GSEB Solutions for ધોરણ ૧૦ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

માનવ આંખ કોના જેવુ કાર્ય કરે છે?

Hide | Show

જવાબ : માનવ આંખ કેમેરા જેવુ કાર્ય કરે છે?


આંખ ના ડોળા નો વ્યાસ કેટલો હોય છે?

Hide | Show

જવાબ : આંખ ના ડોળા નો વ્યાસ 2.3 સે.મી હોય છે.


લેન્સ પાતળો બને ત્યારે કેન્દ્ર લંબાઈમાં શો ફેરફાર થાય છે?

Hide | Show

જવાબ : લેન્સ પાતળો બને ત્યારે કેન્દ્ર લંબાઈમાં વધારો થાય છે.


આંખ ના લેન્સ માં દુધિયા રંગ નો અને વાદળ છાયું પડ જામી જાય છે તેને શું કહેવાય?

Hide | Show

જવાબ : મોતિયો.


પ્રકાશ એ આંખમાં શેનાથી પ્રવેશે છે?

Hide | Show

જવાબ : પ્રકાશઆંખમાં પારદર્શક પટલ દ્વારા પ્રવેશે છે.


દ્રષ્ટિની ખામીના કેટલા પ્રકાર છે?

Hide | Show

જવાબ : દ્રષ્ટિની ખામી ના 3 (ત્રણ) પ્રકાર છે.


માયોપિયાનું બીજું નામ શું છે?

Hide | Show

જવાબ : માયોપિયાનું બીજું નામ લઘુદ્રષ્ટિની ખામી છે. 


હાઇપરમેટ્રોપિયા કોને કહેવાય?

Hide | Show

જવાબ : હાઇપરમેટ્રોપિયા ગુરુદ્રષ્ટિની ખામીને કહેવાય.


ગુરુદ્રષ્ટિની ખામીના નિવારણ માટે કયો લેન્શ વપરાય છે?

Hide | Show

જવાબ : ગુરુદ્રષ્ટિની ખામી માટે બહિર્ગોળ લેન્શ વપરાય છે.


મેઘધનુષ્યમા વરસાદ પછી કેવા પ્રકારનો વર્ણપટ રચાય છે?

Hide | Show

જવાબ : મેઘધનુષ્યમા વરસાદ પછી પ્રાકૃતિક પ્રકારનો વર્ણપટ રચાય છે.


વૃદ્ધ લોકોને કઈ ખામીનો શિકાર બનવું પડે છે?

Hide | Show

જવાબ : વૃદ્ધ લોકોને પ્રેસબાયોપિયાની ખામીનું શિકાર બનવું પડે છે?


આઈરિસનું કાર્ય શું છે?

Hide | Show

જવાબ : કનિનીકા કીકી ના કદને નાનું મોટું કરે છે. 


આંકના લેન્સની જાડાઈમા ફેરફાર કરવા માનવ આંખનો કયો ભાગ મદદરૂપ થાય છે?

Hide | Show

જવાબ : સિલિયરી સ્નાયુઓ.


મેઘધનુષ્યમા કેટલા રંગો જોવા મળે છે?

Hide | Show

જવાબ : મેઘધનુષ્યમા ૭ (સાત) રંગો જોવા મળે છે.


સામાન્ય આંખ માટે સ્પષ્ટ દ્રષ્ટિનું લઘુતમ અંતર આંખથી કેટલા અંતરે હોય છે?

Hide | Show

જવાબ : સામાન્ય આંખ માટે સ્પષ્ટ દ્રષ્ટિનું લઘુતમ અંતર આંખથી અનંત અંતરે હોય છે.


વાસ્તવિક સૂર્યાસ્ત અને દેખીતા સૂર્યાસ્ત વચ્ચે કેટલા સમયનો તફાવત હોય છે?

Hide | Show

જવાબ : વાસ્તવિક સૂર્યાસ્ત અને દેખીતા સૂર્યાસ્ત વચ્ચે બે મિનિટનો તફાવત હોય છે.


શ્વેતપ્રકાશનું વિભાજન એટ્લે શું?

Hide | Show

જવાબ : શ્વેતપ્રકાશનું તેના ઘટક રંગોમા છૂટા પડવાની ઘટનાને પ્રકાશનું વિભાજન કહે છે.


માયોપિયાની લઘુદ્રષ્ટિની ખામી એટ્લે શું?

Hide | Show

જવાબ : માયોપિયા ધરાવતી કોઈ વ્યક્તિ નજીકની વસ્તુઓને સ્પષ્ટ જોઈ સકે છે પરંતુ દૂરની વસ્તુ અસ્પષ્ટ દેખાય છે. આ ખામીવાળા લોકોને લઘુદ્રષ્ટિની ખામી અથવા માયોપિયા કહે છે.


દ્રષ્ટિની ખામી મુખ્યત્વે કેટલા પ્રકાર હોય છે?

Hide | Show

જવાબ : દ્રષ્ટિની ખામીના મુખ્યત્વે ત્રણ પ્રકાર હોય છે.
         ૧) લઘુદ્રષ્ટિની ખામી
         ૨) ગુરુદ્રષ્ટિની ખામી
         ૩) પ્રેસબાયોપિયા


સ્વેતપ્રકાશ કોને કહેવાય છે?

Hide | Show

જવાબ : કોઈ પણ પ્રકાશ કે જે સૂર્ય પ્રકાશ જેવો વર્ણપટ બનાવે છે તેને સ્વેત પ્રકાશ કહેવાય છે.


મેઘધનુષ્યમા કયા રંગની તરંગ લંબાઈ સૌથી વધારે હોય છે?

Locked Answer

જવાબ : મેઘધનુષ્યમા લાલ રંગની તરંગ લંબાઈ સૌથી વધારે હોય છે.


મેઘધનુષમા કયા રંગની તરંગ લંબાઈ સૌથી ઓછી હોય છે?

Locked Answer

જવાબ : મેઘધનુષમા વાદળી  રંગની તરંગ લંબાઈ સૌથી ઓછી હોય છે.


લાલ રંગના પ્રકારની તરંગ લંબાઈ ભૂરા રંગના પ્રકાશની તરંગ લંબાઈ કરતાં આશરે કેટલા ગણી હોય છે?

Locked Answer

જવાબ : લાલ રંગની તરંગ લંબાઈ ભૂરા રંગના પ્રકાશની તરંગ લંબાઈ કરતાં આશરે ૧.૮ ગણી હોય છે.


પ્રેસબાયોપિયા કોને કહે છે?

Locked Answer

જવાબ : ઉમર વધવાની સાથે આંખની સમાવેશ ક્ષમતામાં ઘટાડો થાય છે અને મોટા ભાગની વ્યક્તિમાં આંખનો નજીક બિંદુ દૂર ધકેલાય છે અને ચશ્મા વિના તેમને નજીકની વસ્તુઓ સ્પષ્ટ જોવામાં તકલીફ પડે છે, આ ખામીને પ્રેસ બાયોપિયા કહે છે.


પ્રેસબાયોપિયાની ખામી શેનાથી નિવારી શકાય છે.

Locked Answer

જવાબ : પ્રેસબાયોપિયાની ખામી આજકાલ સંપર્ક લેન્સ દ્વારા નિવારી સકાય છે.


આંખમા કીકી નું કાર્ય શું હોય છે?

Locked Answer

જવાબ : આંખમા પ્રવેશતા પ્રકાશની માત્રાનું નિયંત્રણ કરવાનું કામ કીકીનું હોય છે.


નેત્રમણિ શેની બનેલી હોય છે?

Locked Answer

જવાબ : નેત્રમણિ રેશામય જેવા જેલી પદાર્થ ની બનેલી હોય છે.


હાઇપરમેટ્રોપિયામાં આંખ ના ડોળાના આકારમાં શો ફેરફાર દેખાય છે?

Locked Answer

જવાબ : હાઇપરમેટ્રોપિયામાં આંખનો ડોળો ખૂબ જ નાનો થાય છે.


સૂર્ય બપોરે સફેદ રંગ નો કેમ દેખાય છે?

Locked Answer

જવાબ : સૂર્ય બપોરે સફેદ રંગનો દેખાય છે કારણ કે,શ્વેતપ્રકાશનું  વાતાવરણથી ખુબ જ ઓછું પ્રકીર્ણન થાય છે.


પ્રકાશનું પ્રકીર્ણન કોને કહે છે?

Locked Answer

જવાબ : સૂક્ષ્મ કણો અને અણું પરમાણુ વડે બધી દિશામા વિચલન થવાની ઘટનાને પ્રકાશનું પ્રકીર્ણન કહે છે.


વર્ણપટ કોને કહેવાય છે?

Locked Answer

જવાબ : કિરણપૂંજ ના રંગીન ઘટકોના પટ્ટાને વર્ણપટ કહેવામા આવે છે.


વાતાવરણીય વક્રીભવન એટ્લે શું?

Locked Answer

જવાબ : વાતાવરણીય વક્રીભવન એટ્લે પૃથ્વીના વાતાવરણમાથી પસાર થતાં પ્રકાશનું વાંકા વળવાની ઘટનાને વાતાવરણીય વક્રીભવન કહે છે.


પ્રિઝમકોણ એટ્લે શું?

Locked Answer

જવાબ : પ્રિઝમમા બે પાસપાસેની પાસ્વીય બાજુ વચ્ચેના ખૂણા ને પ્રિઝમકોણ કહે છે.


દૂરબિંદુ કોને કહે છે.

Locked Answer

જવાબ : દૂરના જે અંતર સુધી આંખ વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકે એવા અંતર ને આખનું દૂર બિંદુ કહે છે.


માનવઆંખના મુખ્ય ભાગો જણાવો.

Locked Answer

જવાબ : પારદર્શકપટલ, કનીનિંકા, કીકી, નેત્રમણિ, સિલિયરી સ્નાયુઓ, નેત્ર પટલ, દ્રષ્ટિચેતા, તરલરસ અને કાચરસ વગેરે. 


માનવ આંખ શું છે?

Locked Answer

જવાબ : માનવ આંખ એક અત્યંત મૂલ્યવાન અને સંવેદનશીલ જ્ઞાનેન્દ્રિય છે.


કીકી કોને કહેવાય?

Locked Answer

જવાબ : કનિનિકાની મધ્યમાં આવેલ નાના પરીવર્તન શીલ છિદ્રને કીકી કહે છે.


નેત્રમણિ કોને કહે છે?

Locked Answer

જવાબ : કનિનીકાની પાછળ નેત્રમણિ આવેલ છે જે બહિર્ગોળ લેન્શ છે.


સફેદ પ્રકાશના વર્ણપટમા બરાબર મધ્યમાં પ્રકાશના કયા રંગનું કિરણ હોય છે?

Locked Answer

જવાબ : સફેદ પ્રકાશના વર્ણપટમા બરાબર મધ્યમાં લીલા રંગના પ્રકાશનું કિરણ હોય છે?


તારાઓનું ટમટમતું દેખાવા માટે કઈ પ્રકાશિય ઘટના જવાબદાર હોય છે.

Locked Answer

જવાબ : તારાઓનું ટમટમતું દેખાવા માટે વાતાવરણીય વક્રીભવન જવાબદાર હોય છે.


મેઘધનુષ્યના ક્રમશ: નામ જણાવો.

Locked Answer

જવાબ : મેઘધનુષ્યના કુલ સાત રંગો હોય છે. જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો,નારંગી, રાતો. આમ આ સાત રંગથી મેઘધનુષની રચના થાય છે.


માનવ આંખ એટલે શું ? અને તેના મુખ્ય ભાગોના કાર્ય સમજાવો.

Hide | Show

જવાબ :

માનવ આંખ એ એક અત્યંત મુલ્યવાન અને સંવેદિત જ્ઞાનેન્દ્રિય છે. તે આપણને આપણી આસપાસની રંગ બેરંગી દુનિયા અને વિવિધ રંગો જોવા માટે મદદ રૂપ થાય છે.

હવે તેના વિવિધ મુખ્ય ભાગોના કાર્યો નીચે પ્રમાણે છે.

તેના વિવિધ મુખ્ય ભાગોમાં પારદર્શક પટલ, કનીનિકા, કીકી, નેત્રમણિ, નેત્રપટલ, સિલિયરી સ્નાયુઓ, દ્રષ્ટીચેતા, કાચરસ અને તરલરસ જેવા અલગ અલગ ભાગો આવેલા છે.

૧. પારદર્શક પટલ :

આંખની આગળનો પારદર્શક ભાગ જે બહારની તરફ ઉપસેલો હોય છે. તેણે પારદર્શક પટલ કહે છે અને તેનું બીજું નામ કોર્નિયા તરીકે પણ ઓળખાય છે. તે ગોળાકાર અને પાતળો પારદર્શક અંતરપટ છે. પ્રકાશ આ પાતળી પારદર્શક આંતર ત્વચા મારફતે આંખમાં પ્રવેશે છે.

૨.કનીનિકા:

સામાન્ય રીતે કનીનિકાને આયરીસ તરીકે પણ ઓળખવામાં આવે છે. પારદર્શક પટલના પાછળના ભાગે કનીનિકા નામની રચના જોવા મળે છે. જે ઘેરો સ્નાયુંમય પડદો છે.તે કીકીને નાનું મોટુ કરવાનું કાર્ય કરે છે. કનીનીકાનો રંગ એ જ આંખનો રંગ દર્શાવે છે.

૩. કીકી:

કનીનીકાની મધ્યમાં આવેલ નાના પરિવર્તનશીલ છિદ્રને કીકી કહે છે. કીકી આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રાનું નિયંત્રણ કરે છે.

૪.નેત્રમણિ :

સામાન્ય રીતે નેત્રમણિને સ્ફટિકમય લેન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. નેત્રમણિ કનીનીકાની પાછળ આવેલ હોય છે. જે બહિર્ગોળ લેન્સ છે. તે પારદર્શક, નરમ અને રેસામય જેલી જેવા પદાર્થનું પ્રોટીનનું બનેલું હોય છે. તે નેત્રપટલપર વસ્તુનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચે છે. સીલીયરી સ્નાયુ વડે નેત્રમણિની કેન્દ્ર લંબાઈ અને તેથી તેનો અભિસારી પાવર થોડી માત્રામાં બદલી શકાય છે.

૫. સિલીયરી સ્નાયુઓ:

નેત્રમણિને તેના સ્થાનમાં જકડી રાખતા સ્નાયુંમય બંધારણને સિલિયરી સ્નાયુ કહે છે. તેનું કાર્ય નેત્રમણિની વક્રતામાં ફેરફાર કરી અને તેની કેન્દ્ર લંબાઈ બદલવાનું છે. જયારે સિલીયરી સ્નાયુઓ સંકોચિત થાય છે ત્યારે લેન્સની વક્રતામાં વધારો થાય છે. તેથી તેની કેન્દ્ર લંબાઈમાં ઘટાડો થાય છે. અને અભિસારી પાવર વધે છે. પરિણામે આંખ નજીકની વસ્તુને સ્પસ્ટ રીતે જોવા માટે સક્ષમ બને છે.

૬. નેત્રપટલ:

સામાન્ય રીતે નેત્રપટલને રેટીના તરીકે પણ ઓળખવામાં આવે છે. નેત્રપટલ આંખના લેન્સની પાછળ અને આંખના ડોળાની પાછળના ભાગમાં એક પડદો હોય છે જેને નેત્રપટલ કહે છે. જેના પર વસ્તુનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચાય છે.

7. દ્રષ્ટીચેતા :

વિદ્યુત સંદેશા દ્રષ્ટીચેતા દ્વારા નેત્રપટલથી મગજ સુધી પહોંચાડાય છે. જ્યાં વસ્તુના પ્રતિબિંબની ઓળખ થાય છે.

૮. તરલ રસ :

તરલ રસ એ પારદર્શક પટલ અને આંખના લેન્સની વચ્ચેની જગ્યામાં શ્યામ અને પારદર્શક પ્રવાહી આવેલ હોય છે. તેણે તરલ રસ કહે છે. તેનું કાર્ય વક્રીભુત પ્રકાશને નેત્રપટલ પર કેન્દ્રિત કરવાનું છે. અને આંખની અંદરનું દબાણ નિયંત્રિત કરવાનું છે.

૯. કાચરસ :

આંખના લેન્સ અને નેત્રપટલની વચ્ચેની જગ્યામાં પારદર્શક જેલી આવેલ હોય છે જેને કાચરસ તરીકે ઓળખવામાં આવે છે. 


આંખની સમાવેશ ક્ષમતા એટલે શું? અને તેની વ્યાખ્યા જણાવો.

 

Hide | Show

જવાબ : આંખના લેન્સની પોતાની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની ક્ષમતાને આંખની સમાવેશ ક્ષમતા કહેવામાં આવે છે. જેમાં સિલિયરી સ્નાયુઓ દ્વારા તેની વક્રતામાં થોડો ફેરફાર કરી શકાય છે. લેન્સની વક્રતામાં થોડો ફેરફાર કરવાથી લેન્સની કેન્દ્ર લંબાઈ પણ બદલાય છે. જયારે સ્નાયુઓ શિથીલ થાય છે અને લેન્સ પાતળો બને છે ત્યારે તેની કેન્દ્ર લંબાઈ વધે છે. આનાથી દુરથી વસ્તુઓને સ્પષ્ટ જોઈ શકીએ છીએ. જયારે તમે આંખની નજીક રહેલી વસ્તુઓને જુઓ ત્યારે સિલીયરી સ્નાયુઓ સંકોચાય છે. અને તેની વક્રતામાં વધારો થાય છે આથી લેન્સ જાડો બને છે. પરિણામે તેની કેન્દ્ર લંબાઈમાં ઘટાડો થાય છે આનાથી માણસ નજીકની વસ્તુ સ્પષ્ટ પણે જોઈ શકતું નથી. આથી આંખની સમાવેશ ક્ષમતામાં આવા પ્રકારનો તફાવત જોવા મળે છે.


આંખનું નજીક બિંદુ અને દુર બિંદુ એટલે શું ? સામાન્ય દ્રષ્ટી ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે નજીક બિંદુ અને દુર બિંદુનું મુલ્ય શું હોય છે?

Hide | Show

જવાબ :

જે લઘુત્તમ અંતરે આંખના નેત્રમણિ વડે તણાવ વગર વસ્તુને સૌથી સ્પષ્ટપણે જોઈ શકાય તે અંતરને સ્પષ્ટ દ્રષ્ટિનું લઘુત્તમ અંતર અથવા આંખનું નજીક બિંદુ કહે છે.

દુરના જે અંતર સુધી આંખ વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકે તે અંતરને આંખનું દુર બિંદુ કહે છે.

સામાન્ય દ્રષ્ટી ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે નજીક બિંદુ 25 સે.મી અને દુર બિંદુ અનંત અંતરે હોય છે.


લઘુ દ્રષ્ટિની ખામી કોને કહેવાય?

Hide | Show

જવાબ :

લઘુ દ્રષ્ટિની ખામી નજીકની વસ્તુઓને સ્પષ્ટ પણે જોઈ શકાય છે પરંતુ દૂરની વસ્તુઓને સ્પષ્ટ પણે જોઈ શકાતી નથી તેને લઘુ દ્રષ્ટિની ખામી કહેવાય છે. સામાન્ય આંખ માટે દુરબિંદુ અનંત અંતરે છે. દૂરની વસ્તુમાંથી આવતા પ્રકાશના સમાંતર કિરણો નેત્રપટલ પર કેન્દ્રિત થાય છે. નેત્રપટલ પર આં સંદેશાઓને દ્રષ્ટીચેતા મારફતે મગજ તરફ મોકલવામાં આવે છે.

લઘુ દ્રષ્ટીની ખામી વાળી વ્યક્તિ તેની આંખનું દુર બિંદુ અનંત અંતરેથી ખસીને નજીક આવે છે. આવી વ્યક્તિ થોડા મીટર રાખેલી વસ્તુઓને જ સ્પષ્ટ જોઈ શકે છે. પરંતુ દૂરની વસ્તુઓ સ્પષ્ટ જોઈ શકતી નથી. તેની આંખમાં દૂરની વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલપર રચાતું નથી પરંતુ નેત્રપટલની આગળની ભાગમાં રચાય છે

જયારે લઘુદ્રષ્ટી થવાના કારણો નીચે મુજબ છે. 

આંખના લેન્સની વક્રતા વધારે હોવી અથવા આંખનો ડોળો લાંબો થવો.

આ ખામીના નિવારણ માટે યોગ્ય કેન્દ્રલંબાઈ વાળા અંતર્ગોળ લેન્સના ચશ્માં પહેરવા જોઈએ. જયારે આંખ દૂરની વસ્તુ જોવા માટે અનુકુળ ના હોય, અનંત અંતરેથી આવતા સમાંતર કિરણો લેન્સ દ્વારા વક્રીભુત થયા બાદ માયોપિક આંખના દુર બિંદુમાંથી આવતા હોય તેવું લાગે છે. આમ દૂરની વસ્તુ માંથી આવતા પ્રકાશના સમાંતર કિરણો અંતર્ગોળ લેન્સ દ્વારા નેત્રપટલ પર કેન્દ્રિત કરી શકાય છે. અહી લેન્સની જરૂરી કેન્દ્ર લંબાઈ એ આંખથી દુર બિંદુ જેટલી હોય છે.


ગુરુ દ્રષ્ટિની ખામી કોને કહેવાય ?

Hide | Show

જવાબ : ગુરુ દ્રષ્ટિની ખામી- વ્યક્તિ દૂરની વસ્તુઓને સ્પષ્ટ જોઈ શકે છે પરંતુ નજીકની વસ્તુઓ તેને અસ્પષ્ટ દેખાય છે. તેને ગુરુ દ્રષ્ટિની ખામી કહેવાય છે.
સામાન્ય આંખ માટે નજીક બિંદુ 25 સે.મી અંતરે મળે છે. 25 સે.મી અંતરે રહેલી વસ્તુમાંથી આવા કિરણો આંખના લેન્સ દ્વારા રેટીના પર કેન્દ્રિત થાય છે. અને નેત્રપટલ પર આ સંદેશાઓને દ્રષ્ટી ચેતા મારફતે મગજને મોકલવામાં આવે છે. ગુરુ દ્રષ્ટિની ખામીવાળી આંખનું નજીક બિંદુ સામાન્ય નજીક બિંદુ કરતા દુર ખસી જાય છે. આવી વ્યક્તિએ આરામથી વાંચન કરવા માટે વાંચન સામગ્રી એટલે કે પુસ્તકને 25 સે.મીથી વધારે દુર રાખવી પડે છે. આનું કારણ એ છે કે નજીકની વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો રેટીનાની પાછળના ભાગમાં કેન્દ્રિત થાય છે. 
જયારે ગુરુ દ્રષ્ટિની ખામી થવાના કારણો નીચે મુજબ છે.
૧. આંખના લેન્સની ખુબ જ ઓછી વક્રતાના લીધે તેની કેન્દ્રલંબાઈમાં ઘણો વધારો જોવા મળે છે.
૨. આંખનો ડોળો ખુબ જ નાનો થાય છે. આ કારણે 25 સે.મી અંતરે રહેલી વસ્તુમાંથી આવતા કિરણો નેત્રપટલ પર કેન્દ્રિત થતા નથી પરંતુ નેત્રપટલની પાછળ કેન્દ્રિત થાય છે. 
ગુરુ દ્રષ્ટિની ખામીનું નિવારણ લાવવા માટે યોગ્ય કેન્દ્ર લંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સના ચશ્માં પહેરવા જોઈએ. જેનાથી સામાન્ય નજીક બિંદુથી આવતા પ્રકાશના કિરણો બહિર્ગોળ લેન્સ દ્વારા કેન્દ્રિત થાય છે અને ગુરુદ્રષ્ટી વાળી આંખના નજીક બિંદુ N થી આવતા દેખાય છે.


પ્રેસબાયોપિયા કોને કહેવાય? પ્રેસબાયોપિયા થવાના કારણો અને તે ખામીને કઈ રીતે નિવારી શકાય તે જણાવો.

Hide | Show

જવાબ :

પ્રેસબાયોપિયા એટલે દ્રષ્ટિની જે ખામીના કારણે મોટી ઉમરવાળી વ્યક્તિ ચશ્માં વગર નજીકની વસ્તુ આરામથી સ્પષ્ટપણે જોઈ શકતી નથી. આવી ખામીને પ્રેસબાયોપિયા કહે છે. સામાન્ય રીતે ઉમર વધવાની સાથે આંખની સમાવેશ ક્ષમતામાં ઘટાડો થાય છે. આથી મોટા ભાગના લોકો માટે નજીક બિંદુ ધીમે ધીમે દુર થતું જાય છે. આના લીધે ઘણી વાર લોકોને શુદ્ધીકારક ચશ્માના ઉપયોગ વગર દૂરની વસ્તુ જોવામાં તકલીફ પડે છે. આવી પરિસ્થિતિમાં દુર બિંદુ અનંત અંતરેથી વ્યક્તિ તરફ ખસતું હોય છે. આમ ઘણી વાર વ્યક્તિ લઘુ દ્રષ્ટિની ખામી અને ગુરુ દ્રષ્ટિની ખામીથી પીડાતું જોવા મળે છે.

પ્રેસબાયોપિયા થવાના કારણો નીચે મુજબ છે.

આ ખામી આંખના સીલીયરી સ્નાયુઓ ક્રમિક નબળા પડવાથી અને આંખના લેન્સની સ્થિતિ સ્થાપકતા ઓછી થવાથી ઉદભવે છે. તેથી પ્રેસબાયોપિયાના મુખ્ય કારણમાં આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં વધારો થાય છે. પરંતુ આંખના ડોળાની લંબાઈ સામાન્ય હોય છે.

આ ખામીના નિવારણ માટે યોગ્ય પાવર વાળા બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરીને સુધારવામાં આવે છે. જે વ્યક્તિ લઘુ દ્રષ્ટિની ખામી અને ગુરુ દ્રષ્ટિની ખામી એમ બંને પ્રકારથી પીડાય છે આવી વ્યક્તિને બાયફોકલ લેન્સની જરૂર પડે છે. બાયફોકલ લેન્સ અંતર્ગોળ અને બહિર્ગોળ એમ બંને લેન્સ હોય છે.


વાતાવરણીય વક્રીભવન એટલે શું? ટૂંકનોંધ લખો.

Hide | Show

જવાબ :

પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થતા પ્રકાશનું વાંકા વળવાની ઘટનાને વાતાવરણીય વક્રીભવન કહેવાય. સામાન્ય રીતે પૃથ્વીની સપાટી પર હવાની ઘનતા સૌથી વધારે હોય છે અને સપાટીથી ઉપર જતા ઘનતા ઘટતી જાય છે. અને પૃથ્વીની આસપાસ આવેલા હવાના સ્તરને વાતાવરણ તરીકે ઓળખવામાં આવે છે. વાતાવરણમાં હવાની ઘનતા દરેક જગ્યાએ સમાન હોતી નથી.

જ્યાં ગરમ હવા એ તેની ઉપર રહેલી ઠંડી હવા કરતા ઘણી પાતળી હોય છે. હવાનો વક્રીભવનાંક તેની ઘનતા પર આધાર રાખે છે. જેમ હવાની ઘનતા ઓછી તેમ તેનો વક્રીભવનાંક ઓછો હોય છે. આમ પૃથ્વીના વાતાવરણના ઉપરના સ્તરો નોચેના સ્તરોની સાપેક્ષે વધારે પાતળા હોય છે. સૂર્ય કે તારામાંથી આવતા પ્રકાશના કિરણો હવાના સતત વધતા વક્રીભવનાંક વાળા માધ્યમમાંથી પસાર થાય છે. જયારે વાતાવરણીય વક્રીભવનને લીધે કેટલીક ઘટનાઓ જોવા મળે છે. જે નીચે મુજબ છે.

૧. તારાઓનું ટમટમવું.

૨. સૂર્યોદય વહેલો થવો. એટલે સુર્યની કોઈ સ્થળે ઉગવાની ઘટના કરતા તે લગભગ ૨ મિનીટ વહેલો દેખાય છે.

૩. સુર્યાસ્ત મોડો થવો. એટલે સુર્યની કોઈ સ્થળે આથમવાની ઘટના કરતા લગભગ ૨ મિનીટ મોડો આથમે છે.

૪. તારાઓ ખરેખર જ્યાં હોય તેના કરતા ઉપર દેખાય છે.

૫. સૂર્યોદય અને સુર્યાસ્ત સમયે સૂર્ય અંડાકાર દેખાય છે. પરંતુ બપોરે તે ગોળાકાર દેખાય છે.


પ્રકાશનું પ્રકીર્ણન કોને કહેવાય ? તે શેના પર આધાર રાખે છે?

Hide | Show

જવાબ :

પ્રકાશ તથા આપણી આજુબાજુની વસ્તુઓ વચ્ચે આંતર ક્રિયાને કારણે આપણને કુદરતમાં અનેક વાર આશ્ચર્ય કારક ઘટના જોવા મળે છે.

ઉદાહરણ તરીકે આકાશનો ભૂરો રંગ, સમુદ્રમાં ઊંડાઈએ રહેલા પાણીનો રંગ, સૂર્યોદય અને સુર્યાસ્ત સમયે સૂર્ય રતાશ પડતો દેખાવો. આવી અદભૂત કુદરતી ઘટનાઓ જેનાથી આપણે પરિચિત છીએ. તમે કલીલ કણો દ્રારા પ્રકાશના પ્રકીર્ણન વિષે શીખી ગયા છો. આથી આવા દ્રાવણમાંથી પસાર થતા પ્રકાશનો માર્ગ આપણે જોઈ શકતા નથી. પરંતુ પ્રમાણમાં મોટા કદના કણો ધરાવતા કલીલ દ્રાવણમાંથી પસાર થતા પ્રકાશનો માર્ગ આપણે જોઈ શકીએ છીએ. આમ, પ્રકીર્ણન પામતો પ્રકાશ સફેદ રંગનો દેખાય છે. કારણ કે દ્રશ્ય વિસ્તારની બધીજ તરંગ લંબાઈઓનું પ્રકીર્ણન થાય છે. જયારે અત્યંત બારીક કણો, તેમનું પરિમાણ ખુબ જ નાનું હોવાને લીધે તેની મુખ્યત્વે નાની તરંગ લંબાઈ વાળા જેમકે વાદળી રંગના પ્રકાશનું પ્રકીર્ણન કરે છે.


ટીન્ડલ અસર કોને કહેવાય ? અને તેના વિષે સમજુતી આપો.

Locked Answer

જવાબ :

પૃથ્વીમાં સુક્ષ્મકણોનું વિષમાંગ મિશ્રણ રહેલું છે જેમાં ધુમાડાના કણો, પાણીના શુક્ષ્મ બિંદુઓ, ધૂળના નિલંબિત કણો અને હવાના અણુઓનો સમાવેશ થાય છે. જયારે કોઈ પ્રકાશનું કિરણ પુંજ આવા કલીલ કણોની સાથે અથડાય છે ત્યારે તે કિરણ પુંજનો માર્ગ અનિયમિત પરાવર્તનને કારણે દ્રશ્યમાન બને છે આમ, કલીલ કણો દ્વારા પ્રકાશના પ્રકીર્ણનની ઘટનાથી ટીન્ડલ અસર ઉદભવે છે. આ કણો બધીજ દિશાઓમાં થતા પ્રકાશના વિખેરણ બાદ પ્રકાશના જુદા જુદા કિરણો આપણા સુધી પહોંચે છે. જયારે ટીન્ડલ અસર ના ઉદાહરણો નીચે મુજબ છે.

૧. સૂર્ય પ્રકાશ ગાઢ જંગલમાં તેના ઉપરના બાહ્ય આવરણ માંથી પ્રવેશે છે. ત્યારે ભેજમાંના સુક્ષ્મ જળ બિંદુઓ વડે થતા પ્રકાશના પ્રકીર્ણને લીધે ટીન્ડલ અસર જોવા મળે છે.

૨. કેટલીક વખત મોટરસાયકલમાં એન્જીન તેલના દહનને લીધે ઉદભવતા ધુમાડાનો રંગ ભૂરો દેખાય છે. જે ટીન્ડલ અસરને આભારી હોય છે.


આકાશમાં મેઘધનુષ્ય એ સૂર્ય પ્રકાશના વિભાજનનું ઉત્તમ ઉદાહરણ છે. તે સમજાવો.

Locked Answer

જવાબ :

મેઘધનુષ્ય એ વરસાદ પડ્યા પછી આકાશમાં જોવા મળતા પ્રાકૃતિક વર્ણપટ્ટનું ઉદાહરણ છે. જયારે ચોમાસામાં વાતાવરણમાં લટકતા પાણીના સુક્ષ્મ બિંદુ પર આપાત થતા સૂર્ય પ્રકાશનું વક્રીભવન થઈ વિભાજન થાય છે જેના લીધે મેઘધનુષ્ય રચાય છે. મેઘધનુષ્ય હંમેશા આકાશમાં સૂર્યની વિરુદ્ધ દિશામાં રચાય છે. તેથી સૂર્ય તરફ પીઠ ફેરવીને ઉભા રહેવાથી આકાશમાં મેઘધનુષ્ય જોઈ શકાય છે. પાણીના બુંદો અતિ નાના પ્રીઝમ તરીકે વર્તે તેમ કહેવાય.

કારણ કે બુંદમાં દાખલ થતા પ્રકાશનું પ્રથમ વક્રીભવન અને વિભાજન ત્યારબાદ આંતરિક પરિવર્તન અને અંતે બુંદમાંથી બહાર નીકળતી વખતે પ્રકાશનું વક્રીભવન થાય છે. આમ આ ઘટના પાણીના અસંખ્ય બુંદો પૈકી માત્ર એક બુંદ વડે નમુના રૂપે રચાતી ઘટના છે. જયારે પ્રકાશના વિભાજન અને આંતરિક પરાવર્તન ને લીધે જુદા જુદા રંગો અવલોકનકર્તાથી આંખ સુધી પહોંચે છે. મેઘધનુષ્યના અવલોકન માટેની શરતો નીચે પ્રમાણે છે.

૧. વરસાદ પડ્યા પછી પાણીનો ફુવારો ઉડતો હોય ત્યાં.

૨. અવલોકનકર્તાની પાછળ હોવું જોઈએ.


તારાઓ કેમ ટમટમેં છે? તારાઓનું ટમટમવું સવિસ્તાર જણાવો.

Locked Answer

જવાબ :

તારાઓના પ્રકાશનું વાતાવરણીય વક્રીભવન થવાથી તારાઓ ટમટમવા લાગે છે. તારાઓનો પ્રકાશ પૃથ્વી પર પહોંચે તે પહેલા પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા વક્રીભવન પામે છે. આમ, વાતાવરણીય વક્રીભવન એ જ માધ્યમમાં થાય છે જેમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા વક્રીભવનાંકમાં ક્રમિક ફેરફાર થતો જતો હોય.

આમ પૃથ્વીની સપાટીની નજીક તરફ જતા હવાની પ્રકાશીય ઘનતા વધતી જાય છે. તેથી તારામાંથી આવતો પ્રકાશ ક્રમશ: પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં વાંકો વળે છે. અંતે વક્રીભુત કિરણને પાચલ તરફ લંબાવતા જાણવા મળે છે કે તારાઓનું આભાસી સ્થાન તેના મૂળ સ્થાન કરતા થોડું અલગ દેખાય છે. વળી પૃથ્વીના વાતાવરણની ભૌતિક પરિસ્થિતિ સ્થાયી હોતી નથી. આથી તારાનું સ્થાન પણ સ્થીર હોતું નથી. પરંતુ થોડુક બદલાય છે.

તારાઓને પૃથ્વીથી ઘણા દુર રહેલા હોવાથી તેમને પ્રકાશના બિંદુવત્ ઉદગમો ગણી શકાય છે. આમ તારામાંથી આવતા પ્રકાશના કિરણોનો માર્ગ થોડો બદલાયા કરે છે. આથી, તારાઓનું દેખીતું સ્થાન પણ બદલાય છે. અને આપણી આંખમાં પ્રવેશતા તારના પ્રકારની માત્ર પણ અનિયમિત પણે બદલાય છે. જેથી તારો કોઈક વાર પ્રકાશિત દેખાય છે તો કોઈ વાર ઝાંખો દેખાય છે. આમ આ તારાઓની ટમટમવાની પ્રક્રિયા બને છે.


એક વ્યક્તિને દૂરની દ્રસ્તીનું નિવારણ કરવા માટે -5.5 ડાયોપ્ટર પાવરના લેન્સની જરૂર પડે છે તેને નજીકની દ્રસ્તીનું નિવારણ કરવા માટે +1.5 ડાયોપ્ટર પાવરનો લેન્સ જોઈએ છે. તો દુરદ્રષ્ટી અને લઘુદ્રષ્ટીના નિવારણ માટે જરૂરી લેન્સની કેન્દ્રલંબાઈ શું હશે?

Locked Answer

જવાબ :

  1. દૂરની દ્રષ્ટી માટે:

લેન્સની ક્ષમતા = -5.5 ડાયોપ્ટર

આપણે જાણીએ છીએ કે,

લેન્સનું મુખ્ય અંતર અને કેન્દ્રલંબાઈ વચ્ચેનું સૂત્ર...

P = 1/ f (મીટરમાં )

  = 1 / -5.5

  = -૦.181 મીટર

  1. ઉપર મુજબ સુત્રનો ઉપયોગ લાઘુદ્રસ્ટી માટે કરતા,

P = 1/ f (મીટરમાં )

  = 1/1.5

  = +૦. ૬૬૭ મીટર


લઘુદ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિ માટે દુરબિંદુ આંખની સામે 80 cm દુર છે. આ ખામીનું નિવારણ કરવા માટે વપરાતા લેન્સનો પ્રકાર અને પાવર શું હશે?

Locked Answer

જવાબ :

વ્યક્તિ માટે દુરબિંદુ u = -∞  (અનંત અંતરે)

પ્રતિબિંબનું અંતર (v) = -80 cm

સૂત્ર મુજબ,

1f  = 1v - 1u

  = 1-80 - 1-

 = 1-80

1f   = 1-80   = f = -80 cm = -0.8 m

 

લેન્સની ક્ષમતા = 1લેન્સનું વસ્તુ અંતર

                = 1-.8 m  ડાયોપ્ટર

                = - 1.25 ડાયોપ્ટર

આ ખામી માટે -1.25 ડાયોપ્ટર  ક્ષમતા વાળા અંતર્ગોળ લેન્સની જરૂર પડે છે.


વહેલી સવારે (સૂર્યોદય) ના સમયે સૂર્ય લાલાશ પડતો કેમ દેખાય છે?

Locked Answer

જવાબ :

  • સૂર્યોદયના સમયે સૂર્યથી આવતો પ્રકાશ આપણી આંખો સુધી પહોંચતા પહેલા વાતાવરણના વાયુંઓમાંથી પસાર થાય છે.
  • આ દરમિયાન ઓચ્ચી તરંગ લંબાઈ ધરાવતા રંગનું વાતાવરણના વાયુઓમાં પ્રકીર્ણન થાય છે.
  • આથી સૂર્યોદય અને સુર્યાસ્ત સમયે સૂર્ય લાલાશ પડતો દેખાય છે.


કોઈ અંતરીક્ષ યાત્રીને આકાશ ભુરને બદલે કાળું કેમ દેખાય છે?

 

Locked Answer

જવાબ :

  • અંતરીક્ષમાં કોઈ વાતાવરણ હોતું નથી.
  • જેથી ત્યાં કોઈ પણ પ્રકારનું પ્રકીર્ણન થતું નથી.
  • આથી, આકાશયાત્રીઓને આકાશ ભુરને બદલે કાળું દેખાય છે.


There are No Content Availble For this Chapter

Download PDF

Take a Test

Choose your Test :

માનવ-આંખ અને રંગબેરંગી દુનિયા

gseb std 10 science paper solution
માનવઆંખ અને રંગબેરંગી દુનિયા

Browse & Download GSEB Books For ધોરણ ૧૦ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.