GSEB Solutions for ધોરણ ૧૧ Gujarati

GSEB std 10 science solution for Gujarati check Subject Chapters Wise::

બોરોન ટ્રાયહેલાઇડ માટે એસિડિકતા પ્રબળતાનો સાચો ક્રમ જણાવો.

Hide | Show

જવાબ : BI > BBr > BCl > BF


કયો ઑક્સાઈડ સૌથી વધુ બેઝિક છે ?

Hide | Show

જવાબ : TlO


કયો હાઈડ્રોક્સાઇડ ઉભયગુણી છે?

Hide | Show

જવાબ : Al(OH)


કોણ ફક્ત ચતૃષ્ફલકીય સંકીર્ણ જ બનાવે છે ?

Hide | Show

જવાબ : B


આંખોને સ્વચ્છ રાખવાના વોશિંગ સોલ્યુશનમાં શેનો ઉપયોગ થાય છે ?

Hide | Show

જવાબ : HBO


BFની જળવિભાજન પ્રક્રિયાથી શું મળે ?

Hide | Show

જવાબ : HBO + HBF


કયું સંયોજન અકાર્બનિક બેન્ઝિન તરીકે ઓળખાય છે ?

Hide | Show

જવાબ : BNH


મૅગેનીઝ ક્ષારને બોરિક એનહાઈડ્રાઇડ સાથે ગરમ કરતાં ગુલાબી રંગનો મણકો કયા સંયોજનને કારણે બને છે ?

Hide | Show

જવાબ : MnO


બોરેઝીનમાં σ અને π બંધની સંખ્યા કેટલી છે ?

Hide | Show

જવાબ :


BCl ની પાણી સાથેની પ્રક્રિયાથી શું મળે ?

Hide | Show

જવાબ : HBO + HCl


અકાર્બનિક ગ્રેફાઇટ' કોને કહેવાય છે ?

Hide | Show

જવાબ : BN


પ્રવાહી સ્વરૂપે કઈ ધાતુનું ઘનીકરણ થતાં તે વિસ્તરણ પામે છે?

Hide | Show

જવાબ : Ga


પોટાશ એલમને પાણીમાં ઓગાળતાં તે ............ આપે છે.

Hide | Show

જવાબ : HSO નું ઍસિડિક દ્રાવણ


…………એ હલકી ધાતુ છે, છતાં ઊંચી તણાવશક્તિ ધરાવે છે.

Hide | Show

જવાબ : Al


બોમ્બમાં વપરાતું એમોનાલ' એ શેનું મિશ્રણ છે ?

Hide | Show

જવાબ : Al + NHNO


ઓરડાના તાપમાને થેલિયમ ટ્રાય બ્રોમાઇડ ધીમેથી શેમાં રૂપાંતરિત થાય છે ?

Hide | Show

જવાબ : TI[TIBr]


લેપિસ લાઝુલીનામે ઓળખાતો વાદળી રંગનો કીમતી પથ્થર કઈ વર્ગની ખનિજમાં સમાવેશ પામે છે ?

Hide | Show

જવાબ : સોડિયમ એલ્યુમિનો સિલિકેટ


સમૂહ-14નાં તત્વો માટે આયનીકરણ એન્થાલ્પીનો સાચો ક્રમ કયો છે ?

Hide | Show

જવાબ :


કોની ઉષ્મીય સ્થિરતા સૌથી વધુ છે ?

Hide | Show

જવાબ : CCl


SnOની બનાવવા માટે કોને ગરમ કરવામાં આવે છે ?

Hide | Show

જવાબ : ટિન બાયકાર્બોનેટ


લેડ ટેટ્રાક્લોરાઇડના જળ-વિભાજનથી શું મળશે ?

Hide | Show

જવાબ : PbO


ટિનની ગરમ સાંદ્ર HNO સાથેની પ્રક્રિયાથી.............. બને છે.

Hide | Show

જવાબ : HSnO


લેડનો ઓક્સાઇડ કે જેનો સ્ત્રીઓ સિંદુર તરીકે ઉપયોગ કરે છે. તેનું સૂત્ર કયું છે ?

Hide | Show

જવાબ : PbO


મેટા સ્ટેનિક ઍસિડનું અણુસૂત્ર કયું છે ?

Hide | Show

જવાબ : HSnO


બોરેક્સનું જલીય દ્રાવણ ....... હોય છે.

Hide | Show

જવાબ : બેઝિક


બોરિક ઍસિડ પોલિમર હોવાનું કારણ...

Hide | Show

જવાબ : હાઇડ્રોરોજન બંધની હાજરી


ડાયબોરેનમાં બોરેનના સંકરણનો પ્રકાર કયો છે ?

Hide | Show

જવાબ :


ઉષ્મા ગતિશાસ્ત્ર મુજબ કાર્બનનું કયું સ્વરૂપ સોથી વધુ સ્થાયી છે ?

Hide | Show

જવાબ : ગ્રૅફાઇટ


સમૂહ 14 નાં તત્વો

Hide | Show

જવાબ : +2 અને +4 ઑક્સિડેશન અવસ્થા દર્શાવે છે.


કયું સંયોજન અકાર્બનિક બેન્ઝિન તરીકે ઓળખાય છે ?

Hide | Show

જવાબ : બોરેઝિનિ


પૃથ્વીના પોપડામાં કયા તત્વની પ્રાપ્તિની પ્રચુરતા વજનથી બીજા ક્રમે છે?

Hide | Show

જવાબ : સિલિકોન


કયું મિશ્રણ ઉત્પાદક વાયુ તરીકે જાણીતું છે ?

Hide | Show

જવાબ : CO + N


ZSM 5 નો ઉપયોગ કયો છે ?

Hide | Show

જવાબ : આલ્કોહોલમાંથી સીધું ગેસોલીન


પૃથ્વીના પોપડામાંથી મળતાં તત્વોમાં કેલ્શિયમ કયા ક્રમે આવે છે?

Hide | Show

જવાબ : 5


કાર્બનમાં બંધ ઊર્જા વધુ હોવાને કારણે તેમાં આ ગુણ જોવા મળતો નથી.

Hide | Show

જવાબ : 4 થી વધુ સવર્ગ આંક ધરાવી શકે છે.


 ફુલેરિન, ટોલ્યુઈન દ્રાવકમાં કયા રંગનું દ્રાવણ આપે છે ?

Hide | Show

જવાબ : નારંગીલાલ


બોરિક ઍસિડનું અણુસૂત્ર કયું છે ?

Hide | Show

જવાબ : B(OH)


બોરોનનું કયું સંયોજન HBO સૂત્ર ધરાવે છે?

Hide | Show

જવાબ : મેટાબોરિક ઍસિડ


‘બોરેન' સંયોજનો કયાં છે?

Hide | Show

જવાબ : બોરોન હાઈડ્રાઇડ


બોરેઝિનની બનાવટમાં ડાઈબોરેનને કયા પદાર્થ સાથે ગરમ કરવામાં આવે છે ?

Hide | Show

જવાબ : NH


BNH કયા પદાર્થનું અણુસૂત્ર છે ?

Hide | Show

જવાબ : બોરોઝિન


કાર્બનનું સ્ફટિકમય રવરૂપ કયું છે ?

Hide | Show

જવાબ : ફુલેરિન


ગ્રેફાઇટમાં કાર્બન પરમાણુઓ કયા પ્રકારની સંરચના ધરાવે છે ?

Hide | Show

જવાબ : ષટ્કોણીય


હીરામાં કાર્બન પરમાણુઓ કયું સંકરણ ધરાવે છે ?

Hide | Show

જવાબ :


ગ્રૅફાઇટમાં સંકરણનો પ્રકાર જણાવો.

Hide | Show

જવાબ :


ગ્રૅફાઇટમાં બે નજીકના સ્તરના કાર્બન પરમાણુઓ વચ્ચે કેટલું અંતર છે ?

Hide | Show

જવાબ : 3.4 


ફુલેરિનનો આકાર કોના જેવો છે ?

Hide | Show

જવાબ : બકીબૉલ


કાર્બનનું અસ્ફટિકમય સ્વરૂપ કયું ?

Hide | Show

જવાબ : કૉક


જલવાયુ (વૉટરગૅસ) કોને કહેવાય ?

Hide | Show

જવાબ : CO +HHHH


ઓર્થોસિલિકેટમાં ઋણ આયન એકમ કયો છે ?

Hide | Show

જવાબ :


13 મા સમૂહની પરમાણ્વીય ત્રિજ્યામાં અપવાદરૂપ કયું તત્વ છે ?

Hide | Show

જવાબ : ગેલિયમ


14 સમૂહનાં કયા તત્વોમાં કેટેનેશનનો ગુણધર્મ સૌથી વધારે છે ?

Hide | Show

જવાબ : કાર્બન


BO કયો ગુણઘર્મ ઘરાવે છે ?

Hide | Show

જવાબ : ઍસિડિક


પોતાના જ પરમાણુઓ  બંધ બનાવવાની ક્ષમતા C થી Pb તરફ જતાં........

Hide | Show

જવાબ : ઘટે છે.


સમહ-14 નાં તત્વોના ટેટ્રાહેલાઇડ ....... આકાર ધરાવે છે.

Hide | Show

જવાબ : ચતુષ્ફલકાય


સિલિકોન્સ........તરીકે ઉપયોગી છે.

Hide | Show

જવાબ : સીલ, ઇલેક્ટ્રિકલ વીજરોધક અને ગ્રીઝ


સમૂહ-13નાં તત્વો ............ ઑક્સિડેશન અવસ્થા દર્શાવે છે.

Hide | Show

જવાબ : +1 અને +3 બંને


સમૂહ-13નાં તત્વો માટે આયનીકરણ એન્થાલ્પીનો સાચો ક્રમ કયો છે?

Hide | Show

જવાબ : B>AIIn>Tl


સમૂહ-13નાં તત્વો માટે ગલનબિંદુ માટે સાચો ક્રમ કયો છે ?

Hide | Show

જવાબ : B>Al>Ga


Al એ  આયન બનાવે છે, પરંતુ B એ  આયન બનાવતો નથી કારણ કે,...

Hide | Show

જવાબ : B નું કદ Al કરતાં નાનું છે. અને Bની નું મૂલ્ય Al કરતાં વધારે છે.


p-વિભાગનાં તત્વોની સામાન્ય માહિતી આપો.

Hide | Show

જવાબ : p-વિભાગના તત્વોમાં અંતિમ ઇલેક્ટ્રૉન બાહ્યતમ p-કક્ષકમાં પ્રવેશ કરે છે. p-કક્ષકોની સંખ્યા ત્રણ હોય છે. તેથી p-કક્ષકોના એક ગણ(સેટ)માં વધુમાં વધુ છ ઇલેક્ટ્રૉનને સમાવી શકાય છે. પરિણામે આવર્તકોષ્ટકમાં p-વિભાગમાં 13 થી 18 એમ છ સમૂહોનો સમાવેશ થાય છે.

બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઑક્સિજન, ફ્લોરિન અને હિલિયમ આ સમૂહોના મુખ્ય તત્વો છે. તેઓની સંયોજકતા કોશની ઇલેક્ટ્રૉનીય રચના (હિલિયમ સિવાય) છે. જો કે ઇલેક્ટ્રૉનીય રચનાનો અંતર્ભાગ જુદોજુદો હોઈ શકે છે.

આ જુદાપણું તેઓના ભૌતિક ગુણધર્મો (જેવા કે પરમાણ્વીય અને આયનીય ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી વગેરે) તેમજ રાસાયણિક ગુણધર્મોને વિશેષ અસર કરે છે. પરિણામે p-વિભાગના સમૂહોના તત્વોના ગુણધર્મોમાં વિશેષ ભિન્નતા જોવા મળે છે.

 p-વિભાગના તત્વ દ્વારા દર્શાવવામાં આવતી મહત્તમ ઑક્સિડેશન અવસ્થા તેની કુલ સંયોજકતા ઇલેક્ટ્રૉનની (એટલે કે s અને p-ઇલેક્ટ્રૉનનો સરવાળો) સંખ્યા જેટલી હોય છે. આમ, સ્પષ્ટ છે કે આવર્તકોષ્ટકમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતાં સંભવિત ઑક્સિડેશન અવસ્થાની સંખ્યા વધતી જાય છે. આ ઉપરાંત p-વિભાગના તત્વો સમૂહ ઑક્સિડેશન અવસ્થાની સાથેસાથે અન્ય ઑક્સિડેશન અવસ્થાઓ પણ દર્શાવે છે, જે સામાન્ય રીતે (પરંતુ આવશ્યક નહિ) કુલ સંયોજક્તા ઇલેક્ટ્રૉનની સંખ્યા કરતાં બે એકમ જેટલી ઓછી હોય છે.

 p-વિભાગના તત્વો દ્વારા દર્શાવવામાં આવતી ઑક્સિડેશન અવસ્થાઓ નીચેના કોષ્ટકમાં દર્શાવેલી છે. બોરોન, કાર્બન અને નાઇટ્રોજન સમૂહોમાં હલકા તત્વોની સમૂહ ઑક્સિડેશન અવસ્થા સૌથી વધુ સ્થાયી હોય છે. તેમ છતાં દરેક સમૂહના ભારે તત્વો માટે ઑક્સિડેશન અવસ્થા તેની સમૂહ ઑક્સિડેશન અવસ્થાથી બે એકમ જેટલી ઓછી અને ક્રમિક રીતે સ્થાયી થતી જાય છે. સમૂહ ઑક્સિડેશન અવસ્થાથી બે એકમ જેટલી ઓછી ઑક્સિડેશન અવસ્થાની પ્રાપ્તિને નિષ્ક્રિય યુગ્મ અસર' કહે છે.

 

p-વિભાગના તત્વોની સામન્ય ઈલેક્ટ્રૉનીય રચના અને ઑક્સિડેશન અવસ્થાઓ

સમૂહ

13

14

15

16

17

18

સામાન્ય ઈલેક્ટ્રૉનીય રચના

(He માટે )

સમૂહનું પ્રથમ તત્વ

B

C

N

O

F

He

સમૂહ ઑક્સિડેશન અવસ્થા

+3

+4

+5

+6

+7

+8

અન્ય ઑક્સિડેશન અવસ્થાઓ

+1

+2,-4

+3,-3

+4,+2,-2

+5,+3,+1,-1

+6,+4,+2


સમૂહ-13 નાં સમૂહનાં તત્વોનું પ્રાપ્તિસ્થાન જણાવો.

Hide | Show

જવાબ : બોરોન એક વિશિષ્ટ અધાતુ છે. એલ્યુમિનિયમ ધાતુ છે પણ તે બોરોન સાથે ઘણી રાસાયણિક સામ્યતા દર્શાવે છે. જ્યારે ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ લગભગ પૂર્ણ રીતે ધાત્વીય લાક્ષણિકતા ધરાવે છે.

બોરોન એક દુર્લભ તત્વ છે. તે મુખ્યત્વે ઓર્થોબોરિક ઍસિડ (HBO), બોરેક્ષ () અને કર્નાઈટ () સ્વરૂપે મળી આવે છે. ભારતમાં બોરેક્ષ પુગાખીણ (લદાખ) અને સાંભર સરોવરમાં (રાજસ્થાન) મળી આવે છે.

પૃથ્વીના પોપડામાં બોરોન કુલ દળના 0.0001 % પ્રમાણમાં મળી આવે છે. બોરોનના બે સમસ્થાનિકો (19 %) અને (81 %) જોવા મળે છે. એલ્યુમિનિયમ પૃથ્વીના પોપડામાં સૌથી વધુ પ્રમાણમાં મળી આવતી ધાતુ છે તથા ઑક્સિજન (45.5 %) અને સિલિકોન (27.7 %) પછી પૃથ્વીના પોપડામાં ત્રીજા ક્રમે સૌથી વધુ પ્રમાણમાં (8.31 %) મળી આવતું તત્વ છે.

બૉંક્સાઈટ () અને ક્રાયોલાઈટ () એલ્યુમિનિયમની અગત્યની ખનીજો છે. ભારતમાં તે અબરખ (mica) તરીકે મધ્યપ્રદેશમાં, કર્ણાટકમાં, ઓરિસ્સામાં અને જમ્મુમાં મળી આવે છે. ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ કુદરતમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં પ્રાપ્ય છે.


બોરોન (B) સમૂહનાં તત્વોની પરમાણ્વીય ત્રિજ્યા સમજાવો.

Hide | Show

જવાબ : સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા દરેક ક્રમિક સભ્યમાં ઇલેક્ટ્રૉનનો એક વધારાનો કોશ ઉમેરાતો જાય છે. તેથી પરમાણ્વીય ત્રિજ્યા વધતી જતી જોવા મળે છે. આમ, પરમાણ્વીય ત્રિજ્યામાં વિચલન જોવા મળે છે.

Gaની પરમાણ્વીય ત્રિજ્યા Alની પરમાણ્વીય ત્રિજ્યા કરતાં ઓછી હોય છે. આ બાબતને ઇલેક્ટ્રોનીય રચનાના અંતર્ભાગમાં જોવા મળતી ભિન્નતાના આધારે સમજાવી શકાય છે.

ગેલિયમમાં રહેલા વધારાના 10 d ઇલેક્ટ્રૉન બાહ્યતમ ઇલેક્ટ્રૉન માટે તેમાં વધેલા કેન્દ્રિય વીજભાર પ્રત્યે માત્ર નબળી સ્ક્રિનિંગ (આવરણ) અસર (એકમ 2) દર્શાવે છે. પરિણામે ગેલિયમની પરમાણ્વીય ત્રિજ્યા (135 pm) એલ્યુમિનિયમની પરમાણ્વીય ત્રિજ્યા (143 pm) કરતાં ઓછી હોય છે.


બોરોન સમૂહનાં તત્વોની આયનીકરણ એન્થાલ્પી અને વિદ્યુતઋણતા સમજાવો.

Hide | Show

જવાબ : સામાન્ય વલણના આધારે કહી શકાય કે સમૂહમાં આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઉપરથી નીચે તરફ સરળતાથી ઘટતું નથી. B થી Al તરફ જતાં આયનીકરણ એન્થાલ્પીમાં જોવા મળતો ઘટાડો તેના કદના વધારા સાથે સંકળાયેલો હોય છે.

Al અને Ga વચ્ચે તથા In અને Tl વચ્ચેના તત્વોમાં મળતી આયનીકરણ એન્થાલ્પીમાં જોવા મળતું અસાતત્ય d અને f ઇલેક્ટ્રૉનને કારણે છે. આ ઇલેક્ટ્રૉન નબળી સ્ક્રિનિંગ અસર ધરાવતા હોવાથી વધતા જતા કેન્દ્રિય વીજભારને સમતોલિત કરવા અશક્તિમાન હોય છે.

આયનીકરણ એન્થાલ્પીનો અપેક્ષિત ક્રમ  છે. દરેક તત્વની પ્રથમ ત્રણ આયનીકરણ એન્થાલ્પીનો સરવાળો ઘણો વધુ હોય છે.

સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા વિદ્યુતઋણતા પ્રથમ B થી Al સુધી ઘટતી જાય છે અને બાદમાં અંશતઃ વધતી જાય છે. આનું કારણ તત્વોના પરમાણ્વીય કદમાં રહેલો અનિયમિત તફાવત છે.


નીચે દર્શાવેલાં તત્વોની ઑક્સિડેશન અવસ્થામાં જોવા મળતી ભિન્નતાની ભાતની (pattern) ચર્ચા કરો.

(i) B થી Tl

(ii) C થી Pb

Hide | Show

જવાબ : (i) B થી Tl :

        સમૂહ 13 નાં તત્વોની  રચના  છે. તેથી +3 સામાન્ય ઑક્સિડેશન અવસ્થા ધરાવે છે. કેટલીકવાર B અને Al એ 3+ ઑક્સિડેશન અવસ્થા દર્શાવે છે. બાકીના તત્વો Ga, In, Tl એ +1 અને +3 બંને ઑક્સિડેશન આંક ધરાવે છે.     

સમૂહમાં ઉપરથી નીચે તરફ +1 અવસ્થા સ્થાયી છે. કારણ કે તે નિષ્ક્રિય યુગ્મ અસર ધરાવે છે. નિષ્ક્રિય યુગ્મ અસર સમૂહમાં ઉપરથી નીચે તરફ વધુ ને વધુ અગ્રણી બને છે. આથી

Ga (+1) અસ્થાયી છે. In (+1) સ્થાયી છે.

Tl (+1) વધુ સ્થાયી છે. 

ઉપરથી નીચે +3 અવસ્થામાં સ્થાયિતા ઘટે છે.

તત્વ

B

Al

Ga, In, Tl

ઑક્સિડેશન આંક

+3

+3

+1, +3

 (ii) C થી Pb :

        સમૂહ 14 નાં તત્વોની  રચના  છે. તેથી સામાન્ય ઑક્સિડેશન અવસ્થા +4 ધરાવે છે. કેટલીકવાર ઉપરથી નીચે તરફ જતા નિષ્ક્રિય યુગ્મ અસરના લીધે +2 અવસ્થા વધુ સામાન્ય બનતી જાય છે. C અને Si એ +4 અવસ્થા ધરાવે છે. ઉપરથી નીચે તરફ જતા નિષ્ક્રિય યુગ્મ અસરના લીધે +4ની સ્થાયિતા ઘટે છે અને +2ની સ્થાયિતા વધે છે.

તત્વ

C

Si

Ge, Sn, Pb

ઑક્સિડેશન આંક

+4

+4

+2, +4


સમૂહ-13 નાં તત્વોના રાસાયણિક ગુણધર્મો જણાવો.

Hide | Show

જવાબ : બોરોનના નાના કદને કારણે તેની પ્રથમ ત્રણ આયનીકરણ એન્થાલ્પીનો સરવાળો ઘણો વધુ હોય છે. જે +3 ઑક્સિડેશન અવસ્થાવાળા આયનોને બનતા રોકે છે અને માત્ર સહસંયોજક સંયોજનો બનાવવા પ્રેરે છે, પરંતુ આપણે B થી Al તરફ જઈએ તો Alની પ્રથમ ત્રણ આયનીકરણ એન્થાલ્પીના સરવાળાનું મૂલ્ય નોંધપાત્ર ઘટે છે અને તેથી તે બનાવી શકે છે.

વાસ્તવમાં એલ્યુમિનિયમ ઉચ્ચ વિધુત ધનમય ધાતુ છે. આમ, સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં આંતરવર્તી d અને f કક્ષકોની નબળી શીલ્ડિંગ (પરિરક્ષણ) અસરને કારણે વધેલો અસરકારક કેન્દ્રિય વીજભાર ns ઇલેક્ટ્રૉનને મજબૂતાઈથી બાંધી રાખે છે (આંતર યુગ્મ અસર માટે જવાબદાર). આ રીતે તેઓની બંધમાં ભાગીદારી રોકાય છે. પરિણામે બંધમાં માત્ર p-કક્ષક ભાગ લે છે.

વાસ્તવમાં Ga, In અને Tl માં +1 અને +3 બંને ઑક્સિડેશન અવસ્થાઓ જોવા મળે છે. ભારે તત્વોમાં +1 ઑક્સિડેશન અવસ્થાનું સ્થાયીત્વ ક્રમાનુસાર વધતું જાય છે: Al < Ga < In < Tl થેલિયમમાં +1 ઑક્સિડેશન અવસ્થા મુખ્ય છે. જ્યારે -3 ઑક્સિડેશન અવસ્થા વધુ ઑક્સિડેશનકર્તાની લાક્ષણિકતા ધરાવે છે. ઊર્જાના આધારે +1 ઑક્સિડેશન અવસ્થાવાળા સંયોજનો +3 ઑક્સિડેશન અવસ્થાની સરખામણીમાં વધુ આયનીય હોય છે.

ત્રિસંયોજક અવસ્થામાં અણુના મધ્યસ્થી પરમાણુની આસપાસ ઇલેક્ટ્રોનની સંખ્યા 6 હોય છે (દા.ત., BF માં બોરોન). આવા ઇલેક્ટ્રૉન ઊણપવાળા અણુઓ સ્થાયી ઇલેક્ટ્રૉનીય રચના પ્રાપ્ત કરવા માટે એક ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારી લુઈસ એસિડ તરીકે વર્તે છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં કદમાં વધારો થતાં લુઈસ ઍસિડ તરીકેનું વલણ ઘટતું જાય છે. BCl એમોનિયા પાસેથી સરળતાથી અબંધકારક ઇલેક્ટ્રૉનયુગ્મ સ્વીકારીને  બનાવે છે.

ત્રિસંયોજક અવસ્થામાં મોટા ભાગના સંયોજનો સહસંયોજક હોય છે, જે પાણીમાં જળવિભાજન પામે છે. દા.ત., ટ્રાયક્લોરાઇડ પાણીમાં જળવિભાજન પામીને સમચતુષ્ફલકીય સ્પીસિઝ બનાવે છે, જ્યાં M તત્વની સંકરણ અવસ્થા  હોય છે. ઍસિડિક જલીય દ્રાવણમાં એલ્યુમિનિયમ ક્લોરાઇડ અષ્ટફલકીય  આયન બનાવે છે. આ સંકીર્ણ આયનમાં Alની 3d કક્ષકો સમાયેલી હોય છે અને Alની સંકરણ અવસ્થા હોય છે.

(i) હવા પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા :

બોરોન સ્ફટિકીય સ્વરૂપમાં અપ્રતિક્રિયાત્મક છે. એલ્યુમિનિયમ તેની સપાટી પર ઑક્સાઇડનું અતિ પાતળું સ્તર બનાવે છે જે ધાતુ પર બાદમાં થનાર હુમલા સામે રક્ષણ આપે છે. અસ્ફટિકમય બોરોન અને એલ્યુમિનિયમ ધાતુને હવાની હાજરીમાં ગરમ કરતાં અનુક્રમે BO અને AlO બને છે. ઊંચા તાપમાને ડાયનાઇટ્રોજન સાથે તેઓ નાઇટ્રાઇડ બનાવે છે.

સમૂહમાં નીચે તરફ જઈએ તેમ આ ઑક્સાઇડ સંયોજનોના સ્વભાવ બદલાતા જાય છે. બોરોન ટ્રાયોક્સાઇડ ઍસિડિક છે અને બેઝિક (ધાત્વીય) ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને ધાતુબોરેટ બનાવે છે. એલ્યુમિનિયમ અને ગેલિયમના ઑક્સાઇડ સંયોજનો ઊભયધર્મી સ્વભાવ ધરાવે છે, જ્યારે ઇન્ડિયમ અને થેલિયમ ઓક્સાઇડ બેઝિક સ્વભાવ ધરાવે છે.

(ii) એસિડ અને આલ્કલી સંયોજનો પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા :

મધ્યમસરના તાપમાને પણ બોરોન ઍસિડ અને બેઈઝ સાથે પ્રક્રિયા કરતા નથી પણ એલ્યુમિનિયમ ખનીજ ઍસિડ અને જલીય આલ્ક્લીમાં ઓગળે છે અને ઊભયધર્મી લાક્ષણિકતા દર્શાવે છે.

એલ્યુમિનિયમ મંદ HCl માં ઓગળે છે અને ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે.

પરંતુ, સાંદ્ર નાઈટ્રિક ઍસિડ એલ્યુમિનિયમ ધાતુની સપાટી પર ઑક્સાઇડનું રક્ષણાત્મક સ્તર બનાવીને તેને નિષ્ક્રિય કરી દે છે.

એલ્યુમિનિયમ જલીય આલ્કલી સાથે પણ પ્રક્રિયા કરે છે અને ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે.

 સોડિયમ ટેટ્રાહાઈડ્રૉક્સોએલ્યુમિનેટ(III)

(iii) હેલોજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા :

આ તત્વો હેલોજન સાથે પ્રક્રિયા કરી ટ્રાયહેલાઇડ (TlI સિવાય) બનાવે છે.


બોરોનના અગત્યના વલણો અને અનિયમિત (વિસંગત) ગુણધર્મો જણાવો.

Hide | Show

જવાબ : સમૂહ 13ના તત્વોની રાસાયણિક વર્તણૂકમાં કેટલાક અગત્યના વલણો જોવા મળે છે. આ બધા તત્વોના ટ્રાયક્લોરાઇડ, બ્રોમાઇડ અને આયોડાઇડ સંયોજનો તેઓના સહસંયોજક સ્વભાવને કારણે પાણીમાં જળવિભાજન પામે છે. જલીય માધ્યમમાં બોરોન સિવાય અન્ય તત્વો સમચતૃષ્ફલકીય  અને અષ્ટફલકીય  સ્પીસિઝ તરીકે અસ્તિત્વ ધરાવે છે.

ઇલેક્ટ્રૉનની ઊણપના કારણે મોનોમર સ્વરૂપના ટ્રાયહેલાઇડ સંયોજનો પ્રબળ લુઈસ ઍસિડ તરીકે હોય છે. બોરોન ટ્રાયફ્લોરાઇડ NH જેવા લુઈસ બેઈઝ સાથે સરળતાથી પ્રક્રિયા કરી બોરોનની આસપાસ સંપૂર્ણ અષ્ટક રચના બનાવે છે.

બોરોનમાં d-કક્ષકોની ગેરહાજરીને કારણે Bની મહત્તમ સહસંયોજકતા 4 હોય છે, જ્યારે Al અને અન્ય તત્વોમાં d-કક્ષકોની હાજરી હોવાના કારણે તેમની મહત્તમ સહસંયોજકતા 4થી વધુ હોઈ શકે છે. મોટા ભાગે ધાતુ હેલાઈડ સંયોજનો (દા.ત., AlCl) હેલોજન સેતુ દ્વારા ડાયમર (દા.ત., AlCl) બનાવે છે. આ હેલોજન સેતુવાળા અણુઓમાં ધાતુ સ્પીસિઝ હેલોજન પાસેથી ઇલેક્ટ્રોન સ્વીકારીને તેનું અષ્ટક પૂર્ણ કરે છે.


HBO (ઓર્થોબોરિક ઍસિડ)ના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો જણાવો.

Hide | Show

જવાબ : ઓર્થોબોરિક ઍસિડ (HBO) સફેદ સ્ફટિકમય ઘન પદાર્થ છે, જે સ્પર્શે ચીકણા હોય છે. તે પાણીમાં અલ્પદ્રાવ્ય અને ગરમ પાણીમાં વધુ દ્રાવ્ય હોય છે. તે બોરેક્સના જલીય દ્રાવણને ઍસિડિક કરીને બનાવી શકાય છે.

તે બોરોનના ઘણા સંયોજનોના (હેલાઈડ, હાઇડ્રારાઇડ વગેરે) જળવિભાજનથી (પાણી અથવા મંદ ઍસિડ સાથે પ્રક્રિયા) પણ બને છે. તે સ્તરીય બંધારણ ધરાવે છે જેમાં સમતલીય BO એકમો આકૃતિમાં દર્શાવ્યા મુજબ હાઇડ્રોજન બંધ દ્વારા જોડાયેલા હોય છે.

બોરિક ઍસિડ નિર્બળ એક્બેઝિક ઍસિડ છે. તે પ્રોટોનીય (protonic) ઍસિડ નથી પણ હાઇડ્રોક્સિલ આયન પાસેથી ઇલેક્ટ્રૉન સ્વીકારીને લુઈસ ઍસિડ તરીકે વર્તે છે.

ઓર્થોબોરિક ઍસિડને 370 K થી ઊંચા તાપમાને ગરમ કરતાં તે મૅટાબોરિક ઍસિડ (HBO) બનાવે છે. જેને વધુ ગરમ કરતાં બોરિક ઑક્સાઇડ (BO) બને છે.


હીરો (Diamond) સમજાવો.

Hide | Show

જવાબ : હીરો સ્ફટિકમય લેટિસ છે. તેમાં દરેક કાર્બન પરમાણુ  સંકરણ ધરાવે છે અને અન્ય ચાર કાર્બન પરમાણુઓ સાથે સમચતુષ્ફલકીય આકારે સંકૃત કક્ષકોની મદદથી જોડાયેલો હોય છે.

તેમાં C-C બંધલંબાઈ 154 pm હોય છે. આ બંધારણ અવકાશમાં વિસ્તાર પામે છે અને કાર્બન પરમાણુઓની દઢ ત્રિપરિમાણીય જાળીદાર રચના બનાવે છે. આ બંધારણમાં સદિશીય સહસંયોજકબંધ સમગ્ર લેટિસમાં રહેલા હોય છે.

આ પ્રકારના વિસ્તૃત સહસંયોજક્બંધને તોડવા અતિ મુશ્કેલ છે અને તેથી હીરો પૃથ્વી પરનો સૌથી વધુ કઠિન પદાર્થ છે, તેનો ઉપયોગ સાધનોની ધાર કાઢવા માટે અપઘર્ષક (abrasive) તરીકે, બીબાં બનાવવા અને વીજળીના બલ્બમાં ટંગસ્ટનના પાતળા તારના ઉત્પાદનમાં થાય છે.


ગેફાઈટ (Graphite)સમજાવો.

Hide | Show

જવાબ : ગ્રેફાઇટ સ્તરીય બંધારણ ધરાવે છે. આ સ્તરો વાન્‌ ડર વાલ્સ આકર્ષણ બળને કારણે જોડાયેલા હોય છે અને બે સ્તરો વચ્ચેનું અંતર 340 pm હોય છે. દરેક સ્તર કાર્બન પરમાણુઓના સમતલીય ષટ્કોણીય વલયોથી બનેલું હોય છે. આ સ્તરમાં C-C બંધલંબાઈ 141.5 pm હોય છે. ષટ્કોણીય વલયમાં દરેક કાર્બન પરમાણુઓ  સંકરણ ધરાવે છે અને પડોશના ત્રણ કાર્બન પરમાણુઓ સાથે ત્રણ સિગ્મા બંધ બનાવે છે. ચોથો ઇલેક્ટ્રોન π બંધ બનાવે છે.

સંપૂર્ણ સ્તર પર આ ઇલેક્ટ્રૉન વિસ્થાનીકૃત થાય છે. ઇલેક્ટ્રૉન ગતિશીલ હોય છે. તેથી સમગ્ર ગ્રેફાઈઇટ સ્તરમાં વિદ્યુતપ્રવાહનું વહન કરે છે. ગ્રેફાઈટમાં સ્તરો વચ્ચેના બંધોને સહેલાઈથી તોડી શકાય છે. તેથીતે અતિ નરમ અને સરકી શકે તેવું (slippery) હોય છે. આ કારણે ઊંચા તાપમાને ચાલતા મશીનોમાં જ્યાં ઓઈલનો ઊંજણ પદાર્થ તરીકે ઉપયોગ થઈ શકતો નથી, ત્યાં ગ્રેફાઇટ શુષ્ક ઊંજણ પદાર્થ તરીકે ઉપયોગી બને છે.


ફુલેરીન સંયોજનો સમજાવો.

Hide | Show

જવાબ : હિલિયમ અથવા આર્ગોન જેવા નિષ્ક્રિય વાયુઓની હાજરીમાં જ્યારે ગ્રેફાઇટને વિદ્યુત ચાપમાં ગરમ કરવામાં આવે છે ત્યારે ફુલેરિન સંયોજનો બને છે. બાષ્પ સ્વરૂપના નાના  અણુઓને સંઘનિત કરવાથી પ્રાપ્ત થતા મેશવાળા પદાર્થમાં મુખ્યત્વે  થોડા પ્રમાણમાં  તથા અતિ અલ્પપ્રમાણમાં 350 કે તેથી વધુ બેકી સંખ્યામાં કાર્બન ધરાવતા ફુલેરિન સંયોજનો જોવા મળે છે.

ફુલેરિન સંયોજનો એક માત્ર કાર્બનનું શુદ્ધ સ્વરૂપ છે. કારણ કે તેઓ ઝુલતા' બંધ સિવાયનું મૃદુ બંધારણ ધરાવે છે. ફુલેરિન સંયોજનો પિંજર જેવા અણુઓ છે.  અણુનો આકાર સોકર બૉલ (Soccer ball) જેવો હોય છે અને તેને બકમિન્સ્ટર ફુલેરિન (Buckminster) કહેવામાં આવે છે.

ફુલેરિન છ સભ્યોવાળા વીસ વલયો અને પાંચ સભ્યોવાળા બાર વલયો ધરાવે છે. છ સભ્યવાળું વલય પાંચ કે છ સભ્યવાળા વલય સાથે સંગલિત થાય છે, પરતુ પાંચ સભ્યવાળું વલય માત્ર છ સભ્યવાળા વલય સાથે સંગલિત થાય છે.

બધા જ કાર્બન પરમાણુઓ સમતુલ્ય હોય છે અને તેઓ  સંકરણ ધરાવે છે. દરેક કાર્બન પરમાણુ અન્ય ત્રણ કાર્બન પરમાણુ સાથે ત્રણ સિગ્મા બંધ બનાવે છે. દરેક કાર્બનનો બાકીનો ઇલેક્ટ્રૉન આણ્વીય કક્ષકો પર વિસ્થાનીકૃત પામે છે જે અણુને એરોમેટિક લાક્ષણિકતા આપે છે.

 આ બૉલ આકારના અણુમાં 60 શિરોબિંદૃઓ હોય છે અને તે દરેક સ્થાને એક કાર્બન પરમાણુ રહેલો હોય છે. આ અણુ એક્લ અને દ્વિ બંને પ્રકારના બંધ ધરાવે છે. જેમાં C-C અંતર અનુક્રમે 143.5 pm અને 138.3 pm હોય છે. આ ગોળાકાર ફુલેરિનને ટૂંકમાં બકીબોંલ (bucky ball) પણ કહે છે.

કાર્બનનું અપરરૂપ ગ્રેફાઇટ ઉષ્માગતિશાસ્ર મુજબ સૌથી વધુ સ્થાયી છે. તેથી ગ્રેફાઈટની  ને શૂન્ય ગણવામાં આવે છે. હીરા તથા ફુલેરિન C60 ના  નું મૂલ્ય અનુક્રમે 1.90 અને 38.1 kJ mol-1  હોય છે.

કાર્બન તત્વના અન્ય રૂપો જેવા કે કાર્બન બ્લેક, કૉક અને કોલસા એ ગ્રેફાઇટ અથવા ફુલેરિનના અશુદ્ધ સ્વરૂપો છે. હવાના મર્યાદિત જથ્થામાં હાઇડ્રોકાર્બનને બાળવાથી કાર્બન બ્લેક મળે છે. હવાની ગેરહાજરીમાં લાકડાં અથવા કોલસાને ગરમ કરવાથી કોલસો તથા કોક મળે છે.


સિલિકોન ડાયોક્સાઈડ (સિલિકા) સમજાવો.

Hide | Show

જવાબ : લગભગ 95 % જેટલો પૃથ્વીનો પોપડો સિલિકા અને સિલિકેટનો બનેલો છે. સામાન્ય રીતે સિલિકોન ડાયોક્સાઇડ સિલિકા તરીકે ઓળખાય છે. જે અનેક સ્ફટિકમય બંધારણ સ્વરૂપે જોવા મળે છે. સિલિકાના કેટલાક સ્વરૂપો ક્વાર્ટ્ઝ (Quartz), ક્રિસ્ટોબેલાઇટ (Cristobalite) અને ટ્રાઇડાયમાઇટ(Tridymite) છે અને તેઓ યોગ્ય તાપમાને આંતરપરિવર્તનશીલ હોય છે.

સિલિકોન ડાયોક્સાઇડ સહસંયોજક, ત્રિપરિમાણીય જાળીદાર ઘન પદાર્થ છે, જેમાં દરેક સિલિકોન પરમાણુ સમચતૃષ્ફલકીય રીતે ચાર ઑક્સિજન પરમાણુ સાથે સહસંયોજક બંધથી જોડાયેલો હોય છે. દરેક ઑક્સિજન પરમાણુ બે સિલિકોન પરમાણુ સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ સહસંયોજક બંધથી જોડાયેલો હોય છે.

દરેક ખૂણો બીજા સમચતુષ્ફલક સાથે જોડાયેલો રહે છે. સંપૂર્ણ સ્ફટિકને વિરાટ અણુ તરીકે ગણી શકાય છે, જેમાં સિલિકોન અને ઑક્સિજન પરમાણુઓ એકાંતર ક્રમમાં આઠ સભ્યોનું વલય બનાવે છે.

સિલિકા તેના સામાન્ય સ્વરૂપમાં Si-O બંધની ઘણી વધારે એન્થાલ્પીના કારણે અક્રિયાશીલ હોય છે. તે ઊંચા તાપમાને હેલોજન, ડાયહાઇડ્રોજન અને મોટા ભાગના ઍસિડ તથા ધાતુઓનો પ્રતિકાર કરે છે. જો કે  HF અને NaOH સાથે પ્રક્રિયા કરે છે.


There are No Content Availble For this Chapter

Take a Test

Choose your Test :

p-વિભાગના તત્વો

રસાયણવિજ્ઞાન

Browse & Download GSEB Books For ધોરણ ૧૧ All Subjects

The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.

The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.

For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.