GSEB Solutions for ધોરણ ૧૦ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

રોજિંદા જીવનમાં થતી રાસાયણિક પ્રક્રિયા જણાવો.

Hide | Show

જવાબ : રોજિંદા જીવનમાં થતી રસાયણિક પ્રક્રિયા નીચે મુજબ છે. 
1. ઉનાળામાં ઓરડાના તાપમાને મૂકેલ દૂધ જલદી બગડી જાય છે.
2. લોખંડની વસ્તુઓ જેવી કે તવા,તપેલા,ખીલાને ભેજવાળી હવામાં મૂકતાં તેના પર કાટ લાગે છે. 
3.દ્રાક્ષનું આથવણ થવું.
4.ખોરાકનું રંધાવું.
5.શરીરમાં ખોરાકનું પાચન થવુ.
6.શ્વાસોચ્છવાસ દરમિયાન થતી પ્રક્રિયા.


રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થમાં કયા કયા પરીવર્તન આવે છે?

Hide | Show

જવાબ : રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થમાં નીચે મુજબનાં પરિવર્તન આવે છે. 

  • અવસ્થામાં પરિવર્તન 
  • રંગમાં પરિવર્તન 
  • વાયુનો ઉદ્ભવ થવો
  • તાપમાનમાં પરિવર્તન


રાસાયણિક પ્રક્રિયા એટલે શું?

Hide | Show

જવાબ : કોઈપણ પદાર્થની પ્રારંભિક પ્રકૃતિમાં અને તેની ઓળખમાં કંઈક ને કંઈક પરિવર્તન આવે છે. જો આ ફેરફારો રાસાયણિક ફેરફારો હોય તો તે ને રાસાયણિક પ્રક્રિયા કહેવાય છે.


મેગ્નેશીયમ ઓક્સાઈડ બનવાની પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ લખો.

Hide | Show

જવાબ : 2Mg(s) + O2(s )   →  2MgO(s)


લેડ નાઈટ્રેટ અને પોટેશિયમ આયોડાઈડ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ લખો.

Hide | Show

જવાબ : Pb(NO3)2 (s) + 2KI(aq) → PbI2 + 2KNO3(s)


ઝિંકના ટુકડાઓ અને મંદ HCL વચ્ચે થતી પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ લખો.

Hide | Show

જવાબ : Zn(s) + 2HCL(aq)  →  ZnCL2(aq)+H2(g)


અસમતોલિત સમીકરણ એટલે શું?

Hide | Show

જવાબ : જે રાસાયણિક સમીકરણમાં દરેક તત્વના પરમાણુંની સંખ્યા સમાન ન હોય તેવા રાસાયણિક સમીકરણને અસમતોલિત સમીકરણ કહે છે.


અસમતોલિત સમીકરણનું ઉદાહરણ આપો

Hide | Show

જવાબ : Mg(s) + O2  → MgO
અહી ડાબી બાજુ પ્રક્રીયાકોમાં ઓક્સીજનનાં 2 પરમાણું છે જયારે જમણી બાજુ નીપજોમાં એક જ ઓક્સીજનનો પરમાણું છે જેથી આ સમીકરણ અસમતોલિત સમીકરણ છે.


શા માટે સમતોલિત સમીકરણ મહત્વનું છે? 

Hide | Show

જવાબ : સમતોલિત સમીકરણની મદદથી પ્રક્રિયકો અને નીપજોમાં રહેલ તત્વોના પરમાણુંની સંખ્યા જાણી શકાય છે.
રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રીયાકોનો કેટલો જથ્થો વપરાય અને નીપજોનો કેટલો જથ્થો મળે છે તે જાણી શકાય છે. 
પ્રક્રિયકો અને નીપજોની અવસ્થા જાણી શકાય છે.


શા માટે રાસાયણિક સમીકરણ સમતોલિત કરવું જરૂરી છે?

Hide | Show

જવાબ : દળ-સંચયનાં નિયમ પ્રમાણે તત્વના દળનું સર્જન થતું નથી કે તેનો વિનાશ થતો નથી. જેથી રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો અને નીપજોમાં તત્વોના દળ સમાન રહે છે. પરિણામે રાસાયણિક સમીકરણમાં બંને બાજુનાં તત્વોના પરમાણુંની તત્વોની સંખ્યા સમાન રહે તે જરૂરી છે, આથી આ કારણસર રાસાયણિક સમીકરણને સમતોલિત કરવું જરૂરી છે. 
સમતોલિત રાસાયણિક સમીકરણનું ઉદાહરણ, 
Zn + H2SO4 → ZnSO4 + H2,
3Fe + 4H2O → Fe3O4 + 4H2


સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપો.

Hide | Show

જવાબ : જે રાસાયણિક પ્રક્રિયામાં બે અથવા બે થી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ એક જ નીપજ મળે તો તેવી પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે.  ઉદાહરણ તરીકે, CaO(s) + H2O(l) → Ca(OH)2(aq) + ઉષ્મા


કળીચૂનો અને પાણી દ્વારા થતી પ્રક્રિયાને રાસાયણિક સમીકરણના સ્વરૂપમાં લખો.

Hide | Show

જવાબ : CaO(s) + H2O(l) → Ca(OH)2(aq)


પ્રક્રિયક અને નીપજ કોને કહેવાય છે?

Hide | Show

જવાબ : કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા જે પદાર્થો વડે થાય છે તેને પ્રક્રિયકો કહેવાય છે અને પ્રક્રિયા દરમિયાન રાસાયણિક ફેરફાર અનુભવી નવા ઉત્પન્ન થતા પદાર્થને નીપજ કહેવાય છે.


સોડીયમ હાઇડ્રોક્સાઈડ અને હાઇડ્રોક્લોરિક ઍસીડનાં દ્રાવણોની પ્રક્રિયા લખો અને દરેક સંયોજનની ભૌતિક અવસ્થાઓ લખો. 

Hide | Show

જવાબ : NaOH(aq) + HCl(aq) → NaCl(aq) + H2O(I)


બેરીયમ ક્લોરાઇડ અને સોડીયમ સલ્ફેટનાં પાણીમાં બનાવેલા દ્રાવણોની પ્રક્રિયા લખો અને દરેક સંયોજનની ભૌતિક અવસ્થાઓ લખો.

Hide | Show

જવાબ : BaCl2(aq) + Na2SO4 (aq) → BaSO4 (s) + 2NaCl(aq)


તત્વોની ભૌતિક અવસ્થાઓ કઈ કઈ હોય છે? સંકેતો સાથે જણાવો.

Hide | Show

જવાબ : તત્વોની ભૌતિક અવસ્થાઓ ઘન, જલીય, પ્રવાહી અને વાયુરૂપ હોય છે, જેને અનુક્રમે (s), (aq), (l), અને (g) જેવા સંકેતો વડે દર્શાવવામાં આવે છે.


સોડીયમ + પાણી → સોડીયમ હાઇડ્રોક્સાડ + હાઇડ્રોજનનું સમતોલિત રાસાયણિક સમીકરણ લખો.

Hide | Show

જવાબ : 2Na + 2H2O → 2NaOH + H2


બેરીયમ ક્લોરાઈડ + એલ્યુમિનિયમ સલ્ફેટ  → બેરીયમ સલ્ફેટ + એલ્યુમિનિયમ ક્લોરાઈડનું સમતોલિત રાસાયણિક સમીકરણ લખો.

Hide | Show

જવાબ : 3BaCl2 + Al2(SO4)3 → 3BaSO4 + 2AlCl3


હાઇડ્રોજન + ક્લોરિન → હાઇડ્રોજન ઓકસાઇડનું સમતોલિત રાસાયણિક સમીકરણ લખો. 

Hide | Show

જવાબ : H2  + Cl2 → 2HCl


મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં સળગાવતા પહેલા શા માટે સાફ કરવામાં આવે છે? કારણ જણાવો.

Hide | Show

જવાબ : મેગ્નેશિયમ ધાતુ ખુબ ક્રિયાશીલ હોય છે, આથી તેને હવામાં ખુલ્લી રાખવાથી તે હવા સાથે પ્રક્રિયા કરીને મેગ્નીશીયમ ઓકસાઇડનું નિષ્ક્રિય પડ બનાવે છે. 
તે નિષ્ક્રિય પડને કાચકાગળ વડે સાફ કરવાથી તે વધુ સારી અને સરળતાથી ઓક્સીજન સાથે પ્રક્રિયા કરે છે, આ કારણસર મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં સળગાવતા પેહલા સાફ કરવામાં આવે છે.


સૂર્યપ્રકાશની હાજરીમાં થતી બે વિઘટન પ્રક્રિયાનાં રાસાયણિક સમીકરણ લખો.

Hide | Show

જવાબ : 2AgCl(s) → 2Ag(s) + Cl2 (g) 2AgBr(s) → 2Ag(s) + Br2 (g)


પાણીના વિદ્યુત વિભાજનની પ્રક્રિયા જણાવો 

Hide | Show

જવાબ : 2H2O(l) → 2H2(g) + O2(g)


સૂર્યપ્રકાશની હાજરીમાં થતી વિઘટન પ્રક્રિયા જણાવો.

Hide | Show

જવાબ : 2AgCl(s) સુર્યપ્રકાશ 2Ag(s) + Cl2(g)   આ પ્રક્રિયામાં સિલ્વર ક્લોરાઈડને સુર્યપ્રકાશની હાજરીમાં રાખીને વિઘટન થઈને રાખોડી રંગનાં પદાર્થમાં રૂપાંતર થાય છે. સિલ્વર ક્લોરાઇડનું વિઘટન થઇને સિલ્વર અને ક્લોરિન નીપજમાં મળે છે. તેવી જ રીતે સિલ્વર બ્રોમાઈડની સુર્યપ્રકાશની હાજરીમાં રાખતા સીલ્વર અને બ્રોમાઈન મળે છે.   2AgBr(s) --> 2Ag(s) + Br2(g)


ઉષ્મીય વિઘટન કોને કહે છે?

Hide | Show

જવાબ : રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્માની મદદથી કરવામાં આવતી પ્રક્રિયાને ઉષ્મીય વિઘટન પ્રક્રિયા કહે છે. ઉદાહરણ તરીકે, 2Pb (NO3)2 (s) --> ઉષ્મા 2PbO(s) + 4NO2 (g) + O2 (g)


વિઘટન પ્રક્રિયાનું ઉદાહરણ આપો

Hide | Show

જવાબ : ઉદાહરણ તરીકે,  2FeSO4(s)      ઉષ્મા     Fe2O3(s) + SO2(g) + SO3(g) અહી ફેરસ સલ્ફેટની ઉષ્મા સાથે પ્રક્રિયા થઇને ફેરિક ઓકસાઇડ, સલ્ફર ડાયોક્સાઈડ અને સલ્ફર ટ્રાયોકસાઇડ વિઘટિત થઇને મળે છે.  ચૂનાના પથ્થરની ઉષ્મા સાથેની પ્રક્રિયાથી કળીચૂનો અને કાર્બન ડાયોક્સાઈડ બને છે.  CaCO3(s)     ઉષ્મા    CaO(s) + CO2(g)  2Pb (NO3)2 (s)    ઉષ્મા   2PbO(s) + 4NO2 (g) + O2 (g)


વિઘટન પ્રક્રિયા એટલે શું?

Hide | Show

જવાબ : કોઈ એક જ પ્રક્રીયક તૂટીને વધુ સરળ નીપજ આપે છે તેને વિઘટન પ્રક્રિયા કહે છે.


શ્વસન દરમિયાન થતી પ્રક્રિયા સમજાવો.

Hide | Show

જવાબ : આપણે જીવવા માટે ઉર્જાની જરૂર પડે છે, અને આ ઉર્જા આપને ખોરાક અને પાણી દ્વારા મેળવીયે છીએ. ખોરાક ખાયીએ એટલે તરત તેનું ઉર્જામાં રૂપાંતર નથી થતું. ખોરાકના પાચન દરમિયાન પ્રક્રિયા થાય અને ખોરાક વધુ સરળ પદાર્થોમાં વિભાજીત થાય છે.  ભાત, બટાકા અને બ્રેડમાં કાર્બોદિત પદાર્થો હોય છે, આ કાર્બોદિત પદાર્થનું વિભાજન થાય છે અને ગ્લુકોઝ બને છે. આ ગ્લુકોઝની શરીરના કોષમાં રહેલા ઓક્સિજન સાથે સંયોજન થઈને ઉર્જા પૂરી પાડે છે, આ સંયોજન પ્રક્રિયાને શ્વસન કહે છે. અહી ઉષ્મા મુક્ત થતી હોવાથી ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે.  શ્વસનની રાસાયણિક પ્રક્રિયા આ મુજબ છે.  C6H12O6(aq) + 6O2(aq) → 6CO2(aq) + 6H2O(l) + ઉષ્મા


ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપો.

Hide | Show

જવાબ : બે અથવા બે થી વધારે પ્રક્રિયકોની રાસાયણિક પ્રક્રિયા દ્વારા નીપજના નિર્માણની સાથે ઉષ્મા પણ ઉત્પન્ન થતી હોય તેવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયાનાં કેટલાક ઉદાહરણો. ⦁ કુદરતી વાયુનું સળગવું CH4 (g) + 2O2 (g) → CO2 (g) + 2H2O (g) ⦁ આપણા શરીરમાં થતી ગ્લુકોઝ અને ઓક્સીજન સાથે થતી પ્રક્રિયા C6H12O6(aq) + 6O2(aq) → 6CO2(aq) + 6H2O(l) + ઉષ્મા ⦁ ખાતર બનવાની પ્રક્રિયા પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા જ છે.


પાણી બનવાની રાસાયણિક પ્રક્રિયા લખો

Hide | Show

જવાબ : 2H2(g) + O2(g) → 2H2O(l)


કોલસાનું હવા સાથેનાં દહનું રાસાયણિક સમીકરણ લખો.

Hide | Show

જવાબ : C(s) + O2 →  CO2(g)


ઓક્સિડેશન પ્રક્રિયાનું ઉદાહરણ આપો.

Hide | Show

જવાબ : C + O2 --> CO2   2Cu + O2 --> 2CuO   2Mg + O2 --> 2MgO


ઓક્સિડેશન પ્રક્રિયા એટલે શું?

Hide | Show

જવાબ : જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકનો પરમાણું  ઓક્સિજન  મેળવે અથવા તો હાઇડ્રોજન ગુમાવે, તો તેને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય છે.


કોપર ઓક્સાઇડ બનવાની પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ લખો.

Hide | Show

જવાબ : 2Cu + O2 → 2CuO


દ્વિવિસ્થાપન પ્રક્રિયાનાં ઉદાહરણ આપો.

Hide | Show

જવાબ : Na2SO4 (aq) + BaCl2(aq) → BaSO4 (s) + 2NaCl(aq)   2KBr(aq) + BaI2(aq) → BaBr2 (s) + 2KI(aq)   Na2CO3(aq) + CaCl2(aq) → CaCO3(aq) + 2NaCl(aq)


દ્વિવિસ્થાપન પ્રક્રિયા એટલે શું?

Hide | Show

જવાબ : જે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો વચ્ચે આયનોની આપ લે થતી હોય તેવી પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે.


ભૌતિક ફેરફાર કોને કહેવાય છે?

Hide | Show

જવાબ : જયારે પરિસ્થિતિમાં ભૌતિક ફેરફાર થાય તેને ભૌતિક પ્રક્રિયા કહેવામાં આવે છે.


રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય?

Hide | Show

જવાબ : જયારે પરિસ્થિતિમાં રાસાયણિક ફેરફાર થવાની પ્રક્રિયાને રાસાયણિક પ્રક્રિયા કહેવાય છે.


બેરીયમ ક્લોરાઇડ અને સોડીયમ સલ્ફેટ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ લખો. 

Hide | Show

જવાબ : Na2SO4 (aq) + BaCl2(aq) → BaSO4 (s) + 2NaCl(aq)


અવક્ષેપન પ્રક્રિયાનું ઉદાહરણ આપો.

Hide | Show

જવાબ : Na2SO4 (aq) + BaCl2(aq) → BaSO4 (s) + 2NaCl(aq)
Na2SO4નો SO42-  આયન અને  BaCl2નો  Ba2+ આયન વચ્ચે પ્રક્રિયા થઇને BaSO4 નાં સફેદ અવક્ષેપ મળે છે, અને આ અવક્ષેપ પાણીમાં અદ્રાવ્ય હોય છે.
AgNO3 (aq) + NaCl(aq) → AgCl(s) + NaNO3(aq)


અવક્ષેપન પ્રક્રિયા કોને કહે છે?

Hide | Show

જવાબ : જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અદ્રાવ્ય તેવા અવક્ષેપ ઉત્પન થાય, તે પ્રક્રિયાને અવક્ષેપન પ્રક્રિયા કહે છે.


અવક્ષેપ એટલે શું?

Hide | Show

જવાબ : રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પાણીમાં અથવા કોઈ દ્રાવણમાં અદ્રાવ્ય તેવા સફેદ પદાર્થનું નિર્માણ થાય છે તેને અવક્ષેપ કહે છે.


વિસ્થાપન પ્રક્રિયાનાં ઉદાહરણ આપો.

Hide | Show

જવાબ : ઉદાહરણ તરીકે, 
Fe(s) + CuSO4(aq) → FeSO4(aq) + Cu(s)
Zn(s) + CuSO4(aq) → ZnSO4(aq) + Cu(s)
Pb(s) + CuCl2(aq) → PbCl2(aq) + Cu(s)
Zn(s) + 2AgNO3(aq)  → Zn(NO3)2 (aq)+ 2Ag(s)


વિસ્થાપન પ્રક્રિયાની વ્યાખ્યા લખો.

Hide | Show

જવાબ : જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ એ ઓછા ક્રિયાશીલ તત્વને તેના સંયોજનમાંથી દુર કરે છે, તેને વિસ્થાપન પ્રક્રિયા કહે છે.


આયર્નની ખીલીને કોપરનાં દ્રાવણમાં ડૂબાડતા થતી પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ લખો.

Hide | Show

જવાબ : Fe(s) + CuSO4(aq) → FeSO4(aq) + Cu(s)


વિઘટન પ્રક્રિયામાં પ્રક્રીયકોને તોડવા માટે ક્યાં ક્યાં સ્વરૂપે ઉર્જા જરૂરી છે?

Hide | Show

જવાબ : વિઘટન પ્રક્રિયામાં પ્રક્રિયકોનાં બંધ તોડવા માટે ઉષ્મા, પ્રકાશ અથવા વિદ્યુત સ્વરૂપે ઉર્જા જરૂરી છે.


ઉષ્માશોષક પ્રક્રિયા કોને કહે છે?

Hide | Show

જવાબ : રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકો ઉર્જા મેળવીને નાના અણુ કે પરમાણુમાં વિઘટન પામે છે, આ પ્રક્રિયામાં ઉષ્માનું શોષણ થતું હોવાથી તેને ઉષ્માશોષક પ્રક્રિયા કહે છે.


AgCl અને AgBr નો ઉપયોગ જણાવો.

Hide | Show

જવાબ : AgCl અને AgBr નો ઉપયોગ શ્યામ અને શ્વેત ફોટોગ્રાફીમાં થાય છે.


નીચેના રાસાયણિક સમીકરણમાંથી ઓક્સીડેશન અને રિડકશન પામતા પદાર્થોને ઓળખો.

Hide | Show

જવાબ : (1)    4Na(s) + O2 (g) →  2Na2O(s)
આ પ્રક્રિયામાં Na2Oમાં ઓક્સીડેશન થાય છે જયારે O2 નું રિડકશન થાય છે. 
ઓક્સીડેશન પામતો પદાર્થ  - Na2O
રિડકશન પામતો પદાર્થ - O2
(2)    CuO(s) + H2 (g) →  Cu(s) + H2O(l)
આ પ્રક્રિયામાં CuOનું Cuમાં રિડકશન થાય છે જયારે H2 નું H2Oમાં ઓક્સીડેશન થાય છે. 
ઓક્સીડેશન પામતો પદાર્થ  - H2O
રિડકશન પામતો પદાર્થ – Cu


કારણ આપો. કોપર સલ્ફેટનાં દ્રાવણમાં આયર્નની ખીલીને ડૂબાડતા કોપર સલ્ફેટનાં દ્રાવણનો રંગ બદલાય છે.

Hide | Show

જવાબ : કોપર કરતાં આયર્ન વધુ ક્રિયાશીલ હોવાથી તે કોપરનું વિસ્થાપન કરે છે, આ રીતે કોપરનું વિસ્થાપન થવાથી આયર્ન આયર્ન સલ્ફેટ બને છે, જે લીલા રંગનો હોવાથી દ્રાવણનો રંગ બદલાય છે. 
Fe(s) + CuSO4(aq) →  FeSO4(aq) + Cu(s)


પદાર્થ ‘X’નું દ્રાવણ ધોળવા માટે વપરાય છે. (1) પદાર્થ ‘X’નું નામ આપો અને તેનું સૂત્ર લખો. (2) પદાર્થ ‘X’ની પાણી સાથેની પ્રક્રિયા લખો.

Hide | Show

જવાબ : (1)    પદાર્થ ‘X’ એ કેલ્શિયમ ઓક્સાઈડ છે. જેનું સૂત્ર CaO છે. 
(2)    કેલ્શિયમ ઓક્સાઈડ પાણી સાથે પ્રક્રિયા કરીને ચૂનાનું નીતર્યું પાણી બનાવે છે જે પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા મુક્ત કરે છે. આ પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ નીચે મુજબ છે. 
CaO + H2O →  Ca(OH)2 + ઉષ્મા


એન્ટી – ઓક્સીડેન્ટ પદાર્થોનું કોઈ એક ઉદાહરણ આપો.

Hide | Show

જવાબ : બટાકાની ચીપ્સનું ઓક્સીડેશન થતું અટકાવવા માટે બેગમાં નાઈટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુ ભરે છે, તો આ નિષ્ક્રિય નાઈટ્રોજન વાયુ એન્ટી – ઓક્સીડેન્ટ પદાર્થ છે.


બટાકાની ચીપ્સનું ઓક્સીડેશન થતું અટકાવવા માટે બેગમાં નાઈટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુ ભરે છે, તો આ નિષ્ક્રિય નાઈટ્રોજન વાયુ એન્ટી – ઓક્સીડેન્ટ પદાર્થ છે.

Hide | Show

જવાબ : જે પદાર્થ તૈલી અથવા ચરબીજન્ય ખોરાકમાં થતું ઓક્સીડેશન અટકાવે અથવા તો ઓક્સીડેશન પ્રક્રિયાનો પ્રતિકાર કરે તેવા પદાર્થોને એન્ટી – ઓક્સીડેન્ટ  પદાર્થો કોને કહે છે.


ખોરાપણું કોને કહે છે?

Hide | Show

જવાબ : તૈલી અથવા ચરબીજન્ય ખોરાકને હવાની હાજરીમાં રાખતા તેનું ઓક્સીડેશન થવાથી તે ખોરો પડે છે, ખોરાક ખોરો થવાથી તેનો સ્વાદ અને ગંધમાં ફેરફાર થાય છે આ ક્રિયાને ખોરાપણું કહે છે.


ક્ષારણનાં ઉદાહરણ આપો.

Hide | Show

જવાબ : લોખંડની વસ્તુઓ પર કથ્થાઈ રંગનું આવરણ જામી જવું, ચાંદી પર કાળા રંગનું આવરણ જામી જાય, તાંબા પર લીલા રંગનું આવરણ જામી જાય, આ બધા ક્ષારણનાં ઉદાહરણ છે.


ક્ષારણ એટલે શું?

Hide | Show

જવાબ : ધાતુને ભેજની અને એસિડની હાજરીમાં રાખવાથી તેની સપાટી પર કાટ લાગે છે, તેને ક્ષારણ કહે છે.


રોજીંદા જીવનમાં થતી ઓક્સીડેશનની પ્રક્રિયાની અસરો કઈ કઈ છે?

Hide | Show

જવાબ : લોખંડની વસ્તુઓને કાટ લાગવો અને તૈલી તથા ચરબીયુક્ત પદાર્થનું લાંબા સમયે ખોરું થઇ જવું એ  ઓક્સિડેશન પ્રક્રિયાને કરને જ થાય છે.


રેડોક્ષ પ્રક્રિયાનાં ઉદાહરણ આપો.

Hide | Show

જવાબ : CuO +H2 → Cu+H2O   ZnO + C → Zn + CO   MnO2 + 4HCl → MnCl2 + 2H2O + Cl2


રેડોક્ષ પ્રક્રિયા એટલે શું?

Hide | Show

જવાબ : જે પ્રક્રિયા દરમિયાન એક પ્રક્રિયક  ઓક્સિડેશન પામે અને  પ્રક્રિયક રિડકશન પામે તેવી પ્રક્રિયાઓને રેડોક્ષ પ્રક્રિયાઓ કહે છે.


રિડકશન પ્રક્રિયાનું ઉદાહરણ આપો.

Hide | Show

જવાબ : CuO + H2 → Cu+H2O   CO2 + H2 → CO+H2O   MgO +H2 → Mg+H2O


રિડકશન પ્રક્રિયા એટલે શું?

Hide | Show

જવાબ : જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રીયકનો પરમાણું ઓક્સિજન ગુમાવે અથવા તો હાઇડ્રોજન મેળવે , તો તેને રિડકશન પ્રક્રિયા કહેવાય છે.


મેગ્નેશિયમની પટ્ટીને સળગાવતા શું પ્રાપ્ત થાય છે?

Hide | Show

જવાબ : મેગ્નેશિયમની પટ્ટી સળગાવતા ઝગારા મારતી સફેદ જ્યોત સળગે છે અને સફેદ પાઉડરમાં પરિવર્તિત થાય છે.


મેગ્નેશિયમને સળગાવતા જે પાઉડર પ્રાપ્ત થાય છે તેને શું કહેવાય છે?

Hide | Show

જવાબ : મેગ્નેશિયમ ઓક્સાઈડ


મેગ્નેશિયમ ઓક્સાઈડ કઈ રીતે પ્રાપ્ત થાય છે?
 

Hide | Show

જવાબ : મેગ્નેશિયમ તેમજ હવામાંના ઓક્સીજન વચ્ચે પ્રક્રિયા થવાથી મેગ્નેશિયમ ઓક્સાઈડ પ્રાપ્ત થાય છે.


રાસાયણિક પ્રક્રિયાના ઉદાહરણો જણાવો.
 

Hide | Show

જવાબ : રંગમાં પરિવર્તન, વાયુનું ઉત્સર્જન, તાપમાનમાં પરિવર્તન અને અવસ્થામાં પરિવર્તન.


શાબ્દિક સમીકરણ માં પ્રક્રિયક અને નિપજની વચ્ચે શું દર્શાવવામાં આવે છે?

Hide | Show

જવાબ : શાબ્દિક સમીકરણ માં પ્રક્રિયક અને નિપજની વચ્ચે તીરની નિશાની દર્શાવામાં આવે છે.


રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો કઈ દિશામાં દર્શાવવામાં આવે છે?

Hide | Show

જવાબ : રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો ડાબી તરફ દર્શાવવામાં આવે છે.


રાસાયણિક સમીકરણમાં નીપજને કઈ દિશામાં દર્શાવવામાં આવે છે?

Hide | Show

જવાબ : રાસાયણિક સમીકરણમાં નીપજને જમણી તરફ દર્શાવવામાં આવે છે.


જો રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયક તરીકે Mg + O2 હોય તો નિપજ તરીકે શું પ્રાપ્ત થાય?
 

Hide | Show

જવાબ : MgO


સમતોલિત સમીકરણ કોને કહેવાય?

Hide | Show

જવાબ : તત્વના પરમાણુઓની સંખ્યા પ્રક્રિયક અને નીપજમાં બંને તરફ સમાન હોય તો સમતોલિત સમીકરણ કહેવાય.


અસમતોલિત સમીકરણ કોને કહેવાય?

Hide | Show

જવાબ : પ્રક્રિયક અને નિપજ બંને તરફ દરેક દરેક તત્વના પરમાણુઓની સંખ્યા અસમાન હોય તો અસમતોલિત સમીકરણ કહેવાય.


લોખંડનું ક્ષારણ થવાની રાસાયણિક પ્રક્રિયા જણાવો

Locked Answer

જવાબ : 4Fe + 3O2 + 2H2O -> 2Fe2O3H2O


અવક્ષેપન પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપી સમજાવો.

Locked Answer

જવાબ : જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સફેદ અદ્રાવ્ય પદાર્થ રહે તેને અવક્ષેપ કહે છે અને આ પ્રક્રિયાને અવક્ષેપન પ્રક્રિયા કહે છે. FeCl3(aq) + 3NH4OH(aq) -> Fe(OH)3(s) + 3NH4Cl(aq)


CuSO4 (કોપર સલ્ફેટ)ના દ્રાવણનો રંગ કેમ બદલાય છે જયારે લોખંડની ખીલી અંદર ડુબાડવામાં આવે તો?

Locked Answer

જવાબ : જયારે લોખંડની ખીલીને CuSO4 ના દ્રાવણમાં ડૂબાડવામાં આવે છે ત્યારે વિસ્થાપન પ્રક્રિયા શરુ થાય છે. આ પ્રક્રિયા થવા માટે ૩૦ મિનીટનો સમય જાય છે. CuSO4 નો રંગ જે ભૂરો હોય છે તે ૩૦ મિનીટ પછી આછા લીલા રંગમાં ફેરવાય છે નીચે પ્રમાણે પ્રક્રિયા થાય છે. Fe(S) + CuSO4(aq) -> FeSO4(aq) + Cu(s)


ઉષ્મા ઊર્જા, પ્રકાશ ઊર્જા અને વિદ્યુત ઊર્જાનો સમાવેશ થતો હોય તેવી ત્રણ રાસાયણિક પ્રક્રિયાના સમીકરણ લખો (CBSE)

Locked Answer

જવાબ : ઉષ્મા ઊર્જા : CaCO3(s) -> CaO(s) + CO2(g) પ્રકાશ ઊર્જા : 2AgBr(s) -> 2Ag(s) + Br2(g) વિદ્યુત ઊર્જા : 2H2O(l) -> 2H2(g) + O2(g)


સોડીયમ ક્લોરાઈડ નું અણુસુત્ર જણાવો.

Locked Answer

જવાબ : NaCl


બેરીયમ ક્લોરાઈડ નું અણુસુત્ર જણાવો.

Locked Answer

જવાબ : BaCl2


પદાર્થ ખોરો ક્યારે થાય છે?

Locked Answer

જવાબ : જયારે તેલ અથવા ચરબીનું ઓક્સીડેશન થાય ત્યારે તે ખોરું થઇ જાય છે અને તેની ગંધ તથા સ્વાદ પણ બદલાઈ જાય છે.


ક્ષારના કારણે લોખંડની કેવી વસ્તુઓમાં નુકશાન થાય છે?

Locked Answer

જવાબ : ક્ષારણ ના કારણે મોટરકારના મુખ્ય ભાગ, પુલ, લોખંડની રોલિંગ, જહાજ તેવી તમામ વસ્તુઓમાં કે જે લોખંડની બનેલી હોય છે તેમાં નુકશાન થાય છે.


ક્ષારણના ઉદાહરણો જણાવો.

Locked Answer

જવાબ : ચાંદી પર લાગતો કાળા રંગનો થર અને તાંબા પર લાગતો લીલા રંગનો થર એ ક્ષારના અન્ય ઉદાહરણો છે.


કાટ લાગવો કોને કહેવાય?

Locked Answer

જવાબ : ધાતુ પર તેની આસપાસના પદાર્થો જેવાકે ભેજ, એસીડ વગેરેનો હુમલો થાય છે ત્યારે તેને કાટ લાગવો કહેવામાં આવે છે.


લોખંડનું ક્ષારણ એટલે શું?

Locked Answer

જવાબ : જયારે કોઈ લોખંડની નવી વસ્તુઓમાં થોડાક સમય બાદ તેના પર લાલાશ પડતા કથ્થઈ રંગના પાવડરનું આવરણ જામી જાય છે, આ પ્રક્રિયાને સામાન્ય રીતે લોખંડના ક્ષારણ તરીકે ઓળખવામાં આવે છે.


જો પ્રક્રીયકમાં CuO + H2 ઉષ્માની હાજરીમાં પ્રક્રિયા કરે તો નિપજ શું મળશે?

Locked Answer

જવાબ : Cu + H2O103.


જો પ્રક્રિયક તરીકે 2Cu + O2 મળે તો નિપજ શું પ્રાપ્ત થાય?

Locked Answer

જવાબ : 2CuO102.


રિડકશન પ્રક્રિયા એટલે શું?

Locked Answer

જવાબ : જો પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સીજન ગુમાવે અથવા હાઇડ્રોજન મેળવે તો તેવી પ્રક્રિયાને રિડકશન પ્રક્રિયા કહેવામાં આવે છે.


રેડોક્ષ પ્રક્રિયા એટલે શું?

Locked Answer

જવાબ : જો પ્રક્રિયા દરમિયાન એક પ્રક્રિયક ઓક્સીડેશન પામે છે જયારે બીજો રિડકશન પામે છે આવી પ્રક્રિયાઓને ઓક્સીડેશન-રિડકશન પ્રક્રિયાઓ એટલે કે રેડોક્સ પ્રક્રિયાઓ કહેવામાં આવે છે.


ઓક્સીડેશન પ્રક્રિયા એટલે શું?

Locked Answer

જવાબ : જો પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સીજન મેળવે તો તેનું ઓક્સીડેશન થયું તેમ કહેવામાં આવે છે.


તાંબામાં ઓક્સીજન ઉમેરાઈને શેમાં ફેરવાય છે?

Locked Answer

જવાબ : કોપર ઓક્સાઈડમાં


BaSO4 ના અવક્ષેપ કયા રંગના જોવા મળે છે?

Locked Answer

જવાબ : સફેદ રંગના.


અવક્ષેપન પ્રક્રિયા એટલે શું?

Locked Answer

જવાબ : એવી કોઈ પ્રક્રિયા કે જે અવક્ષેપ ઉત્પન્ન કરે છે તેણે અવક્ષેપન પ્રક્રિયા કહેવામાં આવે છે.


અવક્ષેપ કોને કહેવામાં આવે છે?

Locked Answer

જવાબ : એવો સફેદ પદાર્થ કે જે પાણીમાં અદ્રાવ્ય છે તેનું નિર્માણ થાય છે અને અને આ અદ્રાવ્ય પદાર્થને અવક્ષેપ કહેવામાં આવે છે.


PbCl2 ને શેના દ્વારા ઓળખવામાં આવે છે?

Locked Answer

જવાબ : લેડ ક્લોરાઈડ


રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયક તરીકે ઝીંક + સલ્ફ્યુરિક એસીડ હોય તો નિપજ શું પ્રાપ્ત થાય?

Hide | Show

જવાબ : ઝીંક સલ્ફેટ + હાઇડ્રોજન


સમતોલિત સમીકરણની પ્રક્રિયાને બીજી કઈ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે?

Hide | Show

જવાબ : હીટ એન્ડ ટ્રાયલ પ્રક્રિયા.


ભૌતિક અને રાસાયણિક પ્રક્રિયામાં સુત્રની સાથે અવસ્થાને શેના વડે દર્શાવામાં આવે છે?

Hide | Show

જવાબ : પ્રક્રિયકો અને નીપજોને વાયુરૂપ, પ્રવાહી, જલીય અને ઘન અવસ્થામાં દર્શાવામાં આવે છે.


જલીય દ્રાવણ કોને કહેવાય છે?

Hide | Show

જવાબ : પાણીમાં બનાવેલા દ્રાવણમાં પ્રક્રિયક અથવા નિપજ હાજર હોય તો જલીય દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે.


કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા માટે ઘણી વખત કઈ પરિસ્થિતિઓમાં દર્શાવવામાં આવે છે?

Hide | Show

જવાબ : રાસાયણિક પ્રક્રિયા માટે જેવીકે તાપમાન, દબાણ, ઉદ્દીપક વગેરે પરિસ્થિતિઓ દર્શાવવામાં આવે છે.


ગ્લોકોઝનું અણુસુત્ર જણાવો.

Hide | Show

જવાબ : C6H12O6


CO + 2H2 પ્રક્રિયક હોય તો નિપજ તરીકે શું પ્રાપ્ત થશે?

Hide | Show

જવાબ : CH3OH


ફોડેલા ચુનાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે?

Locked Answer

જવાબ : ફોડેલા ચુનાને બીજા કેલ્સિયમ હાઇડ્રોકસાઈડ નામથી ઓળખવામાં આવે છે.


કળી ચૂનાનું અણુસુત્ર જણાવો.

Locked Answer

જવાબ : CaO


ફોડેલા ચૂનાનું અણુસુત્ર જણાવો

Locked Answer

જવાબ : Ca(OH)2


કેલ્શિયમ હાઇડ્રોકસાઈડ એટલે શું?

Locked Answer

જવાબ : જો રાસાયણિક પ્રક્રિયા કેલ્સિયમ ઓક્સાઈડ અને પાણી સાથે સંયોજાઈ ને નિપજ પ્રાપ્ત કરે તેને કેલ્શિયમ હાઇડ્રોકસાઈડ કહેવામાં આવે છે.


સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું?

Locked Answer

જવાબ : જેમાં બે કે તેથી વધુ પ્રક્રિયકોમાંથી એકજ નિપજનું નિર્માણ થાય તેને સંયોગીકરણ પ્રક્રિયા કહેવામાં આવે છે.


ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા એટલે શું?

Locked Answer

જવાબ : એવી પ્રક્રિયા કે જેમાં નીપજોના નિર્માણની સાથે ઉષ્મા મુક્ત થાય તેને ઉષ્મા ક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કહેવામાં આવે છે.


કાર્બોદિત પદાર્થ કોને કહેવામાં આવે છે?

Locked Answer

જવાબ : ભાત, બટાકા અને બ્રેડ જેવા પદાર્થો કાર્બોદિત પદાર્થના ઉદાહરણ છે.


આપણા શરીરમાં ગ્લુકોઝ કઈ રીતે બને છે?

Locked Answer

જવાબ : આપણા શરીરમાં કાર્બોદિત પદાર્થનું વિભાજન થઇ ગ્લુકોઝ બને છે જે કોષોમાં રહેલા ઓક્સીજન સાથે સંયોજાઈ ને ઉર્જા પૂરી પડવાનું કાર્ય કરે છે.


ફેરસ સલ્ફેટનું અણુસુત્ર જણાવો.

Locked Answer

જવાબ : FeSO4


CaCO3 કોનું અણુસુત્ર છે?

Locked Answer

જવાબ : ચૂનાના પથ્થરનું


જો પ્રક્રિયક તરીકે 2AgCl હોય તો સૂર્ય પ્રકાશની હાજરીમાં નિપજ તરીકે શું પ્રાપ્ત થાય છે?

Locked Answer

જવાબ : 2Ag + Cl2  


સિલ્વર બ્રોમાઈડનું અણુસુત્ર જણાવો

Locked Answer

જવાબ : AgBr


સિલ્વર બ્રોમાઈડની પ્રક્રિયા શેમાં વપરાય છે?

Locked Answer

જવાબ : સિલ્વર બ્રોમાઈડની પ્રક્રિયા શ્યામ અને શ્વેત ફોટોગ્રાફીમાં વપરાય છે.


ઉષ્મા શોષક પ્રક્રિયા એટલે શું ?

Locked Answer

જવાબ : જે પ્રક્રિયાઓમાં ઉષ્મા શોષાતી હોય તેવી પ્રક્રિયાઓને ઉષ્મા શોસક પ્રક્રિયા કહેવાય છે.


FeSO4 નું નામ જણાવો.

Locked Answer

જવાબ : આયર્ન સલ્ફેટ


તમારા રોજીંદા જીવનમાં થતી રાસાયણિક અને ભૌતિક પરિસ્થિતિ વિષે જણાવો.

Hide | Show

જવાબ : રોજીંદા જીવનની નીચે દર્શાવેલ પરિસ્થિતિને ધ્યાનમાં લો.

  • ઉનાળામાં ઓરડાના તાપમાને દુધને ખુલ્લું રાખવામાં આવે તો બગડી જાય છે
  • લોખંડના તપેલા અથવા ખીલ્લાને ભેજ વાળા વાતાવરણમાં ખુલ્લું રાખવામાં આવે તો કાટ લાગે
  • દ્રાક્ષનું આથવણ થવું
  • ખોરાક રંધાઈ જવો
  • આપણું શરીર ખોરાકનું પાચન કરે
  • આપણે શ્વાસ લઈએ છીએ
આવી તમામ પરિસ્થિતિઓમાં પ્રારંભિક પદાર્થની પ્રકૃતિ અને તેની ઓળખમાં કઈ ને કઈ પરિવર્તનો આવે છે જેના આધારે ભૌતિક અને રાસાયણિક ફેરફારો જોવા મળે છે.


આપણે રાસાયણિક પ્રક્રિયા કઈ રીતે કરીએ છીએ તે પ્રવૃત્તિ દ્વારા સમજાવો.

Hide | Show

જવાબ : એક પ્રવૃત્તિ દ્વારા મેગ્નેશિયમ ઓક્સાઈડ કઈ રીતે મેળવી શકાય છે તેની રાસાયણિક પ્રક્રિયા.

પ્રવૃત્તિ- વિદ્યાર્થી મિત્રો આ પ્રવૃત્તિ શિક્ષકની મદદથી કરવી જરૂરી છે કારણ કે વિદ્યાર્થીઓના આંખોના રક્ષણ માટે ચશ્માં પહેરી લે તો વધારે સારું છે. અને લગભગ ૨ સે.મી. લાંબી મેગ્નેશિયની પટ્ટીને કાચ પેપર પર ઘસીને શુદ્ધ કરો,ત્યારબાદ તેણે બર્નર અથવા સ્પીરીટ લેમ્પની મદદથી સળગાવો અને વોચ ગ્લાસમાં એકત્ર કરો. મેગ્નેશિયમની પટ્ટીને તમારી આંખોથી શક્ય હોય તેટલી દુર રાખીને સળગાવો અને અવલોકન કરો.

તો અવલોકન કરતા મેગ્નેશિયમની પટ્ટી ઝગારા મારતી સફેદ જ્યોતથી સળગશે અને સફેદ પાવડરમાં પરિવર્તિત થાય છે. આ પાવડર એ મેગ્નેશિયમ ઓક્સાઈડ છે. મેગ્નેશિયમ તેમજ હવામાંના ઓક્સિજન   વચ્ચે પ્રક્રિયા થવાથી મેગ્નેશિયમ ઓક્સાઈડ ઉદભવે છે.

તે રાસાયણિક પ્રક્રિયા દ્વારા શક્ય બને છે.


રાસાયણિક સમીકરણ કઈ રીતે દર્શાવવા જોઈએ.

Hide | Show

જવાબ : જયારે મેગ્નેશિયમની પટ્ટી હવામાં સળગે છે ત્યારે તે મેગ્નેશિયમ ઓક્સાઈડમાં રૂપાંતરિત થાય છે. આ રાસાયણિક પ્રક્રિયાઓનું વાક્ય સ્વરૂપ વર્ણન થવું લાંબુ થઇ જાય છે તેને સંક્ષીપ્ત સ્વરૂપે લખી શકાય છે. આમ કરવા માટે સૌથી સરળ માર્ગ શાબ્દિક સમીકરણના સ્વરૂપમાં લખવું જોઈએ.

 

ઉદાહરણ: મેગ્નેશિયમ + ઓક્સીજન પ્રક્રિયક હોય તો નિપજ તરીકે મેગ્નેશિયમ ઓક્સાઈડ પ્રાપ્ત થાય છે તેને રાસાયણિક ફેરફાર દ્વારા અનુભવતા મેગ્નેશિયમ અને ઓક્સીજન જેવા પદાર્થ પ્રક્રિયકો છે અને પ્રક્રિયા દરમિયાન નવો ઉત્પન્ન થતો પદાર્થ મેગ્નેશિયમ ઓક્સાઈડ એ નિપજ છે.

 

જયારે આ સમીકરણમાં પ્રક્રિયક અને નીપજોની વચ્ચે તીરની નિશાની દ્વારા પ્રક્રીયકોનું નીપજમાં રૂપાંતર થવું તે દર્શાવે છે.

 

પ્રક્રીયકોને શાબ્દિક સમીકરણમાં ડાબી તરફ તેમની વચ્ચે ધન ચિહ્ન દ્વારા લખાય છે. તેજ રીતે નીપજોને જમણી તરફ તેમની વચ્ચે ધન ચિહ્ન દ્વારા લખાય છે.

 

જયારે આ પ્રક્રિયામાં તીરનું માથું નિપજો તરફ હોય છે તો તે પ્રક્રિયા થઇ એવું દર્શાવે છે.


સંતુલિત સમીકરણ કોને કહેવાય?

Hide | Show

જવાબ : આપણે દ્વવ્યના દળ સંરક્ષણનો નિયમ ભણી ગયા છીએ. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દળનું સર્જન થતું નથી કે તેનું વિનાશ થતો નથી. એટલે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની નીપજોમાં હાજર રહેલા તત્વોનું કુલ દળ એ પ્રક્રીયકોમાં હાજર રહેલા તત્વોના દળ જેટલું હોય છે. આથી, કહી શકાય કે રાસાયણિક પ્રક્રિયા શરુ થયા પહેલા અને પૂર્ણ થયા બાદ તેમાં રહેલા દરેક તત્વના પરમાણુઓની સંખ્યા સમાન રહે છે. તેથી રાસાયણિક સમીકરણ ને સંતુલિત કરવું જરૂરી છે. આથી સમીકરણના પ્રક્રિયક તરફ અને નિપજ તરફ બંને બાજુ દળ સમાન હોવા ખુબ જરૂરી છે. જો દળ અને પરમાણુની સંખ્યા સમાન હોય તો તેણે સંતુલિત સમીકરણ કહેવામાં આવે છે.

 

ઉદાહરણ: Zn + H2So4 પ્રક્રિયક હોય તો ZnSo4 + H2 નિપજ તરીકે પ્રાપ્ત થવા જોઈએ. આથી કહી શકાય છે કે તીરની બંને બાજુના પરમાણુંઓના તત્વોની સંખ્યા સમાન રહેવી જોઈએ.


રાસાયણિક સમીકરણને રજુ  કરવાના અલગ અલગ તબક્કાઓ જણાવો.

Hide | Show

જવાબ : તબક્કો ૧- રાસાયણિક સમીકરણ ને સંતુલિત કરવા માટે સૌ પ્રથમ દરેક સુત્રની ફરતે એક બોક્ષ બનાવો.

તબક્કો ૨- અસંતુલિત સમીકરણમાં હાજર રહેલા જુદા જુદા તત્વોના પરમાંનુંઓની સંખ્યાની યાદી બનાવો.

તબક્કો ૩- સરળતા ખાતર સૌથી વધુ પરમાણું ધરાવતા સંયોજનોના સંતુલનથી શરૂઆત કરો.તે પ્રક્રિયક કે નિપજ ગમે તે હોઈ શકે. તે સંયોજનમાં સૌથી વધુ પરમાણુઓ ધરાવતો તત્વ પસંદ કરો.

તબક્કો 4- કોઈ એક તત્વને પસંદ કરીને આગળ વધો આથી સંતુલિત સમીકરણમાં પરમાણુઓની સંખ્યા સંતુલિત કરી શકાય.

તબક્કો ૫- સમીકરણ ચકાશો અને જો સમીકરણ સંતુલિતના હોય તો એવું ત્રીજું

તત્વ પસંદ કરો કે જેમાં તત્વોનું સંતુલન બાકી છે અને તે તત્વનું સમતોલન કરીશું .

તબક્કો ૬- અંતમાં સંતુલિત સમીકરણની ખરાઈ કરવા માટે આપણે સમીકરણની બંને તરફ રહેલા દરેક દરેક તત્વના પરમાણુંઓની ગણતરી કરો.

તબક્કો ૭- અંતમાં સમીકરણની કઈ ભૌતિક અવસ્થા ધરાવે છે તેની સંજ્ઞા લખવી.


સંયોગીકરણ પ્રક્રિયા સમજાવો.

Hide | Show

જવાબ : સંયોગીકરણ પ્રક્રિયા એટલે જેમાં બે કે તેથી વધુ પ્રક્રિયકો માંથી એક જ નીપજનું નિર્માણ થાય છે તેને સંયોગીકરણ પ્રક્રિયા કહેવામાં આવે છે.

ઉદાહરણ ૧: કેલ્શિયમ ઓક્સાઈડને ખુબ જ પ્રબળતાથી પાણી સાથે પ્રક્રિયા કરી ફોડેલો ચૂનો એટલે કે કેલ્શિયમ હાઈદ્રોક્સાઈડ બનાવી પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરે છે.

સમીકરણ: Cao + H2O -> Ca(OH)2

ઉદાહરણ ૨: કોલસાનું સળગવું.

સમીકરણ: C + O2->CO2

ઉદાહરણ 3: H2O અને O2માંથી પાણીનું નિર્માણ થવું.

સમીકરણ:   2H2 + O2-> 2H2O

આથી સરળ ભાષામાં કહી શકાય કે બે કે તેથી વધુ પદાર્થો સંયોજાઈ ને એક જ નિપજ નું નિર્માણ કરે છે. આ પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહેવામાં આવે છે.


ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે શું? તેના ઉદાહરણ આપો.

Hide | Show

જવાબ : ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે જેમાં નીપજોના નિર્માણ સાથે ઉષ્મા મુક્ત થાય તેને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય છે.

ઉદાહરણ: કુદરતી વાયુનું સળગવું એટલે કે દહન પ્રક્રિયા.

સમીકરણ: CH4 + 2O2->CO2 + 2H2O

આપણે જાણીએ છે કે આપણે જે શ્વાસ લઈએ છે તે પ્રક્રિયા પણ ઉષ્માક્ષેપકની પ્રક્રિયા છે. જીવવા માટે આપણે ઉર્જાની જરૂર પડે છે. તેથી આપણે ખોરાક ખાઈએ છીએ. તેમાંથી આ ઉર્જા મળે છે. પાચન દરમિયાન ખોરાક વધુ સરળ પદાર્થોમાં વિભાજીત થાય છે.

ઉદાહરણ તરીકે ભાત, બટાકા અને બ્રેડમાં કાર્બોદિત પદાર્થ છે. આ કાર્બોદિત પદાર્થનું વિભાજન થઇ ગ્લુકોઝ બને છે અને આપણા  શરીરમાં કોષોમાં રહેલા ઓક્સિજન   સાથે ગ્લુકોઝનું સંયોજન થઈને ઉર્જા પૂરી પાડે છે. આ પ્રક્રિયાનું વિશિષ્ટ નામ છે શ્વાસન.

સમીકરણ: C6H12O6 + 6O2-> 6CO2 + 6H2O + ઉર્જા.

અને વનસ્પતિજ દ્રવ્યનું વિઘટન થઈ ખાતર બનવું તે પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું ઉદાહરણ છે.


વિઘટન પ્રક્રિયા કોને કહેવાય તે ઉદાહરણ દ્વારા સમજાવો.

Hide | Show

જવાબ : ઉષ્માની મદદથી કરવામાં આવતી વિઘટન પ્રક્રિયાને ઉષ્મીય વિઘટન કહેવામાં આવે છે.

પ્રવૃત્તિ દ્વારા સમજીયે,

પ્રવૃત્તિમાં એક શુષ્ક ઉત્કલન નળીમાં 2 ગ્રામ ફેરસ સલ્ફેટ લો. ત્યારબાદ ફેરસ સલ્ફેટના સ્ફટિકનો રંગ નોંધો. ત્યારબાદ સ્પીરીટ લેમ્પની જ્યોત પર ગરમ કરો. ત્યારબાદ ગરમ કર્યા બાદ ફેરસ સલ્ફેટના સ્ફટિકના રંગનું અવલોકન કરો.

આથી અવલોકન કરતા ફેરસ સલ્ફેટના સ્ફટિકનો રંગ બદલાય છે તેમ જણાશે. સલ્ફરના બળવાથી ઉદભવતી લાક્ષણીક વાસ પણ તમે સુંઘી શકો છો.

ઉદાહરણ તરીકે 2FeSo4ઉષ્માની સાથે પ્રક્રિયા કરતા Fe2O3-+SO2 + SO3નિપજ તરીકે મળે છે. આથી તમે પ્રક્રિયામાં જોઈ શકો છો કે પ્રક્રિયક તૂટીને વધુ સરળ નિપજો આપે છે. આ પ્રક્રિયા વિઘટનની પ્રક્રિયા છે. ફેરસ સલ્ફેટના સ્ફટિકને ગરમ કરતા તેમાંથી પાણી દુર થાય છે અને રંગ બદલાય છે ઉપરાંત તે ફેરિક ઓક્સાઈડ, સલ્ફર ડાયોક્સાઈડ અને સલ્ફર ટ્રાયોકસાઈડમાં વિઘટિત થાય છે.

ફેરિક ઓક્સાઈડ એ ઘન પદાર્થ છે જયારે SO2અને SO3વાયુ પદાર્થ છે.

બીજું ઉદાહરણ: કેલ્શિયમ કાર્બોનેટનું ઉષ્મા આપવાથી કેલ્શિયમ ઓક્સાઈડ અને કાર્બન ડાયોક્સાઈડમાં થતું વિઘટન એ વિવિધ ઉદ્યોગોમાં ઉપયોગમાં લેવામાં આવતી એક અગત્યની વિઘટન પ્રક્રિયા છે.

કેલ્શિયમ ઓક્સાઈડને કળીચૂનો કહે છે. તેના અને ઉપયોગો પૈકીનો એક ઉપયોગ સિમેન્ટ બનાવવાનું પણ છે. તેનું રાસાયણિક સમીકરણ CaCo3ઉષ્મા દ્વારા પ્રક્રિયા કરતા CaO + CO2છુટું પાડે છે.


વિસ્થાપન પ્રક્રિયા ઉદાહરણ દ્વારા સમજાવો.

Hide | Show

જવાબ : પ્રવૃત્તિ- લોખંડની ત્રણ ખીલીઓ લઇ તેણે કાચ પેપર ઘસીને સાફ કરો. ત્યારબાદ બે કસનળી લો. દરેક કસનળીમાં આશરે ૧૦૦ મી.લિ. કોપર સલ્ફેટનું દ્રાવણ લો. લોખંડની બે ખીલીઓને દોરી વડે બાંધીને કોપર સલ્ફેટના દ્રાવણથી ભરેલી કસનળીમાં ૨૦ મિનીટ માટે ડૂબાડો. સરખામણી કરવા માટે લોખંડની એક ખીલીને અલગ રાખો. ૨૦ મિનીટ બાદ બંને ખીલીઓને કોપર સલ્ફેટના દ્રાવણ માંથી બહાર કાઢો. કસનળીમાં કોપર સલ્ફેટના દ્રાવણના રંગની તીવ્રતાની સરખામણી કરો. કોપર સલ્ફેટના દ્રાવણમાં ડુબાડેલી ખીલીઓના રંગની સરખામણી અલગ રાખેલી ખીલી સાથે કરો. તમને જણાશે લીખંડની ખીલી કથ્થઈ રંગની થાય છે અને કોપર સલ્ફેટનો ભૂરો રંગ ઝાંખો થાય છે. જે આપણે રાસાયણિક પ્રક્રિયા દ્વારા જાણીએ.

Fe +CuSo4પ્રક્રિયક છે તો Feso4  + Cu નિપજ તરીકે પ્રાપ્ત થાય છે. આ પ્રક્રિયામાં આયર્ન કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપરને વિસ્થાપિત અથવા દુર કરે છે. આથી આ પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહે છે.

જેના ઉદાહરણ:

Zn + CuSo4 = ZnSo4 + Cu-

Pb + CuCl2->PbCl2 + Cu


અવક્ષેપ અને અવક્ષેપન કોને કહે છે?

Hide | Show

જવાબ : પદાર્થ કે જે પાણીમાં અદ્રાવ્ય છે તેનું નિર્માણ થાય છે આ અદ્રાવ્ય પદાર્થ ને અવક્ષેપ કહે છે એવી કોઈ પણ પ્રક્રિયા કે જે અવક્ષેપ ઉત્પન્ન કરે છે તેને અવક્ષેપન પ્રક્રિયા કહે છે.

ઉદાહરણ તરીકે, Na2So4 + BaCl2-> BaSo4 + 2NaCl

આ થવાનું કારણ Ba + 2અને SO4-2 આયનોની પ્રક્રિયાના કારણે BaSo4ના સફેદ અવક્ષેપ ઉદભવે છે. બીજી ઉદ્ભવતી નિપજ સોડીયમ ક્લોરાઈડ છે કે જે દ્રાવણમાં રહે છે. આવી પ્રક્રિયાઓ કે જેમાં પ્રક્રીયકો વચ્ચે આયનોની આપ-લે થતી હોય તો તેને દ્વીવિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે.


ઓક્સીડેસન કોને કહેવાય?

Hide | Show

જવાબ : જો પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન   મેળવે અને હાઇડ્રોજન ગુમાવે તો તેણે ઓક્સીડેશન થયું કહેવાય. ઉદાહરણ તરીકે તાંબાના ભુક્કાની સપાટી પર કાળા રંગના કોપર ઓક્સાઈડનું પડ જામી જાય છે આથી તાંબામાં ઓક્સિજન   ઉમેરાઈ ને કોપર ઓક્સાઈડ બનાવે છે.

રાસાયણિક સમીકરણ: 2Cu + O2->2CuO

જો આ ગરમ કરેલા પદાર્થ પરથી હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે તો વિપરીત પ્રક્રિયા થવાના કારણે સપાટી પરનું કાળા રંગનું આવરણ એ કથ્થઈ રંગમાં ફેરવાઈ જાય છે એટલે કે તાંબું ઉદભવે છે.


રિડકશન પ્રક્રિયા કોને કહેવાય?

Hide | Show

જવાબ : જો પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન   ગુમાવે અને હાઇડ્રોજન મેળવે તો તેને રિડકશન થયું કહેવાય છે.

ઉદાહરણ તરીકે, Cu + H2નું ઉષ્મા સાથે પ્રક્રિયા કરવામાં આવે તો નિપજ તરીકે Cu + H2O પ્રાપ્ત થાય છે. આથી જો પ્રક્રિયા દરમિયાન જો પદાર્થ ઓક્સિજન   ગુમાવે તો રિડકસન થયું તેમ કહેવામાં આવે છે.


રેડોક્ષ પ્રક્રિયા કોને કહેવાય છે? ઉદાહરણ આપી સમજાવો.

Locked Answer

જવાબ : જો પ્રક્રિયા દરમિયાન એક પ્રક્રિયક ઓક્સીડેશન પામે જયારે બીજું રીડક્સન આમ બંને પ્રક્રિયાઓ ઓક્સીડેસન અને રિડકશનની એક સાથે કરવામાં આવે તો તેને રેડોક્ષ પ્રક્રિયા કહેવામાં આવે છે.

ઉદાહરણ તરીકે, ZnO + C -> Zn + CO

MnO2 + 4HCl = MnCl2 + 2H2O + Cl2

CuO + H2 = Cu + H2O

આ પ્રક્રિયા દરમિયાન કાર્બનનું કાર્બન મોનોક્સાઈડમાં ઓક્સીડેસન થાય છે અને ઝીંક ઓક્સાઈડમાં રિડકસન થાય છે તેવું કહેવાય.

Hclનું Cl2માં ઓક્સીડેસન થયું છે જયારેMnO2નું MnCl2માં રિડકશન થયું છે તેમ કહેવાય.

પ્રક્રિયા દરમિયાન જો પદાર્થ ઓક્સિજન   મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવે તો તે ઓક્સીડેસન પામે છે, જો પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન   ગુમાવે અથવા હાઇડ્રોજન મેળવે તો તેને રિડકસન કહે છે.


ક્ષારણ કોને કહેવાય?

Locked Answer

જવાબ : જયારે લોખંડની નવી વસ્તુઓ ચમકદાર ચમકતી હોય છે પરંતુ થોડા સમય બાદ તેના પર લાલાશ પડતા કથ્થાઈ રંગના પાવડરનું આવરણ જામી જાય છે. આ પ્રક્રિયાને લોખંડનું ક્ષારણ થયું તેમ કહેવામાં આવે છે.

જયારે કેટલીક અન્ય ધાતુઓ આજ રીતે ઝાંખી પડે છે આથી તેના પર પણ ક્ષારણ થયું હોય તેમ કહેવાય છે. તમે જોયું હશે તાંબા અને ચાંદી પર જામી જતા થરનો રંગ એ પણ ક્ષારણ થયું હોય તેમ કહેવાય છે. તેના પર આસપાસના પદાર્થો જેવાકે ભેજ, એસીડ વગેરેનો હુમલો થાય ત્યારે તેણે કાટ લાગવો એમ કહેવામાં આવે છે.

આ પ્રક્રિયાને ક્ષારણ પ્રક્રિયા કહેવામાં આવે છે. જયારે ચાંદી પર લાગતો કાળા રંગનો થર અને તાંબા પર લાગતો લીલા રંગનો થર એ પણ ક્ષારણ ના ઉદાહરણો છે.


ક્ષારણ ના લીધે શેમાં નુકશાન થતું જોવા મળે છે?

Locked Answer

જવાબ : ક્ષારણના લીધે સામાન્ય રીતે લોખંડની વસ્તુઓમાં વધારે પડતું ક્ષારણ થતું જોવા મળે છે. ઉદાહરણ તરીકે મોટરકારના મુખ્ય ભાગ, પુલ, લોખંડની રોલિંગ, જહાજ તેમજ એવી તમામ વસ્તુઓ કે જે ધાતુની તેમજ ખાસ કરીને લોખંડની બનેલી હોય છે તેણે નુકશાન થાય છે. લોખંડનું ક્ષારણ થવું એ એક ગંભીર સમસ્યા છે. જે દર વર્ષે નુકશાની પામેલા લોખંડના બદલામાં અનેક ખર્ચ થાય છે. આથી ક્ષારણ થી ઘણી નુકશાની પણ ઉઠાવવી પડે છે.


ખોરાપણું કોને કહેવામાં આવે છે?

Locked Answer

જવાબ : ખોરાપણુ એટલે લાંબા સમયથી રાખી મુકેલા ચરબી યુક્ત કે તૈલીય ખોરાકનો સ્વાદ અથવા ગંધ બગડી જવો. જયારે તેલ અથવા ચરબીનું ઓક્સિડેશન થાય ત્યારે તે ખોરો થાય જાય છે અને તેની ગંધ તથા સ્વાદ બદલાય જાય છે. સામાન્ય રીતે ચરબીયુક્ત તેમજ તૈલી ખોરાકમાં ઓક્સિડેશનનો પ્રતિકાર કરે તેવા પદાર્થો ઉમેરવામાં આવે છે. હવાચુસ્ત રીતે બંધ પાત્રમાં ખોરાક રાખવાથી ધીરે ધીરે ખોરાકનું ઓક્સીડેસન થાય છે અને જે નાઈટ્રોજન વાયુ માં ધીરે ધીરે બદલાય છે.


રાસાયણિક સમીકરણ એટલે શું? તેની લાક્ષણિકતઓ ઉદાહરણ આપી સમજાવો.

Locked Answer

જવાબ : રાસાયણિક સમીકરણ:

રાસાયણિક પ્રક્રિયામાં વાપરતા તત્વો અને દ્રવ્યોની સંજ્ઞા અને સૂત્રનો ઉપયોગ કરીને રાસાયણિક પ્રક્રિયાને ટૂંકમાં દર્શાવવા વપરાતા વપરાતા સાંકેતિક સ્વરૂપને રાસાયણિક સમીકરણ કહે છે.

રાસાયણિક સમીકરણની કેટલીક લાક્ષણિકતાઓ:

  • રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પદાર્થો જે રાસાયણિક ફેરફાર અનુભવે છે તેને પ્રક્રિયક કહે છે. પ્રક્રિયકોને રાસાયણિક સમીકરણમાં તીર(→)ની ડાબી તરફ લખવામાં આવે છે.
  • રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નવા ઉત્પન્ન થતાં પદાર્થને નીપજ કહેવાય છે. નીપજોને રાસાયણિક સમીકરણમાં તીર(→)ની જમણી તરફ લખવામાં આવે છે.
  • રાસાયણિક સમીકરણમાં તીરની નિશાનીએ પ્રક્રિયા ની દિશા દર્શાવે છે. તીરનો અગ્રભાગ હમેશા નીપજો તરફ હોય છે.
  • દરેક રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો અને નીપજોને ભૌતિક સ્વરૂપે દર્શાવવામાં આવે છે. તત્વોના ભૌતિક સ્વરૂપો જેમ કે ઘન, જલીય, પ્રવાહી અને વાયુરૂપ હોય છે, જેને અનુક્રમે (s), (aq), (l), અને (g) જેવા સંકેતો વડે દર્શાવવામાં આવે છે. 
ઉદાહરણ તરીકે,

BaCl2(aq) +Na2SO4 (aq) → BaSO4 (s) + 2NaCl(aq)

  • રાસાયણિક પ્રક્રિયામાં વાયુરૂપ નીપજોને દર્શાવવામાં ઉપર તરફ ( ) તીર અને અદ્રાવ્ય અવક્ષેપ દર્શાવવા નીચે તરફ( ) તીર દર્શાવવામાં આવે છે.
ઉદાહરણ તરીકે,

C(s) + O2(g) → CO2

AgNO3 (aq) + NaCl(aq) → AgCl    + NaNO3(aq)

  • કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ સુર્યપ્રકાશ એટલે કે તાપમાન, દબાણ, ઉષ્મા, ઉદ્દીપકની હાજરીમાં દર્શાવાય છે,  તો આ પરિબળોને તીરની ઉપર દર્શાવાય છે.
ઉદાહરણ, C + O2ઉષ્મા       CO2

  • દળ સંચયનાં નિયમ પ્રમાણે રાસાયણિક સમીકરણ સમતોલિત હોવું જરૂરી છે.
ઉદાહરણ, 2Mg + O2 → 2MgO

આ સમીકરણમાં પ્રક્રિયકો અને નીપજોમાંનાં તત્વો Mg અને O2નાં પરમાણુંની સંખ્યા સમાન છે.


સમતોલિત અને અસમતોલિત રાસાયણિક સમીકરણ ઉદાહરણ આપી સમજાવો. તથા સમતોલિત સમીકરણનું મહત્વ સમજાવો.

Locked Answer

જવાબ : સમતોલિત રાસાયણિક સમીકરણ:

જે રાસાયણિક સમીકરણમાં દરેક તત્વના પરમાણુંની સંખ્યા સમાન હોય તેવા રાસાયણિક સમીકરણને સમતોલિત સમીકરણ કહે છે.

ઉદાહરણ, Zn + H2SO4→ ZnSO4 + H2

ઉપરના ઉદાહરણમાં બંને તરફ Znનાં પરમાણુંની સંખ્યા 1, જેથી સમાન છે. હાઇડ્રોજન વાયુના પરમાણુંની સંખ્યા પણ સમાન છે, તેવી જ રીતે  બંને બાજુ SO4 નાં પરમાણુંની સંખ્યા 4-4 છે, તેથી કહી શકાય કે ઉપરોક્ત સમીકરણ સમતોલિત રાસાયણિક સમીકરણ છે.                      

અસમતોલિત રાસાયણિક સમીકરણ: 

જે રાસાયણિક સમીકરણમાં દરેક તત્વના પરમાણુંની સંખ્યા સમાન ન હોય તેવા રાસાયણિક સમીકરણને અસમતોલિત સમીકરણ કહે છે.

ઉદાહરણ, Mg + O2 → MgO

અહી ડાબી બાજુ પ્રક્રીયાકોમાં ઓક્સીજનનાં 2 પરમાણું છે જયારે જમણી બાજુ નીપજોમાં એક જ ઓક્સીજનનો પરમાણું છે તેથી કહી શકાય કે ઉપરોક્ત સમીકરણ અસમતોલિત સમીકરણ છે.

સમતોલિત સમીકરણનું મહત્વ:

  • સમતોલિત સમીકરણની મદદથી પ્રક્રિયકો અને નીપજોમાં રહેલ તત્વોના પરમાણુંની સંખ્યા જાણી શકાય છે.
  • રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રીયાકોનો કેટલો જથ્થો વપરાય અને નીપજોનો કેટલો જથ્થો મળે છે તે જાણી શકાય છે.
  • પ્રક્રિયકો અને નીપજોની ભૌતિક અવસ્થા જાણી શકાય છે.


Fe + H2O → Fe3O4 + H2  ને યોગ્ય તબક્કાઓ દ્વારા સમતોલિત કરો

Locked Answer

જવાબ :

રાસાયણિક સમીકરણ:

 …..(1)

આ સમીકરણને સોપાનો દ્વારા સમતોલિત કરીશું.

સોપાન 1:

સૌપ્રથમ સમીકરણને સમતોલિત કરવા માટે દરેક તત્વોના સૂત્રની ફરતે ખાનું બનાવો.

            .....(2)

            સોપાન 2:

            સમીકરણ 2માં રહેલા જુદા જુદા તત્વોનાં પરમાણુંની યાદી બનાવો.

તત્વ

પ્રક્રીયાકોના પરમાણુની સંખ્યા

નીપજોના પરમાણુની સંખ્યા

Fe

1

3

H

2

2

O

1

4

 

સોપાન 3:

સરળતા માટે સમીકરણનાં સમતોલનની શરૂઆત જે તત્વ સૌથી વધુ પરમાણું ધરાવતા હોય ત્યાંથી કરીએ ભલે તે પ્રક્રિયક કે નીપજ હોય.

અહી, જમણી બાજુ Fe3SO4માંઓક્સીજનનાં ચાર પરમાણું છે જયારે ડાબી બાજુ ઓક્સીજનનો એક જ પરમાણું છે. તો શરૂઆત ઓક્સીજનનાં પરમાણુંથી કરીશું.

ઓક્સીજનનાં પરમાણું

પ્રક્રીયાકોમાં

નીપજોમાં

શરૂઆતમાં

1(H2Oમાં)

4(Fe3O4 માં)

સમતોલિત કરવા માટે

1 X 4

4

 

સમીકરણને સમતોલિત કરવા માટે તત્વોનાં સૂત્રોમાં ફેરફાર કરી શકાતો નથી. જેમ કે, ઓક્સીજનનાં પરમાણુંને સમતોલિત કરવા માટે સહગુણક મૂકી 4H2O લખી શકીએ પરંતુ H2O4અથવા(H2O)4ન લખી શકાય.

તેથી નીચે પ્રમાણે સમીકરણ સમતોલિત થશે, જે આંશિક રીતે સમતોલિત સમીકરણ છે.

….. (3)

સોપાન 4:

Fe અને Hનાં પરમાણુઓ હજી સમતોલિત નથી. તેથી સૌથી વધુ પરમાણું ધરાવતા તત્વ હાઇડ્રોજન Hને લઈને આંશિક રીતે સમતોલિત સમીકરણમાં હાઇડ્રોજનને સમતોલિત કરીએ.

હાઇડ્રોજનનાં પરમાણુને સમતોલિત કરવા માટે જમણી બાજુ રહેલા હાઇડ્રોજનની સંખ્યા  4 કરો.

હાઇડ્રોજનનાં પરમાણું

પ્રક્રીયકોમાં

નીપજોમાં

શરૂઆતમાં

8(4H2Oમાં)

2(H2માં)

સમતોલિત કરવા માટે

8

2 X 4

 

….. (4)

આ પણ આંશિક રીતે સમતોલિત સમીકરણ છે.

સોપાન 5:

સમીકરણમાં જુઓ કે ત્રીજું એવું કયું તત્વ છે જે હજી સુધી સમતોલિત નથી, તો સમીકરણમાં આયર્ન એક જ તત્વ બાકી છે જેને સમતોલિત કરવાનું છે.

આયર્નનાં પરમાણું

પ્રક્રીયાકોમાં

નીપજોમાં

શરૂઆતમાં

1(Feમાં)

3(Fe3O4 માં)

સમતોલિત કરવા માટે

1 X 3

3

 

Feને સમતોલિત કરવા માટે ડાબી તરફ Feનાં ત્રણ પરમાણું લઈએ.

….. (5)

સોપાન 6:

સમીકરણ સમતોલિત છે કે નહિ તે ચકાસવા માટે હવે બંને તરફનાં તત્વોના પરમાણુંઓની ગણતરી કરીએ.

….. (6)

ઉપરોક્ત સમીકરણમાં ડાબી બાજુ Feનાં ત્રણ પરમાણુઓ અને જમણી બાજુ પણ ત્રણ પરમાણું છે. તેવી જ રીતે  ડાબી બાજુ Hનાંઆઠ પરમાણુઓ અને જમણી બાજુ પણ આઠ પરમાણું છે, તથા ડાબી બાજુ Oનાં ચાર પરમાણુઓ અને જમણી બાજુ પણ ચાર પરમાણું છે. તેથી આ સમીકરણ સમતોલિત સમીકરણ છે.

સોપાન 7:

હવે આ સમીકરણને વધુ માહિતીસભર બનાવવા માટે દરેક તત્વોની ભૌતિક અવસ્થાઓ દર્શાવીએ.

…..(7)


રાસાયણિક પ્રક્રિયાનાં પ્રકાર જણાવો અને દરેક પ્રક્રિયાનું એક ઉદાહરણ આપી સમજાવો.

Locked Answer

જવાબ : રાસાયણિક પ્રક્રિયાનાં પ્રકાર નીચે મુજબ છે

    1. સંયોગીકરણ પ્રક્રિયા
    2. વિઘટન પ્રક્રિયા
    3. વિસ્થાપન પ્રક્રિયા
    4. દ્વિવિસ્થાપન પ્રક્રિયા
    5. ઓક્સીડેશન અને રિડકશન પ્રક્રિયા
હવે આપને એક પછી એક રાસાયણિક પ્રક્રિયાને ઉદાહરણ દ્વારા સમજીશું.

  1. સંયોગીકરણ પ્રક્રિયા
જે રાસાયણિક પ્રક્રિયામાં બે અથવા બે થી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ એક જ નીપજ મળે તો તેવી પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે.

ઉદાહરણ, CaO(s) + H2O(l) → Ca(OH)2(aq) + ઉષ્મા

  1. વિઘટન પ્રક્રિયા
કોઈ એક જ પ્રક્રીયક તૂટીને વધુ સરળ નીપજ આપે છે તેને વિઘટન પ્રક્રિયા કહે છે.

ઉદાહરણ, CaCO3(s)  →   CaO(s) + CO2(g)

  1. વિસ્થાપન પ્રક્રિયા
જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ એ ઓછા ક્રિયાશીલ તત્વને તેના સંયોજનમાંથી દુર કરે છે, તેને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. 

ઉદાહરણ, Pb(s) + CuCl2(aq) → PbCl2(aq) + Cu(s)

  1. દ્વિવિસ્થાપન પ્રક્રિયા
જે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો વચ્ચે આયનોની આપ લે થતી હોય તેવી પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે.

ઉદાહરણ, 2KBr(aq) + Bal2(aq) → BaBr2 (s) + 2Kl(aq)

  1. ઓક્સીડેશન અને રિડકશન પ્રક્રિયા
ઓક્સિડેશન પ્રક્રિયા: જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રીયકનો પરમાણું ઓક્સીજન મેળવે અથવા તો હાઇડ્રોજન ગુમાવે, તો તેને ઓક્સીડેશન પ્રક્રિયા કહેવાય છે. 

ઉદાહરણ, C(s) + O2(g) →  CO2(g)

રિડકશન પ્રક્રિયા: જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રીયકનો પરમાણું ઓક્સીજન ગુમાવે અથવા તો હાઇડ્રોજન મેળવે , તો તેને રિડકશન પ્રક્રિયા કહેવાય છે. 

ઉદાહરણ, CuO(aq) +H2(g) → Cu(s) + H2O(g)


તફાવત આપો

Locked Answer

જવાબ :

    1. ઉષ્માશોષક પ્રક્રિયા અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા
 

ઉષ્માશોષક પ્રક્રિયા

ઉષ્માક્ષેપક પ્રક્રિયા

1

રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકો ઉર્જા મેળવીને નાના અણુ કે પરમાણુમાં વિઘટન પામે છે, આ પ્રક્રિયામાં ઉષ્માનું શોષણ થતું હોવાથી તેને ઉષ્માશોષક પ્રક્રિયા કહે છે.

 

બે અથવા બે થી વધારે પ્રક્રિયકોની રાસાયણિક પ્રક્રિયા દ્વારા નીપજના નિર્માણની સાથે ઉષ્મા પણ ઉત્પન્ન થતી હોય તેવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે.

 

2

ચૂનાના પથ્થરની ઉષ્મા સાથેની પ્રક્રિયાથી કળીચૂનો અને કાર્બન ડાયોક્સાઈડ બને છે.

 

ઉદાહરણ, કુદરતી વાયુનું સળગવું

3

CaCO3(s)     ઉષ્મા    CaO(s) + CO2(g)

 

CH4 (g) + 2O2 (g) CO2 (g) + 2H2O (g)

 

 

    1.  ઓક્સીડેશન અને રિડકશન પ્રક્રિયા
 

ઓક્સીડેશન પ્રક્રિયા

રિડકશન પ્રક્રિયા

1

જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન

પ્રક્રીયકનો પરમાણું ઓક્સીજન

મેળવે અથવા તો હાઇડ્રોજન ગુમાવે,

તો તેને ઓક્સીડેશન પ્રક્રિયા કહેવાય છે. 

જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન

પ્રક્રીયકનો પરમાણું ઓક્સીજન

ગુમાવે અથવા તો હાઇડ્રોજન મેળવે ,

તો તેને રિડકશન પ્રક્રિયા કહેવાય છે. 

2

મેગ્નેશિયમ ઓક્સીજન સાથે

ઓક્સીડેશન કરીને મેગ્નેશિયમ

ઓકસાઇડ બનાવે છે.

મેગ્નેશિયમઓકસાઇડ

 એ હાઇડ્રોજન

 મેળવીને

 મેગ્નેશિયમ આપે છે

3

2Mg + O2ઉષ્મા  2MgO

 

MgO +H2 → Mg+H2O

 

 

  ઓક્સીડેશન પ્રક્રિયા રિડકશન પ્રક્રિયા
1 જે રાસાયણિક પ્રક્રિયા

દરમિયાન પ્રક્રીયકનો પરમાણું

ઓક્સીજન મેળવે અથવા

તો હાઇડ્રોજન ગુમાવે,

તો તેને ઓક્સીડેશન

પ્રક્રિયા કહેવાય છે. 

જે રાસાયણિક પ્રક્રિયા

દરમિયાન પ્રક્રીયકનો પરમાણું

ઓક્સીજન ગુમાવે અથવા

તો હાઇડ્રોજન મેળવે ,

તો તેને રિડકશન

પ્રક્રિયા કહેવાય છે. 

2 મેગ્નેશિયમઓક્સી

જનસાથેઓક્સીડેશનકરી

નેમેગ્નેશિયમઓકસાઇડ

બનાવેછે.

મેગ્નેશિયમઓકસાઇડએ

હાઇડ્રોજનમેળવીનેમેગ્ને

શિયમઆપેછે.

3 2Mg + O2ઉષ્મા 

2MgO

MgO +H2

Mg+H2O

 

    1. વિસ્થાપનપ્રક્રિયાઅનેદ્વિવિસ્થાપનપ્રક્રિયા
 

વિસ્થાપનપ્રક્રિયા

દ્વિવિસ્થાપનપ્રક્રિયા

1

જે રાસાયણિક પ્રક્રિયામાં

વધુ ક્રિયાશીલ તત્વ એ ઓછા ક્રિયા

શીલ તત્વને તેના

સંયોજનમાંથી દુર કરે છે, તેને વિસ્થાપન પ્રક્રિયા કહે છે

 

જે રાસાયણિક પ્રક્રિયામાં

બે પ્રક્રિયકો વચ્ચે આયનોની

આપ લે થતી હોય તેવી પ્રક્રિયા

ને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે.

 

2

ઉદાહરણ , Pb(s) + CuCl2(aq) → PbCl2(aq) + Cu(s)

 

ઉદાહરણ, Na2CO3(aq) + CaCl2(aq)  → CaCO3(aq) + 2NaCl(aq)

 


સંયોગીકરણ પ્રક્રિયા એ વિઘટન પ્રક્રિયાથી વિરુદ્ધ પ્રક્રિયા છે શા માટે? વિઘટન પ્રક્રિયાના ઉદાહરણ આપો (CBSE)

Locked Answer

જવાબ : સંયોગીકરણ પ્રક્રિયા એ બે કે તેથી વધુ પ્રક્રિયકોને જોડીને એક જ નીપજ આપે છે.

જયારે વિઘટન પ્રક્રિયાએ એક જ પ્રક્રિયકમાંથી સરળ પદાર્થોમાં વિભાજીત કરી બે કે તેથી વધુ નીપજ આપે છે.

દાખલા તરીકે, 2H2O -> 2Hg + O2 અને  CaCO3 -> CaO + CO2


લોખંડની બનાવેલ દરેક વસ્તુઓને રંગકામ કેમ કરવામાં આવે છે? (CBSE)

Locked Answer

જવાબ : કારણ કે ક્ષારણ એ છિદ્રાળુ અને નરમ પદાર્થ છે અને તે લોખંડની સપાટી પર લાગે છે.

ક્ષારણ એ સતત ચાલતી પ્રક્રિયા છે જો તેને રક્ષણ ન આપીએ તો આખી લોખંડની બનાવેલ વસ્તુ તેને કારણે તદન નકામી થાય છે.

આથી તેની પર રંગકામ કરવામાં આવે છે જેથી લોખંડની ઓક્સિડેશન પ્રક્રિયા થતી નથી અને તેથી લોખંડનું ક્ષારણ અટકે છે

પરંતુ રંગકામ સમયાંતરે થવું જરૂરી છે. 


There are No Content Availble For this Chapter

Download PDF

Take a Test

Choose your Test :

રાસાયણિક પ્રક્રિયા અને તેના સમીકરણો

gseb std 10 science paper solution
 આ રસાયણવિજ્ઞાનનું સૌ પ્રથમ પ્રકરણ છે.

Browse & Download GSEB Books For ધોરણ ૧૦ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.