અને પશુઓને ચરાવવાની સંમતિ આપવામાં આવી હતી.

 

સ્થાનીય લોકોની સક્રિય ભાગીદારીથી ૧૯૮૩ સુધી અરાબારીના સાલના જંગલો સમૃદ્ધ થઇ ગયા. આથી સ્થાનિક લોકોની ભાગીદારીથી જંગલનું વ્યવસ્થાપન અસરકારક બની શકે છે.


ચિપકો આંદોલન વિષે માહિતી આપો.

Hide | Show

જવાબ : ચિપકો આંદોલન વ્રુક્ષોને ભેટવાની ચળવળ તરીકે પણ ઓળખાય છે. આ અંદોલન ૧૯૭૦ના શરૂઆતના દશકામાં હિમાલયની ઉંચી પર્વતીય શ્રુંખલાના ગઢવાલના રેની ગામના લોકો દ્વારા શરુ કરાયું હતું.

 

ચિપકો આંદોલન સ્થાનિક નિવાસીઓને જંગલોથી દુર કરવાની નીતિના પરિણામે શરુ થયું હતું.

 

ગામની નજીક જંગલ વિસ્તારના વ્રુક્ષોના માલિકોએ વ્રુક્ષો કાપવાનો અધિકાર કોન્ટ્રાકટરને આપ્યો હતો. તેથી સ્થાનિક લોકો અને કોન્ટ્રાકટર વચ્ચે ઘર્ષણ અને વિવાદ સર્જાયા હતા.

 

એક નિશ્ચિત દિવસે વ્રુક્ષોના માલિકોના માણસો કોન્ટ્રાકટર સાથે વ્રુક્ષો કાપવા આવ્યા ત્યારે સ્થાનિક પુરુષો ત્યાં હાજર ન હતા ત્યાની સ્ત્રીઓ કોઈ પણ પ્રકારના ભય વગર વ્રુક્ષો પાસે પહોંચી ગયી અને વ્રુક્ષોને ભેંટી વ્રુક્ષોની ફરતે ઉભી રહી ગઈ અને મજુરોને વ્રુક્ષ કાપતા અટકાવ્યા.

 

ચિપકો આંદોલન માનવ સમુદાયો અને લોકસંચારમાં ખુબ ઝડપથી પ્રસરી ગયું હતું. પરિણામે ભારત સરકારને જંગલના સ્ત્રોતોના સદુપયોગ માટે પ્રાથમિકતા નક્કી કરવા પુનર્વિચારણા કરવાની ફરજ પડી.


પર્યાવરણને બચાવવા માટે પાંચ પ્રકારના R વિષે ચર્ચા કરો.

Locked Answer

જવાબ : ૧. Refuse: Refuse નો અર્થ એ છે કે તમારે જરૂર ન હોય તેવી વસ્તુ લોકો તમને આપે તો તમે ના પાડો. તમને પર્યાવરણ ને હાનીકારક હોય તેવા ઉત્પાદનો ખરીદવાની પણ ના પાડો. એક જ વાર વાપરી શકાય તેવી પ્લાસ્ટીકની થેલી માટે પણ ના પાડો.

૨. Reduce: તેનો અર્થ એ થાય છે કે ઓછામાં ઓછી વસ્તુઓનો ઉપયોગ કરવો. વીજળીના પંખા, બલ્બની સ્વીચ બંધ કરીને વીજળી બચાવી શકો. તમે ટપકતા નળનું સમારકામ કરાવીને પાણીની બચત કરી શકો છો.

૩. Reuse: આ પુન: ચક્રીકરણ કરવા કરતા પણ વધારે સાચો રસ્તો છે. કારણ કે પુન: ચક્રીકરણમાં કેટલીક ઉર્જા તો વપરાય જ છે. પુન: ઉપયોગની રીતમાં તમે કોઈ વસ્તુનો વારંવાર ઉપયોગ કરો છો. પરબીડિયાને ફેંકી દેવાની જગ્યાએ તમે તેણે ઉલટાવીને ફરીથી ઉપયોગ કરી શકો છો.

વિવિધ ખાદ્ય પદાર્થની શીશીઓ, ડબ્બા વગેરેનો ઉપયોગ રસોડામાં જામ કે અથાણા ભરવા માટે કરી શકો છો.

૪. Repurpose : આનો અર્થ એ થયો કે જો મૂળભૂત હેતુ માટે કોઈ ઉત્પાદનનો ઉપયોગ ન થઇ શકે તેમ હોય ત્યારે ધ્યાનથી વિચારીને બીજા કોઈ હેતુ માટે ઉપયોગ કરવો.

ઉદાહરણ: હેન્ડલ તુટી ગયું હોય તો કાચની બરણી કે કપનો ઉપયોગ નાના છોડને ઉગાડવા કે પક્ષીઓને ચણ નાખવા માટે કરી શકાય છે.

૫.Recycle : આનો અર્થ એ થાય છે કે પ્લાસ્ટિક, કાગળ, કાચ અને ધાતુ જેવી વસ્તુઓનું નવું ઉત્પાદન કરવાને બદલે પુન: ચક્રીકરણ કરીને જરૂરી વસ્તુઓ બનાવવી જઈએ. પુન: ચક્રીકરણ કરી શકાય તેવા કચરાને અન્ય કચરાથી અલગ એકઠો કરવો જોઈએ.

આથી આ પાંચ પ્રકારના R ઉપર જણાવ્યા મુજબ છે.


જંગલ સંરક્ષણમાં બિશ્નોઈ સમુદાયનો ફાળો જણાવો.

Locked Answer

જવાબ : આપણા દેશમાં વંશ પરંપરાગત રીતે જંગલ સંરક્ષણનું કામ કરતા સ્થાનિક લોકોમાં બિશ્નોઈ સમુદાય અગ્ર સ્થાને છે. બિશ્નોઈ સમુદાય દક્ષિણ રાજસ્થાનમાં ખાર રણની સીમા નજીક વસે છે.

બિશ્નોઈ સમુદાય એ પાયાની માન્યતા પર જીવે છે. જે માન્યતા એ છે કે બધાજ સજીવોને જંગલમાં જીવવાનો અને તેમના સ્ત્રોતનો ઉપયોગ કરવાનો હક છે. બિશ્નોઈ સમુદાય માટે જંગલો અને વન્ય પ્રાણીઓનું સંરક્ષણ તેમના ધાર્મિક અનુષ્ઠાનનો ભાગ ગણાય છે.

૧૭૩૧માં રાજસ્થાનના જોધપુર નજીક ખેજરાલી ગામમાં ખેજરીના વ્રુક્ષોના રક્ષણ માટે અમૃતા દેવીએ અન્ય ૩૬૩ વ્યક્તિઓ સાથે જીવનનું બલિદાન આપ્યું હતું.

ભારત સરકારે અમૃતા દેવી બિશ્નોઈની યાદમાં વન્ય જીવોના સંરક્ષણ માટે અમૃતા દેવી બિશ્નોઈ નેશનલ એવોર્ડની ઘોષણા કારી હતી. આમ, બિશ્નોઈ સમુદાય પર્યાવરણની જાળવણી માટે તેમજ વનસ્પતિઓ તથા પ્રાણીઓના રક્ષણ માટે પોતાના પ્રાણ આપવા માટે તૈયારી ધરાવતો સમુદાય ગણાતો હતો.


વનકટાઈની ગંભીર અસરો જણાવો.

Locked Answer

જવાબ : દુનિયામાં વનઆવરણ ઝડપથી ઘટી રહ્યું છે. વિકસિત દેશોમાં વન કટાઈનો ડર ઘણો વધારે છે.

વસ્તી વધારો, ઉદ્યોગીકરણ અને શહેરીકરણને કારણે વન આચ્છાદન ઝડપથી ઘટી રહ્યું છે. ઉષ્ણકટિબંધના વિસ્તારોમાં વન કટાઈની ગંભીર અસરો થાય છે. વન આચ્છાદન ઘટવાથી સર્જાતી ગંભીર સમસ્યાઓ નીચે પ્રમાણે છે.

 1. પ્રાદેશિક અને વૈશ્વિક આબોહવાકીય ફેરફારો પ્રેરે છે.
 2. વરસાદનું પ્રમાણ ઘટે છે.
 3. વન આવરણ દુર થવાથી ત્યાનું ભૂમિનું ધોવાણ વધે છે. જેથી જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે.
 4. વાતાવરણમાં CO2 નું પ્રમાણ વધે છે. અને વૈશ્વિક તાપમાનમાં વધારો થાય છે. ગ્રીન હાઉસ અસર સર્જાય છે.
 5. વન્ય જીવોના આશ્રય દુર થતા આહાર જાળવણીની કડીઓ તૂટે છે. પરિણામે ઘણા સજીવો નાશપ્રાય: અને લુપ્ત થાય છે.
 6. નીવસન તંત્રની સમતુલતા ખોરવાય છે અને રાસાયણિક દ્રવ્યોના ચક્રોના સંચાલનમાં અનિયમિતતા ઉભી થાય છે.


પર્યાવરણ મિત્ર બનવા માટે તમે તમારી ટેવોમાં કયું પરિવર્તન લાવી શકો છો?

Locked Answer

જવાબ : પર્યાવરણ મિત્ર બનવા માટે નીચેની ટેવોને ઉપયોગમાં લાવીશું.

 • જયારે ઉપયોગ ન હોય ત્યારે વિદ્યુત ઉપકરણોને બંધ કરવું જોઈએ.
 • ખાદ્ય સામગ્રીનો બગાડ કરવો નહી.
 • ઉપયોગ ન હોય ત્યારે નકામું વેડફાતું પાણી બંધ કરવું જોઈએ.
 • પ્લાસ્ટિકની બનેલી વસ્તુઓને યોગ્ય જગ્યાએ જ ફેંકાવી જોઈએ.
 • પ્લાસ્ટિક, કાચ અને કાગળનો ફરી ઉપયોગ થાય તેવી વ્યવસ્થા કરવી જોઈએ.


વ્યક્તિગત તરીકે તમે વિવિધ પ્રાકૃતિક ઉત્પાદનોના વપરાશને ઘટાડવા માટે શું કરી શકો છો ?

Locked Answer

જવાબ : કુદરતી સંસાધનોનું વૈજ્ઞાનિક ઢબે ઉપયોગ કરવો. આમ કરવાથી વર્તમાન પેઢીને ઉપલબ્ધ સંસાધનોનો લાભ મળશે અને તદઉપરાંત ભવિષ્યની જરૂરિયાતોને પહોંચી વળવાની સંભાવનાઓ પણ જાળવી શકાશે.

આ માટે પાંચ પ્રકારના “R” ની યાદ રાખવાની જરૂર છે. કે જે પર્યાવરણને બચાવી શકે છે. Refuse (ના પાડવું), Reduce (ઓછો ઉપયોગ કરવો), Reuse (પુનઃ ઉપયોગ કરવો), Repurpose (હેતુફેર કરવો), અને Recycle (પુનઃચક્રીયકરણ).

 1. Refuse (ના પાડવું) : Refuse નો અર્થ એ છે કે, તમારે જરૂર ના હોય તેવી વસ્તુ લોકો તમને આપે તો તમે ના પાડો. તમને તથા પર્યાવરણને હાનિકારક હોય તેવાં ઉત્પાદનો ખરીદવાની ના પાડો. એક જ વાર વાપરી શકાય તેવી પ્લાસ્ટિકની થેલી માટે પણ ના પાડો.
 2. Reduce (ઓછો ઉપયોગ કરવો) : તેનો અર્થ છે કે તમારે ઓછામાં ઓછી વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ. તમે વીજળીના પંખા તેમજ બલ્બની સ્વિચો બંધ કરીને વીજળી બચાવી શકો છો. તમે ટપકતાં નળનું સમારકામ કરાવીને પાણીની બચત કરી શકો છો. ખોરાકનો વ્યય ન કરવો જોઈએ.
 3. Reuse (પુનઃ ઉપયોગિતા) : આ પુનઃચક્રીય કરવા કરતાં પણ વધારે સાચો રસ્તો છે. કારણ કે, પુનઃચક્રીયકરણમાં કેટલીક ઊર્જા તો વપરાય જ છે. પુનઃઉપયોગની રીતમાં તમે કોઈ વસ્તુનો વારંવાર ઉપયોગકરો છો. પરબીડિયાને ફેકી દેવાની જગ્યાએ તમે તેને ઉલટાવીને ફરીથી ઉપયોગ કરી શકો છો. વિવિધ ખાદ્યપદાર્થોની પ્લાસ્ટિકની શીશીઓ, ડબા વગેરેનો ઉપયોગ રસોડામાં જામ કે અથાણા ભરવા માટે કરી શકાય છે.
 4. Repurpose (હેતુ ફેર કરવો) : આનો અર્થ એ થયો કે, જો મૂળભૂત હેતુ માટે કોઈ ઉત્પાદનનો ઉપયોગ ન થઈ શકે તેમ હોય ત્યારે ધ્યાનથી વિચારીને તેનો બીજા કોઈ હેતુ માટે ઉપયોગ કરવો. ઉદાહરણ તરીકે હૅન્ડલ તૂટી ગયા હોય તેવી કાચની બરણી કે કપનો ઉપયોગ નાના છોડને ઉગાડવા કે પક્ષીઓને ચણ નાખવા કરી શકાય છે.
 5. Recycle (પુનઃ ચક્રીકરણ) : આનો અર્થ એ થાય કે પ્લાસ્ટિક, કાગળ, કાચ અને ધાતુ જેવી વસ્તુઓનું નવું ઉત્પાદન કરવાને બદલે તેનું પુનઃ ચક્રીકરણ કરીને જરૂરી વસ્તુઓ બનાવવી જોઈએ. પુનઃચક્રીકરણ કરી શકાય તેવા કચરાને અન્ય કચરાથી અલગ એકઠો કરવો જોઈએ.


There are No Content Availble For this Chapter

Download PDF

Take a Test

Choose your Test :

નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન (વ્યવસ્થાપન)

gseb std 10 science paper solution
નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન(વ્યવસ્થાપન)

Browse & Download GSEB Books For ધોરણ ૧૦ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.