GSEB Solutions for ધોરણ ૧૦ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

ભૂમિગત જળના ઉપયોગો જણાવો? (સ્વાધ્યાય 3.1)

Hide | Show

જવાબ : મુખ્ય જળસ્ત્રોતમાં ભૂમિગત જળનું સ્થાન અગત્યનું છે. ભૂમિગત જળનો જથ્થો અમર્યાદિત છે. બધા જ પ્રકારના જીવો માટે ભૂમિગત જાળ અનિવાર્ય છે. આ જળ પીવાના કામમાં આવે છે. ઘર વપરાશમાં તેનો ઉપયોગ છે. ગંદકી દૂર કરી સ્વસ્છતા જાળવવામાં આ જળ બહુ મહત્વનુ છે. તેનો ઉપયોગ ઉદ્યોગોમાં પણ થાય છે. ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ સિંચાઇ માટે થાય છે. 


દામોદર ખીણ યોજના કઈ નદી પર આવેલી છે? અને તેનો લાભ કયા રાજ્યોને મળે છે?

Hide | Show

જવાબ : દામોદર ખીણ યોજના દામોદર નદી ઉપર છે. અને ઝારખંડ, પશ્ચિમ બંગાળને તેનો લાભ મળે છે. 


કાવેરી નદી ઉપર કઈ યોજના આવેલી છે?

Hide | Show

જવાબ : કાવેરી નદી ઉપર કૃષ્ણરાજ સાગર નામની યોજના આવેલી છે.


ભારતમાં શહેરો અને ગામડામાં પેયજળની અછત ટકાવારી પ્રમાણે કેટલી છે?

Hide | Show

જવાબ : ભારતના શહેરોમાં 8% અને 50% ગામડામાં પેયજળનો તીવ્ર અછત છે.


એક કિલો ઘઉં ઉત્પન્ન કરવા માટે પાણીનો કેટલો જથ્થો આવશ્યક છે?

Hide | Show

જવાબ : એક કિલો ઘઉં ઉત્પન્ન કરવા લગભગ 1500 લિટર પાણીની આવશ્યકતા હોય છે.


ઓડિશા રાજ્યને કઈ યોજનાનો લાભ મળે છે?

Hide | Show

જવાબ : ઓડિશા રાજ્યને હીરાકુંડ યોજનાનો લાભ મળે છે.


મહિસાગર નદી પર કઈ સિંચાઇ યોજનાઓ આવેલી છે?

Hide | Show

જવાબ : મહિસાગર નદી પર કડાણા અને વણાક્બોરી સિંચાઇ યોજનાઓ આવેલી છે. 


ગ્રાન્ડ એનિક્ટ નામની નહેરનું નિર્માણ ક્યારે અને કઈ નદીમાંથી કરવામાં આવ્યું હતું?

Hide | Show

જવાબ : કાવેરી નદીમાંથી બીજી સદીમાં આ નહેરનું નિર્માણ થયું હતું. 


મિઝોરમમાં કેટલા ટકા વિસ્તારમાં સિંચાઇ થાય છે?

Hide | Show

જવાબ : મિઝોરમ રાજ્યમાં સ્પષ્ટ વાવેતરના ક્ષેત્રના 7.3% વિસ્તારમાં સિંચાઇ થાય છે.


સરદાર સરોવર સિંચાઇ યોજનનો લાભ કયા રાજ્યોને મળે છે?

Hide | Show

જવાબ : સરદાર સરોવર સિંચાઇ યોજનાનો લાભ ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર રાજ્યોને મળે છે.


કયા રાજ્યોને ભાખરા-નાંગલ યોજનાની સિંચાઇને લાભ મળે છે?

Hide | Show

જવાબ : પંજાબ, હરિયાણા અને રાજસ્થાનને ભાખરા-નાંગલ યોજનાની સિંચાઇનો લાભ મળે છે.


ભૂમિગત જળ કોને કહેવાય છે?

Hide | Show

જવાબ : જનીનની સપાટી પરથી શોષાઈને ભૂમિ નીચે જમા થતા જળને ભૂમિગત જળ કહે છે.


આઝાદી પછી ભારતમાં સિંચાઇનું ક્ષેત્ર કેટલું વધ્યું છે?

Hide | Show

જવાબ : આઝાદી પછી ભારતમાં કુલ સિંચાઇ ક્ષેત્ર ચાર ગણું વધ્યું છે.


‘જળ પ્લાવિત ક્ષેત્ર’ એટલે શું?

Hide | Show

જવાબ : એક નદીમાં તેની આસપાસના જેટલા વિસ્તારનું વરસાદી પાણી આવે છે તે વિસ્તારને ‘જળ પ્લાવિત’ ક્ષેત્ર કહે છે.


ભારતમાં સિંચાઇનાં મુખ્ય ત્રણ માધ્યમો કયા કયા છે?

Hide | Show

જવાબ : (1) કૂવા અને ટ્યુબવેલ મુખ્ય માધ્યમો છે. જ્યારે
(2) નહેરો અને
(3) તળાવો તે પછીના ક્રમે છે.


ગુજરાતમાં તાપી નદી પર કઈ બહુહેતુક યોજનાઓ આવેલી છે?

Hide | Show

જવાબ : ગુજરાતમાં તાપી નદી પર ઉકાઈ અને કાકરાપાર સિંચાઇ યોજનાઓ આવેલી છે. 


ભારતમાં જળની સૌથી વધુ જરૂરિયાત કયા પાકોને છે?

Hide | Show

જવાબ : ભારતમાં ડાંગર, શેરડી અને શણને જળની સૌથી વધુ જરૂરિયાત પડે છે.


કયા સ્ત્રોતો દ્વારા જળ પ્રદુષણ થાય છે?

Hide | Show

જવાબ : ઘરેલુ ગટરોના મલિન જળ તેમજ ઔદ્યોગિક એકમોના મલિન જળ એ જળ પ્રદુષણના મુખ્ય સ્ત્રોતો છે. 


કાવેરી નદીનો મુખત્રિકોણ પ્રદેશ કયા રાજયમાં આવેલો છે?

Hide | Show

જવાબ : કાવેરી નદીનો મુખત્રિકોણ પ્રદેશ તમિલનાડું રાજયમાં આવેલો છે. 


‘ખેત તલાવડી’ એ જળ સંચયની કઈ પધ્ધતિ છે?

Hide | Show

જવાબ : ‘ખેત તલાવડી’ એ વૃષ્ટિ જળ સંચયની પધ્ધતિ છે.


જળ સંકટની અસરો વિશે જણાવો?

Locked Answer

જવાબ : પાણીની તંગી માનવીની સુખાકારી, આજીવિકા અને તેના આર્થિક વિકાસ પર મોટી અસર કરે છે. કૂવા અને ટ્યુબવેલ દ્વારા વધુ પડતું પાણી ખેંચાવાથી ભૂમિગત જળસપાટી નીચી ગઈ છે. તેનાથી કેટલાક રાજયોના વિકાસ કાર્યક્રમોને અસર પહોંચી છે. વિવિધ ઉપયોગો માટે વપરાતા પાણીની ગુણવત્તા પણ કથળી છે. ઔદ્યોગિક વપરાશથી મલિન થયેલા પાણીના કારણે જળ પ્રદુષણ વધ્યું છે.


દક્ષિણ ભારતમાં થતી ખેતીનો મુખ્ય સ્ત્રોત તળાવો છે? શા માટે તે જણાવો?

Locked Answer

જવાબ : દક્ષિણ ભારતની જમીન કઠણ, અછિદ્રાળુ અને ડુંગરાળ હોવાથી તેમાં તળાવો બનાવી પાણીને લાંબા સમય સુધી સંઘરી શકાય છે. આથી ત્યાં નાનાં-મોટાં ઘણા તળાવો બનાવવામાં આવ્યા છે. ત્યાં ઊંચાઈ પર આવેલા તળવોમાંથી નહેરો કાઢી ખેતી માટે સિંચાઇ કરવામાં આવે છે. તમિલનાડું, તલંગણા, કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં આ રીત ઘણી જ પ્રચલિત છેજ.                       


બહુહેતુક યોજના કોને કહેવાય?

Locked Answer

જવાબ : બહુહેતુક યોજના એટલે નદી-ખીણો સાથે સંકળાયેલ વિભિન્ન સમસ્યાઓનો નિકાલ કરવો, નદીઓ પર બંધ બાંધી મોટા જળાશયોનું નિર્માણ કરવું અને તેના પાણીનો ઉપયોગ સિંચાઇ જળ વિધુત ઉત્પાદન વગેરે હેતુઓ માટે કરવાની યોજનાને બહુહેતુક યોજના કહે છે.                   


જળ સંરક્ષણ માટે મહત્વના ઉપાયો જણાવો?

Locked Answer

જવાબ : જળ સંચય માટે વધુમાં વધુ જળાશયોનું નિર્માણ, એક નદી બેસીન સાથે બીજી નદી બેસીનનું જોડાણ. ભૂમિગત જળ સપાટીને ઉપર લાવવાના પ્રયત્નો વગેરે જળ સંરક્ષણના અગત્યના ઉપાયો છે.


બહુહેતુક યોજનાઓમાં સમાવેશ તથા મુખ્ય હેતુઓ જણાવો.

Locked Answer

જવાબ : બહુહેતુક યોજનામાં પૂર-નિયંત્રણ, સિંચાઇ અને પીવા માટે પાણી, જમીન ધોવાણનો અટકાવ, ઉદ્યોગો અને વસાહતોના ઉપયોગ માટે પાણી, જળ વિદ્યુત ઉત્પાદન, મત્સ્યોદ્યોગ, વન્ય જીવ સંરક્ષણ વગેરે હેતુઓનો સમાવેશ થાય છે.


પાણીની અછત નિરંતર વધવાનાં કારણો જણાવો?

Locked Answer

જવાબ : લોકોના બદલાયેલા જીવનધોરણમાં વધેલો પાણીનો ઉપયોગ વધતી જતી વસ્તી માટે અનાજની વધતી માંગ, વધતું જતું શહેરીકરણ રોકડિયા પાકનું વધતું જતું વાવેતર વગેરે કારણોને લીધે પાણીની અછત નિરંતર વધે છે.                  


ભારતમાં કયા વિસ્તારોમાં નહેરો દ્વારા સિંચાઇ થાય છે?

Locked Answer

જવાબ : ભારતમાં નહેરો દ્વારા સિંચાઇ મુખ્યત્વે સતલજ, યમુના અને ગંગા નદીઓના વિશાળ મેદનોમાં તથા પૂર્વનાં તટીય મેદાનોમાં આવેલ મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી નદીઓના મુખત્રિકોણ પ્રદેશમાં થાય છે.


સઘન સિંચાઇ ક્ષેત્રોવાળા વિસ્તારો ભારતમાં કયા કયા છે?

Locked Answer

જવાબ : ભારતમાં આંધ્ર પ્રદેશનાં તટીય જિલ્લા અને મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી નદીઓના મુખત્રિકોણ પ્રદેશો, પંજાબ, હરિયાણા તથા પશ્ચિમી ઉત્તર પ્રદેશ વગેરે વિસ્તારો દેશના સઘન સિંચાઇ ક્ષેત્રો છે.


જળમાં ‘વૃષ્ટિ’ નું શું મહત્વ છે તે જણાવો?

Locked Answer

જવાબ : ‘વૃષ્ટિ’ એ પૃથ્વી પરનાં જળ સંસાધનનો મૂળ સ્ત્રોત છે. બંધ બાંધવાથી મોટા જળાશયોનું નિર્માણ, નદીઓ, સરોવરો, ઝરણાં, કૂવા, તળાવો વગેરે વૃષ્ટિને આભારી છે. વૃષ્ટિનો કેટલોક ભાગ જમીનમાં શોષાય છે તે ભૂમિગત સ્વરૂપે જમા થાય છે. સિંચાઇ માટે ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ થાય છે.


ભૂમિગત જળ સપાટી નીચે જઇ રહ્યાના મુખ્ય કારણો જણાવો?

Locked Answer

જવાબ : કૂવા અને ટ્યુબવેલ દ્વારા જમીનમાંથી વધુ ને વધુ પાણી ખેંચાઇ રહ્યું હોવાથી ભારતમાં જળ સપાટી નીચી જઇ રહી છે.                


નર્મદા નદી પર કઈ સિંચાઇ યોજના આવેલી છે?

Locked Answer

જવાબ : નર્મદા નદી પર સરદાર સરોવર સિંચાઇ યોજના આવેલી છે.


પૃષ્ટિય જળ એટલે શું?

Locked Answer

જવાબ : પૃથ્વીની સપાટી પરનું જળ નદી, સરોવર, તળાવ, સાગર, ઝરણાં વગેરે સ્વરૂપે જોવા મળતું જળ એ પુષ્ટિય જળ છે.


જળ સંકટની ગંભીર સમસ્યા કયા રાજ્યોમાં છે?

Locked Answer

જવાબ : પશ્ચિમ રાજસ્થાનના શુષ્ક ક્ષેત્રો તથા દક્ષિણના દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશનાં આંતરિક ભાગોમાં જળ સંકટની ગંભીર સમસ્યા છે.


કયા નામે જળ સંસાધનની જાળવણી ઓળખાય છે?

Locked Answer

જવાબ : જળ સંરક્ષણના નામે જળ સંસાધનની જાળવણી ઓળખાય છે.


કયા રાજ્યોને ભાખડા-નાંગલ યોજનાનો લાભ મળે છે ?

Locked Answer

જવાબ : પંજાબહરિયાણા, રાજસ્થાન


કૃષ્ણરાજ સાગર યોજના કઇ નદી પર આવેલી છે ?

Locked Answer

જવાબ : કાવેરી


ઉકાઇ અને કાકરાપાર યોજનાઓ કઇ નદી પરની યોજનાઓ છે ?

Locked Answer

જવાબ : તાપી


ધરોઇ યોજના કઇ નદી પરની યોજના છે ?

Locked Answer

જવાબ : સાબરમતી


કડાણા અને વણાકબોરી યોજનાઓ કઇ નદી પરની યોજનાઓ છે?

Locked Answer

જવાબ : મહીસાગર


કઈ યોજના મધ્ય પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રની સહિયારી યોજના છે ?

Locked Answer

જવાબ : સરદાર સરોવર યોજના


ભારતમાં સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના કેટલા ટકા ભાગમાં સિંચાઇ થાય છે?

Locked Answer

જવાબ : 38 %


જળ એ કેવું સંસાધન છે ?

Locked Answer

જવાબ : મર્યાદિત


કોસી નદી કયા રાજ્યમાં આવેલી છે ?

Locked Answer

જવાબ : બિહાર


દામોદર નદી ક્યા રાજ્યની નદી છે ?

Locked Answer

જવાબ : પશ્ચિમ બંગાળ


મધ્ય પ્રદેશ અને રાજસ્થાન રાજ્યોને કઇ બહુહેતુક યોજનાનો લાભ મળે છે ?

Locked Answer

જવાબ : ચંબલ ખીણ


હીરાકુડ બહુહેતુક યોજના કઇ નદી પર આવેલી છે ?

Locked Answer

જવાબ : મહાનદી


પંજાબમાં સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના કેટલા ટકા વિસ્તારમાં સિંચાઇ ક્ષેત્ર જોવા મળે છે ?

Locked Answer

જવાબ : 90.8 %


મિઝોરમમાં સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના કેટલા ટકા વિસ્તારમાં સિંચાઇ ક્ષેત્ર જોવા મળે છે ?

Hide | Show

જવાબ : 7.3 %


સ્વતંત્રતા પછી ભારતમાં સિંચાઇ ક્ષેત્ર વધીને કેટલું થયું છે ?

Hide | Show

જવાબ : ચાર ગણું


ભારતમાં સિંચાઇનાં મુખ્ય માધ્યમો પેકી ત્રીજા ક્રમે કોણ આવે છે ?

Hide | Show

જવાબ : તળાવો


ભારતમાં સિંચાઇનાં મુખ્ય માધ્યમો પૈકી બીજા ક્રમે કોણ આવે છે ?

Hide | Show

જવાબ : નહેરો


ભારતમાં સિંચાઇનાં મુખ્ય માધ્યમો કયા છે ?

Hide | Show

જવાબ : ફૂવા અને ટયૂબવેલ


ઇ.સ. 1882માં ઉત્તર પ્રદેશમાં કઇ નહેરનું નિર્માણ કરવામાં આવ્યું હતું ?

Hide | Show

જવાબ : પૂર્વીય યમુના નહેર


 ‘ગ્રાન્ડ ઍનિકટ’ નામે જાણીતી નહેરનું નિર્માણ કઇ નદી પર થયું છે ?

Hide | Show

જવાબ : કાવેરી


જળ સંસાધનની જાળવણી માટેના ઉપાયો જણાવો? (સ્વાધ્યાય 1.1)

Hide | Show

જવાબ : જળ એક રાષ્ટ્રીય સંપદા છે. જળની ઉપલબ્ધિ મર્યાદિત છે. એટલે તેનો ઉપયોગ મર્યાદાપૂર્વક થાય તે જરૂરી છે. જળનો સીધો સંબંધ સમગ્ર જીવસૃષ્ટિ સાથે જોડાયેલો છે. માટે તેના પર્યાપ્ત જથ્થામાં પ્રાપ્યતા તથા તેની જાળવણી માટે વિવિધ ઉપાયો હાથ ધરવાની જરૂર છે. જળ સંસાધનની જાળવણી અને સંચય માટે વધુમાં વધુ નદીઓ પર બંધ બાંધી જળાશયોનું નિર્માણ કરવું જોઈએ. એક નદી બેસીન સાથે બીજી નદી બેસીનનું જોડાણ કરી ભૂમિગત જળસ્તરને ઉપર લાવવાના પ્રયત્નો કરવા જોઈએ. 

જળ સંચય કર્યા પછી તેનું વિતરણ દેશના બધા વિસ્તારો માટે યોગ્ય રીતે થાય તે જોવાની સરકારની પ્રાથમિક ફરજ છે. 

જળાશયોના નિર્માણ માટે કોઈ આંતરરાજ્ય વિવાદ હોય તો તેનો યોગ્ય નિકાલ લાવી જળ સંરક્ષણને વ્યવસ્થિત બનાવવું જોઈએ. 

જળ પ્લાવિત ક્ષેત્રોના વિકાસ અને વૃષ્ટિ જળનો સંચય જળ સંસાધન સંરક્ષણ માટે બહુ જ અગત્યના ઉપાયો છે. 


ભારતમાં જળ સંકટ સર્જવાના સંજોગો જણાવો? (સ્વાધ્યાય 1.2)

Hide | Show

જવાબ : ભારતમાં વધતી જતી વસ્તી માટે અનાજની વધતી માંગ, રોકડિયા પાકો ઉગાડવા, લોકોના બદલાતા જીવનધોરણના પાણીની અછત નિરંતર વધતી જાય છે. પાણી પુરવઠાની પરિસ્થિતી અને સ્થાનિક વિતરણની અસમાનતાના કારણે જળ સંકટની પરિસ્થિતી સર્જાય છે. 

હાલમાં પશ્ચિમ રાજસ્થાનના શુષ્ક ક્ષેત્રો તથા દક્ષિણના દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશના આંતરિક ભાગોમાં જળ સંકટની ગંભીર સમસ્યા છે. 

પીવાના પાણીની પ્રાપ્તિ માટે અનેક પ્રયત્નો છતાં શુધ્ધ પાણીની માંગ અને પુરવઠા વચ્ચે અંતર રહ્યું છે. ભારતમાં 8% શહેરોમાં અને 50% જેટલાં ગામોને સ્વચ્છ પાણી ઉપલબ્ધ કરાવવાની તકલીફ છે. 

વર્તમાન સમયમાં કૂવા અને ટ્યુબવેલ દ્વારા વધારે પાણી ખેંચાવાના કારણે ભૂમિગત જળનું સ્તર નીચું ગયું છે. પરિણામે ભૂમિગત જળના જથ્થામાં ધટાડો થયો છે. 

કેટલાક રાજ્યોમાં ભૂમિગત જળના જથ્થાને વધારે પ્રમાણમાં કાઢવાને લીધે દેશમાં ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. પાણીની ઘટતી ગુણવત્તા અને વધતી જતી અછત જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડે છે. 

કૃષિ ઉપરાંત ઉદ્યોગીમાં પાણીનો અનિયંત્રિત ઉપયોગ થાય છે. શહેરની ઘરેલુ ગટરો તથા ઔદ્યોગિક એકમોના મલીન જળને કારણે જળ પ્રદુષણ વધી રહ્યું છે.


વૃષ્ટિ જળ સંચય વિશેની માહિતી આપો? (સ્વાધ્યાય 1.3)

Hide | Show

જવાબ : જમીનમાં પાણીનો જથ્થો વધારવા માટે વૃષ્ટિ જળને રોકીને પાણી એકઠું કરવા કૂવા, બંધારા, ખેત, તલાવડીઓ વગેરેનું નિર્માણ કરી જળ સંચય કરાય છે. આ પધ્ધતિઓ દ્વારા જળ સંચયન થાય છે, પરિણામે ભૂમિગત જળસ્તર ઉંચુ આવે છે. વૃષ્ટિ જળ સંચયના ઉદ્દેશો નીચે પ્રમાણે છે. 

•    ભૂમિગત જળને એકઠું કરવાની ક્ષમતા વધારવી તથા તેના જળસ્તરનો વધારો કરવો. 
•    જળ પ્રદુષણને ઘટાડવું.
•    ભૂમિગત જળની ગુણવત્તામાં સુધારો કરવો. 
•    સ્થળ-માર્ગોને પાણીના ભરાવાથી બચાવવા.
•    સપાટી પરથી વહી જતા પાણીનો જથ્થો ઓછો કરવો. 
•    ઉનાળામાં તથા લાંબા શુષ્ક સમયગાળામાં પાણીની ઘરેલુ જરૂરિયાતો પુરી કરવી. 
•    પાણીની વધતી જતી માંગને પુરી કરવી. 
•    મોટા શહેરોમાં બહુમાળી આવાસો વચ્ચે વરસાદના પાણીનો સંગ્રહ થાય તે માટે ભૂગર્ભ ટાંકાઓ અથવા વરસાદી પાણી જમીનમાં ઉતરે તેવી વ્યવસ્થા કરવી.


બહુહેતુક યોજનાનું મહત્વ સમજાવો? (સ્વાધ્યાય 2.1)

Hide | Show

જવાબ : ભારતમાં નાની મોટી અનેક નદીઓ વહે છે. અનેક નદીઓ બીજી મોટી નદીઓને મળીને તેનું જળ સમુદ્રમાં ઠાલવે છે. આ જળનો ઉપયોગ અનેક હેતુઓ માટે થાય તે માટે અનેક યોજનાઓ બનાવી છે. જેને બહુહેતુક યોજનાઓ કહેવામાં આવે છે. 

આ યોજનાઓનું મહત્વ નીચે પ્રમાણે છે. 

•    નદીઓમાં આવતા પૂરના કારણે અનેક જાતનો વિનાશ થાય છે. જેથી પૂરને નિયંત્રણમાં લઈ કાંઠાની જમીનનું ધોવાણ અટકાવવું. 
•    નદી ઉપર મોટા બંધો બાંધી જળાશયોનું નિર્માણ કરવું, તથા તેમાંથી નહેરો કાઢી સિંચાઇ માટે પાણી આપવું. 
•    જળાશયોમાંથી ઉદ્યોગો તથા વસાહતોને પાણી આપવું. 
•    બંધોના પાણી દ્વારા જળ વિધુતનું ઉત્પાદન કરવું તથા ઉદ્યોગોને વિધુત પુરવઠો પુરો પાડી ઉદ્યોગોનો વિકાસ કરવો. 
•    જળાશયોમાં મત્સ્યકેન્દ્રો ઉભા કરી મત્સ્યોદ્યોગનો વિકાસ કરવો. 
•    જળાશયોમાં મોટી નહેરો બનાવી આંતરિક જળ વહનના માર્ગો વિકસાવવા.
•    નદીઓના કાંઠાના ક્ષેત્રોમાં ઘનિષ્ટ જંગલોનો વિકાસ કરવો અને તેમાં વન્યજીવોનું સંરક્ષણ કરવું. 
•    બંધો પાસેની ખુલ્લી જગ્યાઓમાં બાગ બગીચાઓ તથા મનોરંજન માટેના કેન્દ્રો ઉભા કરી આમ જનતા માટે પિકનિક સેન્ટરનું આયોજન કરવું. 


સિંચાઇ ક્ષેત્રના વિતરણ વિશે લખો? (સ્વાધ્યાય 2.2)

Hide | Show

જવાબ : ભારતના દરેક રાજ્યના સંદર્ભે સિંચાઇ ક્ષેત્રોમાં ઘણો તફાવત છે. 

આંધ્રપ્રદેશના તટીય જિલ્લા તથા ગોદાવરી, કૃષ્ણા નદીના મુખત્રિકોણ પ્રદેશો, ઓડિસાની મહાનદીનો મુખત્રિકોણ પ્રદેશ, તમિલનાડુમાં કાવેરીનો મુખત્રિકોણ પ્રદેશ, પંજાબ હરિયાણા તથા પશ્ચિમી ઉત્તર પ્રદેશ વગેરે દેશના સઘન સિંચાઇ ક્ષેત્રો છે. 

સ્વતંત્રતા પછી ભારતમાં કુલ સિંચાઇ ક્ષેત્ર લગભગ ચાર ગણું વધી ગયું છે. સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના લગભગ 38% ભાગમાં સિંચાઇ થાય છે. 

ભારતના રાજ્યોમાં સિંચાઇ ક્ષેત્રના વિતરણમાં ઘણી અસમાનતા છે. મિઝોરમમાં સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના કેવળ 7.3% વિસ્તારમાં સિંચાઇ ક્ષેત્ર જોવા મળે છે. 

જ્યારે પંજાબમાં સિંચાઇ ક્ષેત્રનું પ્રમાણ 90.8% છે. કુલ સિંચાઇ ક્ષેત્રનું પ્રમાણ સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના સંદર્ભમાં ઘણું જ અસમાન છે. 

પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, જમ્મુ અને કાશ્મીર, તમિલનાડુ અને મણિપુરમાં વાવેતરના કુલ વિસ્તારના 40% થી વધુ વિસ્તાર સિંચાઇ હેઠળ છે. 


જળ વ્યવસ્થાપનમાં કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ? (સ્વાધ્યાય 3.2)

Locked Answer

જવાબ : જળનો વ્યવસ્થિત ઉપયોગ થાય તે માટે તેના વ્યવસ્થાપનમાં નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ. 

•    બાગ બગીચા, વાહનો, શૌચાલયો તથા વૉશ બેસીનોમાં વપરાતા પાણીનો કરસસરપૂર્વક ઉપયોગ કરવો. 
•    લોકજાગૃતિ પેદા કરીને તથા જળ સંરક્ષણ અને તેના કુશળ વ્યવસ્થાપન સંબંધી દરેક પ્રવૃત્તિમાં લોક ભાગીદારી વધારવી. 
•    ઉપયોગમાં લેવાયેલા પાણીનો શક્ય હોય તો પુન:ઉપયોગ થાય તેવા પ્રયત્ન કરવા. 
•    જળાશયોને પ્રદુષણથી બચાવવાં.
•    જળસ્ત્રાવના બધા એકમો જેવા કે કૂવા, ટ્યૂબવેલ ખેત તલાવડી વગેરેનો ઉપયોગ વધારવો. 
•    ભૂમિગત જળનો ઉપયોગ કરતાં એકમો પર દેખરેખ રાખવી. 
•    જળ સંચય સ્થળોની દુર્દશા અટકાવવી તથા જળ પ્રદુષણને અટકાવવા માટે પાણીની પાઇપોનુ તત્કાળ સમારકામ હાથ ધરવું. 

કોઈ વિશિષ્ટ ક્ષેત્રના જળ સંસાધનોના વિકાસ અને વ્યવસ્થાપન માટે સંબંધિત સ્થાનિક લોકોનો સહકાર લઈ તેમને સામેલ કરવા જોઈએ. 

જળ એ જ જીવન છે. અનિયમિત વરસાદના કારણે જળનું સંકટ આપણા ઉપર તોળાયેલું જ છે. તેથી જળનો કરકસરભર્યો ઉપયોગ કરી પાણીનું ટીંપેટીંપું સાચવવાની જરૂર છે. 


જળ વ્યવસ્થાપન માટે કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ ?

Locked Answer

જવાબ : જળ વ્યવસ્થાપન માટે નીચેના મુદ્દા ધ્યાનમાં રાખવા જોઇએ :

  • બાગબગીચા, વાહનો, શૌચાલયો તથા વોશ-બેસીનોમાં વપરાતા પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો.
  • લોકજાગૃતિ પેદા કરીને તથા જળ-સંરક્ષણ અને તેના કુશળ વ્યવસ્થાપન સંબંધી દરેક પ્રવૃત્તિમાં લોક ભાગીદારી વધારવી.
  • ઉપયોગમાં લેવાયેલા પાણીનો શક્ય હોય તો પુનઃઉપયોગ થાય તેવા પ્રયત્ન કરવા.
  • જળાશયોને પ્રદૂષણથી બચાવવાં.
  • જળસ્ત્રાવના બધાં એકમો જેવાં કે કૂવા, ટ્યુબવેલ, ખેત તલાવડી વગેરેનો ઉપયોગ વધારવો.
  • ભૂમિગત જળનો ઉપયોગ કરતાં એકમો પર દેખરેખ રાખવી.
  • જળસંચય સ્થળોની દુર્દશા અટકાવવી તથા જળ-પ્રદૂષણને અટકાવવા માટે પાણીની પાઈપોનું તત્કાળ સમારકામ હાથ ધરવું.


સિંચાઈ ક્ષેત્રના વિતરણ વિશે લખો.

Locked Answer

જવાબ : ભારતના દરેક રાજ્યના સંદર્ભે સિંચાઈક્ષેત્રોમાં ઘણો તફાવત છે. આંધ્રપ્રદેશના તટીય જિલ્લા તથા ગોદાવરી, કૃષ્ણા નદીના મુખત્રિકોણ પ્રદેશો, ઓડિશાની મહાનદીનો મુખત્રિકોણ પ્રદેશ, તમિલનાડુમાં કાવેરીનો મુખત્રિકોણ પ્રદેશ, પંજાબ, હરિયાણા તથા પશ્ચિમી ઉત્તર પ્રદેશ વગેરે દેશનાં સઘન સિંચાઈ ક્ષેત્રો છે.

સ્વતંત્રતા પછી ભારતમાં કુલ સિંચાઈ ક્ષેત્ર લગભગ ચાર ગણું વધી ગયું છે. સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના લગભગ 38 % ભાગમાં સિંચાઈ થાય છે. ભારતનાં રાજ્યોમાં સિંચાઈ ક્ષેત્રના વિતરણમાં ઘણી અસમાનતા છે. મિઝોરમમાં સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના કેવળ 7.3 % વિસ્તારમાં સિંચાઈ ક્ષેત્ર જોવા મળે છે. જ્યારે પંજાબમાં સિંચાઈ ક્ષેત્રનું પ્રમાણ 90.89% છે. કુલ સિંચાઈ ક્ષેત્રનું પ્રમાણ સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના સંદર્ભમાં ઘણું જ અસમાન છે.

પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, બિહાર, જમ્મુ અને કશ્મીર, તમિલનાડુ અને મણિપુરમાં વાવેતરના કુલ વિસ્તારના 40 % થી વધુ વિસ્તાર સિંચાઈ હેઠળ છે.


બહુહેતુક યોજનાનું મહત્વ જણાવો.

Locked Answer

જવાબ : ભારતમાં અનેક નાની મોટી નદીઓ વહે છે. ભારતનો જળપરિવાહન સમૃદ્ધ છે. એનું કારણ ભારતનું ભૂપૃષ્ઠ એવું છે કે અનેક નદીઓ બીજી નદીઓને મળીને તેનું જળ સમુદ્રમાં ઠાલવે છે. આ જળનો ઉપયોગ અનેક હેતુઓ માટે થાય તે માટે બહુહેતુક યોજનાઓ વિવિધ નદીઓ પર બનાવવામાં આવી છે.

 બહુહેતુક યોજના એટલે નદી-ખીણો સાથે સંકળાયેલ વિભિન્ન સમસ્યાઓને હલ કરવી. એમાં પૂર-નિયંત્રણ, જમીન-ધોવાણનો અટકાવ, સિંચાઈ અને પેય જળ, ઉદ્યોગો, વસાહતોને અપાતું પાણી, વિદ્યુત ઉત્પાદન, આંતરિક જળ પરિવહન, મનોરંજન, વન્યજીવ સંરક્ષણ અને મત્સ્યપાલનનો સમાવેશ થાય છે.


ભારતના જળસ્ત્રોત વિશે માહિતી આપો.

Locked Answer

જવાબ : જળસ્ત્રોતના મુખ્ય ત્રણ પ્રકાર છે : (1) વૃષ્ટિય જળ (2) પૃષ્ઠિય જળ (3) ભૂમિગત જળ

(1) વૃષ્ટિય જળ : પૃથ્વી પર જળસંસાધનનો મૂળ સ્રોત વૃષ્ટિ' છે. નદી, સરોવર, ઝરણાં અને કૂવા એ ગૌણસ્રોત છે. આ બધા જ સ્ત્રોત વૃષ્ટિને આભારી છે.

(2) પૃષ્ઠિય જળ : પૃથ્વીની સપાટી પરનું જળ નદી, સરોવર, તળાવ, સાગર, ઝરણાં વગેરે સ્વરૂપે જોવા મળે છે. તે પૃષ્ઠિય જળ છે. પૃષ્ઠિય જળનો મુખ્ય સ્ત્રોત નદીઓ છે.

(3) ભૂમિગત જળ : મુખ્ય જળસ્ત્રોતમાં ભૂમિગત જળનું સ્થાન પણ અગત્યનું છે. પૃષ્ઠિય જળના અવશોષણથી ભૂમિગત જળ પ્રાપ્ત થાય છે. ભૂમિગત જળનો જથ્થો અમર્યાદિત છે. ભારતમાં ઉત્તરના મેદાની વિસ્તારમાં 42 % ભૂમિગત જળ મળે છે. દક્ષિણ ભારતમાં ઉચ્ચપ્રદેશ અને પર્વતીય વિસ્તારોને કારણે ભૂમિગત જળનું પ્રમાણ ઓછું જોવા મળે છે. ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ સિંચાઈ માટે થાય છે.


There are No Content Availble For this Chapter

નીચેની બહુહેતુક યોજનાઓને તેના લાભાન્વિત રાજ્ય સાથે જોડી યોગ્ય ક્રમ પસંદ કરો. (સ્વાધ્યાય 4.2) 

1.    ભાખરા-નાંગલ      A    બિહાર
2.    કોસી      B    પંજાબ
3.    નાગાર્જુન સાગર      C    ગુજરાત 
4.    નર્મદા      D    આંધ્ર પ્રદેશ

(A)    (1 - B), (2 - A), (3 - C), (4 - D)
(B)    (1 - B), (2 - A), (3 - D), (4 - C)
(C)    (1 - D), (2 - C), (3 - B), (4 - A)
(D)    (1 - C), (2 - D), (3 - A), (4 - B)

Hide | Show

જવાબ :

(B)    (1 - B), (2 - A), (3 - D), (4 - C)

Download PDF

Take a Test

Choose your Test :

ભારત: જળ સંસાધન

ઇતિહાસ
ભારત: જળ સંસાધન

Browse & Download GSEB Books For ધોરણ ૧૦ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.