જવાબ : 2
જવાબ : 30 %
જવાબ : 5
જવાબ : કોણીય
જવાબ : સાશ્લેષિત વાયું
જવાબ : X- કિરણો
જવાબ : હાઈડ્રોજન બંધ
જવાબ : કાલગૉન
જવાબ : ત્રિપરિમાણ્વીય
જવાબ : Cr
જવાબ : 0
જવાબ : 3
જવાબ : ફેટિએસિડના મેગ્નેશિયમ ક્ષાર અવક્ષેપિત થાય છે.
જવાબ : ઉકાળવાની
જવાબ : Ca(OH)₂
જવાબ : સાથે જોડાઈ દ્રાવ્ય સંકીર્ણ બનાવે છે.
જવાબ : સાંશ્લેષિત રેઝિન
જવાબ : રિડૂકશનકર્તા
જવાબ : અસમતલીય
જવાબ : C₂D₂
જવાબ : 13.17 લિ.
જવાબ : 24.156 લિ.
જવાબ : 31.62, 9.6
જવાબ : 1.785, 3.57, 60.70
જવાબ : 0.05, 1.7, 0.56
જવાબ : સૌથી હલકુ દ્વિપરિમાણ્વિય વાયુ
જવાબ : પ્રબળ રિડક્શનકર્તા તત્વો
જવાબ : Q, R
જવાબ : હેલોજન
જવાબ : +1, -1, O
જવાબ : રિડક્શનકર્તાનું લક્ષણ
જવાબ :
જવાબ : NaZZ₂ZnO₂
જવાબ : Ba(OH)₂ નું જલીય દ્રાવણ
જવાબ : FeCrO₄
જવાબ : પાણી
જવાબ : પિગલિત સોડિયમ હાઈડ્રાઇડ
જવાબ : In, Tl
જવાબ : BeeeH₂
જવાબ : s
જવાબ : આવર્ત 2, સમૂહ 14
જવાબ : n=2,l ll=1
જવાબ : તેમાં અબંધકારક ઈલેક્ટ્રૉન યુગ્મ અસર છે.
જવાબ : 55.55 M
જવાબ : માત્ર (II)
જવાબ : ફૉસ્ફોરિક ઍસિડ
જવાબ : હાઇડ્રોજન આવર્તકોષ્ટકનું પ્રથમ તત્વ છે. તેમ છતાં આવર્તકોષ્ટકમાં તેનું સ્થાન ચર્ચાનો વિષય બની રહ્યો હતો. આવર્તકોષ્ટકમાં તત્વોને તેની ઇલેક્ટ્રૉનીય રચના મુજબ ગોઠવવામાં આવે છે.
હાઈડ્રોજનની ઇલેક્ટ્રૉનીય રચનાજવાબ : હાઇડ્રોજનના ત્રણ સમસ્થાનિકો પ્રોટિયમ ( ), ડ્યુટેરિયમ (
અથવા D) અને ટ્રિટિયમ (
અથવા T) છે. આ ત્રણ સમસ્થાનિકો ન્યુટ્રોનની સંખ્યાના આધારે એકબીજાથી જુદા પડે છે. સામાન્ય હાઇડ્રૉજનના (પ્રોટિયમ) કેન્દ્રમાં કોઈ ન્યુટ્રોન હોતા નથી, ડ્યુટેરિયમના (ભારે હાઇડ્રોજન તરીકે જાણીતો છે) કેન્દ્રમાં એક ન્યુટ્રોન અને ટ્રિટિયમના કેન્દ્રમાં બે ન્યુટ્રોન હોય છે.
હાઈડ્રોજન પરમાણુના પરમાણ્વીય અને ભૌતિક ગુણધર્મો
ગુણધર્મ |
પ્રોટિયમ |
ડ્યુટેરિયમ |
ટ્રિટિયમ |
સાપેક્ષ પ્રચૂરતા (%) |
99.985 |
0.0156 |
10-15 |
સાપેક્ષ પરમાણ્વીય દળ ( |
1.008 |
2.014 |
3.016 |
ગલનબિંદુ (K) |
13.96 |
18.73 |
20.62 |
ઉત્કલનબિંદુ (K) |
20.39 |
23.67 |
25.0 |
ઘનતા (g |
0.09 |
0.18 |
0.27 |
ગલન એન્થાલ્પી (kJ |
0.117 |
0.197 |
- |
બાષ્પન એન્થાલ્પી (kJ |
0.904 |
1.226 |
- |
બંધ વિયોજન એન્થાલ્પી (kJ |
435.88 |
443.35 |
- |
આંતરકેન્દ્રીય અંતર (pm) |
74.14 |
74.14 |
- |
આયનીકરણ એન્થાલ્પી (kJ |
1312 |
- |
- |
ઈલેક્ટ્રૉન પ્રાપ્તિ એન્થાલ્પી (kJ |
-73 |
- |
- |
સહસંયોજક ત્રિજ્યા (pm) |
37 |
- |
- |
આયનીય ત્રિજ્યા (H- ) (pm) |
208 |
- |
- |
જવાબ : સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી પદ્ધતિઓની રૂપરેખા નીચે દર્શાવેલી છે :
(i) પ્લેટિનમ વિદ્યુતધ્રુવના ઉપયોગથી ઍસિડિક પાણીનું વિદ્યુતવિભાજન ડાયહાઇડ્રોજન વાયુ બનાવે છે :જવાબ : ડાયહાઇડ્રોજનની (કોઈ પણ અણુ) રાસાયણિક વર્તણૂક મોટા ભાગે બંધવિયોજન એન્થાલ્પી દ્વારા નક્કી કરવામાં આવે છે. H-H બંધવિયોજન એન્થાલ્પી કોઈ તત્વના બે પરમાણુઓ વચ્ચેના એક્લબંધ માટે ઉચ્ચતમ હોય છે. આ તે પરિબળના કારણે છે કે ડાયહાઈડ્રોજનનું તેના પરમાણુઓમાં વિયોજન 2000 K તાપમાને માત્ર લગભગ 0.081 9% જ થાય છે, જ્યારે 5000 K તાપમાને તે વધીને 95.5 % સુધી પહોંચી જાય છે. ઊંચી H-H બંધ એન્થાલ્પીના કારણે તે ઓરડાના તાપમાને સાપેક્ષ રીતે નિષ્ક્રિય હોય છે. આમ, વિદ્યુતચાપ અથવા પારજાંબલી વિકિરણો દ્વારા ઊંચા તાપમાને પરમાણ્વીય હાઇડ્રોજનનું ઉત્પાદન કરવામાં આવે છે. તે અપૂર્ણ ભરાયેલી ઇલેક્ટ્રૉનીય રચના ધરાવે છે, તેથી તે મોટા ભાગે બધા તત્વો સાથે જોડાઈ શકે છે. ડાયહાઇડ્રોજન પ્રક્રિયાઓમાં (i) એક ઈલેક્ટૉન ગુમાવીને
આપે છે. (ii) એક ઈલેક્ટૉન મેળવીને
બનાવે છે અને (iii) ઇલેક્ટ્રૉનની ભાગીદારી કરીને એકલ સહસંયોજક બંધ બનાવે છે.
જવાબ :
જવાબ : ડાયહાઇડ્રોજન મોટા ભાગના p-વિભાગના તત્વો સાથે આણ્વીય સંયોજનો બનાવે છે. આ સંયોજનોના વધુ પ્રચલિત ઉદાહરણો CH₄, NH₃, H₂O અને HF છે. અનુકૂળતા માટે અધાતુ તત્વોના હાઇડ્રોજન સાથેના સંયોજનોને પણ હાઇડ્રાઇડ માનવામાં આવે છે. સહસંયોજક હોવાના કારણે તેઓ બાષ્પશીલ સંયોજનો છે.
આણ્વીય હાઇડ્રાઇડને તેઓના લુઈસ બંધારણમાં રહેલા ઇલેક્ટ્રાનની સાપેક્ષ સંખ્યા અને બંધની સાપેક્ષ સંખ્યા મુજબ પુન:વર્ગીકૃત કરવામાં આવે છે. (i) ઈલેક્ટ્રૉન ઊણપવાળા હાઇડ્રાઇડ (ii) ઈલેક્ટ્રૉન પરિશુદ્ધ હાઇડ્રાઇડ (iii) ઈલેક્ટ્રૉન ધનિક હાઇડ્રાઇડ ઈલેક્ટ્રૉન ઊણપવાળા હાઈડ્રાઇડનું નામ સૂચવે છે કે તેનું પરંપરાગત લુઇસ બંધારણ લખવામાં ઇલેક્ટ્રૉનની સંખ્યા અપૂરતી હશે. તેનું ઉદાહરણ ડાયબોરેન (B₂H₆) છે. વાસ્તવમાં સમૂહ 13ના બધા તત્વો ઇલેક્ટ્રૉન ઊણપવાળા હાઇડ્રાઇડ બનાવે છે. તેઓ લુઇસ ઍસિડ તરીકે વર્તે છે એટલે કે ઇલેક્ટ્રૉનગ્રાહી તરીકે વર્તે છે. ઈલેક્ટ્રૉન પરિશુદ્ધ હાઇડ્રાઇડના પરંપરાગત લુઇસ બંધારણ લખવા માટે પૂરતા ઈલેક્ટ્રૉન હોય છે. સમૂહ 14ના બધા તત્વો આવા સંયોજનો (દા.ત., CH₄) બનાવે છે, જે સમચતુષ્ફલકીય આકાર ધરાવે છે. ઈલેક્ટ્રૉન ધનિક હાઇડ્રાઇડમાં વધારાના ઈલેક્ટ્રૉન હોય છે જે અબંધકારક ઈલેક્ટ્રૉન યુગ્મ તરીકે રહેલા હોય છે. સમૂહ 15થી 17ના તત્વો આવા સંયોજનો (NH₃ એક અબંધકારક ઈલેક્ટ્રૉન યુગ્મ, H₂O બે અને HF ત્રણ અબંધકારક ઈલેક્ટ્રૉન યુગ્મો ધરાવે છે) બનાવે છે. તેઓ લુઇસ બેઇઝ તરીકે વર્તે છે એટલે કે ઇલેક્ટ્રૉનદાતા તરીકે વર્તે છે. હાઇડ્રાઇડ સંયોજનોમાં વધુ વિદ્યુતઋણમય પરમાણુઓ જેવા કે N, O અને F પર રહેલા અબંધકારક ઈલેક્ટ્રૉન યુગ્મોને કારણે અણુ-અણુ વચ્ચે હાઇડ્રોજન બંધ રચાય છે જેથી અણુઓનું સુયોજન (association) થાય છે.જવાબ : મોટા ભાગે d-વિભાગ અને f-વિભાગના તત્વો આવા સંયોજનો બનાવે છે. જોકે સમૂહ 7, 8, 9ના ધાતુ તત્વો હાઇડ્રાઇડ બનાવતા નથી. જ્યારે સમૂહ 6માંથી માત્ર ક્રોમિયમ જ CrH સંયોજન બનાવે છે. આ હાઇડ્રાઇડ સંયોજનો ઉષ્મા અને વિધ્રુતનું વહન કરે છે, પરંતુ તેઓની વાહકતા તેઓના જનક ધાતુઓ જેટલી કાર્યક્ષમ હોતી નથી. આ સંયોજનોમાં હાઇડ્રોજનની ઊણપને કારણે ક્ષારીય હાઇડ્રાઇડ વિપરિત તેઓ હંમેશાં બિનતત્વયોગમિતિય સ્વરૂપમાં હોય છે.
દા.ત.,જવાબ : બધા સજીવોનો એક મોટો ભાગ પાણીનો બનેલો છે. માનવશરીરમાં લગભગ 65 % અને કેટલીક વનસ્પતિઓમાં લગભગ 95 % ભાગ પાણી હોય છે. સજીવોને જીવિત રહેવા માટે પાણી એક અગત્યનું સંયોજન છે. તે અતિ અગત્યનો દ્રાવક છે. પૃથ્વીની સપાટી પર પાણીનું વિતરણ એક સમાન થયેલું હોતું નથી. વિશ્વમાં પાણીનો અંદાજિત પુરવઠો નીચેના કોષ્ટકમાં દર્શાવેલો છે.
વિશ્વમાં પાણીનો અંદાજિત પુરવઠો
સ્ત્રોત |
કુલ જથ્થાના ટકા (%) |
સમુદ્ર / મહાસાગર |
97.33 |
ક્ષારયુક્ત તળાવ અને ટાપુના દરિયા |
0.008 |
ધ્રુવીય બરફ અને હિમનદીઓ |
2.04 |
ભૌમજળ |
0.61 |
સરોવરો અથવા તળાવ |
0.009 |
જમીનમાંનો ભેજ |
0.005 |
વાતાવરણીય પાણીની બાષ્પ |
0.001 |
નદીઓ |
0.0001 |
જવાબ : પાણી રંગવિહીન અને સ્વાદવિહીન પ્રવાહી છે. કોષ્ટકમાં પાણીના અને ભારે પાણીના ભૌતિક ગુણધર્મો દર્શાવેલા છે.
સંઘનિત અવસ્થામાં (પ્રવાહી અને ઘન અવસ્થા) પાણીનો અસામાન્ય ગુણધર્મ પાણીના અણુઓ વચ્ચે રહેલા વિસ્તૃત હાઇડ્રોજન બંધને કારણે હોય છે. આ વર્ગના અન્ય તત્વોના હાઇડ્રાઇડ H₂S અને H₂Seની સરખામણીમાં પાણીના ઉચ્ચ ઠારબિંદુ, ઉચ્ચ ઉત્કલનબિંદુ, ઉચ્ચ બાષ્પન ઉષ્મા અને ઉચ્ચ ગલન ઉષ્મા પાણીમાં રહેલા હાઇડ્રોજન બંધને આભારી છે. અન્ય પ્રવાહીઓ સાથેની સરખામણીમાં પાણીની વિશિષ્ટ ઉષ્મા, ઉષ્માવાહકતા, પૃષ્ઠતાણ, દ્વિધ્રુવ ચાકમાત્રા અને ડાયઇલેક્ટ્રિક અચળાંક (પરાવૈદ્યુત અચળાંક) વગેરેના મૂલ્યો ઊંચા હોય છે. આ ગુણધર્મોને કારણે જીવાવરણમાં પાણી અગત્યની ભૂમિકા ભજવે છે. પાણીની ઊંચી બાષ્પન ઉષ્મા અને ઉષ્માધારિતા સજીવોના શરીરના તાપમાન અને વાતાવરણના સામાન્ય તાપમાને જાળવી રાખે છે. વનસ્પતિ અને પ્રાણીઓની ચયાપચય ક્રિયા માટે જરૂરી આયનો અને અણુઓના પરિવહન માટે પાણી અગત્યના દ્વાવક તરીકે વર્તે છે. પાણી ધ્રુવીય અણુઓ સાથે હાઈડ્રોજન બંધ બનાવે છે, તેથી આલ્કોહોલ અને કાર્બોહાઈડ્રેટ જેવા સહસંયોજક સંયોજનો પાણીમાં દ્રાવ્ય થાય છે.H₂O અને D₂O ના ભૌતિક ગુણધર્મો
ગુણધર્મ |
H₂O |
D₂O |
આણ્વીય (g |
18.0151 |
20.0276 |
ગલનબિંદુ/K |
273.0 |
276.8 |
ઉત્કલનબિંદુ / K |
373.0 |
374.4 |
સર્જન એન્થાલ્પી /kJ |
-285.9 |
-294.6 |
બાષ્પન એન્થાલ્પી (373 K) /kJ |
40.66 |
41.61 |
ગલન એન્થાલ્પી / kJ |
6.01 |
- |
મહત્તમ ઘનતાનું તાપમાન /K |
276.98 |
284.2 |
ઘનતા (298 K)/ |
1.0000 |
1.1059 |
સ્નિગ્ધતા /centiipoise |
0.8903 |
1.107 |
ડાયઈલેક્ટ્રિક અચળાંક / |
78.39 |
78.06 |
વિદ્યુતવાહકતા (293 K/ |
|
- |
જવાબ : વાયુ અવસ્થામાં પાણી કોણીય આકાર ધરાવે છે. આકૃતિ (a)માં દર્શાવ્યા મુજબ તેનો બંધકોણ 104.5° અને O-H બંધલંબાઈ 95.7 pm છે.
રસાયણવિજ્ઞાન
The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.
The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.
For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.