જવાબ : જ્યારે વાયુ રૂપ તટસ્થ પ્રમાણમાં (X) એક ઇલેક્ટ્રોન દાખલ થઈને ઋણ આયન બને છે ત્યારે થતાં એન્થાલ્પી ફેરફારને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ( ∆egH )કહે છે.
જવાબ : તત્વોની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિના જથ્થાત્મક માપને આયનીકરણ એન્થાલ્પી વડે દર્શાવાય છે.
જવાબ : પરમાણુ ઈલેકટ્રોન ગુમાવીને ઘન આયન અને ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બને છે.
જવાબ : કેટલાક પરમાણુઓ અને આયનોમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન જોવા મળે છે. જેને ઇલેક્ટ્રોનીય સ્પીસિઝ તરીકે ઓળખવામાં આવે છે.
જવાબ : પરમાણુમાં ઈલેકટ્રોનના વિતરણને તેની ઇલેક્ટ્રોનીય રચના કહે છે.
જવાબ : n=૩ છે. તથા સમૂહ 17 ના આવેલા તત્વની ઈલેક્ટ્રોન રચના = 1s2 2s2 2p6 ૩s2 ૩p5 થાય છે માટે આ તત્વનો પરમાણ્વીય ક્રમાંક 17 છે.
જવાબ : પરમાણુ ક્રમાંક (Z) = 114ધરાવતા તત્વની ઈલેક્ટ્રોન રચના (Rn) 5f14 6d10 7s2 7p2 હોય છે. આમાં છેલ્લો ઈલેક્ટ્રોન P- કક્ષકમાં દાખલ થાય છે.વધુમાં મુખ્ય ક્વોન્ટમ આંક (n) 7 છે માટે તે તત્વ સાતમાં આવર્તનું P વિભાગનું તત્વ છે. માટે તેની બહારની કક્ષામાં ઈલેક્ટ્રોનની કુલ સંખ્યા = 10+2+2 =14 થાય છે.માટે તે 14 માં સમૂહનું હોઈ શકે છે.
જવાબ :
જવાબ : આધુનિક આવર્ત નિયમ એ તત્વના પરમાણ્વીય ક્રમાંક (Z) પર રચાયેલો છે.જયારે મેન્ડેલીફનો આવર્ત નિયમ તત્વના પરમાણ્વીય ભાર (A) પર રચાયેલો છે.
જવાબ : પોતાના સમય દરમિયાન સંશોધિત તત્વોના પરમાણ્વીય દળના આધારે મેન્ડેલીફે તેના આવર્ત કોષ્ટકમાં તત્વોનું વર્ગીકરણ કર્યું હતું.પરંતુ મેન્ડેલીફ તેના આ વલણને મક્કમતાથી જાળવી શક્યો ન હતો. તેમણે એવું વિચારેલું કે જો માપેલ પરમાણ્વીય દળ તત્વને આવર્ત કોષ્ટકમાં ખોટા સ્થાનમાં મુકાતુ હોય તો તે પરમાણ્વીય દળ ખોટું હોવું જોઈએ.
જવાબ : અસંખ્ય સંયોજનો અને તેના તત્વો રસાયણિક તથા ભૌતિક ગુણધર્મોની સામ્યતા અને સરળતાના આધારે તત્વોનું વર્ગીકરણ થયું હતું. આ ગોઠવણી તત્વોના પરમાણ્વીય ક્રમાંક (Z) આધારિત કરવામાં આવી છે.
જવાબ : ફોસ્ફરસ પાણીમાં સંગ્રહ થાય તેવું તત્વ છે.
જવાબ : Br પ્રવાહીરૂપ અધાતુ છે.
જવાબ : સૌથી ઓછી વિદ્યુતઋણતા ધરાવતું તત્વ Cs છે જયારે સૌથી વધુ વિદ્યુતઋણતા ધરાવતું તત્વ F હોય છે.
જવાબ : સૌથી મોટું કદ ધરાવતું તત્વ Cs હોય છે જયારે સૌથી ઓછું કદ ધરાવતું તત્વ H હોય છે.
જવાબ : પરમાણ્વિય ભારના ચડતા ક્રમમાં જે તત્વોને ગોઠવીએ તો ગમે તે તત્વ તેમનાથી આઠમા ક્રમે આવેલા તત્વ જેવી જ વર્તણૂક ધરાવતો હોય છે.
જવાબ : તત્વોની ત્રિપુટીઓ જે રાસાયણિક રીતે સમાન ગુણધર્મો ધરાવે છે તે તત્વોને તેમના પરમાણ્વિય ભાર પ્રમાણે ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે તો વચ્ચેના તત્વનો પરમાણ્વિય ભાર પહેલા અને ત્રીજા તત્વના પરમાણ્વિય ભાર ના સરેરાશ ભાર જેટલું સમાન થાય છે.
જવાબ : તત્વોના પોતાના પરમાણ્વિય ભાર મુજબના આવર્તનીય વિધેયો હોય છે
જવાબ : એક જ સમૂહમાં આવેલા તત્વો સમાન રાસાયણિક ગુણધર્મો ધરાવે છે કારણકે તેવા તત્વો બાહ્યતમ કક્ષાની સમાન ઇલેક્ટ્રોનીય રચના ધરાવતા હોય છે.
જવાબ : તત્વના પરમાણુમાં જ્યારે ઇલેક્ટ્રોન દાખલ થાય છે ત્યારે તે કઈ કક્ષકમાં દાખલ થાય છે તે મુજબનું તેનું ચાર વિભાગમાં વર્ગીકરણ કરાય છે. 1) s વિભાગમાં અને P વિભાગ પૈકીના તત્વો પ્રતિનિધિ તત્વો તરીકે અથવા મુખ્ય સમૂહ તત્વો તરીકે ઓળખાય છે. 2) d વિભાગ તત્વો સંક્રાંતિ તત્વો તરીકે અને f વિભાગના તત્વો આંતર સંક્રાંતિ તત્વ તરીકે ઓળખાય છે. 3) આવર્ત કોષ્ટકની નીચે f વિભાગને બે આડી લાઈન દ્વારા દર્શાવવામાં આવે છે જે પૈકી દરેક હરોળમાં 14 તત્વો રહેલા હોય છે. 4) ધાતુ તત્વો જેવી કે, s, d અને f વિભાગ છે અને p વિભાગમાં ધાતુ, અર્ધધાતુ અને અધાતુ જેવા તત્વોનો સમાવેશ કરાય છે
જવાબ : સમૂહ 16 ને ચાલ્કોજન સમૂહ અને સમૂહ 17 ને હેલોજન સમૂહ તરીકે ઓળખવામાં આવે છે.
જવાબ : s અને p વિભાગના તત્વોને પ્રતિનિધિ તત્વો અથવા મુખ્ય સમૂહ તત્વ તરીકે ઓળખવામાં આવે છે.
જવાબ : દ્વિપરમાણુક અણુ જે સહસંયોજક છે તેમના બે પરમાણુ કેન્દ્રો વચ્ચેના અંતરના સરેરાશ અડધા મૂલ્યને પરમાણ્વિય ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવે છે તે નીચે પ્રમાણે વધે અને ઘટે છે. ઉપરથી નીચેની તરફ જતા દરેક સમૂહમાં પરમાણ્વિય ત્રિજ્યા વધતી જોવા મળે છે. ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા દરેક આવર્તમા પરમાણ્વિય ત્રિજ્યા ઘટતી જોવા મળે છે. જ્યારે અસરકારક વીજભાર વધતો હોય ત્યારે આયનીય ત્રિજ્યા ઘટતી જોવા મળે ઉદાહરણ તરીકે Mg > Al > Mg2+ > Al૩+
જવાબ : મુક્ત વાયુરૂપ તટસ્થ પરમાણુ (X) જે ધરાવસ્થામાં હોય છે તેમાંથી એક ઈલેક્ટ્રોન મુક્ત કરવા માટેની ઉપયોગી ઉર્જાને આયનીકરણ એન્થાલ્પી કેહેવામાં આવે છે.તેનું મુલ્ય નીચે મુજબ વધે અને ઘટે છે.
Li < B < Be < C < O < N < F < Ne મુજબ હોય છે.
જવાબ : સૌથી હલકી ધાતુ Li છે જયારે પ્રવાહીરૂપ તત્વોમાં Br, Hg, Ga, Cs, Fr, Uub વગેરે હોય છે.
જવાબ : લોરેન્સ બર્કલે લેબોરેટરી દ્વારા લોરેન્સિયસ (Z = 103: Lr) અને સીબોર્ગ જૂથ મારફતે સીબોર્ગીયમ (Z = 106) : Sg અપાયું છે.
જવાબ : બહ્યત્તમ કક્ષાની ઈલેક્ટ્રોનીય રચાના એક સમાન હોય તેવા એક જ સમૂહમાં રહેલા ભૌતિક અને રસાયણિક ગુણધર્મો સમાન જોવા મળે છે.
જવાબ : ઋણ કે ધન આયાનમાં કેન્દ્રથી છેલ્લા ઈલેક્ટ્રોન સુધીના અંતરને આયનીય ત્રિજ્યા કહેવાય છે અને પરમાણુના કેન્દ્રથી સંયોજકતા કક્ષામાં ઈલેક્ટ્રોન હોવાની શક્યતા સુધીના અંતરને પરમાણ્વીય ત્રિજ્યા કહેવામાં આવે છે. ધન આયનની ત્રિજ્યા < પરમાણ્વીય ત્રિજ્યા < ઋણ આયનની ત્રિજ્યા હોય છે.
જવાબ : ધાતુઓ અને અધાતુઓ વચ્ચે મુખ્ય તફાવત વિદ્યુત ઋણતાનો હોય છે.જેમાં ધાતુ તાવોની વિદ્યુત ઋણતા ઓછી હોય છે જયારે અધાતુ તત્વોની વિદ્યુત ઋણતા વધારે જોવા મળે છે.
જવાબ : હેલોજન સમૂહ પૈકી F, CI, Br, I, At તત્વમાં બહ્યતમ પેટાકોશમાં પાંચ ઈલેક્ટ્રોન મળે છે.
જવાબ : આલ્કાઈન અર્ધધાતુ તત્વો જેવાકે Mg, Ca, Sr, Ba તત્વો બે ઈલેક્ટ્રોન ગુમાવવાનું વલણ ધરાવે છે.
જવાબ : ઓક્સિજન (O), સલ્ફર (S), સેલેનીયમ (Se), જેવા ચાલ્કોજન સમૂહ બે ઈલેક્ટ્રોન પ્રાપ્ત કરવાનું વલણ ધરાવતા હોય છે.
જવાબ :
જવાબ : આધુનિક આવર્ત કોષ્ટકમાં પરમાણ્વીય ક્રમાંક, પરમાણ્વીય દળ, મુખ્ય ક્વોન્ટમ આંક, અને કોણીય વેગમાન ક્વોન્ટમ આંક જેવા મુલ્યો તરફ સુચન કરે છે.
જવાબ : s = ns1 અથવા ns2 (n = 2 થી 7) p = ns2 np1 થી ns2 np6 (n = 2 થી 6) d = (n -1) d1-10 ns0-2 (n = 4 થી 7) f = (n -2) f0-14 (n -1) d0-1 ns2 (n = 6 થી 7) આ પ્રમાણેની તત્વોની બહ્યત્તમ કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના થાય છે.
જવાબ : “ તત્વોના ગુણધર્મો તેમના પરમાણ્વીય ભારના આવર્તનીય વિધેયો છે.” આ પ્રમાણેનો નિયમ મેન્ડેલીફે રજૂ કર્યો.
જવાબ : ન્યૂલેન્ડ દ્વારા તેમના સમયે સશોધિત થયેલા લગભગ 16 તત્વોનું વર્ગીકરણ થયું હતું.
જવાબ : યુરેનિયમની કાચી ધાતુ પીચ બ્લેન્ડમાંથી એક્ટિનિયમ, પ્રોટેકિટનીયમ, પ્લુટોનિયમ અને નેપ્ચ્યુનિયમ જેવા તત્વો મળી આવ્યા હતા.
જવાબ : આધુનિક આવર્ત કોષ્ટક પ્રમાણે તત્વોની ગોઠવણી દરમિયાન જે આડી હરોળ હોય તેને આવર્ત અને ઉભી હરોળને સમૂહ કહેવાય છે.
જવાબ : કુલ સાત આવર્તને આવર્ત કોષ્ટકમાં સમાવ્યા છે. આવર્તક્રમ એટલે આવર્ત પૈકીના તત્વોનો મુખ્ય ક્વોન્ટમ આંક (n) દર્શાવવો તેને કહે છે.
જવાબ : ફ્લેરોવિયમ સમૂહ 14 ના અંતિમ તત્વનું નામ છે.અને તેનો પરમાણ્વીય ક્રમાંક 114 છે તથા F1 તેની સંજ્ઞા છે.
જવાબ : જે તત્વોમાં ઈલેક્ટ્રોન d – કક્ષક પ્રવેશ કરે તેવા તત્વો સંક્રાંતિ તત્વો કહેવાય છે. જયારે જે તત્વોમાં ઈલેક્ટ્રોન f – કક્ષકમાં પ્રવેશ કરે તેવા તત્વો આંતર સંક્રાંતિ તત્વો કહેવાય છે.
જવાબ : આવર્ત 1 = 1H, 2 = ૩Li, ૩ = 11Na, 4 = 19k, 5 = 37Rb, 6 = 55Cs અને 7 = 87Fr પ્રમાણે દરેક આવર્તના પ્રથમ તત્વોની સંખ્યા છે.
જવાબ : યુરેનિયમ પછીના તત્વોને અનુયુરેનિયમ તત્વો તરીકે ઓળખવામાં આવે છે.
જવાબ : ડાબી બાજુ થી જમણી બાજુ તરફ જતા ધાત્વીય લક્ષણમાં ઘટાડો જોવા મળે છે અને ઉપરથી નીચેની તરફ જતા સમૂહમાં ધાત્વીય લક્ષણમાં વધારો જોવા મળે છે.
જવાબ : ns2 np6 આ ઉમદા વાયુ તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય રચના છે. એક બે શબ્દોમાં જવાબ આપો.
જવાબ : 16 તત્વોનું
જવાબ : આવર્ત
જવાબ : સમૂહ
જવાબ : 101Md
જવાબ : હાઇડ્રોજન અને હિલિયમ
જવાબ : આયનીકરણ એન્થાલ્પી
જવાબ : ઓછી હોય
જવાબ : વધુ હોય.
જવાબ : 19k
જવાબ : 6C
જવાબ : 6
જવાબ : S – વિભાગ.
જવાબ : P – વિભાગ.
જવાબ : B < Al < Mg < K
જવાબ : F < N < Si < C < B
જવાબ : આવર્ત કોષ્ટક માં આડી હરોળને આવર્ત કહે છે. જ્યારે ઊભા સ્થંભને સમુહ કહે છે.
જવાબ : અંગ્રેજ ભૌતિક વિજ્ઞાની હેન્ની મોસલેએ મેન્ડેલીફ આવર્ત નિયમમાં સુધારો કરી નવો આધુનિક આવર્ત નિયમ રજૂ કર્યો કે તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો તેના પરમાણ્વીય ક્રમાંકના આવર્તનીય વિધેયો છે.
જવાબ : મેન્ડેલીફે 101 પરમાણ્વીય ક્રમાંક વાળા તત્વનું નામ મેન્ડેલીવિયમ રાખવાથી તેનું નામ અમર થઇ ગયું છે.
જવાબ : વર્ષ 1905 માં મેન્ડેલીફનું આવર્ત કોષ્ટક પ્રકાશિત થયું હતું.
જવાબ : અષ્ટકનો નિયમ રજુ કરવા બદલ રોયલ સોસાયટી લન્ડન દ્વારા ડેવી ચંદ્રક એનાયત કરવામાં આવ્યો.
જવાબ : 1865 માં અંગ્રેજી રસાયણ વિજ્ઞાની જ્હોન એલેક્ઝાન્ડર ન્યૂલેન્ડે અષ્ટકનો નિયમ રજૂ કર્યો.
જવાબ : ડોબરેનરે સૂચવેલા સંબંધને ત્રિપુટીનો નિયમ કહે છે.
જવાબ : હાલમાં 114 તત્વો જાણીતા થયા છે.
જવાબ : વર્ષ 1800 સુધીમાં 31 તત્વો અને 1865 માં આ સંખ્યા વધીને 63 સુધી થઇ હતી.
જવાબ : ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સામાન્ય રીતે આવર્તમાં ડાબેથી જમણી તરફ જતા વધુ ઋણ તથા સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઓછી ઋણ જોવા મળે છે.
જવાબ : વિદ્યુતઋણતા આવર્તમા પરમાણ્વીય ક્રમાંક વધવાની સાથે વધે છે અને સમૂહમાં ઉપરથી નીચેની તરફ જતા ઘટે છે.
જવાબ : આયનીકરણ એન્થાલ્પી સામાન્ય રીતે આવર્તમા પરમાણ્વીય ક્રમાંક વધવાની સાથે વધે છે અને સમૂહમાં ઉપરથી નીચેની તરફ જતા ઘટે છે.
જવાબ : પરમાણ્વિય ત્રિજ્યા આવર્તમા ડાબેથી જમણી તરફ જતા ઘટતી જાય છે અને સમૂહમાં પરમાણ્વીયક્રમાંક વધવાની સાથે વધે છે.
જવાબ : તત્વના પરમાણ્વિય કદ, આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, વિદ્યુત ઋણતા, તથા સંયોજકતામાં આવર્તી વલણ જોવા મળે છે.
જવાબ : એવા તત્વો જે ધાતુઓ અને અધાતુઓ ના સીમાવર્તી છે. તેને અર્ધધાતુ તત્વો કહે છે. દા. ત. Si, Ge, As વગેરે...
જવાબ : જાણીતા તત્વો પૈકી 78% થી વધુ તત્વો ધાતુઓ છે જ્યારે 20 થી ઓછી સંખ્યા અધાતુઓની છે.
જવાબ : આવર્ત કોષ્ટકમાં ઇલેક્ટ્રોનીય રચનાના આધારે ચાર પ્રકારના જેમકે s - વિભાગ તત્વ, p - વિભાગ તત્વ, d - વિભાગ તત્વ અને f - વિભાગ તત્વની ઓળખ કરવામાં આવી છે.
જવાબ : એકજ સમૂહના તત્વો માં સંયોજકતા કોશ ઇલેક્ટ્રોનીય રચના હોય છે. તેથી તેઓ સમાન રાસાયણિક ગુણધર્મો દર્શાવે છે.
જવાબ : Uuo
જવાબ : O નું કદ
જવાબ : Cl નું કદ
જવાબ : K ની
જવાબ : Cl
જવાબ : Xe
જવાબ : B ની
જવાબ : સમૂહ 15
જવાબ : SiBr4
જવાબ : +2
જવાબ : O > F > N > C
જવાબ : આવર્તમાં પરમાણ્વીય ક્રમાંક ક્રમિક રીતે વધે છે. જ્યારે સમૂહમાં તે ચોક્કસ ભાતમાં વધે છે.
જવાબ : આધુનિક આવર્ત કોષ્ટક માં તત્વોની ગોઠવણી પરમાણ્વીય ક્રમાંકના ક્રમમાં 7 આડી હરોળ કે આવર્તમા અને 18 ઊભા સ્થંભો કે સમૂહ કે કુટુંબમાં કરી છે.
જવાબ : મેન્ડેલીફ આવર્તકોષ્ટક પરમાણ્વિયભાર પર આધારિત હતું.
જવાબ : નેપ્ચ્યુનિયમ અને પ્લુટોનિયમ
જવાબ : 12 છે.
જવાબ : O, S, Se, Te.
જવાબ : એકા- સિલિકોન
જવાબ : ફોટો ઇલેક્ટ્રિક અસર
જવાબ : ઓછી
જવાબ : (n – 2)f1-14 (n – 1)d0-1ns2
જવાબ : A2B
જવાબ : Si ની
જવાબ : Na સોડિયમ
જવાબ : મોસલેએ
જવાબ : KJ mol-1
જવાબ : અધાત્વીય
જવાબ : રેડિયોસક્રિય
જવાબ : ધન હોય છે.
જવાબ : ફ્લોરીન (F) નું.
જવાબ :
જવાબ : આવર્ત કોષ્ટક પૈકીના તત્વોની આડી હરોળને આવર્ત કહેવામાં આવે છે જ્યારે આવર્ત કોષ્ટક પૈકીના તત્વોના ઊભા સ્થંભને સમુહ તરીકે ઓળખવામાં આવે છે. આવર્તમાં પરમાણ્વિય કદ ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતાં ઘટે છે તથા વિદ્યુત ઋણતા અને આયનીકરણ એન્થાલ્પી ઘટતી જોવા મળે છે જ્યારે ઉપરની તરફથી નીચેની તરફ જતા પરમાણ્વિય કદ વધતું જોવા મળે છે અને વિદ્યુતઋણતા તથા આયનીકરણ એન્થાલ્પી ઘટતી જોવા મળે છે. આવર્તમાં તત્વોનો ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા અધાતુ ગુણ વધતો જોવા મળે છે જ્યારે સમૂહમાં તત્વોમાં ઉપરથી નીચે તરફ જતાં ધાતુ ગુણ વધતો જોવા મળે છે. આમ થવાથી ઓક્સાઈડોની બેઝિકતા વધતી જોવા મળે છે.
જવાબ :
જવાબ : બાહ્યતમ કક્ષા P - વિભાગની તત્વોની ઇલેક્ટ્રોનીય રચના આ પ્રમાણે ની હોય છે, ns2 np1-6
જવાબ : ક્રમાંક 119 ના તત્વનો પરમાણ્વીય ક્રમાંક (Z) = 199 છે. માટે કક્ષાઓમાં ગોઠવાયેલા ઇલેક્ટ્રો નો ક્રમ આ પ્રમાણે બને છે. 3 + 8 + 8 + 18 + 18 + 32 + 32 + 1 છે. આઠમાં આવર્તનું પ્રથમ તત્વ આલ્કલી સમુહ્નનું તત્વ છે. તેની બાહ્યત્તમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના 8s1 થાય છે માટે ઓક્સાઇડનુ સામાન્ય સૂત્ર = M2O છે.
જવાબ : 1, 2, તથા 0, અકોં માટે સંખ્યા દર્શક શબ્દ અનુક્રમે un, bi, અને nil થાય છે માટે 120 પરમાણ્વીય ક્રમાંક વાળા તત્વનું નામ Unbinilium થાય છે અને તેની સંજ્ઞા Ubn થાય છે.
જવાબ : આવર્ત કોષ્ટકની મધ્યમાં રહેલા સમૂહ 3 થી 12 ના તત્વોને d - વિભાગના તત્વો કહે છે.
જવાબ : આવર્ત કોષ્ટકના તળિયે જે બે આડી હરોળમાં તત્વોને રાખવામાં આવ્યા છે તે પૈકીના Ce ( Z = 58 ) - Lu ( Z = 71 ) તત્વોને લેન્થેનોઈડ્સ અને Th ( Z = 90 ) - Lr ( Z = 103 ) તત્વોને ઍક્ટિનોઇડ્સ કહેવાય છે.
જવાબ : પરમાણ્વીય ક્રમાંક Z = 117 વાળા તત્ત્વનું સ્થાન આવર્ત કોષ્ટકમાં હેલોજન સમૂહ ( સમૂહ - 17 ) માં At ની નીચે હશે. તેથી તેની ઇલેક્ટ્રોનીય રચના ( Rn) 5f 146d 107s2 7p5 હશે. પરમાણ્વીય ક્રમાંક Z = 120 વાળા તત્ત્વનું સ્થાન સમૂહ - 2 માં ( આલ્કલાઇન અર્થ ધાતુઓ ) Ra ની નીચે હશે. તથા તેની ઇલેક્ટ્રોનીય રચના ( Uuo ) 8s2 હશે.
જવાબ : એક જ આવર્તનમાં ડાબેથી જમણી બાજુ તરફ જતા પરમાણ્વિય ત્રિજ્યાનું મૂલ્ય ઘટતું જાય છે. ઘનાયનનું કદ તેના જનક પરમાણુથી નાનું હોય છે. સમઇલેક્ટ્રોનીય સ્પીસીઝમાં વધારે કેન્દ્રીય વીજભાર ધરાવનાર સ્પીસીઝની ત્રિજ્યા નાની હોય છે. માટે મહત્તમ ત્રીજ્યા વાળી સ્પીસીઝ mg તથા ન્યૂનતમ ત્રિજ્યા વાળી સ્પીસીઝ Al3+ થાય છે.
જવાબ : આવર્તમા ડાબેથી જમણી તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ ઋણ હોય છે અને સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઓછી ઋણ હોય છે.
જવાબ : Na2O પાણી સાથે પ્રક્રિયા કરીને પ્રબળ બેઇઝ બનાવે છે, જ્યારે Cl2 O7 પ્રબળ એસિડ બનાવે છે. Na2O + H2O -> 2NaOH CI2 O7 + H2O -> 2HCIO4 તેઓના એસિડિક અને બેઝિક સ્વભાવની ગુણાત્મક કસોટી લિટમસ પત્ર દ્વારા થઈ શકે છે.
જવાબ : આવર્ત કોષ્ટક માં P- વિભાગમાં સમૂહ 13 - 18 સુધીના તત્વોનો સમાવેશ થાય છે. P - વિભાગ અને S - વિભાગના તત્વોને સંયુક્ત રીતે પ્રતિનિધિ તત્વો અથવા સમૂહ તત્વો કહે છે.
જવાબ : આવર્ત નિયમને મેન્ડેલીફે પ્રસિદ્ધ કર્યો તે મુજબ તત્વોના ગુણધર્મો તેમના પરમાણ્વિય ભારના આવર્તનીય વિધેય છે.
જવાબ : રાસાયણિક સંયોજનમાં સહ સંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષિત કરવાની પરમાણુની ક્ષમતાના ગુણાત્મક માપને વિદ્યુતઋણતા કહેવામાં આવે છે.
જવાબ : તત્વોની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિના જથ્થાત્મક માપને આયનીકરણ એન્થાલ્પી વડે દર્શાવવામાં આવે છે. ધરાઅવસ્થામાં રહેલા મુક્ત વાયુમય તટસ્થ પરમાણુ (X) માંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટેની જરૂરી ઉર્જાને આયનીકરણ એન્થાલ્પી કહે છે.
જવાબ : પરમાણુ ઈલેકટ્રોન ગુમાવીને ધન આયન અને ઇલેક્ટ્રોન મેળવીને ઋણઆયન બને છે. આયનીય સ્ફટિકોમાં ઘન અને ઋણ આયન વચ્ચેના અંતરના માપ દ્વારા આયનીય ત્રિજ્યા માંપી શકાય છે.
જવાબ : દડાની ત્રિજ્યા માપવાની સરખામણીમાં પરમાણુ કદ માપવું ખૂબ જ જટિલ છે તેનું કારણ પરમાણુનું કદ અતિ સૂક્ષ્મ હોય છે. ( પરમાણુ ની ત્રિજ્યા ~ 1.2 A° એટલે 1.2 × 10-10 મીટર હોય છે.)
જવાબ : તત્વોનું સમૂહમાં વર્ગીકરણ, આવર્ત નિયમનો અને આવર્ત કોષ્ટકનો વિકાસ વૈજ્ઞાનિકોના અવલોકનો અને પ્રયોગોથી મેળવેલા જ્ઞાનનું પરિણામ છે. 1800 ના શરૂઆતના સમયમાં જર્મન રસાયણ વિજ્ઞાની જ્હોન ડોબરેનરે તત્વોના ગુણધર્મોના વલણો અંગે વિચાર્યું અને 1829 મા ત્રણ તત્વો વાળા કેટલાક સમૂહોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં સામ્યતાની નોંધ કરી.
જવાબ : પરમાણુમાં ઇલેક્ટ્રોનની ઓળખ ચાર ક્વોન્ટમ આંક દ્વારા કરી શકાય છે મુખ્ય ક્વોન્ટમ (n) પરમાણુની મુખ્ય શક્તિસ્તર જેને કોશ તરીકે ઓળખવામાં આવે છે. તે દર્શાવે છે.
જવાબ : a). N, P, O, S, તત્વોનો પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો ચડતો ક્રમ આ પ્રમાણે છે. -> S < P < O < N
જવાબ : આવર્તમાં પરમાણુ ત્રિજ્યાનું વલણ:
નીચેની આકૃતિમાં દર્શવ્યા મુજબ બીજા આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા તત્વોના પરમાણ્વીય કદમાં ઘટાડો જોવા મળે છે. આવર્તમાં પરમાણુ ત્રિજ્યા Z વધે તેમ ઘટે છે. આવર્તોમાં પરમાણ્વીય ત્રિજ્યા (pm)પરમાણુ (આવર્ત II) | Li | Be | B | C | N | O | F |
પરમાણ્વીય ત્રિજ્યા | 152 | 111 | 88 | 77 | 74 | 66 | 64 |
પરમાણુ (આવર્ત III) | Na | Mg | Al | Si | P | S | Cl |
પરમાણ્વીય ત્રિજ્યા | 186 | 160 | 143 | 117 | 110 | 104 | 99 |
સમૂહોમાં પરમાણ્વીય ત્રિજ્યા (pm)
પરમાણું (સમુહ I) | પરમાણ્વીય ત્રિજ્યા | પરમાણું (સમુહ 17) | પરમાણ્વીય ત્રિજ્યા |
Li | 152 | F | 64 |
Na | 186 | Cl | 99 |
K | 231 | Br | 114 |
Rb | 244 | I | 133 |
Cs | 262 | At | 140 |
જવાબ : કેટલાક પરમાણુઓ અને આયનોમાં ઈલેક્ટ્રૉનની સંખ્યા સમાન જોવા મળે છે. જે સમઈલેક્ટ્રોનીય સ્પીસિઝ (isoelectronic species) તરીકે ઓળખાય છે. દા.ત., O2-, F- ,Na+ અને Mg2+ માં ઈલેક્ટ્રૉનની સંખ્યા (10) સમાન છે, પણ તેમની ત્રિજ્યા જુદી જુદી છે. કારણ કે તેઓ જુદો જુદો કેન્દ્રિય વીજભાર ધરાવે છે.
વધારે ધનવીજભાર ધરાવનાર ધન આયનની ત્રિજ્યા નાની હોય છે. કારણ કે તેના ઈલેક્ટ્રૉનનું કેન્દ્ર તરફ આકર્ષણ વધારે હોય છે, જ્યારે વધારે ઋણ વીજભાર ધરાવનાર ઋણ આયનની ત્રિજ્યાનું મૂલ્ય વધુ હોય છે, કારણ કે ઈલેક્ટ્રૉન-ઈલેક્ટ્રૉન વચ્ચેના અપાકર્ષણની અસર કેન્દ્રિય વીજભાર કરતા વધી જાય છે. તેથી આયનનું વિસ્તરણ થાય છે એટલે કે આયનીય કદ વધે છે. સમઈલેક્ટૉનીય સ્પિસીઝમાં જેનો કેન્દ્રીયભાર વધારે હોય તેની ત્રિજ્યા ઓછી હોય છે. જેથી Mg2+<Na+<F-<O2- પ્રમાણે ત્રિજ્યા વધે છે કારણ જે કેન્દ્રીયભાર 12, 11, 9, 8 પ્રમાણે ઘટતો જાય છે.આયન અને ઈલેક્ટ્રોનની સંખ્યા | સમઈલેક્ટ્રૉનીય |
(i) F- (10) | O2-, Ne,Mg2+ |
(ii) Ar (18) | K+, Ca2+, Cl- |
(iii) Mg2+ (10) | Na+, Al3+ |
(iv) Rb1+ (36) | K+, Br- |
જવાબ : પરમાણુ ત્રિજ્યા વાસ્તવમાં ઘાતુઓ માટે ધાત્વીય ત્રિજ્યા અને અધાતુઓ માટે સહસંયોજક ત્રિજ્યા હોય છે. જે પરમાણુના કેન્દ્રોની વચ્ચેના અંતરના કરતાં અડધું હોય છે. વળી ક્ષ-કિરણ વર્ણપટથી તે મેળવાય છે.
જે પરમાણુ ઈલેક્ટ્રૉન પ્રાપ્ત કરે તે ઋણ આયન બને છે અને ઋણ આયનનું કદ તેના જનક પરમાણુ કરતાં મોટું હોય છે. કારણ કે, એક અથવા વધારે ઈલેક્ટ્રૉન ઉમેરવાના કારણે ઈલેક્ટ્રૉન-ઈલેક્ટ્રૉન વચ્ચે અપાકર્ષણ વધે છે અને અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટે છે. સમૂહમાંના તત્વોનાં ઋણ આયનના કદ વધે છે અને આવર્તમાં Z વધતાં ઘટે છે.રસાયણવિજ્ઞાન
The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.
The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.
For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.