GSEB Solutions for ધોરણ ૧૦ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

ગરીબીરેખાની વ્યાખ્યા આપો.

Hide | Show

જવાબ : ગરીબી રેખાનો ખ્યાલ સૌ પ્રથમ WHO ના નિયામક બ્યોર્ડ ઓરેએ રજુ કર્યો હતો. ગરીબી રેખાની ગણતરીમાં કે માપનમાં હવે અનાજ, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, પીવાનું ચોખ્ખું પાણી, વીજળી, સેનીટેસનની સુવિધા, વહન પરિવહન,વગેરે પાછળ થતા વપરાશી ખર્ચ અને આવકને ધ્યાનમાં લેવામાં આવે છે. ત્યારબાદ કેલરીના આધારે નિશ્ચિત સપાટીને ગરીબી રેખા તરીકે ગણવામાં આવે છે.


ગરીબીનું પામન કઈ રીતે કરવામાં આવે છે? અથવા “ગરીબીનું માપન” આ અંગે ટૂંકમાં જણાવો.

Hide | Show

જવાબ : ભારતમાં ગરીબીનું માપન કરવા માટે મુખ્ય બે રીત છે.
1.    કોઈ એક કુટુંબ દ્વારા વિભિન્ન વસ્તુઓ કે સેવાઓ પાછળ કરવામાં આવેલા ખર્ચનો આધાર નક્કી કરીને.
2.    કુટુંબ દ્વારા મેળવેલ કુલ આવકનો આધાર નક્કી કરીને ગરીબીનું માપન કરાય છે. 
કુટુંબ એટલે વધુમાં વધુ પાંચ સભ્ય સંખ્યા સમજવાની છે.


સાપેક્ષ ગરીબી કોને કહેવાય? 

Hide | Show

જવાબ : સમાજમાં  જુદી જુદી આવક ધરાવતા વર્ગોમાંથી જો કોઈ જૂથ અન્ય કરતા ઓછી આવક મેળવતો હોય તો તે સાપેક્ષ રીતે ગરીબ છે તેમ કહેવાય.
ઉદાહરણ:  કોઈ એક શહેરમાં A – 5000, B- 10000 ની આવક ધરાવે છે. તેથી કહી શકાય કે વ્યક્તિ B ની સાપેક્ષે વ્યક્તિ A ની આવક ઓછી હોવાથી A એ B ની સાપેક્ષે ગરીબ છે.


નિરપેક્ષ ગરીબી કોને કહેવાય?

Hide | Show

જવાબ : સમાજના લોકો. અનાજ, કઠોળ,દૂધ શાકભાજી,કપડા જેવી પ્રાથમિક જરૂરિયાતો લઘુત્તમ બજાર ભાવે લઇ શકતા ન હોય તેઓ નિરપેક્ષ રીતે ગરીબ છે તેમ કહેવાય.


ગરીબીના મુખ્ય કેટલા પ્રકાર છે? કયા કયા?

Hide | Show

જવાબ : ગરીબીના મુખ્ય બે પ્રકાર છે.
1.    નિરપેક્ષ ગરીબી
2.    સાપેક્ષ ગરીબી


ભારતમાં સૌથી વધુ ગરીબી ધરાવતું રાજ્ય કયું છે?

Hide | Show

જવાબ : ભારતમાં સૌથી વધુ ગરીબી ધરાવતું રાજ્ય છત્તીસગઢ છે.


ગરીબીરેખાથી નીચેનો લોકો માટે સરકારના પ્રયત્નો જણાઓં.

Hide | Show

જવાબ : ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોની આવક ઘણી ઓછી હોય છે.તેવાં કુટુંબોને ગરીબી રેખા નીચે જીવતા કુટુંબો(BPL) કહે છે. સરકારે આવા કુટુંબોને ઓળખી કાઢીને રેશનકાર્ડના આધારે જાહેર વિતરણ વ્યવસ્થા શરુ કરી છે. આવી દુકાનોને વ્યાજબી ભાવની દુકાને કહે છે. આવા કુટુંબોને પ્રતિમાસ આવશ્યક ચીજ વસ્તુઓં જેવી કે અનાજ, ખાંડ, તેલ , મીઠુ, કેરોસીન વગેરે આવશ્યક વસ્તુઓ પૂરી પાડવામાં આવે છે. આવા પર્યત્નો દ્વારા સરકાર તેઓનું જીવનધોરણ ઊંચું લાવવાનો પ્રયાસ કરે છે.


ગરીબી રેખા કઈ રીતે નક્કી કરવામાં આવે છે, તે સમજાવો.

Hide | Show

જવાબ : ગરીબી રેખાનો ખ્યાલ સૌ પ્રથમ WHO ના નિયામક બ્યોર્ડ ઓરેએ રજુ કર્યો  હતો. ગરીબી રેખાની ગણતરીમાં કે માપનમાં  અનાજ, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, પીવાનું ચોક્ખું પાણી, વીજળી, સેનીટેસનની સુવિધા, વાહન પરિવહન,વગેરે પાછળ થતા વપરાશી ખર્ચ અને આવકને ધ્યાનમાં લેવામાં આવે છે. ત્યારબાદ કેલરીના આધારે નિશ્ચિત સપાટીને ગરીબી રેખા તરીકે ગણવામાં આવે છે.


BPL વિષે ટૂંકમાં સમજૂતી આપો.

Hide | Show

જવાબ : ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોની આવક ઘણી ઓછી હોય છે.તેવાં કુટુંબોને ગરીબી રેખા નીચે જીવતા કુટુંબો(BPL) કહે છે.


આયોજન પંચે ભારતમાં ગરીબી રેખા કેવી રીતે નક્કી કરેલ છે?

Hide | Show

જવાબ : ભારતમાં આયોજન પંચે ૨૦૧૧-૧૨ માં ગરીબી રેખા નક્કી કરવા ગ્રામીણ ક્ષેત્રે માથાદીઠ વપરાશી ખર્ચ રૂ. ૮૧૬ એટલે કે કુટુંબ દીઠ રૂપિયા ૪૦૮૦ ખર્ચ અને શહેરોમાં માસિક વપરાશી ખર્ચ રૂપિયા ૧૦૦૦ લેખે કુટુંબદીઠ વપરાશી ખર્ચ રૂપિયા ૫૦૦૦ નું પ્રમાણ નક્કી કરેલ છે આનાથી ઓછી આવક ધરાવતા કુટુંબો ગરીબી રેખાથી નીચેના કુટુંબો ગણાય છે.


‘ધનિક ભારતમાં ગરીબો વસે છે’ સમજાવો.

Hide | Show

જવાબ : ભારત કુદરતી સંશાધનો અને અપાર કુદરતી બક્ષીસથી સમૃદ્ધ છે. પરંતુ તેનો યોગ્ય લાભ ઉઠાવવાની ક્ષમતાનો અભાવ, શિક્ષણ તાલીમ અને કૌશલ્યના અભાવે તેમજ વર્ષોના ખામીયુક્ત આયોજનના કારણે કુદરતી સંપત્તિનો લોકકલ્યાણ અને સુખાકારી માટે ઉપયોગ ન કરી શકવાથી લોકોમાં ગરીબીનું પ્રમાણ ઘટ્યું નથી, માટે એવું કહેવાય છે કે ‘ધનિક ભારતમાં ગરીબો વસે છે.’


સરકારની ‘ગ્રામોદયથી ભારત ઉદય’ કાર્યક્રમની રૂપરેખા આપો.

Hide | Show

જવાબ : ભારતીય અર્થતંત્રના મૂળિયા ગામડાઓમાં છે.ગામડું ભારતીય અર્થતંત્રનું હૃદય છે.તેના માટે સરકારે ‘ગ્રામોદયથી ભારત ઉદય’ યોજના અન્વયે દેશના વિકાસનો વિચાર અમલમાં મુક્યો છે. તેના દ્વારા ગામડાઓમાં માળખાગત સુવિધાઓ, કૃષિક્ષેત્ર્નો વિકાસ, ગૃહઉદ્યોગ, કુટીર ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ વગેરે ઉપર ભાર મુકેલ છે. જેથી આવક વધે અને  ગરીબીમાં ઘટાડો થાય તેવી અપેક્ષા છે.


‘ધનિકો વધુ ધનિક બન્યા અને ગરીબો વધુ ગરીબ’ વાક્યની સમજૂતી આપો.

Hide | Show

જવાબ : ઉદ્યોગોના વિકાસથી ઉદ્યોગ માલિકોના આર્થિક લાભો, જમીનદારો જેવા ધનિકોને મળતો આવકનો હિસ્સો ગરીબો સુધી વિસ્તરશે અને ગરીબોની સંખ્યા ઘટશે પરંતુ આવું થયું નહી. દેશમાં આર્થિક વિકાસની ગતિ ધીમી રહી છે. આપણો મંદ આર્થિક વિકાસ, આવકની અન્યાયી અને અસમાન વહેંચણી વગેરે કારણોસર આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ સમાજના ટોચના અમુક ધનિકોના હાથમાં રહ્યું. આમ, આર્થિક લાભોનું વિસ્તરણ ન થતા ગરીબોની સ્થિતિમાં કોઈ સુધારો ન થયો. પરિણામે કહી શકાય કે,ધનિકો વધુ ધનિક થયા અને ગરીબો વધુ ગરીબ બન્યા.


સરકારના ‘ગરીબી હટાવો’ સૂત્ર અંગે સમજૂતી આપો.

Hide | Show

જવાબ : આઝાદી પછીના આયોજનમાં સરકારે મોટા અને ચાવીરૂપ ઉદ્યોગો પર વધુ ભાર આપ્યો છે. તેના વિકાસ માટે અનેક પ્રોત્સાહનો આપ્યા. પરિણામે મોટા ઉદ્યોગકારોને થતા આર્થિક લાભો ગરીબો સુધી પહોંચે. સરકારે આ યોજનાનું નામ ‘ગરીબી હટાવો’ રાખેલ છે.


‘હરિયાળી ક્રાંતિ’ વિશેની સમજૂતી આપો.

Hide | Show

જવાબ : ગ્રામીણ ક્ષેત્રે સરકારે જમીન ધારા સુધારણા કાર્યક્રમ, ખેતી ક્ષેત્રનો વિકાસ, ખેત પેદાશોના ઉત્પાદનમાં વધારો, રોજગારીની તકોનું સર્જન કરવું. જેથી ખેતી ક્ષેત્રનો પુરતો વિકાસ થાય અને ગ્રામીણ ગરીબીમાં સુધારો થાય. ખેતી ક્ષેત્રમાં લીધેલા આ પગલાને ‘હરિયાળી ક્રાંતિ’ તરીકે ઓળખવામાં આવે છે.  


ગરીબી નાબુદી માટે સરકારે કયો વ્યૂહ અપનાવ્યો?

Hide | Show

જવાબ : સરકારે કૃષિક્ષેત્ર પર વધુ ભાર મુક્યો. ઉપરાંત જમીન ટોચ મર્યાદાનો ધારો, ગણોતનું નિયમન, ખેડહકની સલામતી, ગ્રામીણ ક્ષેત્રે ધનિક ખેડૂતો અને જમીનદારોની આવકમાં સરકારે ઘટાડો કર્યો, તથા જમીન વિહોણા ખેતમજુરો, ગણોતીયા વગેરેની આવક વધે તેવી વ્યૂહરચના અપનાવી સરકારે ગરીબો માટે કામ કર્યું.


સરકારે મહિલા સશક્તિકરણના ભાગરૂપે કયા પગલા ભર્યા?

Hide | Show

જવાબ : સરકારે ગ્રામીણક્ષેત્રે શાળાઓ, માધ્યમિક શાળાઓ, કોલેજો, કન્યાવિદ્યાલયો, આશ્રમશાળાઓ, સ્કોલરશીપ, મહિલાઓને પગભર કરવા સ્વરોજગારી ઉભી કરવાના અનેક વિવિધ પગલાઓ સરકારે ભર્યા છે.


૨૦૩૦ સુધીમાં વિશ્વબેંકે કયું વિઝન અમલી બનાવ્યું છે?

Hide | Show

જવાબ : ૨૦૩૦ સુધીમાં વિશ્વમાંથી ગરીબી નિર્મુલન કરવાનું વિશ્વબેંકે વિઝન અમલી બનાવ્યું છે.


ગરીબી નિવારણ કાર્યક્રમ એટલે શું?

Hide | Show

જવાબ : ગરીબીનું નિર્મુલન કરવાના ઉપાયોને વ્યુહાત્મક રીતે સફળ બનાવવા માટે ગરીબી રેખાની નીચે જીવતા ગ્રામ્ય અને શહેરીજનોને વિવિધ કલ્યાણકારી યોજનાઓનો સીધો આર્થિક લાભ મળે વગેરે આવક વૃદ્ધિના કાર્યક્રમોને  ગરીબી નિવારણ કાર્યક્રમ કહેવાય છે.


‘ક્ષતિમુક્ત કૃષિ ભાવપંચ’ વિષે ટૂંકમાં સમજાવો.

Hide | Show

જવાબ : ખેત સુરક્ષા વીમા યોજનાને સુગ્રથીત કરી કુદરતી આફતોમાં ખેડૂતોના નુકશાનમાં આર્થિક ટેકારૂપી સહાય કરવી, ટેકાના ભાવે કપાસની ખરીદીમાં બોનસ, તથા પાકના નુકસાનમાં વળતર, તથા ભાવોની સ્થિરતા માટે ક્ષતિમુક્ત કૃષિ ભાવપંચની રચના કરવામાં આવી છે.


સરકારની ‘માં અન્નપુર્ણા યોજના’ વિષે સમજાવો.    

Hide | Show

જવાબ : ગુજરાત સરકારે તમામ અંત્યોદય કુટુંબો અને ગરીબી રેખા નીચેના શહેર અને ગ્રામીણ લોકોને પ્રતિમાસ 35 કિગ્રા અનાજ મફત આપવામાં આવે છે. તથા મધ્યમ વર્ગીય પરિવારોને પ્રતિમાસે સસ્તા દરે વ્યક્તિદીઠ 5 કિગ્રા અનાજ વ્યાજબી ભાવની દુકાનેથી અપાય છે.જેમાં ગુજરાતની ૩.62 કરોડ જનતાને આવરી લીધા છે. અહી ઘઉં રૂ- 2 પ્રમાણે અને ચોખા રૂ- ૩ પ્રમાણે પ્રતિકિલો આપવામાં આવે છે.


આદર્શ ગામની રચના’ વિષે ટૂંકમાં સમજાવો.

Hide | Show

જવાબ : સાંસદ દ્વારા પોતાના મત વિસ્તારના દત્તક લીધેલા ગામમાં શિક્ષણ, આરોગ્ય, રોજગારી, વધારીને સ્થળાંતર અટકાવવું તથા સાર્વજનિક મિલકતો ઉભી કરવી, ગ્રામ વિકાસ, સંસ્કૃતિક વારસાનું જતન, સામાજિક સમરસતાના કર્યો, વગેરેનો આમાં સમાવેશ થાય છે.


‘મનરેગા’ કાર્યક્રમની સ્પષ્ટતા કરો.

Hide | Show

જવાબ :

  • “આપણા ગામમાં આપણું કામ, સાથે મળે વ્યાજબી દામ”  ના સૂત્ર સાથે રાજ્યના ગ્રામ્ય વિસ્તારના લોકોમાં પુખ્ત વયના, શારીરિક શ્રમ કરી શકે તેવા બિનકુશળ પણ કામ કરવા ઉત્સુક હોય તેવા લોકોને પરિવાર દીઠ એક સભ્યને 100 દિવસની રોજના સાત કલાક પ્રમાણે વેતનયુક્ત રોજગારી આપવામાં આવે છે.
  • જો કામ માંગ્ય પછી પણ સરકાર કામ આપવામાં નિષ્ફળ જાય તો બેકારી ભથ્થું ચુકવવામાં આવે છે.
  • આવા કામમાં શૌચાલય બાંધવા, કૂવા ખોદવા, બાગાયતી કામો, જમીન સમથળ કરવી, ઇન્દિરા આવાસ યોજનાના મજુરીના કામો, જૈવિક ખાતર બનાવવું, મરઘા- બતકા શેડ, માછલી સુકવણી યાર્ડ વગેરેનો સમાવેશ થાય છે.


સરકારની ‘સ્ટાર્ટ અપ ઇન્ડિયા’ યોજના સમજાવો.

Hide | Show

જવાબ : આ યોજના અંતર્ગત નવા આઈડીયા સાથે બેરોજગાર યુવાન ઉધોગ સાહસિકને તાલીમ, મફત વીજળી, જમીન અને આર્થિક સહાય આપવામાં આવે છે.


સરકારની “એગ્રો બિઝનેસ પોલિસી” વિષે સમજાવો.

Hide | Show

જવાબ : સરકારે આ પોલિસી 2016 માં બહાર પડી હતી. આ અંતર્ગત સરકારે પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સની નિકાસમાં સહાય તેમજ એગ્રો ફૂડ પ્રોસેસિંગ યુનિટો સ્થાપીને 10 લાખ લોકોને રોજગારી પૂરું પડવાનું લક્ષ રાખ્યું હતું.


‘ઈ-નામ’ યોજનાની માહિતી આપો.

Hide | Show

જવાબ : આ હેઠળ ખેડૂતો માટે રાષ્ટ્રીય કૃષિ બજાર ઉભું કર્યું. જેમાં ખેડૂત ઓનલાઈન તેના ઉત્પાદનોને સૂચીબદ્ધ કરાવી શકે. વેપારી કોઈ પણ જગ્યાએથી તેની બોલી લગાવી શકે. વચેટિયા, દલાલોથી થતા નુકસાનથી ખેડૂતોને બચાવીને વધુ ભાવરૂપી વળતર મળે અને હરીફાઈથી વધુ આર્થિક લાભ મળે તે યોજનાનો હેતુ છે.


દત્તોપંત ઠેગડી કારીગર વ્યાજ સહાય યોજના શું છે?

Hide | Show

જવાબ : આ યોજના દ્વારા સરકાર હસ્તકલા અને હાથશાળના કુટીર ઉદ્યોગોના કારીગરોને કાચા માલની ખરીદી માટે ઓછા વ્યાજની બેંકલોનની સગવડ પૂરી પડે છે.


બાજપાઈ બેંકેબલ યોજના હેઠળ સ્વરોજગારીનો કયો કાર્યક્રમ અમલમાં છે.

Locked Answer

જવાબ : આ યોજનામાં જેમની ઉંમર 18 થી 65 વર્ષની હોય અને ઓછામાં ઓછું ચોથું ધોરણ પાસ કર્યું હોય એવા શહેરી અને ગ્રામીણ બેરોજગારોને તાલીમ આપીને તથા વારસાગત કારીગરોને ધંધા માટે નિયત રકમનું ધિરાણ આપીને સ્વરોજગારી દ્વારા ગરીબી નિવારણ માટે પ્રયાસો કરવામાં  આવે છે.


ગરીબી નિર્મુલન યોજના અન્વયે ભારત સરકારે કૃષિ ક્ષેત્રે કયા કયા લાભદાયક કાર્યક્રમો અમલમાં મુક્યા છે?

Locked Answer

જવાબ : આ યોજના અન્વયે ભારત સરકારે કૃષિ સિંચાઈ યોજના, પ્રધાન મંત્રી ફસલવિમા યોજના, રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ અને ઈ-નામ યોજના અમલમાં મૂકી છે.


MANAREGA નું પૂરું નામ જણાવો.

Locked Answer

જવાબ : MANAREGA નું પૂરું નામ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના છે.


બેરોજગારી એટલે શું? અથવા વ્યાખ્યા આપો: બેરોજગારી

Locked Answer

જવાબ : જેની ઉંમર 15 થી 60 વર્ષની અંદર હોય, જે બજારમાં પ્રવર્તતા વેતનદરે કામ કરવાની ઈચ્છા ધરાવતો હોય, તેનામાં કામ કરવાની ઈચ્છા શક્તિ અને લાયકાત હોય તેમજ કામની શોધમાં હોવા છતાં કામ ન મળતું હોય તેવી વ્યક્તિને બેરોજગાર કે બેકાર કહેવામાં આવે છે. આવી સામુહિક પરિસ્થિતિને બેરોજગારી કહેવામાં આવે છે.


વ્યાખ્યા આપો: અનૈચ્છિક બેકારી.

Locked Answer

જવાબ : જેની ઉંમર 15 થી 60 વર્ષની અંદર હોય, જે બજારમાં પ્રવર્તતા વેતનદરે કામ કરવાની ઈચ્છા ધરાવતો હોય, તેનામાં કામ કરવાની ઈચ્છા શક્તિ અને લાયકાત હોય તેમજ કામની શોધમાં હોવા છતાં કામ ન મળતું હોય તેવી વ્યક્તિને બેરોજગાર કે બેકાર કહેવામાં આવે છે. આવી સામુહિક પરિસ્થિતિને બેરોજગારી કહેવામાં આવે છે. આવી બેકારી વ્યક્તિ ફરજીયાત પણે ભોગવે કે તેની ઈચ્છા વિરુદ્ધની હોય તેને અનૈચ્છિક બેકારી કહેવાય છે.


બેકાર તેરીકે કોને ગણાવી શકાય નહી?

Locked Answer

જવાબ : જો કોઈ વ્યક્તિ બજારના વેતનદરથી વધુ વેતન માંગે, 15 થી 60 વર્ષ વચ્ચેની ઉંમર ધરાવતો ન હોય, અપંગ, અશક્ત, વૃદ્ધ, રોગીષ્ટ કે આળસુ હોય, ગૃહિણી હોય, જેઓ શક્તિ હોવા છતાં કામ કરવાની વૃત્તિ ધરાવતા ન હોય તેવા લોકોને બેરોજગાર ગણાવી શકાય નહી.


ઋતુગત બેરોજગારી કોને કહેવાય?

Locked Answer

જવાબ : ભારતમાં કૃષિ ક્ષેત્રે સિંચાઈની અપૂરતી સગવડો, વરસાદની અનિયમિતતા અને વૈકલ્પિક રોજગારીના તકોના અભાવે ત્રણથી પાંચ માસ બેરોજગાર રહેવું પડે છે તેને ઋતુગત કે મોસમી બેરોજગારી કહે છે.


ઘર્ષણજન્ય/ બેરોજગારી કોને કહે છે?

Locked Answer

જવાબ : જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવે ત્યારે અમુક સમય માટે શ્રમ બેરોજગાર બને છે જેને ઘર્ષણજન્ય બેરોજગારી કહે છે.

ઉદાહરણ:  કોમ્પ્યુટર આવવાને કારણે ટાઇપરાઈટર ચલાવતા લોકો જ્યાં સુધી કોમ્પ્યુટર ન સીખે ત્યાં સુધી બેરોજગાર રહે છે, તેને ઘર્ષણજન્ય બેરોજગારી કહે છે.


પ્રચ્છન્ન કે છૂપી બેરોજગારીની વ્યાખ્યા આપો.

Locked Answer

જવાબ : કોઈ કામ ધંધા કે વ્યવસાયિક પ્રવૃત્તિમાં જરૂર કરતા વધારે શ્રમિકો રોકાયેલા હોઈ આ શ્રમિકો ઉત્પાદન કાર્યમાંથી ખસેડી લેવાથી કુલ ઉત્પાદનમાં કોઈ ફેર પડતો ન હોય તો આ વધારાના શ્રમિક પ્રચ્છન્ન કે છૂપા બેરોજગાર કહેવાય. ઉદાહરણ: એક ખેતરમાં 10 વ્યક્તિ જેટલું કામ કરે છે તેટલું જ કામ 8 વ્યક્તિ દ્વારા પણ કરી શકાય તો વધારાના 2 વ્યક્તિ  પ્રચ્છન્ન કે છૂપા બેરોજગાર છે તેમ કહેવાય.


સમજૂતી આપો: ઔધોગિક બેરોજગારી.

Locked Answer

જવાબ : ઔધોગિક ક્ષેત્રે થતા ફેરફારોને લીધે જો વ્યક્તિએ ટૂંકા કે લાંબા સમય માટે કામ વિનાનું થવું પડતું હોય તો તેવી સ્થિતિને ઔધોગિક બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે.


શિક્ષિત બેરોજગારી કોને કહેવાય છે?

Locked Answer

જવાબ : ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ મેળવ્યું હોય અને જો વ્યક્તિ બેરોજગાર હોય તો તેને શિક્ષિત બેરોજગાર કહેવામાં આવે છે.


વિશ્વ શ્રમ બજાર એટલે શું?

Locked Answer

જવાબ : આધુનિક અને કુશળ, માહિતી તકનીક (IT) સંદેશા વ્યવહાર, ટેકનોલોજી, બાયોટેકનોલોજી, કોમ્પુટર ક્ષેત્રે, દક્તરીના અભ્યાસ માટે લોકોના જ્ઞાન અને કૌશલ્યની માંગ વધી રહી છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ શ્રમિકોનું એક દેશમાંથી બીજા દેશમાં સ્થળાંતર, રોજગારી અર્થે, વેપાર- ધંધા અર્થે તાલીમ કે ઉચ્ચ અભ્યાસ માટે થાય તેને આંતરરાષ્ટ્રીય સ્તરે ગતિશીલતા કહે છે. વિશ્વના દેશો વચ્ચે થતા શ્રમના આવા આદાન પ્રદાનને વિશ્વ શ્રમ બજાર કહે છે.


બુધ્ધિધનનું બહિર્ગમન ‘ બ્રેઈન ડ્રેઈન’ એટલે શું?

Locked Answer

જવાબ : શૈક્ષણીક જ્ઞાન, ઉચ્ચ ટેકનીકલ જ્ઞાન અને કૌશલ્યની પ્રાપ્તિ માટે, વિદેશમાં વધુ આવક, વધુ સુવિધા, અને વધુ સારી નોકરીની શોધમાં આંતરરાષ્ટ્રીય સ્તરે જે સ્થળાંતર થાય તેને બ્રેઈન ડ્રેઈન તરીકે ઓળખવામાં આવે છે.


આંતરરાષ્ટ્રીય સ્તરે થતા સ્થળાંતરના ગેરફાયદા જણાવો. અથવા ‘બુધ્ધિધનનું બહિર્ગમન’ ના ગેરફાયદા જણાવો.

Locked Answer

જવાબ : બુધ્ધિશાળી અને પ્રતિભાશાળી વ્યક્તિઓ, તાલીમ પામેલા કુશળ અને સુસજ્જ કારીગરોનું અન્ય દેશોમાં સ્થળાંતર થવાના કે કાયમી ત્યાંજ વસવાટના વલણને કારણે દેશમાં પ્રતિભા ધરાવતી, ટેકનીકલ જ્ઞાન સંપન્ન અને વૈજ્ઞાનિક માનસ ધરાવતી તેજસ્વી પ્રતિભાઓની ખોટ વર્તાય છે.


આંતરરાષ્ટ્રીય સ્થળાંતરના ફાયદા જણાવો. અથવા ‘બુધ્ધિધનનું બહિર્ગમન’ / બ્રેઈન ડ્રેઈનના ફાયદા જણાવો.

Locked Answer

જવાબ : વૈશ્વિકીકારણ અને ઉદારીકરણ થી અર્થવ્યવસ્થામાં નવી સ્થિતિનું સર્જન થયું છે. કુશળ આધુનિક IT ઇન્જીનીયરો, સંદેશાવ્યવહાર, ટેકનોલોજી, બાયોટેકનોલોજી, કમ્પ્યુટર, કે દાકતરી અભ્યાસ ક્ષેત્રે જ્ઞાન અને કુશળતા મેળવનારની માંગ વધી રહી છે. દરેક દેશો આવા કુશળ તજજ્ઞોની ભરતી કરે છે.તેમને આકર્ષવા રીતરસમો અપનાવે છે. આવશ્યક લાયકાત, જ્ઞાન, કૌશલ્ય, પ્રાપ્ત કરવા કર્મચારીઓને તાલીમ માટે વિદેશ મોકલે છે.આમ આ પ્રકારે વિદેશોમાં નોકરી ધંધા માટે જવાથી દેશમાં વિદેશી ચલણ સ્વરૂપે આવક પ્રાપ્ત થાય છે. આ રીતે વિદેશી ધન દેશમાં આવતા વિદેશી કમાણીથી દેશમાં વિદેશી ચલણ કે હુંડીયામણની સમસ્યા હળવી બને છે.


રોજગાર વિનિમય કેન્દ્રોનું કાર્ય જણાવો.

Locked Answer

જવાબ : રોજગાર વિનિમય કેન્દ્રો રોજગારીની શોધમાં ભટકતી વ્યક્તિઓ, શ્રમિકો, કામદારો કે શિક્ષિત, કુશળ – અર્ધકુશળ યુવાનોને કામ આપવા માંગતા માલિકો સાથે જોડવાનું કડીરૂપ કાર્ય કરે છે. આ સંસ્થા શિક્ષિત બેકારોની નોંધણી, કામની જગ્યા અને પ્રકાર વિષે વિશ્વસનીય માહિતી આપે છે.


મનોવૈજ્ઞાનિક દ્રષ્ટીએ નોકરી ન મળવાને કારણે કેવા પરિણામો મળી શકે છે?

Locked Answer

જવાબ : નોકરી ન મળવાને કારણે હતાશામાં ધકેલાઈ જવું, જો લાંબા સમય સુધી કામ ન મળે તો યુવાનો અનૈતિક અને અસામાજિક પ્રવૃત્તિઓ જેવીકે માદક દ્રવ્યોની હેરાફેરી, ગેરકાનૂની વ્યવસાયો, ચોરી, લુંટફટ, ખંડણી વસુલી, જેવા ગુનાહિત કૃત્યોમાં   જોડાઈ શકે છે.


ભારતમાં ઝડપી આર્થિક વૃદ્ધિના ઉપાય ટૂંકમાં જણાવો.

Locked Answer

જવાબ : ઝડપી આર્થિક વૃદ્ધિ માટે આર્થિક વૃદ્ધિ દર 10 ટકા જેટલો ઉંચો રાખી તેને સિદ્ધ કરવા તનતોડ પ્રયત્નો કરવા, ખાનગી ક્ષેત્ર્મ મૂડી રોકાણ વધારવું, રોજગારીની તકોમાં વધારો કરવો, ગૃહ ઉદ્યોગો, કુટીર ઉદ્યોગો સ્થાપવા તથા આર્થિક સહાય, શિક્ષણ અને તાલીમ કેન્દ્રો ખોલવા વગેરે કરી શકાય.


ગ્રામીણ ક્ષેત્રે ખેતી સિવાયના સમયની બેરોજગારી ઘટાડવાના ઉપાય જણાવો.

Locked Answer

જવાબ : ખેતી સિવાયના સમયની બેરોજગારી ઘટાડવા ખેતીમાં એકથી વધુ વખત પાક લઇ શકાય તેવી પદ્ધતિ વિકસાવવી, નવી જમીન ખેડાણ હેઠળ લાવવી, પ્રત્યેક ખેતરને પાણી અને વીજળીની સુવિધા ઉપ્લાભ્દ કરાવવી, નાની મોટી સિંચાઈ યોજનાઓ, ડેમો, ચેકડેમો, જળાશયો, નહેરો, ટ્યુબવેલ, બંધો, સડકોના, બાંધકામની પ્રવૃત્તિઓ, મરઘા બતકા ઉછેર, મત્સ્ય ઉછેર, પશુપાલન, ડેરી ઉદ્યોગ, વનીકરણ વગેરે કામો કરી શકાય.


ખેતીના વિવિધ પ્રકારો જણાવો.

Locked Answer

જવાબ : ખેતીના વિવિધ પ્રકારોમાં બાગાયતી ખેતી, સેન્દ્રીય ખાતર આધારિત ખેતી, સુકી ખેતી, બહુલક્ષી પાક પદ્ધતિ, શાકભાજીની ખેતી, ફળોની ખેતી વગેરે ખેતીના પ્રકાર છે.


ગ્રામીણ ક્ષેત્રે માનવવિકાસને ટકાવી રાખવા કયા ઉપાયો કરવા જોઈએ.

Locked Answer

જવાબ : ગ્રામીણ ક્ષેત્રે માનવવિકાસને ટકાવી રાખવા ગ્રામીણ લોકોના આરોગ્ય, શિક્ષણ, પીવાનું ચોખ્ખું પાણી, પૌષ્ટિક આહાર,વીજળી, રસ્તાઓ, બેન્કિંગ, વીમો, ઈન્ટરનેટ, સંદેશાવ્યવહાર, મોજશોખ, વગેરેમાં વધારો કરવો જોઈએ. ઉપરાંત સાર્વજનિક મિલકતો વિકસાવવી જોઈએ તથા સ્થાનિક ઉદ્યોગોનો વિકાસ કરવો જોઈએ.


શિક્ષિત બેરોજગારી કે યુવા બેરોજગારી ઘટાડવાના પગલા જણાવો.

Locked Answer

જવાબ : શિક્ષિત બેરોજગારી કે યુવા બેરોજગારી ઘટાડવા માટે સૌ પ્રથમ તેમના કૌશલ્યમાં વધારો થાય તેવા પગલા લેવા જોઈએ. તેમના શિક્ષણને અનુરૂપ રોજગારી આપવી જોઈએ, કુશળ કારીગરો પેદા થાય તેવી વ્યવસાયલક્ષી તેમજ તકનીકી શિક્ષણ નીતિ અપનાવવી જોઈએ. તેમનામાં વિશિષ્ટ કૌશાલ્ય વિકસાવવું, ઉત્પાદનની સાથે ગુણવત્તા વધે તેવા પ્રયત્નો કરવા વગેરે ઉપાયો કરી શકાય.


ભારતના શ્રમ મંત્રાલયે યુવા રોજગારી માટે કઈ યોજના અમલમાં મૂકી છે?

Locked Answer

જવાબ : યુવાનોને વિકાસની સાથે જ્ઞાન, સમજણ, ઉત્સાહ અને કાર્યક્ષમતા વધે તે માટે કૌશલ્યના વિકાસમાં ઉપયોગી એવી ‘મેક ઇન ઇન્ડિયા’, ‘સ્કીલ ઇન્ડિયા’, ‘ડીજીટલ ઇન્ડિયા’ જેવી મહત્વકાંક્ષી યોજનાઓ અમલમાં મૂકી છે.


સરકારે મહિલાઓને સ્વરોજગારી પૂરી પાડવા કયા પગલા ભર્યા છે?

Locked Answer

જવાબ : સરકારે મહિલાઓને સ્વરોજગારી પૂરી પાડવા બેંકો, નાણાકીય સંસ્થાઓ થાકી આર્થિક સહાય, સસ્તી સરળ લોનની સુવિધા, સ્થાનિક વેપારી સંગઠનો, સેવાભાવી સંસ્થાઓ વગેરેના સહકારથી મહિલાઓને ગૃહઉદ્યોગો સ્થાપીને સ્વરોજગારી પૂરી પાડી છે.


સરકારની ‘સ્ટાર્ટ અપ ઇન્ડિયા’ યોજના સમજાવો.

Locked Answer

જવાબ : સરકારે જે ડીપ્લોમાં કોર્ષ અને સર્ટીફીકેટ કોર્ષ શિક્ષણમાં દાખલ કર્યા છે તે તથા ઓટોમોબાઈલ ક્ષેત્રે નવા કોર્ષની તાલીમ અને શિક્ષણથી જે યુવાનો તૈયાર થાય તેમને સ્વરોજગારી માટે ધંધાની શરૂઆતમાં આર્થિક જરૂરિયાતો ઉભી થાય તે સરકારની આ યોજના અન્વયે સસ્તી લોન પૂરી પાડવામાં સહાય કરાય છે. આ યોજના અંતર્ગત નવા ઉદ્યોગકારોને સરકારે નજીવા દરે લોન પૂરી પડે છે.


‘શિક્ષણ માંથી સ્વરોજગારી’ વાક્યની યાર્થાર્થતા સમજાવો.

Locked Answer

જવાબ : શ્રમ શક્તિની માંગને અનુરૂપ યુવાનો શિક્ષણ પ્રાપ્તિ પછી સ્વરોજગારીની તકો પ્રાપ્ત કરી શકે તે માટે ટૂંકા ગળાના ડીપ્લોમાં કે સર્ટીફીકેટ પ્રકારના પ્રત્યક્ષતાલીમી અભ્યાસક્રમો જેવાકે સ્પીનીંગ, વિવિંગ, ટર્નીંગ, પ્લામ્બરીંગ, રેડીઓ, ટીવી, ફ્રીઝ, મોબાઈલ, એ.સી.રીપેરીંગના કોર્ષ શરુ કરવામાં આવ્યા છે તથા ઓટોમોબાઈલ ક્ષેત્રે જરૂરિયાત પ્રમાણે ઇલેક્ટ્રોનીક્સ, કમ્પ્યુટર,સાયન્સ, જીનેટિક સાયન્સ, એરો-સ્પેસ- રોબોટ મેકિંગ વગેરે કોર્ષ દ્વારા કુશળ કારીગરો, ઈજનેરો વગેરે તૈયાર કરવામાં આવી રહ્યા છે.


શ્રમ શક્તિના આયોજન માટે સરકારે શું પગલા લીધા છે?

Locked Answer

જવાબ : શ્રમ શક્તિના આયોજન માટે રોજગારીના નવા ક્ષેત્રો જેવાકે    કમ્પુટર ટેકનોલોજી, ઇન્ફર્મેશન ટેકનોલોજી, ફાર્મા ક્ષેત્ર, બિઝનેસ મેનેજમેન્ટ, ધંધાકીય વ્યવસ્થાપન, પેકિંગ અને પ્રોસેસિંગ, આઉટસોર્સિંગ, માર્કેટિંગ, કેટરિંગ, ઇવેન્ટ મેનેજમેન્ટ, હોટેલ મેનેજમેન્ટ, શેર- સ્ટોક, માર્કેટિંગ  વગેરે ક્ષેત્રો ખોલ્યા છે.


ગરીબી એટલે શું? ગરીબીરેખા નીચે જીવતા લોકોના લક્ષણો જણાવો.

Hide | Show

જવાબ : ગરીબી એ ગુણાત્મક ખ્યાલ છે. ભારતમાં ગરીબીને વ્યક્તિના જીવનના લઘુત્તમ સ્તર તરીકે જોવામાં આવે છે. ગરીબી રેખા નીચે જીવતા લોકોના સામાન્ય લક્ષણ આ પ્રમાણે ગણી શકાય.

  • જે વ્યક્તિને બે ટંક પુરતું ભોજન મળતું ન હોય.
  • રેહવા માટે પુરતી માત્રામાં મોકળાશ વાળી જગ્યા ન મળતી હોય.
  • જેમને  ગંદા વસવાટો કે સ્લમ વિસ્તારોમાં વસવાટ કરવો પડતો હોય.
  • જેની આવક નિર્ધારિત અપેક્ષિત આવકથી ઓછી હોય.
  •  જેનું આયુષ્ય રાષ્ટ્રીય સરેરાશ આયુષ્યથી ઓછું હોય. જેઓ મોટે ભાગે નિરક્ષર હોય.
  • જેઓ સતત પોષણક્ષમ આહારના અભાવ નાના મોટા રોગોથી પીડાતા હોય.
  • જેમના બાળકોને કુટુંબની આવકમાં વધારો થાય તે માટે ભણવાની ઉંમરે મજુરી કે કામધંધે બાળ મજુરી કરવા જવું પડતું હોય.
  •  જેમના બાળકોનો કુપોષણને લીધે બાળમરણનો ગ્રાફ ઉંચો હોય.


ભારતમાં ગરીબીની સ્થિતિનું વર્ણન કરો. અથવા “ભારતમાં ગરીબી” આ અંગે વિસ્તારથી સમજાવો.
 

Hide | Show

જવાબ : જવાબ:

  • ભારતમાં આયોજન પંચે ૨૦૧૧-૧૨ માં ગરીબી રેખા નક્કી કરવા ગ્રામીણ ક્ષેત્રે માથાદીઠ વપરાશી ખર્ચ રૂ. ૮૧૬ એટલે કે કુટુંબ દીઠ રૂપિયા ૪૦૮૦ ખર્ચ અને શહેરોમાં માસિક વપરાશી ખર્ચ રૂપિયા ૧૦૦૦ લેખે કુટુંબદીઠ વપરાશી ખર્ચ રૂપિયા ૫૦૦૦ નું પ્રમાણ નક્કી કર્યું હતું. અર્થાત, વપરાશી ખર્ચ માટે માથાદીઠ ઓછા માં ઓછી આટલી આવક મળવી જોઈએ.
  • આ નવા માપદંડના આધારે ભારતમાં ૨૦૧૧-૧૨ માં ગરીબોની સંખ્યા ઘટીને ૨૭ કરોડની થઇ હતી.
  • કુલ વસ્તીના ગરીબોનું પ્રમાણ ઘટીને ૨૧.૯ % થયું હતું. ભારતમાં ૨૦૦૯-૧૦ માં ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના ૨૯.૮ % હતું. મતલબ કે અંદાજે ૩૫.૪૭ કરોડ લોકો ગરીબીમાં જીવતા હતા.
  • વિશ્વબેંકે આંતરરાષ્ટ્રીય ધોરણે સરખામણી થઇ શકે તેથી 2012માં 2008 ના ભાવોએ માથાદીઠ દૈનિક આવક US $ 1.90 (ડોલર) નિર્ધારિત કરી હતી.
  •  વિશ્વબેંકના એક અહેવાલ મુજબ ૨૦૧૦ માં કુલ વસ્તીના ૩૨.૭ % લોકો ગરીબીરેખાની નીચે જીવતા હતા. જેની સંખ્યા અંદાજે ૪૫.૬ કરોડ થાય.
  • UNDP ૨૦૧૫ ના રીપોર્ટ મુજબ ૨૦૧૧-૧૨ માં ભારતમાં ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના ૨૧.૯૨% હતું  જે પૈકી ગ્રામીણક્ષેત્રે ૧૩.૭% ગરીબીનું પ્રમાણ જોવા મળ્યું હતું. ભારતમાં સૌથી વધુ ગરીબીનું પ્રમાણ છત્તીસગઢમાં ૩૬.૯૩ % છે.જયારે ઓછી ગરીબી વાળું રાજ્ય ગોવા ૫.૦૯% છે.
  • ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ ૧૬.૬૩% છે.
  • ભારતમાં ૩૦% થી વધુ ગરીબીનું પ્રમાણ ધરાવતા રાજ્યોમાં છત્તીસગઢ,આસામ, ઉત્તરપ્રદેશ, મણીપુર, બિહાર, અરુણાચલ પ્રદેશ,ઝારખંડ, ઓડીસા વગેરે છે.
  • ભારત કુદરતી સંસધાનો અને અપાર કુદરતી બક્ષીસથી સમૃદ્ધ છે. પરંતુ તેનો યોગ્ય લાભ ઉઠાવવાની ક્ષમતાનો અભાવ, શિક્ષણ તાલીમ અને કૌશલ્યના અભાવે તેમજ વર્ષોના ખામીયુક્ત આયોજનના કારણે લીકોમાં ગરીબીનું પ્રમાણ ઘટ્યું નથી, માટે એવું કહેવાય છે કે ધનિક ભારતમાં ગરીબો વસે છે.

ભૌગોલિક રીતે બે પ્રકારે ગરીબી હોઈ શકે.

  1. ગ્રામીણ ક્ષેત્રે ગરીબો:
     ગ્રામીણ ક્ષેત્રોના ગરીબોમાં મોટા ભાગે જમીનવિહોણા ખેતમજૂરો, ગૃહ ઉદ્યોગો કે કુટીર ઉદ્યોગોના કારીગરો, સીમાંત ખેડૂતો, ભીખારીઓ, વેઠિયા મજુરો,જંગલ કે પહાડી વિસ્તારમાં રહેતા લોકો, કામચાલાઉ કારીગરો વગેરે છે.

  1. શહેરી ક્ષેત્રે ગરીબો:
     જયારે શહેરી ક્ષેત્રોના ગરીબોમાં કામચલાઉ મજૂર, બેરોજગાર દૈનિક શ્રમિક, ઘરનોકર, રિક્ષા ચાલકો, ચા-નાસ્તાની લારી, ગલ્લાવાળા,હોટેલ,ઢાબા કે ઓટો ગેરેજમાં કામ કરવા વાળા શ્રમિકો વગેરે ગરીબીમાં જીવી રહ્યા છે.


ભારતમાં ગરીબી ઉદભવવાના જવાબદાર કારણો કે પરિબળોની સવિસ્તાર ચર્ચા કરો. 

Hide | Show

જવાબ : ભારતમાં શહેરો કરતા ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબીના મુળિયા ઊંડે સુધી વિસ્તરેલા જોવા મળે છે. ગરીબી ઉદભવવાના કારણો નીચે મુજબ છે.

  1. કૃષિનો અપૂરતો વિકાસ: કૃષિક્ષેત્રે સિંચાઈની અપૂરતી સગવડો, ખેતી માટેનો વૈજ્ઞાનિક અભિગમનો અભાવ, વરસાદની અનિયમિતતા જેવા અનેક કારણોસર ભારતમાં કૃષિક્ષેત્રે ઈચ્છિત વિકાસ થયો નથી. જેથી ખેડૂતની આવકમાં ઘટાડો જોવા મળે છે. જેને કારણે ખેડૂત ગરીબ બને છે.
  2. વૈકલ્પિક રોજગારીનો અભાવ: ગ્રામીણ ક્ષેત્રોમા ખેતી એકમાત્ર આવકનું સાધન છે. ખેતી સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારીની તકોના અભાવને કારણે ગ્રામ્યજનોની આવક માર્યાદિત બને છે જેથી ગરીબીમાં વધારો થાય છે.
  3. નિરક્ષરતા : નિરક્ષરતાને કારણે લોકો શોષણના ભોગ બને છે તેમજ સરકારી યોજનાઓની માહિતીના અભાવે યોગ્ય લાભ ઉઠાવી શકતા નથી. આ ઉપરાંત રોજગારીનું જરૂરી જ્ઞાન, શિક્ષણ, કૌશલ્ય અને તાલીમનો અભાવ હોવાથી પણ ગરીબીમાં વધારો થાય છે.
  4. પરંપરાગત રૂઢિઓ: જ્ઞાતિપ્રથા તથા રૂઢિઓ, પરંપરાઓના કારણે રીતરીવાજો પાછળ ગજા ઉપરાંતના ખર્ચને કારણે લોકો દેવામાં ડૂબે છે. આવા બિનઉત્પાદકીય ખર્ચમાં વધારો થવાથી ગરીબી ઉદભવે છે.

 

  1. ખામી યુક્ત નીતિ ઘડતર: આર્થિક નીતિઓ બનાવતી વખતે છેવાડાના માનવીની જરૂરિયાતો તેમજ આર્થિક હિતોની ઉપેક્ષા કરવામાં આવી છે.
  2. ભાવવધારો: ખેતીક્ષેત્રે રોકડિયા પાકોને પ્રોત્સાહન મળવાથી ખાદ્ય પાકોનું ઉત્પાદન ઘટ્યું છે. આથી અનાજ- કઠોળની અછત સર્જાવાના કારણે ભાવો વધ્યા છે. જેથી ખુબ ઓછી આવક ધરાવતા લોકોને બે ટંક ભોજન પણ પ્રાપ્ત થતું નથી. આમ, ભાવવધારાને કારણે ગરીબી ઉત્પન્ન થાય છે.
  3. આર્થિક સુધારા: વિવિધ આર્થિક સુધારાઓના અમલને કારણે કુટીર ઉદ્યોગો, લઘુ ઉદ્યોગો નાશ પામ્યા અને શહેરો તરફ સ્થળાંતર વધ્યું જેને કારણે ગરીબી વધી છે.
  4. કુપોષણ:  ગરીબો કુપોષણ અને વિવિધ રોગોના શિકાર બને છે જેથી આરોગ્ય વિષયક ખર્ચાઓ વધ્યા અને તેની સામે આવક સ્થિર હોવાથી ગરીબી ઉત્પન્ન થાય છે.
  5. ટેકનોલોજીકલ ફેરફાર: ટેકનોલોજીમાં ફેરફારો આવતા પરંપરાગત વ્યવસાયો, કુટીર ઉદ્યોગો પડી ભાંગ્યા. અને બેકારીમાં વધારો થયો
  6. વસ્તીવૃદ્ધી: ભારતમાં વસ્તીવૃદ્ધી દર વધ્યો છે, તેની સામે સરેરાશ આયુષ્યમાં વધારો થયો છે. શ્રમની કુલ માંગ કરતા કુલ પુરવઠો વધ્યો છે જેથી બેકારી વધી છે. બીજી બાજુ તેમની જીવનજરૂરિયાતની વસ્તુની માંગ સામે ઉત્પાદન ઘટતા ભાવ વધ્યા છે. ખરીદશક્તિમાં ઘટાડો થયો, જીવન ધોરણ કથળ્યું આથી અંતે ગરીબીમાં વધારો થયો છે.


ગરીબી નિવારણ કાર્યક્રમ અન્વયે ‘કૃષિક્ષેત્રે’ તથા ‘ગ્રામોદયથી ભારત ઉદય’ ના કાર્યક્રમ હેઠળ સરકારે લીધેલા પગલાઓની વિગતે ચર્ચા કરો.

Locked Answer

જવાબ :

  1. કૃષિક્ષેત્રે સરકારે લીધેલા પગલાઓ:
  • કાર્યક્રમ થકી ખેડૂતલક્ષી યોજનાઓમાં વન્ય પ્રાણીઓથી થતા નુકસાન દ્વારા પાકનું રક્ષણ કરવા તારની વાડ કરવા આર્થિક સહાય, અછત કે દુકાળના સમયે પશુધનની સુરક્ષામાટે ઘાસ ઉત્પાદન અને પશુ શેલ્ટર બાંધવા માટે સહાય, અત્યાધુનિક સેટેલાઈટ કે ડ્રોન ટેકનીકથી વરસાદની આગાહી અને ખનીજ ક્ષેત્ર શોધવા.
  • જમીનના સર્વે કરી રેકર્ડ જાળવવાની જોગવાઈ કરી ખેતીમાં યાંત્રીકરણ માટે ટ્રેક્ટર તથા મીની ટ્રેકટરની ખરીદીમાં ઓછા વ્યાજે લોન ધિરાણ અને સબસીડી રૂપે સહાય.
  • પાણીની ટાંકીના નિર્માણમાં સહાય, બાગાયતી પાકોની ગુણવત્તા સુધારણા, કૃષિ ધિરાણ મંડળીમાં કમ્પુટરાઈઝેસન, કપાસ, કઠોળ મસાલાના ઉત્પાદન માટે          નવી ટેસ્ટીંગ લેબોરેટરી સ્થાપવી.પોષણક્ષમ ભાવો મળી રહે તેવો પ્રબંધ, જળસંગ્રહ માટે જળાશયોમાંથી કાંપ દુર કરીને ઊંડા કરવા, મોટા કરવા, ખેતતલાવડીઓના નિર્માણ, જળાશયોની કેનાલ અને કાંસની સફાઈ અને લંબાઈમાં વધારો કરવો.
  • જલમંદિરોનું પુન: સ્થાપન અને ચેકડેમનું રીપેરીંગ અને જળની સંગ્રહ શક્તિમાં વધારો કરવા જેવા અનેક કાર્યક્રમો હાથ ધર્યા,જેમાં ખેતી સિવાયના સમયમાં રોજગારી મળે અને સાથે ગ્રામીણ ક્ષેત્રે કાયમી સંપત્તિનું નિર્માણ થાય.
  • આમ, ખેડૂતોને દેવામાંથી ઉગારવાના પ્રયાસરૂપે વિવિધ પ્રકારે સહાય પૂરી પાડવાનો પ્રયત્ન કેન્દ્ર અને રાજ્ય સરકારે આ યોજનામાં કર્યો છે.
  • ગ્રામોદયથી ભારત ઉદય’:
  • હેઠળ ખેડૂતો માટે રાષ્ટ્રીય કૃષિ બજાર ઉભું કર્યું.
  • જેમાં ખેડૂત ઓનલાઈન તેના ઉત્પાદનોને સૂચીબદ્ધ કરાવી શકે.
  • વેપારી કોઈ પણ જગ્યાએથી તેની બોલી લગાવી શકે
  • વચેટિયા, દલાલોથી થતા નુકસાનથી ખેડૂતોને બચાવીને વધુ ભાવરૂપી વળતર મળે અને હરીફાઈથી વધુ આર્થિક લાભ મળે તે યોજનાનો હેતુ છે.
  • ‘ઈ-નામ’ યોજના:
  • અન્વયે દરેક ખેતરને પાણી, હયાત કેનાલ માળખા સુધારવા, જમીન ધોવાણ અટકાવવું, અનુસુચિત જનજાતિના ખેડૂતોને નવી ટ્યુબવેલ, ક્ષાર પ્રવેશ નિયંત્રણ જેવા કાર્યક્રમો અમલમાં મુક્યા.
  • ઉપરાંત તળાવોનું ખોદકામ, વોટર શેડ વિકાસ , ટાંકી નિર્માણ, વરસાદી પાણીનો સંગ્રહ, વનરોપણ, નહેરની લાઈનીંગ બનાવવી વગેરે કાર્યક્રમો અમલમાં મુકીને ગ્રામીણ ક્ષેત્રે કૃષિ પર આધારિત ગરીબ કુટુંબોને ગરીબી માંથી બહાર કાઢવા કેટલીક આર્થીક ટેકારૂપી સહાય કરી છે.
  • રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ:
  • અન્વયે ખેત સુરક્ષા વિમા યોજનાને વધુ સુગ્રથીત કરીને કુદરતી આફતોથી ખેડૂતોને થતી નુકસાનીમાં આર્થિક ટેકો પૂરો પાડવા સહાય કરવી, ટેકાના ભાવે કપાસની ખરીદીમાં બોનસ અને પાકના નુકસાનમાં વળતર આપવાનું શરુ કર્યું.
  • ભાવોની સ્થિરતા માટેક્ષતિમુક્ત કૃષિ ભાવ પંચની રચના કરી.
  • પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના:
  • રાષ્ટ્રીય કૃષિ યોજના અન્વયે ખેતીમાં વૃદ્ધિદર માં વધારો થાય, કૃષિ સંલગ્ન વિભાગો વિકસે, સિંચાઈની સગવડોમાં વધારો કરવો.
  • જમીનને સિંચાઈ હેઠળ આવરી લેવી, ટપક પદ્ધતિથી સિંચાઈ કરવી, પ્રત્યેક ખેતરને પાણી મળે તેથી જળસંકટને નાથવા માટે નાના મોટા માધ્યમ કદના ચેકડેમ ઉભા કરવા જેવા અનેક પગલા ભરીને ખેડૂતોને ખેતીના જોખમ અને દેવા માંથી બચાવવાનો તથા રોજગારી દ્વારા આવક પૂરી પાડીને ગરીબી માંથી ઉગારવાનો પ્રયત્ન કર્યો છે.
  • પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના :


ગરીબી નિવારણની વ્યૂહરચનાઓ અંગે ટૂંકનોંધ લખો.

Locked Answer

જવાબ : ભારતમાં ૧૧ પંચવર્ષીય યોજનાઓ પૂરી થઇ છે. આમાં ગ્રામીણ ક્ષેત્રની ઉપેક્ષા ગરીબી માટેનું ખાસ કારણ છે. ભારતીય અર્થતંત્રનું સુવર્ણ શિખર ભલે શહેરોમાં હોય પરંતુ તેના મૂળિયાતો ગામડાઓમાં જ છે.ગામડું ભારતીય અર્થતંત્રનું હૃદય છે. ભારતનો સાચો આર્થિક વિકાસ, સામાજિક વિકાસ અને સંસ્કૃતિક વિકાસ ગ્રામ્ય વિકાસથી જ શક્ય બને છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ગરીબી નિર્મુલન માટે ગ્રામીણ ક્ષેત્રે કૃષિ ક્ષેત્રનો વિકાસ, ગૃહ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ વગેરે યોજનાઓ અને તેના કાર્યક્રમો અમલમાં મુક્યા છે. પરિણામે રોજગારી વધતા આવક વધશે અને ગરીબી ઘટશે.  

  • આઝાદી પછી સરકારેગરીબી હટાઓસૂત્ર સાથે મોટા અને પાયાના ભારે ચાવીરૂપ ઉદ્યોગોના વિકાસને વધુ સક્રિય બનાવ્યો છે. પરિણામે શહેરોનો વિકાસ વધ્યો છે. તો બીજી બાજુ ગ્રામીણ ક્ષેત્રે ‘હરિયાળીક્રાંતિ’ ના લક્ષ સાથે જમીન સુધારણા કાર્યક્રમના અમલથી ખેતી ક્ષેત્રનો વિકાસ થશે અને ઉત્પાદનમાં પણ વધારો થશે  પરિણામે રોજગારી વધશે અને ગરીબોની આવકમાં પણ વધારો થશે જેથી તેમની સ્થિતિ સુધરશે.
  • ઉદ્યોગોના વિકાસથી ઉદ્યોગ માલિકોના આર્થિક લાભો, જમીનદારો જેવા ધનિકોને મળતો આવકનો હિસ્સો ગરીબો સુધી વિસ્તરશે અને ગરીબોની સંખ્યા ઘટશે પરંતુ આવું થયું નહી. દેશમાં આર્થિક વિકાસની ગતિ ધીમી રહી છે. આપણો મંદ આર્થિક વિકાસ, આવકની અન્યાયી અને અસમાન વહેંચણી વગેરે કારણોસર આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ સમાજના ટોચના અમુક ધનિકોના હાથમાં રહ્યું. આમ, આર્થિક લાભોનું વિસ્તરણ ન થતા ગરીબોની સ્થિતિમાં કોઈ સુધારો ન થયો. પરિણામે ધનિકો વધુ ધનિક થયા અને ગરીબો વધુ ગરીબ બન્યા.
  • સરકારે આવકની અસમાનતા દુર કરવા કરવેરાની નીતિઓમાં ગરીબોને જીવનજરૂરિયાતની વસ્તુઓ મળી રહે તે માટે ધનિકોની વપરાશી ચીજ-વસ્તુઓ, ભોગવિલાસની વસ્તુઓ અને સેવાઓ પર તથા તેમની આવક પર ઊંચા દરે કરવેરા નાખ્યા. સાથે સાથે ગરીબોની જીવન જરૂરિયાતની વસ્તુઓમાં ખર્ચાઓ વધી ન જાય તથા વપરાશી વસ્તુઓમાં આવકનો મોટો હિસ્સો વપરાઈ ન જાય તે માટે જીવનજરૂરિયાતની વસ્તુઓ જાહેર વિતરણ પ્રણાલી (PDS) હેઠળ વ્યાજબી ભાવની દુકાનો દ્વારા નિયત જથ્થા માં રાહત દરે ઘર આંગણે પૂરી પાડીને તેમના જીવનધોરણને ઊંચું લાવવાનો વ્યૂહ અપનાવ્યો છે. આમ, ગરીબોની રોજગારી વધે, કાર્યક્ષમતા વધે, ઉત્પાદકતા વધે અને આવકમાં વધારો થાય તેવા પ્રયત્નો સરકારે કર્યા છે.
  • સરકારે કૃષિ ક્ષેત્ર પર વધુ ભાર મુક્યો છે.જમીન સુધારણાણા ઉપાયો,જમીન ટોચ મર્યાદાનો ધારો, ગણોતનું નિયમન, ખેડ હકની સલામતી જેવા કાયદાઓથી ધનિક જમીનદારોની આવકમાં ઘટાડો કરી જમીન વિહોણા ખેતમજૂરો કે ગણોતીયાની આવક વધારવાનો રસ્તો સાફ કર્યો.
  • સરકારે કૃષિ પર આધારિત અન્ય પ્રવૃત્તિ જેવી કે, પશુપાલન, ડેરી ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ, વનીકરણ, સિંચાઈ યોજનાઓ, ગૃહ ઉદ્યોગો, કુટીર ઉદ્યોગો, લઘુ ઉદ્યોગો વગેરેને પ્રોત્સાહન આપ્યું. સ્વાવલંબન ઉદ્યોગો જેવાકે પરંપરાગત વ્યવસાયો, હાથસાળ, કુટીર ઉદ્યોગો વગેરે માટે પ્રોત્સાહન નીતિઓની જાહેરાત કરી તથા આર્થિક સહાય આપી. ગ્રામીણ યુવકોને વૈકલ્પિક રોજગાર માટે શિક્ષણ, તાલીમ અને રોજગારીમાં વધારો થાય તેવા પ્રબંધો કર્યા.
  • સરકારે ગ્રામીણ ક્ષેત્રે શિક્ષણ, સ્વાસ્થ્ય, વસવાટ, રોજગારી, કુટુંબ નિયોજન, સંદેશાવ્યવહાર, આંતર સુવિધાયુક્ત માળખા સુધાર્યા. સિંચાઈ, સડક, પાક સંરક્ષણ, કૌશલ્ય અને તાલીમ ક્ષેત્રે, ખેતી ક્ષેત્રે સુધારાઓ કર્યા.
  • પાકની વિવિધ જાતો વિકસાવી, બિયારણ, ખાતર, ટ્રેક્ટરની સુવિધા માટે સસ્તી બેંકલોનનું ધિરાણ ઉપલબ્ધ કરાવીને ગ્રામ્ય વિકાસના અનેક પગલાઓ ભર્યા.
  • ઘર આંગણે યુવકો માટે રોજગારીના ક્ષેત્રો ખોલ્યા જેથી શહેરતરફનું સ્થળાંતર ઘટે અને શહેરો પર વસ્તીનું ભારણ ઘટે. યુવક યુવતીને ઉચ્ચ શિક્ષણ પૂરું કરે ત્યાં સુધીની આર્થિક સહાય રૂપે સ્કોલરશીપ, ફી માફીની સુવિધા, આશ્રમ શાળાઓ, કન્યા કેળવણી માટે આર્થિક સહાય દ્વારા પ્રોત્સાહન જેવા અનેક પગલા ભર્યા છે.
  • મહિલા સશક્તિકરણના પ્રયાસરૂપે મહિલાઓને આર્થિક રીતે પગભર કરવા સ્વરોજગારી ઉભી કરવાના વિવિધ નક્કર પ્રયાસો અને કાર્યક્રમો અમલમાં મુક્યા.


બેરોજગારીના મુખ્ય સ્વરૂપો સમજાવો અથવા બેરોજગારીના મુખ્ય પ્રકારો સમજાવો.

Locked Answer

જવાબ : બેરોજગારીના મુખ્ય છ પ્રકાર છે.

  1. ઋતુગત બેરોજગારી: ભારતમાં કૃષિ ક્ષેત્રે સિંચાઈની અપૂરતી સગવડો, વરસાદની અનિયમિતતા અને વૈકલ્પિક રોજગારીના તકોના અભાવે ત્રણથી પાંચ માસ બેરોજગાર રહેવું પડે છે તેને ઋતુગત કે મોસમી બેરોજગારી કહે છે.
  2. ઘર્ષણજન્ય બેરોજગારી: જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવે ત્યારે અમુક સમય માટે શ્રમ બેરોજગાર બને છે જેને ઘર્ષણજન્ય બેરોજગારી કહે છે.

ઉદાહરણ:  કોમ્પ્યુટર આવવાને કારણે ટાઇપરાઈટર ચલાવતા લોકો જ્યાં સુધી કોમ્પ્યુટર ન શિખે ત્યાં સુધી બેરોજગાર રહે છે, તેને ઘર્ષણજન્ય બેરોજગારી કહે છે.

  1. માળખાગત બેરોજગારી: ભરતીય અર્થતંત્ર પછાત અને રૂઢીચુસ્ત છે. સામાજિક પછાતપણું, પરંપરાગત રૂઢિઓ, રીવાજો, નિરક્ષરતા અને માળખાગત સુવિધાઓના અભાવે માળખાગત બેરોજગારી જોવા મળે છે.
  2. પ્રચ્છન્ન કે છૂપી બેરોજગારી: કોઈ કામ ધંધા કે વ્યવસાયિક પ્રવૃત્તિમાં જરૂર કરતા વધારે શ્રમિકો રોકાયેલા હોઈ આ શ્રમિકો ઉત્પાદન કાર્યમાંથી ખસેડી લેવાથી કુલ ઉત્પાદનમાં કોઈ ફેર પડતો ન હોય તો આ વધારાના શ્રમિક પ્રચ્છન્ન કે છૂપા બેરોજગાર કહેવાય.

ઉદાહરણ: એક ખેતરમાં 10 વ્યક્તિ જેટલું કામ કરે છે તેટલું જ કામ 8 વ્યક્તિ દ્વારા પણ કરી શકાય તો વધારાના 2 વ્યક્તિ  પ્રચ્છન્ન કે છૂપા બેરોજગાર છે તેમ કહેવાય.

  1. ઔધોગિક બેરોજગારી: ઔધોગિક ક્ષેત્રે થતા ફેરફારોને લીધે જો વ્યક્તિએ ટૂંકા કે લાંબા સમય માટે કામ વિનાનું થવું પડતું હોય તો તેવી સ્થિતિને ઔધોગિક બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે.
  2. શિક્ષિત બેરોજગારી: ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ મેળવ્યું હોય અને જો વ્યક્તિ બેરોજગાર હોય તો તેને શિક્ષિત બેરોજગાર કહેવામાં આવે છે.


બેરોજગારી ઘટાડવાના ઉપાયોની ચર્ચા કરો.

Locked Answer

જવાબ : બેરોજગારીની સમસ્યા આપણા આયોજનની એક સૌથી નબળી કડી છે.ગરીબી અને બેરોજગારી વચ્ચે સમસંબંધ છે. ગરીબીનું મુખ્ય કારણ બેરોજગારી છે. આ પડકારરૂપ સમસ્યાની અસર યુવા શિક્ષિત વ્યક્તિઓમાં વિશેષ છે. બેરોજગારીની અસર વ્યક્તિ, કુટુંબ તેમજ અર્થતંત્ર પર ઘાતક પુરવાર થાય છે.

     આથી, બેરોજગારી ઘટાડવાના કેટલાક અસરકારક ઉપાયો નીચે મુજબ છે.

  1. આર્થિક વૃદ્ધિદરમાં વધારો: ભારતમાં ઝડપી આર્થિક વૃદ્ધિદર વાર્ષિક 10 ટકા જેટલો ઊંચો લક્ષ્યાંક રાખીને સિદ્ધકરવા સર્વગ્રાહી પગલા ભરવા. જાહેર અને ખાનગી ક્ષેત્રમાં મૂડીરોકાણનું પ્રમાણ વધારવું.અને રોજગારીની તકોમાં વધારો કરવો. અર્થતંત્રમાં કૃષિક્ષેત્રો અને ગૃહ ઉદ્યોગો, કુટીર ઉદ્યોગો સહિત તમામ વિભાગોમાં અને પ્રદેશોમાં ઝડપી અને સંતુલિત વિકાસ સાધવા રોજગારીના નવા ક્ષેત્રો ખોલવા જોઈએ.
  2. શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિનો વિકાસ: શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિ પર આધારિત વપરાશી વસ્તુઓનું ઉત્પાદન કરતા એકમો, નાના અને લઘુ ઉદ્યોગો, ગ્રામોદ્યોગો, હાથસાળ, અને હસ્ત કલા કારીગરીને લગતા હુન્નર ઉદ્યોગોનો વિકાસ હાથ ધરવો જોઈએ.
  3. ગ્રામ્ય વિકાસ: ગ્રામીણક્ષેત્રે ખેતી સિવાયના સમયની બેરોજગારી ઘટાડવા માટે ખેતરોમાં એકથી વધુ પાક લઇ શકાય એવી પદ્ધતિ વિકસાવવી, નવી જમીન ખેડાણ હેઠળ લાવવી, પ્રત્યેક ખેતરને પાણી અને વીજળીની સુવિધાઓ ઉપલબ્ધ કરવી, નાની-મોટી સિંચાઈ યોજના, ડેમો, ચેકડેમ, મરઘા-બતકા, મત્સ્ય ઉછેર, પશુપાલન, ડેરી ઉદ્યોગ, વનીકરણના કાર્યક્રમો દ્વારા ગ્રામીણક્ષેત્રે ઓછી મૂડી રોકાણથી વધુ લોકોને રોજગારી પૂરી પાડી શકાય છે. ગ્રામીણક્ષેત્રે શિક્ષણની ગુણવત્તા અને પ્રમાણ વધે તેના પર વધુ ધ્યાન આપવું.
  4. માળખાગત સુવિધાઓનો વિકાસ: ગ્રામીણક્ષેત્રે માનવ વિકાસને ટકાવી રાખવા માટે તેમના આરોગ્ય, શિક્ષણ, પીવાનું ચોખ્ખું પાણી, પોષ્ટિક આહાર, વીજળી, રસ્તાઓ, બેન્કિંગ, વીમો, ઈન્ટરનેટ, સંદેશાવ્યવહારની મોજશોખની સવલતોમાં વધારો કરીને જળસંચયની પ્રવૃત્તિઓ, સાર્વજનિક સ્થાયી મિલકતોનું નિર્માણ કરીને, રોજગારી મુલક કાર્યક્રમ અપનાવીને ગ્રામીણ લોકોના જીવનમાં ગુણાત્મક અને પરિણાત્મક સુધારો લાવવો જોઈએ.
  5. યુવા કૌશલ્ય વિકાસમાં વધારો કરીને: શિક્ષિત બેરોજગારી અને યુવા બેરોજગારીમાં ઘટાડો કરવા માટે તેઓમાં કૌશલ્યનો વિકાસ કરવો અને શિક્ષણને અનુરૂપ રોજગારી પૂરી પડવી. કુશળકારીગરો પેદા થાય તેવી વ્યવસાયલક્ષી કે તકનિકી શિક્ષણની નીતિ અપનાવવી. શાળા કોલેજોના અભ્યાસક્રમો ત્યાના સ્થાનિક ઉદ્યોગોની જરૂરિયાતોને સંતોષી શકે તેવા રાખવા.
  6. રોજગારી લક્ષી સરકારી યોજનાઓ: ભારત સરકારના શ્રમ મંત્રાલય અને રાજ્ય સરકારે યુવા રોજગારોને ઔદ્યોગિક વિકાસની સાથે તેમના જ્ઞાન, સમજણ,ઉત્સાહ અને કાર્યક્ષમતા વધે તે માટે તાલીમ અને પ્રશિક્ષણ દ્વારા કૌશલ્ય વિકાસના અનેક કાર્યક્રમો ‘મેક ઇન ઇન્ડિયા’, સ્કીલ ઇન્ડિયા’ અને ‘ડીજીટલ ઇન્ડિયા’ જેવી યોજનાઓ અમલમાં મૂકી છે. હાલમાં દરેક રાજ્યોમાં એક IIT અને IIM જેવી ઉચ્ચ સંસ્થાઓ સ્થાપવામાં આવી રહી છે.
  7. રોજગાર વિનિમય કેન્દ્રોનો વિકાસ: રોજગાર વિનિમય કેન્દ્રો રોજગારીની શોધમાં ભટકતી વ્યક્તિઓ, શ્રમિકો, કામદારો, કે શિક્ષિત કુશળ-અર્ધ કુશળ યુવાનોને કામ આપવા માંગતા માલિકોને જોડવાનું કડીરૂપ કાર્ય કરે છે. આ સંસ્થા શિક્ષિત બેકારોની નોંધણી, કામની જગ્યા અને પ્રકાર વિષે વિશ્વસનીય માહિતી આપે છે. કારકિર્દી પસંદગીમાં માર્ગદર્શન આપે છે. આવા રોજગાર વિનિમય કેન્દ્રોનો મહત્તમ વિકાસ કરવો જોઈએ.  


There are No Content Availble For this Chapter

Download PDF

Take a Test

Choose your Test :

આર્થિક સમસ્યાઓ અને પડકારો : ગરીબી અને બેરોજગારી

ઇતિહાસ
પ્રકરણ 17: આર્થિક સમસ્યાઓ અને પડકારો : ગરીબી અને બેરોજગારી

Browse & Download GSEB Books For ધોરણ ૧૦ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.