GSEB Solutions for ધોરણ ૧૦ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

ભારતના વિદ્વાનોએ પ્રાચીન સાહિત્યના કેટલા ભાગ પડ્યા છે?
 

Hide | Show

જવાબ : પ્રશિષ્ટ સાહિત્ય અને વૈદિક સાહિત્ય


દ્રવિડભાષા સાહિત્યમાં વ્યાકરણ ગ્રંથ કોને કહે છે?

Hide | Show

જવાબ : તોલકાપ્પીયમ્


કાશ્મીરમાં લખાયેલા બે મહાન ગ્રંથો કયા કયા છે?

Hide | Show

જવાબ : સોમદેવનો ‘કથાસરિતાસાગર’ અને કલ્હણનો ‘રાજતરંગિણી’


પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિપુટી તરીકે કયા કવિઓને ઓળખવામાં આવે છે?

Hide | Show

જવાબ : પંપા, પોન્ના, અને રત્ના


દિલ્લીના છેલ્લા મુગલ સમ્રાટનું નામ શું છે?

Hide | Show

જવાબ : બહાદુરશા ઝફર


અબુ ફજલે ફારસીમાં કયા બે પુસ્તકો લખ્યા?

Hide | Show

જવાબ : આયને અકબરી અને અકબરનામા


સંસ્કૃત ભાષાને કયા ત્રણ ઉપનામોથી ઓળખવામાં આવે છે?

Hide | Show

જવાબ : સંસ્કૃત ભાષાને આર્ય ભાષા, ઋષિઓની ભાષા અને વિદ્વાનોની ભાષા તરીકે પણ ઓળખવામાં આવે છે. 


સંસ્કૃત ભાષામાં મુખ્યત્વે કયા ચાર વિષયો સમાયેલા છે?

Hide | Show

જવાબ : સંસ્કૃત ભાષામાં મુખ્યત્વે ધર્મ, તત્વજ્ઞાન, વિજ્ઞાન અને વિવેચન વગેરે વિષયો સમાયેલા છે.


પ્રાચીન સ્મૃતિગ્રંથોમાં શું દર્શાવવામાં આવ્યું છે?

Hide | Show

જવાબ : ધર્મ દ્વારા કરવામાં આવતા અનુમોદીત કર્તવ્યો, રિવાજો અને નિયમો દર્શાવવામાં આવ્યા છે.


ગુપ્તયુગના સંકશ્રુત સાહિત્યના મહાન લેખકોના નામ જણાવો.

Hide | Show

જવાબ : ગુપ્તયુગના કાલિદાસ, ભાવભૂત, માઘ, ભારવિ, ભર્તૃહરિ, બાણભટ્ટ વગેરેની સંસ્કૃતના લેખકોમાં ગણના થાય છે,


મહાકવિ કાલિદાસની ઉત્કૃષ્ટ નાટ્યશૈલીના શ્રેષ્ઠ ગ્રંથો જણાવો?

Hide | Show

જવાબ : કુમારસંભવ, રઘુવંશ, મેઘદૂત, ઋતુસંહાર વગેરે નાટ્યગ્રંથો છે.


સુત્ર પિટક, વિનય પિટક અને અભિઘમ્મ પિટક શેનું સાહિત્ય છે?

Hide | Show

જવાબ : આ ત્રણે ગ્રંથો ત્રિપિટક બૌધ્ધ ગ્રંથો છે.


સંસ્કૃતના કાવ્યગ્રંથ વિશે જણાવો?

Hide | Show

જવાબ : કવિ જયદેવ રચિત ગીતગોવિંદ નામનો કાવ્ય સંગ્રહ સંસ્કૃત સાહિત્યનો અતિ સુંદર કાવ્યગ્રંથ છે.


કન્નડ સાહિત્યની ત્રિમૂર્તિ તરીકે કોને ઓળખવામાં આવે છે?

Hide | Show

જવાબ : કવિ પંપા, કવિ પોન્ના, અને કવિ રત્નાને પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિમૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે.


હિન્દી ભાષાના બે સ્વરૂપો જણાવો?

Hide | Show

જવાબ : વ્રજ અને ખડીબોલી એ હિન્દી ભાષાના બે સ્વરૂપો છે.


અવધ ભાષાનો સૌથી જૂનો ગ્રંથ કયો છે? 

Hide | Show

જવાબ : મુલ્લા દાઉદ રચિત ચંદ્રાયન ગ્રંથએ સૌથી જૂનો ગ્રંથ છે.


અબુ ફઝલ રચિત આપણે અકબરી અંગે જણાવો?

Hide | Show

જવાબ : આપને અકબરીમાં ભારતીય રીતિ રિવાજો, શિષ્ટાચારો, ધર્મ, દર્શન, દેશની આર્થિક સ્થિતિ તથા જીવનના તમામ પાસનું વર્ણન કરેલ છે


બાદશાહ અકબરે શેના માટે અલગ ખાતાની રચના કરી હતી?

Hide | Show

જવાબ : અકબરે રામાયણ, મહાભારત, અથર્વવેદ, શ્રીમદ ભગવદ્દ ગીતા, પંચતંત્ર વગેરે ગ્રંથોનો ફારસીમાં અનુવાદ કરવા અલગ ખાતાની રચના કરી હતી.


ઉર્દુના કવિઓના નામ જણાવો?

Hide | Show

જવાબ : મધ્યયુગમાં વળી, મીરદર્દ, મીરતકીમીર, નાઝિર અકબરબાદી, અસદુલ્લાખાન ગાલીબ વગેરે મહાન ઉર્દુ કવિઓ થઈ ગયા હતા.


ચીની મુસાફર યુઅન શ્વાંગ વિશે ટુંકનોંધ જણાવો?

Hide | Show

જવાબ : ચીની મુસાફર યુઅન શ્વાંગ નાલંદા વિદ્યાપીઠની મુલાકાતે આવ્યો હતો. તેને અહીં રહીને બૌધ્ધ ધર્મનો અભ્યાસ કર્યો હતો. તથા પરત ચીન જતાં 657 જેટલા હસ્તલિખિત ગ્રંથો પોતાની સાથે લઈ ગયો હતો.


વારાણસી (કાશી) વિશે ટુંકનોંધ લખો.

Locked Answer

જવાબ : વારાણસી  યાત્રાધામ તરીકે પ્રસિધ્ધ છે. ઇ.સ. પૂર્વે સાતમા સૈકામાં તે ભારતનું પ્રસિધ્ધ વિદ્યાકેન્દ્ર હતું. ઉપનિષદ કાળમાં તે આર્ય સંસ્કૃતિ અને ધર્મના કેન્દ્ર તરીકે વિકસ્યું હતું. તેના રાજા અજાતશત્રુ ઉપનિષદ કાળમાં એક તત્વજ્ઞાની અને વિદ્યાના પોષક હતા. વ્યાસ સંહિતામાં મહર્ષિ વેદવ્યાસનો આશ્રમ અહીં હોવાનું મનાય છે.                         ભગવાન બુધ્ધે પોતાના મતના પ્રચાર માટે પ્રસાર માટે વારાણસી પસંદ કર્યું હતું. આદિ શંકરાચાર્ય જેવા સમર્થ તત્વજ્ઞને તેમના વેદાંતના નૂતન સિધ્ધાંતની સ્વીકૃતિ માટે કાશી જવું પડ્યું હતું. ચૈતન્ય મહાપ્રભુ અને પુષ્ટિમાર્ગના પ્રવર્તક વલ્લભાચાર્યજીએ પોતાના વૈષ્ણવ સંપ્રદાયોની પ્રતિષ્ઠા અહીં જ મેળવી.                         પંજાબના વિદ્વાન કુટુંબોને સ્થળાંતર કરવું પડ્યુ ત્યારે તેઓ મુખ્યત્વે કાશી અને થોડા પ્રમાણમાં કાશ્મીર જઈને વસ્યા. અન્ય રાજાના રાજકુમારો પણ ઉચ્ચ શિક્ષણ માટે અહીં આવતા હતા. સમ્રાટ અશોકના આશ્રયથી વારાણસીનો સારનાથ મઠ પ્રસિધ્ધ વિદ્યાધામ બન્યો છે.


‘અમીર ખુશરો’ વિષે ટુંકમાં સમજાવો?

Locked Answer

જવાબ : અમીર ખુશરો આ સમયના સૌથી મહાન સાહિત્યકાર ગણાય છે. તેઓ કવિ, ઈતિહાસકાર, રહસ્યવાદી સંત અને સંગીતકાર હતા. સુપ્રસિધ્ધ નિઝામુદ્દીન ઓલિયા તેમના ગુરુ હતા. અમીર ખુશરોએ આસિકા, નૂર, સિપિહર, અને હિરતુલ સદાયનનો સમાવેશ થાય છે. તેમણે અનેક કાવ્યગ્રંથોની રચનાઓ કરી છે. તેઓને ભારતીય હોવાનો ગર્વ હતો, તથા ભારતને તેઓ પૃથ્વી પરનું સ્વર્ગ માનતા હતાં. તેમણે ભારતની સુંદરતા, ઇમારતોના વખાણ, જ્ઞાન વિજ્ઞાનની મહાનતાને ખૂબ જ વખાણી છે. તેઓ માનતા હતાં કે હિંદુ ધર્મનું સારતત્વ ઇસ્લામ સાથે મળતું આવે છે. તે દિલ્લીની આજુબાજુ બોલવામાં આવતી ભાષાને હિંદવી કહેતા હતા. તથા તેને પોતાની માતૃભાષા ગણાવતા હતા.                         આ ભાષામાં તેમણે અનેક કવિતાઓ લખી છે. તેમણે હિન્દી અને ફારસીને ભેગી કરી અનેક ચોપાઈઓ અને દુહાઓની રચના કરી છે. તેમણે શરૂ કરેલી આ સ્વસ્થ પરંપરા તેમના પછી સદીઓ સુધી ચાલુ રહી હતી. પ્રશ્ન 36  


“મધ્યયુગમાં સંસ્કૃત સાહિત્યની ભાષા બની” તે સમજાવો.

Locked Answer

જવાબ : ઉત્તર ભારતમાં મધ્યયુગમાં કાશ્મીરમાં બે મહાન ગ્રંથો લખ્યા હતા. જેમાં સોમદેવનો ‘કથાસરિતાસાગર’ અને કલ્હણનો ‘રાજતરંગિણી’ નો સમાવેશ થાય છે. આ પૈકી રાજતરંગિણી ગ્રંથએ ઇતિહાસને આલેખતો તે સમયનો પ્રથમ ઐતિહાસિક ગ્રંથ મનાય છે.                         આ સમયની બીજી રચના તે જયદેવનું મહાકાવ્ય ગીતગોવિંદ છે. જેની ગણના સંસ્કૃતના સુંદરમાં સુંદર કાવ્યગ્રંથોમાં થાય છે. આ સમયમાં દક્ષિણ ભારતમાં સંસ્કૃતની રચનાઓ મોટા પ્રમાણમાં થઈ હતી. જેમાં શંકરાચાર્યનું ‘ભાષ્ય’ મુખ્ય છે. આ સમયમાં પ્રાચીન ગ્રંથો પરના ભાષાંતરો સંસ્કૃત ભાષામાં કરવામાં આવતા હતા.


દ્રવિડ ભાષા સાહિત્ય અંગે ટુંકમાં જણાવો?

Locked Answer

જવાબ : તમિલ, તેલુગુ, કન્નડ, અને મલયાલમ નામની ચાર દ્રવિડ ભાષાઓના સાહિત્યનો આ સમયમાં વિકાસ થયો હતો. જેમાં સૌથી જુની ભાષા તમિલ છે. તમિલનું સાહિત્ય ઇ.સ. ના આરંભ જેટલું જૂનું છે. ભારતની પ્રચલિત પરંપરા મુજબ આ સમયમાં ત્રણ સંગમોનું આયોજન થયું હતું. જેમાં અનેક કવિઓ અને સંતોએ પોતાની રચનાઓ તૈયાર કરી હતી.                         સંગમ સાહિત્યના અનેક વિષયો છે. જેવા કે રાજનીતિ, યુધ્ધ, પ્રેમ પ્રસંગો વગેરે વગેરે. આ સાહિત્યનો પ્રસિધ્ધ ગ્રંથ ‘એતુથોકઇ’ (આઠ કાવ્યોનું સંકલન) , ટોલકાપ્પિયમ્ (વ્યાકરણ ગ્રંથ) અને ‘પુથ્થુપાતું’ (દસ ગીતો) વગેરે. આ પૈકીનાં એક કવિ ‘તિરૂવ્લ્લુવરે’ વિખ્યાત ગ્રંથ ‘કુરલ’ ની રચના કરી છે. આ કાવ્યગ્રંથમાં અનેક પાસાઓનું વિવેચન કરવામાં આવ્યું છે. ‘શીલપ્યતિકારમ્’ અને મલિમેખલાઈ પ્રારંભિક તમિલ સાહિત્યના વિખ્યાત ગ્રંથો છે.


ગુજરાતી સાહિત્ય અંગે ટુંકમાં જણાવો. અથવા આ સમયના ---------

Locked Answer

જવાબ : પ્રાચીન યુગથી જૂની ગુજરાતી ભાષમાં પદ્ય સાહિત્ય રચાતું રહ્યું છે. સમય જતાં ગુજરાતી ભાષામાં નવા સંશોધનો અને ખેડાણ થતાં અનેક કૃતિઓની રચના થઈ.                         ગુજરાતીમાં નરસિંહ મહેતા, મીરાબાઈ, દયારામ, આખો, પ્રેમાનંદ, પ્રીતમ, ગંગાસતી, જેવા સાહિત્યકારોએ પાડો, ગીતો, ગરબી, છપ્પા, આખ્યાન કાવ્યો વગેરેની રચના કરીને ગુજરાતી સાહિત્યના વારસાને સ્મૃધ્ધ બનાવ્યો છે.               ત્યારબાદ કવિ નર્મદ, નવલરામ કિશોરલાલ મશરૂવાલા, પન્નાલાલ પટેલ, ઉમશંકર જોષી, મહિપતરામ રૂપરામ નીલકંઠ, ગોવર્ધનરામ ત્રિપાઠી જેવા સાક્ષરોએ ગુજરાતી સાહિત્યના વારસાને ખૂબ જ સ્મૃધ્ધ બનાવ્યો છે.


ઉપનિષદ સાહિત્ય અંગે ટુંકમાં સમજાવો?

Locked Answer

જવાબ : ભારતના પ્રાચીન સમયમાં સાહિત્યમાં બ્રહમાંડનો આરંભ, જીવન, મૃત્યુ, ભૌતિક અને આદ્યત્મિક જગત વગેરેનું વર્ણન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તે સમયમાં જ્ઞાન, પ્રકૃતિ, અને બીજા ઘણા પ્રકારના દાર્શનિક પ્રશ્નોનું વિવેચન ઉપનિષદ સાહિત્યમાં કરવામાં આવ્યું છે.                         બૃહદારણ્ય અને છાંદોગ્ય શરૂઆતનાં ઉપનિષદો માનવામાં આવે છે. ઉપનિષદો સંવાદના સ્વરૂપમાં રચયેલાં છે. મુક્તકો ઉપનિષદમાં તેની સંખ્યા 108 દર્શાવવામાં આવી છે.


સાહિત્યનું સર્જન કેવી રીતે થયું?

Locked Answer

જવાબ : માનવીએ પોતાના વિચારો, ભાવો, લાગણીઓ, ઊર્મિયો વગેરે અન્ય માનવી કે પ્રાણીઓ સુધી પહોંચાડવા માટે કેટલાક હાવભાવ, સંકેતો કે ચિત્રોનો આશરો લીધો. કેટલાક ધ્વનિઓ કર્યા તેમાથી બોલી અને લિપિનો ઉદ્દભવ થયો. આ લિપિએ ભાષાના ઘડતરમાં મોટો ફાળો આપ્યો છે.


કયો ચીની પ્રવાસી વલભી વિદ્યાપીઠથી પ્રભાવિત થયો હતો?

Locked Answer

જવાબ : ચીની પ્રવાસી ઇત્સિંગ વલભી વિદ્યાપીઠથી પ્રભાવિત બન્યો હતો.


વલભી વિદ્યાપીઠના અગ્રણી આચાર્યો કોણ હતા?

Locked Answer

જવાબ : બૌધ્ધ વિદ્વાનો સ્થિરમતિ અને ગુણમતિ આ વિદ્યાપીઠના આચાર્યો હતા.


વલભી વિદ્યાપીઠ અંગે બે લીટીમાં જણાવો?

Locked Answer

જવાબ : ઇ.સ. ના સાતમાં સૈકામાં વલભી ગુજરાતનું પ્રસિધ્ધ શિક્ષણ કેન્દ્ર હતું. તે બૌધ્ધ ધર્મના હીનયાન પંથનું કેન્દ્ર હતું. આ વિદ્યાપીઠને વિશાળ અને મહાન બનાવવામાં મૈત્રક વંશના શાસકો અને નાગરિકોનો મોટો ફાળો હતો.


કયા મહાન વિદ્વાનો અને ધર્માચાર્યો વારાણસીને ખૂબ જ મહત્વ આપતા હતા?

Locked Answer

જવાબ : ભગવાન બુધ્ધ, આદિશંકરચાર્ય, અને ચૈતન્ય મહાપ્રભુ, પુષ્ટિમાર્ગના પ્રવર્તક વલ્લભાચાર્યજી વગેરે માટે વારાણસીનું મહત્વ ઘણું હતું.


યાત્રાધામ વારાણસી (કાશી) ના મહત્વ અંગે બે લીટીમાં જણાવો?

Locked Answer

જવાબ : વારાણસી ઇ.સ. પૂર્વે સાતમાં સૈકામાં ભારતનું પ્રસિધ્ધ વિદ્યા કેન્દ્ર હતું. ઉપનિષદ કાળમાં તે આર્ય સંસ્કૃતિ અને હિંદુ ધર્મના કેન્દ્ર તરીકે વિકસ્યું હતું?


5મી સદીમાં કયા ચીની પ્રવાસીએ તક્ષશિલની મુલાકાત લીધી હતી?

Locked Answer

જવાબ : ચીની મુસાફર ફાદિયાને પાંચમી સદીની શરૂઆતમાં તક્ષશિલની મુલાકાત લીધી હતી.


તક્ષશિલામાં કયા કયા મહાન અને વિદ્વાન લોકોએ જ્ઞાન લીધું છે?

Hide | Show

જવાબ : તક્ષશિલામાં કૌટિલ્ય, ચંદ્રગુપ્ત મૌર્ય, કૌશલ રાજા પ્રસેનજિત, અને વ્યાકરણશાસ્ત્રી પાણિનિએ શિક્ષણ લીધું હતું.


તક્ષશિલા વિદ્યાપીઠમાં કયા વિષયો ભણાવવામાં આવતા હતા?

Hide | Show

જવાબ : તક્ષશિલામાં વેદ, શસ્ત્રક્રિયા, ગજવિદ્યા, ધનુર્વિદ્યા, વ્યાકરણ, તત્વજ્ઞાન, યુધ્ધવિદ્યા, ખગોળ, જ્યોતિષ, વગેરે વિષયોનું જ્ઞાન આપવામાં આવતું હતું.


કયા વિદ્યાશાખાનો વિદ્યાર્થી મધ્યયુગમાં ભારતનો આદર્શ વિદ્યાર્થી ગણાતો હતો?

Hide | Show

જવાબ : બિહારના પટણા જિલ્લાના બદગાંવ પાસે આવેલી નાલંદા વિદ્યાપીઠમાંથી અભ્યાસ કરીને બહાર આવેલો વિદ્યાર્થી ભારતનો આદર્શ વિદ્યાર્થી કહેવાતો હતો.


સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણશાસ્ત્રી કોણ હતા ?

Locked Answer

જવાબ : મહર્ષિ પાણિનિ સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણશાસ્ત્રી હતા.


કઈ ભાષા મુખ્યત્વે ધર્મ, તત્વજ્ઞાન, જ્ઞાન અને વિજ્ઞાનની ભાષા હતી ?

Locked Answer

જવાબ : સંસ્કૃત ભાષા મુખ્યત્વે ધર્મ, તત્વજ્ઞાન, જ્ઞાન અને વિજ્ઞાનની ભાષા હતી.


ભારતની પ્રચલિત પરંપરા અનુસાર કેટલા સંગમોનું આયોજન કરવામાં આવ્યું ?

Locked Answer

જવાબ : ભારતની પ્રચલિત પરંપરા અનુસાર ત્રણ સંગમોનું આયોજન કરવામાં આવ્યું.


દંડીની પ્રસિદ્ધ કૃતિ કઇ છે ?

Locked Answer

જવાબ : દંડીની પ્રસિદ્ધ કૃતિ ‘દશકુમારચરિત’ છે.


'ઉત્તરરામચરિત'ની રચના કોણે કરી છે ?

Locked Answer

જવાબ : 'ઉત્તરરામચરિત'ની રચના ભવભૂતિ કરેલી છે.


સમ્રાટ હર્ષવર્ધનનું જીવનચરિત્ર “હર્ષચરિત” કોણે લખ્યું છે ?

Locked Answer

જવાબ : સમ્રાટ હર્ષવર્ધનનું જીવનચરિત્ર “હર્ષચરિત” બાણભટ્ટે લખ્યું છે.


કયા યુગને કાવ્ય અને નાટકના વિકાસનો સુવર્ણયુગ કહેવાય છે ?

Locked Answer

જવાબ : ગુપ્તયુગને કાવ્ય અને નાટકના વિકાસનો સુવર્ણયુગ કહેવાય છે


બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથ કયા નામે ઓળખાય છે ? 

Locked Answer

જવાબ : બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથ ત્રિપિટકના નામે ઓળખાય છે.


પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય કઇ ભાષામાં લખાયું છે ?

Locked Answer

જવાબ : પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય પાલિ ભાષામાં લખાયું છે.


પ્રાચીન યુગમાં રચાયેલી વહીવટી વિજ્ઞાનની કૃતિ કઇ છે ?

Locked Answer

જવાબ : કૌટિલ્યનું અર્થશાસ્ત્ર વહીવટી વિજ્ઞાનની કૃતિ છે.


ભાષા અને સાહિત્ય અંગે ટૂંકનોંધ લખો. અથવા નો અર્થ સમજાવો?

Hide | Show

જવાબ : ભારતના ઈતિહાસમાં વિવિધ ભાષાઓનો ઉદ્દભવ થયેલ છે. આ ભાષાઓ એ એકબીજા પર અસર કરી પોતાના પ્રભાવ પડ્યો પરિણામે ભાષાઓના સમૃધ્ધ સાહિત્યમાં પરીવર્તન આવ્યું. 

પરિણામે નવી નવી ભાષાઓ અને નવા નવા સાહિત્યોનું સર્જન થયું. જેનું ઉત્તમ ઉદાહરણ સંસ્કૃત ભાષા છે. વર્તમાન સમયમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ ઓછો થાય છે જ્યારે ધાર્મિક કાર્યો અને પૂજા વિધિમાં આજે પણ આ ભાષાનો ઉપયોગ થાય છે.  

માનવીને અભિવ્યક્તિ કરવાની અને ઝિલવાની તક ભાષા જ પુરી પાડે છે. પ્રાચીન ભારતની લિપિ હડપ્પા સમયની છે. આ લિપિ આજે પણ ઉકેલી શકાઈ નથી. તે સમયના લોકો કઈ ભાષા સમજતા હશે તેની માહિતી આજે પણ પ્રાપ્ત નથી. 

મહર્ષિ પાણિનિ સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણશાસ્ત્રી હતા. તેમણે અષ્ટધ્યાયી ગ્રંથની રચના ઇ.સ. પૂર્વેની ચોથી સદીમાં કરી હતી. સંસ્કૃત ભાષાનો અર્થ આર્યભાષા, ઋષિઓની ભાષા, કે વિદ્વાનોની ભાષા કહે છે. આજના સમયે પણ વિશ્વ કક્ષાએ સર્વસ્વીકૃત ખાસ કરીને કમ્પ્યૂટર ક્ષેત્રે આ ભાષાને ગણવામાં આવે છે. સંસ્કૃત ભાષા મુખ્યત્વે ધર્મ, તત્વજ્ઞાન, જ્ઞાન અને વિજ્ઞાનની ભાષા હતી. 


પ્રાચીન ભારતીય વેદો અંગે ટૂંકનોંધ લખો. (સ્વાધ્યાય 1.1)

Hide | Show

જવાબ :
વેદનો અર્થ જ્ઞાન થાય છે. વેદો ચાર છે. ઋગ્વેદ, સામવેદ, યર્જુવેદ અને અથર્વવેદ. ભારતીય સાહિત્યનુ પ્રાચિનતમ્ પુસ્તક ઋગ્વેદ છે. જેમાં કુલ 1028 ઋચાઓમાં મોટેભાગે દેવોની લગતી સ્તુતિઓ છે. આ સ્તુતીઓનો ઉપયોગ યજ્ઞો વખતે થાય છે. આમાંની કેટલીક સ્તુતિઓ મનમોહક છે. આ વેદ સપ્તસિંધુ પ્રદેશના આર્યોની રાજકીય, સામાજિક, ધાર્મિક, તેમજ આર્થિક બાબતોનું વર્ણન કરે છે. 

ઋગ્વેદ પછી બીજા ત્રણ ગ્રંથોની રચના કરવામાં આવી છે. જેમાં સામવેદ ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવા માટે રચવામાં આવ્યો છે. આ શ્લોકો રાગ અને લય સાથે ગવાય છે. માટે સંવેદને વેદોની ગંગોત્રી કહે છે. 

યર્જુવેદ યજ્ઞોનો વેદ કહેવાય છે. આ વેદ ગદ્ય અને પદ્ય સ્વરૂપે રચવામાં આવ્યો છે. યજ્ઞ વખતે બોલતાં મંત્રો, ક્રિયાઓ અને વિધિઓનું વર્ણન આ વેદમાં કરવામાં આવ્યું છે. અથર્વવેદમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે. પ્રાચીન ભારતમાં આપણા આ વેદો સામાજિક, અને આદ્યાત્મિક ક્રિયાઓ માટે અમૂલ્ય માનવમાં આવે છે. 


ભારતના બે મહાકાવ્યો રામાયણ અને મહાભારત વિષે ટુંકનોંધ લખો?

Hide | Show

જવાબ : રામાયણ અને મહાભારત ભારતના બે પ્રાચીન મહાકાવ્યો છે. બંનેની ગણના પ્રાચીન ગ્રંથોમાં કરવામાં આવે છે. આ મહાકાવ્યોનું પ્રમાણનું વર્તમાન સ્વરૂપ તો ઇ.સ. ની બીજી સદીમાં મળેલ છે. 

રામાયણમાં અયોધ્યાના રાજવી રામચંદ્રની કથા વર્ણવેલી છે. આ મહાકાવ્ય મહાભારત કરતાં ઘણું નાનું છે. આમાં અનેક દિલચસ્પ અને સાહસોની ઘટનાનું રોમાંચક વર્ણન કરેલું છે. મહાભારતમાં લગભગ એક લાખ શ્લોકો છે. તે વિશ્વનો સૌથી મોટો કાવ્યગ્રંથ છે. પાંડવો અને કૌરવો વચ્ચે થયેલા યુધ્ધનો વિષય આ મહાકાવ્યમાં મુખ્ય માનવમાં આવે છે. આમાં અનેક નાની-મોટી ઘટનાઓની વાર્તાઓ જોડી કાઢવામાં આવેલ છે. 

રામાયણ અને મહાભારત બંને મહાકાવ્યોને સદીઓ સુધી કરોડો લોકોના વિચારો અને સાહિત્ય સર્જન પર ગહન પ્રભાવ પાડ્યો છે. આ બંને મહાકાવ્યોએ ભારતમાં સંસ્કાર સિંચનનું મહત્વનું પ્રેરક કાર્ય કર્યું છે.


ભારતનાં પ્રાચીન સાહિત્ય અંગે વિસ્તારથી જણાવો?

Hide | Show

જવાબ : પ્રાચીન ભારતમાં સંસ્કૃત ભાષામાં પુષ્કળ સાહિત્યની રચનાઓ થઈ. જેમાં ધાર્મિક અને લૌકિક બંને પ્રકારની રચનાઓ છે. પુરાણોમાં આરંભિક વૈદિક ધર્મ સમજાવ્યો છે. આ સમયમાં શાસ્ત્રો અને સ્મૃતિ ગ્રંથો પણ લખાયા છે. આ શાસ્ત્રો વિજ્ઞાન અને તત્વજ્ઞાનનાં ગ્રંથો છે. 

કૌટિલ્યનું અર્થશાસ્ત્ર વહીવટી વિજ્ઞાનની ક્રુતિ છે. આ સમયે વિવિધ કક્ષાના ગણિત અને વિજ્ઞાન સંબંધી અન્ય ગ્રંથો પણ રચાયા હતા. સ્મૃતિગ્રંથોમાં ધર્મ દ્વારા કર્તવ્યો, રિવાજો અને નિયમો આપવામાં આવ્યા છે. 

પ્રારંભિક બૌધ્ધ સાહિત્ય પાલિ ભાષામાં લખાયું છે. આ સાહિત્ય ત્રણ ભાગમાં વહેંચાયું છે. જેને ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે છે. જેમાં સુત્ત પિટક, વિનય પિટક અને અભિધમ્મ પિટકનો સમાવેશ થાય છે. બૌધ્ધ સાહિત્યમાં પણ અન્ય ઘણા ગ્રંથો લખાયા છે. ગુપ્તયુગ સંસ્કૃતને કાવ્ય અને નાટકના વિકાસનો સુવર્ણયુગ કહેવાય છે. 

રામાયણ અને મહાભારત બંને મહાકાવ્યોએ તો સદીઓ સુધી પ્રાચીન સાહિત્ય યુગ પર રાજ કર્યું છે. ગુપ્તયુગના મહાન લેખકોમાં કાલિદાસ, ભાવભૂતિ, ભારવિ, ભર્તુહરિ, બાણભટ્ટ, માઘ વગેરે ભારતભરમાં વિખ્યાત છે. 

જેમાં કાલિદાસ વિશ્વ વિખ્યાત કવિ છે. તેમણે ઉત્તમ કાવ્યકલા અને ઉત્કૃષ્ઠ નાટ્યશૈલી કુમારસંભવ, રઘુવંશ, મેઘદૂત, ઋતુસંહાર, અભિજ્ઞાન શંકુતલમમ્ વગેરેની રચના કરી છે. 

બાણભટ્ટ રચિત સમ્રાટ હર્ષવર્ધનનું જીવન ચરિત્ર ‘હર્ષરચિત’ ની રચના કરી છે. બાણે કાદંબરીની રચના કરી છે. અન્ય પ્રસિધ્ધ ગ્રંથોમાં ભવભૂતિનું ઉત્તરામચરિત્, વિશાખાદત્તનું મુદ્રારાક્ષશ, શુદ્દ્ક્નું મૃચ્છકટિક્મ્ અને દંડીનું ‘દશકુમારરચિત’ નો સમાવેશ થાય છે. આ ગ્રંથોના મુખ્ય વિષયો રાજકીય ઘટનાઓ, પ્રણય પ્રસંગો, રૂપકો, હાસ્ય પ્રસંગો તત્વજ્ઞાન છે.


“મધ્યકાલીન સાહિત્ય વિશે વિસ્તારથી સમજાવો. (સ્વાધ્યાય 1.3)
                અથવા
 “મધ્યકાલીન યુગનું વિવિધતા પૂર્ણ સાહિત્ય” ટુંકનોંધ લખો.

Hide | Show

જવાબ : ઉત્તર ભારતમાં મધ્યયુગની શરૂઆતમાં સંસ્કૃત ભાષા સાહિત્યની ભાષા તરીકે ઓળખવા લાગી હતી. આ સમયમાં કાશ્મીરમાં બે મહાનગ્રંથ લખાયા. સોમદેવનો કથાસરિતસાગર અને કલ્હનનો રાજતરંગિણી.

આ ગ્રંથોમાં આમાં રાજતરંગિણી કાશ્મીરના ઈતિહાસને બતાવતો ગ્રંથ છે. તે ભારતનો સર્વ પ્રથમ ઐતિહાસિક ગ્રંથ કહેવાય છે. આ સમયની બીજી રચના તે કવિ જયદેવની ગીત ગોવિંદ કાવ્ય ગ્રંથની છે. આ સમયમાં ભારતીય ભાષાઓનો વિકાસ શરૂ થયો. કવિ ચંદ બદરાઈએ ‘પૃથ્વીરાજ રાસો’ ની રચના કરી જે હિન્દી સાહિત્યનો પ્રથમ ગ્રંથ છે. 

આ ગ્રંથમાં પૃથ્વીરાજ ચૌહાણના વીરતાપૂર્ણ કરેલાં કાર્યોનું વર્ણન છે. જેની સાથે જ વિરગાથા યુગનો આરંભ થયો. સંસ્કૃત સાહિત્યમાં શંકરાચાર્યના ‘ભાષ્ય’ ની રચના આ સમયમાં થઈ હતી. આ સમયમાં દ્રવિડ કુળની ભાષાઓનો વિકાસ થયો. 

થોડા સેમી સુધી કન્નડ ભાષા પર જૈન ધર્મની ગાઢ અસર થતાં કવિ પંપાએ આદિપુરાણની રચના કરી. સોળમાં જૈન તીર્થકરનું જીવનને આલેખતું શાંતિપુરાણ કવિ પોન્નાએ તૈયાર કર્યું. આ ઉપરાંત કવિ રત્નાએ અજીતનાથ પુરાણ નામની ક્રુતિની રચના કરી. કવિ પંપા, પોન્ના અને રત્નાને કન્નડ સાહિત્યની ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે છે. 

કવિ કમ્બ્લે તામિલ ભાષામાં રામાયણની રચના કરી હતી. દિલ્લીના સલ્તનત કાળમાં ભારતીય કૃતિઓ અને ભાષાનો વિકાસ ઝડપી બન્યો છે. હિન્દી ભાષાના બે સ્વરૂપો વ્રજ અને ખડીબોલીનો સાહિત્યિક રચનાઓમાં વિનિયોગ થવા લાગ્યો. આ બંને ભાષાઓમાં અનેક ભક્તિગીતો રચાયા. હિન્દી અને ગુજરાતી ભાષાને મળતી રાજસ્થાની ભાષામાં પણ વીરગાથાઓ લખાઈ. અન્ય ભારતીય ભાષાઓમાં પણ સાહિત્ય રચવા લાગ્યુ. 

મુલ્લા દાઉદનો ગ્રંથ ‘ચંદ્રાયન’ એ અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ છે. જોકે પ્રાચીન ગ્રંથોના ભાષ્યો હજી પણ સંસ્કૃતમાં રચતાં હતા. સાહિત્યની અસરરૂપે ફરસી શબ્દો ભારતીય ભાષામાં પ્રવેશી ચૂક્યા છે. આ સમયના ઈતિહાસકાર જીયાઉદ્દીન બરનીએ ‘તારીખે ફિરોજશાહી’ ની રચના કરી. તેમણે ‘ફતવાએ જહાંદારી’ નામનો ગ્રંથ લખ્યો. અમિર ખુશરો આ સમયનો મહાન સાહિત્યકાર ગણાય છે. તેઓ હઝરત નિઝામુદ્દીન ઓલિયાના શિષ્ય હતા. તેમણે તેમણે આસિકા, નૂર, સિપિહર અને હિરાતુલ – સદાયન નામની કૃતિઓની રચના કરી. અનેક કાવ્યગ્રંથોની રચના કરી. તેમણે હિન્દી અને ફારસી ભાષાઓને ભેગી કરી અનેક દ્વીભાષી ચોપાઈઓ અને દુહાઓ રચ્યા હતા. 

પ્રાદેશિક ભાષાઓ અને સાહિત્યને પ્રાદેશિક શાસકોએ વેગ આપ્યો. કબીર જેવા સંત કવિઓએ મુખ્યત્વે સધુકડી લોકબોલીમાં રચનાઓ રચી. મલ્લિક મુહમ્મદ જાયસી અવધિ ભાષામાં પદમાવત્ નામનું મહાકાવ્ય લખ્યું. 

તુલસીદાસનો પ્રસિધ્ધ ગ્રંથ ‘રામચરિત્ માનસ’ આ સમયે અવધી ભાષામાં લખાયો. હિન્દી ઉપરાંત બીજી ભાષાઓમાં પણ સાહિત્યની રચના થઈ હતી. કવિ કૃતિવાસે બંગળીમાં રામાયણ તથા કવિ ચંડીદાસે સેંકડો ગીતોની રચના કરી. 

બંગાળીના સંત ચૈતન્યથી ભક્તિગીતોની રચના શરૂ થઈ. નરસિંહ મહેતાએ ગુજરાતીમાં અને નામદેવ વીજી[ એકનાથે મરાઠીમાં ભક્તિગીતોની રચના કરી. ‘જૈનુલઅબિદિન’ અશ્રયે કાશ્મીરમાં મહાભારત અને રાજતરંગિણી જેવા સંસ્કૃત ગ્રંથોનો ફારસીમાં અનુવાદ થયો. 

વિજયનગરના મહાન સમ્રાટ ક્રુષ્ણદેવરાય તેલુગુ અને સંસ્કૃતના લેખક હતા. તેમણે ‘આમુક્તમાલ્યદા’ નામના ગ્રંથની રચના કરી. પ્રથમ મુઘલ બાબરે તુર્કી ભાષામાં ‘તુઝુકે બાબરી’ નામે આત્મકથા લખી. જેનું ફારસીમાં બાબરનામા નામથી ભાષાંતર થયું. હુંમાયુની બહેન ગુલબહને ‘હુમાયુનામા’ લખ્યું. જહાંગીરે ‘તુઝુકે જહાંગીરી’ નામની પોતાની આત્મકથા લખી. 

ઓરંગઝેબ પણ લેખક હતો. તુલસીદાસ અને સુરદાસ આ યુગમાં હિન્દી ભાષાના સાહિત્યકારો થઈ ગયા. કવિ કેશવદાસે પ્રેમ અને વિરહના વિષય પર સાહિત્ય રચ્યું. રહિમના દોહરા આજે પણ પ્રસિધ્ધ છે. અબુ ફઝલે આયને અકબરી અને અકબરનામા લખ્યું. અબુ ફઝલનો ભાઈ ફૈજી કવિ હતો. તેને કેટલાક સંસ્કૃત ગ્રંથોના ફારસીમાં અનુવાદ કર્યા. 

અકબરે મહાભારત, રામાયણ, અથર્વવેદ, ભગવતગીતા, પંચતંત્ર જેવા ગ્રંથોના અનુવાદ માટે અલગ ખાતાની સ્થાપના કરી હતી. આ યુગમાં ઉર્દુ ભાષાનો જન્મ થયો. તથા અન્ય સ્મૃધ્ધ ભાષાઓની હરોળમાં પણ આવી ગઈ. આ ભાષામાં વલી, મીરદર્દ, મીરતકી મીર, નઝીર, અકબરબાદી, અસદુલ્લાખાન, ગાલીબ જેવા મહાન કવિઓ થઈ ગયા. સંસ્કૃતના મોટાભાગના ગ્રંથોનું ઉર્દુમાં ભાષાંતર થયું. ઉર્દુમાં મૌલિક ગદ્યગ્રંથો પણ રચાયા. જેમાં મહંમદ હુસેન આઝાદનો ‘દરબારે અકબરી’ મહત્વનો ગ્રંથ છે. 


“મધ્યકાલીન સાહિત્ય યુગમાં પ્રાંતિય ભાષાઓનો વિકાસ” તે કથન સમજાવો.

Locked Answer

જવાબ : મધ્યયુગમાં આધુનિક ભારતીય ભાષાઓનો વિકાસ શરૂ થયો હતો. કવિ ચંદબરદાઈ એ ‘પૃથ્વીરાજ રાસો’ નામનો હિન્દી સાહિત્યનો પ્રથમ ગ્રંથ રચ્યો હતો. આ સમયમાં દ્રવિડ ભાષાઓમાં કન્નડમાં કવિ પંપાએ ‘આદિપુરાણ’ ની રચના કરી. સોળમાં જૈન તીર્થંકર જીવનવૃતાંત ‘શાંતિપુરાણ’ કવિ પોન્નાએ રચ્યુ હતું. આ ઉપરાંત કવિ રત્નાએ ‘અજીતનાથપુરાણ’ નામની કૃતિની રચના કરી. કવિ કમ્બલે આ સમયમાં તામિલ ભાષામાં રામાયણની રચના કરી. રાજસ્થાની ભાષામાં પણ વીરગાથાઓ, આલ્હાઉદલ, બિસલદેવ, અને રાસો આ સમયની વિખ્યાત વીરગાથાઓની રચના થઈ. 

દિલ્હીના સુલતાનોની ભાષા ફારસી હતી. તેનો ઉપયોગ પણ હિન્દી સાહિત્યમાં જણાવા લાગ્યો. ફારસી ભાષામાં ઈતિહાસકાર ઝિયાઉદ્દીન બરનીએ ‘તારીખે ફિરોજશાહી’ ની રચના કરી. ઉપરાંત તેમણે ‘ફતવાએ જહાંદારી’ નામનો ગ્રંથ પણ રચ્યો હતો. અમીર ખુશરોએ આસિકા, નૂર, સિપિહર, અને હિરતુલ-સદાયન જેવી કૃતિઓ રચી હતી. 

ભોજપુરી અને અવધી હિન્દી ભાષાની મુખ્ય બોલીઓ હતી. આ સમયમાં કબીર જેવા સંત કવિ થઈ ગયા. તેમણે દોહરાઓ અને છપ્પાની રચના કરી હતી. માલિક મુહમ્મદ જાયસીએ અવધીમાં ‘પદમાવાત્’ નામનું મહાકાવ્ય લખ્યું. આ સમયમાં તુલસિદાસનું ‘રામચરિતમાનસ’ અવધી ભાષામાં લખ્યું હતું. કવિ કૃતિવાસે બંગાળીમાં રામાયણ રચ્યું હતું. જ્યારે કવિ ચંડીદાસે સેંકડો ગીતોની રચના કરી હતી. નરસિંહ મહેતાએ ગુજરાતીમાં અને નામદેવે તથા એકનાથે મરાઠીમાં ભક્તિગીતોની રચના કરી. જૈનુલઅભિદ્દીનના આશ્રયે કાશ્મીરમાં મહાભારત અને રાજતરંગિણી જેવા સંસ્કૃત ગ્રંથોનો ફારસીમાં અનુવાદ થયો હતો. 

વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવરાયે ‘આમુક્ત માલ્યદા’ ગ્રંથની રચના કરી, તેઓ તેલુગુ અને સંસ્કૃતના લેખક હતા. બાબરે તુર્કી ભાષામાં ‘તુઝુકે બાબરી’ નામે આત્મકથા લખી, જેનું ફારસીમાં ‘બાબરનામા’ નામથી ભાષાંતર થયું હતું. હુમાયુની બહેન ગુલબદને ‘હુમાયુનામા’ ની રચના કરી. જહાંગીરે ‘તુઝુકે જહાંગીરી’ નામની પોતાની આત્મકથા લખી હતી. બહાદુરશા ઝફર પણ ઉર્દુ કવિ હતા. 

તુલસીદાસ અને સુરદાસ આ યુગના હિન્દીના સાહિત્યકારો હતા. કવિ કેશવદાસે વિરહના વિષય પર સાહિત્યની રચના કરી. રહિમના દોહરાઓ તે વખતમાં લખ્યા હતા. ફારસી સાહિત્યમાં નોંધપાત્ર પુસ્તકો લખાયા હતા. તે પૈકી અબુફઝલનું ‘આઈને અકબરી’ તથા ‘અકબરનામા’ નોંધપાત્ર છે. અબુફઝલનો ભાઈ ફૈજી પણ કવિ હતો. તેને અનેક સંસ્કૃત ગ્રંથોનો ફારસીમાં અનુવાદ કર્યો. અકબરે મહાભારત, રામાયણ, અથર્વવેદ, ભગવદ્દ ગીતા અને પંચતંત્ર જેવા ગ્રંથોનો અનુવાદ કરવા અલગ ખાતાની રચના કરી હતી. 

આ સમય દરમિયાન ઉર્દુ ભાષાનો જન્મ થયો, અને તે સાહિત્યની સમૃધ્ધ ભાષાઓની હરોળમાં આવી ગઈ. ઉર્દુમાં વળી, મીરદર્દ, મીરતકી મીર, ‘નઝીર અકબરાબાદી’ અસદુલ્લાખાન, ગાલીબ જેવા કવિઓ થઈ ગયા છે. અઢારમી સદીમાં ઉર્દુ ગદ્યનો વિકાસ થયો. સંસ્કૃતના મોટાભાગના ગ્રંથોનું ઉર્દુમાં ભાષાંતર થવા લાગ્યું હતું. જેમાં મુહમ્મદ હુસેન આઝાદનો ‘દરબારે અકબરી’ મહત્વનો ગ્રંથ માનવામાં આવે છે. 


નાલંદા વિદ્યાપીઠ અંગે ટુંકનોંધ લખો. (સ્વાધ્યાય 2.2)

Locked Answer

જવાબ : બિહારના પટણા જિલ્લાના બડગાંવ પાસે નાલંદા વિદ્યાપીઠ આવેલી છે. ભારતીય સંકૃતિમાં બૌધ્ધ અને જૈન પરંપરામાં નાલંદાનું મહત્વ ખૂબ જ છે. મહાવીર સ્વામીએ આ પ્રાચીન વિદ્યાપીઠ ચૌદ ચર્તુમાસ કર્યા હોવાથી આ સ્થળે જૈનતીર્થ પણ બન્યું હતું. 

પાંચમી સદીમાં કુમારગુપ્તે અહીં એક વિહાર બંધાવ્યો હતો. નાલંદા વિદ્યાપીઠમાં હજારો હસ્તલિખિત ગ્રંથોના અમુલ્ય ભંડારો હતા. નાલંદા વિશ્વવિદ્યાલય હતું. ભારતીય સંસ્કૃતિનું આ એક તીર્થધામ હતું. દેશ પરદેશથી અહીં વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવતા હતા. મહાન મુસાફર યુઅનશ્વાંગ પણ અહીં આવેલો. આજે તો ફક્ત આના ખંડેરો જ જોવા મળે છે. છતાં તેમાં ફરતાં ફરતાં આજે પણ દેશની ભવ્ય સંસ્કૃતિની ઝાંખી થઈ શકે છે. 

નાલંદામાંથી ભણીને બહાર નીકળેલો વિદ્યાર્થી ભારતનો આદર્શ વિદ્યાર્થી ગણાતો હતો. ઇસુની પાંચમીથી અગિયારમી સદી દરમિયાન નાલંદા શિક્ષણના સર્વોત્તમ સ્થાને હતું. આ સમયે ભારતમાં વિશ્વના શ્રેષ્ટત્તમ ગ્રંથાલયો હતા. 

તક્ષશીલા અને નાલંદા વિદ્યાપીઠમાં આવેલાં ગ્રંથાલયોમાં અભ્યાસ અને સંશોધન કરવા દેશ વિદેશમાંથી અનેક વિદ્યાર્થીઓ આવતા હતા. તે પૈકી માત્ર યુઅનશ્વાંગ પોતાની સાથે 657 હસ્તલિખિત ગ્રંથો લઈ ગયો હતો. ચીનના આ વ્યક્તિએ 7 મી સદીમાં અહીંની મુલાકાત લીધી હતી. 

નાલંદા મહા વિદ્યાલયમાં સાત મોટા ખંડો હતા. વ્યાખ્યાન માટે ત્રણસો ખંડો હતા. વિદ્યાર્થીઓને રહેવા માટે ખાસ મઠો બંધવામાં આવ્યા હતા. વિદ્યાપીઠને પોતાના નિર્વાહ માટે અનેક ગામો દાનમાં મળ્યા હતા. ગામોની આવકમાંથી ભોજન અને વસ્ત્રો વિદ્યાર્થીને વિના મૂલ્યે આપવામાં આવતી હતી. ગ્રંથાલય વાળો વિસ્તાર ધર્મગંજ તરીકે ઓળખતો હતો. ઇ.સ. ની પાંચમીથી અગિયારમી સદી સુધી નાલંદાની ખ્યાતિ સુપ્રસિધ્ધ વિદ્યાકેન્દ્ર તરીકે રહી હતી


તક્ષશીલા વિદ્યાપીઠ વિશે ટુંકનોંધ લખો. (સ્વાધ્યાય 1.2)

Locked Answer

જવાબ : પાકિસ્તાનમાં આવેલાં રાવલપિંડીથી પશ્ચિમે તક્ષશીલા વિદ્યાપીઠ હતી. તે પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર હતું. અહીં 64 વિદ્યાઓનું શિક્ષણ આપતું હતું. અહીં મોટેભાગે ગુરૂના આશ્રમમાં રહીને વિદ્યાર્થીઓ અભ્યાસ કરતાં હતા. ભગવાન બુધ્ધના શિષ્ય જીવકે અહીં આયુર્વેદના પાઠો શિખ્યા હતા. અર્થશાસ્ત્રીના કર્તા કૌટિલ્યે પણ અહીં અભ્યાસ કર્યો હતો. 

દંતકથા અનુસાર રધુકુલમાં જન્મેલા રામના ભાઈ ભરતના પુત્ર તક્ષ ઉપરથી આ સ્થળનું નામ પડ્યું છે. 7મા સૈકામાં મહત્વના વિદ્યાકેન્દ્ર તરીકે તે જાણીતું હતું. વિદ્યાર્થીના રસ પ્રમાણે શિક્ષક ભણાવતા હતા. દરેક શિક્ષક પાસે 20 વિદ્યાર્થી ભણતા હતા. વારાણસી, રાજગૃહ, મિથિલા, ઉજ્જૈન જેવા દૂરના નગરોના વિદ્યાર્થીઓ અહીં શિક્ષણ માટે આવતા હતા. 

વારાણસી ના રાજકુમારો અહીં શિક્ષણ લેતા હતા. કૌશલના રાજા પ્રસેનજિત, વ્યાકરણશાસ્ત્રી પાણિની અને કૌટિલ્યે અહીં શિક્ષણ લીધાનું મનાય છે. તક્ષશીલા ઉચ્ચ શિક્ષણનું કેન્દ્ર હતું. સામાન્ય સ્થિતિના વિદ્યાર્થીઓએ ગુરૂના ઘરે રહીને અભ્યાસ કરતા હતા. અહીં વેદ, શસ્ત્રક્રિયા, ગજવિદ્યા, ધર્નુવિદ્યા, વ્યાકરણ, તત્વજ્ઞાન, યુધ્ધવિદ્યા, ખગોળ, જ્યોતિષ વગેરેનું શિક્ષણ આપવામાં આવતું હતું. ચંદ્રગુપ્તના ગુરૂ ચાણક્યે અને ખુદ ચંદ્રગુપ્ત મોર્યે અહીં શિક્ષણ લીધું હતું. 


વલભી વિદ્યાધામની વિસ્તૃત માહિતી આપો. (સ્વાધ્યાય 2.1)

Locked Answer

જવાબ : ઇ.સ. ના સાતમા શતકમાં ગુજરાતનું આ વિદ્યાધામ અતિ પ્રસિધ્ધ શિક્ષણ કેન્દ્ર હતું. વલભીને વિશાળ અને અતિ પ્રસિધ્ધ વિદ્યાધામ બનાવવામાં મૈત્રક વંશના તત્કાલિન શાસકો અને નાગરિકોનો મોટો ફાળો હતો. અહીં 7 મી સદીમાં બિખ્ખુ વિદ્યાર્થીઓ રહેતા હતા. વલભી તે વખતે બૌધ મતના હીનયાન પંથનું કેન્દ્ર હતું. સાતમા શતકની મધ્યમાં બૌધ્ધ વિદ્વાનો સ્થિરમતી અને ગુણમતી વલભીના અગ્રણી આચાર્યો હતા. 

દૂર દૂરના ગંગા યમુનાના મેદાન વિસ્તારમાંથી બ્રાહ્મણ વિદ્યાર્થીઓ અહીં ઉચ્ચ અભ્યાસ માટે અહીં આવતા હતા. ચીની પ્રવાસી ઇત્સિંગ નોધ્યું છે કે વલભી પૂર્વ ભારતની પ્રસિધ્ધ શિક્ષણ સંસ્થા નાલંદા સાથે સ્પર્ધા કરતી હતી. ઇ.સ. 480 થી ઇ.સ. 775 સુધી વલભી એક રાજધાની અને આંતરરાષ્ટ્રીય બંદર હતુ. વલભીના શાસક મૈત્રક રાજવીઓ વિદ્યા અને વિદ્યાપીઠોના આશ્રય દાતાઓ હતા. 

એક વાત નોંધપાત્ર છે કે મૈત્રક રાજવીઓ સનાતની હોવા છતાં વલભી જેવી બૌધ્ધ સંસ્થાને મદદ કરતા હતા. ઇ.સ. 775 માં આરબોએ આક્રમણ કર્યું અને મૈત્રકો પરાજિત થયા અને વિદ્યાપીઠ બંધ પડી. અહીં પ્રસિધ્ધ વિદ્વાનોના નામ દરવાજા પર લખવામાં આવતા હતા. વિદ્વાનો પોતાની પાંડિત્ય દાખવીને રાજયમાં ઉંચા અધિકારો અને પદો પ્રાપ્ત કરતા હતા. 

જ્ઞાનની આરાધના અને તેની વિશિષ્ટ પ્રકારની શિક્ષણ પ્રણાલીને કારણે તે વિશ્વમાં પ્રસિધ્ધ થઈ હતી. અહીં દેશ પરદેશના વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવતા હતા. વલભી આંતરરાષ્ટ્રીય વિદ્યાપીઠ હતી. અહીં પ્રત્યેક વિદ્યાશાખાઓનું શિક્ષણ અપાતું હતું. વિદ્યાપીઠનો નિભાવ રાજાઓ અને શ્રેષ્ઠીઓના આપેલા દાનમાંથી થતો હતો. જેના પરથી સાબિત થાય છે કે તે સમાજની વિદ્યા પ્રત્યેની પ્રીતિ અને નિષ્ઠા ભરપૂર હશે. 


તક્ષશિલા વિદ્યાપીઠ વિશે નોંધ લખો.

Locked Answer

જવાબ : વર્તમાન સમયમાં પાકિસ્તાનમાં આવેલ રાવલપિંડીથી પશ્ચિમે પ્રાચીન તક્ષશિલા વિદ્યાપીઠ હતી. તે પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર હતું. આ વિદ્યાપીઠમાં 64 વિદ્યાઓનું શિક્ષણ અપાતું હતું. અહીં મોટાભાગના વિદ્યાથીઓ ગુરુના આશ્રમમાં રહી અભ્યાસ કરતા હતા. ભગવાન બુદ્ધના શિષ્ય જીવકે અહીં આયુર્વેદના પાઠો શીખ્યા. દંતકથાનુસાર રઘુકુલમાં જન્મેલા રામના ભાઈ ભરતના પુત્ર તક્ષ ઉપરથી આ સ્થળનું નામ પડ્યું હોવાનું મનાય છે.

7મા સૈકામાં એ મહત્વના વિદ્યા કેન્દ્ર તરીકે જાણીતું હતું. વિદ્યાર્થીને જે વિષયમાં રસ હોય તેનું શિક્ષણ આપવામાં આવતું. શિક્ષક પોતાની ઇચ્છા પ્રમાણે ગમે તેટલા વિદ્યાર્થીઓને ભણાવતા. છતાં સામાન્ય રીતે એક શિક્ષકની પાસે લગભગ વીસ વિદ્યાર્થીઓ ભણતા. વારાણસી, રાજગૃહ, મિથિલા અને ઉજ્જૈન જેવાં દૂરનાં નગરોમાંથી વિદ્યાથીઓ અહીં શિક્ષણ માટે આવતા. વારાણસીના રાજકુમારો અહીં જ શિક્ષણ લેતા હતા.

કૌશલના રાજા પ્રસેનજિત, વ્યાકરણ શાસ્ત્રી પાણિનિ અને રાજનીતિજ્ઞ કૌટિલ્યે પણ અહીં શિક્ષણ લીધું હોવાનું મનાય છે. તક્ષશિલા ઉચ્ચ શિક્ષણનું કેન્દ્ર હતું. સામાન્ય સ્થિતિના વિદ્યાથીઓ ગુરુના ઘરે રહીને ભણતા. અહીં વેદ, શસ્ત્રક્રિયા, ગજવિદ્યા, ધનુર્વિદ્યા, વ્યાકરણ, તત્વજ્ઞાન, યુદ્ધવિધા, ખગોળ, જ્યોતિષ વગેરેનું શિક્ષણ આપવામાં આવતું હતું. ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ ચાણક્યે અને ખુદ ચંદ્રગુપ્ત મૌર્યે અહીં શિક્ષણ લીધું હતું. પાંચમી સદીની શરૂઆતમાં ચીનના ફાહિયાને આ સ્થળની મુલાકાત લીધી હતી.


There are No Content Availble For this Chapter

યોગ્ય જોડકા બનાવો:    

1.    પૂજા વિધિની ભાષા    A    મહર્ષિ પાણિની
2.    ‘અષ્ટધ્યાયી’ ગ્રંથ     B    સંસ્કૃત
3.    સંગીતની ગંગોત્રી      C    1028 ઋચાઓનો સંગ્રહ 
4.    ઋગ્વેદ       D    સામવેદ 

 

Hide | Show

જવાબ :

(1 - B), (2 – A), (3 – D), (4 – C)

યોગ્ય જોડકા બનાવો:    

1.    રામાયણ              A    આરણ્યકો 
2.    તત્વજ્ઞાનથી, ચિંતનથી રચેલું સાહિત્ય      B        વિશ્વનો સૌથી મોટો ગ્રંથ 
3.    મહાભારત       C    ભારતનું મહાકાવ્ય
4.    કૌરવો પાંડવોના યુધ્ધનું વર્ણન        D    મહાભારત

 

Hide | Show

જવાબ :

(1 - C), (2 – A), (3 – B), (4 – D)

યોગ્ય જોડકા બનાવો:    

1.    વહીવટી વિજ્ઞાનની કૃતિ     A    પાલી ભાષા
 
2.    બૌધ સાહિત્ય      B    હર્ષ ચરિત
3.    બાણ ભટ્ટ       C    ઉત્તર રામ ચરિત્ 
4.    કવિ ભવભૂત       D    કૌટિલ્ય

 

Hide | Show

જવાબ :

(1 - D), (2 – A), (3 – B), (4 – C)

યોગ્ય જોડકા બનાવો:

1.    કવિ કાલીદાસ     A    કિરાતાર્જુનિયમ    
2.    કવિ ભારવિ   B    મુદ્રા રાક્ષસ
3.    કવિ વિશાખા દત્ત      C    દશકુમારચરિત્    
4.    કવિ દંડી       D    કુમાર સંભવ

 

Hide | Show

જવાબ :

(1 - D), (2 – A), (3 – B), (4 – C)

યોગ્ય જોડકા બનાવો:

1.    સોમદેવ      A    રાજતરંગિણી
2.    કલ્હણ     B    કથાસરિતસાગર 
3.    જયદેવ       C    પૃથ્વીરાજ રાસો
4.    ચંદબરદાઈ      D    ગીતગોવિંદ 

 

Hide | Show

જવાબ :

(1 - B), (2 – A), (3 – D), (4 – C)

યોગ્ય જોડકા બનાવો:
    
 

1.    શંકરાચાર્ય     A    આદિપુરાણ 
2.    કવિ પંપા      B    ભાષ્ય
3.    કવિ પોન્ના      C    અજીતનાથપુરાણ 
4.    કવિ રત્ના       D    શાંતિપુરાણ

 

Hide | Show

જવાબ :

(1 - B), (2 – A), (3 – D), (4 – C)

યોગ્ય જોડકા બનાવો:    

1.    કવિ કમ્બલે      A    ચંદ્રાયન
2.    મુલ્લા દાઉદ      B    તામિલમાં રામાયણ 
3.    ઝિયાઉદ્દીન બરની      C    અમીર ખુશરો  
4.    મહાન સાહિત્યકાર      D    તારીખે ફિરોજશાહી

 

Hide | Show

જવાબ :

(1 - B), (2 – A), (3 – D), (4 – C)

યોગ્ય જોડકા બનાવો:    

1.    દિલ્લીની આજુબાજુ બોલતી ભાષા      A    આસિકા, નૂર, સિપિહર કૃતિઓ 
2.    અમીર ખુશરો          B    પદમાવત્
3.    મુહમ્મદ જાયસી          C    હિંદવી 
4.    તુલસીદાસ           D    રામચરિત માનસ્

 

Hide | Show

જવાબ :

(1 - C), (2 – A), (3 – B), (4 – D)

Download PDF

Take a Test

Choose your Test :

ભારતનો સાહિત્યિક વારસો

ઇતિહાસ
ભારતનો સાહિત્યિક વારસો

Browse & Download GSEB Books For ધોરણ ૧૦ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.