GSEB Solutions for ધોરણ ૧૦ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

જન્મતાની સાથે જ બાળકમાં માં-બાપના લક્ષણો જોવા મળે છે તેને કેવા પ્રકારનો વારસો કહેવાય છે.
 

Hide | Show

જવાબ : જૈવિક વારસો


પૂર્વજો દ્વારા શરુ કરેલી, રૂઢિઓ, પરંપરાઓ, રીત-રીવાજો તથા જીવન શૈલી કેવા પ્રકારનો વારસો છે?

Hide | Show

જવાબ : સાંસ્કૃતિક વારસો


માનવી પોતાની બુદ્ધિ પ્રમાણે તથા શક્તિ અને કલા કૌશલ્ય દ્વારા જે મેળવે કે સર્જન કરે તેને કેવો વારસો કહેવાય?

Hide | Show

જવાબ :  સાંસ્કૃતિક વારસો


ઘરબાર, જમીન-જાયદાદ કે સ્થાવર જંગમ મિલકતો માતા-પિતા તરફથી મળે તેને કેવા પ્રકારનો વારસો કહેવાય છે.
 

Hide | Show

જવાબ : ભૌતિક વારસો


ગાંધીજીએ સ્વદેશી અને સ્વાવલંબી ચળવળ દરમિયાન કઈ કલાને વિશેષ પ્રાધાન્ય આપ્યું હતું?

Hide | Show

જવાબ : કાંતણકલા


ભારતના પ્રાચીન સમયમાં માટીના પકવેલા વાસણો (ટેરાકોટા)કયા વિસ્તારમાં થતા હતા?

Hide | Show

જવાબ : દક્ષિણ ભારતના નાગાર્જુનકોંડા અને ગુજરાતમાં લાંઘણજ ખાતે.


માટીકામ માટેનું પ્રાચીન સમયનું સૌ પ્રથમ યંત્રનું નામ આપો.

Hide | Show

જવાબ : કુંભારનો ચાકડો


માટીના લાલ રંગના પવાલા, બરણી, રકાબી, વગેરે અવશેષો ક્યાંથી ખોદકામ કરતા મળી આવ્યા છે?

Hide | Show

જવાબ : લોથલ, મોહે-જો-દડો, હડપ્પા સંસ્કૃતિ.


પ્રાચીન ભારતની હસ્તકલા, કારીગરી, કસબ, હુન્નર, ચિત્ર સંગીત,નાટ્યકલા, નૃત્યકલા વગેરેને શેમાં ગણી શકાય?

Hide | Show

જવાબ : ચોસઠ કલાઓમાં.


શિક્ષણ, ખેતી, વેપાર, જીવન જીવવાના નિયમો, ઉત્સવો, મનોરંજન,કલાકારીગરી વગેરે કેવા પ્રકારનો વારસો છે?
 

Hide | Show

જવાબ : સાંસ્કૃતિક વારસો


દીવાસળીની પેટીમાં સમાઈ જાય તથા વીંટી માંથી પસાર થઇ જાય તેવું બારીક મલમલનું કાપડ ક્યાં બનતું હતું?
 

Locked Answer

જવાબ : ઢાકા


આજના પાટણના સાળવીઓની કઈ કલા જગપ્રસિદ્ધ છે? 

Locked Answer

જવાબ : પાટણના પટોળા


રેશમી સદીઓમાં બંને બાજુ એક જ ડીઝાઇન દેખાય તેને શું કહેવાય?

Locked Answer

જવાબ : બેવડ-ઇક્ત


કાશ્મીરી ગાલીચા, પાટણના પટોળાં, બનારસી સાડીઓ, રાજસ્થાનની બંધાણીઓ, કાંજીવરમની સાડીઓ કેવી કલામાં સમાવી શકાય?

Locked Answer

જવાબ : હાથ વણાટ.


કચ્છના બન્ની વિસ્તારમાં કઈ કોમની ભરતગુંથણ કલામાં વિશેષતા છે?

Locked Answer

જવાબ : જત


ચંદરવા, શાખ તોરણ, ઓછાડ, તકિયા, પારણા, ઓશિકા, કેડિયા વગેરે ઉપર કઈ કલાનો ઉપયોગ થાય છે?
 

Locked Answer

જવાબ : ભરતગુંથણ


ગુજરાતમાં જામનગર, જેતપુર, ભૂજ, માંડવી, વગેરે વિસ્તારમાં શું પ્રખ્યાત છે? 
 

Locked Answer

જવાબ : બાંધણી


ગુજરાતમાં તોરણો, માળાઓ, કળશ, ઘૂઘરા, પછીત, બારી, લગ્નના શ્રીફળ, ઈંઢોણી, પંખા, બળદ માટેના મોડિયા વગેરેમાં કયા કામની કારીગરી જોવા મળે છે? 

Locked Answer

જવાબ : મોતીકામ


જયપુર, લખનૌ, દિલ્હી, વારાણસી, હૈદરાબાદ વગેરેમાં કયા કામના કારીગરો પ્રખ્યાત છે?

Locked Answer

જવાબ : મીનાકારીગરી કામ  


ભારતમાં જરીકામ માટે કયું શહેર સુપ્રસિદ્ધ છે?

Locked Answer

જવાબ : સુરત


દાંતરડા, શારડીઓ, વળાંકવળી કરવતો, આરા સોય વગેરે તાંબા કાંસાની ધાતુના ઓજારો કયા અવશેષો પરથી જોવા મળ્યા છે.

Locked Answer

જવાબ : લોથલ


રાજસ્થાનનું બિકાનેર કયા કામ માટે જાણીતું છે?

Locked Answer

જવાબ : જડતરકામ


ઈ.સ. ૧૬૬૫માં લખાયેલ ગ્રંથ સંગીત પારિજાતના રચયિતા કોણ છે?

Locked Answer

જવાબ : પંડિત અહોબેલે


પંડિત નારદે કયા ગ્રંથની રચના કરી હતી?

Locked Answer

જવાબ : સંગીત રત્નાકર


ઉત્તર ભારતની સંગીત પદ્ધતિમાટે કયો ગ્રંથ રચાયેલ છે?        

Locked Answer

જવાબ : સંગીત પારિજાત


ભારતીય સંગીતનો સૌથી શ્રેષ્ઠ અને પ્રમાણભૂત ગ્રંથ કયો છે?

Locked Answer

જવાબ : સંગીત રત્નાકર


પાષણયુગના આદિમાનવોના ગુફાચિત્રોમાંથી શેના ચિત્રો મળી આવેલ છે?

Locked Answer

જવાબ : પશુ –પક્ષીના


કઈ સંસ્કૃતિના અવશેષોમાંથી ભારતીય ચિત્રકલાના અવશેષો મળી આવ્યા છે?

Locked Answer

જવાબ : હડપ્પીયન સંસ્કૃતિ.


ગુજરાતનું ખંભાત શેના માટે પ્રખ્યાત છે?

Locked Answer

જવાબ : અકીકના પથ્થરને પેલ પાડવા માટે.


નદીઓની ખીણોમાંથી મળતો રાતો અને સફેદ પથ્થર શું કહેવાય છે?

Locked Answer

જવાબ : અકીક


ભારતના તુતી-એ-હિંદ તરીકે કોણ પ્રખ્યાતી પામ્યું છે?

Locked Answer

જવાબ : અમીર ખુશરો


​​​​​​ગુજરાતના વડનગરની સંગીત બેલડી કન્યાઓના નામ શું છે?

Locked Answer

જવાબ : તાના રીરી


નૃત્યકલાના આદિદેવ કોણ છે?

Locked Answer

જવાબ : ભગવાન શિવ-નટરાજ


ભરતનાટ્યમ, કુચીપુડી, કથક, કથકલી, ઓડિસી, મણીપુરી એ શું છે?

Locked Answer

જવાબ : ----ભારતીય નૃત્યકલા ના પ્રકારો


મૃણાલીની સારાભાઇ અને ગોપીકૃષ્ણ કયા નૃત્યમાં નિપુણ છે?

Locked Answer

જવાબ : ભરતનાટ્યમ


ભારતની માટીકામની કલા વિષે ટૂંકનોંધ લખો. અથવા પ્રાચીન ભારતના માટીકામના વારસા અંગે જણાવો. અથવા માટી અને માનવીનો પ્રાચીન સંબંધ વર્ણવો.

Hide | Show

જવાબ : ભારતની માટીકામની કલા વિષે ટૂંકનોંધ લખો. અથવા પ્રાચીન ભારતના માટીકામના વારસા અંગે જણાવો. અથવા માટી અને માનવીનો પ્રાચીન સંબંધ વર્ણવો.

જવાબ: પ્રાચીન યુગમાં લોકો માટીથી બનાવેલા પાત્રોનો ઉપયોગ કરતા હતા. કારણ કે હજુ સુધી ધાતુની શોધ થઇ ન હતી.

     માટી માંથી રમકડા, ઘડો, કોડિયું, કુલડી માટલી, ઇંટો, ચુલા વગેરે સાધાનો બનાવામાં આવેલા હતા. અનાજ સંગ્રહ કરવાની કોઠીઓ, દૂધ, દહીં, છાસ, ઘી, તેલ વગેરે પ્રવાહી ભરવાના સાધનો, મકાનની દીવાલો પર માટી અને છાણથી લીંપણ કરવામાં આવતું હતું.

     પ્રાચીન કાળથી ભારતમાં પકવેલી અને કાચી માટીના વાસણો બનતા હતા. આ સમગ્ર બાબતનો પરિચય આપણને ગુજરાતના મહેસાણા જીલ્લાના લાંઘણજ માંથી અને તેલંગણાના નાગાર્જુનકોડા માંથી મળી આવેલા માટીના વાસણોના અવશેષો પરથી મળે છે. ઉપરાંત લોથલ, મોહેંજો-દડો અને હડપ્પા સંસ્કૃતિના અવશેષો માંથી માટી માંથી બનાવેલા લાલ રંગના પવાલા, રકાબી, બરણી,વગેરે વસ્તુઓ મળી આવ્યા છે. વાસણો બનાવવાના કુંભારના ચાકડાને પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર માનવામાં આવે છે.

     આજે પણ નવરાત્રીના તહેવારમાં કોરેલો માટીનો ઘડો કે જેમાં દીવો મુક્યો હોય તેવા ગરબા જોવા મળે છે.


મોતી અને મીનાકારીગરી પ્રાચીન ભારતની એક વિશિષ્ટ કલા છે. સમજાવો. અથવા હીરા, મોતીકામ, મીનાકારીગરી અંગે ટૂંક નોંધ લખો.જવાબ:

Hide | Show

જવાબ : ભારતમાં કુલ ૭૫૧૭ કી.મી. જેટલો દરિયા કિનારો છે. જેથી હીરા- મોતીની ઉપજ મોટા પ્રમાણમાં થાય છે. દરિયાપારના દેશોમાં ભારતનો હીરા- મોતીનો વેપાર અને ભારતના નિપૂર્ણ તથા કુશળ કારીગરોએ બનાવેલા ઘરેણાની ખુબ જ માંગ છે. જગવિખ્યાત કોહિનૂર અને ગ્રેટ મુઘલ હીરો પણ ભારતનો છે. ભારતના લોકો અને રાજા- મહારાજાઓ આભૂષણોના શોખીન હતા.

     પરિણામે રાજા-મહારાજાઓ, શ્રીમંતો,વગેરે વિવિધતા પૂર્ણ હીરા-મોતીના આભૂષણો પહેરતા હતા. આ ઉપરાંત તેઓ માણેક, હીરા, પન્ના, પોખરાજ, નીલમ, વગેરેનો ઉપયોગ પણ વસ્ત્રોની સજાવટમાં કરતા હતા.

     રાજા, નવાબો, બાદશાહો વગેરે સિંહાસનો, મુગટો, માળાઓ,બાજુબંધ વગેરે બનાવવા હીરા- મોતી અને રત્નોનો ઉપયોગ કરતા હતા.

     ગુજરાતમાં મોતી કામનો વધુ ઉપયોગ થાય છે. અહી મોતીના તોરણો,         માળાઓ, કળશ, ઘૂઘરા, પછીત, બારી, લગ્નના શ્રીફળ, ઈંઢોણી, પંખા, બળદ માટેના મોડિયા વગેરે ગૂંથીને મોતીમાંથી બનાવામાં આવે છે.

     સમગ્ર દુનિયામાં ભારતનો સોના- ચાંદીના રંગીન મીનાકારીગરી કામનો અવ્વલ નંબર રહ્યો છે. સોના-ચાંદીની બનાવટો, માળા, હાર, વીંટી, કંગન, ચાવીઓના જુડા, વગેરેમાં લાલ, લીલા, વાદળી રંગોથી મીનાકારીકામ કરવામાં આવે છે. જયપુર, લખનૌ, દિલ્હી, વારાણસી, હૈદરાબાદ વગેરે જગ્યાએ આ કામના નિષ્ણાત કારીગરો વસ્યા છે.


ભારતની વણાટકલા અને હાથવણાટકાળા અંગે માહિતી આપો.

Hide | Show

જવાબ : રૂની પૂણીમાંથી તાંતણા ખેંચી તેમાં વળ ચઢાવી એક બીજાની પક્કડમાં જોડી લાંબો દોરો તૈયાર કરવાની કળાને કાંતણ કહે છે. ભારતની આઝાદીની ચળવળમાં ‘સ્વદેશી અપનાવો, સ્વાવલંબન બનો’ એ ગાંધીજીની ચળવળ જાણીતી છે. વણાટકલાને ગૃહઉદ્યોગનો દરજ્જો આપવામાં આવ્યો છે.

     પ્રાચીન કાળથી ભારત વસ્ત્રવિધામાં જાણીતું છે. ભારતના કુશળ કારીગરો ઢાકાની મલમલમાંથી દીવાસળીની પેટીમાં સમાઈ જાય તથા વીંટી માંથી પસાર થઇ જાય તેવા રેશમી વસ્ત્રોનો તાકો અને સાડીઓ બનાવતા હતા.

     કાશ્મીરના ગાલીચા, પાટણના પટોળા, કાંજીવરમ તેમજ બનારસી સાડીઓ, રાજસ્થાનની બાંધણીઓ જેવા હાથ વણાટના બેનમૂન હુન્નર એ ભારતની આગવી ઓળખ છે.

     ગુજરાતમાં સોલંકી કાળના સુવર્ણકાળ દરમિયાન તે વખતની રાજધાની પાટણનગર( પાટણ) માં સાળવીઓ અહી આવીને વસ્યા હતા. તથા તેમના કૌશલ્યને કારણે પાટણના પટોળા જગવિખ્યાત બન્યા હતા.

     પાટણનો આ હુન્નર ૮૫૦ વર્ષ કરતા પણ જૂનો છે. પાટણમાં બનતા આ રેશમી વસ્ત્રને ‘બેવડ- ઇક્ત’ (ઇક્ત વણાટ) તરીકે ઓળખવામાં આવે છે.

     આ વસ્ત્રમાં બંને બાજુ એક જ ભાત દેખાય છે. જેથી તેને બંને બાજુ પહેરી શકાય છે. તથા તે ટકાઉ અને રંગ ન જતો હોવાથી કહેવત પણ પડી છે કે “ પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહી”


‘પ્રાચીન ભારતની ભરત- ગુંથણ કલા’ અંગે મુદ્દાસર જણાવો.

Hide | Show

જવાબ : હડપ્પા અને મોહે-જો-દડો ના ઉત્ખનન દરમિયાન મૂર્તિઓ, પુતળાઓના વસ્ત્રો પર ભરત ગુંથણની કલા જોવા મળે છે. ભારતીય લોકોના વસ્ત્રો ઉપર ભરત-ગુંથણની કામગીરી ખુબ પ્રાચીન છે.

     સિંધુ સંસ્કૃતિના સમયમાં સિંધ, સૌરાષ્ટ્ર, અને કચ્છના સ્ત્રી પુરુષોના વસ્ત્રો પર પણ ભરતકામ જોવા મળે છે. જયારે કાશ્મીરનું કાશ્મીરી ભારત પણ પ્રચલિત છે.

     આ ઉપરાંત ગુજરાતમાં જામનગર, જેતપુર, ભૂજ, માંડવી,વગેરે વિસ્તારોમાં બાંધણી પ્રખ્યાત છે. જેમાં પરંપરાગત શૈલી વાળી પુતળી, હાથી ચોપાટ, પક્ષીઓ, કળશ, વગેરે સુંદર ડીઝાઇનો માટે જાણીતી છે.

     કપડા ઉપરનું છપાઈ કામ અને ભારતગુંથણ કચ્છ, સૌરાષ્ટ્રની સ્ત્રીઓનો ગૃહ ઉદ્યોગ રહ્યો છે. ચંદરવા શાખ તોરણ, ઓછાડ, તકિયા, પારણા ઉપરાંત કેટલીક કોમોમાં પહેરાતા કેડિયા નામના વસ્ત્રની ભારત ગુંથણની કલા આજે પણ પ્રખ્યાત છે.


“પ્રાચીન ભારતનો ચર્મઉદ્યોગ’ અંગે ટૂંકનોંધ લખો.

Locked Answer

જવાબ : ભારતના પ્રાચીન સમયથી મરેલા જાનવરોના ચામડાનો ઉપયોગ થતો હતો. પ્રાચીન સમયમાં કુવા માંથી પાણી કાધાવાનો કોશ અને પાણી સંગ્રહ કરવાની માશકો ચામડામાંથી બનતી હતી. પ્રાણીઓ દ્વારા પાણીની હેરાફેરી માટે પખાલો પણ બનાવામાં આવતી.

આ ઉપરાંત લુહાર કામની ધમણો, પગરખા, પ્રાણીઓને બાંધવાનીદોરીઓમાં તથા યુદ્ધમાં વપરાતી ઢાલમાં પણ ચામડાનો ઉપયોગ થતો હતો. ભારતમાં ચર્મઉદ્યોગનું આગવું સ્થાન હતું.

ચામડાની ભરતકામના ગુંથણવાળી મોજડીઓ, પગરખા, ચામડાના પાકીટો,પટ્ટાઓ પણ બનાવવામાં આવતા. ઘોડા તથા ઊંટની પીઠ પર મુકવાના સાજ, પલાણ, લગામ તેમજ ચાબુકની બનાવટમાં પણ ચામડાનો ઉપયોગ થતો હતો.


ભારતના કલાવારસામાં સંગીત ક્ષેત્ર્નુ યોગદાન જણાવો.

Locked Answer

જવાબ : ભારતીય સંગીત અન્ય દેશોથી લય, સ્વર અને તાલમાં અલગ તારી આવે છે. આપણા ચાર વેદોમાં સામવેદ એ સંગીતને લાગતો વેદ છે.

સંગીતમાં ગાયન અને વાદન બંનેનો ઉપયોગ થાય છે. સા,રે, ગ, મ, પ, ધ, ની એ સંગીતના મુખ્ય સાત સ્વર છે.ભારતીય સંગીત શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત એમ બે ભાગમાં વહેંચી શકાય.

સંગીતમાં મુખ્ય 5 રાગ છે. શ્રી, દીપક, હિંડોળ, મેઘ, ભૈરવી વગેરે આ સ્વરો ભગવાન શંકરના પંચ મુખેથી ઉત્પન્ન થયા છે. સંગીત શાસ્ત્ર સંબંધી ગ્રંથોમાં સંગીત વિશારદ, સંગીત રત્નાકર અને સંગીત પારિજાતએ મુખ્ય ગ્રંથો છે.

પંડિત નારદે ઈ.સ. ૯૦૦ ના આરસામાં આ ગ્રંથ લખેલો છે. જેમાં ૧૯ પ્રકારની વીણા અને ૧૦૧ પ્રકારના તાલનું વર્ણન છે. જયારે સંગીત રત્નાકર ગ્રંથ પંડિત સારંગદેવે રચેલ છે. તેઓ દૌલતાબાદ (દેવગીરી) ના રહેવાસી હોવાથી ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતની જાણકારી ધરાવતા હતા.

પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડે સંગીત રત્નાકરને ભારતીય સંગીતનો સૌથી વધુ પ્રમાણભૂત ગ્રંથ ગણાવે છે. સંગીતની વિસ્તૃત જાણકારી માટે આ ગ્રંથ ઉત્તમ છે.

અલ્લાઉદીન ખીલજીના સમયમાં અમીર ખુશરો સંગીતના પ્રદાન માટે “તુતી-એ –હિંદ તરીકે પ્રખ્યાત થયા હતા. ભારતમાં ૧૫ મી અને ૧૬ મી સદીમાં સુરદાસ, કબીર, તુલસીદાસ, ચૈતન્ય મહાપ્રભુ, મીરાબાઈ નરસિહ મેહતા, વગેરેના કીર્તનો અને ભજનો કર્ણપ્રિય અને ભક્તિમય છે.

૧૫ મી સદીમાં સ્વામી હરિદાસના શિષ્ય બૈજુ બાવરા અને તાનસેનની જેમ તેજ સમયમાં ગુજરાતના વડનગરની સગીત બેલડી કન્યાઓ તારા અને રીરીનું નામ ગણાવી શકાય.


નૃત્યકલા ક્ષેત્રે ભારતનું યોગદાન જણાવો. અથવા નૃત્યકલા ક્ષેત્રમાં ભારતે કરેલી પ્રગતિ જણાવો.

Locked Answer

જવાબ : સંસ્કૃત શબ્દ નૃત પરથી નૃત્ય બન્યું છે. નૃત્ય તાલ અને લયની સાથે સૌન્દર્યની અનુભૂતિ કરાવે છે. નૃત્યકલાના આદિદેવ ભગવાન શિવ- નટરાજ ને માનવામાં આવે છે.

     ભારતીય શાસ્ત્રીય નૃત્યોમાં ભરતનાટ્યમ, કુચીપુડી, કથક, કથકલી, ઓડીસી અને મણીપુરી મુખ્ય પ્રકારો છે.

     ભારતનાટ્યમ નૃત્ય કલાનું ઉદભવ સ્થાન તમિલનાડુનો તાંજોર જીલ્લો ગણાય છે. ભરતમુનિએ રચેલ નાટ્યશાસ્ત્ર અને નંદીકેશ્વર રચિત અભિનવદર્પણ આ બંને ગ્રંથો આ નૃત્યના આધાર સ્ત્રોત છે.

     મૃણાલીની સારાભાઈ, ગોપીકૃષ્ણ, ફિલ્મી અભિનેત્રી વૈજયંતીમાલા અને હેમામાલિનીને આ નૃત્યમાં નિપૂર્ણ માનવામાં આવે છે.

     કુચીપુડી નૃત્યશૈલીની રચના ૧૫મી સદીમાં થઇ છે. સ્ત્રી અને પુરુષ બંને દ્વારા કરાતા આ નૃત્યમાં સ્ત્રી સૌદર્યના વર્ણનો આધાર છે.તથા સ્ત્રી સૌદર્યની પાયાની મુદ્રાઓ આ નૃત્યમાં વણી લેવામાં આવી છે. આંધ્રપ્રદેશમાં આ નૃત્ય વધુ પ્રચલિત છે. ગુરુ પ્રહલાદ શર્મા, રાજારેડ્ડી, યામિની રેડ્ડી, શોભા નાયડુ વગેરે નર્તકોએઆ નૃત્યને ખ્યાતી અપાવી છે.

     કથકલી એ કેરલ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે. આ નૃત્યની વેશભૂષા સુંદર અને ઘેરદાર કપડા વાળી હોય છે. આ નૃત્યના પત્રોને ઓળખવા તેના ચહેરા પરના ચિત્રણને સમજવું પડે છે.

     આ નૃત્યમાં નર મુકુટ ધારણ કરી એક જ દીવાના તેજથી પ્રકાશિત રંગમંચ પર પડદા પાછળથી  આવી પોતાની સંગીતમય ઓળખ આપે છે. તથા પત્રોને ચહેરાના હાવભાવ અને હસ્તમુદ્રાથી સજીવ કરે છે..

     કેરળના કવિશ્રી વલ્લભ થોળ, કલામંડલમ કૃષ્ણપ્રસાદ, શિવારમન વગેરે એ આ નૃત્યને પરદેશમાં નામના આપવી છે.

     ‘કથન કરે સો કથક કહાવે’ વાક્ય પરથી કથક ઉતારી આવ્યું છે. કૃષ્ણ અને ગોપીઓ સાથેના નૃત્યને આમાં વણી લેવામાં આવ્યું છે. કથક નૃત્યનો વૈષ્ણવ સાંપ્રદાયના શૃંગાર ભક્તિ સાથે ઉત્તર ભારતમાં ફેલાવો થયેલ છે. આ નૃત્યમાં એક પગ પર ગોળ ગોળ ફરવું તે પ્રસંગો દર્શાવાય છે. આ નૃત્યમાં સ્ત્રીઓ ચૂડીદાર પાયજામો અને ઉપર ઘેરવાળું વસ્ત્ર પહેરે છે.

     પંડિત શ્રી બીરજુ મહારાજ, સિતારાદેવી, કુમુદીની લાખિયા વગેરેએ આ કલાને જીવંત રાખી છે.

     મણીપૂરી નૃત્યમાં મુખ્યત્વે શ્રીકૃષ્ણની બાળલીલા અને રાસલીલાનો આધાર હોય છે. મણીપૂરની પ્રજા દરેક ઉત્સવોમાં નૃત્ય કરે છે. મણીપુરી નૃત્યના લાસ્ય અને તાંડવ એમ બે પ્રકાર છે. આ નૃત્યમાં રેશમનો બ્લાઉઝ પહેરીને કમરે પટ્ટો બાંધવામાં આવે છે. તથા ઘેરદાર લીલારંગનો ચણિયો ‘કુમીન’ પહેરવામાં આવે છે.

     ગુરુ બિપિનસિંહા,આમોબીસિંગ, આતોમ્બોસિંગ, નયના ઝવેરી,નિર્મલ મહેતા વગેરેએઆ નૃત્યને વિદેશોમાં નામના અપાવી છે.


પ્રાચીન ભારતની નાટ્યકલા ને વિસ્તારથી સમજાવો.

Locked Answer

જવાબ : મનોરંજન સાથે સંસ્કાર એ ભારતીય નાટ્યકલાની વિશેષતા રહી છે. નાટકનું સંચાલન કરનાર સુત્રધાર અને રમુજ વડે આનંદ કરાવતા વિદુષકની જોડી સાથેના નાટકો ભારતીય નાટ્યકલાની એક આગવી ઓળખ બની રહી છે.

     ભરતમુનિએ રચેલું ‘નાટ્યશાસ્ત્ર’ કલા ક્ષેત્રે પ્રચલિત છે. નાટ્યકલા એ મંચન દ્વારા રંગમંચ ઉપર દ્રશ્ય, શ્રાવ્ય અને અભિનયના ત્રિવેણી સંગમ સાથે અબાલવૃદ્ધોનું મનોરંજન અને લોકશિક્ષણ આપતી કળા છે.

     નાટ્યકલા માં તમામ કળાઓનો સમન્વય છે. ભારતમૂનીએ નોંધ કરી છે કે ‘ એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા નથી, એવું કોઈ કર્મ નથી જે નાટ્યકલામાં ન હોય.

     ભરતમૂનિએ રચેલું પ્રથમ નાટક “ દેવાસુર સંગ્રામ” હતું. સંસ્કૃતમાં મહાકવિ ભાસે ‘કર્ણભાર’. ‘ઊરુભંગ’ અને ‘દૂતવાક્યમ’ જેવા નાટકો રચ્યા છે. જયારે મહાકવિ કાલિદાસે ‘અભિજ્ઞાન શાકુંતલમ’ ‘વિક્રમોવર્શીયમ’ તેમજ માલવિકાગ્નીમિત્રમ’ વગેરે નાટ્યકૃતિઓનું નિર્માણ કર્યું છે. જે અતિ પ્રચલિત છે.

     પ્રાચીન સમયમાં અનેક નાટ્યકારોએ સંસ્કૃત નાટ્યકલાને પ્રસિદ્ધિ અપાવી હતી. ગુજરાતી નાટ્યકલાઓમાં જયશંકર સુંદરીનું નામ મોખરે મૂકી શકાય.

     આ ઉપરાંત અમૃતનાયક, બાપુલાલ નાયક, પ્રાણસુખ નાયક, જસવંત ઠાકર, ઉપેન્દ્ર ત્રિવેદી, પ્રવીણ જોષી, સરિતા જોશી, દિપક ઘી વાલા વગેરે નોંધપાત્ર કલાકારો રહ્યા છે.

     દેશી નાટક સમાજ તથા અન્ય નાટ્યસંસ્થાઓનો પણ નાટ્યક્ષેત્રે મોટો ફાળો રહ્યો છે.


‘ગુજરાતના પરંપરાગત નૃત્યો’ વિષે ટૂંકનોંધ લખો.

Locked Answer

જવાબ : ગુજરાતમાં નૃત્યકલાનો વારસો અતિ પ્રાચીન છે. અહી અલગ અલગ જિલ્લાઓમાં ભાષા પ્રમાણે નૃત્ય શૈલીમાં વિવિધતા જોવા મળે છે.

     ઢોલ અને સંગીતના તાલે માંડવો, થાંભલો, કે વૃક્ષ સાથે દોરી બાંધી તેના છેડા નીચે સમુહમાં ઉભેલા નાચનારા એક હાથમાં દોરીનો છેડો અને બીજા હાથમાં દાંડિયો લઈને વેલ આકારે એક અંદર ને એક બહાર એમ ગોળ ફરતા જઈને ગુંથણી બાંધે છે અને છોડે છે. ગુજરાતના આ નૃત્યને ગોફ ગૂંથન નૃત્ય તરીકે ઓળખવામાં આવે છે.

     મૂળ આફ્રિકાના હાલ ગીરની મધ્યમાં જંબુસરમાં વસેલા સીદી લોકોના નૃત્યને ‘સીદીઓનું ધમાલ નૃત્ય’ કહે છે. નારિયેળની કાચલીમાં કોડીઓ ભરી તેના ઉપર કપડું બાંધી તાલબદ્ધ ખખડાવાની સાથે મોરપીંછનું ઝુંડ નાના ઢોલકા સાથે ગોળાકારે ફરતા ફરતા નૃત્ય કરે છે.

     નારિયેળના કચલામાં કોડીઓ મૂકી કપડું બાંધે તે સાધનને ‘મશીરા’ કહે છે. હોં, હોં ના આરોહ અવરોહ સાથે આ નૃત્યથી પહાડો અને જંગલોમાં ઘેરા પડઘા ઉઠતા હોય તેવો ભાસ થાય છે. ઉપરાંત પશુ પક્ષીના અવાજની નકલ  સાથે સમૂહમાં નૃત્ય કરે છે.

     બનાસકાંઠાના વાવ વિસ્તારમાં સરખંડ કે ઝુંઝળી જેવા ઊંચા ઘાસમાંથી તોરણ જેવા ઝુમખાનો મેરાયો ગૂંથીને ઢોલના તાલ સાથે તલવારના દાવપેચ જેવા નૃત્યને મેરાયો નૃત્ય કહે છે.

     સૌરાષ્ટ્રના કોળીઓના કોળીનૃત્યમાં તેઓ માથે મધરાસિયો આંટાવાળી ગોળ પાઘડી, તેને છેડે આભલા ભરેલું લીલા પટ્ટાનું બાંધણું અને કેડે રંગીન ભેટ પહેરીને આ નૃત્ય કરે છે. તેજ રીતે સૌરાષ્ટ્રના મેર અને ભરવાડ જાતિના નૃત્યો પણ જાણીતા છે.  


ભરતગૂંથણ કલાનો પરિચય આપો.

Locked Answer

જવાબ : હડપ્પા અને મોહેં-જો-દડોના ઉત્ખનન દરમિયાન મળેલી મૂર્તિઓ અને પૂતળાંના વસ્ત્રો ઉપર પણ ભરત-ગૂંથણ કામ જોવા મળ્યું છે. ભારતમાં પુરુષો, સ્ત્રીઓ તથા બાળકોના વસ્ત્રો ઉપર ભરત-ગૂંથણ કરવાની કારીગરી પણ ઘણી પ્રાચીન છે. સિંધુ સંસ્કૂતિના સમયે સિંધ, સૌરાષ્ટ્ર અને કચ્છનાં સ્ત્રી પુરુષોનાં વસ્ત્રો ઉપર ભરતકામ જોવા મળેલું છે. એ જ રીતે કશ્મીરનું કશ્મીરી ભરતકામ પણ જાણીતું છે.

આ ઉપરાંત ગુજરાતના જામનગર, જેતપુર, ભૂજ અને માંડવી સહિતના વિસ્તારો બાંધણી અને તેના ઉપરની પરંપરાગત શૈલીવાળી હાથી, પૂતળી, ચોપાટ, પક્ષીઓ, કળશ, વગેરે સુંદર ડિઝાઈનો માટે જાણીતા છે. કપડા ઉપર છપાઈ અને ભરત-ગૂંથણ એ ગુજરાતના કચ્છ, સૌરાષ્ટ્ર વગેરે પ્રદેશની સ્ત્રીઓનો ગૃહ વ્યવસાય રહ્યો છે.

ચંદરવા, શાખ તોરણ, ચાકળા, ઓછાડ, તકિયા, પારણાં અને ઓશીકાં ઉપરાંત કેટલીક કોમોમાં પહેરાતાં કેડીયાં નામનાં વસ્ત્રો ઉપરની ભરત-ગૂંથણ કલાની પરંપરા આજે પણ પ્રખ્યાત છે. ભરત-ગૂંથણથી શણગારેલા ધાબળા, રજાઈ ઉપર ભૌમિતિક અને વિવિધ આકૃતિ પ્રધાન કૃતિઓ સાથેનું ભરતકામ પણ જોવા મળે છે. કચ્છના બન્ની વિસ્તારોમાં જત' જેવી કોમની ભરતકલા પણ આગવી વિશેષતા ધરાવે છે.


There are No Content Availble For this Chapter

યોગ્ય જોડકા જોડો

1) જડતર કામ       

A સંખેડા

2) જરીકામ           

B ખંભાત

3) અકીક કામ         

C બિકાનેર

4) લાકડાના હિંચકા    D સુરત

 

Hide | Show

જવાબ :

1) - C
2) - D
૩) - B
4) - A

યોગ્ય જોડકા જોડો

1) પાટણના પટોળા             A) જયપુર 
2) મીનાકારીગરી               B) બેવડ ઇક્ત 
3) પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર C) 21 જૂન 
4) વિશ્વ યોગ દિવસ             D) કુંભારનો ચાકડો 

 

Hide | Show

જવાબ :

1) - B
2) - A
3) - D
4) – C

યોગ્ય જોડકા જોડો

1) સંગીત રત્નાકર           A) પંડિત અહોબેલે 
2) સંગીત મકરંદ             B) નૃત્યકલા ના આદિદેવ
3) સંગીત પારિજાત         C) પંડિત નારદ 
4) ભગવાન શિવ – નટરાજ   D) પંડિત સારંગદેવ

 

Hide | Show

જવાબ :

1) - D
2) - C
3) - A
4) – B

યોગ્ય જોડકા જોડો

1) ભૌતિક વારસો         A) કૌશલ્યથી સર્જન કરવું 
2) સંસ્કૃતિક વારસો       B) માં-બાપના લક્ષણો 
3) જૈવિક વારસો         C) માં-બાપની સંપતિ 
4) નૃત્ય કલા             D) ચોસઠ કલામાં ગણતરી 

 

Hide | Show

જવાબ :

1) - C
2) - A
3) - B
4) – D

યોગ્ય જોડકા જોડો

1) માટીકામની કલા   A) સુરત  
 
2) ધાતુકામની કલા   B) માટીના હાંડલા, ચુલા, કોડિયા, ઘડા 
3) જરી કામ         C) ઢાકાની મલમલ 
4) વણાટ કામ       D) આભૂષનો, ઓજારો, મૂર્તિઓ 

 

Hide | Show

જવાબ :

1) - B
2) - D
3) - A
4) – C

યોગ્ય જોડકા જોડો

1) જેતપુર                     A) ભારતનો દરિયા કિનારો 
2) ‘જત’ જાતિના લોકો         B) બાંધણી 
3) ૧૫૧૭ કી.મી. લંબાઈ       C) પાણી ખેંચવાનો કોશ 
4) ચામડું                       D) કચ્છનો બન્ની વિસ્તાર

 

Hide | Show

જવાબ :

1) - B
2) - D
3) - A
4) – C

યોગ્ય જોડકા જોડો

1) લાકડાના રમકડા       A) અકીક 
2) લાકડાનું ફર્નીચર         B) બિકાનેર
3)જડતર કામ               C) સંખેડા 
4)  રાતો પથ્થર             D) ઇડર 

 

Hide | Show

જવાબ :

1) - D
2) - C
3) - B
4) – A

યોગ્ય જોડકા જોડો

1) પશુ પક્ષીઓના ચિત્રો     A) અકીકના પથ્થરની માળા 
2) ખંભાત                   B) સંગીતનો વેદ 
3) સામવેદ                 C) ગાયન, વાદન, નર્તન,વેશભૂષા  
4) ભારતની લલિતકલાઓ D) આદિમાનવના ગુફાચિત્રો 

 

Hide | Show

જવાબ :

1) - D
2) - A
3) - B
4) – C

Download PDF

Take a Test

Choose your Test :

ભારતનો સાંસ્કૃતિક વારસો: પરંપરાઓ : હસ્ત અને લલિતકલા

ઇતિહાસ
ભારતનો સાંસ્કૃતિક વારસો: પરંપરાઓ : હસ્ત અને લલિતકલા

Browse & Download GSEB Books For ધોરણ ૧૦ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.